Atmadharma magazine - Ank 285
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૪
સળંગ અંક ૨૮૫
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
૨૮પ
ન ક્ક ર ભૂ મિ કા
‘નિર્ણય’ તે ધર્મની નક્કર ભૂમિકા છે; પણ આ
નિર્ણય કેવો?–એકલા શ્રવણથી થયેલો નહિ પણ
અંતરમાં આત્માને સ્પર્શીને થયેલો અપૂર્વ નિર્ણય; તે
નિર્ણય એવો કે કદાચ દેહનું નામ તો ભૂલી જાય પણ
નિજસ્વરૂપને ન ભૂલે; દેહનો પ્રેમી મટીને ‘આત્મપ્રેમી’
થયો, તે કદાચ દેહનું નામ તો ભૂલશે પણ આત્માને નહીં
ભૂલે. પોતાના જ્ઞાનની નિર્મળતામાં પોતાનો ફોટો એવો
પડી ગયો કે જે કદી ન ભૂંસાય. જેણે આવો નિર્ણય ક્્ર્યો
તે જરૂર શુદ્ધાત્માનો અનુભવ કરીને મોક્ષ પામશે.
મંદરાગ તે કાંઈ આ નિર્ણયનું સાધન નથી, પણ
જ્ઞાન અને વીર્યનો અંતર્મુખી ઉત્સાહ જ આનું સાધન છે.
જ્ઞાન અને રુચિના અંતર્મુખ થવાના ઉત્સાહના બળે
મિથ્યાત્વાદિ ક્ષણેક્ષણે તૂટતા જાય છે.
(પ્રવચન ઉપરથી)
વીર સં. ૨૪૯૩ અષાડ (લવાજમ: ત્રણ રૂપિયા) વર્ષ ૨૪: અંક ૯

PDF/HTML Page 3 of 45
single page version

background image
બે....ચિત્રો
નીચે આપેલ ચિત્રમાં ભગવાન છે, તે કયા ભગવાન છે? અને
હાથ જોડીને એક મુનિ ઊભા છે તે કોણ છે? ધોડેસવાર રાજકુમારોને
શું કહે છે? ને આ રાજકુમારો કોણ છે? તે ઓળખી કાઢો.
નીચેના ચિત્રમાં એક સરસ મજાના તીર્થધામનું દ્રશ્ય છે; ત્યાં
એક તીર્થંકર ભગવાનનું જન્મધામ છે. એક ઉત્તમ દિવસે હાલમાં
ગુરુદેવ સાથે આપણે તે તીર્થની યાત્રા પણ કરી આવ્યા...ને તે
દિવસે સાંજે વરસાદ પણ આવ્યો હતો.–યાદ કરો એ તીર્થધામને!

PDF/HTML Page 4 of 45
single page version

background image
: અષાડઃ૨૪૯૩ આત્મધર્મ : ૧ :
વાર્ષિક લવાજમ
વીર સં. ૨૪૯૩
ત્રણ રૂપિયા અષાડ
* વર્ષ ૨૪ : અંક ૯ *
_________________________________________________________________
ચૈતન્યને સાધવાનો
ઉત્સાહ
* * *
જેને ચૈતન્યને સાધવાનો ઉત્સાહ છે તેને
ચૈતન્યના સાધક ધર્માત્માને દેખતાં પણ ઉત્સાહ અને
ઉમળકો આવે છે: અહા! આ ધર્માત્મા ચૈતન્યને કેવા
સાધી રહ્યા છે! એમ તેને પ્રમોદ આવે છે, અને હું પણ
આ રીતે ચૈતન્યને સાધું–એમ તેને આરાધનાનો ઉત્સાહ
જાગે છે. ચૈતન્યને સાધવામાં હેતુભૂત એવા સંત
ગુરુઓને પણ તે આત્માર્થી જીવ સર્વ પ્રકારની સેવાથી
રીઝવે છે ને સંત–ગુરુઓ તેના ઉપર પ્રસન્ન થઈને તેને
આત્મ–પ્રાપ્તિ કરાવે છે. સંત ધર્માત્મા જે રીતે ચૈતન્યને
સાધવાનું કહે છે તે રીતે સમજીને પોતે સર્વ ઉદ્યમથી
ચૈતન્યને જરૂર સાધે છે.
“અહા, મને મારા આત્માની પ્રાપ્તિ કરાવનાર
સંત મળ્‌યા; હવે મારા સંસારદુઃખ ટળશે ને મને
મોક્ષસુખ મળશે”–આવા ઉલ્લાસ અને વિશ્વાસપૂર્વક
ઉદ્યમ કરીને મોક્ષાર્થી જીવ આત્માને જરૂર સાધે છે.
(૧૦૦ રત્નોના સંગ્રહમાંથી)

PDF/HTML Page 5 of 45
single page version

background image
: : આત્મધર્મ : અષાડ : ૨૪૯૩
આત્માર્થિતાની પુષ્ટિ, વાત્સલ્યનો વિસ્તાર, દેવ–ગુરુ–
ધર્મની સેવા અને બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સીંચન,–આ
આપણા આત્મધર્મના ઉદ્દેશો છે, અને તેને અનુલક્ષીને
અવારનવાર લેખો આત્મધર્મમાં પ્રસિદ્ધ થતા રહે છે. તે–
અનુસાર વાત્સલ્યને લગતા કેટલાક લેખો પણ પ્રગટ થઈ ચૂકયા
છે. ધર્મના પ્રેમીને ધર્મપ્રસંગમાં વાત્સલ્ય જરૂર આવે છે. એ
હર્ષનો વિષય છે કે સન્તજનોના પ્રતાપે જ્ઞાનભાવનાની સાથે
સાથે વાત્સલ્યભાવના પણ આજે વિસ્તરી રહી છે. ધર્મીના
વાત્સલ્યભરેલા બે શબ્દો પણ સંસારના સર્વ દુઃખોને ભૂલાવી
દેવા માટે અમોઘ ઔષધ છે, ને ધર્મસાધનામાં તે ઉત્સાહ પ્રેરે છે.
આવા વાત્સલ્યધર્મનું વર્ણન ગુરુદેવની પ્રેરણાથી અહીં
આપવામાં આવ્યું છે. શ્રી સમંતભદ્રસ્વામીરચિત રત્નકરંડ–
શ્રાવકાચારની ટીકામાં પં. સદાસુખદાસજીએ ૧૬ ભાવનાઓનું
જે વિસ્તૃત વર્ણન કર્યું છે તેમાંથી વાત્સલ્યભાવનાનું ભાષાંતર
અહીં આપવામાં આવ્યું છે...જે જિજ્ઞાસુહૃદયોમાં વાત્સલ્યને પુષ્ટ
કરશે.–(સં.)
* * *
प्रवचन’ એટલે દેવ–ગુરુ–ધર્મ, તેમનામાં ‘वात्सल्य’ એટલે કે પ્રીતિભાવ, તેને
પ્રવચનવત્સલત્વ કહે છે.
ચારિત્રગુણયુક્ત, શીલના ધારક, પરમ સામ્યભાવ સહિત બાવીસ પરિષહને
સહન કરનાર, દેહમાં નિર્મમ, સમસ્ત વિષયોની વાંછાથી રહિત, આત્મહિતમાં ઉદ્યમી
તેમ જ પરનો ઉપકાર કરવામાં સાવધાન–એવા સાધુજનોના ગુણોમાં પ્રીતિરૂપ પરિણામ
તે વાત્સલ્ય છે.
તથા વ્રતોના ધારક ને પાપથી ભયભીત, ન્યાયમાર્ગી, ધર્મમાં અનુરાગી,
મંદકષાયી ને સંતોષી એવા શ્રાવક તેમ જ શ્રાવિકાઓના ગુણોમાં અને તેમની સંગતિમાં
અનુરાગ ધારણ કરવો તે વાત્સલ્ય છે.

