Atmadharma magazine - Ank 281
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 53
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૪
સળંગ અંક ૨૮૧
Version History
Version
Number Date Changes
001 Apr 2005 First electronic version.

PDF/HTML Page 2 of 53
single page version

background image
૨૮૧
ધર્મીનું ચિત
હે જીવ! ત્રણલોકનો રાજા એવો પોતાનો આત્મા છે
તેને તું આદરણીય જાણ; એ મહાસુંદર ને સુખરૂપ છે.
જગતનો સર્વોત્કૃષ્ટ રાજા એવા આત્માને તું સ્વાનુભવગમ્ય
કર. તારો આત્મરાજા જ તને આનંદ દેનાર છે, બીજું કોઈ
તને આનંદ દેનાર નથી. આત્માનો આનંદ જેણે અનુભવ્યો
છે તે ધર્માત્માનું ચિત્ત બીજે ક્યાંય ઠરતું નથી, ફરીફરીને
આત્મા તરફ જ વળે છે. આત્માનું અસ્તિત્વ જેમાં નથી,
આત્માનું સુખ જેમાં નથી, આત્માનું જીવન જેમાં નથી,
એવા પરદ્રવ્યોમાં ધર્મીનું ચિત્ત કેમ ચોંટે? આનંદનો સમુદ્ર
જ્યાં દેખ્યો છે ત્યાં જ ધર્મીનું ચિત્ત ચોંટયું છે.
તંત્રી : જગજીવન બાવચંદ દોશી સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૩ ફાગણ (લવાજમ : ત્રણ રૂપિયા) વર્ષ ૨૪ : અંક પ

PDF/HTML Page 3 of 53
single page version

background image
એક મોટી દુકાન
[ દુકાન જ્ઞાનીએ જોઈ ખરી, પણ લીધું નહીં કાંઈ ]
એક મોટી દુકાનમાં અનેકવિધ તરેહતરેહનો માલ ભર્યો હતો. એક માણસે
તે દુકાન જોઈ; બધું જોયા બાદ તેણે સન્તોષ વ્યક્ત કરીને જવા માંડ્યું. ત્યારે
દુકાનદાર કહે છે કે કાંઈક ખરીદ તો કરો!
તે માણસે કહ્યું: ભાઈ, તમારી દુકાન સારી છે પણ મારે આમાંથી કોઈ વસ્તુની
જરૂર નથી, તેથી હું તે લઈને શું કરું.
તમે દુકાનની પ્રશંસા કરો છો પરંતુ ખરીદતા તો કાંઈ નથી! –એમ કહ્યું, ત્યારે તે
કહે છે કે સાંભળ ભાઈ!
ધારો કે તમે એક દવાની દુકાન જોવા ગયા, બધી જાતના રોગની ઊંચામાં ઊંચી
દવાઓ ત્યાં જોઈને તમે સન્તોષ વ્યક્ત કર્યો. પરંતુ તમે તેમાંથી કોઈ જ દવા ખરીદ ન
કરી, કેમકે તમને કોઈ જ રોગ ન હોવાથી તમારે દવાની જરૂર ન હતી. તો તે ઉત્તમ? કે
તમારે દવા લેવી પડે તે ઉત્તમ?
દવા ન લેવી પડે તે ઉત્તમ, કેમકે તે નીરોગતા સૂચવે છે.
તેમ આ જગતરૂપી જે મોટી દુકાન, તે જડ–ચેતન સમસ્ત પદાર્થોથી ભરેલી છે,
બધી વસ્તુઓ પોતપોતાના સ્વરૂપમાં શોભી રહી છે. ત્યાં જેને ઈચ્છારૂપી રોગ લાગુ
પડ્યો છે તે તો પરપદાર્થોને સુખહેતુથી ગ્રહણ કરવા માંગે છે. પણ જ્ઞાની તો કહે છે કે હું
મારા સ્વરૂપથી પરિપૂર્ણ છું, મારા સ્વરૂપથી જ હું તૃપ્ત ને સંતુષ્ટ છું, ઈચ્છારૂપી રોગ જ
મને નથી, પછી હું પરદ્રવ્યના ગ્રહણને શું કરું? દવા ભલે ગમે તેવી ઊંચી હોય પણ જેને
રોગ જ નથી તેને તેનું શું પ્રયોજન છે? તેમ પદાર્થો ભલે ગમે તેવા હોય પણ જેને
ઈચ્છા જ નથી તેને તેનું શું પ્રયોજન છે? તે તો માત્ર જ્ઞાન કરીને જ સંતુષ્ટ થાય છે.
તેનું જ્ઞાન નીરોગ છે–આકુળતા વગરનું છે; ને આવું નીરોગ–નીરાકુળ જ્ઞાન તે જ સુખ
છે. જ્ઞાનમાં તૃપ્ત એવો તે જીવ જગતના પદાર્થોને જાણે છે પણ તેમાંથી કોઈને ગ્રહવા
ઈચ્છતો નથી. પોતામાં જે અતૃપ્ત હોય તે જ બીજાને ગ્રહવા ઈચ્છે. પર ગ્રહણની જેને
ઈચ્છા છે તે દુઃખી છે, સ્વરૂપમાં જે તૃપ્ત છે તે સુખી છે.

PDF/HTML Page 4 of 53
single page version

background image
: ફાગણ : ૨૪૯૩ આત્મધર્મ : ૧ :
વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯૩
ત્રણ રૂપિયા ફાગણ
વર્ષ ૨૪ : અંક પ
સિદ્ધ પ્રભુજી! આવો દિલમેં.......
(હિંમતનગરમાં અપૂર્વ મંગલાચરણ)
તા. ૧૩–૨–૬૭ માહ સુદ ૪ ના રોજ હિંમતનગરમાં
ભવ્યસ્વાગત બાદ પાંચેક હજાર માણસોની સભામાં वंदितु
सव्वसिद्धे....... એ ગાથા દ્વારા ભાવભીનું મંગલાચરણ કરતાં
ગુરુદેવે કહ્યું–જુઓ, અહીં માંગળિકમાં સિદ્ધ ભગવંતોની પ્રતિષ્ઠા કરે
છે. સાધક પોતાના જ્ઞાનમાં સિદ્ધભગવંતોને સ્થાપીને (પ્રતીતમાં
લઈને) કહે છે કે પ્રભો! આવો...પધારો...મારા જ્ઞાનના આંગણે
આપ બિરાજો.... સાધકપણાના મારા મંગલ ઉત્સવમાં આપને હું
આમંત્રણ આપું છું. જેમ લગ્ન વખતે સાથે મોટા માણસોને તેડી
જાય છે–જેથી વચ્ચે કાંઈ વિઘ્ન ન આવે. તેમ અહીં લગ્ન એટલે
આત્માની લગની લગાડીને, સ્વરૂપની સંધિપૂર્વક સિદ્ધપદને સાધતાં
સાધતાં સાધક પોતાની સાથે સાક્ષી તરીકે પંચપરમેષ્ઠી ભગવંતોને
રાખે છે...પંચપરમેષ્ઠીને સાથે રાખીને અપ્રતિહતપણે મોક્ષલક્ષ્મીને
વરે છે. જુઓ, આ પ્રતિષ્ઠા–મહોત્સવ છે, તેમાં મંગળ તરીકે અહીં
આત્મામાં સિદ્ધ પ્રભુની પ્રતિષ્ઠા થાય છે. હે પ્રભો! હું મારી
મોક્ષલક્ષ્મીને સાધવા તૈયાર થયો છું તેમાં શુદ્ધાત્માની પ્રતીત કરીને,
જ્ઞાનની નિર્મળદશામાં આપને સાથે રાખું

PDF/HTML Page 5 of 53
single page version

background image
: ૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૩
છું.....સ્વરૂપની રુચિના રંગથી મોક્ષને સાધવા જાગ્યો તેમાં હવે ભંગ
પડે નહિ, એવું અફર માંગલિક છે. સાધક કહે છે કે–
ધર્મ જિનેશ્વર ગાઉં રંગશું!
ભંગ મ પડશો હો પ્રીત જિનેશ્વર...
બીજો મનમંદિર આણું નહીં,
એ અમ કૂળવટ રીત જિનેશ્વર...
ધર્મ એટલે પંદરમા ધર્મનાથ ભગવાન, અથવા ધર્મ એટલે
આત્માનો સ્વભાવ, તેને રંગથી સાધવા નીકળ્‌યો તેમાં હે નાથ! હવે
ભંગ નહીં પડવા દઉં. જે શુદ્ધાત્માની રુચિ કરીને જ્ઞાનમંદિરમાં
બિરાજમાન કર્યા, તેમાં હવે બીજા કોઈ રાગાદિ પરભાવને વચ્ચે
નહીં આવવા દઉં...એ મારી ટેક છે. અનંતા તીર્થંકરો આ માર્ગે મોક્ષ
પામ્યાં. હું પણ તેમના કૂળનો છું ને અમારા કૂળની ટેક છે કે
શુદ્ધાત્માની રુચિ સિવાય બીજાની રુચિ ન થવા દઈએ. આવી ટેકથી
હે નાથ! અનંત સિદ્ધભગવંતો જે રસ્તે ગયા તે રસ્તે હું પણ હાલ્યો
આવું છું.
હે સર્વજ્ઞ અને સિદ્ધભગવંતો! આપ મારા જ્ઞાનમાં સમાઓ!
એટલે કે રાગ જરા પણ ન રહો–એમ રાગથી તદ્ન ભિન્ન
ચૈતન્યની રુચિ અને પ્રતીત વડે આત્મામાં સર્વજ્ઞની પ્રતિષ્ઠા કરું છું
ને હે શ્રોતાઓ! તમે પણ તમારા જ્ઞાનમાં સર્વજ્ઞને સ્થાપીને આવા
આત્માની રુચિ કરો...પ્રતીત કરો, આ રીતે આત્મામાં સર્વજ્ઞ–
સિદ્ધોને ઓળખીને તેમનો આદર કર્યો –તે અપૂર્વ મંગળ છે.

