Atmadharma magazine - Ank 266-267
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 4

PDF/HTML Page 1 of 73
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૬
સળંગ અંક ૨૬૬–૨૬૭
Version History
Version
Number Date Changes
001 Aug 2005 First electronic version.

PDF/HTML Page 2 of 73
single page version

background image
વીર સં. ૨૪૯૨ માગશર : વર્ષ ૨૩ : અંક ૨
પરિણામને સ્વ તરફ ઉલ્લસાવ
ગૃહકાર્ય–સંસારકાર્ય તરફના પરિણામ જેટલા
ઓછા જાય તેટલું સારૂં; વધુમાં વધુ પરિણામ
આત્માના હિત તરફના થાય એ ખાસ જરૂરી છે, એ
પરપરિણામ તો જીવને ઝટ સુગમ થઈ જાય છે,
સ્વ–પરિણામ માટે ખૂબ જ જાગૃત રહેવાનું છે.
સતત ઉદ્યમ વડે સ્વપરિણામને સહજ કરવાના છે.
આત્માની અપાર લગનીથી સ્વ. તરફનો તીવ્ર અને
ઊંડો અભ્યાસ જગાડતાં પર તરફના પરિણામ તૂટી
જશે, ને સ્વ તરફના પરિણામથી અપૂર્વ આત્મહિત
સધાશે. હે જીવ! આત્મલગની એવી લગાડ કે
સ્વપરિણામ સુગમ બની જાય ને પરપરિણામ
બોજારૂપ લાગે. આવી આત્મપ્રીતિ કરીશ ત્યારે તને
તારું આત્મસુખ અનુભવમાં આવશે.
૨૬૬
(માગશર–પોષ સંયુક્ત અંક વર્ષ ૨૩ અંક ૨–૩ સળંગ નંબર ૨૬૬–૨૬૭)

PDF/HTML Page 3 of 73
single page version

background image
વર્ષ ૨૩ અંક ૨–૩
વીર સં. ૨૪૯૨ માગશર–પોષ
DEC 1965-JAN 1966
તંત્રી: જગજીવન બાવચંદ દોશી, કુંડલા] [સંપાદક : બ્ર. હરિલાલ જૈન, સોનગઢ
પૂ. ગુરુદેવનું જીવન અધ્યાત્મરસથી કેવું ઓતપ્રોત છે, ને તેમના પવિત્ર જીવન સાથે
વણાયેલા આગળ–પાછળના મંગલ પ્રસંગો કેવા આનંદકારી છે તે ઘણા ખરા મુમુક્ષુઓમાં પ્રસિદ્ધ
છે. ગુરુદેવની વાણી આત્માર્થીને શૂરવીરતા જગાડનારી છે ને મુમુક્ષુને મોક્ષમાર્ગ દેખાડનારી છે.
ગુરુદેવની આવી વાણીને પ્રકાશિત કરતાં ‘આત્મધર્મ’ ને આજકાલ કરતાં ત્રેવીસ વર્ષ થયા.
‘આત્મધર્મ’ દ્વારા ગુરુદેવની આવી મંગળ વાણીની સેવાનું, ને તેમની ચરણછાયામાં વસવાનું
સદ્ભાગ્ય પ્રાપ્ત થયું તે મારા જીવનમાં મહાન લાભનું કારણ બન્યું છે; ગુરુદેવની પરમકૃપા અને
ઉપકારો જોતાં હૃદય ભક્તિથી ભીંજાઈ જાય છે.
ગુરુદેવની મંગલ છાયામાં આપણને સૌને આત્માર્થીતાનું પોષણ મળે, વાત્સલ્યનો
વિસ્તાર થાય, ને દેવગુરુધર્મની ખૂબ પ્રભાવના થાય–એ ‘આત્મધર્મ’ નો ઉદ્દેશ છે, ને તેને
અનુલક્ષીને આત્મધર્મના વધુ ને વધુ વિકાસની ભાવના છે. તેમાં સર્વે વડીલો અને સાધર્મીઓના
સહકારને આવકારીએ છીએ. આત્મધર્મને પોતાનું જ સમજીને અનેક જિજ્ઞાસુઓએ તાર–
ટપાલદ્વારા કે રૂબરૂ જે પ્રેમ પ્રદર્શિત કરેલ છે તે બદલ તેમના આભારી છીએ.
અત્યારે ગુરુદેવના પ્રવચનમાં કે ચર્ચામાં આવેલ નવીન ન્યાયો તથા સમાચારો લગભગ
એક મહિના પછી જિજ્ઞાસુઓને પહોંચી શકે છે. તેને બદલે તાજા પ્રવચનો ઝડપથી જિજ્ઞાસુઓને
પહોચે–તે માટે આત્મધર્મને પાક્ષિક બનાવવાની ઘણા જિજ્ઞાસુઓની માગણી છે ને સંસ્થાએ પણ
તે ધ્યેય સ્વીકાર્યું છે. ગુરુદેવના પ્રતાપથી ને મુમુક્ષુઓના સહકારથી તે ધ્યેય વેલાસર પાર પડે
એમ ઈચ્છીએ છીએ. આવતા અંકથી શરૂ થતો “બાલવિભાગ” પણ બાળકોને આનંદપૂર્વક
ધર્મમાં રસ લેતા કરશે. આવતા અંકથી આત્મધર્મનું પ્રકાશન એકદમ નિયમિત થઈ જશે.
આત્મધર્મના વિકાસ માટે સલાહ–સૂચનાઓ મોકલવા સૌને પ્રેમભર્યું આમંત્રણ છે.

PDF/HTML Page 4 of 73
single page version

background image
આત્મધર્મ વર્ષ ૨૩ અંક ૨
વીર સં. ૨૪૯૨ માગશર
[દ્રવ્ય–ગુણ–પર્યાયના જ્ઞાનથી ભેદજ્ઞાન ને સુખ]
તારા દ્રવ્યને તારા ગુણ–પર્યાય સહિત જાણ,
બીજા દ્રવ્યને બીજાના ગુણ–પર્યાય સહિત જાણ.
પણ એક દ્રવ્યને બીજાના ગુણપર્યાયસહિત ન જાણ.
જગતના બધીજા પદાર્થો તેના ગુણ–પર્યાયો સહિત છે, પણ
તેના ગુણ–પર્યાયોને તારી સાથે સંબંધ નથી.
તારા ગુણ–પર્યાયો તારામાં, તેનો સંબંધ બીજા સાથે નથી.
–આમ સ્વ–પરના દ્રવ્યગુણપર્યાયને ભિન્નભિન્ન ઓળખીને
ભેદજ્ઞાન કર.
કર્મના ગુણ–પર્યાયને પુદ્ગલના જાણ, ને આત્માના ગુણ–
પર્યાયને આત્માના જાણ.
જે પદાર્થને જાણવો હોય તે પદાર્થ તેના ગુણપર્યાયવડે
ઓળખાય છે, પણ એકના ગુણપર્યાય વડે બીજો પદાર્થ ઓળખાય નહીં.
આવા ભિન્ન ગુણ–પર્યાયનો નિર્ણય કરતાં, મારા ગુણ–પર્યાય
મારા દ્રવ્યમાં સમાય છે– એમ નક્ક્ી થાય છે એટલે પર સાથે
એકત્વબુદ્ધિ તૂટીને પોતાના દ્રવ્ય ઉપર લક્ષ જાય છે ત્યાં સુખ પર્યાય
પ્રગટે છે.
આમ દ્રવ્ય–ગુણ–પર્યાયના જ્ઞાનથી સુખ પ્રગટે છે.

