Atmadharma magazine - Ank 277
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 46
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૪
સળંગ અંક ૨૭૭
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 46
single page version

background image
૨૭૭
નૂતનવર્ષના નવલા પ્રભાતે ગુરુદેવના મંગલ આશીષ
ઝીલીને આત્મહિતના અપૂર્વ કાર્યને આનંદથી સાધીએ.

PDF/HTML Page 3 of 46
single page version

background image
આ નુતન વર્ષના મંગલ પ્રારંભે સૌથી પહેલાં પંચપરમેષ્ઠી ભગવંતોને,
રત્નત્રયને આત્મસાધક સન્તોને અને જિનવાણી–માતાજીને પરમ ભક્તિપૂર્વક વંદના
કરીએ છીએ.
નુતનવર્ષની સાથે આપણું આત્મધર્મ–માસિક પણ પૂ. ગુરુદેવની મંગલ
છત્રછાયામાં ૨૩ વર્ષ પૂર્ણ કરીને ૨૪ મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. ગુરુદેવ આપણને જે
આત્મહિતકારી બોધ આપી રહ્યા છે તે બોધ દૂરદૂરના જિજ્ઞાસુઓ સુધી પહોંચાડવામાં
આત્મધર્મનો કેટલો ફાળો છે તે સૌ જાણે છે, એટલે જ સર્વે જિજ્ઞાસુઓએ ‘આત્મધર્મ’
ને પોતાનું જ સમજીને પ્રેમથી આદરપૂર્વક અપનાવ્યું છે. આત્મધર્મે હંમેશા પોતાના
ઉચ્ચ આદર્શો ને ઉચ્ચ પ્રણાલી જાળવી રાખ્યાં છે. સન્તજનોના આશીષથી ને
સાધર્મીઓના સહકારથી આત્મધર્મ હજી વધુ વિકસે એવી ભાવના છે.
ગતવર્ષની નવીનતામાં ખાસ કરીને ઋષભદેવ ભગવાનનું ચરિત્ર, વાંચકો સાથે
વાતચીતનો વિભાગ અને બાલવિભાગ–એ ત્રણેમાં જિજ્ઞાસુઓનું વિશેષ આકર્ષણ રહ્યું.
બાલવિભાગમાં આનંદપૂર્વક બે હજાર જેટલા બાળકો (ખરેખર બાળકો જ નહિ પણ
મોટા–નાના સૌ) ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે, અને આ બાલવિભાગને લગતા
ખર્ચનો ભાર પણ બાળકોએ જ ઉપાડી લીધો છે. એ વિશેષ સન્તોષની વાત છે.
જૈનસમાજના બધા પત્રોમાં આત્મધર્મનું અને તેના બાલવિભાગનું સર્વોચ્ચ સ્થાન છે.
‘આત્મધર્મ’ નો ઉદે્શ–આત્માર્થીતાનું પોષણ વાત્સલ્યનો વિસ્તાર અને
દેવગુરુધર્મની સેવા; તેની સાથે હવે ‘બાળકોમાં જૈનધર્મના સંસ્કારોનું સીંચન’ એ ચોથી
વાત પણ ઉમેરાય છે. પ્રેમભર્યા સહકાર બદલ સૌનો આભાર માનું છું.
મારા જીવનમાં પૂ. ગુરુદેવનો પરમ ઉપકાર છે. આજ ૨૪ વર્ષથી ગુરુદેવની
અત્યંત નીકટ ચરણછાયામાં નિરંતર રહેવાના સુયોગથી ને તેમની કૃપાથી મારા
જીવનમાં જે મહાન લાભ થયો છે, તથા તેમના પ્રવચનો ઝીલીને ગ્રંથારૂઢ કરવાનો
જે સુયોગ મને મળ્‌યો છે તેને હું મારા જીવનનું મોટું સદ્ભાગ્ય સમજું છું. ને આ જ
રીતે ગુરુદેવની સેવના કરતાં કરતાં આત્મહિતને સાધું એવી નુતનવર્ષના
મંગલપ્રારંભે મારી પ્રાર્થના છે. તથા સમસ્ત સાધર્મીજનો પ્રત્યે પણ ધાર્મિક
વાત્સલ્ય ભરેલા અભિનન્દનની સાથે સાથે એવી ભાવના ભાવું છું કે–
હિલમિલ કર સબ બંધુ ચાલો...........આત્મધર્મ આરાધીએ......
દેવગુરુના આદર્શ લઈને...........જિનશાસન શોભાવીએ......
–બ્ર. હ. જૈન

PDF/HTML Page 4 of 46
single page version

background image
સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા
હે ગુરુદેવ!
ઊંડાઊંડા અંતરમંથનથી આપની મુદ્રા ઉપર અધ્યાત્મ–ચિન્તનની
કોઈ અનેરી ખુમારી દેખાઈ રહી છે, આત્મિક સ્વાધ્યાય–મનનથી
રસબોળ આપનું જીવન છે, સ્વપ્નમાં પણ સાકરના મીઠામધુર અદ્ભુત
ને આશ્ચર્યકારી જિનબિંબ દેખીને આપ પરમ પ્રસન્નતા અનુભવી રહ્યા
છો, ને અમારા જેવા આત્માર્થી જીવોને સદાય આત્મબોધ આપીને
કલ્યાણમાર્ગે દોરી રહ્યા છો...... નુતનવર્ષના મંગલપ્રભાતે
પરમભક્તિપૂર્વક આપશ્રીને અભિવંદન કરીએ છીએ.

PDF/HTML Page 5 of 46
single page version

background image
: કારતક : ૨૪૯૩ આત્મધર્મ : ૧ :
વર્ષ ૨૩
વાર્ષિક લવાજમ અંક ૧
ત્રણ રૂપિયા વીર સં. ૨૪૯૩
કારતક
મહાવીર ભગવાન મોક્ષ પામ્યા, એ વીરનિર્વાણનુંં ૨૪૯૩મું વર્ષ બેઠું.
વીરનિર્વાણનું આ બેસતું વર્ષ કારતક સુદ એકમે નહિ પણ આસો વદ
અમાસે બેઠું. ભગવાન એ દિવસે (પરોઢિયે) મોક્ષ પધાર્યા હતા.
જે દિવસે ભગવાન મોક્ષ પધાર્યા, ગૌતમગણધર તે જ દિવસે
કેવળજ્ઞાન પામ્યા.
અને જે દિવસે ગણધરજી કેવળજ્ઞાન પામ્યા, સુધર્માચાર્ય તે જ દિવસે
શ્રુતકેવળી થયા.
એટલે મોક્ષપદ, અરિહંતપદ ને શ્રુતકેવળીપદ ત્રણેનો ઉત્સવ એક જ
દિવસે–આસો વદ અમાસે થયો. એ દિવસે આપણે ય એ ત્રણે પદની
ભાવના ભાવીને જ્ઞાનદીપક પ્રગટાવીએ.. આત્માને દીપાવીએ...ને એ રીતે
દીપાવલીપર્વ ઉજવીએ. આત્મામાં નવા નવા મંગલ ભાવો પ્રગટાવીને નવું
વર્ષ બેસાડીએ...ને વીરમાર્ગે જઈએ. શ્રદ્ધા–જ્ઞાનના ઊજવળ દીપકોથી
ધર્મીનું જીવન દીપી રહ્યું છે. એ શ્રદ્ધાદીપ ને જ્ઞાનજ્યોત પ્રગટાવવાની રીત
ગુરુદેવ જેવા સન્તો આપણને દેખાડી રહ્યા છે...વીરપ્રભુ જે માર્ગે
સિદ્ધપુરીમાં સીધાવ્યા તે માર્ગે પોતે જઈ રહ્યા છે ને આપણને ય સાથે
આવવા કહે છે કે તમે પણ આ વીરમાર્ગે ચાલ્યા આવો.
ચાલો, એ વીરમાર્ગપ્રકાશી સન્તોની સાથે સાથે આપણેય વીરમાર્ગે જઈએ.