PDF/HTML Page 6 of 53
single page version

background image
: ફાગણ : ૨૪૯૩ આત્મધર્મ : ૩ :
ગુરુદેવની સાથે સાથે
(હિંમતનગરમાં પંચકલ્યાણક–મહોત્સવ)
આત્મધર્મના ગતાંકમાં સોનગઢથી રાણપુર સુધીના સમાચાર આપી ગયા છીએ.
રાણપુરથી અમદાવાદ થઈને માહ સુદ ૪ ના રોજ ગુરુદેવ હિંમતનગર પધારતાં હજારો
મુમુક્ષુઓએ ઉમંગભર્યું સ્વાગત કર્યું. બે હાથી સહિતનું આવું ઉલ્લાસભર્યું ભવ્ય સ્વાગત
જોઈને આખી નગરી આશ્ચર્ય પામતી હતી. સ્વાગત સરઘસ મહાવીરનગરના
પ્રતિષ્ઠામંડપમાં આવ્યું, ને ત્યાં પાંચેક હજાર માણસોની સભામાં ગુરુદેવે સિદ્ધ
ભગવંતોને નિમંત્રીને અપૂર્વ માંગળિક કર્યું. (જે આ અંકમાં આપ્યું છે.)
મહાવીરનગર–પ્રતિષ્ઠામંડપ ખૂબ જ શોભતો હતો. બાજુમાં સવાલાખ ઉપરાંતના
ખર્ચે બંધાયેલું વિશાળ જિનમંદિર છે. અહીં જૈનભાઈઓની સોસાયટી બંધાતાં તેમને
એવી ભાવના થઈ કે આપણા મકાનોની સાથે સાથે ભગવાનના દર્શન–પૂજન માટે એક
જિનમંદિર પણ બંધાવવું જોઈએ. તે અનુસાર તેમણે સોસાયટીની જમીન સાથે
જિનમંદિર માટેની જમીનની પણ માંગણી કરી. હિંમતનગરના રાજવીએ તેમની
ભાવનામાં સાથ આપીને જિનમંદિર માટેનો પ્લોટ ભેટ તરીકે આપ્યો. ને તેમાં
મુમુક્ષુઓએ ઉત્સાહપૂર્વક ભવ્ય જિનમંદિર બંધાવ્યું. –તેમાં પંચકલ્યાણક–પ્રતિષ્ઠામહોત્સવ
પ્રસંગે પૂ. ગુરુદેવ હિંમતનગર પધાર્યા.
પ્રતિષ્ઠા–મહોત્સવના પ્રારંભમાં શાંતિજાપ, મંડપમાં પ્રભુને બિરાજમાન કરીને
ઝંડારોપણ, તથા ૬૪ ઋદ્ધિધારી મુનિવરોનું પૂજન વગેરે વિધિઓ થઈ હતી. તા. ૧પ ની
રાત્રે પાર્શ્વનાથપ્રભુના ગર્ભકલ્યાણકનાં દ્રશ્યો થયા, ત્યારબાદ તા. ૧૬ મી એ કુમારિકા
દેવીઓ દ્વારા વામાદેવી માતાની સેવા, તત્ત્વચર્ચા વગેરે દ્રશ્યો થયા. જન્માભિષેકના
કળશોની ઉછામણી ઉલ્લાસકારી હતી. –અમે કળશ લીધા વગર રહી ન જઈએ–એવા
ઉમંગથી બધાય ઝડપભેર કળશની બોલી લેતા હતા. ૧૦૮ કળશની બોલી પૂરી થતાં
માત્ર ૨૦ મિનિટ લાગી હતી. –તે ઉપરથી તેની ઝડપનો ખ્યાલ આવશે. સાંજે
ઉલ્લાસપૂર્વક વેદીશુદ્ધિ–મંદિર–કળશ–ધ્વજશુદ્ધિ થઈ હતી. દરેક વિધિમાં ૧૬ ઈન્દ્રો ને ૧૬
ઈન્દ્રાણીઓ ભાગ લેતા હતા. ઈન્દ્રો ઉપરાંત કેટલીક અગત્યની વિધિ

PDF/HTML Page 7 of 53
single page version

background image
: ૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૩
ૂ. બેનશ્રી–બેન ચંપાબેન–શાંતાબેનના પવિત્રહસ્તે થઈ હતી. રાત્રે અજમેરની ભજન–
મંડળીએ ભજન–નૃત્ય કર્યા હતા. માહ સુદ ૭ (તા. ૧૭) ની સવારમાં પાર્શ્વનાથ
ભગવાનના જન્મોત્સવનો આનંદકારી ઉત્સવ થયો. જ્યારે સભા આતુર હતી કે હવે શું
બનશે? –ત્યાં તો અચાનક ઘંટનાદ થવા લાગ્યા, ચારેકોર દીપકો ઝગઝગી ઊઠયા,
વાજાંથી મંડપ ગાજી ઊઠ્યો, શું થયું? શું થયું? કે કાશીનગરીમાં ભગવાન પાર્શ્વનાથ
તીર્થંકરનો અવતાર થયો. સૌધર્મઈન્દ્રની સભામાં દેવો પ્રભુજન્મનો ઉત્સવ ઉજવી રહ્યા
છે...૧૬ ઈન્દ્રો ને ઈન્દ્રાણીથી ભરપૂર ભવ્ય ઈન્દ્રદરબાર શોભતો હતો ને ચારેકોર
જન્મોત્સવનો આનંદ છવાઈ ગયો હતો, દેવીઓ હર્ષથી મંગલવધાઈ ગાતી હતી. અહીં
કાશીનગરીમાં પણ આનંદ છવાઈ ગયો હતો, કાશીના પંડિત ફૂલચંદજી પણ કાશીની
રાજસભામાં આવી પહોંચ્યાં હતા. સૌધર્મઈન્દ્ર ઐરાવત લઈને આવી પહોંચ્યા ને
શચીદેવીએ બાલતીર્થંકરને આનંદથી તેડીને ઈન્દ્રના હાથમાં આપ્યા; ઈન્દ્ર તેમને ગોદમાં
લઈ ઐરાવત ઉપર સવાર કરી મેરૂપર્વત ઉપર ચાલ્યા. પ્રભુની ભવ્ય સવારી આખી
નગરીમાં ફરતી ફરતી મેરૂપર્વતે પહોંચી. નગરજનો આશ્ચર્યપૂર્વક પ્રભુની સવારીને
નીહાળી રહ્યા. લાંબી લાંબી સવારી મહાન આનંદ વ્યક્ત કરતી કરતી જે રસ્તે પસાર
થાય તે રસ્તા ઘડીભર તો હજારો માણસોના આનંદકારી કોલાહલથી ગાજી ઊઠતા;
નગરના અન્યમતિ પ્રેક્ષકો–તેઓ પણ માત્ર પ્રેક્ષકો જ નહોતા રહ્યા, પરંતુ અજમેરની
ભજનમંડળીનું ભક્તિભીનું નૃત્ય દેખીને તેઓ એવા ઉલ્લાસમાં આવી જતા કે એના
તાલની સાથે સાથે પોતે પણ નાચી ઊઠતા. સવારીમાં એક છેડેથી બીજા છેડા સુધી જ્યાં
જુઓ ત્યાં પ્રભુના જન્મોત્સવના આનંદમાં ભક્તો નાચી ઊઠતા હતા. સવારી મેરુ પર્વતે
પહોંચી ને આનંદપૂર્વક પ્રભુનો જન્માભિષેક થયો. એ જન્માભિષેક તીર્થંકરપ્રભુના
અપાર મહિમાને પ્રસિદ્ધ કરતો હતો. મેરૂપર્વત જાણે જોરશોરથી કોલાહલ કરીને એમ
બોલતો હતો કે અરે મનુષ્યો, હું મોટો નથી, પ્રભુના મહિમા પાસે હું તો સાવ નાનો છું,
મોટા મહિમાવંત તો આ ભગવાન છે કે જેઓ જગતના જીવોને મોક્ષનો માર્ગ દેખાડશે.
આનંદપૂર્વક અભિષેક કરીને મંડપમાં આવ્યા ત્યારે ઈન્દ્રો અને ભક્તો અતિ ભક્તિપૂર્વક
પ્રભુસન્મુખ નાચી ઊઠ્યા હતા. લગભગ પાંચ–છ હજાર માણસોએ પ્રભુના
જન્મોત્સવનો આનંદ માણ્યો. ગુરુદેવના પ્રવચનમાં નગરના અનેક પ્રતિષ્ઠિત આગેવાનો
પણ આવતા. બપોરના પ્રવચન પછી પ્રભુ પારસકુમારનું પારણાઝુલન આનંદપૂર્વક થયું
હતું. તથા રાજસભાને માટે

