Atmadharma magazine - Ank 027
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૩
સળંગ અંક ૦૨૭
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।
વર્ષ ત્રીજું સંપાદક પોષ
રામજી માણેકચંદ દોશી
અંક ત્રીજો વકીલ ૨૪૭૨
પાપ
પર દ્રવ્ય પ્રત્યે રાગ હોવા છતાં જે જીવ ‘હું
સમ્યગ્દ્રષ્ટિ છું, મને બંધ થતો નથી’ એમ માને છે તેને
સમ્યક્ત્વ કેવું? તે વ્રત–સમિતિ પાળે તોપણ સ્વપરનું
જ્ઞાન નહિ હોવાથી તે પાપી જ છે. પોતાને બંધ નથી થતો
એમ માનીને સ્વચ્છંદે પ્રવર્તે તે વળી સમ્યગ્દ્રષ્ટિ કેવો?
અહીં કોઈ પૂછે કે “વ્રત–સમિતિ તો શુભ કાર્ય છે,
તો પછી વ્રત–સમિતિ પાળતાં છતાં તે જીવને પાપી કેમ
કહ્યો? ” તેનું સમાધાન:– સિદ્ધાંતમાં પાપ મિથ્યાત્વને જ
કહ્યું છે; જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ–અશુભ
સર્વ ક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવાય છે.
વળી વ્યવહારનયની પ્રધાનતામાં વ્યવહારી જીવોને
અશુભ છોડાવી શુભમાં લગાડવા શુભ ક્રિયાને કથંચિત્
પુણ્ય પણ કહેવાય છે. આમ કહેવાથી સ્યાદ્વાદ મતમાં
કાંઈ વિરોધ નથી.
શ્રી સમયસાર – ગુજરાતી, પાનું ૨પ૬
વાર્ષિક લવાજમ છુટક નકલ
અઢી રૂપિયા ચાર આના
• આત્મધર્મ કાર્યાલય સુવર્ણપુરી – સોનગઢ કાઠિયાવાડ •

PDF/HTML Page 3 of 17
single page version

background image
ભગવાન શ્રી કુંદકુંદ પ્રવચન મંડપ
શ્રી સોનગઢ જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટે તા. ૧૪–૧૨–૪પ
માગશર સુદ ૧૦ ના રોજ મીનીટ નં. ૨૦ માં કરેલો ઠરાવ.
“આજરોજ સવારના ૮ વાગે પ્રોપરટી નં. ૬ તળાવીઆ ખેતરના ઉગમણી તરફના આ ટ્રસ્ટના પ્લોટમાં
૧૦૦×પ૦ ફુટનો ‘ભગવાનશ્રીકુંદકુંદપ્રવચનમંડપ’ ચણાવવા માટેનું મંગળીક ખાતમુહૂર્ત શ્રીમન્ત શેઠ શ્રી સર
હુકમીચંદજી સાહેબના પવિત્ર હાથે મોટી ધામધૂમ આનંદોત્સવ અને ઘણા મોટા માનવસમુદાયના હર્ષનાદ વચ્ચે
કરવામાં આવ્યું અને તે પ્રસંગે શ્રીમન્ત શેઠશ્રી સર હુકમીચંદજી સાહેબે પોતે આ કાર્ય માટે અગાઉ આપેલી રકમો
ઉપરાંત બીજા વધારે રૂા. ૧૧૦૦૧/–અગીઆર હજાર ને એક રૂપીયાની રકમ આપવાની જાહેર કરતાં તેમજ શ્રી
જૈન અતિથિ સેવા સમિતિ ખાતે રસોડામાં રૂા. પ૦૧/– ની રકમ પણ આપવા જાહેર કરેલ મળી રૂા. ૧૧પ૦૨/–
ની મોટી રકમ આ પ્રસંગમાં આપવાની ઉદાર ભાવના જણાવી, તેને માટે ટ્રસ્ટીઓએ મોટા આભાર સાથે
સ્વીકાર કરી આનંદ જાહેર કરેલો તેની આ સ્થળે સાભાર નોંધ લેવામાં આવે છે” આ પ્રસંગે બીજા
મુમુક્ષુભાઈઓ તરફથી પણ મંડપ ખાતે રકમો આપવાની જાહેરાત થયેલી, તેનો એકંદર હિસાબ નીચે પ્રમાણે છે–
૮૭૨૦૯/– આત્મધર્મ અંક ૨૬ માં જણાવ્યા મુજબ.
૧/– ઝવેરી નાનાલાલ કાળીદાસના પુત્ર પુત્રીઓ તરફથી
[ગયા અંકમાં જણાવવી બાકી રહી ગયેલ તે]
૨પ/– સવિતાબેન બાબુલાલ મુંબઈ
પ૧/– શાહ ચંપકલાલ મોહનલાલ બરવાળા
૧૧૦૦૧/– શેઠ સરૂપચંદજી હુકમીચંદજી, ઇંદોર. (આ ઉપરાંત
રૂા. પ૦૧/–સમિતિના રસોડા ખાતે આવ્યા છે.)
૨૦૧/– શેઠ સુમનલાલ વાડીલાલ. અમદાવાદ
૨પ/– મણીબેન પીતાંબર. વઢવાણ કેમ્પ
૨પ/– બેન પારવતીબેન અમદાવાદ
૨પ/– ગો. કમળાબેન દલીચંદ વઢવાણ શહેર
૨પ/– ઉત્તમચંદ જસરાજ શાહ વડીઆ
૨પ/– કસ્તુરચંદ પ્રાણજીવનદાસ જોરાવરનગર
૨પ/– સોમચંદ પોપટલાલ શાહ ખંભાત
૨પ/– જગજીવન સરૂપચંદ શાહ ખંભાત
૨૦૧/– ભોગીલાલ પોપટલાલ શાહ અમદાવાદ
૨૦૧/– શા. પરસોતમ જીવણલાલ ગઢડા
પ૧/– નિર્મળાબેન નાનાલાલ કામદાર ગઢડા
૧૦૧/– શેઠ લહેરચંદ ઝવેરચંદ વીંછીઆ
પ૧/– રંભાબેન ઉકાભાઈ લાઠી
પ૧/– ગોપાણી હરગોવનદાસ ઉજમશી બોટાદ
૧૦૦૧/– શા. મનસુખલાલ ગુલાબચંદ વઢવાણ કેમ્પ
૨પ૦/– શા. હીંમતલાલ મોહનલાલ મુંબઈ
૨પ/– મહેતા જગજીવન કાસીદાસ મોરબી
૧૦૧/– શેઠ મંગળદાસ કેશવલાલ અમદાવાદ
પ૧/– શા. સોમચંદભાઈ અમથાલાલ કલોલ
૨૦૧/– શેઠ નારણદાસ રાજપાળ લાઠી
૧૦૧/– શાહ મોહનલાલ ત્રીકમજી જેતપુર
૨પ/– શાહ મુળજી વીઠલદાસ ધ્રાંગધ્રાં
૧૧૧૧/– શાહ ભાઈલાલ ઘેલાભાઈ વઢવાણ શહેર
૧૧૧/– કુસુમબેન ભાઈલાલ ઘેલાભાઈ વઢવાણ શહેર
૨પ/– શાહ રતીલાલ કાળીદાસ દામનગર
૨પ૧/– છગનલાલ જેસંગભાઈ શેઠ કલોલ
૧૦૧/– ગાંધી રાયચંદ રતનશી બોટાદ
૨૦૧/– શેઠ લલુભાઈ રાજપાળ લાઠી
૧૦૧/– મેતા વાઘજીભાઈ ગુલાબચંદ મોરબી
૧૦૧/– શ્રી મણીલાલ તથા મોહનલાલ જેચંદ ખારા અમરેલી
૨૦૧/– શેઠ મોહનલાલ કાલીદાસના પુત્રી સરલાબેનરાજકોટ
પ૦૧/– શેઠ માણેકલાલ પ્રેમચંદ
અમદાવાદ
૧પ૧/– શેઠ અંબાલાલ અમથાભાઈ કલોલ
૨૦૧/– સંઘવી નાનાલાલ જગજીવનદાસ મોરબી
૧૦૧/– સૌ૦ બેન નર્મદાબેન રણછોડદાસ રાજકોટ
૧૦૦૦/–શેઠ પ્રાણજીવનદાસ હરજીવનદાસ પોરબંદર
૨પ૧/– સૌ. લેરીબેન–શેઠ ગોકળદાસ શીવલાલના ધર્મપત્ની ચુડા
૨પ/– અનોપચંદ લવજીભાઈ શાહ વીછીયા
૧૦પપ૦૭/–
એકલાખ પાંચહજાર પાંચસો સાડા સાત રૂપીયા
આ ઉપરાંત ‘શ્રી નિયમસાર–પ્રવચનો’ પુસ્તકની પ્રાપ્તિ થતાં તેના હર્ષબદલ, પોતાને પ્રાપ્ત થયેલ એક
પુસ્તકની કિમત બદલ રૂા. પ૦૧/– શાહ મગનલાલ તલકશી (વઢવાણ શહેર) તરફથી આવ્યા છે.
નિયમસાર–પ્રવચનોનું પ્રકાશન માગશર સુદ ૧૦ ના રોજ થઈ ગયું છે; આ પુસ્તકની પડતર કિંમત
લગભગ રૂા. ૨/– હોવા છતાં તત્ત્વજ્ઞાનના પ્રચારાર્થે તેની કિંમત રૂા. ૧/– રાખવામાં આવેલ છે.
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ.
પ્રકાશક: જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા તા. ૧૦–૧–૪૬

PDF/HTML Page 4 of 17
single page version

background image
: પોષ : ૨૪૭૨ : આત્મધર્મ : ૬૩ :
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
વર્ષ ત્રીજું પોષ
અંક ત્રીજો ૨૪૭૨
• કેવળજ્ઞાન અને મુક્તિ •


આ કાળે કેવળજ્ઞાન થતું નથી અને આ કાળે મોક્ષ થતો નથી એવી ઓથ લઈને કેટલાક પુરુષાર્થહીન
જીવો ધર્મનું સ્વરૂપ સમજવા પ્રત્યે અરુચિ કરે છે; પરંતુ આ કાળે ય જીવો ધર્મનું સ્વરૂપ સમજીને કેવળજ્ઞાન અને
મોક્ષદશા તરફ પ્રયાણ કરી શકે છે અર્થાત્ કેવળજ્ઞાન અને મોક્ષનો ઉપાય આ કાળે પણ સાચી સમજણ દ્વારા થઈ
શકે છે; આ બાબતમાં મહાન તત્ત્વજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે––
“૨૧. શાસ્ત્રમાં આ કાળમાં મોક્ષનો સાવ નિષેધ નથી. જેમ આગગાડીનો રસ્તો છે તેની મારફતે વહેલા
જવાય, ને પગરસ્તે મોડા જવાય તેમ આ કાળમાં મોક્ષનો રસ્તો પગરસ્તા જેવો હોય તો તેથી ન પહોંચાય એમ
કાંઈ નથી; વહેલા ચાલે તો વહેલા જવાય; કાંઈ રસ્તો બંધ નથી. આ રીતે મોક્ષમાર્ગ છે તેનો નાશ નથી. અજ્ઞાની
અકલ્યાણના માર્ગમાં કલ્યાણ માની, સ્વછંદે કલ્પના કરી, જીવોને તરવાનું બંધ કરાવી દે છે. અજ્ઞાનીના રાગી
બાળાભોળા જીવો અજ્ઞાનીના કહ્યા પ્રમાણે ચાલે છે; અને તેવાં કર્મનાં બાંધેલાં બન્ને માઠી ગતિને પ્રાપ્ત થાય છે.
આવો કુટારો જૈનમાં વિશેષ થયો છે.
૨૨. નય આત્માને સમજવા અર્થે કહ્યા છે; પણ જીવો તો નયવાદમાં ગુંચવાઈ જાય છે. આત્મા
સમજાવવા જતાં નયમાં ગુંચવાઈ જવાથી તે પ્રયોગ અવળો પડ્યો. સમકિતદ્રષ્ટિ જીવને ‘કેવળજ્ઞાન’ કહેવાય.
વર્તમાનમાં ભાન થયું છે માટે ‘દેશે કેવળજ્ઞાન’ થયું કહેવાય; બાકી તો આત્માનું ભાન થયું એટલે કેવળજ્ઞાન. તે
આ રીતે કહેવાય:– સમકિતદ્રષ્ટિને આત્માનું ભાન થાય ત્યારે તેને કેવળજ્ઞાનનું ભાન પ્રગટ્યું; અને ભાન
પ્રગટ્યું એટલે કેવળજ્ઞાન અવશ્ય થવાનું; માટે આ અપેક્ષાએ સમકિતદ્રષ્ટિને કેવળજ્ઞાન કહ્યું છે. સમ્યક્ત્વ થયું
એટલે જમીન ખેડી ઝાડ વાવ્યું, ઝાડ થયું, ફળ થયાં, ફળ થોડા ખાધાં, ખાતાં ખાતાં આયુષ પૂરૂં થયું; તો પછી
બીજે ભવ ફળ ખવાય. માટે ‘કેવળજ્ઞાન’ આ કાળમાં નથી. એવું અવળું માની લેવું નહિ, અને કહેવું નહિ.
સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં અનંતા ભવ મટી એક ભવ આડો રહ્યો. માટે સમ્યક્ત્વ ઉત્કૃષ્ટ છે. આત્મામાં કેવળજ્ઞાન છે,
પણ આવરણ ટળ્‌યે કેવળજ્ઞાન હોય. આ કાળમાં સંપૂર્ણ આવરણ ટળે નહિ, એક ભવ બાકી રહે; એટલે જેટલું
કેવળજ્ઞાનાવરણીય જાય તેટલું કેવળજ્ઞાન થાય છે. સમકિત આવ્યે માંહી–અંતરમાં–દશા ફરે; કેવળજ્ઞાનનું બીજ
પ્રગટ થયું. સદ્ગુરુ વિના માર્ગ નથી, એમ મોટા પુરુષોએ કહ્યું છે. આ ઉપદેશ વગર કારણે કર્યો નથી.
૨૩. સમકિતી એટલે મિથ્યાત્વ મુક્ત; કેવળજ્ઞાની એટલે ચારિત્રાવરણથી સંપૂર્ણપણે મુક્ત; અને સિદ્ધ
એટલે દેહાદિથી સંપૂર્ણપણે મુક્ત.” [શ્રીમદ્ રાજચંદ્ર, ઉપદેશછાયા ભાદ્રપદ શુદ ૧પ, ૧૯પ૨.]
ઉપરમાં સ્પષ્ટ કહ્યું છે કે આ કાળે કેવળજ્ઞાનનો ઉપાય થઈ શકે છે અને તે માટે સમ્યક્ત્વ ઉપર ભાર
દીધો છે અને સમ્યક્ત્વને જ કેવળજ્ઞાનનું બીજ કહ્યું છે, માટે સાચી સમજણનો પ્રયત્ન કરવો, ‘આ કાળે
કેવળજ્ઞાન નથી’ એમ માનીને સમજણના પ્રયત્નમાં અટકવું નહીં...
“સમ્યગ્દર્શન થતાં શ્રદ્ધા અપેક્ષાએ દ્રવ્યનો મોક્ષ થાય છે અને સમ્યક્ સ્થિરતા થતાં પર્યાયનો મોક્ષ થાય
છે. આ કાળે દ્રવ્યનો મોક્ષ થઈ શકે છે; હે ભાઈ! પહેલાંં દ્રષ્ટિમાં દ્રવ્યનો મોક્ષ તો તું સમજ, જેણે દ્રવ્યના મોક્ષને
દ્રષ્ટિમાં લીધો છે તેને પર્યાયનો મોક્ષ તો તે દ્રવ્યના જોરે થઈ જ જાય છે; માટે ‘મોક્ષ નથી’ એ વાત જ દ્રષ્ટિમાંથી
છોડી દે અને દ્રવ્યની દ્રષ્ટિ કર. જેને સમ્યગ્દર્શન થયું તેને કેવળજ્ઞાન અને મોક્ષ થાય જ... માટે સૌથી પહેલાંં
આત્માની સાચી સમજણ વડે સમ્યગ્દર્શન પ્રગટ કરો.”
(પૂ. ગુરુદેવશ્રી...માગશર વદ–૨)