PDF/HTML Page 6 of 46
single page version

background image
: : આત્મધર્મ : કારતક : ૨૪૯૩
મોહને છોડ.ને.આનંદિત થા
સમયસારમાં આચાર્યદેવે અત્યંત કરુણાપૂર્વક આત્માનું
સ્વરૂપ સમજાવીને મોહ છોડવાનો જોરદાર ઉપદેશ આપ્યો છે.
તેના પ્રવચનમાંથી થોડોક નમુનો અહીં આપ્યો છે.
ઉપયોગસ્વરૂપ આત્માને જે જાણતો નથી ને રાગાદિ પરભાવોરૂપે કે દેહાદિ
જડરૂપે જ પોતાને અનુભવે છે તે અજ્ઞાની છે. એવા અપ્રતિબુદ્ધ–અજ્ઞાનીને આચાર્યદેવ
કરુણા કરીને સમજાવે છે કે અરે જીવ! આવા અજ્ઞાનને તું છોડ, છોડ! આત્મા સદાય
ઉપયોગસ્વરૂપ છે એમ તું આનંદથી જાણ. આ જડ–ચેતનની એકતાના મોહને હવે તો તું
છોડ. આત્માનો રસિક થઈને તું જ્ઞાનનો સ્વાદ લે. રસિકજન તેને કહેવાય કે જેને
જ્ઞાનમૂર્તિ આત્માનો અનુભવ જ રુચિકર લાગે છે. રાગની રુચિવાળો આત્માનો રસિક નથી.
અરે પ્રભુ! આત્માને જાણ્યા વગર અજ્ઞાનથી તેં ચારગતિના બહુ દુઃખો સહન
કર્યા; પણ તે અજ્ઞાનભાવને છોડી શકાય છે તેથી સન્તો કહે છે કે તે અજ્ઞાનને હવે તો તું
છોડ. સર્વજ્ઞદેવે આત્મા સદાય ઉપયોગસ્વરૂપી જ જોયો છે. એવા આત્માના અનુભવ
વડે મોહ એક ક્ષણમાં તરત જ છૂટી જાય છે. માટે આત્માનો રસિયો થઈને તે મોહને તું
તરત છોડ.
રસિકજનોને એટલે સમ્યગ્દ્રષ્ટિ જીવોને ચૈતન્યરસનો સ્વાદ અનુભવમાં આવ્યો
છે, આત્માના આનંદનો સ્વાદ ચાખીને ધર્મીને તે જ રુચિકર થયો છે, બીજા ભાવોની
રુચિ છૂટી ગઈ છે. અહો, ચૈતન્યના આનંદનો સ્વાદ અંદરમાં પ્રગટ છે તે જ ધર્મીને
રુચિકર છે, તે જ પ્રિય છે. માટે હે જીવ! તને પણ જો આત્માના આનંદનો રસ હોય તો
તું પણ આવા જ્ઞાનસ્વરૂપ આત્માને અનુભવમાં લે.
આચાર્યદેવ કરુણાથી કહે છે કે તું મોહને છોડીને આત્માના જ્ઞાનરસનો આસ્વાદ
લે. સામા જીવમાં મોહને છોડવાની લાયકાત દેખી છે, મોહને છોડવાની પાત્રતાવાળો
જીવ સામે ઊભો છે તેને સંબોધીને આચાર્યદેવ કહે છે કે હે જીવ! તું મોહને છોડ.
આચાર્યદેવનો ઉપદેશ નિષ્ફળ નથી એટલે કે ઉપદેશ ઝીલીને સામે મોહને છોડનારા
જીવો છે.

PDF/HTML Page 7 of 46
single page version

background image
: કારતક : ૨૪૯૩ આત્મધર્મ : ૩ :
ભાઈ, આત્મા અને અનાત્મા કદી એકમેક થયા નથી; જીવ અને શરીર કદી
એકમેક થયા નથી; ચૈતન્ય અને રાગ કદી એકમેક થયા નથી; સદાય જુદા જ છે.–પણ તેં
ભ્રમથી એકપણું માન્યું હતું તે હવે તું છોડ; ને આનંદિત થઈને જડથી ભિન્ન, રાગથી
ભિન્ન, તારા ચૈતન્યતત્ત્વને અનુભવમાં લે. તને એમ થશે કે અહો! મારો આ આત્મા
તો સદાય જ્ઞાનસ્વરૂપ જ રહ્યો છે. તેનો એક અંશ પણ જડ સાથે કે અનાત્મા સાથે તદ્રૂપ
થયો નથી.–આવા આત્માને દેખીને તું પ્રસન્ન થા, આનંદિત થા.
ઉપયોગ સાથે તારા આત્માને સદાય એકતા છે, પણ અનાત્મા સાથે (જડ સાથે
કે રાગાદિ સાથે) તારા આત્માને એકતા કદી નથી. માટે જ્ઞાનરૂપ થઈને જ્ઞાનનો સ્વાદ
લે. ભાઈ, જ્ઞાનના સ્વાદમાં આનંદ છે; રાગમાં તો આકુળતાનો સ્વાદ છે, ને જ્ઞાનના
વેદનમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ છે. આવા ચૈતન્યરસનો સ્વાદ તું લે. રાગાદિ
પરભાવોમાંથી બહાર કાઢીને તારું શુદ્ધ ચૈતન્યતત્ત્વ અમે તને દેખાડયું, હવે આનંદિત
થઈને તું તારા આવા તત્ત્વને અનુભવમાં લે...ને રાગ સાથે એકતાના મોહને છોડ.
ભાઈ, તું અંદર જોતો નથી એટલે તારું ચેતનસ્વરૂપ તને દેખાતું નથી, ને
બહારના ભાવો તને તારા લાગે છે.–પણ એ તો મોહ છે. એ બહારના અસ્વભાવ ભાવો
(સ્વભાવથી ભિન્ન ભાવો) તે તો સંયોગરૂપ છે, ને વેગપૂર્વક વહી રહ્યા છે, ક્ષણેક્ષણે તે
આવે છે ને ચાલ્યા જાય છે. તારું ચૈતન્યસ્વરૂપ તો એમ ને એમ ટકી રહ્યું છે.–આવા
ઉપયોગસ્વરૂપે તું તારા આત્માને જો.
રાગના રંગે રંગાઈ ગયેલા જીવને સ્ફટિક જેવું પોતાનું સ્વચ્છ ઉપયોગસ્વરૂપ
દેખાતું નથી, જાણે આખો આત્મા જ રાગથી રંગાઈ ગયો હોય–એમ એને લાગે છે.
બાપુ, એ રાગના રંગ તો ઉપર–ઉપરના છે, એ કાંઈ તારા ચૈતન્યસ્વરૂપમાં પેસી ગયા
નથી. જેમ પ્રકાશ અને અંધકાર ભિન્ન છે તેમ ઉપયોગપ્રકાશ અને રાગઅંધકાર ભિન્ન
છે, તેમને એકપણું કદી નથી. માટે આવા ભેદજ્ઞાન વડે અત્યંત પ્રસન્ન થઈને તું
સ્વદ્રવ્યને અનુભવમાં લે.
આચાર્યદેવ કહે છે કે વિકારને જ આત્મા તરીકે જે અનુભવે છે તે દુરાત્મા છે,
આત્માના પવિત્ર સ્વભાવનો તે ઘાત કરે છે, જ્ઞાનના મીઠા–અનાકુળ–શાંત સ્વાદને
વિકાર સાથે ભેળવીને તે આકુળસ્વાદને જ અનુભવે છે. અરે મૂઢ! તારી જ્ઞાનજ્યોતિ
ક્યાં ગઈ? તું પરમ વિવેક કરીને જ્ઞાનને અને રાગને ભિન્ન જાણ; જ્ઞાનના સ્વાદને જ
તારો સ્વાદ જાણ. આનંદમય થઈને ‘જ્ઞાનસ્વરૂપ જ હું છું’ એમ તું અનુભવ કર.
આત્મા તો ઉપયોગસ્વરૂપ છે ને રાગાદિ તો અનુપયોગ છે, તે બંનેને એકતા હોઈ
શકે નહિ. અજ્ઞાની દેહની ક્રિયામાં આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે, એટલે કે પુદ્ગલ–

PDF/HTML Page 8 of 46
single page version

background image
: : આત્મધર્મ : કારતક : ૨૪૯૩
દ્રવ્યપણે જ પોતાને અનુભવે છે, તે અનુભવ મિથ્યા છે, ખોટો છે, દુઃખદાયી છે. વળી
જ્ઞાનને ભૂલીને, રાગના અસ્તિત્વમાં જ આત્માનું અસ્તિત્વ અજ્ઞાની માને છે, તે
આત્માના સાચા અસ્તિત્વને હણી નાંખે છે. અહા, પુદ્ગલથી ને રાગથી ભિન્ન
જ્ઞાનમાત્ર ભાવથી ભરેલો આત્મા, તેને જાણે તો પરમ આનંદ થાય; વિવેક જાગે ને
અજ્ઞાન ભાગે.
અરે અજ્ઞાની! તું આત્માને પુદ્ગલ સાથે એકમેક માની રહ્યો છે. પણ અમે
સર્વજ્ઞનો આધાર લઈને કહીએ છીએ કે–સર્વજ્ઞદેવના જ્ઞાનમાં તો આત્મા સદા
ઉપયોગસ્વરૂપ છે–એમ આવ્યું છે. ભગવાને જેને નિત્ય–ઉપયોગસ્વરૂપ દેખ્યો તે આત્મા
પુદ્ગલમય ક્યાંથી થઈ ગયો કે પુદ્ગલ એનું હોય? ભાઈ! આત્મા અને પુદ્ગલ
એકમેક કદી થયા નથી, સદા જુદા જ છે. અત્યારે પણ જુદા જ છે.–એમ જાણીને તું
આનંદિત થા, પ્રસન્ન થા, અને પુદ્ગલથી ભિન્ન આ ચૈતન્યદ્રવ્ય જ હું છું એમ
સાવધાન થઈને અનુભવ કર...ઉજ્વળ ચિત્ત કરીને આવો અનુભવ કર. વિકાર તે હું–
એમ માનવું તેમાં ચિત્તની ઉજવળતા નથી પણ મલિનતા છે, તારા ચિત્તને ઉજવળ
કરીને, એટલે જ્ઞાનને રાગથી પૃથક્ કરીને, ચિદાનંદસ્વરૂપે આત્માને અનુભવમાં લે–
એવા અનુભવથી તને આનંદ થશે...મોક્ષના આનંદનો નમુનો તારામાં જ તને દેખાશે.
અરે, અમે તને આવું સ્પષ્ટ ભેદજ્ઞાન કરાવીને જુદો આત્મા સ્પષ્ટ બતાવ્યો, તો
હવે સ્વ–પરની એકતાના મોહને તું છોડ રે છોડ! ચૈતન્યના આનંદનું ચૂરમું છોડીને
વિકારના ખડને ખાવાની ટેવ તું છોડ; તારા આનંદના ચૂરમાનો સ્વાદ લે. વિકાર તો
અનાત્મા છે, એમાંથી કાંઈ આત્માનો સ્વાદ નહિ આવે, માટે એનાથી ભિન્ન આત્માને
જ્ઞાનસ્વરૂપે અનુભવમાં લે,–તે અનુભવમાં આત્માના આનંદનો સ્વાદ આવશે.
તારે તારા ચૈતન્યનું સાચું જીવન જીવવું હોય તો આ અજ્ઞાનને હવે તું
છોડ...ભાઈ છોડ! સર્વજ્ઞ ભગવાને ઉપયોગલક્ષણરૂપ જીવ જેવો કહ્યો તેવો તું લક્ષમાં લે.
આત્માને ઉપયોગસ્વરૂપે દેખતાં તને અતિ પ્રસન્નતા થશે, તારા પરિણામમાં વીતરાગી
ઉજ્વળતા પ્રગટ થશે. માટે આવો અનુભવ કરીને મોહને છોડ ને આનન્દિત થા.
जय जिनेन्द्र
આત્મધર્મના આસો માસના ગતાંકમાં નં. ૨૭પ છાપેલ છે તેને બદલે
નં. ૨૭૬ સમજવો. (અંક નં. ૨૬૬ ને ૨૬૭ ભેગા પ્રગટ થયા છે એટલે
ફાઈલ માટે ૨૬૭ નંબરનો જુદો અંક શોધવો નહિ.)

