Atmadharma magazine - Ank 275
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 49
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૩
સળંગ અંક ૨૭૫
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 49
single page version

background image
૨૭પ
નિજભાવ
પરભાવમાં જ રમી રહ્યો
નિજભાવમાં આવ્યો નહિ;
રે જીવ! તું તો દુ:ખથી
સંસારમાં જ ભમ્યો ભમ્યો.
હવે છોડ એ પરભાવને,
નિજભાવમાં તું આવ રે!
સુખથી ભરેલા આત્મામાં
બસ, મોક્ષ મોક્ષ જ મોક્ષ છે.
વર્ષ ૨૩ : અંક : ૧૦ * વીર સં. ૨૪૯૨ દ્વિ શ્રાવણ
તંત્રી: જગજીવન બાવચંદ દોશી * સંપાદક: બ્ર હરિલાલ જૈન

PDF/HTML Page 3 of 49
single page version

background image
યુગયુગ જુનું આપણું પૂજ્ય તિર્થ
જ.....ય સ....મ્મે....દ....શિ....ખ....ર
શ્રાવણ સુદ સાતમે સમ્મેદશિખર ઉપરથી ભગવાન પાર્શ્વનાથ મોક્ષ પધાર્યા.
હાલમાં સમ્મેદશિખર સંબંધી દિગંબર જૈનોના સમસ્ત અધિકારોનું રક્ષણ થાય એવા
સંતોષકારક કરાર બિહારસરકાર સાથે થયા, અને તીર્થસંબંધી અગાઉ ઊભી થયેલી વિકટ
પરિસ્થિતિ દૂર થઈ, તેથી ભારતભરના દિગંબર જૈનસમાજમાં સંતોષ અને હર્ષની લાગણી
ફેલાઈ ગઈ હતી. અને આ લાગણી વ્યક્ત કરવા, તથા પોતાના મહાન તીર્થરાજ પ્રત્યેની
અતીવ ભક્તિ વ્યક્ત કરવા દેશભરમાં સર્વત્ર ઘણા જ હર્ષોલ્લાસ સહિત “સમ્મેદશિખર
દિવસ” શ્રાવણ સુદ સાતમે ઉજવાયો હતો. સર્વત્ર એ શાશ્વતતીર્થના પૂજનભક્તિ કરવામાં
આવ્યા હતા; ને આ કાર્યના ઉકેલ માટે દિ. જૈન તીર્થક્ષેત્ર કમિટીએ જે સફળ પ્રયત્ન કર્યા
તથા બિહારના મુખ્યપ્રધાનશ્રીએ ન્યાયની જાળવણી થાય ને દિ. જૈનોના હક્કનું સંરક્ષણ
થાય તેવા કરાર કરવામાં જે સહકાર આપ્યો, તે બદલ તેઓ પ્રત્યે સૌએ આભારની
લાગણી વ્યક્ત કરી હતી. સોનગઢમાં પણ એ દિવસ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો.
સવારમાં જિનમંદિરમાં તીર્થરાજનું સમૂહપૂજન થયું; તથા પ્રવચન પછી સભામાં (જેમાં
અનેક ગામના જિજ્ઞાસુઓ ઉપસ્થિત હતા તેમાં સમ્મેદશિખરના કરાર સંબંધી પ્રસન્નતા
વ્યક્ત કરતો ઠરાવ પસાર કર્યો હતો. બપોરે જિનમંદિરમાં પૂ. બેનશ્રીબેને સમ્મેદશિખરજીની
જે પરમભક્તિ કરાવી ત્યારે તો જાણે સમ્મેદશિખરની યાત્રા કરતા હોઈએ એવો હર્ષોલ્લાસ
થતો હતો.......સમ્મેદશિખર આપણા હૃદય સાથે જોડાયેલું છે.....યુગયુગ જુનું આપણું આ
પરમપૂજ્ય તીર્થ આપણને સિદ્ધિપંથની પ્રેરણા સદાય આપ્યા કરો.......
जय सम्मेदशिखर।

PDF/HTML Page 4 of 49
single page version

background image
: ભાદરવો : ૨૪૯૨ આત્મધર્મ : ૧ :
વર્ષ ૨૩
વાર્ષિક લવાજમ અંક ૧૧
ત્રણ રૂપિયા વીર સં. ૨૪૯૨
ભાદરવો
वे मुनिवर
(રાગ: મલ્હાર)
વે મુનિવર કબ મિલિ હૈં ઉપકારી....વે મુનિવર
સાધુ દિગમ્બર નગન નિરમ્બર, સંવર ભૂષણધારી
...... વે મુનિવર ।।।।
કંચન કાચ બરાબર જિનકૈં, જ્યોં રિપુ ત્યૌં હિતકારી
મહલ મસાન મરન અરુ જીવન, સમ ગરિમા અરુ ગારી
..... વે મુનિવર ।।।।
સમ્યગ્જ્ઞાન પ્રધાન પવન બલ, તપ પાવક પરજારી ।।
સેવત જીવ સુવર્ણ સદા જે, કાય–કારિમા ટારી
..... વે મુનિવર ।।।।
જોરિ જુગલ કર ‘ભધૂર’ વિનવે, તિન પદ ઢોક હમારી ।।
ભાગ ઉદય દરશન જબ પાઊં, તા દિનકી બલિહારી
..... વે મુનિવર ।।।।

PDF/HTML Page 5 of 49
single page version

background image
: ૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૨
દશ ધર્મનું સ્વરૂપ
(પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી)
સમ્યક્ત્વપૂર્વકના વીતરાગભાવ વડે જેની આરાધના
થઈ શકે છે એવા ઉત્તમક્ષમાદિ દશ ધર્મોનું સ્વરૂપ અહીં
પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી સંક્ષેપમાં આપવામાં આવ્યું છે.
મુનિવરો એના મુખ્ય આરાધક છે, ને શ્રાવકે પણ તેનું સ્વરૂપ
ઓળખીને શક્તિ અનુસાર તેની ઉપાસના કરવી.
* ગમે તે પરિસ્થિતિમાં પણ ચૈતન્યભાવનાના બળે વીતરાગી સમભાવમાં ટકી
રહેવું ને ક્રોધરૂપ વિષમભાવ થવા ન દેવો તે ઉત્તમ ક્ષમાધર્મ છે. મોક્ષમાર્ગી
સન્તોને આ ક્ષમા સહચરી છે. ક્રોધની ઉત્પત્તિ સાધકભાવમાં બાધા કરનારી છે,
એમ સમજીને તેને દૂરથી જ છોડવો, ને ક્ષમાભાવને મોક્ષનો સાધક જાણીને
અંગીકાર કરવો.
* દેહ–રૂપ–જાતિ–કૂળ વગેરે કરતાં મારો જ્ઞાનસ્વભાવી આત્મા જ જગતમાં શ્રેષ્ઠ
છે–એવી ભાવનાવડે મદની ઉત્પત્તિનો અભાવ થાય છે, એટલે કે માર્દવધર્મ થાય છે.
* મારા રત્નત્રયમાં મને કોઈ દોષ ન હો–એવી ભાવનાવડે, રત્નત્રયમાં લાગેલા
કોઈ દોષને છૂપાવ્યા વગર ગુરુ સમીપે સરલપણે વ્યક્ત કરીને તે દોષ છોડવા તે
આર્જવધર્મ છે.
* ભેદજ્ઞાનવડે સત્ય સ્વભાવને જાણનાર જીવ, જિનવાણીઅનુસાર સત્ય વચન
બોલે ને અસત્ય બોલવાની વૃત્તિ ન થાય તે સત્યધર્મ છે.
* ભેદજ્ઞાનની ભાવનાના બળથી રત્નત્રયની આરાધનામાં તત્પર અને ભવ–તન–
ભોગથી વિરક્ત એવા જીવને મમત્વરૂપ મલિનભાવ થતો નથી, ને રત્નત્રયની
શુચિતા ટકી રહે છે તે શૌચધર્મ છે. (શૌચ=પવિત્રતા)
* ચૈતન્યના પરમ શાંતરસમાં નિમગ્નતાવડે ઈન્દ્રિય વિષયો તરફની વૃત્તિ કે
ક્રોધાદિ કષાયોની ઉત્પત્તિ ન થાય, સ્વરૂપની આરાધનામાં સમ્યક્ પ્રકારે ઉપયોગ
જોડાયેલો રહે તે સંયમધર્મ છે.