PDF/HTML Page 5 of 73
single page version

background image
: ૨ : આત્મધર્મ : માગશર : ૨૪૯૨
શુદ્ધ આત્માનું સેવન કરતો કરતો
ધર્મીજીવોનો સંઘ શિવપુરીમાં ચાલ્યો જાય છે
[તું પણ એનો આદર કરીને એ સંઘની સાથે ભળી જા]
(પરમાત્મપ્રકાશ ગા. ૩૯ પ્રવચનમાંથી)
મોક્ષને અર્થે એક જ કારણ–શુદ્ધઆત્મા કેવળજ્ઞાનસ્વભાવી છે તેને ઉપાદેય
જાણીને ધ્યાનમાં ધ્યાવવો તે જ એક મોક્ષનું કારણ ભગવાને કહ્યું છે. જેના
કેવળજ્ઞાનરૂપી આકાશમાં સમસ્ત લોકાલોક એક નક્ષત્રસમાન ભાસે છે એવા
જ્ઞાનસામર્થ્યવાળું આ પરમાત્મતત્ત્વ જ ધર્માત્માઓને ઉપાદેય છે, –કઈ રીતે? કે સમસ્ત
વિકલ્પરહિત સમાધિકાળે તે પરમાત્મતત્ત્વ ઉપાદેય છે. મોક્ષપુરીમાં જેટલા જીવો ગયા,
જાય છે કે જશે તે બધા જીવો અંતરમાં આવા પરમાત્મતત્ત્વને ઉપાદેય કરી કરીને જ
મોક્ષમાં જાય છે. મોક્ષગામી જીવોનો સંઘ પરમાત્મતત્ત્વની આરાધના કરતો કરતો
મોક્ષમાં ચાલ્યો જાય છે.
શુદ્ધ પરમાત્મતત્ત્વ નિર્વિકલ્પધ્યાનમાં પ્રગટ થાય છે, ત્યારે પરમ આનંદસહિત
અનુભવમાં આવે છે, અને તે જ આરાધવાયોગ્ય છે. એની આરાધના એ જ મોક્ષનો
માર્ગ છે. મોક્ષાર્થીએ પોતાના પરમાત્મતત્ત્વ સિવાય બીજું કાંઈ આરાધવાયોગ્ય નથી.
જ્ઞાનીઓ તો તેને આરાધી રહ્યા જ છે, ને જ્ઞાનીની જેમ બીજા જિજ્ઞાસુ આત્માર્થી
જીવોએ પણ તે જ આરાધવાયોગ્ય છે.
હે જીવ! મોક્ષના અર્થે તું આવા આત્માનું સેવન કર. કઈ રીતે? કે અંતરમાં
નિર્વિકલ્પધ્યાનદ્વારા તેને ઉપાદેય કરીને જાણ. માત્ર ધારણાથી નહિ, શાસ્ત્રથી કે
શ્રવણથી નહિ, વિકલ્પથી નહિ, પણ ઉપયોગને અંતરમાં જોડીને ચૈતન્યસ્વભાવને
ઉપાદેય જાણ. સન્તો અંતરના ધ્યાનમાં જે જ્ઞાનસ્વરૂપ આત્માને ધ્યાવે છે તેને જ તું
નિરંતર આદરવાલાયક જાણ, કેમકે તે જ એક નિરંતર મોક્ષનું કારણ છે; વચ્ચે બીજા
કોઈને એક ક્ષણ પણ મોક્ષના કારણ તરીકે ન સેવ.

PDF/HTML Page 6 of 73
single page version

background image
: માગશર : ૨૪૯૨ આત્મધર્મ : ૩ :
જેને ધ્યાવતાં પરમ આનંદની સ્ફુરણા થાય–એવું તત્ત્વ મોક્ષનું કારણ છે, તેને જ
તું શ્રદ્ધામાં–જ્ઞાનમાં–અનુભવમાં સેવ, એને જ આદર. ધર્મી જીવોનાં ટોળેટોળાં આવા
આત્માને સેવી સેવીને મોક્ષને સાધી રહ્યાં છે. તારે એ સાધક જીવોના સંઘમાં ભળવું
હોય તો તું પણ એવા આત્માને જાણીને તેનું જ સેવન કર.
ધર્મી જીવોનો સંઘ આવા આત્માનું સેવન કરતો કરતો શિવપુરીના પંથે ચાલ્યો
જાય છે. તું પણ એવા જ આત્માનો આદર કરીને એ સંઘની સાથે ભળી જા.
ચાર સંઘના નાયક સીમંધરપરમાત્મા વર્તમાનમાં વિદેહક્ષેત્રે બિરાજે છે, તેઓ
આ રીતે માર્ગ ફરમાવે છે કે શુદ્ધાત્માનું સેવન તે જ અનવરત મોક્ષમાર્ગ છે. ત્યાં મુનિ–
આર્યિકા–શ્રાવક ને શ્રાવિકા એ ચારે સંઘ એ માર્ગના સેવનથી મોક્ષને સાધી રહ્યા છે;
સન્તો એ જ માર્ગ અહીં પ્રકાશી રહ્યા છે ને ધર્માત્માઓ તેને સાધી રહ્યા છે. શુદ્ધાત્માની
આરાધનારૂપ એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી.
જેમ શેરડી ચૂસે ને મીઠો રસ આવે, તેમ ધર્માત્માએ શુદ્ધાત્મા ચૂસવાયોગ્ય છે,
તેને ચૂસતાં પરમઆનંદરસના શેરડા છૂટે છે. એ પરમ શુદ્ધઆત્મતત્ત્વ ધર્મીને અંતરના
ધ્યાનમાં પ્રગટે છે, બહિર્મુખ કોઈ ભાવથી એ તત્ત્વ પ્રગટતું નથી. વિકારીભાવો તો એના
વેરી છે, તો તે વિકારના ધ્યાનમાં એ પરમતત્ત્વ કેમ પ્રગટે? રાગ વગરનું જે શાંત–
નિર્વિકલ્પ ધ્યાન તેમાં જ પરમાત્મતત્ત્વ આનંદસહિત પ્રગટે છે. એ જ મોક્ષનું કારણ છે.
આવા પરમાત્મતત્ત્વને ઉપાદેય જાણીને અંતરમાં ધ્યાવતાં કેવળજ્ઞાન ને પરમ
આનંદની રચના થાય છે. અને એને ભૂલીને અજ્ઞાની જીવ પોતાની પર્યાયમાં ત્રસ–
સ્થાવર પર્યાયોરૂપ સંસારની રચના કરે છે. ત્રસ–સ્થાવર જીવોનો ઉત્પાદક કે રચનાર
કોઈ બીજો ઈશ્વર નથી, પણ આ આત્મા પોતે જ પોતાના પરમાત્મસ્વરૂપને ભૂલીને,
રાગદ્વેષ–મોહવડે પોતાની પર્યાયમાં ત્રસ–સ્થાવર પર્યાયોને રચે છે, તેથી તે જ ત્રસ–
સ્થાવરનો ઉત્પાદક છે. ને જ્યાં અંતર્મુખ સ્વભાવનો અપાર મહિમા સન્તોની પાસેથી
સાંભળતાં તેને નિર્વિકલ્પધ્યાનમાં ઉપાદેય કર્યો ત્યાં ભવભ્રમણ ટળ્‌યું ને પરમાત્મપદ
ખીલ્યું. અહો, મોક્ષના–કારણરૂપ આવું ઉપાદેય તત્ત્વ સંતોએ પરમ અનુગ્રહથી બતાવ્યું
છે. હે જીવ આવા તત્ત્વને પરમ ઉલ્લાસથી તું સેવ, ને સંતોની સાથે શિવપુરીના સંઘમાં
ચાલ્યો જા...

