Atmadharma magazine - Ank 272
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 4

PDF/HTML Page 1 of 65
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૩
સળંગ અંક ૨૭૨
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 65
single page version

background image
૨૭૨
યાદ આવે છે–ચાર શ્રુતધામ
જેઠ સુદ પાંચમ: શ્રુતપંચમીનું મહાન પર્વ.
એ પ્રસંગે ચાર પવિત્ર શ્રુતધામનું સ્મરણ થાય છે–
૧. પહેલું પવિત્ર શ્રુતતીર્થ રાજગૃહીનું વિપુલા–
ચલ...કે જ્યાં વીરપ્રભુએ શ્રુતના ધોધ વહાવ્યા....ને
ગણધરદેવે તે ઝીલીને બારઅંગ રૂપે ગૂંથ્યા.
૨. બીજું પવિત્ર શ્રુતતીર્થ ગીરનારની ચંદ્રગૂફા....કે
જ્યાં ધરસેનસ્વામીએ પુષ્પદંત–ભૂતબલિ મુનિવરોને
અમૂલ્ય શ્રુતવારસો સોંપ્યો
૩. ત્રીજું શ્રુતતીર્થં અંકલેશ્વર....જ્યાં એ જીનવાણી
પુસ્તકારૂઢ થઈ; ને ચતુર્વિધસંઘે શ્રુતનો મહોત્સવ કર્યો.
૪. ચોથું શ્રુતતીર્થં મૂડબિદ્રિ....જ્યાં એ જિન
વાણી તાડપત્ર ઉપર સુરક્ષિતપણે બિરાજમાન રહી,
અને આજે આપણને પ્રાપ્ત થઈ. નમસ્કાર હો એ
શ્રુતદાતા સંતોને અને એ જિનવાણી માતાને.
વર્ષ ૨૩: અંક ૮: વાર્ષિક લવાજમ રૂા. ચાર વીર સંવત ૨૪૯૨ જેઠ

PDF/HTML Page 3 of 65
single page version

background image
વૈશાખ સુદ બીજ
વૈશાખ સુદ બીજે સોનગઢમાં આમ્રફળથી ઝૂલતી ૭૭
સુસજ્જિત કમાનો વચ્ચેથી ગુરુદેવ પધારી રહ્યા છે. તેનું દ્રશ્ય. ઉપર
આમ્રફળ દેખાય છે. નીચે રંગોળી છે. ચિત્રમાં ગુરુદેવ એકલા જ દેખાય
છે ને? પરંતુ બંને બાજુ આપ જરા ઝીણવટથી જોશો તો ભક્તોનાં
ટોળેટોળાં હાથ જોડીને ગુરુદેવનાં દર્શન કરી રહેલા દેખાશે.–કદાચ તમે
પણ તેમાં હો!

PDF/HTML Page 4 of 65
single page version

background image
: જેઠ : ૨૪૯૨ આત્મધર્મ : ૧ :

વર્ષ ૨૩
અંક
વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯૨
રૂા. જેઠ
(શ્રુતપંચમી)
કેવળજ્ઞાનને
બોલાવીએ
છીએ
ઋજુવાલિકાનદીના તીરે વૈશાખ સુદ દશમે ક્ષપકશ્રેણી દ્વારા સર્વજ્ઞતાને
पट्खंडागम’ ના નવમા પુસ્તકમાં કહ્યું છે કે વિનયવાન શિષ્ય
મતિજ્ઞાનના બળે કેવળજ્ઞાનને બોલાવે છે; તેમ વિનયથી આપની સર્વજ્ઞતાના
બહુમાન વડે અમે અમારા કેવળજ્ઞાનને બોલાવીએ છીએ.

PDF/HTML Page 5 of 65
single page version

background image
: ૨ : આત્મધર્મ : જેઠઃ૨૪૯૨
જ્ઞાનમહિમાનું ધારી સ્વદ્રવ્ય; તેના સંબધે જ સુખ;
પરનાં સંબંધે દુ:ખ
[પરમાત્મપ્રકાશ–પ્રવચન]
અસંખ્યસમયના ઉપયોગવાળું શ્રુતજ્ઞાન–જે હજી રાગવાળું છે છતાં પણ–અનંત
આકાશને લક્ષમાં લઈ લ્યે છે, એટલે એક સમયમાં પણ તે જ્ઞાનમાં અનંત જાણવાની
તાકાત છે, રાગવાળા જ્ઞાનમાં પણ જેની આટલી તાકાત તો તે જ્ઞાન રાગ વગરનું
થઈને. અપ્રતિબંધપણે પરિણમે ત્યારે તેના અચિંત્ય સામર્થ્યની શી વાત? એ જ્ઞાન
ત્રણકાળ ત્રણલોકને જાણી લ્યે એમાં શું આશ્ચર્ય!!
આવું મહાન કેવળજ્ઞાન, તેનો સ્વામી આત્મા તે મહાન પદાર્થ છે. જેના એક
જ્ઞાનગુણની એક સમયની આટલી તાકાત, તેનામાં આવા તો અનંતા ગુણો ભરેલા છે.
આવા આત્મતત્ત્વનો મહિમા આવતાં પરિણતિ સ્વસન્મુખ થઈને આનંદનો અનુભવ કરે છે.
હવે સ્વસન્મુખ થઈને જે આત્મા આનંદનો અનુભવ કરે છે તેને તેમાં પરદ્રવ્યનું
લક્ષ નથી; તેને દુઃખ નથી એટલે પરપદાર્થો તેને દુઃખનાં નિમિત્ત પણ થતાં નથી, તેને
તો પર સાથે જ્ઞેય–જ્ઞાયકસંબંધ જ છે. જે જીવ નિજસ્વરૂપથી ભષ્ટ થઈને, પરદ્રવ્યના
આશ્રયે રાગદ્વેષમોહથી દુઃખરૂપે પરિણમે છે તેને જ પરદ્રવ્ય દુઃખનું નિમિત્ત છે. દુઃખનો
સંબંધ પર સાથે છે, સુખનો સંબંધ પોતાના આત્મા સાથે છે. પરમાં ઉપયોગ જોડતાં
દુઃખ થાય છે, ને આત્મામાં ઉપયોગ જોડતાં સુખ થાય છે.
અરે જીવ! પરદ્રવ્યનો સંબંધ તને દુઃખનું કારણ થાય છે ને સુખ તો સ્વદ્રવ્યમાં
એકાગ્રતાથી જ થાય છે,–આમ જાણીને તું પરનો સંબંધ છોડીને નિજશુદ્ધાત્મામાં એકાગ્ર
થઈને મોક્ષમાર્ગમાં સ્થિત થા.
દુઃખનું કારણ શું?
કે સુખસ્વરૂપ સ્વદ્રવ્યને ભૂલીને પરનો સંબંધ તે જ દુઃખનું કારણ.
સુખનું કારણ શું? સુખનો ઉપાય શું?
કે સુખ જેમા ભર્યું છે એવું જે સ્વદ્રવ્ય, તેમાં અંતર્મુખ થઈને પરનો સંબંધ તોડવો
તે જ સુખનું કારણ ને સુખનો ઉપાય છે.

