Atmadharma magazine - Ank 268
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 55
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૩
સળંગ અંક ૨૬૮
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 55
single page version

background image
તંત્રી:– જગજીવન બાવચંદ દોશી કુંડલા
સંપાદક: બ્ર. હરિલાલ જૈન: સોનગઢ
–તે શું–શું નહીં કરે?
જેમ બાહ્યવિષયોમાં સુખ
માનનારા જીવો તે–તે વિષયોની
પ્રાપ્તિ માટે શું–શું નથી કરતા?
દિનરાત તેમાં લાગ્યા રહે છે. તો જેણે
આત્મસ્વરૂપમાં જ સુખ ભાસ્યું છે તે
જીવ આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે શું–
શું નહિ કરે? દિન–રાત સતત ઉદ્યમ
વડે પરિણામને આત્મામાં જોડીને તે
જરૂર આત્મિક સુખને અનુભવશે.
વીર સં. ૨૪૯૨ માહ
વર્ષ ૨૩ અંક–૪
(૨૬૮)

PDF/HTML Page 3 of 55
single page version

background image
જગતમાં ગમે તે બનો.........
હું તો મારી આત્મસાધનામાં લીન છું,
દુનિયાથી અલિપ્ત!”

PDF/HTML Page 4 of 55
single page version

background image
જૈનશાસનમાં નિશ્ચય–વ્યવહાર
ગુરુદેવે બતાવેલો જૈનશાસનનો આ ટૂંકો નીચોડ છે–
જેના મનનથી હજારો પ્રશ્નોનો ઉકેલ થઈ જાય છે. –સં.
* નિશ્ચય–વ્યવહાર બંનેની સંધિપૂર્વકની વીતરાગવાણી જૈનશાસનમાં જ છે.
* એ વીતરાગની વાણી વસ્તુની સ્વતંત્રતાને જાહેર કરે છે, અને સહકારી અનેક
નિમિત્તોને પણ જાહેર કરે છે.
* ઉપાદાન અને નિમિત્ત એ બંનેને સ્વીકારવા અને છતાં બંનેની સ્વતંત્રતા
સ્વીકારવી, એવી નિશ્ચય–વ્યવહારની સંધિ વીતરાગી જિનમાર્ગમાં જ હોય.
* શુદ્ધ આત્મદ્રવ્ય અખંડ તે નિશ્ચયસમ્યક્ત્વનો વિષય, તેની સાથેનું
વ્યવહારસમ્યક્ત્વ દેવ–ગુરુ–શાસ્ત્રને, છએ દ્રવ્યોને, તેના ગુણ–પર્યાયોને, બંધ
મોક્ષને, નિમિત્તોને, એ બધાને સ્વીકારે છે. આવો સમ્યગ્દર્શનનો નિશ્ચય–વ્યવહાર
જૈનશાસનમાં છે.
* છએ દ્રવ્યો પોતપોતાના ગુણ–પર્યાયનું મૂળ કારણ છે, ને તે જ ઉપાદાન છે, અન્ય
પદાર્થ તો બહિરંગ સહકારીકારણ છે. શુદ્ધઆત્મા તે નિશ્ચયથી સમ્યક્ત્વનું ઉપાદાન
છે, ને બાહ્યપદાર્થો–છદ્રવ્યો–નિમિત્તો તે બધા વ્યવહારસમ્યક્ત્વના વિષયો છે,
વ્યવહારસમ્યક્ત્વ તે બધાને સ્વીકારે છે, પણ નિશ્ચયસમ્યક્ત્વ શુદ્ધસ્વદ્રવ્યને જ
નિર્વિકલ્પપણે સ્વીકારીને તેમાં જ એકત્વ કરે છે.
* નિશ્ચય વ્યવહાર બંનેના વિષયો એક સાથે જણાવીને વીતરાગની વાણી નિશ્ચયના
વિષયભૂત શુદ્ધઆત્માનો જ આદર કરાવે છે, કેમકે સમ્યગ્દર્શનાદિને માટે તે
શુદ્ધઆત્મા જ ઉપાદેય છે. અને ઉપાદેય કરવાથી જ સમ્યગ્દર્શનાદિ થાય છે.
* નિશ્ચય–વ્યવહારનું આવું વીતરાગી રહસ્ય પ્રકાશનાર જૈનશાસન જયવંત વર્તો.
(પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી)
* * *
આપનાં બાળકોને નાનપણથી જ ધર્મનો રંગ લગાડવા, અને
ઉચ્ચ સંસ્કારોનું સીંચન કરવા માટે આપના ઘરમાં ‘આત્મધર્મ’
મંગાવો. આપનાં બાળકોને બાલવિભાગના સભ્ય બનાવો.

PDF/HTML Page 5 of 55
single page version

background image
: ૨: આત્મધર્મ : માહ : ૨૪૯૨
નિજદ્રવ્ય અને પરદ્રવ્ય
(પરમાત્મપ્રકાશ ગા. ૧૧૩)
*
દેહાદિ પરદ્રવ્યની પ્રીતિ છોડીને શુદ્ધચૈતન્યમય સ્વદ્રવ્યમાં તું તારી મતિને જોડ.
કેમકે જે તરફની મતિ તે તરફની ગતિ; એટલે જેની તું રુચિ કરીશ તેના જેવું તારું
પરિણમન થશે. શુદ્ધસ્વભાવની રુચિ કરતાં તારી પર્યાયમાં શુદ્ધતાનું પરિણમન થશે.
માટે પરદ્રવ્યનો પ્રેમ છોડીને તું સ્વદ્રવ્યનો પ્રેમ કર.
અહીં શિષ્ય પૂછે છે કે–પરદ્રવ્યનો પ્રેમ છોડવાનું આપે કહ્યું, તો પરદ્રવ્ય શું છે?
ને સ્વદ્રવ્ય શું છે? તે ઓળખાવો. કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત સુખ ને અનંત વીર્ય–
એવા અનંત ચતુષ્ટય સ્વભાવથી ભરેલો આત્મા તે સ્વદ્રવ્ય છે, ને એ સિવાયના અન્ય
પાંચ જડ દ્રવ્યો તે પરદ્રવ્ય છે, તેમજ રાગદ્વેષમોહાદિ જે વિકારીભાવો છે તે પણ ખરેખર
પરદ્રવ્ય છે, તેનો સંબંધ જો કે જીવ સાથે છે તોપણ ખરેખર તે સ્વદ્રવ્યનો સ્વભાવ નથી,
એટલે તે પણ પરદ્રવ્ય છે. આવા પરદ્રવ્યની પ્રીતિ તું છોડ, ને અનંતચતુષ્ટયથી ભરેલા
સ્વદ્રવ્યની પ્રીતિ તું કર.
ભાઈ, તારું સ્વદ્રવ્ય શું? તારું નિજસ્વરૂપ શું? તારા આત્માનો વૈભવ શું?–કે
જેને જાણતાં આનન્દ થાય,–તે સન્તો તને દેખાડે છે. અરે, તારા સ્વદ્રવ્યને તેં કદી
ઓળખ્યું નહિ. સ્વદ્રવ્યને ન ઓળખે એટલે પરદ્રવ્યને પણ ખરેખર ઓળખે નહિ. કેમકે
ખરેખર જે પરદ્રવ્ય છે, જે સ્વદ્રવ્ય નથી તેને સ્વદ્રવ્ય માની લીધું–તો તેને સ્વદ્રવ્ય–
પરદ્રવ્યની વહેંચણી કરતાં આવડતી નથી.
શરીરાદિ જડને તો આત્માથી જુદું ઝટ માને, પણ અંદરના ભાવકર્મ–રાગાદિ તે
પણ આત્માનું સ્વદ્રવ્ય નહિ, આત્માનું સ્વદ્રવ્ય તો જ્ઞાનાદિ અનંતગુણસ્વરૂપ છે,–ને
એનાથી ભિન્ન બીજું બધું પરદ્રવ્ય છે–એમ અજ્ઞાની ઓળખતો નથી. હે આત્મા!
જ્ઞાનસ્વરૂપ તારો આત્મા રાગરૂપ નથી. તારું તો ‘જ્ઞાન’ છે, જ્ઞાનથી ભિન્ન કોઈ પદાર્થ
તારો નથી. માટે જ્ઞાનસ્વરૂપ આત્માની પ્રીતિ કર.
આત્માની આવી પ્રીતિનું કેટલું સામર્થ્ય છે? તે હવે કહે છે.