PDF/HTML Page 6 of 49
single page version

background image
: ભાદરવો : ૨૪૯૨ આત્મધર્મ : ૩ :
* ગમે તેવો ઉપદ્રવ આવે તોપણ પોતાના ચૈતન્યના ચિંતનથી ચ્યૂત ન થવું ને
વિષયકષાયોરૂપી ચોરને ઉપયોગઘરમાં પ્રવેશવા ન દેવા તે તપ છે. આ તપ
વિષયકષાયોરૂપી ચોરથી પોતાના રત્નત્રયરૂપી ધનને બચાવવા માટે મહાન
યોદ્ધાસમાન રક્ષક છે, ને આનંદનો દાતાર છે.
* સ્વસંવેદનમાં આવેલો શુદ્ધ આત્મા તે જ મારો છે. બીજું કાંઈ પણ મારું નથી,–
એમ શુદ્ધાત્મા સિવાય સર્વત્ર મમત્વનો અભાવ તે ત્યાગધર્મ છે. શ્રુતનું પ્રવચન,
શાસ્ત્રદાન વગેરે પણ આ ત્યાગધર્મના પોષક છે.
* શુદ્ધ ચૈતન્ય એક જ મારો છે, બીજું કિંચિત્ત્ મારું નથી, આવી અકિંચનરૂપ
ચૈતન્યભાવના વડે દેહાદિ સમસ્ત પરદ્રવ્યો પ્રત્યે મમત્વનો ત્યાગ તે અકિંચનધર્મ છે.
* બ્રહ્મસ્વરૂપ આત્માના આનંદના અતીન્દ્રિય સ્વાદના બળે બાહ્ય વિષયોમાંથી
વૃત્તિ જ ઊડી જવી તે ઉત્તમ બ્રહ્મચર્યધર્મ છે. વિશુદ્ધ બુદ્ધિના બળે એવી નિર્વિકાર
ભાવના થઈ જાય કે દેવી લલચાવે તોપણ વિકારની વૃત્તિ ન થાય ને માતા કે
બહેનવત્ નિર્વિકાર ભાવના રહ્યા કરે; એવા જીવને ઉત્તમ બ્રહ્મચર્ય છે.
ઉત્તમક્ષમાદિક આ દશ ધર્મને આરાધનારા સન્તોને અત્યંત ભક્તિપૂર્વક
આરાધીએ, અને તેમના જેવી આરાધનાના દીવડા આત્મામાં પ્રગટ કરીએ....એ
જ ભાવના.
આ સિંહ અને સર્પ છે કે–અરે મનુષ્યો! અમે તીર્યંચ
હોવા છતાં, આ ભગવાન સર્વજ્ઞદેવના માર્ગની પરમ
ભક્તિપૂર્વક ઉપાસના વડે સમ્યક્ત્વ પામીને આત્માને
અનુભવીએ છીએ, તીર્યંચપણું ભૂલીને સિદ્ધ જેવો અનુભવ
કરીએ છીએ....તો તમે તો મનુષ્ય છો.....તમે પણ આવો
અનુભવ કેમ નથી કરતા! અમે સિંહ અને સર્પ જગતમાં કૂ્રર
ગણાઈએ છતાં ભગવાનની વાણીના પ્રતાપે ફ્રૂરરસ છોડીને
પરમ શાંતરસને પામ્યા.....તો તમે તો ભગવાનની જેમ
મનુષ્ય છો....કષાયનો કલુષરસ છોડીને ચૈતન્યના પરમ ઉપશાંતરસને અનુભવો.
સિંહ અને સર્પની આ વાત સાંભળીને બાલવિભાગના સભ્યો કહે છે કે વાહ! વનરાજ!
અને સર્પરાજ! તમે બંને તીર્યંચ ગતિમાં હોવા છતાં, કેવા ભક્તિભાવપૂર્વક ભગવાનની સેવા કરી
રહ્યા છો! ને ધર્મની આરાધના કરી રહ્યા છો! તમને ધન્ય છે. તિર્યંચ હોવા છતાં તમે અમારા
સાધર્મી બન્યા છો. તમને દેખીને અમનેય ધર્મની પ્રેરણા અને વાત્સલ્યભાવ જાગે છે.

PDF/HTML Page 7 of 49
single page version

background image
: ૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૨
છઠ્ઠી–સાતમી ગાથાવડે જ્ઞાયકસ્વભાવ સાંભળીને
શિષ્યને સમ્યક્ત્વ થવાનું અપૂર્વ વર્ણન
આચાર્યદેવે ગાથા ૬–૭માં જ્ઞાયકભાવ બતાવતાં કહ્યું કે જેમાં અશુદ્ધતા નથી,
જેમાં પર્યાયભેદ નથી ને જેમાં દર્શન–જ્ઞાન–ચારિત્રના ગુણભેદ નથી એવો શુદ્ધ જ્ઞાયક
આત્મા છે, ને તે શુદ્ધનયનો વિષય છે. ભેદરૂપ જે વ્યવહાર છે તેના અવલંબને
શુદ્ધઆત્માને જણાતો નથી. હવે આવા શુદ્ધ આત્માને જાણવાના જિજ્ઞાસુ શિષ્યને પ્રશ્ન
ઊઠે છે કે પ્રભો! આવા પરમાર્થરૂપ શુદ્ધઆત્માનો એકનો જ ઉપદેશ દેવો હતો, વચ્ચે
અનેક ભેદરૂપ વ્યવહાર કેમ કહ્યો? તેના ઉત્તરમાં આઠમી ગાથામાં આચાર્યદેવ કહે છે કે
જેમ આર્યભાષા નહિ જાણનાર કોઈ અનાર્યને સમજાવવા માટે અનાર્યભાષામાં કહેવું
પડે છે તેમ પરમાર્થ એક સ્વભાવનો જે અજાણ છે એવા જિજ્ઞાસુ શિષ્યને તે સ્વભાવ
સમજાવવા માટે એક અભેદ આત્મામાં ગુણ ભેદ ઉપજાવીને સમજાવ્યું કે જે જ્ઞાન–દર્શન–
ચારિત્રસ્વરૂપ છે તે આત્મા છે. ત્યાં શિષ્ય તે ગુણભેદના વિકલ્પમાં અટકતો નથી પણ
આચાર્યનો આશય સમજીને અભેદ આત્માને અનુભવમાં લ્યે છે.
સમયસારમાં આચાર્ય ભગવાન જે શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવવા માંગે છે તે
શુદ્ધાત્મસ્વરૂપ સમજવાની જિજ્ઞાસાવાળો શિષ્ય અંતરમાં કયા પ્રકારે સમજી જાય છે, ને
તે સમજતા તેના અંતરમાં જ્ઞાન–આનંદના કેવા સુંદર તરંગ ઊછળે છે–એ વાત
અલૌકિક પ્રકારે આઠમી ગાથામાં બતાવી છે. જે શિષ્ય અંતેવાસી થયો છે એટલે કે
સમજવાનો જિજ્ઞાસુ થઈને ‘નજીક’ આવ્યો છે તેને આચાર્યદેવ સમજાવે છે.
અંતેવાસી:– શિષ્ય અંતેવાસી છે, તે બે પ્રકારે નજીક છે, એક તો શુદ્ધઆત્માનું
શ્રવણ કરવા આવ્યો છે એટલે ક્ષેત્રથી અંતેવાસી થયો છે; ને અંતરમાં પાત્રતા પ્રગટ
કરીને ભાવથી પણ નજીક થયો છે, આવા અંતેવાસી શિષ્યને ‘દર્શન–જ્ઞાન–ચારિત્ર’
સ્વરૂપ આત્મા છે’ એમ અભેદમાં ભેદ ઉપજાવીને પરમાર્થસ્વરૂપનો ઉપદેશ આપ્યો. ત્યાં
બતાવવો છે અખંડ આત્મા, કાંઈ ભેદ બતાવવો નથી. પણ અભેદસ્વરૂપ સમજવા જતાં
વચ્ચે એટલો ભેદ આવ્યા વગર રહેતો નથી.
આ સમયસારની પારાયણ છે. સમયસાર એ ભરતક્ષેત્રનું મહાન ભાગવત છે;
પાત્ર થઈને સાંભળે તે ભગવાન થઈ જાય–એવી આ વાત છે. ભગવાન પાસેથી
સાંભળીને કુંદકુંદાચાર્યદેવે આ મહાન શાસ્ત્ર રચ્યું છે, તેથી આ