PDF/HTML Page 8 of 53
single page version

background image
: ફાગણ : ૨૪૯૩ આત્મધર્મ : પ :
૧૦૦ રાજાઓની ઉછામણી થઈ, સૌને રાજદરબારમાં બેસવાની એવી હોંશ કે ૧૦૦
રાજાઓની ઉછામણી તો એક ઘડીકમાં થઈ ગઈ ને વધુ ને વધુ માગણી પણ ચાલુ રહી.
રાત્રે ૧૦૦ રાજાઓની ભવ્ય રાજસભા થઈ હતી. પિતાજી વગેરેએ લગ્ન માટે
પારસકુમારને કહ્યું પણ વૈરાગી પારસકુમારે આયુ વગેરેની અલ્પતા જાણીને તેનો
અસ્વીકાર કર્યો. બીજે દિવસે (માહ સુદ ૮) સવારમાં અયોધ્યાના રાજદૂત દ્વારા
અયોધ્યાપૂરીનું ને ત્યાં થયેલા તીર્થંકરોનું વર્ણન સાંભળતાં પ્રભુને જાતિસ્મરણ સહિત
વૈરાગ્ય થયો ને મુનિદશા લેવા તૈયાર થયા. લૌકાંતિક દેવોએ આવીને સ્તુતિ કરી તથા
વૈરાગ્યને અનુમોદન આપ્યું...ને ઈન્દ્રો પ્રભુનો દીક્ષામહોત્સવ કરવા વનમાં લઈ ગયા.
દીક્ષાયાત્રા ઘણી મહાન હતી; છ સાત હજાર ભક્તો પ્રભુની સાથે સાથે દીક્ષાવનમાં જઈ
રહ્યા હતા. “
नमः सिद्धेभ्य કહીને, કેશલોચ કરીને પ્રભુ દીક્ષીત થયા, ત્યારબાદ તે
દીક્ષાવનમાં જ મુનિદશા પ્રત્યેની પરમભક્તિપૂર્વક પૂ. કાનજીસ્વામીએ પ્રવચનમાં એ
દશાની ભાવનાનું ખૂબ ઘોલન કર્યું...મુનિદશાનો આવો મહિમા સાંભળતાં શ્રોતાજનો
મુગ્ધ થઈ જતા હતા. દીક્ષા પછી મુનિભક્તિ થઈ હતી. દીક્ષાના આ વૈરાગ્ય પ્રસંગે અનેક
ભાઈ–બહેનોએ બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી હતી; તેમાં ફત્તેપુર દિ. જૈન પાઠશાળાના
શિક્ષિકાબહેન લલિતાબેન (ઉ. વ. ૩૦) જેઓ બાલબ્રહ્મચારી છે–તેમણે પણ આજીવન
બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લીધી હતી. રાત્રે ચિત્રોદ્વારા પાર્શ્વનાથપ્રભુના પૂર્વભવોનું દિગ્દર્શન પં.
શ્રી નાથુલાલજીએ કરાવ્યું હતું. વેર સામે ક્ષમાનું ઉત્તમ ઉદાહરણ પાર્શ્વનાથપ્રભુના
જીવનમાં છે, ક્ષમાનો મહાન બોધ એ જીવન આપી રહ્યું છે. અનેક ભવ સુધી ક્રોધપૂર્વક
ઉપસર્ગ કરવા છતાં અંતે પારસપ્રભુની પરમક્ષમા પાસે એ કમઠના ક્રોધની હાર થાય છે,
ને ઘોરાતિઘોર ઉપદ્રવ સામે પણ અડગ આત્મધ્યાનમાં મગ્ન પાર્શ્વનાથપ્રભુ જ્યારે
કેવળજ્ઞાન પામે છે ત્યારે કમઠનો જીવ (સંવરદેવ) ક્રોધ છોડી પશ્ચાત્તાપપૂર્વક પ્રભુ પાસે
ક્ષમા માંગે છે ને અંતે ધર્મ પામે છે–‘પારસના સંગે એ પથરો પણ સુવર્ણ બની જાય છે.’
–પારસપ્રભુના જીવનના ક્ષમાપ્રેરક પ્રસંગો ધૈર્ય, ક્ષમા ને ધર્મદ્રઢતા જગાડતા હતા. –
આઠદશ હજાર માણસોની સભા થતી હતી.
બીજે દિવસે ભગવાન પારસમુનિરાજના આહારદાનનો પ્રસંગ બન્યો; ભક્તોએ
અત્યંત ભક્તિપૂર્વક આહારદાન દીધું ને બીજા ચાર–પાંચ હજાર ભક્તોએ અનુમોદન
કર્યું. આહારદાનની ખુશાલીમાં એકકોર રત્નવૃષ્ટિ થઈ તો બીજીકોર દાનનો વરસાદ

PDF/HTML Page 9 of 53
single page version

background image
: ૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૩
વરસ્યો. બપોરે શ્રી જિનેન્દ્રભગવંતો ઉપર અંકન્યાસ થયા. ગુરુદેવે પણ જિનબિંબો ઉપર
ભક્તિથી અંકન્યાસના મંત્રાક્ષર લખ્યા. લગભગ ૨પ જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ. બપોરે
કેવળજ્ઞાનકલ્યાણક તથા સમવસરણની રચના વગેરે થયું. રાત્રે ભક્તિ–ભજન વગેરે
થયું.
માહ સુદ ૧૦ ની સવારમાં નિર્વાણકલ્યાણક વિધિ થઈ. તે પ્રસંગે સમ્મેદશિખર
પર્વતની રચના, તથા તેના ઉપર પાર્શ્વપ્રભુ શુક્લધ્યાનમાં બિરાજી રહ્યા છે ને
યોગનિરોધ કરીને નિર્વાણ પામે છે, ઈન્દ્રો નિર્વાણકલ્યાણકનો ઉત્સવ ઉજવે છે, તથા
યાત્રિકો સમ્મેદશિખર તીર્થની યાત્રા કરે છે–એ બધા દ્રશ્યો જોતાં આનંદ થતો હતો. આ
રીતે પાર્શ્વપ્રભુના જયકારપૂર્વક પંચકલ્યાણક પૂર્ણ થયા. –તે જગતને મંગલરૂપ હો.
પંચકલ્યાણક પૂર્ણ થતાં અત્યંત ભક્તિપૂર્વક ધામધૂમથી વાજતેગાજતે
જિનભગવંતોને જિનમંદિરમાં પધરાવ્યા...એ પ્રસંગના આનંદમેળાનું દ્રશ્ય ઘણું ભવ્ય
હતું. વીસ હજાર ઉપરાંત માણસોની ભીડ ચારેકોર ઉભરાતી હતી; હિંમતનગરની
જનતાનો મોટો ભાગ પ્રભુપ્રતિષ્ઠાનો ઉત્સવ જોવા ઉમટ્યો હતો. મંગલપ્રતિષ્ઠાની મંગલ
ઘડી આવી, ગુરુદેવે સુહસ્તે મંગલસ્વસ્તિક કર્યા ને પછી અત્યંત ભક્તિપૂર્વક પ્રભુચરણને
હસ્ત લગાવીને પ્રતિષ્ઠાનો પ્રારંભ કર્યો. હજારો ભક્તોના હર્ષનાદથી મંદિર ગૂંજી ઊઠયું,
મંગલ વાજાં વાગવા માંડ્યાં, હેલિકોપ્ટરે પુષ્પવૃષ્ટિ કરીને આકાશ ગજાવી મૂક્યું.
લગભગ બે કલાક સુધી આકાશમાંથી જિનમંદિર ઉપર પુષ્પવૃષ્ટિ થઈ, જુદા જુદા
ભક્તજનો હેલિકોપ્ટરમાં બેસીને પુષ્પવૃષ્ટિ કરતા હતા–એ દ્રશ્ય દેખીને વાતાવરણ
ઉત્સાહમય બની જતું હતું. તેમાંય જ્યારે પૂ. બેનશ્રી ચંપાબેન અને પૂ. બેન શાન્તાબેન
એ બંને પવિત્ર બહેનોએ હેલિકોપ્ટરમાં બેસીને આકાશમાંથી જિનમંદિર ઉપર પુષ્પવૃષ્ટિ
કરી...ત્યારે તો પ્રભુના કલ્યાણક પ્રસંગની રત્નવૃષ્ટિનાં દ્રશ્યો તાજા થતા હોય–એમ
ભક્તો આનંદિત થતા હતા. વીસથી પચીસ હજાર જેટલા માણસોના અત્યંત
ઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે જિનેન્દ્ર ભગવંતોની પ્રતિષ્ઠા થઈ. મૂળનાયક ભગવાન
મહાવીર પ્રભુની પ્રતિષ્ઠા ઝીંઝવાના ભાઈશ્રી પોપટલાલ હાથીચંદ તથા જાંબુડીના
ભાઈશ્રી લીલાચંદ પદમશીએ (રૂા. પ૩પ૦૧ માં ઉછામણી લઈને) કરી હતી. બાજુમાં
શ્રી ચંદ્રપ્રભ ભગવાનની પ્રતિષ્ઠા (રૂા. ૧૮પ૦૧ માં ઉછામણી લઈને) નનાનપુરના
ભાઈશ્રી સોમચંદ હેમચંદે કરી હતી; પદ્મપ્રભુની પ્રતિષ્ઠા (રૂા. ૧૮પ૦૧ માં ઉછામણી
લઈને) નનાનપુરના ભાઈશ્રી છબાલાલ નેમચંદે કરી હતી. અને ઉપરના

