Atmadharma magazine - Ank 278
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 37
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૪
સળંગ અંક ૨૭૮
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 37
single page version

background image
૨૭૮
આત્માર્થી હોય તે તો પોતાની પ્રભુતા સાંભળતાં
ઉલ્લસી જાય કે વાહ! મારા ચૈતન્યની પ્રભુતામાં
વિકલ્પને અવકાશ જ ક્યાં છે? વિકલ્પ તરફનો ઉત્સાહ
તૂટીને સ્વભાવ તરફ તેનું વીર્ય ઊછળે છે; પ્રભુતા
તરફના પુરુષાર્થનો ઉત્સાહ પ્રગટ કરીને તે વિકલ્પથી
િન્ ન્ત્ત્ , ન્ ઊં.ઊં
ઊતરીને અતીન્દ્રિય – સુખનો તાગ લ્યે છે. જેમ પુત્રને
દેખતાં અતિશય હેતને લીધે તેની માતાને દૂધની ધારા
છૂટે, તેમ પોતાની પ્રભુતાનો જેને પૂરો પ્રેમ છે તેને તેની
વાત સાંભળતાં હેત ઊભરાય છે ને અંતરમાંથી ચૈતન્યના
આનંદરસની ધારા છૂટે છે, રોમરોમ ઉલ્લસે છે એટલે કે
સર્વે ગુણોમાં પ્રદેશેપ્રદેશે અનુભવરસની ધારા ઉલ્લસે છે.

PDF/HTML Page 3 of 37
single page version

background image
સર્વજ્ઞદેવે અને કુંદકુંદાચાર્યાદિ દિગંબર સંતોએ કહેલું જે પરમ સત્ય
અધ્યાત્મતત્ત્વ અત્યારે પ્રસિદ્ધિમાં આવી રહ્યું છે, ને જૈનસમાજમાં અત્યારે જે
સ્થિતિ વર્તી રહી છે, તે ઉપરથી ગદ્ગદ્ હૃદયે ગુરુદેવે પ્રવચનમાં કહ્યું કે અરે, શું
કહીએ? આ તો ભગવાન સીમંધર પરમાત્મા જે સત્ય કહી રહ્યા છે તે જ
સત્યનો પ્રવાહ અહીં આવ્યો છે. આ તો ભૂલા પડ્યા એટલે અહીં આવી ગયા
(અહીં ભક્તો કહે છે કે અમારા મહા ભાગ્ય હતા તેથી સત્યમાર્ગ બતાવવા
આપ અહીં આવ્યા ને અમને આવું પરમ સત્ય પ્રાપ્ત થયું.) ગુરુદેવ કહે છે–
અત્યારે મુનિપણું નહિ, ક્ષુલ્લકપણું નહિ, બહારમાં વિશેષ ત્યાગ ન દેખાય
એટલે લોકોને અહીંની વાત સાધારણ લાગે છે, પણ બાપુ! આ તો સર્વજ્ઞ
પરમાત્મા પાસેથી આવેલો પ્રવાહ છે. સર્વજ્ઞ પરમાત્મા જે કહે છે તેમાં ને આ
વાતમાં કાંઈ ફેર નથી. આત્માનું પરમાર્થસ્વરૂપ દેખાડવાની સમયસારની શૈલિ
કોઈ અલૌકિક છે. અહીંના લોકોના ભાગ્યે મહા નિધાન આવી ગયા છે. જે
આવા નિધાનને ઠુકરાવશે તે પસ્તાશે. આ તો મહાભાગ્યે આવો અવસર મળ્‌યો
છે, તે ચૂકવા જેવો નથી. બાપુ! અત્યારે જગતના કોલાહલમાં રોકાવા જેવું
નથી, વીરરસ પ્રગટ કરીને સમભાવી આત્માને સાધી લે.

PDF/HTML Page 4 of 37
single page version

background image
: માગશર : ૨૪૯૩ આત્મધર્મ : ૧ :
વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯૩
ત્રણ રૂપિયા માગશર
વર્ષ : ૨૪, અંક : ૨
મુમુક્ષુને સ્વતત્ત્વને દેખવાની શૂરવીરતા ચડી જાય–એવો
અદ્ભુત મહિમા સંભળાવતાં ગુરુદેવ વારંવાર કહે છે કે–
સ્વતત્ત્વના અવલોકનથી આનંદનો અનુભવ થાય છે. પોતે
પોતાને દેખવામાં જે મહાન આનંદ છે, તેની જગતને કલ્પના પણ
નથી, ને બાહ્ય વસ્તુને જોવામાં આનંદ માને છે, પણ ત્યાં તો
આકુળતાનું દુઃખ છે. સુખનું ધામ તો સ્વમાં છે, તેના અવલોકનથી જ
આનંદ છે.
રે જીવ! એક વાર સ્વતત્ત્વને તો દેખ. બહારમાં મરણ જેટલી
પ્રતિકૂળતા આવે તો ય તેની દરકાર છોડીને તારા સ્વતત્ત્વને અંદરમાં
દેખ. સ્વતત્ત્વને દેખતાં નિજાનંદની મસ્તીમાં તું એવો મસ્ત થઈ જઈશ
કે જગતમાં બહારની કાંઈ મહત્તા તને નહિ રહે. બધા રસ છૂટીને
ચૈતન્યના શાંતરસમાં જ તને મગ્નતા થશે. ચૈતન્ય–આરામમાં,
આનંદના બાગમાં તું કેલિ કરીશ. શૂરવીર થઈને સ્વતત્ત્વને દેખ.

PDF/HTML Page 5 of 37
single page version

background image
: ૨ : આત્મધર્મ : માગશર : ૨૪૯૩
ચત ચત જીવ ચત!
વિકારી સંસારથી વિરક્ત થઈને ચૈતન્યના આનંદનો સ્વાદ લે
[વૈરાગ્યપ્રેરક પ્રવચન : કારતક સુદ ૧૪]
ત્મા જ્ઞાનસ્વભાવી છે; તે જ્ઞાનસ્વભાવને જાણનાર જ્ઞાની તો જ્ઞાનભાવને જ
કરે છે; રાગાદિ અન્ય ભાવોને પોતાના સ્વભાવપણે તે કરતો નથી. અજ્ઞાની પણ
અજ્ઞાનભાવવડે પોતાના શુભ–અશુભ ભાવનો કર્તા થાય, પણ પોતાથી ભિન્ન એવા
પરદ્રવ્યના કોઈ કાર્યનો કર્તા તે થઈ શકે નહિ. શુભાશુભ–રાગકાર્યનું કર્તૃત્વ તે અધર્મ,
અને વીતરાગી જ્ઞાનભાવનું કર્તૃત્વ તે ધર્મ; ચોથા ગુણસ્થાનથી જ જ્ઞાનીને જ્ઞાનભાવનું
જ કર્તૃત્વ છે ને રાગાદિ અન્યભાવોનું કર્તૃત્વ છૂટી ગયું છે.
અરે જીવ! દેહથી ભિન્ન તારા ચૈતન્યની સંભાળ તેં કદી કરી નથી. આ દેહ તો
રજકણનું ઢીંગલું છે; એનાં રજકણો તો રેતીની જેમ જ્યાંત્યાં વીંખાઈ જશે.–
રજકણ તારા રખડશે જેમ રખડતી રેત;
પછી નર ભવ પામીશ ક્યાં? ચેત ચેત નર ચેત!
રે જીવ! તું ચેતીને જાગૃત થા. આત્માને જાણનારા આઠ આઠ વર્ષના રાજકુમારો
તે સંસારથી વૈરાગ્ય પામીને માતા પાસે જઈને કહે છે કે હે માતા! રજા આપ...‘અલખ
જગાવું જંગલમાં એકલો!’ જંગલમાં જઈ મુનિ થઈ આત્મધ્યાનમાં મસ્ત બનું!
માતા કહે છે–અરે બેટા! તું તો હજી નાનો છોને! હજી આઠ જ વર્ષની તારી
ઉમર છે ને!
ત્યારે પુત્ર કહે છે–માતા! દેહ નાનો છે, પણ એટલું તો હું જાણું છું કે આ દેહ તો
સંયોગી ચીજ છે, તે હું નથી, હું તો અવિનાશી ચૈતન્ય છું.–એવા ચૈતન્યના આનંદનું
સ્વસંવેદન કરીને તે આનંદને સાધવા હું જાઉં છું. માટે હે માતા! તું મને રજા આપ. આ
અસાર સંસારમાં મને ક્યાંય હવે ચેન પડતું નથી. આ રાજમહેલ હવે

