Atmadharma magazine - Ank 028
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૩
સળંગ અંક ૦૨૮
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।
વર્ષ ત્રીજું : સંપાદક : માહ
અંક ચોથો રામજી માણેકચંદ દોશી ૨૪૭૨
વકીલ
સમ્યગ્દશન
સાચા દેવ – ગુરુ – ધર્મને માટે તન – મન – ધન સર્વસ્વ અર્પણ
કરે, માથું કપાઈ જાય તોય કુદેવ – કુગુરુ – કુધર્મને ન માને, શરીર
ક્ર િ્ર સ્ત્ર
તાણોય ન રાખે – છતાં – આત્માની ઓળખાણ વગર જીવની દ્રષ્ટિ પર
ઉપર અને શુભરાગ ઉપર રહી જાય છે તેથી તેને મિથ્યાત્વનું
મહાપાપ ટળતું નથી. સ્વભાવને અને રાગને તેમનાં ચોક્કસ
લક્ષણોવડે જાુદા ઓળખવા તે જ સમ્યગ્દર્શનું સાચું કારણ છે.
નિમિત્તને અનુસરતો ભાવ અને ઉપાદાને અનુસરતો ભાવ તે
બંને જાુદા છે. શરૂઆતમાં કહ્યાં તે બધા ભાવ નિમિત્તને અનુસરતા
છે. નિમિત્ત ફર્યું તેથી સમ્યગ્દર્શન થતું નથી પણ નિમિત્ત તરફના
લક્ષને ફેરવીને ઉપાદાનમાં લક્ષ કરે તો સમ્યગ્દર્શન થાય છે.
નિમિત્તના લક્ષે બંધન છે, ઉપાદાના લક્ષે મુક્તિ છે.
[મગસર સદ ૯ સ. ૨૦૨ સમયસર]

વાર્ષિક લવાજમ છુટક નકલ
અઢી રૂપિયા ચાર આના
આત્મધર્મ કાર્યાલય સુવર્ણપુરી – સોનગઢ (કાઠિયાવાડ)

PDF/HTML Page 3 of 17
single page version

background image
‘રાગ’ ની વ્યાપક વ્યાખ્યા

રાગ તે વિકાર હોવાથી
આત્માનું સ્વરૂપ નથી, આત્માનો
સ્વભાવ રાગ રહિત છે; આમ
કહેતાં “સ્ત્રી, કુટુંબ, લક્ષ્મી,
આબરૂ, માન વગેરેનો પ્રેમ તે
રાગ” એટલી જ રાગની વ્યાખ્યા
લોકો માને છે, અને તેથી સ્ત્રી,
કુટુંબ વગેરેના રાગને છોડીને દેવ–
ગુરુ–ધર્મ પ્રત્યે રાગ કરી તેમાં ધર્મ
માની લ્યે છે, પરંતુ તેમ નથી; જેમ
સ્ત્રી, કુટુંબ, પૈસા ઉપરનો પ્રેમ તે
રાગ છે તેમ દેવ–ગુરુ–ધર્મ પ્રત્યેનો
પ્રેમ તે પણ રાગ છે, અને તેથી તે
આત્માનું સ્વરૂપ નથી, તે રાગથી
પણ ધર્મ થતો નથી.
સ્ત્રી, કુટુંબ, પૈસા પ્રત્યેના
રાગની અશુભ લાગણી તેમજ
દેવ–ગુરુ–ધર્મની ભક્તિ–પૂજાના
રાગની શુભ લાગણી તે બંને રાગ
છે, અને તે લાગણી પણ છોડીને
આગળ જતાં ‘હું આત્મા છું,
જ્ઞાનસ્વરૂપ છું’ એમ વિચાર કરવો
તેમાં પણ ગુણગુણીભેદનો વિકલ્પ
છે તેથી તે પણ રાગ જ છે. જ્ઞાન
ગુણ આત્માથી જુદો પડતો નથી
છતાં જુદો વિચારમાં લેતાં રાગ
આવે છે. આ રીતે સ્ત્રી–પૈસા વગેરે
તરફનો અશુભરાગ કે દેવ–ગુરુ–
ધર્મ સંબંધી શુભ રાગ તેમ જ
પોતાના આત્મા સંબંધી વિકલ્પનો
શુભ રાગ તે બધોય રાગ જ હોવાથી
બંધનું લક્ષણ છે. શુભ–અશુભરાગ તે
આત્માનું લક્ષણ નથી; શુભઅશુભ
રાગને બાદ કરતાં બાકી જે એકલું
જ્ઞાન રહે છે તે જ આત્માનું લક્ષણ
છે, અને તે જ આત્માનો ધર્મ છે.
આત્માના સ્વરૂપમાંથી બહાર
લક્ષ જઈને જે શુભ કે અશુભ રાગની
વૃત્તિ ઊઠે તે વૃત્તિ આત્માની સ્વતંત્ર
અનાફળ દશાને રોકતી હોવાથી
બંધન છે. એકલા અભેદ
શુદ્ધાત્મસ્વભાવના અનુભવ સિવાય
કોઈ પણ લાગણી ઊઠે તે બધો રાગ
જ છે. રાગની આવી વ્યાપક વ્યાખ્યા
જેઓ સમજતા નથી તેઓ સ્ત્રી,
કુટુંબ, ધન વગેરે તરફનો અશુભરાગ
છોડીને દેવ–ગુરુ ધર્મ પ્રત્યેના
શુભરાગમાં ધર્મ માનીને તે રાગમાં
અટકી જાય છે, પરંતુ આત્માનું
સ્વરૂપ તો બધા પ્રકારના રાગરહિત
છે એને સમજવાનો તેઓ પ્રયત્ન
કરતા નથી, અને તેથી સમ્યગ્દર્શન
થતું નથી.
અનેક ઉપવાસનો શુભરાગ
કરવામાં જે પુણ્ય બંધાય તેના કરતાં
એક સમયના મિથ્યાત્વનું પાપ વધારે
છે; કેમકે ગમે તેટલા ઉપવાસના
પુણ્ય ભેગાં કરવામાં આવે તોપણ
મિથ્યાત્વના મહાપાપને ટાળવા તે
સમર્થ નથી. ઉપવાસનો શુભભાવ
તે રાગ છે અને મિથ્યાત્વ ટાળીને
સમ્યગ્દર્શન કરવું તે ધર્મ છે.
હજારો ઉપવાસ કરતાં
સમ્યગ્દર્શનનું ફળ જુદી જાતનું છે,
કેમકે ઉપવાસના શુભરાગનું ફળ
બંધન છે અને સમ્યગ્દર્શનનું ફળ
મુક્તિ છે. બંધમાર્ગ અને
મુક્તિમાર્ગને જુદા ઓળખવા
જોઈએ.
દેવ–ગુરુ–શાસ્ત્ર તે પર છે,
પર લક્ષે ગમે તેટલો રાગ ઘટાડીને
શુભ રાગ ગમે તેટલો કરે તોપણ
તેનાથી બંધન જ છે, રાગ તે
આત્માના ધર્મનો ઉપાય નથી,
પણ રાગથી વિપરીત લક્ષણવાળું
એવું જ્ઞાન તે જ આત્માના ધર્મનો
ઉપાય છે; માટે રાગ તે આત્મા
નથી અને જ્ઞાન તે આત્મા છે–
એમ સમજણ કરો.
[માગશર સુદ ૯ સં. ૨૦૦૨
સમયસાર]
ભગવાનશ્રી કુંદકુંદ પ્રવચનમંડપ
૧૦પપ૦૭।। આત્મધર્મ અંક ૨૭ માં જણાવ્યા મુજબ.
૭૨૮/– પોષ વદ ૦)) સુધીમાં નીચે મુજબ આવ્યા.
૨પ/– ગાંધી લલુભાઈ મગનલાલ
ચૂડા
૧૦૧/– પારેખ પ્રભુલાલ દેવકરણ રાજકોટ
પ૧/– દેસાઈ રતીલાલ વર્ધમાન મોરબી
પ૧/– ચંદનબેન (દેસાઈ રતીલાલ વર્ધમાનના પુત્ર વધુ)
મોરબી
૨પ૦/– શેઠ વનેચંદ જેચંદ રાજકોટ
૨પ૦/– શેઠ પ્રેમાભાઈ મહાસુખરામ અમદાવાદ
૭૨૮/–
૧૦૬૨૩પ
।। એક લાખ છ હજાર બસો સાડી પાંત્રીસ રૂપીયા.
નોટ–હવે પછીની છૂટક રકમો એક સાથે યોગ્ય
સમયે આપવામાં આવશે.
અમ ઘેર પ્રભુજી પધાર્યા
સુવર્ણપુરીમાં સનાતન જૈનમંદિરમાં
દેવાધિદેવ શ્રી સીમંધર ભગવંતની પરમ
પૂજનીક પ્રતિષ્ઠા ફાગણ સુદ ૨ ના રોજ
થયેલી છે; અને દરવર્ષે ફાગણ સુદ ૨ ના
રોજ આ પવિત્ર પ્રસંગ મહોત્સવપૂર્વક
ઉજવામાં આવે છે, આવતા ફાગણ સુદ ૨
ના રોજ તે મહોત્સવ ઉજવામાં આવશે.
સુધારો અંક – ૨૭
આત્મધર્મ અંક ૨૭ પાનું ૬૯ કોલમ ૧ લીટી
૧૧ માં ‘શુભરાગ ઉપર પણ લક્ષ આપતાં’ એમ છે
તેને બદલે ‘શુભરાગ ઉપર પણ લક્ષ ન આપતાં’ એમ
વાંચવું.

PDF/HTML Page 4 of 17
single page version

background image
: માહ : ૨૪૭૨ આત્મધર્મ : ૭૯ :
વર્ષ ત્રીજું માહ
અંક ચોથો ૨૪૭૨
સ્ િપ્રક્ષ્ િ
ગાથા ૩૨૧ – ૩૨ – ૩૨૩ પૂ. સદ્ગુરુદેવનું વ્યાખ્યાન.
સ્વભાવનો અનંત પુરુષાર્થ ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધામાં આવે છે. ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા તે
નિયતવાદ નથી, પણ સમ્યક્ પુરુષાર્થવાદ છે.
(‘વસ્તુની પર્યાય ક્રમબદ્ધ જ થાય છે. તોપણ પુરુષાર્થ વગર શુદ્ધપર્યાય કદાપિ પ્રગટતી નથી’ એ સિદ્ધાંત ઉપર
મુખ્યપણે આ વ્યાખ્યાન છે. આ વ્યાખ્યાનમાં ૧ – પુરૂષાર્થ, ૨ – સમ્યગ્દ્રષ્ટિની ધર્મભાવના, ૩ – સર્વજ્ઞની સાચી શ્રદ્ધા, ૪ – દ્રવ્યદ્રષ્ટિ,
પ – જડ અને ચેતન પદાર્થોની ક્રમબધ્ધ પર્યાય, ૬ – ઉપાદાન – નિમિત્ત, ૭ – દ્રવ્ય – ગુણ – પર્યાય, ૮ – સમ્યગ્દર્શન, ૯ – કર્તાપણું અને
જ્ઞાતાપણું, ૧૦ – સાધકદશા, ૧ – કર્મમાં ઉદીરણા વગેરે પ્રકારો, ૧૨ – મુક્તિનાં નિ:સંદેહ ભણકાર, ૧૩ – સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ,
૧૪ – અનેકાંત અને એકાંત, ૧પ – પાંચ સમવાય. ૧૬ – અસ્તિ – નાસ્તિ, ૧૭ – નિમિત્ત – નૈમિત્તિક સંબંધ, ૧૮ – નિશ્ચય – વ્યવહાર, ૧૯ –
આત્મજ્ઞ તથા સર્વજ્ઞ અને ૨૦ – નિમિત્તની હાજરી હોવા છતાં નિમિત્ત વગર કાર્ય થાય છે એ વગેરેના સ્વરૂપનું સ્પષ્ટીકરણ
આવી જાય છે. આમાં અનેક પડખાંથી વારંવાર સ્વતંત્ર પુરુષાર્થને સિદ્ધ કર્યો છે અને એ રીતે પુરૂષાર્થસ્વભાવી આત્માની
ઓળખાણ કરાવી છે. જિજ્ઞાસુઓ આ વ્યાખ્યાના રહસ્યને સમજીને આત્માના સ્વતંત્ર સત્ય પુરુષાર્થની ઓળખાણ કરી તે
તરફ વળ! અ ભલમણ છ.)
ભગવાન સ્વામીકાર્તિકેયાચાર્યે આ ત્રણ ગાથાઓમાં સમ્યગ્દ્રષ્ટિ જીવ વસ્તુસ્વરૂપનું કેવું ચિંતવન કરે છે
અને પુરુષાર્થની ભાવના કરે છે તે બતાવ્યું છે, આ ખાસ જાણવા જેવું હોવાથી આજે વંચાય છે. મૂળ શાસ્ત્રની
ગાથા નીચે મુજબ છે:–
“હવે સમ્યગ્દ્રષ્ટિનો વિચાર કેવો હોય તે કહે છે–
जं जस्स जम्मिदेसे जेण विहाणेण जम्मि कालम्मि।
णादं जिणेण णियदं जम्मं वा अहव मरणं वा।। ३२१।।
तं तस्स तम्मिदेसे तेण विहाणेण तम्मि कालम्मि।
को सक्कइ चालेदुं इंदो वा अह जिणिंदो वा।। ३२२।।
અર્થ:– જે જીવને જે દેશમાં જે કાળમાં જે વિધિથી જન્મ તથા મરણ તેમજ દુઃખ, સુખ, રોગ, દારિદ્ર આદિ,
જેમ સર્વજ્ઞ દેવે જાણ્યું છે તે જ પ્રમાણે નિયમથી થવાનું. સર્વજ્ઞદેવે જાણ્યા પ્રમાણે જ તે જીવને તે જ દેશમાં તે જ
કાળમાં તે જ વિધિથી નિયમથી થાય છે, તેને નિવારી શકવા ઈન્દ્ર તથા જિનેન્દ્ર તીર્થંકરદેવ કોઈ પણ સમર્થ નથી.
ભાવાર્થ:– સર્વજ્ઞદેવ સર્વ દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવની અવસ્થા જાણે છે. તે સર્વજ્ઞના જ્ઞાનમાં જે પ્રતિભાસ્યું
છે તે ચોક્કસપણે થાય છે તેમાં અધિક–હીન કાંઈ થતું નથી–એવું સમ્યગ્દ્રષ્ટિ વિચારે છે.” (સ્વામીકા. અનુપ્રેક્ષા.
પાનું–૧૨પ)
આ ગાથામાં સમ્યગ્દ્રષ્ટિ જીવની ધર્મ અનુપ્રેક્ષા કેવી હોય તે બતાવ્યું છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ વસ્તુના સ્વરૂપનું
કઈ રીતે ચિંતવન કરે છે તે આમાં બતાવ્યું છે. સમ્યગ્દ્રષ્ટિની આ ભાવના દુઃખના દિલાસા ખાતર કે ખોટા
આશ્વાસન ખાતર નથી, પણ જિનેશ્વરદેવે જોયેલું વસ્તુસ્વરૂપ જે પ્રમાણે છે તેમ પોતે ચિંતવે છે; આવું જ
વસ્તુસ્વરૂપ છે, પણ કલ્પના નથી. આ ધર્મની વાત છે. ‘ જે કાળે જે અવસ્થા થવાની સર્વજ્ઞ ભગવાને જોઈ તે
કાળે તે જ અવસ્થા થાય, બીજી ન થાય’ આમાં એકાંતવાદ કે નિયતવાદ નથી પરંતુ આમાં જ સાચો
અનેકાંતવાદ અને સર્વજ્ઞતાની ભાવના તેમ જ જ્ઞાનનો અનંતો પુરુષાર્થ આવે છે.
આત્મા સામાન્ય–વિશેષસ્વરૂપ વસ્તુ છે, અનાદિ અનંત જ્ઞાનસ્વરૂપ તે સામાન્ય અને તે જ્ઞાનમાંથી સમયે
સમયે જે પર્યાય થાય છે તે વિશેષ છે. સામાન્ય પોતે કાયમ રહીને વિશેષપણે પરિણમે છે; તે વિશેષ પર્યાયમાં
જો સ્વરૂપની રુચિ કરે તો સમયે સમયે વિશેષમાં શુદ્ધતા થાય છે, અને જો તે વિશેષ પર્યાયમાં ‘રાગાદિ દેહાદિ તે
હું’ એવી ઊંધી રુચિ કરે તો વિશેષમાં અશુદ્ધતા થાય છે. આ રીતે સ્વરૂપની રુચિ કરે તો શુદ્ધપર્યાય ક્રમબદ્ધ
પ્રગટે છે; અને જો વિકારની–પરની રુચિ હોય તો અશુદ્ધપર્યાય ક્રમબદ્ધ પ્રગટે છે; ચૈતન્યની ક્રમબદ્ધ પર્યાયમાં ફેર
પડતો નથી, પણ ક્રમબદ્ધનો નિયમ એવો છે કે જે તરફની રુચિ કરે તે તરફની ક્રમબદ્ધદશા થાય છે. જેને ક્રમબદ્ધ
પર્યાયની શ્રદ્ધા થાય તેને દ્રવ્યની

