PDF/HTML Page 1 of 47
single page version
PDF/HTML Page 2 of 47
single page version
મનુષ્યપણામાં આવો અવસર તને મળ્યો છે તો તેમાં આત્માનું
રાગથી ભિન્ન તારું ચૈતન્યતત્ત્વ શું છે તેના અનુભવ વગર
વીર સં. ૨૪૯૩ માહ (લવાજમ: ત્રણ રૂપિયા) વર્ષ ૨૪ અંક ૪
PDF/HTML Page 3 of 47
single page version
પ્રભાવે જેમ આજે જ્ઞાનપ્રભાવના ભારતભરમાં વિકસી રહી છે તેમ સર્વત્ર સાધર્મીઓમાં
વાત્સલ્ય પણ વિસ્તરી રહ્યું છે, –તે દેખીને હર્ષ થાય છે. બંધુઓ, ચારેકોર વિકથાથી કે
કુતત્ત્વોથી ભરેલા આ સંસારમાં સાચા વીતરાગી દેવ–ગુરુ–ધર્મના ઉપાસક જીવો બહુ
થોડા છે; એવા સાધર્મીના મિલનથી કે એની પાસેથી ધર્મચર્ચાના બે શબ્દો સાંભળવાથી
મુમુક્ષુને આ અસાર સંસારનો ભાર ઊતરી જાય છે. સાધર્મીઓના મિલનમાં તો
વીતરાગી ધર્મનું બહુમાન, ધર્માત્મા જીવોની પ્રશંસા, દેવ–ગુરુ–શાસ્ત્રની ઉપાસનાસંબંધી
ચર્ચા–એવા જ પ્રસંગ હોય, સંસારના પ્રસંગ ત્યાં ન હોય. આમ સાધર્મીનો સંગ ધર્મની
વાત્સલ્યની ઉર્મિ સહેજે આવે છે. એક જ ગામે જતા બે વટેમાર્ગુ રસ્તામાં ભેગા થતાં
પણ પરસ્પર સ્નેહ જાગે છે, તેમ એક જ ધર્મને ઉપાસીને મોક્ષપુરી તરફ જઈ રહેલા
મોક્ષના બે વટેમાર્ગુઓને પણ પરસ્પર ધર્મસ્નેહ જાગે છે કે અહો! જે માર્ગે હું જાઉં છું તે
જ માર્ગે મારા સાધર્મીઓ આવે છે, એક જ પથના અમે પથિક છીએ. –અમારા દેવ એક,
અમારા ગુરુ એક, અમારો ધર્મ એક, અમારો માર્ગ એક. –આવું એકત્વ હોય ત્યાં
વાત્સલ્ય હોય જ. ધર્માત્માઓનાં વાત્સલ્યઝરણાં તો કોઈ અદ્ભુત હોય છે. આ કાળે
ધર્માત્માઓનું એવું વાત્સલ્ય જોવા મળવું –એ પણ મહાન ભાગ્ય છે. વાત્સલ્યવંતા
દુનિયાથી તરછોડાયેલી, પણ જ્યારે મુનિઓના શ્રીમુખથી ધર્મવાત્સલ્ય ભરેલાં વચન
સાંભળે છે ત્યાં તો આનંદથી ઉલ્લસી જાય છે ને જીવનના બધા દુઃખ ભૂલાઈ જાય છે.
આમ વાત્સલ્ય એ એક મહાન ઔષધ છે. સંસારસંબંધી રાગબંધન તો જીવને મોહિત
કરનારું છે, પણ ધર્મસંબંધી સ્નેહરૂપ જે સાધર્મી–વાત્સલ્ય તે મોહબંધન તોડવા અને
ધર્મને સાધવા માટે ઉત્સાહ પ્રેરનારું છે. ગુરુદેવાદિ સંતધર્માત્માઓના પ્રતાપે આવું
વાત્સલ્ય સાધર્મીઓમાં સર્વત્ર પ્રસરી રહ્યું છે...તે વાત્સલ્ય વધુ ને વધુ વિસ્તરો.
PDF/HTML Page 4 of 47
single page version
વાર્ષિક લવાજમ
આત્માનો અનુભવ કરીને સમ્યગ્દર્શન પ્રગટ નહિ કરું તો મારો
ક્્યાંય છૂટકારો નથી. અરે જીવ! વસ્તુના ભાન વગર તું ક્્યાં
જઈશ? તને સુખશાંતિ ક્્યાંથી મળશે? તારું સુખશાંતિ તારી
વસ્તુમાંથી આવશે કે બહારથી? તું ગમે તે ક્ષેત્રે જા, પણ તું તો
તારામાં જ રહેવાનો, અને પરવસ્તુ પરવસ્તુમાં જ રહેવાની.
પરમાંથી ક્્યાંયથી તારું સુખ નથી આવવાનું. સ્વર્ગમાં જઈશ
તો ત્યાંથી પણ તને સુખ નથી મળવાનું. સુખ તો તને તારા
સ્વરૂપમાંથી જ મળવાનું છે...માટે સ્વરૂપને જાણ. તારું સ્વરૂપ
તારાથી કોઈ કાળે જુદું નથી, માત્ર તારા ભાનના અભાવે જ
તું દુઃખી થઈ રહ્યો છે. તે દુઃખ દૂર કરવા માટે ત્રણે કાળના
જ્ઞાનીઓ એક જ ઉપાય બતાવે છે કે “આત્માને ઓળખો.”
