Atmadharma magazine - Ank 284
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૪
સળંગ અંક ૨૮૪
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
૨૮૪
જિજ્ઞાસુની એક જ ચિન્તા
પોતાના જ્ઞાનમાં પોતાની વસ્તુ ગુપ્ત કેમ રહી શકે? બીજા
વિચાર છોડીને, સત્ય સ્વરૂપને વિચારમાં લઈને શિષ્ય પહેલાં તેનો
નિર્ણય કરે છે, પછી તે નિર્ણયના બળે અનુભવ થાય છે.
ચૈતન્યસ્વરૂપને પામવા માટે શિષ્ય તે તરફ ઢળતો જાય છે. રાગની
અપેક્ષા વગર જ્ઞાનમાં સીધો આત્માને પકડવા માંગે છે, એટલે કે
આત્માને સ્વસંવેદન–પ્રત્યક્ષ કરવા માંગે છે; તે માટે નિર્ણય કર્યો છે
કે મારો સ્વભાવ જ સ્વસંવેદન–પ્રત્યક્ષ થવાનો છે, તેમાં વચ્ચે
રાગનો પડદો રહી શકે નહીં. આત્માને પ્રત્યક્ષ કરવાની રાગમાં
તાકાત નથી પણ જ્ઞાનમાં તેવી તાકાત છે; એટલે સ્વાનુભવ કરવા
માટે રાગની ઓથ લેવી પડે એમ નથી. આટલા નિર્ણય સુધી
આવ્યા પછી હવે સાક્ષાત્ અનુભવ માટે શિષ્યોનો ઉદ્યમ છે. તેનું
સરસ વર્ણન આચાર્યદેવે સમયસારમાં કર્યું છે.
અજ્ઞાનીનો તો કાળ પરદ્રવ્યની જ ચિંતામાં ચાલ્યો જાય છે,
સ્વદ્રવ્ય શું છે તેના વિચારનોય તેને અવકાશ નથી. અહીં તો જેણે
સ્વદ્રવ્યની ચિન્તામાં પોતાનું ચિત્ત જોડ્યું છે–એવા જિજ્ઞાસુ શિષ્યની
વાત છે. તેને બહારની બધી ચિન્તા છૂટીને અંતરમાં એક જ ચિન્તા
છે કે મને મારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કઈ રીતે થાય?
તંત્રી: જગજીવન બાવચંદ દોશી * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૩ જેઠ (લવાજમ: ત્રણ રૂપિયા) વર્ષ ૨૪: અંક ૮


PDF/HTML Page 4 of 45
single page version

background image
: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : ૧ :
વાર્ષિક લવાજમ
વીર સં. ૨૪૯૩
ત્રણ રૂપિયા જેઠ
* વર્ષ ૨૪ : અંક ૮ *
_________________________________________________________________
આત્માર્થની તત્પરતા
જગતના નાના–મોટા અનેકવિધ પ્રસંગોમાં
જીવ ક્યારેક અટવાઈ જાય છે ને તેથી તે મુંઝાય
છે.....અને તેના જ વિચારવમળમાંથી બહાર નીકળી
શકતો નથી, એના પરિણામે તે આત્મપ્રયત્નમાં
આગળ વધી શકતો નથી. આત્માર્થીએ એવા પ્રસંગમાં
ન અટકતાં ઉદ્યમપૂર્વક પોતાના આત્મકાર્યને સાધવું–
એવું સંતોનું સંબોધન છે. કેમકે ઉલ્લાસિત વીર્યવાન
જીવ આત્માને સાધી શકે છે.
જેને તારા આત્માર્થની સાથે સંબંધ નથી એવી નાની નાની બાબતમાં તું
અટકીશ તો તારા મહાન આત્મપ્રયોજનને તું ક્યારે સાધી શકીશ? જગતમાં અનુકૂળ ને
પ્રતિકૂળ પ્રસંગો તો બન્યા જ કરવાના, તીર્થંકરો અને ચક્રવર્તીઓને પણ એવા પ્રસંગો
ક્યાં નથી આવ્યા? માન ને અપમાન, નિંદા ને પ્રશંસા, સુખ અને દુઃખ, સંયોગ અને
વિયોગ, રોગ અને નિરોગ,–એવા અનેક પરિવર્તનશીલ પ્રસંગો તો જગતમાં બન્યા જ
કરવાના–પણ તારા જેવો આત્માર્થી જો આવા નાના નાના પ્રસંગોમાં જ આત્માને રોકી
દેશે તો આત્માર્થના મહાન કાર્યને તું ક્યારે સાધી શકશે?
–માટે, એવા પ્રસંગોથી અતિશય ઉપેક્ષિત થા.....તેમાં તારી જરા પણ શક્તિને ન
વેડફ. તે પ્રસંગોને તારા આત્માર્થ સાથે કાંઈ જ સંબંધ નથી એમ નક્કી કરીને
આત્માર્થની સિદ્ધિ જે રીતે થાય તે રીતે જ તું પ્રવર્ત! ને આત્માર્થની સિદ્ધિમાં બાધક
થાય એવા પરિણામોને અત્યંતપણે છોડ, ઉગ્ર પ્રયત્ન વડે છોડ!

PDF/HTML Page 5 of 45
single page version

background image
: ૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
વિધવિધ પરિણામવાળા જીવો પણ જગતમાં વર્ત્યા જ કરશે....માટે તેનો પણ
ખેદ–વિચાર છોડ....ને ઉપરોક્ત સંયોગોની માફક જ તેમની સાથે પણ આત્માર્થનો
સંબંધ નથી એમ સમજીને તે પ્રત્યે ઉપેક્ષિત થા....ને આત્માર્થ–સાધનામાં જ ઉગ્રપણે
પ્રવર્ત!
ગમે તેમ કરીને મારે મારા આત્માર્થને સાધવો–એ એક જ આ જગતમાં મારું
કાર્ય છે–એમ અતિદ્રઢ નિશ્ચયવંત થા. મારા આત્માર્થ ખાતર જે કાંઈ સહન કરવું પડે તે
સહન કરવા હું તૈયાર છું, પણ કોઈપણ પ્રકારથી હું મારા આત્માર્થના કાર્યથી ડગીશ
નહિ; તેમાં જરા પણ શિથિલ નહીં થાઉં.... આત્મા પ્રત્યેના મારા ઉત્સાહમાં હું કદી ભંગ
નહીં પડવા દઉં.–મારી બધી શક્તિને, મારા બધા જ્ઞાનને, મારા બધા વૈરાગ્યને, મારી
શ્રદ્ધાને, ભક્તિને ઉત્સાહને,–મારા સર્વસ્વને હું મારા આત્માર્થમાં જોડીને જરૂર મારા
આત્માર્થને સાધીશ.–આમ દ્રઢ પરિણામ વડે આત્માર્થને સાધવા માટે તત્પર થા!
આત્માર્થ સાધવા માટેની તારી આવી સાચી તત્પરતા હશે તો જગતમાં કોઈની
તાકાત નથી કે તારા આત્મકાર્યમાં વિઘ્ન કરી શકે. જ્યાં આત્માર્થની સાચી તત્પરતા છે,
ત્યાં આખું જગત તેને આત્માર્થની પ્રાપ્તિમાં અનુકૂળ પરિણમી જાય છે, ને તે જીવ જરૂર
આત્માર્થને સાધી લ્યે છે.
માટે હે જીવ! જગતમાં બીજું બધું ભૂલીને તું
તારા આત્માર્થ માટેની સાચી તત્પરતા કર.
* * * * *
સં ત ની શિ ખા મ ણ–
આત્માના સારા ભાવોનું સારૂં ફળ જરૂર આવે જ છે.
સાચા ભાવનું સાચું ફળ આવ્યા વગર રહેતું નથી. માટે બીજા
પ્રસંગો ભૂલીને આત્માના ભાવને જે રીતે પ્રોત્સાહન મળે તેવા
જ વિચારો કરવા. સાચા ભાવ થતાં તેનું સાચું ફળ જરૂર
આવશે અને બહારમાં પણ બધું વાતાવરણ સારૂં થઈ જશે.
આત્માને મુંઝવણમાં ન રાખવો પણ ઉત્સાહમાં રાખવો.
પોતાના ભાવ સુધરતાં બધું સુધરી જાય છે. માટે આત્માને
ઉલ્લાસમાં લાવીને પોતાના હિતના જ વિચાર રાખવા; તેમાં
ઢીલા ન થવું.