PDF/HTML Page 6 of 55
single page version

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૩ :
જે સમસ્ત પાપોને અર્ધા નિમેષમાં ભસ્મ કરી નાંખે છે
*
(પરમાત્માપ્રકાશ ગા. ૧૧૪)
જો કોઈ જીવ માત્ર અર્ધો નિમેષ પણ પરમાત્મતત્ત્વમાં પ્રીતિ કરે તો તે પ્રીતિ
સમસ્ત પાપસમૂહને એવી રીતે ભસ્મ કરી નાંખે છે કે જેવી રીતે અગ્નિકણિકા લાકડાના
પહાડને ભસ્મ કરી નાંખે.–શુદ્ધઆત્માની પ્રીતિનું આવું મહાન સામર્થ્ય જાણીને, હે જીવ!
તું તેની પ્રીતિ કર...ને સદાય તેની ભાવના ભાવ.
અડધો નિમિષ એટલે કે આંખ મીંચીને ઉઘાડે એના કરતાં પણ અડધો વખત;
એટલો સમય પણ જે જીવ અંતર્મુખ થઈને આ પરમાત્મતત્ત્વની પ્રીતિ કરે છે તે જીવ
ધ્યાનાગ્નિવડે સમસ્ત કર્મોને બાળી નાખે છે. રુચિના બળે જ્યાં ક્ષણમાત્ર પણ સ્વરૂપનું
ધ્યાન કર્યું ત્યાં અનંતા કર્મો બળીને ખાખ! જુઓ, આ શુદ્ધાત્માના પ્રેમનો મહિમા!
શુભરાગના પ્રેમવડે અનંતકાળથી જે હાથમાં ન આવ્યું, તે શુદ્ધાત્માની પ્રીતિવડે આંખના
ટમકારમાં હાથ આવશે. જ્યાં રુચિની દિશા પલટાવીને સ્વદ્રવ્ય સન્મુખ થયો ત્યાં
સ્વતત્ત્વમાં એકાગ્રતાવડે પરમ આનંદ પ્રગટે છે, ને રમતમાત્રમાં સર્વે કર્મો નષ્ટ થઈ
જાય છે. સ્વરૂપની કેલિમાં આનંદ કરતો કરતો અલ્પકાળમાં તે કેવળજ્ઞાન લેશે.
ચૈતન્યની કોઈ એવી અચિંત્ય તાકાત છે કે તે એક ક્ષણમાં કેવળજ્ઞાન લ્યે. જેની એક
ક્ષણની પ્રીતિમાં આટલી તાકાત તે સ્વભાવના મહિમાની શી વાત?
અનંતકાળથી નહિ પ્રાપ્ત કરેલી આત્માની ઋદ્ધિ તારે પ્રાપ્ત કરવી હોય તો
બહારની બધી ઋદ્ધિનો ને બહારના જાણપણાનો ગર્વ છોડીને, ચૈતન્યસ્વરૂપ આત્માની
પ્રીતિ કર. આત્મા તો બેહદ આનંદનો નિધાન છે, એનામાં તો પરમ ચૈતન્યરસ ને
આનંદરસ ભર્યો છે. સોનું બનાવવાની ઋદ્ધિની કે બીજી કોઈ ઋદ્ધિની આ ચૈતન્યઋદ્ધિ
પાસે કાંઈ કિંમત

PDF/HTML Page 7 of 55
single page version

background image
: ૪ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
નથી. જેને એવી બહારની ઋદ્ધિનું કે વકતૃત્વનું, કવિત્વનું, શાસ્ત્ર બનાવવાનું અભિમાન
છે, એનાવડે પોતાની મહત્તા ભાસે છે તેને ચૈતન્યની મહત્તા ભાસતી નથી; એટલે તેને
આત્માની ખરી પ્રીતિ જાગતી નથી. ભાઈ, જો તારે આત્માની પ્રીતિ કરવી હોય તો
અન્ય સમસ્ત ઋદ્ધિની કે બહારનાં ડહાપણની પ્રીતિ છોડ, ને નિર્વિકલ્પ સમાધિવડે
અંતરમાં તારા આત્મતત્ત્વને દેખીને તેની પ્રીતિ કર. અંતરમાં નજર કરતાં જ આઠે
કર્મરહિત તારું શુદ્ધસ્વરૂપ તને દેખાશે. એની પ્રીતિવડે તારો મોહ ક્ષણમાં છૂટી જશે, કર્મો
ક્ષણમાં ભસ્મ થઈ જશે ને પરમ આનંદનો અનુભવ થશે; ને એના ધ્યાનમાં એકાગ્ર
થતા અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થશે.
આત્માની પ્રીતિનું આવું ઉત્તમ ફળ છે એમ જાણીને, હે જીવ! બીજી સમસ્ત
ચિન્તાઓ છોડીને તું આત્મસ્વરૂપનું ચિંતન કર. અરે, મારા આનંદસ્વરૂપમાં આ કલેશ
શો? આ ચાર ગતિના દુઃખ શા! –આમ જો તને ચાર ગતિનાં દુઃખનો ડર લાગ્યો હોય
ને આત્મિક આનંદની જિજ્ઞાસા જાગી હોય તો લોકસંબંધી સમસ્ત ચિન્તા છોડીને તારા
આત્મસ્વરૂપનું ચિન્તન કર....તારા અચિંત્ય–અપાર મહિમાને લક્ષગત કરીને
અનુભવમાં લે.

આત્મા જ્ઞાનસ્વભાવી છે, જગતના પદાર્થો
પ્રમેયસ્વભાવી છે; તે પદાર્થો તારા જ્ઞાનમાં પ્રમેય
થાય એવો તેનો સ્વભાવ છે ને તારું જ્ઞાન એને જાણે
એવો તારો સ્વભાવ છે; પણ એ પદાર્થો તને રાગ–દ્વેષ
કરાવે એવો સ્વભાવ એનામાં નથી, ને એને જાણતાં
રાગદ્વેષ કરે એવો સ્વભાવ જાણનારમાં નથી. બસ,
‘જ્ઞાન’ માં તો વીતરાગતા જ છે. જે રાગદ્વેષ થાય છે
તે જ્ઞાનમાં નથી, જ્ઞાનથી બહાર છે.
* * * * *
સમ્યગ્દર્શન ભાગ ૧–૨–૩
છ રૂપિયાની કિંમતના આ ત્રણ પુસ્તકોનો સેટ માત્ર
બે રૂપિયામાં અપાય છે. થોડી જ નકલો બાકી છે.

