Atmadharma magazine - Ank 274
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 57
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૩
સળંગ અંક ૨૭૪
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 57
single page version

background image
૨૭૪
ત્રિકાલજ્ઞનો વિરહ ત્રણકાળમાં નથી
એકવાર ગુરુદેવે પ્રવચનમાં ઘણા પ્રમોદથી
કહ્યું કે હે જીવ! તું આનન્દિત થા કે જગતમાં
કેવળજ્ઞાનનો કદી પણ વિરહ નથી....એનો નિર્ણય
કરીને તું એનો સાધક થા.
ત્રણકાળને જાણનારા એવા સર્વજ્ઞનો
ત્રણકાળમાં કદી વિરહ નથી. ત્રિકાળજ્ઞ–પુરુષ આ
જગતમાં ત્રણે કાળે હોય છે. તેના કારણરૂપ
સર્વજ્ઞસ્વભાવ તારામાં સદાય છે. તેને નિર્ણયમાં
લઈને તું સર્વજ્ઞપદનો સાધક થા.
કેવળજ્ઞાન ન હોય તો આ જગતનું અસ્તિત્વ
જ સિદ્ધ ન થાય.
વર્ષ: ૨૩: અંક : ૧૦ વીર સં. ૨૪૯૨ દ્વિ. શ્રાવણ
તંત્રી: જગજીવન બાવચંદ દોશી. સંપાદક: બ્ર. હરિલાલ જૈન

PDF/HTML Page 3 of 57
single page version

background image
શ્રાવણ સુદ પુર્ણિમા: વાત્સલ્યધર્મનું મહાન પર્વ
જેમ વૈરાગ્ય એ ધર્મપ્રેમી જિજ્ઞાસુનું એક આભૂષણ છે તેમ ધાર્મિક–વાત્સલ્ય એ
પણ ધર્મપ્રેમી જિજ્ઞાસુનું એક કિંમતી આભૂષણ છે. સંસારપ્રત્યે સહજ વૈરાગ્ય ને
સાધર્મીપ્રત્યે સહજ વાત્સલ્ય એ બંને આત્માર્થિતાના પોષક છે. મુમુક્ષુને ધર્મની
આરાધનાનો એટલો બધો પ્રેમ છે કે જ્યાં જ્યાં ધર્મની આરાધના જુએ છે ત્યાં ત્યાં તેનું
હૃદય વાત્સલ્યથી ઊછળી જાય છે કે વાહ! જે ધર્મને હું પ્રીતિપૂર્વક આરાધું છું તે જ
ધર્મને આ જીવો પણ પ્રેમથી આરાધી રહ્યા છે; એટલે તેને ધર્મની આરાધનામાં સર્વ
પ્રકારે પુષ્ટિ થાય, ને તેમાં કોઈ પ્રકારનું વિઘ્ન ન હો એવી ભાવના પણ તેને હોય છે.
આનું નામ વાત્સલ્ય.
અહા, ગમે તેવી પરિસ્થિતિમાં પણ, જ્યાં સાધર્મીનું વાત્સલ્ય દેખે ત્યાં તે
વાત્સલ્યની મધુરતામાં જીવનનાં બધા દુઃખ ભૂલાઈ જાય છે ને તેને ધર્મની આરાધનાનો
ઉત્સાહ જાગે છે. પુરાણોમાં વાત્સલ્યનાં અનેક જવલંત ઉદાહરણ ઝળકી રહ્યાં છે.
મહામુનિ વિષ્ણુકુમારે ૭૦૦ મુનિવરોની જે વાત્સલ્યભાવેથી રક્ષા કરી. તે દિવસ
‘રક્ષાપર્વ’ તરીકે ભારતમાં પ્રસિદ્ધ બન્યો....જે આજેય આપણને ભાઈ–બહેનના
ઉદાહરણદ્વારા નિર્દોષ વાત્સલ્યનો મધુર સન્દેશ આપે છે.
રાવણના ઉપવનમાં અનેક દિવસથી અન્નના ત્યાગી સીતાજી જ્યારે હનુમાન
જેવા ધર્માત્માને દેખે છે ત્યારે તેને ધર્મનો ભાઈ માનીને અતિશય વાત્સલ્ય ઉભરાય
છે....જેમ વાછડાં પ્રત્યે વાત્સલ્ય ધરાવતી ગાય કાંઈ બદલાની આશા રાખતી નથી, તેમ
વાત્સલ્ય એ ધર્મીની સહજ વૃત્તિ છે, એમાં બદલો મેળવવાની આશા હોતી નથી.
સીતાજીના હરણપ્રસંગે જટાયુ જેવા ગીધ પક્ષીને પણ એ ધર્માત્મા પ્રત્યે એવું વાત્સલ્ય
ઊભરાયું કે રાવણની શક્તિની દરકાર કર્યા વિના એ ધર્માત્માની રક્ષા ખાતર પોતાનાં
પ્રાણ હોમી દીધા. ધર્માત્માઓને એકબીજા પ્રત્યે જે સહજ વાત્સલ્ય ઝરતું હોય છે તેના
અનેક મધુર પ્રસંગો આજેય નજરે જોવા મળે છે.....ને ત્યારે એમ થાય છે કે વાહ! આવું
ધર્મવાત્સલ્ય સર્વત્ર પ્રસરો.

PDF/HTML Page 4 of 57
single page version

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૧ :
वंदित्तु सव्वसिद्धे–સમયસારનું અપૂર્વ મંગળ









સિદ્ધભગવંતોને નમસ્કાર તે સાધકભાવ છે; એવા સાધકભાવના પરમ
મંગળપૂર્વક આ સમયસાર શરૂ થાય છે. સમયસારમાં કહેલો જે શુદ્ધ જ્ઞાયકભાવ, તેના
ઘોલન વડે આત્માની પરિણતિ પરમ શુદ્ધ થશે ને મોહનો ક્ષય થશે. શ્રોતાકોં ભી સાથમેં
રખકર આશીર્વાદ દિયા કિ ‘
समयसार के घोलनसे तेरा मोहका नाश हो जायगा
ओर तूं सिद्ध बन जायगा।’
अथ’ શબ્દ નવીનતા–અપૂર્વતા સૂચવે છે: અનાદિથી જે ન હતો એવો અપૂર્વ
આરાધકભાવ પ્રગટ કરીને હું મારા આત્મામાં સર્વે સિદ્ધ ભગવન્તોને સ્થાપું છું. વિભાવથી
જુદો ને સિદ્ધની સ્થાપનારૂપ આ આરાધકભાવ તે સમયસારનું અપૂર્વ મંગળ છે.
સિદ્ધોની ભાવસ્તુતિ સ્વસન્મુખતા વડે થાય છે. આ ભાવસ્તુતિમાં આત્મા પોતે
જ આરાધ્ય–આરાધક છે. સિદ્ધની આ ભાવસ્તુતિમાં રત્નત્રય સમાય છે.
હું સિદ્ધને વંદન કરું છું, સિદ્ધની સ્તુતિ કરું છું, એટલે સિદ્ધસમાન શુદ્ધસ્વરૂપને
સાધ્યરૂપે સ્વીકારું છું; સિદ્ધમાં ને મારી પર્યાયમાં જે ભેદ હોય તેને શુદ્ધદ્રષ્ટિના બળે કાઢી
નાંખું છું, ને સિદ્ધ જેવા શુદ્ધસ્વરૂપે મારા આત્માને ધ્યાવું છું. આ રીતે સિદ્ધસમાન પોતાના
આત્માના ચિન્તનથી ભવ્ય જીવ પોતે સિદ્ધ થઈ જાય છે. જેણે પોતાના આત્મામાં સિદ્ધને
વસાવ્યા તે સિદ્ધપદનો સાધક થયો. વીર થઈને તે વીરના માર્ગે ચાલ્યો.

