Atmadharma magazine - Ank 263
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૨
સળંગ અંક ૨૬૩
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
તંત્રી: જગજીવન બાવચંદ દોશી
વર્ષ ૨૨: અંક ૧૧: વીર સં. ૨૪૯૧ ભાદરવો: Sept. 1965
સ્થિ....તિ...ક...ર...ણ
“અહો, આવો પવિત્ર જૈનધર્મ! આવો અપૂર્વ માર્ગ! પૂર્વે કદી નહિ
આરાધેલો આવો મોક્ષમાર્ગ! તેને સાધીને હવે મોક્ષમાં જવાના ટાણાં આવ્યા
છે....તો આત્માર્થીને તેમાં પ્રમાદ કે અનુત્સાહ કેમ હોય? ઘોરાતિઘોર ઉપદ્રવમાં
પણ પૂર્વે અનેક સંતો મોક્ષમાર્ગથી ડગ્યા નથી, અડગપણે આત્માના અવલંબને
મોક્ષમાર્ગમાં ટકી રહ્યો છે.... ને મારે પણ એમનું જ અનુકરણ કરીને આત્માને
મોક્ષમાર્ગે લઈ જવાનો છે.... સંસારના ઘોરાતિઘોર દુઃખોથી હવે આ આત્માને બસ
થાઓ....” આમ મોક્ષમાર્ગમાં સંવેગ અને સંસારથી નિર્વેદ વગેરે અનેક પ્રકારે
આત્માને ઉત્સાહ જગાડીને, મોક્ષમાર્ગનો મહિમા પ્રસિદ્ધ કરીને સમકિતી પોતાના
આત્માને તેમજ બીજાના આત્માને મોક્ષમાર્ગમાં દ્રઢપણે સ્થિર કરે છે, એનું નામ
સ્થિતિકરણ છે.
ધર્માત્મા પોતાના આત્માને મોક્ષમાર્ગથી ચ્યુત થવા દેતા નથી, તેમ બીજા
સાધર્મીને કદાચિત મોક્ષમાર્ગ પ્રત્યે નિરૂત્સાહી થઈને ડગતો દેખે, તો તેને ઉપર
મુજબ ઉપદેશાદિ વડે તેમજ વાત્સલ્યવડે મોક્ષમાર્ગ પ્રત્યે ઉલ્લાસિત કરીને દ્રઢપણે
માર્ગમાં સ્થિર કરે છે; સર્વ પ્રકારે તેના પ્રત્યે વાત્સલ્ય બતાવીને તેને માર્ગ પ્રત્યે
ઉત્સાહ જગાડે છે.–આવો સ્થિતિકરણનો ભાવ ધર્મીને સહેજે વર્તે છે.
સ્થિતિકરણ ગુણધારક સન્તોને નમસ્કાર હો.
(૨૬૩)

PDF/HTML Page 3 of 45
single page version

background image
રત્નત્રયની આરાધનાનું પર્વ
પર્યુષણપર્વ એટલે રત્નત્રયની આરાધનાનું પર્વ. અહા,
રત્નત્રયની આરાધના... જેનું નામ સાંભળતાં પણ દરેક જૈનનું હૃદય
ભક્તિથી ઉલ્લસિત થઈ જાય છે. ઉત્તમક્ષમાદિ દશધર્મોની ઉપાસના
પણ રત્નત્રયની આરાધનામાં સમાઈ જાય છે. આવા રત્નત્રયની
પૂર્ણ આરાધના એ આપણું ઉત્તમ ધ્યેય છે. એ ધ્યેયને જેઓ સાધી
રહ્યા છે એવા રત્નત્રયધારી મહાત્માઓના મહિમાની તો શી વાત!
એ રત્નત્રયધર્મનું ખરું સ્વરૂપ ઓળખીને, અને એ રત્નત્રયધારી
સંતોને ઓળખીને, તેની ભાવનાપૂર્વક તેમના પ્રત્યે પરમ ભક્તિ–
બહુમાન–પૂજનાદિરૂપે પ્રવર્તતું તે પણ રત્નત્રયથી ઉપાસનાનો એક
પ્રકાર છે, તેમાં રત્નત્રયધર્મને આરાધવાની પોતાની ભાવના
પોસાય છે. રત્નત્રયની જયમાલા દ્વારા પણ એ જ ભાવના
ભાવવામાં આવે છે.
ચહુંગતિ–ફણિવિષહરન–મણિ દુઃખપાવક જલધાર,
શિવસુખસુધા–સરોવરી સમ્યક્ત્રયી નિહાર.
(ચારગતિરૂપ જે ફણિધર તેના વિષને હરનાર મણિસમાન, દુઃખરૂપ–
અગ્નિને બુઝાવવામાં જળધારાસમાન અને મોક્ષસુખરૂપી અમૃતનું સરોવર એવા
આ સમ્યક્રત્નત્રયને ઓળખીને હે જીવ! એની તું આરાધના કર.)
જાપે ધ્યાન સુથિર બન આવે તાકે કરમ બંધ કટ જાવે;
તાસોં શિવતિય પ્રીતિ બઢાવે જો સમ્યક્રત્નત્રય ધ્યાવે.
તાકો ચહુંગતિકે દુઃખ નાંહી, સો ન પરે ભવસાગરમાંહી;
જન્મ–જરા–મૃતુ દોષ મિટાવે, જો સમ્યક્રત્નત્રય ધ્યાવે.
સોઈ દસલક્ષણકો સાધે, સો સોલહકારણ આરાધે;
સો પરમાતમ પદ ઉપજાવે, જો સમ્યક્રત્નત્રય ધ્યાવે.
સોઈ શક્ર–ચક્રીપદ લેઈ, તીનલોકકે સુખ વિલસેઈ,
સો રાગાદિક ભાવ બહાવે, જો સમ્યક્રત્નત્રય ધ્યાવે.
સોઈ લોકાલોક નિહારે, પરમાનંદદશા વિસ્તારે;
આપ તિરે ઔરન તિરવાવૈં; જો સમ્યક્રત્નત્રય ધ્યાવે.

PDF/HTML Page 4 of 45
single page version

background image
દ સ લ ક્ષ ણ ધ ર્મ
૧. ઉત્તમક્ષમાં જહાં મન હોઈ, અંતર બાહર શત્રુ ન કોઈ;
૨. ઉત્તમ માર્દવ વિનય પ્રકાશે, નાના ભેદ જ્ઞાન સબ ભાસે.
૩. ઉત્તમ આર્જવ કપટ મિટાવે, દુર્ગતિ ત્યાગી સુગતિ ઉપજાવે;
૪. ઉત્તમ શૌચ લોભપરિહારી સંતોષી ગુન–રતનભંડારી.
પ. ઉત્તમ સત્ય વચન મુખ બોલે, સો પ્રાણી સંસાર ન ડોલે;
૬. ઉત્તમ સંયમ પાલે જ્ઞાતા, નરભવ સફલ કરે લૈ સાતા.
૭. ઉત્તમ તપ નિરવાંછી પાલે, સો નર કરમશત્રુકો ટાલૈ.
૮. ઉત્તમ ત્યાગ કરે જો કોઈ, તા જીવકો–સુર–શિવસુખ હોઈ.
૯. ઉત્તમ આકિંચનવ્રત ધારે, પરમ સમાધિદશા વિસ્તારે;
૧૦. ઉત્તમ બ્રહ્મચર્ય મન લાવે, નર–સુર સહિત મુક્તિફલ પાવે.
કરે કરમકી નિર્જરા, ભાવપિંજરા વિનાશિ;
અજર અમરપદકો લહે, ‘દ્યાનત’ સુખકી રાશિ.