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૬૪ : આત્મધર્મ : પોષ : ૨૪૭૨ :
• શું ધર્મને યુગ સાથે સંબંધ છે? •
પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના શ્રી સમયસાર ગાથા ૨૬૭ – ૨૬૮ પર વ્યાખ્યાના આધારે
ત. ૨૯ – ૧૦ – ૪પ અસ વદ ૧૦. ૨૦૧

ધર્મ કરવા માટે જીવોએ પ્રથમ ધર્મનું સાચું સ્વરૂપ ઓળખવું જોઈએ. ધર્મ એ વસ્તુનો સ્વતંત્ર સ્વભાવ
છે. કોઈ એક વસ્તુનો ધર્મ કોઈ બીજી વસ્તુના આધારે નથી અર્થાત્ દરેક વસ્તુ પોતાના સ્વભાવથી અસ્તિરૂપ
છે અને બીજાના સ્વભાવથી તે નાસ્તિરૂપ છે, આમ હોવાથી દરેક દ્રવ્યો જુદાં છે, જુદાં જુદાં દ્રવ્યો એક બીજાની
ક્રિયા કરી શકે નહિ તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ. –આવું ત્રિકાળી વસ્તુસ્વરૂપ ઓળખવું તે
જ સમ્યક્શ્રદ્ધારૂપી પ્રથમ અપૂર્વ ધર્મ છે. વસ્તુસ્વરૂપની સાચી ઓળખાણ વગર કોઈ પણ યુગમાં ધર્મ થઈ
શકતો નથી.
ધર્મ એ વસ્તુનો સ્વભાવ હોવાથી તેનો સંબંધ સ્વદ્રવ્ય સાથે છે, કોઈ પણ પરદ્રવ્યના પરિણમન સાથે
આત્માના ધર્મનો સંબંધ નથી; સ્વપર્યાય તે જ વસ્તુનો ધર્મ છે. સમ્યગ્દર્શન–જ્ઞાન ચારિત્રરૂપી ધર્મથી જ અનંત
જીવોએ આત્મહિત કર્યું છે. જે ઉપાય વડે એક વ્યકિતએ આત્મહિત કર્યું તે જ ઉપાય દરેક વ્યકિતને આત્મહિત
કરવા માટેનો છે. આત્મહિત માટે એક વ્યકિતને અમુક ઉપાય અને બીજી વ્યક્તિને તેનાથી જુદો ઉપાય–એમ
બની શકે નહિ. જે ઉપાય વડે એક કાળે ધર્મ થાય તે જ ઉપાય વડે ત્રણે કાળે ધર્મ થાય છે, કાળ બદલતાં ધર્મનું
સ્વરૂપ બદલી જતું નથી, કેમકે આત્માના ધર્મનો સંબંધ કાળ સાથે નથી. જે ઉપાય વડે એક ક્ષેત્રે ધર્મ થાય તે જ
ઉપાયથી સર્વક્ષેત્રે ધર્મ થાય છે, ક્ષેત્ર બદલતા ધર્મનો ઉપાય બદલી જતો નથી. આત્મસ્વભાવની સાચી શ્રદ્ધા–
જ્ઞાન–સ્થિરતારૂપી જે શુદ્ધભાવથી એક જીવે ધર્મ કર્યો તે જ ભાવથી સર્વે જીવો ધર્મ કરી શકે છે, તે સિવાયના
બીજા કોઈ ભાવથી કોઈ જીવને ધર્મ થઈ શકતો નથી.
ધર્મનું સ્વરૂપ કોઈ જીવ એમ માને કે ‘એક જીવના ભાવ બીજા જીવનું કાંઈ ન કરી શકે એવી સાચી
સમજણ કરવી તે ચોથાકાળનો ધર્મ, અને દેશના બધા દુઃખી જીવોને મદદ કરીને સુખી કરવા તે પંચમ કાળનો
ધર્મ’ –તો આ માન્યતા ખોટી છે. ચોથાકાળે એક જીવ બીજાનું ન કરી શકે અને પંચમ કાળે કરી શકે–એવું
વસ્તુનું સ્વરૂપ જ નથી. આ કાળે કે અનંતકાળે પણ એક જીવ બીજા જીવોને સુખી કે દુઃખી કરી શકતો નથી. આ
સમજવું તે ધર્મ છે; પરંતુ ‘હું બીજા જીવોને સુખી–દુઃખી કરી શકું અને બીજાનું હિત કરી શકું’ એવા
અજ્ઞાનભાવરૂપ જે અધ્યવસાય તે પરમાં અક્રિંચિત્કર હોવાથી અને પોતાને નુકશાનનું કારણ હોવાથી અધર્મ છે.
એક જીવના બીજા જીવોને સુખી કે દુઃખી કરવાના ભાવથી બીજા જીવો સુખી કે દુઃખી થતા જ નથી, માટે હું પરને
સુખી–દુઃખી કરૂં કે પર મને સુખી–દુઃખી કરે એવી માન્યતા તે મિથ્યાત્વ છે. હું જ્ઞાનસ્વભાવી આત્મા મારા
ભાવનો કર્તા છું, પણ બીજા જીવોના સુખ દુઃખનો હું કર્તા નથી–આવી યથાર્થ માન્યતા તે સમ્યક્ત્વ છે અને તે જ
ધર્મ છે. ધર્મ કોઈ કાળે બદલતો નથી. સ્વર્ગમાં કે નરકમાં, તીર્યંચમાં કે મનુષ્યમાં, આજે કે વર્ષો પહેલાંં સર્વે
જીવોએ આવા સમ્યગ્દર્શનદ્વારા જ આત્મહિત કર્યું છે–કરે છે અને કરશે. કોઈ પણ ક્ષેત્ર કે કોઈ પણ કાળ એવો
નથી કે જેમાં આ સમ્યગ્દર્શન વગર જીવો ધર્મ કરી શકે!
સર્વે યુગમાં ધર્મનું સ્વરૂપ એક જ પ્રકારનું છે.
આ કાળમાં જીવોને ખાવા–પીવાનું નથી મળતું માટે બીજા જીવોને મદદ કરીએ તે આ કાળનો ધર્મ છે––
એવી માન્યતા અસત્ય છે; કેમકે પર જીવના જીવન–મરણ કે સુખ–દુઃખ વગેરે પોતાથી કરી શકાતાં નથી; પોતે તે
પ્રકારના ભાવ કરી શકે અને તે ભાવથી પોતાને શુભ કે અશુભ બંધન થાય છે; પરંતુ સામા જીવનું તો મનથી–
વચનથી–કાયાથી કે શસ્ત્રાદિથી કાંઈ કરી શકતો નથી. વળી કોઈ એમ માને કે ‘દેશ પરાધીનતાની બેડીમાં
જકડાયેલો હોય તેને પહેલાંં સ્વતંત્ર કરીએ પછી ધર્મ કરી શકાય, પણ જ્યાં સુધી દેશ પરાધીન હોય ત્યાંસુધી ધર્મ
થઈ શકે નહિ.’ આ માન્યતા પણ અજ્ઞાનરૂપ છે અને તે ઊંધો ભાવ જ દુઃખનું મૂળ છે. દેશનું તું કાંઈ કરી શકતો
નથી. દેશ ઉપર જે રાજય કરે છે તે તેના પુણ્યને લીધે કરે છે,

PDF/HTML Page 6 of 17
single page version

background image
: પોષ : ૨૪૭૨ : આત્મધર્મ : ૬૫ :
શું તું કોઈના પુણ્યને ફેરવવા સમર્થ છો? વળી દેશ ઉપર શાસન કર્તા ખરાબ હોય ત્યાં સુધી મારે ધર્મ ન થાય
એવી માન્યતાનો અર્થ એમ થયો કે જ્યાં સુધી સામી વ્યક્તિ તેના ભાવ ન સુધારે ત્યાંસુધી મારે મારા ભાવ ન
સુધારવા એટલે પર ન સુધરે ત્યાંસુધી પોતે ન સુધરવું. એવા પરાધીન ભાવમાં ધર્મ હોઈ શકે નહિ. કોઈ પર
પદાર્થના ભાવનો હું કર્તા નથી અને મારા ભાવનો કોઈ પર પદાર્થ કર્તા નથી, પર પદાર્થો ગમે તેમ હો અગર
વર્તો પરંતુ હું મારા જેવા ભાવ કરૂં તેવા ભાવ ગમે ત્યારે થઈ શકે છે–આમ વસ્તુ સ્વભાવની ઓળખાણપૂર્વક
પોતાના ભાવ સ્વાધીન રાખવા તે ધર્મ છે. ધર્મ તે જીવનો પોતાનો ભાવ
[અવસ્થા, પર્યાય] છે. ગમે તેવા
પ્રતિકૂળ સંયોગો હોવા છતાં જીવ ધર્મ કરી શકે છે કેમ કે ધર્મ તે જીવને આધીન છે.
સ્વાધીનતાને ભૂલી જાય છે. જ્ઞાની જીવ જાણે છે કે આત્મામાં સમય સમય પર જ્ઞાનની જે અવસ્થા થાય છે તે
મારે આધીન છે. નેત્ર મંદ હો, ઈન્દ્રિયો શિથિલ હો, શરીર કૃશ હો ત્યારે પણ તેને લીધે મારૂં જ્ઞાન મંદ થઈ થઈ
જતું નથી, કેમકે મારી અવસ્થાથી મારૂં હોવાપણું છે, અન્યની અવસ્થા મારાથી જુદી છે. આ પ્રમાણે સ્વ–કાળથી
પોતાનું અસ્તિત્વ જાણતા જ્ઞાની યુગનું પરિવર્તન થતાં પોતાના ધર્મનાં સ્વરૂપમાં પરિવર્તન માનતા નથી પરંતુ
પોતે પોતાથી સદા પૂર્ણ રહે છે. મારી અવસ્થા મારાથી જ પરિણમે છે, પરજ્ઞેયની અવસ્થા ગમે તે થાઓ તેનાથી
મારી અવસ્થા પરિણમતી નથી, બાહ્ય વસ્તુઓ બદલી જવા છતાં મારૂં જ્ઞાન તો એકરૂપ રહે છે–જ્ઞાન પરમાં
ચાલ્યું જતું નથી–એમ–જ્ઞાની જાણે છે. સમય પલટાતાં બુદ્ધિ પલટી જાય અથવા તો સમયઅનુસાર ધર્મ પણ
બદલતો રહે છે–એ વાત જગતના ગપ્પાં છે, તેમ કદાપિ થતું નથી.
એક જીવ બીજા જીવને સુખી–દુઃખી ઈત્યાદિ કાંઈ કરી શકતો નથી, છતાં હું પર જીવને સુખી–દુઃખી કરી
શકું એવી માન્યતા તે ચોક્કસપણે અજ્ઞાનમય અધ્યવસાન છે, અને તે અધ્યવસાન પોતાની પ્રયોજન ભૂત ક્રિયા
[–પર જીવનાં સુખ–દુઃખ ઈત્યાદિ] નહિ કરી શકતું હોવાથી મિથ્યા છે–આ સંબંધમાં ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવ
શ્રી સમયપ્રાભૃતમાં કહે છે કે:–
दुक्खिदसुहिदे जीवे करेमि बंधेमि तह विमोचेमि।
जा एसा मूढमई णिरत्थया सा हु दे मिच्छा।।
२६६।।
(ગુજરાતી–હરિગીત)
કરું છું દુઃખીસુખી જીવને, વળી બદ્ધ–મુક્ત કરું અરે!
આ મૂઢમતિ તુજ છે નિરર્થક, તેથી છે મિથ્યા ખરે. ૨૬૬.
અર્થ:– હે ભાઈ! ‘હું જીવોને દુઃખી–સુખી કરું છું, બંધાવું છું તથા મુકાવું છું’ એવી જે આ તારી મૂઢમતિ
(મોહિત બુદ્ધિ) છે તે નિરર્થક હોવાથી ખરેખર મિથ્યા (ખોટી) છે.
શ્રી અમૃતચંદ્રાચાર્યદેવકૃત ટીકા:– હું પર જીવોને દુઃખી કરું છું, સુખી કરું છું ઈત્યાદિ તથા બંધાવું છું, મુકાવું
છું ઈત્યાદિ જે આ અધ્યવસાન છે તે બધુંય, પરભાવનો પરમાં વ્યાપાર નહિ હોવાને લીધે પોતાની અર્થક્રિયા
કરનારું નહિ હોવાથી, ‘હું આકાશના ફૂલને ચૂંટું છું’ એવા અધ્યવસાનની માફક મિથ્યારૂપ છે, કેવળ પોતાના
અનર્થને માટે જ છે (અર્થાત્ માત્ર પોતાને જ નુકશાનનું કારણ થાય છે, પરને તો કાંઈ કરી શકતું નથી.)
પર જીવોને હું સુખી કરૂં તો મને ધર્મ થાય એ માન્યતા મિથ્યાત્વ છે, કેમકે પોતાના ભાવને લીધે પર
જીવ સુખી થતાં જ નથી. કોઈ જીવના ભાવનું ફળ બીજા કોઈમાં આવતું જ નથી. કયા કાળે એક જીવના
વિચારથી બીજા જીવમાં ફેરફાર થાય? કયા કાળે બીજા જીવના વિચારની અસર આ જીવ ઉપર થાય? કોઈ કાળે
તેમ થાય જ નહિ. શું વસ્તુનું સ્વરૂપ કદી બદલાઈ જાય? વસ્તુનો સ્વભાવ એ જ જૈનધર્મ છે–અને વસ્તુનો
સ્વભાવ ત્રણેકાળ એકરૂપ છે તેથી જૈનધર્મને કાળની મર્યાદામાં કેદ કરી શકાય નહિ.
જૈનદર્શન એ કોઈ કલ્પના નથી, કોઈ અમુક કાળ માટે પ્રવર્તેલો એ માર્ગ નથી પરંતુ જૈનદર્શન એ
વસ્તુસ્વભાવ પ્રદર્શક ધર્મ છે, વસ્તુઓ અનાદિ અનંત છે તેથી તેનો પ્રદર્શક ધર્મ અનાદિ–અનંત છે. કોઈ
વ્યક્તિએ ધર્મ કર્યો નથી, પરંતુ ધર્મ તો સ્વભાવસિદ્ધ છે. દરેક વસ્તુ પોતાના સ્વભાવથી સ્વતંત્ર અને પરિપૂર્ણ
છે તેનો પ્રદર્શક તે જૈનધર્મ; જૈનધર્મ એટલે વસ્તુ ધર્મ; વસ્તુ ધર્મ એટલે વિશ્વધર્મ. આત્માની એક સમય પૂરતી
વિકારી પર્યાયને ગૌણ કરીને ત્રિકાળી અખંડ પરિપૂર્ણજ્ઞાયક સ્વભાવનું દર્શન કરવું તે જૈન–દર્શન છે. વસ્તુપ્રદર્શક
ધર્મને કાળની મર્યાદા હોઈ શકે નહિ. સત્યધર્મ