PDF/HTML Page 6 of 45
single page version

background image
: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : ૩ :
શ્રી ગુરુ સમજાવે છે–
(રાજકોટ શહેરના પ્રવચનોમાંથી દોહન: વૈશાખ ૨૦૨૩)
આત્માનું હિત કરવા માટે જ્ઞાન અને રાગ બંનેના સ્વરૂપની ભિન્નતા ઓળખવી
જોઈએ. બંનેની ભિન્નતાનો નિર્ણય કરીને, હું જ્ઞાન જ છું, જ્ઞાનથી ભિન્ન જાત તે હું નહિ–
એમ અંતરમાં અભ્યાસ વડે જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ થાય છે. ને આવા અનુભવ
વડે જ મોક્ષમાર્ગ પ્રગટે છે.
આવા અનુભવ માટેનો વ્યવહાર કયો? કે સવિકલ્પ દશામાં જ્ઞાનદ્વારા આત્માના
સ્વભાવનો નિર્ણય કરવો તે વ્યવહાર છે. જેને પોતામાં દુઃખ લાગતું હોય ને તે દુઃખથી
છૂટવા ચાહતો હોય તે જીવ ગુરુ પાસે આવીને ઉપાય પૂછે છે કે પ્રભો! આ આત્મા
દુઃખોથી કેમ છૂટે? બંધનથી બંધાયેલ ગાય વગેરે પશુ પણ તેનાથી છૂટકારાના પ્રસંગે
આનંદથી ઉલ્લસિત થાય છે; તો અનાદિ કાળથી બંધનથી બંધાયેલા આત્માને સન્તો
તેનાથી છૂટકારાની રીત સંભળાવે છે તે સાંભળતાં મોક્ષાર્થી જીવને ઉલ્લાસ આવે છે કે
વાહ! આ મારા આત્માના મોક્ષની વાત સન્તો મને બતાવે છે.–આમ ઘણા આદરપૂર્વક
મોક્ષનો ઉપાય સાંભળે છે.
આત્માને કેમ જાણવો તેની આ વાત છે. સ્વસન્મુખ થઈને આત્માને જાણતાં
સમ્યગ્દર્શન થાય છે ને તેમાં સિદ્ધ જેવા સુખનો સ્વાદ આવે છે. સમ્યગ્દર્શન પામવાની
તૈયારીવાળા જીવની પરિણતિનું વર્ણન કરતાં ગુરુદેવ કહે છે કે સ્વભાવનો નિર્ણય કરીને
તેના લક્ષે અનુભવનો ઉદ્યમ કરી રહેલા જીવને વિકલ્પ તો છે પણ તેનું જોર વિકલ્પ
તરફ નથી જાતું; તેનું જોર તો અંર્તસ્વભાવ તરફ જ જાય છે, જેવો સ્વભાવ જ્ઞાનના
નિર્ણયમાં લીધો છે તેવો જ અનુભવમાં લેવા માંગે છે, એટલે તેની પરિણતિ સ્વભાવ
તરફ ઝુકતી જાય છે ને વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ અનુભવ થાય છે. પહેલાં

PDF/HTML Page 7 of 45
single page version

background image
: ૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
રાગરૂપ વિકલ્પ હતો તેનું કાંઈ આ ફળ નથી, પણ અંદર સ્વભાવ તરફ નિર્ણયનું જોર
હતું તેનું આ ફળ છે. જોકે તેનું આ ફળ કહેવું તે પણ વ્યવહાર છે, ખરેખર તો
સમ્યગ્દર્શન વખતનો જ જુદો પ્રયત્ન છે. આત્માના નિર્ણયના બળે વારંવાર અભ્યાસ
કરતાં રાગ તરફનું રુચિનું જોર તૂટવા માંડે છે ને સ્વભાવ તરફનું જોર વધવા માંડે છે.
અંતે રાગના અવલંબનનો ભાવ તોડીને અને સ્વભાવના અવલંબનનો ભાવ પ્રગટ
કરીને તે આત્માર્થી જીવ નિર્વિકલ્પ અનુભવ પ્રગટ કરે છે.–આવી દશા પ્રગટ કરવા માટે
અહીં જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે.
પોતાના આત્માના અનુભવ માટે પાત્ર થયેલા શિષ્યે પૂછ્યું છે કે આ આત્મા
આસ્રવોથી એટલે કે દુઃખથી કેમ છૂટી શકે?
હવે આ પૂછવામાં શિષ્યને કેટલી વાતનો સ્વીકાર આવી ગયો? પ્રથમ તો
આત્મા છે; આત્માની અવસ્થામાં દુઃખ છે, તે દુઃખ ટળીને સુખ પ્રગટી શકે છે. એવું પૂર્ણ
સુખ પ્રગટ કરનારા સર્વજ્ઞ પરમાત્મા આ જગતમાં છે, એના સાધક સન્તો આ જગતમાં
છે. એટલે, મોક્ષતત્ત્વ, સંવર–નિર્જરાતત્ત્વ, તથા તેનાથી વિરુદ્ધ એવા આસ્રવ ને
બંધતત્ત્વ, એ બધાં તત્ત્વોની કબુલાતપૂર્વક શિષ્યનો પ્રશ્ન છે.
આત્મા સુખસ્વરૂપ છે, ને દુઃખ તેનું સ્વરૂપ નથી, એટલે દુઃખથી છૂટવાનો ઉપાય
બની શકે છે. રાગાદિ પરભાવોને જે આત્માનું સ્વરૂપ માને, અથવા શુભરાગને સુખનું
સાધન માને તેને તે રાગાદિથી છૂટવા માટેનો સાચો પ્રશ્ન ઊગે નહીં. રાગને જે દુઃખરૂપ
ન સ્વીકારે તે તેનાથી પાછો વળવાનો ઉપાય કેમ કરે?
આ રીતે, રાગાદિને દુઃખરૂપ જાણ્યા છે ને આત્માનો સ્વભાવ સુખરૂપ છે તેની
જિજ્ઞાસા જાગી છે–એવા શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા દુઃખરૂપ એવા આસ્રવોથી કઈ રીતે
છૂટે? એવા શિષ્યને દુઃખથી છૂટવાની વિધિ આચાર્યભગવાને આ ૭૩મી ગાથામાં
બતાવી છે.
ભાઈ! પ્રથમ તો આત્માના સ્વભાવનો નિર્ણય કર. હું જ્ઞાનદર્શનસ્વરૂપ આત્મા
સ્વસંવેદન–પ્રત્યક્ષ છું; ક્રોધાદિ પરભાવોનું સ્વામીત્વ મારા જ્ઞાનમાં નથી.–આમ નિર્ણય
કરીને, અંતરમાં ડુબકી મારતાં વિકલ્પરહિત આનંદની અનુભૂતિ થાય છે, તેમાં
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સમાય છે. આવી અનુભૂતિ કરવી તે જ દુઃખથી છૂટવાની
રીત છે.

