Atmadharma magazine - Ank 262
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 37
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૨
સળંગ અંક ૨૬૨
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 37
single page version

background image
તંત્રી: જગજીવન બાવચંદ દોશી
વર્ષ ૨૨: અંક ૧૦: વીર સં. શ્રાવણ: August 1965
સિદ્ધપ્રભુ સાથે મિત્રતા
હે જીવ! તારે સંસારથી છૂટવું હોય ને સિદ્ધપદ પામવું હોય તો સિદ્ધપ્રભુ
સાથે મૈત્રી કર....સંસાર સાથે કિટ્ટિ કર ને સિદ્ધો સાથે બિલ્લી (મિત્રતા) કર.
સિદ્ધભગવાન સાથે મિત્રતા કેમ થાય? કે ‘જેવા આપ તેવો હું’ એમ સિદ્ધ
જેવા પોતાના આત્મસ્વભાવની ઓળખાણ કરતાં આત્માને સિદ્ધની મિત્રતા
થાય છે એટલે કે તે સિદ્ધપદનો સાધક થાય છે. સિદ્ધભગવંતો કહે છે કે જો તારે
મારી સાથે મિત્રતા કરવી હોય ને મારી પાસે સિદ્ધદશામાં આવવું હોય, તો તું
રાગની મૈત્રી છોડ; રાગ તો મારાથી વિરોધી છે, તેનો આદર કરીશ તો મારી
સાથે મિત્રતા નહિ થાય. મારી સાથે મિત્રતા કરવી હોય તો મારામાં ન હોય
એવા સમસ્ત પરભાવોની પ્રીતિ છોડીને તેની સાથે કિટ્ટા કર, તેની સાથે
આત્માનો સંબંધ તોડ, ને મારા જેવો તારો સ્વભાવ છે તેમાં સંબંધ જોડ....અરે
જીવ! સંસારનો પ્રેમ છોડીને હવે આ સિદ્ધપ્રભુ સાથે મિત્રતા કર. ધર્માત્મા કહે
છે કે અમે હવે સિદ્ધપ્રભુના મિત્ર થયા છીએ; સિદ્ધપ્રભુ જેવા અમારા સ્વભાવને
અનુભવમાં લઈને અમે હવે સિદ્ધપ્રભુ સાથે મિત્રતા બાંધી છે ને સમસ્ત
પરભાવો સાથેની મિત્રતા છોડી છે. હવે પરભાવોરૂપ સંસારને છોડીને અમે
અલ્પકાળમાં સિદ્ધ થશું, ને સિદ્ધાલયમાં જઈને અમારા મિત્રો સાથે
સાદિઅનંતકાળ રહેશું.
૨૬૨

PDF/HTML Page 3 of 37
single page version

background image
ધર્મવાત્સલ્યનું મહાન પ્રતીક: રક્ષાબંધન પર્વ
(વાત્સલ્યપૂર્ણિમા: શ્રાવણ સુદ ૧પ)
આજે સમગ્ર જૈનસમાજને જેની ખૂબ જરૂર છે એવા વાત્સલ્યના અમીસીંચન
કરતું મહાન જૈન–પર્વ શ્રાવણ સુદ પૂર્ણિમાએ આવી રહ્યું છે.....દર વર્ષની આ
વાત્સલ્યપૂર્ણિમા વખતે જાણે સાક્ષાત્ વિષ્ણુકુમાર મુનિરાજ આવીને આપણને
વાત્સલ્યનો પુનિત સન્દેશ સંભળાવી જાય છે. ચક્રવર્તીના એ પુત્ર રાજપાટ છોડી,
ચૈતન્યની સાધનામાં એવા મસ્ત હતા કે મહાન વિક્રિયાઋદ્ધિ પ્રગટી હોવા છતાં તેનું
લક્ષ ન હતું. એમના સમ્યક્ત્વસૂર્યનું તેજ વાત્સલ્યાદિ અષ્ટાંગોથી ઝળકતું હતું. એવા
એ વિષ્ણુકુમાર મુનિરાજની જન્મનગરીમાં જ્યારે અકંપનાદિ ૭૦૦ મુનિવરોના સંઘ
ઉપર ચાર મંત્રીઓ દ્વારા ઘોર ઉપદ્રવ થઈ રહ્યો છે, મુનિવરો અકંપપણે
સમાધિભાવમાં સ્થિત છે, ઘોર ઉપદ્રવથી હસ્તિનાપુરીના સમસ્ત શ્રાવકોએ પણ
અન્નનો ત્યાગ કર્યો છે, ને આકાશના નક્ષત્ર પણ ધૂ્રજી ઊઠે છે,–એ વખતે
મિથિલાપુરીમાં શ્રુતસાગર આચાર્ય નિમિત્તજ્ઞાનદ્વારા મુનિવરોનો ઉપદ્રવ જાણે છે ને
તેમનું હૃદય મુનિસંઘ પ્રત્યે વત્સલતાથી એવું ઉભરાઈ જાય છે, કે રાત્રિનું મૌન
તોડીને પણ ‘હા!’ એવો ઉદ્ગાર તેમના મુખમાંથી સરી પડે છે. વિષ્ણુમુનિ વડે જ
આ ઉપદ્રવથી મુનિઓની રક્ષા થઈ શકે એમ છે તે જાણીને, એક ક્ષુલ્લકજી તેમને
પ્રાર્થના કરે છે. વિષ્ણુમુનિરાજને વાત્સલ્ય ઉભરાય છે....૭૦૦ મુનિઓની રક્ષા
ખાતર પોતે મુનિપણું છોડી થોડીવાર શ્રાવક બને છે, યુક્તિથી બલિરાજાને
વચનબદ્ધ કરીને ૭૦૦ મુનિઓની રક્ષા કરે છે, એટલું જ નહિ, વત્સલતાથી
બલિરાજા વગેરેને પણ ધર્મ પમાડીને તેમનોય ઉદ્ધાર કરે છે. હસ્તિનાપુરી
જયજયકારથી ગાજી ઊઠે છે, ફરીને સર્વત્ર આનંદમંગળ થાય છે; ને પોતાનું
મુનિરક્ષાનું કાર્ય પૂરું કરીને તરત વિષ્ણુકુમાર ફરી પોતાના મુનિપદમાં સ્થિર થાય
છે, ને એવી ઊગ્ર આત્મસાધના કરે છે કે કેવળજ્ઞાન પ્રગટ થાય છે.
મુનિરક્ષાનો ને વાત્સલ્યનો આ મહાન દિવસ એવો પ્રસિદ્ધ બન્યો કે લાખો–
કરોડો વર્ષો વીતવા છતાં આજેય ભારતભરમાં તે આનંદથી ઊજવાય છે. સંસારમાં
ભાઈ–બહેનનું નિર્દોષ વાત્સલ્ય એ વાત્સલ્યનું સૌથી મોટું પ્રતીક છે. વાત્સલ્ય હોય ત્યાં
રક્ષાની ભાવના હોય જ. આવું આ વાત્સલ્યનું પર્વ સર્વત્ર વાત્સલ્યના પૂર વહાવો.
ધર્મવત્સલ સંતોને નમસ્કાર હો.

PDF/HTML Page 4 of 37
single page version

background image
સ મ્ય ક્ ત્વ – મ હિ મા
(સમ્યગ્દર્શનનો મહિમા શાસ્ત્રોમાં ઠેરઠેર ભર્યો છે,
તેમાંથી થોડોક નમુનો)
* આ સમ્યગ્દર્શન મહાન રત્ન છે, સર્વ લોકના એક ભૂષણરૂપ છે
અર્થાત્ સમ્યગ્દર્શન સર્વ લોકમાં અત્યંત શોભાયમાન છે અને તે જ
મોક્ષપર્યંત સુખ દેવામાં સમર્થ છે.
* જ્ઞાન અને ચારિત્રનું બીજ સમ્યગ્દર્શન જ છે, યમ અને
પ્રશમભાવનું જીવન સમ્યગ્દર્શન છે, અને તપ તથા સ્વાધ્યાયનો
આધાર પણ સમ્યગ્દર્શન જ છે એમ આચાર્યોએ કહ્યું છે.
* વિશેષ જ્ઞાન કે ચારિત્ર ન હોય છતાં, જો એકલું માત્ર સમ્યગ્દર્શન જ
હોય તોપણ તે પ્રશંસનીય છે; પરંતુ મિથ્યાદર્શનરૂપી ઝેરથી દૂષિત
થયેલા જ્ઞાન કે ચારિત્ર પ્રશંસનીય નથી.
* સૂત્રજ્ઞ આચાર્યદેવોએ કહ્યું છે કે યમ–નિયમ–તપ વગરે અતિ અલ્પ
હોય તોપણ, જો તે સમ્યગ્દર્શન સહિત હોય તો ભવસમુદ્રના કલેશના
ભારને હળવો કરવા માટેની તે ઔષધિ છે.
* શ્રી આચાર્યદેવ કહે છે કે જેને દર્શનવિશુદ્ધિ થઈ ગઈ છે તે પવિત્ર
આત્મા મુક્ત જ છે–એમ અમે જાણીએ છીએ કેમકે દર્શનશુદ્ધિને જ
મોક્ષનું મુખ્ય કારણ કહેવામાં આવ્યું છે.
* આ જગતમાં જેઓ જ્ઞાન અને ચારિત્રના પાલનમાં પ્રસિદ્ધ થયા છે
એવા જીવો પણ, સમ્યગ્દર્શન વગર મોક્ષને પામી શકતા નથી.
* શ્રી આચાર્યદેવ કહે છે કે હે જીવો! તમે આ સમ્યગ્દર્શનરૂપી અમૃતને
પીઓ. આ સમ્યગ્દર્શન અનુપમ સુખનો ભંડાર છે, સર્વ કલ્યાણનું બીજ
છે, આ સંસારસમુદ્રથી તરવા માટે તે જહાજ છે, એક ભવ્યજીવો જ તેને
પામી શકે છે, પાપરૂપી વૃક્ષને કાપવા માટે તે કુહાડી સમાન છે, પવિત્ર
તીર્થોમાં તે પ્રધાન તીર્થ છે અને મિથ્યાત્વને તે હણનાર છે.
(જ્ઞાનાર્ણવ: અ. ૬ ગા. પ૩ થી પ૯)