PDF/HTML Page 10 of 53
single page version

background image
: ફાગણ : ૨૪૯૩ આત્મધર્મ : ૭ :
ભાગમાં શાંતિનાથપ્રભુના ખડ્ગાસન પ્રતિમાજીની પ્રતિષ્ઠા (રૂા. વીસહજાર ને એકમાં
ઉછામણી લઈને) તલોદના ભાઈશ્રી કોદરલાલ હાથીચંદે કરી હતી. આ ઉપરાંત બીજા
ભગવંતોની તેમ જ જિનવાણી માતાની અને મંદિરના કલશ–ધ્વજની ઉછામણી પણ
બીજા ભાઈઓએ ઘણા ઉત્સાહપૂર્વક લીધી હતી. આમ ઘણા જ ઉત્સાહપૂર્વક સૌએ
પ્રતિષ્ઠામાં ભાગ લીધો હતો. જિનબિંબપ્રતિષ્ઠા પછી જિનમંદિર ઉપર સવાપાંચ ફૂટ
જેટલો ઉન્નત સોનેરી કળશ તથા ધ્વજ ચઢાવવામાં આવ્યા...ને કળશ–ધ્વજથી ભવ્ય
જિનમંદિર ખૂબ જ શોભી ઊઠ્યું. આ બધી વિધિ દરમિયાન જિનમંદિરના શિખરની
એકદમ નજીક આવીને હેલિકોપ્ટર–વિમાન આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કર્યા જ કરતું હતું...ને
ભક્તો આનંદથી એ પુષ્પોને ઝીલવા પ્રયત્ન કરતા હતા.
પ્રતિષ્ઠા પછી મોટો શાંતિયજ્ઞ થયો ને બપોરના પ્રવચન પછી કાશીના પં. શ્રી
ફૂલચંદજી શાસ્ત્રીએ તથા ઈન્દોરના પં. શ્રી બંસીધરજી શાસ્ત્રીએ શ્રદ્ધાંજલિ રૂપે પ્રવચન
કર્યું. પંડિતજીએ ફરીને પણ કહ્યું કે જો જિનકા મત હૈ વોહી કાનજીકા મત હૈ, દિગંબર
જૈનધર્મકી આપકે દ્વારા મહાન પ્રભાવના હૂઈ હૈ ઔર હો રહી હૈ. ત્યારબાદ ઉત્સવની
પૂર્ણતાના ઉપલક્ષમાં ભગવાન જિનેન્દ્રદેવની ભવ્ય રથયાત્રા નીકળી હતી, ઘણા
ઉલ્લાસપૂર્વક આખી નગરીમાં રથયાત્રા ફરી હતી, ને પારસપ્રભુના રથના સારથી તરીકે
પૂ. શ્રી કહાનગુરુ શોભતા હતા. રથયાત્રાની શોભા જોવા આખું નગર ઉમટ્યું હતું. રાત્રે
જિનમંદિરમાં ભક્તિ થઈ હતી.
આમ હિંમતનગરના મુમુક્ષુભાઈઓએ થોડી સંખ્યા હોવા છતાં મોટો
પ્રતિષ્ઠામહોત્સવ ઉજવ્યો ને ઘણી હિંમતપૂર્વક સફળતાથી શોભાવ્યો. ગુજરાતના
આસપાસના ઘણા મુમુક્ષુ ભાઈઓનો ખૂબ જ ઉમંગભર્યો સાથ ને સહકાર મળ્‌યો હતો.
દેશભરમાંથી દશહજાર ઉપરાંત ભક્તજનોએ આવીને ઉત્સવને શોભાવ્યો હતો.
ફત્તેપુરના ભાઈશ્રી બાબુભાઈએ પણ હરેક પ્રકારની વ્યવસ્થામાં દોરવણી આપીને સૌના
ઉત્સાહમાં બળ પૂર્યું હતું.
બીજે દિવસે માહ સુદ બારસની સવારમાં જિનેન્દ્રભગવંતોના દર્શન–સ્તવન
કરીને પૂ. ગુરુદેવે હિંમતનગરથી અમદાવાદ પ્રસ્થાન કર્યું. ત્યાંથી બપોરે સોનગઢ તરફ
પ્રસ્થાન કર્યું... વચ્ચે ઓમકારનદી આવી. સોનગઢ જેમ જેમ નજીક આવતું ગયું તેમ
તેમ શાંત હૃદયોર્મિઓ જાગવા લાગી....ચાર વાગે સોનગઢ આવ્યા...ગુરુદેવે

PDF/HTML Page 11 of 53
single page version

background image
: ૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૩
ભાવભીનાં હૃદયે સીમંધરનાથના દર્શન કર્યા...બે પંચકલ્યાણક પ્રતિષ્ઠા ને એક વેદી
પ્રતિષ્ઠા કરીને બરાબર એક મહિને ફરી સોનગઢમાં સીમંધર પ્રભુને ભેટતાં ગુરુદેવનું
ચિત્ત અનેરી શાંતિ અનુભવતું હતું ને સૌને લાગતું કે ભલે બધે ફરીએ...પણ અંતે
સોનગઢ તો સોનગઢ જ છે...અહીં કોઈ જુદી જ શાંતિ લાગે છે. સાંજે ભાઈશ્રી
હિંમતભાઈને ત્યાં ગુરુદેવનું આહારદાન થયું, બીજે દિવસે સવારમાં સોનગઢથી
મંગલપ્રસ્થાન કરીને ગુરુદેવ ભાવનગર પધાર્યા.
ભ...જ...ન
પ્રાચીન કવિ ‘ન્યામત’જી એક ભજનમાં કહે છે–
વિના સમકિત કે ચેતન જનમ વિરથા ગંવાતા હૈ
તુઝે સમજાએં ક્યા મૂરખ! નહીં તું દિલમેં લાતા હૈ
હૈ દર્શન–જ્ઞાન ગુણ તેરા, ઈસે ભૂલા હૈ ક્યોં મૂરખ?
અરે, અબ તો સમઝ લે તૂં, ચલા સંસાર જાતા હૈ
તેરે મેં ઔર પરમાતમ મેં કૂછ નહીં ભેદ અય ચેતન!
રતન આતમ કો મૂરખ કાંચ બદલે ક્યોં બિકાતા હૈ?
(કવિએ ઠપકો આપીને સમ્યક્ત્વની કેવી પ્રેરણા કરી છે!)

