Atmadharma magazine - Ank 265
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 37
single page version

background image
વીર સં. ૨૪૯૨ કારતક: વર્ષ ૨૩: અંક ૧
આજના મંગલ પ્રભાતે પરમ ઈષ્ટરૂપ
આનંદરૂપ અભિનંદનીયરૂપ એવા સિદ્ધપદને તથા
તેના સાધક સન્તજનોને પરમ આદરથી
ભક્તિપૂર્વક અભિનંદીએ, આપણને એ સિદ્ધિ પંથે
સુખપૂર્વક દોરી જનારા પૂ. ગુરુદેવને ભાવભીના
ચિત્તે અભિવંદીએ, ને તેઓશ્રીની મંગલછાયામાં
સૌ સાધર્મીઓ હળીમળીને મુક્તિપુરીના વીર પંથે
જઈએ.... એવી ઉત્તમ શુભેચ્છાઓ સાથે
‘આત્મધર્મ’ પોતાના હજારો સાધર્મી પાઠકોને
અત્યંત વાત્સલ્યપૂર્વક અભિનન્દન પાઠવે છે.
૨૬પ

PDF/HTML Page 2 of 37
single page version

background image
વર્ષ : ૨૩ અંક : ૧

વીર સં. : ૨૪૯૨ કારતક
તંત્રી: જગજીવન બાવચંદ દોશી) (સંપાદક: બ્ર. હરિલાલ જૈન: સોનગઢ
નૂતન વર્ષના પ્રારંભે
આપણું આત્મધર્મ–માસિક પૂ. ગુરુદેવની મંગલ છત્રછાયામાં આજે ૨૩ મા વર્ષમાં
પ્રવેશી રહ્યું છે. ગુરુદેવ આપણને જે આત્મહિતકારી બોધ આપી રહ્યા છે તેની
પ્રભાવનામાં ‘આત્મધર્મ’ નો કેટલો ફાળો છે તે સૌ જાણે છે, એટલે જ સર્વે જિજ્ઞાસુઓએ
‘આત્મધર્મ’ ને પોતાનું જ સમજીને પ્રેમથી–આદરપૂર્વક અપનાવ્યું છે. આત્મધર્મે હંમેશાં
પોતાના ઉચ્ચ આદર્શો ને ઉચ્ચ પ્રણાલી જાળવી રાખી છે ને હજી સંતોની છાયામાં અને
સાધર્મીઓના સહકારથી તેને અનેકવિધ વિકસાવવાની ભાવના છે. અમને જણાવતાં
આનંદ થાય છે કે આ અંકથી બ્ર. ભાઈશ્રી હરિલાલ જૈન આત્મધર્મનું સંપાદનકાર્ય
સંભાળશે. આત્મધર્મના પાઠકો તેમનાથી પરિચિત જ છે; બાવીસ વર્ષ પહેલાંં આત્મધર્મ
શરૂ થયું ત્યારથી જ માનનીય મુરબ્બી શ્રી રામજીભાઈની દોરવણી અને સલાહ–સૂચના
અનુસાર આત્મધર્મનું લેખન–સંપાદનકાર્ય તેઓ સાંભળી જ રહ્યા છે, હવે સંપાદનશૈલીમાં
આધુનિક સુધારાવધારા કરીને તેઓ આત્મધર્મને વધુ ને વધુ વિકસિત ને આકર્ષક
બનાવવા પ્રયત્ન કરશે. આત્મધર્મના સમસ્ત જિજ્ઞાસુ પાઠકો પણ આત્મધર્મના
વિકાસમાં સહકાર આપશે. એનો અમને વિશ્વાસ છે.
‘આત્મધર્મ’ નો મુખ્ય ઉદ્દેશ–દેવગુરુધર્મની સેવા, આત્માર્થિતાનું પોષણ
અને વાત્સલ્યનો વિસ્તાર; તે ઉદ્દેશને પુષ્ટિકારક પૂ. ગુરુદેવનો ઉપદેશ આત્મધર્મમાં
અપાય છે. દર મહિને લગભગ ૬૦ પ્રવચનો દ્વારા ગુરુદેવ તો અમૃતના ધોધ
વહેવડાવે છે, ને સાક્ષાત્ શ્રોતાઓ આનંદથી તેનું પાન કરે છે. પણ આત્મધર્મમાં તો
તેમાંથી ચૂંટી ચૂંટીને માત્ર ચાર પ્રવચન જેટલું જ આવી શકે, છતાં જેમ બને તેમ
વધુ સાહિત્ય આપવાનો પ્રયત્ન કરીશું. માનનીય મુરબ્બી શ્રી રામજીભાઈએ
અનેક વર્ષો સુધી આત્મધર્મનું તંત્રીપદ સંભાળીને જે દોરવણી આપી છે તે બદલ
તેમનો તથા હાલના તંત્રીશ્રી જગજીવનભાઈનો આભાર માનું છું.
અંતમાં શ્રી જૈનશાસનની, પૂ. ગુરુદેવની ને પૂ. જિનવાણીમાતાની વધુ ને
વધુ સેવાનું સામર્થ્ય ‘આત્મધર્મ’ ને મળે એવી પ્રાર્થના કરૂં છું.
નવનીતલાલ સી. જવેરી
પ્રમુખ,શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
(સોનગઢ)

PDF/HTML Page 3 of 37
single page version

background image
नमः श्री वर्द्धमानाय निर्धूत कलिलात्मने।
सालोकानां त्रिलोकानां यद्विद्या दर्पणायते।।
–સમંતભદ્રસ્વામી.
જેમને અસંખ્યપ્રદેશે કેવળજ્ઞાન–દીપક પ્રગટયા છે
ને આનંદમય સુપ્રભાત જેમને ખીલ્યું છે એવા
ભગવાન શ્રી વર્દ્ધમાન જિનેન્દ્રદેવને મંગલપ્રભાતે
પરમભક્તિપૂર્વક અભિવંદના કરીએ છીએ.

PDF/HTML Page 4 of 37
single page version

background image
આજના મંગળ પ્રભાતે
કેવળજ્ઞાનને બોલાવીએ છીએ
‘षट्खंडागम’ ના નવમા પુસ્તકમાં કહે છે કે વિનયવાન
શિષ્ય મતિજ્ઞાનના બળે કેવળજ્ઞાનને બોલાવે છે.
હે પ્રભો વર્દ્ધમાન! ઋજુવાલિકા નદીના તીરે ક્ષપકશ્રેણી
દ્વારા સર્વજ્ઞતાને સાધીને, રાજગૃહીમાં વિપુલાચલ ઉપર
તેનો જે બોધ આપે આપ્યો. , ગૌતમસ્વામી–સુધર્મસ્વામી–
જંબુસ્વામી– ધરસેનસ્વામી–કુંદકુંદસ્વામી જેવા સમર્થ સંતોએ
જે બોધ ઝીલીને ભવ્ય જીવોને માટે સંગ્રહીત કર્યો; સંતોએ
સંઘરેલા ને કહાનગુરુ દ્વારા મળેલા તે પવિત્ર બોધદ્વારા
આજે અમે પણ આપના અતીન્દ્રિય–અમૃતની પ્રસાદી
પામીએ છીએ...એ અમૃત આપની સર્વજ્ઞતાની પ્રતીત
ઉપજાવે છે. પ્રભો! આપના પ્રત્યે પરમ ભક્તિ અને
વિનયથી, એ સર્વજ્ઞતાની પ્રતીતદ્વારા અમારા આત્મામાં
કેવળજ્ઞાનને બોલાવીએ છીએ....અંશદ્વારા અંશીને
બોલાવીએ છીએ.

