PDF/HTML Page 1 of 40
single page version
PDF/HTML Page 2 of 40
single page version
વિદેહે મંગલ, ભરતે મંગલ. કહાન–પ્રતાપે સુવર્ણે મંગલ.
PDF/HTML Page 3 of 40
single page version
PDF/HTML Page 4 of 40
single page version
સાધક–ભક્તો સ્વાગત કરતાં આનંદે ઉભરાય.
PDF/HTML Page 5 of 40
single page version
PDF/HTML Page 6 of 40
single page version
પરિણમે છે એટલે બંધને કરે છે, તે જ રીતે શુદ્ધાત્મઅનુભૂતિ પ્રગટ કરીને આત્મા
મોક્ષમાર્ગ અને મોક્ષને કરે છે, આ રીતે પર્યાયરૂપ આત્મા બંધ–મોક્ષને કરે છે, પણ
શુદ્ધદ્રવ્યરૂપ ધુ્રવઆત્મા બંધ–મોક્ષને કરતો નથી, એ તો પરમ પારિણામિક
પરમભાવસ્વરૂપ સદા એકરૂપ છે.
છે.–આમ પર્યાયદ્રષ્ટિથી જોતાં એટલે કે વ્યવહારરૂપ આત્માને જોતાં બંધ–મોક્ષ છે. પણ
નિશ્ચયરૂપ આત્મા–જે ત્રિકાળ એકરૂપ રહેનાર સત્ છે તેને જોતાં તેમાં બંધ–મોક્ષ નથી.
કરતો નથી. હા, તે સ્વભાવને જોનારી પર્યાય પોતે મોક્ષમાર્ગરૂપ પરિણમી જાય છે. પણ
તે જુદી પર્યાય વ્યવહારનો વિષય છે.
જીવન–મરણ વગરનો છે. આવો પરમસ્વભાવ બતાવવાનું શું પ્રયોજન છે? કે આવા
પરમસ્વભાવને દ્રષ્ટિમાં લેતાં મોક્ષમાર્ગ પ્રગટે છે.
PDF/HTML Page 7 of 40
single page version
મોક્ષનું થવું–એ વ્યવહાર વિષયમાં છે. પણ ધુ્રવસ્વભાવની દ્રષ્ટિથી જોતાં આત્મા બંધ–
મોક્ષને કરતો નથી, એકરૂપ છે તેમાં બંધ–મોક્ષનું બેપણું નથી. એકરૂપતત્ત્વમાં બંધ ને
મોક્ષ એવા બે પ્રકાર શા? ધુ્રવદ્રષ્ટિ કરતાં પર્યાયમાં બંધ ટળે છે ને મોક્ષ થાય છે–એ તો
ખરું, પણ તે ધુ્રવદ્રષ્ટિ જે શાશ્વતવસ્તુને દેખે છે તે વસ્તુમાં બંધ–મોક્ષના ભેદ નથી.
ઉપદેશ કેમ આપો છો?
બંધન પણ કાયમી જ રહે. ધુ્રવદ્રષ્ટિથી જો બંધન હોય તો બંધન પણ ધુ્રવ જ રહે, ને
આત્મા હંમેશા બંધાયેલો જ રહે,–પણ એમ નથી. બંધનનો છેદ થઈને મોક્ષદશા પ્રગટે છે,
માટે બંધન ક્ષણિક છે, તે ધુ્રવવસ્તુમાં નથી. અને ધુ્રવવસ્તુ બંધાયેલી નથી, માટે
ધુ્રવવસ્તુની અપેક્ષાએ બંધ–મોક્ષ નથી. ધુ્રવવસ્તુમાં બંધન કહેવું તે તેનો અનાદર કરવા
જેવું છે. અને ધુ્રવવસ્તુમાં બંધન નથી તો તેને મોક્ષ થવાનું કહેવું તે પણ બની શકતું
નથી.
છૂટયો–તો તે તેનું અપમાન કરવા જેવું છે. તેમ પર્યાયદ્રષ્ટિથી આત્માને પર્યાયમાં બંધન
હતું ને પર્યાયમાં મોક્ષ થયો–એ વાત બરાબર છે, પણ જે વસ્તુસ્વભાવમાં કદી બંધન છે
જ નહિ તે વસ્તુસ્વભાવને ‘મોક્ષ’ કેમ કહેવો? ભાઈ, આવો તારો જે પરમ એકરૂપ
સ્વભાવ તેને સ્વાનુભૂતિગમ્ય કરતાં સમ્યગ્દર્શન થાય છે. શુદ્ધસ્વભાવની અનુભૂતિથી
પર્યાયમાં બંધનો નાશ ને મોક્ષની ઉત્પત્તિ થાય છે.
