Atmadharma magazine - Ank 273a
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 58
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૩
સળંગ અંક ૨૭૩A
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 58
single page version

background image
૨૭૩ A
પરમાત્માના તેડા આવ્યા છે
જાણે કે સાક્ષાત્ પરમાત્માએ બોલાવ્યા હોય ને તેમને
મળવા માટે જતા હોય–તેમાં કેટલો આહ્લાદ હોય! તેમ
સ્વભાવની ભાવનામાં સાધકને પરમ આહ્લાદ છે. એક
સામાન્ય રાજા મળવા માટે બોલાવે તોય કેવો હોંશથી તેને
મળવા જાય છે. અહીં તો ભગવાન ભેટવા બોલાવે છે કે આવ
રે આવ......આ આનંદમય ચૈતન્યધામમાં આવ! આ ચૈતન્યના
અનુભવમાં એકલો આનંદનો આહ્લાદ જ ભર્યો છે. આવા
પરમાત્માને ભેટવા જતાં સાધકના અનેરા ઉલ્લાસની શી વાત!
શુદ્ધ આનંદસ્વભાવનો જે ખરેખરો ઉલ્લાસ ને ઉમંગ
આવવો જોઈએ તેવો ઉલ્લાસ અજ્ઞાનીને નથી આવતો તેથી તે
બીજે અટકી જાય છે. ખરો ઉલ્લાસ અને ઉમંગ આવે તો
અનુભવ થાય જ. આનંદ–અમૃતથી ભરેલી પોતાની સ્વવસ્તુ
તેના પ્રત્યે અસંખ્યપ્રદેશ ઉલ્લસિત થતાં પરિણતિ પરભાવથી
પાછી ફરી જાય છે, સ્વાનુભવ કરે છે; તે સ્વાનુભવમાં તેને
પરમાત્માની પ્રાપ્તિ છે; અલ્પકાળમાં તે સ્વયં પરમાત્મા થાય છે.
એ સાધકને પરમાત્માના તેડા આવી ગયા છે.
(પ્રવચનમાંથી)
વર્ષ: ૨૩ અધિક અંક: વાર્ષિક લવાજમ રૂા. ચાર: વીર સં. ૨૪૯૨ અધિક શ્રાવણ
તંત્રી: જગજીવનદાસ બાવચંદ દોશી. સંપાદક: બ્ર. હરિલાલ જૈન

PDF/HTML Page 3 of 58
single page version

background image




















જયપુરના સુપ્રદ્ધિ અધ્યાત્મપંડિત શ્રી ટોડરમલ્લજીએ રચેલા સુપ્રસિદ્ધ શ્રી
મોક્ષમાર્ગ પ્રકાશકની તેમના હસ્તાક્ષરમાં લખાયેલી મૂળ પ્રતનું મંગલાચરણનું પહેલું
પાનું અહીં છાપેલ છે.
“ નમ: સિદ્ધં.અથ મોક્ષમાર્ગ પ્રકાશક નામ શાસ્ત્ર લિખ્યતે.દોહા.
મંગલમય મંગલકરણ વીતરાગવિજ્ઞાનનમોં તાહિ જાતેં ભયે, અરહંતાદિ મહાન।। ।।

PDF/HTML Page 4 of 58
single page version

background image
: અધિક શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૧ :
વષ ૨૩
વાર્ષિક લવાજમ અંક ૨૭૩ A
રૂ. ૪ વર સ. ૨૪૯૨
અધક શ્રવણ
મુમુક્ષુએ સ્વાનુભવવડે પોતાના મોક્ષમાર્ગને અંતરમાં જોયો છે. જેમ
મુક્ત એવા સિદ્ધભગવંતો કદી વિકારને પામતા નથી, તો હું પણ તેમના જેવો
જ આત્મા છું, માટે વિકારને પામું એવો મારો પણ સ્વભાવ નથી.
સિદ્ધભગવંતોએ વિકારના કારણરૂપ એવા સમસ્ત શુભ–અશુભ કૃત્યોનો નાશ
કર્યો છે, સમસ્ત શુભાશુભને છેદીને તે ભગવંતો પરમ શુદ્ધદશાને પામ્યા છે,–
માટે હું પણ હવે તેમની જેમ મારા પરમ સ્વભાવના અવલંબનવડે સમસ્ત
શુભ–અશુભને છોડીને એ જ મુમુક્ષુપંથે જાઊં છું. આ જ એક મુમુક્ષુઓનો
માર્ગ છે, બીજો માર્ગ નથી. મોક્ષને પામેલા એવા સિદ્ધભગવંતોએ જે કર્યું તે
જ મુમુક્ષુનો માર્ગ છે. મુમુક્ષુ એ પણ સિદ્ધનો નાતીલો છે, તેથી
સિદ્ધભગવંતોએ જે કર્યું તે જ તેનું કર્તવ્ય છે.
શુભાશુભથી પાર જે એકલું જ્ઞાન તેનો અનુભવ કરતાં મોક્ષમાર્ગ
થાય છે. હે જીવ! તું જ્ઞાનનો દરિયો ને સુખથી ભરિયો, તેને જ્ઞાનવડે તું જાણ,
તો તને મોક્ષમાર્ગ થશે ને આનંદનો અનુભવ થશે.–આવો અનુભવ કરવો તે
જ મુમુક્ષુનો માર્ગ છે. સિદ્ધભગવંતો આ પંથે સિદ્ધ થયા છે, ને મુમુક્ષુ કહે છે કે
હું પણ એ જ માર્ગે જાઉં છું. દેહની ક્રિયામાં કે રાગમાં ક્્યાંય મુમુક્ષુનો માર્ગ
નથી, મુમુક્ષુનો માર્ગ સ્વાધીન છે, તે માર્ગ પોતાના અંતરમાં પુણ્ય–પાપરહિત
જે આત્મઅનુભૂતિ તેમાં જ સમાય છે. સ્વાનુભવવડે એ માર્ગ મુમુક્ષુએ
જોયેલો છે, ને એ જોયેલા–જાણેલા–અનુભવેલા માર્ગે તે મોક્ષમાં જાય છે.–
આવો મુમુક્ષુનો માર્ગ છે. તે પરમ આનંદમય છે. હું પણ હવે તે માર્ગે જાઉં છું.

PDF/HTML Page 5 of 58
single page version

background image
: ૨ : આત્મધર્મ : અધિક શ્રાવણ : ૨૪૯૨
સાધકના રણકાર
સિદ્ધપદને સાધવા નીકળેલો મુમુક્ષુ પોતાના પરમાત્મસ્વરૂપની
પ્રતીતના રણકાર કરતો સ્વસન્મુખ થઈને સિદ્ધપદને સાધે છે–તેનું
જોશદાર વર્ણન: (યોગસાર ઉપરના પ્રવચનમાંથી)
જિનવાણીના ચારે અનુયોગના લાખો કથનનો સાર આ છે કે હું પરમાત્મા છું–
એમ પોતાના સ્વરૂપને પ્રતીતમાં લઈને તેનું ચિન્તન કરવું. જેવા પરમાત્મા તેવો જ હું
એમ પરમાત્મસ્વરૂપની પ્રતીતના પડકાર કરતો જે આત્મા જાગ્યો તેને રાગની રુચિ રહે
નહિ; હવે ક્્યાંય અટક્યા વગર પરમાત્મા થયે જ છૂટકો. આ રીતે પોતાના આત્માને
સર્વજ્ઞ સમાન પૂર્ણસ્વરૂપે અનુભવમાં લેવો તે સર્વ જિનસિદ્ધાંતનો સાર છે.
“જિન સોહી હૈ આતમા, અન્ય હોઈ સો કર્મ;
યેહી વચનસે સમજ લે જિન–પ્રવચનકા મર્મ”
પૂર્ણતાને સાધવા ઊપડ્યો તેની પ્રતીતના પડકાર છાના રહે નહીં. રણે ચડેલા
રજપૂત કાયરતાની વાત કરે નહિ, તેમ ચૈતન્યની પરમાત્મદશાને સાધવા માટે રણે
ચડેલો મુમુક્ષુ રાગની રુચિમાં રોકાય નહિ; રાગ નહિ, અલ્પતા નહિ, હું પૂર્ણાનંદથી ભરેલો
પરમાત્મા છું–એમ સત્ સ્વભાવના રણકાર કરતો જાગ્યો તેની શૂરવીરતા છાની રહે નહિ.
હું પરમાત્મા છું એમ સ્વસન્મુખ થઈને જે અનુભવે તે જ બીજા પરમાત્માને
સાચા સ્વરૂપે ઓળખી શકે છે. પોતામાં પરમાત્મપણું દેખ્યા વગર બીજા પરમાત્માના
સ્વરૂપની સાચી ઓળખાણ થઈ શકે નહિ. માટે બીજી બધી વિકલ્પજાળ છોડીને હે જીવ!
સ્વમાં ઉપયોગ જોડીને ‘હું જ સર્વગુણસંપન્ન પરમાત્મા છું’ એમ આત્માનો અનુભવ કર.
–એ જ સિદ્ધાંતનો સાર છે.
‘હું રાગી, હું દ્વેષી’ એવા સ્વરૂપે આત્માને ચિંતવતાં પરમાત્મપણું નહિ પ્રગટે;
પણ રાગી હું નહિ, હું તો પરમાત્મા છું–એમ આત્માને પરમાત્મસ્વરૂપે ચિંતવતાં
પરમાત્મપણું પ્રગટે છે. હે જીવ! આ લોકોત્તર વીતરાગમાર્ગને સાધતાં તું લોકેષણામાં
અટકીશ નહિ, લોક શું કહેશે–તેની સામે જોઈને રોકાઈશ નહિ. શાસ્ત્રોના વિકલ્પોમાં
અટકીશ નહિ ને મોટા પંડિતો શું માને છે તેની ચર્ચામાં રોકાઈશ નહિ. એ બધી
વિકલ્પજાળને તોડીને તારા પરમ