PDF/HTML Page 6 of 37
single page version

background image
: માગશર : ૨૪૯૩ આત્મધર્મ : ૩ :
ઉદાસ લાગે છે. આ પ્રવૃત્તિના પરિણામોથી હવે હું થાક્યો છું. હવે તો આનંદસ્વરૂપમાં
રમણતા કરવાની ધૂન જાગી છે. મુનિ થઈશ ને આત્માને સાધીને કેવળજ્ઞાન પામીશ.–
માટે આનંદથી રજા આપ!
ત્યારે માતા પણ પછી તો આનંદથી રજા આપે છે કે બેટા, जहा सुखं–તારા
સુખના માર્ગની આડે હું નહિ આવું! તને સુખ ઉપજે તેમ કર...ક્યાંય પ્રતિબદ્ધ ન
પામીશ. જે તારો માર્ગ છે તે જ માર્ગે અમારે પણ આવ્યે છૂટકો છે.
પછી તે રાજકુમાર મુનિ થઈ સ્મશાન વગેરેમાં એકલો જઈને આત્માનું ધ્યાન
કરે! મરણ થતાં આ શરીરને બીજા લોકો ઉપાડીને સ્મશાનમાં લઈ જાય છે, તેને બદલે
હું જાતે દેહનું મમત્વ છોડી, સ્મશાનમાં જીવતો જઈને મારા ચૈતન્યહંસલાને સાધું. આ
દેહની તો આજે આંખ ને કાલે રાખ! એવા બનાવો નજરે દેખાય છે. અરે, આવા
અવસરે આત્માને નહિ સાધ તો હે જીવ! ક્યારે આત્માને સાધીશ?
આ દેહ તો જડ છે; તારા અનંત ગુણો તો તારા ચૈતન્યધામમાં ભર્યા છે–
જ્યાં ચેતન ત્યાં અનંત ગુણ, કેવળી બોલે એમ;
પ્રગટ અનુભવ આપણો, નિર્મળ કરો સપ્રેમ...રે...
ચૈતન્યપ્રભુ! પ્રભુતા તમારી ચૈતન્યધામમાં...
ભગવાન કેવળીપ્રભુએ દિવ્યધ્વનિમાં એમ કહ્યું છે કે હે જીવ! તારા ચેતનધામમાં
તારા અનંત ગુણો ભર્યા છે; તેનો નિર્મળ પ્રેમ તું પ્રગટ કર...તારા પરિણામને અંતર્મુખ
કરીને અનંતગુણના ધામને તારામાં દેખ. અરે, જે ચૈતન્યની વાર્તા સાંભળતાં પણ હર્ષ
ઊછળે, તેના સાક્ષાત્ અનુભવના આનંદની તો શી વાત!!
ભાઈ, કરવા જેવું હોય તો આવા આત્માના અનુભવનું કાર્ય જ કરવા જેવું છે;
એની જ હોંશ ને ઉત્સાહ કરવા જેવું છે. બાકી બહારના બીજા કાર્યોની કે ઈન્દ્રિય સંબંધી
ઉઘાડની હોંશ કરવા જેવી નથી. જેમાં ચૈતન્યના ઉપયોગની જાગૃતિ હણાય તે ભાવમરણ
છે. એક દેહ છોડીને બીજા દેહમાં જતાં વચ્ચે જીવને ઉપયોગની જાગૃતિ રહેતી નથી તેથી
ખરેખર તેને મરણ કહ્યું છે. રસ્તામાં જીવના ઉપયોગની જે સંખ્યા ગણાવી છે તે તો તે
પ્રકારના ઉઘાડની શક્તિ છે તે અપેક્ષાએ કહ્યું છે, પણ ત્યાં લબ્ધરૂપ ઉઘાડ છે,
ઉપયોગરૂપ નથી. ત્યાં ઉપયોગનો અભાવ થઈ જાય છે તેથી મરણ કહ્યું.

PDF/HTML Page 7 of 37
single page version

background image
: ૪ : આત્મધર્મ : માગશર : ૨૪૯૩
દેહની ક્રિયા તો જડ છે. મરવા ટાણે બોલવા માંગે પણ બોલી ન શકે;–એ તો
ક્યાં જીવને આધીન છે! તારો ઉપયોગ તારે આધીન છે, પણ જડની–ઈન્દ્રિયોની ક્રિયા
તારે આધીન નથી.
અરે ભાઈ, તું તો વીરનો પુત્ર! વીર–માર્ગનો તું અફરગામી! અને પરભાવના કે
આત્માનો સ્વાદ તો અચલિત વિજ્ઞાનઘનરૂપ છે. પુદ્ગલનો સ્વાદ (ખાટો–
મીઠો) તે તો જડ છે, ને રાગના સ્વાદમાં આકુળતા છે, તે કષાયેલો–કષાયવાળો સ્વાદ
છે,–તે બંને સ્વાદથી જુદો પરમ શાંતરસરૂપ વિજ્ઞાનઘન સ્વાદ તે તારો સ્વાદ છે.
સ્વાનુભવમાં જ્ઞાનીને આવા ચૈતન્યસ્વાદનું વેદન થયું છે.
જેને પોતાના ચૈતન્યના શાંતરસની ખબર નથી, તેનો સ્વાદ ચાખ્યો નથી, તે
જીવ અજ્ઞાનથી શુભ–અશુભભાવોના સ્વાદને પોતાનો–આત્માનો સ્વાદ સમજે છે, ને
તેથી તે વિકારીભાવોનો તે કર્તા થાય છે. અરે, તારા ચૈતન્યપૂરનો એકરૂપ પ્રવાહ, તેને
ઈન્દ્રિયરૂપી પૂલના નાળાં વડે રોકીને તું ખંડખંડ કરી નાખે છે ને રાગ સાથે ભેળસેળ
કરીને ભિન્ન ચૈતન્યસ્વભાવને તું ભૂલી રહ્યો છે. બાપુ! તારા સ્વાદમાં તો આનંદ હોય?
કે આકુળતા હોય? ચૈતન્યખેતરમાં તો આનંદનાં અમૃત પાકે, કે વિકારનાં ઝેર પાકે? એ
ઝેરીપરિણામોમાં અમૃતસ્વરૂપ આત્મા કેમ વ્યાપે? આનંદસ્વરૂપ આત્માનું વ્યાપ્ય
(રહેવાનું સ્થાન) તે ઝેરરૂપ કેમ હોય? ભાઈ! તારું વ્યાપ્ય એટલે તારું રહેવાનું ધામ
તો તારા ચૈતન્યપરિણામમાં છે, આનંદથી ભરેલા વિજ્ઞાનમય નિર્મળભાવમાં તું રહેનારો
(વ્યાપક) છો, તે જ તારું રહેવાનું ધામ છે. આવા ધામમાં આત્માને રાખવો તેમાં તેની
રક્ષા છે; ને વિકારવડે તેની હિંસા થાય છે. બાપુ! વિકારના કર્તૃત્વ વડે તારા આત્માને તું
ન હણ...તારા ચૈતન્યસ્વાદને ખંડિત ન કર. વિકારથી ભિન્ન ચૈતન્યસ્વાદને અખંડ
રાખીને તેને અનુભવમાં લે.
*
(जयजिनेन्द्र)

