Atmadharma magazine - Ank 286
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 4

PDF/HTML Page 1 of 75
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૪
સળંગ અંક ૨૮૬
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 75
single page version

background image
૨૮૬
મોક્ષમાર્ગીનું જીવન
અહા, મોક્ષમાર્ગી જીવોનાં જીવન કોઈ જુદી
જાતના છે. પોતાના ચૈતન્યસ્વભાવ સિવાય બીજા કોઈની
જેને અંતરમાં દરકાર નથી. જગતના પ્રસંગોથી એમની
પરિણતિ હલી જતી નથી. અંતરની અનુભવદશામાં
ચૈતન્યના આનંદના દરિયા ડોલતા દેખ્યા છે, એનું ચિત્ત
હવે બીજે કેમ લાગે?
રે જીવ! તારે મોક્ષમાર્ગી થવું છે ને! તો
સંસારમાર્ગી જીવો કરતાં મોક્ષમાર્ગી જીવોનાં લક્ષણ તદ્ન
જુદાં હોય છે. માટે પ્રતિકૂળતા વગેરે પ્રસંગ આવતાં તું
સંસારીજીવોની જેમ ન વર્તીશ. પણ મોક્ષમાર્ગી–
ધર્માત્માઓની પ્રવૃત્તિ લક્ષમાં લઈને તે રીતે વર્તજે;
મોક્ષમાર્ગમાં દ્રઢ રહેજે...મોક્ષમાર્ગી ધર્માત્માઓના
જીવનને તારા આદર્શરૂપે રાખજે.
વીર સં. ૨૪૯૩ બ્રહ્મચર્ય અંક (ચોથો) વર્ષ: ૨૪
શ્રાવણ અંક: ૧૦

PDF/HTML Page 3 of 75
single page version

background image
ગુરુદેવના આશીર્વાદ
‘આત્મધર્મ’ આ ખાસ અંકમાં ગુરુદેવના આશીર્વાદરૂપે તેઓશ્રીના પવિત્ર
હસ્તાક્ષર આપીએ છીએ જે આપણને અમૂલ્ય ચિંતામણિ દેખાડે છે
જેમ કોઈ ઝવેરી હાથમાં લઈને મૂલ્યવાન રત્ન બતાવે તેમ અહીં ગુરુદેવ
સ્વહસ્તાક્ષરવડે અમૂલ્ય ચિંતામણિરત્ન બતાવે છે. હસ્તાક્ષરની શરૂઆતમાં જ “ દ્વારા,
નજીકમાં સાંભળેલી ભગવાનની દિવ્યવાણીને યાદ કરી છે. ને પછી એ દિવ્યધ્વનિના
દરિયામાંથી એક અમૂલ્ય રત્ન શોધીને આપતા હોય તેમ લખ્યું છે કે–‘નિજ પરમપાવન
પરમાત્માનું નિજ પરમસ્વરૂપ, તેના પ્રવાહની પરમ પ્રતીતિ અને તેમાં સ્થિરતા–એ
અમૂલ્ય ચિંતામણિરત્ન છે, કે જેનું મુલ્યાંકન હોઈ શકે નહીં.’
વાહ! કેવા મજાના ગૂઢભાવો આ ટૂંકા હસ્તાક્ષરમાં ખોલ્યા છે! પ્રથમ તો
પરમ પાવન પરમાત્મસ્વરૂપ દરેક આત્મા પાસે છે, ને પ્રવાહપણે તે અનાદિઅનંત
વર્તી રહ્યું છે. આવા પોતાના પરમાત્મતત્ત્વની પરમ પ્રતીતિ, માત્ર સાંભળીને
પ્રતીતિ નહીં પણ પરમ પ્રતીતિ એટલે કે સ્વાનુભવસહિતની પ્રતીતિ, અને પ્રતીતિ
ઉપરાંત તેમાં સ્થિરતા, એ અમૂલ્ય ચિંતામણિરત્ન છે; આવા અમૂલ્ય ચિંતામણિને
હાથમાં રાખીને આત્માનો જે કાંઈ વૈભવ ચિંતવવામાં આવે તે તત્ક્ષણે પ્રાપ્ત થાય
છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જગતના સર્વોત્કૃષ્ટ રત્નો આ ચિંતામણિમાં સમાઈ
જાય છે, તેમજ બીજા અનંતગુણોની નિર્મળતારૂપ અનંત રત્નો તેમાં ભેગા આવી
જાય છે.–એમાં પ્રતીતિ અને એમાં સ્થિરતા એ સિવાય બીજા કોઈ પ્રકારે એનાં
મુલ્યાંકન થઈ શકે નહીં. ગુરુદેવે સ્વહસ્તે દર્શાવેલા આવા ચૈતન્યચિંતામણિ રત્નને
શીઘ્ર પામીએ..એ જ ભાવના. (સં.)