PDF/HTML Page 9 of 46
single page version

background image
: કારતક : ૨૪૯૩ આત્મધર્મ : પ :
પ્રતાપવંતી પ્રભુતા
પ્રભુત્વશક્તિના પ્રવચનની પ્રસાદી અહીં આપી છે.
દીવાળીની બોણીમાં, ગુરુદેવે આપેલી આ પ્રભુતા સૌને ગમશે.
જ્ઞાનમાત્ર આત્મા અખંડિત પ્રતાપવાળી સ્વતંત્રતાથી શોભે છે–એવી તેની
પ્રભુતા છે. જ્ઞાનસ્વરૂપ આત્માને ઓળખતાં આવી પ્રભુતાનું પણ ભેગું ભાન થાય છે.
આત્માની પ્રભુતા એવી છે કે તેને કોઈ તોડી શકે નહિ, કે પરાધીન બનાવી શકે નહિ.
આવી પ્રભુતાના ભાનવડે પર્યાયમાં પ્રભુતા પ્રગટે છે.
જગતમાં રાજા–મહારાજાનો પ્રતાપ તો એનાથી મોટા બીજા રાજાવડે ખંડિત થઈ
જાય છે; જુઓને, ભરતચક્રવર્તી જેવાનો પ્રતાપ પણ બાહુબલિ વડે ખંડિત થઈ ગયો; એ
તો પુણ્યનો પ્રતાપ છે, એ કાંઈ અખંડિત પ્રતાપ નથી. આ ચૈતન્યરાજા અનંતગુણનો
ચક્રવર્તી, તેનો પ્રતાપ કોઈથી ખંડિત થાય નહિ, તેની સ્વતંત્રતાને કોઈ લૂંટી શકે નહિ.
આવી અનંતગુણની પ્રભુતા–શોભા આત્મામાં ભરી છે. એક પ્રભુત્વગુણે સર્વ ગુણોમાં
પ્રભુતા આપી છે. એટલે બધા ગુણો અખંડિત પ્રતાપવાળી સ્વતંત્રતાથી શોભી રહ્યા છે.
રાગવડે ગુણની પ્રભુતા ખંડિત થતી નથી પણ ગુણની નિર્મળ પર્યાય પ્રગટ કરીને રાગને
ખંડખંડ કરી નાંખે એવી દરેક ગુણમાં તાકાત છે. પ્રભુત્વને લીધે આત્માના સર્વ ગુણોમાં
પ્રભુતા છે, ને તેના પરિણમનમાં રાગનો અભાવ છે. એનો અભાવ જ છે પછી તે
આત્માની પ્રભુતાને ખંડિત કરે એ વાત ક્યાં રહી?
જુઓ, આ આત્માની પ્રભુતા! અહા, આત્મામાં પ્રભુતા ભરી છે તેનું અનંત
માહાત્મ્ય છે. આવા આત્મામાં દ્રષ્ટિ કરતાં પર્યાયમાં પ્રભુતા પ્રગટે છે. દુનિયામાં એવો
કોઈ દુશ્મન નથી કે જે આત્માની પ્રભુતાને તોડી શકે. સાતમી નરકના જીવને પોતાની
પ્રભુતાના અવલંબને જે સમ્યગ્દર્શન પ્રગટ્યું છે, ત્યાંની અનંતી પ્રતિકૂળતામાં એવી
તાકાત નથી કે સમ્યગ્દર્શનની જે પ્રભુતા પ્રગટી છે તેને તોડી શકે, દરેક ગુણની
નિર્મળપર્યાયમાં પ્રભુતા છે, એટલે કે પોતાથી સ્વતંત્રપણે તે શોભે છે. કોઈ સંયોગને
લીધે તેની શોભા છે કે રાગને લીધે તેની શોભા છે–એમ નથી. જ્ઞાનની પ્રભુતામાં
જ્ઞાનાવરણકર્મનો અભાવ છે, તેની પ્રભુતાને જ્ઞાનાવરણકર્મ હણી શકે નહિ.

PDF/HTML Page 10 of 46
single page version

background image
: : આત્મધર્મ : કારતક : ૨૪૯૩
સિદ્ધપ્રભુ લોકાગ્રે નિજસ્વરૂપમાં બિરાજે છે, તેઓ જ્યાં સ્થિર રહ્યા છે ત્યાં પોતાની
સ્વતંત્ર પ્રભુતાથી જ રહ્યા છે,–નહિ કે ઉપર ધર્માસ્તિકાયનો અભાવ હોવાને લીધે
પરાધીનપણે ત્યાં અટકી જવું પડ્યું. અરે, સિદ્ધપ્રભુમાં પણ જેને પરાધીનતા દેખાય તે
જીવ આત્માની સ્વતંત્ર પ્રભુતાને કઈ રીતે પ્રતીતમાં લેશે? બાપુ! આત્માની પ્રભુતાના
સ્વતંત્ર પ્રતાપને કોઈ હણી શકતું નથી. દ્રવ્ય–ગુણ કે પર્યાય ત્રણેમાં આવી પ્રભુતા છે.
કોઈ કહે કે જ્ઞાન કેમ નથી ઊઘડતું? તો કહે છે કે તું તારી પ્રભુતાને સંભાળતો
નથી માટે; સર્વજ્ઞતા પ્રગટે એવી પ્રભુતા તારામાં ભરી છે પણ તું તેની સન્મુખ થા તો
પર્યાયમાં તે પ્રગટે. પ્રભુતાથી વિમુખ થયો એટલે પર્યાયમાં પામરતા થઈ. છતાં શક્તિમાં
તો પ્રભુતા ભરી જ છે. પામરતા સેવીને તારી પ્રભુતાને તેં સંતાડી રાખી છે. પ્રભુતાને
પ્રતીતમાં લઈને તેનું સેવન કર તો પર્યાયમાં સર્વજ્ઞતારૂપ પ્રભુતા ઊઘડી જાય, ને તારો
આત્મા અખંડ પ્રતાપવાળી સ્વતંત્રતાથી શોભી ઊઠે.
જ્ઞાનસ્વરૂપ આત્મા અનંતગુણથી ભરેલો છે. તે સ્વરૂપની અનુભૂતિમાં અનંત
ગુણોનો સ્વાદ ભેગો છે. આ રીતે જ્ઞાન સાથે અવિનાભૂત અનંત ગુણ–પર્યાયોનો જે
સમૂહ છે તેવડો આત્મા છે. આત્મા પોતાના અનંત ગુણ–પર્યાયોમાં વ્યાપક છે તેને બદલે
પરમાં વ્યાપક માને છે એટલે તે અનુભવમાં આવતો નથી. પરથી આત્મા ભિન્ન છે
પણ તેને જાણનારું જે જ્ઞાન છે તેનાથી અભિન્ન છે. જ્ઞાન અને તેની સાથેના આનંદ–
પ્રભુતા વગેરે અનંત ગુણોમાં આત્મા અભિન્ન છે. આવા આત્મા ઉપર નજર નાંખતા
પરમ ચૈતન્યનિધાન એક ક્ષણમાં પ્રગટે છે. અહા, આવું ચૈતન્યનિધાન પોતાની જ પાસે
છે પણ જગત તેને બહારમાં શોધે છે.–જાણે કે રાગમાંથી મારા ગુણનું નિધાન પ્રગટશે?
પણ ભાઈ, તારા નિધાન રાગમાં નથી, ચૈતન્યમાં તારા નિધાન ભર્યાં છે. તારા
નિધાનનું માહાત્મ્ય કરીને તેમાં નજર કર. બધાને જાણનારો પોતે પોતાનું માહાત્મ્ય
ભૂલીને, રાગને અને પરને માહાત્મ્ય આપે છે કે, આ પદાર્થ સારાં; –પણ એને જાણનારું
પોતાનું જ્ઞાન સારૂં છે–એમ અનુભવમાં નથી લેતો, એને ખબર નથી કે હું તો જ્ઞાન છું,
ને આ રાગાદિ ભાવો તો ચેતન વગરના છે, તેમનામાં સ્વ–પરને જાણવાનો સ્વભાવ
નથી. પોતાના જ્ઞાનસ્વભાવથી છૂટીને અજ્ઞાની ‘પર મારાં, રાગ હું’ એમ અનુભવે છે.
ભાઈ, પરદ્રવ્ય શરીરાદિ કાંઈ તારા જ્ઞાનમાં વળગ્યા નથી, છૂટા જ છે, પણ ‘આ મારાં’
એવી ભ્રમણા કરીને તું તેને વળગે છે–મમતા કરે છે, તેથી પરિભ્રમણ ને દુઃખ છે. તારી
અનંતગુણની પ્રભુતાને જાણ તો એ પરિભ્રમણ ને દુઃખ મટે.
આત્મા ચૈતન્યસ્વભાવી સૂર્ય છે; તેના નિધાન કેવાં? તેનાં ગુણોનું સામર્થ્ય
કેટલું? તેનું ક્ષેત્ર કેટલું? સંખ્યા કેટલી? એનું ખરૂં કાર્ય શું? –એનો વિચાર જીવે કદી