PDF/HTML Page 8 of 45
single page version

background image
: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : પ :
આત્મા પોતે પોતાને પ્રત્યક્ષ ન થઈ શકે–એમ કોઈ માને તો તે વાત સાચી
નથી. જ્ઞાનમાં એવી તાકાત છે કે સ્વસંવેદનથી આત્માને પ્રત્યક્ષ કરે. આત્માને
પ્રત્યક્ષ કરવાની રાગમાં તાકાત નથી પણ જ્ઞાનમાં તેવી તાકાત છે. પોતાના જ્ઞાનમાં
પોતાની વસ્તુ ગુપ્ત કેમ રહી શકે? બીજા વિચાર છોડીને સત્યસ્વરૂપને વિચારમાં
લઈને શિષ્ય પહેલાં તેનો નિર્ણય કરે છે. પછી તે નિર્ણયના બળે અનુભવ થાય છે.
ચૈતન્યસ્વરૂપને પામવા માટે શિષ્ય તે તરફ ઢળતો જાય છે. રાગની અપેક્ષા વગર
જ્ઞાનમાં સીધો આત્માને પકડવા માંગે છે, એટલે કે આત્માને સ્વસંવેદન–પ્રત્યક્ષ
કરવા માંગે છે, તે માટે નિર્ણય કર્યો છે કે મારો સ્વભાવ જ સ્વસંવેદન–પ્રત્યક્ષ
થવાનો છે, તેમાં વચ્ચે રાગનો પડદો રહી શકે નહિ. અથવા, સ્વાનુભવ કરવા માટે
રાગની ઓથ લેવી પડે એમ પણ નથી.–આટલા નિર્ણય સુધી આવ્યા પછી હવે
સાક્ષાત્ અનુભવ માટે શિષ્યનો ઉદ્યમ છે.–તેનું ઘણું સરસ વર્ણન આચાર્યદેવે કર્યું છે.
અજ્ઞાનીનો તો કાળ પરદ્રવ્યની જ ચિન્તામાં ચાલ્યો જાય છે, સ્વદ્રવ્ય શું છે
તેના વિચારનોય તેને અવકાશ નથી. અહીં તો જેણે પોતાનું ચિત્ત સ્વદ્રવ્યની
ચિન્તામાં જોડ્યું છે, એવા જિજ્ઞાસુ શિષ્યની વાત છે. તેને બહારની બધી ચિન્તા
છૂટીને અંતરમાં એક જ ચિન્તા છે કે મને મારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કઈ રીતે
થાય! અનુભવ માટે તેનો નિર્ણય કેવો છે તેનું આ વર્ણન છે. પહેલાં જ્ઞાનવડે
આત્માના સ્વભાવનો નિર્ણય કરવો. નિર્ણયમાં જ જેને ભૂલ હોય તેને સાચો
અનુભવ થાય નહીં. રાગને સાધન બનાવીને આત્માનો અનુભવ કરવા માંગે તો
થઈ શકે નહીં. આત્માના પ્રત્યક્ષ અનુભવમાં વચ્ચે બીજું સાધન છે જ નહીં.
આત્માના સ્વભાવને વિકાર સાથે કારણ–કાર્યપણું નથી. આવા આત્માનો પ્રત્યક્ષ
અનુભવ કરવો, અને તે પહેલાં તેનો નિર્ણય કરવો–તે કરવા જેવું છે. રાગ વખતે
કાંઈ રાગ તે નિર્ણય કરતો નથી, પણ તે વખતનું જ્ઞાન પોતાની જાણવાની શક્તિથી
તે નિર્ણય કરે છે, એટલે તે નિર્ણય રાગનું કાર્ય નથી પણ જ્ઞાનનું જ કાર્ય છે. આવો
નિર્ણય કરવો તે પ્રત્યક્ષ અનુભવ માટેનો ઉપાય છે.
સ્વાનુભવ તે મંગલ છે. સ્વાનુભવમાં આત્મા પોતે પોતાને સ્પષ્ટ પ્રકાશે છે;
સ્વાનુભવમાં આત્મા સિવાય બીજા કોઈનો હાથ નથી. આવા સ્વસંવેદનની
તાકાતવાળો જીવ છે. આત્માના સ્વરૂપનો નિર્ણય કરીને તેનું આવું સ્વસંવેદન
કરવું–તે બંધનથી છૂટવાનો ઉપાય છે. આવા સ્વસંવેદન વડે જ મોક્ષમાર્ગ થાય છે.

PDF/HTML Page 9 of 45
single page version

background image
: ૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
જેમ દીવાને દેખવા માટે બીજા દીવાની જરૂર પડતી નથી, દીવો પોતે જ
પોતાને પ્રકાશી રહ્યો છે કે હું દીવો છું; તેમ આ આત્મા ચૈતન્યપ્રકાશી દીવો પોતે જ
પોતાને સ્વસંવેદનમાં પ્રકાશી રહ્યો છે, જ્ઞાન પોતે જ પોતાને પ્રકાશી રહ્યો છે કે હું
જ્ઞાન છું.–આ રીતે આત્મા સ્વયં પ્રકાશી રહ્યો છે, એને પ્રકાશવા માટે બીજાની જરૂર
પડતી નથી. ઉપયોગમાં મારો આત્મા છે ને રાગમાં મારો આત્મા નથી–એમ ધર્મી
સ્પષ્ટપણે પોતાને રાગથી ભિન્ન અનુભવે છે. રાગથી ને ઈન્દ્રિયોથી પાર એવા
અન્તર્મુખ ઉપયોગવડે આત્મા પોતે પોતાને સાક્ષાત્ અનુભવે છે, ને એ અનુભવમાં
પરમ આનંદ થાય છે.
રાગમાં એવી તાકાત નથી કે આત્માને જાણે; જ્ઞાનમાં જ એની તાકાત છે કે
આત્માને જાણે. આ રીતે રાગ અને જ્ઞાનની ભિન્નતાનો નિર્ણય કરીને જ્ઞાનવડે
આત્માનું સ્વસંવેદન કરતાં ભેદજ્ઞાન થાય છે; ભેદજ્ઞાન થતાં જ આત્મા પોતાને રાગાદિ
બંધભાવોથી જુદો અનુભવે છે.–આવા અનુભવ વડે બંધનથી છૂટાય છે ને મોક્ષ પમાય
છે. ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને પણ આવો અનુભવ થાય છે. અહા, આ સ્વસંવેદનનો
અપાર મહિમા છે, બધા ગુણોનો રસ સ્વસંવેદનમાં સમાય છે. આવા શાંત
અનુભવરસને ‘રસેન્દ્ર’ કહ્યો છે એટલે કે બધા રસોમાં શાંતરસ તે શ્રેષ્ઠ છે. આવા
રસનો અનુભવ કેમ પ્રગટે તેની આ વાત છે.
શિષ્યે પૂછયું છે કે મારો આત્મા આસ્રવોથી કઈ રીતે છૂટે?
આ પ્રશ્ન પૂછવા આવ્યો ત્યારે અશુભથી તો છૂટેલો જ છે, અશુભથી નિવર્ત્યો
ત્યારે તો આ સત્સમાગમે આવીને પ્રશ્ન પૂછે છે.
તેનો પ્રશ્ન એમ સૂચવે છે કે એકલા અશુભથી છૂટીને તે અટકી જતો નથી, પણ
અશુભ ને શુભ એવા બધા આસ્રવોથી છૂટીને આનંદસ્વરૂપ આત્માનો અનુભવ કરવા
માંગે છે. પ્રભો, મારો આત્મા પાપથી કેમ છૂટે? એમ ન પૂછ્યું, પણ આસ્રવોથી એટલે કે
પાપ અને પુણ્ય બંનેથી મારો આત્મા કેમ છૂટે ને જ્ઞાનસ્વરૂપ આત્મા કઈ રીતે
અનુભવમાં આવે? એમ પૂછ્યું છે. આટલી તો પ્રશ્નકાર જિજ્ઞાસુની ભૂમિકા છે; આટલી
વિચારદશા સુધી તો તે આવ્યો છે.
એવા જિજ્ઞાસુ શિષ્યને આચાર્યભગવાન પ્રથમ તો આત્માના સ્વરૂપનો નિર્ણય
કરવાનું કહે છે. કેવો નિર્ણય કરવો તેનું આ વર્ણન ચાલે છે.

