Atmadharma magazine - Ank 271
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 5

PDF/HTML Page 1 of 81
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૩
સળંગ અંક ૨૭૧
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 81
single page version

background image
૨૭૧
વીરના માર્ગે
ભાઈ, આ જીવનમાં મારે મારું
કલ્યાણ કરવું જ છે–એવી ઊંડી
આત્મજિજ્ઞાસાપૂર્વક ચૈતન્યનો મહિમા
ઘૂંટતા ઘૂંટતા તારા નિર્ણયમાં એમ આવે
કે અહો! હુંં જ સ્વયં પરિપૂર્ણ જ્ઞાન–
આનંદસ્વરૂપ છું; આવા નિર્ણયના જોરે
અંતર્મુખ થતાં પ્રત્યક્ષ સ્વસંવેદનવડે
આત્મઅનુભવ થાય છે, તે સમ્યગ્દર્શન
છે. સમ્યગ્દર્શન થતાં આત્મા પરમાત્માના
પંથે ચડયો ને વીરના માર્ગે વળ્‌યો.
વર્ષ ૨૩: અંક ૭ વાર્ષિક લવાજમ રૂા ચાર વીર સંવત ૨૪૯૨ વેશાખ

PDF/HTML Page 3 of 81
single page version

background image
વર્ષ ૨૩ અંક ૭ * વીર સં. ૨૪૯૨ વૈશાખ
વૈશાખ સુદ બીજ....આજે આપણા ગુરુદેવની જન્મજયંતિનો ઉત્તમ
દિવસ.....સોનગઢમાં અને ભારતભરના મુમુક્ષુઓમાં આજનો દિવસ આનંદથી ઉજવાઈ
રહ્યો છે. અહા, જે કહાનગુરુએ જિનમાર્ગનું રહસ્ય બતાવીને આપણને જૈન બનાવ્યા.
અરિહંતોનું અને સન્તોનું અધ્યાત્મજીવન કેવું હોય તે સમજાવીને આપણને
અધ્યાત્મજીવન જીવતાં શીખવ્યું, મોક્ષની સાધના આનંદમય છે–એમ દેખાડીને આપણને
દુઃખ ને કલેશના માર્ગેથી છોડાવ્યા. આત્માની આરાધના એ જ આ મનુષ્યજીવનનું
સાચું ધ્યેય છે એમ બતાવીને જીવનના ધ્યેય તરફ વારંવાર આપણને પ્રોત્સાહિત કર્યા,
જેમ કુંદકુંદાચાર્યદેવને તેમના પરાપરગુરુઓએ અનુગ્રહપૂર્વક શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ
આપ્યો હતો તેમ જેઓ અનુગ્રહપૂર્વક આપણને નિરંતર શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ આપી
રહ્યા છે ને અચિંત્યઆત્મવૈભવ દેખાડી રહ્યા છે, અને જેમનું ભૂત–ભવિષ્યનું જીવન
આપણને તીર્થંકર ભગવંતો પ્રત્યે પરમ ભક્તિ જગાડે છે–એવા આ ગુરુદેવનો
જન્મોત્સવ ઉજવતાં આત્મા ઉલ્લસિત થાય છે, અને એમની મંગલ ચરણછાયામાં
શુદ્ધાત્માની આરાધના પામીને જીવનને અતીન્દ્રિય આનંદથી ભરી દઈએ–એવી ઉર્મિઓ
સ્ફૂરે છે.
હે ગુરુદેવ! આપના જીવનની મહત્તા શુદ્ધાત્માની આરાધના વડે છે. આપના
જીવનની પ્રત્યેક પળનો ઉપયોગ શુદ્ધાત્માની આરાધનામાં જ આપ કરી રહ્યા છો, તો
અમે પણ આપની પાસેથી શુદ્ધાત્માની આરાધના શીખીને એ જીવનનો મહોત્સવ
ઊજવીએ એવા આર્શીવાદ આપના જન્મદિવસની ખુશાલીમાં આપ અમને
આપો........એમ પ્રાર્થીએ છીએ.

PDF/HTML Page 4 of 81
single page version

background image
હે ગુરુદેવ! આપની વૈશાખ સુદ બીજ....એ
સોનેરી દિવસ છે. આપનું સોનેરી જીવન એ અમને
આત્મિક સાધના માટેનું ઉત્તમ ઉદાહરણ આપી રહ્યું
છે. તીર્થંકરો ગણધરો–ચક્રવર્તીઓ વગેરે પુરાણ
પુરુષોનું પાવન જીવનચરિત્ર અને તેઓએ પૂર્વભવોમાં
કરેલી આત્મસાધના, શાસ્ત્રોમાં એનું વર્ણન વાંચતાં
પણ મુમુક્ષુને કેવો આહ્લાદ થાય છે!! તો એવી
આત્મસાધનાવંત જીવોનું જીવન પ્રત્યક્ષ જોવા મળે,–
એટલું જ નહિ–એમના સહવાસમાં નિરંતર સાથે ને
સાથે રહેવાનું બને,–એ પ્રસંગે મુમુક્ષુના આહ્લાદની
શી વાત! હે ગુરુદેવ! આપના પ્રતાપે અમને એવો
સુયોગ મળ્‌યો છે....તેથી અમે તો એમ જ સમજીએ
છીએ કે આપની સોનેરી છાયામાં અમને આરાધનાનો
જ સોનેરી અવસર મળ્‌યો છે. આપના ચરણમાં
આરાધના પ્રાપ્ત કરીને અમારું જીવન ઉજ્વળ કરીએ
ને એ રીતે આપનો મંગળ–જન્મોત્સવ ઉજવીએ–એવી
ભાવનાપૂર્વક આપને નમસ્કાર કરીએ છીએ.

PDF/HTML Page 5 of 81
single page version

background image

હે કહાનગુરુ! તારો આત્મા મંગળ.....તારી વાણી મંગળ...તારું જ્ઞાન મંગળ....
તારો જન્મ મંગળ.....તારું જીવન મંગળ....આજે મંગળ ને સદા મંગળ.