PDF/HTML Page 6 of 45
single page version

background image
: અષાડ : ૨૪૯૩ આત્મધર્મ : ૩ :
વળી સ્ત્રીપર્યાયમાં વ્રતોની હદને પામેલા, અને ગૃહાદિક સમસ્ત પરિગ્રહ છોડી,
કુટુંબનું મમત્વ તજી, દેહમાં નિર્મમત્વ ધારણ કરી, પાંચ ઈન્દ્રિયોના વિષયો ત્યાગી, માત્ર
એક વસ્ત્રનો જ પરિગ્રહ રાખનારા, ભૂમિશયન–ક્ષુધા–તૃષા–શીત–ઉષ્ણ વગેરે પરિષહોને
સહનારા, ધ્યાન–સ્વાધ્યાય–સામાયિકાદિ આવશ્યકોથી યુક્ત, અર્જિકાની દીક્ષા ગ્રહણ
કરીને સંયમ સહિત વર્તે છે,–તેમના ગુણોમાં અનુરાગ તે વાત્સલ્ય છે.
તથા, જેઓ મુનિશ્વરોની જેમ વનમાં નિવાસ કરે છે, બાવીસ પરિષહ સહે છે,
ઉત્તમ ક્ષમાદિ દશધર્મના ધારક છે, દેહમાં નિર્મમ છે, પોતાના નિમિત્તે કરેલા ઔષધ
અન્નપાણી વગેરે ગ્રહણ કરતા નથી, એક વસ્ત્ર–કોપીન સિવાયના સમસ્ત પરિગ્રહના
ત્યાગી છે, એવા ઉત્તમ શ્રાવકોના ગુણોમાં અનુરાગ તે વાત્સલ્ય છે.
અને, દેવ–ગુરુ–ધર્મના સત્યાર્થ સ્વરૂપને જાણી જેઓ દ્રઢ શ્રદ્ધાની અને ધર્મમાં
રુચિના ધારક છે–એવા અવ્રતસમ્યગ્દ્રષ્ટિ પ્રત્યે પણ વાત્સલ્ય કરો.
આ સંસારમાં જીવ પોતાના સ્ત્રી–પુત્ર–કુટુંબ વગેરેમાં, તથા દેહમાં, ઈન્દ્રિય–
વિષયોના સાધનોમાં અનાદિથી અતિ અનુરાગી થઈને તેને અર્થે કપાય છે–મરે છે,
અન્યને મારે છે,–એવું મોહનું કોઈ અદ્ભુત માહાત્મ્ય છે! તે પુરુષ ધન્ય છે કે જે
સમ્યગ્જ્ઞાન વડે મોહને નષ્ટ કરીને આત્માના ગુણોમાં વાત્સલ્ય કરે છે. સંસારી પ્રાણી તો
ધનની લાલસાવડે અતિ આકુળ થઈને ધર્મના વાત્સલ્યને છોડી દે છે; અને સંસારીને
ધન વધતા અતિ તૃષ્ણા વધે છે; સમસ્ત ધર્મના માર્ગને તે ભૂલી જાય છે, અને
ધર્માત્માઓ પ્રત્યેનું વાત્સલ્ય દૂરથી જ છોડી દે છે. રાત–દિન ધનસંપદા વધારવા માટે
તેને એવો અનુરાગ વધે છે કે, લાખોનું ધન થઈ જાય તો કરોડોની વાંછા કરીને
આરંભ–પરિગ્રહને વધારતો પાપમાં પ્રવીણતા વધારે છે ને ધર્મના વાત્સલ્યને નિયમથી
છોડી દે છે. જ્યાં દાનાદિકમાં કે પરોપકારમાં ધન વાપરવાનો પ્રસંગ આવે ત્યાં તેને
દૂરથી જ ટાળી દે છે, અને બહુ–આરંભ બહુ–પરિગ્રહ તથા અતિ તૃષ્ણાવડે નજીક
આવેલા નરકવાસને દેખતો નથી. એમાંય પંચમકાળના ધનાઢયો તો (બહુધા) પૂર્વે
મિથ્યાધર્મ–કુપાત્રદાન–કુદાનના સેવનવડે એવા કર્મ બાંધીને આવ્યા છે કે (કુધર્મસેવનને
કારણે) નરક–તિર્યંચગતિની પરિપાટી અસંખ્યાત–અનંત કાળસુધી છૂટે નહીં; તેમના
તન–મન–વચન–ધન ધર્મકાર્યમાં લાગતા નથી; રાત–દિન તૃષ્ણા અને આરંભવડે તે
કલેશિત રહે છે; તેમને ધર્માત્મામાં

PDF/HTML Page 7 of 45
single page version

background image
: : આત્મધર્મ : અષાડ : ૨૪૯૩
અને ધર્મને ધારણ કરવામાં કદી વાત્સલ્ય આવતું નથી. અને ધનરહિત ધર્માત્માને પણ
તે પોતાથી નીચા માને છે.
માટે હે આત્મન્! હિતનો વાંછક થઈને, ધનસંપદાને મહામદની ઉપજાવનારી
જાણી, દેહને અસ્થિર દુઃખદાયી જાણી અને કુટુંબને મહા બન્ધન માની તેમની પ્રીતિ
છોડ, ને પોતાના આત્માનું વાત્સલ્ય કર. ધર્માત્મા પ્રત્યે, વ્રતી પ્રત્યે, તેમ જ સ્વાધ્યાયમાં
ને જિનપૂજનમાં વાત્સલ્ય કરો. સમ્યક્ચારિત્રરૂપી આભરણથી ભૂષિત એવા સાધુજનોનું
જે સ્તવન કરે છે, મહિમા કરે છે તેને વાત્સલ્યગુણ હોય છે, તે સુગતિને પામે છે ને
દુર્ગતિનો નાશ કરે છે.
વાત્સલ્યગુણના પ્રભાવથી જ સમસ્ત દ્વાદશાંગવિદ્યા સિદ્ધ થાય છે; કેમકે
સિદ્ધાંતસૂત્ર પ્રત્યે અને સિદ્ધાંતના ઉપદેશક ઉપાધ્યાય પ્રત્યે સાચી ભક્તિના પ્રભાવથી
શ્રુતજ્ઞાનાવરણ કર્મનો રસ સુકાઈ જાય છે ને સકલવિદ્યા સિદ્ધ થાય છે.
વાત્સલ્યગુણધારકને દેવ નમસ્કાર કરે છે અને વાત્સલ્યવડે અનેક પ્રકારની ઋદ્ધિઓ
પ્રગટે છે. ધર્મવાત્સલ્યવડે જ મંદબુદ્ધિ જીવોને પણ મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન ખીલે છે.
વાત્સલ્યના પ્રભાવથી પાપનો પ્રવેશ થતો નથી. તપ પણ વાત્સલ્ય વડે શોભે છે. તપમાં
ઉત્સાહ વગર તપ નિરર્થક છે. આ રીતે જિનેન્દ્રદેવનો માર્ગ વાત્સલ્યવડે જ શોભે છે.
વાત્સલ્યવડે શુભધ્યાન વૃદ્ધિ પામે છે, ને સમ્યગ્દર્શન નિર્દોષ થાય છે. વાત્સલ્યવડે જ
દીધેલું દાન કૃતાર્થ થાય છે; પાત્રમાં પ્રીતિ વગર તથા દેવામાં પ્રીતિ વગર દાન નિંદાનું
કારણ છે. વળી જિનવાણીમાં જેને વાત્સલ્ય હોય તેના વડે જ પ્રશંસાયોગ્ય સાચા
અર્થનો ઉદ્યોત થાય; જિનવાણી પ્રત્યે જેને વાત્સલ્ય ન હોય, વિનય ન હોય તેને સાચો
અર્થ સૂઝે નહીં, તે વિપરીત ગ્રહણ કરશે. આ મનુષ્યજન્મની શોભા વાત્સલ્યથી જ છે.
વાત્સલ્ય વગરનો જીવ બહુ મનોજ્ઞ આભરણ–વસ્ત્રાદિ ધારણ કરે તોપણ પદે પદે તે
નિંદાય છે. આ લોક સંબંધી યશનું, ધર્મનું ને ધનનું ઉપાર્જન વાત્સલ્યવડે જ થાય છે;
તથા પરલોક–સ્વર્ગલોકમાં મહર્દ્ધિક દેવપણું પણ વાત્સલ્યથી જ થાય છે. વાત્સલ્ય વગર
આ લોકનું સમસ્ત કાર્ય બગડી જાય તથા પરલોકમાં દેવાદિ ગતિ પામે નહીં.
અર્હન્તદેવ, નિર્ગ્રન્થગુરુ, સ્યાદ્વાદરૂપ પરમાગમ અને દયારૂપ ધર્મ પ્રત્યે જે
વાત્સલ્ય છે તે સંસારપરિભ્રમણનો નાશ કરીને નિર્વાણ પમાડે છે. તથા જિનમંદિરની
વૈયાવૃત્ય, જિનસિદ્ધાંતનું સેવન, સાધર્મીની વૈયાવૃત્ય અને ધર્મમાં અનુરાગ, દાન