PDF/HTML Page 7 of 73
single page version

background image
: ૪ : આત્મધર્મ : માગશર : ૨૪૯૨
મારું જ્ઞાન
[પરમાત્મપ્રકાશ ગાથા (પર) ઉપર પ્રવચન]
અહો, જ્ઞાનસ્વરૂપની ભાવના ભાવે તો તેમાં ક્્યાં દુઃખ છે?
જ્ઞાનને તો આનંદની સાથે તન્મયતા છે, પણ જ્ઞાનને દુઃખ સાથે
તન્મયતા નથી. જ્ઞાનમાં દુઃખનો પ્રવેશ જ નથી. આવું જ્ઞાન તે જ હું છું
એવું સ્વસંવેદન કરતાં પરમ આનંદ સ્ફૂરે છે.
આ આત્મા દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ છે; એટલે દેહ આત્માનો નથી, આત્માનું તો
‘જ્ઞાન’ છે. જ્ઞાનમાં આત્મા તન્મય છે. ‘જ્ઞાન’ કહેતાં જ્ઞાન સાથે આનંદ આત્માનું
સ્વરૂપ છે, પણ ‘જ્ઞાન’ કહેતાં તેમાં કાંઈ ભેગો રાગ નથી આવતો. રાગ આત્માનું ખરૂં
સ્વરૂપ નથી, જ્ઞાન જ આત્માનું તન્મય સ્વરૂપ છે.
જ્ઞાનમાં તન્મય રહીને આત્મા પરને જાણે છે, પણ કાંઈ પરમાં તન્મય થતો
નથી. પરને જાણતાં પરમાં તન્મય થઈ જતો હોય તો તો પરનાં સુખદુઃખની પણ વેદના
આત્માને થાય; ને નરકનાં દુઃખોને જાણતાં કેવળી ભગવાન પણ દુઃખી થઈ જાય.–પણ
એમ નથી. કેવળજ્ઞાની પ્રભુ તો પોતાના અતીન્દ્રિય–આનંદમાં જ તન્મય રહીને વિશ્વને
જાણે છે. જ્ઞાન, પોતાના આનંદમાં તન્મય છે પણ પરમાં તન્મય નથી, સંયોગમાં તન્મય
નથી, રાગમાં તન્મય નથી.
નારકીનો જીવ પણ ત્યાંના સંયોગમાં તન્મય નથી એટલે તેને ત્યાંના સંયોગનું
કાંઈ દુઃખ નથી પણ પોતાના રાગ–દ્વેષનું જ દુઃખ છે. ધર્મી જાણે છે કે હું તો જ્ઞાન છું,
મારું તો જ્ઞાન જ છે; સંયોગ મારો નથી, દેહ મારો નથી, ને રાગ પણ મારો નથી. એમ
બધાથી જુદાપણે હું મારા જ્ઞાનમાં જ તન્મય છું. જ્ઞાનનો મને કદી વિયોગ નથી. બધા
સંયોગથી ને રાગથી જુદા રહીને તેને જાણવાની મારી તાકાત છે; જ્ઞાન સાથે આનંદની
તન્મયતા છે, પણ પરની તન્મયતા નથી. પરનું વેદન મારા જ્ઞાનમાં નથી, એટલે પરના
સુખ–દુઃખનું વેદન મને નથી. હું તો જ્ઞાન છું, મારું તો જ્ઞાન છે.–એમ ધર્મીજીવ પોતાને
જ્ઞાનપણે જ અનુભવે છે.
અહો! જ્ઞાનસ્વરૂપની ભાવના ભાવે–તો તેમાં ક્્યાં દુઃખ છે? જ્ઞાનમાં દુઃખનો
પ્રવેશ જ નથી. જ્ઞાનની સીમામાં પરનો કે દુઃખનો પ્રવેશ નથી.

PDF/HTML Page 8 of 73
single page version

background image
: માગશર : ૨૪૯૨ આત્મધર્મ : ૫ :
કેવળજ્ઞાન એવડું મોટું થયું કે લોકાલોક તેમાં જ્ઞેય થયા, છતાં તે કેવળજ્ઞાનની સીમામાં પરનો
એક કણિયો પણ આવ્યો નથી. તે જ્ઞાન લોકાલોકથી ભિન્ન છે, પણ પોતાના આનંદાદિ
સ્વભાવથી અભિન્ન છે. પરને તો તન્મય થયા વગર જાણે છે, પણ પોતાના આનંદને તો
તન્મય થઈને જાણે છે. પોતાના આનંદને જાણતાં આનંદથી જુદું રહે નહિ.–આમ અતીન્દ્રિય
આનંદ સાથે જ્ઞાનને તન્મયપણું છે; આવું જ્ઞાન જ મારું ‘સ્વ’ છે; જ્ઞાનથી ભિન્ન બીજું કાંઈ
મારું સ્વ નથી.
જ્ઞાનની નજીકમાં શરીરની ક્રિયા કે રાગ દેખાય ત્યાં જ્ઞાન તેમાં તન્મય થયા વગર
તેને જાણનારું છે. પણ અજ્ઞાનીને ભ્રમણા થાય છે કે મારા જ્ઞાનમાં આ રાગાદિ આવી ગયા.–
તેને જ્ઞાનની સત્તા જુદી ભાસતી નથી. રાગ સાથે તન્મય થઈને જાણવા જાય તો તે જ્ઞાન
આનંદ સાથે તન્મય રહેતું નથી.
* જીવતત્ત્વ તો જ્ઞાનમય છે.
* રાગાદિક તો આસ્રવતત્ત્વ છે.
* દેહની ક્રિયા તો અજીવતત્ત્વ છે.
–એમ ત્રણ તત્ત્વો ભિન્નભિન્ન છે. ત્યાં ભિન્નપણું ભૂલીને તન્મયપણે જાણવા જાય છે
તેનું જ્ઞાન મિથ્યા થાય છે. દેહનું ને રાગનું ‘જ્ઞાન’ પોતાનું છે, પણ દેહ કે રાગ પોતાનાં નથી.
જ્ઞાન જો રાગને જાણતાં રાગમય થાય કે દેહને જાણતાં દેહમય થાય તો જીવ–આસ્રવ ને
અજીવ ત્રણે તત્ત્વો જુદા રહેતાં નથી, જીવની પોતાની જાણવાની તાકાત કેવી છે એની પણ
અજ્ઞાનીને ખબર નથી.
જ્ઞાનની તન્મયતામાં આનંદ છે, પ્રભુતા છે, સ્વપરપ્રકાશકતા છે, પણ તે જ્ઞાનમાં પર નથી,
વિકાર નથી. જ્ઞાન અને પરજ્ઞેયની ભિન્નતા છે, ને આનંદ વગેરે સ્વજ્ઞેય સાથે જ્ઞાનની અભિન્નતા
છે. આનંદ સાથે ઉપયોગનું તન્મયપણું થયા વગર અતીન્દ્રિય આનંદનું વેદન થાય નહિ.
અરે જીવ! આ તારા ઘરની, તારા સ્વભાવની વાત સન્તો તને દેખાડે છે. જ્ઞાન તારું
છે તેને તું જાણ, તે જ્ઞાન ઉપાદેયરૂપ સુખથી ભરપૂર છે. સુખ સાથે તન્મય આવા તારા જ્ઞાનને
જ તું ઉપાદેય જાણ. ‘મારું જ્ઞાન છે’ એમ જ્ઞાનપણે આત્માને અનુભવમાં લે.
જ્ઞાન પરને જાણતાં નિજભાવને છોડીને પરમાં જતું નથી, કે પર ભાવના અંશનેય
પોતામાં લાવતું નથી. પોતાના અસ્તિત્વમાં રહીને સ્વ–પરપ્રકાશકભાવે જ્ઞાન પરિણમે છે.
જ્ઞાનની સત્તામાં આનંદ છે, પણ જ્ઞાનની સત્તામાં જડ નથી, જ્ઞાનની સત્તામાં વિકાર નથી.
આનંદ સાથે જેને જુદાઈ નથી એવું નિજજ્ઞાન જ અનુભવવા યોગ્ય છે–એમ જાણવું. આવા
જ્ઞાનને પોતે અનુભવમાં લ્યે ત્યારે કેવળી પ્રભુના પૂર્ણ જ્ઞાનની ને પૂર્ણ આનંદની ખબર પડે.
એ ઈન્દ્રિયાતીત જ્ઞાન પરમ આનંદરસમાં તરબોળ છે. આવું જ્ઞાન નિજસ્વભાવના પરમ
મહિમાથી ભરેલું છે. –આવું મારું જ્ઞાન છે, તે જ હું છું. આમ જાણનાર થઈને જાણનારને
જાણતાં પરમ આનંદ થાય છે. –આવા આનંદમય જ્ઞાનનો અનુભવ કરો–એમ સન્તોનો
ઉપદેશ અને આશીર્વાદ છે.

