PDF/HTML Page 1 of 41
single page version
PDF/HTML Page 2 of 41
single page version
પરમાર્થનો ઉપદેશ આપે છે. પણ તેનો આશય સમજીને જે
પરમાર્થસ્વભાવની સન્મુખ થાય તે જ પરમાર્થને સમજે છે, ને
તેને જ સાચી દેશના પરિણમે છે એટલે કે મોક્ષમાર્ગ થાય છે.
શકતો નથી, એટલે દેશનાનો જે આશય હતો (–પરમાર્થ–
સ્વરૂપની સન્મુખ થવાનો–) –તેને તે સમજ્યો નથી; તેથી
તેના પરિણામ પરમાર્થસ્વરૂપથી વિમુખ જ રહ્યા;
પરમાર્થસ્વરૂપથી વિમુખ પરિણામ તે સંસાર જ છે.
વીર સં. ૨૪૯૩ પોષ (લવાજમ : ત્રણ રૂપિયા) વર્ષ ૨૪ : અંક ૩
PDF/HTML Page 3 of 41
single page version
ધરાવે છે,–એટલે તો પ્રસિદ્ધ છે કે ‘સાચું સગપણ સાધર્મીતણું.’
એની તુલનામાં આવે એવો કોઈ સંબંધ હોય તો તે એક જ છે–ગુરુ
અને શિષ્યનો; –પરંતુ ગુરુ–શિષ્યનો આ સંબંધ પણ અંતે તો
સાધર્મીના સગપણમાં જ સમાય છે, કેમકે એક જ ધર્મને
માનનારાઓમાં જે મોટા તે ગુરુ, ને નાનો તે શિષ્ય. એટલે ‘સાચું
સગપણ સાધર્મીતણું’–એની સૌથી ઉત્કૃષ્ટતા છે.
જિનશાસનની છાયામાં રહેનારા, ને એક જ દેવ ગુરુ ધર્મને
ઉપાસનારાઓમાં ધાર્મિકભાવના વડે પરસ્પર જે બંધુત્વનું નિર્દોષ
વાત્સલ્ય વર્તતું હોય છે, અને ‘આ મારો સાધર્મી ભાઈ–બહેન કે
માતા છે’ એવું કહેતાં એના અંતરમાં જે નિર્દોષ ભાવના અને ધાર્મિક
ગૌરવ વર્તે છે–તેની તુલના જગતનો એકેય સંબંધ કરી શકે
તેમ નથી.
સંબંધથી માત્ર ધાર્મિકભાવનાની પુષ્ટિ સિવાય બીજી કોઈ આશા કે
અભિલાષા હોતી નથી. મને જે ધર્મ વહાલો લાગ્યો તે જ ધર્મ મારા
સાધર્મીને વહાલો લાગ્યો, એટલે તેણે મારી ધર્મભાવનાને પુષ્ટ
કરી...ને એની ધર્મભાવનાને હું પુષ્ટ કરું. –આમ અરસ્પરસ
ધર્મપુષ્ટિની નિર્દોષ ભાવના વડે શોભતું ધર્મવાત્સલ્ય જગતમાં
જયવંત હો.
લેખ અહીં રજુ થાય છે. સમસ્ત સાધર્મી બંધુઓ પણ આ સંબંધમાં
પોતાના ઉત્તમ વિચારો લખી મોકલે એવું હાર્દિક નિમંત્રણ છે.
વાત્સલ્યપોષક ઉત્તમ વિચારો અહીં રજુ થતા રહેશે.)
PDF/HTML Page 4 of 41
single page version
PDF/HTML Page 5 of 41
single page version
નામના પુસ્તકરૂપે છપાઈ રહ્યા છે. તેમાંથી એક પ્રકરણનો થોડોક
નમૂનો અહીં આપીએ છીએ–જે વાંચીને સૌને આનંદ થશે.
છે. આ શક્તિનો અચિંત્ય મહિમા છે.
વિકારના અભાવરૂપ છે. એક શક્તિને જુદી પાડીને તેનો આશ્રય કરી શકાય નહિ.