PDF/HTML Page 5 of 37
single page version

background image
: : આત્મધર્મ : શ્રાવણ :
‘અમૃત’ ના કલશથી
આત્માનો અભિષેક
વાહ, ‘સમયસાર–કલશ’ માં તો આચાર્યદેવે સ્વાનુભવરૂપી
અમૃતના કળશ ભરીભરીને ભગવાન આત્માને નવરાવ્યો છે.
શુદ્ધવસ્તુનો અનુભવ બતાવીને અમૃતચંદ્રાચાર્યદેવે અમૃત રેડયાં છે.
એક સૂક્ષ્મ વિકલ્પની પણ જેમાં ભેળસેળ નથી–એવો
શુદ્ધઆત્મસ્વભાવ શુદ્ધનયવડે અનુભવાય છે. હે જીવ! સમસ્ત
સંકલ્પ–વિકલ્પ છોડીને જ્ઞાનવડે તું આવો અનુભવ કર–એમ સંતોનો
ઉપદેશ છે. આ ઉપદેશ ઝીલીને વીરતાવાળો જીવ સમ્યક્ પુરુષાર્થવડે
તેને અનુભવે છે.
आत्मस्वभावं परभावभिन्नम् अपूर्णमाद्यं तविमुक्तमेकम्।
विलीनसंकल्पविकल्पजालं प्रकाशयन् शुद्धनयोऽभ्युदेति।।१०।।
દિવ્યધ્વનિમાં જે શુદ્ધાત્માનું સ્વરૂપ સાંભળ્‌યું, ગુરુપરંપરાથી અનુગ્રહપૂર્વક
શુદ્ધાત્માનો જે ઉપદેશ મળ્‌યો, અને પોતે પ્રચુર સ્વસંવેદન સ્વાનુભવથી શુદ્ધાત્માને
અનુભવ્યો, તે સમસ્ત નિજવૈભવથી કુંદકુંદાચાર્યદેવે સમયસારમાં શુદ્ધ આત્મા દેખાડયો
છે; અને અમૃતચંદ્રાચાર્યદેવે તેની ટીકા કરીને આ શુદ્ધાત્મરસનાં અમૃત ઘોળ્‌યાં
છે.....વીરતાવાળા જીવને એ પચે એવાં છે. વીરતા એટલે સ્વભાવ તરફના
વીર્યોલ્લાસવાળા જીવો આ શુદ્ધાત્માની વાત સાંભળતાં અસંખ્યપ્રદેશે પુરુષાર્થથી ઉલ્લસી
જાય છે. ને જેનામાં વિકલ્પથી જુદા પડવાનું વીર્ય નથી. શુદ્ધાત્મા તરફનો વીર્યોલ્લાસ
નથી તે તો આવી શુદ્ધાત્માના અનુભવની વાતને હૃદયમાં ઝીલી શકતો નથી. ‘અરે,
અત્યારે આત્મા શુદ્ધ હોય! અત્યારે આત્મા અબદ્ધ હોય!’ એમ સંદેહ કરતો તે
પુરુષાર્થહીનપણામાં અટકી જાય છે; ને વીરતાવાળો જીવ તો વિકલ્પથી પાર થઈને, શુદ્ધ
સ્વભાવમાં પ્રવેશીને સમ્યક્ પુરુષાર્થવડે તેને અનુભવે છે.
શુદ્ધસ્વરૂપ જીવવસ્તુને અનુભવમાં લઈને શુદ્ધનય પ્રકાશમાન થાય છે. જીવવસ્તુ
આદિ–અંતથી રહિત છે. વળી શુદ્ધ જીવવસ્તુનો અનુભવ થતાં સંકલ્પ–વિકલ્પની જાળ
વિલય થઈ ગઈ છે. રાગાદિ અનેક સંકલ્પો ને જ્ઞાનના અનેક વિકલ્પો તે બધાય
સ્વાનુભવ થતાં જ છૂટી જાય છે. આવા શુદ્ધ વસ્તુસ્વરૂપને જે સૂચિત કરે–અનુભવમાં
લ્યે તે શુદ્ધનય છે, તે જ સમ્યક્ત્વ છે.

PDF/HTML Page 6 of 37
single page version

background image
: શ્રાવણ : આત્મધર્મ : ૩ :
અરે જીવ! તું આવો પરમાત્મસ્વરૂપ છો, નિજસ્વરૂપને શુદ્ધનયવડે તેં કદી જોયું
નથી, આપૂર્ણ એટલે કે સમસ્ત પ્રકારે પૂર્ણ એવો પોતાનો આત્મા છે, તે
સંકલ્પવિકલ્પોવડે અનુભવમાં ન આવે; તેનો અનુભવ થતાં તો સમસ્ત સંકલ્પ–વિકલ્પો
છૂટી જાય છે. આ રીતે સ્વાનુભવમાં આવતો આત્મા નિજગુણોથી પરિપૂર્ણ ને
સંકલ્પવિકલ્પોથી ખાલી છે.
અરે જીવ! તારા સ્વતત્ત્વને ચૂકીને અનંતકાળથી તું પરભાવના પંથે ભૂલો
પડ્યો. પણ તારી શુદ્ધ જીવવસ્તુ તારામાં જ છે, શુદ્ધનયવડે તેને દેખ. એ આત્માનો
નિજભાવ છે; શુદ્ધનય તે પણ આત્માનો નિજભાવ છે. શુદ્ધનયથી પોતાના શુદ્ધાત્માને
અનુભવીને આચાર્યદેવ આખા જગતને કહે છે કે તમે પણ ભ્રાંતિ છોડીને આવા
શુદ્ધઆત્માને અનુભવો. સ્વસન્મુખ થઈને આવો અનુભવ કરો. પરભાવોના દુઃખમાં
અનંતકાળ કાઢયો, હવે એક ક્ષણ પણ એમાં ન ગુમાવો ને સ્વભાવને અનુભવવાનો
અભ્યાસ કરો.
પ્રશ્ન:– આવો અનુભવ કરવાનું સાધન શું?
ઉત્તર:– એનું સાધન ક્્યાંય બહારમાં નથી, પોતાનું શ્રુતજ્ઞાન જ એનું સાધન છે.
જ્યાં શ્રુતજ્ઞાન અંતરમાં વળ્‌યું ત્યાં આવો અનુભવ થાય છે. શુદ્ધનય કહો કે
ભાવશ્રુતજ્ઞાન કહો તે જ સ્વાનુભવનું સાધન છે. સ્વાનુભવનું સાધન સ્વાનુભવથી
અભિન્ન છે, સ્વાનુભવથી ભિન્ન નથી.
અહો, આ સ્વાનુભવની આવી વાત....તે સમજાવીને સંતોએ પંચમકાળમાં
અમૃત રેડયાં છે. આ સમયસાર વડે શુદ્ધનયરૂપી અમૃતના કળશ ભરી ભરીને
અમૃતચંદ્રાચાર્યદેવે ભગવાન શુદ્ધ આત્માનો અભિષેક કર્યો છે, સ્વાનુભૂતિવડે આવો
અભિષેક કરતાં આત્મા પવિત્ર થાય છે એટલે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટે છે.
દુઃખી
મારું સુખ પરમાં છે એવી જેની બુદ્ધિ છે તે
જીવ, ભલે તેની પાસે કરોડો રૂપિયા હોય ને
મેવા–જાંબુ ખાતો હોય તથા સોનાના હીંડોળે
હીંચતો હોય તો પણ આકુળતાથી દુઃખી જ છે.
આનંદધામ એવા સ્વતત્ત્વનો મહિમા છોડીને
પરનો મહિમા કર્યો તે જ દુઃખ છે.
(સુખશક્તિના પ્રવચનમાંથી)

PDF/HTML Page 7 of 37
single page version

background image
: : આત્મધર્મ : શ્રાવણ :
શુદ્ધાત્મઅનુભૂતિ
અમને સદા પ્રગટ હો
જૈનશાસન શુદ્ધાત્માની અનુભૂતિમાં સમાય છે;
શુદ્ધઅનુભૂતિથી જે બહાર તે બધુંય જૈનશાસનથી બહાર.
શુદ્ધઆત્માની અનુભૂતિ વગર જૈનશાસનના મર્મની ખબર પડે નહિ.
શુદ્ધાત્માની અનુભૂતિ એ જ જૈનશાસનમાં ઉપાદેય છે. એ
શુદ્ધાત્મઅનુભૂતિ આનંદ ભરેલી છે.
(કલશટીકા પ્રવચન)
સન્તો અખંડ અનુભૂતિની ને કેવળજ્ઞાન પ્રકાશની જ ભાવના કરે છે–
अखंडितमनाकुलं ज्वलदनन्तमन्तर्बहि
र्महः परममस्तु नः सहजमुद्विलासं सदा
चिदुच्छलननिर्भरं सकलकालमालम्बते
यदेकरसमुल्लसल्लवणखिल्यलीलायितम्।।१४।।
શુદ્ધઆત્માની અનુભૂતિમાં ઉત્કૃષ્ટ ચૈતન્ય જ પ્રકાશે છે, ને આવી અનુભૂતિ જ
આત્માનું સ્વરૂપ છે. માટે આવી અનુભૂતિવડે અખંડ ચૈતન્યતેજ અમને સદા પ્રકાશમાન
હો. શુદ્ધસ્વરૂપના અનુભવથી બહાર બીજું કાંઈ ઉપાદેય નથી. આવો શુદ્ધઅનુભવ તે જ
ઉપાદેય છે, તેમાં જ આત્મા અખંડપણે પ્રકાશે છે. વિકલ્પમાં અખંડઆત્મા પ્રકાશતો
નથી. ઈન્દ્રિયજ્ઞાન પણ ખંડખંડરૂપ છે, તેમાં આત્મા પ્રકાશતો નથી, ઈન્દ્રિયજ્ઞાન અખંડ
આત્માને અનુભવમાં લઈ શકતું નથી; તે તો આકુળતાવાળું છે, તે ઉપાદેય નથી. જે
જ્ઞાન અંતરમાં વળીને અતીન્દ્રિયપણે શુદ્ધચૈતન્યવસ્તુનો અનુભવ કરે તે જ ઉપાદેય છે.
અનુભવમાં આવતો આત્મા અતીન્દ્રિયસ્વભાવી છે, તે ઈન્દ્રિયગ્રાહી થતો નથી.
શુદ્ધનયરૂપ જ્ઞાનવડે આવા આત્માની અનુભૂતિ તે સમસ્ત જિનશાસન છે. તે
અનુભૂતિમાં જૈનશાસન છે, અનુભૂતિથી જુદું જૈનશાસન નથી; એટલે રાગાદિ ભાવો તે
જૈનશાસન નહિ, તે જૈનધર્મ નહિ, તે મોક્ષમાર્ગ નહિ, તે પરભાવો જૈનશાસનથી બહાર,
મોક્ષમાર્ગથી બહાર; શુદ્ધઆત્માની અનુભૂતિથી જે બહાર તે બધુંય જૈનશાસનથી બહાર,
જેને શુદ્ધઆત્માની અનુભૂતિ