PDF/HTML Page 8 of 55
single page version

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૫ :
(પરમાત્મપ્રકાશ ગા. ૧૧૭–૧૧૮)
(આત્મિકસુખની ઉર્મિ જગાડનારું સુંદર પ્રવચન)
બાહ્ય વિષયોના સંગમાં પડેલા, ને તીવ્ર મોહરૂપી અગ્નિથી દગ્ધ એવા બધા
જીવો આ સંસારમાં દુઃખી છે; વિષયસંગથી રહિત આત્મલીન નિર્મોહી મુનિવરો જ સુખી
છે. મુનિઓના પેટામાં સમ્યગ્દ્રષ્ટિને પણ સુખ છે તે સમજી લેવું.
આનંદસ્વરૂપ આત્માના સ્વસંવેદનથી જે આનંદ ધર્માત્માને આવે છે,
વિષયસંગમાં પડેલા અજ્ઞાનીને તે આનંદનો આભાસ પણ નથી.
બહિર્મુખ વિષયોમાંથી સુખબુદ્ધિ હટાવીને, ધર્મીજીવે આનંદસ્વરૂપ આત્મામાં
પ્રવેશ કર્યો છે, ત્યાં તેને વિષયો વગરનું સહજ–સ્વાભાવિક આત્મસુખ વેદાય છે, તે સુખ
જગતના કોઈ વિષયોમાં નથી; તે સુખ તો સિદ્ધ ભગવંતોની જાતનું છે.
ઈન્દ્રના વૈભવનો ભોગવટો કરે છે તે જીવ સુખી છે–એમ નથી; સુખી તો તે જ છે
કે જે જીવ અંત્રમુખ થઈને ચૈતન્યના નિજવૈભવનું વેદન કરે છે.
સુખિયા જગતમાં સંત......દુઃખિયા દુર્જનિયા રે......
સત્સ્વરૂપ આત્મામાં જ રમી રહ્યા છે તે સંતો જગતમાં સુખીયા છે, ને આત્માને
ભૂલીને વિષયકષાયોની ચિન્તામાં જે પડ્યા છે એવા દુર્જનો દુઃખીયા છે. ચોથા
ગુણસ્થાનવાળા સમકિતી તે પણ સંત છે. તે સંત અનંતસુખના ધામ એવા નિજસ્વરૂપને
જાણીને તેને સદા ઉપાદેયપણે ધ્યાવે છે.
શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે–
સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત રહે તદ્ ધ્યાનમહીં,
અનંત સુખનું ધામ એવું જે નિજસ્વરૂપ–તેને ચાહીને, તેની પ્રીતિ કરીને, તેનાં
શ્રદ્ધા જ્ઞાન કરીને, સંતો દિનરાત તેના ધ્યાનમાં મશગુલ રહે છે, ને એના ધ્યાનમાં એને

PDF/HTML Page 9 of 55
single page version

background image
: ૬ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
આનંદની ધારા વહે છે. અહા, અનુભવના આનંદની જગતના બાહ્યવિષયોમાં ગંધ પણ
નથી. આવા આનંદનો અનુભવ જેને થાય તેને મોક્ષમાર્ગ થયો કહેવાય. મોક્ષમાર્ગ કહો
કે આનંદનો અનુભવ કહો.
‘આનંદ’ માં મોક્ષમાર્ગ સમાય છે, ‘દુઃખ’ માં બંધમાર્ગ સમાય છે.
મોક્ષમાર્ગ તો આનંદના વેદનરૂપ છે, બંધમાર્ગ તો દુઃખરૂપ છે.
પૂર્ણઆનંદસ્વરૂપ મોક્ષ, તેના કારણરૂપ જે મોક્ષમાર્ગ છે તે પણ આનંદરૂપ છે.
સંસાર દુઃખરૂપ છે, તેના કારણરૂપ ભાવ પણ દુઃખરૂપ છે. મોક્ષમાર્ગી મુનિવરો મહા
આનંદરૂપ છે, આનંદને અનુભવતા અનુભવતા તેઓ મોક્ષમાં ચાલ્યા જાય
છે.....આનંદમાં રમતા રમતા મોક્ષને સાધે છે. એ મુનિપણામાં દુઃખ નથી. મુનિપણામાં
જેને દુઃખ લાગે તેણે મોક્ષમાર્ગને જાણ્યો નથી. મુનિપણું એટલે તો છૂટકારાનો માર્ગ,
એમાં તે દુઃખ હોય કે સુખ? અતીન્દ્રિય સુખમાં જે ઝુલે એનું નામ મુનિ છે. મુનિ તો
અનંતસુખના ધામ એવા નિજાત્મામાં લીન થઈને આનંદના ઝરણાંને પીએ છે.
દુઃખ તો મોહનું છે; જેને મોહ નથી તેને દુઃખ કેવું? નિર્મોહી જીવ સુખી છે.
મુનિઓને તો કેટલું દુઃખ?–એમ અજ્ઞાનીને લાગે છે, કેમકે એને પોતાને સંયોગમાં
સુખબુદ્ધિ છે, એટલે સંયોગ વગરના મુનિ જાણે દુઃખી હશે એમ એને લાગે છે. એણે
નથી તો મુનિને ઓળખ્યા, કે નથી મોક્ષમાર્ગને જાણ્યો. અરે ભાઈ, વિષયો તરફની
મૃગતૃષ્ણાવાળા જીવો તો મોહાગ્નિમાં બળી રહ્યા છે, તે તો દુઃખી છે ને મુનિવરો બાહ્ય
સામગ્રી વગર પણ નિજસ્વરૂપના નિરાકૂળ આનંદને વેદી રહ્યા છે, સુખના દરિયામાં
ડૂબકી મારી છે, એના જેવું સુખી આ જગતમાં બીજું કોઈ નથી.
પોતાના સ્વરૂપમાં જે આનંદ ભર્યો છે તેને જ્યાંસુધી ન પહોંચી વળે ત્યાંસુધી
જીવને સુખી કેમ કહેવાય? સુખ જેણે જોયું નથી, આનંદસ્વભાવ જેણે અવલોક્્યો નથી
તેને સુખ કે આનંદ ક્્યાંથી થાય? એને મોક્ષમાર્ગ ક્યાંથી પ્રગટે? અનુકૂળ સંયોગવડે હું
સુખી છું એમ જે માને છે તે જીવ પોતાના સુખસ્વભાવનો અનાદર કરે છે; સંયોગથી હું
સુખી એનો અર્થ એ કે મારામાં સુખ નથી,–આવી બુદ્ધિવાળા જીવને આત્માનું સુખ કદી
મળે નહિ, તે સુખને માટે બાહ્યવિષયોમાં ઝાવાં નાખ્યા કરે ને દુઃખી જ થયા કરે સુખી
તો ત્યારે જ થાય કે બાહ્યવિષયોથી વિમુખ થઈને આત્મસ્વરૂપમાં ઊતરે.
ભાઈ, તારે સુખી થવું હોય તો તારા જ્ઞાનમાં પરમાત્માને વસાવ; તારા જ્ઞાનમાં
બાહ્યવિષયોને ન વસાવ. આનંદ તો તારું સ્વરૂપ છે, એમાં વિષયોની જરૂર ક્યાં છે?