PDF/HTML Page 8 of 37
single page version

background image
: માગશર : ૨૪૯૩ આત્મધર્મ : પ :
સર્વજ્ઞે જોયેલો પરમાર્થ જીવ કેવો છે?
[વિકારને આત્મસ્વભાવ માનનારો સર્વજ્ઞને જાણતો નથી.]
અહો, આચાર્યભગવાને ભેદજ્ઞાનની
કોઈ અપૂર્વ વાત સમજાવી છે. સર્વજ્ઞની
સાક્ષીથી ને પોતાના સ્વાનુભવની નિઃશંકતાથી
ચેતનની ને રાગની અત્યંત ભિન્નતા યુક્તિ
વડે સમજાવી છે. અરે, એક વાર ‘યાહોમ’
કરીને ચૈતન્યસ્વભાવમાં ઝંપલાવ. સર્વથા
રાગ વગરનો ચૈતન્યસ્વભાવ, એ તે શું રાગ
સામે જોયે અનુભવમાં આવતો હશે? છોડ
એની દ્રષ્ટિ, મૂક તારું માન, ને ઝંપલાવ
ચૈતન્ય દરિયામાં!
[સમયસાર ગાથા ૪૪ ઉપરના પ્રવચનમાંથી]
આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તે અચેતનસ્વરૂપ નથી, રાગાદિસ્વરૂપ નથી,–આવા
આત્માનો જેણે અનુભવ કર્યો તેને મોક્ષમાર્ગ થયો.
જે જીવો આવા આત્માને અનુભવતા નથી ને માત્ર શુભરાગમાં ધર્મ માનીને
અટકી ગયા છે તેવા જીવો મોક્ષને સાધવામાં નામર્દ છે, પુરુષાર્થ વગરના છે; મોહને
મારવાની શક્તિ તેનામાં નથી.
ભગવાન સર્વજ્ઞદેવે આત્માને તો પરમ ચૈતન્યમય કહ્યો છે, ને સમસ્ત રાગાદિ
અન્ય ભાવોને ચૈતન્યથી ભિન્ન કહ્યા છે, એટલે અચેતન કહ્યા છે, ને અચેતન હોવાથી
તે પુદ્ગલમય કહ્યા છે, પણ જીવના સ્વભાવમય તે નથી.–ધર્મી જીવ આવા આત્માને જાણે

PDF/HTML Page 9 of 37
single page version

background image
: ૬ : આત્મધર્મ : માગશર : ૨૪૯૩
છે, ને તેને જ સર્વજ્ઞની ખરી શ્રદ્ધા છે; જે જીવ આવા આત્માને જાણતો નથી તે સર્વજ્ઞને
પણ જાણતો નથી.
ભગવાન સર્વજ્ઞદેવ સમસ્ત લોકના પ્રકાશક છે, વિશ્વને સાક્ષાત્ જાણનારા છે, ને
વીતરાગ છે. આવા નિર્દોષ સર્વજ્ઞ ભગવાને તો આ જ્ઞાનસૂર્યને ચૈતન્ય–કિરણોવાળો
દેખ્યો છે; રાગનો અંધકાર તેનામાં નથી. આત્માના સ્વાનુભવમાં તે ભાવો પ્રવેશતા
નથી. આત્માનો સ્વભાવ નથી માટે તેને પુદ્ગલનો સ્વભાવ કહ્યો. આત્માના
સ્વભાવમાં તન્મય થનાર જીવને તે વિકારી ભાવો પોતામાં બિલકુલ અનુભવાતા નથી,
પણ સ્વભાવથી તે ભિન્ન જ રહે છે. –જીવનો પરમાર્થ સ્વભાવ તો આવો ધર્મી જીવ
જાણે છે. છતાં જેઓ રાગાદિ કલુષભાવોને આત્મા માને છે તેઓ પરમાર્થજીવને જાણતા
નથી, વ્યવહારજીવ તે ખરો જીવ નથી; પરમાર્થજીવ એટલે શુદ્ધચેતનસ્વભાવી જીવ તે જ
ખરો જીવ છે, ને તેના જ અનુભવ વડે સમ્યગ્દર્શનાદિ થાય છે.
ચૈતન્યભાવથી વિરુદ્ધ એવા જે અન્ય રાગાદિભાવો તેને ભગવાન સર્વજ્ઞદેવે
જીવસ્વભાવ તરીકે જોયા નથી, સર્વજ્ઞના આગમમાં તેને જીવસ્વભાવ કહ્યા નથી, ને
જ્ઞાનીના અનુભવમાં તેઓ જીવ તરીકે અનુભવાતા નથી.
તે રાગાદિ પરભાવોને સર્વજ્ઞદેવે જીવસ્વભાવથી જુદા જાણ્યા છે, સર્વજ્ઞના
આગમમાં તેને જીવસ્વભાવથી જુદા કહ્યા છે ને જ્ઞાનીને જીવસ્વભાવનો જે અનુભવ છે
તેનાથી પણ તે ભિન્ન જ છે.
અહીં તો કહે છે કે ચેતનથી અન્ય એવા રાગાદિભાવોને જેઓ જીવસ્વભાવ કહે
છે તેઓ સત્યાર્થવાદી જ નથી, સાચું સ્વરૂપ તેઓ જાણનારા નથી. ત્રણ જગતને
જાણનારા એવા પરમ સત્યવાદી સર્વજ્ઞદેવે જીવને ચેતનસ્વભાવમય કહ્યો છે.
ચેતનભાવને અને રાગભાવને એકમેક કહે તે વચન સત્ય નહિ, તે વચન સર્વજ્ઞનું નહિ.
જુઓ, આ સર્વજ્ઞના વચનને ઓળખવાની રીત! જીવના ચેતનભાવને, અને
રાગાદિ અચેતનભાવને, બંનેને ભિન્નભિન્ન ઓળખાવે તે સર્વજ્ઞનું વચન છે, ને એવું
ઓળખે તે સર્વજ્ઞને ઓળખે છે. પણ રાગાદિ અન્યભાવોના અંશમાત્રને ચેતનભાવમાં
જે ભેળવે, અથવા તે રાગાદિભાવોથી ચેતનને અંશમાત્ર લાભ માને તો તેને સર્વજ્ઞના
વચનની પણ ખબર નથી ને સર્વજ્ઞને પણ તે ઓળખતો નથી.
મતિ–શ્રુતજ્ઞાન અંતર્મુખ થઈને આત્માનું જે સ્વસંવેદન કરે છે તેમાં રાગની
અપેક્ષા નથી; સ્વસંવેદન જ્ઞાનવડે પોતે પોતાને પ્રત્યક્ષ થાય છે–એવી આત્માની તાકાત
છે. પોતે પોતાને સ્પષ્ટ પ્રકાશે એવી પ્રકાશશક્તિ આત્મામાં છે એટલે તે પોતે પોતાને