PDF/HTML Page 8 of 37
single page version

background image
: શ્રાવણ : આત્મધર્મ : પ :
નથી તેને જૈનશાસનની ખબર નથી, તે ખરેખર જૈનશાસનમાં આવ્યો નથી. જેણે
આત્માની અનુભૂતિ કરી તેણે સમસ્ત જિનશાસનનું રહસ્ય જાણી લીધું ને તે
મોક્ષમાર્ગમાં આવ્યો.
આત્મા પોતે સ્વભાવિક સુખસ્વરૂપ છે; પણ પોતાની અનુભૂતિ વગર તે
ઈંદ્રિયજનિત સુખ–દુઃખની આકુળતા ભોગવી રહ્યો છે. તેને પોતાની શુદ્ધઅનુભૂતિવડે
સહજ–અનાકુળ સુખનો અનુભવ થાય છે. અનુભવમાં આવતો આત્મા અંદર ને બહાર
સર્વત્ર સર્વપ્રદેશોમાં, દ્રવ્યમાં તેમજ વ્યક્ત પર્યાયમાં જ્ઞાન ને આનંદથી જ ભરેલો છે.
પર્યાય પણ આનંદથી ને જ્ઞાનથી ભરેલી છે. અસંખ્યપ્રદેશો સર્વત્ર આનંદ ને જ્ઞાનથી
પરિપૂર્ણ છે. અસંખ્ય ચૈતન્યપ્રદેશો પોતે જ જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે. સદાકાળ આવા
આત્માનો અનુભવ રહ્યા કરો–એમ ધર્મીની ભાવના છે.
જેમ બરફનો પિંડ અંદર બહાર સર્વત્ર ઠંડકથી ભરેલો છે, તેમ ચૈતન્યબરફનો
પિંડ આત્મા અસંખ્યપ્રદેશે સર્વત્ર શાંત–શીતળ આનંદથી ભરેલો છે. દ્રવ્યમાં તો આનંદ
ભરેલો છે ને જ્યાં પર્યાય અંતર્મુખ થઈ ત્યાં તે પર્યાય આનંદથી ભરેલી છે.–આવી
આનંદભરેલી અનુભૂતિ અમને સદા પ્રગટ હો.
સાધકનો અપૂર્વ પુરુષાર્થ
જેણે સમ્યગ્દર્શન પ્રગટાવવાનો પૂર્વે કદી નહિ કરેલો એવો
અનંતો સમ્યક્ પુરુષાર્થ કરીને સમ્યગ્દર્શન પ્રગટ કર્યું છે અને એ
રીતે સંપૂર્ણ સ્વરૂપનો સાધક થયો છે તે જીવ કોઈપણ સંયોગમાં,
ભયથી, લજ્જાથી લાલચથી કે કોઈપણ કારણથી અસત્ને પોષણ
નહિ જ આપે.....એ માટે કદાચ કોઈ વાર દેહ છૂટવા સુધીની
પ્રતિકૂળતા આવી પડે તોપણ સત્થી ચ્યુત નહિ થાય, અસત્નો
આદર કદી નહિ કરે. સ્વરૂપના સાધકો નિઃશંક અને નિડર હોય
છે. સત્ સ્વરૂપની શ્રદ્ધાના જોરમાં અને સત્ના માહાત્મ્ય પાસે
તેને કોઈ પ્રતિકૂળતા છે જ નહિ. જો સત્થી જરાપણ ચ્યુત થાય
તો તેને પ્રતિકૂળતા આવી કહેવાય, પણ જે ક્ષણે ક્ષણે સત્માં
વિશેષ દ્રઢતા કરી રહ્યો છે તેને તો પોતાના બેહદ પુરુષાર્થ પાસે
જગતમાં કાંઈપણ પ્રતિકૂળતા જ નથી. એ તો પરિપૂર્ણ સત્સ્વરૂપ
સાથે અભેદ થઈ ગયો,–તેને ડગાવવા ત્રણ જગતમાં કોણ સમર્થ?
અહો! આવા સ્વરૂપના સાધકને ધન્ય છે!!

PDF/HTML Page 9 of 37
single page version

background image
: : આત્મધર્મ : શ્રાવણ :
મોક્ષ અને મોક્ષનું કારણ–એ બંને
શુદ્ધ આત્માની ઉપાસનાથી જ થાય છે
(કલશટીકા–પ્રવચન)
હે મોક્ષાર્થી! મોક્ષને અર્થે તું તારા શુદ્ધાત્માની જ ઉપાસના કર,
એટલે કે તેનો જ અનુભવ કર. જેમ મોક્ષ રાગરહિત છે તેમ તેનો માર્ગ
પણ રાગરહિત છે, તેમાં રાગનો કે પરનો સહારો જરા પણ નથી.
શુદ્ધઆત્માને જે નથી જાણતો તે મોક્ષને પણ ખરેખર ઓળખતો નથી.
શુદ્ધઆત્માને અનુભવમાં જે ઉપાદેય જાણે છે તેણે જ ખરેખર મોક્ષને
ઉપાદેય કર્યો છે, કેમકે મોક્ષ અને મોક્ષનો માર્ગ તો શુદ્ધાત્માના સેવનમાં
જ છે.–એ વાત સમજાવે છે:–
एव ज्ञानघनो नित्यधात्मा सिद्धिमभीप्सुभिः।
साध्यसाधकभावेन द्विधैकः समुपास्यताम्।।
પ્રથમ તો મોક્ષાર્થીજીવની વાત છે; જે મોક્ષાર્થી છે તેણે શું કરવું મોક્ષ જ જેને પ્રિય
છે, મોક્ષ જ જેને ઉપાદેય છે એવા જીવને પોતાનું શુદ્ધ ચૈતન્યદ્રવ્ય જ સદા અનુભવવા
યોગ્ય છે, તે જ સર્વ પ્રકારે ઉપાસવાયોગ્ય ને સેવવાયોગ્ય છે. શુદ્ધ આત્માના અનુભવથી
મોક્ષ થાય છે. તેમાં કોઈ બીજાનો સહારો નથી. શુદ્ધાત્માને જે ઉપાદેય કરે તેને જ મોક્ષ
ઉપાદેય થાય છે, શુદ્ધ જ્ઞાનપુંજ આત્માને જે નથી ઓળખતો તે શુદ્ધદશારૂપ મોક્ષને પણ
ખરેખર નથી ઓળખતો. મોક્ષમાર્ગને ઉપાસવો હોય તો હે જીવો! શુદ્ધ આત્માની સમ્યક્
ઉપાસના કરો. તેની ઉપાસનાથી સાધકપણું અને સિદ્ધપણું થાય છે.
રાગરહિત એવી જે મોક્ષદશા, તે રાગના સેવન વડે કેમ થાય? રાગને જે
મોક્ષદશાનું સાધન માને છે તેણે રાગરહિત મોક્ષદશાને ઓળખી નથી. મોક્ષ રાગરહિત છે
તો તેનું સાધન પણ રાગરહિત જ હોય; આત્માનો જે શુદ્ધસ્વભાવ તેની રાગરહિત
ઉપાસના તે જ મોક્ષનું સાધન છે. મોક્ષ તે રાગરહિત શુદ્ધદશા, ને તેનું સાધન પણ
રાગરહિત શુદ્ધદશા, એ બંને દશા શુદ્ધ આત્મસ્વભાવને ઉપાદેય કરીને તેને ઉપાસવાથી
જ થાય છે. આ રીતે આત્મા પોતે પોતામાં જ સાધક ને સાધ્ય ભાવરૂપે પરિણમે છે,
તેથી મોક્ષને માટે બીજા કોઈ દ્રવ્યનો સહારો નથી; શુદ્ધાત્માનો અનુભવ કરતાં મોક્ષમાર્ગ
અને મોક્ષ થઈ જાય છે.