PDF/HTML Page 8 of 49
single page version

background image
: ભાદરવો : ૨૪૯૨ આત્મધર્મ : પ :
જૈન ભગવતશાસ્ત્ર છે. સ્વાનુભવમાં પહોંચવા માટેની છેલ્લામાં છેલ્લી વાત આચાર્યદેવ
નિકટવર્તી શિષ્યને સમજાવે છે. શિષ્યને મનમાં એક જ ધૂન છે કે જેવો જ્ઞાયક
શુદ્ધઆત્મા શ્રીગુરુ કહે છે તેવો અનુભવમાં લેવો; બીજો કોઈ રોગ મનમાં નથી. આમ
આત્માની જિજ્ઞાસાવડે રાગથી દૂર થઈને સ્વભાવની સમીપ આવ્યો છે. આવા શિષ્યને
અસાધારણ ધર્મો દ્વારા એટલે કે જ્ઞાન–દર્શન–ચારિત્રરૂપ ધર્મો દ્વારા એક ધર્મીનું સ્વરૂપ
સમજાવે છે. આમાં જોકે વચ્ચે સૂક્ષ્મ ગુણભેદ આવે છે, પણ તે ગુણભેદ અનુભવમાં
નથી. તૈયારીવાળો શિષ્ય તે ભેદના અવલંબનમાં ન અટકતાં અભેદ આત્માને
અનુભવમાં લ્યે છે.
આત્મા રાગી છે કે બંધનવાળો છે–એવી અશુદ્ધપણાની વાત તો દૂર રહો, જ્ઞાન
તે આત્મા–એવા ગુણ–ગુણી ભેદના લક્ષે પણ શુદ્ધાત્મા અનુભવમાં આવતો નથી. જો કે
જ્ઞાન–દર્શન–ચારિત્રાદિ ગુણોનો કાંઈ આત્મામાં અભાવ નથી; પણ અહીં શુદ્ધઆત્માનો
અનુભવ કરવો તે પ્રયોજન છે, ને ગુણભેદના આશ્રયે તે પ્રયોજન સિદ્ધ થતું નથી; માટે
કહે છે કે ‘જ્ઞાન તે આત્મા’ એમ કહેતાં તે ભેદ ઉપર જોઈને તું અટકીશ નહિ, કથનમાં
ભલે ભેદ આવ્યો પણ તું ભેદનું અવલંબન છોડીને અભેદ આત્માને અનુભવમાં લેજે.
આ વાત દ્રષ્ટાંતથી સમજાવે છે: જેમ કોઈ મ્લેચ્છને કોઈ બ્રાહ્મણ એમ આશીર્વાદ
આપે કે ‘स्वस्ति!’ ત્યારે स्वस्ति એટલે મારું અવિનાશી કલ્યાણ થવાના આશીર્વાદ
મને આપે છે એમ નહિ સમજનારો તે મ્લેચ્છ બ્રાહ્મણ ઉપર કંટાળો લાવ્યા વગર
બહુમાન અને વિનયપૂર્વક તેની સામે જિજ્ઞાસાથી જોઈ રહે છે;–કોની જેમ? કે મેંઢાની
જેમ; મેંઢાને અનુસરવાની ટેવ છે તેમ શિષ્ય પણ ગુરુએ શું કહ્યું તેને અનુસરવા માગે
છે, એટલે તે મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ જોઈ રહે છે.
આંખો ફાડીને ટગટગ અનિમેષ નેત્રથી જોઈ રહે છે, તેમાં ન સમજ્યાનો કંટાળો
નથી પણ સમજવાની તીવ્ર જિજ્ઞાસા છે. આ કંઈક મારું હિત બતાવવા માંગે છે એવો
વિશ્વાસ છે.
આંખો ફાડીને:– સમજવાની તીવ્ર જિજ્ઞાસા છે એટલે આંખો ફાડીને જોઈ રહે
છે, તેમ અંતરમાં જ્ઞાનરૂપી આંખો ફાડીને એકાગ્રતાથી શિષ્ય સમજવા માંગે છે. આંખ
બંધ નથી રાખતો, બેદરકારી નથી કરતો પણ અનિમેષપણે, ટમકાર વગર આંખો ફાડીને
ટગટગ જોઈ રહે છે. શિષ્યજન આત્મા સમજવા માટે જ્ઞાનચક્ષુ ઊઘાડીને, એટલે કે
ક્ષયોપશમભાવને તે તરફ જોડીને સમજવા તૈયાર થયો છે.
પછી જ્યારે તે જ બ્રાહ્મણદ્વારા, અથવા બ્રાહ્મણ અને મ્લેચ્છ બંનેની ભાષા
જાણનારા બીજા કોઈ દ્વારા સ્વસ્તિ શબ્દનો અર્થ તે મ્લેચ્છ સમજી જાય છે કે તરત તેના
નેત્રો આનંદમય આંસુઓથી ભરાઈ જાય છે કે અહો! આ તો મારા અવિનાશી કલ્યાણ માટે
આશીર્વાદ આપતા હતા! તેમ આત્મા જ્ઞાન–દર્શન–ચારિત્રસ્વરૂપી છે એમ આત્માનું સ્વરૂપ

PDF/HTML Page 9 of 49
single page version

background image
: ૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૨
આચાર્યદેવ સમજાવે છે; તે સમજનાર જિજ્ઞાસુ શિષ્યને અંતરમાં પાંચે લબ્ધિ આવી જાય
છે; તે વાત આચાર્યદેવે આઠમી ગાથામાં અલૌકિક રીતે બતાવી છે.
સમ્યક્ત્વની પાંચ લબ્ધિ આમાં આવી જાય છે
ચૈતન્યસ્વભાવ સાંભળતા શ્રોતાના અંતરમાં અપૂર્વ હર્ષોલ્લાસ છે; તે આંખો
ફાડીને જોઈ જ રહે છે એટલે કે સમજવાને યોગ્ય ક્ષયોપશમલબ્ધિ થઈ છે, ને સ્વરૂપ
સમજવા માટે ઉપયોગને એકાગ્ર કરે છે.
ટગટગ જોઈ રહે છે–તેમાં સમજવા માટેની જિજ્ઞાસાથી પરિણામની વિશુદ્ધિ થઈ
છે એટલે વિશુદ્ધિલબ્ધિ થઈ છે.
‘દર્શન–જ્ઞાન–ચારિત્રસ્વરૂપ આત્મા છે’ એવી આચાર્યદેવની દેશના પ્રાપ્ત થઈ છે
એટલે કે દેશનાલબ્ધિ થઈ છે.
પ્રાયોગ્યલબ્ધિ એટલે અંદર કર્મસ્થિતિની અલ્પતા તથા પરિણામની તેવી
યોગ્યતા પણ થઈ છે.
આમ ચારલબ્ધિ તો થઈ છે; ને પાંચમી કરણલબ્ધિ અનુભવ કરવાના કાળમાં
થાય છે તે પણ બતાવશે. તેમાં સુંદર આનંદતરંગ–બોધતરંગ ઊછળે છે એમ કહેશે.
ઉપદેશ દેનારા આચાર્ય કેવા છે?
પહેલા પાંચમી ગાથામાં તો કહ્યું હતું કે–અમારા સમસ્ત આત્મવૈભવથી અમે શુદ્ધ
આત્માનું સ્વરૂપ દેખાડશું. શુદ્ધાત્માનું પ્રચુર સંવેદન કરનારા એવા પરમગુરુઓના
અનુગ્રહપૂર્વક અમને જે શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ મળ્‌યો તેનાથી અમારો આત્મવૈભવ
પ્રગટ થયો, એટલે કે જેવો શુદ્ધાત્મા શ્રીગુરુએ કહ્યો હતો તેવો અમને અનુભવમાં
આવ્યો, એવા સ્વાનુભવપૂર્વક અમે શુદ્ધાત્માનું સ્વરૂપ આ સમયસારમાં દેખાડશું.
ઉપદેશ કરનારા આચાર્ય કેવા હોય તે આમાં આવી જાય છે. એક આચાર્ય
ઉપદેશ આપીને ચાલ્યા જાય તો શિષ્ય તે વાત છોડી દેતો નથી, પણ ધીરજ રાખી
રુચિને લંબાવી બીજા આચાર્ય પાસેથી સમજે છે. “તે જ અથવા બીજા આચાર્ય તેને
પરમાર્થ સમજાવનારા મલી જ જાય છે;” –આમ કહીને શ્રોતાની જિજ્ઞાસાનું લંબાણ
બતાવ્યું છે; તેની જિજ્ઞાસા અને સમજવાની યોગ્યતાની તીવ્રતા છે એટલે કદાચિત
પહેલા આચાર્ય ચાલ્યા ગયા હોય તો કોઈને કોઈ બીજા ઉપદેશક જ્ઞાની તેને મલી જ જશે.
એની પાત્રતા છે એટલે જરૂર તેને સમજાવનાર પણ મલી જ રહે છે, –એવી જ સંધિ છે.
આચાર્ય તો સ્વરૂપમાં ઝૂલતાં હોય, એટલે “દર્શન–જ્ઞાન–ચારિત્રસ્વરૂપ આત્મા
છે” એટલો ઉપદેશ આપીને તેમને વિકલ્પ છૂટી જાય અથવા અન્યત્ર વિહાર કરી જાય,
પણ શિષ્ય પોતાની જિજ્ઞાસા છોડતો નથી, પણ જિજ્ઞાસા લંબાવીને બીજા આચાર્ય
પાસેથી તેનો પરમાર્થ સમજે છે–એવી તેની પાત્રતા છે.
દર્શન–જ્ઞાન–ચારિત્રસ્વરૂપ આત્મા છે એમ કહેવામાં કહેનારનો આશય ભેદ બતાવવાનો