PDF/HTML Page 5 of 57
single page version

background image
: ૨ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
દર્પણમાં શું દેખાય છે?
वंदित्तुं सव्वसिद्धे એમ કહીને પહેલી ગાથામાં આચાર્યદેવે સિદ્ધભગવંતોને
નમસ્કાર કર્યા છે; તેઓ કહે છે કે હે ભવ્ય! હું મારા અને તારા આત્મામાં સિદ્ધને સ્થાપું
છું. સાધ્યરૂપ જે શુદ્ધ આત્મા, તેને જોવા માટે સિદ્ધભગવંતો સ્વચ્છ દર્પણસમાન છે. જેમ
સ્વચ્છદર્પણમાં પોતાનું જેવું રૂપ હોય તેવું સ્પષ્ટ દેખાય છે, તેમ સિદ્ધભગવાનરૂપી
સ્વચ્છદર્પણમાં જોતાં પોતાનું જેવું શુદ્ધસ્વરૂપ છે તેવું સ્પષ્ટ દેખાય છે. આ રીતે આત્મામાં
સિદ્ધની સ્થાપનારૂપ અપૂર્વ મંગળ કરીને આચાર્યદેવે સમયસારનો પ્રારંભ કર્યો છે.
જેવા શુદ્ધ સિદ્ધભગવાન છે તેવું જ શુદ્ધસ્વરૂપ મારામાં છે.–આમ સ્વસન્મુખતા
વડે પ્રતીત કરે ત્યારે સિદ્ધભગવાનની પરમાર્થસ્તુતિ થાય છે. સિદ્ધપ્રભુની પરમાર્થ
ઓળખાણ ને પરમાર્થ વંદન સિદ્ધ સામે જોવાથી નથી થતી પણ પોતાના આત્મામાં
અંતર્મુખ થાય ત્યારે જ સિદ્ધપ્રભુની પરમાર્થ ઓળખાણ ને પરમાર્થ વંદન થાય છે.
સમયસાર એટલે સાધકભાવનું શાંત ઝરણું! આ સમયસારમાં કહેલા ભાવોના
ઘોલન વડે સાધકને સ્વાનુભૂતિમાં શુદ્ધઆત્મા પ્રકાશમાન થાય છે. આ સમયસાર તો
શુદ્ધઆત્મસ્વરૂપ દેખાડનારો અરીસો છે. જે સિદ્ધને જાણે તે શુદ્ધાત્માને જાણે, જે
અરહિંતને ઓળખે તે શુદ્ધાત્માને ઓળખે; પરિણતિ રાગાદિથી છૂટી પડીને શુદ્ધઆત્માની
સન્મુખ થાય ત્યારે જ અરિહંત–સિદ્ધ વગેરેની ખરી ઓળખાણ થાય.

PDF/HTML Page 6 of 57
single page version

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૩ :
વક્તા અને શ્રોતાના આત્મામાં સિદ્ધભગવંતોને ઉતારીને
સમયસારનું અપૂર્વ માંગળિક
માંગળિકમાં સિદ્ધભગવંતોનો આદર કરીને આચાર્યદેવ નમસ્કાર કરે છે:–
वंदित्तु सव्व सिद्धे धु्रवमचलमणोवमं गइं पत्ते।
वोच्छामि समयपाहुडमिणमो सुयकेवली भणियं।।
ધ્રુ્રવ, અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને
વંદી કહું શ્રુતકેવળી–કથિત આ સમયપ્રાભૃત અહો! ૧
અહો, સમયપ્રાભૃતની શરૂઆત કરતાં સર્વે સિદ્ધભગવંતોને આત્મામાં ઊતારીને
આચાર્યદેવ અપૂર્વ મંગલાચરણ કરે છે. ને શ્રોતાઓને પણ સાથે રાખે છે. આત્મામાં
સાધકસ્વભાવની શરૂઆત થાય તે અપૂર્વ મંગળ છે. આત્માનું પરમધ્યેય એવું જે
સિદ્ધપદ, તેને સાધવાનો જે ભાવ પ્રગટ્યો એટલે સિદ્ધસન્મુખ જવાનું શરૂ કર્યું–તે જ
માંગલિક છે.







અત્યાર સુધી અનંતા સિદ્ધભગવંતો થયા તે સર્વને ભાવસ્તુતિ તથા દ્રવ્યસ્તુતિ
વડે પોતાના આત્મામાં તથા પરના આત્મામાં સ્થાપીને આ સમયસાર શરૂ કરું છું.
ભાવસ્તુતિ એટલે અંતુર્મુખ નિર્વિકલ્પ શાંતરસનું પરિણમન: અને દ્રવ્યસ્તુતિ એટલે
સિદ્ધોના બહુમાનનો વિકલ્પ તથા વાણી; એમ બંને પ્રકારે સ્તુતિ કરીને, મારા તેમ જ
શ્રોતાજનોના આત્મામાં અનંતા સિધ્ધભગવંતોને સ્થાપું છું. મારો આત્મા કેવડો? કે
અનંતા સિધ્ધોને પોતામાં સમાવી દે તેવડો. આત્મામાં જ્યાં સિધ્ધોને સ્થાપ્યા ત્યાં હવે

PDF/HTML Page 7 of 57
single page version

background image
: ૪ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
તેમાં રાગ રહી શકે નહિ. જ્યાં સિધ્ધોનો આદર કર્યો ત્યાં રાગનો આદર રહે નહિ:
એટલે સિદ્ધને પોતામાં સ્થાપતાં જ રાગ સાથેની એકત્વબુદ્ધિ તૂટી ગઈ. પંચમકાળનો
સાધક આત્મા પોતાના સિદ્ધપદ માટે પ્રસ્થાનું મૂકે છે. હે સિદ્ધભગવંતો! સિદ્ધપદને
સાધવા હું ઉપડ્યો છું. ત્યાં શરૂઆતમાં જ મારા આત્મામાં આપને સ્થાપું છું. અને
ના
ન પાડશો. અમારો શ્રોતા એવો જ હોય કે જે પોતાના આત્મામાં સિદ્ધપણું સ્થાપીને
સાંભળે છે. એકલા રાગમાં ઊભો રહીને નથી સાંભળતો, પણ પહેલે ધડાકે સિદ્ધપદના
ભણકાર લેતો આવે છે. “હું સિધ્ધ....તું સિધ્ધ” એમ શ્રવણ કરતાં જ આત્મા અંદરથી
હકાર કરતો આવે છે.
આ સમયસાર ભરતક્ષેત્રનું અલૌકિક અમૃતરસથી ભરેલું શાસ્ત્ર છે.
માંગળિકમાં જ સિદ્ધપદ સ્થાપીને સાધકપણાની અપૂર્વ શરૂઆત કરાવે છે.
અહા, ચૈતન્ય સાથે સંબંધ જોડતાં નિર્મળ સાધકભાવની સંતતિ શરૂ થાય છે.
સિધ્ધપદના પૂર્ણ ધ્યેયે સાધક ઉપડ્યો ત્યાં તેનો પુરુષાર્થ પણ એવો છે. અહો, અનંત
પરમાત્માઓ! અમારા ચૈતન્યમાં એટલો અવકાશ છે કે અનંતા સિદ્ધપરમાત્મા સર્વજ્ઞોને
પોતામાં સ્થાપીએ છીએ.
અનાદિથી અત્યાર સુધી અનંતા સિદ્ધો થયા, તેને પ્રતીતમાં લઈને, તેમજ તેના
માર્ગને પ્રતીતમાં લઈને ચૈતન્યની સન્મુખતા વડે પોતે પણ તેની નાતમાં ભળે છે. હે
સિધ્ધભગવંતો! હવે હું આપની નાતમાં આવું છું; સંસારથી–રાગથી જુદા પડીને
સિધ્ધની–શુદ્ધાત્માની નાતમાં ભળું છું.
મારા અને શ્રોતાના બંનેના આત્મામાં હું સિધ્ધોને સ્થાપું છું એમ કહીને
આચાર્યદેવે શરૂઆતથી જ શ્રોતાને ભેગો ઉપાડીને વાત કરી છે.
આ રીતે સર્વસિધ્ધોને આત્મામાં સ્થાપીને આ સમયસારનું ભાવવચનથી
(શ્રુતજ્ઞાનથી) અને દ્રવ્યવચનરૂપ વાણીથી પરિભાષણ કરીએ છીએ. જેવી શરૂઆત કરી
તેવી પૂર્ણતા થઈ છે–અલૌકિક રચના છે. અહા, ભરતક્ષેત્રમાં જન્મીને દેહસહિત જેમણે
વિદેહક્ષેત્રના તીર્થંકરના સાક્ષાત્ દર્શન કર્યા તેમની પાત્રતા અને પુણ્યની શી વાત!!
સિદ્ધભગવંતોને ઓળખીને, અને પોતાના આત્મામાં તેવી તાકાત છે એને
ઓળખીને, એ રીતે બંનેને ઓળખીને સિદ્ધને પોતામાં સ્થાપ્યા છે. સાધ્ય જે શુદ્ધાત્મા
તેના પ્રતિછંદના સ્થાને સિદ્ધભગવંતો છે, તેથી તે ધ્યેયરૂપ છે તે સિદ્ધભગવંતનું સ્વરૂપ
ચિંતવીને અને તેમની સમાન પોતાના સ્વરૂપને ધ્યાવી–ધ્યાવીને સંસારી જીવો પણ
તેમના જેવા સિદ્ધ થઈ જાય છે. જેણે અંતરમાં સિદ્ધને સ્થાપ્યા તે સિદ્ધનો વારસ થયો, તે
સિદ્ધનો સાધક