PDF/HTML Page 10 of 55
single page version

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૭ :
તેથી તો કહે છે કે હે જીવ! સુખ અંતરમાં છે, બહારમાં ન શોધ. જગતને રાજી કરવામાં,
ને જગતથી રાજી થવામાં જીવે અનંતકાળ ગુમાવ્યો, પણ એમાં કિંચિત્ સુખ નથી,
અંતર્મુખ રુચિવડે તારા આત્માને રાજી કર, ને આત્માના સ્વભાવથી જ તું રાજી થા, તો
તને સાચું સુખ અનુભવાશે. સંયોગવડે રાજી ન થા, રાગવડે રાજી ન થા, આનંદના
ભંડાર તારામાં ભર્યા છે તેના વડે તું રાજી થા, પ્રસન્ન થા, આનંદિત થા.
ચૈતન્યનું સુખ જેણે દેખ્યું તે ધર્માત્મા જગતના કોઈ વિષયોમાં લલચાતા નથી.
ચૈતન્યમાં અનંતસુખના ભંડાર ભર્યા છે તે ધર્મીને એવા લલચાવે છે કે ધર્મી તેનો જ
સ્વાદ લેવામાં મશગુલ થાય છે અનંતસુખના ધામમાં જે લલચાયા તે સંસારના કોઈ
વિષયસુખોથી લલચાય નહિ. સંસારના પદાર્થોની લાલસા એને છૂટી ગઈ ને ચૈતન્યના
આનંદના અનુભવની ઉત્કૃષ્ટ લાલસા પ્રીતિ) જાગી, તેમાં મશગુલ થઈ–એકાગ્ર થઈ
અતીન્દ્રિય આનંદને અનુભવે છે. તે જ સુખી છે.
તીર્થંકર જિનવરોને મુનિદશામાં જેવો નિર્વિકલ્પ આનંદ આવ્યો એવો જ આનંદ
નિર્વિકલ્પ સમાધિમાં ધર્મી જીવો અનુભવે છે. નિજ શુદ્ધાત્માના દર્શનથી જે પરમ
અદ્ભુત સુખ જિનવરોને મુનિદશામાં હોય છે તે સુખ વીતરાગભાવનામાં પરિણત
મુનિઓ નિજ શુદ્ધાત્માને જાણતા થકા અનુભવે છે, ને સમ્યગ્દ્રષ્ટિ પણ સ્વાનુભવમાં
એવા જ સુખને અનુભવે છે.
જુઓ, તીર્થંકરનાં ઉત્તમ પુણ્ય ને ઉત્તમ સામગ્રી, પણ તેમને તેનું કાંઈ સુખ
નથી, સુખ તો તેમને પોતાના સ્વભાવમાં એકાગ્રતાનું છે. સંયોગનું જેટલું લક્ષ છે તેટલી
તો તીર્થંકર થનાર જીવને પણ આકુળતા છે, ને જ્યારે તે પોતાના સ્વભાવમાં લીન થાય
છે ત્યારે વીતરાગભાવનામાં તેમને પરમસુખ અનુભવાય છે. તીર્થંકરના આનંદનો
દાખલો આપીને કહે છે કે જે જીવ નિજસ્વરૂપમાં લીન થાય છે તે જીવને તીર્થંકર જેવું જ
સુખ થાય છે. સ્વરૂપમાં લીન થતાં તીર્થંકરને વધુઆનંદ ને બીજાને થોડો આનંદ એમ
નથી. એક તીર્થંકર દીક્ષા લઈને નિજસ્વરૂપમાં લીન થાય, ને એક કઠિયારો દીક્ષા લઈને
નિજસ્વરૂપમાં લીન થાય, તે બંનેને સરખો આનંદ છે, જેવો આનંદ તીર્થંકરને છે એવો
જ આનંદ કઠિયારાને છે, કેમકે બંનેનો આનંદ સામગ્રીથી પાર છે, બંનેનો આનંદ
સ્વભાવથી પ્રગટેલો છે. જે કોઈ જીવ નિજસ્વરૂપમાં લીન થાય તે દરેક જીવને આવો
આનંદ પ્રગટે છે, તેમાં બહારની સગવડતા અગવડતાના ભેદે કાંઈ ભેદ નથી. માટે હે
જીવ! તું સામગ્રીનો મોહ છોડીને સુખના ધામ એવા તારા આત્મસ્વરૂપની રુચિ કર;
અતીન્દ્રિય આનંદથી ભરપૂર ભગવાનને તારા નયનોમાં વસાવ.

PDF/HTML Page 11 of 55
single page version

background image
: ૮ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
એક જીવ ચક્રવર્તી થઈને પછી કેવળજ્ઞાન પામે ને બીજો જીવ સામાન્યપણાથી
કેવળજ્ઞાન પામે, પણ બંનેનું સુખ સરખું છે. એક જીવ સામાન્ય કેવળીપણે મોક્ષ પામે,
બીજો જીવ તીર્થંકર થઈને મોક્ષ પામે, તેથી કાંઈ બંનેના આનંદમાં જરાય ફેર નથી,
આનંદ બંનેનો સરખો છે. અહો, અમે અમારા સ્વરૂપમાં જ્યારે લીન થઈને છીએ ત્યારે,
દીક્ષાકાળે તીર્થંકરોએ જેવો નિર્વિકલ્પઆનંદ ધ્યાનમાં અનુભવ્યો તેવો જ આનંદ અમે
અનુભવીએ છીએ. ચાર જ્ઞાનધારી જીવ જેવા આનંદને અનુભવે તેવા જ આનંદને મતિ
શ્રુતજ્ઞાની પણ સ્વાનુભવમાં અનુભવે છે. આ રીતે આત્માના આનંદને અનુભવતા–
અનુભવતા ધર્મી જીવ મોક્ષને સાધે છે. અજ્ઞાનીને એવા આનંદના નમુનાની પણ ખબર
નથી સમ્યગ્દર્શન થતાં એવા આનંદનો નમુનો અનુભવમાં આવી જાય છે, સિદ્ધના ને
એના આનંદની એક જ જાત છે. આવો જેને અનુભવ છે તે જ જીવ સુખી છે.
એક મંત્ર
શાંતિનું ધામ છે. અનિત્યતાના ને અશાંતિના બનાવો તો જગતમાં
સદાય બની જ રહ્યા છે. હાલમાં રોજ–બરોજ ઝડપભેર એવા મોટા
બનાવો બની રહ્યા છે કે જે સારાય રાષ્ટ્રને અસર કરે છે ને
સંસારનું અસારપણું તથા ક્ષણભંગુરપણું જોરશોરથી પ્રસિદ્ધ કરી
રહ્યા છે,–જેનું સ્વરૂપ વિચારતાં સંસારમાંથી મુમુક્ષુનું ચિત્ત એકદમ
હટીને સ્વરૂપનું શરણ શોધવા તત્પર બને છે. સંસારનું આવું
અસ્થિર સ્વરૂપ જાણીને સંતો વેગપૂર્વક વૈરાગ્યપંથે વળ્‌યા.....ને
નિજસ્વરૂપમાં ઢળ્‌યા. દુનિયાને
‘जगदस्थिरम्’ નો મંત્ર આપીને
સમજાવ્યું કે, આકાશમાં કે પાતાળમાં જીવ મરણથી બચી શકતો
નથી.....મરણથી બચાવનાર એક જ વસ્તુ છે...... અને તે
રત્નત્રયધર્મ.