PDF/HTML Page 6 of 58
single page version

background image
: પ્ર. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૩ :
સ્વરૂપને પ્રતીતમાં લઈને તેને જ ચિંતનમાં લે. ‘હું સર્વજ્ઞસ્વભાવથી ભરપૂર ભગવાન છું’
એવા અનુભવના જોરે વીરના પંથે મોક્ષમાર્ગને સાધવા નીકળ્‌યો તે સાધક અફરગામી છે.
તે પાછો નહિ ફરે; અપ્રતિહતભાવે તે મોક્ષને સાધશે.
હું પરમાત્મા છું એવા સ્વભાવનો જે નકાર કરે છે ને રાગાદિ ભાવોરૂપે જ
આત્માને અનુભવે છે–તે જીવ સ્વભાવસત્તાનો અનાદર કરીને નાસ્તિક થઈ જશે. અને
રાગથી પાર મારી ચૈતન્યસત્તામાં પરમાત્મપણું ભરેલું છે એવા સ્વભાવને અનુભવનાર
જ્ઞાની રાગને તોડીને અતીન્દ્રિય પરમાત્મા થશે, બીજા જીવો ઈન્દ્રિયો વડે જેનું અસ્તિત્વ
જાણી ન શકે એવા સિદ્ધપદને તે પામશે.
વિકલ્પની જાતનો હું નહિ, હું તો સિદ્ધપરમાત્માની જાતનો છું એમ પોતાના
આત્મને સિદ્ધસ્વરૂપે ધ્યાવતાં સાધકના અંતરમાં પરમ આનંદરૂપી દૂધની ધારા છૂટે છે.
શબ્દોથી પાર ને મનના વિકલ્પોથી પાર અતીન્દ્રિયઆનંદસ્વરૂપ આત્મા તે સ્વાનુભવનો જ
વિષય છે. અરે, પરમ અચિંત્ય એનો મહિમા, તું અંતરમાં નજર કરીને, અંતરમાં ઉપયોગ
મુકીને એને જોવાનો પ્રયત્ન કર. અંતરમાં જેને જોતાં તું ન્યાલ થઈ જઈશ એવું તારું
સ્વરૂપ છે.
જિનેન્દ્રદેવ જેવા તારા સ્વરૂપને લક્ષમાં લઈને ક્ષણે ક્ષણે તું એને ચિંતવ; એને
ચિન્તવતાં આનંદનો ઉત્પાદ થશે ને વિકલ્પોનો કોલાહલ શમી જશે. વિકલ્પોના કોલાહલ
વગરનું આત્મસ્વરૂપ છે, તે વિકલ્પ વડે કેમ અનુભવાય? વિકલ્પોથી તે પાર છે. આત્માની
શ્રદ્ધા–જ્ઞાન–આનંદ તે બધાય અતીન્દ્રિય છે, મનના વિકલ્પોથી પાર છે. આવા સ્વભાવને
સાધવા માટે જે જીવ જાગ્યો તે સાધકની રુચિના રણકાર કોઈ જુદી જ જાતના હોય છે.
આ...ત્મ...ધ...ર્મ
આત્માર્થીતાને પોષણ મળે એવું ઉચ્ચ સાહિત્ય વાંચવાની આપને જિજ્ઞાસા હોય,
સન્તોનાં શાન્તરસઝરતા વચનામૃતનું પાન કરવાની આપને ભાવના હોય,
આપનાં બાળકોને ને પરિવારને અધ્યાત્મના ઉચ્ચ સંસ્કારોનું સીંચન કરવા આપ
ચાહતા હો, તો આપના ઘરમાં “આત્મધર્મ” મંગાવો.
* આત્મધર્મ એ ભારતનું સર્વશ્રેષ્ઠ અધ્યાત્મ–માસિક છે.
* અનેક ચિત્રોથી સુશોભિત લગભગ એકહજાર પાનાની શ્રેષ્ઠ વાંચનસામગ્રી દર વર્ષે
આપે છે. વાર્ષિક લવાજમ ચાર રૂપિયા (નમુનો ફ્રી)
પ્રાપ્તિસ્થાન: જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 7 of 58
single page version

background image
: ૪ : આત્મધર્મ : પ્ર. શ્રાવણ : ૨૪૯૨
મોક્ષમાર્ગના દરવાજા ખોલવાની રીત
આત્મદર્શન એ જ એક મોક્ષનું કારણ છે
(એનાથી ભિન્ન બીજું કોઈ મોક્ષનું કારણ નથી)
ધર્મીને શુદ્ધાત્મા નજીક છે, તેમાંથી મોક્ષમાર્ગ આવે છે, ને
રાગાદિ તો સ્વભાવથી દૂર છે, તેમાંથી કાંઈ મોક્ષમાર્ગ નથી આવતો.
પોતાના શુદ્ધ આત્માની પરમ કિંમત ભાસે તો તેમાં ઉપાદેયબુદ્ધિ થાય,
તેની સન્મુખ પરિણતિ થાય ને મોક્ષમાર્ગ ખૂલે. પણ તે માટે પહેલાં
જ્ઞાનીના સત્સમાગમે તેની તીવ્ર જિજ્ઞાસા જાગવી જોઈએ. એને
રાગનો રસ ઊડી જાય ને શુદ્ધાત્માનો રસ ઘણો વધી જાય. પછી
અંતર્મુખ પરિણામમાં શુદ્ધાત્માને સાક્ષાત્ ઉપાદેય કરતાં પરમ
આનંદસહિત મોક્ષમાર્ગ ખૂલી જાય છે.–આ મોક્ષમાર્ગના દરવાજા
ખોલવાની રીત સન્તોએ મને બતાવી.
[યોગસાર ગાથા ૧૬–૧૮ ઉપરનાં સુંદર પ્રવચનમાંથી]
अप्पा–दंसणु एक्कु परु अण्णु ण किं पि वियाणि ।
मोक्खहं कारण जोइया णिच्छा एहउ जाणि ।।१६।।
જુઓ, અહીં મોક્ષનું કારણ બતાવે છે. મોક્ષનું નિશ્ચય કારણ એક આત્મદર્શન જ
છે, બીજું કાંઈ મોક્ષનું કારણ નથી એમ હે જીવ! તું જાણ.
આત્મદર્શન એક શ્રેષ્ઠ છે, અન્ય ન કિંચિત્ માન;
હે યોગી! શિવહેતુ એ નિશ્ચયથી તું જાણ. (૧૬)
મોક્ષના દરવાજા કેમ ખૂલે? કે પોતાનો મહા કિંમતી જે આત્મસ્વભાવ, તેનું