PDF/HTML Page 5 of 45
single page version

background image
: ૨ : આત્મધર્મ : ભાદરવો :
પરમાત્મતત્ત્વની ભાવનામાં જગતની પ્રતિકૂળતા કેવી? જેમ સિંહની
સામે સસલું આવ્યું તો તે મરવા માટે છે તેમ જ્ઞાની–સાધકની સામે
પ્રતિકૂળકર્મો ઉદયમાં આવ્યા તો તે ટળવા માટે છે. કષાયના પ્રસંગે અંદર
પરમાત્મતત્ત્વનું ચિંતન કરતાં કષાયો વિરમી જાય છે. માટે હે જીવ! તું બીજી
ચિંતા છોડીને સિંહ જેવો થઈ શીઘ્ર જ પરમાત્મતત્ત્વની ભાવનામાં તારા
ચિત્તને જોડ.
(પરમાત્મપ્રકાશ–પ્રવચન)
સાધકને કદાચિત પૂર્વના પાપઉદયથી અનેક પ્રકારની પ્રતિકૂળતાના દુઃખ આવી
પડે તો તેમાં તે પોતાના ધીરસ્વભાવને છોડતા નથી, જ્ઞાનસ્વભાવની આરાધનાથી
ડગતા નથી, જુઓને, ગજસુકુમાર, પાંડવો વગેરેને કેવા પ્રસંગ આવ્યા, પણ તેઓ
સ્વભાવસન્મુખતાથી ડગ્યા નહિ. કર્મો ઉદયસન્મુખ થયા તો આત્મા પોતાના
સ્વભાવસન્મુખ થયો, ત્યાં ઉદયમાં આવેલુ્રં કર્મ ચાલ્યું જશે. પુરુષાર્થવડે જે કર્મની
ઉદીરણા કરીને તોડવા માંગતો હતો તે કર્મ સામેથી એની મેળે ઉદયમાં આવ્યું,–એમ
સાધકજીવ શાંતચિત્તપૂર્વક કર્મનો ક્ષય કરે છે. જેમ કોઈ શૂરવીર પુરુષ દુશ્મનને નષ્ટ
કરવા માટે શોધતો હોય ત્યાં દુશ્મન સામેથી જ એની પાસે આવે, તેમ સાધકધર્માત્મા
કર્મોને નષ્ટ કરવા ઈચ્છે જ છે, ત્યાં કર્મ સામેથી ઉદયમાં આવીને નષ્ટ થવા માંડયું;
એટલે એ કર્મના ઉદયમાં જ્ઞાની ગભરાતા નથી, પણ ધીરસ્વભાવમાં રહીને
વીતરાગભાવવડે કર્મોનો નાશ કરે છે.
અરે જીવ! તું તારા સ્વભાવ તરફના પ્રયત્નમાં રહે, ત્યાં તને કોઈ કર્મ નડશે
નહિ, ઉદયમાં આવેલ કર્મ પણ ચાલ્યા જશે. કર્મનું નામ લઈને તારા પુરુષાર્થને રોક
નહિ. મુનિઓ જ્ઞાન–ધ્યાનની ઉગ્રતાવડે સત્તામાં રહેલા કર્મોને પણ ઉદયાવલીમાં ખેંચીને
નષ્ટ કરી નાંખે છે. અરે જીવ! તારું બાંધેલું કર્મ તારા પુરુષાર્થથી શું ન તૂટે? ઊંધા ભાવે
જે કર્મ બંધાયું તે સવળા ભાવે એક ક્ષણમાં તૂટી જાય છે. પણ તું તારા સ્વભાવની રુચિ
કરીને પ્રયત્નવડે સ્વસન્મુખ વાળ. અરે જીવ! તું સર્વજ્ઞસ્વભાવી આત્મા, અચિંત્ય તારું
સામર્થ્ય, ને કર્મના ઉદયની જરાક પ્રતિકૂળતામાં તું ઘેરાઈ જા...એ કેવી વાત? મોટો સિંહ
સસલાથી દબાઈ જાય–એ કેમ બને? સિંહની ત્રાડ પડે ત્યાં સસલાં તો

PDF/HTML Page 6 of 45
single page version

background image
: ભાદરવો : આત્મધર્મ : ૩ :
ક્યાંય ભાગે...અરે, આઘેથી એની ગંધ આવે ત્યાં પણ સસલાં ભયભીત થઈને
ભાગવા માંડે; તેમ ચૈતન્યસિંહ સ્વાનુભવની ત્રાડ મારતો જ્યાં જાગ્યો ત્યાં સસલાં
જેવાં કર્મો તો ક્યાંય ભાગે છે, અને એ ચૈતન્યની રુચિના સંસ્કાર જ્યાં પાડયા ત્યાં તે
સંસ્કારની ગંધથી પણ મિથ્યાત્વાદિ કર્મો ઢીલાઢફ થઈને ભાગવા માંડયા. તું તો
સર્વજ્ઞસ્વભાવી આત્મા, સર્વજ્ઞ જેવી તારી જાત, સર્વજ્ઞ ભગવાનનો પૂરો વારસો લે
એવી તારી તાકાત,–આવા સ્વભાવને સાધવા જે જાગ્યો તે કોઈ પરિગ્રહ કે ઉપસર્ગથી
ડગે નહિ, કોઈ પ્રતિકૂળતાના ગંજ પણ તેને હટાવી શકે નહિ. એની આરાધના કોઈ
તોડી શકે નહિ. પૂર્વે બંધાયેલ અશુભ કર્મ તેને ઉદયમાં આવે તો તે નાશને માટે જ છે.
સિંહની સામે સસલું આવે તો તે મરવા માટે જ આવ્યું છે, તેમ આરાધક જીવને
પૂર્વકર્મ ઉદયમાં આવ્યું તો તે મરવા માટે આવ્યું છે; ધર્મી તો પોતાના નિર્વિકલ્પ
આત્મતત્ત્વની ભાવનામાં જ વર્તે છે. અહા, આત્મસ્વભાવની ભાવનાનું મોટું બળ છે,
તેની અજ્ઞાનીને ખબર નથી.
અહીં શિખામણ આપતાં કહે છે કે હે જીવ! કોઈ તને કઠોર–કર્કશ–આકરા
નિંદાના શબ્દો કહે, તારા ઉપર દોષ નાંખે, ને તારાથી તે સહન ન થતું હોય તો કષાય
દૂર કરવા તું શીઘ્ર તારા પરમાનંદસ્વરૂપની ભાવના કર, તેનું ચિંતન કર. તે સર્વોત્કૃષ્ટ
ચૈતન્યનું ચિન્તન કરતાં વેંત જ કષાયો વિરમી જશે. જગત તારી નિંદા કરે તેથી તું તારા
પરમતત્ત્વની ભાવના ન છોડીશ. જેમ સીતાજીએ રામને સન્દેશ કહેવડાવ્યો કે
લોકનિંદાના ભયથી મને તો છોડી પણ કદી લોકનિંદાના ભયથી જિનધર્મને ન છોડશો.
તેમ હે મુમુક્ષુ! લોક તારી નિંદા કરે તેથી તું તારી શાંતિ છોડીશ નહિ, પરમાત્મતત્ત્વની
ભાવનાથી ડગીને કષાય થવા દઈશ નહિ, તારા પરમાત્મતત્ત્વમાં કોઈ નિંદાનો પ્રવેશ
નથી, એ પરમ તત્ત્વની તું ઉગ્ર ભાવના કરજે.
કષાયોને જીતવાનો ઉપાય શું? એક જ કે અંદરમાં પરમાત્મતત્ત્વની ભાવના;
જેમ દરિદ્રતા વખતે કોઈ માણસે પચીસહજારનું ઋણ કર્યું, પછી તે માણસ
કરોડો–અબજોનો સ્વામી થયો, ને પોતાનું ઋણ ચૂકવવા સામા માણસને શોધતો હોય,
ત્યાં તે માણસ સહેજે ઘરે આવી ચડે, તો તે હર્ષપૂર્વક તેનું ઋણ ચૂકવીને ઋણમૂક્ત થાય
છે. તેમ પૂર્વે અજ્ઞાનદશામાં કોઈ કર્મો બંધાઈ ગયા, હવે ધર્મી મુમુક્ષુ ચૈતન્યસંપત્તિનો

PDF/HTML Page 7 of 45
single page version

background image
: ૪ : આત્મધર્મ : ભાદરવો :
સ્વામી થયો ને કર્મબંધનથી છૂટવા માંગે છે, ત્યાં તે કર્મો એની મેળે ઉદયમાં આવીને
ખરવા માંડયા, તો ધર્મી પોતાના સ્વભાવમાં રહીને તે કર્મોને નિર્જરાવી નાંખે છે ને
કર્મમુક્ત થાય છે. પ્રતિકૂળતા પ્રસંગે ધર્મી ઘેરાતા તો નથી પણ ઊલટું પ્રયત્નની ઉગ્રતા
વડે વિશેષ નિર્જરા કરે છે. અરે, મારા સ્વભાવમાં પ્રતિકૂળતા કેવી? અજ્ઞાની તો
પ્રતિકૂળતા દેખીને સ્વભાવને ભૂલી જાય છે ને રોતલ થઈને બેસે છે; પણ ધર્મી તો સામો
પડકાર કરીને, સ્વભાવની શૂરવીરતાવડે કર્મોને તોડી નાંખે છે. જ્ઞાની શૂરવીર હોય છે,
તે સ્વભાવના ધૈર્યને છોડતા નથી.
અરે, પ્રતિકૂળતા ઘણી આવી–શું કરવું? તો કહે છે કે એના તરફથી લક્ષ ફેરવીને,
આ સ્વભાવ તરફ લક્ષ જોડ. સ્વભાવની ગૂફામાં ગરી જા....તેમાં પરમ શાંતિ છે.
પ્રતિકૂળતાની સામે જોઈને બેસી રહીશ તો ખેદ થશે, પણ સ્વભાવની સામે લક્ષ કરતાં
ગમે તેવી પ્રતિકૂળતામાંય ધૈર્ય ને શાંતિ રહેશે. માટે હે મુમુક્ષુ! તું સદૈવ તારા
પરમાત્મતત્ત્વની ભાવનામાં તત્પર રહે.
સાચી કમાણી
દયા–દાન–પૂજા–શીલ પૂંજી સો અજાનપને,
જિતનો હંસ તું અનાદિ કાલમેં કમાયેગો;
તેરે બિન વિવેકકી કમાઈ રહે ન હાથ,
ભેદજ્ઞાન વિના એક સમયમેં ગમાયગો.
અમલ અખંડિત સ્વરૂપ શુદ્ધ ચિદાનંદ,
યાકે વણજમાંહી એક સમય જો રમાયગો;
મેરી સમઝ માન જીવ આપને પ્રતાપ આપ,
એક સમયકી કમાઈ તું અનંતકાળ ખાયગો.
હે જીવ! હે ચૈતન્ય હંસલા! અજ્ઞાનભાવે અનાદિકાળથી તું દયા–દાન–પૂજા–શીલ
વગેરેની જે પૂંજી કમાઈશ તે વિવેક વગરની પૂંજી તારા હાથમાં નહિ રહે; ભેદજ્ઞાન વગર
એક ક્ષણમાં તે બધી કમાણી તું ગૂમાવી દઈશ.
અને, જો તું તારા અમલ–અખંડ શુદ્ધ ચિદાનંદ સ્વરૂપના વેપારમાં તારો ઉપયોગ
એક સમય પણ રમાવીશ, તો તેના પ્રતાપથી એક સમયમાં એટલી કમાણી થશે કે અનંત
કાળ સુધી ખાઈશ છતાં તે નહિ ખૂટે. માટે તું મારી શિખામણ માન, ને ચિદાનંદસ્વરૂપમાં
તારા ઉપયોગને જોડ.