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૮૦ : આત્મધર્મ : માહ : ૨૪૭૨
રુચિ થાય અને જેને દ્રવ્યની રુચિ થાય તેની ક્રમબદ્ધ પર્યાય શુદ્ધ જ થાય, એટલે સર્વજ્ઞ ભગવાને જાણ્યા પ્રમાણે
ક્રમબદ્ધપર્યાય જ થાય છે, તેમાં ફેર પડતો જ નથી’ એટલું નક્કી કરવામાં તો દ્રવ્ય તરફનો અનંત પુરુષાર્થ
આવી જાય છે. પર્યાયનો ક્રમ ફેરવવો નથી, પણ રુચિ સ્વ તરફ કરવાની છે.
પ્રશ્ન:–જગતના પદાર્થોની અવસ્થા ક્રમબદ્ધ થાય છે, જડ કે ચેતન બધામાં એક પછી એક ક્રમબદ્ધ
અવસ્થા શ્રી સર્વજ્ઞદેવે જોઈ તે પ્રમાણે જ અનાદિ અનંત સમયબદ્ધ જ થાય છે–તો પછી આમાં પુરુષાર્થ કરવાનો
કયાં રહ્યો?
ઉત્તર:–એકલા આત્મા તરફનો પુરુષાર્થ કરે ત્યારે જ ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા થાય છે. જેણે પોતાના
આત્મામાં ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર્યો કે અહો! જડ અને ચૈતન્ય બધાની અવસ્થા ક્રમબદ્ધ સ્વયં થયા કરે છે,
હું પરમાં શું કરૂં? હું તો માત્ર જેમ થાય તેમ જાણું એવું મારૂં સ્વરૂપ છે; આવા નિર્ણયમાં પરની અવસ્થામાં ઠીક–
અઠીક માનવાનું ન રહ્યું પણ જ્ઞાતાપણું રહ્યું, એટલે ઊંધી માન્યતા અને અનંતાનુબંધી કષાય નાશ થયા. અનંત
પરદ્રવ્યના કર્તૃત્વપણાનો મહા મિથ્યાત્વભાવ ટળીને પોતાના જ્ઞાતા સ્વભાવની અનંતી દ્રઢતા થઈ–આવો
સ્વતરફનો અનંત પુરુષાર્થ ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધામાં થયો છે.
બધા દ્રવ્યની અવસ્થા ક્રમબદ્ધ થાય છે, હું તેને જાણું પણ હું કોઈનું કાંઈ કરું નહિ એવી માન્યતા દ્વારા
મિથ્યાત્વનો નાશ કરીને, પરથી પાછો ફરી જીવ સ્વ તરફ વળે છે. સર્વજ્ઞદેવના જ્ઞાનમાં જે ભાસ્યું તેમાં ફેર
પડતો નથી, બધા પદાર્થોની સમયે સમયે જે અવસ્થા ક્રમબદ્ધ હોય તે જ થાય છે, આવા નિર્ણયમાં સમ્યગ્દર્શન
આવી ગયું. આમાં કઈ રીતે પુરુષાર્થ આવ્યો તે કહે છે. ૧–પરની અવસ્થા તેના ક્રમ પ્રમાણે થયા જ કરે છે, હું
પરનું કરતો નથી એમ નક્કી કર્યું એટલે બધા પર દ્રવ્યનું અભિમાન ટળી ગયું. ૨–ઊંધી માન્યતાથી પરની
અવસ્થામાં ઠીક–અઠીકપણું માનીને જે અનંતાનુંબંધી રાગદ્વેષ કરતો તે ટળી ગયો. આ રીતે, ક્રમબદ્ધપર્યાયની
શ્રદ્ધા કરતાં પર દ્રવ્યના લક્ષથી ખસીને પોતે પોતાના રાગદ્વેષ રહિત જ્ઞાતાસ્વભાવમાં આવ્યો એટલે કે પોતાના
હિત માટે પરમાં જોવાનું અટકી ગયું અને જ્ઞાન પોતા તરફ વળ્‌યું; હવે પોતાના દ્રવ્યમાં પણ એક પછી એક
અવસ્થા ક્રમબદ્ધ થાય છે. હું તો ત્રણેકાળની ક્રમબદ્ધ અવસ્થાઓના પિંડરૂપ દ્રવ્ય છું, વસ્તુ તો જ્ઞાતા જ છે, એક
અવસ્થા જેટલી વસ્તુ નથી; અવસ્થામાં રાગ–દ્વેષ થાય તે પર વસ્તુના કારણે નથી પણ વર્તમાન અવસ્થાની
નબળાઈથી છે તે નબળાઈ ઉપર પણ જોવાનું ન રહ્યું, પણ પુરુષાર્થથી પરિપૂર્ણ જ્ઞાતાસ્વરૂપમાં જ જોવાનું રહ્યું, તે
સ્વરૂપના લક્ષે પુરુષાર્થની નબળાઈ અલ્પકાળમાં તૂટી જવાની છે.
ક્રમબદ્ધપર્યાય દ્રવ્યમાંથી આવે છે, પરપદાર્થમાંથી આવતી નથી તેમજ એક પર્યાયમાંથી બીજી પર્યાય
પ્રગટતી નથી તેથી પોતાની પર્યાય માટે પર ઉપર કે પર્યાય ઉપર જોવાનું ન રહ્યું પણ એકલા જ્ઞાતાસ્વરૂપમાં જ
જોવાનું રહ્યું; આવી જેની દશા થઈ તેણે સર્વજ્ઞના જ્ઞાન પ્રમાણે ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર્યો છે.
પ્રશ્ન:–સર્વજ્ઞ ભગવાને જોયું હોય ત્યારે આત્માની રુચિ થાય ને?
ઉત્તર:–સર્વજ્ઞ ભગવાન બધું જાણે છે એમ નક્કી કોણે કર્યું? જેણે સર્વજ્ઞ ભગવાનના જ્ઞાન સામર્થ્યને
પોતાની પર્યાયમાં નક્કી કર્યું છે તેની પર્યાય સંસારથી અને રાગથી ખસીને પોતાના જ્ઞાનસ્વભાવ તરફ વળી છે
ત્યારે જ તેણે સર્વજ્ઞનો નિર્ણય કર્યો છે, જેની પર્યાય જ્ઞાનસ્વભાવ તરફ વળી છે તેને આત્માની જ રુચિ છે. ‘
અહો! કેવળી ભગવાન ત્રણકાળ ત્રણલોકના જાણનાર જ છે, તેઓ પોતાના જ્ઞાનથી બધું જાણે છે પણ કોઈનું
કાંઈ કરતા નથી ’ આમ જેણે યથાર્થપણે નક્કી કર્યું તેણે પોતાના આત્માને જ્ઞાતા સ્વભાવે માન્યો અને તેને
ત્રણકાળ ત્રણલોકના બધા પદાર્થોના કર્તૃત્વપણાની બુદ્ધિ ટળી ગઈ–એટલે કે અભિપ્રાય અપેક્ષાએ તે સર્વજ્ઞ થયો
છે. આવો, સ્વભાવનો અનંત પુરુષાર્થ ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધામાં આવે છે. ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા તે નિયતવાદ
નથી, પણ સમ્યક પુરુષાર્થવાદ છે.
સામા દ્રવ્યોની એક પછી એક જે અવસ્થા થાય છે તેના કર્તા સ્વયં તે તે દ્રવ્યો છે, પણ હું તેનો કર્તા
નથી, અને મારી અવસ્થા કોઈ પર કરતું નથી, કોઈ નિમિત્તના કારણે રાગ–દ્વેષ થતાં નથી, આ રીતે નિમિત્ત
અને રાગ–દ્વેષને જાણનાર એકલી જ્ઞાનની અવસ્થા રહી, તે અવસ્થા જ્ઞાતાસ્વરૂપને જાણે, રાગને જાણે અને
બધા પરને પણ જાણે, માત્ર જાણવાનું જ જ્ઞાનનું સ્વરૂપ છે, રાગ થાય તે જ્ઞાનનું જ્ઞેય છે પણ રાગ તે જ્ઞાનનું
સ્વરૂપ

PDF/HTML Page 6 of 17
single page version

background image
: માહ : ૨૪૭૨ આત્મધર્મ : ૮૧ :
નથી–આવી શ્રદ્ધામાં જ્ઞાનનો અનંતો પુરુષાર્થ સમાય છે. આ સમજવા માટે જ આચાર્યદેવે અહીં બે ગાથા મૂકીને
વસ્તુસ્વરૂપ બતાવ્યું છે. સમ્યગ્દ્રષ્ટિને હજી કેવળજ્ઞાન થયું નથી ત્યારપહેલાંં પોતાના કેવળજ્ઞાનની ભાવના કરતાં
વસ્તુસ્વરૂપ વિચારે છે. સર્વજ્ઞતા થતાં વસ્તુસ્વરૂપ કેવું જણાશે તેનું ચિંતવન કરે છે.
આત્માની અવસ્થા ક્રમબદ્ધ થાય છે, જ્યારે આત્માની જે અવસ્થા થાય ત્યારે તે અવસ્થાને અનુકૂળ
નિમિત્તરૂપ પરવસ્તુ સ્વયં હાજર હોય જ છે; આત્માની ક્રમબદ્ધપર્યાયની જે લાયકાત હોય તેને અનુસાર નિમિત્ત
ન આવે તો તે પર્યાય અટકી જાય–એમ બનતું નથી. ‘નિમિત્ત ન હોય તો? ’ એ પ્રશ્ન જ અજ્ઞાનભરેલો છે,
ઉપાદાનસ્વરૂપની દ્રષ્ટિવાળાને તે પ્રશ્ન ન ઊઠે; વસ્તુમાં પોતાના ક્રમથી જ્યારે અવસ્થા થાય ત્યારે નિમિત્ત હોય
જ છે, એવો નિયમ છે.
જે તડકો છે તે પરમાણુની જ ઊજળી દશા છે અને છાંયો છે તે પરમાણુની જ કાળી દશા છે. પરમાણુમાં જે
સમયે કાળી અવસ્થા થવાની હોય તે જ સમયે કાળી અવસ્થા તેનાથી સ્વયં થાય છે, અને તે વખતે સામે બીજી
ચીજ હાજર હોય છે. પરમાણુની કાળી દશાના ક્રમને ફેરવવા કોઈ સમર્થ નથી. તડકામાં વચ્ચે હાથ રાખતાં નીચે જે
પડછાયો થાય છે તે હાથના કારણે થયો નથી, પણ ત્યાંના પરમાણુની જ તે સમયની ક્રમબદ્ધ અવસ્થા કાળી થઈ છે.
પરમાણુમાં બપોરના ત્રણ વાગે કાળી દશા થવાની છે એમ સર્વજ્ઞદેવે જોયું હોય, અને હાથ મોડો આવે તો
પરમાણુમાં ત્રણ વાગે કાળીદશા થવી અટકી જાય ને? ના, એમ બને જ નહિ. પરમાણુમાં બરાબર ત્રણ વાગે કાળી
દશા થવાની હોય તો બરાબર તે જ વખતે હાથ વગેરે નિમિત્ત સ્વયં હાજર હોય જ; સર્વજ્ઞદેવે ત્રણ વાગે પરમાણુની
કાળી દશા થશે એમ જોયું અને જો નિમિત્તના અભાવને લીધે તે દશા મોડી થાય તો સર્વજ્ઞનું જ્ઞાન ખોટું ઠરે! પરંતુ
તે અસંભવ છે. જે વખતે વસ્તુની જે ક્રમબદ્ધ અવસ્થા થવાની હોય છે તે વખતે નિમિત્ત ન હોય એમ બને જ નહિ,
નિમિત્ત હોય ખરૂં પણ નિમિત્ત કાંઈ જ કરે નહિ. અહીં ઉપરમાં પુદ્ગલનું દ્રષ્ટાંત લીધું, તેમ હવે જીવનું દ્રષ્ટાંત આપી
સમજાવે છે. કોઈ જીવ કેવળજ્ઞાન પામવાનો હોય અને શરીરમાં વજ્રઋષભનારાચસંહનન ન હોય તો કેવળજ્ઞાન
અટકી જાય એવી માન્યતા તદ્ન અસત્ય પરાધીન દ્રષ્ટિની છે. જીવ કેવળજ્ઞાન પામવા તૈયાર થયો અને શરીરમાં
વજ્રઋષભનારાચસંહનન ન હોય એમ કદાપિ બને જ નહિ. જ્યાં ઉપાદાન પોતે તૈયાર થયું ત્યાં નિમિત્ત સ્વયં હોય
જ. જે સમયે ઉપાદાન કાર્યરૂપ પરિણમે તે જ સમયે બીજી ચીજ નિમિત્તરૂપ હાજર હોય, નિમિત્ત પાછળથી આવે
એમ બને નહિ, જે વખતે ઉપાદાનનું કામ તે જ વખતે નિમિત્તની હાજરી–આમ હોવા છતાં ઉપાદાનના કાર્યમાં
નિમિત્ત કાંઈ જ મદદ, અસર કે ફેરફાર કરે નહિ. નિમિત્ત ન હોય એમ ન બને અને નિમિત્તથી કાર્ય થાય એમ પણ
ન બને. ચેતન કે જડ દ્રવ્યમાં તેની પોતાની જે ક્રમબદ્ધ અવસ્થા જ્યારે થવાની હોય છે ત્યારે અનુકૂળ નિમિત્ત હોય
છે. આવો જે સ્વાધીનદ્રષ્ટિનો વિષય છે તે સમ્યગ્દ્રષ્ટિ જ જાણે છે, મિથ્યાદ્રષ્ટિઓને વસ્તુની સ્વતંત્રતાની પ્રતીત નથી
એટલે તેની દ્રષ્ટિ નિમિત્ત ઉપર જાય છે.
અજ્ઞાનીને વસ્તુસ્વરૂપનું સાચું જ્ઞાન નથી એટલે તે વસ્તુની ક્રમબદ્ધપર્યાયમાં શંકા કરે છે કે આ આમ કેમ
બન્યું? તેને સર્વજ્ઞના જ્ઞાનની અને વસ્તુની સ્વતંત્રતાની પ્રતીત નથી; જ્ઞાનીને વસ્તુસ્વરૂપમાં શંકા પડતી નથી.
તે જાણે છે કે જે કાળે જે વસ્તુની જે પર્યાય થાય છે તે તેની ક્રમબધ્ધ વ્યવસ્થા છે, હું માત્ર જાણનાર છું; આમ
જ્ઞાનીને પોતાના જાણનાર સ્વભાવનું ભાન છે તેથી સર્વજ્ઞ ભગવાને જાણેલા વસ્તુસ્વરૂપનું ચિંતવન કરીને તે
પોતાના જ્ઞાનની ભાવના વધારે છે કે જે કાળે જેમ બને તેમ હું તેનો જ્ઞાયક જ છું, મારા જ્ઞાયક સ્વરૂપની
ભાવના કરતાં કરતાં મારૂં કેવળજ્ઞાન પ્રગટવાનું છે.
આ ભાવના કેવળી ભગવાન વિચારતા નથી પરંતુ જેને હજી અલ્પ રાગ–દ્વેષ પણ થાય છે એવા ચોથા,
પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનવાળા જ્ઞાનીની ધર્મભાવનાનો આ વિચાર છે, આમાં યથાર્થ વસ્તુ સ્વરૂપની ભાવના છે,
પણ કાંઈ મિથ્યાકલ્પના કે દુઃખના આશ્વાસન માટે નથી. આવી પડેલા કોઈ પણ સંયોગ વિયોગને આપદાનું
કારણ સમ્યગ્દ્રષ્ટિઓ માનતા જ નથી, પણ જ્ઞાનની અધૂરી દશાના કારણે પોતાની નબળાઈથી અલ્પ રાગ–દ્વેષ
થાય છે, તે વખતે સંપૂર્ણ જ્ઞાનદશા કેવા પ્રકારની હોય તેનું તેઓ નીચે પ્રમાણે ચિંતવન કરે છે.
જે કાળે જે વસ્તુની જે અવસ્થા સર્વજ્ઞદેવના જ્ઞાનમાં જણાણી છે તે જ પ્રમાણે ક્રમબદ્ધ અવસ્થા થવાની,