PDF/HTML Page 5 of 47
single page version
કે તે કથનમાત્ર તો ગ્રંથપાઠના બળવડે આગમ–અધ્યાત્મનું
પ્રકારે જાણે નહીં; તેથી મૂઢજીવ આગમી પણ નથી કે ધ્યાત્મી
પણ નથી. યથા
સુધી પોતે જાણે અંર્તઅનુભવમાં તેવી ભિન્નતા ન અનુભવે ત્યાં સુધી તેને સમ્યગ્જ્ઞાન
કહેતા નથી, એટલે મિથ્યાદ્રષ્ટિને આગમપદ્ધતિ કે અધ્યાત્મપદ્ધતિ બેમાંથી એક્કેયનું જ્ઞાન
નથી, તેથી તે નથી તો આગમી કે નથી અધ્યાત્મી.
સ્વભાવ છે ને બંધભાવ તેનાથી ભિન્ન છે’ –એમ શાસ્ત્રથી જાણે છે પણ પોતે પોતાના
જ્ઞાનમાં તેવા બંધરહિત શુદ્ધ સ્વભાવનું વેદન કરતો નથી તેથી તે નિર્વેદક છે. અનુભવ
વગરનું જ્ઞાન સમ્યક્ નથી. એકલું જાણપણું અનુભવ વગર શું કામનું? –જો કે સૂક્ષ્મ
દ્રષ્ટિએ તો તેનું જાણપણું પણ ભૂલવાળું છે. સ્વસંવેદનરૂપ ભેદજ્ઞાન વગર સાચું જ્ઞાન
હોય નહિ. જ્ઞાનીને કદાચ ભાષા ન હોય–શાસ્ત્રપાઠ ન હોય તોપણ અંદર અનુભવમાં
સાચા ભાવભાસનથી તેને સમ્યગ્જ્ઞાન પરિણમી રહ્યું છે, ને તે મોક્ષમાર્ગને સાધે છે.
અજ્ઞાનીને શાસ્ત્રજ્ઞાન ભલે કદાચ હોય પણ અનુભવમાં જીવાદિ તત્ત્વોનું સાચુ
PDF/HTML Page 6 of 47
single page version
ભ્રમથી મોક્ષનું સાધન માનીને સાધે છે. આ રીતે અજ્ઞાની આગમી કે અધ્યાત્મી નથી.
તેને ‘આગમી’ પણ કેમ ન કહ્યો?
‘આગમી’ ન કહ્યો. અહીં ‘આગમી’ એટલે ‘આગમપદ્ધત્તિવાળો’ એવો અર્થ નથી, પણ
આગમી એટલે ‘આગમપદ્ધત્તિનો જ્ઞાતા’ એવો અર્થ થાય છે. અજ્ઞાની આગમપદ્ધત્તિને
પણ ઓળખતો નથી. વિકાર પોતે કરે છે, ને કર્મ તેમાં નિમિત્ત છે, તે કર્મ કાંઈ વિકાર
કરાવતું નથી; છતાં અજ્ઞાની પોતાના દોષનું ઉત્પાદક પર દ્રવ્યને માને છે. પોતાના
ગુણદોષનું ઉત્પાદક પર દ્રવ્યને માનવું તે તો મોટી અનીતિ છે. દરેક વસ્તુ અને તેનાં
પરિણામ પરથી નિરપેક્ષ ને પોતાથી સાપેક્ષ છે– એવો અનેકાન્ત છે; આવું વસ્તુસ્વરૂપ
સમજે તો પોતાના ગુણ–દોષ પરને લીધે ન માને એટલે એકતાબુદ્ધિથી પરમાં રાગદ્વેષ ન
થાય. તે જીવ ભેદજ્ઞાન વડે પરથી પૃથક્ થઈ પરથી નિરપેક્ષ થઈ સ્વતરફ વળે ને
સ્વાપેક્ષપણે એટલે કે સ્વાશ્રય વડે મોક્ષમાર્ગ પ્રગટ કરે. પુદ્ગલના પરિણામ પણ તેનાથી
પોતાથી સાપેક્ષ છે ને બીજાથી નિરપેક્ષ છે. જગતના બધા પદાર્થોને અને તેની પર્યાયોને
પરમાર્થે સ્વથી સાપેક્ષપણું છે, કેમકે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી;
પર્યાય તે પણ વસ્તુની પોતાની તે પ્રકારની શક્તિ છે, તે પણ ખરેખર પરની અપેક્ષા
રાખતી નથી. આવા વસ્તુસ્વભાવને અજ્ઞાની જાણતો નથી; માટે તે આગમી પણ નથી
ને અધ્યાત્મી પણ નથી; ને તે મોક્ષમાર્ગને સાધી શકતો નથી.
PDF/HTML Page 7 of 47
single page version
કાનજીસ્વામીનાં ધ્યાત્મભાવના ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
એકાગ્ર થતાં આ જગત કેવું લાગે છે? તે બતાવે છે–
ચૈતન્યસ્વરૂપના ચિંતનથી ભ્રષ્ટ થઈને શુભ–અશુભ ચેષ્ટાઓમાં જ ઉન્મત્તની માફક
પ્રવર્તી રહ્યું છે.’ પણ પછી તે અંતરાત્મા–યોગીને પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો અભ્યાસ
કરતાં આ જગત કાષ્ઠ–પાષાણના રૂપ જેવું ચેષ્ટારહિત દેખાય છે. પોતાના સ્વરૂપમાં
લીન થતાં જગત સંબંધી ચિંતા જ છૂટી જાય છે.– આ રીતે અંતરાત્માની બે ભૂમિકાઓ
અહીં બતાવી છે.