PDF/HTML Page 10 of 37
single page version

background image
: માગશર : ૨૪૯૩ આત્મધર્મ : ૭ :
સ્વસંવેદનથી પ્રત્યક્ષ થાય છે.–આમ સ્વાનુભવ વડે જેણે ચેતનભાવને અને રાગભાવને
જુદા જાણ્યા, ચૈતન્યસ્વાદને તો પોતાનો જાણ્યો ને રાગના આકુળસ્વાદને પોતાથી
ભિન્ન જાણ્યો, તેણે સર્વજ્ઞને ઓળખ્યા, તેણે જ્ઞાનીને ઓળખ્યા, તેણે સર્વજ્ઞના માર્ગને
ઓળખ્યો.
વિકલ્પ તો ચેતન નથી, અ–ચેતન છે, તેના વડે ચેતનનો અનુભવ કેમ થાય? ન
થાય. પણ તેનાથી ભિન્નતા વડે, જ્ઞાનભાવવડે જ ચેતનનો અનુભવ થાય છે. જ્ઞાન
જ્યારે રાગથી જુદું પડીને અંતરમાં વળી જાય છે ત્યારે આત્માનું પ્રત્યક્ષ સંવેદન અને
નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય છે. આ સિવાય બીજા લાખ ઉપાયે પણ આત્મા
અનુભવમાં આવે તેવો નથી.
કોલસો ને કાળાશ ભલે એક હોય, પણ કોલસો ને સોનું કાંઈ એક નથી; તેમ
રાગાદિ વિકલ્પો અને અચેતન–તેને ભલે એકતા હોય, પણ તે રાગાદિ કોલસાને અને
ચૈતન્ય–સોનાને કાંઈ એકતા નથી, તે તો જુદા જ છે.
અહો, સર્વજ્ઞ પરમેશ્વરના ઘરની આ વાત જડ–ચેતનની અત્યંત ભિન્નતા દેખાડે
છે, રાગને ય ચેતનથી અત્યંત ભિન્ન પાડીને શુદ્ધચેતનસ્વરૂપ પરમાર્થજીવ દેખાડે છે.
અરે, એકવાર તારા આવા આત્માને દેખ તો ખરો! તારા ચેતનની અપાર મોટપ છે.
તારો મોટપ પાસે રાગાદિ તો સાવ તુચ્છ છે. સર્વજ્ઞ જેવા વૈભવથી ભરેલો તું છો. તારા
ચૈતન્યપેટમાં સર્વજ્ઞતા ભરેલી છે. તેના વેદનથી તને આનંદ પ્રગટશે, પ્રભુતા પ્રગટશે.
અહો, આચાર્યભગવાને ભેદજ્ઞાનની કોઈ અપૂર્વ વાત સમજાવી છે.
जय जिनेन्द्र
મોત દુઃખદાયક નથી પરંતુ વૈરાગ્ય અભય છે.
મોહ દુઃખદાયક છે. જ્યાં વૈરાગ્ય છે ત્યાં ભય નથી.

PDF/HTML Page 11 of 37
single page version

background image
: ૮ : આત્મધર્મ : માગશર : ૨૪૯૩
અનુભવના અભ્યાસની પ્રેરણા
(સમયસાર કળશ ૩૪ ના પ્રવચનમાંથી)
અરે જીવો, આ ચૈતન્યતત્ત્વ અંતરમાં સ્વસંવેદન વડે જ્ઞાનીઓને અનુભવગમ્ય
છે, યુક્તિથી ને આગમથી પણ તે સિદ્ધ થાય છે. હે ભવ્ય! હે આત્માના શોધક! બીજા
નકામા કોલાહલથી તું વિરક્ત થા...અને અંતરમાં જ્ઞાનસ્વરૂપ આત્મા દેહથી જુદો છે
તેને અનુભવવા માટે એકધારો છ મહિના પ્રયત્ન કર...અંતરંગમાં ભેદજ્ઞાનનો અભ્યાસ
કર, નિશ્ચળપણે–લગનીપૂર્વક અંતરમાં અભ્યાસ કર. એમ કરવાથી તને તારા અંતરમાં
જ ભિન્ન–ચૈતન્યતત્ત્વ અનુભવમાં આવશે. અરે જીવ! તું નિશ્ચળપણે અભ્યાસ કર તો
છ મહિનામાં જરૂર તને આત્મપ્રાપ્તિ થાય. છ મહિના સુધી આત્માની લગનીમાં લાગ્યો
રહે ને તેમાં ભંગ પડવા ન દ્યે તો નિર્મળ અનુભૂતિ થયા વગર રહે નહિ. એક શરત છે
કે બીજો કોલાહલ છોડીને પ્રયત્ન કરવો. અરે, મારું ચૈતન્યતત્ત્વ શું છે? –એમ અંતરમાં
કુતૂહલ કરીને, તેની સન્મુખ થઈને અભ્યાસ કર. છ મહિના તો વધુમાં વધુ કાળ આપ્યો
છે. કોઈને ટૂંકા કાળમાં પણ થઈ જાય. પરિણામમાં એવો તીવ્ર રસ છે કે આત્માના
અનુભવના અભ્યાસની ધારાને તોડતો નથી. શરીરનું–કુટુંબનું શું થશે–એવા વિકલ્પના
કોલાહલને મૂક એક બાજું, ને ચૈતન્યસ્વભાવના મહિમાનું ઘોલન કર. અંતર્મુખ થવાનો
પ્રયત્ન છ મહિના કર ને બહિર્મુખની ચિંતા છોડ. તું બહારની ચિંતા ન કર તોપણ તેનું
જે થવાનું છે તે થવાનું છે, ને તું ચિંતા ન કર તોપણ તેનું કાંઈ અટકી જવાનું નથી. માટે
તું તેની ચિંતા છોડીને એકવાર તો સતતપણે તારા આત્માના પ્રયત્નમાં લાગ...છ
મહિના તો ચૈતન્યના ચિંતનમાં તારા ઉપયોગને જોડ. આવા ધારાવાહી પ્રયત્નથી જરૂર
તને આનંદસહિત તારા અંતરમાં આત્માનો અનુભવ થશે.
અહા, જુઓ તો ખરા! આચાર્યદેવે કેવી કોમળતાથી સમજાવ્યું છે! આત્માના
અનુભવની કેવી પ્રેરણા આપી છે! ભાઈ, તારી વસ્તુ તારા અંતરમાં છે, તેની સન્મુખ
પ્રયત્ન કરતાં તે પ્રાપ્ત થયા વગર રહે નહીં.

PDF/HTML Page 12 of 37
single page version

background image
: માગશર : ૨૪૯૩ આત્મધર્મ : ૯ :
બહારના અનંતકાળના પ્રયાસે કાંઈ હાથ ન આવ્યું, એક રજકણ પણ તેનો થયો
નથી, છતાં તેમાં લાગ્યો રહે છે તે મોટી દરિયા ભરાય એવડી મુર્ખાઈ છે. અને જો
અંતરમાં ચૈતન્યની પ્રાપ્તિનો પ્રયત્ન કરે તો અંતર્મુહૂર્તમાં તેની પ્રાપ્તિ થાય ને
સાદિઅનંતકાળનું સુખ પ્રાપ્ત થાય. સ્વરૂપના અભ્યાસ વડે સ્વરૂપની પ્રાપ્તિ જરૂર થાય
છે. પરની પ્રાપ્તિ તો ન થાય, પણ પોતાની વસ્તુ તો પોતામાં મોજુદ છે, જો ચેતીને–
જાગૃત થઈને જુએ તો પોતાનું સ્વરૂપ પોતાના વેદનમાં આવે છે. પોતાનું સ્વરૂપ કાંઈ
પોતાથી દૂર નથી, અંતર્મુખ થતાં પોતે જ જ્ઞાન–આનંદસ્વરૂપ છે એમ અનુભવમાં
આવે છે.
ઉત્કૃષ્ટ પ્રયત્ન કરે તો એક અંતર્મુહૂર્તમાં જ અજ્ઞાનનો પડદો તોડી નાખીને
સ્વસ્વરૂપનો અનુભવ થાય છે. પણ શિષ્યને બહુ કઠણ લાગતું હોય તો તેને વધુમાં વધુ
છ મહિનાનો સમય લાગવાનું કહ્યું છે. નિષ્પ્રયોજન કોલાહલ છોડીને સ્વરૂપના પ્રયત્નમાં
લાગવાથી તત્કાળ તેની પ્રાપ્તિ થાય છે. પામનારા અંતર્મુહૂર્તમાં પામ્યા છે; અંતર્મુહૂર્તમાં
કેવળજ્ઞાન પણ થાય છે. તો પછી સમ્યગ્દર્શન તો સુગમ છે પણ તે માટે અંતર્મુખ પ્રયત્ન
જોઈએ. નજરની આળસે પોતે પોતાના સ્વરૂપને દેખતો નથી,–પણ છે તો અંતરમાં જ.
માટે હે ભવ્ય! બીજો બધો કોલાહલ છોડીને એક ચિદાનંદતત્ત્વની પ્રાપ્તિના પ્રયત્નમાં
તારા ઉપયોગને જોડ કે જેથી તુરતમાં જ તને તારો આત્મા અનુભવમાં આવશે.
આરાધના
અનાદિ મિથ્યાદ્રષ્ટિ એવા ભદ્રણાદિ રાજપુત્રો તે ભવમાં પહેલી જ વાર
ત્રસપણું પામ્યા અને જિનેન્દ્રદેવના પાદકમળની નીકટમાં ધર્મશ્રવણ કરીને
સમ્યગ્દર્શન તથા સંયમને પામ્યા અને ઘણા જ થોડા કાળમાં રત્નત્રયની
પૂર્ણતા કરીને સિદ્ધ થયા...માટે આરાધના જ સાર છે.
(–ભગવતી આરાધના ગાથા ૧૭)