PDF/HTML Page 6 of 81
single page version

background image
“ગુરુદેવનો જય હો”
ગુરુ મળ્‌યા છે ભવતારણહારા,
રૂડો આતમ એ દેખાડનારા;
દેવ સર્વજ્ઞ અમ જૈનોના,
વહાલા લાગે છે રાગ વિનાના.
નોબત વાગે જન્મ દિવસની.
જન્મ ટળે છે સમકિત ભાવથી;
યમ જેવું અજ્ઞાન દૂર ભાગે છે.
હો....કાન ગુરુ તારો જય વર્તે છે.
–પ્રકાશ જે. જૈન.–મોરબી
(બાલવિભાગ સભ્ય નંબર ૧૩૯)
આ ગીત મોકલનાર બંધુ બાલવિભાગના
સભ્યો પાસે માંગે છે આ કાવ્યની દરેક લાઈનનો
પહેલો અક્ષર ભેગો કરીને આપો.
* * * * * *

PDF/HTML Page 7 of 81
single page version

background image
વાર્ષિક વર્ષ ૨૩
લવાજમ અંક ૭
રૂા. ૪ વીર સં. ૨૪૯૨
વૈશાખ
તંત્રી: જગજીવન બાવચંદ દોશી સંપાદક: બ્ર હરિલાલ જૈન સોનગઢ
ગુરુદેવના ઉપકાર
વૈશાખ સુદી બીજ એટલે આનંદનો દિવસ.....એ દિવસે માતા
ઉજમબાને તો ‘પુત્રરત્ન’ સાંપડ્યું પરંતુ આપણને તો આપણું ‘જીવન’
સાંપડ્યું, ‘ધર્મરત્ન’ સાંપડ્યું. ગુરુદેવનો તો ‘જન્મ’ થયો પણ એ જન્મે
આપણા અનંત જન્મો મટાડી દીધા. અહા, ગુરુદેવના ઉપકારની શી વાત!
તેઓ સ્વયં આરાધનાની ધૂન જગાડી, આપણને પણ નિરંતર
આરાધનાના ઉપદેશરૂપી અમૃતનું પાન કરાવી રહ્યા છે. અરે, તરસ્યાને
ટાઢું નિરંપર પાણી પાનાર પ્રત્યે પણ ઉપકારવૃત્તિ જાગે છે તો આપણને
આરાધનાના ઉપદેશરૂપી શાંતજળનું પાન કરાવનાર અને અનંતકાળની
મોહતૃષા મટાડનાર એવા ગુરુદેવના ઉપકારની શી વાત! ભવોભવમાં એ
ઉપકાર કેમ ભૂલાય?
આત્માર્થી જીવની પ્રિયમાં પ્રિય વસ્તુ શુદ્ધ ચૈતન્યતત્ત્વ; તે
ચૈતન્યની પ્રાપ્તિનો માર્ગ જેની પાસેથી પ્રાપ્ત થયો એવા સંત–
ધર્માત્માઓ પ્રત્યે આત્માર્થીના હૃદયમાં ભક્તિના ઝરા વહે છે. પરમ
ઉપકારી ગુરુદેવના મંગલ જન્મોત્સવ પ્રસંગે આપણે ભાવના ભાવીએ
કે શત–શત વર્ષો સુધી તેઓ આપણને આનંદામૃતનું પાન કરાવ્યા કરો
ને તેઓશ્રીની મંગલછાયામાં શુદ્ધ ચૈતન્યની આરાધના આપણે પ્રાપ્ત
કરીએ
– બ્ર. હ જૈન

PDF/HTML Page 8 of 81
single page version

background image
પૂ. ગુરુદેવના ૭૭મા જન્મોત્સવ પ્રસંગે ગુંથેલી, ધર્માત્માના
અંતરંગ જીવનનું આલેખન કરતી ૭૭ પુષ્પોની આ પુષ્પમાળા ધર્માત્માનો
મહિમા અને ઓળખાણ કરાવીને એમના પ્રત્યે પરમ ભક્તિ જગાડે છે, ને
આત્માને ધર્મનો રંગ ચડાવે છે. સૌને આ પુષ્પમાળા ગમશે. –સં.

૧. ધર્માત્માનું જીવન સમ્યક્ત્વરૂપી અમૂલ્ય રત્નવડે અલંકૃત છે.
૨. ધર્માત્મા સર્વજ્ઞપરમાત્માને ઓળખીને જિનેશ્વરનંદન થયા છે.
૩. ધર્માત્મા આનંદમય મોક્ષમાર્ગમાં કેલિ કરે છે.
૪ ધર્માત્માનું સમ્યગ્જ્ઞાન એ કેવળજ્ઞાનની જ જાતનું છે.
પ. ધર્માત્મા જ સિદ્ધપરમાત્માના અતીન્દ્રિય આનંદને જાણે છે.
૬. ધર્માત્મા અનંત શક્તિસંપન્ન નિજવૈભવને જાણીને ધ્યાવે છે.
૭. ધર્માત્માને જ દેવ–ગુરુની સમ્યક્ ભક્તિ ખીલે છે.
૮. ધર્માત્મા જ મુનિધર્મના સાચા ઉપાસક હોય છે.
૯. ધર્માત્માનો સંગ મુમુક્ષુને આરાધનાનો ઉત્સાહ જગાડે છે.
૧૦. ધર્માત્માની સાચી ઓળખાણ જીવોને પરમ દુર્લભ છે.
૧૧. ધર્માત્મા પ્રત્યેની અર્પણતા સંસારનાં દુઃખને છેદી નાંખે છે.
૧૨ ધર્માત્મા જ્યાં બિરાજે છે ત્યાં નિત્ય આનંદ મંગળ વર્તે છે.