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૮૨ : આત્મધર્મ : માહ : ૨૪૭૨
ભગવાન તીર્થંકરદેવ પણ તેને ફેરવવા સમર્થ નથી. જુઓ, આમાં સમ્યગ્દ્રષ્ટિની ભાવનાની નિઃશંકતાનું જોર
કેટલું છે! ‘ભગવાન પણ ફેરવવા સમર્થ નથી’ એમ કહેવામાં ખરેખર પોતાના જ્ઞાનની નિઃશંકતા છે. સર્વજ્ઞદેવ
માત્ર જાણે પણ કાંઈ ફેરવવા સમર્થ નથી, તો પછી હું તો શું કરૂં? હું પણ માત્ર જાણનાર જ છું, આમ પોતાના
જ્ઞાનની પૂર્ણતાની ભાવનાનું જોર છે.
જે ક્ષેત્રમાં જે દેહનું જીવન કે મરણ, સુખ કે દુઃખનો સંયોગ વગેરે જે વિધિએ થવાનું હોય તેમાં કિંચિત્
ફેર પડે નહિ. સર્પ કરડવો, પાણીમાં ડુબવું, અગ્નિમાં બળવું વગેરે જે સંયોગ થવાનો તેને ફેરફાર કરવા કોઈ
ત્રણકાળ ત્રણલોકમાં સમર્થ નથી. ધ્યાન રાખજો, આમાં મહાન સિદ્ધાંત છે, એકલા પુરુષાર્થની સિદ્ધિ કરે છે.
આમાં બાર ભાવનાનું સ્વરૂપ સ્વામીકાર્તિકેયાચાર્ય વર્ણવે છે, તેઓ મહા સંત મુનિ હતા, બે હજાર વર્ષ પૂર્વે થઈ
ગયા છે, વસ્તુસ્વરૂપને દ્રષ્ટિમાં રાખીને આ શાસ્ત્રમાં ભાવનાનું સ્વરૂપ તેમણે વર્ણવ્યું છે; આ શાસ્ત્ર સનાતન
જૈન પરંપરામાં ઘણું જુનું મનાય છે. કાર્તિકસ્વામી સંબંધી શ્રીમદ્ રાજચંદ્રે પણ કહ્યું છે કે:–‘નમસ્કાર હો તે
સ્વામી કાર્તિકેયને!’ આ મહા સંત મુનિના કથનમાં ઊંડા રહસ્ય છે.
जो जीस जीवके ’ એટલે બધા જીવોને માટે આ જ નિયમ છે કે જે જીવને જે કાળે જીવન મરણ
વગેરેના કાંઈ પણ સંયોગ, સુખ–દુઃખનું નિમિત્ત આવી પડવાનું છે તેમાં ફેર કરવા શક્રેન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર કોઈ
સમર્થ નથી–આ સમ્યગ્દ્રષ્ટિ જીવનો સાચા જ્ઞાનની પૂર્ણતાની ભાવનાનો વિચાર છે. વસ્તુનું સ્વરૂપ જ આવું છે
તેને પોતના જ્ઞાનમાં લ્યે છે, પણ કાંઈ સંયોગના ભયથી ઓથ લેવા માટેનો આ વિચાર નથી. એક પર્યાયમાં
ત્રણકાળ ત્રણલોકના પદાર્થોનું જ્ઞાન કઈ રીતે જણાઈ જાય તે પ્રકાર વિચારે છે.
અહીં સુખદુઃખના સંયોગની વાત કરી છે, સંયોગ વખતે અંદર પોતે જે શુભ કે અશુભ લાગણી કરે તે
આત્માના વીર્યનું કાર્ય છે. પુરુષાર્થની નબળાઈથી રાગ–દ્વેષ થાય છે ત્યાં સમ્યગ્દ્રષ્ટિ પોતાની પર્યાયની મોળપને
સ્વના લક્ષે જાણે છે, સંયોગના કારણે પોતાને રાગ–દ્વેષ થાય છે એમ માનતા નથી; સંયોગ–વિયોગ તો સર્વજ્ઞે
જોયા પ્રમાણે ક્રમસર થાય છે એમ તે માને છે; મિથ્યાદ્રષ્ટિ જીવ પરસંયોગના કારણે પોતાને રાગ દ્વેષ થાય છે
એમ માને છે એટલે તે સંયોગ ફેરવવા માગે છે, તેને વીતરાગ શાસનની શ્રદ્ધા નથી. સર્વજ્ઞના જ્ઞાનની પણ તેને
શ્રદ્ધા નથી કેમકે સર્વજ્ઞદેવે જોયા પ્રમાણે જ બધું થાય છે છતાં ‘આમ કેમ થયું? ’ એમ તે શંકા કરે છે. જો
સર્વજ્ઞની શ્રદ્ધા હોય તો સર્વજ્ઞદેવે જોયા પ્રમાણે જ બધું થાય છે એમ નક્કી કરે અને તેથી સંયોગના કારણે
પોતાને રાગ–દ્વેષ થાય છે એ માન્યતા ટળી જ જાય, અને સંયોગ હું ફેરવી શકું એ માન્યતા પણ ટળી જ જાય.
આ વાતમાં જરાકે ફેરફાર માને તેને વીતરાગશાસનની શ્રદ્ધા નથી.
જે જીવને જે નિમિત્તદ્વારા જે આહાર–પાણી મળવાના હોય તે જીવને તે જ નિમિત્તદ્વારા અને તે જ
રજકણો મળવાનાં; તેમાં એક સમયમાત્ર કે એક પરમાણુમાત્રનો ફેરફાર કરવા કોઈ સમર્થ નથી. જીવન, મરણ,
સુખ, દુઃખ, દારિદ્ર વગેરે જેમ થવાનું તેમ જ થવાનું, તેમાં લાખ પ્રકારે ચોકસાઈ રાખે તોપણ કિંચિત્ ફેરફાર
થાય નહિ, ઈન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર કોઈ પણ ફેરવવા સમર્થ નથી. આમાં નિયતવાદ નથી આવતો, પણ એકલો
જ્ઞાયકપણાનો પુરુષાર્થવાદ જ આવે છે.
‘ જેમ સર્વજ્ઞ ભગવાને જોયું તેમ જ થાય, તેમાં જરાય ફેરફાર ન જ થાય ’ આવી દ્રઢ પ્રતીતિ તેનું નામ
નિયતવાદ નથી પણ આ તો સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માનો પુરુષાર્થવાદ છે. સમ્યગ્દર્શન સિવાય આ વાત નહિ બેસે!
પરમાં જોવાનું નથી પણ સ્વમાં જોવાનું છે; જેની દ્રષ્ટિ એકલા પર પદાર્થ ઉપર જ છે તેને ભ્રમથી એમ લાગશે કે
આ તો નિયતવાદ છે; પણ જો સ્વ વસ્તુ તરફથી જુએ તો આમાં તો એકલો સ્વાધીનતત્ત્વદ્રષ્ટિનો પુરુષાર્થ
ભરેલો છે. વસ્તુનું પરિણમન સર્વજ્ઞના જ્ઞાન પ્રમાણે ક્રમબદ્ધ થાય છે એમ નક્કી કર્યું ત્યાં બધા પર દ્રવ્યોથી જીવ
ઉદાસ થઈ ગયો અને તેથી સ્વદ્રવ્યમાં જ તેને જોવાનું રહ્યું, અને તેમાં જ સમ્યક્પુરુષાર્થ આવી ગયો છે. આ
પુરુષાર્થમાં મોક્ષના પાંચે સમવાય સમાઈ જાય છે. આ ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધાના ભાવ સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનને
અવલંબનારા છે, આ ભાવ ત્રણકાળ ત્રણલોકમાં ફરવાના નથી. જો સર્વજ્ઞનું કેવળજ્ઞાન ખોટું પડે તો આ ભાવ
ફરે! (તે અશક્ય છે.) જગત જગતને ઠેકાણે રહ્યું, જગતના જીવોને આ વાત ન બેસે તેથી શું? સર્વજ્ઞદેવે જોયેલું
વસ્તુસ્વરૂપ કદી ફરવાનું નથી. સર્વજ્ઞદેવે જોયું હોય તેમ જ થાય–આ વાતમાં શંકા કરે તે મિથ્યાદ્રષ્ટિ છે.

PDF/HTML Page 8 of 17
single page version

background image
: માહ : ૨૪૭૨ આત્મધર્મ : ૮૩ :
નિમિત્ત અને સંયોગમાં હું ફેરફાર કરી શકું એમ જે માને છે તે સર્વજ્ઞના જ્ઞાનમાં શંકા કરે છે અને તેથી તે
પ્રગટપણે મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની મૂઢ છે.
અહો! આ એક સત્ય સમજતાં જગતના સર્વે દ્રવ્યો પ્રત્યે કેટલો ઉદાસભાવ થઈ જાય છે!! ઓછું
ખાવાનો ભાવ કરે કે વધારે ખાવાનો ભાવ કરે પરંતુ જેટલા અને જે પરમાણુઓ આવવાના તેટલા અને તે જ
પરમાણુઓ આવશે, તેમાં એક પણ પરમાણુને ફેરવવા જીવ સમર્થ નથી. બસ! આમ જાણીને તો શરીરનું અને
પરનું કર્તૃત્વ છૂટીને જ્ઞાનસ્વભાવની પ્રતીત થવી જોઈએ. આ માનવામાં અનંતુ વીર્ય સ્વતરફ કાર્ય કરે છે. પરનું
કર્તૃત્વ અંતરથી માનતો હોય, પરમાં સુખ બુદ્ધિ હોય અને કહે કે જે થવાનું હોય તે થાશે–એ તો શુષ્કતા છે; એવી
આ વાત નથી; જ્યારે અનંત પર દ્રવ્યોથી છૂટો પડીને એકલા સ્વભાવમાં જીવ સંતોષ માને છે ત્યારે આ વાત
યથાર્થ બેસે છે, આની કબુલાતમાં તો બધાય પર પદાર્થોથી ખસીને જ્ઞાન જ્ઞાનમાં જ રોકાણું છે, એટલે એકલો
વીતરાગભાવનો પુરુષાર્થ પ્રગટયો છે. નરેન્દ્ર, દેવેન્દ્ર કે જિનેન્દ્ર ત્રણકાળ ત્રણલોકમાં એક પરમાણુને ફેરવવા
સમર્થ નથી, આવી જેને પ્રતીત છે તે જ્ઞાન તરફ વળ્‌યો છે, અને તેને સમ્યગ્દર્શન છે; ક્રમે ક્રમે જ્ઞાનની દ્રઢતાના
જોરે રાગ તોડીને તે અલ્પકાળમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરવાનો છે; કેમકે બધું જ ક્રમબદ્ધ થાય છે એમ નક્કી કર્યું
હોવાથી હવે તે જ્ઞાતાભાવે જાણે જ છે, જ્ઞાનની એકાગ્રતાની કચાશના કારણે વર્તમાન થોડું અધુરૂં જાણે છે અને
અલ્પ રાગ–દ્વેષ પણ થાય છે પરંતુ હું તો જ્ઞાન જ છું એવી શ્રદ્ધાના જોરે પુરુષાર્થની પૂર્ણતા કરી કેવળજ્ઞાન
પામવાનો છે, તેથી ‘ હું તો જ્ઞાતાસ્વરૂપ છું, પરપદાર્થોની ક્રિયા સ્વતંત્ર થાય છે તેનો હું કર્તા નથી પણ જાણનાર
જ છું ’ આવી યથાર્થ શ્રદ્ધા તે જ કેવળજ્ઞાન પ્રગટવાનો એક જ અપૂર્વ અને અફર (જરાપણ ઉણપ ન રાખે અને
પાછો ન ફરે તેવો) ઉપાય છે.
જેમ વસ્તુમાં થાય છે તેમ કેવળી જાણે છે અને જેમ કેવળીએ જાણ્યું છે તેમ વસ્તુમાં થાય છે, આ રીતે
જ્ઞેય અને જ્ઞાયકને અરસપરસ મેળ છે. જ્ઞેયજ્ઞાયક મેળ ન માને અને કર્તાકર્મનો જરાપણ મેળ માને તો જીવ
મિથ્યાદ્રષ્ટિ છે. કેવળજ્ઞાની સંપૂર્ણ જ્ઞાયક છે, કોઈ પદાર્થ પ્રત્યે કર્તૃત્વ કે રાગ–દ્વેષભાવ તેમને નથી. સમ્યગ્દ્રષ્ટિને
પણ એવી શ્રદ્ધા છે કે કેવળજ્ઞાનીની જેમ હું પણ જાણનાર જ છું, કોઈ વસ્તુનું હું કાંઈ કરી શકતો નથી, તેમ જ
કોઈ વસ્તુના કારણે મારામાં ફેરફાર થતો નથી, અસ્થિરતાથી રાગ થઈ જાય તે મારૂં સ્વરૂપ નથી. આ રીતે શ્રદ્ધા
અપેક્ષાએ તો સમ્યગ્દ્રષ્ટિ પણ જ્ઞાયક જ છે. નિયમ મુજબ વસ્તુની ક્રમબદ્ધદશા થાય છે એમ જેણે માન્યું તેણે
વસ્તુસ્વરૂપ જાણ્યું.
ભાઈ રે! આ નિયતવાદ નથી. પરંતુ પોતાના જ્ઞાનમાં સમસ્ત પદાર્થોના નિયતનો
(ક્રમબદ્ધઅવસ્થાઓનો) નિર્ણય કરનાર આ પુરુષાર્થવાદ છે. બધા પદાર્થોની ક્રમબદ્ધ અવસ્થા થાય છે તો હું
તેનું શું કરૂં? હું કોઈની અવસ્થાના ક્રમને ફેરવવા સમર્થ નથી, મારી અવસ્થા ક્રમબદ્ધ મારા દ્રવ્યસ્વભાવમાંથી
પ્રગટે છે તેથી હું મારા દ્રવ્યસ્વભાવમાં એકાગ્ર રહીને બધાનો જાણનાર જ છું–આવી સ્વભાવદ્રષ્ટિ
[દ્રવ્યદ્રષ્ટિ]
માં અનંત પુરુષાર્થ આવ્યો છે.
પ્રશ્ન:–જો બધું જ ક્રમબદ્ધ છે અને તેમાં જીવ કાંઈ જ ફેરફાર ન કરી શકે તો પછી જીવમાં પુરુષાર્થ
કયાં રહ્યો?
ઉત્તર:–બધું ક્રમબદ્ધ છે એવા નિર્ણયમાં જ જીવનો અનંત પુરુષાર્થ સમાણો છે, પરનું ફેરફાર કરવું તે કાંઈ
આત્માના પુરુષાર્થનું કાર્ય નથી. ભગવાન જગતનું બધું માત્ર જાણે જ છે પરંતુ તેઓ પણ કાંઈ ફેરવી ન શકે તો
તેથી શું ભગવાનનો પુરુષાર્થ પરિમિત
[હદવાળો] થઈ ગયો? નહિ, નહિ, ભગવાનનો અનંત–અપરિમિત
પુરુષાર્થ પોતાના જ્ઞાનમાં સમાણો છે. ભગવાનનો પુરુષાર્થ સ્વમાં છે, પરમાં નહિ; પુરુષાર્થ તે જીવ દ્રવ્યની
પર્યાય છે તેથી તેનું કાર્ય જીવની જ પર્યાયમાં આવે પણ જીવના પુરુષાર્થનું કાર્ય પરમાં ન આવે.
સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાનદશા આત્માના પુરુષાર્થ વગર થાય એમ જે માને તે મિથ્યાદ્રષ્ટિ છે. જ્ઞાની તો
ક્ષણે ક્ષણે સ્વભાવની પૂર્ણતાના પુરુષાર્થની ભાવના કરે છે; અહો! જેમને પૂરો જ્ઞાયકસ્વભાવ ઉઘડી ગયો તે
કેવળજ્ઞાની છે, તેમના જ્ઞાનમાં બધું એક સાથે જણાય છે આવી પ્રતીતિ કરતાં પોતે પણ સ્વદ્રષ્ટિથી જોનાર જ
રહ્યો, જ્ઞાન સિવાય પરનું કર્તૃત્વ કે રાગાદિ એ બધું અભિપ્રાયમાંથી ટળી ગયું; આવી દ્રવ્યદ્રષ્ટિના જોરે જ્ઞાનની
પૂર્ણતાની ભાવનાથી વસ્તુસ્વરૂપ ચિંતવે છે. આ ભાવના જ્ઞાનીની છે, અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિની આ ભાવના નથી