પરદ્રવ્યને પોતાનું માની રહ્યા છે ને સ્વતત્ત્વને ભૂલી રહ્યા છે. –આ રીતે જ્ઞાનીને
કરુણાબુદ્ધિથી જગત ગાંડા જેવું લાગે છે. અરે! આવા આત્મસ્વરૂપને ભૂલીને જગત
ભ્રમણામાં પડ્યું છે! જગતથી જુદો –જગત ઉપર તરતો એવો જે પોતાનો
ચૈતન્યસ્વભાવ તેનું ભાન પોતે તો કર્યું છે, તેને
PDF/HTML Page 8 of 47
single page version
જીવો મોહથી મૂર્છાઈ ગયેલા ગાંડા છે, મોહરૂપી ભૂત તેમને વળગ્યું છે.
જગત પ્રત્યે લક્ષ જતું નથી, સહજ ઉદાસીન પરિણતિ વર્તે છે. ચૈતન્યતત્ત્વથી બહાર બધું
મારાથી ભિન્ન છે –એમ તો પહેલેથી જાણ્યું જ છે, ને પછી તેમાં સ્થિરતાનો અભ્યાસ
કરતાં તેને જગત સંબંધી ચિંતા છૂટી જાય છે; સ્વરૂપમાં જોડાણ થયું છે ત્યાં જગત
ચેષ્ટારહિત કાષ્ઠ–પાષાણ જેવું લાગે છે, એટલે કે પરસંબંધી ચિંતા તેને થતી નથી.
ઘેરાઈ ગયેલા છે, તેમની ચેષ્ટાઓ ઉન્મત્ત જેવી છે. જો કે જગત આખું જ્ઞેયપણે જ છે, તે
કાંઈ મને રાગદ્વેષનું કારણ નથી એવું જ્ઞાનીને ભાન હોવા છતાં રાગની ભૂમિકામાં એવો
વિકલ્પ આવી જાય છે કે અરેરે! ચૈતન્યનિધાનને ભૂલીને આ જગત બહાવરાની જેમ
બહારમાં ફાંફાં મારી રહ્યું છે, તેમની ચેષ્ટાઓ ઉન્મત્ત જેવી છે. –પણ પછી જ્ઞાનીને જ્યાં
વિશેષ લીનતા થાય છે ત્યાં પરના અવલંબન વગર સહેજે ઉદાસીનતા વર્તે છે; ત્યાં પર
સંબંધી ચિંતા જ જાગતી નથી. પોતે અંતરમાં સ્થિર થઈને ચૈતન્યપ્રતિમા થઈ ગયો છે
ત્યાં જગત નિઃચેષ્ટ ભાસે છે, આખું જગત જ્ઞેયપણે જ ભાસે છે. ‘પરજીવો અજ્ઞાનથી
ઉન્મત્ત વર્તે છે–તેમાં મારે શું?’– એવો ઉદાસીનતાનો વિકલ્પ પણ ત્યાં નથી રહેતો, ત્યાં
તો સ્વરૂપમાં જોડાણ વર્તે છે તેથી પરપ્રત્યે પરમ ઉદાસીનતા સહેજે વર્તે છે.
એવી સમાધિ જામે છે કે જગત સંબંધી ચિંતા થતી નથી, ‘અરેરે! આવું પરમ
ચૈતન્યસ્વરૂપ, તેને જગત કેમ નથી સમજતું’ એવો ખેદભાવ પણ ત્યાં થતો નથી. આ
રીતે અંતરાત્માની બે ભૂમિકા સિદ્ધ કરી છે–એક તો વિકલ્પભૂમિકા, અને બીજી સ્વરૂપમાં
સ્થિરતારૂપ ભૂમિકા; વિકલ્પભૂમિકામાં જગત પ્રત્યે કરુણા અને ખેદ આવી જાય છે કે
અરે! આ જગતના પ્રાણીઓ બિચારા આત્મસ્વરૂપને ભૂલીને ઉન્મત્તની જેમ ભવભ્રમણ
કરી રહ્યા છે...જડની ક્રિયામાં ને રાગમાં ધર્મ માનીને તેઓ મોહથી ગાંડા થઈ ગયા
છે...ચૈતન્યસ્વભાવનો વિવેક તેઓ ચૂકી ગયા છે. પ્રથમદશામાં અંતરાત્માને આવો
વિકલ્પ આવે તેથી કાંઈ તે અજ્ઞાની નથી,
PDF/HTML Page 9 of 47
single page version
હોવાથી જ્ઞાનીને એવો વિકલ્પ આવી જાય છે. પછી ચૈતન્યમાં સ્થિરતાનો વિશેષ
અભ્યાસ કરીને જ્યાં એકાગ્રતા થઈ ત્યાં એવો વિકલ્પ પણ રહેતો નથી, ત્યાં જગત
સંબંધી ચિંતા જ નથી તેથી જગત અચેત જેવું ભાસે છે એમ કહ્યું છે. જગતના બાહ્ય
પદાર્થોમાં મારા ચેતનનો અભાવ છે, એમ જાણીને અંતરમાં એકાગ્ર થતાં જ્ઞાની પોતાના
હતા; ત્યાં રાવણરાજા ત્યાંથી નીકળ્યો...જ્યાં વાલીમુનિ ઉપર વિમાન આવ્યું ત્યાં
વિમાન થંભી ગયું. રાવણે નીચે ઊતરીને જોયું ત્યાં વાલીમુનિને દીઠા, તેમને જોતાં જ