PDF/HTML Page 11 of 46
single page version

background image
: કારતક : ૨૪૯૩ આત્મધર્મ : ૭ :
યથાર્થરૂપે કર્યો નથી. અહીં અનંતગુણનિધાન બતાવીને આચાર્યદેવ કહે છે કે–ભાઈ જો
તારે શાંતિ ને આનંદનો અનુભવ જોઈતો હોય તો, ને સ્વતંત્ર સુખનો રાહ–પંથ જોઈતો
હોય તો, જ્ઞાનવડે જાણનારને જાણ. બહારમાં જે દેખાય છે તે તું નથી, જે દેખનારો છે તે તું
છો. તારે લઈને રાગ કે શરીર નથી, તારે લઈને તો જ્ઞાન છે, એટલે કે જ્ઞાન જ તારું કાર્ય છે.
આત્મા જાણનાર છે છતાં પોતે પોતાને કેમ નથી જાણતો? જ્ઞાનને સ્વસન્મુખ
કરતો નથી તેથી આત્મા જણાતો નથી. અનંત શક્તિનો પરમેશ્વર છે તો પોતે જ, પણ
પોતે પોતાને ભૂલી ગયો છે. ૩૮ મી ગાથામાં કહ્યું હતું કે–જેમ કોઈ મૂઠીમાં રાખેલા
સુવર્ણને ભૂલી ગયો હોય ને બહાર શોધતો હોય, તે ફરી યાદ કરીને સુવર્ણને પોતાની
મૂઠીમાં જ દેખે કે અરે, આ રહ્યું સોનું, મારી મૂઠીમાં જ છે! તેમ અનાદિ અજ્ઞાનથી જીવ
પોતાના પરમેશ્વર–આત્માને ભૂલી ગયો હતો, પણ શ્રી ગુરુના વીતરાગી ઉપદેશથી
વારંવાર સમજાવવામાં આવતાં તેને પોતાની પ્રભુતાનું ભાન થયું, સાવધાન થઈને
પોતામાં જ પોતાની પ્રભુતાને જાણી કે અહો, અનંતશક્તિની પરમેશ્વરતા તો મારામાં જ
છે, મારામાં જ મારી પ્રભુતા છે; પરદ્રવ્ય અંશમાત્ર મારું નથી, મારા ભિન્ન સ્વરૂપના
અનુભવથી હું પ્રતાપવંત છું,–આમ પોતાની પ્રભુતાને જાણી, તેનું શ્રદ્ધાન કરીને તથા
તેમાં તન્મયપણે લીન થઈને સમ્યક્ પ્રકારે આત્મારામ થયો.....પોતે પોતાને
અનંતશક્તિસંપન્ન જ્ઞાયકસ્વભાવરૂપે અનુભવતો થકો પ્રસિદ્ધ થયો. મોહનો નાશ થઈને
જ્ઞાનપ્રકાશ પ્રગટ થયો.
જુઓ, આનું નામ જ્ઞાનદશા; આનું નામ અનુભવદશા; આવી દશા થતાં પોતાને
પોતાનો અનુભવ થાય ને પોતાને તેના આનંદની ખબર પડે. અહા! પરમેશ્વરના જ્યાં
ભેટા થયા–એ દશાની શી વાત! જ્ઞાનસમુદ્ર ભગવાન આત્મા પ્રગટ થયો– તે કહે છે કે
અહો, બધા જીવો આવા આત્માને અનુભવો; બધા જીવો આત્માના શાંતરસમાં મગ્ન
થાઓ. શાંતરસનો સમુદ્ર પોતામાં ઉલ્લસ્યો છે, ત્યાં કહે છે કે બધાય જીવો આ
શાંતરસના દરિયામાં તરબોળ થાઓ.
જુઓ, તો ખરા, સન્તોને આત્માની પ્રભુતાનો કેટલો પ્રેમ છે? આત્મા તો
અનંત ગુણ–રત્નોથી ભરેલો મોટો રત્નાકર છે. દરિયાને રત્નાકર કહેવાય છે. આત્મા
અનંતગુણથી ભરેલો દરિયો ચૈતન્ય–રત્નાકર છે; એમાં એટલા રત્નો ભર્યાં છે કે એકેક
ગુણના ક્રમથી એનું કથન કરતાં કદી પૂરું ન થાય. આત્મા ચૈતન્યરત્નાકર તો સૌથી મહાન છે.
રત્ન: સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર એ મોક્ષમાર્ગનાં ત્રણ રત્નો છે.
મહારત્ન: એ રત્નત્રયના ફળમાં કેવળજ્ઞાનાદિ ચતુષ્ટય પ્રગટે છે, તે
કેવળજ્ઞાનાદિ મહા રત્નો છે.
મહાનથી પણ મહાન રત્ન: જ્ઞાનાદિ એકેક ગુણમાં અનંતા કેવળજ્ઞાનરત્નોની
ખાણભરી છે, તેથી તે મહા–મહારત્ન છે.

PDF/HTML Page 12 of 46
single page version

background image
: : આત્મધર્મ : કારતક : ૨૪૯૩
મહા–મહા–મહારત્ન: એવા અનંત ગુણરત્નોની ખાણ આત્મા એ તો મહા–મહા–
મહારત્ન છે. એના મહિમાની શી વાત!
ભાઈ! આવું મહિમાવંત રત્ન તું પોતે છો. મહાન રત્નોની ખાણ તારામાં ભરેલી
છે. એ સિવાય પરચીજ તારામાં નથી; એ ચીજ તારી નથી, મફતની પરની ચિંતા તેં
તારે ગળે વળગાડી છે. ખરેખર જે તારું હોય તે તારાથી કદી જુદું ન પડે; ને તારાથી
જુદું પડે તે ખરેખર તારું હોય નહિ. શું જ્ઞાન આત્માથી કદી જુદું પડશે? –ના; કેમકે તે
આત્માથી જુદું નથી, તે તો આત્મા જ છે. શરીરાદિ આત્માના નથી, એટલે તે આત્માથી
છૂટા પડી જાય છે. પહેલેથી જ છૂટા હતા તેથી છૂટા પડ્યા, એકમેક થઈ ગયા હોત તો
છૂટા ન પડત. એ જ રીતે જ્ઞાન ને રાગ પણ એકમેક થઈ ગયા નથી. ભિન્નસ્વરૂપે જ
રહ્યા છે તેથી ભિન્ન પડી જાય છે. પ્રજ્ઞાછીણીવડે રાગ તો આત્માથી બહાર નીકળી જાય
છે ને જ્ઞાન અંતરમાં એકમેક રહી જાય છે. –આવું ભેદજ્ઞાન કરે તો આત્માની સાચી
પ્રભુતા ઓળખાય.
અહો, પરમેશ્વર–તીર્થંકર પરમાત્માની દિવ્ય વાણીમાં પણ જેનો મહિમા પૂરો ન
પડે, એવો ચૈતન્ય હીરલો તું! તારા એકેક પાસામાં (એકેક ગુણમાં) અનંતી તાકાત
ઝળકે; એવા અનંતા પાસાથી ઝળકતી તારી પ્રભુતા! અનંત શક્તિના વૈભવથી ભરેલ
આનંદનું ધામ એવો ભગવાન તું પોતે! પણ તારી નજરની આળસે તું તને દેખાતો
નથી. ‘હરિ’ તું પોતે, પોતે પોતાથી જરાય વેગળો નથી–દૂર નથી, છતાં તેના ભાન
વગર અનંતકાળ ગાળ્‌યો. ભાઈ, હવે તો જાગ! જાગીને તારામાં જો! અંદરમાં નજર
કરતાં જ ‘મેરો પ્રભુ નહીં દૂર દેશાંતર, મોહિમેં હૈ, મોહે સુઝત નીકે’ –એમ તારામાં જ
તને તારી પ્રભુતા દેખાશે. જ્ઞાનસ્વરૂપમાં દ્રષ્ટિ કરતાં આત્મા હાથમાં આવે છે; તેનો
અનુભવ થાય છે. તે અનુભવમાં ઉલ્લસતી શક્તિઓનું આ વર્ણન છે. અનુભવમાં તો
અનંતશક્તિઓ સમાય છે, પણ કથનમાં અનંત ન આવે, કથનમાં તો થોડીક જ આવે.
છતાં એકેક શક્તિ અનંતશક્તિની ગંભીરતાને લેતી આવે છે; એકેક શક્તિના વર્ણનમાં
અનંત શક્તિની ગંભીરતા ભરી છે.
જેમ દિવાળીના દિવસે આંગણમાં રંગોળી પૂરીને આંગણું શોભાવે છે, ને
દીવા પ્રગટાવે છે, –તેમ તારા ચૈતન્ય–આંગણામાં રત્નત્રયની રંગોળી પૂરીને
આત્માને શોભાવ...ને કેવળજ્ઞાન–દીપક પ્રગટાવ.