PDF/HTML Page 8 of 58
single page version

background image
: પ્ર. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : પ :
સમ્યક્પણે દર્શન–શ્રદ્ધાન–અનુભવન તે જ મોક્ષનું કારણ છે; તે જ શ્રેષ્ઠ છે; એ
સિવાય બીજું કાંઈ શ્રેષ્ઠ નથી કે બીજું કાંઈ મોક્ષનું કારણ નથી.–આમ તું નિશ્ચયથી
ચોક્કસ જાણ.
જ્યાં મનની પહોંચ નથી, વચનની જ્યાં ગતિ નથી ને કાયાની જ્યાં ચેષ્ટા નથી,
વિકલ્પનો જ્યાં પ્રવેશ નથી–એવું જે આત્મદર્શન એટલે કે શુદ્ધાત્માની પ્રતીત તે
નિશ્ચયથી મોક્ષનું કારણ છે. આત્મદર્શન કહેતાં અભેદ આત્માના અનુભવરૂપ
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે તેમાં સમાઈ જાય છે; તે જ શ્રેષ્ઠ છે ને તે જ મોક્ષમાર્ગ
છે. આ સિવાય બીજું કાંઈ શ્રેષ્ઠ ન જાણ, બીજો કોઈ મોક્ષમાર્ગ ન માન.
દેહ–મન–વાણીની ક્રિયાનો જેમાં પ્રવેશ નથી, મનના વિકલ્પોથી જે ગમ્ય નથી
એવું જે શુદ્ધઆત્મતત્ત્વ, તેનું દર્શન–તેનું જ્ઞાન–તેની અનુભૂતિ એ જ એક શ્રેષ્ઠ–ઉત્તમ
મોક્ષકારણ છે. વચ્ચે બીજા વિકલ્પો હોય પણ તે મોક્ષનું કારણ નથી, તે શ્રેષ્ઠ નથી.
રત્નત્રયની આરાધનાથી મોક્ષમાર્ગમાં વર્તતા વીતરાગી સન્ત જગતને કહે છે કે
હે જીવો! જગતમાં શુદ્ધાત્માનું દર્શન તે જ એક શ્રેષ્ઠ છે, ને તેના વડે જ મોક્ષમાર્ગ સધાય
છે; એના વગર કદી મોક્ષમાર્ગ સાધી શકાતો નથી. આત્મદર્શનથી અન્ય એવા કોઈ પણ
ભેદ–ભંગ–વ્યવહારના પરાશ્રિત ભાવને મોક્ષમાર્ગ માનવો નહિ. સ્વાશ્રિત ભાવરૂપ
આત્મદર્શન (જેમાં દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે સમાય છે) –તેને જ ખરેખર મોક્ષમાર્ગ
જાણવો. –બીજાને મોક્ષમાર્ગ જરા પણ ન માનવો.
અરે, ગુણ–ગુણીના ભેદના વિચાર વડે પણ જેની પ્રાપ્તિ નથી એવું આત્મદર્શન,
અંતર્મુખ અનુભવવડે થાય છે, ને મોક્ષમાર્ગ તે અનુભવમાં સમાઈ જાય છે. પોતાના
સહજ–આનંદસ્વભાવની સન્મુખ થઈને જ્યાં નિર્વિકલ્પ અનુભવ સહિત સમ્યગ્દર્શન થયું
ત્યાં મોક્ષમાર્ગના દરવાજા ખુલ્યા. અતીન્દ્રિય આનંદસહિત આવું આત્મદર્શન જેને થયું
તેને જગત પ્રત્યે સહજ વૈરાગ્ય પરિણામ હોય છે. પરથી પરાઙ્મુખ ને સ્વભાવની
સન્મુખ એવા જે નિર્મળ પરિણામ તે જ એક મોક્ષનું કારણ છે.
સીમંધર ભગવાન વગેરે સર્વે તીર્થંકર ભગવંતો આવા મોક્ષમાર્ગને સાધીને
સર્વજ્ઞ પરમાત્મા થયા છે; અનંત સિદ્ધભગવંતોએ આવા મોક્ષમાર્ગને સાધીને સિદ્ધપદ
પ્રાપ્ત કર્યું છે; ગણધરાદિ સન્તો આવા જ મોક્ષમાર્ગને સાધી રહ્યા છે. ને તે તીર્થંકરોએ
તથા ગણધરાદિ સન્તોએ આવો જ એક મોક્ષમાર્ગ બતાવ્યો છે, આ સિવાય બીજું કાંઈ
પણ મોક્ષનું સત્ય કારણ જરાય નથી.
વ્યવહારના રાગમાં મોક્ષમાર્ગ જરાક તો હશે ને?–તો કહે છે કે ના; ‘અન્ય ન
કિંચિત્ માન’ –આ જે સ્વાશ્રિત આત્મદર્શનમય વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગ, તેનાથી

PDF/HTML Page 9 of 58
single page version

background image
: ૬ : આત્મધર્મ : પ્ર. શ્રાવણ : ૨૪૯૨
બીજો કોઈ મોક્ષમાર્ગ જરા પણ નથી; શુભરાગમાં મોક્ષનું કારણપણું જરા પણ નથી.
અરે, રાગ તો બાહ્યભાવ છે, તેના વડે અંદરના અનુભવમાં કેમ જવાય? બહારનો ભાવ
અંદરના ભાવનું કારણ કેમ થાય? –જરા પણ ન થાય. આવી શ્રદ્ધા તો પહેલાં કર.
આવી સાચા મોક્ષમાર્ગની શ્રદ્ધા પણ ન કરે ને રાગને મોક્ષમાર્ગ માને, રાગ જરાક પણ
મોક્ષનું કારણ થશે એમ માને, –તો તે જીવ આત્મદર્શનને જાણતો નથી, ભગવાને કહેલા
સાચા મોક્ષમાર્ગને જાણતો નથી, કે સન્ત–ગુરુઓનાં આદેશને માનતો નથી. સર્વજ્ઞો અને
સન્તોનો આદેશ તો એમ છે કે હે જીવ! સ્વાશ્રિત સમ્યગ્દર્શનાદિને જ તું મોક્ષનું કારણ
જાણ, ને પરસન્મુખ કોઈ ભાવને મોક્ષનું કારણ તું જરા પણ ન માન.
અરે, અંતરમાં પૂર્ણ આનંદનો ભંડાર તું, –તેની સન્મુખ જોયે તારો મોક્ષમાર્ગ છે;
બીજાની સામે જોયે તારો મોક્ષમાર્ગ નથી. તારો મોક્ષ તારા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર
પરિણામથી જ છે, બીજા કોઈ વડે તારો મોક્ષ નથી. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે
સ્વસન્મુખપરિણામ છે. સ્વસન્મુખપરિણામ કોને થાય? કે જેને સ્વતત્ત્વનો ખરો મહિમા
ને પરમ રસ આવે તેને; સ્વવસ્તુની કિંમત ચૂકીને જે જીવ પર વસ્તુની કિંમત અધિક
કરે છે તેના પરિણામ પરસન્મુખ જ રહે છે; સ્વની ઉત્કૃષ્ટ કિંમત (મહિમા) ભાસે તો
પરિણામ સ્વસન્મુખ થાય, ને મોક્ષમાર્ગ પ્રગટે. આ રીતે સ્વસન્મુખતા વડે મોક્ષમાર્ગના
દરવાજા ખુલે છે.
* * *
ગૃહવાસમાં રહેલા સમ્યગ્દ્રષ્ટિને પણ આત્મદર્શનથી મોક્ષમાર્ગના દરવાજા ખૂલી
ગયા છે; તેને શુદ્ધ સ્વતત્ત્વનું ઉપાદેયપણું, ને સમસ્ત પરભાવોનું હેયપણું, એ રીતે હેય–
ઉપાદેય તત્ત્વનું જ્ઞાન વર્તે છે, ને તે જ્ઞાનના બળે તે મોક્ષમાર્ગને સાધી રહ્યા છે. હજી
એને રાગ અને વિકલ્પો છે પણ તેને તે મોક્ષના સાધનપણે નથી સ્વીકારતા; તે રાગાદિ
ભાવોને પોતાના સ્વભાવથી દૂર રાખે છે. શ્રદ્ધામાં–જ્ઞાનમાં શુદ્ધસ્વભાવને નજીક રાખ્યો
છે, ને રાગાદિ પરભાવોને દૂર રાખ્યા છે–જુદા રાખ્યા છે. આવા શ્રદ્ધા–જ્ઞાનસહિત શુદ્ધ
આત્માનું ઉપાદેયપણું ધર્માત્માને ગૃહસ્થપણામાં પણ હોય છે. ઉપયોગ અંદરમાં મુકતાં
આનંદમય થઈ જાય છે. રાગ વખતેય વીતરાગી સમાધિની એક ધારા તેને સાથે જ વર્તે છે.
ધર્મીને શુદ્ધાત્મા નજીક છે, તેમાંથી મોક્ષમાર્ગ આવે છે, ને રાગાદિ તો સ્વભાવથી
દૂર છે, તે દૂરમાંથી કાંઈ મોક્ષમાર્ગ નથી આવતો. શુદ્ધાત્મા વસ્તુ તો પોતે જ છે; હું પોતે
જ પરમ આનંદનું રત્ન છું.–આવી સ્વસંવેદન–પ્રતીતિ ગૃહસ્થી ધર્માત્માને પણ હોય છે.
એને શ્રદ્ધામાં સમીપતા કોની? કે શુદ્ધસ્વભાવની સમીપતા છે, ને રાગાદિ પરભાવો દૂર
છે. ‘આ જ હું’ એવી શુદ્ધતાનું ઉપાદેયપણું છે, ને રાગાદિમાં તન્મયબુદ્ધિ નહિ–તે જ તેનું
હેયપણું છે. ગૃહસ્થને પણ આવા હેય–ઉપાદેયના જ્ઞાનના બળે મોક્ષમાર્ગ