PDF/HTML Page 8 of 57
single page version

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૫ :
થયો; જેવા સિદ્ધપરમાત્મા છે તેવો જ હું છું, એમ સ્વભાવની મુખ્યતા કરીને રાગને
ગૌણ કરી નાખ્યો, એમાં પરમ આસ્થા થઈ, તે સિદ્ધસમાન પોતાના શુદ્ધાત્માને ધ્યાવીને
જીવ સિદ્ધ થઈ જાય છે. જેમ બાળક માતાને ધાવીધાવીને પુષ્ટ થાય છે, તેમ સાધક જીવો
સિદ્ધસમાન પોતાના શુદ્ધ સ્વરૂપને ધ્યાવીધ્યાવીને સિદ્ધપદને સાધે છે.
સંસારની ચારે ગતિથી વિલક્ષણ એવી જે પંચમગતિ તેને શુદ્ધસ્વરૂપના ધ્યાન વડે
આ સમયસારના વક્તા અને શ્રોતા ચોક્કસ પામે છે, તેમાં શંકાને સ્થાન નથી. આવા
ઉત્તમ ભાવપૂર્વક સિદ્ધભગવંતોને આત્મામાં પધરાવીને આ સમયસાર શરૂ કર્યું છે.
સિદ્ધગતિ સ્વભાવરૂપ છે, સંસારની ચારે ગતિ તો પરભાવથી ઉત્પન્ન થયેલી છે,
કર્મના નિમિત્તથી થયેલો જે વિભાવ, તેનાથી થયેલી દેવાદિ ચારે ગતિ અધુ્રવ છે; ને આ
પંચમગતિ તો સ્વભાવભાવરૂપ હોવાથી ધુ્રવ છે, તેમાં હવે વિનાશીકતા નથી, એ
સાદિઅનંત એવીને એવી ટકી રહેશે. ચારે વિભાવગતિઓને અને તેના કારણરૂપ
વિભાવભાવોને મારા આત્મામાંથી કાઢી નાખીને આવા સિદ્ધભગવંતોને સ્થાપ્યા છે,
એટલે હવે પરિણતિનો પ્રવાહ વિભાવમાંથી પાછો વળીને સ્વભાવ તરફ વળ્‌યો છે,
વ્યવહાર અને નિમિત્તનું ઉપાદેયપણું કાઢી નાખીને એકલા સ્વભાવનું જ ઉપાદેયપણું
દ્રષ્ટિમાં લીધું છે. જુઓ આ સિદ્ધપદના સાધકનું માંગળિક! “પુત્રનાં લક્ષણ
પારણામાંથી જણાય” તેમ સિદ્ધપદને સાધવા જે ઊભો થયો તેના આવા લક્ષણ
શરૂઆતમાં જ હોય છે.”
“કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ”
આત્માના સ્વભાવ સિવાય બીજું કોઈ (રાગ કે વિકલ્પ) તેનું માહાત્મ્ય લઈ
જાય એમ નથી; તેના અંતરમાં એક શુદ્ધ આત્માનું જ માહાત્મ્ય વસ્યું છે. એનાથી
અધિક જગતમાં બીજી કોઈ વસ્તુનું માહાત્મ્ય તેને આવી જાય–એમ બનતું નથી.
“સિદ્ધ–સિદ્ધ” નાં ભણકાર કરતો જાગ્યો તે બીજે ક્યાંય રાગાદિમાં અટકતો નથી.
જુઓ, આ સિદ્ધપદ માટે સાધકના મહા માંગળિક!
કેવળી અને શ્રુતકેવળી ભગવંતોએ કહેલ આ સમયપ્રાભૃતને હું મારા અને
પરના મોહના નાશ માટે કહીશ. સિધ્ધસમાન આત્માને ધ્યેયરૂપે રાખીને આ શરૂ કર્યું છે
માટે ધ્યેયને ચૂકશો નહીં. આચાર્યદેવને પોતાને તો મિથ્યાત્વાદિ મોહનો નાશ થયો છે,
પણ હજી જરાક સંજ્વલન કષાય બાકી છે તેનો નાશ કરવા માટે આ સમયસારનું
પરિભાષણ કરે છે, અને શ્રોતામાં જેને જે પ્રકારનો મોહ હોય તેના નાશને માટે આ
શ્રવણ કરજો....એટલે વક્તા અને શ્રોતામાં જેને જે પ્રકારે મોહ હોય તેના નાશને માટે
આ સમયસાર શરૂ કરવામાં આવે છે. આ સમયસાર સમજે તેના મોહનો નાશ થઈ
જશે–ને તે સિદ્ધપદને પામશે એમ આચાર્યદેવના કોલકરાર છે.

PDF/HTML Page 9 of 57
single page version

background image
: ૬ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
“મા, મને ચાંદલિયો વહાલો....”
(આ વખતે ગુરુદેવના પ્રવચનમાંથી રામચંદ્રની એક અસલ મજાની કથાં રજુ થાય છે–)
નાનપણમાં ભણતાં ત્યારે બાળપોથીમાં એક કવિતા આવતી કે
‘મા! મને ચાંદલિયો વહાલો, ‘મા! મારા ગજવામાં આલો.’
એમાં રામચંદ્રના બાલ્યજીવનનો એક પ્રસંગ છે.
રામચંદ્રજી નાના હતા ત્યારે એકવાર રાજમહેલની અગાશીમાં બેઠેલા, આકાશમાં
પૂનમનો ચંદ્ર ખીલી રહ્યો હતો....રામની દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડી ને એના મનમાં ઉમળકો
જાગ્યો કે આ ચાંદો કેવો ચમકે છે! હું એને ઉપરથી ઉતારીને મારા ગજવામાં મૂકું!–આવા
ઉમળકાથી રામ તો ચંદ્ર સામે હાથ લંબાવવા લાગ્યા....પણ ચન્દ્ર હાથમાં ન આવ્યો એટલે
રડવા લાગ્યા.....તેને છાનો રાખવા માટે સૌએ ઘણી મહેનત કરી.....પણ આ તો રામની
હઠ.....ને તે ચાંદા માટે....એ ચંદ્રને લીધા વગર કેમ છાના રહે! કોઈ રીતે છાના ન રહે.....
અંતે પ્રધાનજી આવ્યા....તેમણે જોયું કે આ રામચંદ્રજી ચાંદા સામે હાથ લંબાવીને
રડે છે....તરત તે સમજી ગયા કે હં....એને ચાંદો જોઈએ છે! તેમણે એક સ્વચ્છ અરીસો
મંગાવ્યો ને બરાબર ચંદ્ર સામે રાખીને રામચંદ્રના હાથમાં આપ્યો....રામચંદ્રજીએ
અરીસામાં જોયું ને અરીસામાં ચંદ્રને જોતાં જ તેઓ પ્રસન્ન થયા......
આ છે રામચંદ્રજીનું દ્રષ્ટાંત; રામચંદ્રજી ધર્માત્મા હતા; તેમના આ પ્રસંગ ઉપરથી
ધર્મીના કેવા ભાવ હોય તે સિદ્ધાંત સમજવાનો છે...... (તે માટે સામે પાને જુઓ)