PDF/HTML Page 10 of 37
single page version

background image
: શ્રાવણ : આત્મધર્મ : ૭ :
ભાઈ, મોક્ષનું કારણ તારામાં જ છે, ક્્યાંય બહાર ન ઢૂંઢ. અંતર્મુખ અનુભવદ્વારા
આ આત્મા પોતે જ મોક્ષમાર્ગરૂપ પરિણમીને મોક્ષનું કારણ થાય છે. આત્માથી ભિન્ન
કોઈ બીજાને તું મોક્ષનું કારણ બનાવવા માંગીશ તો મોક્ષનું સાચું સાધન તને નહિ મળે.
મોક્ષના ઉપાયમાં પરદ્રવ્યનો કિંચિત સહારો નથી. માટે હે મોક્ષાર્થી! સ્વસન્મુખ થઈને
આત્માનો જ અનુભવ કર.
આત્મા કેવો છે? દર્શન–જ્ઞાન–ચારિત્રની અભેદતાથી એકરૂપ અનુભવતાં તે શુદ્ધ
છે; પણ દર્શન–જ્ઞાન–ચારિત્રના ભેદથી લક્ષમાં લેતાં અશુદ્ધતાનો અનુભવ થાય છે.
અભેદના અનુભવથી જ દ્રવ્યના સહજ સ્વભાવનો અનુભવ થાય છે. પ્રમાણથી જોતાં
આત્મામાં અશુદ્ધતા ને શુદ્ધતા (અથવા ભેદ ને અભેદ) બંને એક સાથે છે.–છતાં
શુદ્ધતાનો અનુભવ તો અભેદના આશ્રયે જ થાય છે. પોતામાં વ્યવહારથી જે ભેદ છે
તેના આશ્રયથી પણ અશુદ્ધતાનો અનુભવ થાય છે, તોપછી પરના આશ્રયની તો વાત
ક્યાં રહી?
આત્મા દર્શન–જ્ઞાન–ચારિત્ર એવા ત્રણ ગુણરૂપ છે, એટલે કે એક અખંડ
આત્માને ગુણભેદથી જોતાં તેનામાં ગુણભેદ પણ દેખાય છે. એ ભેદને જોવા તે વ્યવહાર
છે; ને પરમાર્થથી આત્મા નિર્વિકલ્પ–સર્વ ભેદરહિત એકાકાર વસ્તુ છે, તે સ્વાનુભવમાં
વ્યક્ત છે, ને સર્વ વિભાવનો મેટનશીલ છે, એટલે કે એનો નિજસ્વભાવ પરમ શુદ્ધ છે,
તેમાં કોઈ વિભાવ નથી; તેના અનુભવથી સમસ્ત વિભાવ મટી જાય છે.–આવા
આત્માના અનુભવથી જ સાધ્યની સિદ્ધિ થાય છે.
આત્મા શુદ્ધ છે;–કેમ શુદ્ધ છે? કે સર્વ રાગાદિ વિભાવને મટાડવાનો તેનો
સ્વભાવ છે, તેના અનુભવથી સર્વે રાગાદિ મટી જાય છે, તેથી તેનો સ્વભાવ શુદ્ધ છે.
જુઓ, એના અનુભવથી શુદ્ધતા થાય છે ને અશુદ્ધતા મટે છે, માટે એનો સ્વભાવ શુદ્ધ
છે, ને વિભાવનો મેટનશીલ છે. રાગાદિ અશુદ્ધ છે, કેમકે તેના અનુભવથી અશુદ્ધતા
થાય છે. વિભાવ કેમ મટે? કે જેમાં વિભાવ નથી એવા શુદ્ધસ્વભાવના અનુભવવડે
વિભાવ મટે. વિકારનો નાશ કરે એવો સ્વભાવ તો ત્રિકાળ છે જ, પણ તેની સન્મુખ
થઈને તેનો અનુભવ કરે ત્યારે અશુદ્ધતા ટળે.
આત્માનો સ્વભાવ કોઈથી બંધાવાનો નથી, બધાયથી છૂટવાનો જ સ્વભાવ છે.
સ્વભાવ તો છૂટો છે ને તેના અનુભવથી પર્યાયમાં શુદ્ધિ થઈને વિભાવ છૂટે છે. માટે
આત્માસંબંધી અનેક વિકલ્પોથી બસ થાઓ, નિશ્ચયથી શુદ્ધ છું ને વ્યવહારથી અશુદ્ધ છું
અથવા મારો સ્વભાવ શુદ્ધ છે ને અશુદ્ધતા મારા સ્વભાવમાં નથી–એવા અનેક
વિકલ્પોથી अलम् એટલે બસ થાઓ, એ વિકલ્પોવડે કાંઈ સિદ્ધિ નથી, શુદ્ધ–આત્મા
અનુભવરૂપ દર્શન–જ્ઞાન–ચારિત્રવડે જ સાધ્યની સિદ્ધિ થાય છે. માટે વિકલ્પથી પાર
શુદ્ધવસ્તુને પ્રત્યક્ષ

PDF/HTML Page 11 of 37
single page version

background image
: : આત્મધર્મ : શ્રાવણ :
આસ્વાદમાં લ્યો. શુદ્ધ સ્વરૂપનું અવલોકન, તેનું પ્રત્યક્ષ સંવેદન ને તેમાં લીનતા–એના
વડે જ સાધ્યની સિદ્ધિ થાય છે ને બીજી કોઈ રીતે સાધ્યની સિદ્ધિ થતી નથી, સાધ્ય
એટલે આત્માની પૂર્ણ શુદ્ધ મોક્ષદશા, તેનું સાધન પણ શુદ્ધ જ હોય; વિકલ્પ એનું સાધન
ન હોય. માટે કહે છે કે હે મોક્ષાર્થી! મોક્ષને અર્થે તું તારા શુદ્ધાત્માની જ ઉપાસના કર,
સમ્યક્ત્વ

નિષ્કંપ મેરૂવત અને નિર્મળ ગ્રહી સમ્યક્ત્વને,
શ્રાવક! ધ્યાવો ધ્યાનમાં એને જ દુઃખક્ષયહેતુએ. ૮૬
સમ્યક્ત્વને જે ધ્યાવતો તે જીવ સમ્યક્ દ્રષ્ટિ છે,
દુષ્ટાષ્ટકર્મો ક્ષય કરે સમ્યક્ત્વના પરિણમનથી. ૮૭
અધિક શું કહેવું અરે! સિધ્યા અને જે સિદ્ધશે,
વળી સિદ્ધતા–સૌ નરવરો, મહિમા બધો સમ્યક્ત્વનો. ૮૮
સમ્યક્ત્વ–સિદ્ધિકર અહો, સ્વપ્નેય નહિ દુષિત છે,
તે ધન્ય છે સુકૃતાર્થ છે, શૂર વીર ને પંડિત છે. ૮૯
(–ભગવત્ કુંદકુંદસ્વામી)

ત્રણકાળ ને ત્રણલોકમાં સમકિત સમ નહિ શ્રેય છે,
મિથ્યાત્વ સમ અશ્રેય કો નહિ જગતમાં આ જીવને. ૩૪
(–શ્રી સમન્તભદ્રસ્વામી)

PDF/HTML Page 12 of 37
single page version

background image
: શ્રાવણ : આત્મધર્મ : ૯ :
અનાદિથી અજ્ઞાનજન્ય વિકલ્પજાળમાં ઢંકાયેલી શુદ્ધ
ચૈતન્યવસ્તુને પરભાવોથી અત્યંત જુદી બતાવીને સંતો કહે છે કે
અરે જીવો! તમારી આ ચૈતન્યવસ્તુને સદાય પરભાવોથી અત્યંત
ભિન્નપણે અનુભવો. અરે જીવ! એક ક્ષણ પણ તું વિકલ્પ વગરનો
નથી રહી શકતો; એકવાર તો વિકલ્પથી જુદો પડીને તારી
સ્વવસ્તુને દેખ.....તને કોઈ અપૂર્વ આનંદ થશે. એ સ્વભાવદશાનું
સરસ વર્ણન કરીને અહીં તેની પ્રેરણા કરે છે.
(કલશ ટીકા–પ્રવચન)
चिरमिति नवतत्त्वच्छन्नमुन्नीयमानं
कनकमिव निमग्नं वर्णमालाकलापे।
अथ सततविविक्तं द्रश्यतमेकरूपं
प्रति पदमिदमात्मज्योतिरुघोतमानम्।।
જેને નજરમાં લેતાં અપૂર્વ ચૈતન્યનિધાન પ્રગટ દેખાય એવી વસ્તુ પોતામાં જ
છે, તેને સર્વથા અનુભવો. द्रश्यतां નો અર્થ જ અનુભવરૂપ કરો–એવો કર્યો. અમને
આવી શુદ્ધજ્યોતિરૂપ આત્મવસ્તુ જ સંપૂર્ણપણે અનુભવરૂપ હો. આચાર્યદેવને સાધકદશા
તો શુદ્ધાત્માના અનુભવથી થઈ છે, ને તેની જ પૂર્ણતાની ભાવના ભાવે છે.
જેમ નાટકમાં એક જ માણસ જુદા જુદા અનેક ભાવો દેખાડે છે તેમ આ
‘સમયસાર–નાટક’ માં એક જીવવસ્તુ જુદા જુદા આશ્ચર્યકારી અનેક ભાવોપણે દેખાય
છે. ક્્યારેય શુદ્ધરૂપે ક્્યારેય અશુદ્ધરૂપે એમ અનેક ભિન્નભિન્ન ભાવપણે એક જ
જીવવસ્તુ પરિણમતી દેખાય છે; તે જાણતાં આશ્ચર્ય ઉપજે છે. ને તે બધા ભાવોમાં
એકરૂપે રહેનાર શુદ્ધજીવવસ્તુને સમ્યગ્દ્રષ્ટિ ઓળખી લ્યે છે. અનેકપણાને દેખતાં
જીવવસ્તુના સાચા સ્વરૂપનું દર્શન (સમ્યક્–દર્શન) થતું નથી. એકરૂપ રહેનાર એવા
શુદ્ધસ્વરૂપે દેખતાં જીવવસ્તુનું સાચું સ્વરૂપ દેખાય છે એટલે કે સમ્યક્–દર્શન થાય છે.
અરે, તારું આવું શુદ્ધતત્ત્વ, તેને અમર્યાદિત કાળથી તેં નવતત્ત્વથી વિકલ્પજાળમાં
ઢાંકી દીધું. વિકલ્પના અનુભવમાં જ તું ગૂંચવાયો પણ વિકલ્પથી બહાર નીકળીને તારી