PDF/HTML Page 10 of 58
single page version

background image
: પ્ર. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૭ :
હોય છે. ભલે ચારિત્રદશારૂપ વિશેષ મોક્ષમાર્ગ હજી એને નથી પણ સમ્યગ્દર્શન–જ્ઞાન
તથા સ્વરૂપાચરણરૂપ થોડોક મોક્ષમાર્ગ તો તેને વર્તે છે. ને ગૃહસ્થપણામાંય ધ્યાનના
પ્રયોગવડે કોઈવાર રાગથી ઉપયોગને જુદો પાડીને નિર્વિકલ્પ આનંદને અનુભવે છે.
મોક્ષમાર્ગનો મોટો ભાગ મુનિવરો પાસે છે, એટલે કે ચારિત્રદશા સહિત ઘણો
મોક્ષમાર્ગ મુનિને પ્રગટ્યો છે, ને ગૃહસ્થધર્માત્મા પાસે મોક્ષમાર્ગનો નાનો ભાગ છે.
ભલે નાનો ભાગ, પણ તેની જાત તો મુનિરાજના મોક્ષમાર્ગ જેવી જ છે. શ્રાવકધર્મીને
પણ મોક્ષમાર્ગનો અંશ હોય છે.
કોઈ કહે કે મોક્ષમાર્ગ મુનિને જ હોય ને ગૃહસ્થ શ્રાવકને મોક્ષમાર્ગ જરાપણ ન
હોય,–તો તેને ખરેખર મોક્ષમાર્ગના સ્વરૂપની ખબર નથી ને શ્રાવકધર્માત્માની દશાની
પણ તેને ખબર નથી. અવ્રતી ગૃહસ્થને પણ મોક્ષમાર્ગનો અંશ વર્તે છે.–તે પણ ક્્યારેક
ઉપયોગને અંતરમાં એકાગ્ર કરીને નિર્વિકલ્પ સ્વાનુભવના મહા આનંદને વેદી લ્યે છે.
મુનિને તો ચૈતન્યસ્વરૂપમાં ઘણી લીનતા છે. મુનિ મોટા મોક્ષમાર્ગી છે ને ગૃહસ્થી–
સમ્યગ્દ્રષ્ટિ નાનો મોક્ષમાર્ગી છે.–પણ મોક્ષમાર્ગ તો બંનેને છે; બંને મોક્ષના સાધક છે.
પોતાના શુદ્ધ આત્માની પરમ કિંમત ભાસે તો તેમાં ઉપાદેયબુદ્ધિ થાય, તેની
સન્મુખ પરિણતિ થાય, ને મોક્ષમાર્ગ પ્રગટે પણ તે માટે પહેલાં જ્ઞાનીના સત્સમાગમે
તેની તીવ્ર જિજ્ઞાસા જાગવી જોઈએ. એને રાગનો રસ ઊડી જાય ને શુદ્ધાત્માનો રસ
ઘણો વધી જાય.
પછી અંતર્મુખ પરિણામમાં શુદ્ધાત્માને સાક્ષાત્ ઉપાદેય કરતાં પરમ આનંદસહિત
મોક્ષમાર્ગ ખૂલી જાય છે. આ મોક્ષમાર્ગના દરવાજા ખોલવાની રીત સન્તોએ મને
બતાવી; તેમને નમસ્કાર હો.
સં તો ની વા ણી
ટૂં કી ને ટચ
જીવ જુદો, પુદ્ગલ જુદું,
એ જ તત્ત્વનો સાર;
બીજું વર્ણન જેટલું,
તે આનો વિસ્તાર.

PDF/HTML Page 11 of 58
single page version

background image
: ૮ : આત્મધર્મ : પ્ર. શ્રાવણ : ૨૪૯૨
મુનિ જેવું જ્ઞાનીનું જીવન છે
એના અંતરમાં ભગવાન વસે છે
મુનિઓના મનમાં કોણ વસે છે? મુનિઓના મનમાં, એટલે કે મુનિઓના જ્ઞાનમાં, આનંદથી
ભરેલો આખો આત્મા વસે છે.
મુનિઓના મનમાં ભગવાન વસે છે, રાગ એમના મનમાં વસતો નથી, દેહની ક્રિયા એમના
જ્ઞાનમાં વસતી નથી.
તારે મુનિજીવન જેવું જીવન પ્રાપ્ત કરવું હોય તો તારા જ્ઞાનમાં શુદ્ધઆત્માને વસાવ ને રાગાદિને
જ્ઞાનમાંથી બહાર કાઢી નાંખ.
મુનિઓના જ્ઞાનમાં વસેલો આ સુખસમુદ્ર ભગવાન આત્મા તે વિષયસુખોમાં રત જીવોને સર્વથા
દુર્લભ છે. જેના મનમાં વિષયો વસે તેના મનમાં પરમાત્માનો વાસ ક્્યાંથી હોય?
મુનિવરોની જેમ સાધક ધર્માત્માએ પણ અંતરમાં પોતાના શુદ્ધાત્માને વસાવ્યો છે, ને રાગાદિ
પરભાવો તેના જ્ઞાનથી ભિન્ન રહી ગયા છે. ઘરમાં રહેલા ધર્માત્માના મનમાં (રુચિમાં–જ્ઞાનમાં) ઘર નથી
વસ્યું પણ ચૈતન્ય ભગવાન વસ્યો છે.
ધર્મી સંતોને તો જાણે ભગવાનના તેડાં આવ્યા છે, ભગવાન એને તેડાવે છે... એના હૃદયમાં
ભગવાનને વસાવીને એ સિદ્ધપદ તરફ ચાલ્યા જાય છે.
આવું જીવન એ ધર્મીનું જીવન છે. બાકી જેના હૃદયમાં વિષયકષાયો વસે છે, જેના હૃદયમાં રાગની
ને પુણ્યની અભિલાષા વસે છે તેના હૃદયમાં ભગવાન શુદ્ધ આત્મા વસ્યો નથી, એટલે કે તે ભગવાનના
માર્ગમાં આવ્યો નથી. વિષયકષાયોરૂપી પરભાવમાં લિપ્ત એનું જીવન એ સાચું જીવન નથી.
જ્યાં હૃદયમાં શ્રદ્ધા–જ્ઞાનને ચોકખાં કરીને પરમ આત્મતત્ત્વને વસાવ્યું ત્યાં જીવન આખું પલટી
જાય છે; સુખનો સમુદ્ર અંદરથી ઊછળવા લાગે છે. આવું જીવન ધર્મી જીવે છે. તે જ ખરું જીવન છે.
તારું જીવન ખરું તારું જીવન!
જીવી જાણે છે જ્ઞાની સાચું જીવન:
(નિયમસાર–પ્રવચનમાંથી)
નકામું નાક
સ્પર્શનવડે જિનચરણોની સ્પર્શના થાય છે.
રસનાવડે જિનેન્દ્રગુણોની સ્તવના થાય છે.
નેત્રવડે જિનેન્દ્રદેવનાં દર્શન થાય છે.
શ્રોત્રવડે જિનેન્દ્રગુણોનું શ્રવણ થાય છે.
મનવડે અર્હન્તગુણોનું મનન થાય છે,
એક નાક નકામું છે.