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૮૪ : આત્મધર્મ : માહ : ૨૪૭૨
કેમકે મિથ્યાદ્રષ્ટિ જીવ તો પરનું કર્તૃત્વ માને છે. કર્તાપણાની માન્યતાવાળો જીવ જ્ઞાતાપણાની યથાર્થ ભાવના
કરી શકે નહિ, કેમકે કર્તાપણાને અને જ્ઞાતાપણાને પરસ્પર વિરોધ છે.
‘સર્વજ્ઞ ભગવાને પોતાના કેવળજ્ઞાનમાં જેમ જોયું હોય તેમજ થાય, આપણે તેમાં કાંઈ ફેરફાર ન કરી
શકીએ, તો પછી તેમાં પુરુષાર્થ રહેતો નથી’ આમ જે માને છે તે અજ્ઞાની છે; હે ભાઈ! તું કોના જ્ઞાનથી વાત
કરે છે? તારા જ્ઞાનથી કે બીજાના જ્ઞાનથી? જો તું તારા જ્ઞાનથી જ વાત કરે છે તો પછી જે જ્ઞાને સર્વજ્ઞનો અને
બધા દ્રવ્યોની અવસ્થાનો નિર્ણય કરી લીધો તે જ્ઞાનમાં સ્વદ્રવ્યનો નિર્ણય ન હોય એ બને જ કેમ? સ્વદ્રવ્યનો
નિર્ણય કરનાર જ્ઞાનમાં અનંત પુરુષાર્થ છે.
વળી તારી દલીલમાં ‘સર્વજ્ઞ ભગવાને પોતાના કેવળજ્ઞાનમાં જેમ જોયું હોય તેમ થાય’ એમ કહ્યું છે તો
તે માત્ર વાત કરવા માટે કહ્યું છે કે તને સર્વજ્ઞના કેવળજ્ઞાનનો નિર્ણય છે? પ્રથમ તો, જો કેવળજ્ઞાનનો તને
નિર્ણય ન હોય તો પહેલાંં તે નિર્ણય કર, અને જો સર્વજ્ઞના નિર્ણયપૂર્વક તું કહેતો હોય તો, સર્વજ્ઞ ભગવાનના
કેવળજ્ઞાનનો નિર્ણય કરનાર જ્ઞાનમાં અનંત પુરુષાર્થ આવી જ જાય છે. સર્વજ્ઞનો નિર્ણય કરવામાં જ્ઞાનનું અનંત
વીર્ય કામ કરે છે છતાં તેની ના પાડીને તું કહે છે કે ‘ક્રમબદ્ધપર્યાયમાં પુરુષાર્થ કયાં આવ્યો?’ તો તને પૂર્ણ
કેવળજ્ઞાનના સ્વરૂપની જ શ્રદ્ધા થઈ નથી, તેમ કેવળજ્ઞાનને કબુલવાનો અનંત પુરુષાર્થ તારામાં પ્રગટયો નથી.
કેવળજ્ઞાનને કબુલવામાં અનંત પુરુષાર્થની અસ્તિ આવે છે છતાં કબુલતો નથી તો તું માત્ર વાતો જ કરે છે પણ
તને સર્વજ્ઞનો નિર્ણય થયો નથી; જો સર્વજ્ઞનો નિર્ણય હોય તો પુરુષાર્થની અને ભવની શંકા ન હોય; સાચો
નિર્ણય આવે અને પુરુષાર્થ ન આવે તેમ બને જ નહિ.
અનંત પદાર્થોને જાણનાર, અનંત ગુણોથી પરિપૂર્ણ અને ભવરહિત એવા કેવળજ્ઞાનનો જે જ્ઞાને નિર્ણય
કર્યો તે જ્ઞાને પોતાના પુરુષાર્થવડે નિર્ણય કર્યો છે કે પુરુષાર્થ વગર? જેણે ભવરહિત કેવળજ્ઞાનને પ્રતીતમાં લીધું
છે તેણે રાગમાં ટકીને તે પ્રતીત કરી નથી પણ રાગથી છૂટો પાડીને પોતાના જ્ઞાનસ્વભાવમાં ટકીને ભવરહિત
કેવળજ્ઞાનની તેણે પ્રતીત કરી છે. જે જ્ઞાને જ્ઞાનમાં ટકીને ભવરહિત કેવળજ્ઞાનની પ્રતીત કરી તે જ્ઞાન પોતે
ભવરહિત છે અને તેથી તે જ્ઞાનમાં ભવની શંકા નથી. પહેલાંં કેવળજ્ઞાનની પ્રતીત ન હતી ત્યારે અનંત ભવની
શંકામાં ઝુલતો અને હવે તે પ્રતીત થતાં અનંત ભવની શંકા ટળી ગઈ અને એકાદ ભવે મોક્ષ માટે જ્ઞાન નિઃશંક
થયું, તે જ્ઞાનમાં અનંત પુરુષાર્થ રહેલો છે; આ રીતે ‘સર્વજ્ઞ ભગવાને પોતાના કેવળજ્ઞાનમાં જેમ જોયું હોય તેમ
જ થાય’ એવી યથાર્થ શ્રદ્ધામાં તો પોતાના ભવરહિતપણાનો નિર્ણય સમાઈ જાય છે–એટલે કે મોક્ષનો પુરુષાર્થ
તેમાં આવી જાય છે; યથાર્થ નિર્ણયનું જોર મોક્ષ પમાડે છે.
બધા દ્રવ્યોની જેમ પોતાના દ્રવ્યની અવસ્થા પણ ક્રમબદ્ધ જ છે, જેમ બીજા દ્રવ્યોની ક્રમબદ્ધપર્યાય આ
જીવથી નથી થતી તેમ આ જીવની ક્રમબદ્ધપર્યાય બીજા દ્રવ્યોથી થતી નથી. પોતાની ક્રમબદ્ધપર્યાયના સ્વભાવની
પ્રતીત કરતાં પોતાના દ્રવ્યસ્વભાવમાં જ જોવાનું રહ્યું કે અહો! મારી પર્યાયો તો મારા દ્રવ્યમાંથી જ આવે છે,
દ્રવ્યમાં રાગ–દ્વેષ નથી, કોઈ પર દ્રવ્ય મને રાગ–દ્વેષ કરાવતું નથી, પર્યાયમાં અલ્પ રાગ–દ્વેષ છે તે મારી
નબળાઈનું કારણ છે, તે નબળાઈ પણ મારા દ્રવ્યમાં નથી; આમ હોવાથી તે જીવને પર ઉપર ન જોતાં પોતાના
સ્વભાવમાં જ જોવાનું રહ્યું, એટલે કે દ્રવ્યદ્રષ્ટિમાં ટકવાનું રહ્યું, સ્વભાવના જોરે જ અલ્પકાળે રાગ ટાળી તે
કેવળજ્ઞાન પ્રગટ કરશે જ. બસ! આનું નામ ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા છે, આ જીવે જ સર્વજ્ઞને યથાર્થપણે જાણ્યા
છે, અને આ જ જીવ સ્વભાવદ્રષ્ટિથી સાધક થયો છે, તેનું ફળ સર્વજ્ઞદશા છે.
દ્રવ્યમાં સમયે સમયે જે વિશેષ અવસ્થા થાય છે તે વિશેષ સામાન્યમાંથી જ આવે છે. સામાન્યમાંથી
વિશેષ પ્રગટે છે–એમાં તો કેવળજ્ઞાન ભરેલુ છે, જૈન સિવાય સામાન્ય–વિશેષની આ વાત બીજે કયાંય
નથી, અને સમ્યગ્દ્રષ્ટિ સિવાય બીજા તે યથાર્થપણે સમજી શકતા નથી, ‘સામાન્યમાંથી વિશેષ થાય છે’
આટલો સિદ્ધાંત નક્કી કરતાં તો પરિણમન સ્વતરફ ઢળી ગયું, પરથી મારી પર્યાય નહિ, નિમિત્તથી નહિ,
વિકલ્પથી પણ નહિ અને પર્યાયમાંથી પણ મારી પર્યાય થતી નથી–આમ બધાથી લક્ષ છોડીને જે જીવ
એકલા દ્રવ્યમાં ઢળ્‌યો છે તે જીવને એમ પ્રતીત થઈ છે કે સામાન્યમાંથી જ વિશેષ થાય છે. અજ્ઞાનીને આવી
સ્વાધીનતાની પ્રતીત હોતી નથી.
ભગવાને જેમ જોયું તેમ જ થાય એમ નક્કી કરનારનું વીર્ય પરમાંથી ખસીને સ્વમાં સ્થંભી ગયું છે. જ્ઞાને
સ્વમાં ટકીને સર્વજ્ઞના જ્ઞાનસામર્થ્યનો અને બધા દ્રવ્યોનો નિર્ણય કર્યો છે, તે નિર્ણયરૂપ પર્યાય કયાંય પરમાંથી
આવી નથી, વિકલ્પમાંથી પણ આવી નથી, પરંતુ