શક્તિ અને શક્તિમાન જુદા નથી, ગુણ અને ગુણી જુદા નથી, એટલે દ્રવ્યની શક્તિનું કે
ગુણનું સ્વરૂપ ઓળખતાં અનંતધર્મસંપન્ન આખું દ્રવ્ય ઓળખાઈ જાય છે, ને તેની
પ્રતીત વડે સમ્યગ્દર્શન થાય છે. એમાં ક્્યાંય વચ્ચે રાગનું કે નિમિત્તનું અવલંબન નથી.
તેના અવલંબન વગર આત્મા પોતે જ પોતાને સ્પષ્ટ એટલે કે પ્રત્યક્ષ પ્રકાશે છે એવો
તેનો પ્રકાશસ્વભાવ છે.
નથી. આવા સ્વસંવેદનની તાકાતવાળો આત્મા છે.
તો અહીં કહે છે કે ભાઈ, આત્મા પોતે પોતાને સ્વાનુભવમાં પ્રત્યક્ષ જણાય
PDF/HTML Page 6 of 41
single page version
બીજા દીવાની જરૂર નથી પડતી, તેમ આ આત્મા ચૈતન્યપ્રકાશી દીવો પોતે જ પોતાને
સ્વસંવેદનમાં પ્રકાશી રહ્યો છે, જ્ઞાન પોતે જ પોતાને પ્રકાશી રહ્યું છે કે હું જ્ઞાન છું, –આ
રીતે આત્મા સ્વયં પ્રકાશમાન છે, એને પ્રકાશવા માટે કોઈ બીજા જ્ઞાનની જરૂર નથી
પડતી. રાગની કે ઈન્દ્રિયોની તો વાત જ ક્્યાં રહી? તે તો અંધકારરૂપ છે,
ચેતનપ્રકાશમાં તેનો અભાવ છે.
પોતાને પણ જ્ઞાનને અંતર્મુખ કરીને સ્પષ્ટ સ્વસંવેદન થાય છે કે મારો આત્મા મારા
વેદનમાં આવ્યો. આત્મા ઉપયોગસ્વરૂપ છે, તેના ઉપયોગમાં ઉપયોગ જ છે ને
ઉપયોગમાં રાગાદિ નથી–એમ ધર્મી જીવ ભેદજ્ઞાન વડે પોતે પોતાને સ્પષ્ટ અનુભવે છે.
હા, એટલું ખરું કે રાગવડે અથવા ઈન્દ્રિયો તરફના જ્ઞાનવડે આત્મા કદી અનુભવમાં
આવી શકે નહિ; પણ રાગથી ને ઈન્દ્રિયોથી પાર એવા અન્તર્મુખ ઉપયોગ વડે તો
આત્મા પોતે પોતાને સાક્ષાત્ અનુભવે છે, ને એ અનુભવમાં પરમઆનંદ થાય છે.
આવો સાક્ષાત્ અનુભવ કરવો તે પ્રકાશશક્તિનું કાર્ય છે.
જ્ઞાન છે. જ્ઞાનને ખબર છે કે હું જ્ઞાન છું ને આ રાગ છે; એમ સ્વ–પર બંનેને પ્રકાશનારું
જ્ઞાન જ છે.
ગાથામાં કહે છે કે હું ચિન્માત્રજ્યોતિ આત્મા ખરેખર આત્મ–પ્રત્યક્ષ છું, મારા આત્માના
સ્વસંવેદન–પ્રત્યક્ષથી હું મને અનુભવું છું. ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને પણ એવું
સ્વસંવેદન થયું છે. અહા, આ સ્વસંવેદનનો અપાર મહિમા છે, બધા ગુણોનો રસ
સ્વસંવેદનમાં સમાય છે; સ્વસંવેદનવડે મોક્ષનાં દ્વાર ખુલી જાય છે. શરૂઆતના
મંગલાચરણમાં જ ‘
PDF/HTML Page 7 of 41
single page version
બીજા કોઈનું અવલંબન નથી. તે સ્વયં પોતાની મેળે જ પોતાને પ્રકાશે છે.