PDF/HTML Page 4 of 75
single page version

background image
:શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૧ :
બ્રહ્મચર્ય–અંક વીર સં. ૨૪૯૩
(ચોથો) શ્રાવણ
* વર્ષ ૨૪ : અંક ૧૦ *
_________________________________________________________________
તંત્રીઃજગજીવન બાવચંદ દોશી સંપાદક: બ્ર. હરિલાલ જૈન
_________________________________________________________________
અં...જ...લિ
હૃદયની ઘણી ઊર્મિઓ સાથે આ ચોથો
બ્રહ્મચર્ય–અંક સાધર્મીઓ સમક્ષ રજુ થાય છે. ૧૮
વર્ષમાં આ ચોથો બ્રહ્મચર્ય–અંક પ્રસિદ્ધ થાય છે ત્યારે
એ અઢાર વર્ષના ઉત્તમ પ્રસંગો આજે ફરીને તાજા
થાય છે. પૂ. ગુરુદેવનો અધ્યાત્મઉપદેશ અને પૂ.
ધર્મમાતાઓની વાત્સલ્યઝરતી છાયા જિજ્ઞાસુઓના
જીવનમાં જ્ઞાન–વૈરાગ્યનું કેવું અદ્ભુત સીંચન કરી
રહ્યા છે, અને તેમના પ્રતાપથી જિજ્ઞાસુઓ કેવા
ઉત્સાહથી હિતમાર્ગની પ્રેરણા મેળવી રહ્યા છે! તે
વાતને આવા ઉત્તમ પ્રસંગો અત્યંત પ્રસિદ્ધ કરી રહ્યા
છે. જ્ઞાનીજનોના સંગમાં વસતાં જીવનમાં જ્ઞાન
વૈરાગ્યની પુષ્ટી થયા જ કરે છે. આવા ધર્માત્માને
દેખતાં મુમુક્ષુહૃદયમાં અનેરો હર્ષ ઉલ્લસે છે. આ
વિશેષઅંક દ્વારા પરમઉપકારી સન્તો પ્રત્યે ભક્તિભરી
ઉપકાર–અંજલિ અર્પણ કરીએ છીએ.
–સંપાદક

