Atmadharma magazine - Ank 264
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 41
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૨
સળંગ અંક ૨૬૪
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 41
single page version

background image
તંત્રી: જગજીવન બાવચંદ દોશી
વર્ષ ૨૨: અંક ૧૨: વીર સં. ૨૪૯૧ આસો: October 1965
એકલો જાનેરે......
સર્વજ્ઞદેવે કહેલા આનંદદાયક એવા અમૃતપથરૂપ મોક્ષમાર્ગમાં સ્થિત
સમ્યગ્દ્રષ્ટિ કદાચ એક જ હોય તો તે એકલો પણ શોભનીક અને પ્રશંસનીક
છે. સમ્યગ્દ્રષ્ટિ ભલે કદાચ બહારની પ્રતિકૂળતા હોય તોપણ અંદરમાં એને
ચૈતન્યના આનંદની લહેર છે; પૂર્વકર્મનો પ્રતિકૂળ ઉદય તેને હલાવી શકતો
નથી. પ્રતિકૂળતાના ઉદય વચ્ચે પણ સમ્યગ્દ્રષ્ટિ જીવ મોક્ષમાર્ગમાં શોભે છે.
માટે કહે છે કે હે જીવ! ભલે પાપ કર્મનો ઉદય હોય તો પણ તું સમ્યક્ત્વની
આરાધનામાં નિશ્ચલ રહે.....સમ્યક્ત્વ વડે એકલો એકલો તારા સ્વકાર્યને
સાધ. પાપકર્મનોઉદય હોય તેથી કાંઈ સમ્યક્ત્વની કિંમત ચાલી જાય નહિ,
ઉલટું પાપકર્મ તો નિર્જરતું જાય છે. જગતમાં ઊંધીદ્રષ્ટિવાળા બીજા ભલે
સાથ ન આપે તોપણ સમ્યગ્દ્રષ્ટિ એકલો એકલો મોક્ષના માર્ગમાં
આનંદપૂર્વક ચાલ્યો જાય છે. જેમ જંગલમાં વનનો રાજા સિંહ એકલો પણ
શોભે છે તેમ સંસારમાં ચૈતન્યનો રાજા સમ્યગ્દ્રષ્ટિ એકલો પણ શોભે છે.
માટે હે જીવ! જગતમાં કોઈનો સાથ ન હોય તોપણ સમ્યગ્દર્શન વડે
મોક્ષમાર્ગમાં એકલો એકલો ચાલ્યો જા.....
(આ વિષયને લગતું, સમ્યક્ત્વની વિરલતા બતાવવું ને તેની આરાધનાનો
ઉત્સાહ જગાડતું એક વિસ્તૃત પ્રવચન હવે પછીના અંકમાં વાંચશોજી.)
૨૬૪

PDF/HTML Page 3 of 41
single page version

background image
મુ મુ ક્ષુ ની જી વ ન ભા વ ના
(મુમુક્ષુને જીવનમાં સદાય કેવી ભાવના હોય છે તેના દશ બોલ)
(૧) મેં મારા જીવનમાં સંતોની સેવાનું ને આત્માને સાધવાનું ધ્યેય અપનાવ્યું છે.
(૨) મારા આ સર્વોચ્ચ ધ્યેયની સિદ્ધિને માટે ઉત્કૃષ્ટ ઉત્સાહપૂર્વક મારે દિનરાત ઉદ્યમ
કરવાનો છે.
(૩) આવા ઉદ્યમવંત સાધર્મીજનો પ્રત્યે અત્યંત વાત્સલ્યભાવે વર્તીશ.
(૪) મારા ધ્યેયને સાધવા માટે જ્ઞાનભાવના અને વૈરાગ્યભાવના એ બે મારા સદાય
સાથીદાર છે. એમની સહાય વડે હું મારા ધ્યેયને સદાય તાજું રાખીશ.
(પ) જીવનમાં સુખ–દુઃખની ગમે તેવી ઉથલપાથલમાંય હું મારા ધ્યેયને કદી ઢીલું પડવા
નહિ દઉં, તે માટે ઉત્તમપુરુષોના આદર્શજીવનને સદાય મારી નજરસમક્ષ રાખીશ, ને
આરાધનાનો ઉત્સાહ વધારીશ.
(૬) દેવ–ગુરુ–શાસ્ત્રની સેવાના સત્કાર્યો માટે મારા જીવનને સદાય ઉત્સાહિત રાખીશ,
ને ઉલ્લાસપરિણામથી તેમાં પ્રવર્તીશ.
(૭) આ જીવન છે તે આત્મસાધના માટે જ છે, તેથી તેની ક્ષણ પણ નિષ્પ્રયોજન ન
વેડફાય, ને પ્રમાદ વગર આત્મસાધના માટે જ પ્રત્યેક ક્ષણ વીતે એ માટે સતત જાગૃત
રહીશ હરરોજ આત્મામાં ઊંડો ઊતરવાનો અભ્યાસ કરીશ.
(૮) મારા હિત માટે ગુરુદેવ વારંવાર કહે છે કે અરે જીવ! તું તારા સ્વભાવનો મહિમા
કર. ચારગતિના શરીર ને પરભાવોમાં વર્તતું તે શરમ છે; અશરીરી આત્મામાં ઉપયોગને
જોડીને તેને સ્વવિષય બનાવીને તેમાં ઠર....તો આ શરમજનક જન્મો છૂટે, ને ક્ષણક્ષણ
જે દુઃખ થાય છે તે મટે.
(૯) નિજસ્વરૂપની પ્રાપ્તિ તે આત્માર્થીનો મનોરથ છે. પોતાના સ્વરૂપ વગર
આત્માર્થીને એક ક્ષણ પણ ગમે નહિ.
(૧૦) સન્તો આપણને સદાય કેટલી આત્મપ્રેરણા આપી રહ્યા છે! જાણે સમ્યક્ત્વ જ
સાક્ષાત્ આપી રહ્યા છે. એમના જીવનનું સૂક્ષ્મતાથી અવલોકન કરતાં પણ સમ્યક્ત્વ
થઈ જાય. આવા સન્તો આપણી સમક્ષ બિરાજીને સદાય આપણા ઉપર મહાન કૃપા કરી
રહ્યા છે. એ કૃપાના પ્રતાપે આપણે આપણું સ્વાનુભવકાર્ય સાધી લેવાનું છે. જીવનમાં
બીજું બધું ભૂલી જઈને આ એક જ આત્મકાર્યમાં બધી તાકાત લગાવવાની છે.
પંચ પરમેષ્ઠી પ્રભુને નમસ્કાર હો.

PDF/HTML Page 4 of 41
single page version

background image
ગુરુદેવ કહે છે.
ગુરુદેવ વારંવાર કહે છે કે અરે જીવ! તું મહિમા તારા
સ્વભાવનો કર.
ચાર ગતિના શરીરને ધારણ કરવા તે તો શરમ છે.
અશરીરી આત્મામાં ઉપયોગ જોડીને, તેને સ્વ વિષય
બનાવીને તેમાં ઠર...તો આ શરમજનક જન્મો છૂટે.
નિજસ્વરૂપની પ્રાપ્તિ તે આત્માર્થીનો મનોરથ છે;
પોતાના સ્વરૂપ વગર એક ક્ષણ પણ આત્માર્થીને ગમે નહિ.
આત્મપ્રાપ્તિ વગરનું જીવન આત્માર્થી કેમ જીવી શકે?