PDF/HTML Page 10 of 49
single page version

background image
: ભાદરવો : ૨૪૯૨ આત્મધર્મ : ૭ :
નથી પણ અભેદસ્વરૂપ આત્મા બતાવવાનો આશય છે; ને શિષ્ય તે આશય પકડી,
ભેદના વિકલ્પનું અવલંબન છોડીને અભેદસ્વરૂપ એક આત્માને તત્કાળ અનુભવમાં
લઈ લ્યે છે.
सद्य એટલે તુરત જ આનંદપૂર્વક આત્માને અનુભવે છે,–એટલે કે ગુરુના
સાન્નિધ્યમાં જ અધિગમજ સમ્યક્ત્વ પામે છે એવી વાત લીધી છે.
સમજતાં શું થાય છે? કે અંતરમાં તત્કાળ આનંદ ઉત્પન્ન થાય છે ને સુંદર–
મનોહર બોધતરંગ ઊછળે છે. આનંદ અને જ્ઞાનતરંગ બંને સાથે લીધા. પહેલા ‘આનંદ’
કહીને તેની વાત કરી. ચોથા ગુણસ્થાને સમ્યક્ત્વની સાથે આવો અત્યંત આનંદ ઉત્પન્ન
થાય છે, ને સમ્યગ્જ્ઞાનના મનોહર તરંગ ઊછળે છે, જ્ઞાનકલા ખીલે છે. શિષ્ય તત્કાળ
આવો આનંદ પ્રગટ કરીને, સુંદર જ્ઞાનતરંગ વડે આત્મસ્વરૂપ સમજી જાય છે.
જુઓ તો ખરા, શિષ્યની તૈયારી કેટલી! ટૂંકામાં બધો સાર (–બાર અંગનો
સાર) સમજીને તરત આનંદસહિત આત્માનો અનુભવ કરી લીધો.
‘દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ આત્મા છે’ એટલા ઉપદેશવડે શિષ્ય પરમાર્થ આત્માને સમજી
ગયો. આટલો ભેદ વચ્ચે આવ્યો, પણ તેનું અવલંબન છોડીને શિષ્ય પરમાર્થને સમજી ગયો.
સમજતાં શું થયું? કે અત્યંત આનંદનો અનુભવ થયો. ને સુંદર–મનોહર એવા
સમ્યગ્જ્ઞાન તરંગ ઊછળ્‌યા. અહા, જાણે આનંદના દરિયા ઊછળ્‌યા. પરભાવોથી આત્મા
જુદો પડી ગયો, ભેદનું અવલંબન છૂટી ગયું ને અભેદ જ્ઞાયકભાવમાત્ર આત્મા
અનુભવમાં આવ્યો. આ રીતે સમ્યગ્દર્શન પ્રગટ થયું. સમ્યગ્દર્શન પ્રગટ થવાનું આ
અપૂર્વ વર્ણન છે. સમ્યગ્દર્શન પ્રગટવાના કાળે આત્મામાં શું થાય છે તે આચાર્યદેવે
બતાવ્યું છે; ને પરમાર્થ આત્માને સમજવાની અલૌકિક રીત બતાવી છે.
આવા આત્માનો જે અનુભવ કરવા માંગે છે તે જીવને શુદ્ધનયના વિષયરૂપ શુદ્ધ
આત્માનો જ મહિમા છે; તેને બહારની કોઈ ક્રિયાનો મહિમા નથી, ને અંદર ગુણભેદના
વિકલ્પનોય મહિમા એને નથી. એ તો બધા અશુદ્ધનયના વિષયો છે. અંદરમાં
શુદ્ધનયના વિષયરૂપ જે એકાકાર જ્ઞાયક આત્મા તેને જ તે અનુભવમાં લેવા માંગે છે.
અજ્ઞાની જીવો આવા શુદ્ધ આત્માને જાણતા નથી, પણ અશુદ્ધનયના વિષયને જ
તે આત્મા તરીકે અનુભવે છે. એવા જીવને સમજાવવા “જ્ઞાન તે આત્મા આનંદ તે
આત્મા” એમ ગુણ–ગુણીભેદદ્વારા ઉપદેશ કર્યો, ત્યાં પ્રયોજન ભેદના વિકલ્પનું નથી,
અભેદ આત્માનું લક્ષ કરાવવાનું જ પ્રયોજન છે. ને એવા આત્માને લક્ષમાં લઈને સમજે
ત્યારે સમ્યગ્જ્ઞાનના ને આનંદના તરંગ ઊછળે છે.–એ રીતે સમ્યગ્દર્શન પામે છે.
આત્માને સમજ્યાની નિશાન
આત્માના અનુભવનું આ ખાસ લક્ષણ અને ટ્રેડમાર્ક છે કે અત્યંત આનંદથી એના

PDF/HTML Page 11 of 49
single page version

background image
: ૮ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૨
અંતરમાં સુંદર બોધતરંગ ઊછળે છે. જુઓ, આ આત્મા સમજ્યાની નિશાની! બહારના
ઉઘાડની સાથે સંબંધ નથી, અંદરનું કાર્ય અંદરમાં થાય છે. આત્મા સમજવા માટે જ્ઞાની
સામે ટગટગ જોતો હતો, તેણે જ્ઞાનને અંતરમાં એકાગ્ર કર્યું કે તુરત જ અંતરમાં
આનંદની ઉત્પત્તિ થઈ; તુરત જ ઉપદેશ પરિણમી ગયો, તે અનુસાર અંદરમાં અનુભવ
પ્રગટ ક્્યો; એ રીતે અધિગમજ સમ્યક્ત્વની વાત આચાર્યદેવે લીધી છે. સમજનારને
ઊંડી ધગશ છે એટલે જાણે ઉપદેશ દેનારની હાજરીમાં જ અનુભવ કરી લ્યે છે એવી
શૈલિ છે. જેવી વાત કાને પડી કે તુરત જ અંદર પરિણમી ગઈ. જેવું ગુરુએ સંભળાવ્યું
તેવું સમજીને શિષ્યે અનુભવ્યું. ત્યાં અંદર નિર્વિકલ્પ આનંદસહિત સુંદર મનોહર
જ્ઞાનતરંગ ઊછળે છે. ‘અનુભવ થતાં આત્મામાં અતીન્દ્રિય સુખનો સાગર ઊછળ્‌યો!’
અનંતકાળમાં નહિ મળેલો એવો આનંદ ને ઉલ્લાસ એને સ્વસંવેદનમાં થાય છે.
લક્ષને ભેદ ઉપરથી ખસેડીને જ્યાં અંદર અભેદ આત્મામાં આવ્યો ત્યાં સુંદર
‘જ્ઞાનચેતના’ જાગી, સાથે આનંદનો અનુભવ થયો, ‘ચૈતન્યના આ.....આત્મા આ....હું
આવો....મારો સ્વાદ આ.....’ એમ વિકલ્પ વગરનો આત્માનો સાક્ષાત્કાર કર્યો ત્યારે
આત્મા શબ્દને અર્થ સુંદર રીતે–સાચી રીતે સમજ્યો. અને આ જે આનંદ અને જ્ઞાનનું
વેદન થયું તે જ હું છું–એમ પોતે પોતાને બરાબર ઓળખ્યો. બોલતાં ને બીજાને
સમજાવતાં આવડે કે ન આવડે તેની સાથે સંબંધ નથી, અંદર આત્મામાં એકાગ્ર થયો ને
આનંદના અનુભવ સહિત સમ્યગ્જ્ઞાનના કિરણ ફૂટયા ત્યારે જ સમજ્યો એમ કહ્યું.
આવી દશા વગર શાસ્ત્રના ભણતરથી કદાચિત ‘આત્મા’ ની વાત કરે તોપણ તે
આત્મા’ ના ભાવને સમજ્યો છે એમ કહેતા નથી. અહીં તો વાચ્ય–વાચકના અપૂર્વ
મેળની વાત છે. ‘આત્મા’ એવો વાચક શબ્દ કહેનાર જ્ઞાનીના આશયમાં જેવું વાચ્ય હતું
તેવું વાચ્ય પોતે અંતર્મુખ થઈને પકડી લીધું, ત્યારે ‘આત્મા’ શબ્દનો અર્થ સમજ્યો–એ
સમજ્યાની નિશાની શું? તો કહેે છે કે તરત જ એના અંતરમાં અત્યંત આનંદસહિત
સુંદર બોધતરંગ ઊછળ્‌યા, તે આત્માને સમજ્યાની નિશાની છે.
અહા, કુંદકુંદાચાર્યદેવની શૈલી જ કોઈ અલૌકિક છે. ધોધમાર દિવ્યધ્વનિ જેવા
તેમનાં વચનો છે. તેઓ કહે છે કે અમે અમારા અને શ્રોતાના આત્મામાં સિદ્ધપણું
સ્થાપીને શરૂઆત કરીએ છીએ; આવું માંગળિક કરીને સિદ્ધને સાથે રાખીને
સાધકભાવમાં ઊપડ્યા, તે હવે સિદ્ધપદ સુધી વચ્ચે ક્યાંય અટકવાના નથી.
શ્રોતાની શ્રવણમાં અપૂર્વતા
જુઓ તો ખરા, શ્રોતા પણ કેવો લીધો છે! કે આત્માનો ખપી છે. એકલા
આત્માનો ખપી છે. આચાર્યદેવે ઉપદેશમાં જે કહ્યું તે તુરત જ સુંદર રીતે સમજી જાય છે.
“જ્ઞાન તે આત્મા–એમ કહીને શ્રીગુરુ મને જે બતાવવા માગે છે તે આ” એમ અંતરમાં
વાચ્ય તરફ વળીને જ્યારે સ્વસંવેદન કર્યું ત્યારે સુંદર બોધતરંગ ઊછળ્‌યા એટલે રાગથી