PDF/HTML Page 5 of 37
single page version

background image
: ૨ : આત્મધર્મ : કારતક :
મહિમા અહો એ જ્ઞાનનો
(દીવાળીની બોણીમાં સન્તો ચૈતન્યના નિધાન આપે છે)
કેવળજ્ઞાનસ્વભાવી આત્માના અપાર મહિમાપૂર્વક પ્રવચનમાં ગુરુદેવે કહ્યું–હે
જીવ! સર્વજ્ઞ પરમાત્માએ તારા આવા ચૈતન્યનિધાન આપ્યા છે તે અમે
સર્વજ્ઞના પ્રતિનિધિ તરીકે તને બતાવીએ છીએ. અહો, આવા નિધાન મળતાં
મુમુક્ષુ કેવો રાજી–રાજી થાય! વાહ! સંતોએ મારા અપાર નિધાન મને
આપ્યાં.–દીવાળીની બોણીમાં સંતોએ કૃપાપૂર્વક મને ચૈતન્યનિધાન આપ્યા.
(પરમાત્મપ્રકાશ–પ્રવચન ગા. ૩૮–૩૯)
સંતોના ધ્યાનમાં જે આનંદસહિત પ્રગટે છે એવો, કેવળજ્ઞાનસ્વભાવથી ભરપૂર
આત્મા જ પરમ ઉપાદેયરૂપ છે. જેના આનંદની, જેના જ્ઞાનસ્વભાવના સામર્થ્યની શી
વાત? એ સ્વભાવના મહિમા પાસે બીજા બધાયનો મહિમા ઊડી જાય છે.
ચારે બાજુ અનંત–અમાપ એવું જે ખાલી આકાશ (અલોકાકાશ) જેની
મધ્યમાં આ લોક એક રજકણ જેટલો છે; તે અનંત અલોક પણ જ્ઞાનરૂપી ગગનમાં
એક નક્ષત્ર સમાન ભાસે છે, આવું વિશાળ જ્ઞાનસામર્થ્ય છે; અનંત અલોકની
વિશાળતા કરતાંય જેના જ્ઞાનસામર્થ્યની વિશાળતા અનંતગુણી છે,–આવો તારો
સ્વભાવ છે, તેને હે જીવ! તું વીતરાગીદ્રષ્ટિથી ઉપાદેય કર. આવા જ્ઞાનસ્વભાવને
ઉપાદેય કરીને જ્યાં લીન થયો ત્યાં લોકાલોક તો સ્વયમેવ જ્ઞેયપણે આવીને જ્ઞાનમાં
ઝળકે છે.
અહા, ચૈતન્યના આ મહાસાગર પાસે પુણ્ય–પાપ કે અલ્પજ્ઞતા પણ તુચ્છ
ભાસે છે. એકકોર મોટો ચૈતન્ય ભગવાન આખા જગતનો જ્ઞાતા, ને બીજીકોર
આખું જગત જ્ઞેયપણે; છતાં જ્ઞાન પાસે જ્ઞેય તો અનંતમા ભાગના લાગે છે. આવા
જ્ઞાનસ્વભાવને ઉપાદેય કર. જેની પાસે ચાર જ્ઞાન પણ અનંતમા ભાગના અલ્પ
તું જ છો. અહા, આવા બેહદ જ્ઞાન સાથે આનંદ પણ બેહદ છે.
જ્ઞાન સ્વભાવમાં અતીન્દ્રિય આનંદરસ જામેલો પડ્યો છે; જ્ઞાન ને આનંદથી
ભરપૂર આત્મા–એના નિધાન સન્તો તને બતાવે છે. સન્તો દીવાળીની બોણીમાં ચૈતન્યના
નિધાન આપે છે. સંતો કહે છે કે હે જીવ! સર્વજ્ઞ પરમાત્માએ તારા આવા ચૈતન્યનિધાન
આપ્યા છે, તે અમે સર્વજ્ઞના પ્રતિનિધિ તરીકે તને બતાવીએ છીએ. અહો, આવા નિધાન
મળતાં મુમુક્ષુ કેવો રાજી–રાજી થાય!! વાહ! સંતોએ મારા અપાર નિધાન મને આપ્યાં.

PDF/HTML Page 6 of 37
single page version

background image
: કારતક : આત્મધર્મ : ૩ :
સ્વાનુભૂતિમાં આનંદદાયક
પરમતત્ત્વ પ્રગટે છે
એ જ દિવાળીના સાચા દિવડા છે
સ્વાનુભૂતિમાં સ્થિત સંતોને કોઈ અપૂર્વ આનંદનો
અનુભવ કરાવતું જે પરમતત્ત્વ અંતરમાં પ્રકાશમાન થાય છે તેને
હે જીવ! તું ઉપાદેય જાણીને ધ્યાવ. સ્વાનુભૂતિવડે જેણે
પરમતત્ત્વ અનુભવમાં લીધું તેના આત્મામાં ‘દીવાળીના સાચા
દીવડા’ પ્રગટ્યા–જુઓ, આ ‘દીવાળીના મિષ્ટાન્ન’ પીરસાય છે;
અંતર અવલોકનવડે આત્મામાં અપૂર્વ જ્ઞાન–આનંદના દીવડા
પ્રગટાવવા એ જ સાચી દીવાળી!
(પરમાત્મપ્રકાશ–પ્રવચન ગા. ૩પ. : આસો વદ ચોથ)
નિર્વિકલ્પ શાન્ત અનુભૂતિથી આત્મા વેદનમાં આવે છે; એ અનુભૂતિથી
વિપરીત એવા જે રાગ–દ્વેષ–મોહ, તેનાથી ઉત્પન્ન થયેલા કર્મો અને તે કર્મોથી થયેલ
આ દેહ, –તે દેહથી પાર અતીન્દ્રિય આત્માને જ્યાં અનુભૂતિમાં લીધો ત્યાં પરનો
સંબંધ ખલાસ થઈ ગયો, કર્મ કે રાગદ્વેષ પણ છૂટી ગયા. જ્યાં શુદ્ધાત્માની
અનુભૂતિ નથી ત્યાં જ રાગદ્વેષ–કર્મ ને શરીરનો સંબંધ છે. પણ જ્યાં અનુભૂતિવડે
પોતે પોતામાં સમાઈ રહ્યો ત્યાં પરનો સંબંધ ન રહ્યો, અશુદ્ધતા ન રહી. આ રીતે
શુદ્ધપરમાત્મતત્ત્વની ભાવનાથી સંસાર છેદાઈ જાય છે.
સમભાવમાં સ્થિત મુનિઓને અને ધર્માત્માઓને પરમઆનંદ ઉત્પન્ન કરતું
જે કોઈ પરમતત્ત્વ અંતરમાં સ્ફુરાયમાન થાય છે–તેને તું શુદ્ધાત્મા જાણ. જેટલો
વ્યવહાર છે તે બધોય શુદ્ધાત્માના અનુભવથી બહાર રહી જાય છે. અહા,
પરમતત્ત્વને જ્યાં ધ્યાનમાં લીધું ત્યાં તે તત્ત્વ પરમ–અપૂર્વ આનંદરૂપ છે. અહા,
સંતોને આવું તત્ત્વ પરમપ્રિય છે. એને તું ઉપાદેય જાણીને ધ્યાવ. જગતમાં
આનંદદાયક હોય તો આ પરમ ચૈતન્યતત્ત્વ જ છે; એટલે તે જ ઉપાદેય છે. જે
આનંદદાયક ન હોય તે ઉપાદેય કેમ હોય? જે ઉપાદેય હોય તે આનંદદાયક જ હોય
છે. જે તત્ત્વ આનંદ ન આપે એને તો કોણ આદરે?