PDF/HTML Page 12 of 55
single page version

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૯ :
(પરમાત્મપ્રકાશ ગા. ૭પ ના પ્રવચનમાંથી)
આત્માના શુદ્ધ ઉપયોગની સાથે રહેનાર જે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન ને
સમ્યક્ચારિત્ર, આવા ભાવસ્વરૂપ, શુદ્ધ આત્માનું તું ચિંતન કર. જે શ્રદ્ધાએ શુદ્ધ
આત્માને પ્રતીતમાં લીધો તે શ્રદ્ધાની કિંમત છે, જે જ્ઞાને સ્વસન્મુખ થઈને આત્માને
જાણ્યો તે જ્ઞાનની કિંમત છે, ને જે ચારિત્ર સ્વસન્મુખ થઈને સ્વરૂપમાં ઠર્યું તે ચારિત્રની
કિંમત છે.–આવા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે કિંમતી છે તેથી તે ત્રણને રત્ન કહ્યાં છે;
મોક્ષમાર્ગમાં તો આવા રત્નત્રય છે. એ રત્નોની જ ખરી કિંમત છે. વ્યવહારના
વિકલ્પોની કે બહારનાં જાણપણાની ખરી કિંમત નથી.
ભાઈ, વિકલ્પોને સંકેલીને અંતર્મુખ નિર્વિકલ્પ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રવડે તારા
આત્માને ચિંતનમાં લે. બહારના દેખેલા–સાંભળેલા–અનુભવેલા પદાર્થોને ભૂલીને,
અંતરની ચૈતન્ય વસ્તુનું વિસ્મય લાવીને તેને દેખે જાણ–અનુભવ.–એ જ રત્નત્રયરૂપ
સ્વસમયમાં સ્થિતિ છે. શુદ્ધ રત્નત્રય તે અતીન્દ્રિય આનંદમય છે, અતીન્દ્રિય આનંદ
તેમાં નીતરે છે. આવા રત્નત્રયમાં સ્થિત, અતીન્દ્રિય આનંદ સાથે તન્મય એવો આત્મા
જ ઉપાદેય છે. અભેદ રત્નત્રયવડે જ તે ઉપાદેય થાય છે, વિકલ્પવડે તે ઉપાદેય થતો
નથી.
જે નિકટ મોક્ષમાગી છે, જે અભેદ રત્નત્રયના આરાધક છે તે જીવને આવો
આત્મા જ ઉપાદેય છે. જે પરિણામે અંતર્મુખ થઈને આવા આત્માને પકડયો તે
પરિણામની જ કિંમત છે.
જે પરિણામે શુદ્ધાત્માને પ્રતીતમાં લીધો તે શ્રદ્ધાપરિણામ એ મહા કિંમતી રત્ન
છે, મોક્ષમાર્ગનું તે પહેલું રત્ન છે.
જે પરિણામે અંતરમાં વળીને શુદ્ધાત્માને પોતાનો જ્ઞેય બનાવ્યો તે જ્ઞાનપરિણામ
મહા કિંમતિ છે, તે જ મોક્ષમાર્ગનું બીજું રત્ન સમ્યગ્જ્ઞાન છે.
જે પરિણામ સ્વમાં લીન થઈને અતીન્દ્રિય આનંદમાં ઠર્યા તે પરિણામ મહા
કિંમતી છે, તે મોક્ષમાર્ગનું ચારિત્ર રત્ન છે.

PDF/HTML Page 13 of 55
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
અહો, આવા આ રત્ન.......તેની કિંમત જગતને ભાસતી નથી. જેમાં વિકલ્પનો
ડાઘ નથી એવા આ શુદ્ધ રત્નત્રયને ધારણ કરનાર જીવ અત્યંત નિકટ ભવ્ય છે. તે
ચૈતન્યના અતીન્દ્રિય આનંદના ચારા ચરવામાં એવો મશગુલ છે કે ઊંચું માથું કરીને
બહારમાં જોતો નથી, વિકલ્પનું ઉત્થાન અંદરમાં થતું નથી. પોતે પોતામાં લીન થઈને
સ્વરૂપને વેદે છે.–એણે આત્માને ઉપાદેય કર્યો કહેવાય. ને શુદ્ધ આત્માને ઉપાદેય કરનારા
આવા પરિણામ તે જ ખરા કિંમતી પરિણામ છે.
વૈરાગ્ય –
* વૈરાગ્યવંત જીવને રાગનાં બંધન રોકી શકતા નથી.
* વૈરાગ્યમાં અનુપમ સુખ છે.
* ‘જીવ રકત બાંધે કર્મને, વૈરાગ્યપ્રાપ્ત મુકાય છે’
* ‘સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા; અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.’
* ‘જ્ઞાનકલા જિસકે ઘટ જાગી તે જગમાંહિ સહજ વૈરાગી’
* વૈરાગ્યવંત જીવને ક્્યાંય ભય નથી, તે સર્વત્ર નિર્ભય છે.
* વૈરાગ્યરૂપી બખ્તર સર્વપ્રસંગે જીવને કષાયોથી બચાવે છે.
* ‘તેથી ન કરવો રાગ જરીયે ક્્યાંય પણ મોક્ષેચ્છુએ....’
* સાચા વૈરાગ્ય વગર જ્ઞાનનું પરિણમન થતું નથી.
* રાગથીવિરકત થઈને પરિણતિનો વેગ સ્વભાવ તરફ વળ્‌યો
એજ સાચો વૈરાગ્ય.
* અસ્તિ–નાસ્તિની જેમ જ્ઞાન ને વૈરાગ્ય મોક્ષમાર્ગમાં એકબીજાના
જોડીદાર છે. એવા વૈરાગ્યપરિણત સન્તોને નમસ્કાર હો.

PDF/HTML Page 14 of 55
single page version

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૧ :
સાચો આત્મા
ક્યારે જણાય?
સાચો આત્મા કેવો છે તે જીવે કદી જાણ્યું નથી. સાચો
આત્મા એટલે આનંદસ્વભાવથી ભરેલો ભૂતાર્થ આત્મા, તેને
અંતર્મુખઅનુભૂતિવડે જાણે તો આનંદસહિત સમ્યકત્વાદિ થાય છે.
(પરમાત્મપ્રકાશ–પ્રવચન ગા. ૮૦)
જેની પરિણતિમાં પોતાના શુદ્ધઆત્માનું સ્વસંવેદન નથી તેની પરિણતિ કોઈ ને
કોઈ પ્રકારે વિષયકષાયોને આધીન વર્તે છે.
મૂઢ જીવ, ભિન્ન આત્માનો અજાણ, પોતામાં તો શરીરને જ આત્મા માને છે ને
એ જ રીતે સામા જીવમાં પણ શરીરને જ આત્મા માને છે, એટલે સામા આત્માની પણ
સાચી ઓળખાણ તેને થતી નથી. શરીરથી કે રાગથી જ્ઞાનીને ઓળખવા તે સાચી
ઓળખાણ નથી, જ્ઞાની તો જ્ઞાનપરિણતિવાળા છે. એ રીતે સર્વજ્ઞભગવાનને પણ ત્યારે
જ ખરેખર ઓળખાય છે કે જ્યારે પોતે ઈન્દ્રિયાતીત થઈને પોતાના જ્ઞાનસ્વભાવને
અનુભવમાં લ્યે; રાગથી ને ઈન્દ્રિયોથી પાર પોતાના જ્ઞાનસ્વભાવના અંતર્મુખ અનુભવ
વગર સામા સર્વજ્ઞદેવના આત્માને કે જ્ઞાનીના આત્માને ઓળખી શકાય નહિ. આ રીતે
જ્ઞાનીની કે કેવળીની સાચી ઓળખાણ જીવે કદી કરી નથી. બહિરાત્માને પોતામાં
દેહબુદ્ધિ હોવાથી બીજા આત્માઓને પણ તે દેહબુદ્ધિથી જ દેખે છે.
જુઓ, આમાં એ સિદ્ધાંત આવી ગયો કે પોતાના શુદ્ધ સ્વતત્ત્વને જાણીને ઉપાદેય
કર્યા વગર બીજાનું સાચું જ્ઞાન થતું નથી. અંતરની અનુભૂતિવડે જ સ્વતત્ત્વ ઉપાદેય
થાય છે. ઉપાદેય એટલે સર્વ પ્રકારે આરાધવા યોગ્ય; શ્રદ્ધાથી, જ્ઞાનથી, ચારિત્રથી સર્વ
પ્રકારે શુદ્ધ આત્મા જ સેવવા યોગ્ય છે, એટલે એનાથી ભિન્ન બીજા કોઈ ભાવ કોઈ
પ્રકારે સેવવા યોગ્ય નથી–એમ પણ તેમાં આવી ગયું.
આત્મવસ્તુ નિત્ય છે, તેમાં આનન્દ પણ નિત્ય છે. અસંખ્ય પ્રદેશી પહોળો
આત્મા સર્વ પ્રદેશે આનંદસ્વભાવથી ભરેલો છે. એમાં અંતર્મુખ થઈને તેને આરાધતાં
પર્યાયમાં તે આનંદ ઉલ્લસે છે. આવો શુદ્ધ આત્મા તે જ ભૂતાર્થ આત્મા છે, ને તેના
સેવનથી જ સમ્યગ્દર્શનાદિ થાય છે.