PDF/HTML Page 12 of 49
single page version

background image
: ભાદરવો : ૨૪૯૨ : આત્મધર્મ : ૯ :
જુદો પડી ગયો; વ્યવહારના ભેદનો આશ્રય છોડીને પરમાર્થસ્વભાવમાં પહોંચી ગયો;
ત્યાં પૂર્વે નહિ સમજેલું સમજ્યો, ને પૂર્વે નહિ સાંભળેલું સાંભળ્‌યું, વાચ્ય–વાચકભાવની
સંધિપૂર્વકનું આવું શ્રવણ પૂર્વે કદી કર્યું ન હતું. પહેલાં ‘વ્યવહારીજન’ હતો તે હવે
પરમાર્થને પામી ગયો. વચ્ચે આવેલ ભેદ–વ્યવહારમાં તે અટકી ન રહ્યો પણ તેના
પરમાર્થને સમજી ગયો.
આ રીતે પરમાર્થ સમજાવતાં વ્યવહારદ્વારા (ભેદદ્વારા) તેનું પ્રતિપાદન થતું
હોવાથી તે વ્યવહારનય સ્થાપન કરવાયોગ્ય છે, પણ અનુસરવા યોગ્ય નથી; પરમાર્થ
સ્વભાવને જ અનુસરવું યોગ્ય છે, ને વ્યવહારનું અનુસરણ છોડવા જેવું છે.
જુઓ, શિષ્ય પણ જ્યારે વ્યવહારનું અનુસરણ છોડીને, પરમાર્થસ્વભાવમાં
વળ્‌યો ત્યારે તેને આનંદસહિત સમ્યક્ જ્ઞાનતરંગ ઊછળ્‌યા. કહેનારા આચાર્ય પણ
વ્યવહારના વિકલ્પમાં રોકાતા નથી, ને શ્રોતા–શિષ્યજને પણ વ્યવહારના વિકલ્પમાં
રોકાવા જેવું નથી. અભેદમાં અંતર્મુખ થા.....તો ‘આત્મા’ સમજાય.
જુઓ, આ ગાથામાં ‘વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્્ય છે’ એમ કહ્યું
તેથી કાંઈ તે વ્યવહારના અવલંબનનો ઉપદેશ નથી, ઊલટું તે વ્યવહાર બતાવીને તેનું
અવલંબન છોડાવ્યું છે. જો ભાઈ! વચ્ચે ગુણગુણી ભેદનો આવો વ્યવહાર આવ્યા વિના
રહેતો નથી પણ તેના અવલંબનમાં તું ન અટકીશ, તે વ્યવહારનય અનુસરવાયોગ્ય
નથી. શિષ્ય પણ એવો છે કે ગુરુના–જ્ઞાનીના અંતરંગભાવને બરાબર સમજી લ્યે છે.
કથનમાં ભેદ આવતો હોવા છતાં જ્ઞાનીનો અંતરંગ અભિપ્રાય અંદરનો પરમાર્થ સ્વભાવ
બતાવવાનો છે. એવા અંતરંગ અભિપ્રાયને સમજીને શિષ્ય પોતે અંતર્મુખ થઈને
પરમાર્થ સ્વભાવને તરત સમજી જાય છે. પછી કરશું એમ કહીને છોડી દેતો નથી, પણ
એટલી પાત્રતા છે કે તરત જ સમજી જાય છે. પહેલાં ભેદથી લક્ષ હતું ત્યાં સુધી હજી
સમજેલો ન કહ્યો, પણ જ્યારે આનંદસહિત અંદર ભાવશ્રુતના સુંદર તરંગ ઊછળ્‌યા
ત્યારે તે શિષ્ય આત્માને સમજ્યો એમ કહ્યું.
ચૈતન્યનિધાન ખોલનાર, અપૂર્વ આત્મસ્વરૂપ સમજાવીને
મુમુક્ષુઅંતરમાં આનંદમય સુંદર બોધતરંગ ઉછાળનાર અપૂર્વ રત્નનિધિ એવા
સન્તોને નમસ્કાર હો.
આવતા અંકે આત્મધર્મના ચાલુવર્ષના બધા ગ્રાહકોનું લવાજમ પૂરું થાય છે. તો આગામીવર્ષનું
(સં. ૨૦૨૩નું) લવાજમ ત્રણ રૂપિયા નીચેના સરનામે વેલાસર મોકલી આપવા વિનંતિ:
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 13 of 49
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૨
જ્ઞાનીનું મધુર વેદન
અંતરમાં અમૃતના સાગરમાં ડૂબકી દઈને ધર્માત્માઓએ
ચૈતન્યના આનંદનું જે મધુર વેદન કર્યું છે–તેના વર્ણનદ્વારા આચાર્યદેવે
જ્ઞાનીની ઓળખાણ કરાવી છે, જે ઓળખાણ અતિ આનંદકારી છે ને
અજ્ઞાનનો નાશ કરનારી છે.
અજ્ઞાનથી જ વિકારનું કર્તાપણું છે, ને જ્ઞાનથી તે કર્તાપણાનો નાશ
થાય છે–આમ જે જીવ જાણે છે તે સકલ પરભાવનું કર્તૃત્વ છોડીને જ્ઞાનમય
થાય છે. નિશ્ચયને જાણનારા જ્ઞાનીઓએ એમ કહ્યું છે કે આત્મા અજ્ઞાનથી
જ વિભાવનો કર્તા થાય છે. જ્યાં ભિન્ન ચૈતન્યસ્વભાવનું ભાન થયું ત્યાં
પોતાના શુદ્ધ ચૈતન્ય સિવાય બીજે ક્્યાંય આત્મવિકલ્પ થતો નથી, એટલે
તે જ્ઞાની સમસ્ત પરભાવને પોતાના સ્વભાવથી ભિન્ન જાણતો થકો તેનું
કર્તૃત્વ છોડી દે છે.
જુઓ, આ જ્ઞાનનું કાર્ય! જ્ઞાની થયો તે આત્મા પોતાના ચૈતન્યના
ભિન્ન સ્વાદને જાણે છે. જ્યાં ચૈતન્યના અત્યંત મધુર શાંતરસનો સ્વાદ
જાણ્યો ત્યાં કડવા સ્વાદવાળા કષાયોમાં આત્મબુદ્ધિ કેમ થાય? રાગાદિ
ભાવો મારા સ્વભાવમાંથી ઉત્પન્ન થયેલા છે. એમ જ્ઞાનીને જરાપણ
ભાસતું નથી. શુદ્ધજ્ઞાનમય પરમ ભાવ જ તેને પોતાનો ભાસે છે, તેથી
શુદ્ધજ્ઞાનમય સ્વભાવના આધારે તેને નિર્મળ જ્ઞાનભાવોની જ ઉત્પત્તિ
થાય છે અને તેનો જ તે કર્તા થાય છે. વિકલ્પની ઉત્પત્તિ જ જ્યાં મારા
જ્ઞાનમાં નથી તો પછી તે વિકલ્પવડે જ્ઞાનની પુષ્ટિ થાય–એ વાત ક્યાં
રહી?–આથી જ્ઞાનીને જ્ઞાનથી ભિન્ન સમસ્ત વિકલ્પોનું કર્તૃત્વ છૂટી ગયું છે.
આ આત્મા અનાદિથી અજ્ઞાની વર્તે છે, તેને પોતાના સ્વભાવના
સ્વાદનું અને વિકારના સ્વાદનું ભેદજ્ઞાન નથી એટલે બંનેને એકમેકપણે
અનુભવે છે; દેહથી ભિન્નતાની વાત તો સ્થૂળમાં ગઈ, અહીં તો અંદરના