PDF/HTML Page 8 of 45
single page version

background image
: અષાડ : ૨૪૯૩ આત્મધર્મ : પ :
દેવામાં પ્રીતિ–એ બધા ગુણો પણ વાત્સલ્યથી જ થાય છે. ષટ્કાય જીવોમાં જે વાત્સલ્ય
કરે છે તે જ ત્રણલોકમાં અતિશયરૂપ એવી તીર્થંકરપ્રકૃતિનું ઉપાર્જન કરે છે. માટે જેઓ
કલ્યાણના ઈચ્છુક છે તેઓ ભગવાન જિનેન્દ્રદેવના ઉપદેશેલા (સમ્યક્ત્વપૂર્વકના)
વાત્સલ્યગુણનો મહિમા જાણી આ ૧૬ મા વાત્સલ્યઅંગનું સ્તવન–પૂજન અને અર્ચન
કરે છે. તેઓ દર્શનની વિશુદ્ધિ પામીને તથા તપનું આચરણ કરીને અહમિન્દ્રાદિ
દેવલોકને પામીને પછી જગતના ઉદ્ધારક તીર્થંકર થઈ નિર્વાણને પામે છે.
સ્થિતિકરણ
“અહો, આવો પવિત્ર જૈનધર્મ! આવો અપૂર્વ
મોક્ષમાર્ગ! પૂર્વે કદી નહિ આરાધેલો આવો મોક્ષમાર્ગ! તેને
સાધીને હવે મોક્ષમાં જવાના ટાણાં આવ્યા છે...તો
આત્માર્થીને તેમાં પ્રમાદ કે અનુત્સાહ કેમ હોય? ઘોરાતિઘોર
ઉપદ્રવમાં પણ પૂર્વે અનેક સંતો મોક્ષમાર્ગથી ડગ્યા નથી,
અડગપણે આત્માના અવલંબને મોક્ષમાર્ગમાં ટકી રહ્યા
છે...ને મારે પણ એમનું જ અનુકરણ કરીને આત્માને
મોક્ષમાર્ગે લઈ જવાનો છે... સંસારના ઘોરતિઘોર દુઃખોથી
હવે આ આત્માને બસ થાઓ...” આમ સંવેગ–નિર્વેદ વગેરે
અનેક પ્રકારે આત્માને ઉત્સાહ જગાડીને, મોક્ષમાર્ગનો
મહિમા પ્રસિદ્ધ કરીને સમકિતી પોતાના આત્માને તેમ જ
બીજાના આત્માને મોક્ષમાર્ગમાં દ્રઢપણે સ્થિર કરે છે, એનું
નામ સ્થિતિકરણ છે.
ધર્માત્મા બીજા સાધર્મીને કદાચિત્ મોક્ષમાર્ગ પ્રત્યે
નિરૂત્સાહી થઈને ડગતો દેખે, તો તેના પ્રત્યે વાત્સલ્ય
બતાવીને તેને માર્ગ પ્રત્યે ઉત્સાહ જગાડે છે.–આવો
સ્થિતિકરણનો ભાવ ધર્મીને સહેજે આવી જાય છે.
(૧૦૦ રત્નોના સંગ્રહમાંથી)

PDF/HTML Page 9 of 45
single page version

background image
: : આત્મધર્મ : અષાડ : ૨૪૯૩
અત્યત મધર
ચતન્યરસ
તેને અનુભવનારા જ્ઞાની કેવા હોય?
(સાધકના અંતરની અનુભવદશાને ઓળખાવતું
એક ઘણું સુંદર ભાવવાહી પ્રવચન)
આ આત્મા અનાદિથી અજ્ઞાની વર્તે છે, તેને પોતાના સ્વભાવના સ્વાદનું અને
વિકારના સ્વાદનું ભેદજ્ઞાન નથી એટલે બંનેને એકમેકપણે અનુભવે છે; દેહથી
ભિન્નતાની વાત તો સ્થૂળમાં ગઈ, અહીં તો અંદરના અરૂપી વિકલ્પોથી પણ ચૈતન્યની
ભિન્નતા બતાવવી છે. અજ્ઞાનીને ભેદજ્ઞાનની શક્તિ બીડાઈ ગઈ છે; ભેદજ્ઞાન કરવાની
શક્તિ તો દરેક આત્મામાં છે પણ અજ્ઞાની તે શક્તિ પ્રગટ કરતો નથી, તેની તે શક્તિ
અનાદિથી બિડાઈ ગયેલી છે. આવા અજ્ઞાનને લીધે જ તે પોતાને અને પરને એકમેક
માને છે, જ્ઞાનને અને રાગને એકમેક અનુભવે છે. ‘હું ચૈતન્ય છું’–એવો સ્વાનુભવ
કરવાને બદલે ‘હું ક્રોધ છું, હું રાગ છું’–એમ તે અનુભવે છે અહો, દિવ્યધ્વનિ ચૈતન્યના
એકત્વસ્વભાવનો ઢંઢેરો વગાડે છે, ગણધરો–સંતો અને ચારે અનુયોગના શાસ્ત્રો
ભેદજ્ઞાનનો ઢંઢેરો પીટીને કહે છે કે ચૈતન્યસ્વભાવ તો અનાદ્યિ–અનંત, અકૃત્રિમ, નિર્મળ
વિજ્ઞાનઘન છે, ને રાગાદિભાવો તો ક્ષણિક, નવા, પરાશ્રયે ઉત્પન્ન થયેલા મલિન ભાવો
છે,–તેમને એકતા કેમ હોય?–ન જ હોય.–પણ અજ્ઞાની આવા વસ્તુસ્વભાવથી ભ્રષ્ટ
થઈને વારંવાર અનેક વિકલ્પરૂપે તદ્રુપ પરિણમતો થકો તેનો કર્તા પ્રતિભાસે છે.
અહીં તો તે કર્તાપણું છૂટવાની વાત સમજાવી છે. “રાગાદિનું કર્તાપણું અજ્ઞાનથી
જ છે”–એમ જે જીવ જાણે છે તે જીવ તે રાગાદિના કર્તૃત્વને અત્યંતપણે છોડે છે. મારા
ચૈતન્યસ્વભાવમાં રાગનું કર્તૃત્વ છે જ નહિ. રાગની ખાણ મારા ચૈતન્યમાં નથી, મારી
ચૈતન્યખાણમાં તો નિર્વિકલ્પ અનાકુળ શાંતરસ ભર્યો છે. શાંતરસનો સ્વાદ તે જ મારો
સ્વાદ છે, જે આકુળતા છે તે મારો સ્વાદ નથી, તે તો