PDF/HTML Page 9 of 81
single page version

background image

૧૩ ધર્માત્માના અંતરમાં પંચપરમેષ્ઠીનો વાસ છે.
૧૪ ધર્માત્માના હૃદયમાંથી નીકળેલી વાણી એ જ શાસ્ત્ર છે.
૧પ ધર્માત્માની પરિણતિ પરભાવથી છૂટીને નિજભાવમાં મગ્ન છે.
૧૬ ધર્માત્મા વગર ધર્મ નથી; ધર્મ ધર્માત્માના આશ્રયે છે.
૧૭ ધર્માત્મા પ્રત્યે જેને ભક્તિ નથી તેને ધર્મનો પ્રેમ નથી.
૧૮ ધર્માત્મા તેનું નામ કે જે અંતરમાં નિજ વસ્તુસ્વભાવને સાધે.
૧૯ ધર્માત્મા જ્યાં બિરાજે તે દેશને, તે નગરને, તે ઘરને ધન્ય છે.
૨૦ ધર્માત્મા લાખો–કરોડો જીવોની વચ્ચે એકલો પણ શોભે છે.
૨૧ ધર્માત્માની શોભા ને મહત્તા સંયોગથી નહિ પણ સમ્યક્ત્વાદિથી છે.
૨૨ ધર્માત્માએ સર્વજ્ઞપરમાત્માને પોતાના હૃદયમાં પધરાવ્યા છે.
૨૩ ધર્માત્માનું જીવન મુમુક્ષુને આત્મહિતની પ્રેરણા આપે છે.
૨૪ ધર્માત્માને દેખતાં મુમુક્ષુના હૃદયમાં આત્મહિતના તરંગો ઉલ્લસે છે.
૨પ ધર્માત્માનો નીકટ સહવાસ મહાન સદ્ભાગ્યથી પ્રાપ્ત થાય છે.
૨૬ ધર્માત્માનું જીવન એ જ સાચું અભિનંદનીય જીવન છે.
૨૭ ધર્માત્મા પ્રત્યે ભક્તિથી મુમુક્ષુના અસંખ્યપ્રદેશ રોમાંચિત બને છે.
૨૮ ધર્માત્માના જીવનની પ્રત્યેક ક્ષણ આત્મહિત માટે વીતી રહી છે.
૨૯ ધર્માત્માની પરિણતિ ક્ષણેક્ષણે સંસારને છેદી રહી છે.
૩૦ ધર્માત્માની પરિણતિ પ્રત્યેક ક્ષણે મોક્ષ તરફ દોડી રહી છે.
૩૧ ધર્માત્મા કહે છે કે તું આત્માર્થને સાધવાની ધૂન જગાડ.
૩૧ ધર્માત્મા જેમાં આત્માર્થ ન સધાય એવા પ્રસંગમાં અટકે નહીં.
૩૨ ધર્માત્મા અધ્યાત્મની ધૂન વડે અંતરમાં પોતાનો માર્ગ શોધી લે છે.
૩૩ ધર્માત્માના પ્રબળ ધર્મસંસ્કાર કોઈ પણ સંયોગમાં છૂટતા નથી.
૩૪ ધર્માત્મા જગતની દરકાર છોડીને આત્માને સાધે છે.
૩પ ધર્માત્મા પોતાના આત્મહિતના પંથે નિઃશંકપણે ચાલી રહ્યા છે.
૩૬ ધર્માત્માનું ધર્મવાત્સલ્ય અજોડ અને આશ્ચર્યકારી હોય છે.

PDF/HTML Page 10 of 81
single page version

background image

૩૭ ધર્માત્મા બીજા સાધર્મી–ધર્માત્મા ઉપરનું દુઃખ જોઈ શકતા નથી.
૩૮ ધર્માત્માનો અવતાર જન્મ–મરણના ફેરા ટાળવા માટે છે.
૩૯ ધર્માત્મા રત્નત્રય વડે સંસારને તરતા હોવાથી પોતે જ સાક્ષાત્ તીર્થ છે.
૪૦ ધર્માત્મા ઘોર પ્રતિકૂળતા વચ્ચેથી પણ પોતાનો માર્ગ સાધી લ્યે છે.
૪૧ ધર્માત્માને જગતની કોઈ મુશ્કેલી હિતમાર્ગથી ડગાવી શકતી નથી.
૪૨ ધર્માત્મા પ્રતિકૂળતામાં ઘેરાતા નથી પણ પુરુષાર્થ જગાડે છે.
૪૩ ધર્માત્મા આત્મબળવડે નિર્ભયપણે આત્મહિતના માર્ગમાં ઝુકાવે છે.
૪૪ ધર્માત્મા જગતની નિંદાની પરવા કર્યા વગર સત્પંથે પ્રયાણ કરે છે.
૪પ ધર્માત્મા કહે છે કે જગતથી ડરીશ મા ને હિતમાર્ગ છોડીશ મા.
૪૬ ધર્માત્માનું ધૈર્ય અને આત્મબળ અમને આશ્ચર્ય ઉપજાવે છે.
૪૭ ધર્માત્માની સહનશીલતા ને એના વૈરાગ્યની ગંભીરતા અજબ છે.
૪૮ ધર્માત્મા પ્રતિકૂળતાના પ્રસંગેય પોતાના તત્ત્વનિર્ણયથી ડગતા નથી.
૪૯ ધર્માત્માનું જીવન આત્મહિતને માટે સતત ચિંતનશીલ હોય છે.
પ૦ ધર્માત્માના આત્મિકઆરાધનાના સંસ્કાર સાથે ને સાથે જ રહે છે.
પ૧ ધર્માત્માની આત્મધૂન એવી છે કે બીજા કાર્યો એને ગમતાં નથી.
પ૨ ધર્માત્મા કહે છે કે તું બીજાં કાર્યો એકકોર મુક ને ખરી આત્મધૂન જગાડ.
પ૩ ધર્માત્માની પરિણતિ આત્મહિત સાધવા માટે પરમ વૈરાગ્યમય વર્તે છે.
પ૪ ધર્માત્માને સ્વભાવપ્રત્યે સંવેગ ને સંસાર પ્રત્યે નિર્વેગ છે.
પપ ધર્માત્માનું હૃદય ચૈતન્યના રંગે રંગાયેલું ને સંસારથી અલિપ્ત છે.
પ૬ ધર્માત્મા બાહ્ય પ્રતિષ્ઠામાં કે જાણપણામાં સંતુષ્ઠ થતા નથી.
પ૭ ધર્માત્મા કહે છે કે આત્માને સાધવો હોય તો બીજાથી સંતુષ્ઠ થઈશ મા.
પ૮ ધર્માત્માઓના પ્રતાપે જ આ જગતમાં સુખ છે.
પ૯ ધર્માત્મા જ્ઞાનમય ભાવથી બહાર ક્્યાંય પોતાનું કર્તૃત્વ સ્વીકારતા નથી.
૬૦ ધર્માત્મા નિજભાવને છોડતા નથી, પર ભાવને ગ્રહતા નથી.
૬૧ ધર્માત્માને સંસાર અસાર લાગ્યો છે, એક સ્વભાવ જ સાર લાગ્યો છે.

