Atmadharma magazine - Ank 270
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 53
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૩
સળંગ અંક ૨૭૦
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 53
single page version

background image
તંત્રી: જગજીવન બાવચંદ દોશી: કુંડલા
સંપાદક: બ્ર હરિલાલ જૈન: સોનગઢ
વર્ષ ૨૩ અંક ૬
ચૈત્ર ૨૪૯૨
સોનગઢ–જિનમંદિરની રજતજયંતિ પ્રસંગે
જિનમંદિરના શિખર ઉપર નુતન ધ્વજારોહણનું એક દ્રશ્ય
(વીર સં. ૨૪૯૨ ફાગણ શુદ બીજ)
૨૭૦

PDF/HTML Page 3 of 53
single page version

background image
ર જ ત જ યં તિ ની ર થ યા ત્રા

















સોનગઢમાં ફાગણ સુદ બીજે સીમંધરપ્રભુની પધરામણીની રજતજયંતિ પ્રસંગે
ભવ્ય રથયાત્રા નીકળી...ત્યારે સીમંધરભગવાનના રથના સારથિ તરીકે जिनका ભક્ત
कानजी બેઠેલા છે તેનું એક દ્રશ્ય. ભોપાલ અને ઉજ્જૈનમાં પણ જિનરથના સારથી
તરીકે તેઓ બેઠા હતા. આ દ્રશ્ય જોતાં કુંદકુંદપ્રભુની વાણી યાદ આવે છે કે
“ચિન્મૂર્તિ મનરથ–પંથમાં વિદ્યા–રથારૂઢ ધૂમતો,
તે જિનજ્ઞાનપ્રભાવકર સમકિતદ્રષ્ટિ જાણવો.”

PDF/HTML Page 4 of 53
single page version

background image
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
સર્વજ્ઞની પ્રતીત અને ધર્મ
આત્માનું ભાન કરી તેમાં લીનતા પ્રગટ કરી, જેમણે
બાહ્ય ને અભ્યંતર પરિગ્રહ છોડયો, તથા શુક્લધ્યાનની શ્રેણી
વડે ચાર ઘાતીકર્મોને નષ્ટ કરી કેવળજ્ઞાનાદિ પ્રગટ કર્યા એવા
સર્વજ્ઞદેવ પરમાત્માના વચન સત્યધર્મનું નિરૂપણ કરનાર છે.
આવા સર્વજ્ઞને ઓળખે ત્યાં આત્માના જ્ઞાનસ્વભાવની પ્રતીત
થાય, ને ત્યારે ધર્મની શરૂઆત થાય. સર્વજ્ઞતાની પ્રતીત જે
નથી કરતો તેને આત્માની જ પ્રતીત નથી, ધર્મની જ પ્રતીત
નથી, તેને શાસ્ત્રકાર ‘
महापापी अथवा अभव्य” કહે છે.
સર્વજ્ઞના સ્વરૂપમાં જેને સંદેહ છે, સર્વજ્ઞની વાણીમાં
જેને સંદેહ છે, સર્વજ્ઞદેવ સિવાય બીજા કોઈ સત્ય ધર્મના પ્રણેતા
નથી એમ જે ઓળખતો નથી ને વિપરીત માર્ગમાં દોડે છે તે
જીવ મહાપાપી છે;–આમ કહીને ધર્મના જિજ્ઞાસુને સૌથી પહેલાં
સર્વજ્ઞની અને સર્વજ્ઞના માર્ગની ઓળખાણ કરવાનું કહ્યું.
અરે, તું જ્ઞાનની પ્રતીત વગર ધર્મ ક્્યાં કરીશ? રાગમાં
ઊભો રહીને સર્વજ્ઞની પ્રતીત થતી નથી; રાગથી જુદો પડીને,
જ્ઞાનરૂપ થઈને સર્વજ્ઞની પ્રતીત થાય છે. આવા સર્વજ્ઞની ને
જ્ઞાનસ્વભાવની ઓળખાણ કરીને તેમના વચન અનુસાર
ધર્મની પ્રવૃત્તિ થાય છે. સમકિતીનાં જે વચન છે તે પણ
સર્વજ્ઞઅનુસાર છે કેમકે તેના હૃદયમાં સર્વજ્ઞ બેઠા છે.

PDF/HTML Page 5 of 53
single page version

background image
: ૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૨
બધી ચિન્તા છોડીને
નિશ્ચિંતપણે ચૈતન્યને ચિન્તવ
..........................................................
(તારા આત્માને એક ક્ષણ તો ચિન્તવ,
અરે! વર્તમાન અડધી ક્ષણ તો ચિંતવ)
..........................................................

રે ચૈતન્ય હંસ! સ્વ–પરનો વિવેક કરીને, તું સમસ્ત ચિન્તાને છોડીને, નિશ્ચિન્ત
થઈને, પરમ પદમાં તારા ચિત્તને જોડ.
રે જીવ! માંડ આવો મનુષ્ય અવતાર અને જન્મમરણ ટાળવાનો અવસર મળ્‌યો
છે, તો સંસારની સમસ્ત ચિન્તા છોડીને તારા ચિત્તને અંતરમાં વાળ, ને અંતરમાં તારૂં
નિજપદ પરમ આનંદથી ભરેલું છે તેમાં તારા ચિત્તને સ્થિર કર. ચૈતન્યસ્વરૂપમાં ચિત્તને
જોડતાં જે સુખ થાય છે તે સુખ જગતમાં બીજે ક્્યાંય નથી; ઈન્દ્રપદમાંય જે સુખ નથી
તે સુખ ચૈતન્યના અનુભવમાં ધર્માત્માને છે.
જુઓ ભાઈ, આત્માને સુખ થાય એવી વાત તો આ છે. આ આત્મા પરદ્રવ્યથી
જુદો, ને પરભાવની ઉપાધિ વગરનો, પોતે જ જ્ઞાન ને આનંદથી ભરેલો, એમાં બીજી
ચિન્તા કેવી? અરે, તારા ચૈતન્યને ભૂલીને તું પારકી ચિન્તામાં પડ્યો? પણ એમાં તારૂં
શું પ્રયોજન છે? તારી સ્વ વસ્તુનું માહાત્મ્ય જાણીને એને તું સેવ. સ્વ તત્ત્વનું સેવન
કર! અનાદિથી કરોડિયાની જાળ જેવી ચિન્તાજાળમાં તું અટવાયો, ને દુઃખી થયો, હવે
તો પરની ચિન્તા છોડીને સુખના રસ્તા લે. નિશ્ચિંત થઈને નિરંજન પરમ તત્ત્વને
ધ્યાનમાં લે. અંતરમાં તારો આત્મા નિરંજન દેવ છે, તેમાં પરની ચિન્તાનો પ્રવેશ નથી.
આવા નિજ શુદ્ધાત્માને ધ્યાવતાં જે અતીન્દ્રિય આનંદ થાય છે તે સુખ ત્રણ
લોકમાં બીજે ક્યાંય નથી; કરોડો દેવી સાથે રમનારા ઈન્દ્રને પણ તે વૈભવમાં સુખ નથી,
પરદ્રવ્યના અનુરાગમાં તો આકુળતા છે–દુઃખ છે. આરાધવા યોગ્ય તો સ્વદ્રવ્ય જ છે.
આવા આત્માને ઓળખીને પહેલાં નિર્ણય કર...ને પછી બીજી ચિન્તાઓ છોડીને
નિશ્ચિંતપણે આત્માને ધ્યાવતાં તને સમ્યગ્દર્શન થશે, તેમાં તેને અપૂર્વ શાંતિ ને આનંદ
થશે. જ્ઞાનદર્શનમય નિજ શુદ્ધાત્માના અનુભવમાં અનંત સુખ છે.