PDF/HTML Page 10 of 17
single page version

background image
: માહ : ૨૪૭૨ આત્મધર્મ : ૮૫ :
દ્રવ્યમાં તે નિર્ણયની તાકાત પ્રગટી છે એટલે નિર્ણય કરનારે દ્રવ્યને પ્રતીતમાં લઈને નિર્ણય કર્યો છે. આવો
નિર્ણય કરનાર જીવ જ સર્વજ્ઞનો સાચો ભક્ત છે, તેનું વલણ પોતાના સર્વજ્ઞસ્વભાવ તરફ ઢળ્‌યું છે અને કયાંય
અટક્યા વગર અલ્પકાળમાં તે સપૂર્ણ સર્વજ્ઞ થશે. આનાથી વિરુદ્ધ એટલે કે કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાંઈ કરી શકે
એમ જે માને છે તેણે ૧–પોતાના આત્માને, ૨–સર્વજ્ઞના જ્ઞાનને, ૩–ન્યાયને કે ૪–દ્રવ્ય–પર્યાયને ખરેખર માન્યા
નથી. ૧–પોતાનો આત્મા પરથી ભિન્ન છે છતાં તે પરનું કરે એમ માન્યું એટલે આત્માને પરરૂપે માન્યો એટલે કે
આત્માને માન્યો જ નહિ. ૨–વસ્તુની અવસ્થા સર્વજ્ઞદેવે જોયા પ્રમાણે થાય છે તેને બદલે હું તે ફેરવી શકું એમ
માન્યું એટલે તેણે સર્વજ્ઞના જ્ઞાનને સાચું ન કબુલ્યું. ૩–વસ્તુની જ ક્રમબદ્ધ અવસ્થા થાય છે, ત્યાં નિમિત્ત કાંઈ
કરે કે નિમિત્ત ફેરફાર કરી નાંખે એ વાત કયાં રહી? નિમિત્ત પરનું કાંઈ જ કરતું નથી, છતાં મારા નિમિત્તથી
પરમાં કાંઈ ફેરફાર થાય એમ જેણે માન્યું તેણે સાચા ન્યાયને માન્યો નથી. અને ૪–દ્રવ્યની પર્યાય દ્રવ્યમાંથી જ
આવે છે તેને બદલે પરમાંથી દ્રવ્યની પર્યાય આવે છે એમ જેણે માન્યું [અર્થાત્ હું પરની પર્યાય કરૂં એમ માન્યું]
તેણે દ્રવ્ય–પર્યાયના સ્વરૂપને માન્યું નથી; આ રીતે એક ઊંધી માન્યતામાં અનંત અસત્નું સેવન આવી જાય છે.
વસ્તુમાંથી ક્રમબદ્ધપર્યાય આવે છે, તે બીજું કોઈ કરતું નથી, છતાં તે વખતે નિમિત્ત હાજર હોય છે ખરૂં,
પરંતુ નિમિત્તદ્વારા કાંઈ પણ કાર્ય થતું નથી, નિમિત્ત મદદ કરે એમ પણ નથી અને નિમિત્તની હાજરી ન હોય
એમ પણ બનતું નથી. જેમ જ્ઞાન બધી વસ્તુને માત્ર જાણે છે પણ કોઈનું કાંઈ કરતું નથી, તેમ નિમિત્ત માત્ર
હાજર હોય છે પણ ઉપાદાનને તે કાંઈ અસર, મદદ કે પ્રેરણા કરતું નથી.
જે સમયે સ્વલક્ષના પુરુષાર્થ વડે આત્માની સમ્યગ્દર્શન પર્યાય પ્રગટે તે વખતે સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર
નિમિત્તરૂપ હોય જ છે.
પ્રશ્ન:–જીવને સમ્યગ્દર્શન પ્રગટવાની તૈયારી હોય અને સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર ન મળે તો સમ્યગ્દર્શન ન
થાય ને?
ઉત્તર:–જીવની તૈયારી હોય અને સાચા દેવ–ગુરુ શાસ્ત્ર ન હોય એ વાત બને જ નહિ. ઉપાદાનકારણ
તૈયાર થાય ત્યારે નિમિત્તકારણ સ્વયં આવી મળે છે, પરંતુ કોઈ કોઈના કર્તા નથી. ઉપાદાનના કારણે નિમિત્ત
આવ્યું નથી, તેમજ નિમિતના કારણે ઉપાદાનનું કાર્ય થયું નથી. બંને સ્વતંત્રપણે પોતપોતાના કાર્યના કર્તા છે.
અહો! વસ્તુની કેટલી સ્વતંત્રતા! સમસ્ત વસ્તુઓમાં ક્રમવર્તીપણું ચાલી જ રહ્યું છે, એક પછી એક
પર્યાય કહો કે ક્રમબદ્ધપર્યાય કહો, જે પર્યાય થવાની તે પર્યાય થયા જ કરે છે, જ્ઞાની જીવ જ્ઞાતાપણે જાણ્યા જ કરે
છે અને અજ્ઞાની જીવ કર્તાપણાનું મિથ્યા અભિમાન કરે છે; જે પરનાં અભિમાન કરે છે તેની પર્યાય ક્રમબદ્ધ
હીણી પરિણમે છે અને જે જ્ઞાતા રહે છે તેની જ્ઞાન પર્યાય ક્રમબદ્ધ ખીલીને કેવળજ્ઞાન થાય છે.
વસ્તુની અનાદિ અનંત સમયની પર્યાયમાંથી એકે પર્યાયનો ક્રમ ફરે નહિ. જેટલા અનાદિ અનંતકાળના
સમય તેટલી દરેક વસ્તુની પર્યાયો છે, પહેલાં સમયની પહેલા પર્યાય, બીજા સમયની બીજી, ત્રીજા સમયની
ત્રીજી–એમ જેટલા સમય તેટલી પર્યાયો ક્રમબદ્ધ છે. જેણે આમ સ્વીકાર્યું તેની દ્રષ્ટિ એકેક પર્યાય ઉપરથી ખસીને
અભેદ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થઈ અને પરથી તે ઉદાસ થઈ ગયો. જો કોઈ એમ કહે કે હું પરની પર્યાય કરી દઊં, તો
તેણે વસ્તુની અનાદિઅનંતકાળની પર્યાયોમાં ફેરફાર કરવાનું માન્યું એટલે કે વસ્તુસ્વરૂપને વિપરીતપણે માન્યું,
તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે.
વસ્તુ અને વસ્તુના ગુણ તો અનાદિ અનંત છે, અનાદિઅનંતકાળના જેટલા સમયો છે તેટલી તે તે
સમયની પર્યાયો વસ્તુમાંથી ક્રમબદ્ધ પ્રગટે છે. જે સમયની જે પર્યાય છે તે સમયે તે જ પર્યાય પ્રગટ થાય છે;
આડી અવળી ન થાય તેમજ પહેલાંં–પછી ન થાય. પર્યાયના ક્રમમાં ફેરફાર કરવા કોઈ સમર્થ નથી. આ
ક્રમબદ્ધપર્યાયના સિદ્ધાંતમાં તો કેવળજ્ઞાન ખડું થઈ જાય છે. આ તો દ્રષ્ટિના અજર પ્યાલા છે, તે પ્યાલા પચાવવા
માટે શ્રદ્ધા–જ્ઞાનમાં અનંત પુરુષાર્થ જોઈશે. અનાદિઅનંત અખંડ દ્રવ્યને પ્રતીતમાં લ્યે ત્યારે ક્રમબદ્ધપર્યાયની
શ્રદ્ધા થાય છે; કેમકે ક્રમબદ્ધપર્યાયનું મૂળ તો તે જ છે. જેણે ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા કરી તે અનાદિઅનંત
પર્યાયોનો જ્ઞાયક અને ચૈતન્યના કેવળજ્ઞાનની પ્રતીતિવંત થઈ ગયો. મારી પર્યાય મારા દ્રવ્યમાંથી આવે છે એમ
દ્રવ્ય તરફ ઢળતાં, સાધક પર્યાયમાં અધૂરાશ રહી છે તોપણ હવે તેને દ્રવ્ય તરફ જ જોવાનું રહ્યું, અને તે દ્રવ્યના
જ જોરે પૂર્ણતા થઈ જવાની છે.
વસ્તુનું સત્ય સ્વરૂપ તો આમ જ છે, આ સમજ્યે જ છૂટકો છે! વસ્તુનું સ્વાધીન પરિપૂર્ણ સ્વરૂપ
ખ્યાલલમાં લીધા વગર પર્યાયમાં શાંતિ આવશે કયાંથી? સુખ દશા જોઈતી હોય તો એ વસ્તુસ્વરૂપ જાણવું પડશે
કે જેમાંથી સુખ દશા પ્રગટી શકે છે.

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૮૬ : આત્મધર્મ : માહ : ૨૪૭૨
અહો! મારી પર્યાય પણ ક્રમબદ્ધ જ થાય છે–આમ જેણે નક્કી કર્યું તેને પોતામાં સમભાવ–જ્ઞાતાભાવ થઈ ગયો,
પર્યાય ફેરવવાની આકુળતા ન રહી, પણ જે જે પર્યાય થાય તેનો જ્ઞાતાપણે જાણનાર રહ્યો, જે જ્ઞાતાપણે
જાણનાર રહ્યો તેને કેવળજ્ઞાન થતાં શી વાર? જેને સ્વભાવમાં સમભાવી જ્ઞાન નથી એટલે કે પોતાના દ્રવ્યની
ક્રમબદ્ધ અવસ્થાની જેને પ્રતીતિ નથી તે જીવની રુચિ પરમાં જાય છે અને તેને વિષમભાવે ક્રમબદ્ધપણે વિકારી
પર્યાય થાય છે. જ્ઞાતાપણાનો વિરોધ કરીને જે પર્યાય થાય છે તે વિષમભાવે છે (વિકારી છે) અને સ્વમાં દ્રષ્ટિ
કરીને જ્ઞાતાપણે રહેતાં જે પર્યાય થાય છે તે સમભાવે ક્રમબદ્ધ વિશેષ શુદ્ધ થતી જાય છે.
આમાં તો બધું પોતાની પર્યાયમાં જ સમાય છે. પોતાની ક્રમબદ્ધપર્યાય જો સ્વદ્રષ્ટિથી કરે તો શુદ્ધ થાય
અને જો પરદ્રષ્ટિથી કરે તો અશુદ્ધ થાય, પર સાથે સંબંધ ન રહ્યો, પણ દ્રષ્ટિ કઈ તરફ છે તે ઉપર ક્રમબદ્ધ
પર્યાયનો આધાર છે. કોઈ જીવ શુભભાવ કરવાથી પરવસ્તુ (દેવ–ગુરુ–શાસ્ત્ર કે મંદિર વગેરે) મેળવી શકે નહિ
અને અશુભભાવ કરવાથી કોઈ પૈસા વગેરે પરવસ્તુ મેળવી શકે નહિ. જે પરવસ્તુ જે કાળે જે ક્ષેત્રે આવવાની
હોય તે જ વસ્તુ તે કાળે તે ક્ષેત્રે સ્વયં આવે છે, પણ આત્માના ભાવને કારણે તે આવતી નથી. બધી વસ્તુની
પર્યાય તેના ક્રમબદ્ધ નિયમ પ્રમાણે જ થાય છે તેમાં ફેર પડતો નથી. આ સમજણમાં વસ્તુની પ્રતીતિ અને
કેવળજ્ઞાન સ્વભાવનું અનંત વીર્ય પ્રગટે છે. આ માનતાં અનંતા પરદ્રવ્યોના કર્તૃત્વને છેદીને એકલો જ્ઞાતા થઈ
ગયો, ત્યાં અભિપ્રાયમાં બધા પ્રત્યેનો રાગ–દ્વેષ ટળી ગયો, આમાં તો અનંતકાળે કદી નહિ કરેલ એવો અપૂર્વ
સમ્યગ્દર્શનનો પુરુષાર્થ છે.
જેમ આત્મામાં બધી પર્યાય ક્રમબદ્ધ જ થાય છે તેમ જડમાં પણ જડની બધી અવસ્થા ક્રમબદ્ધ થાય છે.
કર્મની જે જે અવસ્થા થાય છે તે આત્મા કરતો નથી પણ પરમાણુની ક્રમબદ્ધપર્યાય છે. કર્મના પરમાણુઓમાં
ઉદય, ઉદીરણા વગેરે જે દસ અવસ્થાઓ (કરણો) છે તે પરમાણુની ક્રમબદ્ધદશા છે. આત્માના શુભપરિણામને
કારણે કર્મના પરમાણુઓની દશા ફરી નથી, પણ તે પરમાણુઓમાં જ તે ટાણે તે દશા થવાની લાયકાત હતી તેથી
તે દશા થઈ છે. જીવના પુરુષાર્થને લીધે કાંઈ કર્મની ક્રમબદ્ધ અવસ્થામાં ભંગ પડી જતો નથી, જીવે પોતાની
દશામાં પુરુષાર્થ કર્યો અને તે વખતે કર્મના પરમાણુઓની ક્રમબદ્ધદશા ઉપશમ, ઉદીરણાદિરૂપ સ્વયં હોય છે,
પરમાણુમાં તેની અવસ્થા તેની લાયકાતથી તેના કારણે થાય છે, પણ આત્મા તેનું કાંઈ કરતો નથી.
પ્રશ્ન:–જો કર્મ તે પરમાણુની ક્રમબદ્ધપર્યાય જ છે તો પછી જૈનમાં તો કર્મસિદ્ધાંતના થોકબંધ શાસ્ત્રો
ભરેલા છે તેનું શું સમજવું?
ઉત્તર:–ભાઈ રે! એ બધા શાસ્ત્રો આત્માને જ બતાવનારા છે. કર્મનું જેટલું વર્ણન છે તેને આત્માના
પરિણામ સાથે માત્ર નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે, આત્માના પરિણામો કેવાકેવા પ્રકારના થાય છે તે સમજાવવા
માટે ઉપચારથી કર્મમાં ભેદપાડી સમજાવ્યું છે; નિમિત્ત–નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરાવવા માટે કર્મનું વર્ણન છે પણ
જડકર્મ સાથે આત્માને કર્તાકર્મસંબંધ જરાપણ નથી.
પ્રશ્ન:–બંધ, ઉદય, ઉદીરણા, ઉપશમ, અપકર્ષણ, ઉત્કર્ષણ, સંક્રમણ, સત્તા, નિદ્ધત્ત અને નિકાચીત એવા દસ
પ્રકારના કરણ [કર્મની અવસ્થાના પ્રકાર] કેમ કહ્યાં છે?
ઉત્તર:–અહો! એમાં પણ ખરેખર તો ચૈતન્યની જ ઓળખાણ કરાવી છે. કર્મના જે દસ પ્રકાર પાડયા છે
તે આત્માના પરિણામોના પ્રકાર બતાવવા માટે જ છે. આત્માનો પુરુષાર્થ તેવા દસ પ્રકારે થઈ શકે છે તે
બતાવવા માટે કર્મના પ્રકાર પાડી સમજાવ્યું છે. આત્માના પુરુષાર્થ વખતે સામા પરમાણુઓ તેની લાયકાત–
પ્રમાણે સ્વયં પરિણમે છે. આમાં તો બંનેના નિમિત્ત–નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરાવ્યું છે, પરંતુ કર્મો આત્માનું કંઈ
કરે એ વાત કરી નથી.
એક કર્મ–પરમાણુ પણ દ્રવ્ય છે, તેમાં અનાદિ અનંત જે પર્યાય થવાની છે તે જ સમયે સમયે ક્રમબદ્ધ
થાય છે.
પ્રશ્ન:–કર્મની ઉદીરણા થાય એમ કહ્યું છે ને?
ઉત્તર:–ઉદીરણાનો અર્થ એવો નથી કે પછી થવાની અવસ્થાને ઉદીરણા કરીને વહેલી લાવ્યા; કર્મની
ક્રમબદ્ધઅવસ્થા જ તે પ્રકારની થવાની છે. જીવે પોતામાં પુરુષાર્થ કર્યો તે બતાવવા માટે ઉપચારથી ‘કર્મમાં
ઉદીરણા થઈ’ એમ કહ્યું છે; ખરેખર કર્મની અવસ્થાનો ક્રમ ફરી ગયો નથી, પરંતુ જીવે પોતાની પર્યાયમાં તે
પ્રકારનો પુરુષાર્થ કર્યો છે–તેનું જ્ઞાન કરાવવા માટે જ ‘ઉદીરણા’ કહેવામાં આવી છે.
વળી, ‘જીવ ઘણો પુરુષાર્થ કરે તો ઘણાં કર્મો ખરે’ એમ કહેવામાં આવે છે ત્યાં પણ ખરેખર જીવે કર્મ