PDF/HTML Page 13 of 37
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : માગશર : ૨૪૯૩
ભગવન ઋષભદવ
તેમના છેલ્લા દસ અવતારની આનંદકારી કથા
(મહાપુરાણના આધારે: લે. બ્ર. હરિલાલ જૈન)
[લેખાંક આઠમો]
[૧. મહાબલ રાજા; ર. લલિતાંગદેવ; ૩. વજ્રજંઘ રાજા;
૪. ભોગભૂમિમાં સમ્યક્ત્વપ્રાપ્તિ; પ. શ્રીધરદેવ; ૬. સુવિધિ
રાજા; ૭. અચ્યુતેન્દ્ર; ૮. વજ્રનાભિ ચક્રવર્તી; એ આઠ ભવ પછી
અત્યારે આપણા ચરિત્રનાયક સર્વાર્થસિદ્ધિમાં અહમિન્દ્રપણે
બિરાજી રહ્યા છે.
]

PDF/HTML Page 14 of 37
single page version

background image
: માગશર : ૨૪૯૩ આત્મધર્મ : ૧૧ :
[૯]
ઋષભદેવનો પૂર્વભવ : સર્વાર્થસિદ્ધિ–દેવલોક
(વિષયો વગરના સુખની સિદ્ધિ)
સર્વાર્થસિદ્ધિ નામનું તે વિમાન લોકના અંતભાગથી બાર જોજન નીચે છે.
સર્વશ્રેષ્ઠ એવા એ વિમાનની લંબાઈ–પહોળાઈ ને ગોળાઈ જંબુદ્વીપ જેટલી છે. સ્વર્ગના
૬૩ પટલ (માળ) ના અંતિમ ભાગમાં ચૂડામણિ રત્નસમાન તે શોભે છે. તે વિમાનમાં
ઉત્પન્ન થનાર જીવના સર્વ મનોરથની આપોઆપ સિદ્ધિ થાય છે–તેથી તેનું
‘સર્વાર્થસિદ્ધિ’ નામ સાર્થક છે. ઘણું જ ઊંચું આ વિમાન પોતાની ફરકતી ધજાવડે જાણે
કે મુનિવરોને સુખ દેવા માટે બોલાવી રહ્યું હોય–એવું શોભે છે. (એકાવતારી ભાવલિંગી
મુનિવરો જ સર્વાર્થસિદ્ધિમાં જાય છે.) ત્યાંની ભૂમિ દિવ્ય મણિ–રત્નોની અનેકવિધ
રચના વડે શોભી રહી છે.
આ પ્રમાણે અકૃત્રિમ અને શ્રેષ્ઠ રચનાઓ વડે શોભાયમાન એવા આ
સર્વાર્થસિદ્ધિવિમાનમાં ઉપજીને આપણા ચરિત્રનાયક ક્ષણમાત્રમાં તો યૌવન દશાને
પામ્યા. તેમનું શરીર એવું સુંદર હતું કે જાણે અમૃતનું બનેલું હોય! શાસ્ત્રકાર કહે છે કે,
પુણ્યોદયને કારણે, આ સંસારમાં જે શુભ સુગંધિત અને સ્નિગ્ધ પરમાણુઓ હતા તે જ
પરમાણુઓથી તેમના ઉત્તમ શરીરની રચના થઈ હતી; જીવતપર્યંત જેનો નાશ ન થાય
એવી ઉત્તમ સ્વર્ગવિભૂતિ પણ તેની સાથે જ ઉપજી હતી. અનેક પ્રકારની ઉત્તમ
ઋદ્ધિઓથી સુશોભિત એવા વૈક્રિયિક શરીરને ધારણ કરનાર તે અહમિન્દ્ર સર્વાર્થસિદ્ધિમાં
જિનેન્દ્રદેવની અકૃત્રિમ પ્રતિમાઓનું પૂજન કરતા હતા અને પોતાના ક્ષેત્રમાં જ વિહાર
કરતા હતા. મનોહર ગંધ, અક્ષત વગેરે પદાર્થો તેને ઈચ્છા કરતાંવેંત પ્રાપ્ત થતા હતા,
અને તેના વડે તે વિધિપૂર્વક પુણ્યબંધ કરનારી એવી જિનપૂજા કરતા હતા. પુણ્યાત્મા
જીવોમાં સૌથી પ્રધાન એવા તે અહમિન્દ્ર તે સર્વાર્થસિદ્ધિવિમાનમાં જ સ્થિત રહીને
સમસ્ત લોકમાં રહેલી જિનપ્રતિમાઓની પૂજા કરતા હતા; તે પુણ્યાત્મા અહમિન્દ્રે
પોતાના વચનની પ્રવૃત્તિ જિનદેવની પૂજાસ્તુતિ કરવામાં લગાવી હતી, મન ભગવાનને
નમસ્કાર કરવામાં જોડયું હતું, અને શરીર ભગવાનને નમસ્કાર કરવામાં લગાવ્યું હતું.
વગર બોલાવ્યે પણ

PDF/HTML Page 15 of 37
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : માગશર : ૨૪૯૩
ધર્મગોષ્ઠીમાં આવનારા, પોતાના જેવી જ ઋદ્ધિને ધારણ કરનારા અને શુભભાવથી
યુક્ત એવા બીજા અહમિન્દ્રોની સાથે ઘણા આદરપૂર્વક તે સંભાષણ કરતા હતા. કોઈ
વાર તે હર્ષપૂર્વક અહમિન્દ્રોની સાથે તત્ત્વચર્ચા કરતા હતા, તો કોઈવાર પોતાના
નિવાસની નજીકના ઉપવનમાં સરોવરના કિનારે રાજહંસની જેમ ક્રીડા કરતા હતા.
શુક્લલેશ્યાના પ્રભાવથી પોતાના વૈભવમાં સંતુષ્ટ રહેનારા તે અહમિન્દ્રને પોતાના
નિરૂપદ્રવ સુખમયસ્થાનમાં જેવી ઉત્તમ પ્રીતિ હોય છે તેવી બીજે ક્યાંય થતી નથી, તેથી
પરક્ષેત્રમાં જવાની ઈચ્છા જ તેમને થતી નથી. જોકે તેમની ગમન કરવાની શક્તિ તો
ઘણી છે, પણ તે પ્રકારની આકુળતા ન હોવાથી પોતાના વિમાનથી બહાર તેઓ ગમન
કરતા નથી. ‘હું જ ઈન્દ્ર છું, મારા સિવાય અન્ય કોઈ ઈન્દ્ર નથી’ એવા આત્મસંતોષથી
તે ઉત્તમદેવ ‘અહમિન્દ્ર’ નામથી પ્રસિદ્ધ થાય છે. તે અહમિન્દ્રદેવોમાં એકબીજા પ્રત્યે
ઈર્ષા નથી, બીજાની નિંદા કે પોતાની પ્રશંસા નથી. તેઓ સુખી ને હર્ષસહિત વર્તતા થકા
સદા કિલોલ કરે છે.
આવા સર્વાર્થસિદ્ધિ–વિમાનમાં ઊપજેલો આપણા ચરિત્રનાયક વજ્રનાભિનો જીવ
અહમિન્દ્ર પોતાના આત્માથી ઉત્પન્ન થયેલા સ્વાધીન પરમ આનંદને ભોગવતો હતો.
૩૩ સાગર તેનું આયુષ્ય હતું; એક હાથ ઊંચું ને હંસ જેવું ધોળું અત્યંત સુંદર તેનું શરીર
હતું. તે શરીરના શુદ્ધ અને તેજસ્વી કિરણોનો પ્રકાશ દશે દિશામાં ફેલાતો હતો. આ રીતે
ઈન્દ્રાદિ દેવોનેય અગોચર ને પરમ આનંદદાયક એવા શ્રેષ્ઠ સર્વાર્થસિદ્ધિપદને તે પામ્યો.
સર્વાર્થસિદ્ધિમાં તે અહમિન્દ્ર તેત્રીસ હજાર વર્ષે માનસિક દિવ્યઆહાર ગ્રહણ
કરતા હતા; સાડા સોળ મહિને એકવાર શ્વાસોશ્વાસ લેતા હતા. પોતાના અવધિજ્ઞાનરૂપી
દીપકવડે તે ત્રસનાડીમાં રહેલા જાણવાયોગ્ય મૂર્તિક દ્રવ્યોને તેમની પર્યાયો સહિત
પ્રકાશીત કરતા હતા. તે અહમિન્દ્રને પોતાના અવધિજ્ઞાનના ક્ષેત્ર જેટલી વિક્રિયા
કરવાનું સામર્થ્ય હતું, પરંતુ રાગરહિત હોવાને કારણે વગર પ્રયોજને તેઓ કદી વિક્રિયા
કરતા નહિ. જાણે જગતનું બધું સૌન્દર્ય એક જગાએ એકઠું થયું હોય એવી સુંદર તેમની
મુદ્રા હતી. છઠ્ઠા ગુણસ્થાનવર્તી મુનિરાજને આહારકઋદ્ધિથી ઉત્પન્ન થયેલા આહારક
શરીરની માફક તે અહમિન્દ્રનું વૈક્રિયિકશરીર દેદીપ્યમાન હતું. જિનેન્દ્રદેવે જે એકાન્ત
અને શાંતરૂપ સુખનું નિરૂપણ કર્યું છે તે બધું સુખ જાણે કે આ અહમિન્દ્ર પાસે ભેગું
થયું હતું.