PDF/HTML Page 10 of 45
single page version

background image
: અષાડ : ૨૪૯૩ આત્મધર્મ : ૭ :
રાગનો સ્વાદ છે–એમ બંનેના સ્વાદને અત્યંત ભિન્ન જાણતો થકો જ્ઞાની, ચૈતન્યને અને
રાગને એકસ્વાદપણે નથી અનુભવતો, પણ ચૈતન્યના સ્વાદને રાગથી જુદો જ અનુભવે
છે. ચૈતન્યના આનંદના નિધાનને પહેલાં અજ્ઞાનથી તાળાં દીધા હતા તે તાળાંને
ભેદજ્ઞાનરૂપી ચાવી વડે ખોલી નાંખ્યા, ચૈતન્યના આનંદનિધાનને ખુલ્લા કરીને તેનું
સ્વસંવેદન કર્યું. જ્યાં પોતાના નિજરસને જાણ્યો ત્યાં વિકારનો રસ છૂટી ગયો, તેનું
કર્તૃત્વ છૂટી ગયું. પહેલાં નિરંતર વિકારનો સ્વાદ લેતો તેને બદલે હવે નિરંતર
સ્વભાવના આનંદનો સ્વાદ લ્યે છે.
જુઓ, આ ચોથા ગુણસ્થાનવાળા સમકિતી ધર્માત્માની દશા! જે સાધક થયો, જે
મોક્ષના પંથે ચડયો, અંતરમાં જેને ચૈતન્યના ભેટા થયા, એવા ધર્માત્મા–જ્ઞાની
મતિશ્રુતજ્ઞાનથી ચૈતન્યના અતીન્દ્રિય આનંદનું સ્વસંવેદન કરે છે. અહા, જગતના રસથી
જુદી જાતનો ચૈતન્યનો રસ છે. ઈન્દ્રપદના વૈભવમાં પણ તે રસ નથી. સમકિતી ઈન્દ્રો
જાણે છે કે અમારા ચૈતન્યના અતીન્દ્રિય સ્વાદ પાસે આ ઈંદ્રપદ તો શું!–આખા જગતનો
વૈભવ પણ તૂચ્છ છે. ચૈતન્યનો રસ અત્યંત મધુર...અત્યંત શાંત! અત્યંત નિર્વિકાર...
જેના સંવેદનથી એવી તૃપ્તિ થાય કે આખા જગતનો રસ ઊડી જાય. શાં...ત........શાં...ત
ચૈતન્યનું મધુરું વેદન થયું ત્યાં આકુળતાજનક એવા કષાયોનું કર્તૃત્વ કેમ રહે?
કષાયોથી અત્યંત ભિન્નતાનું ભાન થયું. જુઓ, સ્વસન્મુખ થઈને આવા સ્વાદનું
સ્વસંવેદન કરવાની મતિ–શ્રુતજ્ઞાનની તાકાત છે. મતિશ્રુતને સ્વસન્મુખ કરીને ધર્માત્મા
આવા ચૈતન્યસ્વાદનું પ્રત્યક્ષ સ્વસંવેદન કરે છે.
અહા, જુઓ તો ખરા કેવા શાંતભાવો આચાર્યદેવે ભર્યા છે! અમૃતના સાગર
કેમ ઊછળે–તે વાત અમૃતચંદ્રાચાર્ય દેવે આ સમયસારમાં સમજાવી છે.
સાધકની અંદરની શું સ્થિતિ છે તેની જગતના જીવોને ખબર નથી; એના
હૃદયના ગંભીર ભાવો ઓળખવાનું સાધારણ જીવોને મુશ્કેલ પડે તેવું છે. સમજવા માગે
તો બધું સુગમ છે. આ ભાવો સમજે તો અમૃતના સાગર ઊછળે ને ઝેરનો સ્વાદ છૂટી
જાય. ભેદજ્ઞાનનો આ મહિમા છે. ભેદજ્ઞાન થતાં જ જીવની આવી દશા થાય છે. જ્ઞાની
ધર્માત્મા ચૈતન્યરસના સ્વાદ પાસે જગતના બધા સ્વાદ પ્રત્યે સદાય ઉદાસીન
અવસ્થાવાળો થયો છે, રાગાદિને પણ અત્યંત ઉદાસીન અવસ્થાવાળો રહીને માત્ર જાણે
જ છે, પણ તેનો કર્તા થતો નથી. આ રીતે જ્ઞાયકસ્વભાવને જ સ્વપણે અનુ–

PDF/HTML Page 11 of 45
single page version

background image
: : આત્મધર્મ : અષાડ : ૨૪૯૩
ભવતો જ્ઞાની નિર્વિકલ્પ–અકૃત્રિમ–એક વિજ્ઞાનઘનપણે પરિણમતો થકો અન્યભાવોનો
અત્યંત અકર્તા જ છે.–આવી દશાથી સાધક ઓળખાય છે. આવી અંતરદશાથી જ્ઞાનીને
ઓળખતાં અતિ આનંદ થાય છે ને વિકારમાં તન્મયબુદ્ધિરૂપ અજ્ઞાનનો નાશ થઈને
અપૂર્વ ભેદજ્ઞાન પ્રગટ થાય છે.
અંતરમાં અમૃતના સાગરમાં ડુબકી દઈને ધર્માત્માઓએ ચૈતન્યના
અજ્ઞાનથી જ વિકારનું કર્તાપણું છે, ને જ્ઞાનથી તે કર્તાપણાનો નાશ થાય છે–
આમ જે જીવ જાણે છે તે સકલ પરભાવનું કર્તૃત્વ છોડીને જ્ઞાનમય થાય છે. નિશ્ચયને
જાણનારા જ્ઞાનીઓએ એમ કહ્યું છે કે આત્મા અજ્ઞાનથી જ વિભાવનો કર્તા થાય છે.
જ્યાં ભિન્ન ચૈતન્યસ્વભાવનું ભાન થયું ત્યાં પોતાના શુદ્ધચૈતન્ય સિવાય બીજે ક્્યાંય
આત્મવિકલ્પ થતો નથી, એટલે તે જ્ઞાની સમસ્ત પરભાવને પોતાના સ્વભાવથી ભિન્ન
જાણતો થકો તેનું કર્તૃત્વ છોડી દે છે.
જુઓ, આ જ્ઞાનનું કાર્ય! જ્ઞાની થયો તે આત્મા પોતાના ચૈતન્યના ભિન્ન
સ્વાદને જાણે છે. જ્યાં ચૈતન્યના અત્યંત મધુર શાંતરસનો સ્વાદ જાણ્યો ત્યાં કડવા
સ્વાદવાળા કષાયોમાં આત્મબુદ્ધિ કેમ થાય? રાગાદિ ભાવો મારા સ્વભાવમાંથી ઉત્પન્ન
થયેલા છે–એમ જ્ઞાનીને જરાપણ ભાસતું નથી. શુદ્ધજ્ઞાનમય પરમ ભાવ જ તેને પોતાનો
ભાસે છે, તેથી શુદ્ધજ્ઞાનમય સ્વભાવના આધારે તેને નિર્મળ જ્ઞાનભાવોની જ ઉત્પત્તિ
થાય છે અને તેનો જ તે કર્તા થાય છે. વિકલ્પની ઉત્પત્તિ જ જ્યાં મારા જ્ઞાનમાં નથી તો
પછી તે વિકલ્પવડે જ્ઞાનની પુષ્ટિ થાય–એ વાત ક્્યાં રહી?–આથી જ્ઞાનીને જ્ઞાનથી
ભિન્ન સમસ્ત વિકલ્પોનું કર્તૃત્વ છૂટી ગયું છે. આ રીતે રાગના કર્તૃત્વરહિત એવા
જ્ઞાનપરિણમન વડે જ્ઞાની ઓળખાય છે.
(સ. ગા. ૯૭ ના પ્રવચનમાંથી)
*

PDF/HTML Page 12 of 45
single page version

background image
: અષાડ : ૨૪૯૩ આત્મધર્મ : ૯ :
તેમની આત્મિક–આરાધનાની પવિત્ર કથા
ભગવત્ જિનસેનસ્વામી રચિત મહાપુરાણના આધારે: લે. બ્ર. હરિલાલ જૈન
[લેખાંક–૧૪]
– * –
જેમના દશ અવતારની પવિત્રકથા હવે પૂર્ણતા તરફ
પહોંચી રહી છે એવા આપણા ચરિત્રનાયક ભગવાન ઋષભદેવ
જયવર્મા અને મહાબલના ભવમાં જૈનધર્મના સંસ્કાર પામ્યા;
ત્યાંથી લલિતદેવ થઈને પછી વજ્રજંઘ રાજા થયા ને વનમાં
મુનિઓને આહારદાન કર્યું. (તે વખતે ભરત–બાહુબલી વગેરેના
જીવોએ તથા ચાર તિર્યંચોએ તેની અનુમોદના કરી.) ત્યાંથી
ભોગભૂમિમાં ઉપજીને છ જીવો સમ્યગ્દર્શન પામ્યા. પછી
શ્રીધરદેવ, સુવિધિરાજા અને અચ્યુતઈન્દ્ર થઈને વજ્રનાભી
ચક્રવર્તી થયા...૧૧ મા ગુણસ્થાને દેહ છોડી સર્વાર્થસિદ્ધિમાં ગયા
ને પછી અયોધ્યામાં ઋષભદેવપણે અવતરીને
પુરિતમાલનગરીમાં કેવળજ્ઞાન પામ્યા છે, સમવસરણ રચાયું
છે...ચાલો, આપણે પણ ત્યાં પહોંચી જઈએ.
ભગવાન ઋષભદેવના કેવળજ્ઞાનના મંગલસમાચાર વિશ્વભરમાં પ્રસરી ગયા... ને
ભવ્ય જીવોના ટોળેટોળા સમવસરણ તરફ આવવા લાગ્યા. ભગવાનના કેવળજ્ઞાનનો ઉત્સવ
ઉજવવા અયોધ્યાથી રવાના થયેલી ભરત મહારાજાની સવારી ઠાઠમાઠ સહિત
પુરિતમાલનગરીમાં સમવસરણ સમીપ આવી પહોંચી. બધા કાર્યોમાં સૌથી પહેલું ધર્મનું કાર્ય
કરવું જોઈએ–એમ સમજનારા ભરતે, ચક્રરત્ન તથા પુત્રજન્મના ઉત્સવ પહેલાં ભગવાનના
કેવળજ્ઞાનની પૂજા કરવાનો નિશ્ચય કર્યો હતો. બાહુબલી વગેરે નાના ભાઈઓ, અનેક
રાણીઓ, પુત્રો, તથા મુખ્ય નગરજનો પણ સાથે હતા; આનંદનાં વાજાં વાગતા હતા.
ભરતરાજાએ પહેલાં સમવસરણની પ્રદક્ષિણા કરી ને માનસ્તંભની પૂજા કરીને આગળ
વધ્યા. આઠભૂમિ તથા ત્રણ કોટની આશ્ચર્યકારી શોભા નીહાળતા પીઠિકા પાસે પહોંચ્યા,