PDF/HTML Page 12 of 53
single page version

background image
: ફાગણ : ૨૪૯૩ આત્મધર્મ : ૯ :
પરમ શાંતિ દાતારી
અધ્યાત્મ ભાવના
(અંક ૨૮૦ થી ચાલુ) (લેખાંક ૪૭)
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત સમાધિશતક ઉપર પૂજ્યશ્રી
કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
(વીર સં. ૨૪૮૨ શ્રાવણ સુદ એકમ: મંગળવાર: સમાધિશતક ગા. ૮૧)
હવે શિષ્ય પૂછે છે કે હે નાથ! આપે આત્મામાં સ્થિરતાનો અભ્યાસ કરવાનું કહ્યું ણ તે
તો વ્યર્થ લાગે છે, આત્માના અભ્યાસમાં પરિપકવ થવાનો ઉદ્યમ કરવાની કાંઈ જરૂર
લાગતી નથી, કેમ કે શરીર અને આત્મા ભિન્ન છે–એવી ધારણાથી અથવા એવું
સાંભળવાથી અથવા સ્વયં બીજાને કહેવાથી જ મુક્તિ થઈ જશે! –પછી સ્થિરતાનો ઉદ્યમ
કરવાનું શું પ્રયોજન છે? –શિષ્યના આવા પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય પૂજ્યપાદ સ્વામી કહે
છે–
श्रृण्वन्नप्यन्यतः कामं वदन्नपि कलेवरात्।
नात्मानं भावयेद्भिन्नं यावत्तावन्न मोक्षभाक्।८१।
દેહ અને આત્મા જુદા છે એમ વારંવાર ઈચ્છાપૂર્વક સાંભળવા છતાં, તથા
બીજાને કહેવા છતાં, અને એવી ધારણા કરવા છતાં, જ્યાંસુધી પોતે અંતર્મુખ થઈને આ
કલેવરથી ભિન્ન આત્માને ભાવતો નથી–અનુભવતો નથી ત્યાં સુધી જીવ મુક્તિ પામતો
નથી.
દેહથી આત્મા જુદો છે–એવી વાણી ગુરુ પાસે લાખો વરસ સુધી સાંભળે અને
પોતે પણ લાખો માણસોની સભામાં તેનો ઉપદેશ કરે, તે તો બંને પર તરફની
આકુળવૃત્તિ છે. વાણી તો પર છે–અનાત્મા છે, તેના આશ્રયે આત્માની પ્રાપ્તિ થતી નથી.
વાણી સાંભળવાનો ને કહેવાનો અભ્યાસ તે કાંઈ સ્વ–અભ્યાસ નથી, એટલે તે કાંઈ
મોક્ષનું કારણ નથી. મોક્ષનું કારણ તો સ્વ–અભ્યાસ છે; સ્વ–અભ્યાસ એટલે શું?
જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને દેહથી ભિન્ન જાણીને, અંતર્મુખ થઈને વારંવાર એકાગ્રતાનો
અભ્યાસ કરવો તેનું નામ સ્વ–અભ્યાસ છે, ને તે મોક્ષની પ્રાપ્તિનો ઉપાય છે. અંતર્મુખ
થઈને આવી આત્મભાવના જે કરે તેણે શ્રીગુરુનો ઉપદેશ

PDF/HTML Page 13 of 53
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૩
ખરેખર સાંભળ્‌યો છે, કેમ કે શ્રીગુરુ પણ દેહથી ભિન્ન આત્માને જાણીને તેમાં જ
અંતર્મુખ થવાનું કહે છે. બીજા પાસેથી શ્રવણનો શુભભાવ હો, કે બીજાને સંભળાવવાનો
ભાવ હો, –તે કાંઈ સ્વ–અભ્યાસ નથી, તે તો રાગ છે. તે રાગની ભાવનાથી મોક્ષ માને
તો તે મિથ્યાદ્રષ્ટિ છે. કોઈ એમ માને કે “જગતના ઘણા જીવો જો્ર અમારા નિમિત્તે ધર્મ
પામતા હોય તો અમારે ભલે સંસારમાં થોડો વખત રહેવું પડે”–તો તે જીવ મોટો મૂઢ છે,
તેને સ્વ–અભ્યાસની ભાવના નથી પણ પરને સમજાવવાની ને રાગની ભાવના છે, ઊંડે
ઊંડે જગત પાસેથી ધર્મના બહાને માન લેવાની તેની ભાવના છે. ‘અમારું ભલે ગમે
તેમ થાય પણ અમારે તો બીજાનું હિત કરવું છે’ –એવી વાત સાંભળીને સાધારણ લોકો
તો ખુશી થઈ જાય કે વાહ! આને કેવી ભાવના છે! આ કેવા પરોપકારી છે! પણ જ્ઞાની
કહે છે કે તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે, તેને હજી ભવભ્રમણનો ભય થયો નથી; અરે, મારો
આત્મા આ ચારગતિના ભવભ્રમણથી કેમ છૂટે –એવી તેને દરકાર નથી; તેને પરને
સમજાવવાની ભાવના છે પણ આત્માની ભાવના નથી. અરે, મારો આત્મા આત્માની
ભાવના વગર અનાદિકાળની ચારગતિના ઘોર દુઃખ ભોગવી રહ્યો છે, તેનાથી હવે મારો
છૂટકારો કેમ થાય? –એમ વિચારીને ધર્મી તો દેહાદિથી ભિન્ન પોતાના આત્માની જ
ભાવના ભાવે છે, ને તેમાં જ એકાગ્ર થવાનો અભ્યાસ કરે છે. આત્મામાં એકાગ્રતાનો
અભ્યાસ જ મોક્ષનું કારણ છે. એ સિવાય પરના અવલંબને શ્રવણ–મનન કે ધારણા તે
મોક્ષનું કારણ નથી, તે તો માત્ર વિકલ્પ છે–રાગ છે. ને જો તે રાગથી સંવર–નિર્જરારૂપ
ધર્મ થવાનું માને તો તે મિથ્યાદ્રષ્ટિ છે; તેને રાગનો અભ્યાસ છે પણ આત્માનો અભ્યાસ
નથી. અરે જીવ! શ્રવણ કરવાનો કે બીજાને શ્રવણ કરાવવાનો રાગભાવ તે આત્મા નથી
ને વાણીનો ધોધ વછૂટે તેમાં પણ આત્મા નથી, આત્મા તો જ્ઞાનાનંદસ્વરૂપ છે, –એમ
ઓળખીને અંતર્મુખ જ્ઞાનાનંદ સ્વભાવનો અનુભવ કર. જ્ઞાયકસ્વરૂપમાં જેટલી
એકાગ્રતા કર તેટલું તારું હિત છે, ને તે જ મોક્ષનું કારણ છે. વાણી કે વાણી તરફનો
વિકલ્પ તે કોઈ તને શરણરૂપ નહિ થાય. તીર્થંકર પરમાત્માની દિવ્યધ્વનિ ગણધરદેવ
સાંભળે છતાં તેમને પણ તે વાણી તરફનો જે વિકલ્પ છે તે તો રાગ છે, તે કાંઈ ધર્મ
નથી; પણ અંતરમાં રાગરહિત વીતરાગી લીનતા વર્તે છે તે જ ધર્મ છે ને તે જ મોક્ષનું
કારણ છે. જુઓ, સંતો પોતે એમ કહે છે કે હે જીવ! અમારી વાણી તરફના વલણથી
તારું હિત નથી, તારું હિત તારા જ્ઞાયકસ્વરૂપમાં વલણથી જ છે, માટે તું તારા
સ્વભાવમાં અંતર્મુખ થઈને તેની શ્રદ્ધા–જ્ઞાન કર, ને તેનો વારંવાર અભ્યાસ કરીને તેમાં
એકાગ્રથા, –આવા સ્વ–અભ્યાસથી જ તારી મુક્તિ થશે. ।। ૮૧।।
અંતરાત્માએ દેહથી ભિન્ન આત્માની કેવી ભાવના કરવી તે હવે કહેશે.