નિજસ્વરૂપના અંતરંગ પ્રયાસથી સમ્યક્ત્વ અત્યંત
સુગમ હોવા છતાં જીવે આટલા બધા કાળ સુધી તે કાર્ય કેમ
ન કર્યું.–એનો પણ ખેદ છોડીને હવે પ્રસન્નતાથી ને ઉત્સાહથી
જીવે તે કાર્ય તત્કાળ કરવા જેવું છે. જાણે અત્યારે જ સત્સંગે
આત્મ ચિંતનથી સ્વાનુભવ કરીએ.
સંતો આપણને સદાય કેટલી આત્માની પ્રેરણા આપી
રહ્યા છે! જાણે સમ્યક્ત્વ જ સાક્ષાત્ આપી રહ્યા છે. એમના
જીવનનું સૂક્ષ્મતાથી અવલોકન કરતાં પણ સમ્યક્ત્વ થઈ
જાય–એવા સંતો આપણી સમક્ષ બિરાજીને સદાય આપણા
ઉપર મહાન કૃપા કરી રહ્યા છે. એ કૃપાના પ્રતાપે આપણે
આપણું સ્વાનુભવ–કાર્ય સાધી લેવાનું છે. અત્યારે તો
દુનિયામાં બીજું બધુંય ભૂલી જઈને આ એક જ કાર્યમાં
બધી તાકાત લગાવવાની છે.
(એક પત્ર)

PDF/HTML Page 5 of 41
single page version

background image
: ૨ : આત્મધર્મ : આસો :
: અનુભવ કરો...ને મોહને છોડો.
અનુભવ કરવાનો અવસર ક્્યો? તો કહે છે કે હમણાં, અત્યારે જ.
હે ભવ્ય! અત્યારે જ સ્વાનુભવ માટેનું ઉત્તમ ચોઘડીયું છે,
અત્યારે જ ઉત્તમ મુહૂર્ત છે; જ્યારે સ્વાનુભવ કર ત્યારે સ્વાનુભવનો
કાળ તે સર્વોત્તમ કાળ છે. માટે જગતની જંજાળની મોહજાળ તોડીને
તું સ્વાનુભવ અભ્યાસમાં લાગ સ્વાનુભવને માટે સંતોના પ્રતાપે
સબ અવસર આ ચૂકા હૈ.
–––––––
त्यजतु जगदिदानी मोहमाजन्मलीढं रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत।
इह कथमपि नात्माऽनात्मना साकमेकः किल कलयति काले क्वापि तादात्म्यवृत्तिम्।।
જગતને સંબોધીને કહે છે : હે જગત્! એટલે કે સંસારના સમસ્ત જીવો! તમે
જ્ઞાનના રસિયા થઈને પર સાથેની એકતાના મોહને છોડો; મિથ્યાત્વપરિણામને સર્વથા
છોડો.–
ક્્યારે? તત્કાલ....હમણાં જ...અત્યારે જ છોડો. અત્યારે જ એને છોડવાનો અવસર છે.
વાહ! જુઓ, આ સ્વાનુભવની પ્રેરણા! અત્યારે જ આવો સ્વાનુભવ કરો.
સ્વાનુભવનો આ અવસર છે.
આત્મા પર સાથે કદી એકમેક થઈ ગયો નથી, છતાં મોહથી જીવ તેની સાથે
એકપણું માની બેઠો છે....તેને કહે છે કે અરે જીવો! આ મોહને છોડવાના ટાણાં આવ્યા
છે, ચૈતન્યના આનંદને અનુભવવાના આ ટાણાં આવ્યા છે.–માટે સ્વાનુભવના રસિયા
થઈને તત્કાળ હમણાં અત્યારે જ મોહને છોડો. જ્યાં અંતરમાં શુદ્ધઆત્માને લક્ષમાં
લઈને તેનો રસિક–રુચિવંત થયો ત્યાં ક્ષણમાત્રમાં મોહ છૂટી શકે છે. મોહ ક્યારે છૂટશે?
એવા વિચારની વાત નથી; અરે, અત્યારે જ મોહને છોડવાનો અવસર છે. સ્વાનુભવનું
અત્યારે જ ઉત્તમ ચોઘડિયું છે.
પ્રવચનસારમાં પણ અમૃતચંદ્રાચાર્યદેવે કહ્યું છે કે–સ્યાદ્વાદવિદ્યાના બળથી
વિશુદ્ધ– જ્ઞાનની કળાવડે આ એક આખા શાશ્વત સ્વતત્ત્વને પ્રાપ્ત કરીને આજે જ
ભવ્યજીવો પરમ

PDF/HTML Page 6 of 41
single page version

background image
: આસો : આત્મધર્મ : ૩ :
અહો, આવું તત્ત્વ સંતોએ લક્ષગત કરાવ્યું, તો હે ભવ્ય જીવો! તમે વિલંબ વગર
કૂવામાં પડ્યો હોય ને બહાર નીકળવું હોય ત્યાં શું ચોઘડિયું જોવા બેસતો હશે?
ત્યાં શું વાયદા કરતો હશે? કે હમણાં નહિ પછી નીકળશું. સારૂં ચોઘડિયું આવે ત્યારે
નીકળશું–એમ વિચાર કરવા રોકાતો હશે? ના; ત્યાં તો તરત જ બહાર નીકળે છે તેમ હે
જીવ! તું અનાદિથી મિથ્યાત્વના કૂવામાં પડ્યો છે, હવે તેમાંથી તત્ક્ષણ બહાર નીકળ;
એક સૂક્ષ્મ કાળ–જરીક કાળ પણ એ મિથ્યાત્વનો આદર કરવા જેવું નથી. ‘હમણાં
અનુભવ નહિ પછી અનુભવ કરશું, હમણાં બીજાં કામ કરી લઈએ પછી અનુભવ કરશું
ને મોહ છોડશું–એમ જે વાયદા કરે તેને સ્વાનુભવનો ખરો પ્રેમ જાગ્યો નથી મોહનું દુઃખ
એને લાગ્યું નથી અરે દુઃખથી છૂટવા શું વાયદા કરાતા હશે? ના, તત્ક્ષણ મોહને સર્વથા
છોડો. ને સ્વાનુભવના પ્રત્યક્ષ સુખને તરત જ આસ્વાદો. એને માટેનો અત્યારે જ
અવસર છે.
सब अवसर आ चूका है। જ્યાં વાત કાને પડે ને અંદર ભિન્નતાનો ખ્યાલ
અંદરમાં સ્વભાવ અને પરભાવની ભિન્નતાનો જ્યાં ભાસ થયો કે તરત જ
પરભાવ સાથેની એકત્વબુદ્ધિ અત્યંત–જડમૂળથી છોડીને, શુદ્ધચૈતન્યવસ્તુને પ્રત્યક્ષ
આસ્વાદો.

PDF/HTML Page 7 of 41
single page version

background image
: ૪ : આત્મધર્મ : આસો :
એ ચૈતન્યવસ્તુનો આસ્વાદ પરમ સુખકર છે. આત્માનો રસિક થાય તેને અપૂર્વ આનંદ
આવ્યા વિના રહે નહિ. દેડકું કે હાથી, સિંહ કે વાઘ, ગાય, કે બકરી નારકી, દેવો,
મનુષ્યો, ૮ વર્ષનાં બાળક કે મોટા વૃદ્ધ, સ્ત્રી કે પુરુષ, બધાય જીવોને કહે છે કે હમણાં જ
મોહને છોડીને શુદ્ધઆત્માને અનુભવો. આત્માના રસિક થાય તે બધાયથી આવો
અનુભવ થઈ શકે છે. ને જેને શુદ્ધજ્ઞાનસ્વરૂપ રુચ્યું તેને તેના પરમ આનંદનો સાક્ષાત્
સ્વાદ આવે છે. એકલો અનુમાનગોચર રહ્યા કરે ને સાક્ષાત્ અનુભવરૂપ ન થાય–એમ
નથી. એના રસિયા થવું જોઈએ. એનો રસિયો થઈને, એટલે જગતનો રસ છોડીને,
સ્વમાં એકત્વ કર ને પર સાથેનું એકત્વ છોડ, તત્ક્ષણ છોડ, એમ કરતાં તત્ક્ષણ તને
ચૈતન્યના પરમ આનંદનો સાક્ષાત્ અનુભવ થશે.
પ્રશ્ન:– આમ કરવાથી શું ફળ આવે? શું કાર્યસિદ્ધિ થાય?
ઉત્તર:– પ્રથમ તો મહાદુઃખદાયી એવા મોહનો ત્યાગ થાય છે, ને
જ્ઞાનાનંદસ્વરૂપના અપૂર્વસુખનો અનુભવ થાય છે.–આમ સુખની અસ્તિ ને મોહની
નાસ્તિ; અર્થાત્ આનંદની પ્રાપ્તિ ને મોહનો ત્યાગ–એવી કાર્યસિદ્ધિ થાય છે, આ ઉત્તમ
ફળ છે. વારંવાર આવા સ્વાનુભવનો અભ્યાસ કરતાં વિભાવપરિણામ કે કર્મનો સંબંધ
જીવ સાથે એક ક્ષણ પણ રહેશે નહિ, તે જીવથી ભિન્નપણે જ રહેશે. એકવાર
સ્વાનુભવથી એકત્વબુદ્ધિ છૂટી તે છૂટી, ફરીને કદી તેમાં એકત્વબુદ્ધિ થવાની નથી.
પરિણતિ પરભાવથી જુદી પડી તે પડી, હવે તે પરિણતિમાં રાગાદિ પરભાવો કે
કર્મબંધન કદી એકમેક થવાના નથી; એક સમય પણ આત્મામાં તે ટકશે નહિ, કોઈ
પ્રકારે આત્મા સાથે તેની એકતા થશે નહિ. જુઓ, આ સ્વાનુભવવડે કાર્યસિદ્ધિ થઈ;
હમણાં જ મોહનો નાશ કરીને આવી કાર્યસિદ્ધિ કરો.–આમ સ્વાનુભવની જોસદાર પ્રેરણા
આપી છે.
ધર્મીજીવને ભેદજ્ઞાન થયું, સ્વાનુભવ થયો ને મોહ તૂટયો,–હવે પરભાવો કદી
સ્વરૂપમાં પ્રવેશવાના નથી, પરભાવો સાથે કદી એકતા થવાની નથી; જ્ઞાન કદી રાગાદિ
સાથે તન્મય થવાનું નથી. જ્ઞાન સદાય જ્ઞાનપણે જ રહેશે, સ્વમાં જ સદા એકત્વ રહેશે.
પહેલાં અજ્ઞાનથી બંધકરણશીલ હતો, તેનાથી છૂટીને હવે સ્વભાવનો અનુભવનશીલ
થયો, તે ફરીને ક્ષણમાત્ર પણ બંધન સાથે એકત્વ પામે નહિ. સ્વાનુભવવડે મોહનો નાશ
થતાં આવી અપૂર્વ દશા ખીલી.