PDF/HTML Page 13 of 45
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૩
ધર્મચક્ર તથા ધર્મધ્વજનું પણ સન્માન કર્યું ને અતિશય ભક્તિપૂર્વક ભગવાન જિનેન્દ્ર–
દેવને દેખ્યા. અહા, અષ્ટ પ્રાતિહાર્યના વૈભવયુક્ત ભગવાનને નીહાળતાં મહા
આનંદપૂર્વક ભરતે તેમની પૂજા કરી અને બંને ઘૂંટણ જમીન પર રાખીને નમસ્કાર કર્યા;
તથા સ્તુતિ કરવા લાગ્યા: હે પ્રભો! આપ ધર્મના નાયક છો, આપ મોક્ષમાર્ગના નેતા
છો, આત્મસ્વરૂપને જાણનારાઓના આપ ધ્યેય છો. ઈન્દ્રિયો વિદ્યમાન હોવા છતાં આપ
અતીન્દ્રિય છો; વિષય–કષાયરહિત સંપૂર્ણ સુખ આપને પ્રગટ્યું છે. પ્રભો! આપ તો
અનંતગુણસમ્પન્ન છો, અમે અલ્પબુદ્ધિજીવો આપના પવિત્ર ગુણોનું સ્તવન કઈ રીતે
કરી શકીએ? આપના ગુણોની સ્તુતિ તો દૂર રહી, આપનું નામ પણ અમને પવિત્ર કરે
છે.–ઈત્યાદિ પ્રકારે ૧૦૮ નામોવડે સ્તુતિ કરી. હે પ્રભો! આપને જ ઈષ્ટદેવ માનીને અમે
આપની જ ઉપાસના કરીએ છીએ, ને આપે દેખાડેલો મોક્ષમાર્ગ ઉપાસીને મોક્ષ પ્રાપ્ત
કરવા ચાહીએ છીએ.
એ પ્રમાણે સ્તુતિ કરીને દેવો પણ જેને આશ્ચર્યથી જોઈ રહ્યા છે એવા તે
ભરતચક્રવર્તી શ્રીમંડપમાં જઈને મનુષ્યોની સભામાં અગ્રસ્થાને બેઠા. આખી સભા
તત્ત્વનું સ્વરૂપ જાણવાની ઈચ્છાથી ભગવાનની દિવ્ય વાણી સાંભળવા માટે હસ્તાંજલિ
જોડીને શાંત થઈ ગઈ. ત્યારે મહારાજા ભરતે વિનયપૂર્વક ભગવાનને પ્રાર્થના કરી: હે
ભગવાન! તત્ત્વો કેટલા છે? મોક્ષનો માર્ગ શું છે? ને તે માર્ગનું ફળ શું છે? હે શ્રેષ્ઠ
તત્ત્વવેત્તા! તે હું આપની પાસેથી સાંભળવા ચાહું છું.
ભગવાનની દિવ્યધ્વનિવડે ભરતક્ષેત્રમાં ધર્મવર્ષાનો પ્રારંભ
ભરતરાજનો પ્રશ્ન સમાપ્ત થતાં તીર્થંકર ભગવાન ઋષભદેવે અત્યંત ગંભીર
દિવ્યવાણી દ્વારા તત્ત્વોનું વિવેચન કર્યું. દિવ્યવાણી છૂટતી વખતે પણ ભગવાનના
મુખમાં કોઈ ફેરફાર (હોઠનું હલનચલન વગેરે) થતો ન હતો,–શું પદાર્થોને પ્રકાશીત
કરતી વખતે દર્પણમાં વિકાર થાય છે?–નહિ. પ્રયત્ન વિના સર્વાંગેથી એ
વીતરાગવાણીનો ધોધ વહેતો હતો. જેમ પર્વતની કોઈ ઊંડી ગૂંફામાંથી અવાજ આવતો
હોય એમ પ્રભુની દિવ્યધ્વનિ અતિ ગંભીર હતી. અહો, તીર્થંકરાદિ મહાપુરુષોનું યોગબળ
ને એમની પ્રભુતા કોઈ અચિન્ત્ય હોય છે!
સમવસરણ વચ્ચે દિવ્યધ્વનિમાં ભગવાને જીવાદિ છ દ્રવ્યોનું યથાર્થ સ્વરૂપ કહ્યું.
જગતમાં જીવ ને અજીવ એમ બે પ્રકારનાં દ્રવ્યો છે; જીવ પણ સંસારી ને મુક્ત એમ

PDF/HTML Page 14 of 45
single page version

background image
: અષાડ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૧ :
બે પ્રકારનાં છે. જેમાં ચેતના એટલે કે જાણવા–દેખવાની શક્તિ છે તે જીવ છે; તે
અનાદિ–અનંત છે, ઉત્પત્તિ–વિનાશરહિત છે, ઉપયોગસ્વરૂપ છે, સ્વકર્મનો કર્તા છે, તેના
શુભાશુભ ફળનો ભોક્તા છે, શરીરપ્રમાણ અસંખ્યપ્રદેશી અરૂપી છે. અનંતગુણસમ્પન્ન
છે, લોકાગ્ર સુધી ઊર્ધ્વગમનસ્વભાવી છે, સંસારદશામાં સંકોચવિસ્તારરૂપ પરિણમે છે;
જીવનું સંશોધન કરવા માટે ગતિ વગેરે ૧૪ માર્ગણાઓ પણ ભગવાને વિસ્તારથી
બતાવી; જીવની પર્યાયના ૧૪ ગુણસ્થાનો બતાવ્યા; ઓપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક,
ઔદયિક અને પારિણામિક–એ પાંચ ખાસ ભાવો જીવનાં નિજતત્ત્વ છે, તેમનું સ્વરૂપ
ઓળખાવ્યું. જીવનું લક્ષણ ઉપયોગ છે. એવા ઉપયોગલક્ષણરૂપ જીવને ઓળખીને તેનું
યથાર્થ શ્રદ્ધાન કરવું જોઈએ. જીવ, ઉપરાંત પ્રાણી, જંતુ, ક્ષેત્રજ્ઞ, પુરુષ, પુમાન, આત્મા,
અંતરાત્મા, જ્ઞ અને જ્ઞાની એ પણ જીવનાં જ નામો છે. દ્રવ્યથી તે નિત્ય છે ને પર્યાયથી
તે ઉત્પત્તિ–વિનાશ સહિત અનિત્ય છે. આત્મા સત્ વસ્તુ છે, તે સર્વથા અભાવરૂપ નથી.
તેમ જ સર્વથા નિત્ય કે સર્વથા અનિત્ય પણ નથી; તે સર્વથા અકર્તા કે અભોક્તા પણ
નથી, તેને સંસાર છે ને તે સંસારથી છૂટીને મોક્ષ પણ થાય છે. તે મોક્ષનો ઉપાય પણ છે.
કુમાર્ગ છોડીને આવા જીવતત્ત્વનો નિશ્ચય કરવો જોઈએ.
વળી ભગવાનની દિવ્યદેશનામાં એમ આવ્યું કે–જીવની નરક તિર્યંચ મનુષ્ય ને
દેવ એ ચારે ગતિ તે સંસારઅવસ્થા છે; અને રત્નત્રયદ્વારા સમસ્ત કર્મોનો અત્યંત ક્ષય
થતાં જે અનંત સુખસ્વરૂપ સિદ્ધગતિ પ્રગટે છે તે મોક્ષદશા છે. સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન–
સમ્યક્ચારિત્ર એવા રત્નત્રયરૂપ સાધનવડે તેની પ્રાપ્તિ થાય છે. આવા જીવાદિ તત્ત્વોનું
તથા સાચા દેવ–શાસ્ત્ર–ગુરુનું અત્યંત પ્રસન્નતાપૂર્વક શ્રદ્ધાન્ કરવું તે સમ્યગ્દર્શન છે;
આ સમ્યગ્દર્શન મોક્ષપ્રાપ્તિનું પહેલું સાધન છે. જીવાદિ પદાર્થોના યથાર્થસ્વરૂપને પ્રકાશીત
કરનારું ને અજ્ઞાન–અંધકારનો નાશ કરનારું જે જ્ઞાન છે તે સમ્યગ્જ્ઞાન છે. ઈષ્ટ–અનિષ્ટ
પદાર્થોમાં સમતાભાવ ધારણ કરીને નિજસ્વરૂપમાં ચરવું–એવા માધ્યસ્થલક્ષણરૂપ
સમ્યક્ચારિત્ર છે. આ સમ્યક્ચારિત્ર યથાર્થપણે તૃષ્ણારહિત, મોક્ષાર્થી, વસ્ત્રરહિત અને
અહિંસક એવા મુનિને જ હોય છે. આ સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન–સમ્યક્ચારિત્રરૂપ
રત્નત્રયની પૂર્ણતા તે મોક્ષનું કારણ છે; તેમાંથી એક્કેય ઓછું હોય તો તે પોતાના કાર્યને
(મોક્ષને) સાધી શકતું નથી. સમ્યગ્દર્શન હોય તો જ જ્ઞાન ને ચારિત્ર સફળ છે.
સમ્યગ્દર્શન રહિત ચારિત્ર કંઈપણ કાર્યકારી નથી,–પરંતુ તે તો અંધપુરુષની દોડ સમાન
છે. એ જ રીતે