PDF/HTML Page 16 of 37
single page version

background image
: માગશર : ૨૪૯૩ આત્મધર્મ : ૧૩ :
વજ્રનાભિના તે આઠે ભાઈઓ (વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત, બાહુ,
સુબાહુ, પીઠ અને મહાપીઠ), તેમજ શ્રીમતીનો જીવ ધનદેવ,–એ નવે જીવો પણ
પુણ્યપ્રભાવથી વજ્રનાભિની સાથે જ સર્વાર્થસિદ્ધિમાં અહમિન્દ્ર થયા. સર્વાર્થસિદ્ધિમાં
ઊપજેલા તે અહમિન્દ્રો મોક્ષસુખ જેવા સુખનો અનુભવ કરતા થકા, વિષયભોગો વગર
(પ્રવીચાર રહિત) જ દીર્ઘકાળ સુધી પ્રસન્ન રહેતા હતા. તે અહમિન્દ્રોને શુભકર્મના
ઉદયથી જે નિર્બાધ સુખ થાય છે તે પૂર્વોક્ત પ્રવીચારસહિત વિષયભોગોના સુખથી
અનંતગણું હોય છે.
પ્રશ્ન:– સંસારમાં જીવોને સ્ત્રી વગેરેના સંયોગથી સુખની પ્રાપ્તિ થાય છે, તો તેના
અભાવમાં સર્વાર્થસિદ્ધિના અહમિન્દ્રોને સુખ કઈ રીતે છે?
ઉત્તર:– સુખ બાહ્યવિષયોમાં નથી; ભગવાન જિનેન્દ્રદેવે આકુળતા રહિત વૃત્તિને
સુખ કહ્યું છે; તેથી, જેમનું ચિત્ત અનેક પ્રકારના વિષયોની આકુળતાથી વ્યાકુળ છે એવા
સરાગી જીવોને તે સુખ ક્યાંથી હોય? જેમ શરીરમાં શિથિલતા ને ચિત્તમાં મોહ ઉત્પન્ન
કરનાર જ્વર (તાવ) તો સંતાપરૂપ છે, તે સુખરૂપ નથી; તેમ સ્ત્રી–સેવનરૂપ કામજ્વર
પણ શરીરને શિથિલ કરનાર તે ચિત્તમાં મોહ કરનાર છે, તે તો લાલસા અને સંતાપ
વધવાનું કારણ છે, તે સુખરૂપ નથી. જેમ કડવી દવાનું સેવન રોગી જીવો જ કરે છે,
નીરોગી નહિ, તેમ વિષયોરૂપી કડવી ઔષધિનું સેવન ઈચ્છારૂપી રોગથી દુઃખી
(આકુળ) જીવો જ કરે છે, નિરાકૂળ જીવોને વિષયસેવન હોતું નથી. જ્યારે મનોહર
વિષયોનું સેવન માત્ર તૃષ્ણા વધારનાર જ છે, સંતોષનું કારણ નથી, તો પછી તૃષ્ણારૂપી
જ્વાળાથી સંતપ્ત તે જીવ સુખી કેમ હોઈ શકે? સુખ તો આત્મામાં છે, વિષયોમાં નહિ;
આત્મા પોતાના અનાકુળભાવથી પોતે જ્યાં સુખરૂપ થયો, ત્યાં બાહ્યવિષયો વગર જ
તેને સુખ છે. જેમ,–જે ઔષધિ રોગને દૂર ન કરી શકે તે ખરી ઔષધિ જ નથી, જે જળ
તરસને દૂર ન કરી શકે તે ખરેખર જળ નથી, જે ધન આપત્તિને દૂર ન કરી શકે તે
ખરેખર ધન નથી, તેમ જે વિષયસુખો તૃષ્ણાને મટાડી ન શકે તે ખરેખર સુખ નથી,
એટલે ઈન્દ્રિયવિષયોથી ઊપજેલું સુખ તે ખરેખર સુખ છે જ નહિ. જેમ સ્વસ્થ મનુષ્યને
ઔષધિનું સેવન હોતું નથી તેમ ઈચ્છારહિત સંતોષી જીવને વિષયોનું સેવન હોતું નથી.
જેમ સ્વસ્થ મનુષ્ય ઔષધિસેવન વગર જ સુખી રહે છે તેમ કામેચ્છારહિત સંતોષી
અહમિન્દ્રો વિષયસેવન વગર જ સુખી રહે છે. એ પરમ સ્વાસ્થ્યરૂપ સુખ વિષયોમાં
અનુરાગીને હોતું નથી; કેમકે તે વિષયો