PDF/HTML Page 6 of 53
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૨ આત્મધર્મ : ૩ :
અરે, સુખ તારા આત્મામાં...તેની સામે તું જોતો નથી;
ને પરની ચિન્તામાં દુખ છે.....ત્યાં તું દોડીને જાય છે. સન્તો કહે છે–ભાઈ, એ
પરની ચિન્તાથી તું પાછો વળ ને આનંદના ધામ એવા તારા આત્માને તું નિશ્ચિંતપણે
ચિંતવ.
આત્માના વખાણ સાંભળવા માત્રથી એનો સ્વાદ આવે નહિ, પણ પોતે
અંતરમાં એ આત્માને ધ્યાવે તો એનો સાક્ષાત્ સ્વાદ આવે.
જે પોતાનું છે તેને પોતાનું જાણતો નથી, ને જે પોતાનું નથી તેને પોતાનું કરવા
માંગે છે–તેથી જીવ દુઃખી થાય છે. સ્વતત્ત્વ શું ને એનો અપાર વૈભવ કેવો છે? એને
જાણે તો એનું ધ્યાન કરે ને ખોટું ધ્યાન છોડે.
પ્રશ્ન:– આત્માનું ધ્યાન કેમ થાય?
ઉત્તર:– તને પરનું ધ્યાન કરતાં તો આવડે છે! કેમકે ત્યાં પ્રેમ છે. સ્ત્રી પુત્ર–
પૈસા–વેપાર વગેરેનો પ્રેમ હોવાથી તેના વિચારમાં કેવો મશગુલ થઈ જાય છે? તો એ જ
રીતે આત્માનો પ્રેમ પ્રગટાવ તો આત્માના ચિન્તનમાં એકાગ્રતા થાય, એનું નામ ધ્યાન
છે. પરનો પ્રેમ છોડ ને આત્માનો પ્રેમ કર, તો આત્માનું ધ્યાન થયા વગર રહે નહિ.
કેમકે જેને જેનો પ્રેમ હોય તેની ચિંતામાં તે એકાગ્ર થાય છે. ચૈતન્યસ્વરૂપની પ્રાપ્તિનો
જેને ખરો રંગ લાગ્યો તે બીજી બધી ચિન્તા છોડીને નિશ્ચિંતપણે આત્મામાં ચિત્તને જોડે
છે, ને આત્માના ધ્યાનથી કોઈ અપૂર્વ સુખ તેને પ્રગટે છે. આ બધું પોતામાં ને પોતામાં
જ સમાય છે. આમાં પરની કોઈ ઉપાધિ નથી, પરની કોઈ ચિન્તા નથી. અહા, જેના
અવલોકનમાં અત્યંત સુખ છે એવો હું છું, એમ તું તારા આત્માને દેખ. જ્યાં પોતામાં જ
સુખ છે ત્યાં પરની ચિંતા શી? પરભાવથી ભિન્ન થઈને જેના એક ક્ષણના અવલોકનમાં
આવું સુખ એના પૂર્ણ સુખની શી વાત! એમ ધર્મીને આત્માનો કોઈ પરમ અચિન્ત્ય
મહિમા સ્ફૂરે છે...પોતામાં જ આનંદના દરિયા ઉલ્લસતા તે દેખે છે. આમ જાણીને હે
જીવ! તું પણ ધર્માત્માની જેમ નિશ્ચિંતપણે તારા આત્માને પરમ પ્રીતિથી ધ્યાવ....તને
પણ તારામાં એવું જ સુખ દેખાશે. એક ક્ષણ તો ધ્યાન કર...અરે, વર્તમાન અડધી ક્ષણ
તો કર.

PDF/HTML Page 7 of 53
single page version

background image
: ૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૨
* જ્યાં ચૈતન્યનું ચિન્તન ત્યાં પરમ આનંદ *
જ્યાં પરનું ચિન્તન ત્યાં દુ:ખ
* રે હંસલા! સ્વ–પરના વિવેક વડે, સમસ્ત પરની ચિન્તા છોડીને નિશ્ચિતપણે
તારા પરમાત્માસ્વરૂપમાં ચિત્તને જોડ... તને પરમ આનંદ થશે.
* ચૈતન્યસ્વરૂપમાં ચિત્તને જોડતાં જે સુખ થાય છે તે સુખ જગતમાં બીજે ક્્યાંય
નથી. અરે, આવા તારા સુખને છોડીને તું પારકી ચિન્તામાં કેમ પડ્યો?
* અનાદિથી પરચિન્તા વડે તું દુઃખી થયો; હવે તો સુખના રસ્તા લે. તારી
સ્વવસ્તુનું માહાત્મ્ય જાણીને એને તું સેવ.
* આત્માને ઓળખીને તેનો નિર્ણય કર, ને પછી બીજી ચિન્તાઓ છોડીને
નિશ્ચિંતપણે આત્માને ધ્યાવતાં તને સમ્યગ્દર્શન થશે, તેમાં અપૂર્વ શાંતિ ને પરમ
આનંદ થશે.
* સુખ તારા આત્મામાં....તેની સામે તું જોતો નથી;
પરની ચિન્તામાં દુઃખ છે....ત્યાં તું છોડીને જાય છે.
સન્તો કહે છે–ભાઈ, પરની ચિન્તાથી પાછો વાળ,
ને આનંદધામ એવા આત્માને તું નિશ્ચિંતપણે ચિંતવ.
* આત્માનાં વખાણ સાંભળવા માત્રથી એનો સ્વાદ આવે નહિ; પણ પોતે
અંતર્મુખ થઈને એ આત્માને ધ્યાવે તો એનો સાક્ષાત્ સ્વાદ આવે.
* જે પોતાનું છે તેને પોતાનું જાણતો નથી, અને જે પોતાનું નથી તેને પોતાનું
કરવા માંગે છે–તેવી જીવ દુઃખી થાય છે.
* પરની પ્રીતિવાળો ચિત્તને પરમાં એકાગ્ર કરીને પરનું ધ્યાન કરે છે. આત્માની
પ્રીતિવાળો પરની ચિંતા છોડે છે ને ચિત્તને આત્મામાં એકાગ્ર કરીને આત્માનું
ધ્યાન કરે છે. પરના ચિન્તનમાં દુઃખ છે, આત્માના ચિન્તનમાં સુખ છે.
* અહા, જેના અવલોકનમાં અત્યંત સુખ છે.–એવો તું છું એમ તું તારા આત્માને
દેખ, જ્યાં પોતામાં જ સુખ છે ત્યાં પરની ચિન્તા શી?