PDF/HTML Page 14 of 53
single page version

background image
: ફાગણ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૧ :
મૂર્છિત આત્માને સજીવન કરનારી શક્તિ
આત્માની જીવત્વ વગેરે શક્તિઓના વિવેચન દ્વારા ગુરુદેવે જ
અદ્ભુત ‘આત્મવૈભવ’ દેખાડ્યો છે, તેનો થોડોક નમૂનો જિજ્ઞાસુઓને
જરૂર ગમશે. (આત્મવૈભવ પુસ્તક ધીમે ધીમે છપાઈ રહ્યું છે.
અહો, આત્માની શક્તિની આ વાત! –તે ઉત્સાહથી સાંભળતાં અનાદિની મૂર્છા
ઊતરી જાય–એવી છે. પુરાણમાં વિશલ્યાની વાત આવે છે, –તે નજીક આવતાં જ
લક્ષ્મણની મૂર્છા દૂર થવા લાગી; તેમ શલ્યરહિત એવી વિ–શલ્યા જ્ઞાનપરિણતિ જ્યાં
પ્રગટી ત્યાં બધા ગુણોમાંથી મિથ્યાપણાની મૂર્છા ઊતરી ગઈ ને બધા ગુણો સ્વશક્તિની
સંભાળ કરતા જાગ્યા. વિશલ્યા પૂર્વભવમાં ચક્રવર્તીની પુત્રી હતી; એકવાર જંગલમાં
અજગર તેને ગળી ગયો; તેનું અડધું શરીર અજગરના મુખમાં ને અડધું બહાર હતું.
અજગરના મોઢામાંથી તેને છોડાવવા ચક્રવર્તીએ ધનુષ્યબાણ તૈયાર કર્યા, પણ
વિશલ્યાના જીવે તેને અટકાવતાં કહ્યું–પિતાજી! હું તો હવે બચવાની નથી, મારા ખાતર
અજગરને ન મારશો. આ પ્રકારના શુભ પરિણામના ફળમાં તે વિશલ્યાને એવી ઋદ્ધિ
હતી કે તેના સ્નાનના જળના છંટકાવથી ગમે તેવું વિષ કે મૂર્છા ઊતરી જાય. આ
વિશલ્યા તે લક્ષ્મણની પત્ની થનાર હતી. જ્યારે રાજા રાવણ સાથેના યુદ્ધમાં રાવણની
શક્તિના પ્રહાર વડે લક્ષ્મણ મૂર્છિત થઈને ઢળી પડ્યા ને ચારેકોર હા–હાકાર થઈ ગયો;
રામચંદ્ર પણ હતાશ થઈ ગયા; હનુમાન વગેરે મોટામોટા વિદ્યાધર રાજકુમારો પણ બેઠા
હતા. જો સવાર સુધીમાં આનો ઉપાય ન મળે તો લક્ષ્મણના જીવવાની આશા ન હતી.
અંતે કોઈએ ઉપાય બતાવ્યો કે જો ‘વિશલ્યાદેવી’ ના સ્નાનનું જળ છાંટવામાં આવે તો
લક્ષ્મણ બચી જાય. પછી તો તરત જ વિશલ્યાને તેડાવી; તે નજીક આવતાંવેંત લક્ષ્મણને
લાગેલી રાવણની શક્તિ ભાગી, ને લક્ષ્મણજી પોતાની શક્તિ સહિત જાગ્યા. તેમ
ચૈતન્યલક્ષણી લક્ષ્મણ એવો આ આત્મા, તે અનાદિથી નિજશક્તિને ભૂલીને
મોહશક્તિથી બેભાન બન્યો છે, પણ જ્યાં શલ્યથી વિરહિત એવી નિઃશલ્ય–નિઃશંક
શ્રદ્ધારૂપી સમ્યક્ત્વશક્તિ જાગી ત્યાં મોહશક્તિઓ ભાગી, ને ચૈતન્યલક્ષી ભગવાન
આત્મા પોતાની અનંત

PDF/HTML Page 15 of 53
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૩
શક્તિઓનાં સમ્યક્ પરિણમનથી જાગી ઊઠ્યો. અજ્ઞાનમાં આત્મશક્તિ મૂર્છાઈ ગઈ
હતી, પણ જ્ઞાનપરિણતિ શલ્યરહિત થઈને જ્યાં જાગી ત્યાં તો મૂર્છા ભાગી ને
અનંતશક્તિના ટંકાર કરતો આત્મા જાગી ઊઠ્યો, ને પોતાની પ્રભુતાના સામર્થ્યથી
વિભાવરૂપી રાવણનો નાશ કર્યો.
હે જીવ! આવી આત્મશક્તિઓ ઓળખાવીને સન્તો તને જગાડે છે. તારું
આત્મદ્રવ્ય કોઈ બીજાના આધારથી ટકેલું નથી, પણ તારી પોતાની જીવત્વશક્તિથી જ
આત્મા સદાય જીવપણે ટકે છે; આ જીવત્વશક્તિ આત્માને કદી અજીવ થવા દેતી નથી,
તેને જીવપણે સદા જીવતો રાખે છે.
જ્ઞાન–દર્શન–સુખ ને સત્તા, તે આત્માના ભાવપ્રાણ કહેવામાં આવ્યા છે.
આત્માના સ્વભાવમાં દ્રવ્ય–ગુણપણે તો તે ત્રિકાળ છે, ને પર્યાયમાં તે સમ્યક્પણે પ્રગટે
તેની આ વાત છે. ત્રિકાળી સ્વભાવમાં છે તેનું લક્ષ કરતાં પર્યાયમાં પણ તેનું સમ્યક્પણે
પરિણમન થઈ જાય છે. ‘જ્ઞાનમાત્રભાવ’ એટલે અનંત શક્તિવાળો આત્મા, તેની
સન્મુખ થઈને તેનું જ્ઞાન કરતાં દ્રવ્ય–ગુણ જેવું જીવન પર્યાયમાં પ્રગટે છે. અનંતકાળથી
પર્યાયમાં જે જીવન ન હતું તે પ્રગટ્યું, ને અનંતકાળથી જે ભાવમરણ થતું હતું તે ટળ્‌યું.
અનંતાગુણો પર્યાયમાં જીવત્વરૂપ થયા, સમ્યક્પણે પ્રગટ્યા.
અહો, અંતરના પડખા ખોલીને ચૈતન્ય પરમાત્માને દેખવાની આ વાત છે. જેને
આત્માની ગરજ હોય ને ભવનો ભય હોય તેને માટેની આ વાત છે. આત્મામાં ભરેલો
સહજ અદ્ભુત ચૈતન્યવૈભવ ખુલ્લો કરીને સંતોએ આ સમયસારમાં દેખાડ્યો છે.
જ્ઞાનની પર્યાયને અંતર્મુખ કરીને એ પરમ અદ્ભુત આત્મવૈભવ વેદાય છે.
જુઓ, આ વીતરાગી સન્તોની વાણી! આ ‘આત્મભાષા’
છે. ભાષા તો જોકે જડ છે પણ આત્માના અનુભવનું નિમિત્ત લઈને
નીકળેલી સન્તોની ભાષા તે ‘આત્મભાષા’ છે. આત્માનું ભાન થતાં
બધા ગુણોમાં નવું જીવન પ્રગટ્યું, અનંતગુણો જીવતા થયા.
પહેલાંય તે હતા તો ખરા પણ દ્રષ્ટિ વગર તેનું ફળ આવતું ન હતું,
હવે તેનું સમ્યક્પરિણમન થતાં ફળ આવ્યું. એટલે નિર્મળ પર્યાય
પ્રગટી તેમાં આત્માનું ખરૂં જીવન છે.

PDF/HTML Page 16 of 53
single page version

background image
: ફાગણ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૩ :
ભગવાન ઋષભદેવ
તેમના પવિત્ર જીવનની આનંદકારી કથા
ભગવત્ જિનસેનસ્વામી રચિત મહાપુરાણના આધારે: લે૦ બ્ર. હરિલાલ જૈન
(લેખાંક ૧૧)
ભગવાન ઋષભદેવની પાવન જીવનકથા ચાલી રહી છે; દશ ભવ સુધી
ધાર્મિક સંસ્કારો વડે આત્માને સાધતા સાધતા અંતિમ અવતારમાં
તીર્થંકરપણે જન્મ્યા છે. હવે ભગવાનના રાજ્યકાળનું તથા
દીક્ષાપ્રસંગનું ભાવભીનું વર્ણન આપ અહીં વાંચશો. આ ફાગણમાસમાં
જ આ દીક્ષાપ્રસંગ બન્યો હતો.
ભગવાન ઋષભદેવનું કુલ આયુ ચોરાસીલાખ પૂર્વનું હતું; તેમાંથી કુમારકાળના
વીશલાખ પૂર્વ પૂરા થયા. તે વખતે કાળના પ્રભાવથી (–ત્રીજો આરો પૂરો થઈને ચોથો
આરો નજીક આવતો હતો તેથી) કલ્પવૃક્ષો સુકાવા માંડ્યા, તેમની શક્તિ ઘટી ગઈ,
વગર વાવ્યે જે અનાજ ઊગતા તે પણ દુર્લભ થઈ ગયા ને પ્રજામાં રોગ વગેરે થવા
લાગ્યા; તેથી ભયભીત થઈને જીવવાની આશાથી પ્રજાજનો નાભિરાજા પાસે આવ્યા.
અને નાભિરાજાએ તેમને ભગવાન ઋષભદેવ પાસે મોકલ્યા.
સનાતન–ભગવાનના શરણે આવીને પ્રજાજનો કહેવા લાગ્યા કે હે દેવ!
પિતાસમાન અમારું પાલન કરનારાં કલ્પવૃક્ષો હવે નષ્ટ થઈ ગયાં, ભૂખ–તરસ ને ઠંડી–
ગરમીના અનેક ઉપદ્રવ થવા લાગ્યા; તો આ ઉપદ્રવથી અમારી રક્ષા થાય ને અમારી
આજીવિકા ચાલે એવો ઉપદેશ આપો, ને અમારા પર પ્રસન્ન થાઓ.
પ્રજાનાં દીનવચનો સાંભળીને ભગવાનના હૃદયમાં દયા જાગી, તેમણે ભયભીત
પ્રજાને આશ્વાસન આપ્યું ને મનમાં વિચારવા લાગ્યા કે, કલ્પવૃક્ષો નષ્ટ થતાં અહીં હવે
ભોગભૂમિનો કાળ પૂરો થઈને કર્મભૂમિ શરૂ થઈ છે. તેથી અસિ–મસિ–કૃષિ (અર્થાત્
રક્ષણ–વેપાર–ખેતી –લેખન) વગેરે કાર્યોની તથા જુદા જુદા ગામ–ઘર વગેરેની જેવી
રચના પૂર્વ અને પશ્ચિમ વિદેહક્ષેત્રમાં વર્તે છે તેવી અહીં પ્રવર્તાવવી યોગ્ય છે–જેથી
લોકોનું રક્ષણ અને આજીવિકા સુખપૂર્વક થાય.