PDF/HTML Page 8 of 45
single page version

background image
: ભાદરવો : આત્મધર્મ : પ :
મોહ જલ્દી તૂટે–એવો ઉપદેશ
પોતાના શુદ્ધઆત્માને જાણીને મોહ કેમ તૂટે–એવી જેની જિજ્ઞાસા છે ને બીજી
અપ્રયોજનભૂત બાબતોમાં જેનું લક્ષ નથી એવા શિષ્યને શુદ્ધતત્ત્વનો ઉપદેશ આપે છે.
(પરમાત્મપ્રકાશ–પ્રવચન)
હે પ્રભાકર ભટ્ટ! એટલે કે હે મુમુક્ષુ! જેવા અનંત ચતુષ્ટયસ્વરૂપ પરમાત્મા છે
તેવો જ હું છું–એમ નિશ્ચય કરીને, તું બધા વિકલ્પો છોડીને કેવળ પરમાત્માનું જ ધ્યાન
કર. નિઃસન્દેહ થઈને, સ્વદેહમાં જ શુદ્ધઆત્મા વસે છે–તેનો નિશ્ચય કરીને, તેનું ધ્યાન
કર.–એથી શીઘ્ર તારો મોહ તૂટશે. ને પરમ આનંદ તારામાં જ અનુભવાશે.
તારી કેવળજ્ઞાનાદિ પર્યાયોનો સંબંધ તારા ગુણોની જ સાથે છે, પરની સાથે
તારી પર્યાયનો સંબંધ નથી. જો તારી પર્યાયનો સંબંધ પર સાથે હોય તો ગુણ–ગુણીની
એકતા તૂટી જાય. પણ ગુણ–ગુણીની એકતા કદી તૂટે નહિ. જેમ આત્માના ગુણો પરના
આશ્રયે કદી ન હોય, તેમ ગુણની પર્યાય પણ પરના આશ્રયે કદી ન હોય, એવો સ્વભાવ
છે. ‘કારણસમયસાર’ એટલે રત્નત્રયસ્વરૂપ જે શુદ્ધઆત્મા તેની ભાવના કરવાથી જ
કેવળજ્ઞાનાદિ ચતુષ્ટયરૂપ કાર્યસમયસાર પ્રગટે છે.
અહા, અંતરમાં જ પરમાત્મવસ્તુ પડી છે. પણ જીવે કદી અંર્તદ્રષ્ટિ કરીને તેનું
ધ્યાન કર્યું નથી, પરભાવો વગરનું પોતાનું શુદ્ધતત્ત્વ કદી લક્ષમાં લીધું નથી. તેથી અહીં
તેનો ઉપદેશ આપે છે. શિષ્યે પૂછયું હતું કે હે સ્વામી! મોહ શીઘ્ર તૂટે એવો ઉપદેશ મને
આપો. બીજાનું મારે કાંઈ પ્રયોજન નથી, મારા શુદ્ધઆત્માને હું જાણું ને મારો મોહ જલ્દી
તૂટે એવો ઉપદેશ મને આપો.
જુઓ, આ શિષ્યની જિજ્ઞાસાનો પ્રશ્ન! શુદ્ધઆત્માને જાણવા સિવાય બીજું
પ્રયોજન જેના ચિત્તમાં નથી, તેને અહીં સમજાવે છે કે જેવા પરમાત્મા સિદ્ધલોકમાં વસે
છે તેવો જ પરમાત્મા અહીં આ દેહમાં વસે છે, જેવા પરમાત્મા છે તેવો જ પરમાર્થે હું છું,
એમ નિઃસન્દેહ નિશ્ચય કરીને હે જીવ! તારા આત્માને તું ધ્યાવ. પર સાથે સંબંધ છોડ ને
સ્વ સાથે સંબંધ કર, એટલે કે પરિણતિને અંતરમાં વાળ; આ રીતે પરિણતિને અંતરમાં
વાળતાં જ તારો મોહ તૂટી જશે, ને પરમ આનંદમય આત્મા તારામાં જ તને દેખાશે.
અહીં કહે છે કે શુદ્ધ પરિણતિથી અભેદ એવા શુદ્ધઆત્માની નિરન્તર ભાવના
કરવા જેવી છે. પરભાવની ભાવના એક ક્ષણ પણ ન કર, પુણ્યની કે તેના ફળની
ભાવના એક ક્ષણ પણ ન કર, શુદ્ધ આત્માની ભાવના નિરંતર કર. ‘જેવી ભાવના તેવું
ભવન’ એટલે શુદ્ધાત્માની ભાવનાથી શુદ્ધતારૂપ પરિણમન થાય છે.

PDF/HTML Page 9 of 45
single page version

background image
: ૬ : આત્મધર્મ : ભાદરવો :
ભાવના એટલે શું? ભાવના એટલે વિકલ્પ નહિ, પણ તેની શ્રદ્ધા, તેનું જ્ઞાન ને
તેમાં લીનતાનો ફરી ફરી અભ્યાસ તેનું નામ ભાવના છે. શુદ્ધઆત્માની ભાવના જેને
નિરન્તર હોય તેની પરિણતિ તેમાં વળ્‌યા વગર રહે નહિ.
અરે પ્રભુ! તારામાં અપાર તાકાત ભરી છે, તેનો હકાર લાવીને પુરુષાર્થને
ઊછાળ. તારી ચૈતન્યશક્તિના એક ટંકારે મોહનો નાશ થઈ જાય એવી તારી તાકાત છે.
તારી સ્વશક્તિનો ભરોસો કર, ને તેમાં ઉપયોગની એકાગ્રતા કર.–એમાં તારે કોઈ
બીજાની અપેક્ષાનથી.
રે જીવ! આ કાયા અશુદ્ધ–મલિન છે પણ અંદર રહેલો આત્મા અશુદ્ધ નથી, તે
તો પવિત્ર જ્ઞાન–દર્શનનો પૂંજ છે. જેમ રંગીન વસ્ત્ર પહેરવાથી માણસ કાંઈ તેવો થઈ
જતો નથી. તેમ દેહની મલિનતાથી આત્મા કાંઈ મલિન થઈ ગયો નથી. વસ્ત્ર ફાટતાં
માણસ કાંઈ મરી જતો નથી તેમ દેહરૂપી વસ્ત્ર નષ્ટ થતાં આત્મા કાંઈ નષ્ટ થતો નથી.–
આમ વિચારીને હે જીવ! દેહાદિથી ભિન્ન આત્માને જાણ. અહા, આમાં મહાન પ્રયત્ન છે.
અહા, જે બુદ્ધિ અંતરમાં વળીને આખા ચૈતન્યપહાડને ધારણ કરે–એની
તાકાતની શી વાત? જેમ કુંદકુંદસ્વામીની અપાર તાકાત માટે જયસેનાચાર્ય કહે છે કે–
जयउ रिसि पउमणंदी जेण महातच्चपाहुडसेलो
बुद्धि सिरेणद्धरिओ समप्पिओ भव्वलोयस्स।।
તે ઋષિ પદ્મનંદીનો જય હો–કે જેમણે મહાતત્ત્વથી ભરેલ પ્રાભૃતરૂપી પર્વત
બુદ્ધિરૂપી શિર વડે ઉપાડીને ભવ્ય જીવોને સમર્પિત કર્યો છે.
તેમ અંતરમાં અનંત ચૈતન્યશક્તિથી ભરેલો જે શુદ્ધાત્મારૂપી મોટો પર્વત, તેને
અંતર્મુખ થઈને જે જ્ઞાને અનુભવમાં લીધો તે જ્ઞાનના મહિમાની શી વાત? તે જ્ઞાનના
સામર્થ્ય પાસે મોહ ટકી શકે નહિ. આવું અનુભવજ્ઞાન ચોથા ગુણસ્થાનેથી હોય છે. એના
વગર મોક્ષમાર્ગ શરૂ થતો નથી.
આત્મા અને દેહ અત્યંત જુદા છે. દેહ અને દેહની ક્રિયાઓ સદાય અજીવ જ છે,
તેમાં કદી જીવનો ધર્મ નથી, તેમજ તે જીવના ધર્મનું કારણ પણ થતું નથી. જીવના બધા
ધર્મો જીવમાં છે, જીવનો કોઈ ધર્મ અજીવમાં નથી. માટે હે જીવ! દેહના સંબંધને તું તારો
ન દેખ, તારા આત્માને દેહથી ભિન્ન જ દેખ.
દેહથી આત્માની ભિન્નતાનું ભાન ક્્યારે થાય? કે જ્ઞાનને અંતરમાં વાળીને
જ્યારે અતીન્દ્રિય ચૈતન્યનો સ્પર્શ કરે ત્યારે દેહાદિમાં એકત્વબુદ્ધિ છૂટે, ને ત્યારે જ
ખરેખર દેહથી ભિન્ન આત્માને જાણ્યો કહેવાય. શ્વાસ લેવાય, વચન બોલાય એ બધી
ક્રિયાઓ દેહ સાથે સંબંધવાળી છે, તેને જે પોતાની માને છે તે દેહને જ આત્મા માને છે.
અરે, અતીન્દ્રિય ચૈતન્યવસ્તુ એ કાંઈ ઈન્દ્રિયજ્ઞાનનો વિષય થાય તેવી નથી. આત્માની
ક્રિયા કઈ? જ્ઞાન– ક્રિયા તે આત્માની ક્રિયા છે. આવી ક્રિયા વડે જે આત્માને દેહભિન્ન
અનુભવે છે તે જ સર્વજ્ઞપરમાત્માની પરમાર્થસ્તુતિ કરી શકે છે.