PDF/HTML Page 7 of 37
single page version

background image
અહો, આવું પરમઆનંદદાયક ચૈતન્યતત્ત્વ અનુભવમાં લેવું એ જ ચૈતન્યના
સાચા મિષ્ટાન્ન છે. દીવાળી નજીક આવે છે. લોકો દીવાળીમાં નવા નવા મિષ્ટાન્ન
કરીને જમે છે. પણ એમાં તો કાંઈ આનંદ નથી; જુઓ, આ ‘દીવાળીનાં મિષ્ટાન્ન’
પીરસાય છે. આવું પરમતત્ત્વ જેણે અનુભવમાં લીધું તેના આત્મામાં ‘દીવાળીના
ખરા દીવડા’ પ્રગટ્યા; એ અપૂર્વ આનંદસહિત પ્રગટે છે.
આત્મા જ્યારે દ્રષ્ટિમાં આવે છે ત્યારે તે પરમ આનંદસહિત સ્ફુરાયમાન
થાય છે. અનંત આનંદથી પોતાનો આત્મા પોતેને ક્્યારે કામમા આવે? કે અંતરમાં
ઉપયોગને જોડીને જ્યારે તેને સ્વાનુભવમાં લ્યે ત્યારે પોતાના આનંદનું પોતાને
વેદન થાય. પરથી મુખ ફેરવીને સ્વમાં જોડ,–તો સ્વસન્મુખ યોગથી આત્મા
આનંદસહિત અનુભવમાં આવે છે. પરમાત્મતત્ત્વ છે તે ધ્યાનમાં પ્રગટે છે. રાગમાં–
વિકલ્પમાં પરમાત્મતત્ત્વ પ્રગટતું નથી, એનાથી તો વિમુખ પરમતત્ત્વ છે.
પરમાત્મતત્ત્વમાંથી તો આનંદની નદિયું વહે છે, આનંદના પૂર ઉલ્લસે છે,–પણ
ક્્યારે? કે ઉપયોગનું તેમાં જોડાણ કરે ત્યારે.
જુઓ, આ તો ચૈતન્યના આનંદના મિષ્ટાન્ન છે. એનો કેટલો આદર હોય?
એના શ્રવણાદિમાં કેટલો પ્રેમ–વિનય ને ઉત્સાહ હોય? અહો, ચૈતન્યના આનંદના
પ્રવાહ એની સામે જોવાના ટાણાં આવ્યા છે, ત્યારે પરની સામે ન જો. ક્ષણેક્ષણે–
પળેપળે તારી પર્યાયને આત્મા તરફ વાળ! જગતમાં ચાલતા વિકલ્પો ને સંયોગો
મારામાં છે જ નહિ, –એમ એનાથી પરાઙમુખ થઈને, દુનિયાથી ઉદાસ થઈને
આત્મતત્ત્વમાં સન્મુખ થા.
જેમ વીસવર્ષની બાઈનો પતિ પરણીને તરત મરી જાય, ને બાઈને
પતિપ્રેમને લીધે જગતમાં બધેથી ઉદાસીનતા થઈ જાય. પતિના જ વિચાર સિવાય
બીજે એનું ચિત્ત લાગે નહિ, બધેથી ઉપેક્ષા થઈ જાય,–તેમ મુમુક્ષુજીવને ચૈતન્યના
પરમ પ્રેમ પાસે આખા જગતની ઉપેક્ષા થઈ ગઈ છે. હવે મારા ચૈતન્યતત્ત્વ પાસે હું
જાઉં છું. તેમાં ક્ષણનો વિલંબ હવે સહન થતો નથી.
નાનો રાજકુમાર આત્માના ભાનસહિત જ્યારે દીક્ષા માટે તૈયાર થાય છે
ત્યારે માતાને કહે છે કે માતા! હવે મુનિ થઈને આત્માની પૂર્ણતા સાધવા માંગુું છું,
માટે મને રજા આપો! માતા! સુખને માટે તમારે પણ એ જ માર્ગ અંગીકાર કર્યે
છૂટકો છે. આત્માને સાધવા માંગું છું, તેમાં ક્ષણનોય વિલંબ પાલવતો નથી, માટે હે
માતા! રજા આપ! તું મારી છેલ્લી માતા છો, હવે બીજી માતા કે બીજો ભવ અમે
કરવાના નથી. ત્યારે માતા પણ ધર્માત્મા છે, તે કહે છે કે બેટા! તું તારા

PDF/HTML Page 8 of 37
single page version

background image
અહો, સ્વરૂપની સન્મુખતા વગર જેનો એક સમય પણ જતો નથી,
પ્રશ્ન: –શુદ્ધઆત્મા કેવી રીતે ઉપાદેય થાય?
ઉત્તર: –તેની સન્મુખ પરિણતિને જોડવાથી જ તે ઉપાદેય થાય છે. વિકલ્પવડે
ભાઈ, માર્ગ તો અંદરમાં છે; સુખનો માર્ગ અંતરના પરમાત્મતત્ત્વમાં છે, તે
જુઓ, બે પડખાં–એક તરફ આખો શુદ્ધઆત્મા, બીજી તરફ આખો સંસાર;
તેમાંથી એક ઉપાદેય ત્યાં બીજું હેય, ને બીજું જ્યાં ઉપાદેય ત્યાં પહેલું હેય. –પણ
બંને એકસાથે ઉપાદેયપણે રહી શકે નહિ. સ્વભાવ અને પરભાવ એકબીજાથી
વિરુદ્ધ–એ બંનેને એક સાથે ઉપાદેય કરી શકાય નહિ. પરમાત્મતત્ત્વને ઉપાદેય
કરતાં રાગનો એક કણિયો પણ ઉપાદેય રહે નહિ. ચૈતન્યના અમૃતને ઉપાદેય કર્યું
ત્યાં રાગરૂપ ઝેરનો સ્વાદ કોણ લ્યે? અંતરાત્મબુદ્ધિ પ્રગટી ત્યાં બહિરાત્મબુદ્ધિ
છૂટી ગઈ. અંતરાત્મબુદ્ધિમાં પરમઆનંદના અમૃત પીધાં, ત્યાં રાગના વેદનની
રુચિ રહે નહિ. ઊડે ઊંડે રાગની કે બહારના જાણપણાની મીઠાસ રહી જાય તો
અંદરનું પરમાત્મતત્ત્વ પ્રગટ નહિ થાય. માટે બાહ્યબુદ્ધિ છોડીને ચૈતન્યનિધાનમાં
નજર કર. અંતર–અવલોકનથી તારા આત્મામાં અપૂર્વ જ્ઞાન–આનંદના મંગળ
દીવડા પ્રગટશે.

PDF/HTML Page 9 of 37
single page version

background image
: ૬ : આત્મધર્મ : કારતક :
જીવ–અજીવનું ભેદજ્ઞાન
(પરમાત્મ–પ્રકાશ)
વીતરાગસ્વભાવનું ગ્રહણ વીતરાગપરિણતિ વડે થાય છે. જે
પર્યાય શુદ્ધસ્વભાવને અનુભવવા અંતરમાં જાય છે તે પર્યાય પણ
તેવી જ શુદ્ધ થઈ જાય છે. ને રાગાદિથી ભિન્ન પરિણમી જાય છે.
ત્યારે જ સાચું ભેદજ્ઞાન છે.
જેટલા ભાગમાં શુદ્ધઆત્મા અનંતગુણસમ્પન્ન છે, તેટલા જ ભાગમાં તેની
નિર્વિકલ્પ શુદ્ધ અનુભૂતિ છે, રાગ પણ તેટલા જ ભાગમાં છે ને શરીર–કર્મનો સંબંધ
પણ તેટલા જ ક્ષેત્રમાં છે. હવે એક ક્ષેત્રમાં એ ચારે પ્રકાર હોવા છતાં તેનું પૃથક્કરણ–
શુદ્ધાત્મા અનંતગુણસમ્પન્ન છે, તેની નિર્વિકલ્પ અનુભૂતિ તેની સાથે અભેદ
છે; રાગાદિક પરભાવો ખરેખર એ સ્વભાવથી જુદા છે, શુદ્ધ ચૈતન્યમય જીવની
અપેક્ષાએ રાગાદિક અજીવ છે, ને દેહ–કર્માદિ તો ભિન્ન અજીવ છે. દેહ કે કર્મ સાથે
જીવનો સંબંધ કહેવો તે તો અદ્ભુત છે, તે ખરેખર જીવમાં ન હોવા છતાં એક
ક્ષેત્રઅપેક્ષાએ જીવના કહેવા તે અસદ્ભુત છે. રાગ પોતાની પર્યાયમાં છે પણ તે
અશુદ્ધ છે, તેથી અશુદ્ધ નિશ્ચયથી જ રાગ આત્માનો છે, શુદ્ધનિશ્ચયમાં આત્મા
રાગરહિત છે. માટે શુદ્ધઆત્મા ઉપાદેય છે. રાગાદિ અશુદ્ધતા તે હેય છે.
નિર્મળ અનુભૂતિની પર્યાય એક સમય પૂરતી શુદ્ધ પરિણતિ છે તેથી તે
શુદ્ધસદ્ભુત વ્યવહાર છે; પણ તે શુદ્ધ પરિણતિ તે કાળે આત્મસ્વભાવમાં તન્મય થઈને
વ્યાપેલી છે, અભેદ છે. અને તે સ્વભાવની અપેક્ષાએ રાગને તો અજીવ કહ્યો છે.
પ્રશ્ન: –રાગ તો જીવની પર્યાય છે છતાં તેને કેમ અજીવ કહ્યો?
ઉત્તર: –અજીવ બે પ્રકારે– એક જીવ સાથે સંબંધવાળું અજીવ; ને બીજું જીવ
સાથે સંબંધ વગરનું અજીવ.
રાગાદિને જીવ સાથે સંબંધ હોવા છતાં તે જીવના સ્વલક્ષણભૂત નથી,
સ્વભાવભૂત નથી, માટે તે અજીવ છે; ને પુદ્ગલ–કાળ વગેરે પાંચ દ્રવ્યો તો જીવ સાથે
સંબંધ વગરના અજીવ છે; જીવથી તેના પ્રદેશો જ જુદા છે. જીવ તો શુદ્ધચેતના–
અનુભૂતિમાત્ર છે. સમસ્ત અજીવથી ભિન્ન આવો શુદ્ધજીવ જ ઉપાદેય છે–એમ જાણવું.
ભાઈ, તારું લક્ષણ તો ચેતના છે, જ્ઞાનઅનુભૂતિ તે તારું ખરૂં લક્ષણ છે, જ્ઞાન
સાથે જે સુખ, શ્રદ્ધા, ચારિત્ર વગેરે છે તે પણ તારું લક્ષણ છે, પરંતુ રાગાદિક તો તારું ખરૂં