PDF/HTML Page 17 of 53
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૩
એમ વિચારીને ભગવાને ઈન્દ્રને યાદ કર્યા કે તરત જ ઈન્દ્રો અને દેવો આવી
પહોંચ્યા, અને ભગવાનની આજ્ઞા મુજબ ઉત્તમ મુહૂર્તમાં સૌથી પહેલાં માંગલિક કાર્ય
કરીને અયોધ્યાપુરીની વચમાં મોટા જિનમંદિરની રચના કરી, તથા ચારે દિશામાં પણ
એકેક જિનમંદિરની રચના કરી. પછી સુકોશલ, અવંતી, વત્સ, પંચાલ, માલવ, રમ્યક,
કુરુ, કાશી, કલિંગ, અંગ, બંગ, કાશ્મીર, કચ્છ, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, વિદર્ભ, કુરુજાંગલ,
કોંકણ, વનવાસ, આંધ્ર, કર્ણાટ, કૌશલ, કેરલ, શૂરસેન, વિદેહ, સિન્ધુ, ગાંધાર, કમ્બોજ,
કેકય વગેરે અનેક દેશોની તથા ગામ–નગરની રચના કરી. વિજયાર્ધપર્વતથી માંડીને
દક્ષિણ છેડામાં લવણસમુદ્ર સુધીના તે દેશોમાં પ્રજાજનોને વસાવીને રાજવ્યવસ્થા કરી.
ઈન્દ્રે પુર–નગરની રચના કરી તેથી ‘પુરંદર’ એવું તેનું નામ સાર્થક થયું.
ભગવાને પ્રજાજનોને શસ્ત્ર–લેખની–વિદ્યા–વેપાર–ખેતી અને શિલ્પ એ છ કાર્યો
દ્વારા આજીવિકાનો ઉપદેશ આપ્યો, કેમકે ભગવાન હજી સરાગી હતા, વીતરાગ ન હતા.
આ રીતે ભગવાને છ–કર્મના ઉપદેશવડે કર્મયુગનો પ્રારંભ કર્યો તેથી તેઓ ‘કૃતયુગ’
અથવા ‘યુગકર્તા’ કહેવાયા, ને તેઓ જ સૃષ્ટિના બ્રહ્મા કહેવાયા. એ સિવાય બીજું કોઈ
બ્રહ્મા કે સૃષ્ટિકર્તા નથી. આ બધી રચના અષાડ વદ એકમના દિવસે થઈ. આ રચના
વડે પ્રજાનું પાલન કર્યું તેથી ભગવાન ‘પ્રજાપતિ’ કહેવાયા. પ્રજા સુખથી રહેવા લાગી.
થોડા વખત પછી ઈન્દ્ર વગેરે દેવોએ આવીને ભગવાનને સમ્રાટપદે સ્થાપ્યા ને
મોટો રાજ્યાભિષેક કર્યો; તેથી આખી પૃથ્વી પ્રભાવિત થઈ. તે વખતે અયોધ્યાપુરીની
શોભા અદ્ભુત હતી. રત્નોની રંગોળીથી શોભતા શ્રેષ્ઠ આનંદ–મંડપમાં, તીર્થોના પવિત્ર
જળથી ભરેલા સુવર્ણકળશવડે ભગવાનનો અભિષેક કર્યો. હિમવત્ પર્વત પરથી ગંગા
અને સિંધુ નદીના જળની ધારા પડતી હતી તેને વચ્ચેથી જ, (જમીન પર પડ્યા
પહેલાં) ઝીલીને તેનાવડે અભિષેક થયો હતો. શ્રી–હ્રી વગેરે દેવીઓ પણ પદ્મ વગેરે
સરોવરમાંથી પવિત્ર પાણી લાવી હતી; લવણસમુદ્રનું શ્રેષ્ઠ જળ તેમજ નંદીશ્વરદ્વીપની
નંદોત્તરા વગેરે વાવડીનું, ક્ષીરસમુદ્રનું, નંદીશ્વરસમુદ્રનું, ને અસંખ્ય યોજન દૂર એવા
સ્વયંભૂરમણસમુદ્રનું પણ જળ સોનાના દિવ્યકળશોમાં ભરી ભરીને દેવો લાવ્યા હતા, ને
તેનાવડે જગતગુરુ ભગવાન ઋષભદેવનો અભિષેક કર્યો હતો. ભગવાનનું શરીર તો
સ્વયં પવિત્ર હતું; એટલે તે જળવડે ભગવાનનું શરીર પવિત્ર

PDF/HTML Page 18 of 53
single page version

background image
: ફાગણ : ૨૪૯૩ આત્મધર્મ : ૧પ :
ન્હોતું થયું પરંતુ ભગવાનના શરીરના સ્પર્શનવડે તે જળ પવિત્ર બન્યું હતું. આ
ઋષભદેવ બધા રાજાઓમાં સૌથી શ્રેષ્ઠ રાજા છે એમ સ્વીકારીને નાભિરાજા વગેરે મોટા
મોટા રાજાઓએ એક સાથે અભિષેક કર્યો, તેમજ અયોધ્યાના પ્રજાજનોએ પણ
સરયૂનદીનું જળ ભરીને ભગવાનના ચરણોનો અભિષેક કર્યો. ભરતક્ષેત્રના
વ્યન્તરદેવોના ઈન્દ્રોએ (માગધદેવ વગેરેએ) પણ ‘આ ભગવાન અમારા દેશના સ્વામી
છે’ એમ સમજીને પ્રીતિથી અભિષેક કર્યો; અભિષેક પછી સ્વર્ગલોકથી લાવેલા
વસ્ત્રાભૂષણ પહેરાવ્યા, અને નાભિરાજાએ પોતાના મસ્તક પરનો મહામુગટ ઉતારીને
ભગવાનના મસ્તકે પહેરાવ્યો; ને ઈન્દ્રે ‘આનંદ’ નામના નાટકવડે પોતાનો આનંદ
વ્યક્ત કર્યો.
ભગવાન ઋષભ–રાજાએ પ્રજાનું સારી રીતે પાલન કર્યું ને દરેક વર્ગ પોતપોતાને
યોગ્ય કાર્યોદ્વારા આજીવિકા કરે એવા નિયમ બાંધ્યા, તથા પ્રજાના યોગ તથા ક્ષેમની
(એટલે કે નવીન વસ્તુની પ્રાપ્તિ તથા મળેલી વસ્તુનું રક્ષણ–તેની) વ્યવસ્થા કરી; ને
‘હા! મા! તથા ધિક્’ એવા દંડની વ્યવસ્થા કરી. તથા હરિ (હરિવંશ) અકંપન
(નાથવંશ) કાશ્યપ (ઉગ્રવંશ) અને સોમપ્રભ (કુરુવંશ)–એ ચાર ક્ષત્રિયોને
મહામાંડલિક રાજા બનાવ્યા, ને, તેમની નીચે બીજા ચાર હજાર રાજાઓ હતા. ભગવાને
પોતાના પુત્રોને પણ યથાયોગ્ય મહેલ, સવારી વગેરે સંપત્તિ આપી. તે વખતે ભગવાને
લોકોને શેરડીનારસનો (ઈક્ષુ–રસનો) સંગ્રહ કરવાનું કહ્યું તેથી તેઓ ઈક્ષ્વાકુ કહેવાયા.
ભગવાન ઋષભદેવનો રાજ્યકાળ ૬૩ લાખ પૂર્વનો હતો; પુત્ર–પૌત્રોની સાથે
એટલો લાંબો કાળ જોતજોતામાં વીતી ગયો. ઈન્દ્ર તેમને માટે સ્વર્ગમાંથી પુણ્યસામગ્રી
મોકલતો હતો.–આ સંસારમાં પુણ્યથી શું પ્રાપ્ત નથી થતું? પુણ્ય વગર સુખસામગ્રી
મળતી નથી. દાન, સંયમ, ક્ષમા, સન્તોષ વગેરે શુભ ચેષ્ટાવડે પુણ્યની પ્રાપ્તિ થાય છે.
સંસારમાં તીર્થંકરપદ સુધીના ઉત્તમ પદની પ્રાપ્તિ પુણ્ય વડે જ થાય છે. હે પંડિતજનો!
શ્રેષ્ઠ સુખની પ્રાપ્તિ અર્થે તમે ધર્મનું સેવન કરો. વાસ્તવિક સુખની પ્રાપ્તિ થવી તે ધર્મનું
જ ફળ છે. હે સુબુદ્ધિમાન! તમે સુખ ચાહતા હો તો શ્રેષ્ઠ મુનિઓને ભક્તિથી દાન દો,
તીર્થંકરોને નમસ્કાર કરીને તેમની પૂજા કરો, શીલ–વ્રતોનું પાલન કરો અને પર્વના
દિવસોમાં ઉપવાસાદિ કરો, શાસ્ત્રસ્વાધ્યાય કરો...સાધર્મીની સેવા કરો.