PDF/HTML Page 6 of 65
single page version

background image
: જેઠ : ૨૪૯૨ આત્મધર્મ : ૩ :
સ્વદ્રવ્યાશ્રિત સુખ કહો કે સ્વદ્રવ્યાશ્રિત મોક્ષમાર્ગ કહો; ને પરદ્રવ્યાશ્રિત દુઃખ
કહો કે પરદ્રવ્યાશ્રિત બંધમાર્ગ કહો. લ્યો, આ ટૂંકમાં બંધ–મોક્ષનો સિદ્ધાંત. જેટલો
સ્વસ્વભાવનો આશ્રય તેટલો મોક્ષમાર્ગ; જેટલો પરદ્રવ્યનો આશ્રય તેટલું બંધન; જેટલો
સ્વાશ્રયભાવ તેટલું સુખ; જેટલો પરાશ્રયભાવ તેટલું દુઃખ જેટલો સ્વાશ્રયભાવ તેટલી
શુદ્ધતા; જેટલો પરાશ્રિતભાવ તેટલી અશુદ્ધતા.
વાહ, કેટલી ચોકખી અને સીધી વાત છે!
આ સમજીને હે જીવ! મોક્ષને અર્થે તું અંતરમાં તારા શુદ્ધાત્મસ્વભાવનો સંબંધ
કર.....અંતર્મુખ પરિણતિ વડે એની ભાવના કર.....રત્નત્રયની ભાવના વડે મોક્ષમાર્ગમાં
લાગ. અંતરદ્રષ્ટિ વડે તારા ઉત્કૃષ્ટ પરમ સ્વરૂપમાં તું સંબંધ જોડ તો તારું પરિણમન
પણ તે તરફ વધી વધીને ઉત્કૃષ્ટ આનંદરૂપ થઈ જશે.
અરે જીવ! તું પરમેષ્ઠી પદને પામ એવી વાત અમે તને સંભળાવીએ છીએ, તું તે
સાંભળ! જગતના છએ દ્રવ્યોને જાણનારો તારો ઉત્કૃષ્ટ જ્ઞાનસ્વભાવ છે, તેના શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્રરૂપ પરિણમન કરતાં હું પરમ–ઈષ્ટ એવા સિદ્ધપદને પામીશ.
* હે વત્સ! તારે આત્માને સાધવો છે?
હા.
* તો કોની પાસે જઈને આત્માને સાધીશ?
મારા સ્વભાવની સન્મુખ થઈને આત્માને સાધીશ.
* સ્વભાવની સન્મુખ કઈ રીતે થઈશ?
સ્વભાવને પરથી અત્યંત જુદો જાણીને અને નિજ
સામર્થ્યનો અચિંત્ય મહિમા લાવી લાવીને વારંવાર
અંતરપ્રયત્ન કરીને સ્વભાવસન્મુખ થઈશ. જ્ઞાનસ્વભાવી
આત્માનો નિર્ણય કરીને જ્ઞાનને અંતરમાં વાળીશ.
જગતની રુચિ છોડીને અને સ્વભાવની પરમ રુચિ કરીને
સ્વસન્મુખપરિણતિ કરીશ.
* મુખ્ય કામ કયું છે?
સ્વભાવનો સાધવો એ એક જ મારું મુખ્ય કામ છે

PDF/HTML Page 7 of 65
single page version

background image
: ૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૨
આત્માનું જોર
કર્મનું જોર છે–એમ કહીને ઘણા જીવો અટકી જાય છે;
સંતો તેને કહે છે કે ભાઈ! કર્મનું જોર આવ્યું ક્્યાંથી? તારા
ઊંધા પરિણામમાંથી; માટે ખરેખર તારા પરિણામનું જોર છે,
કર્મનું નહીં; એમ પરિણામની સ્વાધીનતા જાણીને,
સ્વસન્મુખ પરિણામથી શુદ્ધાત્માને ઉપાદેય કરતાં મોક્ષમાર્ગ
પ્રગટે છે.
શાસ્ત્રમાં કર્મનું જોર કહ્યું હોય તે એમ સૂચવે છે કે જીવના
ભાવમાં મિથ્યાઅભિપ્રાયનું તીવ્ર સેવન છે ને તે જ તેની શક્તિને રોકે
છે. શુદ્ધઆત્મતત્ત્વ ઉપાદેય કરવાનો સન્તોનો ઉપદેશ છે, એટલે
સ્વપુરુષાર્થથી સ્વસન્મુખ પરિણામવડે જેણે શુદ્ધાત્માને દ્રષ્ટિમાં ને
અનુભવમાં લીધો તેને નિમિત્તપણે કર્મનું જોર રહેતું નથી. ને
વિકારભાવો પણ છૂટી જાય છે; આ રીતે શુદ્ધાત્માને ઉપાદેય કરવો તે જ
મોક્ષમાર્ગ છે.
(પરમાત્મપ્રકાશ ગા. ૭૮ ના પ્રવચનમાંથી)
જે પરિણામ અંતર્મુખ થઈને પોતાના આત્મસ્વભાવને જાણે–પ્રતીતમાં લ્યે ને
અનુભવ કરે તે પરિણામની જ ધર્મીને ખરી કિંમત છે. એ સિવાય શુભરાગની કે
બહારના જાણપણાની કિંમત જ્ઞાનીને નથી. જેનાથી મોક્ષમાર્ગ ન સધાય ને જેમાં
આત્માનાં આનંદનો અનુભવ ન થાય તેની શી કિંમત? સમ્યગ્દર્શનાદિ તે પરિણામ જ
ખરેખર કિંમતી છે કે જેનાથી મોક્ષમાર્ગ સધાય છે–ને જેમાં આત્માના આનંદનો
અનુભવ છે. આ સિવાય બહારના સંયોગની, વાણીના વિલાસની, વિકલ્પોની કે બીજા
જાણપણાની મહત્તા જેને લાગે તેને ચૈતન્યસ્વભાવની મહત્તાની ખબર નથી, તે બહારના
મહિમામાં

PDF/HTML Page 8 of 65
single page version

background image
: જેઠ : ૨૪૯૨ આત્મધર્મ : પ :
રોકાઈ રહે છે પણ પરિણામને અંતરમાં વાળીને આત્માનો અનુભવ કરતો નથી.
સ્વભાવની મહત્તા આવ્યા વગર પરિણામ એમાં વળે ક્્યાંથી? જેને જેની ખરી મહત્તા
લાગે તેના પરિણામ તેમાં વળે.
કોઈને પૂર્વ ભવની કંઈક સાધારણ વાત યાદ આવે ત્યાં તો સામાન્ય લોકોને
બહુ આશ્ચર્ય થઈ જાય છે. પણ ભાઈ, ચૈતન્યના જ્ઞાનની કોઈ અગાધ તાકાત છે,
અસંખ્ય વર્ષોનું તો શું પણ અનંતકાળનું જાણી લ્યે એવી તાકાત આત્મામાં ભરી છે.
આત્માની ચૈતન્યજાતને જાણે તે ખરા વિચક્ષણ છે ને તેની ખરી મહત્તા છે. પણ એ
અંતરની વાત જીવોને લક્ષમાં આવતી નથી.
આત્માને ભૂલીને મિથ્યાત્વના તીવ્ર સેવનથી અજ્ઞાની તીવ્ર કર્મો બાંધે છે; જીવ
તો જ્ઞાનવિચક્ષણ છે એટલે વિશિષ્ટ જ્ઞાનશક્તિનો ધારક છે, પણ પોતે પોતાનું સ્વરૂપ
ભૂલીને, દેહ તે હું ને રાગ તે હું–એમ જોરપૂર્વક ઊંધા અભિપ્રાયને સેવે છે તેથી બળવાન
ચીકણાં દ્રઢ કર્મ તેને બંધાય છે. જુઓ, જેટલું ઊંધા અભિપ્રાયનું જોર હતું તેટલા જોરદાર
કર્મો બંધાયા; એટલે ખરેખર કર્મનું જોર ન આવ્યું પણ જીવના ઊંધા અભિપ્રાયનું જોર
આવ્યું. ત્યારે નિમિત્તપણે કર્મ બંધાયા તે જીવની શક્તિને રોકવામાં નિમિત્ત થાય છે.
પણ ઊંધા અભિપ્રાયના જોરથી બંધાયેલાં દ્રઢ–ચીકણાં કર્મોને સમ્યક્ત્વ પરિણામના બળે
જીવ ક્ષણમાં તોડી નાંખે છે. સમ્યક્ત્વના પરિણમનથી જીવ આઠે દુષ્ટ કર્મોનો ક્ષય કરી
નાંખે છે–એ વાત તો પહેલાં જ બતાવી છે.
અજ્ઞાનીને દ્રઢ–ચીકણાં–બળવાન–વજ્રજેવાં જે કર્મો બંધાયા તે શાથી બંધાયા? કે
ઊંધા–મિથ્યાઅભિપ્રાયના તીવ્ર સેવનથી એવાં કર્મો બંધાયા. તીવ્ર વિરુદ્ધ ભાવ વગર
તીવ્ર કર્મો બંધાય નહિ. કર્મો જીવના ભાવઅનુસાર બંધાય છે. અહો, અનંત
ચૈતન્યશક્તિનો ધારક આ વિલક્ષણ આત્મા, તેણે પોતે પોતાની વિરાધનાથી બાંધેલા
કર્મોએ તેનું આચ્છાદન કર્યું છે; પણ જો અંતર્મુખ થઈને પોતે શુદ્ધાત્માને ઉપાદેય કરે તો
કર્મો પણ નષ્ટ થઈ જાય છે. કર્મનું જોર ક્્યારે કહ્યું? કે જીવે વિપરીતભાવનું તીવ્ર સેવન
કર્યું ત્યારે તેનાથી જે કર્મો બંધાયા તેનું જોર કહ્યું, ને કર્મે જીવને પાડયો એમ નિમિત્તથી
કહ્યું, પણ જીવના ઊંધા પરિણામ વગર કોઈ તેને પાડી શકે નહિ. શુદ્ધ–અભેદ
રત્નત્રયરૂપ જે મોક્ષમાર્ગ તેનાથી જીવ પોતે ભ્રષ્ટ થયો ને ઊંધા ભાવને સેવ્યા ત્યારે જ
કર્મને જોર મળ્‌યું. કર્મમાં જોર આવ્યું ક્યાંથી? કે જીવે ઊંધા ભાવથી મિથ્યાત્વાદિનું સેવન
કર્યું. તેમાંથી કર્મમાં જોર આવ્યું. એટલે જીવના ઊંધા ભાવનું જોર અને કર્મ એ બંનેને
એક ગણીને કહ્યું કે કર્મે જીવને નિજશક્તિથી ચ્યુત કર્યો ને