PDF/HTML Page 10 of 37
single page version

background image
જેમ કાટવાળી ડબ્બીમાં કિંમતી ઝગઝગતું રત્ન રહ્યું હોય, ત્યાં તે રત્ન
ડબ્બીથી અને કાટથી જુદું છે ને પોતાના પ્રકાશ વગેરે ગુણોથી સહિત છે; તેમ
દેહરૂપી ડબ્બીમાં કષાયરૂપી કાટની વચ્ચે રહેલું ચૈતન્યપ્રકાશથી ચમકતું આત્મરત્ન
જડ દેહથી જુદું છે ને કષાયરૂપી કાટથી પણ જુદું છે. ડબ્બીમાંથી રત્ન ઉપાડી લ્યો
ત્યાં તે ડબ્બીથી ને કાટથી જુદું જ છે, તેમ રાગથી ને દેહથી પાર ચૈતન્યતત્ત્વને
અંતરદ્રષ્ટિમાં લ્યો ત્યાં તે તત્ત્વ રાગથી ને દેહથી પાર ચૈતન્યતેજપણે અનુભવમાં
આવે છે.
અહો, અનંત–અનંત છેડા વગરના આકાશ કરતાં ય જેના જ્ઞાનસ્વભાવની
ભાઈ, પહેલાંં તું લક્ષણદ્વારા ભિન્ન ઓળખીને જ્ઞાનને અને રાગને જુદા તો
અહો, આત્મજ્ઞાનથી ઉત્પન્ન જે વીતરાગી પરમ આનંદ, તેના આસ્વાદથી
ધર્મીને સમસ્ત પરભાવો ને પરદ્રવ્યોનો અનુરાગ છૂટી ગયો છે, એટલે તેનાથી
વિરક્ત થઈને તે શુદ્ધાત્માને જ ચિંતવે છે; તેને સંસાર છૂટી જાય છે. માટે
ભેદજ્ઞાનપૂર્વક શુદ્ધાત્મધ્યાન કર્તવ્ય છે. આવા ધ્યાન વગર બીજા ઉપાયથી આત્મા
જાણવામાં આવી જાય–એવો એનો સ્વભાવ નથી.

PDF/HTML Page 11 of 37
single page version

background image
: ૮ : આત્મધર્મ : કારતક :
દેહાદિ કે સંકલ્પ–વિકલ્પ જે ચીજ શુદ્ધઆત્માથી ભિન્ન છે તેના વડે
શુદ્ધાત્માનું ગ્રહણ કેમ થઈ શકે? ન થાય. તો કઈ રીતે ગ્રહણ થાય? કે વીતરાગી
સ્વસંવેદનરૂપ અનુભવજ્ઞાનથી જ આત્માનો સ્વભાવ ગ્રહણમાં આવે છે. જે
સ્વસન્મુખપરિણતિ આત્મામાં અભેદ થઈ તેમાં જ આત્માનું ગ્રહણ છે.
પરસન્મુખપરિણતિમાં આત્માનું ગ્રહણ થતું નથી. વીતરાગ સ્વભાવનું ગ્રહણ
વીતરાગપરિણતિ વડે થાય છે. વીતરાગસ્વભાવનું ગ્રહણ રાગવડે થતું નથી.
ભાઈ, પહેલાંં આવા સમ્યક્ માર્ગનો નિર્ણય તો કર. આવા તારા સ્વભાવને
લક્ષગત કરીને તેનો ઉત્સાહ લાવ.
જે પર્યાય શુદ્ધસ્વભાવને અનુભવવા અંતરમાં જાય છે તે પર્યાય શુદ્ધ–
આ નુતન વર્ષમાં
કેવળજ્ઞાનના મંગલપ્રકાશથી
પ્રકાશિત આ આત્મસ્વભાવ અમને
પ્રાપ્ત હો. જીવનમાં વહેણ
ચૈતન્યસાગર તરફ વહો. જીવનની
બધી પ્રવૃત્તિ ચૈતન્યસાધનાને
અનુરૂપ જ હો. હે શુદ્ધાત્મદાતા
પંચપરમેષ્ઠી ભગવંતો! મારા
જ્ઞાનમાં સદાય બિરાજમાન રહો ને
મને અનુગ્રહપૂર્વક ચૈતન્યની
આરાધનાનો ઉત્સાહ આપ્યા કરો.

PDF/HTML Page 12 of 37
single page version

background image
: કારતક : આત્મધર્મ : ૯ :
गाढा–पक्का भेदज्ञान
અને અમૃતની વૃષ્ટિ)
(કલશટીકા–પ્રવચન: કળશ: ૨૦૩)
દેહાદિનો કે જડકર્મનો કર્તા જીવ નથી; અને જીવની પર્યાયમાં જે
અશુદ્ધચેતનારૂપ રાગ–દ્વેષ થાય છે તે જડનું કાર્ય નથી, પણ જીવ એકલો જ વ્યાપ્ય–
વ્યાપકભાવથી તેને કરે છે. જીવના અશુદ્ધ પરિણામમાં પુદ્ગલનું વ્યાપ્ય–
વ્યાપકપણું નથી, ને પુદ્ગલના કાર્યોમાં જીવનું વ્યાપ્ય–વ્યાપકપણું નથી, એટલે કે
જીવ તથા અજીવને એકમેકપણું નથી. અત્યંત જુદાપણું છે.
જીવ અને અજીવ બંને ભેગા થઈને રાગદ્વેષ કરે છે એમ પણ નથી. રાગાદિ
અશુદ્ધ પરિણામને જીવ પોતે એકલો જ કરે છે ને તેના ફળરૂપ દુઃખને જીવ એકલો
જ ભોગવે છે. બહારના સંયોગને કોઈ જીવ ભોગવતો નથી. પુદ્ગલમાં કાંઈ દુઃખ–
સુખ નથી. અજ્ઞાનીજીવ મોહથી સંયોગમાં સુખ–દુઃખ માને છે.
અરે જીવ! તું દેહમાં સુખ માનીને કે દેહની પ્રતિકૂળતામાં દુઃખ માનીને સૂતો
છો –પણ સાંભળ! તારું તત્ત્વ દેહથી ભિન્ન છે, તારું સુખ–દુઃખ દેહમાં નથી. દેહથી તું
અત્યંત જુદો છે.
એક માણસ સમાય એટલી જ લાંબી–પહોળી લોઢાની કોઠી હોય, પચીસ
હાથ ઊંચી હોય, ક્્યાંયથી હવા આવે તેવું કાણું ન હોય, તેમાં એક સુંવાળા–કોમળ
શરીરવાળા નાનકડા રાજકુંવરને ઉતાર્યો હોય, ને તે કોઠીની ચારે બાજુ જોસદાર
અગ્નિ સળગાવ્યો હોય, તેમાં બફાતા રાજકુમારને જે દુઃખ થાય છે તે દુઃખ
શરીરના કારણે નથી, અગ્નિના કારણે નથી, પણ અંદર કષાયના અગ્નિનું દુઃખ
છે. એ કોઠીમાં પૂરાયેલા રાજકુમાર કરતાંય અનંતગુણા પ્રતિકૂળ સંયોગો પહેલી
નરકના નાનામાં નાના (૧૦, ૦૦૦ વર્ષના આયુષવાળા) જીવને છે. છતાં ત્યાં
સંયોગનું દુઃખ નથી. ત્યાં પણ કોઈ જીવ દેહથી પાર ચિદાનંદતત્ત્વની અનુભૂતિ
પ્રગટ કરીને પરમ આનંદને આસ્વાદે છે. –એવા અસંખ્યાતા જીવો પહેલી નરકમાં
છે, સાતમી નરકમાંય અસંખ્ય જીવો છે. દેહનું દુઃખ કોઈને નથી. (ગુરુદેવના
મુખેથી આ અમૃતધારા વરસતી હતી ત્યાં બહારમાં એકાએક વરસાદ આવ્યો. –તે
પ્રસંગના ગુરુદેવના ઉદ્ગાર માટે આ લેખનો છેલ્લો ભાગ જુઓ.)
હવે એ જ રીતે કોઈ જીવ ઉત્તમ મિષ્ટાન્ન ખાઈને, કેરીનો રસ ને ગુલાબજાંબુ
ખાઈને, કોમળ પથારીમાં ઠંડી હવામાં સૂતો હોય, ઈન્દ્રાણી જેવી સ્ત્રી પંખો ઢાળતી હોય,