PDF/HTML Page 12 of 58
single page version

background image
: પ્ર. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૯ :
[આત્મધર્મનો ચાલુ વિભાગ: લેખાંક: ૨૦]
(૨૬૧) આત્માને ચિન્તવ હે આત્માર્થી! તારા આનંદમય આત્માને સાધવા માટે
બીજી બધી ચિન્તા છોડીને આત્માને ચિંતવ; જગતની ચિંતાઓમાં અટકીશ તો આત્માને
ક્્યાંથી સાધીશ? માટે બધેથી નિશ્ચિંત થઈને શાન્ત અને નિશ્ચલ પરિણામે આત્માને
ચિન્તવ. એના એકના જ ચિન્તનવડે અતીવ આનંદપૂર્વક તું તારા આત્માને સાધીશ.
(૨૬૨) આત્માર્થીની પ્રવૃત્તિ આત્માર્થી જીવ નિષ્પ્રયોજન પ્રવૃત્તિમાં પડે નહિ. ને
જેમાં પોતાના આત્માનું હિત પોષાય એવી સત્સંગ પ્રવૃત્તિમાં ઉત્સાહથી પ્રવર્તે.
(૨૬૩) હે જીવ! તારી શક્તિને વેડફી ન નાંખ જગતમાં કાંઈ અનુકૂળ–
પ્રતિકૂળ પ્રસંગ બનતાં હે જીવ! તું ચિન્તાના સાગરમાં ન પડ. પણ જેમાં જગતસંબંધી
પ્રસંગોનો પ્રવેશ નથી ને જે આનંદમય છે એવા તારા જ્ઞાન–સમુદ્રમાં તું મગ્ન રહે, તેની
ચિન્તામાં મસ્ત રહે. જગતના કોલાહલની વ્યર્થ ચિન્તામાં તારી શક્તિને વેડફ નહિ; સર્વ
શક્તિને નિજસ્વરૂપના ચિન્તનમાં જોડ.
(૨૬૪) ઉપયોગને અંદર જોડ! તારું જ્ઞાનનું ને આનંદનું ધામ ક્્યાં છે? તારું
સ્વ–સ્થાન જે અસંખ્યપ્રદેશી પરમઆત્મા, તે તારું ઈષ્ટ ધામ છે, તેમાં જ તારા જ્ઞાન ને
આનંદ ભરેલા છે. માટે બીજે બધેથી ઈન્દ્રિય–મન તરફની વૃત્તિઓને રોકીને, ઉપયોગને
અંદરમાં જોડ.–આ જ તારા ઈષ્ટનો ઉપદેશ છે. પાંચ ઈન્દ્રિયના બાહ્ય વિષયોમાં–
અશુભમાં કે શુભમાં ક્્યાંય તારું ઈષ્ટ નથી. માટે બહારની વૃત્તિનો ઉત્સાહ છોડીને
અંતરના ઈષ્ટસ્વભાવ તરફ ઉત્સાહ કર,–કે જ્યાંથી તને આનંદ મળે.
(૨૬પ) દૂર ન દેખ તારા પરમેશ્વરને તું દૂર ન દેખ,
તને જ તું પ્રભુ તરીકે સ્થાપ.
તારી પરમેશ્વરતા તારામાં જ છે,
રાગમાં–વિકલ્પમાં–બહારમાં પ્રભુતા નથી;
આવી પ્રતીતિનું જોર સ્વસંવેદન કરે છે.

PDF/HTML Page 13 of 58
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : પ્ર. શ્રાવણ : ૨૪૯૨
(૨૬૬) જ્ઞાન, કેવળીનું ને સાધકનું જેમ અન્ય એવા રાગદ્વેષને જાણતાં ભગવાન
કેવળીનું જ્ઞાન તે રાગદ્વેષમય થતું નથી; તેમ પોતાથી અન્ય એવા રાગદ્વેષને જાણતું સાધક
જ્ઞાનીનું જ્ઞાન પણ તે રાગદ્વેષમય થતું નથી. એટલે સમ્યગ્જ્ઞાન તે કેવળજ્ઞાનની જાતનું જ છે;
કેવળજ્ઞાનની જેમ સાધકનું સમ્યગ્જ્ઞાન પણ રાગદ્વેષ વગરનું જ છે. આવા જ્ઞાનને ઓળખતાં
જ્ઞાનીને ઓળખી શકાય.
(૨૬૭) આત્માની શક્તિ ને શબ્દોની શક્તિ આત્માની શક્તિ સ્વ–પરને જાણવાની
છે, પરંતુ સ્વ–પરની કથા કહેવાની તાકાત આત્મામાં નથી.
શબ્દોમાં સ્વ–પરની કથા કહેવાની તાકાત છે, પરંતુ સ્વ–પરને જાણવાની શક્તિ નથી.
જે જાણનાર છે તે બોલનાર નથી.
જે બોલનાર છે તે જાણનાર નથી.
જ્ઞાન અને વાણી બંનેનાં કાર્ય ભિન્ન ભિન્ન છે;
બંનેના કર્તા પણ ભિન્ન ભિન્ન છે;
એક ચેતન છે, બીજું જડ છે.
(૨૬૮) અંશ અને અંશીની એક જાત જેમ જ્ઞાનસ્વભાવ સદા મુક્ત છે તેમ તેનો
વ્યક્ત જ્ઞાનાંશ પણ મુક્ત જ છે; જેમ સ્વભાવમાં રાગ એકમેક નથી તેમ વ્યક્તજ્ઞાનાંશમાં પણ
રાગ એકમેક નથી.
અંશ ને અંશીની એક જાત છે.
જ્ઞાનાંશ છે તે સ્વભાવ સાથે સંબંધ વગર કદી ન હોઈ શકે.
જ્ઞાનાંશ છે તે વિકાર સાથે સંબંધ વગરનો પણ હોય છે.
માટે હે જીવ! જેના વગર તારો જ્ઞાનાંશ કદી નથી હોતો એવા તારા સ્વભાવપણે તું
તને દેખ. અને જેના વગર તારો જ્ઞાનાંશ હોય છે એવા પરભાવોને તારા સ્વરૂપે ન દેખ. તેની
વિદ્યમાનતા વખતે પણ તારું વિદ્યમાનપણું તેનાથી જુદું જ છે.
(૨૬૯) જેવો આનંદ પરમાત્માનો, તેવો આનંદ ધર્માત્માનો જેમ પરમાત્માનો
આનન્દ પરની અપેક્ષા વગરનો છે, તેમ ધર્માત્માનો આનન્દ પણ પરની અપેક્ષા વગરનો છે.
બંનેના આનંદની જાત એક છે. બંનેનો આનંદ આત્માના સ્વભાવમાંથી પ્રગટેલો છે.
(૨૭૦) પોતે પોતાને ધ્યાવતાં અહા, આનંદસ્વભાવી હું, મારા જેવો સુખી કોણ–કે
જેને સુખ માટે બહારના કોઈ સાધનની જરૂર ન પડે? બહારના સાધન વગર પોતે પોતાથી
જ પોતામાં અતીન્દ્રિય સુખને અનુભવું–એવી મારી તાકાત છે સુખનું ધામ હું જ છું. સુખ માટે
બહાર ક્્યાંય મારે જોવાપણું નથી.–આવા નિર્ણયથી ધર્મી જીવ સ્વસન્મુખ થઈને ઈષ્ટને ધ્યાવે
છે. જેમ વહાલી માતાને ધાવી ધાવીને બાળક પુષ્ટ થાય તેમ ધર્મીનો વહાલો–ઈષ્ટ જે આત્મા
તેને ધ્યાવી–ધ્યાવીને તે પોતાના જ્ઞાનઆનંદને પુષ્ટ કરે છે. પોતે પોતાને જ ધ્યાવતાં પરમ
આનંદ અનુભવાય છે.