PDF/HTML Page 10 of 45
single page version

background image
: ભાદરવો : આત્મધર્મ : ૭ :
દેહમાં (એટલે રાગાદિમાં પણ) એકત્વબુદ્ધિવાળો જીવ, અતીન્દ્રિય જ્ઞાનમય એવા સર્વત્ર
પરમાત્માની–અરિહંતદેવની પરમાર્થસ્તુતિ–શ્રદ્ધા–ભક્તિ કરી શકતો નથી, અરિહંતના
પરમાર્થસ્વરૂપને તે ઓળખતો નથી. અહા, સ્વભાવસન્મુખ થયો ત્યારે જ અરિહંતદેવ
વગેરેની સાચી ઓળખાણ થઈ.
અરે જીવ! આ દેહમાં લોહી, માંસ ને હાડકા સિવાય બીજું શું છે? આવા
અપવિત્ર વસ્તુના પિંડને તું તારો માનીને તેમાં મૂર્છાઈ રહ્યો છે, ને શુદ્ધ–બુદ્ધ એવા તારા
પવિત્ર ચૈતન્યસ્વરૂપને તું ભૂલી રહ્યો છે. અરે, રાગની મલિનતા પણ તારા સ્વરૂપમાં
નથી ત્યાં આ મલિનતાનો પિંડ દેહ તારામાં ક્્યાંથી આવ્યો? દેહથી અત્યંત જુદો તું
જ્ઞાયકમૂર્તિ છો, એમ જાણીને શીઘ્ર દેહની મૂર્છા છોડ, ને આત્માની ભાવના નિરંતર કર,
તને તારા અંતરમાં જ દેખાશે.
અંર્તમુખ અવલોકતાં...
જ્યારે યુદ્ધમાંથી વૈરાગ્ય પામીને બાહુબલીએ દીક્ષા
લીધી, અને તેમની હજારો રાણીઓ પણ દીક્ષા માટે
ભગવાનના સમવસરણમાં ચાલી ગઈ...ને ભરતચક્રવર્તીના
મહેલમાં દુઃખથી હા......હાકાર છવાઈ ગયો, ત્યારે તે
દુઃખની શાંતિ માટે ભરતરાજે શું કર્યું?–તે વખતે ભરતરાજ
પોતાના મનમાં એમ વિચારવા લાગ્યા કે–
સંસારમાં કોઈપણ દુઃખ કેમ ન આવે,–પરંતુ
પરમાત્માની ભાવના એ બધા દુઃખને દૂર કરી નાખે છે,
તેથી આત્મભાવના કરવી યોગ્ય છે.–આમ વિચારી આંખ
મીંચીને તેઓ આત્મનિરીક્ષણ કરવા લાગ્યા. અને તેના
ચિત્તમાં વ્યાપેલું દુઃખ કોણ જાણે ક્્યાં ચાલ્યું ગયું!
ખરેખર, નિજ–પરમાત્માનું દર્શન સર્વ દુઃખદમનનો
અમોઘ ઉપાય છે.
ઉપજે મોહ–વિકલ્પથી સમસ્ત આ સંસાર,
અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.
(‘રત્નસંગ્રહ’ માંથી)

PDF/HTML Page 11 of 45
single page version

background image
: ૮ : આત્મધર્મ : ભાદરવો :

હે જીવ! અજ્ઞાનથી ક્રોધાદિ કષાયવશ તું જન્મ–મરણનાં દુઃખ અનાદિથી
ભોગવી રહ્યો છે....હવે જો તું ભવભ્રમણનાં દુઃખથી ભયભીત હો તો
ચૈતન્યની ભાવના કર. શુદ્ધઆત્મતત્ત્વની ભાવના તે જ કષાયોને રોકવાનો
ઉપાય છે. હે જીવ! પ્રતિકૂળતામાં આત્માને યાદ કરજે–તારા સર્વસમાધાન થઈ
જશે; આનંદસમુદ્ર આત્મા છે તેમાં જ્યાં ઉપયોગ જોડયો ત્યાં દુઃખ કેવું?
સાધકને જગતમાં કાંઈ પ્રતિકૂળ છે જ નહિ. હે જીવ! કોઈએ તારા દોષ ગ્રહણ
કર્યા તો તેમાં તને શું નુકશાન થયું? તું શાંતચિત્ત રહીને તારી
આત્મઆરાધનામાં તત્પર રહે.
(પરમાત્મપ્રકાશ–પ્રવચન)
હે જીવ! તારાથી વિરુદ્ધજાતિરૂપ એવું આ શરીર તે તારું મિત્ર નથી; જો તેની
ભાઈબંધી કરવા જઈશ તો તું દુઃખી થઈશ. આ રીતે દેહના આશ્રયે દુઃખ થાય છે માટે
તેને ઉપચારથી શત્રુ કહ્યો; ને આવા દુઃખદાયી દેહનો જેના વડે અભાવ થાય એવા
રત્નત્રયધર્મને તું તારો મિત્ર જાણ. અરે, આ દેહ જડ, એની મિત્રતા શી? એના સંબંધ
શો? મુનિવરો તો દેહલક્ષ છોડીને ચૈતન્યની સાધનામાં એવા લીન થાય છે કે હરણીયાં
આવીને શરીરને ઝાડનું થડ સમજીને તેની સાથે શરીર ઘસે છે......પણ મુનિ ધ્યાનમાં
અડોલ રહે છે. અથવા, મુનિ વનજંગલમાં એકાકીપણે ધ્યાનમાં બિરાજતા હોય ને સિંહ
આવીને શરીરને ખાઈ જતો હોય તોપણ મુનિ સિંહને શત્રુ માનતા નથી. જે દેહ મુનિને
જોઈતો નથી તે દેહને સિંહ લઈ જાય છે, તો એ તો મિત્ર થયો! અરે જીવ! આવી દેહથી
ભિન્નતાની ને વીતરાગતાની ભાવના તો ભાવ! પરમાત્મતત્ત્વની ભાવના જ પરમ
આનંદનું કારણ છે; દેહની ભાવના તો દુઃખ છે.
શલ્ય જેવા વચન કોઈ કહે તો તેની સામે જોઈને અટકીશ નહિ, તારા
પરમાત્મતત્ત્વમાં જાજે; તારા પરમાત્મતત્ત્વમાં વચનનો પ્રવેશ નથી, એવા
પરમાત્મતત્ત્વની ભાવનામાં તને પરમ આનન્દ થશે, ને કષાયો ઉપશમી જશે.
સામો જીવ પણ કાંઈ વચનનો આધાર નથી, ને તારો આત્મા પણ વચનનો
આધાર નથી. પરમબ્રહ્મ એવો પોતાનો આત્મા તે અનંત જ્ઞાનાદિગુણોનું ધામ છે. હે
જીવ!