PDF/HTML Page 13 of 37
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : કારતક :
છતાં તે જીવને શરીરના સંયોગનું કિંચિત્ સુખ નથી; તે પણ મોહથી દુઃખી જ છે.
અનુકૂળ–પ્રતિકૂળ સંયોગથી કોઈ જીવ સુખી–દુઃખી નથી. પોતાની અશુદ્ધ–ચેતનારૂપ
રાગ–દ્વેષથી જ જીવ દુઃખી છે. શુદ્ધસ્વભાવી ભગવાન તે પોતાને ભૂલીને ભવમાં
ભટકી રહ્યો છે. દસહજાર વર્ષથી શરૂ કરીને એકેક સમયની વૃદ્ધિથી ૩૩
સાગરોપમના અસંખ્યાતા વર્ષો સુધીના અસંખ્ય પ્રકારની સ્થિતિના જે અસંખ્ય
ભવ, તે એકેક ભવમાં જીવ અનંત અનંતવાર ઉપજી ચૂક્્યો છે. અનંત ગુણથી
ભરપૂર ભગવાન, એકેક ગતિમાં અનંત ભવ કરી ચૂક્્યો છે. અરે જીવ! તું તારું
ભગવાનપણું તો ભૂલ્યો, ને તેં જે ભવ કર્યા તેને પણ તું ભૂલ્યો. ૧૦ હજાર વર્ષ,
પછી એક સમય વધારે, પછી બે સમય વધારે –એમ વધતાં વધતાં સાતમી નરકનું
૩૩ સાગરનું આયુષ્ય, –એની વચ્ચે જેટલા ભવ થાય–એટલા અસંખ્યાતા ભવ, તે
દરેક ભવમાં અનંતવાર જીવ ઉપજી આવ્યો, ને અનંતી પ્રતિકૂળતા વચ્ચેથી એવો ને
એવો સોંસરવટ નીકળ્‌યો; એ જ રીતે સ્વર્ગની અનુકૂળતાના ભવ પણ
દસહજારવર્ષથી માંડીને ૩૧ સાગરોપમ સુધીની સ્થિતિના અનંતવાર કર્યા. છતાં
નરકના સંયોગનું દુઃખ નથી કે સ્વર્ગના સંયોગવાળો સુખી નથી. રાગ–દ્વેષભાવને
એકલો અજ્ઞાનપણે કરતો થકો મોહથી અજ્ઞાની જીવ દુઃખી છે.
તારા અશુદ્ધ પરિણામનો કર્તા તું છો; ને ભેદજ્ઞાન વડે તે કર્તાપણું છૂટી શકે
છે. માટે પરથી ભિન્ન તારા જ્ઞાનસ્વભાવને લક્ષમાં લઈને અત્યંત ગાઢ–પાકું
ભેદજ્ઞાન કર. અનાદિથી પર સાથે જે ગાઢ એકત્વબુદ્ધિ છે તેને ગાઢ ભેદજ્ઞાનવડે દૂર
કર....ઘણા ઘણા પ્રકારે ભેદજ્ઞાનનો અભ્યાસ કરીને દ્રઢ–પાકું–ગાઢ ભેદજ્ઞાન કર.
ક્્યાંય પર સાથે અંશમાત્ર એકત્વબુદ્ધિ ન રહે, ને જ્ઞાન સાથે રાગાદિની પણ
અંશમાત્ર એકતાબુદ્ધિ ન રહે –એવું સ્પષ્ટ ભેદજ્ઞાન કરીને તારા ભિન્ન
જ્ઞાનસ્વભાવને અનુભવમાં લે. જેના અનુભવથી તારું આ દુઃખદાયી ભવભ્રમણ
ટળશે ને આત્મામાં શીતળ અતીન્દ્રિય આનંદરસની ધારા વહેશે.
સખ્ત ગરમીમાં અમૃતની વૃષ્ટિ
આસો વદ સાતમે બપોરનું આ પ્રવચન ચાલતું હતું, ગુરુદેવ વૈરાગ્યનું
અમૃત વરસાવતા હતા; સખત ગરમી હતી; ત્યાં એકાએક ધોમધખતા તડકા
વચ્ચે ધોધમાર વરસાદ આવ્યો, ને તરત ગુરુદેવે કહ્યું: અરે, સાતમી નરકની
ધોમધખતી પીડા વચ્ચે રહેલો જીવ ત્યાં સમ્યગ્દર્શન પામે છે ને આત્મામાં
અમૃતના વરસાદ વર્ષે છે. સાતમી નરકની પ્રતિકૂળતાની જ્વાળા વચ્ચે પણ
અંતરદ્રષ્ટિવડે ચૈતન્યના શીતળ–શાંત અમૃતને વેદે છે. સંયોગમાંથી દ્રષ્ટિ પાછી
ખસેડીને સ્વભાવમાં દ્રષ્ટિ જોડતાં આત્મામાં પરમ–આનંદના ધોધ વરસે છે, ને
અનાદિના મોહનો તીવ્ર આતાપ મટીને પરમ શીતળતા અનુભવાય છે.

PDF/HTML Page 14 of 37
single page version

background image
: કારતક : આત્મધર્મ : ૧૧ :
ભગવતી જિનવાણીનું ફરમાન
(જિનવાણી બતાવે છે–વચનઅગોચર વસ્તુ)
શાસ્ત્રો કાંઈ એમ નથી કહેતા કે તું અમારી સામે
જોયા કર. શાસ્ત્રો તો કહે છે કે તું તારી સામે જો. અમારું
લક્ષ છોડીને અંતર્મુખ થા ને તારા આત્માને ધ્યાનમાં
લે. તારામાં તારું પરિપૂર્ણ સામર્થ્ય છે તેનો તું આશ્રય
કર–એવું ભગવતી જિનવાણીનું ફરમાન છે. જેણે
સ્વાશ્રયથી આત્માને જાણ્યો તેણે જ જિનવાણીની
આજ્ઞા માની; જિનવાણીએ જેવો કહ્યો તેવો આત્મા
તેણે અનુભવમાં લીધો–એ જ જિનવાણીની ઉપાસના
છે. ગણધરો–ઈન્દ્રો– ચક્રવર્તીઓની સભામાં
તીર્થંકરભગવાને સ્વાશ્રિતમાર્ગનો ઢંઢેરો પીટીને ઉપદેશ
આપ્યો છે. જેણે સ્વાશ્રિતમાર્ગ જાણ્યો તેણે જ
સર્વશાસ્ત્ર જાણ્યા.
(પરમાત્મ–પ્રકાશ–પ્રવચન : ગાથા ૨૩)
* * * * *

આ સ્વાનુભવગમ્ય પરમાત્મતત્ત્વ એવું નથી કે શબ્દો વડે જેને જાણી
શાસ્ત્રથી આત્મા ન જણાય–એમ કોણ કહે છે? –શાસ્ત્રો પોતે જ એમ કહે
છે. અરે ભાઈ! શું પર તરફના વલણથી આત્મા જણાય? ના; અરે અંદરના
તારા વિકલ્પથી પણ આત્મા નથી જણાતો, ત્યાં પરની શી વાત? શાસ્ત્ર
તરફનો વિકલ્પ તે પુણ્યબંધનું કારણ છે; તેને જો મોક્ષનું કારણ માનીને સેવે તો
મિથ્યાબુદ્ધિ થાય છે.