PDF/HTML Page 11 of 81
single page version

background image

૬૨ ધર્માત્મા કારણપરમાત્માના આશ્રયે નિજ પરમાત્મકાર્યને સાધે છે.
૬૩ ધર્માત્મા પરમ પંચમભાવને ધ્યાવીને પંચમગતિરૂપ મોક્ષને સાધે છે.
૬૪ ધર્માત્માની સાચી ઓળખાણ રાગ વગરના જ્ઞાનવડે થાય છે.
૬પ ધર્માત્માની સાચી ઓળખાણ કરનાર જીવ પોતે ધર્મી થઈ જાય છે.
૬૬ ધર્માત્માની ઉપાસના સમ્યક્પણે જીવે કદી કરી નથી.
૬૭ ધર્માત્માના દ્રષ્ટિ અષ્ટ મહાગુણવડે ઉજ્વળતાથી દીપી ઊઠે છે.
૬૮ ધર્માત્માના અતીન્દ્રિય સુખવેદનને અજ્ઞાનીઓ ઓળખતા નથી.
૬૯ ધર્માત્મા સિદ્ધપ્રભુના સુખનો નમૂનો પોતામાં અનુભવે છે.
૭૦ ધર્માત્મા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને જ મોક્ષમાર્ગપણે ઉપાસે છે.
૭૧ ધર્માત્મા સિદ્ધિ અને તેનું સાધન બંને પોતામાં જ દેખે છે.
૭૨ ધર્માત્મા કહે છે–મને તો આત્મા જ ગમે, બીજું કાંઈ ન ગમે.
૭૩ ધર્માત્મા પોતે અનુભવેલું તત્ત્વ કૃપાપૂર્વક બીજાને પણ દેખાડે છે.
૭૪ ધર્માત્મા એ કલિયુગના મુમુક્ષુ જીવોનું કલ્પવૃક્ષ છે.
૭પ ધર્માત્માની પ્રસન્નતા–વડે મુમુક્ષુ મોક્ષમાર્ગને સાધી લ્યે છે.
૭૬ ધર્માત્માએ અનુભવેલું આનંદમય પરમતત્ત્વ મને પણ પ્રાપ્ત હો.
૭૭ ધર્માત્માના પુનિત ચરણમાં વંદના હો શત શત હરિની.

આવા પરમ મહિમાવંત ધર્માત્માઓને નજરે નીહાળવા માટે હે
સાધર્મી સજ્જનો તમે સોનગઢ પધારો.

PDF/HTML Page 12 of 81
single page version

background image
: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : પ :
ઈષ્ટ અને ધ્યેય
આત્માનું ઈષ્ટ શું અને તેની પ્રાપ્તિનો ઉપાય શું? તે
અહીં બતાવ્યું છે. અરે જીવ! આ ઈષ્ટની પ્રાપ્તિનો અવસર
છે. સંતો તને તારા ઈષ્ટની પ્રાપ્તિની રીત બતાવે છે. પહેલાં
ઈષ્ટનું સ્વરૂપ નક્કી કર. તારું ઈષ્ટ ને તારું ધ્યેય ક્્યાંય
બહાર નથી, તારાથી જરાય દૂર નથી. તારામાં જ છે. તારું
ઈષ્ટ રાગ વગરનું છે ને તેની પ્રાપ્તિનો ઉપાય પણ રાગ
વગરનો જ છે; કેમકે સાધ્ય ને સાધન બંને એક જાતના છે.
ઈષ્ટનો ઉપદેશ એટલે કે ઈષ્ટ શું છે ને તે ઈષ્ટની પ્રાપ્તિ કેમ થાય? તે બતાવે છે.
જે જીવ ઈષ્ટનો અર્થી હોય, એટલે કે સુખનો અભિલાષી હોય, આત્મહિત કરવા ચાહતો
હોય, તે જીવને, સ્વસંવેદનમાં પ્રગટ અને સુખમય એવો નિજાત્મા જ ધ્યેયરૂપ છે.
લોકાલોકને જાણવાની તાકાતવાળો આત્મા અત્યંત સૌખ્યમય છે, સ્વસંવેદનમાં તે પ્રગટે
છે, ને તે જ ધર્મીનું ધ્યેય છે.
આ આત્મા જ એવો દિવ્ય ચિન્તામણિ છે કે જેના ચિંતનથી પરમ સુખ ને
કેવળજ્ઞાનાદિ પ્રાપ્ત થાય છે. જ્યાં આવો ચિંતામણિ પોતામાં પ્રાપ્ત છે ત્યાં અન્ય
પદાર્થોથી શું પ્રયોજન છે? માટે પોતાનો આત્મા જ ઈષ્ટ અને ધ્યેય છે. રાગ કે સંયોગ તે
ઈષ્ટ નથી, ધ્યેય નથી.
ભાઈ, તારું ધ્યેય ને તારું ઈષ્ટ ક્્યાંય બહાર નથી, જરાય દૂર નથી, તારામાં જ
છે. આ શરીર જેટલા તારા અસંખ્ય પ્રદેશી સ્વક્ષેત્રમાં જ્ઞાન ને આનંદ પરિપૂર્ણ ભર્યા છે.
આવા જ્ઞાનાનંદથી ભરેલો તારો આત્મા તે જ તારું ઈષ્ટ ને તારું ધ્યેય છે. તેનું
સ્વસંવેદન કરતાં જ તને ઈષ્ટની એટલે આનંદની પ્રાપ્તિ થશે. એ સ્વસંવેદન આત્મા
પોતે પોતાથી જ કરી શકે છે, તેમાં કોઈ બીજાની મદદ નથી, રાગનું અવલંબન નથી.
જ્ઞાન પોતે અંતર્મુખ થઈને આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરે છે, અને આવું સ્વસંવેદન એ
જ ઈષ્ટની પ્રાપ્તિનો માર્ગ છે. વિકલ્પ વગરનું અંતરનું વેદન તે આત્માની અનુભૂતિ છે,
ને આત્માનું