PDF/HTML Page 12 of 45
single page version

background image
: ભાદરવો : આત્મધર્મ : ૯ :
પ્રતિકૂળતામાં આત્માને યાદ કરજે–તારા સર્વ સમાધાન થઈ જશે. શુદ્ધ આત્મતત્ત્વની
ભાવના તે જ કષાયોને રોકવાનો ઉપાય છે.
આત્મા તો સિદ્ધ ભગવંતોનો કુટુંબી છે. હે જિનેશ્વર! અમે તો આપના કૂળના ને
આપની જાતિના છીએ. આવા લક્ષે હું ધર્મની આરાધના કરવા જાગ્યો, ધર્મનો રંગ
લાગ્યો, તેમાં હવે કદી ભંગ પડશે નહિ, હવે અપ્રતિહતભાવથી અમે સિદ્ધદશામાં
પહોચશું. આવા સિદ્ધ સિવાય બીજી જાત તે અમારી જાત નહિ, તીર્થંકરોનું ને સિધ્ધોનું
જે ચૈતન્ય કૂળ છે તે જ કૂળના અમે છીએ. તીર્થંકરોના અમે કેડાયતી છીએ,–એ અમારી
ટેક છે. સંસારમાં કર્મવશ જે જાતિભેદ છે જાતિભેદ અમારામાં નથી; અરે ચૈતન્યની
ભાવનામાં જે લીન થાય તે જીવ આ ભવમાં ન પડે, એમાં શું આશ્ચર્ય છે! જેનું ચિત્ત
આત્મામાં નથી લાગતું તે જ સંસારમાં ભ્રમણ કરે છે, પણ જેનું ચિત્ત આત્મામાં લાગ્યું
તેને પરભાવની ઉત્પત્તિ ન રહી ને સંસારભ્રમણ ન રહ્યું. માટે હે જીવ! ગમે તેવા
પ્રતિકૂળ પ્રસંગમાંય તું તારું ચિત્ત આત્મામાં જોડ. બહારમાં ધગધગતા દાગીનાથી
પાંડવોનો દેહ ભડભડ સળગે છે ત્યારે અંદર શીતળ ચૈતન્યમાં ચિત્તને જોડીને કેવળજ્ઞાન
ને મોક્ષ પામે છે; સુકુમારમુનિ વગેરેના શરીરને શિયાળ ખાઈ જાય છે તે વખતે પણ
અંદર ચૈતન્યમાં ચિત્તને જોડીને તે પોતાના પરમ આનંદને અનુભવે છે. આનંદસમુદ્ર
આત્મા છે તેમાં જ્યાં ઉપયોગ જોડયો ત્યાં દુઃખ કેવું? ને પ્રતિકૂળતા કેવી? આરાધનામાં
જ્યાં વિઘ્ન નથી ત્યાં કોઈ પ્રતિકૂળતા છે જ નહિ. સાધકને જગતમાં કાંઈ પ્રતિકૂળતા છે
જ નહિ. પ્રતિકૂળતા વખતે તે આરાધનાથી ડગતા નથી પણ ઉલટી તેને આરાધનાની
ઉગ્રતા થાય છે.
અરે, ચૈતન્યપિંડ આત્માને આ દેહમાં જન્મ ધારણ કરવો તે શરમ છે. હે જીવ!
જો તું ભવભ્રમણથી ભયભીત હો તો ચૈતન્યની ભાવના કર, તેથી તારા શરમજનક
જન્મો છૂટી જશે. કષાય પણ શરમ છે, તેનાથી પણ ભિન્ન ચૈતન્યની ભાવના કર.
કોઈ જીવ તારા દોષો ગ્રહણ કરે તોપણ તું ક્રોધિત ન થા. અરે, અજ્ઞાનીઓ તો
મોટામોટા ધર્માત્માના પણ દોષ ગ્રહણ કરે છે, કેમકે તેને દોષ ગમે છે તેથી તે દોષને
ગ્રહણ કરે છે. અરે, તેણે મારા દોષ ગ્રહણ કર્યા તેમાં મને શું નુકશાન થયું? મારા ગુણ
તો કાંઈ એણે લઈ લીધા નથી!–એમ વિચારી હે જીવ! તું ગુસ્સો ન થવા દે ને તારા
ચૈતન્યની મસ્તીમાં મસ્ત રહે. જગતમાં બીજા જીવ ક્રોધાદિથી દોષગ્રહણ કરે તો તેમાં
તારે શું? જે કરશે તે ભોગવશે, તેમાં તું કેમ ઉદાસ થાય છે? જગતના પદાર્થોને
પ્રકાશવાનો તારો સ્વભાવ છે. કોઈ શુભભાવ કરે, કોઈ અશુભ કરે, કોઈ નિંદા કરે,
કોઈ પ્રશંસા કરે, તેથી

PDF/HTML Page 13 of 45
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ભાદરવો :
કાંઈ તને ગુણ–અવગુણ નથી. માટે વસ્તુસ્વરૂપ વિચારીને તું તારા સમાધાનભાવમાં
રહે. તારું સ્વરૂપ પરમ પ્રશંસનીય છે–તેને જ તું આદર. ને ક્રોધાદિ ભાવો નિંદનીય છે
તેને તું છોડ. આવી આત્મભાવનામાં તત્પર જીવને નિંદાદિ પ્રતિકૂળતાના પ્રસંગે ક્રોધાદિ
થતા નથી. જેમ ઘરમાં કોઈ ચોર આવે ને રત્ન વગેરે ન લ્યે પણ કચરો લઈ જાય, તો
તેણે તો ઉલટું ઘર સાફ કરી દીધું. તેણે શું બગાડયું? તેમ મારા અનંતગુણ છે તો તો
કોઈએ ગ્રહ્યા નહિ રાગદ્વેષાદિ દોષ જ ગ્રહણ કર્યા, તો તેણે મારું શું બગાડયું? મારા
ગુણને તો કોઈ લઈ શકતો નથી. વળી મારામાં જે ક્રોધાદિ દોષ વિદ્યમાન છે તે જો મને
બીજો બતાવે તો તેણે સત્ય જ કહ્યું, તે સત્યવાદી ઉપર શું દ્વેષ કરવો? દ્વેષ તો પોતાના
દોષ ઉપર કરીને તેને ટાળવા જેવા છે. અને જો મારામાં અવિદ્યમાન દોષ તે કહે તો તેના
મિથ્યા કહેવાથી તો કાંઈ મારામાં તે દોષ આવી જવાના નથી. તેનું જ્ઞાન મિથ્યા થયું.
કોઈના વૃથા કહેવાથી તો કાંઈ દોષ લાગી જતા નથી. પાપી જીવ નિર્દોષ સન્તો ઉપર
પણ કેટલા અત્યાચાર કરે છે–પણ તેથી કાંઈ સન્તોના ગુણનો તે નાશ કરી શકતો નથી.
કોઈ પાછળથી દોષ કહે, સન્મુખ કહે, અપમાન કરે કે શરીરને બાધા પહોંચાડે, પણ
મારા જ્ઞાનાદિ ગુણોને બાધા પહોચાડવાં કોઈ સમર્થ નથી. માટે હું કોના ઉપર ક્રોધ કરું?
હું જો ક્રોધ કરું તો તે ક્રોધવડે મારા ગુણ હણાય છે; પણ હું મારા ક્ષમાભાવમાં રહું ને
મારા સ્વરૂપથી હું ન ડગું તો બીજો કોઈ મને નુકશાન કરવા સમર્થ નથી. મારા જે
રત્નત્રયગુણ ખીલ્યા છે તે મારા સ્વભાવના આશ્રયે ખીલ્યા છે, તે કાંઈ પરના આશ્રયે
ખીલ્યા નથી, કે પર વડે તેનો નાશ થાય! હું મારા ચૈતન્યરૂપને ધારણ કરું છું ત્યાં
ક્રોધાદિ વૃત્તિ રહેતી નથી. જેમ–રાવણ સીતાને લઈ ગયો છે, ઘણું મનાવવા છતાં સીતા
મહાસતી તેની સામે પણ જોતી નથી; ત્યારે કોઈ રાવણને કહે છે કે તું રામનું રૂપ ધારણ
કર તો સીતા તારા પર (તને રામ સમજીને) પ્રસન્ન થાય. પણ રાવણ જ્યાં રામનું રૂપ
ધારણ કરે છે ત્યાં તેની વૃત્તિ પણ રામ જેવી નિર્દોષ થઈ જાય છે ને વિકારી વૃત્તિ રહેતી
નથી, સીતાજી તેને બહેન જેવી દેખાય છે. તેમ અહીં વિકારનો નાશ કરવા ધર્માત્મા કહે
છે કે હું જ્યાં મારા આતમરામનું રૂપ ધારણ કરું છું ત્યાં વિકારી વૃત્તિ રહેતી નથી. આ
રીતે શુદ્ધઆત્મસ્વરૂપ જાણીને તેની ભાવનામાં તત્પર રહેવું–સ્વસન્મુખ પરિણમવું–તે જ
ક્રોધાદિ સર્વ દોષના નાશનો ઉપાય છે.