પોતાને કે પરને જાણે તેમાં તેને રાગનું નિમિત્તનું કે બીજા કોઈનું અવલંબન લેવું પડે
એવો તેનો સ્વભાવ નથી; કોઈના અવલંબન વગર સ્પષ્ટ–પ્રત્યક્ષપણે પ્રકાશે એવો એનો
પ્રકાશસ્વભાવ છે. પોતે પોતાથી સ્વયં પ્રકાશનારો છે. પોતાની સ્વાનુભૂતિથી જ પોતે
પોતાને પ્રકાશી રહ્યો છે. તેમાં બીજા કોઈનું અવલંબન નથી.
જે પ્રચુર સ્વસંવેદન, તેના વડે મારો આત્મવૈભવ પ્રગટ થયો છે, અને મારા સમસ્ત
આત્મવૈભવવડે હું આ સમયસારમાં એકત્વ–વિભક્ત શુદ્ધ આત્મા દેખાડું છું. તમે તમારા
સ્વાનુભવ–પ્રત્યક્ષવડે તે પ્રમાણ કરજો. જુઓ, સાધકના શ્રુતજ્ઞાનમાં પણ આત્માને
સ્વાનુભવ–પ્રત્યક્ષ કરવાની તાકાત છે. સ્વયં પ્રકાશમાન અને સ્પષ્ટ એવું આત્માનું
સ્વસંવેદન શ્રુતજ્ઞાનવડે થઈ શકે છે, ને એવું સ્વસંવેદન કરે ત્યારે જ સાચું આત્મજ્ઞાન
થાય છે ને ત્યારે જ ધર્મ થાય છે. એ સ્વસંવેદનમાં અતીન્દ્રિય આનંદ ઝરે છે,
અનંતગુણની નિર્મળતા તેમાં પરિણમે છે.
ક્્યાંથી થશે? અને સ્વસન્મુખતા વગર સમ્યગ્દર્શન ક્્યાંથી થશે? સમ્યગ્દર્શન વગર
સુખનો રાહ ક્્યાંથી હાથ આવશે? માટે હે ભાઈ! તારું જેવું સ્વરૂપ છે તેવું લક્ષમાં
લઈને તેનો મહિમા કર. સ્વનો મહિમા જાગતાં પરનો મહિમા ઊડી જશે, એટલે સ્વ–
પરનું ભેદજ્ઞાન થઈને સ્વસન્મુખતા થશે; સ્વસન્મુખ સ્વસંવેદનમાં તારો આત્મા સ્વયં
પ્રકાશમાન થશે એટલે કે આનંદસહિત અનુભવમાં આવશે. સમ્યગ્દર્શનાદિ પ્રગટ
કરવાની ને સુખી થવાની આ રીત છે. સુખના રાહ અંદરમાં સમાય છે. બહારમાં
કાંઈ નથી.
PDF/HTML Page 8 of 41
single page version
PDF/HTML Page 9 of 41
single page version
ભિન્ન ભિન્ન દેખે છે; અજ્ઞાની તો ‘હું બોલ્યો, હું ચાલ્યો’–એમ આત્મા અને શરીર
બંનેના કાર્યોને એકપણે જ દેખે છે. ધર્માત્મા જાણે છે કે શરીર અને સંયોગો તે બધા
મારા શ્રદ્ધા–જ્ઞાન–આનંદ જ મારી સાથે સદા રહેનારા છે. –આવા ભાનપૂર્વક ધર્મી શ્રદ્ધા–
જ્ઞાનને સાથે લઈ જાય છે એટલે કે સમાધિ– મરણ કરે છે. શરીરના ત્યાગ–ગ્રહણને તે
વસ્ત્રના ત્યાગ–ગ્રહણની માફક જાણે છે. ઝૂંપડીના નાશથી માણસ મરી જતો નથી તેમ
આ શરીરરૂપી ઝૂંપડીના નાશથી કાંઈ આત્માનો નાશ થતો નથી. –આવું ભેદજ્ઞાન કરીને
જ્ઞાનસ્વરૂપ આત્માની ભાવના જેણે ભાવી છે એવા ધર્માત્માને મરણ પ્રસંગે પણ
સમાધિ જ રહે છે.