PDF/HTML Page 9 of 65
single page version

background image
: ૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૨
રખડાવ્યો. જીવ કાંઈ પોતે પોતાના સ્વભાવથી ન રખડે, એટલે તે સ્વભાવને જુદો
રાખીને, જે ઊંધાભાવ છે તેને કર્મમાં નાંખી દીધા ને કર્મનું જોર કહ્યું. પણ કર્મને
બળવાન થવામાં ભૂલ તો જીવની પોતાની છે. પોતે પોતાના સ્વભાવની કિંમત ન
જાણતાં, બહારના અલ્પ જાણપણામાં કે શુભરાગમાં અટકીને તેની જ મહત્તા માની, તે
મિથ્યાઅભિપ્રાયને લીધે કર્મમાં તીવ્ર રસ પડ્યો; અને તે કેવળજ્ઞાનાદિને રોકવામાં
નિમિત્ત થયું. પણ જો પોતે પોતાના સ્વભાવને ઉપાદેય કરીને પોતાનું જોર પ્રગટ કરે તો
કર્મનું જોર તૂટી જાય છે ને જીવના કેવળજ્ઞાનાદિ અનંતગુણો પ્રગટે છે.
કર્મનું જોર ક્યારે? કે તેં ઊંધા ભાવથી તેને નિમિત્ત બનાવ્યું ત્યારે; પણ જો તું
પોતે તારા સ્વભાવને ઉપાદેય કરીને અનુભવમાં લે ને કર્મને ભિન્ન જાણ, તો
નિશ્ચયમોક્ષમાર્ગ પ્રગટે, ને અશુદ્ધતાનો તથા કર્મનો સંબંધ નાશ થાય.
આ રીતે શુદ્ધતામાં ને અશુદ્ધતામાં બંનેમાં જીવનો પોતાનો અધિકાર છે. તેં
પરભાવને અને કર્મને ઉપાદેય માન્યા ત્યારે તે તરફ તારું જોર વળ્‌યું એટલે તેને જોરદાર
કહ્યા; તું તારા સ્વભાવને ઉપાદેય કર તો તારું જોર સ્વભાવ તરફ વળે; એટલે
સ્વભાવના પુરુષાર્થરૂપ મોક્ષમાર્ગ પ્રગટે, ને કર્મનું કે વિકારનું જોર તૂટી જાય. આ રીતે
બંધમાર્ગમાં કે મોક્ષમાર્ગમાં આત્માનું જ જોર છે. બંધમાર્ગમાં જીવના ઊંધા પરિણામનું
જોર છે, ને મોક્ષમાર્ગમાં જીવના સમ્યગ્દર્શનાદિ સવળા પરિણામનું જોર છે.
અહા, ચૈતન્યતત્ત્વની અચિંત્ય તાકાત!! તેના અનુભવ પાસે શાસ્ત્રોનાં
ભણતરનીયે કાંઈ કિંમત નથી. વ્યવહારનાં જાણપણાં કે વ્યવહારના શુભઆચરણ,
એનાથી પર ચૈતન્યનો માર્ગ છે. આવા ચૈતન્યતત્ત્વને અંતરની અભેદદ્રષ્ટિમાં ને
અનુભવમાં લેવું તે જ મોક્ષમાર્ગ છે.
લોભીયા માણસ પાસે જવું લક્ષ્મીને ગમતું નથી,–
કેમકે તે તેને જેલમાં પૂરી રાખે છે, ક્્યાંય જવા દેતો નથી.
ઉદાર માણસ પાસે જવું લક્ષ્મીને ગમે છે,–કેમકે તે તેને
છૂટથી હરવાફરવા દે છે, જેલમાં પૂરી રાખતો નથી.

PDF/HTML Page 10 of 65
single page version

background image
: જેઠ : ૨૪૯૨ આત્મધર્મ : ૭ :
પરમ શાંતિદાતારી
અધ્યાત્મભાવના
આત્મધર્મની સહેલી લેખમાળા
[લેખ નં. ૩૬ અંક ૨૭૧ થી ચાલુ]
ભગવાન શ્રી પૂજ્યપાદસ્વામીરચિત ‘સમાધિશતક’ ઉપર પૂ. ગુરુદેવના
અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
વીર સં. ૨૪૮૨ અષાડ વદ પાંચમ
(ગાથા ૬૬ ચાલુ)
ધર્મી અંતરાત્મા જાણે છે કે હું જ્ઞાન ને આનંદ સ્વરૂપ છું, આ જડ શરીર હું નથી.
દેહના નાશથી મારો નાશ નથી. જેમ શરીરને વસ્ત્રની સાથે એકતાનો સંબંધ નથી તેમ
આત્માને દેહની સાથે એકતાનો સંબંધ નથી. જેમ વસ્ત્ર જેમ વસ્ત્રના ફાટવાથી શરીર
ફાટતું નથી, વસ્ત્ર નવું આવતાં શરીર નવું થતું નથી, વસ્ત્રનો નાશ થતાં શરીરનો નાશ
થતો નથી કે વસ્ત્રના રંગથી શરીર રંગાતું નથી; તેમ ચૈતન્યમૂર્તિ આત્માને આ શરીર
તો ઉપરના વસ્ત્ર જેવું છે; તે શરીરની જીર્ણતા થતાં આત્મા જીર્ણ થતો નથી, શરીર નવું
થતાં આત્મા નવો થતો નથી, શરીરના નાશથી આત્માનો નાશ થતો નથી, કે શરીરના
રંગથી આત્મા કાંઈ કાળો–રાતો રંગરૂપ થતો નથી; આત્મા તો શરીરથી જુદો જ રહે છે.
શરીર છૂટી જાય છે પણ જ્ઞાન કદી આત્માથી છૂટું પડતું નથી, માટે જે જુદું પડે તે
આત્માનું શરીર નહિ; આ જડ શરીર આત્માનું નથી. આત્મા ચૈતન્યશરીરી છે, તે
ચૈતન્યશરીર આત્માથી કદી જુદું પડતું નથી. આવી ભિન્નતાના ભાનમાં ધર્મીને શરીરના
વિયોગમાં દુઃખ થતું નથી, અર્થાત્ મરણનો પ્રસંગ આવતાં ‘હું મરી જઈશ’ એવો
મરણનો ભય તેને થતો નથી. તે જાણે છે કે મારું ચૈતન્યશરીર અવિનાશી છે, વજ્રપાત
થવા છતાં મારા ચૈતન્ય–શરીરનો વિનાશ થતો નથી, મારૂં ચૈતન્ય–શરીર અવધ્ય છે. તે
કોઈથી હણી શકાતું નથી. આવી દ્રષ્ટિમાં ધર્માત્માને મરણની બીક નથી. જગતને
મરણની બીક છે, પણ જ્ઞાનીને તો ચૈતન્યલક્ષે સમાધિ જ છે......એને તો આનંદના
મહોત્સવ મંડાય છે. જીવનમાં જેણે જુદા ચૈતન્યની ભાવના ભાવી હશે તેને મરણ ટાણે