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૬૬ : આત્મધર્મ : પોષ : ૨૪૭૨ :
ત્રિકાળ એક જ હોય, તેથી કોઈ વસ્તુને કે તેના ધર્મને કોઈ પરપદાર્થની અસર ન હોય. જૈનધર્મનું કથન ત્રિકાળી
વસ્તુસ્વભાવના આધારે છે, અનુભવ તે જૈનધર્મનો પાયો છે, યુક્તિવાદ
[અનેકાન્ત] તે જૈનધર્મનો આત્મા છે.
સ્વભાવ–આશ્રિત પ્રવર્તતો સત્યધર્મ કોઈથી રોકી શકાય તેમ નથી, જે તેને રોકવા માગશે તે પોતે જ પરભાવરૂપ
થઈને ચારગતિમાં રોકાઈ જવાના...
જૈનધર્મ સ્વાધીન છે કેમકે તે વસ્તુના સ્વાધીન સ્વરૂપને બતાવનાર છે. લોકમાં પણ કહેવત છે કે–
‘સ્વાધીનતા જેવું સુખ નથી, ને પરાધીનતા જેવું દુઃખ નથી.’ સ્વાધીનતા અને પરાધીનતાનો સાચો અર્થ
તત્ત્વજ્ઞાનીઓ નીચે પ્રમાણે કરે છે–
વિશ્વમાં રહેલા જીવો સ્વાશ્રય અને પરાશ્રય એમ બે પ્રકારના ભાવો કરી શકે છે, તેમાં સ્વાશ્રયે થતો
ભાવ તે શુદ્ધ છે અને તે જ ધર્મ છે. પરાશ્રયે થતા ભાવ અશુદ્ધ છે તેના બે પ્રકાર છે–શુભ અને અશુભ; આ બંને
પ્રકારના અશુદ્ધ ભાવ તે સંસારનું કારણ છે અર્થાત્ અધર્મ છે. સ્વાશ્રયભાવ પોતાના સ્વભાવના લક્ષે થાય છે,
અને પરાશ્રયભાવ હમેશા પરનું અવલંબન માગે છે. જેમકે કોઈ જીવને મારવાનો ભાવ થયો તે તો પર જીવનું
લક્ષ કર્યા વગર થાય નહિ, તેમ કોઈને સગવડ આપવાનો ભાવ પણ પર તરફના લક્ષ વગર થાય નહિ, માટે તે
બંને
[શુભ–અશુભ] ભાવો પરાધીન–વિકારી છે. ‘જૈન’ પાપ કરવાની તો બધા જ જીવોને મનાઈ કરે છે, અને
બધા પાપોમાંથી પોતાના સ્વરૂપની ભ્રમણા તે સૌથી મોટું પાપ છે, તે મહાપાપ ટાળ્‌યા સિવાય કોઈ જીવને ધર્મ
થાય નહિ માટે સૌથી પહેલાંં પોતાના સ્વરૂપની ઓળખાણ દ્વારા સમ્યગ્દર્શનરૂપી ધર્મ કરવાનું જૈનદર્શન ફરમાવે
છે. દર્શનવિશુદ્ધિ તે જૈનધર્મનું મૂળ છે.
શ્રીસમયસારની આ ૨૬૬ મી ગાથામાં શ્રીકુંદકુંદાચાર્યદેવ એમ સમજાવે છે કે હે ભાઈ! તારા ભાવની
અસર પર ઉપર થતી નથી તેમજ પરના ભાવની તારા ઉપર અસર થતી નથી. આ રીતે કોઈ પદાર્થ બીજા
પદાર્થનું કરી શકતા નથી, માટે તું પર પદાર્થોનું લક્ષ છોડી દઈને તારા સ્વભાવમાં લક્ષ કર–એ જ સુખનો ઉપાય
અર્થાત્ ધર્મ છે. કોઈ જીવના ભાવનું ફળ કોઈમાં આવતું જ નથી. કયા કાળે એક જીવના વિચારથી બીજા જીવનું
કાર્ય થાય? કયા કાળે બીજા જીવના વિચારથી આ જીવનું કાર્ય થાય? એક જીવને એવો વિચાર આવે કે ‘હું
આખા જગતને સુખી કરું’ –પરંતુ જગતના સૌ જીવો તો પોતપોતાના પરિણામ અનુસાર સુખી કે દુઃખી સ્વયં
થાય છે, ત્યાં આ જીવના વિચારની અસરથી તો કોઈ જીવ સુખી થઈ જતા નથી, માટે જ પરને સુખી કે દુઃખી
કરવાનો અજ્ઞાન જનિત ભાવ તે મિથ્યા છે. આ જીવ સાક્ષાત્ ભગવાન પાસે બેઠો હોય તો તે ભગવાનની
અસરથી ધર્મ સમજી જાય–એ વાત પણ ખોટી છે. ભગવાનને પૂર્વે ‘જગતને ધર્મ પમાડવાની ભાવના’ હતી, તે
ભાવનાથી બીજાને ફાયદો થાય નહિ, પોતાના શુભભાવનું ફળ પોતામાં આવે–પરમાં ન આવે. આવી જે વસ્તુ
સ્વભાવની સ્વતંત્રતાની સમજણ તે જ ત્રણે કાળનો એક ધર્મ છે. આ સમજણ થતાં અનંતાનંત પર દ્રવ્યો
ઉપરથી અહંકાર અને સુખબુદ્ધિ ટળી જાય છે તથા પોતાના સ્વભાવની અનંતી દ્રઢતા થાય છે તેનું ફળ તત્કાળે
અનંત શાંતિ છે, અને તે જ મુક્તિનું કારણ છે.
એક જીવના ભાવ બીજા જીવ ઉપર અસર કરી શકતા નથી, કેમકે દરેક જીવ પોતાપણે હોવા સ્વરૂપ
(અસ્તિ) છે અને પરપણે ન હોવા સ્વરૂપ (નાસ્તિ) છે. આમ હોવાથી, આ જીવને પરને સુખી કરવાની
ભાવના હોવા છતાં સામો જીવ તેના કારણે અજ્ઞાનપણાને લીધે દુઃખી થતો જોવામાં આવે છે; અને આ જીવને
સામાને દુઃખી કરવાનો ભાવ હોવા છતાં સામો જીવ પોતાના જ્ઞાનજનિત પરિણામને લીધે સુખી થતો દેખાય છે;
તેથી એક જીવના પરિણામ બીજામાં અકિંચિત્કર છે. આ સંબંધમાં નીચે પ્રમાણે ચૌભંગી થઈ શકે છે;
(૧) આ જીવને ‘હું પર જીવને બાંધું’ એવો અધ્યવસાન ભાવ (રાગવાળી ચીકાશબુદ્ધિ) હોવા છતાં
સામો જીવ પોતાના વીતરાગ પરિણામને લીધે બંધાતો નથી; માટે અધ્યવસાન મિથ્યા છે.
(૨) આ જીવને ‘હું પર જીવને મુક્ત કરું’ એવો અધ્યવસાન ભાવ હોવા છતાં સામો જીવ પોતાના
સરાગ પરિણામને લીધે મુકાતો નથી; માટે અધ્યવસાન મિથ્યા છે.
(૩) પર જીવને ‘હું આ જીવને બાંધું’ એવો અધ્યવસાન ભાવ હોવા છતાં આ જીવ પોતાના વીતરાગ
પરિણામને લીધે બંધાતો નથી; માટે અધ્યવસાન મિથ્યા છે;
અને (૪) પર જીવને ‘હું આ જીવને મુક્ત કરું’ એવો અધ્યવસાન ભાવ હોવા છતાં આ જીવ પોતાના

PDF/HTML Page 8 of 17
single page version

background image
: પોષ : ૨૪૭૨ : આત્મધર્મ : ૬૭ :
સરાગ પરિણામોને લીધે મુક્ત થતો નથી માટે અધ્યવસાન મિથ્યા છે;
પરવસ્તુમાં કાંઈ પણ કરવાની બુદ્ધિરૂપ આ અજ્ઞાનજનિત પરિણામ તે જીવને પોતાને જ બંધનનું કારણ
છે, અને જ્ઞાનજનિત પરિણામ તે જ મુક્તિનું કારણ છે, માટે હે ભાઈ! મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, અને
મિથ્યાચારિત્રના રાગપરિણામથી જ જીવો બંધાય છે અને સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ વીતરાગ
પરિણામથી જ જીવો મુક્ત થાય છે તો તે જીવને બંધન થવામાં કે મુક્ત થવામાં બીજા પ્રાણીના ભાવોએ શું કર્યું?
કાંઈ જ નથી કર્યું, આમ જાણીને પર પદાર્થ ઉપરથી લક્ષ ખેંચીને સ્વભાવ તરફ વળવું તે ધર્મ છે. આવું જ ત્રણે
કાળનું વસ્તુસ્વરૂપ છે, આ વસ્તુ સ્વરૂપથી વિપરીત અન્ય કોઈ પણ માન્યતાથી કદી ધર્મ થતો નથી.
આ જીવ સામા જીવને સુખી કરવાનો અગર તો મુક્ત કરવાનો અધ્યવસાન કરે, પરંતુ સામો જીવ
પોતાના અજ્ઞાનભાવે દુઃખી થઈને બંધન કરી રહ્યો હોય ત્યાં બીજાના ભાવ શું કામ આવે? માટે હે ભાઈ! હું પર
જીવોને સુખી–દુઃખી કરું એવી તારી ભાવના નિરર્થક છે, અજ્ઞાનમય છે; પરને તો તારાથી કાંઈ જ થઈ શકતું
નથી ઊલટી તે ભાવના તને પોતાને અનર્થ કર્તા છે; હું પર જીવનું કરી શકું એવી મિથ્યા માન્યતાવાળો જીવ
પોતાના શુદ્ધ ચૈતન્ય પ્રાણોનો અજ્ઞાનરૂપી તીખાં શસ્ત્ર વડે ઘાત કરે છે, કેમકે તે જીવે પોતાને કર્તા સ્વરૂપ માન્યો
પણ જ્ઞાયક સ્વરૂપ ન માન્યો–તે માન્યતા જ આત્માના શુદ્ધ ભાવને હણનારી છે.
ગમે તે સંયોગ વખતે પણ એક તત્ત્વ બીજા તત્ત્વને કાંઈ કરવા સમર્થ નથી. પોતાનું ચૈતન્યસ્વરૂપ પોતામાં છે.
પોતાનો ચૈતન્ય સ્વભાવ ચૂકીને પરમાં સારૂં માન્યું તે જ હિંસા અને અનંતુ પાપ છે. સમજણ એ જ ધર્મ છે અને
અજ્ઞાન એ જ સંસાર છે. અનાદિ–અનાદિકાળથી યથાર્થ ચૈતન્યસ્વરૂપને જાણ્યું નથી અને વસ્તુ સ્વરૂપ સમજ્યા વિના
કદી ભવથી નિવેડા આવે તેમ નથી, માટે હે જીવ! ચૈતન્ય સ્વભાવની રુચિ કર, તેનું ભાન કર અને એ ચૈતન્ય
સ્વભાવના જોરે રાગાદિ સામે એકલો ઝૂર...તારા બેહદ સ્વભાવને નુકશાન કરવા કોઈ પર દ્રવ્ય સમર્થ નથી. પરથી
ધર્મ નથી તેમ જ નુકશાન પણ નથી. માટે મફતનો પરનો અહંકાર કર માં! પરથી ધર્મ માનવો તે અજ્ઞાન છે. દરેક
જીવ–જ્ઞાની કે અજ્ઞાની સૌ સ્વતંત્ર છે, કોઈના અભિપ્રાય ફેરવી શકવા કોઈ બીજો સમર્થ નથી. અજ્ઞાનીને નુકશાન
તેના અજ્ઞાનભાવનું જ છે, પરનું નહિ. પોતાના સ્વભાવની શંકાએ પોતાને નુકશાન છે અને પોતાના સ્વભાવની
નિઃશંકતાએ પોતાને લાભ છે. નિજ સ્વરૂપની રુચિ, ભાન, નિઃશંકતા અને તે–રૂપ પરિણમન એ જ ધર્મ છે.
‘ધર્મ’ ની વ્યાખ્યા કરતાં ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવ ભાવપાહુડમાં કહે છે કે––
पूजादिषु व्रतसहितं पुण्यं हि जिनैशासने भणितम्।
मोह क्षोभ विहीनः परिणामः आत्मनः धर्मः।। ८३।।
અર્થ:– જિનશાસન વિષે જિનેન્દ્રદેવે એમ કહ્યું છે કે––પૂજાદિક તથા વ્રત સહિતપણું છે તે તો પુણ્ય છે, પણ
મોહ (મિથ્યાદર્શન) અને ક્ષોભ (ચારિત્રમોહ) રહિત જે આત્માનું પરિણમન તે ધર્મ છે.
જૈનધર્મ એ તો વીતરાગ–શાસન છે, એ કોઈ વેશ કે વાડો નથી, વીતરાગતા એ જ જૈનધર્મ છે.
જૈનધર્મમાં રાગને સ્થાન નથી, પછી તે રાગ સાક્ષાત્ ભગવાન ઉપરનો હોય તો પણ જે રાગ છે તે જૈનશાસન
નથી. સાક્ષાત્ ભગવાન ઉપરનો રાગ પણ ધર્મ નથી–ત્યારે પછી પર જીવોને બચાવવાનો કે મારવાનો જે શુભ–
અશુભ રાગ એ તો ધર્મ હોય જ કેમ?
પ્રશ્ન:– ધર્મ તો બે પ્રકારના છે ને? એક મુનિધર્મ અને બીજો શ્રાવકધર્મ. તેમાં શ્રાવકને તો પર જીવને
દુઃખી દેખીને દયા આવે ને! માટે પર જીવની દયા તે શ્રાવકધર્મ તો ખરો ને?
ઉત્તર:– ના, ધર્મના બે પ્રકાર ખરેખર છે જ નહિ. મુનિ અને શ્રાવક એ બે પ્રકાર તો રાગની અપેક્ષાએ
છે, તે બંને દશામાં જેટલો રાગ છે તેટલો ધર્મ નથી પણ આત્મભાન સહિત જેટલો વીતરાગ ભાવ કરે તેટલો જ
ધર્મ છે, અને વીતરાગ ભાવ તો ત્રણેકાળ એક જ પ્રકારનો છે તેથી ધર્મ ત્રિકાળ એકરૂપ છે. ત્રણેકાળના અનંત
તીર્થંકરોની પરુપણા ધર્મનું સ્વરૂપ એક જ પ્રકારે કહે છે. સુખડી અથવા તો લાડવો જેમ ત્રણે કાળ ઘી, ગોળ
અને લોટનો જ થાય છે, પરંતુ તેમાં ઘીને બદલે પાણી, ગોળને બદલે કાંકરા અને લોટને બદલે ધૂળ કોઈ કાળે
પણ વપરાતા નથી તેમ આત્માની મોક્ષદશા પ્રગટ કરવાનો માર્ગ ત્રણેકાળે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ જ છે;
કોઈ કાળે તેના સિવાય બીજા ઉપાયથી મોક્ષ થતો જ નથી. અને પ્રશ્નમાં એમ પણ કહ્યું છે કે ‘પરજીવની દયા
પાળવી તે શ્રાવકધર્મ ખરોને?’ તે વાત પણ બરાબર નથી; કેમકે પ્રથમ તો જીવને જે રાગ આવે છે તે રાગ પર
જીવને દુઃખી દેખીને આવતો નથી પરંતુ પોતાની નબળાઈથી તે રાગ થાય છે માટે પોતાને તે