PDF/HTML Page 12 of 17
single page version

background image
: માહ : ૨૪૭૨ આત્મધર્મ : ૮૭ :
ખેરવવાનો પુરુષાર્થ કર્યો નથી, પણ પોતાના સ્વભાવમાં રહેવાનો પુરુષાર્થ કર્યો છે જીવના વિશેષ
પુરુષાર્થનું જ્ઞાન કરાવવા માટે આરોપથી એમ બોલાય છે કે ઘણાકાળના કર્મ પરમાણુઓ અલ્પકાળમાં
ખેરવી નાંખ્યા, આ આરોપકથનમાં સાચું વસ્તુસ્વરૂપ તો એમ છે કે જીવે સ્વભાવમાં રહેવાનો પુરુષાર્થ
કર્યો અને તે વખતે જે કર્મોની અવસ્થા સ્વયં ખરવારૂપ હતી તે કર્મો ખરી ગયાં. પરમાણુની અવસ્થાના
ક્રમમાં ભંગ પડતો નથી. ઘણાં કાળના કર્મો ક્ષણમાં ટાળી નાંખ્યા તેનો અર્થ એટલો જ સમજવો કે જીવે
ઘણો પુરુષાર્થ પોતાની પર્યાયમાં કર્યો છે.
છ એ દ્રવ્યો પરિણમનસ્વભાવી છે અને તેઓ પોતાની મેળે ક્રમબદ્ધપર્યાયમાં પરિણમે છે. છ એ દ્રવ્યો
પરની સહાય વગર સ્વયં પરિણમે છે. આ શ્રદ્ધા કરવામાં જ અનંત પુરુષાર્થ છે. પુરુષાર્થ વગરની જીવની એકે
પર્યાય થતી નથી, માત્ર પુરુષાર્થનું વલણ સ્વતરફ કરવાને બદલે પર તરફ જીવ કરે છે તે જ અજ્ઞાન છે. જો
સ્વભાવની રુચિ કરે તો સ્વભાવ તરફના પુરુષાર્થવડે પર્યાયનું પરિણમન સ્વભાવ તરફ વળે, એટલે પર્યાય
ક્રમેક્રમે શુદ્ધ જ થાય.
આ વાતની સમજણમાં આત્માના મોક્ષનો ઉપાય રહેલો છે માટે આ વાત બરાબર છંછેડીને સમજવી,
જરા પણ ઢાંકવી નહિ. નિર્ણયપૂર્વક ખુલ્લી કરીને જાણવી જોઈએ. પરમ સત્ને ઢંકાય નહિ પણ ઉહાપોહ કરીને
બરાબર છંછેડી–છંછેડીને નક્કી કરવું જોઈએ. સત્યમાં કોઈની શરમ હોય નહિ. આ તો વસ્તુસ્વરૂપ છે.
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા પોતાના સમ્યગ્જ્ઞાનથી એમ જાણે છે કે સર્વજ્ઞ ભગવાને પોતાના જ્ઞાનમાં જાણ્યું છે તે
પ્રમાણે દરેક વસ્તુઓ ક્રમબદ્ધ પરિણમે છે, મારી કેવળજ્ઞાન પર્યાય પણ ક્રમબદ્ધપણે મારા સ્વદ્રવ્યમાંથી જ
પ્રગટવાની છે, આવી સમ્યક્ભાવનાથી તેનું જ્ઞાન લંબાઈને સ્વભાવમાં એકાગ્ર થાય છે અને જ્ઞાતાશક્તિ પર્યાયે
પર્યાયે નિર્મળ થતી જાય છે તથા વિકારી પર્યાય ક્રમેક્રમે ટળતી જાય છે. કોણ કહે છે આમાં પુરુષાર્થ નથી?
આવા સ્વભાવમાં જે નિઃશંક છે તે સમ્યગ્દ્રષ્ટિ છે અને આ સ્વભાવમાં કાંઈપણ સંદેહ વેદે તે મિથ્યાદ્રષ્ટિ છે, તેને
સર્વજ્ઞના જ્ઞાનની અને પોતાના જ્ઞાતાસ્વભાવની શ્રદ્ધા નથી.
અહા! આ સમ્યગ્દ્રષ્ટિ જીવની ભાવના તો જુઓ! સ્વભાવથી શરૂ કર્યું છે અને સ્વભાવમાં જ લાવીને
પૂરૂં કરે છે. જે ઠેકાણે શરૂ કર્યું છે ત્યાંને ત્યાં લાવી મૂકયું છે. આત્મામાં સ્વાશ્રયે સાધકદશા શરૂ કરી છે અને
પૂર્ણતા પણ સ્વાશ્રયે આત્મામાં જ થાય છે. કેવળજ્ઞાન સંપૂર્ણપણે સ્વમાં જ સમાય છે. સાધક ધર્માત્મા પોતામાં
જ સમાવા માગે છે, બહારથી કયાંયથી શરૂ કર્યું નથી અને બહારમાં કયાંય અટકવાનું નથી. આત્માનો માર્ગ
આત્મામાંથી નીકળીને આત્મામાં જ સમાય છે.
એકલા જીવની વાત નથી પણ બધા જ પદાર્થોની અવસ્થા ક્રમબદ્ધ થાય છે, અહીં મુખ્યપણે જીવની વાત
સમજાવી છે. આત્માની અવસ્થા આત્મામાંથી જ ક્રમબદ્ધ પ્રગટે છે એમ નક્કી કરવામાં અનંતુ વીર્ય છે; આ નક્કી
કરતાં, અનંતા પરપદાર્થોને સારા–ખરાબ માનીને પહેલાંં જે રાગ–દ્વેષ થતાં તે બધા ટળી ગયા, પર નિમિત્તનું
ધણીપણું માનીને વીર્ય પરમાં અટકતું તે હવે પોતાના આત્મસ્વભાવને જોવા વળગી ગયું, રાગ–નિમિત્ત એ
બધાની દ્રષ્ટિ ગઈ અને સ્વભાવમાં દ્રષ્ટિ થઈ; સ્વભાવ દ્રષ્ટિમાં પોતાની પર્યાયની સ્વાધીનતાની કેવી પ્રતીત આવે
છે તેની આ વાત છે. સ્વભાવદ્રષ્ટિ સમજ્યા વગરનાં વ્રત, તપ, ભક્તિ, દાન અને ભણતર એ બધુંય એકડા
વગરના મીંડાની જેમ વૃથા છે, મિથ્યાદ્રષ્ટિ જીવને તે કાંઈ સાચું હોતું નથી.
અહો ભગવાન! તારી વસ્તુમાં ભગવાન જેટલું પરિપૂર્ણ સામર્થ્ય છે, ભગવાનપણું વસ્તુમાંથી જ
પ્રગટવાનું છે. આવા ટાણે યથાર્થ વસ્તુને દ્રષ્ટિમાં ન લે તો વસ્તુના સ્વરૂપને જાણ્યા વગર જન્મ–મરણના અંત
નથી. વસ્તુ જાણતાં અનંત સંસાર ટળી જાય છે. વસ્તુમાં સંસાર નથી, વસ્તુની પ્રતીત થતાં મોક્ષપર્યાયની
તૈયારીના ભણકાર વાગે છે, ભગવાન! તારા સ્વભાવની વાત છે, હા તો લાવ! તારા સ્વભાવના હકારમાંથી
સ્વભાવદશાની અસ્તિ આવશે, સ્વભાવસામર્થ્યની ના ન પાડ! ‘सब प्रकार अवसर आ चूका है’ તારા દ્રવ્યમાં
દ્રષ્ટિ કરીને જો, દ્રવ્યમાંથી સાદિ–અનંતકાળ મોક્ષદશા પ્રગટે છે, તે દ્રવ્યની પ્રતીતના જોરે મોક્ષદશા પ્રગટી જાય છે.
।। ૩૨૧–૩૨૨।।
જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ છ એ દ્રવ્યોમાં ક્રમબદ્ધપર્યાય છે. જીવ
જો પોતાની ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા કરે તો તેની ક્રમબદ્ધ–મોક્ષપર્યાય થયા વિના રહે નહિ; કેમકે ક્રમબદ્ધની શ્રદ્ધાનું
વજન સ્વમાં આવે છે, જે વસ્તુમાંથી પોતાની અવસ્થા આવે છે તે વસ્તુ ઉપર દ્રષ્ટિ મૂકવાથી મોક્ષ

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૮૮ : આત્મધર્મ : માહ : ૨૪૭૨
થાય છે. પર દ્રવ્ય મારી અવસ્થા કરી દેશે એવી દ્રષ્ટિ તૂટી જવાથી અને સ્વદ્રવ્યમાં દ્રષ્ટિ મૂકવાથી રાગની ઉત્પત્તિ
થતી નથી એટલે કે વસ્તુની ક્રમબદ્ધ અવસ્થા થાય છે એવી દ્રષ્ટિ થતાં પોતે જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે, અને જ્ઞાતા
દ્રષ્ટાના જોરવડે અસ્થિરતા તોડીને સંપૂર્ણ સ્થિર થઈ અલ્પકાળે મુક્તિ પામે છે, આમાં અનંત પુરુષાર્થ આવ્યો છે.
પુરુષાર્થવડે સ્વરૂપની દ્રષ્ટિ કરવાથી અને તે દ્રષ્ટિના જોરે સ્વરૂપમાં રમણતા કરવાથી ચૈતન્યમાં શુદ્ધ
ક્રમબદ્ધ પર્યાય થાય છે, ચૈતન્યની શુદ્ધ ક્રમબદ્ધપર્યાય પ્રયત્ન વિના થતી નથી. મોક્ષમાર્ગની શરૂઆતથી મોક્ષની
પૂર્ણતા સુધી બધેય સમ્યક્ પુરુષાર્થ અને જ્ઞાનનું જ કાર્ય છે.
બહારની ચીજનું જે થવાનું હોય તે થાય એમ ક્રમબદ્ધપણું ખરેખર નક્કી ક્યારે કર્યું કહેવાય? કે બહારની
ચીજથી ઉદાસ થઈને બધાનો જ્ઞાતા રહી જાય તો તેને ક્રમબદ્ધનો નિર્ણય સાચો છે. જે જીવ પોતાને પરનો કર્તા
માને અને પરથી પોતાને સુખ–દુઃખ થાય એમ માને છે તેને ક્રમબદ્ધપર્યાયની જરાપણ પ્રતીત નથી.
હું દ્રવ્ય છું અને મારા અનંત ગુણો છે તે ગુણો પલટીને સમયે સમયે એક પછી એક અવસ્થા થાય છે, તે
આડી અવળી થતી નથી તેમજ એક સાથે બે ભેગી થતી નથી અને કોઈ સમય અવસ્થા વગરનો ખાલી જતો
નથી. કેવળજ્ઞાન અને મોક્ષદશા પણ મારા ગુણમાંથી જ ક્રમબદ્ધ પ્રગટે છે. આવી રીતે ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા થતાં
પોતાની પર્યાય ઉઘડવા માટે કોઈ પર ઉપર લક્ષ રહેશે નહિ, અને તેથી કોઈ પર ઉપર રાગ–દ્વેષ કરવાનું કારણ
નહિ રહે; એટલે શું થયું? કે બધા પર ઉપરનું લક્ષ છૂટીને પોતામાં જોવા માટે વળ્‌યો. હવે પોતામાં પણ “મારી
પૂર્ણ શુદ્ધ પર્યાય કયારે ઉઘડશે” એવો આકૂળતાનો વિકલ્પ રહેશે નહિ, કેમકે ત્રણેકાળની ક્રમબદ્ધપર્યાયથી ભરેલું
દ્રવ્ય તેની પ્રતીતમાં આવી ગયું છે. તેથી ક્રમબદ્ધપર્યાયની જે શ્રદ્ધા કરે તે જીવ તો નજીક મુક્તિગામી જ હોય.
ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા થતાં પરદ્રવ્યની અવસ્થા ગમે તેવી થાય તેમાં “આ આમ કેમ થયું? આમ થયું
હોત તો મને ઠીક પડત” એ વગેરે વિચારો (રાગ–દ્વેષ) થાય જ નહિ; કેમકે ક્રમબદ્ધપર્યાય નક્કી કરનારને શ્રદ્ધા
છે કે આ દ્રવ્યની આ વખતે આવી જ ક્રમબદ્ધઅવસ્થા થવાની હતી, તે જ પ્રમાણે થયું છે, તો પછી તે તેમાં રાગ
કે દ્વેષ કેમ કરે? માત્ર જે વખતે જે વસ્તુની જે અવસ્થા થતી જાય તેનું જ્ઞાન જ કરે, બસ! જ્ઞાતા થઈ ગયો,
જ્ઞાતાપણે રહીને અલ્પકાળમાં કેવળજ્ઞાન પામી મુક્તિ પામશે–આ ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધાનું ફળ!
ક્રમબદ્ધઅવસ્થાનો નિર્ણય તે જ જ્ઞાયકસ્વભાવનો અર્થાત્ વીતરાગસ્વભાવનો નિર્ણય છે અને તે નિર્ણય
અનંત પુરુષાર્થથી થઈ શકે છે. પુરુષાર્થને સ્વીકાર્યા વગર મોક્ષ તરફની ક્રમબદ્ધપર્યાય થતી નથી. જેના જ્ઞાનમાં
પુરુષાર્થનો સ્વીકાર નથી તે પોતાના પુરુષાર્થને ઉપાડતો નથી અને તેથી પુરુષાર્થ વગર તેને સમ્યગ્દર્શન અને
કેવળજ્ઞાન થતું નથી. પુરુષાર્થ નહિ સ્વીકારનારની ક્રમબદ્ધપર્યાય નિર્મળ નહિ થાય, પણ વિકારી થશે એટલે
પુરુષાર્થ નહિ સ્વીકારનાર અનંત સંસારી છે અને પુરુષાર્થ સ્વીકારનાર નજીક મુક્તિગામી છે. ક્રમબદ્ધઅવસ્થાનો
નિર્ણય કહો કે પુરુષાર્થવાદ કહો–તે આ જ છે.
પ્રશ્ન:–જો ક્રમબદ્ધપર્યાય જ્યારે જે થવાની હોય તે જ થાય છે તો પછી વિકારીભાવ પણ થવાના હતા
ત્યારે જ થયા છે ને?
ઉત્તર:–અરે, ભાઈ! તારો પ્રશ્ન ઊંધેથી ઉપડયો છે. ‘વિકારી પર્યાય થવાની હતી ત્યારે થઈ’ આમ જેણે
પોતાના જ્ઞાનમાં પ્રતીત કરી છે તેની રુચિ કયાં અટકી છે? વિકારને જાણનાર જ્ઞાનની રુચિ છે કે વિકારની રુચિ
છે? વિકારને યથાર્થપણે જાણવાનું કામ કરનાર વીર્ય તો પોતાના જ્ઞાનનું છે અને તે જ્ઞાનનું વીર્ય વિકારથી
ખસીને સ્વભાવના જ્ઞાનમાં અટકયું છે; સ્વભાવના જ્ઞાનમાં અટકેલું વીર્ય વિકારની કે પરની રુચિમાં અટકે જ
નહિ, પણ સ્વભાવના જોરે વિકારનો અલ્પકાળમાં ક્ષય કરે. જેને વિકારની રુચિ છે તેની દ્રષ્ટિનું જોર (વીર્યનું
વજન) વિકાર તરફ જાય છે. “થવાની હોય તે જ પર્યાય ક્રમબદ્ધ થાય છે” આમ કોનું વીર્ય કબુલ કરે છે? આ
કબુલનારના વીર્યમાં પરમાં સુખબુદ્ધિ ન હોય, પણ સ્વભાવમાં જ સંતોષ હોય.
જેમ મોટા પુરુષના ઘરે લગ્ન પ્રસંગ હોય અને માંડવે સાગમટે નોતરે બધાને આમંત્રણ કરીને હરખથી
બદામ પીસ્તાના મેસુબ જમાડે,–તેમ અહીં સર્વજ્ઞદેવના ઘરનાં સાગમટે નોતરાં છે, ‘મુક્તિના માંડવે’ બધાને
આમંત્રણ છે, આખા જગતને આમંત્રણ છે, મુક્તિમંડપના હરખ જમણમાં સર્વજ્ઞ ભગવાને દિવ્યધ્વનિમાં
પીરસેલાં