PDF/HTML Page 11 of 65
single page version

background image
: ૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૨
તેનું ફળ આવીને ઊભું રહેશે. પણ જીવનમાં જેણે ચૈતન્યની દરકાર કરી નથી, દેહને જ
આત્મા માનીને વિષયકષાયો પોષ્યાં છે તે દેહ છૂટવા ટાણે કોના જોરે સમાધિ રાખશે?
અજ્ઞાની તો અસમાધિપણે દેહ છોડે છે. જ્ઞાનીએ તો પહેલેથી જ દેહને પોતાથી જુદો
જાણ્યો છે, એટલે તેને ચૈતન્યલક્ષે સમાધિમરણે દેહ છૂટે છે. એકવાર પણ આ રીતે
ચૈતન્યલક્ષે દેહ છોડે તો ફરીને દેહ ધારણ કરવો ન પડે, એક બે ભવમાં જ મુક્તિ થઈ જાય.
જુઓ, જ્ઞાનીને કે અજ્ઞાનીને બંનેને દેહ તો છૂટે જ છે, પણ જ્ઞાનીએ દેહને જુદો
જાણ્યો છે એટલે તેને ચૈતન્યલક્ષે દેહ છૂટી જાય છે, તેને મરણનો ભય નથી. અને
અજ્ઞાનીએ તો આત્માને દેહરૂપે જ માન્યો છે એટલે તેને શરીરના લક્ષે શરીર છૂટી જાય
છે, ત્યાં ‘મારું મરણ થયું’ એવો ભય તેને છે. આત્મસ્વભાવના અનુભવ વગર
મરણનો ભય કદી ટળે નહિ.
લોકો નીતિ વગેરે ખાતર પણ શરીર જતું કરે છે. જેને માંસભક્ષણ વગેરેનો
ત્યાગ છે એવો આર્યમાણસ દેહ જાય તોપણ માંસભક્ષણ કરે નહિ. કોઈ વાર એવો
પ્રસંગ આવી પડે કે કોઈ દુષ્ટ માણસ તેને પકડીને કહે કે તું મારી સાથે માંસભક્ષણ કર,
નહિ તો હું તારા શરીરના કટકા કરી નાંખીશ.–તો ત્યાં તે આર્યમાણસ શું કરશે? શરીર
જતું કરશે પણ માંસભક્ષણના પરિણામ નહિ જ કરે. એ જ પ્રમાણે જે બ્રહ્મચારી છે તે
શરીર જતાં પણ અબ્રહ્મચર્ય નહિ સેવે.–આ રીતે હિંસા અબ્રહ્મ વગેરે અનીતિને છોડવા
માટે દેહ પણ જતો કરે છે, અને ત્યાં દેહ જતો કરવા છતાં ખેદ થતો નથી. જો ખેદ થાય
તો તેણે ખરેખર હિંસાદિને છોડયા નથી. હવે શરીર જતાં પણ ખેદ ન થાય–એમ ક્્યારે
બને? કે શરીરથી ભિન્ન ચૈતન્યતત્ત્વને લક્ષમાં લીધું હોય તો જ શરીરને જતું કરી શકે.
શરીરને જ જે પોતાનું માને છે તે શરીરને ખેદ વગર જતું કરી શકે જ નહિ. આ રીતે દેહ
અને આત્માની ભિન્નતાના ભેદજ્ઞાનપૂર્વક જ દેહની મમતા છૂટી શકે છે ને
વીતરાગભાવરૂપ સમાધિ થાય છે. સમાધિ એટલે વીતરાગી આત્મશાંતિ–તેનું મૂળ ભેદ–
જ્ઞાન છે. પર સાથે એકત્વબુદ્ધિરૂપ મમતા હોય ત્યાં સ્વમાં એકાગ્રતારૂપ સમાધિ હોતી
નથી. તેથી આચાર્યદેવે ભેદજ્ઞાનની ભાવના વારંવાર ઘૂંટાવી છે.
પોતે જેમાં ઉપયોગ જોડે તેમાં એકાગ્રતા કરી શકે છે.
જુઓ, રાજા રાવણ જૈનધર્મી હતા; રામ લક્ષ્મણ સાથેની લડાઈ વખતે જ્યારે
બહુરૂપિણી વિદ્યા સાધે છે ત્યારે કોઈ આવીને તેને ડગાવવા માંગે છે; ત્યાં માયાજાળથી
એવો દેખાવ ઊભો કરે છે કે રાવણની સામે તેના પિતાને મારી નાંખે છે, ને રાવણની
માતા રૂદન કરે છે કે અરે બેટા રાવણ! આ તારા જેવો પુત્ર બેઠા છતાં આ દેવ તારા
પિતાને મારી નાંખે!! વળી રાવણના શરીર ઉપર મોટા સપોં અને વીછી ચડે છે....છતાં
રાવણ ધ્યાનથી

PDF/HTML Page 12 of 65
single page version

background image
: જેઠ : ૨૪૯૨ આત્મધર્મ : ૯ :
ડગતો નથી......ને અંતે વિદ્યાને સાધે છે. વિદ્યા સાધવા માટે ધ્યાનની આવી એકાગ્રતા
છે. જુઓ, સાધારણ લૌકિક વિદ્યા સાધવા માટે પણ આટલી દ્રઢતા, તો આત્માને
સાધવા માટે કેટલી દ્રઢતા હોય!! શાસ્ત્રકાર તો કહે છે કે અહો! જેવી ધ્યાનની દ્રઢતા
આ વિદ્યા સાધવા માટે કરી તેવી દ્રઢતા જો મોક્ષને માટે આત્મધ્યાનમાં કરી હોત તો
ક્ષણમાં તે આઠે કર્મો ભસ્મ કરીને કેવળજ્ઞાન અને મોક્ષદશાને પામી જાત. આ રીતે
આત્મામાં એકાગ્રતાના અભ્યાસવડે પરમ સમાધિ થાય છે.
અહા, મુનિઓ સંસારની મમતા છોડીને આત્મામાં એકાગ્રતાવડે નિજપદમાં ઝુલે
છે, તેમને પરમ સમાધિ વર્તે છે. સિંહ ભલે શરીરને ફાડી ખાતો હોય કે શાંત થઈને
ભક્તિથી જોતો હોય–પણ મુનિને સમભાવરૂપ સમાધિ છે. સમ્યગ્દ્રષ્ટિને ચૈતન્ય
સ્વભાવની વીતરાગીદ્રષ્ટિ થઈ છે તેટલી સમ્યગ્દર્શનરૂપ સમાધિ છે, પણ જેટલા રાગદ્વેષ
છે તેટલી અસમાધિ છે, તેટલી શાંતિ લૂંટાય છે. અજ્ઞાનીને તો વીતરાગી સમભાવના
પરમ સુખની ખબર જ નથી, તેણે સમાધિ સુખ ચાખ્યું નથી.
અહા, મોક્ષને સાધનારા મુનિઓની સમાધિની શી વાત! મોટા મોટા રાજકુમારો
પણ મુનિઓની એવી ભક્તિ કરે કે અહા! ધન્ય! ધન્ય! તારા અવતાર! આપ મોક્ષને
સાધી રહ્યા છો. તિષ્ઠ તિષ્ઠ કહીને આમંત્રણ કરે અને પગ લૂછવા માટે બીજું વસ્ત્ર ન
હોય ત્યાં તે રાજકુમાર પોતાના ઉત્તમ વસ્ત્રથી તે મુનિના ચરણ લૂછે છે. આવી તો
ભક્તિ! તે રાજકુમાર પણ સમકિતી હોય. હજી તો પચીસ વર્ષની ઊગતી જુવાની હોય
છતાં ગુણના ભંડાર હોય ને વૈરાગ્યના રંગે રંગાયેલા હોય.....અહો! અમે આવા મુનિ
થઈએ એ દશાને ધન્ય છે!! દેહને સ્વપ્નેય પોતાનો માનતા નથી.
શ્રેણીકરાજા ક્ષાયિક સમકિતી હતા....તેઓ પોતાના રાજભંડારના રત્નોને તો
પત્થર સમાન માનતા હતા, ને મુનિઓના રત્નત્રયને મહા પૂજ્ય રત્ન માનીને તેમનો
આદર કરતા હતા. યોગી–મુનિઓના અતીન્દ્રિય આનંદ પાસે વિષયભોગોને વિષ જેવા
માનતા હતા. “ભગવાન પધાર્યા” એવી વધામણી જ્યાં માળીએ આપી ત્યાં એક
રાજચિહ્ન સિવાય શરીર ઉપરના કરોડોની કિંમતના બધા દાગીના તેને વધાઈમાં આપી
દીધા....ને સિંહાસન ઉપરથી તરત ઊભા થઈને ભગવાનની સન્મુખ સાત પગલાં જઈને
નમસ્કાર કર્યા; આવી તો સર્વજ્ઞપરમાત્મા પ્રત્યે ભક્તિ અને બહુમાન! તે શ્રેણીકરાજા
ભવિષ્યમાં તીર્થંકર થવાના છે. પહેલાં મુનિની વિરાધના કરેલી તેથી નરકનું આયુષ્ય
બંધાઈ ગયું, ને તેથી અત્યારે નરકમાં છે. છતાં ત્યાંપણ સમ્યગ્દર્શનના પ્રતાપે દેહથી ભિન્ન
ચૈતન્ય તત્ત્વનું ભાન વર્તે છે. આ દેહ હું નહિ, હું તો ચૈતન્યસ્વરૂપ આત્મા છું–એવું ભેદ–