PDF/HTML Page 8 of 40
single page version
પરમસ્વભાવ છે. તે પરમસ્વભાવનો આશ્રય કરનારી પર્યાય તે મોક્ષમાર્ગ છે.
ધુ્રવસ્વભાવના આશ્રયે પર્યાયમાં બંધ ટળીને મોક્ષ થાય છે, તે સત્ય છે. માટે પર્યાયમાં
મોક્ષનો ઉદ્યમ કર્તવ્ય છે.
– કે પર્યાયને ધુ્રવસ્વભાવમાં અંતર્મુખ કરવાથી મોક્ષનો ઉદ્યમ થાય છે.
શુદ્ધપર્યાયવડે મોક્ષમાર્ગ સાધવો તે ધર્મીનો વ્યવહાર છે; ધર્મીના આવા
છે, નિષ્ક્રિય એટલે કે બંધ–મોક્ષની ક્રિયા જેનામાં નથી એવો ધુ્રવ પરમસ્વભાવ તે
નિશ્ચય છે, ને તેના આશ્રયે શુદ્ધપરિણતિ પ્રગટી તે વ્યવહાર છે. તે પરિણતિ સક્રિય છે.
બંધ ટાળવો ને મોક્ષ પ્રગટ કરવો એવી ક્રિયા પર્યાયમાં થાય છે. જુઓ, આ એક
આત્મતત્ત્વમાં નિષ્ક્રિયપણું ને સક્રિયપણું એ બંને વાત એક સાથે છે; એટલે પર્યાયમાં
મોક્ષનો યત્ન થાય છે. ધુ્રવ શુદ્ધાત્મામાં અંતરલક્ષ કરતાં મોક્ષમાર્ગ ને મોક્ષ પ્રગટે છે.
આવા શુદ્ધાત્માનું લક્ષ તે સાચા વિસામાનું સ્થાન છે.–આ જ સમ્યગ્દ્રષ્ટિનું ઉપાદેયતત્ત્વ
છે; આવા પરમતત્ત્વને ઉપાદેય કરતાં પર્યાયમાં મોક્ષમાર્ગ ઊઘડી જાય છે. આવા
અંતરતત્ત્વને અંતરદ્રષ્ટિવડે ઉપાદેય કરવાનો સન્તોનો ઉપદેશ છે.
PDF/HTML Page 9 of 40
single page version
PDF/HTML Page 10 of 40
single page version
મોતીના ચારા ચરે છે. એ હંસલો રાગના ચારા ચરે નહિ. જ્ઞાનીના અંતરમાં પરમ
વીતરાગી સુખરૂપી અમૃતથી ભરેલું જે માનસરોવર, તેમાં નિર્મળગુણોથી શોભતો
કર. કેમકે ચૈતન્યનો જેને પ્રેમ નથી ને પરનો પ્રેમ છે તે જીવ પોતાના ચૈતન્યસુખને
ચાખી શકતો નથી. વિષયોના સ્વાદનો પ્રેમ હોય ને આત્માના આનંદનો પણ સ્વાદ
આવે એમ એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહિ. જ્યાં આત્માના આનંદનો સ્વાદ
ચાખ્યો ત્યાં વિષયોનો પ્રેમ રહે નહિ. જેણે ચૈતન્યનો સ્વાદ ચાખ્યો તે સમકિતીને
રાગનો રંગ રહેતો નથી; આત્માના આનંદ સિવાય બીજું કાંઈ એને પ્રિય નથી. એના
હૃદયમાં રાગનો વાસ નથી. એના અંતરમાં તો પરમાત્મ તત્ત્વ જ વસ્યું છે.
છે....એ રાગના પંથે ચાલનારો નથી. આમ ચૈતન્યહંસની પ્રાપ્તિના ઉપાયનું માહાત્મ્ય
બતાવ્યું છે. તેને જાણીને હે જીવ! તું બાહ્ય વિષયોની પ્રીતિ છોડીને અંતરમાં નિર્મળ
પરિણામ વડે તારા શુદ્ધ આત્માને દેખ.