PDF/HTML Page 8 of 41
single page version

background image
: આસો : આત્મધર્મ : પ :
સંતો ઊંઘતા જીવોને જગાડે છે
(સમયસાર કળશ ટીકા–પ્રવચનો)
*
આચાર્યદેવ ઊંઘતા જીવોને સંબોધન કરે છે કે અરે જીવો!
જાગો....તમારા ચૈતન્યનિધાનને દેખો. પરભાવોને નિજપદ માનીને
તે તરફ દોડી રહ્યા છો, પણ પાછા વળો...પાછો વળો...એ રાગાદિ
વિભાવમાં તમારું પદ નથી. તમારું પદ તો આ અત્યંત સુંદર
ચૈતન્યધામમય છે; આ તરફ આવો આ તરફ આવો. આ રીતે સન્તો
કરુણાપૂર્વક, પરભાવો તરફ વેગથી દોડી રહેલા પ્રાણીઓને
વાત્સલ્યની પુકાર કરીને પાછા વાળે છે ને નિજપદ દેખાડીને
સિદ્ધિના પંથે દોરી જાય છે.
પોતે સ્વાનુભવથી જે તત્ત્વ જાણ્યું તે તત્ત્વ દર્શાવતાં આચાર્યદેવ કહે છે કે હે
જીવો! અનાદિથી સ્વતત્ત્વને ભૂલીને મોહમાં સૂતા છો, હવે તો જાગો, ને તમારું
તત્ત્વ અંતરમાં અત્યંત શુદ્ધ છે તેને દેખો. આ શરીરાદિમાં કે રાગાદિ પરભાવમાં
તમારું નિજપદ નથી, તમારું નિજપદ તો શુદ્ધ ચૈતન્યધાતુમાં છે. સિદ્ધપદ
અંતરમાંથી પ્રગટે છે, કાંઈ બહારથી નથી આવતું. આવા સિદ્ધપદનો ધણી આત્મા
તેને ભૂલીને તમે રાગના ધણી થયા....શુદ્ધ આત્માને નહિ દેખનારા હે અંધ
પ્રાણીઓ! તમે મોહથી અંધ બનીને નિજ પદને ભૂલીને, પરભાવને જ નિજપદ
માનીને તેમાં લીન બન્યા છો, પણ એ પદ તમારું નથી,

PDF/HTML Page 9 of 41
single page version

background image
: ૬ : આત્મધર્મ : આસો :
નથી; માટે તમે જાગો ને આ તરફ આવો.....આ તરફ આવો અંતરમાં જે અત્યંત શુદ્ધ
ચૈતન્યધાતુ છે તે જ તમારું પદ છે, તેને સ્વાનુભવમાં લ્યો.
સંયોગ અને સંયોગની ઉપાધિથી થયેલા રાગદ્વેષભાવો તે તારું ઘર નથી, તે તારું
રહેઠાણ નથી, તેમાં તું નથી, તારે માટે તે અસ્થાન છે ચારે ગતિના જેટલા ઉપાધિભાવો
છે તેમાં તું નથી. તું તો તારા શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં છો, તેમાં જ તારું રહેઠાણ છે, માટે
હે અંધ! હવે તું જાગ ને પ્રતિબોધ પામ. તારા સ્વતત્ત્વને દેખ. અંતરમાં તેને
સ્વાનુભવમાં લે.
સામાન્યપણે ૨૧ પ્રકારના ઉદયભાવ ને વિશેષપણે અસંખ્ય પ્રકારના કે અનંત
પ્રકારના જે ઉદયભાવ તે એક્કેય તારું સ્વરૂપ નથી, એ તો બધા ઉપાધિરૂપ છે. કોઈ પણ
અનુકૂળ સામગ્રી કે કોઈ પણ પ્રતિકૂળ સામગ્રી તે જીવનું સ્વરૂપ નથી; ભગવાન
સર્વજ્ઞદેવે તો જીવનું સ્વરૂપ ઉપયોગમય જોયું છે, તે ઉપયોગને કદી પણ જડ સાથે કે
રાગ સાથે કદી એકમેકપણું નથી. માટે તેમાં એકતાબુદ્ધિ છોડ. આત્મા તો ઉપયોગમય
છે–એમ શુદ્ધ સ્વસત્તાનો દેખ. કઈ રીતે દેખ? કે સ્વાનુભવથી દેખ.
અરે, ત્રણલોકને સાક્ષાત્ દેખનારા ભગવાન સર્વજ્ઞદેવે તે બધા આત્મા સદાય
ઉપયોગસ્વરૂપ છે–એમ જોયું છે, સંતોએ સ્વાનુભવથી એવો જ આત્મા અનુભવ્યો છે,
અને આગમમાં પણ જીવને ઉપયોગસ્વરૂપ બતાવ્યો છે. આમ દેવગુરુ ને શાસ્ત્ર ત્રણેયે
ઉપયોગ– સ્વરૂપ આત્મા કહ્યો છે, પણ દેહ સ્વરૂપ કે રાગસ્વરૂપ કહ્યો નથી; તો તું તેને
દેહરૂપ ને રાગરૂપ કેમ અનુભવે છે? એ તો તારો મોહ છે, મોહથી અંધ બનીને તું તારા
સ્વરૂપને ભૂલ્યો છો. અહીં આચાર્યદેવ જગાડે છે કે હે જીવ! હવે તો જાગ! અનાદિથી
અત્યારસુધી તો મોહમાં સૂતો ને અંધ બન્યો, પણ હવે તો જાગ ને આંખ ખોલ. તારું
શુદ્ધસ્વરૂપ સંતોએ તને વારંવાર બતાવ્યું, તે સાંભળીને હવે તો જાગ....ને મોહબુદ્ધિ
છોડ! ફરીફરી કરુણાથી કહે છે કે અરે ભાઈ! આ તે તને કેમ શોભે? રાજા
રાજસિંહાસનને બદલે વિષ્ટાના ઉકરડામાં નિજપદ માનીને રખડે એ તે કાંઈ શોભે? તેમ
ચૈતન્યમય નિજપદને ભૂલીને આ ચૈતન્યરાજા પરભાવમાં સુવે એ તે કાંઈ તેને શોભે
છે? કરોડો રૂપિયાની કિંમતનો હીરો તેને કોઈ બે રૂપિયામાં વેચી નાંખે તો લોકમાં તે
મૂરખ કહેવાય, તેમ, અનંત મહિમાવંત આ ચૈતન્યહીરો, તેને ક્ષણિક પુણ્ય જેટલો
માનીને અજ્ઞાની રાગમાં વેંચી દે છે તે મોટો મૂરખ છે. અનંતા ઈન્દ્રપદ વડે પણ જેનાં
મૂલ્ય ન આંકી શકાય એવો આ ચિદાનંદસ્વભાવ, કે જેનું એક ક્ષણ ચિંતન કરતાં
કેવળજ્ઞાનાદિ પરમનિધાન પ્રગટે–એવા નિજપદને ભૂલીને અજ્ઞાની ક્ષણિક રાગ જેટલો
પોતાને માનીને, નિજનિધાનને રાગમાં વેંચી દે છે. તે અંધપ્રાણી નિજનિધાનને દેખતો
નથી. આચાર્યદેવ તેને પરમ કરુણાથી જગાડે છે. હે અંધપ્રાણી! હવે તું જાગ....અમે તને
તારું ધુ્રવપદ બતાવ્યું તેને તું જો. જગતમાં જેની કોઈ તૂલના કરી ન શકે એવા તારા
સ્વપદને તું અનુભવમાં લે.