PDF/HTML Page 17 of 37
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : માગશર : ૨૪૯૩
ભોગવ્યા પહેલાં, ભોગવતી વખતે તેમજ ભોગવ્યા પછી પણ દાહજનક (આકુળતારૂપ)
છે, વિદ્વાન પુરુષો તે જ સુખને ચાહે છે કે જેમાં મન વિષયોથી નિવૃત્ત થઈ જાય છે–ચિત્ત
સંતુષ્ઠ થાય છે; પરંતુ એવું નિરાકુળ સુખ તે વિષયાન્ધ મનુષ્યોને ક્યાંથી પ્રાપ્ત થાય, કે
જેમનું ચિત્ત સદાય વિષયોની પ્રાપ્તિ કરવા માટે ખેદખિન્ન થઈ રહ્યું છે! બાહ્યવિષયોમાં
સુખ શોધનારને આકુળતા કદી મટતી નથી ને સુખ કદી મળતું નથી. વિષયોના
અનુભવથી પ્રાણીઓને જે સુખ લાગે છે તે પરાધીન છે, બાધાઓથી સહિત છે,
વ્યવધાન (અંતરાય) વાળું છે, અને કર્મબંધનું કારણ છે તેથી તે દુઃખ જ છે, વિષયો
દારૂણ વિષ જેવા છે, તે ભોગવતી વખતે રમણીય લાગે છે પણ ખરજવાની ખાજની
માફક તે દુઃખ દેનારા જ છે. જ્યાં સુધી મનમાં વિષયોની ઈચ્છા વિદ્યમાન છે ત્યાં સુધી
જીવનું સાચું સુખ કદી મળતું નથી. સાચું સુખ ત્યારે જ થાય છે કે જ્યારે મનમાંથી
વિષયોની ચાહ નીકળી જાય. સર્વાર્થસિદ્ધિના દેવોએ આત્માના અતીન્દ્રિય સુખને ચાખ્યું
છે અને વિષયોની ચાહના તેમના મનમાંથી નીકળી ગઈ છે તેથી બાહ્યવિષયો વિના જ
તેઓ ખરેખર સુખી છે. જગતમાં પ્રિય સ્ત્રીના સંસર્ગથી જ જીવોને જો સુખ થતું હોય તો
તો ગંધાતા કૂતરા–કાગડા–હરણ ને પક્ષી વગેરે તિર્યંચો પણ સુખી હોવા જોઈએ. જેમ
કડવા લીમડામાં ઉત્પન્ન થયેલ કીડો તેના કડવા રસના ભોગવટામાં પણ મધુરતા
માનીને રતિ કરે છે, તેમ સંસારરૂપી વિષ્ઠામાં ઉત્પન્ન થયેલો આ મનુષ્યરૂપી કીડો,
સ્ત્રીઆદિ વિષયોના ભોગવટામાં થતા ખેદને સુખ માનીને તેમાં લીન રહે છે!
વિષયસેવનની પ્રીતિને જ જો સુખ માનવામાં આવે તો, કૂતરા અને ભૂંડ જેને પ્રીતિથી
ખાય છે એવી વિષ્ઠામાં પણ સુખ માનવું જોઈએ. અરે, વિષયસેવનની ઈચ્છાવાળા
જંતુઓ નિંદ્યવસ્તુના સેવનમાં પણ મહાસુખ માને છે! વિષયોપભોગમાં આકુળ જીવનું
શરીર શિથિલ થઈ જાય છે, કંપે છે,–જો એવા જીવોને પણ સુખી કહેશો તો સંસારમાં
દુઃખી કોને કહેશો? મૂરખા જીવો જ વિષયસેવનમાં સુખની કલ્પના કરે છે. જેમ કૂતરાને
હાડકામાંથી જરાપણ રસ આવતો નથી, વ્યર્થ કલ્પનાથી જ તેમાં તે સુખ માને છે; તેમ
વિષયોના સેવનમાં પ્રાણીઓને જરાપણ સુખ પ્રાપ્ત થતું નથી, પણ મોહથી વ્યર્થ કલ્પના
કરીને તે પોતાને સુખી માને છે. વિષયોમાં સુખની આવી વિપરીત માન્યતા તે મિથ્યાત્વ
છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રવડે કર્મોના ક્ષયથી કે ઉપશમથી જે આત્માનો સ્વાભાવિક
આહ્લાદ ઉત્પન્ન થાય છે તે જ સુખ છે. તે સુખ અન્ય વસ્તુઓના આશ્રયે કદી ઉત્પન્ન
થતું નથી.

PDF/HTML Page 18 of 37
single page version

background image
: માગશર : ૨૪૯૩ આત્મધર્મ : ૧પ :
જો બહારની સામગ્રીથી સુખ થાય છે–એમ કોઈ કહે તો, તેની સામે બે પ્રશ્નો
ઉપસ્થિત કરવામાં આવે છે:– જેની પાસે બાહ્ય સામગ્રી વિદ્યમાન છે તેને શું તે
સામગ્રીના હોવા માત્રથી જ સુખ થાય છે? કે તેનો ઉપભોગ કરવાથી? જો સામગ્રીના
હોવાથી જ સુખ થતું હોય તો, જેને રોગ થયો છે કે વીંછી કરડયો છે એવા રાજાને પણ
તે વખતે સુખ હોવું જોઈએ, કેમકે સ્ત્રી–ધન વગેરે બધી સામગ્રી વિદ્યમાન છે. (પરંતુ તે
સામગ્રી વિદ્યમાન હોવા છતાં તે વખતે રાજા દુઃખી જોવામાં આવે છે, માટે સામગ્રી
સુખનું કારણ નથી.) અને સામગ્રીના ભોગવટામાં પણ કલેશ, થાક ને આકુળતા જ
હોવાથી તેમાં પણ સુખ નથી.–એ વાત પહેલાં કહેવાઈ ગઈ છે.
અરે, આ વિષયો તો સ્વપ્ન સમાન અસ્થાયી છે; તેનાથી સુખ કઈ રીતે પ્રાપ્ત
થઈ શકે? વિચાર કરતાં માલુમ પડે છે કે વિષયસામગ્રી સુખનું કારણ નથી. તે સામગ્રી
મેળવવામાં દુઃખ, તેને ભોગવતી વખતે દુઃખ, ને તેના વિયોગથી પણ દુઃખ, એ રીતે
વિષયાધીન પ્રાણી નિરંતર દુઃખી જ છે. જે વિષયો સ્વયં વિનાશશીલ છે, જેના સેવન
વડે જીવના સંસારનો નાશ થતો નથી, અને જેનું સેવન જીવના સન્તાપને દૂર કરી શકતું
નથી એવા એ વિષયોને ધિક્કાર હો! જેમ લાકડા વડે અગ્નિ કદી શાંત થતો નથી ને
નદીઓનાં પૂર વડે સમુદ્ર કદી તૃપ્ત થતો નથી, તેમ વિષયોના ભોગવટાથી જીવની તૃષ્ણા
કદી દૂર થતી નથી. –એ રીતે વિષયો આકુળતાના જ ઉત્પાદક હોવાથી દુઃખરૂપ છે.
આત્માનું સ્વાધીનસુખ તે વિષયોને આધીન નથી–નથી. જેમ ખારૂં પાણી પીવાથી
મનુષ્યની તરસ છીપાતી નથી પણ ઊલટી બળતરા વધી જાય છે, તેમ ખારા પાણી જેવા
ઈન્દ્રિયવિષયોના ભોગવટાથી પણ જીવની તૃષ્ણા કદી છીપતી નથી પણ ઊલટી વધે છે.
અહો, જેનો આત્મા પાંચઈન્દ્રિયોના વિષયોને આધીન થઈ રહ્યો છે અને
વિષયરૂપી માંસની તીવ્ર લાલસા રાખે છે તે વિષયાધીન જીવ અચિન્ત્ય દુઃખ–ભારે દુઃખ
પામે છે. જેમ વનમાં વિચરનારો હાથી સ્પર્શના મોહથી દુઃખી થાય છે, સરોવરમાં કેલિ
કરનારું માછલું માંસના રસના મોહથી દુઃખી થાય છે, ગૂંજારવ કરનારો ભમરો ફૂલની
સુગંધના મોહથી દુઃખી થાય છે, રંગીન પતંગિયું દીપકના પ્રકાશના રૂપમાં મોહિત થઈને
ભસ્મ થાય છે, અને જંગલમાં ચરનારા હરણીયાં શિકારીના મધુર ગીતના શબ્દોમાં
મોહિત થઈને મરે છે.–આ પ્રમાણે એકેક ઈન્દ્રિયના વિષયોનું સેવન પણ જ્યાં દુઃખથી
ભરેલું છે, ત્યાં પાંચેય ઈન્દ્રિયના વિષયોનું તો શું