સમાધિ જ રહેશે.
તે જીવ આત્મબોધ પામતો નથી.
નહિ...અમુક કાળે છૂટી જ જાય, કેમકે તે આત્મસ્વરૂપ નથી.
PDF/HTML Page 10 of 41
single page version
...ઘણાય ધર્માત્માઓએ અંતરમાં આવા આત્માનો અનુભવ કર્યો છે;
પોતે જાતે અનુભવ કરીને કહે છે કે તમે પણ જો આત્માની લગની
તો તમને પણ જરૂર અમારી જેમ આત્માનો અનુભવ થશે.
PDF/HTML Page 11 of 41
single page version
ઉપદેશ વિદેહક્ષેત્રમાં આપી રહ્યા છે.
વડે અમારી શોભા નહિ, સર્વજ્ઞતા ને સમરસીભાવરૂપ જે ચૈતન્યહાર તેના વડે અમારી
શોભા છે, તે હારમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વગેરે સાચા રત્નો ગૂંથેલા છે. અનંતી
નિર્મળપર્યાયની હારમાળા જેમાં ગૂંથાયેલી છે એવો આ ચૈતન્યસ્વરૂપ આત્મા મહા
શોભાયમાન વસ્તુ છે. તેની પ્રાપ્તિનો ઉદ્યમ કર. તારા અંતરમાં જ તને તેની પ્રાપ્તિ થશે.
અમારી વાત લક્ષમાં લે; ને અમે કહ્યું તે રીતે દેહથી ને રાગથી અત્યંત ભિન્ન એવા
આત્માને અંતરમાં દેખવાનો ઉદ્યમ કર. તું જો કે એવા અભ્યાસથી છ મહિનામાં તને કેવું
ઉત્તમ ફળ આવે છે? તને જરૂર આત્માનો અનુભવ થશે; સ્વાનુભવની પ્રાપ્તિથી તારો
આત્મા શોભી ઊઠશે.
એ તો કલંક છે. તારો આત્મા એનાથી ભિન્ન ચૈતન્યવિલાસ વડે શોભે છે.
ચૈતન્યરૂપે થયો નથી, માટે તે રાગ પણ તું નથી. તું તો ચૈતન્યસ્વરૂપ જ સદાય છો; આવા
ચૈતન્યસ્વરૂપને દેહથી ભિન્ન દેખ, ને રાગથી ભિન્ન દેખ;–એને દેખતાં જ તને પરમ
આનંદસહિત તારું ચૈતન્યપદ પ્રગટ અનુભવમાં આવશે. એની લગની લાગવી જોઈએ,
એની ધૂન જાગવી જોઈએ...તો અંતર્મુહૂર્તમાં જ એની પ્રાપ્તિ થઈ જાય.
સંસારના કોલાહલનો રસ છોડીને અંતરમાં ઉદ્યમ કરો તો તમને પણ જરૂર અમારી
જેમ આત્માનો અનુભવ થશે.