PDF/HTML Page 8 of 53
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૨ આત્મધર્મ : ૫ :
* પર ભાવથી ભિન્ન થઈને જેવા એક ક્ષણના અવલોકનમાં આવું સુખ–એના પૂર્ણ
સુખની શી વાત? એમ ધર્મીને આત્માનો કોઈ પરમ અચિંત્ય મહિમા સ્ફૂરે છે;
પોતામાં જ આનંદના દરિયા ઉલ્લસતા તે દેખે છે.
* હે જીવ! તું પણ ધર્માત્માની જેમ નિશ્ચિંતપણે તારા આત્માને પરમ પ્રીતિથી
ધ્યાવ. તને પણ તારામાં એવું જ સુખ વેદાશે.
એક ક્ષણ તો ધ્યાન કર....
અરે, અત્યારે અડધી ક્ષણ તો કર.
સમ્યક્ત્વની આરાધના
જે જીવ સમ્યગ્દ્રષ્ટિ છે, નિશ્ચલપણે સમ્યગ્દર્શનનો આરાધક છે તે જીવ
એકલો હોય તો પણ જગતમાં પ્રશંસનીય છે. ભલે તે પૂર્વના દુષ્કર્મના ઉદયથી
દુઃખિત હોય, નિર્ધન હોય, કાળો–કૂબડો હોય તોપણ પરમ આનંદસ્વરૂપ
અમૃતમાર્ગમાં રહેલો છે, કરોડો અબજોમાં તે એકલો હોય તો પણ શોભે છે,
પ્રશંસા પામે છે. સમ્યગ્દ્રષ્ટિ ચંડાળ દેહમાં રહ્યો હોય તો પણ તેને દેવસમાન
આદરણીય કહ્યો છે, તે રાખથી ભારેલ ચિનગારી જેવો છે. (એ વાત
સમન્તભદ્રસ્વામીએ રત્નકરંડશ્રાવકાચારમાં કહી છે.)
સમ્યગ્દ્રષ્ટિ તિર્યંચ પણ હોય, રહેવાનું મકાન ન હોય, તો પણ પ્રશંસનીય છે.
પૂર્વકર્મનો ઉદય તેને હલાવી શકતો નથી, તે સમ્યક્ત્વમાં નિશ્ચલ છે. નાનું દેડકું
સમવસરણમાં બેઠું હોય ને સમ્યગ્દર્શન વડે ચેતન્યના આનંદને અનુભવે છે, ત્યાં
બીજા કયા સાધનની જરૂર છે? ભલે પાપકર્મનો ઉદય હોય પણ હે જીવ! તું
સમ્યક્ત્વની આરાધનામાં નિશ્ચલ રહે. પાપકર્મને ઉદય હોય તેથી કાંઈ સમ્યક્ત્વની
કિંમત ચાલી નથી જતી.

PDF/HTML Page 9 of 53
single page version

background image
: ૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૨
ચારેકોર પાપકર્મના ઉદયથી ઘેરાયેલો હોવા છતાં જે સમ્યક્ત્વને ધારણ કરે છે તે જીવ
એકલો હોય તો પણ અત્યંત પ્રશંસનીય છે. ભલે જગતમાં બીજા તેને ન માને, ભલે કોઈ
તેને સાથ ન આપે તો પણ એકલો એકલો તે મોક્ષના માર્ગમાં આનંદપૂર્વક ચાલ્યો જાય
છે. પૂર્વકર્મનો ઉદય ક્્યાં એનો છે? એની વર્તમાન પરિણતિ તો ચૈતન્ય સ્વભાવ તરફ
ઝુકીને આનંદમય બની ગઈ છે, તે પરિણતિથી તે એકલો શોભે છે, તે પ્રશંસનીય છે.
જેમ વનમાં સિંહ એકલો પણ શોભે છે તેમ સંસારમાં સમ્યગ્દ્રષ્ટિ એકલો પણ શોભે છે.
સમ્યક્ત્વ ભેગા પુણ્ય હોય તો જ તે જીવ શોભે–એવી પુણ્યની અપેક્ષા કાંઈ
સમ્યગ્દર્શનમાં નથી. સમ્યગ્દ્રષ્ટિ પાપના ઉદયથી પણ જુદો છે ને પુણ્યના ઉદયથી પણ
જુદો છે. બંનેથી જુદો પોતાના જ્ઞાનભાવમાં સમ્યક્ત્વથી જ તે શોભે છે; તે એકલો
અમૃતમાર્ગે–આનંદથી મોક્ષમાં ચાલ્યો જાય છે.
અને જેને સમ્યગ્દર્શન નથી, અમૃત માર્ગથી જે બહાર છે, જે મિથ્યામાર્ગમાં
ગમન કરે છે, તે ભલે પુણ્યના ઠાઠથી ઘેરાયેલો હોય, ને ભલે લાખો કરોડો જીવો તેના
માનનારા હોય, તો પણ તે શોભતો નથી, પ્રશંસા પામતો નથી. કોઈ કુમાર્ગને આટલા
બધા જીવો માને છે માટે તેમાં કાંઈક શોભા હશે? તો કહે છે કે ના, મિથ્યામાર્ગમાં લાખો
જીવો હોય તો પણ તેઓ શોભતા નથી, કેમ કે આનંદથી ભરેલા અમૃતમાર્ગની તેને
ખબર નથી, એ તો મિથ્યાત્વના ઝેરથી ભરેલા માર્ગમાં જઈ રહ્યા છે. કુપંથને લાખો
માણસો માને તેથી ધર્મીને શંકા ન પડે કે તેમાં કાંઈક શોભા હશે! ને સત્પંથમાં બહુ
થોડા જીવો હોય, પોતે એકલો હોય તો ધર્મીને સંદેહ ન પડે કે આ માર્ગ હશે કે બીજો
હશે! સત્પંથમાં એટલે કે મોક્ષમાર્ગમાં, તે એકલો પણ શોભે છે. જગતની પ્રતિકૂળતાનો
ઘેરો એને સમ્યક્ત્વથી ડગાવી ન શકે. મોક્ષમાર્ગને અહીં આનંદથી ભરેલો અમૃતમાર્ગ
કહ્યો છે, તેનાથી બહાર મિથ્યાત્વમાર્ગમાં લાખો કરોડો જીવો પણ શોભતા નથી; ને
અમૃતમાર્ગમાં એક–બે–ત્રણ સમ્યગ્દ્રષ્ટિ હોય તો પણ જગતમાં તે શોભે છે. માટે આવા
સમ્યક્ત્વને નિશ્ચલપણે ધારણ કરવું. મુનિધર્મ હો કે શ્રાવકધર્મ હો, તેમાં સમ્યગ્દર્શન
સૌથી પહેલું છે. સમ્યગ્દર્શન વગર શ્રાવકધર્મ કે મુનિધર્મ હોય નહિ.