રાવણને પૂર્વનું વેર જાગૃત થયું ને ક્રોધ આવ્યો; તેથી વાલીમુનિનો નાશ કરવા માટે
વિદ્યાના બળે કૈલાસ નીચે જઈને આખો કૈલાસપર્વત ડગાવવા માંડયો. તે વખતે
ધ્યાનમાંથી ખસીને મુનિને એવી વૃત્તિ ઊઠી કે અરે! ક્રોધનો માર્યો આ રાવણ આખા
પર્વતને હલાવે છે ને અહીંના રત્નમય જિનબિંબોની અસાતના કરે છે! –માટે
જરાક પર્વત ઉપર દબાવ્યો...ત્યાં તો ત્રણખંડનો રાજા રાવણ પર્વત નીચે ભીંસાણો ને
રૂદન કરવા લાગ્યો.....પછી તો રાવણ રાજાએ પણ માફી માગી, અને જિનબિંબની
વિરાધના થઈ તેથી ઘણો પશ્ચાત્તાપ કરીને તે જિનબિંબ પાસે એક મહિના સુધી એવી
તો અદ્ભુત ભક્તિ કરી કે ધરણેન્દ્રનું આસન ચલાયમાન થઈ ગયું. આ બાજુ વાલી
મુનિરાજે પણ પ્રાયશ્ચિત લીધું છે. જુઓ, મુનિદશામાં આવો વિકલ્પ આવ્યો માટે તે
કરવા જેવો છે–એમ નથી. જો વિકલ્પને કરવા જેવો માને તો તો તે મિથ્યાદ્રષ્ટિ છે.
જ્ઞાનીને પોતાની અસ્થિર ભૂમિકામાં વિકલ્પ આવી જાય છે પણ તે વિકલ્પનેય
ચૈતન્યથી ભિન્ન જાણીને, આત્મામાં સ્થિર થવા માંગે છે. દ્રઢ અભ્યાસ વડે જ્યાં
જૈનશાસનની વિરાધના કરે છે’ એવો ખેદનો વિકલ્પ થતો નથી.–આવી વીતરાગદશા
ભેદજ્ઞાનના દ્રઢ અભ્યાસથી થાય છે. વિકલ્પની ભૂમિકામાં હોવા છતાં જો વિવેક ન કરે
તો તે તો મૂઢ છે. પોતે વિકલ્પભૂમિકામાં હોય અને દેવ–ગુરુ–ધર્મ ઉપર કાંઈ ઉપસર્ગ
આવે તો ત્યાં ધર્મીને તે ઉપસર્ગ દૂર કરવાનો ભાવ આવ્યા વિના રહેતો નથી. પોતાને
રાગ થતો હોવા છતાં જે વિવેક નથી કરતો તે તો મૂઢ છે. અહીં તો સ્વરૂપના
અનુભવમાં એવી
PDF/HTML Page 10 of 47
single page version
ધર્મીને વિકલ્પ ઊઠે પણ તે તેને છોડીને સ્વરૂપમાં ઠરવા માંગે છે. અને જ્યાં
સ્વરૂપમાં ઠર્યો ત્યાં જગત વિષેની ચિંતાનો અભાવ થવાની પરમ ઉદાસીનતા સહેજે
વર્તે છે. તેને જગતસંબંધી રાગ–દ્વેષ નથી તેથી, જગત કાષ્ઠપાષાણવત્ ભાસે છે એમ
ઠરતાં સમસ્ત વિકલ્પો છૂટીને જીવ મુક્તિ પામે છે.–આવો આત્માના ભેદજ્ઞાનના
અભ્યાસનો મહિમા છે.
કરવાનો ઉપાય છે. સ્વભાવ અને વિભાવની
મર્યાદાને વારંવાર વિચારવી; તેની ભિન્નતા
જાણીને સ્વભાવમાં એકતાનો ને વિભાવથી
ભિન્નતાનો પ્રયત્ન કરવો. ચૈતન્યની મહત્તા ને
વિભાવની તૂચ્છતા સમજવી. જેની મહત્તા સમજે
તેમાં એકાગ્રતા થયા વિના રહે નહિ, ને જેને તૂચ્છ
સમજે તેનાથી ભિન્નતા કર્યા વિના રહે નહિ.
પહેલાં આ વાત લક્ષમાં લઈને તેનો વિશેષ–
વિશેષ પ્રયત્ન કરવો જોઈએ.
PDF/HTML Page 11 of 47
single page version
સંસ્થાને પણ વ્યવસ્થામાં રાહત રહે તે માટે એમ નક્કી કરવામાં આવ્યું છે કે જેઓ
એકસો એક રૂપિયા આપીને ‘આજીવન સભ્ય’ થાય તેમને ‘આત્મધર્મ’ કાયમ મોકલવું.
આપ નીચેના સરનામે રૂા. ૧૦૧–૦૦ મોકલી આજીવન સભ્ય બની સંસ્થાને સહકાર
આપવા વિનંતિ છે. હિંદી તથા ગુજરાતી બંને આત્મધર્મ માટે આ યોજના છે.
PDF/HTML Page 12 of 47
single page version
અંતિમ અવતારરૂપે યોધ્યાનગરીમાં અવતરી ચુકયા છે ને ઈન્દ્રોએ
મેરૂપર્વત ઉપર તેમનો જન્માભિષેક કરી લીધો છે. ત્યારબાદ એ
જન્મોત્સવમાં શું–શું બન્યું–તે અહીં વાંચો.