PDF/HTML Page 14 of 58
single page version

background image
: અધિક શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૧ :
વીતરાગી સન્તો કહે છે – હે મોક્ષાર્થી!
મોક્ષને માટે તારા શુદ્ધ – બુદ્ધ આત્માને ધ્યાવ
[યોગસાર–પ્રવચનોમાંથી]
સંસાર તરફના ભાવોથી જે થાકેલો છે ને આત્માના પરમ
આનંદને અનુભવવા આવ્યો છે–એવા મોક્ષાર્થી જીવે શું કરવું! તે
અહીં બતાવ્યું છે; અને સરલ શૈલિથી માર્ગ દર્શાવીને શુદ્ધાત્માના
ધ્યાનમાં મુમુક્ષુને પ્રોત્સાહિત કર્યો છે.
આત્માના પૂર્ણ આનંદના લાભને જો તું ચાહતો હો તો હે જીવ! અનુદિન તું
તારા શુદ્ધ આત્માને ભાવ, એમ કહે છે–
सुद्ध सचेयणु बुद्धु जिणु केवल णाणसहाउ ।
सो अप्पा अणुदिणु मुणहु जइ चाहहु शिवलाहु ।।२६।।
શુદ્ધ સચેતન બુધ જિન કેવળ જ્ઞાનસ્વભાવ,
તે આત્મા જાણો સદા જો ચાહો શિવલાભ. (૨૬)
હે મોક્ષના અભિલાષી! તારે પ્રતિદિન કરવા જેવું કામ આ છે કે શુદ્ધ
ચૈતન્યસ્વરૂપે પૂર્ણ આનંદના સાગર એવા નિજાત્માને જાણીને તેને અનુભવમાં લે.
અંતરમાં વારંવાર ઉપયોગનો પ્રયોગ કરીને તું શુદ્ધ આત્માની સન્મુખ થા ને
જ્ઞાનચેતનાને આનંદસહિત વેદનમાં લે. આ સિવાય બીજા ભાવોની ભાવના ન કર.
તું તો સચેતન જાગૃતસ્વરૂપ છો; તેમાં રાગને કરવાનું કે વેદવાનું ન આવે.
રાગને કરવું ને વેદવું એ તો સંસાર છે; અહીં તો સંસારથી જે ભયભીત છે, સંસાર
તરફના ભાવોથી જે થાકેલો છે, ને આત્માના પરમ આનંદને અનુભવવા આવ્યો છે–
એવા જીવની વાત છે. એવા જીવે શું કરવું? કે આત્માને ધ્યાવવો.
–કેવા આત્માને ધ્યાવવો?

PDF/HTML Page 15 of 58
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : અધિક શ્રાવણ : ૨૪૯૨
–શુદ્ધ એટલે પરભાવોથી રહિત, ને જ્ઞાનદર્શન સ્વભાવથી પૂર્ણ–એવા આત્માને
ધ્યાવવો; સચેતનપણાથી પૂરો એટલે જ્ઞાનદર્શનથી પૂરો, ને અચેતનપણાની રહિત એટલે
કે રાગાદિ પરભાવોથી રહિત–એવા શુદ્ધસચેતન–પૂર્ણ આત્માને તું ધ્યાવજે.
આત્મા ‘બુદ્ધ’ છે એટલે સ્વરૂપને બોધે (જાણે) તે સાચા બુદ્ધ; સત્ય બુદ્ધ તો
જ્ઞાનસ્વરૂપ આત્મા છે. બોધન કરે તે બુદ્ધ કહેવાય. આ ભગવાન આત્મા બુદ્ધ છે, તે
બોધસ્વરૂપ છે, જ્ઞાનસ્વરૂપ છે, રાગને કરે કે વેદે એવું તેનું સ્વરૂપ નથી. આવા શુદ્ધ
બુદ્ધઆત્મસ્વરૂપને અંતર્મુખ થઈને હે મોક્ષાર્થી! તું જાણ. અંતરમાં ઠરેલા સ્થિર તત્ત્વને
ઠરીને તું જાણ; વિકલ્પના ઉત્થાન વડે એ તત્ત્વ જણાય તેવું નથી. માટે બોધસ્વરૂપ
થઈને બુદ્ધતત્ત્વને તું જાણ. જ્ઞાનસ્વરૂપ આત્મા જ્ઞાનવડે જણાય, રાગવડે ન જણાય.
રાગ તે બુદ્ધતત્ત્વનો અંશ નહિ; બુદ્ધસ્વરૂપ આત્મામાં રાગના વિકલ્પને અવકાશ ક્્યાં
છે? જ્ઞાનીએ અંતરમાં આવા તત્ત્વને અનુભવ્યું. મેં આ તત્ત્વ જાણ્યું તે હું બીજાને કહું
એવી વૃત્તિના ઉત્થાનને શુદ્ધ–બુદ્ધતત્ત્વમાં સ્થાન નથી; નહિતર તો સિદ્ધનેય એવી વૃત્તિનું
ઉત્થાન જાગવું જોઈએ.
અધિકતા રાગવડે વાણીવડે કે બીજા જાણપણાવડે નથી. સંસારનો વિજય કરનાર–
પરભાવોને તોડનાર એવો જિન આત્મા છે; તેને નિર્વિકલ્પધ્યાનમાં ધ્યેય કરવો,
સ્વસન્મુખજ્ઞાનમાં જ્ઞેય કરવો–તે શિવમાર્ગ છે, તે પરમ આનંદનો પંથ છે.
બીજાનું કરવાની બાહ્યવૃત્તિમાં તો ભગવાન આત્મા નથી, અંતરમાં વિકલ્પના
ઉત્થાનમાં પણ આત્મા નથી; અપૂર્ણતા તે પણ ખરેખર આત્મા નહિ. આત્મા તો પૂર્ણ
સચેતન, એકલો જ્ઞાનસ્વભાવી બુદ્ધ–શુદ્ધ છે, તેમાં અપૂર્ણતા કેવી? ને અશુદ્ધતા કેવી?
આવા આત્માને લક્ષગત કરીને હે જીવ! હંમેશાં તું એની પ્રીતિ કર, અંતર્મુખ થઈને એનું
મનન કર; વચ્ચે બીજા કોઈની પ્રીતિ એક ક્ષણ પણ ન આવવા દે.–આ જ મોક્ષનો હેતુ
છે, ને બીજી બધી વિકલ્પની વાતું છે. મોક્ષમાર્ગ અંતર્મુખધારામાં સમાય છે. વિકલ્પની
ધારા વચ્ચે હોય તેને અનુમોદન કરીશ મા! એ વિકલ્પને મોક્ષપંથમાં બાધક સમજજે,
તેને સાધક સમજીશ મા.
શુદ્ધ–જ્ઞાનસ્વરૂપ આત્મા, કે જેમાં અંતર્મુખ થતાં વિભાવો જીતાઈ જાય–એવો
જિન, પરમાર્થે તું જ છો, તારા આવા સ્વરૂપને જાણીને પુનઃપુન: તેની ભાવના કર. –
એમ કરવાથી તને મોક્ષના પરમસુખનો અનુભવ થશે. માટે આ જ મોક્ષાર્થીએ નિરંતર
કરવાયોગ્ય કર્તવ્ય છે; કેમ કે–