PDF/HTML Page 13 of 65
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૨
જ્ઞાન ત્યાં પણ તેમને વર્તે છે; ને તેટલી સમાધિ ત્યાં નરકમાં પણ તેને છે.
આ રીતે અંતરાત્મા પોતાના આત્માને દેહાદિથી ભિન્ન જાણીને આત્માની જ
ભાવના ભાવે છે; તેથી મૃત્યુ પ્રસંગે પણ આત્મભાવનાપૂર્વક તેમને સમાધિ રહે છે.
ાા ૬૩–૬૬ાા
જગતમાં સૌથી સુન્દર નગરી
લંકાવિજય પછી જ્યારે અયોધ્યામાં રામ–
લક્ષ્મણનો રાજ્યાભિષેક થયો ત્યારે સૌને ઈચ્છિત
પુરસ્કાર આપ્યો; ભરતને પણ પૂછયું કે બંધુ! તારે કઈ
નગરી જોઈએ છે?
ત્યારે વૈરાગી ભરત કહે છે: બંધુવર! મારે
મોક્ષનગરી જોઈએ છે; હું મોક્ષનગરીને મારી સ્થાયી
રાજધાની બનાવવા માંગું છું.
રામ કહે છે–બંધુ! ત્યાં તો પછી આપણે બંને
સાથે જઈશું; પરંતુ અત્યારે હું તને કોઈ સુંદર નગરી
આપવા ઈચ્છું છું.
ભરત કહે છે–ભાઈ! મોક્ષનગરીએ જવામાં વળી
બીજાની સોબત કેવી? ત્યાં તો જીવ એકલો જ જાય છે,
બીજાનો સંગ હોતો નથી. અને એ મોક્ષનગરી કરતાં
સુંદર બીજી કોઈ નગરી નથી કે જેની મને ઈચ્છા હોય!
મોક્ષનગરી એ જ સાચું શાશ્વતધામ છે, એના સિવાય
મૃત્યુલોકની બધી નગરી તો નાશવંત અને ભાડુતી ઘર
સમાન છે.–હું તો મોક્ષનગરીના જ રાહે જવા ઈચ્છું છુંં.
મોક્ષનગરી એ જ જગતમાં સૌથી સુન્દર નગરી છે.
(‘सम्मति’ મરાઠીના આધારે)

PDF/HTML Page 14 of 65
single page version

background image
: જેઠ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૧ :
મોક્ષમંદિરનું ઉદ્ઘાટન કરીને તેમાં
ધર્માત્મા શુદ્ધાત્મારૂપ સમયસારને સ્થાપે છે
(વૈશાખ વદ આઠમના પ્રવચનમાંથી)
* આત્માનું હિત થાય એવો ઈષ્ટ ઉપદેશ શ્રી ગુરુ આપે છે.
* જે જીવ પોતે આત્માના સત્ સુખનો ખરો અભિલાષી ન થાય, ને અંર્ત
આત્મશોધમાં પોતે ન વર્તે, તો ગુરુનો ઉપદેશ તેને શું કરે?
* અરે, પરમાં સુખ કલ્પીને ત્યાં ફાંફાં મારવામાં અનંતકાળ ગુમાવ્યો, પણ સુખ ન
મળ્‌યું; મારું સુખ તો મારામાં છે, માટે મારા સ્વરૂપમાં વળીને સુખ શોધું–આમ
જેને સ્વના સત્સુખની અભિલાષા થઈ છે ને પરસુખની કલ્પના છૂટી ગઈ છે–
એવો જીવ વૈરાગી થઈને સ્વભાવસુખને વારંવાર ભાવે છે. ને એ રીતે પોતે
ભાવનાવડે આત્માનું પરમ ઈષ્ટ–સુખ પ્રાપ્ત કરે છે. એટલે પરમાર્થે તે પોતે
પોતાનો માર્ગદર્શક ગુરુ છે.
* પહેલાં તો જીવ પોતે મોક્ષસુખનો અભિલાષી થાય, તેનો સાચો ઉપાય જાણે, ને
અંતરની ભાવનાવડે તે ઉપાયના પ્રયત્નમાં વર્તે, ત્યારે આત્મા પોતે પોતાને
મોક્ષના માર્ગે દોરી જનાર ગુરુ છે. પોતે માર્ગ ન જાણે ને સુખના માર્ગે પોતાના
આત્માને પોતે ન લઈ જાય તો બીજા ગુરુ તેને શું કરવાના છે?
* ગુરુએ તો માર્ગનો ઉપદેશ આપ્યો, પણ તે માર્ગને અનુસરશે કોણ? જીવ પોતે
તે પ્રયત્નથી તે માર્ગને અનુસરશે ત્યારે તે સુખ પામશે; ને ત્યારે બીજા ગુરુ
તેના નિમિત્ત કહેવાશે. આ રીતે પરમાર્થથી તો આત્મા પોતે જ પોતાને સુખમાર્ગે
દોરી જનારો ગુરુ છે. બીજા ગુરુ આને મોક્ષમાર્ગે લઈ જાય–એમ કહેવું તે તો
વ્યવહાર છે, નિમિત્તમાત્ર છે–કેવું? કે ગતિમાં ધર્માસ્તિકાય જેવું.
* આત્માના સત્સુખનો જે અભિલાષી થાય તેને જગતસંબંધી બીજી અભિલાષા