પહેરાવ્યા, અને ઘણા આદરપૂર્વક ભગવાનના લલાટ પર તિલક કર્યું. પરંતુ જગતના
તિલકસ્વરૂપ એવા ભગવાનની શોભા શું તે તિલક વડે હતી? નહીં! ઊલ્ટું તે તિલક
ભગવાનને લીધે શોભતું હતું. જગતના મુગટસ્વરૂપ એવા ભગવાનને મુગટ વગેરે
અનેક દૈવી આભૂષણો ઈન્દ્રાણીએ પહેરાવ્યાં. ભગવાનના કાન વગર વિંધ્યે જ છિદ્રવાળાં
હતા, તેમાં ઈન્દ્રાણીએ ઉત્તમ મણિમય કુંડલ પહેરાવ્યાં.
પરંતુ બે આંખોવડે તેને સન્તોષ ન થયો તેથી એક હજાર આંખો બનાવીને તે
ભગવાનનું રૂપ જોવા લાગ્યો. અને પછી તે ઈન્દ્રાદિ દેવો તીર્થંકર ભગવાનની સ્તુતિ
કરવા લાગ્યા: હે દેવ! અમને પરમ આનંદ દેવા માટે આપનો અવતાર છે. આપનાં
વચનકિરણોવડે અમારા અંતરનો અજ્ઞાનઅંધકાર નષ્ટ થાય છે. પ્રભો! આપ દેવોમાં
આદિ દેવ છો, આપ ત્રણ જગતના આદિ ગુરુ છો, આપ આદિ વિધાતા (વિધિના
સમજાવનાર) છો, અને આપ ધર્મના આદિ નાયક છો. આપ જ જગતના પિતા છો.
પ્રભો, આપ તો પવિત્ર જ છો, પરંતુ પાપથી મલિન એવું આ જગત આપના
જન્માભિષેક
PDF/HTML Page 13 of 47
single page version
જ્યોતિ સ્વરૂપ પરમાત્મા એવા આપ આજ અમને પ્રત્યક્ષ દ્રષ્ટિગોચર થઈ રહ્યા છો.
આપના ગુણો સર્વત્ર પ્રસિદ્ધ છે તેથી આપને નમસ્કાર હો.
આપ જન્મ–મરણનો નાશ કરનારા છો તેથી આપને નમસ્કાર હો.
આપ ત્રણ જગતના પરમેશ્વર છો તેથી આપને નમસ્કાર હો.
પ્રભો આપ પૃથ્વી જેવા ક્ષમાવંત છો; જલસમાન સૌને આહ્લાદિત કરનારા
ઈન્દ્રો આનંદપૂર્વક અયોધ્યા આવ્યા.
હોવાથી
PDF/HTML Page 14 of 47
single page version
તેની બાજુના પ્રદેશમાં સરયૂ નદી વહેતી હતી.
રોમાંચિત થયું; ને માયામયી નિદ્રા દૂર થતાં માતા મરુદેવી પણ હર્ષપૂર્વક ભગવાનને
દેખવા લાગ્યા. ત્યારબાદ માતાપિતાએ પ્રસન્નચિત્તથી ઈન્દ્ર–ઈન્દ્રાણી સામે જોયું; ને ઈન્દ્ર–
ઈન્દ્રાણીએ મહામૂલ્ય આભૂષણો અર્પણ કરીને માતાપિતાનું સન્માન કર્યું. તથા સ્તુતિ
કરી કે આપ મહાન ધન્ય છો, લોકમાં સૌથી શ્રેષ્ઠ પુત્ર આપને ત્યાં અવતર્યો છે. આપ
જગતના ગુરુના પણ ગુરુ (માતા–પિતા) છો, આપ અનેક કલ્યાણને પ્રાપ્ત કરનારા છો.
આપનો મહેલ આજે જિનાલય સમાન પૂજ્ય છે, ને આપ પણ પૂજ્ય છો.
વિભૂતિ સહિત અયોધ્યાપુરીમાં ફરીને ભગવાનનો જન્મોત્સવ કર્યો. તે વખતે
અયોધ્યાનગરી સ્વર્ગપુરી સમાન શોભતી હતી, આખા જગતને આનંદિત કરનારો
ઉત્સવ અયોધ્યાપુરીમાં થયો. નગરજનોનો આનંદ દેખીને ઈન્દ્રે પણ આનંદ નામના
નાટકવડે પોતાનો આનંદ પ્રગટ કર્યો, ને અદ્ભુત તાંડવનૃત્ય કર્યું. નાટકદ્વારા
ભગવાનના મહાબલ વગેરે દશ ભવ તથા ગર્ભકલ્યાણક અને જન્મકલ્યાણકનાં દ્રશ્યો
દેખાડ્યાં; એ વખતે ગંભીર શબ્દોથી એક સાથે કરોડો વાજાં વાગતાં હતા...ને ઈન્દ્ર હજાર
હાથ તથા હજાર નેત્ર બનાવીને આનંદનૃત્ય કરતો હતો, તેની આંગળી ઉપર દેવીઓ
નાચતી હતી. ઈન્દ્રનું આ
દેવકુમારોને તથા દેવીઓને ભગવાનની સેવામાં રાખીને ઈન્દ્રો પોતપોતાના સ્વર્ગમાં
ગયા. તે દેવીઓ ભગવાનને નવડાવવા, ખવરાવવા, વસ્ત્રાભૂષણ પહેરાવવા–વગેરે
કાર્યોવડે એ બાલતીર્થંકરની સેવા કરતી હતી.