PDF/HTML Page 9 of 73
single page version

background image
: ૬ : આત્મધર્મ : માગશર : ૨૪૯૨
હે જીવ! ચિન્તાઓને છોડીને આત્માને સાધ
અરે, મારા ચૈતન્યનો આનંદ, તેમાં આ કલેશ શો? આ
ચારગતિના દુઃખ શા? એમ જો તું દુઃખથી છૂટીને તારા આનંદને
અનુભવવા ચાહતો હો, તો બીજી બધી ચિન્તા છોડીને આત્મામાં જ
ચિત્તને જોડ.....સમ્યગ્દર્શનની ચિન્તાના વિકલ્પ કર્યા કરે તેથી કાંઈ
સમ્યગ્દર્શન પમાતું નથી; આત્માનું વાસ્તવિક સ્વરૂપ ઓળખી, તેને
ચિન્તવી, નિર્વિકલ્પ પ્રતીત કરતાં સમ્યગ્દર્શન થાય છે....પરની
ચિન્તાનો ભાર માથે રાખીને આત્માની શાંત–અનુભૂતિ થઈ શકે
નહીં....સર્વજ્ઞ જેવો સ્વભાવ જ્યાં પ્રતીતમાં લીધો ત્યાં ધર્મીને તેવું
પરિણમન થવા લાગ્યું.....ને તે સિદ્ધ–ભગવંતોની પંક્તિમાં બેઠો.
[પરમાત્મપ્રકાશનું એક સુંદર પ્રવચન]



આ પરમાત્મ–પ્રકાશમાં આત્માનું પરમાત્મસ્વરૂપ બતાવીને તેના ચિન્તનનો
ઉપદેશ આપે છે. હે મુમુક્ષુ! તારો આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે. ચારગતિનાં દુઃખ
તારા આનંદના શત્રુ છે. ચૈતન્યસ્વરૂપના સંબંધથી પરમ આનંદ થાય છે, ને પરના
સંબંધથી દુઃખ થાય છે. ચારે ગતિના દુઃખનો જો તને ડર લાગ્યો હોય તો હે જીવ!
નિશ્ચિંત થઈને તું મોક્ષનું સાધન કર; આ લોક સંબંધી કાંઈ પણ ચિન્તા ન કર, નિશ્ચિંત
થઈને પરલોકનું સાધન કર, એટલે કે ઉત્કૃષ્ટ આત્મસ્વરૂપનું અવલોકન કર.

PDF/HTML Page 10 of 73
single page version

background image
: માગશર : ૨૪૯૨ આત્મધર્મ : ૭ :
અરે, મારા ચૈતન્યનો આનંદ, તેમાં આ કલેશ શો? આ ચાર ગતિના દુઃખ શા? એમ જો
તું દુઃખથી છૂટીને તારા આનંદને અનુભવવા ચાહતો હો તો, દુઃખથી ભિન્ન તારા
સ્વરૂપને જાણ. મનમાં જ્યાં સુધી બીજું શલ્ય હશે–ચિન્તા હશે–ઉપાધિ હશે ત્યાંસુધી
ચિત્ત આત્મામાં જોડાશે નહિ. માટે સર્વ ચિન્તા છોડીને આત્મામાં ચિત્તને જોડ.
પોતામાં જેને રાગાદિ ભાવો સાથે એકબુદ્ધિ છે તે પરભાવથી ભિન્ન આત્માને
દેખતો નથી; બીજાના આત્માને પણ તે પરભાવથી પૃથક્ દેખતો નથી. તે નિશ્ચિંત થઈને
આત્માને ચિંતવી શકશે નહિ.
ભાઈ, તારા આત્મામાં સદાય અનંત ગુણ છે; તે બધા ગુણ સમયે સમયે
સ્વપર્યાયરૂપ કાર્યપણે પરિણમી જ રહ્યા છે. જે કાર્ય નિજસ્વભાવથી થઈ જ રહ્યું છે તેને
બીજા સાધનવડે હું કરું એ વાત ક્્યાં રહે છે? સામાન્ય–વિશેષરૂપ વસ્તુ છે, એટલે સમયે
સમયે તે પરિણમી જ રહી છે, પછી બીજો તેના પરિણમનમાં શું દખલ કરે?–જાણે, પણ
તેમાં કાંઈ દખલ કરી શકે નહિ. આવું સ્વાધીન–સ્વતંત્ર સ્વરૂપ જાણીને હે જીવ! તું
અનંતગુણમય તારા સ્વરૂપને જ ચિંતવ ને અન્યની ચિન્તા છોડ. બહારની બીજી
ચિન્તાની તો શી વાત, અહીં તો કહે છે કે મોક્ષની પણ ચિન્તા ન કર. મોક્ષની ચિન્તા
કર્યા કરવાથી કાંઈ મોક્ષ નથી થતો, પણ વિકલ્પરહિત થઈને સ્વરૂપના ચિંતનમાં રહેતાં,
ઉપયોગની શુદ્ધી વધતાં મોક્ષ થાય છે. એ જ રીતે, સમ્યગ્દર્શન માટે સમ્યગ્દર્શનની
ચિન્તાના વિકલ્પ કર્યા કરે તેથી કાંઈ સમ્યગ્દર્શન પમાય નહિ, પણ આત્માનું
વાસ્તવિકસ્વરૂપ ઓળખી, તેને ચિન્તવી, નિર્વિકલ્પ પ્રતીત કરતાં સમ્યગ્દર્શન થાય છે.
મોક્ષની ઈચ્છા મોક્ષને અટકાવનાર છે; અને તે પર્યાય તો અત્યારે અભાવરૂપ
છે, તે અભાવનું ચિંતન શું? સદ્ભાવરૂપ જે સ્વભાવ છે તે સ્વભાવને જ ચિંતનમાં લે.
એ સ્વભાવની અનુભૂતિ જ મોક્ષનો ને સમ્યક્ત્વાદિનો ઉપાય છે. ચિન્તામાં તો
આકુળતા છે, ને તે ચિન્તાથી તો કર્મ બંધાય છે; માટે ચિન્તા એ કાંઈ ઉપાય નથી. માટે
કહ્યું છે કે નિશ્ચિંત પુરુષો આત્માને સાધે છે. ચૈતન્યસ્વભાવમાં ચિન્તા કેવી? વિકલ્પ
કેવો? એની આરાધનાથી તો ચિન્તા તૂટી જાય છે; જગતની ગમે તેવી ચિન્તામાં પણ
ધર્મીજીવ જ્યાં પોતાના સ્વભાવના ચિંતનમાં ઉપયોગને જોડે છે ત્યાં દુનિયાની બધી
ચિન્તાના ચૂરા થઈ જાય છે. ચિન્તામાં તો અશાન્તિ છે; વિકલ્પરહિત શાંતચિત્ત થઈને
આત્માને ધ્યાવે ત્યારે આત્મા અનુભવમાં આવે છે; એ અનુભવમાં કોઈ ચિન્તાનો
બોજો નથી, પરની ચિન્તાનો ભાર માથે રાખીને આત્માની શાંત અનુભૂતિ થઈ શકે
નહિ. ચિન્તાનો બોજો ઉતારી નાંખીને હળવો ફૂલ થઈને જ્ઞાનને અંદરમાં થંભાવે ત્યારે
આત્માના શાંતરસનો અનુભવ થાય.