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૬૮ : આત્મધર્મ : પોષ : ૨૪૭૨ :
રાગ ટાળવો એ જ પોતાનું કર્તવ્ય છે, પણ સામા જીવનું દુઃખ મટાડવાનું કર્તવ્ય આ જીવ કરી જ શકતો નથી. જો
પર જીવને દુઃખી દેખીને દયાનો રાગ આવતો હોય તો કેવળી પણ તેને દેખે છે માટે તેમને પણ દયાનો રાગ
આવવો જોઈએ, પરંતુ તેમ કદી થતું જ નથી. કેમકે પર જીવના કારણે રાગ થતો નથી. વળી સામો જીવ દુઃખી
હોય ત્યાં સુધી તેના ઉપરનો રાગ ટળે નહિ એમ પણ નથી. સામો જીવ દુઃખી હોવા છતાં પોતે પોતાના
જ્ઞાયકસ્વભાવમાં રહીને વીતરાગ થઈ શકે છે. જીવને અસ્થિરતા વખતે બીજા જીવને દુઃખી ન કરવાના શુભભાવ
આવે છે તે શુભભાવ પરને માટે નથી પરંતુ પોતાનું જોડાણ તીવ્રરાગમાં ન થઈ જાય તે માટે–તીવ્ર અશુભથી
બચવા માટે પોતે શુભરાગ કરે છે, ત્યાં જેટલો રાગ ટળ્‌યો તેટલો પોતાને લાભ છે અને જે કાંઈ રાગ રહ્યો છે
તેનું પોતાની અવસ્થામાં નુકશાન છે, અને સંપૂર્ણ જ્ઞાનસ્વભાવમાં રાગનો સર્વથા અભાવ છે એવા સ્વભાવની
પ્રતીત અને સ્થિરતાના જોરે તે રહેલો રાગ પણ અલ્પકાળમાં ટળીને મુક્ત દશા થઈ જવાની..!
આ હું આત્મા જ્ઞાન–આનંદમૂર્તિ છું, કોઈ પર સાથે મારે સંબંધ નથી, વિકાર વખતે પણ મારું જ્ઞાન
તેનાથી જુદું ને જુદું રહે છે આમ જો પોતાના સ્વરૂપની પ્રતીત અને સ્થિરતા જીવ કરે તો તે બંધાતો નથી; અને
મારે કોઈ પણ પર સાથે સંબંધ છે કે વિકાર વખતે મારૂં જ્ઞાન પણ વિકારરૂપ થઈ જાય છે–આવી માન્યતારૂપ
અજ્ઞાન ભાવથી જ જીવ બંધાય છે, પરંતુ કોઈ પર જીવ તેને મુક્તિ કે બંધન કરી શકતો નથી. આ વાત જ્યાંસુધી
બરાબર ન સમજાય ત્યાંસુધી પ્રથમ જ આ નિર્ણય કરવાનો પ્રયત્ન વારંવાર કર્યા કરવો. આમાં આચાર્ય
ભગવાને બંધભાવ અને અબંધ ભાવને ઓળખાવીને ભેદજ્ઞાન કરાવ્યું છે. પોતાના અબંધ સ્વભાવને લક્ષમાં
લઈ સાચી શ્રદ્ધા–સાચું જ્ઞાન અને સ્વરૂપ–રમણતા કરી જીવ મુક્તદશારૂપે પરિણમે છે.
“અહો! આચાર્ય ભગવંતોએ મહાન–મહાન શાસ્ત્રોની રચના કરી જગતના જીવો ઉપર પરમ ઉપકાર
કર્યો છે.” આમ વિનયથી બોલાય છે પરંતુ ખરી રીતે જીવોના કારણે આચાર્યોએ શાસ્ત્રોની રચના કરી નથી,
કેમકે કોઈ જીવની અસર પર જીવો ઉપર પડે જ નહિ. ત્યારે પછી એ પ્રશ્ન થાય છે કે આચાર્યોએ શા માટે શાસ્ત્રો
રચ્યાં? તેનો ઉત્તર આ છે––આચાર્ય ભગવંતો આત્મ સ્વરૂપ રમણતામાં સાતમા–છઠ્ઠા ગુણસ્થાને ઝુલતા
હતા...જ્યારે પોતે પોતાના સ્વરૂપાનુભવમાં નિર્વિકલ્પપણે ટકી નથી શકતા ત્યારે તેમને વિકલ્પ ઊઠે છે અને તે
છઠ્ઠી ભૂમિકાને યોગ્ય મુખ્યત: શાસ્ત્રરચનાનો વિકલ્પ ઊઠે છે કેમકે આચાર્યદેવને પોતાનું જ્ઞાન કાયમ ટકાવીને
અત્રૂટ જ્ઞાનધારાથી કેવળજ્ઞાન પ્રગટાવવાની ભાવના છે, તેથી નિમિત્તરૂપે બાહ્યમાં પણ જ્ઞાનપ્રવાહને અવિચ્છિન
ટકાવી રાખવાના હેતુરૂપ શાસ્ત્રની રચનાનો વિકલ્પ ઊઠે છે અને તેથી શાસ્ત્ર રચના થાય છે. જે જીવ શાસ્ત્રના
ભાવ સમજે છે તે ભક્તિથી એમ કહે છે કે અહો! આચાર્ય ભગવંતોએ શાસ્ત્ર રચીને મહાન ઉપકાર કર્યો–આમ
વિનય કરવાની રીત છે.
‘જીવો પશુ હિંસા કરતા હતા તે શ્રી ભગવાન મહાવીરે અટકાવી.’ આ કથન પણ પરમાર્થે યથાર્થ નથી.
એક જીવના પશુહિંસાના ભાવ બીજો જીવ અટકાવી શકે નહિ, પર જીવોની અવસ્થામાં ભગવાનના કારણે
ફેરફાર થયો જ નથી. પરંતુ જે જીવો પોતે યોગ્યતાવાળા હતા તેઓએ પોતાના ભાવથી કષાય ઘટાડયો અને
તેથી તેઓ પશુ હિંસાના ભાવ કરતા અટક્યા; ભગવાન મહાવીરે તેમને અટકાવ્યા નથી. પરંતુ તે જીવોને
ભગવાનનો ઉપદેશ માત્ર નિમિત્તરૂપ થયો હોવાથી, તે ઉપદેશની હાજરીનું જ્ઞાનમાત્ર કરાવવા માટે નિમિત્તથી
એમ કથન કરવામાં આવે છે કે મહાવીર ભગવાનના ઉપદેશથી પશુહિંસા અટકી; પરંતુ એક જીવ બીજા જીવના
પરિણામમાં કાંઈ જ કરી શકે નહિ એ મૂળભૂત વસ્તુસ્વરૂપને લક્ષમાં રાખીને તેના અર્થ સમજવા જોઈએ.
આ સ્વતંત્ર સત્ય છે, આવું જ વિશ્વની વસ્તુઓનું સ્વરૂપ છે અને આ સમજવું તે જ ધર્મ છે. આનાથી
વિરુદ્ધ કોઈ પણ ભાવે ધર્મ થાય જ નહિ, અને ધર્મ વગર સુખ હોય નહિ. આત્મા પોતે પોતાની રુચિ અનુસાર
પુરુષાર્થ વડે પોતાના આધારે ધર્મરૂપ થાય છે. આત્માનો ધર્મ આત્મામાં જ છે, કોઈ પરના આધારે આત્માનો
ધર્મ નથી; આ આત્મા પોતે જ ધર્મ સ્વરૂપ હોવા છતાં પોતાને પોતાના સ્વરૂપની જ અનાદિથી ખબર નથી.
શ્રદ્ધા નથી તેથી જ તેને પોતાનો ધર્મ પ્રગટ અનુભવમાં આવતો નથી. પોતાના ધર્મ સ્વરૂપમાં શંકા–વિપર્યય કે
અનિર્ણય એ જ અધર્મ છે અને તે અધર્મનું ફળ સંસાર છે; તે અધર્મને ટાળવા માટે અનંત જ્ઞાનીઓએ કહેલો
એક માત્ર ઉપાય પોતાના સ્વાધીન ધર્મસ્વભાવની ઓળખાણ જ છે. અને જે સમયે પોતાના આત્મધર્મની
ઓળખાણ કરે તે સમય આત્માનો ‘યુગધર્મ’ છે અર્થાત્ સ્વ–પર્યાય છે. ‘યુગ’ =કાળ, પર્યાય, હાલત. ‘ધર્મ’
=સ્વભાવ. પોતાની જે સ્વભાવરૂપ દશા તે જ પોતાનો ‘યુગધર્મ’ છે, કાળના કોઈ પરિણમન સાથે આત્માના
ધર્મનો સંબંધ નથી..