PDF/HTML Page 15 of 47
single page version
બાલ્યાવસ્થા જગતને આનંદ દેનારી હતી. ક્રમે ક્રમે ભગવાનને વાણી પ્રગટી, ને ધીમે
ધીમે પા–પા પગલી ભરવા લાગ્યા...ને સૌનો આનંદ વધારવા લાગ્યા. નાનકડા
ભગવાન દેવબાલકોની સાથે રત્નોની ધૂળમાં રમતા હતા, ને માતા–પિતાને તથા
પ્રજાજનોને આહ્લાદ પમાડતા હતા.
લાગી. તે વખતે તેમનું મનોહર શરીર, મધુરી બોલી, મીઠી નજર અને મલકતા મુખની
વાતચીત–એ બધું ય સંસારની પ્રીતિને ભૂલાવી દેતું હતું ને ભગવાન પ્રત્યે પરમ પ્રીતિ
ઉપજાવતું હતું.
હતા તેથી તેમને સર્વે વિદ્યાઓ સ્વયમેવ પ્રાપ્ત થઈ હતી. એ યોગ્ય જ છે કેમકે
પૂર્વજન્મનો અભ્યાસ સ્મરણશક્તિને અત્યંત પુષ્ટ રાખે છે. કોઈના શીખવ્યા વગર જ
તેઓ બધી વિદ્યા જાણતા હતા.
શાસ્ત્રજ્ઞાનને લીધે તેમના પરિણામ બહુ જ શાન્ત રહેતા હતા, ને તેમની ચેષ્ટાઓ
જગતનું હિત કરનારી હતી. જેમ જેમ તેમનું શરીર અને ગુણો વધતા જતા હતા તેમ
તેમ લોકોનો હર્ષ પણ વધતો જતો હતો. એ રીતે જગતના આનંદને વધારતા વધારતા
તે ભગવાન વૃદ્ધિને પામતા હતા. પૂર્વસંસ્કારથી પ્રાપ્ત અનેક પ્રકારની વિદ્યાઓ
(લિપિવિદ્યા, ગણિતવિદ્યા વગેરે) તથા કળાઓ (સંગીત–ચિત્રકળા વગેરે) તેઓ
બીજાને શીખવતા હતા. ક્્યારેક મોર, પોપટ, હંસ, કુકડો, કે હાથીના બચ્ચાનું રૂપ ધારણ
કરનારા દેવકુમારોની સાથે આનંદથી ક્રીડા કરતા હતા; ક્્યારેક દેવીઓએ પૂરેલી રત્નોની
રંગોળીને આનંદથી દેખતા હતા; ક્્યારેક પોતાના દર્શન માટે આવેલા પ્રજાજનો સાથે
મધુર હાસ્ય સહિત સંભાષણ કરીને તેમને આનંદિત કરતા હતા;
રહેતા હતા, ને દરરોજ ઈન્દ્રદ્વારા મોકલેલા શ્રેષ્ઠ વસ્ત્રાભૂષણ વગેરે ભોગોનો ઉપભોગ
કરતા થકા વૃદ્ધિને પામતા હતા.
PDF/HTML Page 16 of 47
single page version
હતું. પરમઔદારિક હતું ને મોક્ષનું કારણ હતું. ભગવાનના શરીર પર સ્વસ્તિક, કમળ,
સમુદ્ર, હાથી, સિંહ, સૂર્ય, ચંદ્ર, રત્નદીપ, વૃષભ, જંબુદ્વીપ, આઠ પ્રતિહાર્ય, આઠ
મંગલદ્રવ્ય વગેરે ૧૦૦૮ સુલક્ષણો શોભતા હતા. રાગ–દ્વેષરહિત ભગવાનના ચિત્તમાં
અચળ લક્ષ્મી પ્રત્યે બહુ થોડો જ પ્રેમ હતો.
સ્ત્રી મળે તોપણ તેમને વિષયરાગ અત્યન્ત મંદ હોવાથી તેમના વિવાહ કરવાનું ઘણું
મુશ્કેલ છે. વળી બીજી વાત એ છે કે, ધર્મ–તીર્થની પ્રવૃત્તિ કરવા માટે તેમનો મહાન
ઉદ્યમ છે એટલે તેઓ જરૂર સંસારબંધન તોડીને મસ્ત હાથીની જેમ વનમાં જશે ને દીક્ષા
ધારણ કરશે. તોપણ, તેમનો દીક્ષાકાળ આવ્યા પહેલાં તેમને માટે યોગ્ય સ્ત્રીનો વિચાર
કરવો જોઈએ.
કેવળ લોકવ્યવહાર છે. મારી અભ્યર્થના છે કે આપ સંસારસૃષ્ટિમાં પણ આપનું ચિત્ત
લગાવો, ને કોઈ શ્રેષ્ઠ કન્યા સાથે વિવાહ માટે સંમતિ આપો. જો આપ મને કોઈ પણ
પ્રકારે ગુરુ (મોટા) માનતા હો તો મારા આ વચનનું ઉલ્લંઘન કરવું ન જોઈએ.