PDF/HTML Page 14 of 49
single page version

background image
: ભાદરવો : ૨૪૯૨ આત્મધર્મ : ૧૧ :
અરૂપી! વિકલ્પોથી પણ ચૈતન્યની ભિન્નતા બતાવવી છે. અજ્ઞાનીને
ભેદજ્ઞાનની શક્તિ બીડાઈ ગઈ છે, ભેદજ્ઞાન કરવાની શક્તિ તો દરેક
આત્મામાં છે પણ અજ્ઞાની તે શક્તિ પ્રગટ કરતો નથી, તેની તે શક્તિ
અનાદિથી બિડાઈ ગયેલી છે. આવા અજ્ઞાનને લીધે જ તે પોતાને અને
પરને એકમેક માને છે, જ્ઞાનને અને રાગને એકમેક અનુભવે છે. ‘હું
ચૈતન્ય છું’–એવો સ્વાનુભવ કરવાને બદલે ‘હું ક્રોધ છું, હું રાગ છું’–એમ તે
અનુભવે છે. અહો, દિવ્યધ્વનિ ચૈતન્યના એકત્વસ્વભાવનો ઢંઢેરો વગાડે
છે, ગણધરો–સંતો અને ચારે અનુયોગના શાસ્ત્રો ભેદજ્ઞાનનો ઢંઢેરો પીટીને
કહે છે કે ચૈતન્યસ્વભાવ તો અનાદિ–અનંત, અકૃત્રિમ, નિર્મળ વિજ્ઞાનઘન
છે, ને રાગાદિભાવો તો ક્ષણિક, નવા, પરાશ્રયે, ઉત્પન્ન થયેલા મલિન
ભાવો છે, તેમને એકતા કેમ હોય?–ન જ હોય.–પણ અજ્ઞાની આવા
વસ્તુસ્વભાવથી ભ્રષ્ટ થઈને વારંવાર અનેક વિકલ્પરૂપે તદ્રૂપ પરિણમતો
થકો તેનો કર્તા પ્રતિભાસે છે.
અહીં તો તે કર્તાપણું છૂટવાની વાત સમજાવવી છે. “રાગાદિનું
કર્તાપણું અજ્ઞાનથી જ છે” –એમ જે જીવ જાણે છે તે જીવ તે રાગાદિના
કર્તૃત્વને અત્યંતપણે છોડે છે. મારા ચૈતન્યસ્વભાવમાં રાગનું કર્તૃત્વ છે જ
નહિ. રાગની ખાણ મારા ચૈતન્યમાં નથી, મારી ચૈતન્યખાણમાં તો
નિર્વિકલ્પ અનાકુળ શાંતરસ ભર્યો છે. શાંતરસનો સ્વાદ તે જ મારો સ્વાદ
છે, જે આકુળતા છે તે મારો સ્વાદ નથી, તે તો રાગનો સ્વાદ છે–એમ
બંનેના સ્વાદને અત્યંત ભિન્ન જાણતો થકો જ્ઞાની, ચૈતન્યને અને રાગને
એકસ્વાદપણે નથી અનુભવતો, પણ ચૈતન્યના સ્વાદને રાગથી જુદો જ
અનુભવે છે. ચૈતન્યના આનંદના નિધાનને પહેલાં અજ્ઞાનથી તાળાં દીધા
હતા, તે તાળાંને ભેદજ્ઞાનરૂપી ચાવી વડે ખોલી નાંખ્યા, ચૈતન્યના
આનંદનિધાનને ખુલ્લા કરીને તેનું સ્વસંવેદન કર્યું. જ્યાં પોતાના
નિજરસને જાણ્યો ત્યાં વિકારનો રસ છૂટી ગયો, તેનું કર્તૃત્વ છૂટી ગયું.
પહેલાં નિરંતર વિકારનો સ્વાદ લેતો તેને બદલે હવે નિરંતર સ્વભાવના
આનંદનો સ્વાદ લ્યે છે.
જુઓ, આ ચોથા ગુણસ્થાનવાળા સમકિતી ધર્માત્માની દશા! જે
સાધક થયો, જે મોક્ષના પંથે ચડયો, અંતરમાં જેને ચૈતન્યના ભેટા થયા,
એવા ધર્માત્મા–જ્ઞાની મતિશ્રુતજ્ઞાનથી ચૈતન્યના અતીન્દ્રિય આનંદનું
સ્વસંવેદન કરે છે: અહા, જગતના રસથી જુદી જાતનો ચૈતન્યનો રસ છે.

PDF/HTML Page 15 of 49
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૨
ઈંદ્રપદના વૈભવમાં પણ તે રસ નથી. સમકિતી ઈંદ્રો જાણે છે કે અમારા
ચૈતન્યના અતીન્દ્રિય સ્વાદ પાસે આ ઈંદ્રપદ તો શું!–આખા જગતનો
વૈભવ પણ તૂચ્છ છે. ચૈતન્યનો રસ અત્યંત મધુર..... અત્યંત શાં....ત!
અત્યંત નિર્વિકાર...જેના સંવેદનથી એવી પ્રાપ્તિ થાય કે આખા જગતનો
રસ ઊડી જાય. શાં....ત શાં.....ત ચૈતન્યનું મધુરું વેદન થયું ત્યાં
આકુળતાજનક એવા કષાયોનું કર્તૃત્વ કેમ રહે? કષાયોથી અત્યંત
ભિન્નતાનું ભાન થયું. જુઓ, સ્વસન્મુખ થઈને આવા સ્વાદનું સ્વસંવેદન
કરવાની મતિ શ્રુતજ્ઞાનની તાકાત છે. મતિ–શ્રુતને સ્વસન્મુખ કરીને
ધર્માત્મા આવા ચૈતન્યસ્વાદનું પ્રત્યક્ષ સ્વસંવેદન કરે છે.
અહા, જુઓ તો ખરા કેવા શાંતભાવો આચાર્યદેવે ભર્યા છે!
અમૃતના સાગર કેમ ઊછળે–તે વાત અમૃતચંદ્રાચાર્યદેવે આ સમયસારમાં
સમજાવી છે.
સાધકની અંદરની શું સ્થિતિ છે તેની જગતના જીવોને ખબર નથી;
એના હૃદયના ગંભીર ભાવો ઓળખવાનું સાધારણ જીવોને મુશ્કેલ પડે તેવું
છે. સમજવા માગે તો બધું સુગમ છે. આ ભાવો સમજે તો અમૃતના સાગર
ઊછળે ને ઝેરનો સ્વાદ છૂટી જાય. ભેદજ્ઞાનનો આ મહિમા છે. ભેદજ્ઞાન
થતાં જ જીવની આવી દશા થાય છે. જ્ઞાની ધર્માત્મા ચૈતન્યરસના સ્વાદ
પાસે જગતના બધા સ્વાદ પ્રત્યે સદાય ઉદાસીન અવસ્થાવાળો થયો છે,
રાગાદિને પણ અત્યંત ઉદાસીન અવસ્થાવાળો રહીને માત્ર જાણે જ છે.
પણ તેનો કર્તા થતો નથી. આ રીતે જ્ઞાયકસ્વભાવને જ સ્વપણે
અનુભવતો જ્ઞાની નિર્વિકલ્પ–અકૃત્રિમ–એક વિજ્ઞાનપણે પરિણમતો થકો
અન્ય ભાવોનો અત્યંત અકર્તા જ છે.–આવી દશાથી સાધક ઓળખાય છે.
આવી અંતરદશાથી જ્ઞાનીને ઓળખતાં અતિ આનંદ થાય છે ને વિકારમાં
તન્મયબુદ્ધિરૂપ અજ્ઞાનનો નાશ થઈને અપૂર્વ ભેદજ્ઞાન પ્રગટ થાય છે.

PDF/HTML Page 16 of 49
single page version

background image
: ભાદરવો : ૨૪૯૨ આત્મધર્મ : ૧૩ :
ભગવન ઋષભદવ
તેમના છેલ્લા દસ અવતારની કથા
(મહા પુરાણના આધારે લે બ્ર. હરિલાલ જૈન: લેખાંક છઠ્ઠો)
*
[૬]
ઋષભદેવનો પૂર્વનો પાંચમો ભવ: સુવિધિરાજા (શ્રાવકધર્મનું પાલન)
શ્રીધરદેવ ઐશાન સ્વર્ગનું આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી ચ્યુત થઈને આપણા
ચરિત્રનાયક જંબુદ્વીપના પૂર્વ વિદેહક્ષેત્રમાં મહાવત્સ દેશની સુસીમાનગરીમાં અવતર્યા.
સુવિધિકુમાર એમનું નામ. તેમના પિતા સુદ્રષ્ટિ રાજા, અને માતા સુન્દરનંદા. અનેક
કળાનો ભંડાર તે સુવિધિકુમાર બાલ્ય અવસ્થામાં જ બધાને આનંદિત કરતો હતો, અને
તેને સમીચીન ધર્મના સંસ્કાર પ્રગટ્યા હતા.–એ ખરું જ છે કેમકે આત્મજ્ઞાની પુરુષોનું
ચિત્ત સદાય આત્મકલ્યાણમાં જ અનુરક્ત રહે છે. સુશોભિત મુકુટથી અલંકૃત ઉન્નત
મસ્તકથી માંડીને સ્વાભાવિક લાલાશવાળા ચરણકમળ સુધીની સર્વાંગસુંદરતાને ધારણ
કરનાર તે રાજકુમાર ઉત્તમ સામુદ્રિક લક્ષણો વડે બધાના મનનું હરણ કરતો હતો.
યુવાનીમાં ઉદ્રેક કરનારા કામ–ક્રોધાદિ શત્રુઓને તે જિતેન્દ્રિય રાજકુમારે યૌવનની
શરૂઆતમાં જ જીતી લીધા હતા, તેથી યુવાન હોવા છતાં પણ તે વૃદ્ધ–સમાન ગંભીર