ભેદજ્ઞાનની ભાવનામય હોવું જોઈએ.
ભેદજ્ઞાનની ભાવનાનું ફળ
સ્વાનુભવપ્રાપ્તિ છે. મુમુક્ષુ એટલે મુનિનો
નાનો ભાઈ. મુનિરાજ મહા મુમુક્ષુ છે, આ
હજી નાનો મુમુક્ષુ છે. એનું જીવન પણ
મુનિને અનુસરતું હોવું જોઈએ.
PDF/HTML Page 11 of 40
single page version
પરિણતિ આનંદનો અનુભવ કરતી કરતી પરમાત્માને
ભેટવા ચાલી છે; પરમ બ્રહ્મસ્વરૂપ આત્માના રંગે તે
પરિણતિ રંગાઈ ગઈ છે. સ્વરૂપના રંગે રંગાયેલી તે
પરિણતિ સિદ્ધપદને સાધશે.
થાય; આવા પરમ તત્ત્વને જ્ઞાની નિર્વિકલ્પ સ્વસંવેદનથી પોતામાં દેખે છે. ‘પર’ એટલે
ઉત્કૃષ્ટ એવો જે શુદ્ધઆત્મા તેને જે પોતાના અંતરમાં અવલોકે છે–દેખે છે–જાણે છે–
અનુભવે છે, તે જીવ શીઘ્ર પરલોકમાં એટલે કે પરમાત્મ તત્ત્વમાં પ્રવેશ કરે છે. આવો જે
શુદ્ધ જ્ઞાનમય બ્રહ્મસ્વરૂપ આત્મા તે જ સાચો બ્રહ્મલોક છે, તે જ જગતમાં સર્વોત્કૃષ્ટ
હોવાથી પરલોક છે. સ્વયં કલ્યાણરૂપ હોવાથી તે પોતે શિવ છે, ને પોતાના જ્ઞાન–આનંદ
આદિ અનંતગુણ–પર્યાયોમાં પોતે જ સર્વવ્યાપક હોવાથી તે વિષ્ણુ છે.–દરેક આત્મા
નિશ્ચયથી આવો છે. સિદ્ધ ભગવાન લોકાગ્રે વ્યક્તરૂપે આવા પરમાત્મા છે, ને દરેક
આત્મા શક્તિરૂપે આવા પરબ્રહ્મ પરમાત્મા છે. અંતર્મુખ ઉપયોગ વડે આવા આત્માને
જે અવલોકે છે તે જ ‘પર’ એવા ઉત્કૃષ્ટ આત્માને દેખે છે, ને સિદ્ધપદરૂપ પરલોકને તે
પ્રાપ્ત કરે છે.
અંતરની દ્રષ્ટિ વડે પોતામાં જ પરમાત્મ તત્ત્વને અવલોકે છે. ધર્માત્માના અંતરમાં આવો
ઉત્કૃષ્ટ આત્મા વસે છે.
PDF/HTML Page 12 of 40
single page version
જેને અધિકતા લાગે છે તે પર–લોકને દેખતો નથી, ને પર–લોકને જે દેખતો નથી તે
સિદ્ધપદને પામતો નથી. ભાઈ, ઉત્કૃષ્ટ તો તારો આત્મા છે. વિકલ્પ આવે તે આત્માના
સ્વભાવની પ્રાપ્તિને જરાય સહેલી કરી દે–એમ બનતું નથી; વિકલ્પમાં–રાગમાં જરાય
ઉત્તમપણું નથી, સારપણું નથી. સારપણું તો પરમ બ્રહ્મ આત્મતત્ત્વમાં જ છે–એમ નક્કી
કરીને તેમાં તારી મતિને જોડ તો તે તરફ તારી ગતિ થાય એટલે કે પરિણતિની ગતિ
સ્વભાવ તરફ વળે. અજ્ઞાનીની પરિણતિ વિકાર તરફ ઝૂકે છે, કેમકે શુદ્ધાત્માને તે
અવલોકતો નથી; જ્ઞાનીની પરિણતિ શુદ્ધાત્માના અવલોકનવડે વિકારથી પાછી વળીને,
ચિદાનંદ સ્વભાવ તરફ ઝુકે છે ને પોતાના પરમ–ઉત્કૃષ્ટ પદને પ્રાપ્ત કરે છે. માટે
સ્વસંવેદન જ્ઞાનથી તારા આવા આત્માને તું જાણ–એમ ઉપદેશ છે.