PDF/HTML Page 13 of 81
single page version

background image
: ૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
જે કાંઈ ઈષ્ટ–વહાલું–સુખરૂપ છે તે આવી સ્વાનુભૂતિમાં જ સમાય છે.
અરે જીવ! આ ઈષ્ટની પ્રાપ્તિનો અવસર છે; સંતો તને તારા ઈષ્ટની પ્રાપ્તિની રીત
બતાવે છે. પહેલાં ઈષ્ટનું સ્વરૂપ નકકી કર....આત્માનું શુદ્ધસ્વરૂપ શું છે તે જ્ઞાનમાં લઈને
સીધો તેને અનુભવમાં લે. ‘સીધો’ એટલે વચમાં બીજી કોઈ પરભાવની આડ રાખ્યા
વગર એકલા જ્ઞાન વડે આત્માને અનુભવમાં લે ‘હું અનુભવ કરું’ એટલી વૃત્તિનું પણ
જ્યાં ઉત્થાન નથી, છતાં આત્મા સ્વયં કર્તા થઈને સ્વાનુભવરૂપ કાર્યપણે પરિણમી જાય
છે; પોતે નિજસ્વભાવથી જ સ્વજ્ઞેયના જ્ઞાતાપણે પરિણમે છે, તેમાં કોઈ બીજાનું અવલંબન
નથી, જ્ઞાતા ને જ્ઞેય એવા ભેદ પણ નથી. દ્રવ્ય–પર્યાયની એકતા થઈને સ્વસંવેદનપણે
આત્મા પરિણમ્યો ત્યાં ઈષ્ટની પ્રાપ્તિ થઈ, અતીન્દ્રિય આનંદનું વેદન થયું.
પહેલાં સ્વસંવેદનગમ્ય આત્માનો બરાબર નિર્ણય કરે, ત્યારે જ સ્વાનુભવની
શક્તિ ખીલે. ક્યાંય પણ પરાવલંબનની બુદ્ધિમાં કે પરમાં મીઠાસની બુદ્ધિમાં ઊંડે ઊંડે
અટક્યો છે ત્યાં સુધી આત્મા સ્વસંવેદનમાં આવતો નથી. ભાઈ, આ તો આત્માનો રંગ
ચડાવવાની વાત છે; રાગનો જ્યાં રંગ હોય ત્યાં આત્મા અનુભવમાં આવે નહિ. ભાઈ!
ઈષ્ટરૂપ આત્માને તારે અનુભવમાં લેવો હોય તો પહેલાં એનું સ્વરૂપ જ્ઞાનમાં લે. ઈષ્ટનું
જેવડું સ્વરૂપ છે તેના કરતાં જરાય ઓછું માનીશ તો તને તારું ઈષ્ટ હાથમાં નહિ આવે.
પરમ શુદ્ધતત્ત્વ મહાન તેને ઈષ્ટ ન માનતાં રાગને–પુણ્યને સંયોગને જે ઈષ્ટ માને, તે
રાગ વગરના ચૈતન્યની પ્રાપ્તિનો પુરુષાર્થ ક્યાંથી ઉપાડશે? જે જેને ઈષ્ટ માને તે તેની
પ્રાપ્તિનો પ્રયત્ન કરે. જે રાગને ઈષ્ટ માને તે રાગના પ્રયત્નમાં રોકાય, પણ શુદ્ધાત્માનો
પ્રયત્ન તેને ઉપડે નહિ. અને શુદ્ધાત્માને જ જેણે ઈષ્ટ માન્યો તે જીવ રાગના પ્રયત્નમાં
રોકાય નહિ, રાગથી પાર ચૈતન્યને તે સ્વાનુભવ વડે પ્રાપ્ત કરશે.
ભાઈ, ઈષ્ટનો ઉપાય પણ ઈષ્ટરૂપ જ હોય, અર્થાત્ શુદ્ધસ્વભાવની પ્રાપ્તિનો
ઉપાય પણ શુદ્ધભાવરૂપ જ હોય, કેમ કે ઉપેય અને ઉપાય (સાધ્ય અને સાધન) બંને
એક જાતિના હોય, વિરુદ્ધ ન હોય. ઈષ્ટ વીતરાગતા, ને તેનું સાધન રાગ–એમ ન હોય;
જેમ ઈષ્ટ રાગ વગરનું છે તેમ તેની પ્રાપ્તિનો ઉપાય પણ રાગ વગરનો જ છે. રાગને
સાધન બનાવીને પ્રગટે એવો આત્માનો સ્વભાવ છે જ નહિ.
જેને જે ઈષ્ટ માને તેને તે ધ્યાવે; એક કોર શુદ્ધ આત્મસ્વભાવ છે, એકકોર
રાગાદિ અશુદ્ધતા તથા શરીરાદિ સંયોગો છે, હવે જે જીવ રાગને કે શરીરને સુખરૂપ–ઈષ્ટ
માને તે જીવ તે રાગને જ ધ્યેય બનાવીને તેમાં તન્મય વર્તે પણ તે રાગથી પાર એવા
શુદ્ધાત્માને ધ્યેય બનાવી શકે નહિ અને જેણે શુદ્ધાત્માને ધ્યેય બનાવ્યો, એને જ ઈષ્ટરૂપ
ને સુખરૂપ જાણ્યો તે જીવ તેનાથી વિરુદ્ધ એવા રાગાદિને કે શરીરને કદી ઈષ્ટરૂપ માનતા
નથી એટલે તેમાં તન્મય થતા નથી, એનાથી ભિન્ન શુદ્ધઆત્માને જ ઈષ્ટપણે ધ્યાવી
ધ્યાવીને પરમાનંદમય પરમાત્મદશાને પ્રાપ્ત કરે છે.–તે જ મહાન ઈષ્ટ છે.