PDF/HTML Page 10 of 57
single page version

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૭ :
મને મારું સિદ્ધ પદ વહાલું









સિદ્ધ ભગવાનના પરમ સુખની વાત સાંભળતાં જિજ્ઞાસુને સિદ્ધપદની ભાવના
જાગી...તે સિદ્ધ ભગવાન સામે જોઈને બોલાવે છે કે હે સિદ્ધ ભગવંતો! અહીં પધારો!
પણ સિદ્ધ ભગવંતો તો ઉપર, તે કાંઈ ઉપરથી નીચે આવે? ન આવે; ને સિદ્ધ
ભગવાનને અહીં ઉતાર્યા વગર જિજ્ઞાસુને સમાધાન થાય નહિ.
અંતે, કોઈ અનુભવી ધર્માત્મા એને મળ્‌યા, ને એને કહ્યું કે તું તારામાં જો–તો
તને સિદ્ધપદ દેખાશે. તારા જ્ઞાનદર્પણને સ્વચ્છ કરીને તેમાં જો.....તો તને સિદ્ધ ભગવાન
તારામાં જ દેખાશે. જ્યાં અંતર્મુખ થઈને સમ્યગ્જ્ઞાનરૂપ દર્પણમાં જોયું ત્યાં તો પોતામાં
સિદ્ધ દેખાણા; પોતાનું સ્વરૂપ જ સિદ્ધપણે દેખાયું..... પોતાના આત્માને જ સિદ્ધસ્વરૂપે
દેખતાં ધર્મી જીવને પરમ પ્રસન્નતા થઈ, પરમ આનંદ થયો.......
આનો સાર એ છે કે હે જીવ! તારું સિદ્ધપદ તારી પાસે જ છે, બહારમાં નથી.
માટે તારું પદ તારામાં જ શોધ. અંતર્મુખ થા.
(કથા પૂરી....બોલો, ભગવાન રામચંદ્રકી.......જે)
આ ત મ રા મ કી જે.........
*

PDF/HTML Page 11 of 57
single page version

background image
: ૮ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
પર્યુષણ પર્વ દસલક્ષણ ધર્મ
આત્માના ધર્મની પરિ–ઉપાસના, સર્વ પ્રકારે ઉપાસના કરવી, એટલે કે
રત્નત્રયધર્મની ઉત્કૃષ્ટ આરાધના કરવી, એનું નામ પર્યુષણ–પર્વ, આરાધના નિજાત્માના
જ આશ્રયે છે, એટલે કોઈ અમુક કાળે કે અમુક દિવસે જ આરાધના થાય ને પછી ન
થાય એવું નથી. જ્યારે અને જ્યાં જે જીવ સ્વદ્રવ્યનો જેટલો આશ્રય કરે છે ત્યારે અને
ત્યાં તે જીવને તેટલી ધર્મની ઉપાસના થાય છે. હવે આપણા શાસનમાં જે વિશિષ્ટ
પર્વના દિવસો છે તે આવા રત્નત્રયધર્મની ઉપાસના માટે વિશેષ જાગૃતિ–વિશેષ પ્રેરણા
ને વિશેષ ભાવના થાય, તથા વિશેષ પ્રકારે ધર્મપ્રભાવના થાય, તે હેતુથી છે. આપણા
પવિત્ર પર્વોની પાછળ રહેલો ધર્મની આરાધનાનો આ ઉદ્દેશ આપણે ભૂલવો ન જોઈએ,
અને જીવનમાં સદાય ધર્મની આરાધના કેમ થાય–તેમાં પુષ્ટિ ને વૃદ્ધિ કેમ થાય–તે માટે
સતત જાગૃત ને ઉદ્યમશીલ રહેવું જોઈએ. જે જીવો ધર્મની આરાધનારૂપે પરિણમ્યા છે
તેમના આત્મામાં તો સદાય ધર્મનું પર્વ છે, એને સદાય પર્યુષણ છે. એવા ધર્માત્માના
દર્શન ને સત્સંગ જિજ્ઞાસુને ધર્મઆરાધનાની મંગલ પ્રેરણા આપી રહ્યા છે.
પર્યુષણપર્વના દિવસો ભાદરવા માસમાં નજીક આવી રહ્યા છે,–ત્યાર પહેલાં જ
આત્માને આરાધનાવડે તૈયાર કરીને એવો પર્યુષણામય કરી દઈએ કે, ભાદરવો માસ
વીતી જાય તોપણ આત્મામાં ‘પર્યુષણા’ ચાલુ જ રહે, આત્મામાં ધર્મની ઉપાસના સદાય
વર્ત્યા જ કરે.
પાઠકો અને બાળકો! પર્યુષણ દરમિયાન અને ત્યાર પહેલાં અત્યારથી જ ‘રાત્રિ
ભોજન ત્યાગ’નો નિર્ણય કરો. રાત્રિભોજન એ મોટો દોષ છે. તેનો ત્યાગ કરો.

PDF/HTML Page 12 of 57
single page version

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૯ :
આત્મગુણની
મીઠી–મધુરી વાત
*
જ્યાં ચેતન ત્યાં સર્વ ગુણ, કેવળી બોલે એમ;
પ્રગટ અનુભવ આત્મનો, નિર્મળ કરો સપ્રેમ....રે...
ચૈતન્યપ્રભુ! અમૃત વરસ્યા છે તારા આત્મમાં
યોગસારની આ ૮પ મી ગાથા ગુરુદેવને ઘણી
પ્રિય છે, અવારનવાર તેના રટણ દ્વારા તેઓ
ચૈતન્યરસનું ઘોલન કરે છે....ને જ્યારે પ્રવચનમાં મધુરી
હલકપૂર્વક તેનું વિવેચન કરે છે ત્યારે ચૈતન્યના
અમૃતરસમાં તરબોળ બનીને શ્રોતાજનો ડોલી ઊઠે છે,
અહીં તેની થોડીક ઝલક આપી છે.
હે જીવ! તારા ચેતનને ગ્રહણ કરતાં તેમાં સર્વે ગુણોનું ગ્રહણ થઈ જાય છે.
અનંતગુણની અનુભૂતિ–તેમાં વિકલ્પને અવકાશ નથી.
જગતમાં જે કોઈ સુંદરતા હોય, જે કોઈ પવિત્રતા હોય, તે બધી તારા આત્મામાં
ભરી છે. એક આત્મામાં અંતુર્મુખદ્રષ્ટિ કરીને અનુભવ કરતાં, તેમાં અનંતગુણોની
નિર્મળતા એક સાથે પ્રગટે છે. ચેતનમય આત્માની અનુભૂતિમાં સર્વે ગુણોની અનુભૂતિ
આવી જાય છે. એક પર્યાયમાં બધા ગુણોનો સ્વાદ ભેગો છે. એકેક ગુણની ગણતરીથી
આત્માના અનંતગુણને પકડવા માંગે તો અનંતકાળેય તે પકડાય નહિ; અનંતગુણથી
અભેદ આત્મામાં ઉપયોગ મુકતાં અનંતગુણો સ્ફૂટ–પ્રગટ અનુભવાય છે. ભાઈ, આવા
આત્માના અનુભવની હોંશ ને ઉત્સાહ કર. વિકલ્પની રાગની કે બહારની હોંશ કરતાં
તારા અનંતગુણના પિંડનો અનાદર થાય છે. અરે, અનંત ગુણ તારામાં ભર્યા છે, જેનુ
ગ્રહણ વિકલ્પ વડે થઈ ન શકે. માટે નિશ્ચલ થઈને,