PDF/HTML Page 15 of 37
single page version

background image
અરે, તારું તત્ત્વ શુદ્ધ ચૈતન્યમય, નિર્વિકલ્પ, તેમાં વિકલ્પનો કે શબ્દનો
પ્રવેશ ક્્યાં છે? આત્મા તો સ્વાનુભૂતિમાં ગમ્ય છે. અંતર્મુખ નિર્મળધ્યાનનો વિષય
આત્મા છે. અંતર્મુખ ઉપયોગમાં આત્મા પ્રગટે છે. ઈન્દ્રિય કે મનનો વિષય તે થાય
નહિ. માટે હે શિષ્ય! આવા ઈન્દ્રિયાતિત આત્માને સ્વાનુભવમાં લઈને તેને જ
ઉપાદેય જાણ. આત્માના અનુભવ વગરનાં શાસ્ત્રભણતર કે પંડિતાઈ–એ કાંઈ
મોક્ષનું કારણ થતું નથી. શાસ્ત્રોની પંડિતાઈ જુદી ચીજ છે ને અનુભૂતિગમ્ય
પરમતત્ત્વ એ જુદી ચીજ છે.
સ્વાનુભૂતિગમ્ય તારા પરમાત્મતત્ત્વને તું વાણીના વિલાસથી કે વિકલ્પના
વિસ્તારથી લક્ષમાં લેવા માંગીશ તો એ તત્ત્વ એમ લક્ષમાં નહિ આવે આ
પરમતત્ત્વ એવું તૂચ્છ નથી કે વિકલ્પ વડે ગમ્ય થઈ જાય. વિકલ્પ વડે કે વાણી
તરફના વલણથી આત્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ જશે એમ જે માને તેણે વિકલ્પથી ને
વાણીથી પાર એવા આત્મતત્ત્વના અચિંત્ય–પરમ મહિમાને જાણ્યો નથી.
પરમાત્મતત્ત્વ અંતરમાં છે, તે પરમાત્મતત્ત્વનો પ્રકાશ તો સ્વાનુભૂતિ વડે જ
થાય છે. વાણી તો જડ છે ને વિકલ્પ તો અંધકાર છે, તેમાં પરમાત્મતત્ત્વનો પ્રકાશ
નથી. માટે હે જીવ! તું બહિરાત્મપણું છોડી, અંતરાત્મપણું પ્રગટ કરી
પરમાત્મસ્વરૂપને ધ્યાનમાં લે. પરવસ્તુ સામે જોયે સ્વવસ્તુ અનુભવમાં નહિ આવે.
સમાધિમાં એટલે કે ઉપયોગની અંતર્મુખ એકાગ્રતામાં તો રાગરહિત પરમ શાંતિનું
વેદન છે. ઉદયભાવ વડે તારો પરમ સ્વભાવ અનુભવમાં નહિ આવે. તારો સ્વભાવ
ઉદયભાવથી તો દૂર–દૂર છે. સિદ્ધ ભગવંતોનું અતીન્દ્રિયસ્વરૂપ પણ રાગથી કે
પરસન્મુખી ક્ષયોપશમથી અર્થાત્ ઈન્દ્રિયજ્ઞાનથી ઓળખાતું નથી, તો તેમના જેવું
પોતાના આત્માનું સ્વરૂપ છે તે પણ ઈન્દ્રિયજ્ઞાનથી જણાતું નથી, પરાલંબી
ક્ષયોપશમજ્ઞાનથી પણ જણાતું નથી, તો પછી રાગાદિ ઉદયભાવથી તો તે કેમ
જણાય?
અરે, આત્માનું સ્વરૂપ સિદ્ધભગવાન જેવું પોતાથી પરિપૂર્ણ છે. શુદ્ધ આત્માના
ધ્યાન વડે જ આત્માની સિદ્ધિ થાય છે; એને જાણ્યા વગર લોકો અન્ય માર્ગમાં લાગેલા
છે, પુણ્યના ને પરાશ્રયના માર્ગમાં લાગ્યા છે, પણ તેમાં પરમતત્ત્વ પ્રાપ્ત થતું નથી.
પરમતત્ત્વ અંતરમાં છે, તેનો માર્ગ અંતરમાં છે. વિકલ્પમાં શોધ્યે તે નહિ મળે.
શાસ્ત્રોના શબ્દોથી આત્મા ન જણાય–એ વાત સાંભળતાં ઘણા ભડકે છે કે અરે!
શાસ્ત્રનો અનાદર થઈ જશે! ! પણ ભાઈ, શાસ્ત્રોએ જ કહ્યું તેનો સાચો આશય સમજવો
તેમાં જ શાસ્ત્રોનો આદર છે, ને તેનાથી વિપરીત માનવું તેમાં શાસ્ત્રોનો અનાદર છે.
શાસ્ત્રો કહે છે કે અમે પરાશ્રયથી લાભ થવાનું કહેતાં નથી; છતાં પરાશ્રયથી જે લાભ

PDF/HTML Page 16 of 37
single page version

background image
આત્માને જાણવાનું સાધન શું? કે આત્માનું જ્ઞાન તે જ આત્માને જાણવાનું
સાધન છે. શબ્દો તે આત્માને જાણવાનું ખરૂં સાધન નથી. આત્માને અનુભવવાનું
સાધન આત્માથી જુદું ન હોય. સ્વાશ્રિત નિશ્ચય છે, તે જ સાચો માર્ગ છે. વ્યવહાર
તો પરાશ્રિત છે ને પરાશ્રય તો બંધનું કારણ છે. તે પરાશ્રયભાવમાં ચૈતન્યના
આનંદનો સ્વાદ જરાપણ આવતો નથી. અંદરમાં સ્વાશ્રયભાવે પરિણમેલું જ્ઞાન
અતીન્દ્રિય– આનંદના સ્વાદસહિત છે, તેનાથી જ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
આ સિવાય બીજો ઉપાય નથી. તેથી છહઢાળામાં કહે છે કે–
લાખ બાતકી બાત યહ નિશ્ચય ઉર આણો,
તૌડ સકલ જગ દંદ–ફંદ નિજ આતમ ધ્યાવો.
કોઈ કહે કે જિનવાણીને પરદ્રવ્ય કહે તે જૈન નહિ; અહીં આચાર્યો–સંતો કહે
છે કે જિનવાણી પરદ્રવ્ય છે ને પરદ્રવ્યના આશ્રયે લાભ મનાવે તે જૈન નથી.
જિનવાણીનો ઉપદેશ સ્વાશ્રયનો છે, સ્વાશ્રિત મોક્ષમાર્ગ જિનવાણીએ બતાવ્યો છે,
તેને બદલે પરાશ્રયે મોક્ષમાર્ગ માન્યો તેણે જિનવાણીની આજ્ઞા ન માની, માટે તે
જૈન નથી. જેણે સ્વાશ્રયથી આત્માને જાણ્યો તેણે જ જિનવાણીની આજ્ઞા માની,
તેણે જ જિનવાણીની સાચી ઉપાસના કરી; જિનવાણીએ જેવો આત્મા કહ્યો તેવો
તેણે અનુભવમાં લીધો, એ જ જિનવાણીની ઉપાસના છે.
એકલા શાસ્ત્રના શબ્દો સાંભળ્‌યા કરે પણ જો અંદર આત્મા તરફ ઉપયોગને
ન વાળે ને આત્માને ધ્યાનમાં ન લ્યે તો તે જીવ આત્માને અનુભવી શકતો નથી
શાસ્ત્રો કાંઈ એમ નથી કહેતાં કે તું અમારી સામે જ જોયા કર. શાસ્ત્રો તો એમ કહે છે
કે તું તારા સામે જો; અમારું લક્ષ છોડીને અંતર્મુખ થા ને તારા આત્માને ધ્યાનમાં લે.
વસ્તુ વચનથી અગોચર છે, વિકલ્પથી અગોચર છે ને ધ્યાનમાં જ ગોચર છે. હે જીવ!
આવા તારા પરમાત્મસ્વરૂપને સાધવા દ્રઢ સંકલ્પી થા. કેમકે ‘હરિનો મારગ છે
શૂરાનો’ .
તારામાં તારું પરિપૂર્ણ સામર્થ્ય છે–તે શાસ્ત્રો દેખાડે છે; તે જેને નથી બેસતું,
અને કાંઈક પરાશ્રય જોઈએ–એમ જેને પરાશ્રય રુચે છે તે કાયરને સર્વજ્ઞનાં કે
સન્તોનાં વચનની ખબર નથી. જુઓ, આ વીતરાગનાં વચન!