કચ્છ અને મહાકચ્છ રાજાની બે બહેનો યશસ્વતી અને સુનન્દા સાથે ઋષભકુમારના
વિવાહનો ઉત્સવ કર્યો. દેવોએ પણ પ્રસન્નતાથી તે ઉત્સવમાં ભાગ લીધો. પુત્રવધુઓને
દેખીને નાભિરાજા અને મરુદેવી એકદમ પ્રસન્ન થયા. ભગવાન ઋષભકુમારમાં કામદેવ
જો કે અતિશય ભગ્ન થઈ ગયો હતો છતાં ગુપ્તરૂપે તે પોતાનો સંચાર કરતો હતો. બંને
રાણીઓ સાથે ભોગોપભોગમાં ઘણો કાળ વીત્યો.
PDF/HTML Page 17 of 47
single page version
દિવ્યચક્ષુવડે તે ઉત્તમ સ્વપ્નોનું ફળ જાણીને કહ્યું–હે દેવી! તને મહા પ્રતાપી ચક્રવર્તી પુત્ર
થશે; અને તરંગવાળો સમુદ્ર એમ સૂચવે છે કે તે પુત્ર ચરમશરીરી થઈને સંસાર સમુદ્રને
પાર કરશે. તથા ઈક્ષ્વાકુવંશને આનંદ દેનારા તારા એકસો પુત્રોમાં તે સૌથી જયેષ્ટ હશે.
પતિના મુખથી સ્વપ્નનું ઉત્તમ ફળ જાણીને દેવીને ઘણો હર્ષ થયો.
વખતે સાથે હતો, પછી દેવ થયો, પછી સુબાહુ ગયો, પછી સર્વાર્થસિદ્ધિમાં ગયો, તે જીવ
ત્યાંથી ચ્યુત થઈને યશસ્વતીદેવીની કુંખે ઋષભદેવના પુત્ર તરીકે અવતર્યો;
ભરતચક્રવર્તી જેવા તે વીરપુત્રને ધારણ કરનારી માતા ચકચકતી તલવારરૂપી દર્પણમાં
પોતાના મુખની કાન્તિ જોતી હતી, રત્નોથી ભરેલી ભૂમિસમાન શોભતી હતી. જે સમયે
ભગવાન ઋષભદેવ જન્મ્યા હતા, બરાબર તે જ સમયે (ફાગણ વદ નોમના ઉત્તમ
દિવસે) યશસ્વતીદેવીએ ભરત ચક્રવર્તીને જન્મ આપ્યો. જન્મતાંવેંત તેણે બે હાથવડે
પૃથ્વીને આલિંગન કર્યું હતું તેથી નિમિત્તજ્ઞાનીઓએ કહ્યું કે તે સમસ્ત પૃથ્વીનો
અધિપતિ ચક્રવર્તી થશે. આવા પુત્રજન્મથી તેના દાદા તથા દાદીમા પરમ હર્ષ પામ્યા;
પતિપુત્રવતી સ્ત્રીઓ શુભઆશીષ દેવા લાગી કે ‘તું આવા સેંકડો પુત્રની માતા હો.’ એ
વખતે કરોડો દાંડીવડે આનંદના મોટામોટા નગારા મેઘની જેમ ગાજતા હતા, ને અનેક
વાજાં વાગતા હતા. આકાશમાં દેવ–દેવીઓનાં ‘જય હો... જય હો, ચિરંજીવ રહો, એવા
શબ્દો ગૂંજતા હતા. રાજમહેલમાં રત્નની રંગાવલી અને સુવર્ણનાં કળશ શોભતા હતા.
આખી અયોધ્યાનગરીમાં ઉત્સવ થતો હતો. ઋષભદેવે ઘણું દાન લીધું હતું; ને
ભરતક્ષેત્રના અધિપતિ થનાર તે પુત્રને ‘ભરત’ એવા નામથી બોલાવ્યો હતો.
ઈતિહાસકારો કહે છે કે હિમવન્ પર્વતથી માંડીને સમુદ્ર સુધીનું ચક્રવર્તીનું ક્ષેત્ર ને
‘ભરત’ ના નામ ઉપરથી ‘ભારતવર્ષ’ કહેવાયું. વિધિના જાણનાર ભગવાન ઋષભદેવે
પોતે તે પુત્રને આબોટીયું (અર્થાત્ પહેલીવાર અનાજ ખવડાવવું) તથા મુંડન કરવું
વગેરે સંસ્કારો કર્યા હતા. તે ભરતની ચેષ્ટાઓ તેના પિતા ઋષભદેવ જેવી જ હતી. તેની
હથેળી ચક્ર વગેરે શુભ ચિહ્નોથી શોભતી હતી. તેના પગમાં પણ ચક્ર, છત્ર, તલવાર
વગેરે ૧૪ રત્નોનાં ચિહ્ન હતાં, જાણે કે અત્યારથી એ ૧૪ રત્નો તેની સેવા કરતાં હોય!
તે ચરમશરીરી હતો. ચક્રવર્તીના ક્ષેત્રમાં (છ ખંડમાં) રહેનારા
PDF/HTML Page 18 of 47
single page version
ચક્રવર્તીની ભૂજાઓમાં હતું. તેનો આકાર અને સ્વભાવ બંને સુંદર હતા. તે એક દિવ્ય
મનુષ્ય હતો ને તેની ચેષ્ટાઓ અદ્ભુત હતી. વિશિષ્ટ પુણ્યને લીધે તેને આવી લોકોત્તર
સંપદા મળી હતી.
બેઠો થાય ત્યારે વારંવાર આલિંગન કરીને તેને પોતાની ગોદમાં બેસાડતા હતા.