PDF/HTML Page 16 of 58
single page version

background image
: પ્ર. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૩ :
શુદ્ધ આત્માની ભાવનાવડે મોક્ષમાર્ગ થાય છે. અને પરની ભાવનાથી સંસાર
થાય છે.–માટે હે જીવ! તને જ્યાં રુચે ત્યાં તું જા! મોક્ષને ચાહતો હો તો શુદ્ધઆત્માની
ભાવના કર.–અમે તો માર્ગ બતાવ્યો પણ તે માર્ગ જવું એ તારા હાથની વાત છે. બે
મારગ છે–એક મોક્ષનો માર્ગ, બીજો સંસારનો માર્ગ; મોક્ષનો માર્ગ અંતર્મુખસ્વભાવની
ભાવનામાં છે; એના સિવાય જેટલી બાહ્યવૃત્તિ ને વિકલ્પો તે સંસારનો માર્ગ છે. હવે
તને જે માર્ગ રુચે તે માર્ગે તું જા. વાણીમાં–શરીરમાં કે વિકલ્પમાં તારો મોક્ષમાર્ગ નથી.
તારો મોક્ષમાર્ગ તારા શુદ્ધ–બુદ્ધ–જિનસ્વભાવી આત્મામાં છે. મોક્ષને માટે તારા
સ્વભાવની સમીપ જા. વિકલ્પોથી દૂર થા ને શુદ્ધસ્વરૂપની સમીપ થઈને નિર્વિકલ્પ
સ્વરૂપે આત્માને ધ્યાવ.
મોક્ષની જેને ભાવના હોય તેને રાગના કોઈ અંશની રુચિ કે ભાવના ન હોય;
બીજાનું હિત કરવા માટે ભવ કરવાની ભાવના તેને ન હોય. પરાશ્રિતભાવ જેને રુચે છે
તેને સંસારની ભાવના છે, તેને મોક્ષની ખરી અભિલાષા નથી. મોક્ષની જેને સાચી
અભિલાષા હોય તેને બંધભાવની ભાવના હોય નહીં, એને તો દિનરાત ક્ષણેપળે
પોતાના ચૈતન્યસ્વભાવી શુદ્ધ–બુદ્ધઆત્માની જ ભાવના, તેનો જ પ્રેમ ને તેમાં જ
ફરીફરી સન્મુખતા વર્તે છે. મોક્ષાર્થી જીવનું આ જ કર્તવ્ય છે–એમ ફરીફરીને સન્તોનો
ઉપદેશ છે.
सन्तकी पहचान मुझे आनंद देती है।
હે ચૈતન્યદ્રષ્ટિ–ધારક સમ્યગ્દ્રષ્ટિ સંત! તારી અંર્તદ્રષ્ટિ કોઈ અનેરી છે,
તારી આત્મપરિણતિની રીત અટપટી છે; ઈન્દ્રિયથી અગોચર એવી તારી
અંતરપરિણતિની ઓળખાણ બહારની દ્રષ્ટિવડે થતી નથી, એકલી બહારની
ચેષ્ટાઓ વડે તારી અંર્તદ્રષ્ટિના ભાવો ઓળખાતા નથી. ગૃહવાસમાં વસવા
છતાં તારી આત્મસ્પર્શી પરિણતિ ગૃહથી અલિપ્ત છે. બહારના સંયોગમાં કદાચ
અસાતાજન્ય દુઃખ દેખાય પણ તારી અંતરપરિણતિ તો ચૈતન્યના સુખરસને
ગટગટાવી રહી છે. તારી પરિણતિમાં વિકારથી જુદી જ એક ઉપશાંત–જ્ઞાનધારા
સદાય વર્તી રહી છે,–જેનાં બળે તું સંયોગથી ને વિભાવોથી સદાય અલિપ્ત રહે
છે. વાહ રે વાહ, સંત! તારી અંતરની એ ધારાને ઓળખતાં મારો આત્મા પણ
જાણે સર્વે પરભાવોથી જુદો પડી જાય છે... ને આનંદની મધુર ઉર્મિઓ જાગે
છે.–તારા ચરણમાં બહુ ભક્તિથી મારો આત્મા નમી પડે છે.

PDF/HTML Page 17 of 58
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : પ્ર. શ્રાવણ : ૨૪૯૨
ભગવન ઋષભદવ
તેમના છેલ્લા દશ અવતારની કથા
[મહાપુરાણના આધારે લે. બ્ર. હરિલાલ જૈન: લેખાંક ચોથો]
આ ભરતક્ષેત્રમાં અસંખ્ય વર્ષો પહેલાં થયેલા આપણા આદિ
તીર્થંકર ભગવાન ઋષભદેવના દશભવોની આ કથા ચાલે છે. પૂર્વે
દશમા ભવે તે જીવ મહાબલરાજા હતો ત્યારે સ્વયંબુદ્ધમંત્રીના ઉપદેશથી
જૈનધર્મના સંસ્કાર પામ્યો; પછી લલિતાંગ દેવ થયો; ત્યાંથી
વજ્રજંઘરાજાના ભવમાં શ્રીમતી સહિત આહારદાન દીધું ને અન્ય ચાર
તિર્યંચજીવોએ તેની અનુમોદના કરી. આહારદાનના પ્રતાપે એ છએ
જીવો ભોગભૂમિમાં અવતર્યા છે. અહીં સુધી આપણી કથા પહોંચી છે.
હવે આ ભોગભૂમિમાં એ જ સ્વયંબુદ્ધમંત્રીનો જીવ મુનિપણે અહીં
આવીને ઋષભદેવ વગેરેના જીવોને પરમ કૃપાપૂર્વક સમ્યગ્દર્શન પમાડે
છે; લેખકને પુરાણોમાં સૌથી પ્રિય એવા આ પ્રસંગનું અહીં આલેખન
છે...જે સમ્યક્ત્વની આરાધનામાં ઉલ્લસિત કરે છે.
સાતમો પૂર્વભવ: ભોગભૂમિમાં સમ્યક્ત્વપ્રાપ્તિ
ભોગભૂમિમાં આર્ય–દંપતી તરીકે ઉપજેલા વજ્રજંઘ અને શ્રીમતી એકવાર
કલ્પવૃક્ષની શોભા નીહાળતા બેઠા હતા; એવામાં આકાશમાં પસાર થઈ રહેલા
સૂર્યપ્રભદેવનું વિમાન દેખીને તે બંનેને જાતિસ્મરણ થઈ ગયું. જાતિસ્મરણ વડે પૂર્વ ભવો
જાણીને તેઓ વૈરાગ્યપૂર્વક સંસારનું સ્વરૂપ વિચારતા હતા; ત્યાં તો વજ્રજંઘના જીવે
આકાશમાં દૂરથી આવી રહેલા બે ચારણમુનિઓને દેખ્યા. અને તે ચારણમુનિવરો પણ
તેના ઉપર અનુગ્રહ કરીને આકાશમાર્ગથી નીચે ઊતર્યા. તેમને સન્મુખ આવતા દેખીને
તુરત જ વજ્રજંઘનો જીવ ઊભો થઈને વિનયથી તેમનો સત્કાર કરવા લાગ્યો. સાચું જ
છે,–પૂર્વજન્મના સંસ્કાર જીવોને હિતકાર્યમાં પ્રેરિત કરે છે, બંને મુનિવરોની સમક્ષ
પોતાની સ્ત્રી સહિત ઊભેલો વજ્રજંઘનો જીવ એવો શોભતો હતો, કે સૂર્ય અને
પ્રતિસૂર્યની સમક્ષ જેવું કમલિનીસહિત પ્રભાત શોભે. વજ્રજંઘના જીવે ભક્તિપૂર્વક બંને
મુનિવરોના ચરણમાં અર્ઘ ચડાવીને તેમને નમસ્કાર કર્યા; તે વખતે તેના નયનોમાંથી
હર્ષના આંસુ નીકળીનીકળીને મુનિરાજના ચરણ ઉપર પડવા લાગ્યા, જાણે કે નયનોવડે
તે મુનિરાજના ચરણોનું પ્રક્ષાલન જ કરતો હોય! સ્ત્રી સહિત પ્રણામ કરતા
આર્યવજ્રજંઘને આશીર્વાદ દઈને તે બંને મુનિવરો. યોગ્યસ્થાન પર યથાક્રમે બેઠા.

PDF/HTML Page 18 of 58
single page version

background image
: પ્ર. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૧પ :
ત્યાર બાદ, સુખપૂર્વક બિરાજતા તે બંને મુનિવરો પ્રત્યે વિનયપૂર્વક વજ્રજંઘે આ
પ્રમાણે પૂછયું: હે ભગવન્! આપ ક્્યાં વસનારા છો? આપ ક્્યાંથી અહીં પધાર્યા છો?
આપના આગમનનું કારણ શું છે? તે કૃપા કરીને કહો. હે પ્રભો! આપને જોતાં જ મારા
હૃદયમાં સૌહાર્દભાવ ઉમટી રહ્યો છે અને મારું ચિત્ત અતિશય પ્રસન્ન થઈ રહ્યું છે, અને
મને એમ લાગે છે કે જાણે આપ મારા પૂર્વપરિચિત બંધુ હો! પ્રભો! આ બધાનું શું
કારણ છે તે અનુગ્રહ કરીને મને કહો.
એ પ્રમાણે વજ્રજંઘનો પ્રશ્ન પૂરો થતાં જ મોટા મુનિરાજ તેને આ પ્રમાણે ઉત્તર
દેવા લાગ્યા: હે આર્ય! તું મને એ સ્વયંબુદ્ધમંત્રીનો જીવ જાણ, કે જેના વડે તું
મહાબલના ભવમાં પવિત્ર જૈનધર્મનો પ્રતિબોધ પામ્યો હતો. તે ભવમાં તારા મરણ
બાદ મેં જિનદીક્ષા ધારણ કરી હતી અને સન્યાસપૂર્વક શરીર છોડીને સૌધર્મસ્વર્ગનો
દેવ થયો હતો; ત્યારબાદ આ પૃથ્વીલોકમાં વિદેહક્ષેત્રની પુંડરીકિણી નગરીમાં
પ્રીતિકર નામનો રાજપુત્ર થયો છું અને આ (બીજા મુનિ) પ્રીતિદેવ મારા નાનાભાઈ
છે. અમે બંને ભાઈઓએ સ્વયંપ્રભજિનેન્દ્રની સમીપ દીક્ષા લઈને પવિત્ર
તપોબળથી અવધિજ્ઞાન તથા આકાશગામિની ચારણઋદ્ધિ પ્રાપ્ત કરી છે. હે આર્ય! અમે
બંનેએ અવધિજ્ઞાનરૂપી નેત્રથી જાણ્યું કે તમે અહીં ભોગભૂમિમાં ઉત્પન્ન થયા છો;
પૂર્વ ભવે આપ અમારા પરમમિત્ર હતા તેથી આપને પ્રતિબોધવા માટે અમે અહીં
આવ્યા છીએ.
શ્રી મુનિરાજ પરમ કરુણાથી કહે છે–હે ભવ્ય! તું પવિત્ર સમ્યગ્દર્શન વગર કેવળ
[અહા, મુનિરાજના શ્રીમુખેથી પરમ અનુગ્રહભર્યા આ વચનો સાંભળતાં
વજ્રજંઘનો આત્મા કેવો પ્રસન્ન થયો હશે! ]