PDF/HTML Page 10 of 17
single page version

background image
: પોષ : ૨૪૭૨ : આત્મધર્મ : ૬૯ :
• નિશ્ચયનો આશ્રય
અને વ્યવહારનો નિષેધ •
આત્માનું જે વીર્ય કાર્ય કરે છે તે તો અવસ્થારૂપ (વર્તમાન) જ છે, પરંતુ
તે વર્તમાન વીર્યને વર્તમાનના લક્ષ ઉપર [અવસ્થા દ્રષ્ટિમાં] ટકાવે અને
ત્રિકાળી અંતર સ્વભાવ તરફ વીર્યનું જોર ન કરે તો વિકલ્પ ટળે
–નહિ અને સમ્યગ્દર્શન થાય નહિ–
સદ્ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન કા. સુ. ૭ : ૨૪૭૨
અનંત પ્રાણીઓને અનંતકાળથી પોતાના નિશ્ચય સ્વભાવનું માહાત્મ્ય ન આવતાં રાગ અને વિકલ્પનો
સૂક્ષ્મ પક્ષ રહી જાય છે; તે વ્યવહારનો સૂક્ષ્મ પક્ષ કઈ રીતે છે તેનું સ્વરૂપ કહેવાશે. ધ્યાન રાખીને સમજજો.
જીવને જ્ઞાનમાં પર વસ્તુ, વિકલ્પ તેમજ આત્માનો સ્વભાવ પણ જણાય છે, તેના ખ્યાલમાં એમ તો
આવે છે કે આત્મા વસ્તુ રાગ કે પરવસ્તુ જેટલી નથી; આમ ખ્યાલમાં આવવા છતાં રાગમાં આત્માનું વીર્ય
અટકી જાય તો વ્યવહારનો પક્ષ રહે છે. આત્માના વીર્યને પર તરફના વલણથી જુદું પાડી, શુભરાગનું જે લક્ષ
થાય તે શુભરાગ ઉપર પણ લક્ષ આપતાં, સ્વભાવના જ્ઞાનવડે વીર્યને તે શુભભાવમાં ન અટકાવતાં, તે શુભથી
પણ જુદા એવા આત્મસ્વભાવ તરફ વીર્યને વાળે તો જીવે નિશ્ચયના આશ્રયે વ્યવહારનો નિષેધ કર્યો છે.
આત્મા વર્તમાનમાં જ જ્ઞાનાદિ અનંત સ્વભાવગુણનો પિંડ છે; તેની અવસ્થામાં વર્તમાન અશુભ
અવસ્થા થાય તેને છોડવાનું તો જીવને મન થાય કેમકે એમાં અશુભ ઉપરથી શુભમાં વીર્ય જોડવું તે તો વર્તમાન
પૂરતું જ વીર્યનું કાર્ય છે. નગ્ન દીગંબર જૈનનો સાધુ થઈને પંચમહાવ્રતનો શુભરાગ તેમ જ દેવ–ગુરુ–શાસ્ત્રની
શ્રદ્ધા કરીને તેમની કહેલી વાત ખ્યાલમાં આવવા છતાં સમ્યગ્દર્શનના અભાવને લીધે જીવને સૂક્ષ્મપણે
વ્યવહારની પક્કડ રહી જાય છે.
જ્ઞાનમાં શુભ અને અશુભ બંનેનો ખ્યાલ કરીને જીવ અશુભમાંથી શુભમાં તો વીર્યને ફેરવી નાંખે છે
પરંતુ તે વર્તમાન પૂરતા શુભરાગમાં વીર્યનું જે વજન છે તે જો ઉપાડીને સ્વભાવ તરફ ઢાળે તો વ્યવહારનો પક્ષ
છૂટે. આત્માના સ્વભાવમાં વિકાર નથી, વિકાર ક્ષણિક છે અને પર પદાર્થો જુદાં છે એમ તો ખ્યાલમાં લીધું
એટલે (૧) શરીર વગેરે પર વસ્તુ તો હું નહિ એમ જ્ઞાનમાં ધાર્યું (૨) કર્મ જડ છે તે આત્માથી જુદા છે એમ
શાસ્ત્રથી ખ્યાલમાં લીધું અને (૩) અશુભભાવ થાય તેને અવસ્થાના લક્ષમાં રહી–રહીને ફેરવ્યો–અવસ્થા
દ્રષ્ટિમાં જ રહી–રહીને અવસ્થામાં અશુભને ફેરવીને શુભ કર્યા. શુભભાવ, અશુભભાવ અને શુભાશુભરહિત
આત્મસ્વભાવ તેને ખ્યાલમાં તો લીધા તેમ જ અશુભ થાય છે તેને આત્મવીર્ય વડે છોડીને શુભ કર્યા પરંતુ,
સ્વભાવ તરફ પુરુષાર્થનું જોર જવું જોઈએ તેને બદલે, વર્તમાન શુભ ઉપર જ તેનું પુરુષાર્થનું વજન અટકી રહ્યું–
તેથી નિશ્ચયનો આશ્રય થયો નહિ અને વ્યવહારનો પક્ષ ગયો નહિ.
જીવને જ્ઞાનમાં પરવસ્તુઓ, શુભ તેમજ અશુભ કોને કહેવાં તે અને શુભાશુભથી રહિત સ્વભાવ છે તે
ખ્યાલમાં આવવા છતાં વીર્યનું વજન તે શુભ તરફથી છૂટીને સ્વભાવના જોર તરફ ન જાય તો તે જીવને
નિશ્ચયનો વિષય જે સ્વભાવ તે રુચિકર થયો નથી એટલે તેનું વીર્ય સ્વભાવ તરફ જતું નથી–પણ વ્યવહારમાં જ
અટક્યું છે.
અશુભમાંથી શુભભાવ કરવો તેમાં વીર્ય વર્તમાન પૂરતું છે, અને શુભ–અશુભ રહિત સ્વભાવની રુચિના
વીર્યનું ત્રિકાળી જોર છે. સ્વભાવની રુચિના ત્રિકાળી જોરમાં શુભના વલણમાંથી વીર્ય છૂટીને સ્વભાવના
માહાત્મ્યમાં વીર્યનું જોર આવતાં, ત્રિકાળીની દ્રષ્ટિથી સહજ જ વર્તમાન પૂરતા વ્યવહારનો નિષેધ થઈ જાય છે–
નિષેધ કરું એવો વિકલ્પ હોતો નથી...આ રીતે નિશ્ચયનય વ્યવહારનયનો નિષેધ કરે છે.
જાણવામાં ‘રાગ મારું સ્વરૂપ નથી’ એમ વ્યવહારનો નિષેધ તે પણ રાગ છે. હું જીવ છું–વિકાર મારું
સ્વરૂપ નથી એ પ્રકારે નવ તત્ત્વાદિકના વિચારના વર્તમાનપૂરતા ભાવ ઉપર જે વીર્યનું વજન અટકે પરંતુ
સ્વભાવથી પરાઙમુખ વલણથી છૂટીને અંતર સ્વભાવમાં વળવા માટે વીર્યનું વલણ કામ ન કરે તો તે વલણ
વ્યવહારની રુચિમાં ટકયું છે પણ નિશ્ચય સ્વભાવ તરફ તેનું વલણ ઢળ્‌યું નથી; અને જે વીર્યનું વલણ નિશ્ચય
સ્વભાવમાં ઢળે છે તે વીર્યમાં વર્તમાનનું વલણ
[વ્યવહારનો પક્ષ] છૂટી

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૭૦ : આત્મધર્મ : પોષ : ૨૪૭૨ :
જ જાય છે, માટે અનંત તીર્થંકર ભગવંતોએ નિશ્ચયવડે વ્યવહારનો નિષેધ કર્યો છે.
અભવ્ય અને ભવ્યમિથ્યાદ્રષ્ટિ જીવ બહુ તો અશુભ છોડી વૈરાગ્ય સુધી આવે, આ વૈરાગ્યનો શુભરાગ
પણ વર્તમાન પૂરતો છે ત્યાં વર્તમાન ઉપર જ્ઞાનનું લક્ષ ટકાવવા કરતાં ત્રિકાળી સ્વભાવ ઉપર જ્ઞાનનું લક્ષ
ટકાવી રાખું એમ સ્વભાવના તરફ વીર્યનું જોર ન કરે ત્યાં સુધી નિશ્ચયનો આશ્રય થતો નથી અને નિશ્ચયના
આશ્રય વગર વ્યવહારનો પક્ષ છૂટતો નથી.
વ્યવહારનો આશ્રય તો જેની કદી મુક્તિ નથી એવો અભવ્ય જીવ પણ કરે છે માટે નિશ્ચયના આશ્રયે જ
મુક્તિ થાય છે તેથી નિશ્ચયનયવડે વ્યવહારનય નિષેધ યોગ્ય જ છે.
સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર શું કહે છે એનો જ્ઞાનમાં ખ્યાલ આવે છે તેમ જ પંચમહાવ્રતાદિના વિકલ્પરૂપ
વ્યવહાર આવ્યો તેને પણ જ્ઞાન જાણે તો છે પરંતુ તે રાગરૂપ વ્યવહારથી નિશ્ચય સ્વભાવનું અધિકપણું
[જુદાપણું] દ્રષ્ટિમાં જ્યાં સુધી ન બેસે ત્યાંસુધી નિશ્ચયસ્વભાવમાં વીર્યનું જોર ઠરે નહિ અને નિશ્ચય સ્વભાવના
આશ્રય વગર નિશ્ચયસમકિત થાય નહિ, નિશ્ચયસમકિત્ વગર વ્યવહારનો નિષેધ થાય નહિ; આ રીતે જીવને
વ્યવહારનો સૂક્ષ્મ પક્ષ રહી જાય છે.
‘રાગ તે વર્તમાન પૂરતો વિકાર છે, અવસ્થાએ અવસ્થાએ તે રાગ બદલતો જાય છે અને તે વિકાર
પાછળ નિર્વિકાર સ્વભાવને ધરનારું દ્રવ્ય કાયમ છે. ’ આમ વિકલ્પ વડે તો જીવને ખ્યાલમાં આવે છે, પણ જ્યાં
સુધી ત્રિકાળી સ્વભાવમાં વીર્યને ઢાળીને અરાગી નિશ્ચયસ્વભાવનું જોર ન આવે ત્યાં સુધી વ્યવહારનો નિષેધ
થાય નહિ, અને વ્યવહારના નિષેધ વગર સમ્યગ્દર્શન થાય નહિ.
અજ્ઞાનીને વ્યવહારનયના પક્ષનો સૂક્ષ્મ અભિપ્રાય રહી જાય છે, તે કેવળીગમ્ય છે; છદ્મસ્થને તે કદાચ
દ્રષ્ટિગોચર નથી પણ હોતો. તે અભિપ્રાય કેવા પ્રકારે રહી જાય છે તે સંબંધી કથન ચાલે છે.
આત્મા તદ્ન જ્ઞાન સ્વભાવી, એકલો જ્ઞાયક, શાંત સ્વરૂપી છે. –આવા સ્વભાવને જાણતાં છતાં તેમ જ
રાગનો ખ્યાલ આવતાં છતાં સ્વભાવ–તરફ વીર્ય ઢળીને અંતરથી તે વાત બેસતી નથી એટલે વીર્ય બહારમાં
અટકી જાય છે. બહિરમુખભાવ જેટલો હું નહિ એમ જો સ્વભાવમાં બેસે તો તેનું વીર્ય અધિક થઈને નિશ્ચયમાં
ઢળે અને નિશ્ચયમાં વીર્ય ઢળ્‌યું તે જ વ્યવહારનો નિષેધ થઈ ગયો છે.
અભવ્ય જીવને તેમ જ બીજા મિથ્યાદ્રષ્ટિ ભવ્ય જીવોને સ્વભાવનો ખ્યાલ આવવા છતાં તેઓને સ્વભાવનું
માહાત્મ્ય નથી જ આવતું. ‘ખ્યાલમાં આવે છે’ એનો અર્થ અહીં સમ્યગ્જ્ઞાનમાં આવવાની વાત નથી પણ
જ્ઞાનાવરણના ક્ષયોપશમના ઉઘાડમાં આ વાતનો ખ્યાલ આવે છે, અગીઆર અંગના જ્ઞાનમાં બધી વાત આવે કે
આત્માનો સ્વભાવ ત્રિકાળ છે. –રાગ ક્ષણિક છે, આમ ખ્યાલમાં આવે છે–પણ–રુચિનું વીર્ય શુભ તરફથી ખસતું નથી,
ઊંડે ઊંડે સ્વભાવની માહાત્મ્ય દશામાં વીર્ય વાળવું જોઈએ તે પોતે કરતો નથી તેથી વ્યવહારનો પક્ષ રહી જાય છે.
અહીં અભવ્યની વાત તો દ્રષ્ટાંત તરીકે છે, પરંતુ બધા મિથ્યાદ્રષ્ટિ જીવો ક્યાંક વ્યવહારના પક્ષમાં
અટક્યા છે તેથી જ નિશ્ચય સમ્યગ્દર્શન તેમને નથી. જૈન સાધુ થઈને અને સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને માનીને,
તેઓ શું કહે છે તે ખ્યાલમાં પણ લીધું પરંતુ વર્તમાન પૂરતા વલણથી
[અવસ્થાના લક્ષમાં ટકીને] વીર્ય જોર કરે
છે. તે વીર્યને વર્તમાનથી ખેસવીને ત્રિકાળી સ્વભાવ તરફના વલણના જોરમાં વાળતો નથી, વર્તમાન પર્યાયને
વર્તમાન ઉપરથી ખસેડીને ત્રિકાળી તરફ વાળ્‌યા વગર સમ્યગ્દર્શન થતું નથી માટે સર્વજ્ઞ ભગવાને સદાય
નિશ્ચયના આશ્રયથી વ્યવહારનો નિષેધ કર્યો છે.
જીવને સત્ય, બ્રહ્મચર્ય, અહિંસા વગેરે શુભરાગરૂપ વ્યવહારનો પક્ષ છે–વર્તમાન પૂરતા ભાવનો આગ્રહ
છે તેને બદલે ત્રિકાળી તરફ વીર્યનું જોર દેવું જોઈએ તો નિશ્ચયનો આશ્રય થાય, પરંતુ ત્રિકાળી તરફ વીર્યનું જોર
નથી એટલે વીર્ય પરમાં (પરાશ્રિત વ્યવહારમાં) જ અટકી જાય છે.
બહારના ત્યાગ કે વર્તન ઉપર સમ્યગ્દર્શન નથી, પણ નિશ્ચયસ્વભાવના આશ્રયથી સમ્યગ્દર્શન છે. જીવ
જો સ્વભાવ તરફની રુચિમાં વીર્યનું જોર નથી કરતો તો તેને વ્યવહારનો પક્ષ છૂટતો નથી અને સમ્યગ્દર્શન થતું
નથી. સમ્યગ્દર્શન અંતરના સ્વભાવની ચીજ છે.
ત્રિકાળી અને વર્તમાન એ બંને પડખાંનો ખ્યાલ આવવા છતાં ત્રિકાળી સ્વભાવની રુચિ તરફ ઢળતો
નથી પણ વર્તમાન પર્યાયની રુચિ તરફ ઢળે છે. “આ સ્વભાવ છે–આ સ્વભાવ છે.” એમ જો સ્વભાવની
રુચિમાં વલણ કરે તો વર્તમાન ઉપરનું જોર તરત જ છૂટી જાય; પણ ત્રિકાળી સ્વભાવને ‘આ–છે’ એમ રુચિમાં
લેવાને બદલે, વર્તમાન શુભરાગમાં ‘આ રાગ છે’ એમ વર્તમાન ઉપર