PDF/HTML Page 10 of 53
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૨ આત્મધર્મ : ૭ :
હે જીવ! ભેદજ્ઞાનના
બળે નિર્ભય થા
તું શરીરની દ્રષ્ટિ છોડીને આત્માની દ્રષ્ટિ કર તો તને પ્રતીત થશે કે
શરીરના ટુકડા થતાં મારા ટૂકડા થતા નથી. તું ભય ન પામ કે શરીરનું
છેદન થતાં હું છેદાઈ જઈશ. અસંખ્યપ્રદેશી અખંડ આત્માના એક પ્રદેશને
પણ કોઈ છેદી શકે નહિ, તેમજ અનંતગુણના પિંડમાંથી એક્કેય ગુણને
કોઈ ભેદીને જુદો પાડી શકે નહિ. આવો જ્ઞાનાનંદસ્વભાવી હું છું–એમ તું
જાણ; ને આવા તારા પરમાત્મસ્વરૂપને તું નિર્વિકલ્પ થઈને ધ્યાવ. એના
ધ્યાનથી અલ્પકાળમાં જ તું ભવસાગરને તરી જઈશ ને દેહાતીત
પરમાનંદસ્વરૂપ મોક્ષની તને પ્રાપ્તિ થશે.
(પરમાત્મપ્રકાશ ગા. ૭૧–૭૨ ઉપરનું પ્રવચન)
દેહથી ભિન્ન આત્મસ્વરૂપ બતાવીને કહે છે કે હે આત્મારામ! તું તો જ્ઞાન છો, દેહ
તું નથી. માટે દેહમાં બૂઢાપો આવે કે મરણ આવે તેથી તું ડર નહીં. આત્મા તો જરા
વગરનો અજર, ને મરણ વગરનો અમર છે. એ જ રીતે શરીર સુંદર–યુવાન હોય તો તે
પણ તું નથી, માટે તેમાં ‘આ મારું’ એવો મોહ ન કર. હું યુવાન, હું રૂપાળો, કે હું વૃદ્ધ,
હું કાળો એમ દેહમાં આત્મબુદ્ધિ ન કર. વીસ વીસ વર્ષના યુવાન રાજકુમારો દેહથી ભિન્ન
અતીન્દ્રિય આત્માને જાણીને તેને સાધવા વનમાં ચાલ્યા ગયા. અરે, સમ્યગ્દ્રષ્ટિ
ગૃહસ્થપણામાં રાજપાટ ને રાણીઓ વચ્ચે દેખાય છતાં તે અંતરમાં જાણે છે કે કોનાં આ
રાજપાટ ને કોની આ રાણીઓ? જ્યાં દેહ પણ મારો નથી ત્યાં અન્ય દ્રવ્યની શી વાત!
આવા ભાનમાં ધર્મીને મરણનો ભય છૂટી ગયો છે. ‘મારું મૃત્યુ થશે’ એવો ભય તેને
થતો નથી. મારી ચૈતન્ય પ્રભુતામાં કદી વૃદ્ધાવસ્થા કે મરણ નથી.
અરે જીવ! એકવાર તો જગતથી ને શરીરથી જુદા આત્માને લક્ષમાં લે તો તારા
બધાય ભય મટી જાય. પાંચ ઈન્દ્રિયો કે ઈન્દ્રિયના વિષયો સંબંધી સમસ્ત વિકલ્પજાળને
છોડીને અંતર્મુખ થઈને અતીન્દ્રિય આત્માને તારું ધ્યેય બનાવ.
આ દેહ છેદાય, ભેદાય કે ક્ષય પામે, તેમાં તું ભય કેમ કરે છે? એ દેહ તું નથી–એમ
સમજીને ભય છોડ ને શુદ્ધ આત્માને ધ્યાવ. સ્વપ્નેય ધર્મીને શરીરમાં પોતાપણાની બુદ્ધિ

PDF/HTML Page 11 of 53
single page version

background image
: ૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૨
થતી નથી; એટલે શરીરની હીનાધિકતાથી તે પોતાની હીનાધિકતા માનતો નથી,
શરીરમાં રોગ–નિરોગથી તે પોતાને રોગી–નિરોગી માનતો નથી, શરીરના છેદન–
ભેદનથી તે પોતાનું છેદન–ભેદન માનતો નથી, શરીરના નાશથી તે આત્માનો નાશ
માનતો નથી; એ તો ભિન્ન આત્માને ધ્યેય બનાવે છે. હું તો જ્ઞાન છું, હું તો આનંદ છું–
એમ નિજસ્વરૂપને તે ધ્યાનમાં ઉપાદેય કરે છે, એ સિવાયના પરભાવને અંશમાત્ર
પોતામાં ગ્રહતા નથી.
જુઓ, કોઈ મુનિ હોય, શરીરને સિંહ–વાઘ આવીને તોડતા હોય, કટકા કરીને
ખાતા હોય, ને તે વખતે મુનિ તો અંતરમાં શુદ્ધાત્માને ધ્યેય બનાવીને અંતરમાં લીન થાય
ને એવી ધારા ઊપડી જાય કે ક્ષપકશ્રેણી માંડીને કેવળજ્ઞાન લ્યે, જ્યાં કેવળજ્ઞાન થાય ત્યાં
શરીર પણ સરખું થઈ જાય, ને ઉત્તમ–પરમ ઔદારિક શરીર બની જાય. એવો મેળ છે,
છતાં તે શરીર પણ એમનું નથી. એ શરીર પણ નાશવંત છે, પણ તે શરીરના નાશથી
આત્માનો નાશ થતો નથી. આત્મા તો શરીરરહિત સિદ્ધપણે સાદિઅનંત બિરાજે છે.
અત્યારે સંસાર અવસ્થા વખતેય આત્મા શરીર રહિત જ છે. શરીરરૂપે આત્મા
કદી થયો નથી. અંદર અમૃતનો સમુદ્ર ભરેલો છે; એ તો જ્ઞાનશરીરી છે, જ્ઞાન જ એનો
દેહ છે. અસંખ્યપ્રદેશ જ્ઞાન–આનંદમય છે, આવા આત્માને ધર્મી ધ્યેય બનાવે છે; ત્યાં
શરીરમાં છેદન–ભેદન થાય તેનો ભય તેને રહેતો નથી, એટલે અભિપ્રાયમાં એને એમ
નથી થતું કે આ શરીર છેદાતાં મારો આત્મા છેદાઈ ગયો! કે આ શરીર ભેદાતાં મારૂં
જ્ઞાન ભેદાઈ ગયું! હું જ્ઞાન છું ને જગતના બધા આત્મા જ્ઞાન છે; એટલે બીજા જીવોને
પણ તે સંયોગવડે નાના–મોટા કલ્પતો નથી. અજ્ઞાની પોતે સંયોગથી પોતાની મોટાઈ
માને છે ને પોતાની એવા દ્રષ્ટિને લીધે બીજા જીવોનું માપ પણ સંયોગ ઉપરથી દેખે છે.
ભાઈ, આત્મામાં સંયોગ નથી ને એ સંયોગોમાં આત્મા નથી. આત્મા અનંત ગુણનો
પિંડ, એના ગુણની શુદ્ધતાની જેને વૃદ્ધિ થઈ તે મોટો, ને તે શુદ્ધતાની જેટલી ઓછાપ
એટલો નાનો; સંયોગ ઓછા માટે આત્મા નાનો કે સંયોગ વધુ માટે આત્મા મોટો–એમ
સંયોગથી આત્માનું માપ નથી. ને સ્વભાવથી તો બધા આત્મા જ્ઞાનાનંદે ભરપૂર
ભગવાન છે. સંયોગનું લક્ષ છોડીને આવા સ્વભાવમાં લક્ષને સ્થિર કર, તેના ધ્યાન વડે
પરમ આનંદ અનુભવાશે.
તું શરીરની દ્રષ્ટિ છોડીને આત્માની દ્રષ્ટિ કર તો તને પ્રતીત થશે કે શરીરના ટૂકડા
થતાં મારા ટૂકડા થતા નથી. તું ભય ન પામ કે શરીરનું છેદન થતાં હું છેદાઈ જઈશ?
અસંખ્ય પ્રદેશી અખંડ આત્માના એક પ્રદેશને પણ કોઈ તોડી શકે નહીં; તેમજ અનંત
ગુણના પિંડમાંથી એક્કેય ગુણને કોઈ ભેદીને જુદો પાડી શકે નહીં. આવો જ્ઞાનાનંદ

PDF/HTML Page 12 of 53
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૨ આત્મધર્મ : ૯ :
સ્વભાવી હું છું–એમ તું જાણ. તેને તું ધ્યેય બનાવ. જે પરમ તત્ત્વના ધ્યાનથી
ભવસાગરનો પાર પમાય તે તું છો. આવા તારા સ્વતત્ત્વને ધ્યેય બનાવતાં અપૂર્વ
સમાધિ થશે ને ભવસાગરનો પાર પમાશે.
દેહથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને જે ધ્યાવે છે તેને દેહનું છેદનભેદન થતાં
અસમાધિ થતી નથી. દેહનું છેદનભેદન અને તે સંબંધી જરાક રાગદ્વેષ કદાચ થાય તો તે
રાગદ્વેષ પણ મારા જ્ઞાનાનંદતત્ત્વથી બહાર છે, એમ ભેદજ્ઞાન કરીને જે જ્ઞાનાનંદસ્વરૂપ
પરમાત્મતત્ત્વને નિર્વિકલ્પ ધ્યાનમાં ધ્યાવે છે તે થોડા જ કાળમાં દેહાતીત
પરમાનંદસ્વરૂપ મોક્ષને પામે છે.
આ ભેદજ્ઞાનનું ફળ છે; માટે હે જીવ! તું
ભેદજ્ઞાનના બળે નિર્ભય થા.
હે જીવ!
તું વીતરાગમાર્ગનો
ઉપાસક થયો, અને જગતના
જીવોનો સ્વભાવ તેં જાણી
લીધો, તો હવે જગતના
જીવોદ્વારા નિંદા પ્રશંસા થાય
તેમાં તારે ક્્યાં અટકવાનું રહ્યું
છે?–તારે તો તારા વીતરાગ
માર્ગમાં જ ચાલ્યા જવાનું છે.