PDF/HTML Page 10 of 41
single page version

background image
: આસો : આત્મધર્મ : ૭ :
આત્માનું સ્વરૂપ શુદ્ધ ઉપયોગરૂપ છે. શુદ્ધસ્વરૂપ આત્મા કથંચિત્ ઉપયોગરૂપ છે
ને કથંચિત્ રાગરૂપ છે–એમ દ્વિધાપણું નથી; આત્માનું શુદ્ધ પદ સર્વથા ઉપયોગરૂપ છે, ને
રાગાદિરૂપ સર્વથા નથી, જરાપણ નથી. ઉપાધિરૂપ રાગાદિભાવો તો ક્ષણિક માયાજાળ
જેવા છે, ક્ષણમાં તેનો લોપ થઈ જાય છે. પણ આ ચૈતન્યમય નિજપદ છે તે તો સ્થાયિ
છે, તે કાંઈ માયાજાળની જેમ ક્ષણિક નથી. હવે આવા સ્થાયિ નિજપદને હે જીવ! તું દેખ,
એટલે કે અત્યારે જ અનુભવમાં લે.
પ્રશ્ન:– મનુષ્યપણું તો દુર્લભ છે, તો તે આત્મા નથી–એમ કેમ કહો છો?
ઉત્તર:– વૈરાગ્યના ઉપદેશમાં એમ કહેવાય કે ભાઈ, આ મનુષ્યપણું પામીને તું
આત્માનું હિત કરી લે, કેમકે મનુષ્યપણું દુર્લભ છે. અહીં શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવતાં કહે
છે કે મનુષ્યપણું તે આત્મા નથી, ઉપયોગપણું તે જ આત્મા છે. મનુષ્યપણું દુર્લભ છે તે
વાત સાચી પણ તેથી કાંઈ તે આત્માનું સ્વરૂપ નથી. ‘હું મનુષ્ય છું’ એમ મનુષ્યપણાના
ભાવમાં ઊભા રહીને કાંઈ આત્મા નથી સધાતો, પણ ઉપયોગસ્વરૂપમાં આવીને આત્મા
સધાય છે,–ઉપયોગસ્વરૂપે આત્માને અનુભવે તો જ તે સધાય છે.
આ આત્મા ચૈતન્યસ્વરૂપ છે. પર્યાયમાં જે શુભ–અશુભ ભાવ કરે, તેના વડે જે
પુણ્ય–પાપ કર્મ બંધાય, ને તેના ફળમાં જે સુખ–દુઃખ મળે–તે બધાયથી (છએ બોલથી)
આત્માનું સ્વરૂપ જુદું છે. અજ્ઞાનીઓ અનાદિ કાળથી એ સંયોગને અને સંયોગી
પરભાવોના સ્વાદને જ પોતાનું સ્વરૂપ સમજીને આસ્વાદે છે, પણ એ સર્વ અનુભવ
જૂઠો છે, એટલે તેમાં આત્માના સ્વરૂપનો સાચો સ્વાદ નથી. આત્માનો સ્વાદ તો એ
બધાથી પાર શુદ્ધ– ચૈતન્યરસથી ભરપૂર છે. તે બતાવીને આચાર્યદેવ ભવ્યજીવોને
સંબોધન કરે છે કે અરે જીવો! પાછા વળો...પાછા વળો....એ રાગાદિ વિભાવમાં તમારું
પદ નથી, તમારું પદ તો આ ચૈતન્યમય અત્યંત શુદ્ધ છે, આ તરફ આવો...આ તરફ
આવો. રાગાદિ અશુદ્ધપર્યાયને આત્મા માનીને તમે તે તરફ દોડી રહ્યા છો પણ તે માર્ગે
મત જાઓ...મત જાઓ કેમકે એ માર્ગ તમારો નથી, એ સ્વરૂપ તમારું નથી. આ શુદ્ધ
ચૈતન્યપણે અનુભવાય છે તે જ તમારું પદ છે, તે જ તમારો માર્ગ છે, માટે આ તરફ
આવો રે.....આ તરફ આવો (જુઓ ચિત્ર)
જુઓ તો ખરા, સંતો કેવી કરુણા કરીને નિજપદ બતાવે છે. પરભાવો તરફ
વેગથી દોડતા પ્રાણીઓને વાત્સલ્યથી પુકાર કરીને પાછા વાળે છે કે અરે જીવો! એ
માર્ગેથી પાછા વળે. આ તરફ અંતર સ્વભાવમાં આવો. જેમ માર્ગ ભૂલેલા માણસને
કોઈ સજ્જન હાકલ કરીને સત્યમાર્ગે પાછો વાળે, તેમ અહીં સત્ય સ્વરૂપનો માર્ગ
ભૂલીને પરભાવના વેગે ચડેલા જીવોને સંતો હાકલ કરીને સત્યમાર્ગે પાછા વાળે છે.
જેવું શુદ્ધસ્વરૂપ છે તેવું દેખાડીને તે તરફ બોલાવે છે કે અરે જીવો! આ તરફ આવો.
અમારા સમસ્ત વૈભવથી આત્માનું શુદ્ધપદ અમે દેખાડીએ છીએ તેને અનુભવમાં લ્યો.
રાગનો અનુભવ છોડો.

PDF/HTML Page 11 of 41
single page version

background image
: ૮ : આત્મધર્મ : આસો :
નિર્વિકલ્પ અનુભવ
નિર્વિકલ્પ અનુભવથી જ સાધકદશાની શરૂઆત થાય છે. એ
દશાનો આનંદ વિકલ્પથી પણ ન ચિંતવી શકાય એવો છે.
નિર્વિકલ્પ અનુભવ વખતે જ્ઞાન અતીન્દ્રિય થઈને
પ્રત્યક્ષસ્વાનુભવ કરે છે, એ વખતના આનંદની ખાસ વિશેષતા
છે, એનો અચિંત્ય મહિમા છે. સ્વાનુભવનો આવો મહિમા
સાંભળતાં કોઈને એમ થાય કે આવો અનુભવ તો કોઈ મોટા
મોટા મુનિઓને જ થતો હશે! અમારા જેવા ગૃહસ્થને આવો
અનુભવ થતો હશે કે નહિ? તેનું સમાધાન કરતાં અહીં બતાવ્યું છે
કે એવો નિર્વિકલ્પ સ્વાનુભવ ચોથા ગુણસ્થાનથી જ થાય છે,
એવો અનુભવ થાય ત્યારે જ ચોથું ગુણસ્થાન થાય છે. આવો
અનુભવ થયા પછી ગુણસ્થાનઅનુસાર પરિણામની મગ્નતા
વધતી જાય છે. આવો સ્વાનુભવ કરવાની તૈયારીવાળા જીવની
દશા કેવી હોય તે પણ આમાં બતાવ્યું છે. જીવે શુદ્ધાત્માના
ચિંતનનો અભ્યાસ કરવો જોઈએ. અનુભવના કાળે શ્રાવકને મુનિ
સમાન ગણ્યો છે. સંસારમાં ગમે તેવા કલેશ પ્રસંગો કે
પ્રતિકૂળતાના પ્રસંગો આવે, પણ જ્યાં ચૈતન્યના ધ્યાનની સ્ફૂરણા
થઈ ત્યાં તે બધાય કલેશો ક્્યાંય ભાગી જાય છે. ચિદાનંદ હંસલાનું
સ્મરણ કરતાં જ દુનિયાના કલેશો દૂર ભાગે છે. ચૈતન્યના
ચિન્તનમાં એકલી આંનદની જ ધારા વહે છે. અનુભવી જીવની
અંદરની દશા કોઈ ઓર હોય છે.
પ્રશ્ન:– એવો અનુભવ કયા ગુણસ્થાનમાં કહ્યો છે?
સમાધાન:– ચોથા ગુણસ્થાનથી જ થાય છે. પરંતુ ચોથા ગુણસ્થાને તો ઘણા
કાળના અંતરાલે થાય છે, અને ઉપરના ગુણસ્થાને શીઘ્ર શીઘ્ર થાય છે.
ચોથા ગુણસ્થાનની શરૂઆત જ આવા નિર્વિકલ્પ સ્વાનુભવપૂર્વક થાય છે.
સમ્યગ્દર્શન કહો, ચોથું ગુણસ્થાન કહો કે ધર્મની શરૂઆત કહો તે આવા સ્વાનુભવ
વગર થતી નથી. સ્વાનુભવને પ્રત્યક્ષ કહ્યો, તેમાં અતીન્દ્રિય વચનાતીત આનંદ કહ્યો,
તેમાં કોઈ વિકલ્પ નથી એમ કહ્યું, તેથી કોઈને પ્રશ્ન ઊઠે કે આવો ઊંચો –અતીન્દ્રિય,
પ્રત્યક્ષ સ્વાનુભવ કોને થતો હશે?–તો કહે છે કે આવો અનુભવ ચોથા ગુણસ્થાનથી જ
થાય છે. આવી નિર્વિકલ્પ આનંદદશા ગૃહસ્થપણામાં રહેલા સમ્યગ્દ્રષ્ટિને પણ મતિ–
શ્રુતજ્ઞાનવડે થાય છે.