PDF/HTML Page 13 of 46
single page version

background image
: કારતક : ૨૪૯૩ આત્મધર્મ : ૯ :
સમ્યગ્દશન
(સમયસાર કલશ ૬ ઉપરના પ્રવચનમાંથી)
બહુ ઊંચી છતાં અંતર્મુહૂર્તમાં સમજી શકાય તેવી વાત
અહીં સમ્યગ્દર્શન કેવા શુદ્ધઆત્માને દેખે છે તેનું વર્ણન છે; પરથી ભિન્ન કેવા
શુદ્ધાત્માને દેખતાં સમ્યગ્દર્શન થાય તેની આ વાત છે.
અનાદિથી પરને જ જોવાની ટેવ પડી ગઈ છે, ને પરને જાણતાં તેમાં જ જ્ઞાનને
એકમેક માની રહ્યો છે, પરથી ભિન્ન જ્ઞાનને દેખતો નથી, જાણતો નથી. પરથી ભિન્ન એકરૂપ
નિજાત્માને દેખવો જાણવો ને આનંદસહિત અનુભવવો તે સમ્યક્ દર્શન છે. આત્મા પોતાના
સ્વભાવથી પરિપૂર્ણ છે. વર્તમાનદશાને તે પૂર્ણ સ્વભાવમાં વાળીને તેનો અનુભવ કરવો,
એટલે દેખનારો પોતે દેખનારમાં દેખે, પોતે પોતાને પોતામાં દેખે આવી અંતરની દ્રષ્ટિ તે
સમ્યક્–દર્શન છે.
આત્મા પરથી જુદો છે, તેને જુદો દેખવો તે સમ્યગ્દર્શન છે. ભાઈ, આ દેહાદિ તો જુદા
છે. દેહમાં કાંઈ આત્મા નથી. દેહનું અસ્તિત્વ આત્માના અસ્તિત્વથી જુદું છે; ને આત્માનું
અસ્તિત્વ દેહના અસ્તિત્વથી જુદું છે. એકમાં બીજાનું અસ્તિત્વ નથી, એટલે અત્યંત ભિન્નતા
છે. આવો ભિન્ન આત્મા પોતાના જ્ઞાન–આનંદ વગેરે અનંત ગંભીર સ્વભાવોથી ભરેલો પૂર્ણ
છે. સ્વસન્મુખ થઈ એને વેદવો અનુભવવો જાણવો તે ધર્મની પ્રથમ ભૂમિકા છે, અહીંથી ધર્મ
શરૂ થાય છે. અંતરમાં આનંદનું સ્વસંવેદન થતાં આવો જ આખો આત્મા આનંદથી ભરપૂર
છે–એવી પ્રતીત થાય છે, તે સમ્યગ્દર્શન છે.
આત્માનું અસ્તિત્વ કેવું છે? કે પરથી જુદું ને પોતાના સમસ્ત શુદ્ધ ગુણ–પર્યાયોથી
વ્યાપ્ત છે. ગુણપર્યાયમાં વ્યાપેલો હોવા છતાં શુદ્ધનયથી આત્માને એકપણું છે; તેમાં કોઈ ભેદ
નથી, વિકલ્પ નથી, અશુદ્ધતા નથી.
ભાઈ, તારામાં જે ભર્યું છે તેને તું દેખ. જે તારામાં નથી તેને તું દેખે છે ને તેનુંં
અસ્તિત્વ પોતામાં માને છે તે તો ભ્રમ છે. તારા અસ્તિત્વને પરથી ભિન્ન અને પોતાના
ગુણ–પર્યાયોમાં એકાકારપણે રહેલા એવા એકરૂપે દેખ, તે સમ્યગ્દર્શન છે. તે સમ્યગ્દર્શનપર્યાય
અંતર્મુખ થઈને આખા શુદ્ધ આત્માને અંગીકાર કરે છે. આખા દ્રવ્ય પ્રમાણે સમ્યગ્દર્શનની
પર્યાય અભેદ પરિણમી ગઈ છે. સમ્યગ્દર્શનપર્યાયે આખા આત્માને પકડયો છે; તે પર્યાય
અખંડ દ્રવ્યમાં અભેદ થઈને પ્રણમી ગઈ છે. આવો શુદ્ધઆત્મા એક જ અમને અનુભવમાં
પ્રાપ્ત હો. નવતત્ત્વમાંથી આ એક જ ભૂતાર્થ છે; બાકી નવતત્ત્વના વિકલ્પો તે સમ્યગ્દર્શનથી
બાહ્ય છે. સમ્યગ્દર્શનનું અંર્ત–તત્ત્વ એકરૂપ શુદ્ધ

PDF/HTML Page 14 of 46
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : કારતક : ૨૪૯૩
દ્રવ્ય જ છે. શુદ્ધનયે અનુભૂતિમાંથી ગુણપર્યાયના ભેદ કાઢી નાંખીને આત્માને શુદ્ધ
એકપણામાં સ્થાપ્યો છે એટલે કે અનુભવમાં લીધો છે. તે અનુભવમાં નિર્મળ પર્યાયનોય
ભેદ નથી.
ધર્મનું પહેલું પગથિયું જે સમ્યગ્દર્શન, તે સમ્યગ્દર્શનમાં કેવો આત્મા દેખાય છે તેની
આ વાત છે. નિર્મળ ગુણ–પર્યાયોના જે ભેદો છે તેમાં અભેદપણે આત્મા રહેલો છે, એટલે
શુદ્ધનયથી તે એક છે. આવા શુદ્ધ એકત્વસ્વરૂપ આત્મા સમ્યગ્દર્શનમાં દેખાય છે.
આત્માના અસ્તિત્વમાં પરનું તો અસ્તિત્વ જ નથી. આત્માના અસ્તિત્વમાં પોતાના
અનંત ગુણ–પર્યાયનું અસ્તિત્વ છે. આવા આત્માને પરથી ભિન્નપણે ને પોતાના જ્ઞાનાદિ
સ્વભાવોથી અભિ ન્નપણે દેખવો–અનુભવવો તે સમ્યગ્દર્શનનું કામ છે.
આત્મામાં પરનું અસ્તિત્વ નથી એટલે પરનાં કામને આત્મા કરતો નથી; તથા પરના
અસ્તિત્વમાં આત્માનું અસ્તિત્વ નથી એટલે પરને લીધે આત્માનું કાંઈ કામ થતું નથી. બંને
દ્રવ્યો જુદેજુદાં પોતપોતાના કાર્યને જ કરે છે. આમ પરથી તો આત્માની તદ્ન ભિન્નતા
નક્કી થઈ.
હવે આત્મામાં પોતામાં જે પોતાના ગુણ–પર્યાયો છે, તે ગુણ–પર્યાયોને પણ ભિન્ન
ભિન્ન અનેક ભેદરૂપે દેખ્યા કરે તો ત્યાંસુધી પણ વિકલ્પ જ છે, અને તેમાં ભૂતાર્થઆત્મા
એટલે કે સાચો આત્મા દેખવામાં આવતો નથી એટલે કે આત્માના શુદ્ધસ્વરૂપનું સમ્યક્દર્શન
થતું નથી. આત્મા સાચા સ્વરૂપે દેખાતો નથી. આત્માને સર્વ ગુણપર્યાયોમાં અભેદ એક
સ્વરૂપે દેખવાથી જ આત્માનું સાચું સ્વરૂપ દેખાય છે એટલે સમ્યગ્દર્શન થાય છે.
આનું નામ ‘એકત્વ–વિભક્ત’ આત્મા છે.
માત્ર અનેક ભંગ–ભેદરૂપે જ આત્માને દેખ્યા કરે ને એકસ્વરૂપ અભેદ આત્માને ન
દેખે ત્યાંસુધી વિકલ્પ તૂટીને શુદ્ધ આત્મા અનુભવમાં આવે નહિ. ભંગભેદના અનુભવથી તો
વિકલ્પની ઉત્પત્તિ છે; ને એટલા સ્વરૂપે જ આત્માને દેખે–અનુભવે તો સમ્યક્ત્વ થાય નહિ.
સમ્યક્ત્વ તો ત્યારે થાય કે જ્યારે સ્વભાવથી અભેદ આત્માને અનુભવમાં લ્યે. અંતર્મુખ
થઈને આવા એકરૂપ અભેદ આત્માનો અનુભવ કરતાં તે અનુભવ કરનારી પર્યાય પણ
સ્વભાવમાં લીન થઈ જાય છે. ત્યાં અનુભવમાં ગુણ–પર્યાયનો કોઈ ભેદ દેખાતો નથી, તેથી
સમ્યગ્દર્શનને ‘આત્મા’ જ કહ્યો. સમ્યગ્દર્શનમાં એક અભેદ શુદ્ધઆત્મા જ દેખાય છે. આનું
નામ સમ્યગ્દર્શન છે.
*
આવા એકરૂપ આત્માના દર્શનમાં સમ્યક્શ્રદ્ધા થાય છે.
* આવા એકરૂપ આત્માના જ્ઞાનમાં સમ્યગ્જ્ઞાન થાય છે.
* આવા એકરૂપ આત્માને દેખતાં સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટે છે.
* આવા એકરૂપ આત્માને દેખતાં શાંતિનું વેદન થાય છે.