PDF/HTML Page 19 of 58
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : પ્ર. શ્રાવણ : ૨૪૯૨
પ્રીતિકર મુનિરાજ પરમ અનુગ્રહપૂર્વક વજ્રજંઘના આત્માને સમ્યગ્દર્શન
અંગીકાર કરાવતાં કહે છે કે હે આર્ય! તું હમણાં જ સમ્યગ્દર્શનને ગ્રહણ કર...
તારો સમ્યકત્વના લાભનો કાળ છે.
[तद्गृहाणाद्य सम्यक्त्वं तल्लाभे काल एष ते]
દેશનાલબ્ધિ વગેરે બહિરંગકારણ અને કરણલબ્ધિરૂપ અંતરંગકારણવડે ભવ્યજીવ
દર્શનવિશુદ્ધિ પામે છે. જેમ સૂર્યનો ઉદય થતાં રાત્રીસંબંધી અંધકાર દૂર થઈ જાય છે તેમ
સમ્યક્ત્વરૂપી સૂર્યનો ઉદય થતાં મિથ્યાત્વ–અંધકાર નષ્ટ થઈ જાય છે. આ સમ્યગ્દર્શન
જ સમ્યગ્જ્ઞાન તથા સમ્યક્ચારિત્રનું મૂળ કારણ છે, એના વિના તે બંને હોતાં નથી.
સર્વજ્ઞે કહેલાં જીવાદિ સાત તત્ત્વોનું, ત્રણ મૂઢતા રહિત તથા આઠઅંગ સહિત યથાર્થ
શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. નિઃશંકતા, વાત્સલ્ય વગેરે આઠ અંગરૂપી કિરણોથી
સમ્યગ્દર્શનરૂપી રત્ન બહુ જ શોભે છે. હે ભવ્ય! તું આ શ્રેષ્ઠ જૈનમાર્ગને જાણીને,
માર્ગસંબંધી શંકાને છોડ, ભોગોની આકાંક્ષા દૂર કર, વસ્તુધર્મ પ્રત્યેની ગ્લાની છોડીને
અમૂઢદ્રષ્ટિ (–વિવેકદ્રષ્ટિ) પ્રગટ કર; ધર્માત્માસંબંધી દોષના સ્થાન છૂપાવીને
સત્યધર્મની વૃદ્ધિ કર, માર્ગથી વિચલિત થતા આત્માને ધર્મમાં સ્થિર કર, રત્નત્રયધર્મમાં
અને રત્નત્રયધારક ધર્માત્માઓમાં અતિશય પ્રીતિરૂપ વાત્સલ્ય કર અને તારી
શક્તિઅનુસાર જૈનશાસનની પ્રભાવના કર.–આ પ્રમાણે નિઃશંકતા આદિ આઠે અંગોથી
સુશોભિત એવા વિશુદ્ધ સમ્યક્ત્વને તું ધારણ કર.
સમ્યગ્દર્શનનું સ્વરૂપ અને તેનો પરમ મહિમા સમજાવીને, તે સમ્યગ્દર્શન પ્રગટ
કરવાની વારંવાર પ્રેરણા કરતાં શ્રી પ્રીતિંકરમુનિરાજ કહે છે કે: હે આર્ય! જીવાદિ
પદાર્થોના સ્વરૂપનું યથાર્થ શ્રદ્ધાન કરનારા આ સમ્યગ્દર્શનને જ તું ધર્મનું સર્વસ્વ સમજ.
આ સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં, જગતમાં એવું કોઈ સુખ નથી કે જે જીવને પ્રાપ્ત ન થાય,–
એટલે કે સર્વસુખનું કારણ સમ્યગ્દર્શન છે. આ સંસારમાં તે જ પુરુષ શ્રેષ્ઠ જન્મ પામ્યો
છે...તે જ કૃતાર્થ છે...અને તે જ પંડિત છે...કે જેના હૃદયમાં નિર્દોષ સમ્યગ્દર્શન પ્રકાશે છે.
હે ભવ્ય! ચોક્કસપણે તું આ સમ્યગ્દર્શનને જ સિદ્ધિપ્રસાદનું પ્રથમ સોપાન જાણ,
મોક્ષમહેલનું પહેલું પગથિયું સમ્યગ્દર્શન જ છે, તે જ દુર્ગતિના દરવાજાને રોકનાર
મજબુત કમાડ છે, તે જ ધર્મના ઝાડનું સ્થિર મૂળિયું છે, તે જ સ્વર્ગ અને મોક્ષના ઘરનો
દરવાજો છે, અને તે જ શીલરૂપી હારની વચમાં લાગેલું શ્રેષ્ઠ રત્ન છે. આ સમ્યગ્દર્શન
જીવને અલંકૃત કરનારું છે, દેદીપ્યમાન છે, સારભૂત રત્ન છે અર્થાત્ રત્નોમાં શ્રેષ્ઠ છે,
સૌથી ઉત્કૃષ્ટ છે, અને મુક્તિશ્રીને વરવા માટેની તે વરમાળ છે.–

PDF/HTML Page 20 of 58
single page version

background image
: પ્ર. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૭ :
હે ભવ્ય! આવા સમ્યગ્દર્શનને તું તારા હૃદયમાં ધારણ કર...આજે જ
ધારણ કર...અમે તને સમ્યક્ત્વ પમાડવા માટે જ આવ્યા છીએ.








જે પુરુષે અત્યંત દુર્લભ આ સમ્યગ્દર્શનરૂપી શ્રેષ્ઠ રત્ન પ્રાપ્ત કરી લીધું છે તે
અલ્પકાળમાં જ મોક્ષ સુધીના સુખને પામી જાય છે. દેખો, જે પુરુષ એક મુહૂર્તને માટે
પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી લ્યે છે તે આ મોટી સંસારરૂપી વેલને કાપીને અત્યંત છોટી
કરી નાંખે છે. જેના હૃદયમાં સમ્યગ્દર્શન છે તે ઉત્તમ દેવ તથા ઉત્તમ મનુષ્યપર્યાયમાં જ
ઉત્પન્ન થાય છે, એ સિવાય નરક–તીર્યંચના દુર્જન્મ તેને કદી થતા નથી. અહો, આ
સમ્યગ્દર્શન સંબંધમાં અધિક શું કહેવું? એની તો એટલી જ પ્રશંસા પર્યાપ્ત છે કે જીવને
સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં અનંત સંસારનો પણ અંત આવી જાય છે. –આ પ્રમાણે
સમ્યગ્દર્શનનો પરમ મહિમા સમજાવીને શ્રી મુનિરાજ કહે છે કે હે આર્ય! તું મારા
વચનોથી જિનેશ્વરદેવની આજ્ઞાને પ્રમાણભૂત કરીને અનન્યશરણરૂપ થઈને (એટલે કે
તેનું એકનું જ શરણ લઈને) સમ્યગ્દર્શનનો સ્વીકાર કર. જેમ શરીરના હાથ–પગ
વગેરે અંગોમાં મસ્તક પ્રધાન છે, અને મુખમાં નેત્ર મુખ્ય છે, તેમ મોક્ષના સમસ્ત
અંગોમાં ગણધરાદિ આપ્ત પુરુષ સમ્યગ્દર્શનને જ પ્રધાન અંગ જાણે છે. હે આર્ય!