PDF/HTML Page 15 of 65
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૨
અંતરમાં ન હોય. જગતના માનની સ્પૃહા એને ન હોય. એક ધર્માત્માને કહ્યું
“તમને આવું અનેક ભવનું જ્ઞાન આવી પવિત્રતા, તે લોકમાં જરાક પ્રસિદ્ધ
થાય....તો.....” ત્યાં તો સહજ ભાવે તે ધર્માત્મા બોલ્યા– “જગતમાં બહાર
પડીને શું કામ છે!” આહા! જુઓ, વૈરાગ્ય! અરે, અમારાં સુખ તો અમારી
પાસે છે ને અમારા ઉપાયથી જ તે મળે છે. બહારમાં સુખ નથી ને બહારના
ઉપાયથી પણ સુખ નથી. અંતરમાં અમારા સુખનો ઉપાય વર્તી રહ્યો છે, ત્યાં
જગતને દેખાડવાનું શુ કામ છે! પોતાનું કામ પોતામાં થઈ જ રહ્યું છે. જુઓ, તો
ખરા! કેટલી નિસ્પૃહતા! પોતાને પોતામાં સમાવાની ભાવના છે.
* અહા, પોતાના આત્માના મોક્ષસુખની જ જેને તાલાવેલી છે, તે તેના ઉપાયને
જાણીને તેના પ્રયત્નમાં પ્રવર્તે છે, ને તેને મોક્ષમંદિરનું ઉદ્ઘાટન થાય છે, તેના
આત્મામાં શુદ્ધઆત્મારૂપ સમયસારની સ્થાપના થાય છે. જુઓ, આજે
સ્વાધ્યાયમંદિરનું ઉદ્ઘાટન ને સમયસારની પ્રતિષ્ઠાનો દિવસ છે. તેમાં અહીં
ધર્માત્મા મોક્ષમાર્ગના મંદિરનું ઉદ્ઘાટન કરીને, આત્મામાં શુદ્ધ સમયસારની
સ્થાપના કરે છે–તેની આ વાત છે.
* સુખનો અભિલાષી થઈને તેનો માર્ગ આત્મા પોતે શોધે છે, ને ત્યારે બીજા
ધર્માત્મા–ગુરુ તો ગતિમાં ધર્માસ્તિકાયવત્ નિમિત્તમાત્ર છે. જે સ્વયં અજ્ઞાની છે
તેને બીજાવડે જ્ઞાની કરી શકાતો નથી. તે સ્વયં જાગીને મોક્ષમાર્ગમાં ગમન કરે
તો ધર્માત્મા ધર્માસ્તિકાયની માફક તેને ઉદાસીન નિમિત્ત છે. પણ જે જીવ સ્વયં
પોતે મોક્ષમાર્ગમાં ગમન કરતો નથી તેને કાંઈ પરાણે ગુરુ જ્ઞાન કરાવી શકતા
નથી,–જેમ સ્થિર રહેલા પદાર્થને ધર્માસ્તિકાય કાંઈ પરાણે ગતિ કરાવતું
નથી તેમ.
* જે જીવ જગતની સ્પૃહા છોડી, આત્મસુખનો અભિલાષી થઈ સ્વભાવસન્મુખ
ઉદ્યમ વડે મોક્ષસુખ સાધવા નીકળ્‌યો તેને ગુરુનો ઈષ્ટ ઉપદેશ નિમિત્ત છે. તેવા
ગુરુ–ધર્માત્માઓ પ્રત્યે તેને ભક્તિ બહુમાન–વિનય વગેરે ભાવો હોય છે. પણ
કાર્યની ઉત્પત્તિ તો પોતાના ઉપાદાનના સ્વાભાવિક ગુણવડૈ પોતાના પ્રયત્નથી
જ થઈ છે; યોગ્યતા વગરના જીવને લાખ ગુરુઓનો ઉપદેશ વડે પણ જ્ઞાનની
ઉત્પત્તિ કરાવી શકાતી નથી. યોગ્યતાવાળો જીવ સ્વત; પ્રેરણાથી જ્યારે
જ્ઞાનાદિમાં પ્રવર્તે છે ત્યારે ગુરુનો ઉપદેશ તો માત્ર નિમિત્ત (ધર્માસ્તિકાયવત્) છે.

PDF/HTML Page 16 of 65
single page version

background image
: જેઠ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૩ :
* ગતિમાં જેવું ધર્માસ્તિકાય નિમિત્ત, તેવું જ સમ્યગ્જ્ઞાનમાં ગુરુ નિમિત્ત,–આમ
કહીને ઉપાદાન–નિમિત્તની સ્વતંત્રતા બતાવી છે. ભાઈ, સ્વત: અજ્ઞાની જીવને
બીજા કોઈ વડે જ્ઞાની કરી શકતો નથી, ને સ્વત; જ્ઞાની જીવને જગતમાં બીજો
કોઈ અજ્ઞાની કરી શકતો નથી, જીવ પોતે પોતાની યોગ્યતાનાબળથી જ જ્ઞાની કે
અજ્ઞાની થાય છે. તેમાં બીજા તો માત્ર તટસ્થ નિમિત્ત છે.
* પણ, જેમ ગતિવાન વસ્તુને ધર્માસ્તિકાય જ નિમિત્ત હોય, વિરુદ્ધ ન હોય, તેમ
મોક્ષસુખરૂપ પરિણમનારે જ્ઞાનીધર્માત્માગુરુ પ્રત્યે વિનય–ભક્તિ–બહુમાન હોય,
તેવું જ નિમિત્ત તેને હોય, વિરુદ્ધ નિમિત્ત ન હોય. છતાં નિમિત્તની આધીનતા
નથી. જેમ ગતિ વખતે નિમિત્તરૂપે ધર્માસ્તિકાય હોય જ છે, કાંઈ તેને બોલાવવા
જવું નથી પડતું કે ‘મારે ગતિ કરવી છે માટે તું નિમિત્ત થવા આવ.’ તેમ
મોક્ષસુખનો અભિલાષી જીવ પોતાની યોગ્યતાવડે પ્રયત્નપૂર્વક જ્યારે
મોક્ષમાર્ગમાં ગમન કરે છે ત્યારે ધર્માત્માગુરુઓનો ઈષ્ટ ઉપદેશ તેને નિમિત્તરૂપે
હોય છે. પણ તેને શોધવા માટે રોકાવું નથી પડતું. ઉપાદાન–નિમિત્તની સંધિ
સહજપણે મળી જ જાય છે. માટે હે જીવ! તું જાગીને તારા સુખનો ઉદ્યમ કર,–
એવો ઈષ્ટ ઉપદેશ છે.
* પ્રશ્ન:– યોગ્યતાથી જ કાર્ય થાય છે ને બીજો તેમાં કાંઈ કરતો નથી તો શું
નિમિત્તનું નિરાકરણ થઈ ગયું? નિષેધ થઈ ગયો?
તેના ઉત્તરમાં કહે છે કે પ્રકૃત કાર્ય થવામાં વસ્તુની યોગ્યતા જ કાર્યકારી છે, ત્યાં
બીજા ગુરુ કે શત્રુ–તે તો બાહ્ય નિમિત્તમાત્ર છે; ધર્માસ્તિકાય જેમ ગતિમાં
ઉદાસીન નિમિત્ત છે, તેમ બીજા પદાર્થો માત્ર નિમિત્ત છે. આથી નિમિત્તનો
નિષેધ નથી થઈ જતો, પણ વસ્તુસ્થિતિ જેમ છે તેમ રહે છે. નિમિત્તપણે નિમિત્ત
હોવા છતાં પ્રકૃત કાર્યમાં (–હિત, અહિત વગેરેમાં) તે ધર્માસ્તિકાયવત્
અકિંચિત્કર છે. જેમ ગતિમાં ધર્માસ્તિકાય નિમિત્ત હોવા છતાં તે અકિંચિત્કર છે,
તેમ બધાય નિમિત્તો અકિંચિત્કર છે. હિતમાં ગુરુ નિમિત્ત, કે અહિતમાં શત્રુ
નિમિત્ત, તે બંને નિમિત્તો અકિંચિત્કર છે, જીવોને હિત–અહિતરૂપ પ્રવૃત્તિ
પોતાની જ યોગ્યતાના બળે થાય છે. આવી સ્વતંત્રતાનો ઉપદેશ તે જ ઈષ્ટ
ઉપદેશ છે; હિત અહિતમાં જીવની પરાધીનતા બતાવે તો તે ઉપદેશ ઈષ્ટ નથી,
સત્ય નથી, હિતકર નથી.
(ઈષ્ટોપદેશ ગા. ૩૪–૩પ)