PDF/HTML Page 13 of 37
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : શ્રાવણ :
ચૈતન્યવસ્તુને તેના એકસ્વરૂપે તેં અનુભવમાં ન લીધી. તેં જ તારી વસ્તુને મિથ્યાવિકલ્પ–
જાળથી ઢાંકી દીધી. પણ હવે અમે તને વિકલ્પજાળમાંથી બહાર કાઢીને શુદ્ધ ચૈતન્યવસ્તુ
બતાવી, માટે હવે આ શુદ્ધ ચૈતન્યવસ્તુને તારા સર્વ ગુણપર્યાયોમાં પ્રકાશમાન તું દેખ.
द्रश्यतां એટલે અંર્તદ્રષ્ટિવડે તેને અનુભવરૂપ કર. દેખવાનો અર્થ જ અનુભવ કહ્યો.
નવતત્ત્વની વિકલ્પજાળ એટલે કે રાગાદિ વિભાવો સાથે એકત્વરૂપ પરિણમન,
તે પણ છે તો જીવના જ અસ્તિત્વમાં, રાગાદિ પરિણામ કાંઈ જડવસ્તુમાં નથી. આ રીતે
સુવર્ણપાષાણની જેમ આત્મા વિકલ્પદશારૂપ અનાદિથી વર્તી રહ્યો છે; પોતે સ્વયં એવી
વિભાવદશારૂપે પરિણમી રહ્યો છે.–માટે તે પણ અસ્તિરૂપ છે, તે સર્વથા જૂઠ નથી.–આ
તો પર્યાયનું જ્ઞાન કરાવીને એક પક્ષ બતાવ્યો.
अथ એટલે કે હવે બીજો પક્ષ દેખાડે છે: પર્યાયમાં અનાદિથી અશુદ્ધતા હોવા
છતાં શુદ્ધજીવવસ્તુની દ્રષ્ટિથી જુઓ તો તે વસ્તુ સદા એકરૂપ છે, સદાય વિભાવથી
વિભક્ત છે, તે શુદ્ધજીવવસ્તુ પર્યાયેપર્યાયે સદા પ્રકાશમાન છે, તેને પરભાવથી ભિન્નપણે
દેખો. વિકલ્પ અનાદિનો છે તે કાંઈ શુદ્ધજીવવસ્તુમાં ઘૂસી ગયો નથી. અનાદિથી પરવસ્તુ
વગર જ (પરના અભાવમાં જ) આત્મા રહ્યો છે; અજ્ઞાનીએ અનાદિથી વિકલ્પ વગર
એક ક્ષણ પણ ચલાવ્યું નથી, વિકલ્પને જ અનુભવ્યા કરે છે; તે વિકલ્પ વગરનો થઈને
એટલે કે તેનાથી જુદો પડીને, વિકલ્પથી રહિત એવી શુદ્ધ જીવવસ્તુને પ્રતીતમાં લેતાં
સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શનને પર વિના ચાલે છે, વિકલ્પ વિના પણ ચાલે છે, પણ
પોતાની શુદ્ધજીવવસ્તુ વગર સમ્યગ્દર્શનને એક ક્ષણ પણ ચાલે નહિ.
જુઓ, આ ભગવાનના મોટા ધર્મદરબારમાં સમવસરણમાં દિવ્યધ્વનિથી
ચૈતન્યવસ્તુ ખુલ્લી કરીને ભગવાને બતાવી છે; ને સમકિતી–સંતોએ ઝીલીને તે પ્રગટ
કરી છે. અરે, આવી શુદ્ધચૈતન્યવસ્તુ આત્મજ્યોત સદાય પ્રકાશમાન છે, પણ વિકલ્પોના
ધૂમાડા આડે અજ્ઞાનીને તે દેખાતી નથી. જે એકલા ધૂમાડા જેવા વિકલ્પને જ દેખે–
અનુભવે, તેને શુદ્ધ ચૈતન્યના આનંદરૂપ લાપસી ક્યાંથી દેખાય? તેનો સ્વાદ ક્્યાંથી
આવે? ભાઈ, અમે તારી ચૈતન્યવસ્તુને ખૂલ્લી કરીને બતાવી છે, તેને તું દેખ. વિભાવ
વખતેય તારી જીવવસ્તુ એકસ્વરૂપે પ્રકાશમાન છે, તે કાંઈ નાશ પામી ગઈ નથી.
જુઓ, બંને પડખાં બતાવીને, શુદ્ધજીવવસ્તુને અનુભવવાનું કહ્યું બે પડખાં કયા?
(૧) પર્યાયમાં નવવિકલ્પરૂપ વિભાવપરિણમન.
(૨) વિકલ્પથી પાર શુદ્ધ એકરૂપ જીવવસ્તુ.
એ બંનેને જાણીને જ્ઞાન વિકલ્પથી જુદું થઈને શુદ્ધજીવવસ્તુને અનુભવે છે, તે જ
સમ્યક્ત્વ અને મોક્ષમાર્ગ છે. એકલા વિકલ્પને જાણતાં તેના જ અનુભવમાં જે જ્ઞાન
અટકી જાય તે જ્ઞાન શુદ્ધજીવવસ્તુને જાણી શકે નહિ, તેનું જ્ઞાન એકાન્ત છે, તે
સમ્યગ્જ્ઞાન નથી.

PDF/HTML Page 14 of 37
single page version

background image
: શ્રાવણ : આત્મધર્મ : ૧૧ :
શુદ્ધજીવસ્તુને જાણનારું જ્ઞાન વિકલ્પના અનુભવમાં અટકે નહિ, એ તો વિકલ્પ વખતેય
એનાથી પાર શુદ્ધજીવવસ્તુને પ્રકાશમાન દેખે છે.–આ જ સમ્યગ્દર્શન છે.
પર્યાયમાં રાગાદિ વિકલ્પ છે, નવતત્ત્વના વિકલ્પ છે, પણ તે વિકલ્પના
અનુભવવડે કાંઈ સમ્યગ્દર્શન થતું નથી. સમ્યગ્દર્શન તો શુદ્ધઆત્મવસ્તુના અનુભવરૂપ
છે. અજીવ વસ્તુ દેહ–મન–વાણી વગેરેનું તો જીવમાં અસ્તિત્વ જ નથી, એટલે તેની તો
વાત જ શું? અહીં તો જીવની પર્યાયમાં જેનું અસ્તિત્વ છે એવા વિકલ્પ, તે પણ
શુદ્ધઆત્માના અનુભવથી બહાર છે,–એમ બતાવ્યું છે. બંને પડખાં જાણીને શુદ્ધસ્વભાવ
તરફ ઢળવું ને તેને અનુભવમાં લેવો તે મોક્ષમાર્ગ છે. ચેતનાલક્ષણવાળો જીવ–એવો
ગુણભેદનો વિકલ્પ પણ શુદ્ધવસ્તુના અનુભવમાં નથી; શુદ્ધવસ્તુનો અનુભવ નિર્વિકલ્પ
છે, તેની પ્રતીત નિર્વિકલ્પ છે, તેનું જ્ઞાન પણ વિકલ્પથી જુદું એટલે નિર્વિકલ્પ છે. જેટલા
સવિકલ્પભાવો છે તે કોઈ સ્વાનુભવમાં નથી એટલે તે મોક્ષમાર્ગરૂપ નથી. માટે હે
જીવો! શુદ્ધજીવવસ્તુને પર્યાયેપર્યાયે વિકલ્પથી ભિન્ન અનુભવો.
અનાદિકાળમાં પૂર્વે જેનો અનુભવ નથી કર્યો એવા શુદ્ધઆત્માના અનુભવની
આ વાત છે. જીવે અજ્ઞાનભાવે અનાદિથી વિકલ્પનો જ અનુભવ કર્યો છે, પોતાની
શુદ્ધવસ્તુ જેવી છે તેવી વિકલ્પ વગર તેણે કદી અનુભવી નથી.–આવા અનુભવ વગર
સમ્યક્ત્વ થાય નહિ. તે અનુભવ કેમ થાય તેની આ વાત છે. શુદ્ધવસ્તુ એવી નથી કે
વિકલ્પમાં તે આવી જાય. આવી શુદ્ધવસ્તુને અનુભવી–અનુભવીને પરમાત્મપદ
સાધનારા જીવો પણ જગતમાં અનાદિથી થતા આવે છે. શુદ્ધવસ્તુનો સ્વાનુભવ કરીને
તેની રીત સંતોએ બતાવી છે; વિકલ્પજાળમાંથી શુદ્ધચૈતન્યવસ્તુને બહાર કાઢીને જુદી
બતાવી છે. જેમ સુવર્ણપાષાણમાં જો સુવર્ણને જુઓ તો પત્થરથી જુદું સોનું છે, તેમ
નવતત્ત્વમાં જો વિકલ્પને ન જોતાં શુદ્ધદ્રષ્ટિથી જુઓ તો આત્મા વિકલ્પ વગરનો
શુદ્ધચૈતન્યપણે પ્રકાશમાન છે.
એ જ રીતે ઉત્પાદ–વ્યય–ધુ્રવતામાં પણ શુદ્ધદ્રષ્ટિથી આવો એકરૂપ શુદ્ધઆત્મા જ
પ્રકાશમાન છે. ઉત્પાદ–વ્યય–ધુ્રવ આત્મામાં નથી–એવું નથી, પરંતુ તે ઉત્પાદ–વ્યય–
ધુ્રવના ભેદના વિકલ્પમાં રોકાતાં શુદ્ધવસ્તુની અનુભૂતિ થતી નથી; શુદ્ધ વસ્તુની
અનુભૂતિના કાળે ઉત્પાદ–વ્યય–ધુ્રવના વિકલ્પો હોતા નથી; ઉત્પાદ–વ્યય–ધુ્રવ તો હોય છે
પણ તેના વિકલ્પો નથી હોતા; જેમ સ્વાનુભવ વખતે ય જીવને સંવર–નિર્જરારૂપ
પરિણમન તો છે, પણ તે સંવર–નિર્જરાના વિકલ્પ નથી. આ રીતે સ્વાનુભવથી વસ્તુને
જોતાં સમસ્ત ભેદ–વિકલ્પ જૂઠા છે–અસત્ છે.
સમ્યક્ત્વની ઉત્પત્તિના પ્રસંગમાં કોઈ વિકલ્પ હોતા નથી, ત્યાં તો શુદ્ધવસ્તુની
સ્વાનુભૂતિ જ છે. ભાઈ, આવી વસ્તુ તારા અંતરમાં વિદ્યમાન છે, તે વિદ્યમાન વસ્તુના
અનુભવમાં વિકલ્પનો પ્રવેશ નથી, એટલે તેનું અવિદ્યમાનપણું છે.