PDF/HTML Page 12 of 41
single page version
जागर्ति व्यवहारेऽस्मिन् सुषुप्ताश्चात्मगोचरे
PDF/HTML Page 13 of 41
single page version
પરમાર્થ સ્વભાવને ધ્યેય નથી બનાવ્યું; તેથી પરમાર્થ સ્વભાવને તો તે આદરતો નથી,
તેમાં તો તે ઉદ્યમી થતો નથી ને રાગનો આદર કરીને તેમાં જ ઉદ્યમી રહે છે–તેમાં જ તત્પર
રહે છે. જ્ઞાનીની દ્રષ્ટિનું ધ્યેય પલટી ગયું છે, રાગ હોય છતાં તેનું ધ્યેય ચિદાનંદ સ્વભાવ
તરફ વળી ગયું છે, તેમાં જ તે તત્પર છે, તેનો જ ઉદ્યમી છે, રાગને તે હેય જાણે છે, તેમાં
તે અતત્પર છે. જુઓ, આમાં રુચિનું વલણ કઈ બાજુ ઢળે છે તેની વાત છે. આત્માના
સ્વભાવ તરફ રુચિનું વલણ છે કે રાગ તરફ રુચિનું વલણ છે તેના ઉપર ધર્મી–અધર્મીનું
માપ છે. અહો, આવી સરસ ચોકખી હિતની વાત કરી હોવા છતાં, તે સાંભળીને મૂઢ જીવો
કહે છે કે “અરે, તમે વ્યવહાર ઉડાડો છો. વ્યવહારથી ધર્મ નથી મનાવતા માટે તમે
વ્યવહારને ઊડાડો છો!” –અરે શું થાય? અત્યારે કાળ જ એવો છે. આગળના ધર્મકાળમાં
તો ધર્માત્મા પર જ્યાં સંકટ પડે ત્યાં દેવો ઘણીવાર સહાય કરવા આવતા ને ધર્મનો વિરોધ
કરનારને દંડ દેતા; પણ અત્યારે તો કોઈ પૂછનાર નથી; ઊલટા ‘ચોર કોટવાળને દંડે’
એવી સ્થિતિ થઈ પડી છે. છતાં જે સત્ય છે તે તો સત્ય જ રહેશે, સત્ય કાંઈ ફરવાનું નથી.
લોકોને ન બેસે ને ઘણા વિરોધ કરે તેથી કાંઈ સત્યનું સ્વરૂપ બદલવાનું નથી. માટે જેણે
સત્ય સમજીને આત્માનું હિત કરવું હોય તેણે આ વાત માન્યે જ છૂટકો છે.
છે, તથા જે જીવ રાગાદિમાં ધર્મ માનીને તેમાં જ તત્પર છે તે અજ્ઞાની જીવ રાગમાં જ
તત્પર છે, તે રાગમાં જ જાગે છે એટલે કે રાગને જ આરાધે છે, પણ રાગરહિત ચિદાનંદ
સ્વભાવને તે આરાધતો નથી, તેમાં તો તે ઊંઘે છે.
જેને રાગાદિ વ્યવહારમાં તત્પરતા–આદરબુદ્ધિ છે તેને આત્માના ચૈતન્યસ્વભાવમાં
તત્પરતા–આદરબુદ્ધિ નથી. ચૈતન્યસ્વભાવ અને રાગ એ બંને એકબીજાથી વિરુદ્ધ છે,
એટલે તે બંનેની રુચિ કે આદરબુદ્ધિ એક સાથે રહી શકતી નથી. ચૈતન્ય સ્વભાવની
સન્મુખ જેની પરિણતિ છે એવો સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા રાગાદિ લૌકિક વ્યવહારમાં ઉદાસીન
રહે છે–તેમાં આદરબુદ્ધિ કરતો નથી. તે રાગમાં ધર્મ માનીને તેમાં
PDF/HTML Page 14 of 41
single page version
तयोरन्तरविज्ञानादाभ्यासादच्युतो भवेत् ।।७९।।
PDF/HTML Page 15 of 41
single page version
જાણ્યા જ નથી. જેમ શરીર અને આત્મા બંનેને જાણવા છતાં ધર્માત્મા જડ શરીરને
પોતાથી ભિન્ન બાહ્યપણે જ દેખે છે, ને આત્માને જ અંતરમાં દેખે છે; તેમ રાગાદિ
વ્યવહારને અને આત્માના શુદ્ધસ્વભાવરૂપ નિશ્ચયને એ બંનેને જાણવા છતાં ધર્માત્મા
રાગાદિ વ્યવહારને તો પોતાથી બાહ્યપણે દેખે છે, ને શુદ્ધસ્વભાવને જ પોતાના
અંર્તતત્ત્વપણે દેખે છે. રાગ તે બાહ્યતત્ત્વ હોવા છતાં તેને અંતરના સ્વભાવ સાથે એકપણે
જે દેખે છે તે મિથ્યાદ્રષ્ટિ છે. માટે આચાર્યદેવ કહે છે કે આત્માને તો અંતરંગપણે દેખવો ને
રાગાદિને બહિરંગપણે દેખવા–આવા ભેદવિજ્ઞાનના અભ્યાસ દ્વારા જીવ અચ્યુત થાય છે
એટલે કે અવિનાશી મોક્ષપદને પામે છે.