PDF/HTML Page 14 of 45
single page version

background image
: ભાદરવો : આત્મધર્મ : ૧૧ :
પરમ વીતરાગ જૈનધર્મના અનાદિનિધન પ્રવાહમાં તીર્થંકરો અને સંતોએ
આત્મહિતના હેતુભૂત અધ્યાત્મવાણીનો પ્રવાહ વહેવડાવ્યો છે; તીર્થંકરો અને સન્તોનો
એ અધ્યાત્મસન્દેશ ઝીલીને અનેક જીવો પાવન થયા છે. ગૃહસ્થ–ધર્માત્માઓએ પણ એ
અધ્યાત્મગંગાના પુનિત પ્રવાહને પોતાની અધ્યાત્મરસિકતા વડે વહેતો રાખ્યો છે....એ
અધ્યાત્મરસના પાનથી, સંસારના સંતપ્ત જીવો પરમ તૃપ્તિ અનુભવે છે.
તીર્થંકરો અને મુનિઓની તો શી વાત! તેઓનું તો જીવન સ્વાનુભવવડે
અધ્યાત્મ– રસથી ઓતપ્રોત બનેલું છે; તે ઉપરાંત જૈનશાસનમાં અનેક ધર્માત્મા–શ્રાવકો
પણ એવા પાકયા છે કે જેમનું અધ્યાત્મજીવન અને અધ્યાત્મવાણી અનેક જિજ્ઞાસુઓને
અધ્યાત્મની પ્રેરણા જગાડે છે. એવા એક અધ્યાત્મવિદ્વાન શ્રીમાન્ પં. શ્રી
ટોડરમલ્લજીનો અને તેમની લખેલી રહસ્યપૂર્ણ ચિઠ્ઠિનો પરિચય આત્મધર્મના ગતાંકમાં
આપણે કર્યો. એવા જ એક બીજા વિદ્વાન શ્રીમાન્ પં. શ્રી બનારસીદાસજીનો ટૂંક પરિચય
અહીં આપીએ છીએ.
શ્રીમાન્ પં. બનારસીદાસજીએ પોતે જ ‘અર્ધકથાનક’ માં પોતાના
જીવનવૃત્તાંતનું આલેખન કર્યું છે; હિન્દીભાષાના કવિઓમાં ‘આત્મકથા’ લખનારા તેઓ
પહેલા જ ગણાય છે. તેમની આત્મકથામાંથી જ તેમના જીવનનો સંક્ષિપ્ત પરિચય અહીં
આપીએ છીએ. પ્રતિકૂળ જીવનમાંથી પણ અધ્યાત્મરસના પ્રતાપે કેવું ઉજ્જવળ જીવન
બની શકે છે–તેની આપણને આમાંથી પ્રેરણા મળે છે.
મધ્યભારતમાં રોહતકપુર પાસે बिहोली ગામ છે, ત્યાં રાજપુતોની વસ્તી છે.
એકવાર બિહોલીમાં કોઈ જૈનમુનિ પધાર્યા, તેમના પવિત્ર ચરિત્રથી અને વિદ્વત્તાભરેલા
ઉપદેશથી પ્રભાવિત થઈને ત્યાંના બધા રાજપુતો જૈનધર્મી થઈ ગયા, અને–
પહિરી માલા મંત્રકી પાયો કુલ શ્રીમાલ,
થાપ્યો ગોત બિહોલિયા બીહોલી–રખપાલ.
આ રીતે નમસ્કારમંત્રની માળા પહેરીને બિહોલિયા ગોત્રની જે સ્થાપના થઈ
તેમાં અનુક્રમે મૂલદાસજી થયા, તેઓ રાજ્યના મોદી હતા. સં. ૧૬૦૨ માં તેમને
ખરગસેન નામનો પુત્ર થયો. તે ૧૧ વર્ષનો હતો ત્યારે (સં. ૧૬૧૩માં) તેના પિતાનો
દેહાંત થતાં મોગલસરદારે તેમનું ઘર ખાલસા કર્યું; આથી વિધવા માતા પોતાના પુત્રને
લઈને જોનપુર ચાલી ગઈ, ત્યાં તેનું પિયર હતું.

PDF/HTML Page 15 of 45
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ભાદરવો :
સં. ૧૬૨૬માં ખરગસેન આગ્રા આવીને વેપાર કરવા લાગ્યા ને તેમની પાસે
સારૂં ધન એકઠું થયું; ફરી તેઓ જોનપુર આવ્યા. મેરઠનગરના સુરદાસજીની કન્યા સાથે
તેના લગ્ન થયા. આજ આપણા ચરિત્રનાયકના માતા–પિતા. સં. ૧૬૩પ માં તેમને એક
પુત્ર થયો, પણ તે માત્ર આઠદસ દિવસ જ જીવી શક્્યો, થોડા દિવસ પછી ખરગસેન
પુત્રલાભની ઈચ્છાથી રોહતકપુર એક સતીની યાત્રા કરવા સહકુટુમ્બ ચાલ્યા, પણ
રસ્તામાં ચારોએ તેમને લૂંટી લીધા. આ પ્રસંગ ઉપર પં. બનારસીદાસજી લખે છે કે સતી
પાસે પુત્ર માંગવા જતાં રસ્તામાં ઉલટા લૂંટાઈ ગયા; આવું પ્રગટ દેખવા છતાં મૂરખ
લોકો સમજતા નથી અને વ્યર્થ દેવ–દેવીની માનતા કરે છે. ખરગસેનજી ફરીને પાછા સં.
૧૬૪૩ માં પુત્રલાભની ઈચ્છાથી સતીની યાત્રા કરવા ગયા. ત્યાંથી આવ્યા બાદ થોડા
વખતે તેમને પુત્ર થયો; એનું નામ વિક્રમ. આ વિક્રમ એ જ આપણા પં. બનારસીદાસજી
(વિ. સં. ૧૬૪૩ ના મહાસુદ અગિઆરસ ને રવિવારે તેમનો જન્મ થયો.)
બાલક વિક્રમ જ્યારે છ મહિનાનો થયો ત્યારે ખરગસેનજી સકુટુંબ પાર્શ્વનાથ
પ્રભુની યાત્રાએ કાશી ગયા. ભાવપૂર્વક પૂજન કરીને બાળક વિક્રમને પ્રભુચરણમાં
નમસ્કાર કરાવ્યા; ત્યારે ત્યાંના પૂજારીએ કપટથી કહ્યું કે પાર્શ્વપ્રભુનો ભક્ત યક્ષ મને
ધ્યાનમાં આવીને કહી ગયો છે કે પાર્શ્વપ્રભુની આ જન્મનગરીનું જે નામ છે (बनारस)
તે જ નામ આ બાળકનું રાખવું, તેથી તે ચિરંજીવી થશે. આ ઉપરથી કુટુંબીજનોએ એ
બાળકનું बनारसीदास નામ રાખ્યું. પાંચમા વર્ષે તેને સંગ્રહણી રોગ થયેલો, જેમ તેમ
કરીને તે શાંત થયો ત્યાં શીતળાએ ઘેરો ઘાલ્યો. આ રીતે એક વર્ષ સુધી બાળકે અતીવ
કષ્ટ ભોગવ્યું. સાત વર્ષની વયે શાળામાં પાંડે રૂપચંદજી પાસે વિદ્યાભ્યાસ શરૂ થયો.
બેત્રણ વર્ષમાં કુશળ થઈ ગયા.
લગભગ ચારસો વર્ષ પહેલાનાં જે સમયનો આ ઈતિહાસ છે તે સમયે દેશમાં
મુસલમાનોનું રાજ્ય હતું ને બાલવિવાહનો ઘણો પ્રચાર હતો; ૯ વર્ષની વયે ખેરાબાદના
કલ્યાણમલજી શેઠની કન્યા સાથે બાલક બનારસીની સગાઈ થઈ ને ૧૧ વર્ષની વયે
(સં. ૧૬પ૪ ના માહ સુદ ૧૨) વિવાહ થઈ ગયા. જે દિવસે નવવધુ ઘરમાં આવી તે જ
દિવસે ખરગસેનને ત્યાં એક પુત્રીનો જન્મ થયો ને તે જ દિવસે તેની વૃદ્ધ નાની મરણ
પામી. એ જ દિવસે એક જ ઘરમાં ત્રણ પ્રસંગ બનતાં પંડિતજી લખે છે:–
યહ સંસાર વિડંબના દેખ પ્રગટ દુઃખ વેદ
ચતુર–ચિત્ત ત્યાગી ભયે, મૂઢ ન જાણે ભેદ.
સોળ વર્ષની યુવાવસ્થામાં તેમને કોઢનો રોગ થયો, ને શરીર ગ્લાનિજનક બની
ગયું; તે રોગ માંડમાંડ મટયો. યુવાવસ્થામાં દુરાચારના સંસ્કારથી હજાર ચોપાઈ–દોહાની
એક શૃંગારપોષક પોથી તેમણે બનાવેલી, પણ પાછળથી સદ્બુદ્ધિ થતાં એ પોથી પશ્ચા–