PDF/HTML Page 15 of 37
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : શ્રાવણ :
નિર્મળઅવસ્થાના ઉત્પાદ–વ્યયને કાંઈ વસ્તુમાંથી કાઢી શકાતો નથી, તે તો
વસ્તુનું સ્વરૂપ જ છે; પણ આ વસ્તુ ને આ તેના ઉત્પાદ–વ્યય–એવા ભેદો પાડતાં
એકરૂપ વસ્તુ અનુભવમાં નથી આવતી, વિકલ્પ મટતો નથી; માટે કહે છે કે ભેદને
દેખવાથી શુદ્ધ આત્માનું સમ્યગ્દર્શન થતું નથી. એકાકાર થઈને શુદ્ધવસ્તુને અભેદપણે–
તેમાં એકાગ્ર થઈને દેખતાં જ સમ્યગ્દર્શન થાય છે. એકવાર સ્વાનુભવથી આવી પ્રતીત
થઈ પછી સવિકલ્પકાળે પણ તે પ્રતીત ખસતી નથી. છતાં પછી પણ મોક્ષમાર્ગમાં
અભેદ–સ્વાનુભવવડે આગળ વધાય છે, ને કેવળજ્ઞાન થાય છે.
નવના વિકલ્પ નહિ, દ્રવ્ય–ગુણ–પર્યાય કે ઉત્પાદ–વ્યય–ધુ્રવ એવા ત્રણના વિકલ્પ
નહિ, ને ગુણ–ગુણીભેદરૂપ બેના વિકલ્પવડે, કે હું જ્ઞાયક એવા એકના વિકલ્પવડે પણ
સ્વાનુભૂતિ કે સમ્યગ્દર્શન થતું નથી. સમસ્ત વિકલ્પોથી જુદી જ જ્ઞાનજ્યોત પ્રકાશે છે,
તે જ સ્વાનુભૂતિ છે. સ્વાનુભવ વગર અજ્ઞાની જીવ નવતત્ત્વના વિકલ્પમાં સંતાયેલી
આ જ્ઞાનજ્યોતિને શોધી શકતો ન હતો; વિકલ્પજાળમાં તન્મય થઈને પોતે પોતાના
શુદ્ધસ્વરૂપને સંતાડી દીધું હતું.–ઢાંકી દીધું હતું, તેને અહીં ખુલ્લું કરીને સન્તોએ દેખાડયું
છે. ‘વાહ!
सरस सहस यह ग्रंथ!’ સ્વાનુભવનો પંથ આ ગ્રંથમાં પ્રગટ કર્યો છે.
समयसार’ એટલે સારમાં સાર વસ્તુ, એનું દોહન કરીને અમૃતચંદ્રાચાર્યે ટીકા અને
કલશ રચ્યા; તે કળશના પણ અધ્યાત્મભાવો ખોલીને આ કળશટીકામાં એકલો સાર
ભરી દીધો છે...એકલો શુદ્ધાત્માના અનુભવનો અધ્યાત્મરસ ઘૂંટયો છે. આ સમયસાર
એટલે ભરતક્ષેત્રનો ભગવાન...ને એનો વાચ્ય ‘ભગવાન સમયસાર’ અંતરમાં છે.
ચેતના જેનું લક્ષણ છે તે આત્મા–એમ લક્ષણ વડે અનુમાન થાય છે, પણ પ્રત્યક્ષ
અનુભવ થતો નથી. શુદ્ધાત્માના પ્રત્યક્ષ અનુભવમાં તો લક્ષણનોય વિકલ્પ નથી,
અનુભવ વસ્તુ જુદી છે ને વિકલ્પ વસ્તુ જુદી છે. ‘જ્ઞાન તે આત્મા’ એટલોય વિકલ્પ
સ્વાનુભવમાં સમાય નહિ. સ્વાનુભવમાં આખો શુદ્ધ આત્મા સમાય, પણ વિકલ્પનો એક
કણિયો પણ એમાં ન સમાય. ચોથા ગુણસ્થાને સમ્યક્ત્વમાં આવી વસ્તુ અનુભવમાં
આવી જાય છે, ને ત્યારે જ મોક્ષમાર્ગની ધારા શરૂ થાય છે.
ઉમાસ્વામી તત્ત્વાર્થસૂત્રમાં કહે છે–उत्पादव्ययध्रौव्ययुक्तं सत्,
અહીં કહે છે કે સ્વાનુભવમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવના વિકલ્પ અસત્,
–બંનેમાં કાંઈ વિરુદ્ધતા નથી. ત્યાં પ્રમાણવસ્તુનું જ્ઞાન કરાવ્યું છે; ને અહીં તે
જ્ઞાનપૂર્વક શુદ્ધવસ્તુસ્વભાવના અનુભવની વાત છે. આત્માનો અનુભવ કેમ થાય તેની
આ વાત છે. આવો અનુભવ કરવો તે સિદ્ધાંતનો સાર છે, તે જ આત્માનું હિત છે.

PDF/HTML Page 16 of 37
single page version

background image
: શ્રાવણ : આત્મધર્મ : ૧૩ :
નિર્વિકલ્પ–સ્વાનુભૂતિ થવાનું સુંદર વર્ણન
સ્વરૂપના ચિંતનમાં આનંદતરંગ ઊઠે છે...રોમાંચ થાય છે
(મુમુક્ષુને અત્યંત ઉપયોગી સુંદર લેખ)
સમ્યગ્દ્રષ્ટિ શુભાશુભ પરિણામમાં વર્તતા હોય
ત્યારે પણ તેમને શુદ્ધાત્મ– પ્રતીતિરૂપ સમ્યગ્દર્શન
સળંગપણે ટકી રહે છે તે ગતાંકના લેખમાં બતાવ્યું.
હવે સમ્યગ્દ્રષ્ટિ પણ ક્્યારેક કયારેક સ્વરૂપનું ધ્યાન
કરે છે; તે સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા નિર્વિકલ્પ આત્મધ્યાન
કઈ રીતે કરે છે તથા સ્વરૂપનું ચિંતન કયા પ્રકારે કરે
છે, સ્વરૂપનું ચિંતન કરતાં શું થાય છે, અને જિજ્ઞાસુને
પણ સ્વરૂપના ધ્યાન માટે કેવો ઉદ્યમ ને કેવી પૂર્વ
વિચારણા હોય–તે સંબંધી આ લેખ દરેક મુમુક્ષુને
મનનીય છે.
*
સમ્યગ્દ્રષ્ટિ કદાચિત સ્વરૂપધ્યાન કરવાનો ઉદ્યમી થાય છે, ત્યાં સ્વ–પર સ્વરૂપનું
ભેદવિજ્ઞાન કરે; નોકર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મ, રહિત ચૈતન્યચમત્કારમાત્ર પોતાનું સ્વરૂપ
જાણે, પછી પરનો વિચાર પણ છૂટી જાય અને કેવળ સ્વાત્મવિચાર જ રહે છે; ત્યાં
નિજસ્વરૂપમાં અનેક પ્રકારની અહંબુદ્ધિ ધારે છે, ‘હું ચિદાનંદ છું, શુદ્ધ છું, સિદ્ધ છું,’
ઈત્યાદિ વિચાર થતાં સહજ જ આનંદતરંગ ઊઠે છે, રોમાંચ થાય છે; ત્યારપછી એવા
વિચારો પણ છૂટી જાય અને સ્વરૂપ કેવળ ચિન્માત્રરૂપ ભાસવા લાગે, ત્યાં સર્વ
પરિણામ તે રૂપ વિષે એકાગ્ર થઈ પ્રવર્તે; દર્શન–જ્ઞાનાદિકના વા નય–પ્રમાણાદિના
વિચાર પણ વિલય થઈ જાય. સવિકલ્પ–ચૈતન્યસ્વરૂપ વડે જે નિશ્ચય કર્યો હતો તેમાં જ
વ્યાપ્ય–વ્યાપકરૂપ થઈ એવો પ્રવર્તે કે જ્યાં ધ્યાતા–ધ્યેયપણું દૂર થઈ જાય, અને આવી
દશાનું નામ નિર્વિકલ્પઅનુભવ છે.”
જુઓ, આ સ્વાનુભવની અલૌકિક ચર્ચા. અહીં તો એકવાર જેને સ્વાનુભવ થયો
હોય ને ફરીને તે નિર્વિકલ્પ–સ્વાનુભવ કરે તેની વાત કરી; પરંતુ પહેલીવાર જે
નિર્વિકલ્પ– સ્વાનુભવનો ઉદ્યમ કરે છે તે પણ આ જ પ્રકારે ભેદજ્ઞાન અને
સ્વરૂપચિંતનના અભ્યાસ– દ્વારા પરિણામને નિજસ્વરૂપમાં તલ્લીન કરીને સ્વાનુભવ કરે
છે. આ નિર્વિકલ્પ અનુભવ