PDF/HTML Page 12 of 41
single page version

background image
: આસો : આત્મધર્મ : ૯ :
ચોથા ગુણસ્થાને વિશેષ–વિશેષકાળનાં અંતરે કોઈ કોઈવાર આવો અનુભવ થાય છે.
પહેલી વાર જ્યારે ચોથું ગુણસ્થાન પ્રગટ્યું ત્યારે તો નિર્વિકલ્પઅનુભવ થયો જ હતો,
પણ પછી ફરીને એવો અનુભવ અમુક વિશેષકાળના અંતરે થાય છે ને પછી ઉપર–
ઉપરના ગુણસ્થાને તેવો અનુભવ વારંવાર થાય છે. પાંચમા ગુણસ્થાને ચોથા કરતાં
અલ્પ અલ્પકાળના અંતરે અનુભવ થાય છે; (ચોથા ગુણસ્થાનવાળા કોઈ જીવને
કોઈકવાર તુરત જ એવો અનુભવ થાય તે જુદી વાત છે.) અને છઠ્ઠા–સાતમા
ગુણસ્થાનવર્તી મુનિને તો વારંવાર અંતર્મુહૂર્તમાં જ નિયમથી વિકલ્પ તૂટીને સ્વાનુભવ
થયા જ કરે છે. સમ્યગ્દ્રષ્ટિને ચોથા ગુણસ્થાને વધુમાં વધુ કેટલા અંતરે સ્વાનુભવ થાય–
એ સંબંધી કોઈ ચોક્કસ માપ જાણવામાં આવતું નથી છઠ્ઠાસાતમા ગુણસ્થાનવર્તી મુનિને
માટે તો નિયમ છે કે અંતર્મુહૂર્તમાં નિર્વિકલ્પ ઉપયોગ થાય જ; નહિતર મુનિદશા જ ન
ટકે. મુનિદશામાં કદી એમ ન બને કે લાંબા કાળસુધી નિર્વિકલ્પઅનુભવ ન આવે ને
બાહ્યપ્રવૃત્તિમાં (સવિકલ્પદશામાં) જ રહ્યા કરે. ત્યાં તો અંતર્મુહૂર્તમાં નિયમથી
નિર્વિકલ્પધ્યાન થાય જ છે. મુનિદશામાં કોઈ જીવ ભલે લાખો–કરોડો વર્ષો રહે અને તે
દરમિયાન છઠ્ઠું–સાતમું ગુણસ્થાન વારંવાર અંતર્મુહૂર્તમાં આવ્યા કરે, એ રીતે
સમુચ્ચયપણે તેને છઠ્ઠા ગુણસ્થાનનો કાળ ભલે લાખો–કરોડો વર્ષો થઈ જાય, પણ
એકસાથે અંતર્મુહૂર્તથી વિશેષ કાળ છઠ્ઠું ગુણસ્થાન રહી શકે જ નહીં. છઠ્ઠા ગુણસ્થાનનો
કાળ જ અતર્મુહૂર્તથી વધુ નથી, પછી લાંબો વખત ઊંઘવાની તો વાત જ શી? ભગવાને
છઠ્ઠા ગુણસ્થાનનો જે ઉત્કૃષ્ટકાળ કહ્યો છે તે ઉત્કૃષ્ટકાળ પણ એવા જીવને જ હોય છે કે
જે ત્યાંથી પાછો મિથ્યાત્વમાં જવાનો હોય. બીજા જીવોને એવો ઉત્કૃષ્ટકાળ હોતો નથી,
તેને તો તેથી ઓછા કાળમાં વિકલ્પ તૂટીને સાતમું ગુણસ્થાન આવી જાય છે. મુનિઓ
વારંવાર નિર્વિકલ્પરસ પીએ છે.
અહો, નિર્વિકલ્પતા તે તો અમૃત છે.
બધા મુનિઓને સવિકલ્પ વખતે છઠ્ઠું ને ક્ષણમાં નિર્વિકલ્પધ્યાન થતાં સાતમું
ગુણસ્થાન થાય છે. જેમ સમ્યગ્દર્શન નિર્વિકલ્પ–સ્વાનુભવપૂર્વક પ્રગટે છે તેમ મુનિદશા
પણ નિર્વિકલ્પધ્યાનમાં જ પ્રગટે છે,–પહેલાં ધ્યાનમાં સાતમું ગુણસ્થાન પ્રગટે ને પછી
વિકલ્પ ઊઠતાં છઠ્ઠે આવે. મુનિને તો વારંવાર નિર્વિકલ્પધ્યાન થાય છે. એ તો
કેવળજ્ઞાનના એકદમ નજીકના પાડોશી છે. અહા, વારંવાર શુદ્ધોપયોગના આનંદમાં
ઝૂલતા એ મુનિની અંર્તદશાની શી વાત! અરે, સમ્યગ્દ્રષ્ટિ–શ્રાવકને પણ ધ્યાન વખતે
તો મુનિ જેવો ગણ્યો છે. હું શ્રાવક છું કે મુનિ છું–એવો કોઈ વિકલ્પ જ એને નથી, એને
તો ધ્યાન વખતે આનંદના વેદનમાં જ લીનતા છે. ચોથા ગુણસ્થાને આવો અનુભવ
કોઈકવાર થાય છે, પછી જેમ જેમ ભૂમિકા વધતી જાય છે. તેમ તેમ કાળ અપેક્ષાએ
વારંવાર થાય છે ને ભાવ અપેક્ષાએ લીનતા વધતી જાય છે.