PDF/HTML Page 16 of 45
single page version

background image
: ભાદરવો : આત્મધર્મ : ૧૩ :
ત્તાપપૂર્વક ગોમતી નદીમાં ફેંકી દીધી હતી. સં. ૧૬૬૦ માં તેમને ફરી પાછી મોટી બિમારી
થયેલ, ૨૧ લાંઘણ બાદ તેઓ નીરોગ થયા.
સં. ૧૬૬૧ માં (૧૮ વર્ષની વયે) એક સંન્યાસી–બાવાએ બનારસીદાસજીને
જાળમાં ફસાવ્યા, એક મંત્ર આપીને એક વર્ષ સુધી તેના જાપ કરવાથી રોજ એક
સોનામહોર આંગણામાં પડેલી દેખાશે–એમ કહ્યું, બનારસીદાસજી એની જાળમાં ફસાયા
ને મંડયા જાપ જપવા. માંડ માંડ વર્ષ પૂરું કર્યું ને સોનામહોરની ઉત્કંઠાથી આંગણું
તપાસવા લાગ્યા–પણ કાંઈ મળ્‌યું નહિ. સંન્યાસીની આ બનાવટથી એમની આંખ
ઊઘડી.
પણ વળી પાછા એક બીજા જોગીએ તેમને ફસાવ્યા; એક શંખ આપીને કહ્યું કે
આ સદાશિવ છે, તેની પૂજાથી મહા પાપી પણ શીઘ્ર મોક્ષ પામે છે.–બનારસીદાસજી
મૂર્ખતાથી એ શંખની પૂજા કરવા લાગ્યા. આ મુર્ખાઈ સંબંધમાં તેઓ લખે છે કે–
શંખરૂપ શિવ દેવ, મહા શંખ બનારસી,
દોઉ મિલે અબેબ, સાહિબ સેવક એકસે.
સં. ૧૬૬૧ માં હીરાનંદજી ઓસવાલે શિખરજીની યાત્રાનો સંઘ કાઢયો,
ખરગસેનજી પણ તેની સાથે યાત્રા કરવા ચાલ્યા. એ વખતે રેલ્વે વગેરે ન હતી. તેથી
યાત્રામાં એકાદ વર્ષ વીતી જતું. સંઘ ઘણા દિવસે યાત્રા કરીને પાછો આવ્યો ત્યારે અનેક
લોકો લૂંટાઈ ગયા, અનેક બીમાર થઈ ગયા ને અનેક મરી ગયા. ખરગસેનજી પણ
રોગથી પીડિત થયા ને માંડ માંડ જોનપુર ઘરે પહોંચ્યા.
ખરગસેનજી શિખરજીની યાત્રાએ ગયા તે દરમિયાન પાછળથી
બનારસીદાસજીને પાર્શ્વનાથજીની (બનારસની) યાત્રાનો વિચાર થયો, અને પ્રતિજ્ઞા
કરી કે જ્યાંસુધી યાત્રા ન કરું ત્યાં સુધી દૂધ–દહીં–ઘી–ચાવલ–ચણા–તેલ વગેરે પદાર્થનો
ભોગ નહીં કરું. આ પ્રતિજ્ઞાને છ મહિના વીતી ગયા બાદ કાર્તિકી પૂર્ણિમાએ ઘણા લોકો
ગંગાસ્નાન માટે તથા જૈની લોકો પાર્શ્વનાથ પ્રભુની યાત્રા માટે બનારસ તરફ ચાલ્યા,
તેમની સાથે બનારસીદાસજી પણ કોઈને પૂછયા વિના બનારસ ચાલ્યા ગયા. ત્યાં
ગંગાસ્નાનપૂર્વક ભગવાન પાર્શ્વનાથની ભાવસહિત પૂજા કરી અને સાથે ત્યાં શંખાપૂજા
પણ કરતા હતા. યાત્રા કરીને, શંખ સાથે લઈને હર્ષપૂર્વક તેઓ ઘરે આવ્યા.
એકવાર તેઓ ઘરની સીડી ઉપર બેઠા હતા, ત્યાં ખબર સાંભળ્‌યા કે અકબર
બાદશાહનું મૃત્યુ થયું. તે સાંભળતાં જ આઘાતથી તેઓ સીડી ઉપરથી નીચે પડી ગયા,
ને માથામાં ફૂટ પડી તેથી કપડાં લોહીલૂહાણ થઈ ગયા. આ પ્રસંગ પછી એકાન્તમાં
બેઠાબેઠા એકવાર તેને વિચાર આવ્યો કે–
જબ મૈં ગિર્યો પડ્યો મુરઝાય, તબ શિવ કછું નહિં કરી શકાય.

PDF/HTML Page 17 of 45
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ભાદરવો :
આ વાતનું સમાધાન ન થવાથી તેમણે શંખરૂપ સદાશિવનું પૂજન છોડી દીધું,
તેમના વિચારોમાં પરિવર્તન થયું ને વિવેકજ્યોત જાગી; હવે શ્રુંગારરસ પ્રત્યે અરુચિ
થવા લાગી. અને પશ્ચાત્તાપપૂર્વક પાપના ભયથી શ્રૃંગારરસની પોથીને ગોમતી નદીમાં
પધરાવી દીધી. તેમની પરિણતિમાં પરિવર્તન થયું ને તેમને ધર્મની ચાહના પ્રગટી.
પહેલાં સન્તાપરસના રસિયા બનારસી હવે જિનેન્દ્રના શાન્તરસમાં મગ્ન રહેવા લાગ્યા;
પહેલાં ગલીકુંચીમાં ભટકનારા બનારસી હવે અષ્ટદ્રવ્ય સહિત જિનમંદિરમાં જવા લાગ્યા.
જિનદર્શન વગર ભોજનત્યાગની તેમને પ્રતિજ્ઞા હતી; આ ઉપરાંત વ્રત–નિયમ–
સામાયિકાદિ આચારો પણ તેઓ કરવા લાગ્યા.
સં. ૧૬૬૭માં (૨૪ વર્ષની વયે) પિતાજીએ ઘરનો કારભાર બનારસીને સોંપી
દીધો; અને બે મુદ્રિકા, ૨૪ માણેક, ૩૪ મણિ, નવ નીલમ, વીસ પન્ના, કેટલુંક પરચુરણ
ઝવેરાત, તથા ૪૦ મણ ઘી, બે કૂંપા તેલ, બસો રૂપિયાનાં કપડાં અને કેટલીક રોકડ રકમ
આપીને વેપાર માટે આગ્રા મોકલ્યા. આગ્રાના મોતીકટરામાં તેમના બનાવીને ત્યાં ઊતર્યા
ને વેપાર શરૂ કર્યોં. ઘી, તેલ, કાપડ વેંચીને તેની હુંડી જૌનપુર મોકલી દીધી. તે વખતે
આગ્રામાં ભલભલા લોકો ઠગાઈ જતાં, પણ સદ્ભાગ્યે બનારસીદાસજી ઉપર કોઈની દ્રષ્ટિ
ન પડી. છતાં અશુભકર્મના ઉદયે તેમને ન છોડયા, બાંધેલું ઝવેરાત ક્્યાંક ગૂમ થઈ ગયું,
જે કપડામાં માણેક બાંધ્યા હતાં તે પોટલી ઊંદરડા તાણી ગયા; બે રત્નજડિત પોંચી જે
શરાફને વેંચી હતી તેણે બીજે જ દિવસે દિવાળું કાઢયું, એક રત્નજડિત મુદ્રિકા રસ્તામાં પડી
ગઈ; આમ ઉપરાઉપરી આપત્તિથી બનારસીનું હૃદય ક્ષુબ્ધ બની ગયું. પાસે જે કાંઈ વસ્તુ
બચેલી તે વેંચીવેંચીને ખાવા માંડયું. અંતે પાસે કાંઈ ન રહ્યું ત્યારે બજારમાં જવાનું છોડી
દીધું ને ઘરમાં જ રહીને પુસ્તક વાંચવા લાગ્યા. ચાર પાંચ શ્રોતાજનો તેમની પાસે શાસ્ત્ર
સાંભળવા આવતા. તેમાં એક કચોરીવાળો હતો, તેમની પાસેથી રોજ કચોરી ઉધાર લઈને
બનારસીદાસજી ખાતા હતા. ઘણા દિવસ બાદ તેને એકાન્તમાં કહ્યું કે ભાઈ, તમે ઉધાર
આપો છો પણ મારી પાસે તો કાંઈ છે નહીં કે તમને આપું. માટે હવેથી ઉધાર આપવાનું
બંધ કરો. પણ કચોરીવાળા ભાઈ ભલા આદમી હતા, ને બનારસીદાસજીની પરિસ્થિતિ
જાણતા હતા; તેણે કહ્યું કે આપ પૈસાની પરવા ન કરશો, ચિન્તાની કોઈ વાત નથી, આપ
ઉધાર લીધા કરો, સમય આવતાં બધું ચુકવાઈ જશે. આ રીતે છ મહિના વીતી ગયા.
એકવાર શાસ્ત્ર સાંભળવા તારાચંદજી નામના ગૃહસ્થ આવ્યા, તેઓ બનારસીદાસજીના
શ્વસુર થતા હતા; તેઓ બનારસીદાસજીને પોતાને ત્યાં તેડી ગયા, બે માસ બાદ ફરીને
તેમણે વેપાર શરૂ કર્યો. ને કંઈક ધન કમાયા, તેમાંથી કચોરીવાળાનો હિસાબ ચુકતે કરીને
ચૂકવી આપ્યો; કુલ ૧૪ રૂા. થયા હતા. આગ્રા જેવા શહેરમાં બે વખત પુરી–કચોરીનું સાત
માસનું ખર્ચ માત્ર રૂા. ૧૪ આવ્યું–એવા એ વખતે સસ્તા ભાવ હતા. આ પ્રસંગમાં
કચોરીવાળા ભાઈએ પોતાના