PDF/HTML Page 5 of 75
single page version

background image
: ર : આત્મધર્મ: બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
નવકુમારિકા બહેનોએ ગ્રહણ કરેલ
અમારા સાધર્મીઓને આ ચોથીવાર આનંદ–સમાચાર
આપતાં હર્ષ થાય છે કે–શ્રાવણ વદ એકમ ને રવિવારના રોજ
સોનગઢમાં પૂ. ગુરુદેવની મંગલછાયામાં એકસાથે નીચેના નવ
કુમારિકા બહેનોએ આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા અંગીકાર કરી છે:–
(૧) ઈન્દિરાબેન (વર્ષ: ૩૦ નવલચંદ ખીમચંદના સુપુત્રી) મોરબી
(૨) હંસાબેન (B. Sc. વર્ષ ૨પ કેશવલાલ મહીજીભાઈના
સુપુત્રી) જલગાંવ
(૩) સુરેખાબેન (વર્ષ: ૨૩ કેશવલાલ મહીજીભાઈના સુપુત્રી) જલગાંવ
(૪) રમાબેન (વર્ષ: ૨૩ મોતીલાલ સુંદરજીના સુપુત્રી) દાદર–મુંબઈ
(પ) મૈનાબેન (વર્ષ: ૨૨ ખેમરાજ કંવરલાલના સુપુત્રી) ખૈરાગઢ
(૬) સુશીલાબેન (વર્ષ: ૨૩ નત્થુસા બાલચંદસાના સુપુત્રી) મલકાપુર
(૭) નિર્મળાબેન (વર્ષ: ૨૪ રતનલાલસા પન્નાલાલસાના સુપુત્રી) મલકાપુર
(૮) વિમલાબેન (વર્ષ: ૨૩ પુનમચંદસા ભિકુસાના સુપુત્રી) મલકાપુર
(૯) વિમલાબેન (વર્ષ: ૨૨ લાલચંદજી જૈન સિંઘઈના સુપુત્રી) જબલપુર
આ નવે બહેનો સુશિક્ષિત ખાનદાન કુટુંબના છે, બાલબ્રહ્મચારી છે, અને લાંબા
સમયથી સોનગઢમાં રહીને ગુરુદેવના ઉપદેશથી તેમજ પૂ. બેનશ્રી–બેનની મંગલછાયામાં
તત્ત્વજ્ઞાનનો અભ્યાસ તથા વૈરાગ્યનું સીંચન કર્યું છે. જ્યારથી બહેનોનું બ્રહ્મચર્યપ્રતિજ્ઞા
લેવાનું નક્કી થયું ત્યારથી જ સોનગઢમાં ઉલ્લાસભર્યા ઉત્સવનું વાતાવરણ છવાઈ ગયું હતું.
શ્રાવણ વદ એકમની સવારમાં, બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા લેનારા બહેનો તરફથી
જિનમંદિરમાં સમૂહપૂજન થયું હતું. ત્યારબાદ બ્રહ્મચારી બહેનોના હાથમાં
જિનવાણીસહિત જુલૂસ નીકળ્‌યું હતું, ને ગામમાં ફરીને પ્રવચન–મંડપમાં આવ્યું હતું.
પછી લગભગ

PDF/HTML Page 6 of 75
single page version

background image
Photo: Poonam Sheth
જ્ઞાની–સન્તોની શીતલ છાયામાં આત્મહિત
સાધવાના પ્રયત્નમાં અમારું જીવન વીતે...ને એમના
પ્રતાપે અમે હવે આ ભવભ્રમણથી છૂટીને આત્મસુખ
પામીએ,–આવી ભાવનાપૂર્વક નવ કુમારિકા બહેનો પૂ.
ગુરુદેવ સમક્ષ બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા અંગીકાર કરે છે–તે
વખતનું ભાવભીનું દ્રશ્ય.
(સોનગઢ વીર સં. ૨૪૯૩ શ્રાવક વદ એકમ)

PDF/HTML Page 7 of 75
single page version

background image
સંત કેરી શીતલ આ છાંયડી
Photo:Poonam Sheth
પૂ. બેનશ્રીબેનની ચરણછાયામાં નવ બ્ર. બહેનો.
હંસાબેન, મૈનાબેન, સુશીલાબેન, સુરેખાબેન, ઈન્દિરાબેન,
વિમલાબેન, નિર્મલાબેન, વિમલાબેન, રમાબેન
તમે આત્મહિતના હેતુએ જીવન ગાળજો...દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે ભક્તિ
અને બહુમાન વધારજો...અરસપરસ એકબીજાની બહેનો હો–એ રીતે વર્તજો ને
વૈરાગ્યથી રહેજો...એમાં શાસનની શોભા છે. આત્માનું કલ્યાણ કેમ થાય...ને તે
માટે પૂ. ગુરુદેવ શું કહે છે તેનો વિચાર કરવો. સ્વાધ્યાય અને મનન વધારવું,
બ્રહ્મચર્યજીવનને લીધે આત્માના વિચારને માટે નિવૃત્તિ મળે છે એમ ગુરુદેવ
વારંવાર કહે છે, માટે નિવૃત્તિ લઈને સ્વાધ્યાય–મનન કરવું. આમ તમારે
તમારા જીવનમાં આત્માનું કલ્યાણ કરવાનું લક્ષ રાખવું...
(બ્રહ્મચર્ય અંક નં. ૨ માંથી) (પૂ. માતાજીની શિખામણ)