PDF/HTML Page 13 of 57
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
બાહ્યમાંથી ઉપયોગને સમેટીને અંતરમાં ઉપયોગને લગાવ! અંતરમાં ઉપયોગ જોડતા જ
ધ્યાનમાં સ્ફૂટપણે સ્પષ્ટપણે પ્રગટપણે અનંત ગુણોની નિર્મળતાનો અનુભવ થાય છે, મોક્ષમાર્ગ
તેમાં સમાઈ જાય છે. અહા, અનંતગુણનો અનુભવ તેના અતીન્દ્રિય આનંદની શી વાત!
સમ્યગ્દર્શન થતાં આવી દશા થઈ જાય છે. સમ્યગ્દર્શનની ગંભીરતાની લોકોને
ખબર નથી. જ્યાં અનંતગુણોનો દરિયો એકસાથે નિર્મળપણે ઉલ્લસ્યો છે, ને જેમાં કોઈ
વિકલ્પના પ્રવેશનો અવકાશ નથી, એવી અનુભૂતિ સમ્યગ્દ્રષ્ટિને થાય છે.
ભાઈ, એકવાર તારી દ્રષ્ટિને રાગ ઉપરથી ઊઠાડીને તારા અનંતગુણના પિંડ ઉપર
દ્રષ્ટિ મુક. કેવળીભગવાને જે અનંતગુણો જોયા છે તે બધાય ગુણો તારામાં ભર્યા છે,
સિદ્ધભગવંતોને જેટલા પવિત્ર ગુણો પ્રગટ્યા છે તે બધાય ગુણો તારા આત્મામાં વિદ્યમાન
છે. તેનો પરમ પ્રેમ કરીને પ્રગટ અનુભવ કર. તેના અનુભવથી આત્મામાં આનંદના અમૃત
વરસશે. વાહ! આત્માના અનંતગુણ બતાવીને સંતોએ પંચમકાળમાં અમૃત વરસાવ્યા છે.
જ્યાં ચેતન ત્યાં અનંતગુણ, કેવળી બોલે એમ;
પ્રગટ અનુભવ આતમા, નિર્મળ કરો સપ્રેમ રે......ચેતન્યપ્રભુ......
ચૈતન્યસંપદા રે તારા ધામમાં....
અમૃત વરસ્યા રે પંચમકાળમાં......
ચૈતન્યનો પરમ પ્રેમ પ્રગટ કરતા પરમ સમભાવરૂપ સામાયિક થાય છે,
પરભાવોના પરિત્યાગરૂપ પ્રતિક્રમણ થાય છે; સમસ્ત દોષનો છેદ થઈને નિર્મળતા પ્રગટે
છે. આ રીતે અંતરસ્વરૂપની અનુભૂતિમાં સર્વે ગુણો પ્રગટ થાય છે. અહા, અનુભૂતિમાં
શું બાકી રહે છે! આખો આત્મા પોતાની સમસ્ત સંપદાસહિત અનુભૂતિમાં સમાઈ જાય
છે. આવી અનુભૂતિ કરે ત્યારે જ કેવળી ભગવાનની પરમાર્થ સ્તુતિ થાય છે; ત્યારે જ
જ્ઞાનીની ખરી ઓળખાણ થાય છે.
ભગવાન કહે છે કે, ભાઈ! રાગથી ભિન્ન થઈને અનંતગુણવાળા તારા આત્માનો
અનુભવ કર તો અમારી સાચી સ્તુતિ તેં કરી. બાકી વિકલ્પના મહિમાંમાં અટકી જાય તો તે
સર્વજ્ઞની ખરી સ્તુતિ જાણતો નથી. સમસ્ત આરાધના શુદ્ધ ચૈતન્યની અનુભૂતિમાં જ સમાય
છે. ભગવાન એમ નથી કહેતા કે તું અમારી સામે જોયા કર ને વિકલ્પ કર્યા કર; ભગવાન
તો કહે છે કે તું તારી સામે જો કેમકે જેવા ગુણો અમારામાં છે એવા અનંતગુણો તારામાં છે.
આમ અંતર્મુખ સ્વભાવમાં નમવું તે જ સાચી ગુરુવંદના ને તે જ સાચી ગુરુભક્તિ છે.
અહા, આત્માના ગુણની મીઠી–મધુરી વાત સંતો સંભળાવે છે. અરે જીવ! પરમ
પ્રીતિથી તારા ગુણનું શ્રવણ કરીને તેને અનુભવમાં લે. પહેલાં તો તેનો એવો ઉલ્લાસ
પ્રગટાવ કે બીજા બધાનો ઉલ્લાસ છૂટી જાય.

PDF/HTML Page 14 of 57
single page version

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૧ :
ને પરિણતિનું લક્ષ અંતરગુણોમાં ઘુસી જાય. આવા આત્માની અનુભૂતિ કરતાં તારી
પરિણતિમાં અનંતગુણની અમૃતધારા વરસશે. હાકલ કરીને એકલો અંતરના માર્ગે
હાલ્યો જા.
જગતમાં ક્્યાંય ન ગમે તો અંતરમાં જા! એકવાર બેનોએ કહ્યું હતું કે ક્યાંય ન
ગમે તો આત્મામાં ગમાડ! ક્યાંય ન ગમે તો આત્મામાં જા.......ત્યાં આનંદ ભર્યો છે
એટલે ત્યાં ગમશે. જગતમાં જીવને ગમે એવું સ્થાન હોય તો આત્મા જ છે જગતમાં
આત્મા સિવાય બીજે ક્્યાંય ગમે તેવું નથી–“જ્યાં ચેતન ત્યાં સર્વ ગુણ” તેમાં તું જા
એમ સંતો હાકલ કરે છે. એ હાકલ સૂણીને બીજું કોઈ સાથે ન આવે તો તું
એકલોએકલો તે માર્ગે ચાલ્યો જા. એકલો થઈને અંતરમાં આત્માના આનંદને અનુભવ.
અરે, અનુભવમાં જ્યાં ઈન્દ્રિયો અને મનનોય સાથ નથી, ત્યાં બીજાની શી
વાત! એકલો થઈને (વિકલ્પ વગરનો થઈને) એકત્વસ્વરૂપ આત્માને અનુભવમાં લે.
આત્મા આત્માદ્વારા જ અનુભવમાં આવે છે, માટે સર્વસંગરહિત થઈને એકલો–એકલો
સ્વભાવનું જ ઘોલન કર.....તેમાં જ પરિણતિને વારંવાર જોડ....તને શીઘ્ર મુક્તિની સિદ્ધિ
થશે....પ્રગટ આનંદનો અનુભવ થશે.
શ્રાવકને કહે છે કે હે શ્રાવક! તારા ઉપયોગને આત્મસ્વરૂપમાં જોડીને
શુદ્ધરત્નત્રયને ભજ! એ જ રત્નત્રયની પરમ ભક્તિ છે. શુદ્ધ આત્માને ભજતાં અનંત
ગુણનું સેવન એક સાથે થાય છે કેમકે ‘જ્યાં ચેતન ત્યાં સર્વ ગુણ.’ અનંત ગુણનો
અદ્ભુત ચૈતન્યરસ સ્વાનુભવમાં સમાય છે.
અહો, મારા હૃદયમાં સ્ફૂરાયમાન આ
નિજઆત્મગુણસંપદા કે જે સમાધિનો વિષય છે તેને મેં
પૂર્વે એક ક્ષણ પણ ન જાણી. ખરેખર, ત્રણલોકમાં
વૈભવના પ્રલયના હેતુભૂત દુષ્કર્મોની
પ્રભુત્વગુણશક્તિથી અરેરે, હું સંસારમાં માર્યો ગયો છું.
પરંતુ હવે મારા આત્માની પ્રભુત્વશક્તિની સંભાળ વડે
હું કર્મોની શક્તિને હણીને મારા સિદ્ધપદને સાધીશ.