PDF/HTML Page 15 of 45
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૩
ચારિત્ર વગર એકલા દર્શન–જ્ઞાનવડે પણ મોક્ષ સધાતો નથી. આ રીતે રત્નત્રયરૂપ
મોક્ષમાર્ગ ભગવાને બતાવ્યો.
જૈનધર્મમાં આપ્ત આગમ અને પદાર્થોનું જે સ્વરૂપ કહ્યું છે તેનાથી વધારે કે
ઓછું ત્રણકાળમાં હોતું નથી.–આવી શ્રદ્ધાની દ્રઢતાવડે સમ્યગ્દર્શનમાં વિશુદ્ધતા થાય છે.
જેઓ અનંત–જ્ઞાનાદિ ગુણોસહિત સર્વજ્ઞ છે, જેમણે મોહાદિ કર્મકલંક ધોઈ નાંખ્યા છે,
જેઓ નિર્મળતાના ભંડાર છે ને નિર્મળ જેમનો આશય છે, સૌના હિતોપદેષ્ટા છે–એવા
વીતરાગ જિનદેવ તે ‘આપ્ત’ છે, તે જ ઈષ્ટદેવ છે. એવા આપ્તપુરુષની વાણી કે જે સંપૂર્ણ
પુરુષાર્થને ઉપદેશનારી છે ને નયપ્રમાણોથી ગંભીર છે તે ‘આગમ’ છે. તેમાં કહેલાં
અનેકાન્તસ્વરૂપ જીવાદિ પદાર્થો તે તત્ત્વો છે. આવા આપ્ત–આગમ ને તત્ત્વને બરાબર
ઓળખવા જોઈએ. જીવ–અજીવ આદિ પદાર્થો પોતપોતાના ગુણ–પર્યાયરૂપે પરિણમન
કરે છે; સમસ્ત પદાર્થોમાં પરિણમન સ્વયમેવ થાય છે, અને કાળદ્રવ્ય તેમાં
સહકારીકારણ છે.–આવા પદાર્થસ્વરૂપને જે જાણે છે તે પરમબ્રહ્મ પદને પામે છે.
આ રીતે ભરતક્ષેત્રના આદ્યતીર્થંકર ભગવાન ઋષભદેવે દિવ્યધ્વનિદ્વારા
જીવાદિ છ દ્રવ્યોનું, મોક્ષ વગેરે પુરુષાર્થનું, મુનિધર્મ તથા શ્રાવકધર્મનું, મોક્ષ અને
તેના માર્ગરૂપ રત્નત્રયનું, બંધ અને બંધનાં કારણોનું, સંસારી અને મુક્તજીવનું,
ત્રણલોકની રચનાનું, સ્વર્ગ–નરક ને દ્વીપ–સમુદ્ર વગેરેનું, તીર્થંકરો–ચક્રવર્તીઓ
વગેરેના ચરિત્રનું, તીર્થંકરોના કલ્યાણકોનું, ગુણસ્થાન–માર્ગણાસ્થાનનું, ગતિ–
આગતિનું તથા મુનિઓની ઋદ્ધિ વગેરેનું નિરૂપણ કર્યું. સર્વને જાણનારા ને સર્વનું
કલ્યાણ કરનારા ભગવાન ઋષભદેવે ભૂત–ભવિષ્ય–વર્તમાન ત્રણેકાળસંબંધી સમસ્ત
દ્રવ્યોનું સંપૂર્ણ સ્વરૂપ બતાવ્યું.
અહા, આ ભરતક્ષેત્રમાં અસંખ્યાતા વર્ષો બાદ તીર્થંકર ભગવાનની દિવ્યવાણી
પહેલવહેલી પુરિતમાલનગરીમાં છૂટી...એ દિવ્યધ્વનિની શી વાત!! ને એ અમૃતધોધને
ઝીલનારા શ્રોતાઓના આનંદની શી વાત!! ભગવાને કહેલું તત્ત્વસ્વરૂપ સાંભળીને
ભરતરાજ અને બારે સભાના જીવો પરમ આનંદને પામ્યા. દિવ્યધ્વનિદ્વારા ધર્મરૂપી
અમૃતનું પાન કરીને બધા જીવો પરમ હર્ષથી સંતુષ્ઠ થયા. પરમ આનંદિત થઈને
ભક્તિનિર્ભર એવા ભરતરાજા ભગવાન સમીપે સમ્યક્ત્વની શુદ્ધિ તેમ જ અણુવ્રતોની
પરમવિશુદ્ધિને પામ્યા.