અંતરના પરમ પદની પ્રાપ્તિ ક્્યાંથી થાય? પરમ ધામ એવું સિદ્ધપદ તેને ક્યાંથી
દેખાય? પરમ ધામ એવું સિદ્ધપદ તો પોતાના આત્મામાં જ છે, સિદ્ધભગવંતો
અનંતગુણધામ એવા નિજપદમાં જ સ્થિર છે.
અંતરમાં આ પરમતત્ત્વને જ વસાવ્યું છે.
પરમાત્મા જ બિરાજે છે. ‘જ્યાં હું વસું ત્યાં તું નહીં’ એટલે કે મારા જ્ઞાનમાં જ્યાં
પરમાત્મા વસ્યા ત્યાં હવે પરભાવને તેમાં સ્થાન નથી. પરમાત્મ તત્ત્વની રુચિ ને
રાગની રુચિ બંને એક સાથે રહી શકે નહિ. જે પરિણતિ અંતરમાં વળીને પરમાત્મ
તત્ત્વમાં પ્રવેશી ગઈ છે તે પરિણતિમાં પરમાત્મા વસ્યા છે; તે પરિણતિ આનંદનો
અનુભવ કરતી કરતી પરમાત્માને ભેટવા ચાલી છે.
PDF/HTML Page 13 of 40
single page version
ત્યાં હવે બીજા પાસેથી શું લેવું છે? ને બીજાને શું દેખાડયું છે? હું કંઈક વિશેષ છું–એમ
દુનિયા જાણે તો ઠીક–એવી બુદ્ધિ જ્ઞાનીને નથી. પોતાનું પદ પોતામાં જ દેખે છે, ને તેના
અવલોકનથી પોતાનું કાર્ય સાધી જ રહ્યા છે, ત્યાં લોકમાં પ્રસિદ્ધિનું શું કામ છે? ધર્મી
જાણે છે કે અમારી પરિણતિ અંતરમાં અમારું કામ કરી જ રહી છે, ત્યાં લોક જાણે કે ન
જાણે તેનાથી શું પ્રયોજન છે? બીજા વડે પોતાની મોટાઈ ધર્મી માનતા નથી. અરે,
ચક્રવર્તીપદ વડે કે ઈન્દ્રપદ વડે કાંઈ આત્માની મોટપ નથી, આત્મા પોતે જ સૌથી મહાન
પરમ તત્ત્વ છે, એવા ઉત્કૃષ્ટ પદને ધર્મી પોતામાં જ દેખે છે. ચૈતન્યના પૂર પોતામાં જ
વહે છે, આનંદના સમુ઼દ્ર પોતામાં જ ઊછળી રહ્યા છે, આવા ઉત્તમ સ્વતત્ત્વને જ્ઞાની
પોતાના અંતરમાં જ અવલોકે છે, તેથી તે જ્ઞાની પોતે ‘પર–લોક’ છે. પરમ તત્ત્વ તો
દરેક આત્મામાં છે–પણ તેનું અવલોકન કરે તે આત્મા ‘પરલોક’ છે, તે જ બ્રહ્મલોક છે.
બ્રહ્મલોક ક્્યાં આવ્યો? કે તારા આત્મામાં જ તારો બ્રહ્મલોક વસે છે. રાગ વડે જેની
પ્રાપ્તિ ન થાય, રાગ વડે જે દેખાય નહિ, રાગ વગરના અંતર્મુખ જ્ઞાન વડે જ જેની
પ્રાપ્તિ થાય, એવું બ્રહ્મસ્વરૂપ પરમતત્ત્વ તું છો. આત્મા રાગસ્વરૂપ નથી કે રાગ વડે
તેની પ્રાપ્તિ થઈ જાય; આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાન વડે જ તેની પ્રાપ્તિ થાય છે.
આવા જ્ઞાન વડે તું તારા આત્માનું અવલોકન કર–જેના અવલોકનથી પરમ આનંદ
સહિત પરમ સિદ્ધપદની તને પ્રાપ્તિ થશે.