PDF/HTML Page 19 of 37
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : માગશર : ૨૪૯૩
કહેવું? જેમ નદીના પ્રવાહમાં તણાયેલો પદાર્થ કોઈ ઊંડા ખાડામાં પડીને ભમરી ખાય
છે, તેમ ઈન્દ્રિયવિષયોના પ્રવાહમાં તણાયેલો જીવ નરકરૂપી ઊંડા ખાડામાં પડીને
દુઃખના ભમ્મરમાં ગોથાં ખાય છે. વિષયોથી ઠગાયેલો જીવ (મૃગજળમાં પાણીના
ભ્રમથી ઠગાયેલા મૃગલાંની માફક) મહા કલેશને પામે છે, વિષયો પાછળ દોડીદોડીને
થાકે છે પણ કિંચિત્ સુખ તેને મળતું નથી. ક્યાંથી મળે? તેમાં સુખ હોય તો મળે ને?
એમાં સુખ છે જ નહિ પછી ક્યાંથી મળે? મનચાહી વસ્તુ કદાચિત મળે તોપણ તેમાં
સુખ નથી, તેને ભોગવવાની ઈચ્છામાં આકુળતારૂપ દુઃખ જ છે. જો જીવ દુઃખી ન હોય
તો વિષયો તરફ તે શા માટે દોડે? વિષયાધીન જીવ રાગદ્વેષ વડે પોતાના આત્માને
દૂષિત કરે છે, ને છૂટવા કઠણ પડે એવા કર્મોને બાંધે છે; તે કર્મોથી પરલોકમાં પણ તે
અત્યંત દુઃખી થાય છે. આ રીતે વિષયાધીન જીવને દુઃખનું ચક્ર ચાલ્યા જ કરે છે. આ
સમસ્ત અનર્થની પરંપરા વિષયોથી જ ઉત્પન્ન થાય છે એમ સમજીને વિષયોની પ્રીતિ
છોડી દેવી જોઈએ, ને આત્માધીન અતીન્દ્રિયસુખની શ્રદ્ધા કરીને ઉત્સાહપૂર્વક તેનો પ્રેમ
કરવો જોઈએ.
આ પ્રમાણે સર્વાર્થસિદ્ધિના દેવોના અપ્રવીચાર (વિષયરહિત) સુખના
વર્ણનદ્વારા, વિષયસામગ્રીમાં સુખ નથી પણ વિષયોરહિત આત્માના સ્વભાવનું સુખ એ
જ સાચું સુખ છે –એમ સિદ્ધ કરીને, શ્રી ગૌતમસ્વામી શ્રેણિકરાજાને કહે છે કે હે
મગધપતિ! તું નક્કી કર કે અહમિન્દ્રદેવોનું જે વિષયરહિત દિવ્યસુખ છે તે વિષયજન્ય
સુખથી ઘણું અધિક છે.
વળી આ કથનની સિદ્ધભગવંતોના તે આત્મિક સુખનું પણ વર્ણન થઈ જાય છે
કે જે સુખ વિષયોથી રહિત છે, માપ વગરનું અમાપ છે, અનંત છે, કેવળ આત્માથી જ
ઉત્પન્ન (આત્માશ્રિત) છે અને અનુપમ છે. સ્વર્ગના તેમજ મનુષ્યોના ત્રણકાળના
સુખને એકઠા કરવામાં આવે તોપણ, સિદ્ધપ્રભુના એક ક્ષણનાય સુખની બરાબરી તે કરી
શકતા નથી. એ સિદ્ધભગવંતોનું સુખ પોતાના આત્માથી જ ઉત્પન્ન છે, બાધા વગરનું
છે, કર્મોના ક્ષયથી થયેલું છે, પરમ આહ્લાદરૂપ છે, ઉપમા વગરનું છે અને સૌથી શ્રેષ્ઠ છે.
સર્વ પરિગ્રહથી રહિત, શાંત અને ઉત્કંઠાથી રહિત એવા સિદ્ધભગવંતો પણ જો સુખી છે,
તો સર્વાર્થસિદ્ધિના અહમિન્દ્રોને પણ બાહ્યસામગ્રી વગરનું સુખ સિદ્ધ થઈ જાય છે.
સિદ્ધભગવંતો જેમ બાહ્યસામગ્રી વગર જ સંપૂર્ણ સુખી છે, તેમ વિષયરહિત એવા
સર્વાર્થસિદ્ધિના દેવો પણ બીજા (વિષયલીન) જીવો કરતાં વધુ સુખી છે.

PDF/HTML Page 20 of 37
single page version

background image
: માગશર : ૨૪૯૩ આત્મધર્મ : ૧૭ :
આપણા ચરિત્રનાયક ભગવાન ઋષભદેવના જીવ વજ્રનાભિ–ચક્રવર્તીને,
સ્વર્ગથી પણ ઉપર એવા સર્વાર્થસિદ્ધિમાં સુકૃતનાં ફળથી જે વિષયરહિત ઉદાર સુખ પ્રાપ્ત
થયું, તે એવું લાગતું હતું કે જાણે મોક્ષનું સુખ જ તેની સન્મુખ આવ્યું હોય? આ
સંસારમાં જીવને જે સુખ કે દુઃખ થાય છે તે પોતાના કરેલા પુણ્ય કે પાપરૂપ કર્મબંધને
અનુસાર થાય છે. પુણ્યનું ઉત્કૃષ્ટ ફળ સર્વાર્થસિદ્ધિમાં હોય છે, ને પાપનું ઉત્કૃષ્ટ ફળ
સાતમી નરકના નારકીને હોય છે. શાંત પરિણામ, ઈન્દ્રિયદમન, સંયમ વગેરે વડે
પુણ્યાત્મા જીવ ઉત્કૃષ્ટ પુણ્યફળને પામે છે, ને શમ–દમ–યમથી રહિત પાપીજીવ પાપનાં
ફળને પામે છે.
અધિકારના અંતમાં શ્રી જિનસેનસ્વામી કહે છે કે–ઘણા જ નીકટકાળમાં જેમને
તીર્થંકરપદરૂપી જિનેન્દ્રલક્ષ્મી પ્રાપ્ત થવાની છે એવા આ વજ્રનાભિએ જેવી રીતે શમ–
દમ–યમની વિશુદ્ધિપૂર્વક આળસરહિત થઈને શ્રી જિનેન્દ્રદેવની કલ્યાણકારી આજ્ઞાનું
આરાધન કર્યું અને મહાન સુખ પામ્યા, તેવી રીતે જેઓ અનુપમ સુખના અભિલાષી
હોય અને દુઃખના ભારથી છૂટવા ચાહતા હોય તે બુદ્ધિમાન જીવોએ પણ આળસરહિત
થઈને શ્રી જિનેન્દ્રદેવની આજ્ઞાનું (દર્શનવિશુદ્ધિ વગેરેનું) પાલન કરવું જોઈએ.
(આગામી અંકે અયોધ્યાનગરીમાં ઋષભઅવતાર થશે.)
અષ્ટાહ્નિકા પર્વ વખતે બે મિત્રો વાત કરતા હતા–
એક કહે:– નંદીશ્વરદ્વીપે અતિ સુંદર રત્નપ્રતિમાઓ બિરાજી રહ્યા છે, તીર્થંકર જેવી
તેમની શોભા છે; એના સાક્ષાત્ દર્શન કરવા આપણે જઈ શક્તા નથી, પણ
દેવો ત્યાં જઈને સાક્ષાત્ દર્શન અને પૂજન કરી શકે છે. દેવોને કેવું સારૂં કે
નંદીશ્વરદ્વીપે પણ જઈ શકે!
બીજો મિત્ર કહે:– ભાઈ, નંદીશ્વરના રત્નપ્રતિમાના દર્શનની અપેક્ષાએ તારી વાત
સાચી; પરંતુ બીજી એક વાત છે–દેવો ભલે નંદીશ્વર જઈ શકે પણ મોક્ષમાં
નથી જઈ શક્તા; ને આપણે મનુષ્યો ભલે નંદીશ્વર ન જઈ શકીએ પણ
મોક્ષમાં જઈ શકીએ છીએ.–તો હવે કોણ ઉત્તમ?
દેવો કેવળજ્ઞાન નથી પામતા, મનુષ્યો પામે છે.
દેવો મુનિ નથી થઈ શક્તા, મનુષ્યો મુનિ થઈ શકે છે.