PDF/HTML Page 17 of 37
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : શ્રાવણ :
વખતે આત્મા પોતે પોતામાં વ્યાપ્ય–વ્યાપકપણે એવો તલ્લીન વર્તે છે, એટલે કે દ્રવ્ય–
ગુણ–પર્યાયની એવી એકતા થાય છે, કે ધ્યાતા–ધ્યેયના ભેદ પણ તેમાં રહેતા નથી;
આત્મા પોતે પોતામાં લીન થઈને પોતાનો સ્વાનુભવ કરે છે. સ્વાનુભવના પરમ
આનંદનો ભોગવટો છે પણ તેનો વિકલ્પ નથી. એકવાર આવો નિર્વિકલ્પઅનુભવ જેને
થયો હોય તેને જ નિશ્ચય સમ્યક્ત્વ જાણવું. એ અનુભવની રીત અહીં બતાવે છે.
અહીં સમ્યગ્દ્રષ્ટિ કઈ રીતે નિર્વિકલ્પ અનુભવ કરે છે તે બતાવ્યું છે, તેમના
ઉદાહરણ પ્રમાણે બીજા જીવોને પણ નિર્વિકલ્પ અનુભવ કરવાનો એ જ ઉપાય છે–એમ
સમજી લેવું.
સમ્યગ્દ્રષ્ટિને શુભાશુભ વખતે સવિકલ્પદશામાં સમ્યક્ત્વ કયા પ્રકારે વર્તતું હોય
છે તે સમજાવ્યું; હવે કહે છે કે ‘તે સમ્યગ્દ્રષ્ટિ કદાચિત સ્વરૂપધ્યાન કરવાનો ઉદ્યમી થાય
છે.’–ચોથા ગુણસ્થાને કાંઈ સમ્યગ્દ્રષ્ટિને વારંવાર સ્વરૂપધ્યાન નથી હોતું, પણ ક્્યારેય
શુભાશુભ પ્રવૃત્તિથી દૂર થઈ, શાંત પરિણામ વડે સ્વરૂપનું ધ્યાન કરવાનો ઉદ્યમ કરે છે,
જે સ્વરૂપનો અપૂર્વ સ્વાદ સ્વાનુભવમાં ચાખ્યો છે તેને ફરી ફરી અનુભવવા માટે તે
ઉદ્યમ કરે છે. ત્યારે પ્રથમ તો સ્વ–પરના સ્વરૂપનું ભેદવિજ્ઞાન કરે એટલે કે પહેલાં જે
ભેદજ્ઞાન કરેલું છે તેને ફરી ચિંતનમાં લ્યે; આ સ્થૂળ જડ દેહાદિ તો મારાથી સ્પષ્ટ ભિન્ન
છે, તેના કારણરૂપ અંદરના સૂક્ષ્મ દ્રવ્ય કર્મો તે પણ આત્મસ્વરૂપથી અત્યંત જુદા છે,
બંનેની જાત જ જુદી છે; હું ચૈતન્ય ને એ જડ, હું પરમાત્મા ને એ પરમાણુ–એમ બંનેની
ભિન્નતા છે, ને ભિન્નતા હોવાથી તે કર્મ મારું કાંઈ કરે નહિ. હવે અંદર આત્માની
પર્યાયમાં ઊપજતા જે રાગ–દ્વેષ–ક્રોધાદિ ભાવકર્મો તેનાથી પણ મારું સ્વરૂપ અત્યંત જુદું
છે; મારા જ્ઞાનસ્વરૂપની ને એ રાગાદિ પરભાવોની જાત જુદી છે; રાગનું વેદન તો
આકુળતારૂપ છે ને જ્ઞાનનું વેદન તો શાંતિમય છે.–આમ ઘણા પ્રકારે દ્રવ્યકર્મ–નોકર્મ ને
ભાવકર્મથી પોતાના સ્વરૂપની ભિન્નતાને ચિંતવે. એ બધાયથી ભિન્ન
ચૈતન્યચમત્કારમાત્ર જ હું છું–એમ વિચારે. જુઓ, આવા વસ્તુસ્વરૂપના નિર્ણયમાં જ
જેની ભૂલ હોય તેને તો સ્વરૂપના ધ્યાનનો સાચો ઉદ્યમ ઉપડે નહિ. કેમકે જેનું ધ્યાન
કરવાનું છે તેને પહેલાં ઓળખવું તો જોઈએ ને! ઓળખ્યા વગર ધ્યાન કોનું? એ
પ્રમાણે સ્વ–પરની ભિન્નતાના વિચારથી પરિણામને જરાક સ્થિર કરે પછી પરના વિચાર
છૂટીને કેવળ નિજસ્વરૂપના જ વિચાર રહે. જે સ્વરૂપ પહેલાં અનુભવ્યું છે અથવા જે
સ્વરૂપ નિર્ણયમાં લીધું છે તેનો અત્યંત મહિમા લાવી લાવીને તેના વિચારમાં મનને
એકાગ્ર કરે છે. પરદ્રવ્યોમાંથી ને પરભાવોમાંથી તો અહંબુદ્ધિ છોડી છે ને નિજસ્વરૂપને
જ પોતાનું જાણીને તેમાં જ અહંબુદ્ધિ કરી છે. હું ચિદાનંદ છું, હું શુદ્ધ છું, હું સિદ્ધ છું, હું
સહજ સુખસ્વરૂપ છું, અનંત શક્તિનો નિધાન હું છું, સર્વજ્ઞ સ્વભાવી હું છું–ઈત્યાદિ
પ્રકારે પોતાના નિજસ્વરૂપમાં જ અહંબુદ્ધિ કરી કરીને તેને ચિંતવે છે. નિયમસારમાં પ્રભુ
કુંદકુંદસ્વામી કહે છે.

PDF/HTML Page 18 of 37
single page version

background image
: શ્રાવણ : આત્મધર્મ : ૧પ :
કેવલદરશ, કેવળવીરજ, કૈવલ્યજ્ઞાન સ્વભાવી છે,
વળી સૌખ્યમય છે જેહ તે હું–એમ જ્ઞાની ચિંતવે. (૯૬)
નિજભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહે,
જાણે જુએ જે સર્વ, તે હું–એમ જ્ઞાની ચિંતવે (૯૭)
આવા નિજઆત્માની ભાવના કરવાની મુમુક્ષુને શિખામણ આપી છે. ને કહ્યું છે
કે આવી ભાવનાના અભ્યાસથી મધ્યસ્થતા થાય છે, એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર
પણ આવી નિજાત્મભાવનાથી પ્રગટે છે. સમ્યગ્દર્શન થયા પછી, તેમ જ સમ્યગ્દર્શન
કરવા માટે પણ આવી જ ભાવના અને આવું ચિંતન કર્તવ્ય છે. ‘સહજ શુદ્ધાત્માની
અનુભૂતિ એટલો જ હું છું, મારા સ્વસંવેદનમાં આવું છું એ જ હું છું–આવા સમ્યક્
ચિંતનમાં સહજ જ આનંદતરંગ ઊઠે છે ને રોમાંચ થાય છે...
જુઓ તો ખરા, આમાં ચૈતન્યની અનુભૂતિનો કેટલો રસ ઘૂંટાય છે! ઉપર કહ્યું
ત્યાં સુધી તો હજી સવિકલ્પદશા છે. આ ચિંતનમાં ‘આનંદતરંગ ઊઠે છે’ તે હજી
નિર્વિકલ્પ– અનુભૂતિનો આનંદ નથી પણ સ્વભાવ તરફના ઉલ્લાસનો આનંદ છે, શાંત
પરિણામનો આનંદ છે; અને તેમાં સ્વભાવ તરફના અતિશય પ્રેમને લીધે રોમાંચ થાય
છે. રોમાંચ એટલે વિશેષ ઉલ્લાસ; સ્વભાવ તરફનો વિશેષ ઉત્સાહ; જેમ સંસારમાં
ભયનો કે આનંદનો કોઈ વિશિષ્ટ ખાસ પ્રસંગ બનતાં રોમરોમ ઉલ્લસી જાય છે તેને
રોમાંચ થયો કહેવાય, તેમ અહીં સ્વભાવના નિર્વિકલ્પ અનુભવના ખાસ પ્રસંગે ધર્મીને
આત્માના અસંખ્ય પ્રદેશે સ્વભાવના અપૂર્વ ઉલ્લાસનો રોમાંચ થાય છે. પછી
ચૈતન્યસ્વભાવના રસની ઉગ્રતા વડે એ વિચારો (વિકલ્પો) પણ છૂટી જાય ને પરિણામ
અંતર્મગ્ન થતાં કેવળ ચિન્માત્રસ્વરૂપ ભાસવા લાગે, એટલે કે બધા પરિણામ સ્વરૂપમાં
એકાગ્ર થઈને વર્તે, ઉપયોગ સ્વાનુભવમાં પ્રવર્તે, ત્યારે નિર્વિકલ્પ આનંદદશા
અનુભવાય છે. ત્યાં દર્શન–જ્ઞાન–ચારિત્ર સંબંધી કે નયપ્રમાણ વગેરે સંબંધી કોઈ વિચાર
હોતો નથી, સર્વે વિકલ્પો વિલય પામે છે. અહીં સ્વરૂપમાં જ વ્યાપ્ય–વ્યાપકતા છે એટલે
દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે એકમેક–એકાકાર અભેદપણે અનુભવાય છે. અનુભવ કરનારી
પર્યાય સ્વરૂપમાં વ્યાપી ગઈ છે, જુદી રહેતી નથી. પરભાવો અનુભવથી બહાર રહી
ગયા પણ નિર્મળ પર્યાય તો અનુભૂતિમાં ભેગી ભળી ગઈ.
પહેલાં વિચાર દશામાં જ્ઞાને જે સ્વરૂપ લક્ષમાં લીધું હતું, તે સ્વરૂપમાં જ્ઞાનનો
ઉપયોગ જોડાઈ ગયો, ને વચ્ચેનો વિકલ્પ નીકળી ગયો, એકલું જ્ઞાન રહી ગયું એટલે
અતીન્દ્રિય નિર્વિકલ્પ–અનુભૂતિ થઈ, પરમ આનંદ થયો. આવી અનુભૂતિમાં પ્રતિક્રમણ,