PDF/HTML Page 15 of 57
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
ગૃહસ્થપણું દાનથી જ શોભે છે

ધર્મની પ્રભાવના વગેરે માટે દાન કરવાનો પ્રસંગ આવે ત્યાં ધર્મના
પ્રેમી જીવનું હૃદય થનગણાટ કરતું ઉદારતાથી ઊછળી જાય કે અહો, આવા
ઉત્તમ કાર્ય માટે જેટલું ધન વપરાય તેટલું સફળ છે. જે ધન પોતાના હિત
માટે કામ ન આવે ને પાપબંધનું જ કારણ થાય–એ ધન શા કામનું? એવા
ધનથી ધનવાનપણું કોણ કહે? સાચો ધનવાન તો એ છે કે ઉદારતાપૂર્વક
ધર્મકાર્યમાં પોતાની લક્ષ્મી વાપરે છે.(શ્રાવકધર્મ ઉપરના પ્રવચનમાંથી)
મનુષ્યોનું ગૃહસ્થપણું દાન વડે જ ગુણકારી છે, તથા દાનવડે જ આલોક તથા
પરલોક બંનેનો ઉદ્યોત થાય છે; દાન વગરનું ગૃહસ્થપણું તો બંને લોકનો ધ્વંસ કરનારું
છે ગૃહસ્થને સેંકડો પ્રકારના દુર્વ્યાપારથી જે પાપ થાય છે તેનો નાશ દાન વડે જ થાય
છે, ને દાન વડે ચંદ્રસમાન ઉજ્વળ યશ પ્રાપ્ત થાય છે. આ રીતે પાપનો નાશ ને યશની
પ્રાપ્તિ માટે ગૃહસ્થને સત્પાત્રદાન સમાન બીજું કાંઈ નથી. માટે પોતાનું હિત ચાહનારા
ગૃહસ્થોએ દાન વડે જ ગૃહસ્થપણું સફળ કરવું જોઈએ.
દેવ–ગુરુ–શાસ્ત્ર તરફના ઉલ્લાસથી સંસાર તરફનો ઉલ્લાસ ઘટાડે છે ત્યાં
દાનાદિનો શુભભાવ આવે છે, એટલે ગૃહસ્થે પાપ ઘટાડીને શુભભાવ કરવો–એવો
ઉપદેશ છે. તું શુભભાવ કર એવો ઉપદેશ વ્યવહારમાં હોય છે. પરમાર્થમાં તો રાગનુંય
કર્તૃત્વ આત્માના સ્વભાવમાં નથી. રાગના કણિયાનુંય કર્તૃત્વ માને કે તેનાથી મોક્ષમાર્ગ
માને તો મિથ્યાદ્રષ્ટિ છે. એમ શુદ્ધદ્રષ્ટિના વર્ણનમાં આવે; એવી દ્રષ્ટિપૂર્વક રાગની ઘણી
મંદતા ધર્મીને હોય છે. રાગ વગરનો સ્વભાવ દ્રષ્ટિમાં લ્યે ને રાગ ઘટે નહિ એમ કેમ
બને? અહીં કહે છે કે જેને દાનાદિના શુભભાવનુંય ઠેકાણું નથી એકલા પાપભાવમાં જે
પડ્યા છે તેની તો આ લોકમાંય શોભા નથી ને પરલોકમાંય તેને સારી ગતિ મળતી
નથી. પાપથી બચવા માટે પાત્રદાન જ ઉત્તમ માર્ગ છે. મુનિવરોને તો પરિગ્રહ જ નથી,
એમને તો અશુભ પરિણતિ છેદાઈ ગઈ છે ને ઘણી આત્મરમણતા વર્તે છે, એમની તો
શી વાત? અહીં તો ગૃહસ્થને માટે ઉપદેશ છે. જેમાં અનેક પ્રકારના પાપના પ્રસંગ છે
એવા ગૃહસ્થપણામાં પાપથી બચવા પૂજા–દાન–સ્વાધ્યાય વગેરે કર્તવ્ય છે.
તીવ્રલોભીપ્રાણીને સંબોધીને કાર્તિકસ્વામી તો કહે છે કે અરે જીવ! આ લક્ષ્મી ચંચળ છે,
એની મમતા તું છોડ, તું તીવ્ર લોભથી બીજા માટે

PDF/HTML Page 16 of 57
single page version

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૩ :
(દેવ–ગુરુ–શાસ્ત્રના શુભકાર્યોમાં) તો લક્ષ્મી નથી વાપરતો, પરંતુ તારા દેહ માટે
તો વાપર! એટલી તો મમતા ઘટાડ. એ રીતે પણ લક્ષ્મીની મમતા ઘટાડતાં શીખશે
તો ક્યારેક શુભ કાર્યોમાં પણ લોભ ઘટાડવાનો પ્રસંગ આવશે. અહીં તો ધર્મના
નિમિત્તો તરફના ઉલ્લાસભાવથી જે દાનાદિ થાય તેની જ મુખ્ય વાત છે. જેને ધર્મનું
લક્ષ નથી તે કંઈક મંદરાગ વડે દાનાદિ કરે તો સાધારણ પુણ્ય બાંધે, પણ અહીં તો
ધર્મના લક્ષ સહિતનાં પુણ્યની મુખ્યતા છે, એટલે અધિકારની શરૂઆતમાં જ
અરિહન્તદેવની ઓળખાણની વાત લીધી હતી. શાસ્ત્રમાં તો જ્યારે જે પ્રકરણ
ચાલતું હોય ત્યારે તેનું વિસ્તારથી વર્ણન કરે, બ્રહ્મચર્ય વખતે બ્રહ્મચર્યનું વર્ણન કરે,
ને દાન વખતે દાનનું વર્ણન કરે; મૂળભૂત સિદ્ધાંત લક્ષમાં રાખીને દરેક કથનના
ભાવ સમજવા જોઈએ.
લોકોમાં તો જેની પાસે ઘણું ધન હોય તેને લોકો ધનવાન કહે છે; પરંતુ
શાસ્ત્રકાર કહે છે કે જે લોભી છે એની પાસે ગમે તેટલું ધન પડ્યું હોય તો પણ તે
ધનવાન નથી પણ રંક છે, કેમકે જે ધન ઉદારતાપૂર્વક સત્કાર્યમાં વાપરવા માટે કામ ન
આવે, પોતાનાં હિતને માટે કામ ન આવે ને એકલા પાપબંધનું જ કારણ થાય એ ધન
શા કામનું? ને એવા ધનથી ધનવાનપણું કોણ માને? સાચો ધનવાન તો એ છે કે જે
ઉદારતાપૂર્વક પોતાની લક્ષ્મીને દાનમાં વાપરે છે. ભલે લક્ષ્મી થોડી હોય પણ જેનું હૃદય
ઉદાર છે તે ધનવાન છે. ને લક્ષ્મીના ઢગલા હોવા છતાં જેનું હૃદય ટુંકું છે–કંજુસ છે તે
દારિદ્રિ છે. એક કહેવત છે કે–
રણે ચડયા રજપૂત છૂપે નહિ.....
દાતા છૂપે નહિ ઘર માંગણ આયા...
જેમ યુદ્ધમાં ખાંડાના ખેલનો પ્રસંગ આવે ત્યાં રજપૂતની શૂરવીરતા છાની રહે
નહિ; એ ઘરના ખુણે સંતાઈને બેસી ન રહે, એનું શૌર્ય ઊછળી જાય, તેમ જ્યાં દાનનો
પ્રસંગ આવે ત્યાં ઉદારદિલના માણસનું હૃદય છાનું ન રહે; ધર્મના પ્રસંગમાં પ્રભાવના
વગેરે માટે દાન કરવાનો પ્રસંગ આવે ત્યાં ધર્મના પ્રેમી જીવનું હૃદય થનગણાટ કરતું
ઉદારતાથી ઊછળી જાય; એ છટકવાના બહાનાં ન કાઢે, કે એને પરાણે પરાણે કહેવું ન
પડે, પણ પોતાના જ ઉત્સાહથી તે દાનાદિ કરે કે અહો! આવા ઉત્તમ કાર્યમાં જેટલું દાન
કરું તેટલું ઓછું છે. મારી જે લક્ષ્મી આવા કાર્યમાં વપરાય તે સફળ છે. આ રીતે શ્રાવક
દાનવડે પોતાનું ગૃહસ્થપણું શોભાવે છે.