PDF/HTML Page 13 of 41
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : આસો :
ચોથા ગુણસ્થાને સ્વાનુભવ લાંબા કાળના અંતરે થવાનું કહ્યું અને ઉપરના
ગુણસ્થાને તે શીઘ્ર શીઘ્ર થવાનું કહ્યું; આ રીતે ગુણસ્થાન–અનુસાર માત્ર કાળના
અંતરની જ અનુભવમાં વિશેષતા છે કે બીજી કોઈ વિશેષતા છે? તો કહે છે કે
પરિણામોની લીનતામાં પણ વિશેષતા છે. સ્વાનુભવની જાત તો બધા ગુણસ્થાનોમાં
એક છે, ચૈતન્યસ્વભાવમાં જ બધાયનો ઉપયોગ લાગેલો છે પણ તેમાં પરિણામની
મગ્નતા ગુણસ્થાનઅનુસાર વધતી જાય છે. સાતમા ગુણસ્થાને સ્વાનુભવમાં જેવી
લીનતા છે તેવી તીવ્ર લીનતા ચોથા ગુણસ્થાને નથી; એ રીતે નિર્વિકલ્પતા બંનેને હોવા
છતાં પરિણામની મગ્નતામાં વિશેષતા છે. જેમ કોઈ બે પુરુષો સમાનક્રિયા કરતા હોય,–
ભગવાનનું નામ લેતા હોય, સ્નાન કરતા હોય કે ભોજનાદિ કરતા હોય, બંનેના
પરિણામ તેમાં લાગેલા હોય છતાં પરિણામની એકાગ્રતામાં બંનેને ફેર હોય છે, કોઈના
પરિણામ તેમાં મંદપણે લાગેલા હોય ને કોઈના તીવ્રપણે લાગેલા હોય; ત્યાં બંનેનો
ઉપયોગ તો એક જ કાર્યમાં લાગેલો છે પણ એકના પરિણામ તે કાર્યમાં મંદપણે વર્તે છે
ને બીજાના પરિણામ તેમાં તીવ્રપણે વર્તે છે; તેમ ચોથા ગુણસ્થાને નિર્વિકલ્પતા હોય ને
સાતમા ગુણસ્થાને નિર્વિકલ્પતા હોય,–ત્યાં તે બંનેનો ઉપયોગ તો આત્માને વિષે
અનુભવમાં જ લાગેલો છે, પરંતુ ચોથા કરતાં સાતમા ગુણસ્થાને સ્વરૂપમાં પરિણામની
મગ્નતા ઘણી છે; અંદર અબુદ્ધિપૂર્વકનો રાગ ઘણો મંદ છે. ચોથા ગુણસ્થાને સ્વાનુભવ
વખતે પણ અંદર અબુદ્ધિપૂર્વક (ભલે મંદ) ત્રણ કષાય ચોકડી વિદ્યમાન છે, અને
સાતમા ગુણસ્થાને માત્ર એક સંજ્વલન કષાયચોકડી જ બાકી છે. સ્વાનુભવમાં
પરિણામોની લીનતા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ કષાયોનો અભાવ થતો જાય છે.
આ પ્રકારે સ્વાનુભવની ગુણસ્થાનઅનુસાર વિશેષતા જાણવી. જેમ જેમ
ગુણસ્થાન વધતું જાય તેમ તેમ કષાયો ઘટતા જાય ને સ્વરૂપમાં લીનતા વધતી જાય.
ધર્મીને ગુણસ્થાન અનુસાર જેટલી શુદ્ધી થઈને જેટલી વીતરાગતા થઈ તેટલી શુદ્ધી ને
વીતરાગતા તો પર તરફના ઉપયોગ વખતે પણ ટકી રહે છે ને તેટલું તો બંધન તેને થતું
જ નથી. ચોથા ગુણસ્થાને નિર્વિકલ્પધ્યાનમાં હોય તોપણ ત્યાં અનંતાનુબંધી સિવાયના
ત્રણે કષાયનું અસ્તિત્વ છે, ને છઠ્ઠા ગુણસ્થાને શુભવિકલ્પમાં વર્તતા હોય તોપણ ત્યાં
અપ્રત્યાખ્યાનાવરણ કે પ્રત્યાખ્યાનાવરણ કષાય નથી, માત્ર સંજ્વલન કષાય છે; એટલે
સ્વાનુભૂતિમાં ન હોય તેથી તેને બીજા કરતાં વધુ કષાયો હોય–એમ નથી. પણ એટલું
ખરું કે એક જ ભૂમિકાવાળો જીવ તે સવિકલ્પદશામાં હોય તેના કરતાં નિર્વિકલ્પદશા
વખતે તેને કષાયો ઘણા જ મંદ થઈ જાય છે. ચોથાગુણસ્થાને સ્ત્રીપુત્રાદિવાળા શ્રાવકને,
અરે! આઠ વર્ષની બાલિકાને કે તીર્યંચને પણ એ નિર્વિકલ્પદશા વખતે બુદ્ધિપૂર્વકના
બધા રાગદ્વેષ છૂટી ગયા હોય છે, માત્ર ચૈતન્યગોળો–આનંદના સાગરથી ઊલ્લસતો–
દેહથી

PDF/HTML Page 14 of 41
single page version

background image
: આસો : આત્મધર્મ : ૧૧ :
ભિન્ન અનુભવાય છે. એટલે આવા ધ્યાન વખતે તો શ્રાવકને પણ મુનિસમાન ગણ્યો છે.
એ ધ્યાનમાં જ્ઞાનાદિની નિર્મળતા પણ વધતી જાય છે, પરિણામની સ્થિરતા પણ વધતી
જાય છે.
જ્ઞાની સંસારમાં ગૃહસ્થપણામાં રહ્યા હોય, રાગ–દ્વેષ ક્રોધાદિ કલેશપરિણામ
અમુક થતા હોય, પણ એને એની લાળ લંબાતી નથી; સંસારના ગમે તેવા કલેશપ્રસંગો
કે પ્રતિકૂળતાના પ્રસંગો આવે, પણ જ્યાં ચૈતન્યના ધ્યાનની સ્ફૂરણા થઈ ત્યાં તે બધાય
કલેશ ક્્યાંય ભાગી જાય છે; ગમે તેવા પ્રસંગમાંય એના શ્રદ્ધા–જ્ઞાન ઘેરાઈ જતા નથી.
જ્યાં ચિદાનંદ–હંસલાનું સ્મરણ કર્યું ત્યાં જ દુનિયાના બધા કલેશો દૂર ભાગી જાય છે;
તો એ ચૈતન્યના અનુભવમાં તો કલેશ કેવો? એમાં તો એકલો આનંદ છે....એકલી
આનંદની જ ધારા વહે છે. માટે કહે છે કે અરે જીવો! આ ચૈતન્યસ્વરૂપના ચિંતનમાં
કલેશ તો જરાપણ નથી ને તેનું ફળ મહાન છે, મહાન સુખની તેના ચિંતનમાં પ્રાપ્તિ થાય
છે, તો એને કેમ ધ્યાનમાં ચિંતવતા નથી? ને કેમ બહાર જ ઉપયોગને ભમાવો છે?
જ્ઞાનીને બીજું બધું ભલે દેખાય પણ અંદર ચૈતન્યની જડીબુટ્ટી હાથમાં રાખી છે.
સંસારના ઝેરને ઉતારી નાખનારી આ જડીબુટ્ટી સૂંઘતાં સંસારના એના થાક ક્ષણભરમાં
ઊતરી જાય છે.
જીવે શુદ્ધાત્માના ચિંતનનો અભ્યાસ કરવો જોઈએ. જેને ચૈતન્યના સ્વાનુભવનો
રંગ લાગે એને સંસારનો રંગ ઊતરી જાય. ભાઈ, તું અશુભ, ને શુભ બંનેથી દૂર થા
ત્યારે શુદ્ધાત્માનું ચિંતન થશે. જેને હજી પાપના તીવ્ર કષાયોની પણ નિવૃત્તિ નથી, દેવ–
ગુરુની ભક્તિ, ધર્માત્માનું બહુમાન, સાધર્મીઓનો પ્રેમ વગેરે અત્યંત મંદકષાયની
ભૂમિકામાં પણ જે નથી આવ્યો, તે અકષાય ચૈતન્યનું નિર્વિકલ્પધ્યાન ક્્યાંથી કરશે?
પહેલાં બધાય કષાયનો (શુભ–અશુભનો) રંગ અંદરથી ઊડી જાય....જ્યાં એનો રંગ
ઊડી જાય ત્યાં એની અત્યંત મંદતા તો સહેજે થઈ જ જાય, ને પછી ચૈતન્યનો રંગ
ચડતાં તેની અનુભૂતિ પ્રગટે. બાકી પરિણામને એકદમ શાન્ત કર્યા વગર એમને એમ
અનુભવ કરવા માંગે તો થાય નહીં. અહા, અનુભવી જીવની અંદરની દશા કોઈ ઓર
હોય છે!
આ પ્રમાણે નિર્વિકલ્પ અનુભવનું સ્વરૂપ ઘણા પ્રકારે સ્પષ્ટ કર્યું. સમ્યગ્દ્રષ્ટિને
ચોથા ગુણસ્થાને પણ આવો અનુભવ થાય છે એ પણ ખાસ બતાવ્યું. આ રીતે
સમ્યક્ત્વની અને સ્વાનુભવની અલૌકિક ચર્ચા કરી. જુઓ, સાધર્મીઓ અરસપરસ
સમ્યગ્દર્શનની ને સ્વાનુભવની કેવી સરસ ચર્ચા કરે તે આમાં દેખાય છે. ધર્માત્મા
એકબીજાના સંગમાં હોય તે અનુભવની અલૌકિક ચર્ચા કરતા હોય છે. જેમ બે વેપારી
ભેગા થાય તો વેપારની ને ભાવતાલની વાતો કરે, બે ચોર ભેગા થાય તો ચોરીની ચર્ચા
કરે, તેમ બે ધર્મી ભેગા થાય તો સ્વાનુભવની વાત કરે. જેને જે વાત પ્રિય લાગે તેનું જ
તે ઘોલન કરે છે, મુમુક્ષુએ સ્વાનુભવનું સ્વરૂપ સમજીને સતત તેનો અભ્યાસ કર્તવ્ય છે.