PDF/HTML Page 17 of 65
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૨
આત્મિક–આરાધનાના હેતુભૂત પૂ. ગુરુદેવનું જીવન મુમુક્ષુઓને આદરણીય છે.
હજારો મુમુક્ષુઓના જીવનમાં ગુરુદેવનો ઉપકાર છે. દરવર્ષે ભક્તિ અને ઉલ્લાસપૂર્વક
હજારો મુમુક્ષુઓ ગુરુદેવની જન્મજયંતિનો ઉત્સવ ઊજવે છે. આ વર્ષે પણ વૈશાખ સુદ
બીજે ગુરુદેવની ૭૭મી જન્મજયંતિ ઠેરઠેર આનંદોલ્લાસપૂર્વક ઉજવાઈ હતી. સોનગઢમાં
ગુરુદેવની જન્મજયંતિનો આ ઉત્સવ ગુરુદેવની છત્રછાયામાં પાંચ વર્ષે ઉજવાતો હોવાથી
વિશેષ આનંદોલ્લાસપૂર્વક ઉજવાયો હતો.
એક તરફ જન્મોત્સવની વિવિધ તૈયારીઓ ચાલી રહી હતી; બીજી તરફ
સિદ્ધચક્રવિધાન–મહાપૂજા ઘણા આનંદોલ્લાસથી ચાલતું હતું. ચૈત્ર વદ અમાસે ૧૦૨૪
અર્ઘના મહાપૂજનમાં પૂ. ગુરુદેવ પધાર્યા હતા; સિદ્ધચક્રવિધાનની પૂર્ણતા અત્યંત હર્ષ–
ભક્તિપૂર્વક થઈ હતી.
૭૭મા જન્મોત્સવનો સૂચક એક સૂસજ્જિત મંગલમંડપ સ્વાધ્યાય મંદિરના
પ્રાંગણમાં રચાયો હતો. આ મંગલમંડપની રચના અષ્ટમંગલ તથા અષ્ટપ્રાતિહાર્ય સંબંધી
૭૭ વસ્તુઓ (ચામર–છત્ર–ભાવમંડલ–સિંહાસન–દિવ્યધ્વનિ–દેવદુન્દુભી–પુષ્પવૃષ્ટિ–
અશોકવૃક્ષ–કલશ–ઝારી–દર્પણ–સ્વસ્તિક–ધજા–વીંઝણા) વડે થઈ હતી. મંડપમાં ધર્મચક્ર
ફરતું હતું. બીજી તરફ ૭૭ સ્વસ્તિકની મંગળમાળા ઝુલતી હતી, ૭૭ પૂર્ણકળશ શોભતા
હતા ને ૭૭ દીપકોની દીપમાળા લટકતી હતી. મોટા દરવાજે સ્ટીલના વાસણોનું મોટું
પ્રવેશદ્વાર ઝગઝગાટ કરતું હતું. દરવાજાથી સ્વાધ્યાય મંદિર સુધીનો રસ્તો આમ્રફળથી
ઝુલતી ૭૭ કમાનો વડે અતિશય સુસજ્જિત કરવામાં આવ્યો હતો. એ સુસજ્જિત
કમાનો વચ્ચે થઈને પૂ. ગુરુદેવ ‘મંગલમંડપ’ માં પધાર્યા હતા.
આઠ દિવસ અગાઉથી જ ભક્તિમાં હર્ષોલ્લાસ અને નવીનતાનો પ્રારંભ થઈ
ગયો હતો....જેમાં વૈશાખ સુદ એકમ બીજના દિવસોની ભક્તિ તો બહુ જ આનંદકારી
હતી. અજમેરની ભજનમંડળી આવી હોવાથી રાત્રે પણ ભક્તિનો પ્રોગ્રામ રહેતો હતો.
વૈશાખ સુદ એકમે આખો દિવસ તૈયારી ચાલી હતી. રાત્રે જિનમંદિરમાં જન્મોત્સવ
સંબંધી ભક્તિ બાદ ઉત્સવની જે ઉમંગભરી તૈયારીઓ ચાલતી હતી તે દર્શનીય હતી.
વૈશાખ સુદ બીજનો સૂર્ય ઉગ્યા પહેલાં તો ચૈતન્યસૂર્યના જન્મની વધાઈ ચારેકોર
પ્રસરી રહી હતી. ક્્યાંય ઘંટનાદ ને ક્્યાંય

PDF/HTML Page 18 of 65
single page version

background image
: જેઠ : ૨૪૯૨ આત્મધર્મ : ૧પ :
વાજિંત્રનાદ; ક્યાંય વધાઈ ને કયાંક દીપમાળા.....ભક્તોનાં ટોળેટોળાં મંગલ વધાઈ
લેવા સ્વાધ્યાયમંદિર તરફ ઉમટયા. મંગલપ્રભાતમાં ગુરુદેવે જિનમંદિરમાં આવી
સીમંધરનાથ પ્રભુના દર્શન કર્યા, અર્ઘ ચડાવી પૂજન કર્યું. ને આશીર્વાદ લીધા.....પછી
મંગલમાર્ગમાં આમ્રફળથી ઝુમતી ૭૭ સુસજ્જિત કમાનો વચ્ચે થઈને હજારો ભક્તોના
જયજયનાદપૂર્વક મંગલમંડપમાં પધાર્યા. અષ્ટપ્રાતિહાર્ય તથા અષ્ટમંગલ સંબંધી ૭૭
વસ્તુઓવડે રચાયેલ મંગલમંડપ અનેરો શોભતો હતો; એ મંડપ વચ્ચે ગુરુદેવ બિરાજતા
હતા; ધર્મચક્ર ફરી રહ્યું હતું; ૭૭ દીપકોની માળા ઝગઝગતી હતી; ૭૭ સ્વસ્તિક ને ૭૭
કળશ શોભતા હતા. મંડપની શોભા અનેરી હતી,–ભામંડળ ને સિંહાસન, છત્ર ને ચામર,
દર્પણ ને કળશ, ધજા ને દુદુંભી, સ્વસ્તિક ને “કાર વગેરેથી મંડપ ઘણો શોભતો હતો ને
તેનાથીય વધુ મંડપ વચ્ચે ગુરુદેવ શોભતા હતા. ચારેકોર ભક્તોની ભીડ જયજયકારથી
સુવર્ણધામને ગજાવી રહી હતી. આવા ઉમંગભર્યા વાતાવરણમાં જન્મવધાઈ શરૂ થઈ;
હજારો ભક્તોએ શ્રીફળ વગેરે ભેટ ધરીને વધાઈ લીધી...
ત્યારપછી જિનમંદિરમાં મહાપૂજન થયું. પૂજન પછી જિનવાણીમાતાની ભવ્ય
રથયાત્રા નીકળી હતી. રજતના રથની બધી પીઠિકાઓમાં જિનવાણીને બિરાજમાન કર્યા
હતા. રથયાત્રાની આ એક નવીનતા હતી. જિનવાણીનો રથ ઘણો શોભતો હતો. અને
રથયાત્રામાં વચ્ચે જિનવાણીરથના સારથિ તરીકે ગુરુદેવ રથમાં બેઠા હતા. સેંકડો ભક્તો
હોંશથી રથને દોરતા હતા, ને મહા આનંદથી રથયાત્રા નીકળી હતી. રથયાત્રા પછી
પ્રવચનમાં ગુરુદેવે કહ્યું–આ ભગવાન આત્મા સમ્યક્સ્વભાવી સૂર્ય છે, તેને દેહ નથી,
તેને જન્મ–મરણ નથી, તો જ્ઞાનીને મરણનો ભય કેવો? જન્મ કે મરણ મારાં નથી, હું
તો અવિનાશી જ્ઞાનસૂર્ય છું. ભાવ મારા સ્વરૂપમાં નથી; ભવ અને ભવનો ભાવ મારા
ચૈતન્યસ્વરૂપમાં નથી. જેમ સૂર્યને મરણ નથી તેમ ચૈતન્યસૂર્યને મરણ નથી. એ તો
સહજ સ્વયંસિદ્ધ શાશ્વત વસ્તુ છે. આવા જન્મ–મરણરહિત જ્ઞાનસ્વરૂપની આરાધના
કરવા માટે આ અવતાર છે; ભવના અભાવ માટે આ ભવ છે. ભવનું કારણ ભ્રાંતિ, તે
જ્યાં છૂટી ગઈ ત્યાં હવે ભવ કેવા?
અબ હમ અમર ભયે ન મરેંગે.
યા કારન મિથ્યાત્વ દીયો તજ,
ફિર કયોં દેહ ધરેંગે?
......અબ
આમ સભાને ભવના અભાવની ભાવનામાં ઝુલાવતાં ઝુલાવતાં ગુરુદેવે કહ્યું કે–
સ્વભાવનો સંગ કરવાથી નિરાકૂળ આનંદ મળે છે, જેટલું પરસંગનું લક્ષ થાય તેટલી
આકુળતા છે. આત્મા જ આનંદનું ધામ છે; તેના વેદનમાં કોઈ પીડા નથી, જન્મ–મરણ
નથી, રોગ નથી. દેહને હું ધારણ ધરતો નથી ને મરણ પણ મારૂં નથી; દેહથી પાર–
જન્મમરણથી પાર હું તો સ્વસંવેદનમાં આવતો અમૂર્ત–અવિનાશી–ચિદાનંદ સ્વરૂપ
આત્મા છું.–