PDF/HTML Page 15 of 46
single page version

background image
: કારતક : ૨૪૯૩ આત્મધર્મ : ૧૧ :
* આ રીતે ભૂતાર્થરૂપ જે એકરૂપ આત્મા તેના આશ્રયે મોક્ષમાર્ગ છે.
પરંતુ–
* અનેક ભેદરૂપે આત્માને દેખતાં સમ્યક્શ્રદ્ધા થતી નથી.
* એકલા ભેદોને જ જાણતાં સમ્યગ્જ્ઞાન થતું નથી.
* ભેદનો આશ્રય કરીને અટકતાં સ્વરૂપાચરણ થતું નથી.
* અનેક ભેદ ઉપર દ્રષ્ટિ કરીને અટકતાં અશાંતિ થાય છે.
* ને ભેદનો આશ્રય તે મોક્ષમાર્ગ નથી પણ સંસારનું કારણ છે.
આમ બતાવીને, અભેદરૂપ ભૂતાર્થસ્વભાવના આશ્રયનો ઉપદેશ કુંદકુંદાચાર્યદેવે
સમયસારમાં આપ્યો છે. જૈનમાર્ગમાં બધા વીતરાગીસન્તોએ આવો ઉપદેશ આપ્યો છે. આ
પ્રકારની અભેદરત્નત્રયની આરાધનાનો ઉપદેશ ઉપાધ્યાય આપે છે,–એમ પરમાત્મપ્રકાશમાં
કહ્યું છે.
બીજું લાંબુ ભલે ન આવડે, પણ આવો આત્મા દ્રષ્ટિમાં ને અનુભવમાં લેતાં જેને
આવડયું તે જીવ ભવસમુદ્રથી તરી જશે. આવા આત્માને લક્ષમાં લીધા વગર ભવનો છેડો
નહિ આવે. ભાઈ, અંતર્મુહૂર્તમાં સમજી શકાય એવી આ વાત છે. વાત તો બહું ઊંચી છે, પણ
આત્મા તે સમજવાની તાકાતવાળો છે. પોતે પરની કિંમત ટાંકીને પોતાની કિંમત ન જાણી
તેથી પરસન્મુખ જોઈ જોઈને રખડયો. ચૈતન્યહીરો પોતે પોતાની કિંમત ટાંકે તો સ્વસન્મુખ
થઈને મોક્ષદશાને પામે.
ભગવાન સર્વજ્ઞદેવે જે કહ્યું તે જ કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે ને તે જ વાત અત્યારે કહેવાય
છે. આ વાત સમજ્યે જ સમ્યગ્દર્શન થશે ને મોક્ષમાર્ગ હાથમાં આવશે.
जय जिनेन्द्र
પરિચય કોનો કરવો?
એવો એક જ પદાર્થ પરિચય કરવા યોગ્ય છે કે
જેથી અનંત પ્રકારનો પરિચય નિવૃત્ત થાય છે.
તે કયો?
અને કેવા પ્રકારે?
તેનો વિચાર મુમુક્ષુઓ કરે છે.
(શ્રીમદ્રાજચંદ્ર)

PDF/HTML Page 16 of 46
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : કારતક : ૨૪૯૩
ભગવન ઋષભદવ
તેમના છેલ્લા દસ અવતારની કથા
(મહા પુરાણના આધારે લે. બ્ર. હરિલાલ જૈન: લેખાંક સાતમો)
(જિનવાણીના અંશરૂપે જે કષાયપ્રાભૃત, તેના ઉપર
૬૦,૦૦૦ શ્લોકપ્રમાણ જયધવલા ટીકા છે; તેના શરૂઆતના વીસ
હજાર શ્લોક શ્રી વીરસેનસ્વામી રચિત છે; ને પછીના ચાલીસ
હજાર શ્લોકની રચનાવડે શ્રી જિનસેનસ્વામીએ પોતાના ગુરુનું
અધૂરું રહેલું મહાન કાર્ય પૂરું કર્યું છે, અને ત્યાર પછી આ
મહાપુરાણની રચના પણ તેમણે જ કરી છે. આ રીતે જયધવલાની
૪૦,૦૦૦ શ્લોકપ્રમાણ ટીકાના રચનાર એવા ભગવત્
જિનસેનસ્વામીની રચનાને આધારે આ ઋષભકથાનું આલેખન
થઈ રહ્યું છે. સમ્યક્ત્વ કેમ પમાય? તે વખતના જીવનાં પરિણામ
કેવા હોય? વગેરે અનેક સિદ્ધાન્તિક રહસ્યો આમાં ભર્યા છે.)
આપણા કથાનાયક ભગવાન ઋષભદેવનો જીવ મહાબલરાજાના ભવમાં જૈન ધર્મના
સંસ્કાર પામ્યો; પછી લલિતાંગ–દેવ થયો; વજ્રજંઘના ભવમાં મુનિઓને આહારદાન દીધું;
ભોગભૂમિના ભવમાં ‘પ્રીતિકર’ અને ‘પ્રીતિદેવ’ એ બે મુનિવરોના ઉપદેશથી અપૂર્વ
સમ્યક્ત્વધર્મ પ્રગટ કર્યો; શ્રીધરદેવના ભવમાં મંત્રીના જીવને નરકમાં પ્રતિબોધીને,
સમ્યગ્દર્શન પમાડયું; પછી વિદેહમાં સુવિધિરાજા થઈ શ્રાવકધર્મ પાળી અંતસમયે મુનિ થયા;
ને સમાધિપૂર્વક દેહ છોડી, અત્યારે સ્વર્ગમાં અચ્યુતેન્દ્રપણે બિરાજી રહ્યા છે; હવે ત્યાંથી
મનુષ્યલોકમાં અવતરવાની તૈયારી છે; અહીં સુધી આપણી કથા પહોંચી છે. હવે કથા આગળ ચાલે
છે; તેમાં, આપણા કથાનાયક મનુષ્યલોકમાં ક્યાં અવતરે છે ને ત્યાં શું કરે છે–તે આપણે જોઈએ.
[૮]
પૂર્વનો ત્રીજો ભવ: વજ્રનાભિ ચક્રવર્તી, મુનિધર્મનું પાલન અને તીર્થંકરપ્રકૃતિ
ભગવાન ઋષભદેવનો આત્મા અચ્યુતઈન્દ્ર સ્વર્ગથી ચ્યુત થઈને, અત્યંત શોભાયમાન
એવા જંબુદ્વીપના પૂર્વવિદેહક્ષેત્રમાં પુષ્કલાવતી દેશની પુંડરીકિણી નગરીમાં અવતર્યો,–
વજ્રનાભી એનું નામ; રાજા વજ્રસેન તીર્થંકર તેના પિતા, અને શ્રીકાન્તારાણી