PDF/HTML Page 17 of 57
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
પ ર મ શાં તિ દા તા રી
અધ્યાત્મભાવના
આત્મધર્મની સહેલી લેખમાળા
લેખ નં. ૩૯) (અંક ૨૩૭A થી ચાલુ
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામીરચિત ‘સમાધિશતક’ ઉપર પૂ. કાનજીસ્વામીનાં
અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
(વીર સં. ૨૪૮૨ અષાડ વદ–છઠ્ઠ–સાતમ સમાધિશતક ગા. ૭૧)
ભેદવિજ્ઞાનવડે આત્માને સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન જાણીને તેમાં જે એકાગ્રતા કરે
છે તેને જ નિયમથી મુક્તિ થાય છે, અને તેમાં જે એકાગ્રતા નથી કરતો તેને મુક્તિ થતી
નથી–એમ હવે કહે છે–
मुक्तिरेकान्तिकी तस्य चिते यस्याचला धृतिः।
तस्य नैकान्तिकी मुक्तिर्यंस्य नास्त्यचला धृतिः।।७१।।
ચૈતન્યસ્વરૂપમાં જે અચલપણે એકાગ્રતા કરે છે તેને જ નિયમથી–એકાંત મુક્તિ
થાય છે, ને એ સિવાય વ્યવહારમાં જે એકાગ્રતા કરે છે તેને મુક્તિ થતી નથી, આવો
અનેકાન્ત છે. આ રીતે શુદ્ધોપયોગથી જ મુક્તિ થાય છે, શુભરાગથી કોઈને કદી મુક્તિ
થતી નથી.
જુઓ, આ મુક્તિનો નિયમ! સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રવડે જરૂર મુક્તિ થાય છે.
એ સિવાય પંચ મહાવ્રતાદિનો શુભ રાગ તે કાંઈ મુક્તિનું કારણ નથી. જ્યાં શુદ્ધ
રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ હોય ત્યાં દિગંબરપણું વગેરે પણ જરૂર હોય છે, ને ત્યાં જરૂર મુક્તિ
થાય છે. પણ જ્યાં શુદ્ધરત્નત્રય નથી ત્યાં મુક્તિ થતી જ નથી. આ રીતે ચૈતન્યસ્વરૂપમાં
એકાગ્રતારૂપ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે નિયમથી એકાંતપણે–મોક્ષનું કારણ છે.
પહેલાં તો શરીરાદિથી ભિન્ન ચૈતન્યસ્વરૂપનું જ્ઞાન કર્યું હોય–તેનો દ્રઢ નિર્ણય
કર્યો હોય તેને જ તેમાં એકાગ્રતા થઈ શકે. ચૈતન્યરાજાને જાણીને તેની સેવા (શ્રદ્ધા–
જ્ઞાન–એકાગ્રતા) કરવાથી જરૂર મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. અહીં તો ‘એકાંતિકી
મુક્તિ’ કહીને મોક્ષનો

PDF/HTML Page 18 of 57
single page version

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૫ :
નિયમ બતાવ્યો કે ચૈતન્યસ્વરૂપની અચલ ધારણા જેના ચિત્તમાં છે તે જ જીવ એકાંત
મુક્તિ પામે છે; પરંતુ ‘વ્યવહારમાં રાગમાં એકાગ્રતાવાળો જીવ પણ મુક્તિ પામે છે’
એમ અનેકાંત નથી. જેનું ચિત્ત સંદેહવાળું છે, કદાચ રાગાદિથી પણ મુક્તિ થશે–એમ જે
માને છે, ને રાગથી પાર ચૈતન્યતત્ત્વને અચલપણે શ્રદ્ધા–જ્ઞાનમાં ધાર્યું નથી તે મુક્તિ
પામતો નથી જ.
નિયમસાર (કળશ ૧૯૪) માં પદ્મપ્રભમુનિરાજ કહે છે કે–યોગપરાયણ હોવા
છતાં પણ જે જીવને કદાચિત ભેદવિકલ્પો ઉત્પન્ન થાય છે તેની અર્હન્તદેવના મતમાં
મુક્તિ થશે કે નહિ તે કોણ જાણે? એટલે કે યોગપરાયણ એવા મુનિઓને પણ જ્યાંસુધી
વિકલ્પ છે ત્યાંસુધી મુક્તિ નથી; નિર્વિકલ્પ થઈને સ્વરૂપમાં ઠરશે ત્યારે જ મુક્તિ થશે.
જુઓ, આ અર્હન્તદેવે કહેલો મોક્ષમાર્ગ! વિકલ્પને અર્હન્તદેવે મોક્ષનું સાધન નથી કહ્યું.
અહો! મુક્તિનું ધામ તો આ ચૈતન્યતત્ત્વ છે, તેમાં એકાગ્ર થયે જ મારી મુક્તિ
થવાની છે–આમ નિર્ણય કરે તો અલ્પકાળમાં મુક્તિ થાય. પણ જ્યાં નિર્ણય જ ઊંધો
હોય–રાગને ધર્મનું સાધન માનતો હોય–તે રાગમાં એકાગ્રતાથી ખસે શેનો? ને
સ્વભાવમાં એકાગ્રતા કરે ક્યાંથી? રાગમાં એકાગ્રતાથી તો રાગની ને સંસારની ઉત્પત્તિ
થાય, પણ મુક્તિ ન થાય. મુક્તિ તો ચૈતન્યમાં એકાગ્રતાથી જ થાય છે.
અહીં તો સમ્યગ્દર્શન ઉપરાંત ચૈતન્યમાં લીનતાની વાત છે. સમ્યગ્દર્શન પછી
પણ જ્યાં સુધી રાગ–દ્વેષથી ચિત્ત અસ્થિર–ડામાડોળ રહે છે ત્યાંસુધી મુક્તિ થતી નથી;
રાગદ્વેષ રહિત થઈને અંતરસ્વરૂપમાં લીન થઈને સ્થિર રહે ત્યારે જ મુક્તિ થાય છે.
ભૂમિકા અનુસાર ભક્તિ વગેરેનો ભાવ ધર્મીને આવે છે, પણ તે મોક્ષનું કારણ નથી.
ચૈતન્યસ્વરૂપમાં લીનતા વગર મુક્તિની પ્રાપ્તિ અસંભવ છે.ાા ૭૧ાા
લોકસંસર્ગવડે ચિત્તની ચંચળતા રહ્યા કરે છે ને ચૈતન્યમાં સ્થિરતા થતી નથી; માટે
લોકસંસર્ગ છોડીને જ અંતરમાં આત્મસ્વરૂપના સંવેદનમાં એકાગ્રતા થાય છે. જે લોકસંસર્ગ
છોડતો નથી તેને ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતા થતી નથી. માટે યોગીજનો–સાધક સંતો
ચૈતન્યમાં એકાગ્રતા અર્થે લોકસંસર્ગ છોડે છે;–એ વાત ૭૨ મી ગાથામાં કહે છે–
जनेभ्योवाक् ततः स्पन्दो मनसश्चित्तविभ्रमाः।
भवन्ति तस्मात्संसर्ग जनैर्योगी ततस्त्यजेत्।।७२।।
લોકોના સંસર્ગવડે વચનની પ્રવૃત્તિ થાય છે, વચનપ્રવૃત્તિથી મન વ્યગ્ર થાય છે,–
ચિત્ત ચલાયમાન–અસ્થિર થાય છે, અને ચિત્તની ચંચળતા થતાં અનેક પ્રકારના
વિકલ્પોવડે મન ક્ષુબ્ધ થાય છે; માટે ચૈતન્ય સ્વરૂપમાં સંલગ્ન એવા યોગીઓએ
લૌકિકજનોનો સંસર્ગ છોડવો જોઈએ. લૌકિકજનનોના સંસર્ગ વડે ચિત્તની નિશ્ચલતા
થઈ શકતી નથી.