PDF/HTML Page 17 of 37
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : કારતક :
વચનામૃત વીતરાગનાં પરમશાંત રસમૂળ,
ઔષધ જે ભવરોગનાં કાયરને પ્રતિકૂળ.
સ્વાશ્રયની આવી વાત......જે સમજતાં અંતર્મુખ પરિણતિ થાય ને પરમ
શાંતરસ પ્રગટે,–પણ અજ્ઞાની એ વાત સાંભળતાં ભડકે છે કે અરે, વાણીનો પણ
આશ્રય નહિ!! વાણીથી પણ લાભ નહિ!! એમ તે કાયરપણે પરાશ્રયમાં લાગ્યો
રહે છે. પણ શૂરવીર થઈને સ્વાશ્રય કરતો નથી. વીતરાગની વાણીએ તો
સ્વાશ્રયમાર્ગનો ઢંઢેરો પીટીને ઉપદેશ આપ્યો છે.
ગણધરોની સમક્ષ, ઈન્દ્રોની સમક્ષ, ચક્રવર્તીની સમક્ષ તેમજ લાખોકરોડો
દેવ– મનુષ્યો–તિર્યંચોની સભામાં તીર્થંકર ભગવાનની વાણીએ એમ બતાવ્યું કે આ
આત્મતત્ત્વ ધ્યાનગમ્ય છે, વાણીગમ્ય નથી. નિશ્ચય–વ્યવહારરૂપ જે દ્વિવિધ
મોક્ષમાર્ગ તેની પ્રાપ્તિ નિયમથી ધ્યાનવડે જ થાય છે.
શ્રવણ વખતે શ્રવણ પણ એવું કરે છે કે સ્વાશ્રય તરફ વળું તેટલો મને
લાભ છે. સંભળાવનાર સન્ત પણ એ સ્વાશ્રયની વાત સંભળાવે છે, ને સાંભળનાર
પણ એવા સ્વાશ્રયના લક્ષે જ સાંભળે છે. –તો જ જિનવાણીનું સાચું શ્રવણ છે.
પરાશ્રયભાવથી લાભ માને કે મનાવે–ત્યાં તો જિનવાણીનું શ્રવણ પણ સાચું નથી.
અહો, આવો સ્વાશ્રિતમાર્ગ મહાન ભાગ્યથી સાંભળવા મળે છે. ને જેણે
આવો માર્ગ લક્ષગત કર્યો તેને તેના સંભળાવનાર ગુરુપ્રત્યે ને શાસ્ત્રોપ્રત્યે ખરો
વિનય– બહુમાન ને ભક્તિ આવ્યા વિના રહે નહિ. ધ્યાનવડે અંતરના
ચૈતન્યતત્ત્વને જાણ્યા વગર વેદ–શાસ્ત્રોનાં ભણતર પણ અન્યથા છે; કેવળ
આનંદરૂપ પરમતત્ત્વ છે–તેમાં પર્યાયને જોડવી–તે જ એક મુક્તિનો ઉપાય છે.
લોકના ઘણા જીવો આવા તત્ત્વને જાણ્યા વગર અન્ય માર્ગમાં લાગી રહ્યા છે,–
પરાશ્રયે વિકારભાવથી લાભ માની રહ્યા છે. પણ માર્ગ તો અંતરમાં
ચૈતન્યસ્વભાવના આશ્રયે છે. માટે અંતરના ધ્યાનવડે શુદ્ધઆત્મા જ ઉપાદેય છે, ને
એ સિવાય પરાશ્રયભાવો સમસ્ત છોડવા જેવા છે,–એ તાત્પર્ય છે, ને એ
જિનવાણીનું ફરમાન છે.
* * * * *

PDF/HTML Page 18 of 37
single page version

background image
: કારતક : આત્મધર્મ : ૧૫ :
સાધકની વિચારશ્રેણી અને
સ્વભાવનો રંગ
આધ્યાત્મિક નવધાભક્તિનું સુંદર વર્ણન
મોક્ષસાધક ધર્માત્માની દશા કેવી હોય, એની વિચારધારા કેવી અંતર્મુખી
હોય, એને ચૈતન્યનો રંગ કેવો હોય, ને શુદ્ધાત્મા પ્રત્યે નવધાભક્તિ કેવી હોય,
તે અહીં ટૂંકાણમાં છતાં ઘણી જ ભાવપ્રેરક શૈલીથી ગુરુદેવે સમજાવ્યું છે.
“જ્યારે જ્ઞાતા કદાચિત બંધપદ્ધત્તિનો વિચાર કરે ત્યારે તે જાણે કે આ બંધ–
પદ્ધત્તિથી મારું દ્રવ્ય અનાદિકાળથી બંધરૂપ ચાલ્યું આવ્યું છે; હવે એ પદ્ધત્તિનો મોહ
તોડીને વર્ત. આ પદ્ધત્તિનો રાગ પૂર્વની જેમ હે નર! તું શા માટે કરે છે? આમ
ક્ષણમાત્ર પણ બંધપદ્ધત્તિને વિષે તે મગ્ન થાય નહિ. તે જ્ઞાતા પોતાનું સ્વરૂપ
વિચારે, અનુભવે, ધ્યાવે, ગાવે, શ્રવણ કરે; તથા નવધાભક્તિ, તપક્રિયા એ
પોતાના શુદ્ધસ્વરૂપની સન્મુખ થઈને કરે;–એ જ્ઞાતાનો આચાર છે. એનું જ નામ
મિશ્રવ્યવહાર છે.”
જુઓ, આ સાધક જીવનો વ્યવહાર, ને એની વિચારશ્રેણી! એને સ્વભાવનો
કેટલો રંગ છે? વારંવાર એનો જ વિચાર, એનું જ મનન, એના જ ધ્યાન–અનુભવનો
અભ્યાસ, એનાં જ ગુણગાન ને એનું જ શ્રવણ, સર્વ પ્રકારે એની જ ભક્તિ, જે કાંઈ
ક્રિયામાં પ્રવર્તે છે તેમાં સર્વત્ર શુદ્ધસ્વરૂપની સન્મુખતા મુખ્ય છે. એના વિચારમાં પણ
સ્વરૂપના વિચારની મુખ્યતા છે, તેથી કહ્યું કે “જ્ઞાતા ‘કદાચિત’ બંધપદ્ધત્તિનો વિચાર
કરે.....” ત્યારે પણ બંધપદ્ધતિમાં તે મગ્ન થતો નથી પણ તેનાથી છૂટવાના જ વિચાર કરે
છે. અજ્ઞાની તો બધુંય રાગની સન્મુખતાથી કરે છે, શુદ્ધસ્વરૂપની સન્મુખતા તેને નથી. તે
કર્મબંધન વગેરેના વિચાર કરે તો તેમાં જ મગ્ન થઈ જાય છે ને અધ્યાત્મ તો એકકોર રહી
જાય છે. અરે ભાઈ, એવી બંધપદ્ધત્તિમાં તો અનાદિથી તું વર્તી જ રહ્યો છે.......હવે તો એનો
મોહ છોડ. અનાદિથી એ પદ્ધત્તિમાં તારું જરાય હિત ન થયું, માટે એનો મોહ તોડીને હવે તો
અધ્યાત્મપદ્ધત્તિ પ્રગટ કર. જ્ઞાનીએ તો તેનો મોહ તોડયો જ છે ને અધ્યાત્મપદ્ધત્તિ પ્રગટ
કરી છે, પણ હજી રાગની કંઈક પરંપરા બાકી છે તેન
અધ્યાત્મની ઉગ્રતા વડે છેદવા માંગે
છે. એટલે રાગની પદ્ધતિમાં તે એકક્ષણ પણ મગ્ન થતો નથી.–જુઓ, આ મોક્ષના સાધકની
દશા! ‘તું રુચતાં જગતની રુચિ આળસે સૌ...... ’ શુદ્ધઆત્મારૂપ