PDF/HTML Page 10 of 45
single page version

background image
: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : ૭ :
આત્માના અનુભવની આ વાત ઝીણી છે. ઝીણી એટલે સારી, ઊંચી, હિતકારી;
ઝીણી લાગે તોપણ આ મારા હિતની ઉત્તમ વાત છે–એમ મહિમા લાવીને સમજવાનો
ઉદ્યમ કરવો જોઈએ.
કેવો છે મારો આત્મા?–કે જેના અનુભવથી મને સમ્યગ્દર્શન અને આનંદ
થાય! ને આસ્રવો ટળે? પ્રથમ તો હું આત્મા મારા સ્વસંવેદનથી પ્રત્યક્ષ છું. અખંડ
વિજ્ઞાનઘનસ્વભાવી હું એક છું; અનેક ગુણ–પર્યાયના ભેદોથી કે પ્રદેશભેદોથી હું
ભેદાઈ જતો નથી, પણ અનંત ગુણ–પર્યાયોથી અભેદ એક વિજ્ઞાનઘન છું. વળી
આત્માની નિર્મળ અનુભૂતિસ્વરૂપ હોવાથી હું શુદ્ધ છું; તે શુદ્ધતામાં કર્તા–કર્મ વગેરે
કારકોના ભેદો નથી. છએ કારકો અભેદપણે પોતાની અનુભૂતિમાં સમાઈ જાય છે.
આવી નિર્મળ અનુભૂતિસ્વરૂપ હોવાથી હું શુદ્ધ છું. એક શુદ્ધ જ્ઞાનસ્વરૂપ એવો હું,
મારાથી અન્ય એવા ક્રોધાદિ પરભાવોના સ્વામીપણે જરાપણ પરિણમતો નથી, માટે
મમતારહિત છું. રાગાદિ કોઈ અન્યભાવ મારા ધર્મનું સાધન થાય–એવી મમતા મને
નથી. રાગાદિ ભાવોની સાથે મારે કર્તા–કર્મપણાનો સંબંધ જરાપણ નથી. હું તો
ચૈતન્યઘન છું, ચૈતન્યઘન એવો મારો આત્મા રાગના સ્વામીપણે પરિણમતો નથી.
પણ તેનાથી ભિન્ન જ્ઞાનપણે જ પરિણમે છે; સ્વભાવથી જ હું પરિપૂર્ણ જ્ઞાન–
દર્શનમય છું.–જુઓ, ધર્મી જીવ આત્માનો આવો નિર્ણય કરે છે. અને આવા
આત્માના અનુભવ વડે જ આત્મા આસ્રવોથી છૂટે છે.
આવા આત્માની ઓળખાણ અને અનુભવ વડે જ્યારે આત્મા આસ્રવોથી પાછો
વળ્‌યો ત્યારે તેણે સંસાર છોડ્યો કહેવાય. જ્ઞાનના અનુભવ વડે આસ્રવને છોડયા વગર
સંસાર છૂટે નહીં. સંસાર એ કોઈ બહારની વસ્તુ નથી પણ જીવમાં અજ્ઞાનવડે ઊભો
થયેલો આસ્રવભાવ તે જ સંસાર છે. અને જ્ઞાનવડે તે આસ્રવ છૂટતાં સંસાર છૂટી જાય છે.
જૈન શિક્ષણવર્ગ (પ્રૌઢ ભાઈઓ માટે)
સોનગઢમાં દર વર્ષની માફક પ્રૌઢવયના ભાઈઓ માટેનો જૈન
શિક્ષણવર્ગ શ્રાવણ સુદ પાંચમ ને ગુરુવાર તા. ૧૦–૮–૬૭ થી શરૂ થશે, અને
શ્રાવણ વદ નોમ ને મંગળવાર તા. ૨૯–૮–૬૭ સુધી ચાલશે. વર્ગમાં આવવા
ઈચ્છતા જિજ્ઞાસુ ભાઈઓએ નીચેના સરનામે સૂચના મોકલી દેવી–
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 11 of 45
single page version

background image
: : આત્મધર્મ : જેઠ :
૨૪૯૩
અપાર સુખથી ભરેલો આત્મવૈભવ
(“આત્મવૈભવ” પુસ્તકનું એક પ્રકરણ)
(ગતાંકથી ચાલુ)
પૂ. ગુરુદેવને અત્યંત પ્રિય એવા ૪૭ શક્તિનાં
પ્રવચનોમાંથી સુખશક્તિનો આ નમુનો છે. શરૂનો
ભાગ આત્મધર્મના ગતાંકમાં આપ્યો છે; ત્યારપછીનો
ભાગ અહીં આપ્યો છે. આ પ્રવચનો ‘આત્મવૈભવ’
નામના પુસ્તકરૂપે છપાઈ રહ્યા છે.
દરેક શક્તિ પોતે કારણ, ને તેની જે નિર્મળ પર્યાય પ્રગટી તે તેનું કાર્ય;
બીજું કારણ નહિ, બીજું કાર્ય નહિ; ને કારણ–કાર્ય વચ્ચે સમયભેદ નહિ. ‘કારણને
અનુસરીને થાય તેને કાર્ય કહેવાય’;–એટલે, જેમકે સુખશક્તિ કારણરૂપ છે તેને
અનુસરીને પર્યાયમાં તેવું સુખ પ્રગટે તે સુખશક્તિનું ખરું કાર્ય છે. જો આનંદ ન
પ્રગટે ને પરાધીન થઈને આકુળતા પ્રગટે તો તેને આત્માના આનંદગુણનું કાર્ય
કહેવાય નહિ. જેવો ગુણ છે તેવી જાતની પર્યાય પ્રગટ્યા વગર ગુણના ખરા
સ્વરૂપની પ્રસિદ્ધિ થાય નહિ.
ગુણનું સાચું કાર્ય તેની સદ્રશ જાતિનું હોય, વિરુદ્ધ ન હોય. જેમ સોનામાંથી
જે દાગીનો બને તે સોનાનો હોય, લોઢાનો ન હોય; તેમ સુખગુણનું કાર્ય સુખ
હોય, સુખનું કાર્ય દુઃખ ન હોય. સુખગુણ જેવો ત્રિકાળ છે તેવું સુખ પર્યાયમાં
પ્રગટે ત્યારે સુખસ્વભાવી આત્મા પ્રતીતમાં આવ્યો કહેવાય; ને ત્યારે
‘આત્મપ્રસિદ્ધિ’ થઈ કહેવાય.
અહો, વીતરાગમાર્ગમાં આ બહુ ઊંચી વસ્તુ છે...આત્માનો અચિન્ત્ય વૈભવ
વીતરાગી સન્તોએ દેખાડયો છે. આત્મા અનંતગુણનું ધામ છે તેને અનુભવમાં
પકડીને તેના જેવું સમ્યક્ કાર્ય પ્રગટે ત્યારે આત્માની સાચી શ્રદ્ધા ને ભેદજ્ઞાન થયું
કહેવાય; ત્યારે આકુળતા વગરનું સાચું સુખ વેદાય, ને પરમાં સુખની
મિથ્યાકલ્પના મટે.