PDF/HTML Page 12 of 17
single page version

background image
: પોષ : ૨૪૭૨ : આત્મધર્મ : ૭૧ :
તેનું વજન રહે છે તેથી ત્રિકાળ એકલા જ્ઞાયક સ્વભાવમાં વીર્યનું વલણ અંતર પરિણમતું નથી એટલે નિશ્ચયનો
આશ્રય થતો નથી અને વ્યવહારનો પક્ષ છૂટતો નથી. વ્યવહારનો પક્ષ તે મિથ્યાત્વ છે.
આત્માનું જે વીર્ય કાર્ય કરે છે તે તો અવસ્થારૂપ (વર્તમાન) જ છે, પરંતુ તે વર્તમાન વીર્યને વર્તમાનના
લક્ષ ઉપર [અવસ્થાદ્રષ્ટિમાં] ટકાવે અને ત્રિકાળી અંતર સ્વભાવ તરફ વીર્યનું જોર ન કરે તો વિકલ્પ ટળે નહિ
અને સમ્યગ્દર્શન થાય નહિ.
દરેક જીવને વર્તમાન અવસ્થામાં વીર્યનું કાર્ય તો થયા જ કરે છે, પણ તે વીર્યને સ્થાપવું છે ક્યાં તેનું
ભાન નહિ હોવાથી જીવને વ્યવહારનો પક્ષ છૂટતો નથી. “હું એક જ્ઞાયકભાવ છું, વર્તમાન અવસ્થા જેટલો નથી
પણ અધિક ત્રિકાળ સામર્થ્યનો પિંડ છું” આમ પોતાના નિશ્ચયસ્વભાવની રુચિના જોરમાં વીર્યને સ્થાપવું
જોઈએ–એકાગ્ર કરવું જોઈએ; જો નિશ્ચયસ્વભાવ તરફના જોરમાં અને રુચિમાં વીર્યને ન જોડે તો તે વીર્ય
વ્યવહારના પક્ષમાં જોડાય છે એટલે તેને વ્યવહારનો સૂક્ષ્મ પક્ષ છૂટતો નથી.
જ્યારે વ્યવહારના પક્ષથી છૂટીને વીર્યમાં જ્ઞાયક સ્વભાવનું વજન કર્યું ત્યારે પણ વ્યવહારનું જ્ઞાન તો
(ગૌણપણે) રહે છે, કાંઈ જ્ઞાન છૂટી જતું નથી કેમકે તે તો સમ્યગ્જ્ઞાનનો અંશ છે. વ્યવહારનું જ્ઞાન છૂટીને
નિશ્ચયની દ્રષ્ટિ થતી નથી, સમ્યગ્દર્શન થતાં વ્યવહારનું જ્ઞાન તો રહ્યું છે પરંતુ દ્રષ્ટિ તેના ઉપરથી ઊઠીને સ્વભાવ
તરફ એકાગ્ર થઈ છે; આ રીતે, નિશ્ચયના આશ્રય વખતે વ્યવહારનો પક્ષ છૂટી જતો હોવા છતાં, જ્ઞાન તો
સમ્યગ્જ્ઞાનરૂપ અનેકાંત જ રહે છે, પરંતુ જ્ઞાન જ્યારે સર્વથા વ્યવહાર તરફ ઢળે છે ત્યારે નિશ્ચયનયનો આશ્રય
જરાપણ નહિ હોવાથી તે વ્યવહારના પક્ષવાળું જ્ઞાન મિથ્યારૂપ એકાંત છે. સમ્યગ્દર્શન થયા પછી નિશ્ચયનો
આશ્રય થયો હોવા છતાં, જ્યાં સુધી અપૂર્ણ ભૂમિકા છે ત્યાં સુધી વ્યવહાર રહે છે ખરો પરંતુ નિશ્ચયનયાશ્રિત
જીવને તે તરફ આસક્તિ નથી, વીર્યનું જોર વ્યવહાર તરફ ઢળતું નથી.
સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની ઓળખાણ, નવતત્ત્વનું જ્ઞાન, બ્રહ્મચર્યનું પાલન, પૂજા, વ્રત, તપ, ભક્તિ વગેરે
કરવાં છતાં જીવને મિથ્યાત્વ કેમ રહી જાય છે? કેમકે જીવ ‘આ વર્તમાન પરિણામ જ હું છું અને તેનાથી જ મને
લાભ છે’ એમ વર્તમાન ઉપર જ લક્ષને ટકાવીને ત્યાં અટકી ગયો પરંતુ ત્રિકાળી એકરૂપ નિરપેક્ષ સ્વભાવ તરફ
ન વળ્‌યો તેથી જ મિથ્યાત્વ રહી ગયું છે. જો જીવ વર્તમાન ઉપરના લક્ષને છોડીને ત્રિકાળી સ્વભાવને લક્ષમાં લ્યે
તો તે સમ્યગ્દ્રષ્ટિ થાય, કેમકે સમ્યગ્દર્શનનો આધાર
[આશ્રયભૂત વસ્તુ] ત્રિકાળી સ્વભાવ છે, વર્તમાન વર્તતી
પર્યાયના આધારે સમ્યગ્દર્શન પ્રગટ થતું નથી.
નિશ્ચય–અખંડ અભેદ સ્વભાવ તરફ ઢળતાં વચ્ચે જે વિકલ્પાદિરૂપ વ્યવહાર આવે તેને માટે ખેદ જોઈએ,
એને બદલે તેની જે હોંશ કરે છે તેને સ્વભાવનો આદર ટળી જાય છે–એટલે તે મિથ્યાત્વી જ રહે છે. નિશ્ચય
સ્વભાવ તરફના વીર્યનો ઉલ્લાસ થવાને બદલે વ્યવહારમાં જેનું વીર્ય ઉલ્લસિત થાય છે તેને સ્વભાવ તરફનું
ઉલ્લસિતપણું પરાવલંબને પડ્યું છે તેથી જીવને વ્યવહારનો પક્ષ ખસતો નથી.
વ્યવહારની રુચિવાળો જીવ ભગવાનના દિવ્યધ્વનિનો ઉપદેશ સાંભળીને તેમાંથી પણ વ્યવહારની જ
રુચિને પોષે છે; “ભગવાનની વાણીમાં નિશ્ચય સ્વભાવનો અને વ્યવહારનો બંનેનો મેળ કર્યો–અર્થાત્ બંને
નયોને સરખી હદે રાખ્યા” એમ માનીને તે અજ્ઞાની જીવ પોતાની વ્યવહારની પક્કડને દ્રઢ કરે છે. પરંતુ
ભગવાનની વાણી તો નિશ્ચયનો આશ્રય કરીને વ્યવહારનો નિષેધ કરવાનું કહે છે, એ રીતે નિશ્ચયનય અને
વ્યવહારનય એ બંનેનો દૂમેળ [પરસ્પર વિરોધ] વર્તે છે તેને તે જાણતો નથી, રુચિ કરતો નથી અને
વ્યવહારનયનો નિષેધ કરીને નિશ્ચયમાં વીર્યને ઉલ્લસિત કરતો નથી. નિશ્ચયના આશ્રયનો ઉલ્લાસ નહિ હોવાથી
વચ્ચે વ્યવહાર આવે છે. તેનો ખેદ કરવાને બદલે ‘વ્યવહાર વચ્ચે આવે છે તો ખરોને!’ એમ વ્યવહારની ઊંડી
સૂક્ષ્મ મિઠાશ મિથ્યાદ્રષ્ટિને રહે છે, તેથી પોતાના સ્વભાવમાં ઉલ્લાસ લાવીને તે સમ્યગ્દ્રષ્ટિ થઈ શકતો નથી.
પ્રશ્ન:– આમાં એકાંત નિશ્ચય નથી થઈ જતો?
ઉત્તર:– ના, આમાં જ સાચો અનેકાન્ત છે. નિશ્ચય સ્વભાવને અને રાગને બંનેને જાણીને જ્યારે વીર્યના
જોરને નિશ્ચયસ્વભાવમાં લાવવું છે ત્યારે જ્ઞાનમાં ગૌણપણે ખ્યાલ તો છે કે અવસ્થામાં વિકાર થાય છે,
સ્વભાવમાં ઢળનાર જીવ અવસ્થાથી પોતાને કેવળજ્ઞાની માનતા નથી. આ રીતે જ્ઞાનમાં નિશ્ચય વ્યવહાર બંનેને
જાણીને નિશ્ચયનો આશ્રય અને વ્યવહારનો નિષેધ કર્યો તે જ અનેકાંતપણું થયું. બંને પક્ષ જાણીને એકમાં આરૂઢ
થયો, બીજામાં અનારૂઢ થયો એટલે કે નિશ્ચયમાં ઢળ્‌યો

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૭૨ : આત્મધર્મ : પોષ : ૨૪૭૨ :
અને વ્યવહારને છોડ્યો, તે અનેકાંત છે. પરંતુ નિશ્ચય અને વ્યવહાર બંનેનો આશ્રય કરવા જેવું માને તો તે
એકાંત છે.
[બે નયો પરસ્પર વિરોધરૂપ છે તેથી બે નયોનો આશ્રય હોઈ શકતો નથી; જીવ જ્યારે નિશ્ચયનો
આશ્રય કરે ત્યારે તેને વ્યવહારનો આશ્રય છૂટી જાય છે, અને જ્યારે વ્યવહારના આશ્રયમાં અટકે ત્યારે તેને
નિશ્ચયનો આશ્રય થતો નથી; આમ હોવાને લીધે જેઓ બંને નયોનો આશ્રય કરવા જેવો માને છે તેઓ બંને
નયોને એકમેક માનતા હોવાથી એકાંતવાદી છે.
] રાગ તો સમ્યગ્દર્શનમાં મદદ ન કરે પરંતુ ‘રાગ મને મદદ ન
કરે’ એવો વિકલ્પ પણ મદદ ન કરે–આમ રાગથી છૂટીને જ્યારે સ્વભાવ તરફ ઢળ્‌યો ત્યારે મુખ્ય સ્વભાવની
(નિશ્ચયની) દ્રષ્ટિ થઈ અને અવસ્થા ગૌણ થઈ ગઈ. આમ નિશ્ચયને મુખ્ય અને વ્યવહારને ગૌણ કરે છે તેથી જ
તે ‘નય’ કહેવાય છે.
જેને વ્યવહારનો પક્ષ છે તે જીવ તો એકાંત વ્યવહારમાં ઢળ્‌યો એટલે તેણે નિશ્ચય સ્વભાવનો તીરસ્કાર
કર્યો. એકલા વર્તમાન તરફના વલણમાં એટલું બધું જોર નથી કે તે વિકલ્પને તોડીને સ્વભાવનું દર્શન કરાવે. જો
દ્રષ્ટિમાં એકલા નિશ્ચય સ્વભાવનું વજન ન આપે તો વ્યવહારને ગૌણ કરી સ્વભાવ તરફ વળી શકે નહિ અને
સમ્યગ્દર્શન થાય નહિ. જો વર્તમાન ચાલતા વિકારભાવ તરફનું જોર તોડીને સ્વભાવ તરફ જોર આપે તો તે
અવસ્થામાં સ્વભાવરૂપી કાર્ય આવે. જ્ઞાન અને વીર્યની દ્રઢતા સ્વભાવ તરફ ઢળે તે નિશ્ચયની મુખ્યતા થઈ અને
રાગાદિ વિકલ્પને જાણ્યા પણ તે તરફ ઢળ્‌યો નહિ–તેને મુખ્ય ન કર્યા તે જ વ્યવહારનયનો નિષેધ થયો, ત્યાં પણ
વ્યવહારનું જ્ઞાન તો છે અને તે જ્ઞાનમાં વ્યવહારની ગૌણતા વર્તે છે.
જ્ઞાન અને વીર્યના જોરમાં જે સ્વભાવ તરફની મુખ્યતા થઈ તે મુખ્યતાનું જોર ઠેઠ વીતરાગતા અને
કેવળજ્ઞાન થતાં સુધી રહેશે. વચ્ચે ભલે વ્યવહાર આવશે ખરો પરંતુ ક્યારેય તેની મુખ્યતા નહિ થાય. છઠ્ઠી
ભૂમિકા સુધી રાગ રહેશે, છતાં દ્રષ્ટિમાં કદી રાગની મુખ્યતા નહિ થાય... ત્રિકાળી સ્વભાવ એ જ મુખ્ય છે,
એટલે દ્રષ્ટિના જોરથી તે નિશ્ચયસ્વભાવ તરફ ઢળતાં ઢળતાં અને રાગરૂપ વ્યવહારને તોડતાં તોડતાં સંપૂર્ણ
વીતરાગતા અને કેવળજ્ઞાન થઈ જશે. કેવળજ્ઞાન થયા પછી સંપૂર્ણ નય–પક્ષનો જ્ઞાતા છે ત્યાં કાંઈ મુખ્ય–ગૌણ
પણું રહેતું નથી–વિકલ્પ નથી.
આ તો નવ તત્વની શ્રદ્ધા ને અગીયાર અંગનું જ્ઞાન હોવા છતાં જીવને સમ્યગ્દર્શન કેમ અટકે છે–તે
બતાવે છે. ત્રિકાળી અને વર્તમાન એ બંનેને જ્ઞાનના ક્ષયોપશમથી જાણ્યાં ખરા, પરંતુ વર્તમાનની દ્રઢતાવાળો
ત્રિકાળી સ્વભાવમાં ઢળી શકતો નથી. અને ત્રિકાળી સ્વભાવ તરફના વજનવાળો પહેલાંં બંનેનો ખ્યાલ કરીને
સ્વભાવમાં ઢળે છે. સ્વભાવની જેણે દ્રઢતા કરી તેણે વ્યવહારને મોળો પાડી દીધો. હજી વ્યવહારનો સર્વથા
અભાવ થયો નથી, પણ જેમ જેમ સ્વભાવમાં ઢળતો જાય તેમ તેમ વ્યવહારનો અભાવ થતો જાય છે.
માત્ર જ્ઞાનના ખ્યાલમાં વસ્તુને લેવાથી સમ્યગ્દર્શન થતું નથી, પરંતુ જ્ઞાન સાથે વીર્યના તે તરફના
વજનનું કામ છે. જ્ઞાન અને વીર્ય બંનેના વજનને સ્વભાવમાં વાળવાની વાત છે; શુભરાગથી મારો સ્વભાવ
જુદો છે એવું જે જ્ઞાન છે તે તરફ વીર્યને ઢાળ્‌યું એટલે તરત જ સમ્યગ્દર્શન થયું. જો સ્વભાવની રુચિ કરે તો વીર્ય
સ્વભાવ તરફ ઢળે, પણ જેને રાગનું પોષણ અને રુચિકરપણું છે તેને વ્યવહારનું વલણ ખસતું નથી. જ્યાં સુધી
માન્યતામાં અને રુચિના વીર્યમાં નિરપેક્ષ સ્વભાવ ન રુચે અને રાગ રુચે ત્યાં સુધી એકાંત મિથ્યાત્વ છે.
જીવ અશુભભાવ ટાળીને શુભભાવ તો કરે છે પરંતુ શુભભાવમાં તે ધર્મ માને છે તે સ્થૂળ મિથ્યાત્વ છે.
અશુભ ટાળીને જીવ શુભભાવ કરે અને શુભરાગથી ધર્મ નથી એમ પણ શાસ્ત્ર વગેરેના જ્ઞાનથી ખ્યાલમાં લ્યે છે
છતાં, એકલા ચૈતન્ય સ્વભાવ તરફના વીર્યના અભાવે તેને મિથ્યાત્વ રહી જાય છે. એકલો ચૈતન્ય સ્વભાવ છે
તે તરફના જોરે વર્તમાન તરફથી ખસવું જોઈએ–આ જ દર્શન વિશુદ્ધિ છે. જ્ઞાનના ઉઘાડ ઉપર, કષાયની મંદતા
ઉપર કે ત્યાગ ઉપર જોર નથી પરંતુ દર્શન વિશુદ્ધિ ઉપર જ આખું જોર છે.
જેમ કોઈની સલાહ પૂછે અને તેનું કહેવું ખ્યાલમાં લ્યે પરંતુ તે પ્રમાણે માનવાની વાત નહિ, વાતને
ખ્યાલમાં તો લીધી પણ તે પ્રમાણે કર્યું નહિ તેમ શાસ્ત્રના કહેવાથી જાણ્યું તો ખરૂં કે નિશ્ચયના આશ્રયે મુક્તિ
અને વ્યવહારના આશ્રયે બંધન છે, પરંતુ એ તો સલાહને ખ્યાલમાં લીધી પણ–તેમ માન્યું નહિ. શાસ્ત્રે કહેલાં
બંને પડખાંને ખ્યાલમાં તો લ્યે પરંતુ પોતાની રુચિમાં આવે તે માને, રુચિ તો પોતાના વીર્યમાં રહી, તેમાં
ભગવાન કે શાસ્ત્રનું જાણપણું કામ ન આવે.