PDF/HTML Page 19 of 37
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : કારતક :
સમયસારની જ્યાં રુચિ થઈ ત્યાં પરભાવની રુચિ રહે નહિ; અરે, જગત આખાની
રુચિ છૂટી જાય. જેને અંશમાત્ર પણ રાગની રુચિ રહે તેના પરિણામ ચૈતન્ય તરફ
વળી શકે નહિ, ને મોક્ષમાર્ગને તે સાધી શકે નહિ.
રાગની રુચિ છોડીને ધર્મી જીવ ચૈતન્યના પ્રેમમાં એવો મગ્ન છે કે વારંવાર
તેનુ જ સ્વરૂપ વિચારે છે, ઉપયોગને ફરીફરી આત્મા તરફ વાળે છે, ક્્યારેક ક્્યારેક
નિર્વિકલ્પ અનુભવ કરે છે, એકાગ્રતાથી એને ધ્યાવે છે. ‘ચેતનરૂપ અનૂપ અમૂરત....
સિદ્ધસમાન સદા પદ મેરો’–એમ સિદ્ધ જેવા નિજસ્વરૂપનો અનુભવ કરે છે; એની
વાત સાંભળતાં પણ તે ઉત્સાહિત થાય છે, એનાં ગુણગાન ને મહિમા કરતાં તે
ઉલ્લસિત થાય છે. અહા, મારી ચૈતન્યવસ્તુ અચિંત્ય મહિમાવંત, એની પાસે રાગાદિ
પરભાવો તો અવસ્તુ છે,–એ અવસ્તુની રુચિ કોણ કરે? એનો મહિમા, એનાં
ગુણગાન કોણ કરે ? સમ્યગ્દ્રષ્ટિ તો પોતાના શુદ્ધસ્વરૂપની નવધાભક્તિ કરે છે,
અથવા મુનિરાજની નવધાભક્તિ કરે તેમાં પણ શુદ્ધસ્વરૂપની સન્મુખતા છે. આ
વચનીકા લખનાર પં. બનારસીદાસજીએ સમયસારનાટકમાં, જ્ઞાની કેવી
નવધાભક્તિ કરે છે તેનું સુન્દર વર્ણન કર્યું છે–
આધ્યાત્મિક નવધાભક્તિ
श्रवण कीरतन चिंतवन सेवन वंदन ध्यान।
लघुता समता एकता नौधा भक्ति प्रबान।।८।।
(મોક્ષદ્વાર)
૧. શ્રવણ: ઉપાદેયરૂપ પોતાના શુદ્ધસ્વરૂપના ગુણોનું પ્રેમપૂર્વક શ્રવણ કરવું તે
એક પ્રકારની ભક્તિ છે. જેના પ્રત્યે જેને ભક્તિ હોય તેને તેનાં ગુણગાન સાંભળતાં
પ્રમોદ આવે છે; ધર્મીને નિજસ્વરૂપના ગુણગાન સાંભળતાં પ્રમોદ આવે છે.
૨. કીર્તન: ચૈતન્યના ગુણોનું, તેની શક્તિઓનું વ્યાખ્યાન કરવું, મહિમા
કરવો, તે તેની ભક્તિ છે.
૩. ચિંતન: જેના પ્રત્યે ભક્તિ હોય તેના ગુણોનો વારંવાર વિચાર કરે છે;
ધર્મીજીવ નિજસ્વરૂપના ગુણોનું વારંવાર ચિંતન કરે છે. એ પણ સ્વરૂપની ભક્તિનો
પ્રકાર છે.
૪. સેવન અંદરમાં નિજગુણોનું વારંવાર અધ્યયન કરવું.
પ. વંદન: મહાપુરુષોના ચરણોમાં જેમ ભક્તિથી વંદન કરે છે તેમ
ચૈતન્યસ્વરૂપમાં પરમ ભક્તિપૂર્વક વંદવું–નમવું–તેમાં લીન થઈને પરિણમવું, તે
સમ્યગ્દ્રષ્ટિની આત્મભક્તિ છે.
૬. ધ્યાન: જેના પ્રત્યે પરમ ભક્તિ હોય તેનું વારંવાર ધ્યાન થયા કરે છે;
તેના ગુણોનો વિચાર, ઉપકારોનો વિચાર વારંવાર આવે છે, તેમ ધર્મી જીવ અત્યંત
પ્રીતિપૂર્વક વારંવાર નિજસ્વરૂપના ધ્યાનમાં પ્રવર્તે છે. કોઈ કહે કે અમને
નિજસ્વરૂપ પ્રત્યે પ્રીતિ ને

PDF/HTML Page 20 of 37
single page version

background image
: કારતક : આત્મધર્મ : ૧૭ :
ભક્તિ તો ઘણીયે છે પણ તેના વિચારમાં કે ધ્યાનમાં મન જરાય લાગતું નથી;–તો
તેની વાત જૂઠી છે. જેની ખરેખરી પ્રીતિ હોય તેના વિચારમાં ચિંતનમાં મન ન
લાગે એમ બને નહિ. બીજા વિચારોમાં તો તારું મન લાગે છે, ને અહીં સ્વરૂપના
વિચારમાં તારું મન લાગતું નથી,–એ ઉપરથી તારા પરિણામનું માપ થાય છે કે
સ્વરૂપના પ્રેમ કરતાં બીજા પદાર્થોનો પ્રેમ તને વધારે છે. જેમ ઘરમાં માણસને
ખાવા–પીવામાં બોલવા–ચાલવામાં ક્્યાંય મન ન લાગે તો લોકો અનુમાન કરી લ્યે
છે કે એનું મન ક્્યાંક બીજે લાગેલું છે; તેમ ચૈતન્યમાં જેનું મન લાગે, એનો ખરો
પ્રેમ જાગે તેનું મન જગતના બધા વિષયોથી ઉદાસ થઈ જાય.....ને વારંવાર
નિજસ્વરૂપ તરફ તેનો ઉપયોગ વળે. આ પ્રકારે સ્વરૂપના ધ્યાનરૂપ ભક્તિ
સમ્યગ્દ્રષ્ટિને હોય છે તેથી એવા શુદ્ધસ્વરૂપને સાધનારા પંચપરમેષ્ઠી વગેરેના
ગુણોને પણ તે ભક્તિથી ધ્યાવે છે.
૭. લઘુતા: પંચપરમેષ્ઠી વગેરે મહાપુરુષો પાસે ધર્મી જીવને પોતાની અત્યંત
લઘુતા ભાસે છે. અહા, ક્્યાં એમની દશા! ને ક્્યાં મારી અલ્પતા! અથવા
સમ્યગ્દર્શનાદિ કે અવધિજ્ઞાનાદિ થયું પણ ચૈતન્યના કેવળજ્ઞાનાદિ અપાર ગુણો
પાસે તો હજી ઘણી અલ્પતા છે–એમ ધર્મીને પોતાની પર્યાયમાં લઘુતા ભાસે છે.
પૂર્ણતાનું ભાન છે એટલે અલ્પતામાં લઘુતા ભાસે છે. જેને પૂર્ણતાનું ભાન નથી
તેને તો થોડાકમાં પણ ઘણું મનાઈ જાય છે.
૮. સમતા: બધાય જીવોને શુદ્ધસ્વભાવપણે સરખા દેખવા તેનું નામ
સમતા છે; પરિણામને ચૈતન્યમાં એકાગ્ર કરતાં સમભાવ પ્રગટે છે. જેમ
મહાપુરુષોની સમીપમાં ક્રોધાદિ વિસમભાવ થતા નથી–એવી તે પ્રકારની
ભક્તિ છે, તેમ ચૈતન્યના સાધક જીવને ક્રોધાદિ ઉપશાંત થઈને અપૂર્વ સમતા
પ્રગટે છે.
૯. એકતા: એક આત્માને જ પોતાનો માનવો, શરીરાદિને પર જાણવા;
રાગાદિ ભાવોને પણ સ્વરૂપથી પર જાણવા, ને અંતર્મુખ થઈને સ્વરૂપ સાથે એકતા
કરવી, –આવી એકતા તે અભેદભક્તિ છે, ને તે મુક્તિનું કારણ છે. સ્વમાં એકતારૂપ
આવી ભક્તિ સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે.
વાહ! જુઓ આ સમ્યગ્દ્રષ્ટિની નવધાભક્તિ, શુદ્ધ આત્મસ્વરૂપનું શ્રવણ,
કીર્તન, ચિંતન, સેવન, વંદન, ધ્યાન, લઘુતા, સમતા અને એકતા–આવી
નવધાભક્તિવડે તે મોક્ષમાર્ગને સાધે છે.
પ્રશ્ન: જ્ઞાની નવધાભક્તિ કરે એ તો બતાવ્યું; પણ જ્ઞાની તપ કરે ખરા?
ઉત્તર: હા, જ્ઞાની તપ કરે,–પણ કઈ રીતે? કે પોતાના શુદ્ધસ્વરૂપ સન્મુખ
થઈને તે તપ વગેરે ક્રિયા કરે છે. –આ જ્ઞાનીનો આચાર છે. જ્ઞાનીના આવા
અંતરંગઆચારને