આત્મસ્વરૂપને નિર્વિકલ્પ સમાધિમાં જે દેખે છે તે પોતે પરલોક છે. અથવા, જેના ઉત્કૃષ્ટ
કેવળજ્ઞાનમાં સમસ્ત પદાર્થો દેખાય છે–અવલોકાય છે તે પરલોક છે એટલે કેવળી
પરમાત્મા તે પરલોક છે. ને કેવળી જેવો પોતાનો આત્મસ્વભાવ છે તેનું અવલોકન
કરીને તેને ઉપાદેય કરવો તે તાત્પર્ય છે. એવા ઉપાયથી જ પરમ બ્રહ્મની પ્રાપ્તિ થાય
છે. આત્માનો સ્વભાવ તે પરમ બ્રહ્મ છે અથવા સિદ્ધદશા ને કેવળજ્ઞાનદશા તે પરમ
બ્રહ્મ છે.
છે; તે મહા–જન છે, મોટો માણસ છે અથવા મહાપુરુષ છે, જગતમાં મોટો કોણ? કે
મહાન
PDF/HTML Page 14 of 40
single page version
મોટો કે હોદાથી મોટો–તેને ખરેખર મોટો, કહેતા નથી.
તિરસ્કાર કરીને વિકારમાં ને વિષયકષાયમાં પોતાની મતિ જોડી તે સંસારમાં ગમે
તેટલો મોટો કહેવાતો હોય તોપણ તેની ગતિ તો સંસારભ્રમણ તરફ જ છે, તેને મોટો
કહેતા નથી. મોટો તો તેને જ કહેવાય કે શુદ્ધ આત્મામાં મતિને જોડે ને પરમ સિદ્ધગતિ
તરફ ગમન કરે. પરમ સ્વરૂપનું અવલોકન કરીને તેમાં જેણે મતિને જોડી છે તે જીવ
પરલોક છે–તે જ પરબ્રહ્મ છે, પરમ બ્રહ્મસ્વરૂપ આત્માને રંગે તે રંગાઈ ગયો છે.
પ્રવાહ અંતરસ્વરૂપમાં જાય છે, અજ્ઞાનીની મતિનો પ્રવાહ વિકાર તરફ જાય છે.
કરશે.
મતિને જોડતાં શુદ્ધ રત્નત્રયનો વૈભવ પ્રગટ થાય છે. માટે તારી મતિને શુદ્ધાત્મામાં જોડ.
એને છોડીને બીજે ક્્યાંય તારી મતિને ન લગાવ.
આત્માની કિંમત કરતાં ય ન આવડી! ને વિકારની કિંમત ટાંકીને તું તારા આત્માને
ભૂલ્યો! જેને જેની કિંમત લાગે તેની મતિ તેમાં જોડાય. શુદ્ધ સ્વભાવ અને પર્યાયમાં
વિકાર,–બંને વિદ્યમાન હોવા છતાં ધર્માત્માએ પોતાની મતિમાં શુદ્ધ સ્વભાવની કિંમત
ટાંકી છે, એટલે તેની પરિણતિ તેમાં જ જોડાય છે, ને તે સિદ્ધપદને સાધે છે, ને તે
અનંતા સિદ્ધભગવંતોની સાથે જઈને વસે છે.
દુઃખસહિત રહે છે. આમ જાણીને હે જીવ! તારી મતિને તું શુદ્ધ આત્મામાં જોડ. તેમાં
મતિ જોડતાં જ તું અતીન્દ્રિય આનંદથી તૃપ્ત તૃપ્ત થઈ જઈશ.
PDF/HTML Page 15 of 40
single page version
અજ્ઞાની સંયોગવાળો ને વિકારવાળો જ આત્મા
દેખે છે,–તે સાચો આત્મા નથી.
જાણે છે, દેહાદિ સંયોગ જુદા હોવાથી તેને સાક્ષાત્ હેય સમજે છે.
ઓળખી શકતો નથી. જ્ઞાની એક પણ પરદ્રવ્યને પોતામાં જોડતો નથી, તેનાથી સાથે
એનો સંબંધ માનતો નથી; દેહાદિથી સાક્ષાત્ જુદો જ્ઞાનસ્વરૂપ આત્મા નિર્વિકલ્પ
સ્વસંવેદનથી સમ્યગ્દ્રષ્ટિ અનુભવે છે. તેને ‘હું આ છું’ એવી તન્મયબુદ્ધિ
જ્ઞાનઆનંદસ્વરૂપમાં જ છે.