વ્યવહારની મદદ વડે કોઈ જીવ કદી મુક્તિ પામતો નથી, જ્ઞાનાનંદ સ્વભાવની દ્રષ્ટિથી જ
મુક્તિ પામે છે.
થાંભલા છે, તેમણે મોક્ષમાર્ગને ટકાવી રાખ્યો છે; પોતે સ્વભાવની ને રાગની ભિન્નતા
અનુભવીને જગતને પણ તેવી ભિન્નતા દેખાડી છે.
ખરેખર પોતાના સ્વભાવથી બાહ્ય હોવા છતાં તેને તે અંતરંગ તરીકે દેખે છે, તેનાથી લાભ
માને છે, એટલે તે રાગથી છૂટો પડતો નથી,–મુક્તિ પામતો નથી. રાગથી ભિન્નતા જાણે
તો તેનાથી છૂટો પડે. ધર્મી ગૃહસ્થપણામાં હોય ને રાગાદિ થતા હોય છતાં તે વખતેય તે
રાગાદિને બાહ્ય તત્ત્વપણે જ દેખે છે, ને તે રાગાદિથી ભિન્ન ચૈતન્યતત્ત્વને જ અંતરંગ
તત્ત્વપણે દેખે છે.
અંતરંગ તત્ત્વપણે જાણતા હતા.
PDF/HTML Page 16 of 41
single page version
કરે છે. રામચંદ્રજીના હૃદયમાં તો વિશ્ચાસ હતો કે સીતાજી મહાપતિવ્રતા સતી છે...પણ
લોકોનો અપવાદ ટાળવા ખાતર અગ્નિપરીક્ષા કરી. મોટો અગ્નિકુંડ કરાવ્યો, તેમાં
ભળભળ કરતો અગ્નિ સળગતો હતો. સીતાજી અગ્નિ પાસે ઊભા ઊભા મહાવૈરાગ્યથી
પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતા હતા...લોકો ચિંતાથી ભયભીત થઈ ગયા કે અરે! આ
અગ્નિ સીતાના દેહને ભસ્મ કરી નાંખશે કે શું? સીતાજી તો અત્યંત વૈરાગ્યપૂર્વક
સિદ્ધભગવાન વગેરે પંચપરમેષ્ઠીને નમસ્કાર કરીને અગ્નિમાં કૂદી પડ્યા...લોકોમાં તો
હાહાકાર અને કોલાહલ થઈ ગયો...
હતા...તેમણે ધર્માત્મા ઉપર સંકટ દેખીને તરત મૂસળધાર વરસાદ વરસાવીને અગ્નિ
ઓલવી નાંખ્યો...ચારે કોર પાણી...પાણી ને પાણી! પાણી વચ્ચે સિંહાસન–કમળ ઉપર
સીતાજી બિરાજે છે...લોકોને ગળા સુધી પાણી આવી ગયું...ને ડુબવા લાગ્યા, એટલે ‘હે
માતા! બચાવો...બચાવો’ એવો પોકાર કરવા લાગ્યા...પછી તો ઉપસર્ગનું નિવારણ
કરીને દેવો સીતાજીની પ્રશંસા કરે છે. બધા લોકો ક્ષમા માંગે છે–હે માતા! અમારા
અપરાધ ક્ષમા કરો...રામચંદ્રજી પણ કહે છે કે હે દેવી! મારો અપરાધ ક્ષમા કરો...ને
રાજમાં પાછા પધારો...પણ સીતાજી તો આ પ્રસંગથી વૈરાગ્ય
PDF/HTML Page 17 of 41
single page version
છે, લવ–કુશ રડે છે...રામ કહે છે કે હે દેવી! આ લક્ષ્મણ ખાતર...ને આ લવ–કુશ જેવા
પુત્ર ખાતર તમે રાજમાં પાછા આવો. સીતાજી કહે છે કે: આ સંસારથી હવે બસ થઈ!