PDF/HTML Page 12 of 45
single page version

background image
: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : ૯ :
પહેલા સૌધર્મસ્વર્ગના ઈન્દ્રને ૩૨ લાખ વિમાનોનો વૈભવ છે, બે
સાગરોપમનું આયુષ્ય છે; ઈન્દ્રાણીનું આયુષ્ય થોડું છે, એટલે તે નવી નવી ઊપજે
છે. ઈન્દ્રના બે સાગરના આયુમાં તો કોટિ–લક્ષ ઈન્દ્રાણી થઈ જાય. પણ એ ૩૨
લાખ વિમાનોમાં કે એ ઈન્દ્રાણીઓમાં ક્યાંય આત્માના સુખનો અંશ પણ નથી,
આત્મા પોતાની સુખપરિણતિનો ખરો સ્વામી છે. અનંત ગુણપરિણતિનો સ્વામી
આત્મા, તેમાં દ્રષ્ટિ કરતાં પર્યાયમાં અતીન્દ્રિય આનંદની ઉત્પત્તિ થાય, તે
આનંદપરિણતિ સહિત આત્મા શોભે છે. પરિણતિની સ્થિતિ એકસમયની,
પરિણતિરૂપ ઈન્દ્રાણી સમયે સમયે નવી નવી ઊપજે, ને આત્મારૂપી ઈન્દ્ર કાયમ
ટકીને અતીન્દ્રિય આનંદપરિણતિનો ભોગવટો કરે. એક પરિણતિ જાય ને તત્ક્ષણ
બીજી પરિણતિ થાય–એમ સદાકાળ આત્મા પોતાની સુખપરિણતિને અનુભવ્યા કરે
છે. સ્વસન્મુખ પરિણતિ આનંદપુત્રને જન્મ આપે છે.
જુઓ, આ કેવળીપ્રણીત ધર્મનું સ્વરૂપ કહેવાય છે. આવ ધર્મને ઓળખીને
તેનું જે શરણ લેશે તે ભગસાગરને તરશે. ઓળખ્યા વગર કોનું શરણ લેશે?
ભગવાને એમ કહ્યું છે કે તારા આત્મામાં એક સુખધર્મ છે, તેના શરણે તારું સુખ
પ્રગટશે, બીજા કોઈના શરણે તારું સુખ નહિ પ્રગટે.
આત્મવસ્તુમાં ભિન્ન ભિન્ન લક્ષણવાળા અનંતધર્મો એકસાથે રહેલાં છે.
નિત્યપણું ને અનિત્યપણું, સત્પણું ને અસત્પણું–એવા વિરુદ્ધધર્મો આત્મામાં
એકસાથે રહેલા છે, એવી આત્માના સ્વભાવની અદ્ભુતતા છે. આવા આત્માના
અનુભવનો રસ તે જ પરમાર્થે અદભુત રસ છે. આવો અનુભવ વિકલ્પ વડે ન
થાય. વિકલ્પવડે જણાય એવો આત્માનો સ્વભાવ નથી; વિકલ્પથી પર એવા
સ્વસંવેદનજ્ઞાનથી આત્મા જણાય છે, ને એ રીતે જાણતાં પરમ સુખ પ્રગટે છે.
વિકલ્પ વગર ત્રણકાળ ત્રણલોકને જાણી લ્યે એવી તાકાત આત્મામાં છે, ને એવા
આત્માની અનુભૂતિ પણ વિકલ્પ વગરની છે. આત્મા પોતાના અનંત ગુણરૂપી
સ્વ–ઘરમાં સ્થિત રહીને નિર્મળપરિણતિના આનંદને ભોગવે છે. બ્રહ્મસ્વરૂપ
આત્માના આનંદને ભોગવતો, ધર્મી સ્વગુણની રક્ષા કરે છે, ઉપયોગના વેપારને
અંતરમાં જોડે છે ને સ્વભાવનું સેવન કરીને અનંતગુણનો વૈભવ પ્રાપ્ત કરે છે
એટલે કે પર્યાયમાં પ્રગટપણે અનુભવે છે.

PDF/HTML Page 13 of 45
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
જુઓ ભાઈ, આ તો અંતરમાં બિરાજમાન ચૈતન્યરાજાના વૈભવની વાત
છે. દુનિયામાં રાજા કેવો ને તેનો વૈભવ કેવો, ક્યાં લડાઈ થઈ ને કોણ જીત્યું એ
બહારનું જાણવાનો જીવને કેવો રસ છે? પણ અરે ચેતનરાજ! તારો પોતાનો
વૈભવ કેવો અપાર છે તે તો જાણ! તેની વાત તો ઉત્સાહથી સાંભળ! જગતમાં
સૌથી મોટો મહિમાવંત ચેતનરાજા તું છો, તારા અચિંત્ય ચૈતન્યવૈભવની પાસે
ચક્રવર્તીના રાજનીયે કાંઈ કિંમત નથી. અનંત ગુણનો અચિંત્યવૈભવ તારા
અસંખ્યપ્રદેશી સ્વરાજમાં સર્વત્ર ઠાંસી ઠાંસીને ભરપૂર ભર્યો છે. અનંતગુણને
રહેવા માટે ક્ષેત્ર પણ અનંત હોવું જોઈએ–એવું કાંઈ નથી. જેમ અનંતાનંતપ્રદેશી
આકાશમાં તેના અનંતા ગુણો રહેલા છે તેમ એકપ્રદેશી પરમાણુમાં પણ તેના
અનંતગુણો રહેલા છે. અનંતપ્રદેશી આકાશ કે એકપ્રદેશી પરમાણુ–બંનેનું અસ્તિત્વ
પોતપોતાના અનંતગુણથી પરિપૂર્ણ છે. આકાશનું ક્ષેત્ર મોટું માટે તેનું સામર્થ્ય
મોટું ને પરમાણુનું ક્ષેત્ર નાનું માટે તેનું સામર્થ્ય ઓછું–એમ ક્ષેત્ર ઉપરથી શક્તિનું
માપ નથી. નાનામાં નાનો પરમાણુ ને મોટામાં મોટું આકાશ–એ બંનેનું અસ્તિત્વ
પોતપોતાના સ્વભાવમાં પરિપૂર્ણ છે. તેમ આત્મા અસંખ્યપ્રદેશી સ્વક્ષેત્રમાં
અનંતાગુણ–સ્વભાવોથી પરિપૂર્ણ છે.
જુઓ તો ખરા, વસ્તુનો અચિંત્યસ્વભાવ! અચિંત્ય વસ્તુસ્વભાવમાંથી
સુખનાં ઝરણાં ઝરે છે. આત્મા અસંખ્યપ્રદેશી (આખા લોકના જેટલા પ્રદેશો છે
તેટલા પ્રદેશોવાળો), તેનો દરેક ગુણ પણ તેવડો જ અસંખ્યપ્રદેશી, ને તેની
પરિણતિમાં આનંદ વગેરેનો જે અંશ ખીલ્યો તે પણ તેવડો જ અસંખ્યપ્રદેશી છે.
દ્રવ્ય–ગુણ–ત્રિકાળ ને પરિણતિ એક સમયની છતાં ક્ષેત્ર બંનેનું સરખું છે. એક જ
ક્ષેત્રમાં અનંત ગુણો એકસાથે, છતાં એક ગુણ તે બીજો ગુણ નહિ; ક્ષેત્રથી ભિન્ન
નહિ પણ ભાવથી ભિન્ન છે. આવા ભિન્ન ભિન્ન અનંત ગુણોનું બેહદસામર્થ્ય
આત્મામાં ભરેલું છે. આવા આત્મવૈભવને જાણે (એટલે કે ભૂતાર્થ સ્વભાવને
જાણે) તો જૈનદર્શન જાણ્યું કહેવાય. આત્માના શુદ્ધસ્વભાવને અનુભવમાં લેવો તે
જ સર્વ જૈનસિદ્ધાંતનો સાર છે.
સુખ આત્માના સ્વભાવમાં સદાય ભર્યું છે; આવા ચૈતન્યસ્વભાવને જાણતાં
અનાકુળતા પ્રગટે છે, તે સુખશક્તિનું કાર્ય છે. પર્યાયે અંદરમાં જઈને,