PDF/HTML Page 17 of 49
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૨
દેખાતો હતો. ખરૂં જ છે, ધર્મના આરાધક જીવને માટે કામ–ક્રોધાદિ શત્રુઓને જીતવા એ
કાર્ય સહજ છે.
અભયઘોષ–ચક્રવર્તીની પુત્રી મનોરમા સાથે તેના વિવાહ થયા; ઐશાન
સ્વર્ગમાંથી સ્વયંપ્રભ નામનો દેવ (શ્રીમતીનો જીવ, કે જે ભવિષ્યમાં શ્રેયાંસકુમાર
થવાનો છે તે) અહીં સુવિધિકુમારને ત્યાં કેશવ નામના પુત્ર તરીકે ઉપજ્યો. વજ્રજંઘની
પર્યાયમાં જે તેની શ્રીમતી–સ્ત્રી હતી તે જ અહીં તેનો પુત્ર થઈ. અરે, શું કહેવું?
સંસારની સ્થિતિ જ એવી છે! તે પુત્ર ઉપર સુવિધિ રાજાને ઘણો જ પ્રેમ હતો. જીવોને
પુત્ર ઉપર સહેજે પ્રેમ હોય છે તો પછી પૂર્વ ભવની પ્રિય સ્ત્રીનો જ જીવ જ્યાં પુત્રપણે
અવતર્યો ત્યાં તેના ઉપરના પ્રેમનું તો શું કહેવું?
સિંહ, નોળિયો, વાંદરો અને ભૂંડ–એ ચારેના જીવ ભોગભૂમિમાં સાથે ઉપજીને
સમ્યક્ત્વ પામ્યા હતા ને પછી ઈશાન સ્વર્ગમાં પણ સાથે જ હતા, તેઓ ત્યાંથી ચવીને
આ વત્સકાવતી દેશમાં જ સુવિધિકુમારની સમાન વિભૂતિના ધારક રાજપુત્રો થયા.
વરદત્ત, વરસેન, ચિત્રાંગદ અને પ્રશાંતદમન નામના તે ચારે રાજપુત્રોએ ઘણા કાળ
સુધી રાજવૈભવ ભોગવ્યો. રાજવૈભવની વચ્ચે પણ ચૈતન્યવૈભવને તેઓ ભૂલ્યા ન
હતા; આત્માનું ભાન તેમને સદૈવ વર્તતું હતું.
એકવાર અભયઘોષ ચક્રવર્તીની સાથે તે ચારેય રાજપુત્રો વિમલવાહન–
જિનેન્દ્રદેવની વન્દના કરવા માટે ગયા; ત્યાં બધાયે ભક્તિપૂર્વક વંદના કરીને પ્રભુનો
દિવ્ય ઉપદેશ સાંભળ્‌યો. અહા, એ દિવ્યધ્વનિની શી વાત! શી એની ગંભીરતા! એ
સાંભળતાં બધાય ચૈતન્ય–રસમાં મશગુલ બન્યા અને સંસારથી વિરક્ત થઈને જિનદીક્ષા
ધારણ કરી. ચક્રવર્તીની સાથે બીજા અઢાર હજાર રાજાઓ તથા પાંચ હજાર પુત્રોએ પણ
દીક્ષા લીધી. એ બધાય મુનિવરો સંવેગ અને નિર્વેદરૂપ પરિણામ વડે મોક્ષના માર્ગને
સાધતા હતા. રત્નત્રય ધર્મમાં અને તેના ફળમાં ઉત્કૃષ્ટ પ્રીતિ કરીને ઉત્સાહપૂર્વક તેની
આરાધના કરવી તે સંવેગ છે. અને શરીર, ભોગ તથા સંસાર પ્રત્યે અતિશય વિરક્ત
પરિણામ તે નિર્વેદ છે. આવા સંવેગ–નિર્વેદપૂર્વક તે મુનિવરો મોક્ષમાર્ગને સાધવા લાગ્યા.
આપણા ચરિત્રનાયક ભગવાન આદિનાથ કે જે સુવિધિરાજા થાય છે–તેના
પૂર્વભવના સાથીદારો તો આ રીતે મુનિ થયા; પણ રાજા સુવિધિ કેશવપુત્રના તીવ્ર
સ્નેહને લીધે મુનિપણું લઈ ન શક્્યા; તેથી મુનિપણાની ભાવના રાખીને તેઓ શ્રાવકના
ઉત્કૃષ્ટ ધર્મોનું પાલન કરવા લાગ્યા. જિનેન્દ્ર ભગવાને ગૃહસ્થધર્મમાં સમ્યક્ત્વ ઉપરાન્ત
અગિયાર સ્થાનો (અગિયાર પ્રતિમા) કહે છે; (૧) દર્શન પ્રતિમા, (૨) વ્રત પ્રતિમા,
(૩) સામાયિક,

PDF/HTML Page 18 of 49
single page version

background image
: ભાદરવો : ૨૪૯૨ આત્મધર્મ : ૧પ :
(૪) પ્રૌષધ (પ) સચિત્તત્યાગ, (૬) દિવસે મૈથુનત્યાગ, અથવા રાત્રિભોજનત્યાગ,
(૭) બ્રહ્મચર્ય, (૮) આરંભત્યાગ, (૯) પરિગ્રહત્યાગ (૧૦) અનુમતિત્યાગ અને
(૧૧) ઉદિષ્ટત્યાગ; સુવિધિરાજા શ્રાવકધર્મનાં આ અગિયાર સ્થાનોનું ક્રમક્રમથી પાલન
કરતાં હતા. અહિંસા વગેરે પાંચ અણુવ્રતોનું તેઓ પાલન કરતા હતા. તે દરેક
અણુવ્રતોની પોષક પાંચ–પાંચ ભાવનાઓ છે. આચાર્ય મહારાજ કહે છે કે જો આ પાંચ
અણુવ્રત તે દરેક વ્રતની પાંચ–પાંચ ભાવનાઓ સાથે અને સમ્યગ્દર્શનની વિશુદ્ધિથી
સંયુક્ત ધારણ કરવામાં આવે તો તેનાથી ગૃહસ્થને મોટા મોટા ફળની પ્રાપ્તિ થાય છે.
ગૃહસ્થોને માટે બાર વ્રતનું પાલન તે સ્વર્ગરૂપી રાજમહેલની સીડી છે, અને તે નરકાદિ
દુર્ગતિને દૂર કરનાર છે. સમ્યગ્દર્શનવડે વ્રતોની શુદ્ધતાને પામેલા તે રાજર્ષિ સુવિધિ
દીર્ધકાળ સુધી શ્રાવકપણે રહીને શ્રેષ્ઠ મોક્ષમાર્ગની આરાધના કરતા હતા. અને જીવનના
અંત સમયે તેમણે સર્વ પરિગ્રહ છોડીને દિગંબર મુનિદીક્ષા ધારણ કરી, ને વિધિપૂર્વક
ઉત્કૃષ્ટ મોક્ષમાર્ગની આરાધના કરીને સમાધિપૂર્વક શરીર છોડયું ને અચ્યુતસ્વર્ગમાં
ઈન્દ્રપણે ઊપજ્યા. તથા તેનો પુત્ર કેશવ (–શ્રીમતીનો જીવ) પણ નિર્ગ્રંથ મુનિ થઈ
સમાધિમરણપણે દેહ છોડી તે અચ્યુતસ્વર્ગમાં પ્રતીન્દ્રપણે ઊપજ્યો. વરદત્ત આદિ ચારે
રાજપુત્રો (સિંહ વગેરેના ચારે જીવો) પણ પોતપોતાના પુણ્યોદયથી તે અચ્યુત સ્વર્ગમાં
જ ઈંદ્ર સમાન ઋદ્ધિધારક દેવ થયા.–ખરૂં જ છે, પૂર્વભવના સંસ્કારોથી જીવો એક
જગ્યાએ એકઠા થઈ જાય છે.
[૭]
ભગવાન ઋષભદેવનો પૂર્વનો ચોથો ભવ: અચ્યુતેન્દ્ર
અચ્યુત સ્વર્ગના ઈન્દ્રપણે ઊપજેલા આપણા કથાનાયક દિવ્યવૈભવ સહિત હતા;
દિવ્ય પ્રભાવાળું એનું શરીર સ્વભાવથી જ સુંદર હતું, વિષ કે શસ્ત્ર વગેરેથી તેને બાધા
પહોંચી શકતી ન હતી. મસ્તક ઉપર ધારણ કરેલા કલ્પવૃક્ષના મનોહર પુષ્પોથી તે એવા
લાગતા હતા–જાણે કે પૂર્વભવના તપશ્ચરણના મહાન ફળને માથે ઉપાડીને બધાને
દેખાડતા હોય! સાથે જ ઊપજેલા આભૂષણોવડે તેનું શરીર એવું શોભતું હતું–જાણે કે
તેના પ્રત્યેક અંગ ઉપર દયારૂપી વેલડીનાં ફળ ઝુલતાં હોય. કલ્પવૃક્ષની જેમ તે ઈન્દ્ર
શોભતા હતા, એના ચરણોની પણ અદ્ભુત શોભા હતી. એના અચ્યુત સ્વર્ગમાં ઉત્પન્ન
થયેલા ભોગોને તે અનુભવતા હતા. સોળમું અચ્યુત સ્વર્ગ જો કે આ મનુષ્યલોકથી છ
રાજુ (અસંખ્યાતા યોજન) ઊંચે છે, છતાં પણ સુવિધિરાજાને પુણ્યપ્રભાવથી તે સ્વર્ગ
ભોગોપભોગનું સ્થાન બની ગયું. ખરેખર, પુણ્યથી શું પ્રાપ્ત ન થાય!