PDF/HTML Page 13 of 53
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૨
વિ વિ ધ વ ચ ના મૃ ત
(આત્મધર્મનો ચાલુ વિભાગ: લેખાંક : ૧૬)
(૨૨૧) ભેદજ્ઞાન
જેમ સ્વદ્રવ્યમાં એકાગ્રતાથી મારી નિર્મળપર્યાય ખીલે છે, તેમ રાગમાં
એકાગ્રતાથી મારી નિર્મળપર્યાય ખીલતી નથી, માટે સ્વદ્રવ્ય અને રાગ બંને ચીજ જુદી–
જુદી છે.
સ્વદ્રવ્યમાં ઉપયોગથી જે આનંદવેદન થાય છે, રાગમાં ઉપયોગથી તે આનંદવેદન
થતું નથી, માટે મારું સ્વદ્રવ્ય જ આનંદનું ધામ છે. આવા સ્વસંવેદનમય ભેદજ્ઞાન ધર્મીને
હોય છે.
(૨૨૨) ચૈતન્યનું ઘોલન
ચૈતન્યનું પરમ શાંત પરિણામથી ઘોલન તે જ કષાયોને જીતવાનો ઉપાય છે.
ચૈતન્યના ઘોલનમાં કષાયની ઉદ્ભૂતિ ક્્યાંથી થાય? ત્યાં તો પરિણામ શાંત–
શાંત જ થતા જાય.
કષાયોનો આવેશ ત્યાં ચૈતન્યનું ઘોલન નહિ, ચૈતન્યરસનું ઘોલન ત્યાં કષાયોનો
આવેશ નહિ.
(૨૨૩) આનું નામ જ્ઞાન!
સ્વભાવ અને રાગની સંધીને તોડનારૂં જ્ઞાન ઘણું જ સૂક્ષ્મ છે–રાગની સ્થૂળતાથી
પાર, તીખું છે. તે જ્ઞાન પોતાની અતિ ઉગ્ર તાકાતથી અત્યંત ઊંડો ઘા કરીને સર્વ
વિભાવોને ભેદીને જ્ઞાનસ્વરૂપમાં પ્રવેશી જાય છે; જ્ઞાનમાં તન્મયપણે તે સ્વયં પરમ
આનંદરૂપ બની જાય છે. આનું નામ જ્ઞાન.....ને આનું નામ પુરુષાર્થ!
(૨૨૪) જેવું દ્રવ્ય....તેવી પર્યાય
જેમ દ્રવ્યનો મહિમા જ્ઞાન–આનંદસ્વરૂપ ભાવથી છે, રાગથી તેનો મહિમા નથી,
તેમ પર્યાયનો મહિમા પણ જ્ઞાન આનંદસ્વભાવથી છે, રાગથી તેનો મહિમા નથી.
જે પર્યાય રાગના મહિમામાં અટકશે તે પર્યાય જ્ઞાનઆનંદરૂપ નહિ થઈ શકે.
જ્ઞાનઆનંદરૂપ થયેલી પર્યાય રાગથી જુદી છે. સ્વભાવના મહિમા તરફ જે
પર્યાય વળશે તે જ્ઞાનઆનંદરૂપ થશે.

PDF/HTML Page 14 of 53
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૨ આત્મધર્મ : ૧૧ :
(૨૨પ) શ્રદ્ધાકી બાત
દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધા તે સમ્યક્ત્વ છે?
હા, પણ તે દેવગુરુશાસ્ત્ર રાગવાળા છે કે રાગવગરના? દેવ તો સર્વજ્ઞ વીતરાગ
છે, ગુરુ એના સાધક છે, ને શાસ્ત્રો પણ એજ બતાવે છે, એટલે ત્રણે રાગવગરના છે.
બસ, આવા રાગવગરના દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા તો રાગવગરના ભાવથી જ થઈ શકે.
રાગમાં અટકેલા ભાવે કાંઈ રાગવગરના દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધા ન થઈ શકે. માટે રાગથી
જુદો પડીને જ્ઞાનભાવમાં આવે તેને જ વીતરાગી દેવગુરુ શાસ્ત્રની સાચી પ્રતીત થાય
છે. રાગમાં ઊભો રહીને દેવગુરુશાસ્ત્રની સાચી પ્રતીત થતી નથી. આ રીતે નિશ્ચય શ્રદ્ધા
અને વ્યવહારશ્રદ્ધા બંને એક સાથે સમજવી.
(૨૨૬) એકત્વના નિજવૈભવને ભોગવ
અરે પરિણતિ વિકાર સાથે તું એકતા કરવા જાશ ત્યાં સ્વભાવ સાથે તારે
ભિન્નતા પડે છે!
જો સ્વભાવ સાથે એકતા કરવી હોય તો વિકાર સાથેની એકતાને તોડ.
જ્ઞાનને અને રાગને એકતા થઈ નથી, જુદાઈ જ છે, આવી ભિન્નતા જાણીને
જ્ઞાનની એકતા જ્ઞાન સાથે કર. એ રીતે એકત્વ–વિભક્ત થઈને તારા નિજવૈભવને
આનંદસહિત ભોગવ.
(૨૨૭) છૂટકારોનો ઉલ્લાસ
અરે જીવ! છૂટકારાના ટાણે પશુઓ પણ થનગની ઊઠે છે, અને તને અનાદિના
ભવબંધનથી છૂટકારાનો આ અવસર આવ્યો તે ટાણે તારો આત્મા થનગની ન ઊઠે–
એમ કેમ બને? તને બંધની વાતનો (પુણ્ય–પાપની વાતનો) ઉત્સવ આવે ને બંધનથી
છૂટીને મોક્ષની વાતનો ઉત્સાહ ન આવે–તો તને શું થયું? પશુ જેવોય તું ન થયો! ભાઈ
મોક્ષનો ઉપાય સંતો તને સંભળાવે છે, અનાદિના બંધનથી છૂટવાની રીત સંતો તને
બતાવે છે, તો તેમાં ઉત્સાહ કર....મોક્ષમાં મહાન સુખ છે એમ જાણીને તું ઉલ્લસિત થા.
(૨૨૮) વૈરાગ્યનો મંત્ર
જે કોઈ પરિસ્થિતિથી તને દુઃખ લાગતું હોય તો વિચાર કે તે પરિસ્થિતિ અસ્થિર
છે, તે કાંઈ સદા રહેવાની નથી, અમુક કાળમાં તે પલટી જશે. માટે ખેદ છોડી, કોઈપણ
અસ્થિર પ્રસંગ સંબંધી હર્ષ–વિષાદ છોડી, સ્થિર ટકનાર એવો જે તારો ધુ્રવચિદાનંદ
સ્વભાવ તેનું શરણ લે. વૈરાગ્યરૂપી અમોઘ મંત્રવડે સંયોગ પ્રત્યે વિરક્ત થઈ સ્વભાવ
પ્રત્યે પરિણતિને ઝુકાવ.
કેમકે–
લક્ષ્મી શરીર સુખ–દુઃખ અથવા શત્રુ–મિત્ર જનો અરે!
જીવને નથી કંઈ ધુ્રવ, ધ્રુવ ઉપયોગ–આત્મક જીવ છે.