PDF/HTML Page 14 of 17
single page version

background image
: પોષ : ૨૪૭૨ : આત્મધર્મ : ૭૩ :
દિવ્યધ્વનિનો આશય તો ખ્યાલમાં આવે છે કે “આમ કહેવા માગે છે” પરંતુ તેની રુચિ નથી કરતો.
ક્ષયોપશમ ભાવે માત્ર ધારણાથી ખ્યાલ કરે છે પરંતુ યથાર્થપણે રુચિથી સમજ્યો નથી. જો યથાર્થપણે રુચિથી
સમજે તો સમ્યગ્દર્શન થાય જ.
સ્વભાવની વાત તે વર્તમાન વિકલ્પના રાગ કરતાં જુદી પડે છે. સ્વભાવની રુચિપૂર્વક સ્વભાવની વાત જે
જીવ સાંભળે છે તે રાગથી અંશે તે વખતે જુદો પડીને સાંભળે છે. જો સ્વભાવની વાત સાંભળતાં સાંભળતાં
કંટાળો થાય અથવા ‘આવો અઘરો–કઠણ માર્ગ? ’ એમ સ્વભાવ તરફ અરુચિ લાગે તો તેને સ્વભાવની અરુચિ
અને રાગની રુચિ છે. કેમકે રાગમાં પોતાનું વીર્ય કામ કરી શકે અને રાગરહિત સ્વભાવમાં વીર્ય કામ ન કરે–એવી
તેની માન્યતા છે. આ પણ વર્તમાન પૂરતા વ્યવહારનો જ તેને પક્ષ છે. સ્વભાવની વાત સાંભળતા તે તરફ મહિમા
લાવીને ‘અહો! આતો મારું જ સ્વરૂપ બતાવી રહ્યા છે’ એમ સ્વભાવ તરફ વીર્યનો ઉલ્લાસ આવવો જોઈએ. પણ
જો “આ કામ આપણાથી ન થાય” એમ માને તો તે વર્તમાન પૂરતા રાગની પક્કડમાં અટકી ગયો છે; પણ રાગથી
જુદો પડ્યો નથી. અરે ભાઈ! તારાથી રાગનું કાર્ય થાય અને રાગથી છૂટા પડીને રાગરહિત જ્ઞાનનું કામ કે જે
તારો સ્વભાવ જ છે તે તારાથી ન થાય–એમ જો તેં માન્યું તો ત્રિકાળી સ્વભાવની આડ મારી હોવાથી (અરુચિ
કરી હોવાથી) તને સૂક્ષ્મપણે રાગની મીઠાશ છે–વ્યવહારની પક્કડ છે, એટલે જ સમ્યગ્દર્શન થતું નથી.
રાગ રહિત જ્ઞાયક સ્વભાવની વાત આવે ત્યાં જો જીવને એમ થાય કે ‘આ કામ કેમ થાય?’ તો તેનું
વીર્ય વ્યવહારમાં અટકી ગયું છે એટલે તેને સ્વભાવની દ્રષ્ટિથી સમ્યગ્દર્શન પ્રગટતું નથી. સૂક્ષ્મ જ્ઞાનસ્વભાવ છે
તેની મીઠાશ છૂટી એટલે રાગની મીઠાશ થઈ, નિશ્ચય સ્વભાવની અપૂર્વ વાત જીવ કદી સમજ્યો નથી અને કોઈને
કોઈ પ્રકારે વ્યવહારની રુચિ રહી ગઈ છે.
શ્રી સમયપ્રાભૃતમાં જયચંદ્રજી પંડિત કહે છે કે “પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી
જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ
શુદ્ધનયનો હસ્તાવલંબ જાણી બહુ કર્યો છે પણ એનું ફળ સંસાર જ છે. શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી અને
એનો ઉપદેશ પણ વિરલ છે–ક્યાંક ક્યાંક છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને
એનો ઉપદેશ પ્રધાનતાથી દીધો છે કે–“શુદ્ધનય ભૂતાર્થ છે, સત્યાર્થ છે; એનો આશ્રય કરવાથી સમ્યગ્દ્રષ્ટિ થઈ
શકાય છે; એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માનાં જ્ઞાન–શ્રદ્ધાનરૂપ નિશ્ચય
સમ્યક્ત્વ થઈ શકતું નથી.”
[સમયસાર ગુજરાતી પાનું–૨૧]
આત્માના નિશ્ચય સ્વભાવની વાત કરતાં વ્યવહાર ગૌણ થાય ત્યાં જો સ્વભાવના કાર્ય માટે વીર્ય નકાર
કરે અને વ્યવહાર માટે રુચિ કરે તો તેને સ્વભાવની રુચિ નથી; અને સ્વભાવ તરફની રુચિ વગર વીર્ય
સ્વભાવમાં કામ કરી શકે નહિ એટલે તેને વ્યવહારની દ્રઢતા ખસે નહિ.
આ નિશ્ચયનય વ્યવહારનો નિષેધ કરે છે એમ જ્ઞાનીઓ વારંવાર કહે છે તેમાં વ્યવહારના સ્વરૂપનું જ્ઞાન
પણ ભેગું આવી જાય છે. જે વ્યવહારનો નિશ્ચયનય નિષેધ કરે છે તે વ્યવહાર ક્યો? કુદેવાદિની માન્યતારૂપ જે
જ્ઞાન તે તો મિથ્યાત્વ પોષક છે તેનો તો નિષેધ છે જ, કેમકે તેમાં તો વ્યવહારપણું પણ નથી... કુદેવાદિની
માન્યતા છોડીને અને સાચા દેવ–ગુરુ–શાસ્ત્રોએ જે કહ્યુ્રં તેના જ્ઞાનને વ્યવહાર કહ્યો છે અને તે જ્ઞાન પણ નિશ્ચય
સમ્યગ્દર્શનનું મૂળ કારણ નથી તેથી નિશ્ચય સ્વભાવના જોરે તે વ્યવહારનો નિષેધ છે. ગૃહીત મિથ્યાત્વ હોય
તેની તો આ વાત જ નથી પણ અહીં તો અગૃહીત સૂક્ષ્મ મિથ્યાત્વ દશામાં જે વ્યવહાર છે તેનો નિષેધ છે. સાચા
દેવ–ગુરુ–શાસ્ત્ર સિવાય બીજા કોઈ કુદેવાદિને સાચાપણે જે માને તે જ્ઞાન તો વ્યવહારથી પણ દૂર છે. જે નિમિત્તો
તરફથી વૃત્તિને ઊઠાવીને સ્વભાવમાં ઢળવું છે તે નિમિત્તો શું છે તેનો જેને વિવેક નથી તેને તો સ્વભાવનો વિવેક
હોય જ નહિ, અને જેને સાચા નિમિત્તો તરફ વલણ થાય તેને સ્વભાવનો વિવેક થાય જ એવો પણ નિયમ
નથી. પણ જે નિશ્ચય સ્વભાવનો આશ્રય કરે તેને તો સમ્યગ્દર્શન થાય જ એવો નિયમ છે; તેથી જ નિશ્ચયનયથી
વ્યવહારનયનો નિષેધ છે.
શાસ્ત્ર તરફનું વિકલ્પથી જ્ઞાન તે વ્યવહાર છે તે જ્ઞાન તરફથી વીર્ય ખસેડીને સ્વભાવમાં વાળવાનું છે;
સત્તના નિમિત્ત તરફના ભાવે જેવાં પુણ્ય બંધાય છે તેવાં પુણ્ય અન્ય નિમિત્તોના વલણથી બંધાતાં નથી, એટલે
લોકોત્તર પુણ્ય પણ સાચા દેવ–ગુરુ–શાસ્ત્રના વિકલ્પથી છે. પરંતુ તે જ્ઞાન હજી પર તરફના વલણવાળું છે, નિશ્ચય

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૭૪ : આત્મધર્મ : પોષ : ૨૪૭૨ :
સ્વભાવ તરફના વલણવાળું નથી તેથી તેનો નિષેધ છે. જેમ ગાંડા મનુષ્યનું જ્ઞાન નિર્ણય વગરનું હોવાથી તેનું
માતાનું માતા તરીકેનું જાણપણું તે પણ ખોટું છે, તેમ અજ્ઞાનીનું સ્વભાવ તરફના નિર્ણય વગરનું જ્ઞાન દોષિત
થયા વગર રહે જ નહિ.
સર્વજ્ઞ ભગવાને કહેલા કથન તરફનું વલણ તે પણ વ્યવહાર તરફનું વલણ છે. વીતરાગ શાસનમાં કહેલાં
જીવાદિ નવ તત્ત્વોની વિકલ્પથી સાચી શ્રદ્ધા તે પુણ્યનું કારણ છે, કેમકે તેમાં ભેદનું અને પરનું લક્ષ છે. પર લક્ષ
તે ધર્મનું કારણ નથી. જે જીવ નિમિત્તથી રોકાણો છે પણ નિમિત્ત તરફથી ઉપડીને હજી સ્વભાવ તરફ વળ્‌યો નથી
તેને નિશ્ચયસમ્યગ્દર્શન નથી.
આચારાંગ વગેરે સાચાં શાસ્ત્રો જીવ–અજીવાદિ નવ તત્ત્વોનું સ્વરૂપ અને એકેન્દ્રિઆદિ છ જીવ–નિકાયનું
પ્રતિપાદન વીતરાગ જિનશાસન સિવાય અન્ય કોઈમાં તો છે જ નહિ, પરંતુ વીતરાગ જિનશાસનમાં કહ્યા
પ્રમાણે શાસ્ત્રોનું સાચું જ્ઞાન કરે, જીવાદિ નવતત્ત્વોની યથાર્થ શ્રદ્ધા કરે અને છ જીવ નિકાયને માનીને તેની દયા
પાળે તે પણ પુણ્યનું કારણ છે, અને તેને વ્યવહાર દર્શન જ્ઞાન–ચારિત્રપણું (જે જીવ નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ
કરશે તેને માટે) કહેવાય છે; પણ પરમાર્થ દ્રષ્ટિ તેને દર્શનજ્ઞાન–ચારિત્ર તરીકે સ્વીકારતી નથી; કેમકે
જિનશાસનના વ્યવહાર સુધી આવવું તે ધર્મ નથી, પણ જો નિશ્ચય આત્મસ્વભાવ તરફ ઢળીને તે વ્યવહારનો
નિષેધ કરે તો ધર્મ છે. આ રીતે નિશ્ચયનય વ્યવહારનો નિષેધ કરે છે.
આ વ્યાખ્યાનમાં અજ્ઞાનીને વ્યવહારનયની સૂક્ષ્મ પક્કડ ક્યાં રહી જાય છે તથા નિશ્ચયનયનો આશ્રય કેમ
થાય તે બતાવ્યું અર્થાત્ મિથ્યાદ્રષ્ટિ જીવોને મિથ્યાત્વ કેમ રહી જાય છે તથા સમ્યગ્દર્શન કેમ પ્રગટે–તે બતાવ્યું.
વળી આ વિષયને લગતું કથન મોક્ષમાર્ગ પ્રકાશકમાં પણ આવે છે, તે નીચે મુજબ છે:–[કા. સુ. ૯ ચર્ચા]
મો. પ્ર. ૮૯ પાનું “...સત્ય જાણે છતાં તે વડે પોતાનું અયથાર્થ પ્રયોજન જ સાધે છે તેથી તેને સમ્યગ્જ્ઞાન
કહેતાં નથી.”
જ્ઞાનના ક્ષયોપશમમાં નિશ્ચય–વ્યવહાર બંનેનો ખ્યાલ આવે છે છતાં જોર નિશ્ચય તરફ ઢાળવું જોઈએ
તેને બદલે વ્યવહાર તરફ ઢાળે છે, એટલે વ્યવહારનો પક્ષ રહી જાય છે.
અજ્ઞાની કરે છે. ‘વ્યવહાર! વ્યવહાર! અને જ્ઞાની કરે છે–નિશ્ચયના આશ્રયે વ્યવહારનો નિષેધ! નિષેધ!’
મો. પ્ર. ૨૪૧ પાનું “વળી શ્રી સમયસારજીમાં કહ્યું છે કે–જેને આગમ જ્ઞાન એવું થયું છે કે જે વડે સર્વ
પદાર્થોને હસ્તામલકવત્ જાણે છે તથા એમ પણ જાણે છે કે ‘આનો જાણવાવાળો હું છું’ પરંતુ ‘હું જ્ઞાન સ્વરૂપ
છું’ એવો પોતાને પરદ્રવ્યથી ભિન્ન કેવળ ચૈતન્ય દ્રવ્ય અનુભવતો નથી.” એટલે કે સ્વ–પરને જાણવા છતાં
પોતાના નિશ્ચય સ્વભાવ તરફ ઢળતો નથી, પરંતુ વ્યવહારની પક્કડમાં અટકે છે. માટે જ્ઞાનમાં ખ્યાલ હોવા છતાં
તેને તે કાર્યકારી નથી, કેમકે તે નિશ્ચયનો આશ્રય લેતો નથી.
• પ્રભુતા અને પામરતા •
જેમ જેમ પર્યાય વધતી જાય તેમ તેમ વિવેક અને નમ્રતા વધતી જાય છે. જ્ઞાનીને ભાન છે કે સ્વભાવથી
હું પૂરો પરમાત્મા જ છું પણ પર્યાયથી પામર છું... દ્રવ્યથી પ્રભુ અને અવસ્થાથી પામર! આમ પોતાના જ્ઞાનમાં
દ્રવ્ય–પર્યાયની સંધિ કરનાર જ્ઞાનીઓ પૂર્ણ સ્વભાવ તરફ ઢળે છે, જેમ જેમ પૂર્ણ સ્વભાવ તરફ ઢળતા જાય છે
તેમ તેમ અવસ્થાની નિર્મળતા વધતી જાય છે... પૂર્ણ સ્વભાવ તરફનું જોર છે, અને અવસ્થાની નિર્મળતા વધતી
જાય છે ત્યાં જ્ઞાનીને તે અવસ્થાનો અહંકાર આવતો નથી, પણ ઉલટા સ્વભાવ તરફની વિશેષ–વિશેષ નમ્રતાથી
એમ ભાવના કરે છે કે– ‘અહો! સ્વરૂપથી તો હું પૂર્ણ પરમાત્મા જ છું, છતાં હજી પર્યાયમાં પામરતા છે, પરિપૂર્ણ
કેવળદશા જોઈએ તેને બદલે હજી અનંતમા ભાગે દશા ઉઘડી છે તે અપૂર્ણતાને પૂર્ણ સ્વભાવના જોરે જે ક્ષણે ટાળું
તે ક્ષણને ધન્ય છે...’ આમ જ્ઞાનીને દ્રષ્ટિમાં પૂર્ણતા જ છે, જ્ઞાનમાં પૂર્ણ સ્વભાવ અને અપૂર્ણ દશા બંનેનું ભાન
છે અને પૂર્ણતાની ભાવના છે તેથી સ્વભાવના જોરે સંપૂર્ણ સ્થિરતા પ્રગટાવી અલ્પકાળમાં અપૂર્ણતા ટાળી તેઓ
પૂર્ણ થઈ જાય છે... પૂર્ણ સ્વભાવની દ્રષ્ટિનું જ આ ફળ છે...
• ઉત્સહ •
અપૂર્વ આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે કૂદતું વીર્ય જોઈએ, ઉત્સાહિત ભાવ જોઈએ. પૂરાની પ્રતીત જોઈએ અને
પૂરાના લક્ષનો પૂર્ણ ઉત્સાહ જોઈએ... પૂર્ણ સ્વભાવ તરફનું ઉત્સાહિત વીર્ય કેવળજ્ઞાન લઈને જ પૂરું થાય...