PDF/HTML Page 16 of 45
single page version

background image
: અષાડ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૩ :
ચાર તીર્થરૂપ ચતુર્વિધસંઘની સ્થાપના
એ જ વખતે, ભરતના નાનાભાઈ વૃષભસેન–કે જે આ પુરિતમાલ નગરીના
રાજવી હતા, તથા જે પ્રાજ્ઞ, શૂરવીર, પવિત્ર, ધીર–ગંભીર ને અતિશય બુદ્ધિમાન હતા
તેમણે પણ ભગવાનના પ્રથમ ઉપદેશથી સંબોધિત થઈને ભગવાનના ચરણોમાં
મુનિદીક્ષા ધારણ કરી ને તેઓ ભગવાનના પ્રથમ ગણધર થયા; ભગવાનના જે પુત્ર
હતા તે જ તેમના ધર્મપુત્ર (ગણધર) થયા;
ને સાત ઋદ્ધિ તથા ચાર જ્ઞાનવડે શોભી
ઊઠયા; આ ઉપરાંત આહારદાન દેનારા રાજા સોમપ્રભ, શ્રેયાંસકુમાર તથા અન્ય
રાજાઓ પણ દીક્ષા લઈને ભગવાનના ગણધર થયા. ભગવાનની પુત્રી અને ભરતની
નાની બહેન બ્રાહ્મીદેવી પણ ભગવાન સમીપ દીક્ષિત થઈને આર્યિકાઓના સંઘના
ગણિની બન્યા, દેવોએ પણ તેની પૂજા કરી. ભગવાનની બીજી પુત્રી ને બાહુબલીની
સહોદરા સુંદરીદેવીએ પણ પ્રભુચરણોમાં વૈરાગ્યપૂર્વક દીક્ષા લીધી; બીજા પણ કેટલાય
રાજાઓ, રાજકુમારો ને રાજપુત્રીઓએ સંસારથી ભયભીત થઈને દીક્ષા ધારણ કરી.
શ્રુતકીર્તિ નામના અતિશય બુદ્ધિમાન પુરુષે શ્રાવકવ્રત ગ્રહણ કર્યા, ને દેશવ્રતી
શ્રાવકોમાં તે શ્રેષ્ઠ થયા; એ જ રીતે પવિત્ર અંતઃકરણવાળી સતી પ્રિયવ્રતા
શ્રાવિકાનાં વ્રત ધારણ કર્યા ને શ્રાવિકાઓમાં તે શ્રેષ્ઠ થઈ. આ રીતે ભગવાન
ઋષભદેવના શાસનમાં આ ભરતક્ષેત્રમાં મુનિ–અર્જિકા–શ્રાવક ને શ્રાવિકારૂપ
ચતુર્વિધસંઘની સ્થાપના થઈ.
મોક્ષના દરવાજા ખુલ્યા
ભગવાનની સાથે દીક્ષા લેનારા જે ૪૦૦૦ રાજાઓ ભ્રષ્ટ થઈ ગયા હતા તેમાંના
એક મરીચિ સિવાયના બીજા બધા તપસ્વી–રાજાઓ ભગવાન ઋષભદેવના ઉપદેશથી
તત્ત્વનું યથાર્થ સ્વરૂપ સમજીને ફરીથી દીક્ષિત થયા ને ભાવલિંગી મુનિ થયા. બીજા
અનેક ઉત્તમ રાજાઓએ પણ દીક્ષા લીધી; તેમાં ભગવાનના પુત્ર અનંતવીર્ય (ભરતના
ભાઈ) પણ ભગવાન પાસે દીક્ષા લઈને, અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટાવી આ
અવસર્પિણી યુગમાં સૌથી પહેલા મોક્ષ પામ્યા. દેવોએ પણ તેમની પૂજા કરી. આ રીતે
ભગવાનની દિવ્યધ્વનિ શરૂ થતાં ભરતક્ષેત્રમાં મોક્ષનાં દરવાજા ખુલ્યાં.
* * *
મહારાજા ભરત પરમભક્તિપૂર્વક ભગવાન ઋષભદેવની પૂજા કરીને, તેમના
કેવળજ્ઞાનનો ઉત્સવ કરીને, તેમની દિવ્યવાણીનું શ્રવણ કરીને અને પોતામાં
દર્શનવિશુદ્ધિ

PDF/HTML Page 17 of 45
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૩
વગેરે પ્રાપ્ત કરીને, હવે ચક્રરત્નનો તથા પુત્રજન્મનો ઉત્સવ કરવા માટે અયોધ્યા તરફ
પાછા ફર્યા; તેમની સાથે સાથે બાહુબલી વગેરે નાના ભાઈઓ પણ આનંદપૂર્વક
જગતગુરુની વંદના કરીને પાછા ફર્યા.
સૌધર્મ–ઈન્દ્રદ્વારા ભગવાનની મહાસ્તુતિ
ભરત–રાજર્ષિ વિદાય થયા ને દિવ્યધ્વનિ બંધ થઈ ત્યારે, ધર્મસભામાં
બિરાજમાન ભગવાન ઋષભદેવને દેખીને હર્ષથી જેનાં હજારનેત્રો વિકસીત થયાં છે
અને મન પ્રસન્ન થઈ રહ્યું છે એવા સૌધર્મ–ઈન્દ્રે સ્થિરચિત્તે ભગવાનની સ્તુતિ શરૂ કરી:
હે પ્રભો! મારી બુદ્ધિની મંદતા હોવા છતાં માત્ર ભક્તિથી પ્રેરાઈને હું ગુણરત્નોની ખાણ
એવા આપની સ્તુતિ કરું છું; આપની સ્તુતિવડે ઉત્તમફળ સ્વયં પ્રાપ્ત થાય છે. પવિત્ર
ગુણોનું કીર્તન કરવું તે સ્તુતિ છે, પ્રસન્નબુદ્ધિવાળો ભવ્યજીવ સ્તુતિ કરનાર (સ્તોતા)
છે, સર્વગુણસમ્પન્ન એવા આપ સર્વજ્ઞદેવ સ્તુત્ય છો, અને મોક્ષસુખની પ્રાપ્તિ તે સ્તુતિનું
ફળ છે. હે ભગવાન! આ રીતે આપની સ્તુતિ કરનાર એવા મને આપ આપની
પ્રસન્નદ્રષ્ટિવડે પવિત્ર કરો. પ્રભો! આપની ભક્તિ મને આનંદિત કરી રહી છે તેથી હું
સંસારથી ઉદાસીન થઈને આપની સ્તુતિમાં લીન થયો છું. હે દેવ! રાગ–દ્વેષરહિત એવા
આપનું શરીર વસ્ત્રાભૂષણ વગર જ સર્વોત્કૃષ્ટપણે શોભી રહ્યું છે; આપે ક્રોધ કર્યા વગર
જ મોહશત્રુને હણી નાંખ્યો; આપની પ્રભુત્વશક્તિ મહાન આશ્ચર્યકારી છે. પ્રભો!
આપની વીતરાગદ્રષ્ટિ અમને પવિત્ર કરી રહી છે. જેમાંથી દિવ્યવાણીરૂપી અમૃત ઝરે છે
ને ભવ્યજીવોને જીવન આપે છે એવું આપનું શ્રીન્મુખ, જાણે કે ધર્મનો ખજાનો હોય એવું
શોભી રહ્યું છે; અને આ પણ એક આશ્ચર્યની વાત છે કે આપની વાણીમાં એક સાથે
અનેક પ્રકારની ભાષાઓ ઉત્પન્ન થાય છે, આપના તીર્થંકરત્વનો જ એ કોઈ અચિંત્ય
મહિમા છે. આપના આત્માની તો શી વાત, આપના દેહ અને વાણી પણ એવા
અસાધારણ છે કે જગતને આનંદિત કરે છે. પ્રભો! આપનું આ સમવસરણરૂપી વિમાન
પૃથ્વીને નહિ સ્પર્શતું થકું સદા આકાશમાં જ વિદ્યમાન રહે છે; આપની સમીપ ૧૦૦
યોજનમાં ક્્યાંય દુષ્કાળ વગેરે ઉપદ્રવ હોતો નથી; સિંહ–વાઘ જેવા હિંસક પ્રાણીઓ પણ
આપનો ધર્મોપદેશ સાંભળીને અહિંસક બની જાય છે; પ્રભો! ઘાતીકર્મોને નષ્ટ કર્યા
હોવાથી અસાતા વેદનીય આપને ફળ આપી શકતું નથી. તેથી નથી તો આપને ક્ષુધા, કે
નથી આહાર. આપ તો અનંત અતીન્દ્રિય સુખના ભોક્તા છો. પ્રભો! આપને દેખતાં
દેવોને એટલો આનંદ થાય છે કે એમનાં નેત્રો પલકાર પણ મારતાં નથી. પ્રભો, આપ
આપના