PDF/HTML Page 8 of 75
single page version

background image
यह जीवन तुमसा जीवन हो
Photo: Poonam Sheth



પૂ. બેનશ્રી–બેનની મંગલછાયામાં વસતાં મુમુક્ષુઓ અંતરની
ઉર્મિથી કહે છે કે હે ધર્મમાતા! આપ જ અમારી સાચી માતા છો.
માતા કરતાં પણ વધુ હેતથી દિનરાત આપ અમારા હિતની સંભાળ
રાખી રહ્યા છો. જ્ઞાન–વૈરાગ્યનો સન્માર્ગ બતાવીને એવા જીવનના
સંસ્કારોનું સીંચન કરીને આપ અમારા ઉપર મહાન ઉપકાર કરી
રહ્યા છો...હે માતા! આપનું જીવન એક આદર્શ જીવન છે; તેથી અમે
એવી ભાવના ભાવીએ છીએ કે
यह जीवन तुमसा जीवन हो।

PDF/HTML Page 9 of 75
single page version

background image
Photo: Poonam Sheth

(બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા પ્રસંગના સરઘસનું દ્રશ્ય: જેમાં નવ
કુમારિકા બહેનો જિનવાણીસહિત નજરે પડે છે.)
સમ્યક્ત્વાદિની આરાધનાની ભાવના ભાવવી.
આરાધના પ્રત્યેનો ઉત્સાહ વધારવો.
આરાધક જીવો પ્રત્યે બહુમાનથી પ્રવર્તવું.
–ઈત્યાદિ સર્વપ્રકારના ઉદ્યમવડે આત્માને આરાધનામાં જોડવો.
આરાધનાને પામેલા જીવોનું દર્શન અને સત્સંગ આરાધના
પ્રત્યે ઉલ્લાસ જગાડે છે.

PDF/HTML Page 10 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ: બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૩ :
દોઢ હજાર માણસોની સભામાં ગુરુદેવનું ભાવભીનું પ્રવચન થયું–જેમં સિદ્ધો અને
સર્વજ્ઞભગવંતોના આદરરૂપ અપૂર્વ મંગલનું સ્વરૂપ સમજાવ્યું. ત્યાર બાદ એકસાથે નવ
કુમારિકા બહેનો બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લેવા માટે ઊભા થયા. એકસાથે નવ વીરબાળાઓ
આત્મહિતના પંથે પ્રયાણ કરવા તત્પર બની–એ દ્રશ્ય વૈરાગ્યપ્રેરક હતું જીવનમાં ક્યારેક
જ જોવા મળતો વૈરાગ્યનો આવો ઉત્સવ દેખીને મુમુક્ષુઓને આનંદ થતો હતો. આ
નવેય બહેનો અનેક વર્ષોથી પૂ. ગુરુદેવના અધ્યાત્મરસઝરતા ઉપદેશનો લાભ લઈને
સત્સમાગમે તત્ત્વનો અભ્યાસ કરે છે, અને પૂ. બેનશ્રી–બેનની વાત્સલ્યભરી છાયામાં
જ્ઞાન–વૈરાગ્યનું પોષણ કરે છે. આત્મકલ્યાણની ભાવના પ્રબળ થતાં તેમને એમ થયું કે
આપણુ જીવન સંતોની છાયામાં આત્મહિત સાધવાના પ્રયત્નમાં જ વીતે. આવી ઉત્તમ
ભાવનાપૂર્વક પોતાનું સારૂંય જીવન તેઓએ સત્સમાગમે અર્પણ કર્યું ને નાની ઉંમરમાં
આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી. આ પ્રશંસનીય કાર્ય બદલ બધા બહેનોને
ધન્યવાદ! આ શુભકાર્યમાં અનુમતિ આપવા માટે બધા બહેનોના માતા–પિતા અને
વડીલોને પણ ધન્યવાદ. આપણા સાધર્મી બહેનો આજે જીવનના નુતનપંથે પ્રયાણ કરવા
વૈરાગ્યભાવથી જે પગલું ભરી રહ્યા છે–આત્મહિતના જે ધ્યેયપૂર્વક મંગલમાર્ગે પ્રસ્થાન
કરી રહ્યા છે તે જીવનધ્યેયમાં સન્તોની સેવાના પ્રતાપે તેઓ શીઘ્ર સફળ થાઓ એમ
ઈચ્છીએ છીએ.
આજે પૂ. ગુરુદેવના મહાન પ્રતાપે શાસનપ્રભાવના દિન–પ્રતિદિન વધતી જાય
છે. જિજ્ઞાસુ જીવો જાગતા જાય છે...ને ગુરુદેવના અધ્યાત્મરસપોષક ઉપદેશથી પ્રભાવિત
થઈને અનેક જીવો ‘સંત કેરી શીતળ છાંયડી’ માં આત્મહિતનો ઉદ્યમ કરી રહ્યા છે.
બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા પ્રસંગે દીક્ષામહોત્સવ જેવું ઉલ્લાસકારી વાતાવરણ નજરે પડતું
હતું. બધા બહેનોના કુટુંબીજનો આ પ્રસંગે સોનગઢ આવ્યા હતા; ઠેર ઠેર મંડપ બંધાયા
હતા. પ્રવચન પછી પ્રતિજ્ઞા લેવા માટે એકસાથે નવ વીરબાળાઓ જ્યારે ગુરુદેવ સમક્ષ
ઊભી થઈ ત્યારનું દ્રશ્ય વૈરાગ્યપ્રેરક હતું. બ્રહ્મચર્યની દીક્ષા આપતાં ગુરુદેવે કહ્યું કે નાની
ઉંમરમાં આ દીકરીઓ બ્રહ્મચર્ય લ્યે છે તે સારૂં કામ કરે છે. તત્ત્વના અભ્યાસપૂર્વક તેઓ
આ કામ કરે છે. અહીં બે બહેનોનો (બેનશ્રી–બેનનો) જોગ છે તેને લઈને કુલ