PDF/HTML Page 15 of 53
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૨
(૨૨૯) હું....કોણ?
અજ્ઞાની કહે છે–શરીર મારૂં, પૈસા મારા, રોગ મારો, ને હું એનો.
જ્ઞાની જાણે છે–‘હું જ્ઞાન!’ જ્ઞાનાનંદ ચૈતન્ય સ્વભાવ મારો, ને હું એનો.
(૨૩૦) બહારમાં સુખ શોધતાં અંતરનું સુખ ટળે છે
આત્માથી બહાર કોઈપણ પદાર્થમાં સુખને શોધતાં તારૂં સુખ ટળી જશે....એમ
લક્ષમાં લઈને હે જીવ! બહારમાં સુખની બુદ્ધિ છોડ.....ને અંતરમાં સુખસ્વરૂપ તારો
આત્મા જ છે, તેમાં જ સુખને શોધ.
“સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે.
લેશ એ લક્ષે લહો”
બહારમાં સુખ શોધતાં તારૂં અંતરનું સુખ ભુલાઈ જશે. તારા આત્મામાં જ પ્રીતિ
કરતાં તને તારૂં સહજ સુખ પ્રાપ્ત થશે.
અનુભવ
અનુભવ એ ચિંતામણિ રત્ન છે, અનુભવ એ શાંતરસનો કૂવો છે.
અનુભવ મુક્તિનો માર્ગ છે, ને અનુભવ તે મોક્ષસ્વરૂપ છે. અનુભવરસને
જગતના જ્ઞાની લોકો રસાયણ કહે છે, અનુભવનો અભ્યાસ એ તીર્થધામ
છે; અનુભવની ભૂમિ એ જ સકલ ઈષ્ટ પદાર્થને ઉપજાવનાર ખેતર છે,
અનુભવ તે નરકાદિ અધોગતિથી બહાર કાઢીને સ્વર્ગ–મોક્ષરૂપ ઉર્ધ્વગતિમાં
લઈ જાય છે; અનુભવની કેલિ એ કામધેનુ અને ચિત્રાવેલી સમાન છે.
અનુભવનો સ્વાદ પંચામૃતના ભોજન સમાન છે, અનુભવ કર્મોને તોડે છે ને
પરમપદ સાથે પ્રીતિ જોડે છે, અનુભવ સમાન બીજો કોઈ ધર્મ નથી. (અહીં
પંચામૃત, રસાયણ, કામધેનુ ચિત્રવેલી, ચિંતામણીરત્ન વગેરે પદાર્થો
જગતમાં સુખદાયક તરીકે પ્રસિદ્ધ હોવાથી તેમનું દ્રષ્ટાંત દીધું છે, બાકી
અનુભવ તો એ બધાથી નીરાળો કોઈ અનુપમ છે.)
पं बनारसीदासजी

PDF/HTML Page 16 of 53
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૨ આત્મધર્મ : ૧૩ :
જીવનો
સ્વભાવ
* * *
(સમયસાર કલશ ટીકા પ્રવચન)
આત્માનું અસ્તિત્વ જ્ઞાનમય છે; જ્ઞાનની
સાથે આનંદ છે. આવા જ્ઞાનસ્વભાવની વાત
સાંભળવા મળવી તે પણ મહાભાગ્ય છે, ને
પ્રેમથી અંતરમાં લક્ષગત કરીને તેનો હકાર
લાવવો તે અપૂર્વ કલ્યાણ છે.
* * *
જીવનો સ્વભાવ સર્વ જ્ઞેયને જાણે એવો છે, જ્ઞાન પોતાને, રાગને ને પરને
જ્ઞેયપણે જાણે છે. હવે રાગાદિ જ્ઞેયને જાણતાં જ્ઞાનમાં કોઈ અશુદ્ધતા થઈ જતી નથી.
રાગ અશુદ્ધ છે, પણ રાગને જાણનારું જ્ઞાન કાંઈ અશુદ્ધ નથી. જેમ જડને જાણતું જ્ઞાન
જડ થઈ ગયું નથી, તેમ રાગાદિને જાણતું જ્ઞાન રાગાદિરૂપ થઈ જતું નથી.
જ્ઞાનમાં નારકી જણાય તેથી જ્ઞાનમાં કાંઈ દુઃખ નથી. જ્ઞાનની સ્વ–પર
પ્રકાશપણાની તાકાત ખીલી, તેથી તેમાં પર જણાય છે. એ તો જ્ઞાનની સ્વચ્છતાની
વિશાળતા છે. પરને જાણવાને કારણે જ્ઞાનમાં અશુદ્ધતા માને તેને જ્ઞાનની પ્રતીત નથી.
અરીસામાં મેલી વસ્તુ જણાય તેથી અરીસાની મલિનતા નથી; તેમ આ ચૈતન્યદર્પણની
સ્વચ્છતામાં વિકાર ને પરજ્ઞેય જણાય, ત્યાં અજ્ઞાનીને એમ લાગે છે કે જ્ઞાનમાં
મલિનતા થઈ ગઈ! તેને કાઢી નાખું! એમ માનીને તે સ્વ–પર પ્રકાશક જ્ઞાનનો જ
નિષેધ કરી નાખે છે.
રાગને જ્ઞાન જાણે છે પણ તેથી રાગ કાંઈ જ્ઞાનનું કાર્ય નથી. જ્ઞાન રાગને
સ્વકાર્યપણે નથી જાણતું; તેથી રાગને જાણતાં જ્ઞાનમાં અશુદ્ધપણું સંભવતું નથી.–એવો
જ જીવનો સ્વભાવ છે. ભાઈ, જાણવામાં અશુદ્ધતા ક્્યાં આવી ગઈ? જ્ઞાન તો
પરજ્ઞેયોથી