PDF/HTML Page 14 of 81
single page version

background image
: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૭ :
વીતરાગી
જ્ઞેય–જ્ઞાયક સંબંધ
(જ્યારે સર્વજ્ઞસ્વભાવનું ઊંડું ઘોલન ચાલતું હતું ત્યારે પોષ સુદ બીજે
રાત્રિચર્ચામાં ગુરુદેવના હૃદયમાંથી સહેજે નીચેના ભાવો નીકળ્‌યા.....)
આત્મા જ્ઞાનસ્વભાવ છે. આત્માને પર પદાર્થોની સાથે માત્ર જ્ઞેયજ્ઞાયકપણાનો
સંબંધ છે. આ જ્ઞેયજ્ઞાયકપણાનો સંબંધ એ વીતરાગી સંબંધ છે. આત્મા જ્ઞાતાપણે જાણે,
ને પદાર્થો જ્ઞેયપણે જણાય,–એવો વીતરાગી જ્ઞાતાજ્ઞેયસંબંધ છે; આ સિવાય પરમાર્થે
બીજો કોઈ સંબંધ આત્માને પર સાથે નથી. આથી વિશેષ સંબંધ માને તો તે જીવ રાગ–
દ્વેષ–મોહથી દુઃખી છે.
* અનુકૂળ સંયોગો આત્માને સુખ આપે ને આત્મા તેમાંથી સુખ લ્યે–એવો સુખ
દેવા–લેવાનો સંબંધ પર સાથે આત્માને નથી; માત્ર–જ્ઞેયજ્ઞાયક સંબંધ છે.
* પ્રતિકૂળ સંયોગો આત્માને દુઃખ દ્યે ને આત્મા તેનાથી દુઃખી થાય–એવો દુઃખ
દેવા–લેેવાનો સંબંધ પણ પર સાથે આત્માને નથી; માત્ર જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. જ્ઞેય–
જ્ઞાયક સંબંધમાં આ પદાર્થ અનુકૂળ ને આ પદાર્થ પ્રતિકૂળ–એવા ભેદ નથી. જ્ઞાનપ્રત્યે
બધા પદાર્થો સમાનપણે જ્ઞેય છે.
* આઠ કર્મો જીવને વિકાર કરાવે ને આત્મા તેમને લીધે વિકારી થાય એવો
સંબંધ આત્માને પર સાથે નથી, માત્ર જ્ઞેયજ્ઞાયકસંબંધ છે.
* પરદ્રવ્ય કર્તા થઈને આત્માનું કાર્ય કરે, અથવા આત્મા કર્તા થઈને પર દ્રવ્યનું
કાર્ય કરે એવો કર્તાકર્મપણાનો સંબંધ આત્માને પર સાથે નથી; માત્ર જ્ઞેયજ્ઞાયક સંબંધ છે.
પરવસ્તુ આત્માને જ્ઞાન આપે, ને આત્મા પરવસ્તુમાંથી જ્ઞાન લ્યે એવો સંબંધ
પણ આત્માને પર સાથે નથી આત્મા સ્વયં જ્ઞાનરૂપ પરિણમતો જ્ઞેયોને જાણે છે.
જાણવામાં આત્માનું કાર્યક્ષેત્ર પુરું થાય છે ને જ્ઞેય થવામાં પરનું કાર્યક્ષેત્ર પૂરું થાય છે.
એથી આગળ વધીને જ્ઞાન ને જ્ઞેય એકબીજામાં કાંઈ મદદ અસર કરે એમ બનતું નથી.
બસ, જ્ઞેયજ્ઞાયકસંબંધમાં

PDF/HTML Page 15 of 81
single page version

background image
: ૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
એકલી વીતરાગતા છે, તેમાં વચ્ચે રાગ નથી. રાગને અને જ્ઞાનને પણ ખરેખર માત્ર
જ્ઞેય–જ્ઞાયકપણું છે. આવા જ્ઞાયકસ્વભાવી આત્માને ઓળખતાં, પર સાથેની એકતાબુદ્ધિ
તૂટીને વીતરાગતા થાય છે ને સર્વજ્ઞતા ખીલી જાય છે; ત્યાં આત્મા સંપૂર્ણ જ્ઞાતા થાય છે
ને સર્વ પદાર્થો તેના જ્ઞાનમાં જ્ઞેય થાય છે.
મોક્ષમાર્ગભૂત શુદ્ધાત્મપ્રવૃત્તિ કરતા થકા આચાર્યદેવ કહે છે કે:– “હું સ્વભાવથી
જ્ઞાયક જ છું; કેવળ જ્ઞાયક હોવાથી મારે વિશ્વની સાથે પણ સહજ જ્ઞેયજ્ઞાયકલક્ષણ સંબંધ
જ છે, પરંતુ બીજા સ્વસ્વામી–લક્ષણાદિ સંબંધો નથી; તેથી મારે કોઈ પ્રત્યે મમત્વ નથી,
સર્વત્ર નિર્મમત્વ જ છે”
જુઓ, જ્ઞાયકસ્વભાવી આત્માને પર સાથે માત્ર જ્ઞેયજ્ઞાયક સંબંધ છે–એવા
નિર્ણયપૂર્વક શુદ્ધાત્મામાં પ્રવૃત્તિથી મોક્ષમાર્ગ થાય છે; પરંતુ એ સિવાય પરની સાથે
બીજો કોઈ સંબંધ માને તે જીવને શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ થતી નથી એટલે વીતરાગતા કે
મોક્ષમાર્ગ થતો નથી. જેને પર સાથે ફક્ત જ્ઞેયજ્ઞાયક સંબંધ જ છે, એવા જ્ઞાયકસ્વભાવી
આત્માનો જે નિર્ણય કરે છે તે જીવ તેમાં પ્રવૃત્તિ વડે મોહને ઉખેડી નાંખીને કેવળજ્ઞાની
સર્વજ્ઞ થાય છે.
પ્રશ્ન:– સર્વજ્ઞ તે જ્ઞાતા, ને જગત આખું જ્ઞેય; તો ત્યાં જ્ઞેયઅનુસાર જ્ઞાન છે કે જ્ઞાન
અનુસાર જ્ઞેય છે?
ઉત્તર:– સર્વજ્ઞનું જ્ઞાનપરિણમન અને જગતના પદાર્થોનું જ્ઞેયપરિણમન, એ બંને સ્વતંત્ર
હોવા છતાં, બંનેના જ્ઞેય–જ્ઞાયક સંબંધનો એવો મેળ છે કે જેવું સર્વજ્ઞના જ્ઞાનમાં
જણાયું છે તેવું જ પદાર્થનું પરિણમન થાય છે, ને જેવું પદાર્થનું ત્રણકાળનું
પરિણમન છે તેવું જ સર્વજ્ઞજ્ઞાનમાં જણાય છે; એકબીજાથી વિરુદ્ધતા નથી.
કેવળજ્ઞાનમાં જણાય કંઈક ને પદાર્થો પરિણમે બીજી રીતે–એમ બને તો તો
કેવળજ્ઞાન ખોટું પડે!–અને પદાર્થો પરિણમે એક રીતે ને જ્ઞાન તેને જાણે બીજી
રીતે–તોપણ જ્ઞાન ખોટું પડે; એમ થતાં તેને પદાર્થો સાથે જ્ઞેય–જ્ઞાયકપણું પણ
ક્યાં રહ્યું? માટે સ્વતંત્રતા હોવા છતાં એવું જ્ઞેય–જ્ઞાયકપણું છે કે જેવું જ્ઞેયોમાં
પરિણમન છે જ્ઞાનમાં તેવું જ જણાય છે, અને જ્ઞાન જેવું જાણે છે જ્ઞેયોમાં તેવું જ
પરિણમન થાય છે, અન્યથા થતું નથી. આવા જ્ઞાન–જ્ઞેયસ્વભાવનો નિર્ણય તે
વીતરાગતાનું કારણ છે.