PDF/HTML Page 11 of 75
single page version

background image
: ૪ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
બ્રહ્મચારી બહેનો થયા છે.–બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા પ્રસંગે સૌએ હર્ષથી અનુમોદના કરી
હતી. તથા સંસ્થા તરફથી દરેક બ્રહ્મચારી બહેનને અભિનંદન સાથે ચાંદીનો ગ્લાસ તથા
સાડી–પૂ. બેનશ્રી–બેનના સુહસ્તે ભેટ આપવામાં આવ્યા હતા. બીજા પણ ઘણા જિજ્ઞાસુ
ભાઈ–બહેનોએ વિધવિધ ભેટો જાહેર કરીને હાર્દિક અનુમોદન આપ્યું હતું.
ભારતના ઈતિહાસમાં વિરલ એવી બ્રહ્મચર્યદીક્ષાના આવા પ્રસંગો ગુરુદેવના
પ્રતાપે અવારનવાર બન્યા કરે છે. વિષયકષાયોથી ભરેલા અત્યારના હડહડતા
વાતાવરણમાં પચાસ જેટલા કુમારિકા બહેનોની બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞાના આવા પ્રસંગો
સંસારને ચુનોતી આપે છે કે અરે જીવો! સુખ વિષયોમાં નથી, સુખ તો
અધ્યાત્મજીવનમાં છે...સુખને માટે વિષયોને ઠોકર મારીને જ્ઞાની–સંતની છાયામાં આવી
આત્મસાધનામાં જીવનને જોડો.
આ બધા બહેનોએ આત્મહિતને માટે જીવન સમર્પણ કરવાનું જે સાહત પ્રાપ્ત કર્યું
છે તેમાં પૂ. ગુરુદેવના વૈરાગ્યરસભીના આત્મસ્પર્શી ઉપદેશનો તો મુખ્ય પ્રભાવ છે જ;
તે ઉપરાંત પૂ. બે પવિત્ર બહેનોની શીતલછાયા ને વાત્સલ્યભરી હૂંફે તે બહેનોના
જીવનમાં આ સામર્થ્ય આપ્યું છે. પૂ. બેનશ્રી ચંપાબેન, અને પૂ. બેન શાન્તાબેન–એ બંને
ધર્મમાતાઓનું ધર્મરંગથી રંગાયેલું સહજ જીવન તો નજરે જોવાથી જ જિજ્ઞાસુને
ખ્યાલમાં આવી શકે. એ બંને બહેનોની પવિત્રતા, અનુભવ સંસ્કાર, વૈરાગ્ય તેમજ દેવ–
ગુરુ–ધર્મ પ્રત્યેની અપાર ભક્તિ, અર્પણતા, વિનય ને વાત્સલ્ય–એ બધા ગુણો મુમુક્ષુને
આનંદ ઉપજાવે છે ને ભક્તિ જગાડે છે. તેઓશ્રીની છત્રછાયાને લીધે જ નાની વયના
બહેનો માતાપિતાને છોડીને આવી હિંમત કરી શક્યા છે. તેઓ અપાર વાત્સલ્યપૂર્વક
જીવનમાં નિરંતર જ્ઞાન–વૈરાગ્યનું સીંચન કરી રહ્યા છે. આ રીતે જીવનમાં પૂ.
ધર્મમાતાઓનો પણ મહાન ઉપકાર છે. તેઓશ્રીનું આદર્શજીવન સહેજે જ્ઞાનવૈરાગ્યની
પ્રેરણા આપે છે.
ઉપસ્થિત સમાજની વતી બ્રહ્મચારી બહેનો પ્રત્યે શુભેચ્છા અને અભિનંદનરૂપે
વિદ્વાન વડીલ ભાઈશ્રી હિંમતલાલ જે. શાહે એક ભાવભીનું ભાષણ કર્યું હતું; તેમાં
બ્રહ્મચર્ય લેનાર બહેનોએ કેવા ભાવથી આ કાર્ય કર્યું છે તે બતાવ્યું હતું તથા સત્સંગનો
મહિમા જણાવ્યો હતો. તેમનું ભાવભીનું પ્રસંગોચિત પ્રવચન સાંભળીને સૌને પ્રસન્નતા
થઈ હતી. આ ઉપરાંત બહારગામથી પણ અનેક અભિનંદન–સન્દેશા આવ્યા હતા. આજે
પૂ. ગુરુદેવને આહારદાન બ્રહ્મચર્ય આશ્રમના સ્વાધ્યાયભવનમાં બ્રહ્મચારી બહેનો
તરફથી થયું હતું. આશ્રમનું વાતાવરણ ઘણું હર્ષોલ્લાસમય હતું.