PDF/HTML Page 19 of 49
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૨
તે ઈન્દ્રને ઉપભોગમાં આવનારા દેવવિમાનોની સંખ્યા સર્વજ્ઞપ્રણીત આગમમાં
ભગવાને ૧પ૯ કહી છે. ઉત્તમ જાતિના ૩૩ દેવો સ્નેહભરી બુદ્ધિથી તેને પુત્રસમાન
ગણતા હતા. તેના પરિવારમાં દશ હજાર બીજા સામાનિક દેવો હતો, તેઓનો વૈભવ જો
કે ઈન્દ્રની સમાન હતો, પરંતુ ઈન્દ્રની માફક તેમની આજ્ઞા ચાલતી ન હતી. તેના
અંગરક્ષક જેવા ૪૦૦૦૦ દેવો હતા. સ્વર્ગમાં જોકે કોઈ પ્રકારનો ભય નથી હોતો પરંતુ
તે અંગરક્ષક દેવો ઈન્દ્રની વિભૂતિના સૂચક છે. ઈન્દ્રને ત્રણ પ્રકારની પરિષદ–સભા હોય
છે. તે અચ્યુત સ્વર્ગની સીમાની રક્ષા કરનારા ચાર દિશામાં ચાર લોકપાલ હતા અને
દરેક લોકપાલને ૩૨ દેવીઓ હતી, અચ્યુતેન્દ્રને આઠ મહાદેવીઓ હતી, તે ઉપરાંત બીજી
૬૩ વલ્લભિકા દેવીઓ હતી, અને એકેક મહાદેવીને અઢીસો–અઢીસો બીજી દેવીઓનો
પરિવાર હતો. એ રીતે તે અચ્યુતેન્દ્રને કુલ બે હજાર–એકોતેર દેવિઓ હતી. તેનું ચિત્ત
એ દેવીઓના સ્મરણ માત્રથી જ સંતુષ્ટ થઈ જતું હતું. આ ઈન્દ્રની દરેક દેવીમાં એવી
વિક્રિયાશક્તિ હતી કે તે સુંદર સ્ત્રીનાં દશલાખ ચોવીસ હજાર રૂપ બનાવી શકતી હતી.
દરેક દેવીને અપ્સરાઓની ત્રણ ત્રણ સભાઓ હતી. તથા તે ઈન્દ્રને હાથી, રથ, ઘોડા
વગેરે સાત પ્રકારની સેના હતી–જે દેવોની જ વિક્રિયા દ્વારા બનેલી હતી. તે અચ્યુતેન્દ્ર
બાવીસહજાર વર્ષમાં એકવાર આહાર કરતો હતો; તથા અગિયાર મહિને એકવાર શ્વાસ
લેતો હતો. તેનું અતિ સુંદર શરીર ત્રણ હાથ ઊંચું હતું. શાસ્ત્રકાર કહે છે કે ભગવાન
આદિનાથનો જીવ અચ્યુતેન્દ્રની પર્યાયમાં ધર્મના પ્રતાપે આવી ઉત્તમ વિભૂતિને પામ્યો
હતો, માટે ભવ્ય જીવોએ જિનેન્દ્રદેવના કહેલા ધર્મમાં પોતાની બુદ્ધિ લગાવવી જોઈએ,
ને ભક્તિપૂર્વક તેનું આરાધન કરવું જોઈએ. તે જીવ આવી બાહ્ય વિભૂતિને પામવા છતાં
અંતરમાં તેનાથી ભિન્ન ચૈતન્યનું ભાન હતું. અંતરના ચૈતન્યવૈભવ પાસે આ બધા
ઈન્દ્રવૈભવને તે તૂચ્છ સમજતા હતા. આ વૈભવની વચ્ચે રહીને પણ અંતરના
ચૈતન્યવૈભવની મહત્તાને એક ક્ષણ પણ તે ભૂલતા ન હતા. સમ્યગ્દર્શનની અખંડ ધારા
ટકાવીને સ્વર્ગનાં દિવ્ય ભોગોનો અનુભવ કરતાં; તેમાં કોઈ વાર દેવે વિક્રિયાવડે હાથીનું
રૂપ ધારણ કર્યું હોય–તે હાથી ઉપર ચડીને ગમન કરતા, ક્્યારેક જિનેન્દ્ર ભગવાનની
મહાન પૂજા કરતા, ક્્યારેક મધ્યલોકમાં આવીને તીર્થંકરદેવની વંદના કરતા. એમ
આનંદપૂર્વક સ્વર્ગલોકનો દીર્ઘ કાળ પસાર કરતા હતા.
એમ કરતાં કરતાં દેવલોકમાં તેના આયુષ્યના છ મહિના જ બાકી રહ્યા અને
અચ્યુત સ્વર્ગ છોડીને મધ્યલોકમાં આવવાની તૈયારી થઈ, ત્યારે તેના શરીર ઉપરની
કલ્પવૃક્ષના ફૂલોની માળા એકવાર અચાનક કરમાઈ ગઈ. આના પહેલાં ક્્યારેય તે
માળા કરમાઈ ન હતી. સ્વર્ગથી ચ્યૂત થવાનાં જેવાં ચિહ્નો અન્ય સાધારણ દેવોને પ્રગટ થાય

PDF/HTML Page 20 of 49
single page version

background image
: ભાદરવો : ૨૪૯૨ આત્મધર્મ : ૧૭ :
છે તેવાં ઈન્દ્રોને નથી થતા, પણ કોઈક અલ્પ ચિહ્નો પ્રગટે છે. પુષ્પમાળા કરમાઈ
જવાથી જો કે ઈન્દ્રને ખ્યાલ આવી ગયો હતો કે હવે અલ્પકાળમાં હું આ અચ્યુત
સ્વર્ગમાંથી ચ્યુત થઈશ;–તો પણ તે ઈન્દ્ર જરાપણ દુઃખી ન થયા. કેમ કે મહાપુરુષો એવા
જ ધૈર્યવાન હોય છે. જ્યારે માત્ર છ માસનું આયુષ્ય બાકી રહ્યું ત્યારે પવિત્ર બુદ્ધિવાળા
તે અચ્યુતેન્દ્રે ભગવાન અર્હન્તદેવની પૂજાનો પ્રારંભ ક્્યો; તે યોગ્ય જ છે કેમ કે
પંડિતજનો આત્મકલ્યાણના અભિલાષી હોય છે તેથી તેવા કાર્યોમાં તે પ્રવર્તે છે. આયુના
અંતસમયમાં તે ધર્માત્માએ પંચપરમેષ્ઠીપદમાં પોતાનું ચિત્ત લગાવ્યું. અને દેવલોકમાં
ભોગવતાં બાકી વધેલા પુણ્યથી સંયુક્ત આપણા આ ચરિત્રનાયક સ્વર્ગમાંથી ચ્યવીને
આ મનુષ્યલોકમાં અવતર્યા.
અહીં આચાર્યદેવ કહે છે–કે સ્વર્ગના દેવો જો કે સદા સુખસમ્પન્ન, મહા ધૈર્યવાન
અને મોટી મોટી ઋદ્ધિના ધારક હોય છે, તથા ઈન્દ્રોનું અસંખ્ય વર્ષનું આયુષ્ય હોય છે,
છતાં પણ તેઓ સ્વર્ગથી ચ્યૂત થઈ જાય છે; માટે સંસારની આવી ક્ષણભંગુર–સ્થિતિને
ધિક્કાર હો. સંપૂર્ણ સુખથી ભરેલું અને પુનરાગમન રહિત એવું જે અવિનાશી મોક્ષપદ
તેમાં જ મુમુક્ષુએ પોતાની બુદ્ધિ જોડવા યોગ્ય છે.
હવે આપણા કથાનાયક ભગવાન ઋષભદેવના જીવને ફક્ત ત્રણ
અવતાર બાકી રહ્યા. અચ્યુત સ્વર્ગમાંથી ચવીને તે વિદેહક્ષેત્રની
પુંડરીકિણીનગરીમાં વજ્રસેન તીર્થંકરના પુત્ર તરીકે અવતરશે, ચક્રવર્તી થશે,
મુનિપણું લઈને તીર્થંકરપ્રકૃતિ બાંધશે, ઉપશમશ્રેણીમાં ચડીને અગિયારમા
ગુણસ્થાને વીતરાગતાને અનુભવશે: ત્યાંથી સર્વાર્થસિદ્ધિના અહમેન્દ્ર
થશે.......ને પછી છેલ્લા અવતારમાં ઋષભતીર્થંકર તરીકે અવતરીને
ભરતક્ષેત્રના જીવોને માટે મોક્ષમાર્ગ ખુલ્લો મુકશે.
વૈરાગ્યસંપન્ન વીર અલ્પજ્ઞાન વડે પણ સિદ્ધિ પામે છે;
સર્વે શાસ્ત્રો ભણવા છતાં વૈરાગ્ય સિદ્ધિ પમાતી નથી–
वीरा वेरग्गपरा थोवं पि हु सिक्खिउण सिज्झंति।
ण हु सिज्झंति विरागेण विणा पढिदेसु वि सव्वसत्थेसु।।