સંસારના રંગ અમે જોઈ લીધા...હવે તો અર્જિકા થઈને આત્માનું હિત સાધશું...અમે
અમારા અંતરંગ ચૈતન્યતત્ત્વને જ આરાધશું. અમે અમારા ચૈતન્યને ઊજાળવા આ
સંસારનો ત્યાગ કરીએ છીએ, હવે અમે સ્વરૂપમાં ઠરશું, હવે બીજું કાંઈ અમારે જોઈતું
નથી. પરભાવોને અમે અમારા સ્વરૂપથી બાહ્ય જાણ્યા હતા તે પરભાવોને છોડવાનો ને
ચૈતન્યના આનંદમાં ઠરવાનો હવે અમે ઉદ્યમ કરશું. –આમ કહીને મહા વૈરાગ્યપૂર્વક
માથાના સુંવાળા રેશમ જેવા વાળ ઊખેડીને રામના ચરણ તરફ ફેંકે છે...અને એ દ્રશ્ય
દેખતાં રામ મૂર્છાથી બેભાન થઈ જાય છે.
આ સંસારથી હવે બસ થાવ...બસ થાવ...અમારા અંતરંગતત્ત્વ સિવાય બીજું કોઈ
બાહ્યતત્ત્વ અમને શરણરૂપ નથી. રાગાદિ પરભાવો અમારા સ્વરૂપથી બાહ્ય છે, તે કોઈ
અમને શરણરૂપ નથી. હવે અમે અમારા અંતરંગ ચૈતન્યસ્વરૂપમાં ઠરીને રાગાદિ
પરભાવોને છોડવાનો અભ્યાસ કરશું.
આ એક જ માર્ગ છે કે–શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્માને જ અંતરંગમાં દેખવો, ને રાગાદિ
સમસ્ત પરભાવોને પોતાથી બાહ્યપણે દેખવા. જેને પોતાથી બાહ્ય દેખે તેનો આદર કેમ કરે?
ચૈતન્યતત્ત્વ જ જગતનું ઉત્કૃષ્ટ પ્રમેય છે, સ્વજ્ઞેય હોવાથી તે મુખ્ય પ્રમેય છે, આવા
પ્રમેયને જાણવું તે જ ‘પ્રમેયકમલમાર્તંડ’ નું ખરૂં જ્ઞાન છે. અને જે જીવો આવા સ્વ–
પ્રમેયને નથી જાણતા તેઓ ‘પ્રમેયકમલમાર્તંડ’ને જાણતા નથી. માટે પોતાના આત્માને
અંતરંગમાં દેખીને તેને પ્રમેય બનાવવો ને રાગાદિ પરજ્ઞેયોને બાહ્યપણે દેખવા, –આવા
ભેદજ્ઞાનવડે આત્મામાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો તે જ મોક્ષનો ઉપાય છે.
PDF/HTML Page 18 of 41
single page version
પ્રવચનમાં આપ વાંચી શકશો.
વારંવાર પરથી ભિન્નતા ને પરનું અકર્તૃત્વ સમજાવીને આચાર્યદેવ જીવને પરથી
સ્વશક્તિથી ભરેલો આત્મસ્વભાવ દેખાડવા માંગે છે. વસ્તુસ્થિતિથી સ્વ ને પર બંને
તદ્દન જુદા છે, પરની પૂર્ણતા પરમાં ને સ્વની પૂર્ણતા સ્વમાં; સ્વનો અંશ પરમાં નહિ, ને
છોડીને તેં પરમાં એકત્વ માન્યું છે, તે દુઃખદાયી છે. માટે વસ્તુસ્વરૂપને સમજ તો તારી
પરમાંથી એકત્વબુદ્ધિ છૂટે ને સ્વમાં એકત્વબુદ્ધિથી પરમ સુખ પ્રગટે.–ભેદજ્ઞાન વિના
સિદ્ધિ થાય નહિ.