PDF/HTML Page 17 of 53
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૨
બહાર રહીને જ જાણે છે, ને તે જ્ઞેયો તો જ્ઞાનથી બહાર જ રહે છે, જ્ઞાન ને જ્ઞેય એક
બીજામાં પ્રવેશી જતા નથી, છતાં અજ્ઞાની નિજ જ્ઞાનને ભૂલીને ખેદખિન્ન થાય છે. સ્વ–
પર પ્રકાશક સામર્થ્ય તે તો જ્ઞાનની નિર્મળતા છે, એને જાણે તો આત્માને જાણ્યો
કહેવાય. સ્વપરપ્રકાશક જ્ઞાન રાગને જાણતાં રાગરૂપ પોતે થઈ ગયું નથી, પોતે તો
જ્ઞાનપણે જ રહ્યું છે. આવા જ્ઞાનની પ્રતીત તે વસ્તુ સ્વભાવની પ્રતીત છે.
અહો, જ્ઞાનસ્વભાવી મહિમાવંત પદાર્થ–જેના લક્ષે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રાદિ
કાર્ય થયું, તેની સાથે જ્ઞાનમાં રાગાદિ અશુદ્ધતા જણાય છતાં તેમાં જ્ઞાનના જ સામર્થ્યની
પ્રસિદ્ધિ છે.
વિકારી પરિણામ પણ દ્રવ્યના પરિણામ, ને આત્મા તેનો કર્તા, બીજો કર્તા નહિ
એમ પહેલાં કહ્યું, અહીં કહે છે કે તે વિકારી પરિણામને જાણવાની તાકાત જ્ઞાનમાં છે, તે
જ્ઞાનના સ્વપર પ્રકાશકપણામાં આનંદનું વેદન છે. તેમાં દુઃખનું જ્ઞાન ભલે હો, પણ તેને
તે દુઃખનું વેદન નથી.
અરે જીવ! જ્ઞાનને ભૂલીને ખેદ કાં પામ! જ્ઞાનમાં ખેદ કેવો? સંયોગ પ્રતિકૂળ
આવ્યો તે કાંઈતારે દુઃખી થવાનું કારણ નથી, એને તો જાણી લેવાનો સ્વપર–પ્રકાશક
જ્ઞાનનો સ્વભાવ છે. તે જ્ઞાનમાં કાંઈ આકૂળતા કે ખેદ નથી. સાધકપણામાં રાગ પણ છે.
ને જ્ઞાન તેને જાણે છે. ત્યાં કાંઈ રાગને જાણતાં સાધકના જ્ઞાનમાં મલિનતા થઈ જતી
નથી, પણ મિથ્યાશ્રદ્ધાને લીધે, જ્ઞેયોમાં જ મગ્ન થયેલો અજ્ઞાની જીવ, જ્ઞાનને ભૂલીને
ખેદખિન્ન થાય છે. વસ્તુસ્વરૂપને જાણે તો એવો ખેદ રહે નહિ, ને સ્વ–પરપ્રકાશી જ્ઞાનની
પ્રતીત સાથે આનંદ પ્રગટે. નિર્દોષ જ્ઞાનને તું દોષવાળું ન માન. પરને જાણતા કાંઈ
જ્ઞાનમાં ખેદ નથી. જ્ઞાનની પ્રતીતને ભૂલીને જ્ઞેયમાં તન્મયતા માને તો તેમાં મિથ્યાત્વનો
ખેદ છે. એ ખેદ ટાળવા માટે સ્વ–પરપ્રકાશક જ્ઞાનને અનુભવમાં લે, તો ખેદ ટળે ને
અપૂર્વ આનંદ પ્રગટે. જ્ઞાનની પ્રતીત વગર કોઈ રીતે સમતા કે આનંદ પ્રગટે નહિ.
જ્ઞાન તે આત્માનું તત્ત્વ છે, ને રાગાદિ તે આસ્રવતત્ત્વનો ભાગ છે. તેમાં
આસ્રવની મલિનતાને જાણતાં જ્ઞાન મેલું થઈ જતું નથી.
એક કોર જ્ઞાનનો ભાગ, બીજી કોર રાગનો ભાગ તેમાંથી જ્ઞાનનો ભાગ સારો છે,
ને સારો તે તારો છે. એમ રાગથી ભિન્ન જ્ઞાનને ગ્રહણ કરવું તે સુખી થવાનો રસ્તો છે.
અરે જીવ! જાણવાનો તો તારા જ્ઞાનનો સ્વભાવ છે, તો પછી પરજ્ઞેય જણાતાં તું
તારા જ્ઞાનથી કેમ ચ્યુત થાય છે?–સ્વપરને જાણે તે તો જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય

PDF/HTML Page 18 of 53
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૨ આત્મધર્મ : ૧૫ :
છે. પરને કરવાનો સ્વભાવ નથી, પણ પરને જાણવાનો તારો સ્વભાવ છે, જ્ઞાનમાં પર
જણાય તેમાં તું ગભરાઈ કેમ જાય છે? જ્ઞાનમાં રાગ જણાય, તેથી કાંઈ રાગ જ્ઞાનને
સ્પર્શી જતો નથી, રાગને જાણતાં જ્ઞાન કાંઈ રાગી થઈ જતું નથી, જડને જાણતાં જ્ઞાન
કાંઈ જડ થઈ જતું નથી. તારું જ્ઞાન તો ત્રણે કાળે શુદ્ધ સ્વભાવવાળું છે. એવા
જ્ઞાનસ્વભાવને તું પ્રતીતમાં લે. જ્ઞેયો જણાય તેથી તારા જ્ઞાનમાં કાંઈ તે જ્ઞેયો પ્રવેશી
જતા નથી. તારું જ્ઞાન જ્ઞેયપણે થતું નથી, તારું જ્ઞાન તો જાણનારસ્વરૂપ જ રહે. એમ
જ્ઞાનસ્વરૂપી શુદ્ધ આત્માને તું જાણ ન જ્ઞેયો સાથે જ્ઞાનની એકતાના ભ્રમને તું છોડ. હું
જાણનાર છું ને રાગમય નથી, રોગમય નથી, એમ નિઃશંકપણે તું જ્ઞાનપણે જ રહે.
જ્ઞાનપણે જ આત્માને અનુભવમાં લે તો તારા જ્ઞાનમાં કોઈ આકુળતા ન રહે.
જ્ઞાનમાં રાગ નથી તો રાગને કોણ કરે છે?
જ્ઞાન રાગને નથી કરતું. જ્ઞાનનું અસ્તિત્વ તે કાંઈ રાગની ઉત્પત્તિનું સ્થાન નથી.
રાગ જ્ઞાનના કાર્યપણે નથી, પણ જ્ઞેયપણે છે. તું તારા જ્ઞાનમાં છો, ને રાગને જાણતાં તું
કાંઈ રાગમાં ચાલ્યો જતો નથી, તું તો જ્ઞાનપણે જ્ઞાનમાં જ રહ્યો છો.
જ્ઞાનસ્વરૂપી આત્મા શરીરપણે થયો નથી, ને રાગપણે પણ થયો નથી. રાગને
જાણતાં જ્ઞાનપણે પોતાનું અસ્તિત્વ ભૂલીને રાગમાં જ પોતાનું અસ્તિત્વ માને છે તે
અજ્ઞાનીની ભ્રમણા છે. સ્વસન્મુખ અસ્તિત્વની શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈને તેણે તે ભ્રમણા
ઊભી કરી છે. અજ્ઞાની સ્વ–પરની એકતાના ભ્રમથી પરનું જાણપણું છોડવા માગે છે.
પણ ભાઈ! પરને જાણનારે તો તું છો, જ્ઞાનપણે તો તારું અસ્તિત્વ છે, તો શું તારે તારા
અસ્તિત્વને છોડવું છે? તારી હયાતીનો તારે નાશ કરવો છે? એ કદી બને નહિ. આત્મા
સદા જ્ઞાનરૂપ વસ્તુ છે, તે જ્ઞાનથી કદી છૂટે નહિ, એનું અસ્તિત્વ જ જ્ઞાનમય છે.
અરે, આવા જ્ઞાન સ્વભાવની વાત સાંભળવા મળવી તે પણ મહાભાગ્ય છે, ને
પ્રેમથી અંતરમાં લક્ષગત કરીને તેનો હકાર લાવવો તે અપૂર્વ કલ્યાણ છે.
શુદ્ધ વસ્તુસ્વરૂપને અનુભવનારો ભાવ તે
વસ્તુમાં લીન થયેલો છે; વસ્તુથી બહાર રહેલો
કોઈ ભાવ વસ્તુને અનુભવી શકતો નથી.
શુદ્ધવસ્તુની અનુભૂતિ નિર્વિકલ્પ છે. વિકલ્પ
એનાથી બહાર છે.