PDF/HTML Page 15 of 55
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
ભૂતાર્થસ્વભાવની સન્મુખ થાય ત્યારે જ સાચો આત્મા જણાય છે, પર સામે
જોયે કે એકલી પર્યાય સામે જોયે સાચો આત્મા દ્રષ્ટિમાં આવતો નથી. સાચા આત્માની
દ્રષ્ટિ કહો કે ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિ કહો, તે જ સમ્યગ્દર્શન છે. સાચા આત્માને જાણ્યા
વગર સમ્યગ્દર્શન કેમ થાય?
સાચો આત્મા જ જેણે જાણ્યો નથી તે આત્માની આરાધના ક્યાંથી કરશે?
કાયમ અતીન્દ્રિય આનંદથી ભરેલો આ આત્મસ્વભાવ, તેને અંતર્મુખ પરિણતિવડે
ઉપાદેય કરતાં સાચો આત્મા શ્રદ્ધામાં–જ્ઞાનમાં આવે છે.–આનું નામ ધર્મ, ને આનું નામ
મોક્ષમાર્ગ.
અરે, આવું આનંદમય ચૈતન્યતત્ત્વ, તેમાં વિષયકષાય કેવા ને દેહ કેવો? પણ
એને ભૂલીને મૂઢ જીવ શરીરને આત્મામાં જોડીને (એટલે કે તેને જ આત્મા માનીને)
વિષયકષાયોમાં લીન વર્તે છે, શુદ્ધાત્માના આનંદને તે અનુભવી શકતો નથી, સ્વભાવને
આધીન થાય તો સમ્યક્ પરિણામ થઈને આનંદનો અનુભવ થાય; પણ સ્વભાવને
ભૂલીને વિષયકષાયને આધીન થયો એટલે પરવશ થઈને દુઃખને જ અનુભવે છે.
ભાઈ! સાચો આત્મા તો તે કહેવાય કે જેની સન્મુખ થતાં પરમ આનંદનો સ્વાદ
આવે. ‘આત્મા’ તો આનંદ આપે એવો છે, દુઃખ આપે એવો નથી. આત્માના
સ્વભાવની સન્મુખ થાય ને દુઃખ રહે એમ બને નહિ, કેમકે દુઃખ આત્માના સ્વભાવમાં
નથી, આત્માના સ્વભાવમાં તો સુખ જ ભર્યું છે, આનંદ જ ભર્યો છે. એકવાર આવા
આત્માને અનુભૂતિમાં લે.
આત્માની આવી અનુભૂતિ આઠવર્ષની બાલિકાને પણ થાય છે. એને માટે લાંબા
લાંબા કાળની જરૂર નથી પણ ચૈતન્યસ્વભાવનો રસ જગાડીને પર્યાયને અંતર્મુખ કરતાં
તત્ક્ષણે જ આવી આત્માની અનુભૂતિ થાય છે. ને આવી અનુભૂતિ કરે ત્યારે રાગથી
પાર સાચા આત્માની ખબર પડે, ત્યારે સર્વજ્ઞની ને સાધક સન્તોની સાચી ઓળખાણ
થાય, ને મોક્ષતત્ત્વને ખરેખર ત્યારે જ જાણ્યું કહેવાય.

PDF/HTML Page 16 of 55
single page version

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૩ :
ધર્મીનું ધ્યેય
* * * * *
(સમયસારકળશ ૨૨૩ ના પ્રવચનમાંથી)
* * * * *
હે જીવ! તારે આત્માને ધ્યેય બનાવીને આનંદની પ્રાપ્તિ કરવી હોય તો શું કરવું
તે સન્તો તને બતાવે છે.
રાગને ધ્યેયમાં ન લેતાં, સ્વતત્ત્વ એવા શુદ્ધઆત્મસ્વરૂપને ધ્યેય બનાવીને તેમાં
તારું લક્ષ જોડ. તારા સ્વતત્ત્વના અભ્યાસનો રસ્તો તેં કદી લીધો નથી, એકલા પરનો
ને રાગનો જ અભ્યાસ તેં કર્યો છે. હવે તેની દિશા ફેરવીને સ્વતત્ત્વને ધ્યેય બનાવવાની
આ વાત છે.
ધર્મી જીવે પોતાનું ધ્યેય ફેરવ્યું છે; પર ધ્યેય છોડીને જ્ઞાનાનંદમૂર્તિ નિજઆત્માને
ધ્યેય બનાવ્યું છે. જ્ઞાનચેતનાને અતંર્મુખ કરી છે. જુઓ, ધર્મીની જ્ઞાનચેતના અંદરમાં
આત્માને ચેતવાનું (અનુભવવાનું) કામ કરે છે. બહારના જાણપણાનો ઉઘાડ ઓછો–
વધારે હોવો તે કાંઈ જ્ઞાનચેતનાનું કાર્ય નથી; જ્ઞાનચેતના તો અંર્તમુખ કામ કરે છે,
આત્માને તે લક્ષગત કરે છે. અંતર્મુખ જ્ઞાનચેતનાવડે આત્માના આનંદના ખજાના ધર્મી
જીવે ખોલી નાખ્યા છે, ને તેને જ ધ્યેય બનાવ્યું છે. ધર્મીની દ્રષ્ટિ નિત્ય નિજાત્માને જ
સ્પર્શે છે, રાગને તે સ્પર્શતી નથી. સ્પર્શે છે એટલે વેદે છે, અનુભવે છે, તેમાં એકતા કરે
છે. પહેલાં અજ્ઞાનમાં વિકારને જ વેદતો, તેને જ આત્માપણે જાણતો, તેને બદલે હવે
ધ્યેયને પલટાવી નાંખ્યું ને જ્ઞાનચેતના વડે વિકારથી પાર એવા શુદ્ધઆત્માનું વેદન કર્યું,
તેને જે નિજસ્વરૂપ જાણ્યું, તેને જ ધ્યેય બનાવ્યું.
જુઓ, આ ધર્મીનું ધ્યેય.
હે જીવ! તારે આનંદની પ્રાપ્ત કરવી હોય તો તું પણ તારા આવા આત્માને ધ્યેય
બનાવ.
* * * * *