PDF/HTML Page 17 of 46
single page version

background image
: કારતક : ૨૪૯૩ આત્મધર્મ : ૧૩ :
તેમની માતા. પૂર્વભવના સંબંધી સિંહ–વાંદરો વગેરે જીવો પણ અહીં તે વજ્રનાભીના
ભાઈ તરીકે અવતર્યા,–તેમનાં નામ વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત. આ
ઉપરાન્ત પૂર્વે વજ્રજંઘના ભવમાં આહારદાન વખતે જેઓ સાથે હતા તે મતિવરમંત્રી
વગેરે ચારે જીવો પણ (જેઓ ગ્રૈવેયકમાં હતા તેઓ, ત્યાંથી ચ્યૂત થઈને) અહીં
વજ્રનાભીના ભાઈ તરીકે અવતર્યા. તેમાં મતિવરમંત્રીનો જીવ સુબાહુ થયો; આનન્દ
પુરોહિતનો જીવ મહાબાહુ થયો; અકંપન સેનાપતિનો જીવ પીઠકુમાર થયો; અને
ધનમિત્ર શેઠનો જીવ મહાપીઠ થયો.–આમ પૂર્વભવના સંસ્કારને લીધે બધા જીવો એક
ઠેકાણે ભેગા થઈ ગયા. શ્રીમતીનો જીવ–કે જે અચ્યુતેન્દ્ર સ્વર્ગમાં પ્રતીન્દ્ર થયો હતો
તે ત્યાંથી ચ્યૂત થઈને આ જ નગરીમાં કુબેરદત્ત વણિકને ત્યાં અનંતમતીનો પુત્ર
ધનદેવ થયો
આપણા કથાનાયક આ ભવમાં વિદેહના વજ્રસેન તીર્થંકરના પુત્ર તથા
ચક્રવર્તી છે, અને પોતાના પિતાજીના પાદમૂળમાં સોળ કારણભાવનાવડે
તીર્થંકરપ્રકૃતિ બાંધીને, એક ભવ પછી પોતે ભરતક્ષેત્રના આદ્ય તીર્થંકર થવાના છે
.
એવા આ પવિત્ર આત્મા વજ્રનાભી યુવાન થતાં એકદમ શોભી ઊઠ્યા. એ
વજ્રનાભીની નાભિ વચ્ચે વજ્રનું એક સ્પષ્ટ ચિહ્ન શોભતું હતું–જે એમ પ્રસિદ્ધ કરી રહ્યું
હતું કે આ જીવ ચક્રવર્તી થશે. તેણે શાસ્ત્રનો સુંદર અભ્યાસ કર્યો હોવાથી યૌવનજન્ય
મદ થયો ન હતો. અનેક પ્રકારની રાજવિદ્યામાં પણ તે પારંગત થયા; લક્ષ્મી અને
સરસ્વતી બંનેનો તેની પાસે સુમેળ હતો, ને તેની કીર્તિ દશે દિશામાં ફેલાઈ ગઈ હતી.
પોતાના ગુણવડે તે બધા લોકોને વશીભૂત કરી લેતા હતા. ખરું જ છે–ગુણોવડે વશ
કોણ ન થાય? અહીં રાજકુમાર વજ્રનાભીના ગુણોનું જેવું વર્ણન કર્યું,–બાકીના
રાજકુમારોના ગુણોનું વર્ણન પણ લગભગ તેવું જ સમજી લેવું.
વજ્રનાભીકુમારને સર્વપ્રકારે યોગ્ય સમજીને વજ્રસેન રાજાએ એકવાર
ઠાઠમાઠથી તેનો રાજ્યાભિષેક કરીને સંપૂર્ણ રાજ્ય સોંપી દીધું. અત્યંત કુશળ એવા
વજ્રસેન તીર્થંકરે પુત્રને રાજતિલક કરીને “તું મહાન ચક્રવર્તી હો” એવા આશીર્વાદ
આપ્યા ને પોતે સંસારથી વિરક્ત થયા. રાજા વજ્રસેનને વૈરાગ્ય થતાં લૌકાન્તિકદેવોએ
આવીને સ્તુતિપૂર્વક તેમને પ્રતિબોધ્યા ને તેમના વૈરાગ્યની અનુમોદના કરી. ઉત્તમ
દેવોએ આવીને ભગવાન વજ્રસેનની પૂજા કરી અને તેઓ દીક્ષિત થયા. ભગવાન
વજ્રસેનની સાથે સાથે આમ્રવન નામના મહાન ઉપવનમાં બીજા એક હજાર રાજાઓએ
પણ દીક્ષા લીધી.
એક તરફ રાજા વજ્રનાભિ તો મહાન રાજ્યનું પાલન કરવા લાગ્યા, બીજી તરફ
મુનિરાજ વજ્રસેન તપોલક્ષ્મીનું પાલન કરવા લાગ્યા. થોડા સમયમાં વજ્રનાભિ રાજાના

PDF/HTML Page 18 of 46
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : કારતક : ૨૪૯૩
શસ્ત્રભંડારમાં ઝળહળતું ચક્રરત્ન પ્રગટ્યું, તો અહીં વજ્રસેન મુનિરાજના મનગૃહમાં
શુક્લધ્યાનરૂપી અત્યંત તેજસ્વી ધ્યાનચક્ર પ્રગટ્યું. પુત્ર તો ચક્રવર્તી રાજા થયો, ને પિતા
કેવળજ્ઞાન પ્રગટ કરીને ધર્મચક્રી થયા. પિતા તો તીર્થંકર થઈને ધર્મોપદેશ વડે જીવોનું
હિત કરવા લાગ્યા. ને ભાવિ તીર્થંકર એવો પુત્ર ચક્રવર્તી થઈને પ્રજાનું પાલન કરવા
લાગ્યો. રાજા વજ્રનાભિએ ચક્રરત્નવડે આખી પૃથ્વીને જીતી લીધી હતી, ને ભગવાન
વજ્રસેને કર્મો ઉપર વિજય મેળવીને અનુપમ પ્રભાવવડે ત્રણ લોકને જીતી લીધા હતા.
આ રીતે વિજય કરવામાં શ્રેષ્ઠ એ બંને પિતા–પુત્ર જાણે એકબીજાની સ્પર્ધા કરતા હોય,
એવા લાગતા હતા. પણ એકનો વિજય અત્યંત અલ્પ, છ ખંડ સુધીજ મર્યાદિત હતો,
બીજાનો વિજય આખા લોકને ઉલ્લંઘીને અલોકમાં પણ પહોંચી ગયો–એવો સૌથી મહાન હતો.
આપણા ચરિત્રનાયક આદિનાથનો જીવ તો આ રીતે ચક્રવર્તી થયો, ને તેના
સાત ભવનો સાથીદાર (સ્વયંપ્રભા દેવી અથવા કેશવનો જીવ) ધનદેવ તે ચક્રવર્તીના
૧૪ રત્નોમાંથી ગૃહપતી નામનો તેજસ્વી રત્ન થયો. આ રીતે મહાન અભ્યુદય સહિત
બુદ્ધિમાન વજ્રનાભિ ચક્રવર્તીએ દીર્ઘકાળ સુધી રાજ્ય ભોગવ્યું.
એકવાર તે પોતાના પિતા વજ્રસેન તીર્થંકરના સમવસરણમાં ગયો અને પરમ
ભક્તિથી એ જિનનાથના દર્શન–વંદન કરીને દિવ્યધ્વનિનું શ્રવણ કર્યું. ભગવાનના
શ્રીમુખેથી અત્યંત દુર્લભ એવા રત્નત્રયધર્મનું સ્વરૂપ સાંભળીને તેને પણ રત્નત્રયની
ભાવના જાગી. “જે બુદ્ધમાન જીવ અમૃત સમાન એવા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણેનું
સેવન કરે છે તે અચિંત્ય અને અવિનાશી એવા મોક્ષપદને પામે છે,–એમ હૃદયમાં
વિચારીને તે ચક્રવર્તીએ પોતાના સમસ્ત સામ્રાજ્યને સડેલા તરણાં સમાન જાણીને છોડી
દીધું ને રત્નત્રયધર્મમાં તથા તપમાં પોતાની બુદ્ધિ લગાવી. વજ્રસેન નામના પુત્રને
રાજ્ય સોંપીને તેણે ૧૬૦૦૦ મુગટબંધી રાજાઓ, એક હજાર પુત્રો, પૂર્વભવના સ્નેહી
એવા આઠ ભાઈઓ, તથા ધનદેવની સાથે, મોક્ષપ્રાપ્તિના ઉદે્શથી, પિતા વજ્રસેન
તીર્થંકરની સમીપ, ભવ્ય જીવોને પરમ આદરણીય એવી જિનદિક્ષા ધારણ કરી.
મહારાજા વજ્રનાભિએ મુનિ થઈને અહિંસા વગેરે પાંચ મહાવ્રતો ધારણ કર્યા,
ઈર્યા, ભાષા, એષણા, આદાન–નિક્ષેપણ તથા પ્રતિષ્ઠાપન–એ પાંચ સમિતિ તથા
મનગુપ્તિ, વચનગુપ્તિ ને કાયગુપ્તિ એ ત્રણ ગુપ્તિ–આ આઠને ‘અષ્ટ પ્રવચનમાતા’
કહેવાય છે, તેનું પાલન દરેક મુનિને જરૂર હોય–એમ ઈન્દ્રસભાના રક્ષક (–
સમવસરણના નાયક) એવા ગણધરદેવે કહ્યું છે. વજ્રનાભિ મુનિરાજે આવી સમિતિ–
ગુપ્તિનું પાલન કર્યું; તે ઉત્કૃષ્ટ તપસ્વી, ધીર, વીર, પાપરહિત, મુનિધર્મનું ચિન્તન
કરનારા, સમ્યગ્દર્શનાદિ રત્નત્રયધર્મથી શોભાયમાન ચક્રવર્તી–મુનિરાજ
એકલવિહારીપણે એકાકી વિચરવા લાગ્યા.