PDF/HTML Page 19 of 53
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૩
આ રીતે, પૂર્વના આરાધકપુણ્યના પ્રતાપે સૂર્ય–ચંદ્ર વગેરે ઉત્તમ દેવ–દેવેન્દ્રો પણ
જેમની આજ્ઞા શિરોધાર્ય કરતા હતા, પણ જેમના ઉપર કોઈની આજ્ઞા ચાલતી ન હતી
એવા ભગવાન ઋષભદેવે અયોધ્યાના રાજસિંહાસન ઉપર આરૂઢ થઈને સમુદ્રપર્યન્ત
સમસ્ત પૃથ્વીનું રાજ્ય કર્યુંર્.
વૈરાગ્ય અને દીક્ષા
અયોધ્યાનગરી...ને ફાગણ વદ નોમ...
ભગવાન ઋષભદેવનો જન્મદિવસ આનંદથી ઉજવાઈ રહ્યો છે. એ ઉત્સવમાં
ભાગ લેવા ઈન્દ્ર પણ અપ્સરાઓને લઈને આવી પહોંચ્યા ને ભગવાનને પ્રસન્ન કરવા
માટે નૃત્ય પ્રારંભ કર્યું. અપ્સરાઓનું અદ્ભુત નૃત્ય ભગવાન નીહાળી રહ્યા હતા.
એ વખતે ઈન્દ્રને વિચાર આવ્યો કે ભગવાન ઋષભદેવ તીર્થંકર થવા અવતર્યા
છે ને ધર્મચક્રનું પ્રવર્તન કરનારા છે. તેમને આ રાજવૈભવમાં ૮૩ લાખ પૂર્વ તો વીતી
ગયા; હવે આ રાજ્ય અને ભોગોમાંથી ભગવાન ક્યા પ્રકારે વિરક્ત થાય! આમ
વિચારીને તે નૃત્યકારોમાં તેણે નીલાંજના નામની એક એવી દેવીને નીયુક્ત કરી કે જેનું
આયુષ્ય થોડી ક્ષણોમાં જ પૂરું થવાનું હતું. તે નીલાંજના દેવી હાવ–ભાવસહિત ફૂદરડી
નૃત્ય કરી રહી હતી, નૃત્ય કરતાં કરતાં જ તેનું આયુષ્ય પૂરું થતાં ક્ષણભરમાં તે અદ્રશ્ય
થઈ ગઈ. વીજળીના ઝબકારાની માફક તે દેવી અદ્રશ્ય થતાં, રંગમાં ભંગ ન થાય તે
માટે તરત જ ઈન્દ્રે એના જેવી જ બીજી દેવીને નૃત્યમાં ગોઠવી દીધી.–પરંતુ દિવ્ય
જ્ઞાનવંત ભગવાન તે જાણી ગયા, ને સંસારની આવી અધ્રુવતા દેખીને તત્ક્ષણ જ ભવ–
તન–ભોગથી અત્યંત વિરક્ત થયા ને વૈરાગ્યની બાર ભાવનાઓ ચિન્તવવા લાગ્યા.
અરે, આ જીવે સંસારમાં ચાર ગતિમાં ભયંકર દુઃખો ભોગવ્યા. આ મનોહર
દેવીનું શરીર પળવારમાં નજર સામે જ નષ્ટ થઈ ગયું. આવું જે માયા–નાટક ઈન્દ્રે કર્યું તે
ખરેખર તો મને પ્રતિબોધ પમાડવા માટે જ તે બુદ્ધિમાને યુક્તિ કરી છે. આ
નીલાંજનાદેવીના દિવ્ય શરીરની જેમ જગતના બધા પદાર્થો ક્ષણભંગુર છે, એનાથી હવે
મારે શું પ્રયોજન છે? એ ભોગોપભોગ તો ભારરૂપ છે. આવા અસાર સંસારને અને
ક્ષણિક રાજભોગને ધિક્કાર હો. આ રાજભોગને ખાતર મારો અવતાર નથી, પરંતુ
આત્માની પૂર્ણતાને સાધીને તીર્થંકર થવા મારો અવતાર છે.

PDF/HTML Page 20 of 53
single page version

background image
: ફાગણ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૭ :
આ પ્રમાણે વૈરાગ્યચિન્તનપૂર્વક ભગવાન આ અસાર સંસારથી વિરક્ત થયા, ને
શીઘ્ર મુક્તિને સાધવા માટે ઉદ્યમી થયા. એ વખતે ભગવાનને એવી વિશુદ્ધી પ્રગટી–જાણે
કે મુક્તિની સખી જ આવી પહોંચી. મોક્ષમાં જ જેમનું ચિત્ત લાગેલું છે એવા તે
ભગવાનને આખું જગત શૂન્ય જેવું અસાર લાગતું હતું. ભગવાનના અંતઃકરણની
સમસ્ત ચેષ્ટાઓ ઉપરથી ઈન્દ્રે અવધિજ્ઞાનવડે જાણી લીધું કે ભગવાન હવે સંસારથી
વિરક્ત થઈ ગયા છે ને મુનિદશા માટે તત્પર થયા છે.
તરત જ બ્રહ્મસ્વર્ગમાંથી લોકાંતિક દેવો ભગવાનના તપકલ્યાણકની પૂજા કરવા
ઊતર્યા; ને સ્તુતિપૂર્વક વૈરાગ્યનું અનુમોદન કર્યું. આઠ પ્રકારના તે લોકાન્તિકદેવો
પૂર્વભવમાં સંપૂર્ણ શ્રુતજ્ઞાનના અભ્યાસી (શ્રુતકેવળી) હોય છે, ઘણા શાન્ત ને સર્વ
દેવોમાં ઉત્તમ હોય છે, તથા એકાવતારી હોય છે, લોકનો અંત પામ્યા હોવાથી અથવા
બ્રહ્મલોકના અંતમાં રહેતા હોવાથી તેઓ લોકાન્તિક કહેવાય છે. મુક્તિસરોવરના કિનારે
રહેલા તે દેવો સ્વર્ગના હંસ જેવા છે. તેમણે આવીને કલ્પવૃક્ષનાં ફૂલોવડે ભગવાનના
ચરણોમાં પુષ્પાંજલિ ચઢાવી ને સ્તુતિ કરી કે હે ભગવાન! મોહશત્રુને જીતવા માટે આપ
ઉદ્યમી થયા છો તે એમ સૂચવે છે કે ભવ્યજીવો પ્રત્યે ભાઈપણાનું કાર્ય કરવાનો આપે
વિચાર કર્યો છે. અર્થાત્ ભાઈની જેમ ભવ્ય જીવોની સહાયતા કરવાનો આપે વિચાર
કર્યો છે. હે જ્યોતિસ્વરૂપ દેવ! અમે આપને સમસ્ત ઉત્તમ કાર્યોના કારણ સમજીએ
છીએ. પ્રભો, કેવળજ્ઞાનના પ્રકાશવડે આપ અજ્ઞાનમાં ડુબેલા સંસારનો ઉદ્ધાર કરશો.
આપે દેખાડેલા ધર્મતીર્થને પામીને ભવ્યજીવો આ દુસ્તર સંસારસમુદ્રને રમતમાત્રમાં
તરી જશે. આપની વાણી ભવ્યજીવોના મનને પ્રફુલ્લિત કરશે. પ્રભો! આપ ધર્મતીર્થના
નાયક છો. મોહરૂપી કીચડમાં ફસાયેલા આ જગતને ધર્મરૂપી હાથનો સહારો દઈને આપ
શીઘ્ર ઉદ્ધાર કરશો. પ્રભો! આપ સ્વયંભૂ છો, મોક્ષનો માર્ગ આપે સ્વયં જાણી લીધો છે
ને અમને બધાને પણ આપ તે મુક્તિમાર્ગનો ઉપદેશ દેશો. પ્રભો! અમે તો આપને
પ્રેરણા કરનારા કોણ? આ તો માત્ર અમારો નિયોગ છે. આ ભવ્યચાતકો મેઘની માફક
આપના ધર્મામૃતની રાહ જુએ છે. પ્રભો! અત્યારનો કાળ આપના ધર્મરૂપી અમૃતને
ઉત્પન્ન કરવા માટે યોગ્ય છે, માટે હે વિધાતા! ધર્મની સૃષ્ટિ કરો. પ્રભો! અનેકવાર
ભોગવાઈ ચુકેલા ભોગોને હવે આપ છોડો. ફરીફરીને ગમે તેટલી વાર ભોગવવા છતાં
એ ભોગોના સ્વાદમાં કાંઈ નવીનતા આવી જતી નથી; માટે તે ભોગને છોડીને મોક્ષને
માટે ઊઠો ને ઉદ્યમવડે મોહશત્રુને જીતો.