PDF/HTML Page 17 of 55
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
અજ્ઞાનીનો અપરાધ
(અશુદ્ધતાથી છૂટીને શુદ્ધ થવાનો અવસર ક્્યારે આવે?)
(સમયસાર કળશટીકા–પ્રવચન: કળશ: ૨૨૧)
પોતાની શુદ્ધ ચૈતન્ય વસ્તુનો જેને અનુભવ નથી ને અજ્ઞાનથી રાગાદિ
અશુદ્ધભાવને જ અનુભવે છે તથા પરદ્રવ્ય જ મને વિકાર કરાવે છે–એમ માને છે, તો તે જીવ
શુદ્ધબોધથી રહિત છે, ને સમ્યક્ત્વથી શૂન્ય છે. એવા અજ્ઞાની જીવનો શું અપરાધ છે, ને તે
અપરાધનું ફળ શું છે,–તે બતાવીને આચાર્યદેવ કરુણાપૂર્વક જીવોને તે અપરાધથી છોડાવે છે.
અરે જીવ! જો પરદ્રવ્ય જ બળાત્કારપૂર્વક અશુદ્ધતા કરાવતું હોય તો તે અશુદ્ધતાથી
છૂટવાનો અવસર ક્્યારે? કેમકે પરદ્રવ્ય તો જગતમાં સદાય છે, જો તે વિકાર કરાવતું હોય તો
તો સર્વકાળ વિકાર થયા જ કરે, ને વિકારથી છૂટવાનો અવસર જ કોઈ ન રહે. માટે તારું શુદ્ધ
કે અશુદ્ધ પરિણમન તારાથી જ છે–એમ તું જાણ–તો શુદ્ધ દ્રવ્યના આશ્રયે શુદ્ધતા પ્રગટ કરીને
અશુદ્ધતાને ટાળવાનો અવસર તને આવશે.
તું તારી સ્વતંત્રતા જાણ, કે હું બહાર પર તરફ વળ્‌યો તેથી મને અશુદ્ધતા થઈ; ને હું
અંતરમાં સ્વ તરફ વળું તો મને શુદ્ધતા થાય. મારી અશુદ્ધતામાં કે શુદ્ધતામાં પરદ્રવ્યનો જરા પણ
હાથ નથી.–આવી સ્વતંત્રતા જાણતાં સ્વસન્મુખ થઈને શુદ્ધતાનો અવસર આવે છે.
પણ જે જીવ પોતાની સ્વવસ્તુને જાણતો નથી, જેનું સર્વસ્વ જ્ઞાન ઊંધું છે, જેના
સમ્યક્ત્વચક્ષુ બિડાઈ ગયાં છે, તે જીવ મોહશત્રુની સેનાને જીતી શકતો નથી. તેનો અપરાધ
શું? કે કર્મ વગેરે પરદ્રવ્ય મને વિકાર કરાવે છે એમ તે માને છે, તે તેનો મોટો અપરાધ છે.
પોતાની પર્યાયને તે જાણતો નથી.
પરને કારણે વિકાર થવાનું માનનાર જીવને અપરાધી કહ્યો, તે અપરાધનું ફળ શું? કે
અનંત સંસારરૂપી જેલ; માટે કહ્યું કે પરદ્રવ્ય જીવને અશુદ્ધતા કરાવે એમ માનનારો જીવરાશી
અનંતસંસારી છે, સંસારસમુદ્રને તે પાર કરી શકતો નથી. સ્વાશ્રયપરિણામનો તેને અવકાશ
જ નથી પછી તેની અશુદ્ધતા ક્્યાંથી ટળે?
આ કળશના ભાવની સ્પષ્ટતા કરતાં પં. બનારસીદાસજી નાટકસમયસારમાં કહે છે કે–
કોઉ મૂરખ યોં કહે,
રાગદોષ પરિનામ,
પુદ્ગલકી જોરાવરી,
વરતે આતમરામ. (૬૨)

PDF/HTML Page 18 of 55
single page version

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૫ :
જ્યોં જ્યોં પુદ્ગલ બલ કરે, ધરિ ધરિ કર્મજ ભેષ,
રાગદોષકો પરિણમન, ત્યોં ત્યોં હોઈ વિશેષ. (૬૩)
(પુદ્ગલકર્મ જીવને રાગદ્વેષ કરાવે છે–એવી અસત્ય માન્યતાવાળા અજ્ઞાનીને
સત્યમાર્ગનો ઉપદેશ આપતાં કહે છે કે–)
ઈહવિધ જો વિપરીત પક્ષ, ગ્રહે શ્રદ્હે કોઈ,
સો નર રાગ વિરોધસેં, કબહું ભિન્ન ન હોઈ. (૬૪)
સુગુરુ કહે જગમેં રહે, પુદ્ગલ સંગ સદીવ,
સહજ શુદ્ધ પરિણમનકો, અવસર લહે ન જીવ. (૬પ)
તાતેં ચિદ્ભાવનિ વિષે, સમરથ ચેતન રાવ,
રાગ–વિરોધ મિથ્યાતમેં,સમકિતમેં શિવભાવ. (૬૬)
આ ચેતનરાજા પોતે જ પોતાના ચૈતન્યભાવોને કરવામાં સમર્થ છે; મિથ્યાત્વભાવમાં
તો તે રાગદ્વેષપરિણામને કરે છે, ને સમ્યક્ત્વભાવમાં તે મોક્ષમાર્ગને કરે છે.–આ રીતે જીવ
પોતે જ પોતાના ભાવનો કર્તા છે.
ત્યાર પહેલાં (શ્લોક ૬૧માં) શિષ્યે પૂછયું કે હે સ્વામી! આ રાગદ્વેષનું મૂળપ્રેરક કોણ
છે? શું પુદ્ગલકર્મ, ઈન્દ્રિયવિષયો કે ધન, મકાન, પરિજન એ કોઈ જીવને રાગદ્વેષ કરાવે છે?
ત્યારે ઉત્તરમાં–
ગુરુ કહે છહોં દ્રવ્ય અપને અપને રૂપ,
સબનિકો સદા અસહાઈ પરિણમન હૈ;
કોઉ દરવ કાહૂકો ન પ્રેરક કદાચિ તાતેં,
રાગ–દોષ–મોહ વૃથા મદિરા અચૌન હૈ. ૬૧
ભાઈ, કોઈ પરદ્રવ્ય તને વિકાર નથી કરાવતું; તારો મિથ્યાત્વરૂપ મોહભાવ જ
રાગદ્વેષનું મૂળ કારણ છે.
શુદ્ધઆત્મતત્ત્વ સ્વભાવથી તો જ્ઞાન–આનંદ–સુખ વગેરે ગુણોથી ભરપૂર છે,
અશુદ્ધતાની ઉત્પત્તિ તેના સ્વભાવમાંથી નથી થતી.–તો પર્યાયમાં અશુદ્ધતા થાય છે તે કેમ થાય
છે? તેની આ વાત છે. તે અશુદ્ધતાપણે જીવ પોતે પોતાની પર્યાયમાં અશુદ્ધરૂપ પરિણમવાની
શક્તિથી જ પરિણમ્યો છે; પોતે પોતાના શુદ્ધસ્વભાવના અનુભવરૂપ ન પરિણમતાં મોહરૂપ
પરિણમ્યો છે, કોઈ બીજાએ તેને પરિણમાવ્યો નથી. જે જીવરાશિ એટલે કે જે કોઈ જીવસમૂહ
એમ માને છે કે મને પરદ્રવ્ય અશુદ્ધતા કરાવે છે, તે જીવરાશિ મિથ્યાદ્રષ્ટિ અનંત–સંસારી છે.
અનંત સંસારી કેમ કહ્યો?–કેમકે જ્યાં સુધી પરદ્રવ્ય અશુદ્ધતા કરાવે છે એમ માને છે ત્યાં
સુધી તે સંસારમાં જ રખડે છે; પરદ્રવ્ય તો જગતમાં અંનતકાળ રહેવાનાં છે. હવે જો પરદ્રવ્ય
વિકાર કરાવે તો તો અનંતકાળ સુધી વિકાર થયા જ કરે; વિકારથી છૂટવાનો અવસર જ ન
આવે. માટે પરદ્રવ્યથી પોતાને અશુદ્ધતા થવાનું જે માને તેને અશુદ્ધતા અનંતકાળે પણ ન મટે,
એટલે સંસાર તેને મટે નહિ. એ ઊંધી માન્યતા છોડે ત્યારે જ અશુદ્ધતા છૂટશે ને ત્યારે જ
સંસારનો છેડો આવશે. માટે કરુણા કરીને સંતો સમજાવે છે કે ભાઈ, તારી ભૂલ તેં કરી છે;
પરદ્રવ્યમાં એવી શક્તિ નથી કે તને દોષ કરે. ને તારું એવું સ્વરૂપ નથી કે પરથી તારામાં દોષ