PDF/HTML Page 11 of 73
single page version

background image
: ૮ : આત્મધર્મ : માગશર : ૨૪૯૨
સિદ્ધ ભગવાનથી જરાપણ તારી જુદાઈ ગણ તો તું મિથ્યાદ્રષ્ટિ છો. એક આંખના
ટમકાર માત્ર પણ જે જીવ સિદ્ધસ્વરૂપથી જુદો રહે છે તે મિથ્યાદ્રષ્ટિ છે, –સ્વભાવની તેને
પ્રતીત નથી. જેવા સિદ્ધ જ્ઞાતાદ્રષ્ટા તેવો જ આ આત્મા જ્ઞાતાદ્રષ્ટા,–એવા પોતાના
સ્વભાવને દ્રષ્ટિમાં લેવો તે સમ્યગ્દર્શન છે. સર્વજ્ઞનું જ્ઞાન આખા જગતનું જ્ઞાતા છે પણ
કોઈનું કર્તા નથી; એવો જ જ્ઞાનસ્વભાવ દરેક આત્મામાં છે. સર્વજ્ઞ સિદ્ધ પરમાત્મા
પ્રગટપણે મુક્ત છે, તેમ મારો સ્વભાવ શક્તિરૂપે એવો જ મુક્ત છે,–એમ પ્રતીતમાં લેતાં
ધર્મીને પર્યાયમાં પણ તેનું પરિણમન પ્રગટ થવા લાગ્યું; તે પણ સર્વજ્ઞની જેમ જ્ઞાતા–
દ્રષ્ટાપણે પરિણમવા લાગ્યો. જેમ સર્વજ્ઞને રાગાદિમાં ક્્યાંય કર્તૃત્વ નથી તેમ સાધકને ય
જ્ઞાનપરિણમનમાં રાગનું કર્તૃત્વ નથી. બંનેની એક જ જાત થઈ છે. સત્તા ભિન્ન પણ
જાતિ એક. અહા, અંતરમાં સિદ્ધપ્રભુ જેને ભેટ્યા, પોતાના જ આત્માને સિદ્ધસ્વરૂપે જેણે
દેખ્યો તેને પર્યાયમાં સિદ્ધ જેવો ભાવ ન પ્રગટે–એમ બને નહિ. સમ્યગ્દર્શન થયું ત્યાં
આત્મા સિદ્ધની પંક્તિમાં બેસી ગયો. સમ્યગ્દર્શનની અલૌકિકસ્થિતિની જગતને ખબર
નથી.
જેમ સર્વજ્ઞના જ્ઞાનમાં નિમિત્તપણે લોકાલોક છે, પણ સર્વજ્ઞ તેમાં ક્્યાંય કર્તા
નથી, તેમ સાધકના અલ્પ જ્ઞાનમાં અલ્પ જ્ઞેયો નિમિત્ત છે પણ સર્વજ્ઞની જેમ તે સાધક
પણ પરજ્ઞેયમાં ક્્યાંય કર્તા નથી. સર્વજ્ઞને પૂરું જ્ઞાન ને સાધકને અલ્પજ્ઞાન, એટલો જ
ફેર, પણ કેવળી જેવા જ પોતાના શુદ્ધાત્માને અલ્પજ્ઞાન વડે પણ સાધક અનુભવે છે. તે
અનુભવમાં પૂરા ને અધૂરાનો ભેદ નડતો નથી. પ્રવચનસાર ગા. ૩૩ માં આચાર્યદેવ કહે
છે કે–
જેમ ભગવાન કેવળજ્ઞાન વડે કેવળ–શુદ્ધ આત્માને આત્માથી આત્મામાં
અનુભવવાને લીધે કેવળી છે, તેમ અમે પણ શ્રુતજ્ઞાન વડે કેવળ આત્માને આત્મામાં
અનુભવવાને લીધે શ્રુતકેવળી છીએ. વિશેષ આકાંક્ષાના ક્ષોભથી બસ થાઓ;
સ્વરૂપનિશ્ચળ જ રહીએ છીએ. જુઓ, આ સાધકનો પાવર! જ્ઞાનની કેટલી તાકાત?
જ્ઞાન ભલે થોડું હો પણ તે ક્્યાંય રાગમાં અટકતું નથી; ક્્યાંય અટક્યા વગર સ્વરૂપમાં
નિશ્ચલ રહે છે, તેનામાં કેવળજ્ઞાન લેવાની તાકાત છે. માટે હે જીવ! ઓછું–વધારે
જાણવાની આકુળતા છોડીને જ્ઞાનને સ્વાનુભવમાં જોડ! બધી ચિન્તા છોડી, પૂર્ણ
જ્ઞાનાનંદી નિજસ્વરૂપમાં ઉપયોગને જોડ, તો તને પરમ આનંદ તારામાં અનુભવાશે ને
સંસારસંબંધી સમસ્ત કલેશ છૂટી જશે.

PDF/HTML Page 12 of 73
single page version

background image
: માગશર : ૨૪૯૨ આત્મધર્મ : ૯ :
બે ભાગ
(તેમાંથી સારૂં તે તારું)
એકકોર આનંદનો મોટો ઢગલો એવો સ્વભાવ,
બીજીકોર રાગ–દ્વેષ–પુણ્ય–પાપ–મોહરૂપ દુઃખનો ઢગલો.
એક સુખનો ઢગલો બીજો દુઃખનો ઢગલો, બંને ઢગલા તારી સામે
પડ્યા છે, તેમાંથી તારે જોઈએ તે ઢગલો લે. તને જે ગમે તે ભાગ તું લે. ક્્યો
ભાગ લઈશું?
સન્તો કહે છે કે આ આનંદનો ઢગલો તે તારો સાચો ભાગ છે, તે
ભાગ સારો ને ઉત્તમ છે, ને દુઃખનો–વિકારનો ભાગ તે સારો ભાગ નથી, એ
તો બગડેલો ભાગ છે. માટે સારો ભાગ તે તારો, –એમ સમજીને સારભૂત
એવા આનંદસ્વભાવને તું ગ્રહણ કરજે, વિકારને–દુઃખને ગ્રહણ કરીશ નહિ.
‘સારૂં તે તારું. ’
એકકોર પરભાવોનો પૂંજ ને એકકોર શુદ્ધસ્વભાવનો પૂંજ, બંને ઢગલા
એક સાથે તારી સામે વિદ્યમાન છે, પણ તું પરભાવના પૂંજને છોડીને
શુદ્ધદ્રષ્ટિવડે અંતરમાં સ્વભાવના પૂંજને ગ્રહણ કરજે. એ ભાગ અનંતો મહાન
અને ઉત્તમ છે. –આવો સંતોનો ઉપદેશ છે.
બહુ લોક જ્ઞાનગુણે રહિત, આ પદ નહિ પામી શકે;
રે ગ્રહણ કર તું નિયત આ, જો કર્મમોક્ષેચ્છા તને.

PDF/HTML Page 13 of 73
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : માગશર : ૨૪૯૨
ધર્મના આરાધક સમ્યગ્દ્રષ્ટિની પ્રશંસા
[લેખાંક બીજો: ગતાંકથી ચાલુ]
સમ્યક્ત્વની અત્યંત વીરલતા બતાવીને ગમેતેવી પરિસ્થિતિ
વચ્ચે પણ દ્રઢ આરાધનાનો ઉપદેશ આપતાં આ પ્રવચનમાં ગુરુદેવ કહે
છે કે સમ્યગ્દ્રષ્ટિ લાખોકરોડો જીવોમાં એકલો હોય તોપણ તે શોભે છે
ને એકલો–એકલો નિઃશંકપણે તે મોક્ષમાર્ગમાં ચાલ્યો જાય છે. જગતમાં
કોઈનો સાથ ન હોય તો પણ સર્વજ્ઞ ભગવાન એના સાથીદાર છે. માટે
હે જીવ! તું દ્રઢપણે આવા સમ્યક્ત્વની આરાધના કર.
રોગાદિ ગમે તેવી પ્રતિકૂળતામાં ય ‘હું સ્વયંસિદ્ધ, ચિદાનંદસ્વભાવી પરમાત્મા
છું’ એવી નિજાત્માની અંતર પ્રતીત ધર્મીને ખસતી નથી. આત્માના સ્વભાવની આવી
પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે, ને તેમાં નિમિત્તરૂપ સર્વજ્ઞદેવની વાણી છે; તેમાં જેને સંદેહ છે
તે જીવને ધર્મ હોતો નથી. સમ્યગ્દ્રષ્ટિ જિનવચનમાં અને જિનવચને દર્શાવેલા
આત્મસ્વભાવમાં પ્રતીતિ કરીને સમ્યગ્દર્શનમાં નિશ્ચલ સ્થિતિ કરે છે. આવા જીવો
જગતમાં ત્રણે કાળે વિરલા જ હોય છે. ભલે થોડા હોય તો પણ તે પ્રશંસનીય છે.
જગતના સામાન્ય જીવો ભલે તેને ન ઓળખે પણ સર્વજ્ઞ ભગવંતો સંતો ને જ્ઞાનીઓથી
તે પ્રશંસાને પાત્ર છે, ભગવાને અને સંતોએ તેને મોક્ષમાર્ગમાં સ્વીકાર્યા છે. જગતમાં
આથી મોટી બીજી કઈ પ્રશંસા છે? બહારમાં ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગ હોય તો પણ
સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્મા પવિત્ર દર્શનથી ચલાયમાન થતા નથી.
પ્રશ્ન: –ચારેકોર પ્રતિકૂળતાથી ઘેરાયેલો હોય એવા જીવને સમ્યગ્દર્શનની ફૂરસદ
ક્્યારે મળે?
ઉત્તર: –ભાઈ! સમ્યગ્દર્શનમાં ક્્યાં કોઈ સંયોગની જરૂર છે? પ્રતિકૂળ સંયોગો
કાંઈ દુઃખનું કારણ નથી ને અનુકૂળ સંયોગો કાંઈ સમ્યક્ત્વનું કારણ નથી.
આત્મસ્વરૂપમાં ભ્રાંતિ જ દુઃખનું કારણ છે ને આત્મસ્વરૂપની નિર્ભ્રાન્ત પ્રતીત તે
સમ્યગ્દર્શન છે, તે સુખનું કારણ છે, આ સમ્યગ્દર્શન કોઈ સંયોગોના આશ્રયે નથી પણ
પોતાના સહજ સ્વભાવના જ આશ્રયે છે. અરે, નરકમાં તો કેટલી