PDF/HTML Page 19 of 57
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
અહીં મુખ્યપણે મુનિને ઉદ્દેશીને કથન છે. પણ બધાએ પોતાની ભૂમિકા પ્રમાણે સમજવું.
એકાન્તમાં બેસીને આત્માના વિચાર કરવા પણ જે નવરો ન થાય ને ચોવીસે કલાક
બહારની પ્રવૃત્તિમાં રચ્યોપચ્યો રહે–તો તે આત્માનો અનુભવ કઈ રીતે કરશે?
સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે પણ બે ઘડી જગતથી જુદો પડી, અંતરમાં એકલા ચિદાનંદ
તત્ત્વને લક્ષગત કરી સ્વાનુભવનો પ્રયત્ન કરે, ત્યારે સમ્યગ્દર્શન થાય છે. લોકનો સંગ
ને મોટાઈ જેને રુચતા હોય, અસંગ ચૈતન્યને સાધવામાં તેના પરિણામ કઈ રીતે
વળશે? ભાઈ, લોકસંજ્ઞાએ આત્મા પમાય તેમ નથી. અને સમ્યગ્દર્શન પછી મુનિને પણ
જેટલો લોકસંસર્ગ થાય તેટલી મનની અસ્થિરતા થાય છે ને કેવળજ્ઞાનને રોકે છે.
સ્વભાવ તરફ વળવા માટે ને તેમાં લીન થવા માટે કહે છે કે લોકોના પરિચયથી મનની
વ્યગ્રતા થશે, માટે લોકસંગ છોડીને તારા સ્વરૂપમાં જ તું તત્પર થા. તારો ચૈતન્યલોક
તો તારામાં છે, તેનું અવલોકન કર.
અહો, ઊંડી ઊંડી આ ચૈતન્યનિધિ, તેને પ્રાપ્ત કરીને ધર્માત્મા એકલો એકલો
અંતરમાં ગુપ્તપણે તેને ભોગવે છે. ધર્માત્માના અંતરના અનુભવ બહારથી દેખાય નહિ.
અરે, જગતના લોકોને દેખાડવાનું શું કામ છે? ધર્માત્માનો અંદરનો અલૌકિક અનુભવ
અંદરમાં જ સમાય છે. નિયમસારમાં કહે છે કે–જેમ કોઈ માણસ નિધિને પામીને
પોતાના વતનમાં રહી તેના ફળને ભોગવે છે તેમ જ્ઞાની પરજનોના સમૂહને છોડીને
જ્ઞાનનિધિને ભોગવે છે. લોકોમાં કોઈને નિધાન મળે તો અત્યંત ગુપ્તપણે રહીને તેને
ભોગવે છે જેથી કોઈ લઈ ન જાય. તેમ ગુરુપ્રસાદથી પોતાના સહજ જ્ઞાનનિધાનને
પામીને જ્ઞાની, સ્વરૂપના અજાણ એવા પરજનોના સમૂહને ધ્યાનમાં વિઘ્નનું કારણ
સમજીને છોડે છે. એ રીતે જ્ઞાનની રક્ષા કરે છે ને સ્વઘરમાં ગુપ્તપણે રહીને ધ્યાનગૂફામાં
બેઠોબેઠો પોતે એકલો પોતાના આનંદનિધાનને ભોગવે છે.
સમયસારની ૪૯મી ગાથાની ટીકામાં શ્રી જયસેનાચાર્ય કહે છે કે ‘અનંત જ્ઞાન–
દર્શન–સુખ–વીર્યસ્વરૂપ જે શુદ્ધાત્મા......તે દુર્લભ છે, તે અપૂર્વ છે ને તે જ ઉપાદેય છે
એમ સમજીને, શુદ્ધાત્માની નિર્વિકલ્પ સમાધિમાં ઉત્પન્ન થતા સુખામૃતરસની અનુભૂતિ
સ્વરૂપ.....ઊંડી ગિરિગૂફામાં બેસીને તેનું ધ્યાન કરવું.
[अनंत ज्ञानदर्शनसुखवीर्यश्च यः स एव शुद्धात्मा दुर्लभः स एवापूर्वः
सचैवोपादेय इति मत्वा, निर्विकल्प शुद्धात्मसमाधिसंजात
सुखामृतरसानुभूतिलक्षणे गिरि गुहागह्वरे स्थित्वा सर्बतात्पर्येण ध्यातव्य।]
બહારથી જંગલમાં જઈને બેસે ને અંદર હજી ચૈતન્યની અનુભૂતિ શું તે ઓળખે
પણ નહિ તો બહારની ગિરિગૂફામાંથી કાંઈ શાંતિ મલી જાય તેમ નથી. માટે કહે છે કે
ભાઈ, તારા અંતરમાં શુદ્ધાત્માની અનુભૂતિસ્વરૂપ જે ઊંડી ઊંડી ગિરિગૂફા–તેમાં જઈને
શુદ્ધાત્માનું ધ્યાન કર.

PDF/HTML Page 20 of 57
single page version

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૭ :
ચૈતન્યની ગિરિગૂફા જ શરણરૂપ છે. લૌકિકમાં પણ સિંહ વગેરેના ભયથી બચવા
ગૂફાનું શરણ લ્યે છે. જુઓ, સતી અંજના ઉપર કલંક આવ્યું ને જંગલમાં ગઈ ત્યારે
ચાલતાં ચાલતાં થાકી જાય છે, ત્યારે તેની વસંત સખી તેને કહે છે કે હે દેવી! બહારમાં
હિંસકપશુઓનો ભય છે માટે નજીકમાં ગૂફા છે–તેનું શરણ લે. આમ વિચારી જ્યાં
‘નજીકની’ ગૂફામાં પ્રવેશ કરે છે ત્યાં તો ધ્યાનમાં બેઠેલા એક મુનિ દીઠા. મુનિને દેખતાં
જ અંજનાના આનંદનો પાર ન રહ્યો. અહો! આવા જંગલમાં મહામુનિના દર્શન થયા....
જાણે પિતા મળ્‌યા.....ને જગતના દુઃખ ભૂલાઈ ગયા. તેમ સંસારના દુઃખથી થાકેલા
જીવને બાહ્યવૃત્તિમાં તો રાગ–દ્વેષ ને કષાયોની આકુળતા છે, ભય છે; જ્ઞાની કહે છે કે હે
ભવ્ય! તું અંતર્મુખ થા.....ને તારી ચૈતન્યગૂફામાં શરણ લે; એ ચૈતન્યગૂફા દૂર નથી પણ
નજીક જ છે. પછી જ્યાં ધ્યાનવડે અંતરની ચૈતન્યગૂફામાં પ્રવેશ કર્યો ત્યાં તો મહા
આનંદરૂપ ચૈતન્યભગવાનના દર્શન થયા.....
ચાર અક્ષરનું મારું નામ હું એક મહાપુરુષ તીર્થંકર ભગવાનને શોધી કાઢો.
હાસ્યમાં એનો એક ભાગ છે પણ શોકમાં નથી. મંદારગિરિ
આ ચાર
નગરીમાં રહેલા એક
તીર્થંકરને શોધી
કાઢો.
(–કમલેશ જૈન. નં. ૧પ૨)
શ્રાવણ માસના મંગલ દિવસો
સુદ ૨ સુમતિનાથ–ગર્ભકલ્યાણક............ (વિનિતાનગરી)
સુદ ૭ (મોક્ષસપ્તમી) પાર્શ્વનાથ–મોક્ષકલ્યાણક..... (સમ્મેદશિખર)
સુદ ૧પ શ્રેયાંસનાથ–મોક્ષકલ્યાણક............. (સમ્મેદશિખર)
સુદ ૧પ (રક્ષાપૂર્વ) અંકપનાદિ ૭૦૦ મુનિની રક્ષા..... (હસ્તિનાપુર)
વદ ૨
વાસુપૂજ્ય–કેવળજ્ઞાન વગેરે......... (ચંપાપુર–મંદારગિરિ)
વદ ૭ શાંતિનાથ–ગર્ભકલ્યાણક................. (હસ્તિનાપુર)