હતો ને વજ્રનાભિપર્યાયમાં પીઠ નામનો ભાઈ હતો તે વૃષભસેન નામનો પુત્ર થયો.
ભૂંડનો જીવ જે પૂર્વે વૈજયન્ત નામનો ભાઈ હતો તે અચ્યુત નામનો પુત્ર થયો.
વાંદરાનો જીવ જે પૂર્વે જયન્ત નામનો ભાઈ હતો તે વીર નામનો પુત્ર થયો.
નોળિયાનો જીવ જે પૂર્વ ભવમાં અપરાજિત નામનો ભાઈ હતો તે વરવીર
આનંદપુરોહિતનો જીવ જે પૂર્વ ભવમાં મહાબાહુ નામનો ભાઈ હતો તે
વજ્રજંઘપર્યાય વખતે જે અનુંધરી નામની બહેન હતી તે અહીં સુંદરી નામની સુંદર પુત્રી
થઈ.
ભરત પ્રથમ ચક્રવર્તી, બાહુબલી પ્રથમ કામદેવ અને વૃષભસેન પ્રથમ ગણધર હતા.
અહા! કેવો મહાન પરિવાર!
PDF/HTML Page 19 of 47
single page version
પિતાજીને પ્રણામ કર્યા. ત્યારે ભગવાને તેમને ગોદમાં બેસાડીને મસ્તક પર હાથ ફેરવ્યો,
મસ્તક સુંઘ્યું ને પછી હસતાંહસતાં કહ્યું–બેટી, આવો! તમે એમ ધારતા હશો કે આજે
પહેલાં જ ચાલ્યા ગયા છે. એમ ક્ષણભર ભગવાને તે પુત્રીઓ સાથે ક્રીડા કરી તથા
તેમના શીલ અને વિનયની પ્રશંસા કરી. પછી કહ્યું કે–તમારું બંનેનું આવું સુંદર શરીર
અને અનુપમ શીલ, તેને જો વિદ્યાવડે વિભૂષિત કરવામાં આવે તો તમારો જન્મ સફળ
થઈ જાય. આ લોકમાં વિદ્યાવાન મનુષ્ય પંડિતોવડે સન્માન પામે છે; વિદ્યા જ સાચો
ભાઈ અને વિદ્યા જ સાચો મિત્ર છે, વિદ્યા જ સાથે રહેનારૂં ધન છે; સાચી વિદ્યાવડે સર્વ
મનોરથ સિદ્ધ થાય છે. માટે હે પુત્રીઓ! તમે વિદ્યાને ગ્રહણ કરો.
તથા સુંદરીએ ધારણ કરી. પિતા જ જેના ગુરુ છે એવી તે બંને પુત્રીઓ વિદ્યાવડે
સરસ્વતી સમાન શોભવા લાગી. ભગવાને ભરત–બાહુબલી વગેરે સર્વે પુત્રોને પણ
ચિત્રકળા, નાટ્યકળા વગેરે અનેક પ્રકારની વિદ્યાઓ ભણાવી અને સાથેસાથે
આત્મજ્ઞાનરૂપ અધ્યાત્મવિદ્યાના પણ ઉત્તમ સંસ્કારો આપ્યા.
PDF/HTML Page 20 of 47
single page version
કાર્ય શું? –કે પોતાના નિજકાર્યનો તે કર્તા છે તથા તેનો ભોક્તા છે. નિજકાર્ય શું? કે
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ કાર્ય તે ખરૂં નિજકાર્ય છે. અને તેની પૂર્ણતારૂપ મોક્ષ છે. ને
‘સુધર્મ’ તે મોક્ષનો ઉપાય છે. સુ–ધર્મ એટલે સમ્યક્ધર્મ, નિશ્ચયધર્મ તે એક જ મોક્ષનો
ઉપાય છે. આવા મોક્ષઉપાયને સાધવો તે આત્માનું ખરૂં નિજકાર્ય છે, ને તે મંગળરૂપ છે.
માંગળિકમાં આત્માના નિજકાર્યની આ વાત આવી છે. –એમ ઘણા પ્રમોદથી કહ્યું. ને
પછી જયજયનાદ વચ્ચે જિનેન્દ્ર–પ્રતિષ્ઠા માટે અને તીર્થયાત્રા માટે મંગલપ્રસ્થાન કર્યું.
મોટરમાં બેસતાં પહેલાં સ્વાધ્યાયમંદિરના પગથિયે ઊભા રહીને ક્ષણભર માનસ્તંભના
સીમંધરનાથને નીહાળી રહ્યા... બીજી જ ક્ષણે ‘મંગલવર્દ્ધિની’ મંગલનાદ કરતી કરતી
તીર્થધામ તરફ દોડવા લાગી. –જો કે એને સોનગઢ છોડવું ગમતું ન હતું તેથી શરૂમાં તો
તે સાવ ધીમે ધીમે ચાલતી હતી, પણ પછી જિનબિંબપ્રતિષ્ઠાની અને તીર્થયાત્રાની
ગુરુદેવની ભાવના જાણીને તે પણ હોંસથી દોડવા લાગી.
સંસ્મરણો જાગતા હતા...ત્યાં તો આંકડિયા આવી ગયું...પંચકલ્યાણક મહોત્સવની પૂર્વ
રોકાઈને અમરાપુર પહોંચ્યા.
પધાર્યા. સૌએ ભક્તિથી લાભ લીધો. સોનગઢથી પૂ. બેનશ્રી–બેન વગેરે પણ પધાર્યા