PDF/HTML Page 14 of 73
single page version

background image
: માગશર : ૨૪૯૨ આત્મધર્મ : ૧૧ :
અસહ્ય પ્રતિકૂળતા છે! ત્યાં ખાવાનું અન્ન કે પીવાનું પાણી મળતું નથી, ઠંડી–ગરમીનો
પાર નથી, શરીરમાં પીડાનો પાર નથી, કાંઈ જ સગવડતા નથી, છતાં ત્યાં પણ
(સાતમી નરકમાં પણ) અસંખ્યાતા જીવો સમ્યગ્દર્શન પામેલા છે;–તે કોના આધારે
પામ્યા? સંયોગોનું લક્ષ છોડી પરિણતિને અંતરમાં વાળીને પોતાના આત્માના આશ્રયે
સમ્યગ્દર્શન પામ્યા. નરકમાં પણ આવું સમ્યગ્દર્શન થાય છે તો અહીં કેમ ન થાય? અહીં
કાંઈ નરક જેટલી તો પ્રતિકૂળતા નથી ને? પોતે પોતાની રુચિ પલટાવીને આત્માની
દ્રષ્ટિ કરે તો સંયોગ કાંઈ નડતા નથી. પોતે રુચિ ન પલટાવે ને સંયોગનો વાંક કાઢે એ
તો મિથ્યાબુદ્ધિ છે.
અહીં, પૈસા હોય કે પુણ્ય હોય તો જીવ પ્રશંસનીય છે એમ ન કહ્યું, પણ જેની
પાસે ધર્મ છે તે જ જીવ પ્રશંસનીય છે એમ કહ્યું. પૈસા કે પુણ્ય એ ક્્યાં આત્માના
સ્વભાવની ચીજ છે? જે પોતાના સ્વભાવની ચીજ ન હોય તેનાથી આત્માની શોભા
કેમ હોય? હે જીવ! તારી શોભા તો તારા નિર્મળ ભાવોથી છે, બીજાથી તારી શોભા
નથી, અંતર સ્વભાવની પ્રતીત કરીને તેમાં તું ઠર એટલી જ તારી મુક્તિની વાર છે.
અનુકૂળ–પ્રતિકૂળ સંયોગ ઉપરથી કાંઈ ધર્મ–અધર્મનું માપ નથી; ધર્મી હોય તેને
પ્રતિકૂળતા આવે જ નહિ–એવું નથી; હા, એટલું ખરૂં કે પ્રતિકૂળતામાંય ધર્મી જીવ
પોતાના ધર્મને છોડે નહિ. કોઈ કહે કે ધર્મીને પુત્ર વગેરે મરે જ નહિ, ધર્મીને રોગ થાય
જ નહિ, ધર્મીને વહાણ ડૂબે જ નહિ, તો એની વાત સાચી નથી, એને ધર્મના સ્વરૂપની
ખબર નથી. ધર્મીનેય પૂર્વ પાપનો ઉદય હોય તો એ બધું બને. કોઈવાર ધર્મીના પુત્રાદિનું
આયુષ્ય ઓછું પણ હોય ને અજ્ઞાનીના પુત્રાદિનું આયુષ્ય વિશેષ હોય, પણ તેથી શું?
એ તો પૂર્વના બાંધેલા શુભ–અશુભ કર્મના ચાળા છે, એની સાથે ધર્મ–અધર્મનો સંબંધ
નથી. ધર્મીની શોભા તો પોતાના આત્માથી જ છે, કાંઈ સંયોગથી એની શોભા નથી.
મિથ્યાદ્રષ્ટિને સંયોગ કોઈવાર અનુકૂળ હોય, પણ અરે! મિથ્યામાર્ગનું સેવન એ
મહાદુઃખનું કારણ છે–એની પ્રશંસા શી? કુદ્રષ્ટિની–કુમાર્ગની પ્રશંસા ધર્મી જીવ કરે નહિ.
સમ્યક્ પ્રતીતિ વડે નિજસ્વભાવથી જે જીવ ભરેલો છે ને પાપના ઉદયના કારણે
સંયોગથી ખાલી (અર્થાત્ અનુકૂળ સંયોગ તેને નથી) તો પણ તેનું જીવન પ્રશંસનીય
છે–સુખી છે. હું મારા સુખસ્વભાવથી ભરેલો છું ને સંયોગથી ખાલી છું–એવી અનુભૂતિ
ધર્મીને સદાય વર્તે છે, તે સત્યનો સત્કાર કરનાર છે, આનંદદાયક અમૃત માર્ગે ચાલનાર
છે. અને સ્વભાવથી જે ખાલી છે અર્થાત્ જ્ઞાનાનંદથી ભરેલા નિજસ્વભાવને જે દેખતો
નથી ને વિપરીત દ્રષ્ટિથી રાગને જ ધર્મ માને

PDF/HTML Page 15 of 73
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : માગશર : ૨૪૯૨
છે, સંયોગથી ને પુણ્યથી પોતાને ભરેલો માને છે, તે જીવ બહારના સંયોગથી સુખી જેવો દેખાતો હોય
તો પણ તે ખરેખર મહા દુઃખી છે, સંસારના માર્ગે છે. બહારનો સંયોગ એ કાંઈ વર્તમાન ધર્મનું ફળ
નથી. ધર્મી જીવ બહારથી ભલે ખાલી હોય પણ અંતરમાં ભરેલા સ્વભાવના ભરોસે તે કેવળજ્ઞાની
થવાનો. અને જે જીવ સંયોગથી ભરેલો પણ સ્વભાવથી ખાલી છે–સમ્યગ્દર્શનથી રહિત છે તે ઊંધી
દ્રષ્ટિથી સંસારમાં રખડવાનો; આત્માને સ્વભાવથી ભરેલો ને સંયોગથી ખાલી માન્યો તો તેના ફળમાં
સંયોગરહિત એવા સિદ્ધપદને પામશે. સંયોગથી આત્માની મોટાઈ નથી. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે–
લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો?
શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો?
વધવાપણું સંસારનું નરદેહને હારી જવો,
એનો વિચાર નહીં અહોહો! એક પળ તમને હવો.
અરે, સંયોગથી આત્માની મોટાઈ માનવી એ તો સ્વભાવને ભૂલીને આ મોંઘો મનુષ્ય
ભવ હારી જવા જેવું છે. માટે હે ભાઈ! આવો મનુષ્ય અવતાર પામીને આત્માનું ભાન કેમ
થાય ને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈને ભવભ્રમણ કેમ મટે–એનો પ્રયત્ન કર.
જગતમાં અસત્ માનનારા ઘણા હોય, તેથી શું? અને સત્યધર્મ સમજનારા થોડા જ
હોય –તેથી શું? તેથી કાંઈ અસત્ની કિંમત વધી જાય ને સત્ની કિંમત ઘટી જાય એમ નથી.
કીડીનાં ઘણાં ટોળાં હોય ને માણસ થોડા હોય–તેથી કાંઈ કીડીની કિંમત વધી ન જાય.
જગતમાં સિદ્ધો સદાય થોડા ને સંસારી જીવો ઝાઝા, તેથી સિદ્ધ કરતાં સંસારીની કિંમત શું
વધી ગઈ? જેમ અફીણનો ભલે મોટો ઢગલો હોય તોપણ તે કડવો છે, ને સાકરની નાની
કટકી હોય તોપણ તે મીઠી છે, તેમ મિથ્યામાર્ગમાં કરોડો જીવો હોય તોપણ તે માર્ગ ઝેર જેવો
છે, ને સમ્યક્માર્ગમાં ભલે થોડા જીવો હોય તોપણ તે માર્ગ અમૃત જેવો છે. જેમ, થાળી ભલે
સોનાની હોય પણ જો તેમાં ઝેર ભર્યું હોય તો તે શોભતું નથી ને ખાનારને મારે છે, તેમ ભલે
પુણ્યના ઠાઠ વચ્ચે પડ્યો હોય પણ જે જીવ મિથ્યાત્વરૂપી ઝેર સહિત છે, તે શોભતો નથી, તે
સંસારમાં ભવભ્રમણથી મરે છે. પણ, જેમ થાળી ભલે લોઢાની હોય પણ જો તેમાં અમૃત ભર્યું
હોય તો તે શોભે છે ને ખાનારને તૃપ્તિ આપે છે, તેમ ભલે પ્રતિકૂળતાના ગંજ વચ્ચે પડ્યો
હોય પણ જે જીવ સમ્યગ્દર્શનરૂપી અમૃતથી ભરેલો છે તે શોભે છે, તે આત્માના પરમ સુખને
અનુભવે છે ને અમૃત એવા સિદ્ધપદને પામે છે.
પરમાત્મપ્રકાશ પૃ: ૨૦૦ માં કહ્યું છે કે–
“वरं नरकवासोऽपि सम्यक्त्वेन हि संयुतः।
न तु सम्यक्त्वहीनस्य निवासो दिवि राजते।।”
સમ્યક્ત્વ સહિત જીવનો તો નરકવાસ પણ ભલો છે ને સમ્યક્ત્વરહિત જીવનો
દેવલોકમાં નિવાસ પણ શોભતો નથી, સમ્યગ્દર્શન વગર દેવલોકના દેવો પણ દુઃખી જ છે.
શાસ્ત્રો તો તેને પાપી કહે છે.
‘सम्यक्त्वरहित जीवाः पुण्यसहिता अपि पापजीवा भण्यन्ते’ ।
આમ જાણીને શ્રાવકે સૌથી પહેલાંં સમ્યક્ત્વની આરાધના કરવી.