PDF/HTML Page 19 of 46
single page version

background image
: કારતક : ૨૪૯૩ આત્મધર્મ : ૧પ :
એ પ્રમાણે ઘણાકાળ સુધી વિહાર કરતા કરતા એકવાર, આત્મસ્વરૂપનું ચિન્તન કરનારા
તે ધીર વીર વજ્રનાભિ મુનિરાજે પોતાના પિતા વજ્રસેન તીર્થંકરના ચરણસમીપમાં
દર્શનવિશુદ્ધિ આદિ ૧૬ ભાવનાઓનું ચિન્તન કર્યું–કે જે તીર્થંકરપદની પ્રાપ્તિનું કારણ છે.
તેમણે ભાવેલી ૧૬ ભાવના નીચે મુજબ–
૧.
દોષરહિત શુદ્ધ સમ્યગ્દર્શનરૂપ દર્શનશુદ્ધિ ધારણ કરી.
૨. જ્ઞાનાદિનો વિનય ધારણ કર્યો.
૩. શીલ અને વ્રતોને નિરતિચાર કર્યા.
૪. ઉપયોગને વારંવાર જ્ઞાનમાં જોડયો.
પ. સંસારથી ભયભીત થયા
૬. પોતાની શક્તિ છૂપાવ્યા વગર સામર્થ્ય અનુસાર તપશ્ચરણ કર્યું.
૭. જ્ઞાન તથા સંયમના સાધનરૂપ ત્યાગમાં ચિત્ત લગાવ્યું.
૮. સાધુઓને વ્રત–શીલ આદિમાં વિઘ્ન આવતાં તે દૂર કરવામાં વારંવાર સાવધાન
રહેતા હતા; કેમકે ઉત્તમ પુરુષોની સર્વ ચેષ્ઠા સમાધિ માટે અથવા બીજાના વિઘ્નો
દૂર કરવા માટે હોય છે.
૯. વ્રતી પુરુષોને પોતાથી અભિન્ન જાણીને, તેમને રોગાદિ થતાં તેની વૈયાવૃત્ય
(સેવા) કરતા હતા; આ વૈયાવૃત્ય તે તપનું મુખ્ય અંગ છે.
૧૦. પૂજ્ય અરિહંત ભગવાનમાં તેને નિશ્ચલ ભક્તિ હતી.
૧૧. વિનયપૂર્વક આચાર્યોની ભક્તિ કરતા હતા.
૧૨. વિશેષ જ્ઞાનવંત મુનિઓની સેવા કરતા હતા.
૧૩. જિનવાણીરૂપ પ્રવચન પ્રત્યે પણ તેને ઉત્કૃષ્ટ ભક્તિ હતી; કેમકે પ્રવચન પ્રત્યે
તીવ્ર ભક્તિ વગર રાગાદિને જીતી શકાતા નથી.
૧૪. તે ‘અવશ’ હોવા છતાં ‘વશી’ હતા, (એટલે કે અન્યને વશ ન હોવારૂપ
‘અવશ’ હોવા છતાં, ઈન્દ્રિયોને વશ કરનારા હોવાથી ‘વશી’ હતા.) દ્રવ્ય–ક્ષેત્ર–
કાળ–ભાવની અપેક્ષાપૂર્વક (યોગ્ય રીતે) સામાયિક, વંદના,, સ્તુતિ, પ્રતિક્રમણ,
સ્વાધ્યાય તથા કાયોત્સર્ગ–એ છ આવશ્યકોનું પૂર્ણ રીતે પાલન કરતા હતા.
૧પ. તપ–જ્ઞાન વગેરે કિરણોને ધારણ કરનાર અને ભવ્યજીવરૂપી કમળને વિકસીત
કરનાર એવા સૂર્યસમાન તે મુનિરાજ જૈનમાર્ગને સદા પ્રકાશીત અને પ્રભાવિત
કરતા હતા.
૧૬. જિનમાર્ગ પર ચાલનારા શિષ્યોને ધર્મમાં સ્થિર કરનાર, તથા ધર્મમાં પ્રેમ
રાખનાર એવા તે વજ્રનાભિ મુનિરાજ બધા ધર્માત્મા જીવો ઉપર અતિશય પ્રેમ–
વાત્સલ્ય રાખતા હતા.

PDF/HTML Page 20 of 46
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : કારતક : ૨૪૯૩
–આ પ્રમાણે મહા ધીર–વીર એ વજ્રનાભિમુનિરાજે તીર્થંકરત્વની પ્રાપ્તિના
કારણરૂપ આ ૧૬ ભાવનાઓનું ઘણા કાળ સુધી ચિન્તન કર્યું; અને ઉત્તમ પ્રકારે એ
ભાવનાઓના ચિન્તન વડે તે શ્રેષ્ઠ મુનિરાજે ત્રણલોકમાં ક્ષોભ ઉત્પન્ન કરનારી તીર્થંકર
નામની મહાપુણ્યપ્રકૃતિ બાંધી. એવા તે ભાવિ તીર્થંકરને નમસ્કાર હો.
તીર્થંકર પ્રકૃતિ બાંધવાની સાથે સાથે તે મુનિરાજ જ્ઞાનની અનેક પ્રકારની ઋદ્ધિ
પણ પામ્યા હતા, ને તે ઋદ્ધિવડે તેમણે પોતાના પરભવોને જાણી લીધા હતા. બીજી પણ
અનેક મહાન ઋદ્ધિઓ તેમને પ્રગટી હતી. પરંતુ ઉત્તમબુદ્ધિમાન તે મુનિરાજને તો
ગૌરવપૂર્ણ એવા એક સિદ્ધપદની જ વાંછા હતી. લૌકિકઋદ્ધિઓની તેમને જરાપણ વાંછા
ન હોવા છતાં અણિમા–મહિમા વગેરે અનેક ઋદ્ધિઓ તેમને પ્રગટી હતી. વગર ઈચ્છાએ
જગતનું હિત કરનારી એવી અનેકવિધ ઔષધિઋદ્ધિ પણ તેમને પ્રગટી હતી, –ખરૂં જ
છે, કલ્પવૃક્ષ ઉપર લાગેલા ફળ કોનો ઉપકાર ન કરે? તે મુનિરાજને જો કે ઘી–દૂધ વગેરે
રસોનો ત્યાગ હતો તોપણ ઘી–દૂધને ઝરાવનારી અનેકવિધ રસઋદ્ધિ તેમને પ્રગટી
હતી;–એ યોગ્ય જ છે, ઈષ્ટ પદાર્થોનો ત્યાગ કરવાથી તેના કરતાં ય અધિક મહાન
ફળની પ્રાપ્તિ થાય છે. બલઋદ્ધિના પ્રભાવથી ગમે તેવા કઠણ ગરમી–ઠંડીના પરિષહોને
પણ તે સહી લેતા હતા, તેમને એવી અક્ષીણઋદ્ધિ પ્રગટી હતી કે, જે દિવસે જે ઘરમાં
તેમણે ભોજન કર્યું હોય તે દિવસે તે ઘરમાં ભોજન અક્ષય થઈ જતું, એટલે ચક્રવર્તીના
સૈન્યને ભોજન કરાવવા છતાં પણ તે ભોજન ખૂટતું નહિ.–એમાં શું આશ્ચર્ય છે!
મુનિઓનું મહાન તપ તો અક્ષય એવા મોક્ષફળને આપે છે.
આ પ્રમાણે, વિશુદ્ધભાવનાઓને ધારણ કરનાર તે વજ્રનાભિમુનિરાજ પોતાના
વિશુદ્ધપરિણામોથી ઉત્તરોત્તર વિશુદ્ધ થતાં થતાં ઉપશમશ્રેણી પર આરૂઢ થયા. અધઃકરણ
પછી તેઓ આઠમા ગુણસ્થાને અપૂર્વકરણ કરીને નવમા અનિવૃત્તિકરણ–ગુણસ્થાનને
પામ્યા, ત્યારપછી જ્યાં અત્યંત સૂક્ષ્મ રાગ બાકી રહ્યો છે એવા સૂક્ષ્મસાંપરાય નામના
દશમા ગુણસ્થાને આવ્યા, અને પછી ઉપશાન્તમોહ નામના વીતરાગીગુણસ્થાને આવ્યા.
અહીં અગિયારમાં ગુણસ્થાને મોહકર્મ સંપૂર્ણ ઉપશાન્ત થયું હતું અને અતિશય વિશુદ્ધ
એવું ઔપશમિકચારિત્ર પ્રગટ થયું હતું. અંતર્મુહૂર્ત પછી તે મુનિરાજ ફરીને સ્વસ્થાનરૂપ
સાતમા અપ્રમત્તગુણસ્થાને આવ્યા; એનું ખાસ કારણ એ છે કે અગિયારમાં ગુણસ્થાને
આત્માની સ્વાભાવિક સ્થિતિ અંર્તમુહૂર્ત કરતાં વધુ હોતી જ નથી.
એ વજ્રનાભિમુનિરાજે આયુષ્યના અંતભાગમાં શ્રીપ્રભપર્વત ઉપર પ્રાયોપવેશન
(અર્થાત્ પ્રાયોપગમન સંન્યાસ) ધારણ કરીને શરીર અને આહારનું મમત્વ છોડી દીધું
હતું. આ સંન્યાસમાં તપસ્વીપણું રત્નત્રયરૂપી શય્યા પર ઉપવેશ–કરે છે તેથી તેને
‘પ્રાયોપવેશન’