PDF/HTML Page 15 of 41
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : આસો :
પરમાત્મતત્ત્વની ભાવનાનું ફળ
અને તેની ભાવનાનું પ્રોત્સાહન
*
પરમાત્મપ્રકાશ એટલે શુદ્ધ પરમ–
આત્મતત્ત્વની ભાવનાનું શાંત ઝરણું...જેની ભાવના
પરમ આનંદ આપે....જેની ભાવનાથી સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્ર પમાય....જેની ભાવનાથી સિદ્ધપદ
ભાવનાનું ફળ બતાવીને શિષ્યજનોને તેમાં
પ્રોત્સાહિત કરે છે.
(ભાદરવા વદ છઠ્ઠે પરમાત્મપ્રકાશની પૂર્ણતા પ્રસંગનું ભાવવાહી પ્રવચન)
*
શ્રી યોગન્દુદેવે પરમાત્મપ્રકાશમાં દેહાદિથી ભિન્ન પરમાત્મસ્વરૂપનું વર્ણન કરીને,
વારંવાર શુદ્ધ આત્મતત્ત્વની ભાવનાનું ઘોલન કર્યું. હવે છેલ્લી ગાથામાં, આવા
પરમાત્મ– તત્ત્વની ભાવનાનું ઉત્તમ ફળ બતાવીને શિષ્યજનોને તેનું પ્રોત્સાહન આપે
છે.:–
(સ્રગ્ધરા: ક્્યારે એ માનસ્તંભે.....એ રાગ)
जं तत्तं णाणरूवं परम मुणिगणा णिच्च झायंति चिते
जं तत्तं देहचत्तं णिवसइ भुवणे सव्व देहीण देहे।
जं तत्तं दिव्वदेहं तिहुवणगुरुगं सिज्झए संतजीवे
तं तत्तं जस्स सुद्धं फुरइ णियमणे पावए सो हि सिद्धि।।२१३।।
અહો, અનંત આનંદનો ભંડાર જેમાં ભર્યો છે એવું આ ચૈતન્ય પરમ તત્ત્વ, તે
ધ્યાનવડે જેના અંતરમાં સ્ફૂરાયમાન થાય છે તે જીવ મોક્ષરૂપ પરમ આનંદને પામે છે.
પરમ ભાવના કરવા યોગ્ય આ તત્ત્વ કેવું છે? કે જે તત્ત્વ જ્ઞાનરૂપ છે, મુનિવરોનો સમૂહ
આરાધે છે; વળી જે તત્ત્વ દેહથી છૂટું છે, લોકમાં બધા દેહીના દેહમાં જે તત્ત્વ વસી રહ્યું
છે, દરેક આત્મા શરીરથી ભિન્ન આવા પરમ તત્ત્વરૂપ છે; તારું આવું પરમ

PDF/HTML Page 16 of 41
single page version

background image
: આસો : આત્મધર્મ : ૧૩ :
અરે, પરમ તત્ત્વ અનંતગુણથી ભરેલું તારામાં મોજુદ છે, તેનો તો તું દેખતો
શરીરનું તારામાં અસ્તિત્વ જ નથી, તેની ભાવના શી? જે પરચીજ પોતાથી સદા
તો

PDF/HTML Page 17 of 41
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : આસો :
ભ્રમણા છે ને તે ભ્રમણનું કારણ છે. એ ભ્રમણા છોડ....ને અમે દેહથી ભિન્ન જે પરમાત્મ
તત્ત્વ વારંવાર બતાવ્યું તેને ઓળખીને તેની ભાવના કર. તે ભાવના ભ્રમણ ટાળીને
સિદ્ધપદનું કારણ છે.
અહા, જેની ભાવનાનું આવું ઈષ્ટ ફળ, તે તત્ત્વની ભાવના કોણ ન ભાવે? સર્વ
જીવોએ સદાકાળ સર્વ પ્રકારે શુદ્ધ આત્મતત્ત્વની ભાવના કરવા જેવી છે. એ જ સર્વ
શાસ્ત્રોનું તાત્પર્ય છે.
કેવળજ્ઞાનને પ્રાપ્ત ભગવાનનો જય હો–એવા મંગલઆશીર્વાદરૂપ નમસ્કારપૂર્વક
શાસ્ત્ર સમાપ્ત કરે છે. –
(માલિની)
परमपयगयाणं भासओ दिव्वकाओ मणसि मुणिवराणं मुक्खदो दिव्वजोओ।
विसयसुहरयाणं दुल्लहो जो हु लोए जयउ सिवसरुवो केवलो को वि बोहो।। २१४।।
સંતો પોતે આવા પરમાત્મપદને સાધી રહ્યા છે, તેની ઉત્કૃષ્ટ ભક્તિથી કહે છે કે
અહો આવું પરમાત્મપદ જેમણે પ્રગટ કર્યું એવા પરમાત્મા જયવંત વર્તો....વૃદ્ધિગત
હોય.....એટલે અમારે પણ સાધકભાવની વૃદ્ધિ થઈને આવું પરમાત્મપદ પ્રગટ હો.
ભગવાનનો આત્મા તો સ્વચ્છ સ્વપરપ્રકાશી થઈ ગયો ને તેમનો દેહ પણ
પરમ– ઔદારિક એવો સ્વચ્છ દિવ્ય થઈ ગયો કે જેમાં રોગાદિ ન હોય; હજારો સૂર્ય
જેવા તેજસ્વી એ દેહમાં જોનારને પોતાના આગલા પાછલા સાત ભવ દેખાય.
(ભવિષ્યના ભવ હોય તો દેખાય) સંતધર્માત્માઓ અને મુનિવરો અંતરમાં પોતાના
આવા પરમતત્ત્વ સ્વરૂપને ધ્યાનવડે દેખે છે. પરમૌદારિક દેહથી પણ આત્મા ભિન્ન છે.
આવું પરમચૈતન્ય તત્ત્વ મોક્ષનું દેનાર છે. નિમિત્તપણે અર્હંતપરમાત્મા પણ મોક્ષના
દેનાર છે. કેવલ જ્ઞાનસ્વભાવી આ અતીન્દ્રિય પરમાત્મપદ, તેને ઈંદ્રિયવિષયોમાં લુબ્ધ
જીવો પામી શકતા નથી. ઈંદ્રિયસુખો તો અતીન્દ્રિયસુખથી વિપરીત છે, એ બંનેની રુચિ
એક સાથે હોઈ શકે નહિ. જગતના જીવો વિષયોમાં લુબ્ધ છે તેમને આ
પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ દુર્લભ છે. અંતરમાં ધ્યાનવડે જેઓ આવા પરમાત્મપદને પામ્યા
તે પરમાત્માનો જય હો.
પરમાત્મતત્ત્વ તે અંતર્મુખ અવલોકનનો વિષય છે, તે બાહ્યવિષયો તરફના
વલણથી અનુભવમાં આવે નહિ. શ્રીમદ્ રાજચંદ્રજી પણ છેલ્લે કહે છે કે–
ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર,
અંર્તમુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.

PDF/HTML Page 18 of 41
single page version

background image
: આસો : આત્મધર્મ : ૧પ :
બહિર્મુખ અવલોકનરૂપ મોહથી આ સંસાર છે, તે અંતર્મુખ અવલોકનવડે ક્ષણમાં
આ રીતે મંગલપૂર્વક પરમાત્મપ્રકાશ ગ્રંથ પૂર્ણ થયો.
આ પરમાત્મપ્રકાશ–ગં્રથની ટીકાનું વ્યાખ્યાન જાણીને ભવ્ય જીવોએ કેવી
પરમાત્મપ્રકાશનું વ્યાખ્યાન જાણીને ભવ્યજીવોએ શું કરવું? તો કહે છે કે શુદ્ધ
सहजशुद्ध ज्ञानानन्द एकस्वभावोहं’–હું સહજ શુદ્ધ જ્ઞાનાનંદએકસ્વભાવ છું.
‘निर्विकल्पोहं’ નિર્વિકલ્પ છું. વચ્ચે વિકલ્પ આવે તે હું નહિ, હું નિર્વિકલ્પ છું.
उदासीनोहં–હું ઉદાસીન છું. જગતથી નિરપેક્ષ, જગતથી જુદો હું મારા
સ્વભાવમાં વર્તું છું. ઉત્કૃષ્ટ એવું મારૂં ચૈતન્યસ્વરૂપ તે જ મારૂં આસન છે, તેમાં જ મારો
વાસ છે.
***