PDF/HTML Page 16 of 73
single page version

background image
: માગશર : ૨૪૯૨ આત્મધર્મ : ૧૩ :
[૭–૮]
તત્ત્વરસિક જિજ્ઞાસુઓને પ્રિય, દશ પ્રશ્ન દશ ઉત્તરનો આ
વિભાગ પૂ. ગુરુદેવ પાસે થયેલ તત્ત્વચર્ચાઓમાંથી તેમજ
શાસ્ત્રોમાંથી તૈયાર કરવામાં આવે છે. બ્ર. હ. જૈન

[
૭૧] પ્રશ્ન:– બીજના ચન્દ્રની ત્રણ કળા હોય છે, એ દ્રષ્ટાન્તે ભેદજ્ઞાનની ત્રણ કળા
બતાવી, તે કઈ રીતે?
ઉત્તર:– પૂર્ણ ચન્દ્રની સોળ કળા છે; પછી એકેક ઘટતાં અમાસે પણ એક કળા
તો ખૂલી જ રહે છે; પછી અનુક્રમે વધતાં બીજની ત્રણ કળા હોય છે:
તેમ ધર્મીને ભેદજ્ઞાનરૂપી જે બીજ ઊગી તે રત્નત્રયના અંશરૂપ
ત્રણકળા સહિત છે, એટલે કે સમ્યગ્દર્શન સમ્યગ્જ્ઞાન ને
સ્વરૂપાચરણરૂપ ચારિત્ર–એ ત્રણે કળા સહિત ભેદજ્ઞાનરૂપી બીજ ઊગે
છે. (વૈ. સુદ બીજના પ્રવચનમાંથી)
[૭૨] પ્રશ્ન:– એક સાથે વધુમાં વધુ કેટલા જીવો કેવળજ્ઞાન પામે?
ઉત્તર:– એક સાથે વધુમાં વધુ ૧૦૮ જીવો કેવળજ્ઞાન પામે.
[૭૩] પ્રશ્ન:– એક તીર્થંકરને એક કરતાં વધુ ગણધરો હોય?
ઉત્તર:– હા; આ ચોવીસીમાં સૌથી વધુ (૧૧૬) ગણધરો સુમતિનાથપ્રભુને,
અને સૌથી ઓછા (૧૦) ગણધરો પાર્શ્વનાથપ્રભુને હતા. બધાય
ગણધરો નિયમથી તદ્ભવમોક્ષગામી હોય છે.

PDF/HTML Page 17 of 73
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : માગશર : ૨૪૯૨
[૭૪] પ્રશ્ન:– ‘જિનપદ નિજપદ એકતા’ એટલે શું?
ઉત્તર:– ‘જિનપદ નિજપદ એકતા’ એમ કહીને આત્માનો પરમાર્થ સ્વભાવ
બતાવ્યો છે. પરમાર્થે અરિહંતના સ્વભાવમાં ને મારા આત્મામાં કોઈ
ફેર નથી–એમ જિન જેવા નિજસ્વભાવને જાણે તે ‘જિન’ થાય.
જીવને સમ્યગ્દર્શન થયું (અથવા સમ્યગ્દર્શન થવા માટેના
અપૂર્વકરણમાં પ્રવેશ્યો) ત્યાં તેને ‘જિન’ કહ્યો છે. સર્વજ્ઞ જેવા
આત્મસ્વભાવનો અનુભવ કરાવવો તે સર્વ શાસ્ત્રોનો સાર છે.
શ્રીમદ્રાજચંદ્રનું પૂરું પદ આ પ્રમાણે છે–
‘જિનપદ નિજપદ એકતા ભેદભાવ નહિ કાંઈ,
લક્ષ થવાને તેહનો કહ્યાં શાસ્ત્ર સુખદાયી.’
[૭પ] પ્રશ્ન:– આત્માને ‘પરમાત્મા’ કેમ કહ્યો છે?
ઉત્તર:– સર્વજ્ઞતારૂપ પરમ ઉત્કૃષ્ટ તેનો સ્વભાવ છે માટે તે પરમાત્મા છે.
[૭૬] પ્રશ્ન:– પરમાત્મા હોવા છતાં તે સંસારમાં કેમ ભટકે છે?
ઉત્તર:– પોતાના પરમાત્મસ્વભાવને ભૂલ્યો છે માટે.
[૭૭] પ્રશ્ન:– પરમ બ્રહ્મના જિજ્ઞાસુને અર્થાત્ મોક્ષના અભિલાષીને કાંઈ કાર્ય
કરવાનું રહે છે?
ઉત્તર:– હા, પોતાના સ્વભાવનું સમ્યક્ભાન અને તેમાં લીનતાં, અર્થાત્
સમ્યગ્દર્શન– જ્ઞાન–ચારિત્રરૂપ કાર્ય, એ દરેક જિજ્ઞાસુનું કર્તવ્ય છે.
નિયમસારમાં કુંદકુંદસ્વામીએ કહ્યું છે કે મોક્ષને માટે શુદ્ધરત્નત્રય તે
નિયમથી કર્તવ્ય છે. શુદ્ધરત્નત્રય તે જ્ઞાનભાવમય છે, તે જ ધર્મીનું
કાર્ય છે. અને આવા પોતાના જ્ઞાનભાવરૂપ કાર્ય સિવાય અન્ય
સમસ્ત ભાવોમાં તેને અકર્તાપણું છે. –આ પરમબ્રહ્મની એટલે કે
કેવળજ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય છે.