PDF/HTML Page 19 of 65
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૨
મારા અંતરમાં સ્વસંવેદનથી,
ચૈતન્યસૂર્ય ઊગીયોજી....
ચેતનના અંતરમાં સ્વસંવેદનથી
સમકિત સૂરજ ઊગીયોજી.....
આમ ધર્મીને અપૂર્વ સુપ્રભાત ખીલ્યું છે. જ્ઞાની પોતાને ચૈતન્યલક્ષી જાણતા થકા
નિઃશંક છે; તેને મરણાદિનો ભય હોતો નથી કેમકે આત્માનું મરણ કદી થતું નથી.
પ્રવચન પછી માનનીય પ્રમુખથી વગેરેએ સભા તરફથી ગુરુદેવ પ્રત્યે અભિનંદન
તથા શ્રદ્ધાંજલિ વ્યક્ત કરતા ભાષણો કર્યા હતી, તથા જન્મોત્સવની ખુશાલીમાં ૭૭ રૂા.
ની અનેક રકમો જાહેર થઈ હતી. બપોરે સોનગઢની બાલિકાઓએ જન્મોત્સવનો
મહિમા વ્યક્ત કરતું આનંદ–નાટક કર્યું હતું; તેમાં વિદેહનું વર્ણન અને ગુરુદેવનો મહિમા
વગેરે સાંભળતા સૌને હર્ષ થતો હતો બપોરે પ્રવચન પછી બહારગામથી આવેલા
સન્દેશાઓનું વાંચન થયું હતું. (ઘણા સન્દેશાઓ હોવાથી માત્ર નામ અને ગામ જ
વંચાયા હતા.) અશોકનગર, કલકત્તા, નારાયણનગર, ભરૂચ, દિલ્હી, ખંડવા, ઈન્દોર
વડાલ, બોટાદ, વીંછીયા, મોરબી, સુરેન્દ્રનગર, ભોપાલ, મુંબઈ, મદ્રાસ, પાલેજ,
જીનીવા, નાઈરોબી, સુરત, અમદાવાદ, જામનગર, પાલીતાણા, ઘાટકોપર, પોરબંદર,
બડી સાદડી, અજમેર, વઢવાણ, વાંકાનેર, ઘોન્ડ, જયપુર, લશ્કર અશોકનગર, મોશી
(આફ્રિકા), રાજકોટ, ધ્રાંગધ્રા, લાઠી, ભાવનગર, પુના, થાણા, ભીમન્ડી, મીયાંગામ,
સોલાપુર, ખરગપુર, સાગર, ગુના, રાધૌગઢ, દેહગામ, જસદણ, ખૈરાગઢરાજ, રાણપુર,
વલસાડ, લીંબડી, ચોટીલા, સનાવદ, જોરાવરનગર, ન્યુયોર્ક, કોચીન, ભીલાઈ, રંગુન,
દેવલાલી, ગોધરા, સહારનપુર, થાનગઢ, ઉજ્જૈન, ગઢડા, ઓરીવાડ, ભીન્ડ, અંજડ,
છાણી, ઉદેપુર, મલાડ, જલગાંવ, મલકાપુર, નાગપુર, એડન, રાંચી, ડુંગરગઢ, ઈલોરા,
સાંગલી, પેટલાદ, જમશેદપુર, આકોલા, બેંગલોર–એ પ્રમાણે દેશ–વિદેશથી ૨૦૦
ઉપરાન્ત ભક્તિભર્યા તાર સન્દેશ આવ્યા હતા. સાંજે તેમજ રાત્રે જિનમંદિરમાં
ઉલ્લાસભરી ભક્તિ થઈ હતી.–આમ આનંદપૂર્વક સોનગઢમાં વૈશાખ સુદ બીજ ઉજવાઈ
હતી. વૈશાખ સુદ ત્રીજે પણ ઉત્સવ જેવું વાતાવરણ ચાલું હતું. એ દિવસે શેઠશ્રી મગનલાલ
સુંદરજીના નવા મકાનના વાસ્તુ નિમિત્તે ગુરુદેવનું પ્રવચન તેમના ઘરે થયું હતું.
સોનગઢ સિવાય બીજા પણ અનેક સ્થળોએ ઉત્સાહપૂર્વક ગુરુદેવનો જન્મોત્સવ
ઉજવાયો હતો. જેમાંથી ગુના, દિલ્હી, ભોપાલ, સહારનપુર, કલકત્તા, ઈન્દોર વગેરે
સ્થળોએ ઉલ્લાસપૂર્વક જન્મજયંતિ ઉજવવાના સમાચાર આવેલ છે.

PDF/HTML Page 20 of 65
single page version

background image
: જેઠ : આત્મધર્મ : ૧૭ :
સાધર્મી પાઠકોના વિચારોને વ્યક્ત કરતો આ વિભાગ જો કે બધા
સાધર્મીઓ માટે ખુલ્લા છે, પરંતુ બાલવિભાગમાં ઉત્સાહથી ભાગ લઈને
આ વિભાગનો મોટો ભાગ આપણા બાલ–સભ્યોએ જ રોકી લીધો છે. અને
બાળકોના હૃદયમાં આ રીતે ધાર્મિક તરંગો વિકસે–તે બહુ સારી વાત છે.
* બગસરાથી એક ભાઈ લખે છે કે છોકરાવ ઉત્સાહથી બાલવિભાગ વાંચે છે,
અને વેન કરે છે કે બાપુજી, પુસ્તક (દર્શનકથા) ક્્યારે આવશે? ને ગુરુજીના દર્શન
કરવા સોનગઢ જવું છે–તો અમને ક્્યારે તેડી જશો?
* રંજનબેન વાડીલાલ (સ. નં. ૨૪૪) વઢવાણ–પૂછે છે–કે કોઈ પણ ધર્મી જીવ
દેવલોકમાંથી અહીં આવી પ્રભાવનાના નિમિત્ત શા માટે નહીં બનતા હોય?
ઉત્તર:– અત્યારે પણ અનેક ધર્માત્માઓ ધર્મની પ્રભાવના કરી જ રહ્યા છે. અને
જ્યારે તેવા પ્રકારનો વિશિષ્ટ પ્રભાવનાનો યોગ હોય ત્યારે દેવોનું આગમન વગેરે પણ
થાય છે. ધર્માત્મા જીવ સ્વર્ગમાં પણ ધર્મની પ્રભાવના કરતા હોય છે, ને અનેક જીવોને
સમ્યક્ત્વ પમાડતા હોય છે. બાકી તો પંચમકાળમાં જેમ મનઃપર્યયજ્ઞાન; ક્ષાયિક
સમ્યક્ત્વ વગેરેનો અભાવ થયો તેમ દેવોનું આગમન વગેરે પણ ઘટતું ગયું. ભલે દેવોનું
આગમન ન દેખાય તો પણ આપણે આપણું હિત સાધી લેવા પૂરતો મહાન પ્રભાવના
યોગ ધર્માત્માઓના પ્રતાપે અત્યારે વર્તી જ રહ્યા છે. ધર્માત્મા જ્યાં બિરાજતા હોય ત્યાં
તેમના અષ્ટાંગ–કિરણો વડે ધર્મની જાહોજલાલી વર્તે છે ને જીવો પોતાનું હિત સાધે છે.
સોનગઢનું આવું વાતાવરણ એકવાર તો તમને દેવના આગમનની વાત પણ
ભુલાવી દેશે.
* રાજકોટથી રજનીકાન્ત પારસરામ (સ. નં. ૬૦૮) લખે છે કે–આત્મધર્મ હું
વારંવાર વાંચુ છું ને દરેક બાલમિત્રોને વાંચવા ખાસ ભલામણ કરું છું. શૈલિ ઘણી સુંદર
છે. વાંચતાં જાણે એમ લાગે છે કે ગુરુદેવનું પ્રત્યક્ષ પ્રવચન સાંભળું છું, ને ગુરુદેવ મારા
હૃદયમાં વસે છે. ‘દર્શનકથા’ પુસ્તક મેં વાચ્યું છે ને બીજા બાળકોને પણ વાંચવા આપું છું.