PDF/HTML Page 14 of 17
single page version

background image
: માહ : ૨૪૭૨ આત્મધર્મ : ૮૯ :
ન્યાયોમાંથી ઊંચા–ઊંચા જાતના ન્યાયો પીરસાય છે–કે જે પચાવતાં આત્મા પુષ્ટ થાય. તારે સર્વજ્ઞ ભગવાન થવું
હોય તો તું પણ આ વાત માન, જેણે આ વાત માની તેની મુક્તિ જ છે. લ્યો! આ ‘મુક્તિના માંડવા’ પછી ત્રીજા
દિવસના હરખ જમણ! [સુવર્ણપુરીમાં ‘ભગવાનશ્રી કુંદકુંદપ્રવચનમંડપ’નું ખાતમુહૂર્ત–અર્થાત્– ‘મુક્તિનાં
માંડવા’ માગસર સુદ ૧૦ ના રોજ થયેલ ત્યારથી ત્રીજા દિવસનું આ વ્યાખ્યાન હોવાથી અહીં ‘ત્રીજા દિવસના
હરખ જમણ’ કહેલ છે.]
હવે, ગાથા–૩૨૧–૩૨૨ માં જે વસ્તુસ્વરૂપ બતાવ્યું તેની વિશેષ દ્રઢતા માટે ૩૨૩ મી ગાથા કહે છે:– જે
જીવ પૂર્વે ગાથા–૩૨૧–૩૨૨ માં કહેલા વસ્તુસ્વરૂપને જાણે છે તે તો સમ્યગ્દ્રષ્ટિ છે અને જે તેમાં સંશય કરે છે તે
મિથ્યાદ્રષ્ટિ છે–
एवं जो णिच्चयदो जाणदि दव्वाणि सव्वपज्जाए।
सो सद्रिट्ठी सुद्धो जो शंकदि सो हु कुद्रिट्ठि।। ३२३।।
અર્થ:–આ પ્રમાણે નિશ્ચયથી સર્વ દ્રવ્યો (જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ) તેમજ તે
દ્રવ્યની સર્વ પર્યાયોને સર્વજ્ઞના આગમ અનુસાર જાણે છે–શ્રદ્ધા કરે છે તે શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ છે, અને જે આવું
શ્રદ્ધાન ન કરે–શંકા સંદેહ કરે તે સર્વજ્ઞના આગમથી પ્રતિકૂળ છે–પ્રગટપણે મિથ્યાદ્રષ્ટિ છે.
સર્વજ્ઞદેવે કેવળજ્ઞાનવડે જાણીને આગમમાં કહેલાં દ્રવ્યો અને તેની અનાદિ અનંતકાળની બધી પર્યાયો
જેના જ્ઞાનમાં અને પ્રતીતમાં બેસી ગયાં તે “सद्रिट्ठि सुद्धो” એટલે શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ છે, મૂળપાઠમાં ‘सो सत्द्रष्टि
शुद्धः’ એમ કહીને જોર મૂકયું છે, પહેલી વાત અસ્તિથી કરી પછી નાસ્તિથી કહે છે કે “शंकादि सोहु कुद्रिट्ठी
જે તેમાં શંકા કરે છે તે પ્રગટપણે મિથ્યાદ્રષ્ટિ સર્વજ્ઞનો વેરી છે.
સ્વામીકાર્તિકેયાચાર્યદેવે આ ૩૨૧–૩૨૨–૩૨૩ ગાથામાં ગૂઢ રહસ્ય સંકેલી દીધું છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ
બરાબર જાણે છે કે ત્રિકાળી બધાય પદાર્થોની અવસ્થા ક્રમબદ્ધ છે, સર્વજ્ઞદેવ અને સમ્યગ્દ્રષ્ટિમાં એટલો ફેર છે કે
સર્વજ્ઞદેવ બધા દ્રવ્યોની ક્રમબદ્ધપર્યાયોને પ્રત્યક્ષજ્ઞાનથી જાણે છે, અને સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા બધા દ્રવ્યોની ક્રમબદ્ધ
પર્યાયોને આગમ પ્રમાણથી પ્રતીતમાં લ્યે છે એટલે કે પરોક્ષ જ્ઞાનથી નક્કી કરે છે; સર્વજ્ઞને વર્તમાન રાગ–દ્વેષ
સર્વથા ટળી ગયા છે. સમ્યગ્દ્રષ્ટિને પણ અભિપ્રાયમાં રાગ–દ્વેષ સર્વથા ટળી ગયા છે. સર્વજ્ઞ ભગવાન
કેવળજ્ઞાનથી ત્રણકાળને જાણે છે, સમ્યગ્દ્રષ્ટિ જીવ જો કે કેવળજ્ઞાનવડે નથી જાણતો તોપણ શ્રુતજ્ઞાનવડે તે
ત્રણકાકાળના પદાર્થોની પ્રતીત કરે છે. તેનું જ્ઞાન પણ નિઃશંક છે; પર્યાય તે દરેક વસ્તુઓનો ધર્મ છે, વસ્તુ
સ્વતંત્રપણે પોતાની પર્યાયરૂપે થાય છે, જે વખતે જે પર્યાય થાય તેને માત્ર જાણવાનું જ જ્ઞાનનું કર્તવ્ય છે,
જાણતાં ‘આ પર્યાય આમ કેમ થઈ’ એમ શંકા કરનારને વસ્તુના સ્વતંત્ર ‘પર્યાય–ધર્મ’ની અને જ્ઞાનના કાર્યની
ખબર નથી, જ્ઞાનનું કાર્ય માત્ર જાણવાનું છે, જાણવામાં ‘આમ કેમ’ એ શંકા કયાં છે? ‘આમ કેમ’ એવી શંકા
કરવાનું સ્વરૂપ જ્ઞાનનું નથી, પણ ‘જે પર્યાય થાય છે તે વસ્તુના ધર્મ પ્રમાણે જ થાય છે’ માટે જેમ થાય તેમ
તેને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે, આ રીતે જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને જ્ઞાની તો નિઃશંકપણે બધાને જાણ્યા
જ કરે છે. આવા જ્ઞાનના જોરે કેવળજ્ઞાન અને પોતાની પર્યાય વચ્ચેના અંતરને તોડીને પૂર્ણ કેવળજ્ઞાન તે
અલ્પકાળમાં પ્રગટ કરશે.
જે જીવ વસ્તુની ક્રમબદ્ધ સ્વતંત્ર પર્યાયને નથી માનતો અને ‘પરનું હું ફેરવું કે પર મને રાગદ્વેષ કરાવે’
એમ માને છે તેને સર્વજ્ઞના જ્ઞાનની શ્રદ્ધા નથી તેમ જ તે સર્વજ્ઞના આગમથી પ્રતિકૂળ, પ્રગટપણે મિથ્યાદ્રષ્ટિ છે.
સર્વજ્ઞના જ્ઞાનમાં જે જણાયું તેમાં હું ફેરફાર કરી દઉં એમ જેણે માન્યું તેણે સર્વજ્ઞના જ્ઞાનને માન્યું નથી. સર્વજ્ઞનું
જ્ઞાન અને તેમની શ્રીમુખવાણીના ન્યાયોને જે નથી માનતો તે પ્રગટપણે મિથ્યાદ્રષ્ટિ છે; સર્વજ્ઞદેવ ત્રણકાળ
ત્રણલોકના બધા દ્રવ્યોની પર્યાયને જાણે છે અને બધી વસ્તુની પર્યાય પ્રગટપણે તેનાથી સ્વયં થાય છે છતાં
તેનાથી વિરુદ્ધ (સર્વજ્ઞના જ્ઞાનથી અને વસ્તુના સ્વરૂપથી વિરુદ્ધ) જે માને છે તે સર્વજ્ઞનો અને પોતાના
આત્માનો વિરોધી પ્રગટપણે મિથ્યાદ્રષ્ટિ છે.
ભલે, પર્યાય ક્રમબદ્ધ થાય છે પણ પુરુષાર્થ વગર પર્યાય થતી નથી. જે તરફનો પુરુષાર્થ કરે તે તરફની
ક્રમબદ્ધ પર્યાય થાય. કોઈ પૂછે કે આમાં તો નિયત આવ્યું ને? તો ઉત્તર–ભાઈ! ત્રણેકાળની નિયત પર્યાયનો
નિર્ણય કરનાર કોણ છે? જેણે ત્રણેકાળની પર્યાય નક્કી કરી તેણે દ્રવ્ય જ નક્કી કર્યું છે. પર લક્ષે સ્વનું નિયત
માને તો તે એકાંતવાદી વાતોડિયો છે અને પોતાના સ્વભાવના લક્ષે–

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૯૦ : આત્મધર્મ : માહ : ૨૪૭૨
સ્વભાવમાં પોતે ભળીને–સ્વભાવની એકતા કરીને, રાગ ટાળીને જે જ્ઞાયક થઈ ગયો છે તેને તો પોતાના
સ્વભાવના પુરુષાર્થમાં નિયત સમાઈ જાય છે. સ્વભાવનો પુરુષાર્થ છે ત્યાં નિયમથી મોક્ષ છે એટલે પુરુષાર્થમાં
જ નિયત આવી જાય છે, જ્યાં પુરુષાર્થ નથી ત્યાં મોક્ષપર્યાયનું નિયત પણ નથી.
અહો! મહાન સંત મુનિશ્વરોએ જંગલમાં રહીને આત્મસ્વભાવનાં અમૃત વહેતાં મૂકયાં છે. આચાર્યદેવો
ધર્મના સ્થંભ છે, આભના થોભ જેવા આચાર્યદેવોએ પવિત્ર ધર્મને ટેકો આપીને ટકાવી રાખ્યો છે. એકેક
આચાર્યભગવંતોએ ગજબ કામ કર્યું છે. સાધકદશામાં સ્વરૂપની શાંતિ વેદતાં પરિષહોને જીતીને પરમ સત્યને
જીવંત રાખ્યું છે. આચાર્યદેવના કથનમાં કેવળજ્ઞાનના ભણકારા વાગી ગયા છે. આવા મહાન શાસ્ત્રોની રચના
કરીને આચાર્યોએ ઘણાઘણા જીવો પર અપાર ઉપકાર કર્યો છે. રચના તો જુઓ, પદે પદે કેટલું ગંભીર રહસ્ય
છે! આ તો સત્યની જાહેરાત છે, આનાં સંસ્કાર અપૂર્વ ચીજ છે, અને આ સમજણ તો મુક્તિને વરવાનાં શ્રીફળ
છે–આ સમજે તેનો મોક્ષ જ છે.
પ્રશ્ન:–થવાનું હોય તે થાય છે–એમ માનવામાં અનેકાન્ત સ્વરૂપ કયાં આવ્યું?
ઉત્તર:–થવાનું હોય તેમ થાય છે એટલે પરનું પરથી થાય છે અને મારૂં મારાથી થાય છે એમ જાણીને
પરથી ખસીને પોતા તરફ વળ્‌યો તેણે સ્વભાવના લક્ષે માન્યું છે, તેની માન્યતામાં અનેકાન્તસ્વરૂપ છે. ‘ મારી
પર્યાય મારા દ્રવ્યમાંથી ક્રમબદ્ધ આવે છે, મારી પર્યાય પરમાંથી આવતી નથી’ આમ અનેકાંત છે; તથા ‘ પરની
પર્યાય પરના દ્રવ્યમાંથી ક્રમબદ્ધ જે થવાની હોય તે થાય છે, હું તેની પર્યાય કરતો નથી ’ આમ અનેકાંત છે; ‘
થવાનું હોય તે જ થાય’ એમ જાણીને પોતાના દ્રવ્ય તરફ ઢળવું જોઈએ, પરંતુ ‘ થવાનું હોય તે થાય’ એમ જે
એકલા પરથી માને છે, પરંતુ સ્વદ્રવ્યની પર્યાય કયાંથી આવે છે તેની પ્રતીત કરતો નથી એટલે કે પરલક્ષ છોડી
સ્વલક્ષ કરતો નથી તે એકાંતવાદી છે.
પ્રશ્ન:–ભગવાને તો મોક્ષમાર્ગના પાંચ સમવાય કહ્યા છે અને તમે તો એક પુરુષાર્થ–પુરુષાર્થ જ કરો છો,
તો પછી તેમાં બીજા ચાર સમવાયો કઈ રીતે આવે છે?
ઉત્તર:–જ્યાં જીવ સાચો પુરુષાર્થ કરે છે ત્યાં સ્વયં બીજા ચારે સમવાય હોય જ છે. પાંચ સમવાયનું
સંક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે સમજવું.
૧–પરનું હું કાંઈ કરનાર નથી, હું તો જ્ઞાયક છું, મારી પર્યાય મારા દ્રવ્યમાંથી આવે છે–આમ સ્વભાવદ્રષ્ટિ
કરીને પરની દ્રષ્ટિ તોડી તે પુરુષાર્થ.
૨–સ્વભાવદ્રષ્ટિનો પુરુષાર્થ કરતાં જે નિર્મળદશા પ્રગટી, તે દશા સ્વભાવમાં હતી તે જ પ્રગટી છે, એટલે
જે શુદ્ધતા પ્રગટી તે સ્વભાવ.
૩–સ્વભાવદ્રષ્ટિના પુરુષાર્થવડે સ્વભાવમાંથી જે ક્રમબદ્ધ પર્યાય તે સમયે પ્રગટવાની હતી તે જ શુદ્ધ
પર્યાય તે સમયે પ્રગટી તે નિયત. સ્વભાવની દ્રષ્ટિના જોરે સ્વભાવમાં જે પર્યાય પ્રગટવાની તાકાત હતી તે જ
પર્યાય પ્રગટી છે. બસ! સ્વભાવમાંથી જે સમયે જે દશા પ્રગટી તે જ પર્યાય તેની નિયત છે. પુરુષાર્થ કરનાર
જીવને સ્વભાવમાં જે નિયત છે તે જ પ્રગટે છે પણ બહારથી આવતું નથી.
૪–સ્વદ્રષ્ટિના પુરુષાર્થ વખતે જે દશા પ્રગટી તે જ તે વખતનો સ્વકાળ છે. પહેલાંં પર તરફ ઢળતો તેને
બદલે સ્વમાં ઢળ્‌યો તે જ સ્વકાળ છે.
પ–સ્વભાવદ્રષ્ટિથી જ્યારે આ ચાર સમવાય પ્રગટયા ત્યારે નિમિત્તરૂપ કર્મો તેની પોતાની લાયકાતથી
સ્વયં ખસી ગયા છે, તે ‘કર્મ’ છે.
આમાં પુરુષાર્થ, સ્વભાવ, નિયત અને કાળ એ ચાર સમવાય અસ્તિરૂપ છે અર્થાત્ તે ચારે ઉપાદાનની
પર્યાયમાં લાગુ પડે છે અને પાંચમું સમવાય નાસ્તિરૂપ છે તે નિમિત્તમાં લાગુ પડે છે. અથવા જો પાંચમું સમવાય
આત્મામાં લાગુ પાડવું હોય તો તે આ પ્રમાણે છે.–પરવલણથી ખસીને સ્વભાવ તરફ વળતાં પ્રથમના ચારનું
અસ્તિરૂપે અને કર્મનું નાસ્તિરૂપે એમ આત્મામાં પાંચે સમવાયનું પરિણમન થઈ ગયું છે એટલે સ્વના
પુરુષાર્થમાં પાંચે સમવાય પોતાની પર્યાયમાં સમાઈ જાય છે. પહેલાં ચાર અસ્તિથી અને પાંચમું નાસ્તિથી
પોતામાં છે.
જ્યારે સમ્યક્ પુરુષાર્થ જીવે ન કર્યો ત્યારે વિકારી ભાવ માટે કર્મ નિમિત્ત કહેવાણું અને જ્યારે સમ્યક્
પુરુષાર્થ કર્યો ત્યારે કર્મનો અભાવ નિમિત્ત કહેવાણો છે. જીવ પોતામાં પુરુષાર્થ વડે ચાર સમવાય પ્રગટ કરે અને
સામે કર્મની દશા ફરવાની ન હોય એમ બને જ નહિ. જીવ સ્વલક્ષ કરીને ચાર સમવાયરૂપે પરિણમ્યો અને કર્મ