છે, જડનો અંશ પણ મારામાં નથી. જ્ઞાનને વિકલ્પો સાથેય એકતા નથી ત્યાં
બાહ્યવસ્તુની શી વાત? આમ આખી દુનિયાનો સંબંધ છોડીને ધર્મી સ્વતત્ત્વની સન્મુખ
થાય છે.
પોતાનું અસ્તિત્વ જ દેહાદિસંયોગમાં માનતો થકો, સંયોગઆધીન જ વર્તે છે, એટલે
સંયોગઆશ્રિત રાગ–દ્વેષરૂપે જ તે મિથ્યાબુદ્ધિથી પરિણમે છે, વીતરાગી સ્વસંવેદનરૂપ
આત્મજ્ઞાન તેને થતું નથી.
PDF/HTML Page 16 of 40
single page version
ત્યારે પરથી સાચું ભેદજ્ઞાન થાય.
કહેવો તે પણ વ્યવહારથી છે–કેમકે તે પણ એક અંશ છે; આત્મા તો અનંતગુણનો અખંડ
પિંડ છે. આખા શુદ્ધજીવને એક નિર્મળ પર્યાયથી ઓળખવો તે વ્યવહાર છે. મુનિદશા તે
આત્મા, પ્રમત્ત–અપ્રમત્ત તે આત્મા,–એ પણ જ્યાં વ્યવહાર છે ત્યાં દિગંબર શરીર વગેરે
દ્રવ્યલિંગ તો આત્મા કેવો? એ અસદ્ભુત એટલે આત્માથી બહાર છે; આત્માની
સત્તામાં, આત્માના અસ્તિત્વમાં તે દ્રવ્યલિંગ નથી.
લક્ષમાં લેતાં વિકલ્પ ઊઠે છે, તેમાં નિર્વિકલ્પ–વીતરાગી સ્વસંવેદન થતું નથી. નિર્વિકલ્પ
સમાધિનો વિષય અખંડ શુદ્ધઆત્મા છે; નિર્મળપર્યાયનો ભેદ તે નિર્વિકલ્પસમાધિનો
વિષય નથી.
નિર્મળપર્યાય સાધન થઈને શુદ્ધઆત્માને પ્રસિદ્ધ કરે છે ‘આત્મા આવો છે.’ આ રીતે
નિર્મળપર્યાય તે સાધનરૂપ છે ને શુદ્ધઆત્મા તેના વડે સાધ્ય છે. પણ રાગ વડે
શુદ્ધઆત્મા સધાતો નથી. રાગ તે શુદ્ધઆત્માનું સાધન નથી. શુદ્ધઆત્માનું સાધન તેની
નિર્મળપર્યાય છે,–તેથી વ્યવહારે તે પર્યાયને શુદ્ધઆત્મા કહેવાય છે; વિકાર કે દેહાદિની
તો જાત જ જુદી છે તેથી તે તો ઉપચારે–વ્યવહારે પણ શુદ્ધઆત્માનું સ્વરૂપ નથી.
શુદ્ધઆત્મા તો વજ્ર જેવો–જેની એક કણી પણ કદી ખરે નહિ, જેનો એક અંશ પણ કદી
ઓછો ન થાય,–આવો એકરૂપ શુદ્ધઆત્મા તે જ સાચો આત્મા છે, તે જ નિશ્ચયનયનો
આત્મા છે, તે જ સમ્યગ્દ્રષ્ટિનો આત્મા છે, આત્મા તો બધાય આવા જ છે–પણ
સમ્યગ્દ્રષ્ટિ જ તેને દેખે છે. અજ્ઞાની તો આત્માને વિકારવાળો ને સંયોગવાળો જ દેખે છે,
સાચા આત્માને તે દેખતો નથી; એટલે પરમાત્મતત્ત્વ તેને પ્રકાશિત થતું નથી. જ્ઞાનીને
અંત દ્રષ્ટિના વીતરાગી સ્વસંવેદનમાં શુદ્ધ પરમાત્મતત્ત્વ પ્રકાશિત થાય છે. અરે જીવ!