PDF/HTML Page 14 of 45
single page version

background image
: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૧ :
સુખસમુદ્રમાં ડુબકી મારીને ચૈતન્યભગવાનનો ભેટો કર્યો, ત્યાં આનંદ પ્રગટ્યો.
અનાદિથી અજ્ઞાનભાવે રાગને ભેટતી તે પર્યાયમાં દુઃખ હતું. હવે આનંદસ્વભાવને
ભેટતાં જે સુખપરિણતિ પ્રગટી તેમાં આકુળતાનો અભાવ છે; અનંતગુણના રસનું
વેદન આનંદમાં સમાયેલું છે. આ રીતે શુદ્ધતાનો સદ્ભાવ ને અશુદ્ધતારૂપ
વ્યવહારનો અભાવ–આવો અનેકાન્તસ્વરૂપ આત્મા છે. આવા આત્માનું ભાન થાય
ત્યાં મુક્તિ થયે છૂટકો. જેમ બીજ ઊગી તે વધીને પૂર્ણિમા થયે છૂટકો, તેમ
સમ્યગ્દર્શન થતાં ભેદજ્ઞાનરૂપી બીજ ઊગી તે વધીને કેવળજ્ઞાન થયે જ છૂટકો. અહો,
ચૈતન્યગુણના ભંડારને એકવાર સ્પર્શે, નજરમાં લ્યે, ધ્યેયરૂપ કરે, તેનો ભેટો કરે,
લક્ષમાં લ્યે, રુચિ–પ્રતીત ને જ્ઞાન કરે, ત્યાં અપૂર્વ આનંદનો અંશ પ્રગટે ને તે વધીને
પૂર્ણ આનંદરૂપ મોક્ષદશા થાય. એકવાર રાગથી ભિન્ન થઈને જ્ઞાનનો સમ્યક્ અંશ
પ્રગટ્યો ત્યાં રાગનો સર્વથા અભાવ કરીને અલ્પકાળમાં કેવળજ્ઞાન લીધે છૂટકો.
આત્માને ઓળખે તેને મોક્ષ થયે છૂટકો.
અહીં કહે છે કે, થોડો આનંદ વધીને પૂરો આનંદ થાય, તેમાં બીજાની
બિલકુલ મદદ નથી, આનંદગુણ પોતે જ તેનું સાધન છે. આનંદના અનુભવરૂપ
ક્રિયાના છએ કારકો પોતામાં જ છે. વાહ, જુઓ તો ખરા! આત્મામાં આવા
સ્વભાવો ભર્યા છે. આ સ્વભાવ આનંદના દાતાર છે; એને જાણતાં આનંદ થાય છે.
આત્માનો આવો સ્વભાવ ખ્યાલમાં ને અનુભવમાં આવી શકે તેવો છે; સન્તોએ તે
પ્રગટ અનુભવમાં લઈને આ વાત પ્રસિદ્ધ કરી છે. પોતે જે વૈભવ અનુભવ્યો તે
જગતને દેખાડ્યો છે, ને પરાશ્રયની દીનતા ટાળી છે. ભાઈ, પરની સહાય વગર
તારો આનંદ પ્રગટે છે ને પરની સહાય વગર જ તે વધીને પૂરો થાય છે; તેમાં
શરીરની, રાગની કે બીજા કોઈની મદદ નથી. કેવળજ્ઞાન ને પૂર્ણ આનંદ પ્રગટે એવા
સામર્થ્યનો પિંડ તું પોતે છો. અંતર્મુખ થઈને પોતે પોતાના આવા સ્વભાવને પ્રત્યક્ષ
કરી શકે છે. ને આવા સ્વસંવેદનવડે આત્માનો અચિંત્ય વૈભવ ખુલે છે.
અરે, તારા ભંડારમાં આનંદ ભર્યો છે ને તને તે ખોલતાં નથી આવડતું!
અંતરમાં દ્રષ્ટિ કરીને તારા આત્માના અચિંત્ય વૈભવને ખોલ; શક્તિમાં ભર્યું છે તેને
વ્યક્ત કર. એ માટે તારે બહાર ક્યાંય જોવું પડે તેમ નથી, બીજા

PDF/HTML Page 15 of 45
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
કોઈની મદદ લેવી પડે તેમ નથી. આનંદના ભંડાર ભર્યા છે તે કેમ ખૂલે–એ વાત
કુંદકુંદાચાર્યદેવ વગેરે સન્તોએ પ્રસિદ્ધ કરી છે. જેમ કોઠારમાં ભરેલું અનાજ કાણું પાડીને
બહાર કાઢે છે, અંદર ભર્યું છે તે જ બહાર આવે છે, તેમ આ અખંડ ચૈતન્યકોઠી અનંત
ગુણના ભંડારથી ભરેલી છે, તેના શ્રદ્ધાજ્ઞાન વડે તે પર્યાયમાં પ્રગટ થાય છે...ને પછી તે
વધીને પૂર્ણ થાય છે.
જ્યાં આત્માનું સમ્યગ્જ્ઞાન થાય ત્યાં સુખ પણ ભેગું હોય જ; જ્ઞાનના
પરિણમનની સાથે અનંતશક્તિઓ ભેગી પરિણમે છે. આનંદ વગરનું જ્ઞાન હોય નહિ.
આનંદ વગરનું જ્ઞાન તે સાચું જ્ઞાન નથી. ને જ્ઞાન વગર આનંદ હોતો નથી. આમ જ્ઞાન–
આનંદ વગેરે શક્તિઓનું નિર્મળ પરિણમન આત્માના જ્ઞાનમાત્ર ભાવમાં ઉલ્લસી રહ્યું
છે.
નિર્ણય
અને
અનુભવ

પ્ર: મતિ–શ્રુતજ્ઞાનમાં આત્માને પ્રત્યક્ષ કરવાની તાકાત છે?
ઉ: હા, સ્વસંવેદનવડે આત્માને પ્રત્યક્ષ કરવાની મતિ–શ્રુતજ્ઞાનમાં પણ તાકાત
છે.
પ્ર: આત્માનો ખરો નિર્ણય ક્યારે કહેવાય?
ઉ: આત્માનો ખરો નિર્ણય તેને કહેવાય કે જે નિર્ણયના બળે વિકલ્પ તૂટીને જરૂર
અનુભવ થાય.
પ્ર: નિર્ણય પછી અનુભવમાં કેટલું અંતર રહે?
ઉ: કોઈને અંતર્મુહૂર્તમાં પણ અનુભવ થઈ જાય છે.
રાજકોટ–ચર્ચામાંથી

PDF/HTML Page 16 of 45
single page version

background image
: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૩ :
જ્ઞાનીને ઓળખવાનું ચિહ્ન

ભેદજ્ઞાન માટે જેને અંતરમાં જિજ્ઞાસા
જાગી છે અને ભેદજ્ઞાન માટેનો જે અભ્યાસ કરે
છે એવો શિષ્ય પૂછે છે કે પ્રભો! આત્મા
જ્ઞાનસ્વરૂપ થયો તે કઈ રીતે ઓળખાય?
આત્મા ભેદજ્ઞાની થયો તે કઈ રીતે ઓળખાય?
જ્ઞાનીને ઓળખવાનું ચિહ્ન શું? અનાદિથી
આત્મા વિકારરૂપ થયો થકો અજ્ઞાની હતો, તે
અજ્ઞાન ટાળીને આત્મા જ્ઞાની થયો તે ક્યા
ચિહ્નથી ઓળખાય?–તે સમજાવો.
જુઓ, આ જ્ઞાનીને ઓળખવાની ધગશ!
આવી ધગશવાળા શિષ્યને આચાર્યદેવ જ્ઞાનીનું
ચિહ્ન ઓળખાવે છે.