PDF/HTML Page 16 of 17
single page version

background image
તરફ લક્ષ કરીને ન પરિણમ્યો (અર્થાત્ ઉદયમાં ન જોડાણો) ત્યારે કર્મની અવસ્થાને નિર્જરા કહેવાણી. જીવ
સ્વસન્મુખ પરિણમ્યો ત્યારે ભલે કર્મ ઉદયમાં હોય પણ જીવના તે વખતના પરિણમનમાં કર્મના નિમિત્તની
નાસ્તિ છે. પોતે સ્વમાં ભળ્‌યો અને કર્મ તરફ ન ભળ્‌યો તે જ કર્મની નાસ્તિ અર્થાત્ ઉદયનો અભાવ છે.
આત્મામાં એક સમયની સ્વસન્મુખ દશામાં પાંચે સમવાય આવી જાય છે. જીવ જ્યારે પુરુષાર્થ કરે ત્યારે
તેને પાંચ સમવાય એક જ સમયે હોય છે, સ્વની પ્રતીતમાં પરની પ્રતીત આવી જ જાય છે. આવી ક્રમબદ્ધ
વસ્તુસ્વરૂપની પ્રતીતમાં કેવળજ્ઞાનનો પુરુષાર્થ આવી ગયોછે.
પ્રશ્ન:–જીવ કેવળજ્ઞાન પ્રગટવાનો પુરુષાર્થ કરે પણ તે વખતે કર્મની ક્રમબદ્ધ અવસ્થા લાંબો કાળ
રહેવાની હોય તો જીવને કેવળજ્ઞાન શી રીતે થાય?
ઉત્તર:–વાહ, તારી શંકા! તને તારા પુરુષાર્થનો જ ભરોસો નથી તેથી તારી દ્રષ્ટિ કર્મ તરફ લંબાણી છે. ‘
સૂર્ય ઉગશે અને અંધારૂં નહિ ટળે તો? ’ એવી શંકા કરે તે મૂર્ખ છે. તેવી રીતે ‘હું પુરુષાર્થ કરૂં અને કર્મની
સ્થિતિ લાંબો કાળ રહેવાની હોય તો?’ આવી શંકા જેને પડે તેને પુરુષાર્થની પ્રતીત નથી, તે મિથ્યાદ્રષ્ટિ છે.
કર્મની ક્રમબદ્ધ પર્યાય એવી જ છે કે જીવ પુરુષાર્થ કરે ત્યારે તે સ્વયં ટળી જ જાય. ‘કર્મ લાંબો કાળ રહેવાનાં
હોય તો?’ એ દ્રષ્ટિ તો પરમાં લંબાણી, અને તેમ શંકા કરનારે પોતાના પુરુષાર્થને પરાધીન માન્યો છે. તને
તારા આત્માના પુરુષાર્થની પ્રતીત છે કે નહિ? હું મારા સ્વભાવના પુરુષાર્થથી કેવળજ્ઞાન પ્રગટ કરૂં છું અને હું
મારી કેવળજ્ઞાન દશા પ્રગટ કરું ત્યારે ઘાતિકર્મો હોય જ નહિ, એવો નિયમ છે. જેને ઉપાદાનની શ્રદ્ધા હોય તેને
નિમિત્તની શંકા હોય જ નહિ નિમિત્તની શંકામાં જે રોકાણો છે તેણે ઉપાદાનનો પુરુષાર્થ જ કર્યો નથી. ઉપાદાન
તે નિશ્ચય છે અને નિમિત્ત તે વ્યવહાર છે.
નિશ્ચયનય આખા દ્રવ્યને લક્ષમાં લ્યે છે આખા દ્રવ્યની શ્રદ્ધામાં કેવળજ્ઞાનથી ઊણપનો સ્વીકાર જ કયાં
છે? ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધામાં દ્રવ્યની શ્રદ્ધા છે અને દ્રવ્યની શ્રદ્ધામાં કેવળજ્ઞાનથી ઉણીદશાની પ્રતીત જ નથી,
માટે ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધામાં કેવળજ્ઞાન જ છે.
કેવળજ્ઞાની નિશ્ચયથી તો સંપૂર્ણ આત્મજ્ઞ જ છે, વ્યવહારથી સર્વજ્ઞ છે. સંપૂર્ણ આત્મજ્ઞ છે તો તેઓ સર્વજ્ઞ
કહેવાય છે. આત્મજ્ઞતા વગર સર્વજ્ઞતા હોઈ શકે નહિ.
હવે, સર્વજ્ઞ તો બધી જ વસ્તુની પર્યાયોના ક્રમને જાણે છે તેથી નીચલી દશામાં પણ જે ‘બધી વસ્તુની
ક્રમબદ્ધપર્યાય છે’ એમ પ્રતીતમાં લ્યે છે તે જીવ સર્વજ્ઞતાને સ્વીકારે છે, અને જે સર્વજ્ઞતા સ્વીકારે છે તે આત્મજ્ઞ
જ છે કેમકે સર્વજ્ઞતા કદી પણ આત્મજ્ઞતા વગર હોતી નથી. જે જીવ વસ્તુની સંપૂર્ણ ક્રમબધ્ધ પર્યાયોને નથી
માનતો તે સર્વજ્ઞતાને માનતો નથી, અને જે સર્વજ્ઞતાને માનતો નથી તે આત્મજ્ઞ હોઈ શકે નહિ.
આત્માના સંપૂર્ણ જ્ઞાનસામર્થ્યમાં બધી વસ્તુઓની ત્રણે કાળની પર્યાયો જેમ થવાની છે તેમ જણાય છે
અને જેમ જણાય છે તે જ પ્રમાણે થાય છે–આવી જેને પ્રતીત કરી તેણે ક્રમબદ્ધપર્યાયની અને સર્વજ્ઞના સામર્થ્યની
પ્રતીત થઈ અને તે આત્મજ્ઞ થયો; આત્મજ્ઞ જીવ સર્વજ્ઞ થાય જ છે.
વસ્તુમાં દરેક ગુણની પર્યાય પ્રવાહબદ્ધ ચાલી જ રહી છે, એક તરફ સવર્જ્ઞનું કેવળજ્ઞાન પરિણમી રહ્યું છે,
બીજી તરફ જગતના સર્વ દ્રવ્યોની પર્યાય પોતપોતામાં ક્રમબદ્ધ પરિણમી રહી છે. અહો! આમાં એક બીજાનું શું
કરી શકે? બધા દ્રવ્યો પોતપોતામાં જ પરિણમી રહ્યાં છે, બસ! આ પ્રતીત કરતાં જ્ઞાન જુદું જ રહી ગયું;
બધામાંથી રાગ દ્વેષ ઉડી ગયો અને એકલું જ્ઞાન રહી ગયું, આ જ કેવળજ્ઞાન!
પરમાર્થથી નિમિત્ત વગર જ કાર્ય થાય છે, વિકારપણે કે શુદ્ધતાપણે જીવ પોતે જ સ્વપર્યાયમાં પરિણમે
છે, અને તે પરિણમનમાં નિમિત્તની તો નાસ્તિ છે. કર્મ અને આત્માનું ભેગું પરિણમન થઈને વિકાર થતો નથી
એક વસ્તુના પરિણમન વખતે પરવસ્તુની હાજરી હોય તેથી શું? પરવસ્તુનું અને સ્વવસ્તુનું પરિણમન તો તદ્ન
જુદું જ છે, તેથી જીવની પર્યાય નિમિત્ત વગર પોતાથી જ થાય છે, નિમિત્ત કાંઈ જીવની રાગ–દ્વેષાદિ પર્યાયમાં
પેસી જતું નથી. માટે નિમિત્ત વગર જ રાગ–દ્વેષ થાય છે. નિમિત્તની હાજરી હોય છે તે તો જ્ઞાન કરવા માટે છે;
જ્ઞાનસામર્થ્ય હોવાથી જીવ નિમિત્તને જાણે છે ખરો, પરંતુ નિમિત્તના કારણે ઉપાદાનમાં કાંઈ પણ થતું નથી.

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA With the permissdon of the Baroda Govt. Regd No. B, 4787
order No. 30/24 date 31-10-44
સમ્યગ્દર્શન – ધર્મ
પ્રશ્ન:–આપ તો હંમેશા સમ્યગ્દર્શનની
જ વાત કરો છો?
ઉત્તર:–સમ્યગ્દર્શન એ જ મોક્ષનું કારણ
છે. સમ્યગ્દર્શન કહે છે કે “મને ધારણ કર્યા
પછી તારી ઈચ્છા હશે તોપણ તારાથી મલિનતા
રાખી શકાશે નહીં, મોક્ષે આવવું જ પડશે!”
મોક્ષનું પહેલું જ પગથિયું સમ્યગ્દર્શન છે, તે
વિનાના બધા હવાઈ કિલ્લા છે–કલ્પના છે; માટે
પ્રથમ સમ્યગ્દર્શન એ જ કર્તવ્ય છે.
(પાનું ૨૨૬–૨૨૭)
સમ્યગ્દર્શનનું સ્વરૂપ જાણ્યા વિના,
દુનિયાએ તેને ઘરઘરની ચીજ કરી નાંખી છે,
મોટો ભાગ વીતરાગનો માર્ગ જ ભૂલી ગયા
છે. દેહ–મન–વાણીની ક્રિયા રહિત ભગવાન
આત્મા સ્વાભાવિક ગુણરત્નોની ખાણ છે–તે
અંદર લક્ષ કરે તો ગુણો પ્રગટે. જ્યાં હોય ત્યાં
ખોદે તો નીકળેને! માટીની ખાણ ગમે તેટલી
ખોદે તોપણ તેમાંથી અનાજ નીકળે નહીં, તેમ
પુણ્ય–પાપના વિકારની ખાણ અનાદિથી ખોદે
છે, પણ તે તો રાગ છે–વિકાર છે તેમાંથી
અવિકારી ધર્મ પ્રગટે નહીં. માવો જોઈતો હોય
તો અફીણવાળાની દુકાને ન પૂછે પણ કંદોઈને
ત્યાં જ જાય, એમાં ખબર પડે, પણ ધર્મ કયાં
મળે? ધર્મની દુકાન કયાં છે? તેની ખબર ન
મળે. કોઈ સ્થાનમાં, વાણીમાં કે ચોપડામાં ધર્મ
નથી, ધર્મ તો આત્મામાં છે, બીજે કયાંય નથી.
આત્મા જ અંદર સ્વાભાવિક ગુણનો ઢગલો છે,
પણ તેની ખબર નથી તેથી બહારમાં માન્યું છે
કે–દયા કરી અથવા પર જીવને બચાવી દીધો
એમાં ધર્મ થઈ ગયો; પણ એવા દયાદિના
શુભભાવ તો અનંતવાર કરી ચૂકયો, પરંતુ
આત્માને ઓળખ્યો નહીં, અને આત્માને
ઓળખ્યા વગર ધર્મ થયો નહિ
(પાનું ૨૨૦–૨૨૧)
શ્રી નિયમસાર–પર–પ્રવચનો ભાગ–૧
પૃષ્ઠ ૩૨૦–કિંમત–રૂા. ૧–૮–૦
નયો શા માટે?
બે અપેક્ષાઓ બરાબર સમજવી જોઈએ, બે અપેક્ષાઓ ઉપર
આખા જૈનશાસનનું કથન છે. જૈનશાસન એટલે વસ્તુસ્વભાવ,
વસ્તુસ્વભાવ બે અપેક્ષા દ્વારા સમજાવી શકાય છે. ત્રિલોકનાથ
તીર્થંકર દેવાધિદેવ સર્વજ્ઞ ભગવાને પોતાના પૂર્ણ જ્ઞાનમાં જેવો પૂરો
વસ્તુસ્વભાવ જાણ્યો તેવો જ સ્વભાવ કહ્યો છે, સાંભળનારનું જ્ઞાન
ઊણું છે પણ વસ્તુસ્વભાવ પૂરો છે; ઊણા જ્ઞાનમાં પૂરો
વસ્તુસ્વભાવ એક સાથે આવી શકતો નથી તેથી અપેક્ષા દ્વારા
વસ્તુના પડખાંને મુખ્ય–ગૌણ કરીને સમજાવવામાં આવે છે. જો
વસ્તુસ્વભાવમાં પરિપૂર્ણતા ન હોય તો મુખ્ય–ગૌણ કરીને પૂર્ણતા
સમજાવવાનું હોય નહિ અને જો જ્ઞાન પૂરું હોય તોપણ ભેદ પાડીને
સમજાવવું પડે નહિ, કેમકે પૂરા જ્ઞાનમાં તો પૂરી વસ્તુનું [દ્રવ્ય–
પર્યાયનું] જ્ઞાન એક સાથે હોય છે, પણ જ્ઞાન અધુરું છે એટલે તે
દ્રવ્ય–પર્યાયસ્વરૂપ પુર્ણ વસ્તુને એક સાથે લક્ષમાં લઈ શકતું નથી,
માટે (નયદ્વારા) મુખ્ય–ગૌણ કરીને સમજાવવું પડે છે.
(પાનું ૨૯૬–૨૯૭)
નિશ્ચયનય અને વ્યવહારનય
ભગવાનનો ઉપદેશ બે અપેક્ષાસહિત છે, એકાંત ઉપદેશ
ભગવાનનો નથી. નિશ્ચયદ્રષ્ટિનો વિષય અખંડ છે, તેના વિષયમાં
વ્યવહાર કે વ્યવહારના વિષયરૂપ ખંડ, ભેદ, અવસ્થા આવતાં નથી;
પરંતુ વ્યવહાર અને તેનો વિષય અભાવરૂપ નથી, વર્તમાન પૂરતા
છે ખરા. વ્યવહારની જ દ્રષ્ટિને મિથ્યાદ્રષ્ટિ–ખોટી દ્રષ્ટિ કહી છે કેમકે
વ્યવહારનય એક વર્તમાન અંશને જ લક્ષમાં લ્યે છે અને આખો
ત્રિકાળી પદાર્થ તે લક્ષમાં લેતો નથી, અને જે આખા ત્રિકાળી દ્રવ્યને
પ્રતીતમાં ન લ્યે તે દ્રષ્ટિ સાચી નથી; માટે નિશ્ચયદ્રષ્ટિને મુખ્ય કરી
અખંડ ત્રિકાળી પદાર્થને લક્ષમાં લેવો–તે જ સમ્યગ્દર્શન છે.
અહીં પ્રથમ નયોનું સ્વરૂપ બતાવીને પછી તેનું લક્ષ
છોડાવીને અખંડ વસ્તુ તરફ પ્રૌઢ વિવેક વડે લક્ષ કરાવે છે. અખંડ
વસ્તુને લક્ષમાં લેવી તેને ‘પ્રૌઢ વિવેક’ કહ્યો છે પણ જેની પર્યાય
ઉપર જ દ્રષ્ટિ છે તે વ્યવહારમૂઢ અર્થાત્ અવિવેકી છે...પ્રૌઢ વિવેક
એટલે શું? નિશ્ચય–વ્યવહાર બંને નયોને જાણીને પછી જે નિશ્ચયનાં
અખંડ વિષય તરફ ઢળે છે તે પ્રૌઢવિવેકી છે; જ્ઞાનમાં બન્ને નયોનો
સ્વીકાર કરીને નિશ્ચયમાં આરૂઢ છે. વ્યવહારનય છે, તેને ન માને
તો વિવેક કહેવાય નહિ અને જો વ્યવહારમાં જ રોકાઈ જાય તોપણ
તે નિશ્ચયનયમાં અનારૂઢ વર્તતા થકા અવિવેકી છે. નયોનું જે જ્ઞાન
કરાવે છે તે ભેદનું લક્ષ રાખવા માટે નહિ, પણ ભેદ રહિત
અભેદસ્વરૂપ છે તે તરફ લક્ષ કરવા માટે કહેવાય છે.
(પાનું ૩૦૪–૩૦પ)
(નિયમસાર – પ્રવચનોમાંથી)
મુદ્રક : ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ.
પ્રકાશક : જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા તા. પ – ૨ – ૪૬