PDF/HTML Page 17 of 40
single page version
નજર કરી નથી. સન્તોએ પરમ મહિમાવંત પરમાત્મતત્ત્વ પ્રસિદ્ધ કરીને દેખાડયું છે.
પર્યાય વડે આખો આત્મા જણાય છે પણ જાણનારી પર્યાય તે પોતે આખો આત્મા નથી.
તે પર્યાય શુદ્ધઆત્માનો સાધક છે એટલે તે આત્માનું ચિહ્ન છે; તે ચિહ્નને જ શુદ્ધઆત્મા
નિર્વિકલ્પ સ્વસંવેદનમાં આવે છે તે પરમાર્થ છે, નિશ્ચય છે; આવા નિશ્ચય–વ્યવહારરૂપ
આત્મા છે, તેનાથી બહાર પર ભાવ કે દેહાદિ તે આત્મા નથી, એમ જ્ઞાની અનુભવે છે.
સ્વયં અધ્યાત્મરૂપ બન્યા છે–એવા
એવા સંતોનો સાક્ષાત્ સમાગમ મળ્યો,
શ્રવણ મળ્યું, એના કેવા ધન્ય ભાગ્ય!!
PDF/HTML Page 18 of 40
single page version
મુનિ એ તો સિદ્ધના અને અરિહંતોના એકદમ નજીકના પાડોશી છે. રાગની પરિણતિથી
દૂર થઈને નિજસ્વરૂપના અનંતગુણના વેદનમાં જે ઠર્યા છે–એવા મુનિને ચારિત્રદશા હોય
છે. અહા, આવા ચારિત્રવંત મુનિના દર્શન થાય તો એમનાં ચરણો સેવીએ. ને એમના
શ્રીમુખેથી શુદ્ધાત્માના વૈભવની વાત સાંભળીએ, વિદેહ ક્ષેત્રમાં તો એવા ઘણા મુનિવરો
અત્યારે વિચરી રહ્યા છે, પણ અહીં એનાં દર્શન દુર્લભ થઈ ગયા છે.
પરમાત્મદશા તને પ્રગટશે.
આરાધના કરનારી શુદ્ધપર્યાય.
PDF/HTML Page 19 of 40
single page version
(૨૧૪) આત્મા.
આત્માને કોની સાથે ભેદ છે?
પરદ્રવ્યો સાથે આત્માને ભેદ છે, એટલે કે જુદાઈ છે.
આત્માને કોની સાથે અભેદ છે?
પોતાના જ્ઞાનાદિ અનંતગુણો સાથે આત્માને અભેદ છે, એટલે કે તેનાથી જુદાઈ
એકત્વ એટલે પોતાના ગુણપર્યાયોમાં અભેદ અને વિભક્ત એટલે પરદ્રવ્યોથી ને
(૨૧૬) પરમાં સુખબુદ્ધિ તે પાપનું મૂળ.
PDF/HTML Page 20 of 40
single page version
જેનું લક્ષ કરતાં વીતરાગી આનંદ થાય એવી સ્વ–વસ્તુ જ મારે કામની છે.
આમ સમજીને ધર્મીજીવ સ્વદ્રવ્યમાં રત થાય છે.
ચેતનાનો મહાવિલાસ અંદર છે...અંદર જા...પછી તને બહાર આવવું ગમશે નહીં.
અનંતગુણસ્વરૂપે મારું સ્વતંત્ર અસ્તિત્વ છે–એમ તેં ન સ્વીકાર્યું. ને જડના અસ્તિત્વમાં તેં
તારું અસ્તિત્વ સ્વીકાર્યું એ તો તારી મોટી ભૂલ છે. પ્રભુ! તારો આત્મા સદા કાળ જડથી
જુદાપણે ને કેવળજ્ઞાનાદિ અનંતગુણો સાથે તન્મયપણે જ બિરાજી રહ્યા છે–તેને તું જાણ.
તારું કોઈ એંધાણ જડમાં નથી. ભાઈ, જ્ઞાનમય અનંતગુણનો રાશિ એવો તું જ્ઞાનરહિત
જડમાં કેમ મોહ્યો! તારા અનંતગુણને સંભાળ, ને તેના આનંદને અનુભવ.
આનંદના દરિયા એના આત્મામાં ઊછળે છે. ‘અહો! અંતર્મુખ અવલોકતા..આનંદનો
નહિ પાર.’