જે આત્મા જ્ઞાની થયો તે પોતાને એક જ્ઞાયકસ્વભાવી જ જાણતો થકો જ્ઞાનભાવે
જ પરિણમે છે, ને વિકારના કે કર્મના કર્તાપણે તે પરિણમતો નથી. આ જ્ઞાનીનું ચિહ્ન છે.
જુઓ, આ જ્ઞાનીને ઓળખવાનું ચિહ્ન! આવાં ચિહ્નથી જ્ઞાનીને ઓળખે તેને
ભેદજ્ઞાન થયા વગર રહે નહિ, એટલે તે પોતે પણ જ્ઞાની થઈ જાય.
અહીં જ્ઞાનપરિણામને જ જ્ઞાનીનું ચિહ્ન કહ્યું; જ્ઞાનીનું ચિહ્ન તો જ્ઞાનમાં હોય,
કાંઈ શરીરમાં કે રાગમાં જ્ઞાનીનું ચિહ્ન ન હોય. શરીરની અમુક ચેષ્ટાવડે કે રાગવડે
જ્ઞાની ઓળખાતા નથી, જ્ઞાની તો તેનાથી ભિન્ન છે. માટે આચાર્યદેવ કહે છે કે હે
શિષ્ય! જે જીવ જ્ઞાનને અને રાગને એકમેક નથી કરતો પણ જુદા જ જાણે છે, જુદા
જાણતા થકો રાગાદિનો કર્તા થતો નથી પણ જ્ઞાતા જ રહે છે ને જ્ઞાનપરિણામનો જ કર્તા
થઈને પરિણમે છે, તેને તું જ્ઞાની જાણ.

PDF/HTML Page 17 of 45
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
વ્યાપ્ય–વ્યાપકપણાના સિદ્ધાંત ઉપર અહીં જ્ઞાનીની ઓળખાણ કરાવી છે.
જ્ઞાનપરિણામની સાથે જેને વ્યાપ્ય–વ્યાપકપણું છે તે જ્ઞાની છે; વિકાર સાથે જેને
વ્યાપ્ય–વ્યાપકપણું છે તે અજ્ઞાની છે. વ્યાપ્ય–વ્યાપકપણું એક સ્વરૂપમાં જ હોય,
ભિન્નસ્વરૂપમાં ન હોય; એટલે જેને જેની સાથે એકતા હોય તેને તેની જ સાથે
વ્યાપ્ય–વ્યાપકપણું હોય, અને તેની જ સાથે કર્તાકર્મપણું હોય. જ્ઞાની જ્ઞાન સાથે જ
એક્તા કરીને તેમાં જ વ્યાપતો થકો તેનો કર્તા થાય છે, એટલે જ્ઞાનરૂપ કાર્યથી
જ્ઞાની ઓળખાય છે. આવો જ્ઞાની વિકાર સાથે એક્તા કરતો નથી, તેમાં તે વ્યાપતો
નથી ને તેનો તે કર્તા થતો નથી. આ રીતે જ્ઞાનને વિકાર સાથે એકતા નથી.
જ્ઞાનીનું આવું લક્ષણ જે જીવ ઓળખે તેને ભેદજ્ઞાન થાય, તેને વિકારનું કર્તૃત્વ ઊડી
જાય અને જ્ઞાનમાં જ એકતારૂપે પરિણમતો થકો તે જ્ઞાની થાય. ભેદજ્ઞાન વગર
જ્ઞાનીની સાચી ઓળખાણ થતી નથી.
જેમ ઘડાને અને માટીને એકતા છે, પરંતુ ઘડાને અને કુંભારને એક્તા નથી, તેમ
જ્ઞાનપરિણામને અને આત્માને એક્તા છે; પરંતુ જ્ઞાનપરિણામને અને રાગને કે કર્મને
એક્તા નથી; એટલે જ્ઞાનપરિણામ વડે જ જ્ઞાનીનો આત્મા ઓળખાય છે;
જ્ઞાનપરિણામને રાગથી ભિન્ન ઓળખતાં, પોતામાં પણ જ્ઞાન અને રાગની ભિન્નતાનું
વેદન થઈને, જ્ઞાનપરિણામ સાથે અભેદ એવો પોતાનો આત્મા ઓળખાય છે. જ્ઞાનીને
ઓળખવાનું પ્રયોજન તો પોતાના આત્માની ઓળખાણ કરવી તે જ છે. જેણે ભેદજ્ઞાન
કરી લીધું છે એવા જીવોની ઓળખાણ વડે આ જીવ પોતામાં પણ એવું ભેદજ્ઞાન કરવા
માંગે છે. સામા જ્ઞાનીના આત્મામાં જ્ઞાન અને રાગને જુદા ઓળખે તે જીવ પોતામાં
પણ જ્ઞાન અને રાગને જરૂર જુદા ઓળખે, એટલે તેને જરૂર ભેદજ્ઞાન થાય. ભેદજ્ઞાન
થતાં આ જીવ સકળ વિકારના કર્તૃત્વરહિત થઈને જ્ઞાયકપણે શોભે છે. વિકારના
કર્તૃત્વમાં તો જીવની શોભા હણાય છે, ને ભેદજ્ઞાનવડે તે કર્તૃત્વ છૂટતાં આનંદમય
જ્ઞાનપરિણામથી જીવ શોભી ઊઠે છે. આવા જ્ઞાનપરિણામ તે જ જ્ઞાનીને ઓળખવાની
નિશાની છે.
જુઓ, આ જ્ઞાનીને ઓળખવાની રીત! અહા! જ્ઞાનીની ઓળખાણની રીત
આચાર્યદેવે અદ્ભુત બતાવી છે. આ રીતથી જ્ઞાનીને જે ઓળખે તે પોતે જ્ઞાની થયા
વિના રહે નહિ, એવી આ ઓળખાણ છે. આ ઓળખાણ એ જ ધર્મની મોટી ખાણ