PDF/HTML Page 19 of 53
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૨
બાવીશ વર્ષ પહેલાં
સોનગઢમાં વીર સં. ૨૪૭૧ ના વૈશાખ માસમાં (એટલે કે આજથી
૨૨ વર્ષ પહેલાં) ઉનાળાની રજા દરમિયાન શિક્ષણવર્ગમાં અભ્યાસ કરતા
વિદ્યાર્થીઓએ અંદરોઅંદર કરેલા એક દિવસના પ્રશ્નોત્તરનો કેટલોક ભાગ.
૧. પ્રશ્ન:– જીવ અને દ્રવ્યમાં શું ફેર?
ઉત્તર:– જીવ કહેતાં એકલું જીવદ્રવ્ય ખ્યાલમાં આવે છે. અને દ્રવ્ય કહેતાં છએ
દ્રવ્યો ખ્યાલમાં આવે છે.
૨. પ્રશ્ન:– મોક્ષ સુખ ક્્યાં હોય? અહીં તે ભોગવી શકાય કે નહિ?
ઉત્તર:– મોક્ષસુખ આત્માની શુદ્ધ પર્યાયમાં હોય છે. અને આત્મામાં તે ભોગવી
શકાય છે; મોક્ષસુખનો સંબંધ બહારના ક્ષેત્ર સાથે નથી.
૩. પ્રશ્ન:– પ્રતિજીવી ગુણ અને અનુભવી ગુણ એટલે શું?
ઉત્તર:– વસ્તુનો જે ગુણ બીજાના અભાવની અપેક્ષા રાખે તેને અર્થાત્
અભાવસૂચક ગુણને પ્રતિજીવી ગુણ કહે છે અને જે ગુણ બીજાની અપેક્ષા ન રાખે તેને
અર્થાત્ ભાવસૂચક ગુણને અનુભવી ગુણ કહે છે.
૪ પ્રશ્ન:– એકેન્દ્રિય અને નિગોદમાં શું ફેર?
ઉત્તર:– નિગોદના બધા જીવોને એકેન્દ્રિય કહેવાય પણ બધા એકેન્દ્રિયને નિગોદ
ન કહેવાય.
પ. પ્રશ્ન:– છ દ્રવ્યોમાંથી ખંડ દ્રવ્ય કેટલાં છે?
ઉત્તર:– છએ દ્રવ્યો પોતાના સ્વરૂપે અખંડ છે, અને પરથી જુદા છે. પરમાણુના
સ્કંધને ખંડરૂપ કહી શકાય, કેમકે તે સ્કંધમાંથી પરમાણુઓ છૂટા પડી જાય છે.
૬. પ્રશ્ન:– રૂપી, અરૂપી, મૂર્તિક, અમૂર્તિક એમાંથી જીવને ક્યા ક્યા વિશેષણો
લાગુ પડે છે?
ઉત્તર:– જીવ અરૂપી અને અમૂર્તિક છે. જડ વસ્તુનું રૂપ જીવમાં નથી તેથી અરૂપી
કહેવાય છે પણ પોતાના જ્ઞાન વગેરેની અપેક્ષાએ તો તે સ્વ–રૂપી છે, જીવનમાં પોતાનું
રૂપ છે. જ્ઞાન દર્શન, વગેરે જીવનું સ્વરૂપ છે.
૭ પ્રશ્ન:– બાહ્યક્રિયા અને અભ્યંતર ક્રિયા એટલે શું?
ઉત્તર:– ખરેખર જ્ઞાનની શુદ્ધ પર્યાય તે આત્માની અભ્યંતર ક્રિયા છે અને રાગ
તે બાહ્યક્રિયા છે; અને ઉપચારથી રાગ તે અભ્યંતર ક્રિયા તથા શરીરાદિની ક્રિયા તે
બાહ્યક્રિયા છે.

PDF/HTML Page 20 of 53
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૨ આત્મધર્મ : ૧૭ :
૮ પ્રશ્ન:– ચૈતન્યની ક્રિયા શેમાં હોય અને શેમાં ન હોય?
ઉત્તર:– ચૈતન્યની ક્રિયા ચૈતન્યમાં હોય અને ચૈતન્યની ક્રિયા જડમાં ન હોય.
૯ પ્રશ્ન:– ધર્મદ્રવ્ય એટલે શું?
ઉત્તર:– જે દ્રવ્ય ગતિ કરતાં જીવ અને પુદ્ગલને ઉદાસીન નિમિત્ત છે તેને
ધર્મદ્રવ્ય કહે છે?
૧૦ પ્રશ્ન:– માછલીને ગતિ કરવામાં પાણી નિમિત્ત થાય છે તો પાણી ધર્મદ્રવ્ય છે
કે નહિ?
ઉત્તર:– પાણી ધર્મદ્રવ્ય નથી, કેમ કે પાણી તો રૂપી વસ્તુ છે, રૂપીપણું તે
પુદ્ગલનો ગુણ છે. ધર્મદ્રવ્ય તો અરૂપી છે.
૧૧. પ્રશ્ન:– પુદ્ગલ દ્રવ્ય કયા ગુણ વડે જાણે અને કયા ગુણ વડે જણાય?
ઉત્તર:– પુદ્ગલ દ્રવ્ય જડ છે તેથી તેનામાં જાણવાની શક્તિ નથી, તેના
‘પ્રમેયત્વ’ ગુણને લીધે તે જીવના જ્ઞાનમાં જણાય છે.
૧૨ પ્રશ્ન:– અગુરુલઘુત્વગુણ આપણને પ્રગટ છે કે નહિ?
ઉત્તર:– અગુરુલઘુત્વગુણ બે જાતના છે, એક અનુભવી અને બીજો પ્રતિજીવી;
તેમાંથી અનુજીવી અગુરુલઘુત્વગુણ તો સામાન્ય હોવાથી બધાને પ્રગટે છે, પણ
પ્રતિજીવી અગુરુલઘુત્વ ગુણ તે જીવદ્રવ્યનો વિશેષ ગુણ છે. આપણને તે ગુણ અત્યારે
પ્રગટ નથી, સિદ્ધ દશામાં તે ગુણ પ્રગટે છે.
૧૩ પ્રશ્ન:– સાતા અને અસાતાના ઉદયના અભાવથી જીવને ક્્યો ગુણ પ્રગટે?
ઉત્તર:– અવ્યાબાધ ગુણ પ્રગટે છે.
૧૪ પ્રશ્ન:– સિદ્ધને સાતા હોય કે ન હોય?
ઉત્તર:– સિદ્ધને સાતા–અસાતા એકેય ન હોય; છતાં તેમને પૂર્ણ આત્મિક સુખ
હોય.
૧પ પ્રશ્ન:– સિદ્ધને કર્મનો ઉદય આવે તો અવતાર લ્યે કે નહિ?
ઉત્તર:– સિદ્ધને કદાપિ કર્મના ઉદય આવે નહિ અને તેમને કદી પણ અવતાર
હોય નહિ, એ તો જન્મ–મરણ રહિત થયા છે.
૧૬ પ્રશ્ન:– સમ્યગ્દર્શન છે તે પુણ્ય છે કે ગુણ છે?
ઉત્તર:– સમ્યગ્દર્શન તે પુણ્ય નથી પણ ધર્મ છે, અને તે ગુણ નથી. પણ શ્રદ્ધા
ગુણની પર્યાય છે.
૧૭ પ્રશ્ન:– જ્યારે આત્માનો મોક્ષ થાય ત્યારે કેવો આકાર હોય?
ઉત્તર:– લગભગ છેલ્લા શરીર જેવો (કાંઈક ઓછો) આકાર હોય છે.
૧૮ પ્રશ્ન:– જગતમાં દ્રવ્ય કેટલાં? તેમાં સૌથી મોટું દ્રવ્ય કયું? સૌથી મહત્તાવાળું
કયું? અને સૌથી નાનું કયું?