PDF/HTML Page 19 of 55
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
છૂટવાનો ઉપાય બતાવીએ છીએ–તે લક્ષમાં લે. મારી અવસ્થામાં અશુદ્ધતા મેં મારી જ ભૂલથી
કરેલી છે, તે ભૂલ ક્ષણિક છે, ને મારો શુદ્ધસ્વભાવ ત્રિકાળ છે,–એમ શુદ્ધસ્વભાવને લક્ષમાં
લેતાં પર્યાયની ક્ષણિક ભૂલ ટળે છે, ને સ્વભાવના આશ્રયે શુદ્ધતા થાય છે.
ભાઈ, તારે ભૂલ ટાળીને સારો થવું છે ને?–હા; તો સારો એટલે કે શુદ્ધ એવો તારો
સ્વભાવ છે, તેને તું લક્ષ માં લે, તો સ્વભાવના આશ્રયે સારાપણું એટલે કે શુદ્ધપણું થશે.
અજ્ઞાની પોતાના શુદ્ધસ્વભાવનો તો અજાણ છે ને પર્યાયમાં જે અશુદ્ધતા થવાની
શક્તિ છે તેનો પણ તે અજાણ છે. અશુદ્ધતાની શક્તિ પોતાની પર્યાયની છે, તેને બદલે પર
સંયોગ અશુદ્ધતા કરાવે છે–એમ અજ્ઞાની માને છે. ‘પર્યાયની શક્તિ’ એટલે પર્યાયની તે
સમયની યોગ્યતા; પર્યાયમાં અશુદ્ધતાની શક્તિ કીધી તેથી કાંઈ તે અશુદ્ધતા જીવનો કાયમી
સ્વભાવ થઈ ન જાય, કેમકે પર્યાય પોતે એક સમયની છે. હવે અહીં એ બતાવવું છે કે
પોતાની પર્યાયની એક સમયની અશુદ્ધ તાકાતને પણ જે નથી જાણતો તે ત્રિકાળી સ્વભાવની
શુદ્ધતાના સામર્થ્યને કયાંથી જાણશે? એને નથી દ્રવ્યની ખબર, નથી પર્યાયની ખબર, કે નથી
પરની ખબર; પરદ્રવ્ય બિચારું એના ભાવમાં પરિણમી રહ્યું છે, તે આ જીવને જરા પણ
વિકાર નથી કરાવતું, છતાં તેના ઉપર અજ્ઞાની કલંક નાખે છે કે તેં મારામાં અશુદ્ધતા કરી.–એ
અજ્ઞાનીનો મોટો અપરાધ છે. શાસ્ત્રભણતરમાંથી જે સ્વાશ્રયનો આશય કાઢવો જોઈએ તે
અજ્ઞાનીને આવડતું નથી, ને પોતાની ઊંધી દ્રષ્ટિથી શાસ્ત્રના આશય પણ ઊંધા જ સમજે છે.
ભાઈ, મારા દોષ મેં કર્યા છે–એમ સમજ તો તને તે દોષ ટાળવાની ખટક રહેશે. પણ
દોષ પરદ્રવ્ય જ કરાવે છે એમ માનીશ તો તે ટાળવાની દરકાર કયાંથી રહેશે? પરદ્રવ્ય જ તને
દોષ કરાવશે–તો તારામાં કાંઈ પુરુષાર્થ છે કે નહિ? વિકારથી બચવાનો ને સમ્યગ્દર્શનાદિ
શુદ્ધભાવ કરવાનો કોઈ પુરુષાર્થ તારામાં છે કે નહિ? ઊંધાઈ કે સવળાઈ, અશુદ્ધતા કે શુદ્ધતા,
એ બંને મારા જ પુરુષાર્થનું કામ છે–એમ જે સમજે તે સ્વપુરુષાર્થ દ્વારા અશુદ્ધતા ટાળીને
શુદ્ધતા કરશે. પણ પોતાના પુરુષાર્થને જ જે નહિ સ્વીકારે તેને અશુદ્ધતા ટાળીને શુદ્ધતાનો
અવસર કયાંથી આવશે? અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગના ઢગલા આત્માને ડગાવી શકતા નથી,
અનુકૂળતાના ઢગલા આત્માને શુદ્ધતામાં કાંઈ મદદ કરે કે કાંઈ રાગ કરાવે–એમ નથી; તેમજ
પ્રતિકૂળતાના ઢગલા આત્માને શુદ્ધતાથી ડગાવી દ્યે કે કાંઈ દ્વેષ કરાવે એમ નથી; અશુદ્ધતામાં
કે શુદ્ધતામાં આત્મા સ્વતંત્ર છે.
ભાઈ, જો તારી શુદ્ધતાની તૈયારી હોય તો જગતમાં સર્વજ્ઞો ને સંતો હાજર જ છે.
તૈયારીવાળા પાત્ર જીવને જ્ઞાની–ધર્માત્માનો યોગ મળી જ જાય છે. જ્ઞાની ન મળ્‌યા માટે
રખડયો–એનો અર્થ એમ છે કે પોતે પાત્રતા ન કરી માટે રખડયો; પોતાની પાત્રતા વગર
જ્ઞાનીની પણ સાચી ઓળખાણ થતી નથી. જીવની પોતાની પાત્રતા વગર જ્ઞાની પણ એને શું
કરે? માટે આચાર્યદેવ કહે છે કે હે જીવ! તારા ભાવમાં તું તારી સ્વતંત્રતા જાણ. ને સ્વભાવ
તરફનો સમ્યક્ પ્રયત્ન કર તો તારી અશુદ્ધતા ટળ્‌યા વગર રહે નહિ.

PDF/HTML Page 20 of 55
single page version

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૭ :
સ્વતંત્રતાની
ઘોષણા
(ચાર બોલથી સ્વતંત્રતાની
ઘોષણા કરતું ખાસ પ્રવચન)
(હપ્તો બીજો)

સમયસાર–કલશ ૨૧૧ ઉપર પૂ. ગુરુદેવના
આ ખાસ પ્રવચનનો પહેલો હપ્તો આત્મધર્મના
ગતાંકમાં આવેલ છે. તેમાં, વસ્તુસ્વરૂપથી કર્તા–
કર્મપણું એક જ વસ્તુમાં હોય છે–એવી સ્વતંત્રતાની
ઘોષણા કરતાં એમ બતાવ્યું કે (૧) વસ્તુના જે
પરિણામ છે તે જ ખરેખર કર્મ છે; અને (૨) તે
પરિણામ વસ્તુનાં જ છે, બીજાનાં નહિ. ત્યાર
પછીના બીજા બે બોલ અહીં આપવામાં આવ્યા છે.
વસ્તુસ્વરૂપની આવી સ્વતંત્રતા સમજતાં, ભેદજ્ઞાન
થઈને સ્વદ્રવ્યાશ્રિત મોક્ષમાર્ગ પ્રગટે છે.
(૩) કર્તા વગર કર્મ હોતું નથી
કર્તા એટલે પરિણમનારી વસ્તુ, ને કર્મ એટલે તેની અવસ્થારૂપ કાર્ય;
કર્તા વગરનું કર્મ હોતું નથી એટલે વસ્તુ વગરની પર્યાય હોતી નથી; સર્વથા
શૂન્યમાંથી કોઈ કાર્ય ઉત્પન્ન થઈ જાય એમ બનતું નથી.