PDF/HTML Page 18 of 45
single page version

background image
: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : ૧પ :
છે. આ રીતથી જેણે જ્ઞાનીને ઓળખ્યા તેણે જ જ્ઞાનીની ખરી નીકટતા કરી, જેવો
જ્ઞાનીનો ભાવ છે તેવો જ ભાવ તેણે પોતામાં પ્રગટ કર્યો એટલે ભાવ અપેક્ષાએ
તેને જ્ઞાની સાથે એક્તા થઈ. બાકી ક્ષેત્રથી ભલે નજીક રહે પણ જો
જ્ઞાનપરિણામથી જ્ઞાનીને ન ઓળખે, ને પોતામાં જ્ઞાનપરિણામ પ્રગટ ન કરે, તો
તે ખરેખર ‘જ્ઞાની’ ની નજીક નથી રહેતો, જ્ઞાનીના ભાવથી તે ઘણો દૂર છે.
જ્યારે જીવ ભેદજ્ઞાન કરે છે ત્યારે તે આસ્રવોથી પાછો વળે છે એટલે કે
બંધભાવથી છૂટીને મોક્ષમાર્ગ તરફ વળતો જાય છે. દુઃખમય એવા આસ્રવો, અને
સુખરૂપ એવો જ્ઞાનસ્વભાવ–એ બંને ભિન્ન છે, એવું ભેદજ્ઞાન કરનાર જીવ તે ક્ષણે
જ જ્ઞાનસ્વભાવ સાથે એક્તા કરીને આસ્રવોથી છૂટો પડે છે.–આવા
જ્ઞાનપરિણામનું નામ ભેદજ્ઞાન છે. તેના વડે જ જ્ઞાની ઓળખાય છે.
તે જ્ઞાની ધર્માત્મા જાણે છે કે હું પરથી ભિન્ન એક છું, વિકારરહિત શુદ્ધ છું,
ને જ્ઞાન–દર્શનથી પરિપૂર્ણ છું. જ્ઞાનથી ભિન્ન જે કોઈ ભાવો છે તે હું નથી.–આ
રીતે તે ભેદજ્ઞાની ધર્માત્મા અસાર અને અશરણ એવા સંસારથી પાછો વળીને
પરમ સારભૂત અને શરણરૂપ પોતાના સ્વભાવ તરફ વળે છે; એટલે સ્વભાવ
તરફ વળેલા જ્ઞાનપરિણામને જ તે કરે છે, જ્ઞાનપરિણામ સિવાય બીજા કોઈ
ભાવનો કર્તા તે થતો નથી, તેને તો પોતાથી ભિન્ન જાણીને તે તેનો જ્ઞાતા જ રહે
છે.
આચાર્યદેવ પ્રમોદથી કહે છે કે અહીંથી એટલે કે જ્યારથી ભેદજ્ઞાન થયું
ત્યારથી જગતનો સાક્ષી પુરાણ પુરુષ પ્રકાશમાન થયો. ભેદજ્ઞાન થતાં જ ચૈતન્ય
ભગવાન આત્મા પોતાના જ્ઞાનપરિણામથી ઝળહળી ઊઠ્યો.
આટલી વાત કરી કે તરત જ જિજ્ઞાસુ શિષ્યને પ્રશ્ન ઊઠ્યો કે પ્રભો! આવા
જ્ઞાનીને કઈ રીતે ઓળખવા? ચૈતન્ય ભગવાન ઝળહળી ઊઠ્યો તેને કઈ રીતે
ઓળખવો? ખરેખર શિષ્ય પોતે આવું ભેદજ્ઞાન પ્રગટ કરવા તૈયાર થયો છે,
એટલે હું પણ આવું ભેદજ્ઞાન કઈ રીતે પ્રગટ કરું! એવી ધગશથી તેને પ્રશ્ન ઊઠ્યો
છે.
ત્યારે આચાર્યદેવ તેને કહે છે કે જ્ઞાની પોતાના જ્ઞાનમય પરિણામને જ કરે
છે, જ્ઞાનમય પરિણામનું જ કર્તાપણું–તે જ્ઞાનીનું ચિહ્ન છે. તે જ્ઞાનીની નિશાની છે;

PDF/HTML Page 19 of 45
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
જેમ મોટા રાજામહારાજાઓને ધજામાં ચિહ્ન હોય છે, તે ચિહ્ન ઉપરથી તે ઓળખાય છે,
જ્ઞાની ધર્માત્મા તો રાજાનો પણ રાજા છે, તેની ધજાનું કાંઈ ચિહ્ન ખરું? તો કહે છે કે હા;
રાગાદિના અકર્તાપણારૂપ જે જ્ઞાનપરિણામ તે જ જ્ઞાનીની ધર્મધજાનું ચિહ્ન છે, તે
ચિહ્નવડે જ્ઞાની–રાજા ઓળખાય છે. અને આ રીતે જ્ઞાનપરિણામવડે જ્ઞાનીને
ઓળખનાર જીવ પોતે પણ તે કાળે જ્ઞાનસ્વરૂપ થઈને, કર્તૃત્વ રહિત થયેલો શોભે છે.
આ રીતે સમ્યગ્દ્રષ્ટિ જીવનું ચિહ્ન બતાવ્યું. ‘વાહ! ભારે અદ્ભુત વાત કરી છે, જે
જાગીને જુએ તેને જણાય તેવું છે.’
(સમયસાર ગાથા ૭પ ઉપરના પ્રવચનોમાંથી)
સંસારમેં જન્મ–મરણ તો હુઆ હી કરતા હૈ.
જન્મમરણસે બચના હો તો સંસારમેં નહીં રહના ચાહીએ.
દૂસરોંકે મરણસે તું દુઃખી હોતા હૈ લેકિન પહલે
તેરી આત્માકો તો મરણસે છૂડા.
અશરીરી આત્માકી ભાવના કરના
યહી જન્મ–મરણસે છૂટનેકી રાહ હૈ.
શાંતિ
આત્માની શાંતિ જોઈતી હોય તો સન્તો તને આ
એક મંત્ર આપે છે કે તારો આત્મા શુદ્ધ પરમાત્મા છે તેને
ઉપાદેય કરીને તેનું જ રટણ કર. આ જગતમાં કાંઈ પણ
શરણ હોય ને ક્યાંય પણ સુખ હોય તો તે શુદ્ધાત્મામાં જ છે;
બીજું કાંઈ શરણ નથી ને બીજે ક્યાંય કિંચિત્ સુખ નથી.
માટે તારા શુદ્ધાત્માને દેહાદિથી અત્યંત ભિન્ન ઓળખ, તેનો
આશ્રય કરીને તેનું શરણ લે, તેને ઉપાદેય કરીને તેમાં
જ્ઞાનને જોડ.–એમાં પરમ શાંતિ છે.
*

PDF/HTML Page 20 of 45
single page version

background image
: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૭ :
(લેખાંક : પ૦)
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત સમાધિશતક ઉપર પૂજ્યશ્રી
કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
આત્મધર્મના ઘણા જિજ્ઞાસુ પાઠકો તરફથી સહેલા લેખોની માંગણી
થતાં, ૧૨પ માસ પહેલાં (અંક ૧પ૮થી) શરૂ કરવામાં આવેલી આ સહેલી
લેખમાળા હવે પૂર્ણતાની નજીક પહોંચી રહી છે. સૌને પસંદ પડેલી આ
લેખમાળા એ સમાધિશતક ઉપરનાં પ્રવચનો છે. સમાધિશતકના રચનાર શ્રી
પૂજ્યપાદસ્વામી લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં (છઠ્ઠી–સાતમી શતાબ્દિમાં)
થઈ ગયેલા મહાન દિગંબર સંત છે; તેમનું બીજું નામ ‘દેવનંદી’ હતું; તેઓ
પણ વિદેહક્ષેત્રે સીમંધરભગવાન પાસે ગયેલા એવો ઉલ્લેખ શિલાલેખોમાં છે.
તત્ત્વાર્થસૂત્ર ઉપર ‘સર્વાર્થસિદ્ધ’ જેવી મહાન ટીકા, તથા જૈનેન્દ્ર–વ્યાકરણ
વગેરે મહાન ગ્રંથો તેમણે રચ્યા છે. તેમની અગાધબુદ્ધિને લીધે મુનિઓએ
તેમને ‘જિનેન્દ્રબુદ્ધિ’ કહ્યા છે.–આવા આચાર્યના સમાધિશતક ઉપરનાં આ
પ્રવચનો આપ દશ વર્ષથી વાંચી રહ્યા છો.–સં.
અવ્રત અને વ્રત બંનેનો ત્યાગ કરવાથી શું થાય છે?–એમ પૂછવામાં આવતાં
આચાર્યદેવ કહે છે કે એ બંનેના ત્યાગથી આત્માને પરમપ્રિય હિતકારી ઈષ્ટ એવા સુંદર
પરમપદની પ્રાપ્તિ થાય છે.–
यदन्तर्जल्पसंपृक्तमुत्प्रेक्षा –जालमात्मनः।
मूलं दुःखस्य तन्नाशे शिष्टमिष्टं परं पदम्।। ८५।।
અંતરમાં અનેક પ્રકારના સંકલ્પ–વિકલ્પોરૂપ જે કલ્પનાજાળ છે તે જ આત્માને
દુઃખનું મૂળ છે; ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતાવડે તેનો નાશ કરતાં પોતાના પ્રિય હિતકારી
એવા પરમપદની પ્રાપ્તિ થાય છે–એમ જિનદેવે કહ્યું છે.
સંતો કહે છે કે ‘નિર્વિકલ્પરસ પીજીયે’ ...એટલે પોતાના ચિદાનંદમય પરમ
અતીન્દ્રિય સ્વરૂપનું નિર્વિકલ્પ વેદન કરવું તે જ આનંદ