PDF/HTML Page 19 of 41
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : આસો :
જે પરને સાધન માને કે પરમાં સુખ માને તે પરથી ઉદાસીન થાય નહિ. સ્વભાવને
પોતાથી પરિપૂર્ણ જાણીને તે તરફ વળ્‌યો ત્યાં જગતના સમસ્ત અન્ય પદાર્થો પ્રત્યે સાચી
ઉદાસીનતા થઈ.
સહજ શુદ્ધજ્ઞાનાનંદસ્વભાવ તો ત્રિકાળ છે, પણ તેની પ્રાપ્તિ અને અનુભવ કેમ
થાય? તે બતાવે છે.
निजनिरंजन शुद्धात्मसम्यक् श्रद्धानज्ञानानुष्ठानरूप निश्चय रत्नत्रयात्मक
निर्विकल्पसमाधिसंजात वीतरागसहजानन्दरूप सुखानुभूतिमात्र लक्षणेन
स्वसंवेदनज्ञानेन स्वसंवेद्यो गम्यो प्राप्योऽहं।
...” નિજ નિરંજન શુદ્ધ આત્માના સમ્યક્
શ્રદ્ધાન–જ્ઞાન–અનુષ્ઠાનરૂપ નિશ્ચયરત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિમાં ઉત્પન્ન એવા
વીતરાગ સહજ આનંદરૂપ સુખઅનુભૂતિમાત્ર લક્ષણથી એટલે કે સ્વસંવેદનજ્ઞાનથી
સ્વસંવેદ્ય ગમ્ય ને પ્રાપ્ત થાઉં એવો હું છું, જુઓ, સ્વરૂપ કેવું છે ને તેની પ્રાપ્તિ કેમ થાય–
અનુભવ કેમ થાય, એ બંને વાત ભેગી બતાવે છે. નિશ્ચય રત્નત્રયવડે મારી પ્રાપ્તિ થાય
છે, રાગરૂપ કે વિકલ્પરૂપ વ્યવહાર રત્નત્રયવડે મારી પ્રાપ્તિ થતી નથી. સ્વસંવેદનજ્ઞાનથી
જ અનુભવમાં આવું એવો હું છું; સ્વસંવેદનજ્ઞાન રાગ વગરનું વીતરાગ સહજ આનંદના
અનુભવરૂપ છે. આવા અનુભવ વગર બીજા ઉપાયથી શુદ્ધાત્માની પ્રાપ્તિ કે સમ્યક્ત્વાદિ
થાય નહિ.
षट्खंडागम વગેરેમાં નિજબિંબદર્શન વગેરેને સમ્યક્ત્વની ઉત્પત્તિના
બાહ્યકારણમાં ગણ્યા છે, પણ તે તો નિમિત્ત બતાવ્યું છે; ત્યાં પણ આવી અંતરની
અનુભૂતિ વગર તો જિનબિંબદર્શન વગેરે સમ્યક્ત્વના બાહ્યકારણ પણ થતાં નથી.
આત્માનું જ્ઞાન અને આત્માની અનુભૂતિ પરમ આનંદરૂપ છે, તે રાગરૂપ નથી કે
રાગવડે થતી નથી; સ્વસંવેદનરૂપ સ્વાનુભૂતિથી જ આત્મસ્વભાવ અનુભવમાં આવે છે.
આ સિવાય બીજા કોઈની તેમાં અપેક્ષા નથી.
निज એટલે પોતાના આત્માની આવી
અનુભૂતિ કેમ થાય તેની આ ભાવના છે. બીજા સામે જોવાનું પ્રયોજન નથી.
સ્વાનુભૂતિથી જ આત્મા જણાય છે–વેદાય છે ને પમાય છે, બીજા ઉપાયથી આત્મા
જણાતો નથી, વેદાતો નથી કે પમાતો નથી. અનુભૂતિરૂપ મારી નિર્મળ પર્યાયવડે જ હું
મને વેદાઉં છું, મારી પર્યાયવડે જ હું મને જણાઉં છું; આત્મા તરફ ઢળેલી નિર્મળપર્યાયમાં
જ આત્માની પ્રાપ્તિ થાય છે. પર તરફ ઢળતી પર્યાયમાં આત્માની પ્રાપ્તિ કે અનુભૂતિ
થતી નથી. આવું નિજ સ્વરૂપ વિચારીને વારંવાર તેની ભાવના કરવી.
‘भरितावस्थोहं’–એટલે કે મારા સ્વભાવથી હું ભરેલો છું, મારા નિજભાવથી હું
પરિપૂર્ણ ભરેલો છું. જગતના બધાય જીવો પોતપોતાના સ્વભાવથી પરિપૂર્ણ ભરપૂર છે.
આમ સ્વભાવથી પરિપૂર્ણતારૂપ અસ્તિ બતાવીને હવે પરભાવથી શૂન્યતારૂપ નાસ્તિ
બતાવે છે.

PDF/HTML Page 20 of 41
single page version

background image
: આસો : આત્મધર્મ : ૧૭ :
रागद्वेषमोहक्रोधमानमायालोभ–पंचेन्द्रियविषयव्यापार–मनोवचनकायव्यापार
–भावकर्म–द्रव्यकर्म–नोकर्म–ख्यातिपूजालाभ–द्रष्टश्रुतानुभूतभोगाकांक्षारूपनिदान–
मायामिथ्यात्वशल्यत्रय–आदि सर्वविभाव परिणामरहित शून्योऽहं
” એટલે કે હું
રાગદ્વેષમોહ–ક્રોધમાનમાયાલોભથી રહિત, પાંચ ઈન્દ્રિયના વિષયવ્યાપારથી રહિત,
મનવચનકાયાના વ્યાપારથી રહિત, ભાવકર્મ દ્રવ્યકર્મ નોકર્મથી રહિત, ખ્યાતિ–
પૂજાલાભની કે દ્રષ્ટશ્રુતઅનુભૂત ભોગની આકાંક્ષારૂપ નિદાનશલ્ય–માયાશલ્ય તથા
મિથ્યાત્વશલ્ય– એ ત્રણે શલ્યથી રહિત–ઈત્યાદિ બધા વિભાવપરિણામરહિત હોવાથી
શૂન્ય છું.
મારું સ્વરૂપ સમસ્ત વિભાવપરિણામોથી રહિત છે; હું સ્વભાવથી ભરેલો ને
વિભાવોથી શૂન્ય એટલે કે ખાલી છું. રાગ–દ્વેષ–ક્રોધ–માન–માયા–લોભાદિ સમસ્ત
પરભાવોથી રહિત, મારા સહજ સ્વભાવથી જ હું ભરેલો છું. આવા સ્વભાવની ભાવના
સિવાય બીજા કોઈની ભાવના મને નથી, એટલે હું સમસ્ત વિષયોની અભિલાષાથી
રહિત છું. સ્વાનુભૂતિગમ્ય મારા શુદ્ધસ્વરૂપમાં પરભાવ છે જ નહિ. મારું અને જગતના
બધા જીવોનું આવું જ શુદ્ધસ્વરૂપ છે. આવી ભાવના નિરંતર કરવી.
અહીં ભાવના એટલે માત્ર વિચાર કે વિકલ્પની વાત નથી પણ જ્ઞાનને વારંવાર
સ્વભાવ તરફ વાળવું તેનું નામ ભાવના છે. ‘હું આવો છું ને આવો નથી’ એમ માત્ર
વિકલ્પની વાત નથી પણ અંતરમાં સ્વભાવ તરફની તેવી રુચિ ને પરિણતિ થાય તે
સાચી ભાવના છે. ભાવના અનુસાર ભવન એટલે શુદ્ધ સ્વભાવની રુચિનું વારંવાર
ઘોલન કરતાં તેવું શુદ્ધ પરિણમન થાય છે, ને પરમાત્મદશા ખીલે છે, તે ભાવનાનું ફળ
છે. અહા! આવી પરમાત્મ–ભાવના એ જ પરમ સુખદાતાર છે, તે આનંદરૂપ છે, તેમાં
પરમ સમાધિ ને શાંતિ છે, તેમાં આકુળતા નથી, કલેશ નથી. આવી આનંદદાયી
પરમાત્મભાવના કોણ ન ભાવે!
સમ્યગ્દર્શન પણ આવી આત્મભાવનાથી જ થાય છે.
સમ્યગ્જ્ઞાન પણ આવી આત્મભાવનાથી જ થાય છે.
સમ્યક્ચારિત્ર પણ આવી આત્મભાવનાથી જ થાય છે.
વીતરાગતા પણ આવી આત્મભાવનાથી જ થાય છે.
કેવળજ્ઞાન પણ આવી આત્મભાવનાથી જ થાય છે.
મોક્ષદશા પણ આવી આત્મભાવનાથી જ થાય છે.
આવી શુદ્ધ આત્મભાવના તે ધર્મ છે.
આવી શુદ્ધ આત્મભાવનામાં પરમ આનંદ છે.