PDF/HTML Page 19 of 37
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : શ્રાવણ :
સામાયિક, પ્રત્યાખ્યાન વગેરે બધા ધર્મો સમાઈ જાય છે. આ અનુભૂતિને જ જૈનશાસન
કહ્યું છે; એ જ વીતરાગમાર્ગ છે, એ જ જૈનધર્મ છે, એ જ શ્રુતનો સાર છે, સંતોની ને
આગમની એ જ આજ્ઞા છે. શુદ્ધાત્મ–અનુભૂતિનો અપાર મહિમા છે તે ક્્યાંસુધી કહીએ?
જાતે અનુભૂતિ કરે એને એની ખબર પડે.
આ કોની વાત છે? ગૃહસ્થ–સમકિતીની વાત છે. જે હજી ઘર–કુટુંબ–પરિવાર
વચ્ચે રહેલો છે, વેપાર ધંધા–રસોઈ વગેરેના ભાવ કરે છે ને અંદર એ બધાથી ભિન્ન
શુદ્ધાત્માને પણ જાણ્યો છે, તે જીવ ઉદ્યમ વડે બહારથી પરિણામને પાછા ખેંચીને,
ઉપયોગને નિજસ્વરૂપમાં જોડે છે ને નિર્વિકલ્પ અનુભવ કરે છે તેની આ વાત છે. આવો
અનુભવ ચારેગતિના જીવોને (તિર્યંચ અને નારકને પણ) થઈ શકે છે. પહેલાં જેણે
સાચો તત્ત્વનિર્ણય કર્યો હોય, વીતરાગી દેવ–ગુરુ–ધર્મની ઓળખાણ કરી હોય, નવ
તત્ત્વમાં વિપરીતતા દૂર કરી હોય, પર્યાયમાં આસ્રવ–બંધરૂપ વિકાર છે, શુદ્ધદ્રવ્યના
આશ્રયે એ ટળીને શુદ્ધાત્મઅનુભૂતિથી સંવર નિર્જરારૂપ શુદ્ધદશા પ્રગટે છે,–આમ
અનેકાન્તવડે દ્રવ્ય–પર્યાય બધા પડખાના જ્ઞાનપૂર્વક શુદ્ધ અનુભવ થાય છે. અન્ય લોકો
જે શુદ્ધ અનુભવની વાત કરે છે તેમાં અને જૈનના શુદ્ધ અનુભવમાં મોટો ફેર છે; અન્ય
લોકો તો, પર્યાયમાં અશુદ્ધતા હતી ને શુદ્ધતા થઈ એના સ્વીકાર વગર એકાન્ત શુદ્ધ–
શુદ્ધની વાત કરે છે પણ એવો (શુદ્ધ પર્યાય વિનાનો) શુદ્ધ અનુભવ હોય નહિ. જૈનનો
શુદ્ધ અનુભવ તો શુદ્ધપર્યાયના સ્વીકાર સહિત છે. પહેલાં અશુદ્ધતા હતી તે ટળીને
શુદ્ધપર્યાય થઈ તેને જો ન સ્વીકારે તો શુદ્ધતાનો અનુભવ કર્યો કોણે? ને એ અનુભવનું
ફળ શેમાં આવ્યું? દ્રવ્ય અને પર્યાય એ બંનેના સ્વીકારરૂપ અનેકાન્ત વગર અનુભવ,
અનુભવનું ફળ એ કાંઈ બની શકતું નથી. પર્યાય અંતર્મુખ થઈને જ્યારે શુદ્ધસ્વભાવનું
આરાધન–સેવન–ધ્યાન કરે ત્યારે જ શુદ્ધ અનુભવ થાય છે.
આ શુદ્ધ અનુભવ એટલે કે નિર્વિકલ્પ અનુભવ શું ચીજ છે ને કેવી એ અંતરદશા
છે! એ જિજ્ઞાસુએ લક્ષગત કરવા જેવું છે. અહા, નિર્વિકલ્પ અનુભવનું પૂરું કથન
કરવાની વાણીની તાકાત નથી; જ્ઞાનમાં એને જાણવાની તાકાત છે, અંદર વેદનમાં આવે
છે, પણ વાણીમાં એ પૂરું આવતું નથી; જ્ઞાનીની વાણીમાં એના માત્ર ઈશારા આવે છે.
અરે, જે વિકલ્પને પણ ગમ્ય થતો નથી એવો નિર્વિકલ્પ અનુભવ વાણીથી કઈ રીતે
ગમ્ય થાય? એ તો સ્વાનુભવગમ્ય છે.
એક સજ્જન સાકરનો મીઠો સ્વાદ લેતો હોય ત્યાં કોઈ બીજો માણસ
જિજ્ઞાસાપૂર્વક એ સાકર ખાનારને જુએ કે તેની પાસેથી સાકરના મીઠા સ્વાદનું વર્ણન
સાંભળે તેથી કાંઈ તેના મોઢામાં સાકરનો સ્વાદ આવી જાય નહિ; જાતે સાકરની કટકી
લઈને મોઢામાં

PDF/HTML Page 20 of 37
single page version

background image
: શ્રાવણ : આત્મધર્મ : ૧૭ :
મૂકીને ઓગાળે ત્યારે જ તેને સાકરના મીઠા સ્વાદનો અનુભવ થાય છે; તેમ કોઈ
સજ્જન એટલે કે સંત ધર્માત્મા–સમ્યગ્દ્રષ્ટિ નિર્વિકલ્પ સ્વાનુભવમાં અતીન્દ્રિય આનંદનો
મીઠો સ્વાદ લેતા હોય, ત્યાં બીજા જીવો જિજ્ઞાસાપૂર્વક એ અનુભવી ધર્માત્માને દેખે ને
તેમની પાસેથી પ્રેમપૂર્વક એ અનુભવનું વર્ણન સાંભળે તેથી કાંઈ તેને નિર્વિકલ્પ
અનુભૂતિનો સ્વાદ આવી જાય નહિ, એ જીવ પોતે શુદ્ધાત્માને લક્ષમાં લઈ એને જ મુખ્ય
કરી જ્યારે અંતર્મુખ ઉપયોગવડે સ્વાનુભવ કરે ત્યારે જ તેને શુદ્ધાત્માના નિર્વિકલ્પ
અનુભવના અતીન્દ્રિય આનંદનો સ્વાદ વેદનમાં આવે છે. આવો સ્વાનુભવ થતાં
સમ્યગ્દ્રષ્ટિ જાણે છે કે અહા, મારી વસ્તુ મને પ્રાપ્ત થઈ. મારામાં જ રહેલી મારી વસ્તુને
હું ભૂલી ગયો હતો તે ધર્માત્મા ગુરુઓના અનુગ્રહથી મને પ્રાપ્ત થઈ. પોતાની વસ્તુ
પોતામાં જ છે, એ નિજધ્યાનવડે પ્રાપ્ત થાય છે, બહારના કોઈ રાગાદિ ભાવ વડે તે પ્રાપ્ત
થતી નથી એટલે કે અનુભવમાં આવતી નથી. સવિકલ્પદ્વારવડે નિર્વિકલ્પમાં આવ્યો–
એમ ઉપચારથી કહેવાય છે. સ્વરૂપના અનુભવનો ઉદ્યમ કરતાં કરતાં પ્રથમ તેના
સવિકલ્પવિચારની ધારા ઉપડે છે, તેમાં સૂક્ષ્મ રાગ અને વિકલ્પો હોય છે, પણ તે રાગને
કે વિકલ્પને સાધન બનાવીને કાંઈ સ્વાનુભવમાં પહોંચાતું નથી, રાગને અને વિકલ્પોને
ઓળંગીને સીધો આત્મસ્વભાવને અવલંબીને તેને જ સાધન બનાવે ત્યારે જ આત્માનો
નિર્વિકલ્પસ્વાનુભવ થાય છે; ને ત્યારે જ જીવ કૃતકૃત્ય થાય છે. શાસ્ત્રોએ એનો અપાર
મહિમા ગાયો છે.
(સવિકલ્પમાંથી નિર્વિકલ્પઅનુભવ થવાની જે વાત કરી તે સંબંધમાં હવે
શાસ્ત્રાધાર આપીને સ્પષ્ટતા કરશે.) પં. ટોડરમલ્લજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠિ ઉપરના
પ્રવચનોમાંથી.
‘હું જ્ઞાતા છું–એમ જ્ઞાનસન્મુખ થઈને ન પરિણમતાં,
રાગાદિનો કર્તા થઈને પરિણમે છે તે જીવ ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા
નથી. ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા તો જ્ઞાયકસન્મુખ રહીને રાગાદિને
પણ જાણે જ છે. તેને સ્વભાવસન્મુખ પરિણમનમાં શુદ્ધપર્યાય જ
થતી જાય છે.
આત્માનો જ્ઞાનસ્વભાવ છે તેને લક્ષમાં લઈને તું વિચાર કે
આ તરફ હું જ્ઞાયક છું–મારો સર્વજ્ઞસ્વભાવ છે–તો સામે
જ્ઞેયવસ્તુની પર્યાય કમબદ્ધ જ હોય કે અક્રમબદ્ધ? પોતાના
જ્ઞાનસ્વભાવને સામે રાખીને વિચારે તો તો આ ક્રમબદ્ધપર્યાયની
વાત સીધીસટ બેસી જાય તેવી છે; પણ જ્ઞાનસ્વભાવને ભૂલીને
વિચારે તો એક પણ વસ્તુનો નિર્ણય થાય તેમ નથી.’