PDF/HTML Page 18 of 45
single page version

background image
: ભાદરવો : આત્મધર્મ : ૧પ :
એક સાધર્મી પ્રત્યે સંકટ વખતે જે ઉદાર ભાવનાથી વાત્સલ્ય બતાવ્યું તે આ જમાનામાં
અત્યંત અનુકરણીય છે. આજના જૈનસમાજને આવા વાત્સલ્યવંત ભાઈઓની ઘણી
જરૂર છે. બનારસીદાસજીને વેપારમાં બે વર્ષે ૨૦૦ રૂા. ની કમાણી થઈ, ને એટલું જ
ખર્ચ થયું. વેપારના અનેક પ્રયત્ન કર્યા પણ સફળતા ન મળી; અલીગઢની યાત્રાએ ગયા
ત્યાં પ્રબલ તૃષ્ણાવશ પ્રભુ પાસે લક્ષ્મીની પ્રાર્થના કરી.
આ દરમિયાન તેમની પત્નીને ત્રીજો પુત્ર થયો, પણ માત્ર પંદર દિવસ જીવીને તે
મૃત્યુ પામ્યો ને તેની માતાને પણ લઈ ગયો. પોતાની સાળી સાથે ફરી લગ્ન કર્યા; સં.
૧૬૭૩ માં તેમના પિતાનો સ્વર્ગવાસ થયો. ત્યારબાદ તેઓ આગ્રા ગયા. આગ્રામાં
પ્લેગનો ભયંકર પ્રકોપ થયો. લોકો ભયભીત થઈને જંગલમાં રહેવા ગયા. સં. ૧૬૭૭
થી ૭૯ માં માતા, ભાર્યા તથા પુત્ર–ત્રણેનો સ્વર્ગવાસ થઈ ગયો. સં. ૧૬૮૦ માં (૩૭
મા વર્ષે) ત્રીજી વાર લગ્ન કર્યા.
આગ્રામાં અર્થમલ્લજી નામના અધ્યાત્મરસિક સજ્જન હતા, તેઓ
બનારસીદાસજીની કાવ્યશક્તિ દેખીને આનંદિત થતા, પણ તેમાં અધ્યાત્મિકરસનો
અભાવ દેખીને દુઃખ પણ થતું. તેમણે એકવાર અવસર પામીને પં. રાજમલ્લજી રચિત
સમયસાર–કલશટીકા આપીને તેની સ્વાધ્યાય કરવા કહ્યું; પરંતુ ગુરુગમ વગર તેમને
અધ્યાત્મમાર્ગની સૂઝ ન પડી. તેમને અને તેમના મિત્રોને આત્મસ્વાદ તો આવ્યો નહિ
ને ક્રિયાઓનો રસ મટી ગયો; એકવાર તો નગ્ન થઈને કોટડીમાં ફરવા લાગ્યા ને કહે કે
અમે મુનિ થયા. એવામાં પં. રૂપચંદજી આગ્રામાં આવ્યા ને એકાન્તગ્રસિત
બનારસીદાસજીને ગોમ્મટસારના અભ્યાસ દ્વારા ગુણસ્થાન– અનુસાર જ્ઞાન–ક્રિયાઓનું
વિધાન સમજાવ્યું; તે સમજતાં તેમની આંખો ખૂલી ગઈ.–
તબ બનારસી ઔરહિ ભયો,
સ્વાદ્વાદ પરણતિ પરિણયો,
સુનિ સુનિ રૂપચંદ કે વૈન,
બનારસી ભયો દ્રિઢ જૈન.
હિરદેમેં કછું કાલિમા,
હુ તી સરદહન બીચ,
સોઉ મિટિ, સમતા ભઈ,
રહી ન ઊંચ ન નીચ.

PDF/HTML Page 19 of 45
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ભાદરવો :
કુંદકુંદાચાર્યદેવ રચિત સમયસારની જે ટીકા અમૃતચંદ્રાચાર્યદેવે કરી છે અને
જે ટીકાના અધ્યાત્મરસઝરતા કળશો ઉપર પં. શ્રી રાજમલ્લજીએ
(બનારસીદાસજીની પૂર્વે સોએક વર્ષ પહેલાં) અધ્યાત્મની ખૂમારીથી ભરપૂર
કળશટીકા રચી છે, તે પંડિત બનારસીદાસજીને અત્યંત પ્રિય હતી; તે કળશટીકા–
સંબંધમાં તેઓ લખે છે કે–
પાંડે રાજમલ્લ જિનધર્મી સમયસાર નાટકકે મર્મી,
તિન્હેં ગં્રથકી ટીકા કીની બાલબોધ સુગમ કર દીની.
આ કળશટીકા ઉપરથી આપણા કવિરાજે છંદબદ્ધ પદ્યરૂપ નાટક–
સમયસારની રચના કરી; સં. ૧૬૯૩ ના આસો સુદ ૧૩ ને રવિવારે તે પૂર્ણ થઈ.
તે વખતે આગ્રામાં બાદશાહ શાહજહાંનું રાજ્ય હતું. પંડિતજીએ પંચાવન વર્ષ
સુધીનું પોતાનું કથાનક (જે અર્ધકથાનક કહેવાય છે તે) લખ્યું છે. ત્યારપછી
લોકવાયકા–અનુસાર કેટલાક પ્રસંગોનો ઉલ્લેખ સમયસાર નાટકની પીઠિકામાં છે.
પં. શ્રી બનારસીદાસજીની મુખ્ય રચના સમયસાર નાટક, તે ઉપરાંત
બનારસીવિલાસ, જિનેન્દ્રદેવના ૧૦૦૮ નામોની નામમાળા (સહસ્ર અઠ્ઠોતરી),
અર્ધકથાનક (આત્મકથા) અને પરમાર્થવચનિકા તથા ઉપાદાન–નિમિત્તની ચિઠ્ઠિ
તેમણે લખેલ છે. પં. શ્રી બનારસીદાસજીનું જીવન પહેલાં કેવું હતું ને પછી
અધ્યાત્મરસવડે કેવું ઉજ્વળ બન્યું તે આપણને તેમના જીવનચરિત્રમાં દેખાય છે,
ને અધ્યાત્મરસમય ઉજ્વળ જીવનની પ્રેરણા આપે છે. જૈનશાસનમાં ભગવાન
તીર્થંકરદેવથી માંડીને એક નાનામાં નાના સમ્યગ્દ્રષ્ટિનું જીવન પણ ઉજ્વળ,
પ્રશંસનીય ને આરાધનાની પ્રેરણા દેનારું છે; તે ધર્મજીવન ધન્ય છે.

PDF/HTML Page 20 of 45
single page version

background image
: ભાદરવો : આત્મધર્મ : ૧૭ :
આત્મા શું છે ને તે શું કરે છે?
(સમયસાર કલશ ૬૨ ઉપરનું પ્રવચન: ગતાંકથી ચાલુ)
આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તેનું કાર્ય જ્ઞાનથી બહાર ન હોય. જ્ઞાનથી બહાર
અન્ય ભાવમાં આત્માનું કર્તૃત્વ માનવું તે અજ્ઞાનીનો મોહ છે. ભેદજ્ઞાનવડે
જ્ઞાન અને પરભાવને ભિન્ન જાણીને, જે પરભાવનું કર્તૃત્વ છોડે છે ને
જ્ઞાનભાવપણે પરિણમે છે તે જ્ઞાની છે.
અનાદિથી જીવે શું કર્યું? કે પોતાને ભૂલીને અજ્ઞાન અને રાગદ્વેષ કર્યા છે;
ચિદાનંદ– તત્ત્વનું જ્ઞાન કરીને સ્વસન્મુખપણે આત્મા વીતરાગી જ્ઞાનભાવનો કર્તા થાય
છે.–અને એ જ્ઞાનભાવ જ આત્માનું ખરું કાર્ય છે.
જ્ઞાનથી ભિન્ન પરનું કર્તૃત્વ માનીને દુનિયા પાગલ બની છે. મોહ કહો કે
પાગલપણું કહો. પરનો કર્તા આત્મા થાય એ વાત જ જૂઠી છે. ભાઈ, તારી ચૈતન્યજાત
શું છે તેને તું જાણ. તારી ચૈતન્યવસ્તુને જોવા માટે હજાર સૂર્ય જેવા તારા જ્ઞાનચક્ષુને
ખોલ. પરનાં કામનું કુતૂહલ છોડીને ચૈતન્યવસ્તુને જાણવાનું કુતૂહલ કર, અંતરમાં
આનંદનો સ્તંભ ચૈતન્યકંદ છે, તેના અનુભવની અપૂર્વતા છે. આવા આત્માની જેને
અનુભૂતિ હોય તેને જ બારઅંગની લબ્ધિ ઊઘડી શકે છે. બારઅંગની લબ્ધિ શુદ્ધાત્માની
અનુભૂતિ વગર હોય નહિ. દિવ્ય– ધ્વનિમાંથી નીકળેલા જે બારઅંગ તેમાં પણ ભગવાને
શુદ્ધઆત્માની અનુભૂતિ કરવાનું કહ્યું છે, ને તેને જે મોક્ષમાર્ગ કહ્યો છે.
હે ભાઈ, આ આત્મવસ્તુ અનુભવ કરવા જેવી છે તેનો તું નિર્ણય કર, તેની
મહત્તાને લક્ષમાં લઈને તેની રુચિ કર,–ને તારા પ્રયત્નને તે તરફ વાળ. અંતરમાં
શીતળ–શીતળ ચૈતન્યબિંબ પડ્યું છે, જેની છાયામાં પરમ શાંતિ ને નિરાકુળતાનું વેદન
છે. જ્ઞાનસ્વરૂપ આત્મા તો આવા કાર્યને કરે તે તેનું ખરું કાર્ય છે.
જ્ઞાનમય આવા કાર્ય સિવાય બીજું કાર્ય તે સંસારનું કારણ છે; બીજું એટલે
શરીરાદિ જડનું કાર્ય નહિ પણ શુભ–અશુભ રાગાદિ ભાવો, તેને અજ્ઞાની સ્વકાર્ય
માનીને, તેનો તે કર્તા થાય છે. આ કાર્ય અજ્ઞાનીનું છે. ધર્માત્માની દ્રષ્ટિ શુદ્ધ સ્વદ્રવ્ય
ઉપર છે, તે દ્રષ્ટિમાં તેને નિર્મળભાવની ઉત્પત્તિ થાય છે, ને નિર્મળભાવ જ ધર્મીનું કાર્ય
છે. અહીં તો સાચો આત્મા જ તેને કહ્યો કે જે નિર્મળ જ્ઞાનભાવને કરે. રાગાદિ
અશુદ્ધતાને કરે તે આત્માનું સાચું સ્વરૂપ નથી. સ્વભાવ જેવો છે તેવો શ્રદ્ધા–જ્ઞાનમાં
લેતાં તેના જેવી નિર્મળ પરિણતિ