PDF/HTML Page 18 of 45
single page version

background image
: અષાડ : ૨૪૯૩ આત્મધર્મ : ૧પ :
આત્મામાંથી આત્માવડે જ સ્વયંભૂ સર્વજ્ઞપણે પ્રગટ થયા છો ને આપનો મહિમા
અચિંત્ય છે, તેથી આપને નમસ્કાર હો.
ભગવાનની સ્તુતિ કરતાં સૌધર્મઈન્દ્ર કહે છે કે હે નાથ! આપના ગુણો અનંત
છે; એ અનંતગુણોનું સ્તવન તો દૂર રહો, પરંતુ આપનાં ૧૦૦૮ લક્ષણો અતિશય પ્રસિદ્ધ
છે, તેથી હું આપનાં એક હજાર આઠ મંગલ નામોદ્વારા આપની સ્તુતિ કરું છું. આમ
કહીને ઈન્દ્રે ‘
श्रीमान्’ થી શરૂ કરીને ‘धर्मसाम्राज्यनायक’ સુધીનાં ૧૦૦૮ નામોથી
ભગવાનનું સ્તવન કર્યું.
૧. હે પ્રભો! જગતના અદ્વિતીય–પ્રકાશક હોવાથી આપ એક છો.
૨. એકસાથે જ્ઞાન–દર્શનરૂપ બે ઉપયોગના ધારક હોવાથી આપ બે રૂપ છો.
૩. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર એવા ત્રિવિધ મોક્ષમાર્ગમય હોવાથી ત્રિરૂપ છો.
૪. આત્મામાં ઉત્પન્ન એવા અનંત ચતુષ્ટયસ્વરૂપ હોવાથી ચારરૂપ છો.
પ. પંચપરમેષ્ઠીસ્વરૂપ હોવાથી તથા પંચકલ્યાણકના નાયક હોવાથી પાંચરૂપ છો.
૬. જીવાદિ છ દ્રવ્યોના જ્ઞાતા હોવાથી આપ છ રૂપ છો.
૭. નૈગમાદિ સાત નયોના સંગ્રહરૂપ હોવાથી આપ સાતરૂપ છો.
૮. સમ્યક્ત્વાદિ આઠ અલૌકિક ગુણસ્વરૂપ હોવાથી આઠરૂપ છો.
૯. કેવળજ્ઞાનાદિ નવ ક્ષાયિકલબ્ધિસહિત હોવાથી આપ નવરૂપ છો.
૧૦. મહાબલ આદિ દશ અવતારવડે આપનો નિર્ધાર થતો હોવાથી દશરૂપ છો.
એવા હે ઋષભજિનેશ્વર! આ ભવદુઃખોથી મારી રક્ષા કરો.
એ પ્રમાણે સ્તુતિ કર્યા બાદ ઈન્દ્રે ભગવાનને તીર્થવિહાર માટે પ્રાર્થના કરી: હે પ્રભો!
ભવ્યજીવોને ધર્મરૂપી અમૃતનું સીંચન કરવા માટે આપ શરણરૂપ થાઓ. મોહની સેનાને
નષ્ટ કરીને કેવળજ્ઞાન પામ્યા પછી હવે મોક્ષમાર્ગનો ઉપદેશ દેવાનો સમય પાકી ગયો છે, ને
આપના શ્રી વિહાર માટે આ ધર્મચક્ર પણ તૈયાર છે. માટે હે જિનેશ્વર! મંગલવિહારવડે આ
ભરતભૂમિને પાવન કરો ને મોક્ષમાર્ગના ઉપદેશવડે ધર્મતીર્થનું પ્રવર્તન કરો.
ત્યારે, તીર્થંકર નામની પુણ્યપ્રકૃતિ જેને સારથિ છે એવા શ્રી ભગવાનનો વિહાર
થયો; ભગવાનને કંઈ ઈચ્છા ન હતી પણ ભવ્ય જીવોના મહાભાગ્યે એમનો સહજ
વિહાર થયો. છત્ર, ચામરાદિ દિવ્ય વિભૂતિ પણ સાથે જ હતી. ઈન્દ્રાદિ દેવોએ
ભગવાનના વિહારનો

PDF/HTML Page 19 of 45
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૩
મોટો મહોત્સવ કર્યો. આકાશગામી ભગવાનની આસપાસ કરોડો દેવો જયજયકાર
કરતા આકાશમાં ચાલવા લાગ્યા. ભગવાન જ્યાં જ્યાં પધાર્યા ત્યાં સર્વત્ર આનંદ ફેલાઈ
ગયો; આકાશ અને પૃથ્વી પણ પ્રસન્ન થઈને ભગવાનના આગમનની સૂચના દેતા હતા.
હજાર આરાવાળું તેજસ્વી ધર્મચક્ર સૌથી આગળ ચાલતું હતું. અષ્ટમંગળ, ધર્મધ્વજ અને
દેવોનાં વાજાં પણ સાથે હતા. ભગવાનના ચરણોની નીચે આકાશમાં સુવર્ણકમળ રચાઈ
જતા હતા. એ રીતે આકાશરૂપી સરોવર પણ કમળોથી ખીલી જતું હતું. ભરતભૂમિમાં
મંગલ વિહાર કરીને ભગવાન ઋષભદેવે ધર્મામૃતની વર્ષા કરી અને ભવ્યજીવોને તૃપ્ત
કર્યા; પછી કૈલાસપર્વત ઉપર પધાર્યા.
“કૈલાસગિરિ પર ઋષભ જિનવર પદકમલ હિદે ધરું”
સુખનો સૂરજ ઊગીયો.....
સુખનો તે સૂરજ ઊગીયો...સખી...સુખનો સૂરજ ઊગીયો...
ઋષભદેવ જેવા દાદા મળ્‌યા મને...સુખનો સૂરજ ઊગીયો...
બાહુબલી જેવા બાંધવ મળ્‌યા મને...સુખનો સૂરજ ઊગીયો...
ચંદનબાળા જેવી બેની મળી મને...સુખનો સૂરજ ઊગીયો...
સીમંધરનાથ જેવા દેવ મળ્‌યા મને...સુખનો સૂરજ ઊગીયો...
કુંદકુંદ જેવા ગુરુ મળ્‌યા મને...સુખનો સૂરજ ઊગીયો...
સમયસાર જેવા શાસ્ત્ર મળ્‌યા મને...સુખનો સૂરજ ઊગીયો...
કહાનગુરુ જેવા સંત મળ્‌યા મને...સુખનો સૂરજ ઊગીયો...
બેનશ્રી–બેન જેવા માતા મળ્‌યા મને...સુખનો સૂરજ ઊગીયો...
સિદ્ધપ્રભુ જેવા સગા મળ્‌યા મને...સુખનો સૂરજ ઊગીયો...
ભગવાન જેવો આત્મા મળ્‌યો મને...સુખનો સૂરજ ઊગીયો...
સાધર્મી સાહેલી આનંદ કરો સૌ...સુખનો સૂરજ ઊગીયો...
(ચંદ્રાબેન જૈન, રાજકોટ. બાલવિભાગના સભ્ય નં. ૨)
* * *

PDF/HTML Page 20 of 45
single page version

background image
: અષાડ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૭ :
(અંક ૨૮૪ થી ચાલુ) * (લેખાંક પ૧)
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત સમાધિશતક ઉપર પૂજ્યશ્રી
કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
જેમ વ્રતાદિના વિકલ્પો મોક્ષનું કારણ નથી તેમ મુનિલિંગનો વિકલ્પ પણ મોક્ષનું
કારણ નથી–એમ હવે આચાર્યદેવ પ્રતિપાદન કરે છે:–
लिगं देहाश्रितं द्रष्टं देह एवात्मनो भवः।
न मुच्यते भवात्त स्मात्ते ये लिंगकृताग्रहाः।।८७।।
લિંગ દેહાશ્રિત છે, અને દેહમાં આત્મબુદ્ધિ તે જ સંસાર છે. તેથી જેઓ દેહાદિ
લિંગમાં કે રાગાદિમાં મમત્વબુદ્ધિ કરે છે તેઓ સંસારથી છૂટતા નથી.
સમયસારમાં આચાર્યદેવ કહે છે કે આત્માને દેહ જ નથી, તો પછી દેહ કે
દેહાશ્રિત ભાવો મોક્ષનું કારણ કેમ હોય? પંચ મહાવ્રતાદિ મુનિલિંગને કે અણુવ્રતાદિના
શુભરાગરૂપ ગૃહસ્થી લિંગને આત્માનું સ્વરૂપ માનીને અજ્ઞાની તેને મોક્ષમાર્ગ માને છે,
પણ તે લિંગ મોક્ષમાર્ગ નથી; કારણ કે અર્હંતદેવો દેહ પ્રત્યે નિર્મમ વર્તતા થકા લિંગને
(મહાવ્રતના વિકલ્પને) છોડીને દર્શન–જ્ઞાન–ચારિત્રને જ સેવે છે. ભગવાને તો
શુદ્ધજ્ઞાનની ઉપાસના વડે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ સેવ્યો ને એવો જ
મોક્ષમાર્ગ ઉપદેશ્યો. દ્રવ્યલિંગ તો શરીરાશ્રિત હોવાથી પરદ્રવ્ય છે, તેથી તે મોક્ષમાર્ગ
નથી; સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર જ મોક્ષમાર્ગ છે, કારણ કે તે આત્મશ્રિત છે. માટે હે
ભવ્ય! બાહ્યલિંગનું મમત્વ છોડીને દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં જ તારા
આત્માને જોડ.
‘જેને લિંગકૃત આગ્રહ છે તે મોક્ષ પામતો નથી,’–પણ એનો અર્થ એવો નથી કે
દિગંબર લિંગ સિવાય બીજા ગમે તે લિંગમાં પણ મોક્ષ થઈ જાય. મોક્ષ પામનારને