PDF/HTML Page 16 of 81
single page version

background image
: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૯ :
(લેખાંક ૧૧)
તત્ત્વરસિક જિજ્ઞાસુઓને પ્રિય દશ પ્રશ્ન–દશ ઉત્તરનો
આ વિભાગ પૂ. ગુરુદેવ પાસે થયેલ તત્ત્વચર્ચાઓમાંથી
તેમજ શાસ્ત્રોમાંથી તૈયાર કરવામાં આવે છે. –સં.
(૧૦૧) પ્રશ્ન:– કોઈ ઉપર પ્રશસ્ત રાગ થતો હોય તો તે પૂર્વભવના કાંઈ સંબંધી હશે?
ઉત્તર:– એવો કોઈ નિયમ નથી કે પૂર્વભવનો સંબંધ હોય માટે જ પ્રશસ્ત રાગ
થાય; એ જ રીતે કોઈ ઉપર દ્વેષ થાય તેથી તે પૂર્વ ભવમાં દુશ્મન હતો
એવો કાંઈ નિયમ નથી. કોઈવાર પૂર્વના સંબંધ વગર નવા જ
પરિચયમાં આવેલા જીવો ઉપર પણ રાગ–દ્વેષ થાય છે. વીતરાગી
જ્ઞાનસ્વભાવની ભાવના વડે રાગદ્વેષ ટળે છે; પછી પૂર્વભવના શત્રુ–મિત્ર
પ્રત્યે પણ દ્વેષ કે રાગ થતા નથી.
(૧૦૨) પ્રશ્ન:– જીંદગી ટૂંકી ને જંજાળ લાંબી, તો શું કરીએ તો જંજાળ ઘટે?
ઉત્તર:– ભાઈ, ચૈતન્યની જીંદગી ટૂંકી નથી, એ તો શાશ્વત જીવનવાળો છે.
જંજાળ એટલે બાહ્ય સંયોગ તે તો ક્ષણિક છે, પર છે, મોહથી તેને પોતાના
માનીને તેં જંજાળ લાંબી કરી છે. મોહ તૂટે તો જંજાળ તૂટે. મોહને તોડવા પરથી ભિન્ન
ચૈતન્ય તત્ત્વનો અંદરમાં વારંવાર તીવ્ર પ્રેમથી અભ્યાસ કરવો જોઈએ.

PDF/HTML Page 17 of 81
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
(૧૦૩) પ્રશ્ન:– જીવ કેવળજ્ઞાનરૂપે પરિણમે છે ત્યારે કોને કારણરૂપે ગ્રહીને પરિણમે છે?
ઉત્તર:– પોતાના અનાદિઅનંત અહેતુક અસાધારણ જ્ઞાનસ્વભાવને જ કારણપણે
ગ્રહવાથી તુરત જ જીવ કેવળજ્ઞાનરૂપે પરિણમે છે. (પ્રવચનસાર ગા. ૨૧
ટીકા)
બધાય પરદ્રવ્યની અપેક્ષા રાખ્યા વગર એક આત્મસ્વભાવને જ કારણપણે
ગ્રહીને જીવ કેવળજ્ઞાનરૂપે પરિણમે છે. (જુઓ, પ્રવ. ગા. પ૮)
આત્મા સ્વયમેવ છ કારણરૂપ થઈને કેવળજ્ઞાનરૂપ પરિણમે છે, અને પરની સાથે
તેને કારકપણાનો સંબંધ નથી, તેનું વર્ણન પ્રવ. ગા. ૧૬માં છે.
(૧૦૪) પ્રશ્ન:– નિયમથી ચોક્કસપણે મુમુક્ષુને શું કર્તવ્ય છે?
ઉત્તર:– શુદ્ધરત્નત્રયરૂપ કાર્ય તે નિયમથી મુમુક્ષુનું કર્તવ્ય છે. કેમકે એના વડે
નિયમથી મોક્ષ સધાય છે, ને એના વગર કદી મોક્ષ સધાતો નથી; માટે
તે મુમુક્ષુનું નિયમથી કર્તવ્ય છે.
णियमेण य जं कज्जं तण्णियमं णाणदंसणचरितं।
“ જે નિયમ કર્તવ્યથી એવા રત્નત્રય તે નિયમ છે.”
(નિયમસાર ગા. ૩)
(૧૦પ) પ્રશ્ન:– નવમી ગ્રૈવેયકમાં અસંખ્ય જીવો છે, તેમાં સમ્યગ્દ્રષ્ટિ ઝાઝા હશે કે
મિથ્યાદ્રષ્ટિ?
ઉત્તર:– નવમી ગ્રૈવેયકમાં સમ્યગ્દ્રષ્ટિ જીવો ઝાઝા છે ને મિથ્યાદ્રષ્ટિ થોડા છે.
(૧૦૬) પ્રશ્ન:– અનાદિના અધર્મીજીવને કયા ભાવવડે ધર્મની શરૂઆત થાય છે.
ઉત્તર:– સૌથી પહેલાં ઉપશમભાવ વડે ધર્મની શરૂઆત થાય છે.
(૧૦૭) પ્રશ્ન:– ધર્મની પૂર્ણતા કયા ભાવે થાય?
ઉત્તર:– ક્ષાયિકભાવે ધર્મની પૂર્ણતા થાય છે.