PDF/HTML Page 18 of 73
single page version

background image
: માગશર : ૨૪૯૨ આત્મધર્મ : ૧૫ :
[૭૮] પ્રશ્ન:– ઈન્દ્રિયજ્ઞાન કોના આશ્રયે છે?
ઉત્તર:– ઈન્દ્રિયજ્ઞાન તે આત્માના પરિણામ છે, અને પરિણામ હંમેશા
પરિણામીના આશ્રયે હોય છે–એ સિદ્ધાંતઅનુસાર ઈન્દ્રિયજ્ઞાનના
પરિણામ આત્માના આશ્રયે છે.
–પણ તે ઈન્દ્રિયજ્ઞાનનું લક્ષ આત્મા ઉપર નથી, જો આત્મા ઉપર
લક્ષ જાય તો ઈન્દ્રિયજ્ઞાન રહે નહિ, જ્ઞાન અતીન્દ્રિય થઈ જાય.
આત્માના સ્વભાવમાં જેનો ઉપયોગ હોય તે જ્ઞાન અતીન્દ્રિય જ હોય;
ઈન્દ્રિયજ્ઞાન વડે આત્મસ્વભાવ લક્ષમાં આવે નહિ.
[૭૯] પ્રશ્ન:– ઈન્દ્રિયજ્ઞાનના પરિણામ આત્માના આશ્રયે છે એમ આપે કહ્યું, પરંતુ
આત્માશ્રિત–પરિણામને તો મોક્ષમાર્ગ કહ્યો છે, ને ઈન્દ્રિયજ્ઞાન તો કાંઈ
મોક્ષમાર્ગ નથી!
ઉત્તર:– આત્માશ્રિત–પરિણામને જ્યાં મોક્ષમાર્ગ કહ્યો છે ત્યાં ‘આત્માશ્રિત’–
પરિણામ એટલે આત્મસ્વભાવ તરફ વળેલા પરિણામ–એમ સમજવું.
ઈન્દ્રિયજ્ઞાન તે આત્મસ્વભાવ તરફ વળેલું નથી માટે તે મોક્ષમાર્ગ
નથી. અને ઈન્દ્રિયજ્ઞાનને અહીં આત્માશ્રિત પરિણામ કહ્યા તેમાં
‘આત્માશ્રિત’ નો અર્થ આત્માની સત્તાના આધારે થયેલા પરિણામ–
એમ સમજવો. જગતના જે કોઈ પદાર્થમાં જે પરિણામ થાય છે તે
પરિણામ તે પદાર્થની સત્તામાં જ થાય છે, પદાર્થની સત્તાથી બહાર
તેનાં પરિણામ કદી હોતાં નથી. માટે શુદ્ધ કે અશુદ્ધ, જડ કે ચેતન જે
કોઈ પરિણામ છે તે સૌ પોતપોતાની વસ્તુના આધારે છે; આ ન્યાયે
ઈન્દ્રિયજ્ઞાનના પરિણામ પણ આત્માના આશ્રયે જ છે; ઈન્દ્રિયજ્ઞાનના
પરિણામ પણ કાંઈ જડ ઈન્દ્રિયના આશ્રયે નથી થયા.–છતાં આમાં
મોક્ષમાર્ગ આવી જાય છે. –કઈ રીતે?
જેણે આમ નક્ક્ી કર્યું કે મારા બધા પરિણામ મારા આત્માના
આશ્રયે જ થાય છે,–તેની નજર ક્્યાં ગઈ? તેની નજર પરિણામી
એવા દ્રવ્ય ઉપર ગઈ, એટલે દ્રવ્યના લક્ષે તેને નિર્મળ પરિણામ
પ્રગટ્યા. આ રીતે તેમાં મોક્ષમાર્ગ આવી જાય છે. ઈન્દ્રિયજ્ઞાન
આત્માના આશ્રયે છે– એમ નક્કી

PDF/HTML Page 19 of 73
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : માગશર : ૨૪૯૨
કરનાર જીવની દ્રષ્ટિ ઈન્દ્રિયજ્ઞાન ઉપરથી છૂટીને પરિણામી એવા
ત્રિકાળી આત્મા ઉપર જાય છે, ત્યાં તેને એકલું ઈન્દ્રિયજ્ઞાન નથી
રહેતું, સ્વભાવના લક્ષે અતીન્દ્રિયજ્ઞાન થાય છે ને મોક્ષમાર્ગ પ્રગટે છે.
[૮૦] પ્રશ્ન:– નિગોદના જીવના જે પરિણામ છે તે પણ તે જીવના જ આશ્રયે છે,
છતાં તેને મોક્ષમાર્ગ કેમ નથી પ્રગટતો?
ઉત્તર:– કેમકે, મારા પરિણામ મારા દ્રવ્યના આશ્રયે છે–એવું લક્ષ તે જીવ નથી
કરતો, તેથી સ્વલક્ષે જે શુદ્ધ પરિણામ થવા જોઈએ તે તેને થતા નથી.
મારા પરિણામ મારા દ્રવ્યના આશ્રયે થાય છે–એમ નક્કી કરનારને
અંતરદ્રષ્ટિથી જરૂર મોક્ષમાર્ગ પ્રગટે છે. રાગાદિ પરિણામ જોકે
સ્વદ્રવ્યના આધારે થાય છે પણ તે કાંઈ સ્વભાવના લક્ષે થયેલા નથી,
તેથી તે મોક્ષમાર્ગ નથી. સ્વદ્રવ્યને લક્ષમાં લેતાં જે શુદ્ધપરિણામ થયા
તે નિશ્ચયથી મોક્ષમાર્ગ છે, ને પછી જે ઈન્દ્રિયજ્ઞાન કે શુભરાગ બાકી
રહ્યો તેને જ્ઞાની વ્યવહારે પોતાના પરિણામ જાણે છે, પણ તેને તે
મોક્ષમાર્ગ માનતો નથી.
પ્રશ્ન:– પૂર્વજન્મની અઢીવર્ષની ગીતા તે જ આ જન્મની પાંચ વર્ષની રાજુલ છે,
ને તેને તેનું સ્મરણ થયું છે–તે વાત સાચી?
ઉત્તર:– હા, એ વાત સાચી છે. અહીં તે સંબંધી વિશેષ વિવેચનમાં ન ઊતરતાં
તાત્ત્વિકદ્રષ્ટિએ આપણે એટલો જ ખુલાસો કરીશું કે પુનર્જન્મ છે અને તેનું સ્મરણ થઈ
શકે છે. એટલું જ નહિ પણ અહીંથી અગમ્ય ગણાય એવા ક્ષેત્રનું ને અસંખ્ય વર્ષો
પહેલાંંનું સ્મરણ પણ જીવને થઈ શકે છે, ને એવા સ્મરણવાળા આત્મા અત્યારે
વિદ્યમાન છે. જીવની જ્ઞાનશક્તિ અગાધ છે–તે શું ન જાણી શકે? પૂ. ગુરુદેવના
શ્રીમુખથી અનેકવાર આ વાતનું દિગ્દર્શન થયેલું છે. તેમાંય આ માગશર સુદ ત્રીજે પૂ.
ગુરુદેવના શ્રી મુખથી વહેલો આનંદકારી મહિમા મુમુક્ષુહૃદયોમાં ચિરસ્મરણીય બન્યો છે.
(શાસ્ત્રપુરાણોમાં પણ એના હજારો ઉદાહરણો ભરેલા છે. શ્રીમદ્રાજચંદ્રજી લખે છે કે–
‘પુનર્જન્મ છે, જરૂર છે, તે માટે હું અનુભવથી હા કહેવામાં અચલ છું. ’ આથી વધુ
પ્રબલ પુરાવાઓ પણ આ સંબંધમાં છે.) પુનર્જન્મ સંબંધમાં જૈનસિદ્ધાંત એવો છે કે
સંસારી જીવ એક દેહ છોડીને તરત જ બીજો દેહ ધારણ કરે છે. તથા પૂર્વજન્મનું સ્મરણ
એ દેહથી જીવની અત્યંત ભિન્નતા સાબિત કરે છે.

PDF/HTML Page 20 of 73
single page version

background image
: માગશર : ૨૪૯૨ આત્મધર્મ : ૧૭ :
સ્વતંત્રતાની ઘોષણા
[ચાર બોલથી સ્વતંત્રતાની ઘોષણા કરતું ખાસ પ્રવચન]
(સમયસાર કલશ ૨૧૧) (સં. ૨૦૨૨ કારતક સુદ ૩–૪)
ભગવાન સર્વજ્ઞદેવે જોયેલો વસ્તુસ્વભાવ કેવો
છે, તેમાં કર્તા–કર્મપણું કઈ રીતે છે તે અનેક પ્રકારે
દ્રષ્ટાન્ત અને યુક્તિથી ઘૂંટી ઘૂંટીને સમજાવીને, તે
સ્વભાવના નિર્ણયમાં કઈ રીતે મોક્ષમાર્ગ આવે છે તે
પૂ. ગુરુદેવે આ પ્રવચનમાં બતાવ્યું છે. ઘૂંટી ઘૂંટીને
ભેદજ્ઞાન કરાવ્યું છે ને વીતરાગમાર્ગના રહસ્યભૂત
સ્વતંત્રતાની ઘોષણા કરતાં કહ્યું છે કે સર્વજ્ઞદેવે
કહેલા આ પરમ સત્ય વીતરાગી વિજ્ઞાનને જે
સમજશે તેનું અપૂર્વ કલ્યાણ થશે.
ननु परिणाम एव किल कर्म विनिश्चयतः
स भवति नापरस्य परिणामिन एव भवेत्।
न भवति कर्तृशून्यमिह कर्म न चैकतया
स्थितिरिह वस्तुनो भवतु कर्तृ तदेव ततः।। २११।।