મૃગતૃષ્ણામાં જઈને તર્યું;
વંધ્યા સૂત બે વહાણે ચડયા,
ને ખ–પુષ્પના વસાણાં ભર્યા.
PDF/HTML Page 19 of 41
single page version
મિથ્યા છે; એ મિથ્યાબુદ્ધિ દુઃખદાયક છે.
સમ્પૂર્ણ છે. તારું જીવત્વ તારાથી સમ્પૂર્ણ છે, નિત્ય ટકતા સંપૂર્ણ જીવનથી તું ભરેલો છો.
તારામાંથી જ તારું સંપૂર્ણ જીવન, તારું સંપૂર્ણજ્ઞાન, તારું સંપૂર્ણ સુખ પ્રગટ થાય–એવો
નિત્ય સંપૂર્ણ તારો સ્વભાવ છે.
તારા આનંદગુણની સમ્પૂર્ણતામાંથી જ થાય છે, બીજેથી તે આવતું નથી. તારી
આનંદપર્યાયમાં શું પરદ્રવ્ય આવ્યું છે કે તે તને શાંતિ આપે? પરદ્રવ્ય તો કાંઈ તારી
આનંદપર્યાયમાં આવ્યું નથી. તારી આત્મવસ્તુ તારી નિજશક્તિથી જ પોતાની
આનંદપર્યાયમાં વર્તે છે; બીજાનો તેમાં પ્રવેશ નથી.
સંપૂર્ણ આનંદ, સંપૂર્ણ જીવન પ્રગટ થાય છે. આ રીતે સ્વ–પરનું ભેદજ્ઞાન ને
નિજસ્વરૂપની સંપૂર્ણતાને દેખાડે છે, ને તેના ફળમાં સંપૂર્ણતા પ્રગટ થાય છે.
PDF/HTML Page 20 of 41
single page version
મટીને કર્મભૂમિની વ્યવસ્થા થવા માંડી ત્યારે, પ્રજાનું પાલન કરનાર છેલ્લા (૧૪મા)
કુલકર
પવિત્ર સરસ્વતી દેવી હતી, અને વગર ભણ્યે પંડિતા હતી, ઈન્દ્રદ્વારા પ્રેરિત ઉત્તમ દેવોએ
મહાન વિભૂતિ સહિત તે મરુદેવીનો વિવાહોત્સવ કર્યો હતો. નાભિરાજા અને મરુદેવી
ઈન્દ્ર–ઈન્દ્રાણી સમાન શોભતા હતા. સંસારમાં તેઓ સૌથી અધિક પુણ્યવાન હતા, કેમકે
સ્વયંભૂ ભગવાન ઋષભદેવ જેમના પુત્ર થશે તેમના સમાન બીજું કોણ હોઈ શકે?
કરી. દેવોએ રચેલી એ નગરીની અદ્ભુત શોભાની શી વાત! એ નગરીનું નામ
અયોધ્યા. કોઈ શત્રુ તેની સામે યુદ્ધ કરી શકતા નહિ તેથી તે ખરેખર ‘
ઉત્તમ મુહૂર્તે તે નગરીનું વાસ્તુ કરીને તેમાં નાભિરાજા–મરુદેવી વગેરેને આનંદપૂર્વક
વસાવ્યા. ‘આ બંનેને ત્યાં સર્વજ્ઞ–ઋષભદેવ પુત્ર તરીકે અવતરશે’ એમ વિચારીને ઈન્દ્રે
તેમનો રાજ્યાભિષેક કરીને, મહા પૂજન–સન્માન કર્યું.