PDF/HTML Page 18 of 81
single page version

background image
: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૧ :
(૧૦૮) પ્રશ્ન:– સંસારી અને મુક્ત બધાય જીવોમાં હોય તે ક્્યો ભાવ?
ઉત્તર:– પારિણામિકભાવ બધાય જીવોને હોય છે.
(૧૦૯) પ્રશ્ન:– સંસારદશામાં ન હોય એ ક્્યો ભાવ?
ઉત્તર:– પાંચે ભાવો સંસારદશામાં સંભવે છે. ક્ષાયિકભાવ પણ અરિહંતો વગેરેને
હોય છે.
(૧૧૦) પ્રશ્ન:– મોક્ષદશામાં ન હોય એ કયા ભાવ?
ઉત્તર:– પાંચ ભાવોમાંથી ઉદય, ઉપશમ ને ક્ષયોપશમ એ ત્રણ ભાવો મોક્ષમાં
હોતા નથી; બાકીના બે ભાવો ક્ષાયિક અને પારિણામિક જ મોક્ષમાં હોય છે.
जय जिनेन्द्र
અધ્યાત્મતત્ત્વના જિજ્ઞાસુને અંતરમાં
વૈરાગ્ય અને કષાયની મંદતા તો હોય જ. જેને
કષાયની મંદતા અને વૈરાગ્ય હોય તેને જ
આત્મસ્વરૂપ સમજવાની જિજ્ઞાસા જાગે. ભાઈ,
અનંતકાળે સમજવાના ટાણાં આવ્યા, દેહ ક્્યારે
છૂટશે એનો કોઈ ભરોસો નથી–આવા કાળે જો
કષાયને મુકીને આત્મસ્વરૂપ નહિ સમજ તો ક્યારે
સમજીશ? જો સ્વભાવની પરિણતિ પ્રકટ કરીને
સાથે ન લઈ જા તો તેં આ જીવનમાં શું કર્યું?

PDF/HTML Page 19 of 81
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
કેવળજ્ઞાન
કેવળજ્ઞાન એ સંતોનું પ્રિય ધ્યેય છે, સંતોએ કેવળજ્ઞાનના અપાર
ગુણગાન ગાયા છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ વારંવાર કેવળજ્ઞાન પ્રત્યે અતિશય
ભક્તિ વ્યક્ત કરી છે....અહીં તેમનાં કેટલાંક વચનો આપવામાં આવ્યાંં છે–
* સર્વજ્ઞપદનું ધ્યાન ધરો.
* સર્વજ્ઞપદ વારંવાર શ્રવણ કરવાયોગ્ય, વાંચવાયોગ્ય વિચાર કરવાયોગ્ય, લક્ષ
કરવાયોગ્ય અને સ્વાનુભવસિદ્ધ કરવાયોગ્ય છે.
* (હાથનોંધ પૃ. ૨૩ માં કેવળજ્ઞાનના મહિમાની ધારા વહાવતાં લખે છે.)
કેવળજ્ઞાન
એક જ્ઞાન.
સર્વ અન્ય ભાવના સંસર્ગરહિત એકાંત શુદ્ધ જ્ઞાન.
સર્વ દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવનું સર્વ પ્રકારથી એક સમયે જ્ઞાન.
તે કેવળજ્ઞાનનું અમે ધ્યાન કરીએ છીએ.
નિજ સ્વભાવરૂપ છે.
સ્વત્વભૂત છે.
નિરાવરણ છે.
અભેદ છે.
નિર્વિકલ્પ છે.
સર્વ ભાવનું ઉત્કૃષ્ટ પ્રકાશક છે.
હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, એમ સમ્યક્ પ્રતીત થાય છે.
તેમ થવાના હેતુઓ સુપ્રતીત છે.
સર્વ ઈન્દ્રિયોનો સંયમ કરી, સર્વ પરદ્રવ્યથી નિજસ્વરૂપ વ્યાવૃત કરી, યોગને
અચલ કરી, ઉપયોગથી એકતા કરવાથી, કેવળજ્ઞાન થાય.

PDF/HTML Page 20 of 81
single page version

background image
: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૩ :
ઉપયોગની અખંડ ધારા
સ્વસન્મુખ ઉપયોગની કેટલી બધી જાગૃતિ
સાધકને હોય! તે સંબંધી એક હાથનોંધમાં શ્રીમદ્
રાજચંદ્ર લખે છે કે–
હે મુનિઓ! જ્યાંસુધી કેવળ સમવસ્થાનરૂપ
સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય ત્યાંસુધી તમે ધ્યાન
અને સ્વાધ્યાયમાં લીન રહો
જીવ કેવળ સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત થાય
ત્યાં કાંઈ કરવું રહ્યું નથી.
જ્યાં જીવનાં પરિણામ વર્ધમાન, હીયમાન થયા
કરે છે ત્યાં ધ્યાન કર્તવ્ય છે. અર્થાત્ ધ્યાનલીનપણે સર્વ
બાહ્યદ્રવ્યના પરિચયથી વિરામ પામી નિજસ્વરૂપના
લક્ષમાં રહેવું ઉચિત છે.
ઉદયના ધકાથી તે ધ્યાન જ્યારે જ્યારે તૂટી જાય
ત્યારે ત્યારે તેનું અનુસંધાન ઘણી ત્વરાથી કરવું.
વચ્ચેના અવકાશમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી.
સર્વ પરદ્રવ્યમાં એક સમય પણ ઉપયોગ સંગ ન પામે
એવી દશાને જીવ ભજે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય.
(અહીં જેમ કેવળજ્ઞાનના ઉપાય તરીકે અખંડ
ઉપયોગધારાની વાત કરી છે તેમ, સમ્યગ્દર્શનના
પ્રયત્નમાં પણ તે વાત લાગુ પડે છે એટલે કે મુમુક્ષુએ
સમ્યગ્દર્શન માટે પણ ઉપયોગને નિજસ્વરૂપમાં
જોડવાનો અખંડ ઉદ્યમ કર્તવ્ય છે. આ વાતને
અનુલક્ષીને ઉપરનું લખાણ ફરી વાંચવાથી મુમુક્ષુને
સમ્યક્ત્વના પુરુષાર્થની અખંડધારાની પ્રેરણા મળશે.
–સં)