PDF/HTML Page 16 of 17
single page version

background image
: પોષ : ૨૪૭૨ : આત્મધર્મ : ૭૫ :
(અનુસંધાન પાન છેલ્લેથી)
વ્યક્ત કરીને શિલાન્યાસ મુહૂર્ત વિધિનું કાર્ય પૂરૂં થયું હતું. અને તરત જ સ્વાધ્યાય મંદિરમાં વ્યાખ્યાન થયું હતું.
પૂજ્ય ગુરુદેવના વ્યાખ્યાનનો આજનો ઢંગ જુદો જ હતો, આજે તેમનાં અંતરની સીમંધરપ્રભુ અને
કુંદકુંદાચાર્યદેવ પ્રત્યેની ભક્તિ બહાર વ્યક્ત થઈ જતી હતી. તેઓશ્રીએ કરેલ મંગળિક પ્રવચનનો એક નાનો
ભાગ અહીં આપવામાં આવે છે:–
આજે મુક્તિમંડપનાં મંગળિક છે; સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા સીમંધરદેવ પાસે કુંદકુંદ
ભગવાન ગયા હતા. ૮ દિવસ રહ્યા હતા અને સાક્ષાત્ દિવ્યધ્વનિ સાંભળી અંતરથી વિશેષ અનુભવમાં સ્થિરતા
કરી, જે શાસ્ત્રો રચ્યાં છે તેમાં અપૂર્વ અપ્રતિહતભાવો ઉતાર્યા છે, તે ભાવોની જે પ્રતીત કરે તે પોતાની મોક્ષ
પરિણતિને લેતાં વચ્ચે સીમંધર પરમાત્માને ઉતારે છે કે હે પરમાત્મા! આપ પૂરી પરિણતિ પામ્યા છો, અને
આપને સાથે રાખીને અમે પણ સાધકમાંથી પૂરા થવાના છીએ, વચ્ચે વિઘ્ન જ નથી–વચ્ચે વિઘ્ન આવવાનું નથી.
જે ભાવે સાધકદશામાં ઉપડ્યા છીએ તે જ ભાવે પૂરૂં કરવાનાં છીએ તેમાં ફેર નથી–નથી–નથી...
“કાર ધ્વનિમાંથી કુંદકુંદ ભગવાન વસ્તુનો સ્વભાવ લઈને આવ્યા અને તેની જ કાંઈક પ્રસાદી અહીં
ભવ્ય મુમુક્ષુઓને પીરસાય છે, આ તો હજી બીજડાં રોપાણાં છે. આ બીજડાંમાંથી જ કેવળજ્ઞાનના પાક પાકવાનાં
છે; આવો સ્વભાવનો ભરોસો થયો છે તે જ મહા મંગળિક છે.
વ્યાખ્યાન સાંભળતાં શેઠજી વારંવાર ઊછળી જતા હતા અને બોલ્યા હતા કે–महाराजजी! मेरे
आनंदका पार नहि है, आप तो श्री वीर भगवान और कुंदकुंदाचार्यका मार्ग प्रकाशीत कर रहा हो, मेरा
आनंदकी क्या बात करुं!! !
આજીવન બ્રહ્મચર્ય :– દેહગામના ભાઈ શ્રી બાબુલાલ ડાયાભાઈ શાહ [ઉમર
વર્ષ–૨૮] તેમણે માગસર સુદ–૧૧ તા. ૧પ–૧૨–૪પ ના રોજ પૂ. શ્રી
સદ્ગુરુદેવ સમીપે આજીવન બ્રહ્મચર્ય અંગીકાર કર્યું છે, તેઓ બાલબ્રહ્મચારી છે.
સુધારો અંક–૨૬ :– આત્મધર્મ અંક ૨૬ પાનું–૪૯ કોલમ–૧ લીટી–૭ માં
“ગૃહીત મિથ્યાત્વ” ને બદલે “અગૃહીત મિથ્યાત્વ” એમ સુધારી વાંચવું.
તાત્કાલિક જરૂર છે. :– ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષામાં આત્મધર્મ
માસિકનું (શુદ્ધ પ્રુફરિડીંગ કરી)સુંદર છાપકામ મોટા આંકડિયા ગામે રહી
કાળજીપૂર્વક કરાવી શકે તેવા ઉત્સાહી સાથીની તાત્કાલિક જરૂર છે.
વેતન યોગ્યતાનુસાર. અનુભવ તથા સામાન્ય પરિચય સાથે લખો.
સંચાલક:– આત્મધર્મ કાર્યાલય, સુવર્ણપુરી–સોનગઢ–કાઠિયાવાડ
વ્યાખ્યાન સિવાયના ટાઈમમાં તત્ત્વચર્ચા થતી; ચર્ચાનો મુખ્ય વિષય ઉપાદાન–નિમિત્ત સંબંધી હતો.
ચર્ચાના વિષયની જ્યારે એકદમ છણાવટ થઈ ત્યારે એકવાર શેઠજી બોલી ઉઠયા કે––आप निमित्तका निषेध
नहि करते हो किन्तु आप तो ऐसा दीखलाते हो कि जब उपादान स्वयं कार्य परिणत होता है तब
निमित्त द्रव्य स्वयं हाजर होता ही है
.
બપોરે વ્યાખ્યાન પછી હમેશા જિનમંદિરમાં ભક્તિ થતી, ભક્તિમાં ભક્તોનો ઉલ્લાસ જોઈને શેઠજી પણ
ઉલ્લસી પડતા હતા.
છેલ્લા દિવસે (માગસર સુદ ૧૧ ના રોજ) જ્યારે શેઠજીએ સાંજે જવાની ઈચ્છા જણાવી ત્યારે પ્રમુખશ્રીએ
તેમને વિશેષ રોકવાની આગ્રહભરી વિનંતિ કરતાં શેઠજીએ કહ્યું કે–मैं महाराजजीके उपदेशका अनेकबार जरुर
लाभ उठाउंगा, और मेरी तो भावना है कि मेरा समाधि मरण महाराजजीके समीपमें हो...
સવારના વ્યાખ્યાન પછી પોતે નેમનાથ ભગવાનના વૈરાગ્યનું ‘બારમાસી’ નું સ્તવન ગાયું હતું.
છેલ્લા વ્યાખ્યાનમાં એમ આવ્યું કે–જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવે મોક્ષ ન પમાય પણ તે ભાવને
સ્વભાવના જોરે છેદીને મોક્ષ પમાય છે.” આ સાંભળતાં તો શેઠજી ઊછળી પડ્યા કે अहो! सम्यग्द्रष्टि के
सिवाय कौन यह बात समझ सकता है? आपके पास तो मोक्ष जानेका सीधा रस्ता है. આ પ્રમાણે ત્રણે
દિવસ શેઠજી વ્યાખ્યાન વગેરેમાં ખૂબ ઉત્સાહથી ભાગ લેતા હતા.
માગશર સુદ ૧૧ ના રોજ રાત્રિચર્ચા પૂરી થઈ અને શ્રી કુંદકુંદ ભગવાનના જયજયકાર સાથે તેઓની
મોટર રવાના થઈ......

PDF/HTML Page 17 of 17
single page version

background image
શ્રીમંત શેઠ સર હુકમીચંદજીના વરદ હસ્તે મંગલ
મુહૂર્ત માગશર સુદ ૧૦ વીર સંવત્ ૨૪૭૨
ATMADHARMA With the permisson of The Baroda Govt. Regd. No. B. 4787
order No. 30-24 date 31-10-44
સુવર્ણપુરીમાં મુક્તિના
પવિત્ર જૈનદર્શનના પરમ સત્ય અધ્યાત્મ તત્ત્વોના અજોડ પ્રચારસ્થાન
તરીકે જાહેર થયેલ સુવર્ણપુરી (સોનગઢ)માં માગશર સુદ ૧૦ રવિવારના
રોજ તત્ત્વપ્રેમી મુમુક્ષુઓના મોટા સમૂહનાં અતિ–અતિ ઉત્સાહ વચ્ચે મહાન
શાસન પ્રભાવક પ્રસંગ બન્યો છે; તેની ટૂંકી માહિતી અત્રે આપવામાં આવે છે.
‘ભગવાનશ્રી કુંદકુંદ પ્રવચન મંડપન’ના ખાતમુહૂર્ત પ્રસંગે ઇંદોરથી શ્રીમંત શેઠ સર હુકમીચંદજી તથા
તેમની સાથે શેઠ નાથાલાલજી પં. બંસીધરજી, પં. જીવધરજી અને પં. નાથુલાલજી માગશર સુદ ૯ ના રોજ
આવ્યા હતા. તેમનું ભાવભર્યું સ્વાગત કરીને સ્વાધ્યાય મંદિરે લાવવામાં આવ્યા હતા, ત્યારબાદ પ્રવચનસારજી
પર વ્યાખ્યાન થયું હતું.
‘વ્યવહાર રત્નત્રય તે નિશ્ચય રત્નત્રયનું ખરૂં કારણ નથી કેમકે વ્યવહાર રત્નત્રય તો વિકલ્પરૂપ છે,
શુભરાગ છે, તેમાં પુણ્ય છે પણ ધર્મ નથી’–આમ જયારે વ્યાખ્યાનમાં આવ્યું ત્યારે શેઠજી બોલ્યા કે–‘पुण्य से
धर्म नहि होतायह कहकर आप पुण्य से जीबोंको छुडाते नहि हो, लेकिन धर्म और पुण्यका सच्चा
स्वरूप दीखला कर धर्ममें आगे बढने के लिये आप फरमाते हो...
ત્યાર પછી વ્યાખ્યાન આગળ ચાલતા એમ આવ્યું કે ‘જૈન એટલે પૂર્ણ સ્વભાવના સામર્થ્ય દ્વારા
વિકારને જીતીને પૂર્ણ સ્વભાવ પ્રગટ કરનાર તે જૈન છે. જીવ જયારે પૂર્ણ સ્વભાવનો નિર્ણય કરે ત્યારથી તેને
જૈનપણાની શરૂઆત થાય છે, તે સિવાય જૈનપણું નથી.’ –આ વખતે શેઠજી બોલી ઊઠયા કે... ‘
बिलकुल ठीक
है, जैन कोई बाडा के वेष नहि है लेकिन आत्मस्वरूप ही जैन है ऐसा आप कहते हैं.’ આ પ્રમાણે તેઓ
વ્યાખ્યાન વચ્ચે અનેકવાર ઉત્સાહમાં આવીને બોલતા હતા.
પહેલે દિવસે પોતાના તરફથી રૂા. પ૦૧/– જૈન અતિથિ સેવા સમિતિને જાહેર કર્યા હતા.
બીજા દિવસે
[માગશર સુદ ૧૦ ના રોજ] સવારે ૮ વાગે ‘મંડપ’ નું ખાતમુહૂર્ત હતું. પહેલાંં શ્રી
‘સિદ્ધચક્ર’ નું પૂજન થયું હતું. પૂજન પછી પૂ. ગુરુદેવશ્રીએ મંગળિક તરીકે કહ્યું હતું કે– ‘આ કુંદકુંદ પ્રવચન
મંડપનું મૂરત છે એટલે કુંદકુંદ ભગવાનના કહેલા શાસ્ત્રના પ્રવચનને જે સમજે તેની મુક્તિ જ થાય છે, એ
“મુક્તિનાં માંડવા” નું આજે મંગળ મૂરત છે, હજારો મુમુક્ષુઓ હવે તો તૈયાર થઈ ગયા છે.’.....
... ... ત્યાર બાદ મુમુક્ષુઓના જયજયકાર ધ્વનિ વચ્ચે શેઠજી દ્વારા ખાતમુહૂર્ત વિધિ થયો હતો. ખાતમુહૂર્ત
વિધિ પૂર્ણ થતાં શેઠજીએ કહ્યું હતું કે––यह भगवानश्री कुंदकुंद प्रवचनमंडपका शिलान्यास मुहूर्तका
सुअवसर प्राप्त होनेसे मैं मुझको भाग्यशाली मानता हूं...
...यह महाराजजीके उपदेशके प्रभाव से बहोत जीवोंको लाभ हूआ है...मेरा भी महाभाग्य है कि
मूझे महाराजश्रीके चरणोंकी सेवा का लाभ प्राप्त हूआ है......आप सब लोग महाराजजी से प्रकाशीत
सच्चा मोक्षमार्गके उपदेशका निरंतर लाभ ले रहे हैं इसलिये आपको धन्य है...भविष्यमें हजारो जीवों
इस तत्त्वका लाभ लेवे ऐसी हमारी भावना है...इस कार्यकी निर्विघ्न समाप्तिके लिये मैं रूा. ११००१/–
(अगीआर हजार एक), अर्पण करता हूं. यह कार्य शीघ्र पूर्ण होवे यह मेरी भावना है.
... ત્યારબાદ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી આભાર (વધુ માટે જુઓ પા. ૭પ)
મહાન ઉપકારી પ્રભુ કુંદકુંદાચાર્ય
માગસર વદ ૮ ના રોજ ભગવાન શ્રી કુંદકુંદપ્રભુને આચાર્ય પદવી એટલેકે શાસનના રક્ષકની પદવી
મળ્‌યાનો મહામંગળિક દિવસ છે, શાસન પર આચાર્ય પ્રભુના અપાર ઉપકારો છે, તેથી સુવર્ણપુરીમાં તે દિવસ
મંગળિક દિવસ તરીકે ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો હતો; કુંદકુંદાચાર્ય પ્રભુશ્રીનું પૂજન તેમજ અપૂર્વ ઉલ્લાસ
ભરેલી ભક્તિ કરીને તેઓશ્રી પ્રત્યે અંજલિ અર્પવામાં આવી હતી.....