PDF/HTML Page 12 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : પ :
બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા લેનાર આ બહેનો લાંબા સમયથી પૂ. ગુરુદેવના ઉપદેશનું
શ્રવણ કરે છે; તે ઉપરાંત અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. દર્શન–પૂજનાદિ કાર્યો
નિયમિતપણે કરે છે; રાત્રિભોજનત્યાગ વગેરે યોગ્ય આચારોનું પાલન કરે છે.
સત્સમાગમે રહીને આત્મહિતની ભાવનાથી બ્રહ્મચર્યજીવન ગાળવાનો નિર્ણય સૌએ
પોતાના દ્રઢ વિચારબળથી કર્યો છે. અમારી આ સાધર્મી બહેનો પ્રત્યે હાર્દિક
વાત્સલ્યભરેલા અભિનંદનપૂર્વક, સંતોની શીતલ છાયામાં આત્મપ્રયત્ન જગાડી સૌ
પોતાના જીવનધ્યેયને જલદી પ્રાપ્ત કરીએ...એવી શુભેચ્છા
– બ્ર. હ. જૈન
બ્ર. બહેનો પ્રત્યે માનનીય પ્રમુખશ્રી તરફથી
શુભેચ્છા–સન્દેશ
શ્રાવણ વદ એકમે બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા લેનારા નવ કુમારિકાબહેનો પ્રત્યે
શુભેચ્છાનો સન્દેશ પાઠવતાં માનનીય પ્રમુખશ્રી નવનીતલાલ સી. ઝવેરી લખે છે કે–
શ્રાવણ વદ એકમ એ તમારા જીવનની ધન્ય પળ છે કે જ્યારે પરમ પૂજ્ય
ગુરુદેવના ઉપદેશનું સાર્થક્ય તમારા જીવનમાં ઉતારવા તમે ભાગ્યશાળી થયા છો. પરમ
હિતકારી જૈનધર્મ એટલો મહાન છે કે જે કોઈ જીવ પોતાના જીવનમાં તેને અંગીકાર કરે
છે તેનું જીવન કૃતકૃત્ય થઈ જાય છે. પંડિત શ્રી દોલતરામજીએ કહ્યું છે–
यह मानुषपर्याय सुकुल सुनिवो जिनवानी,
यह विध गये न मिले सुमणि ज्यों उदधि समानी।
धन समाज गज बाज राज तो काज न आवै,
ज्ञान आपको रूप भये फिर अचल रहावै;
तास ज्ञानको कारन स्व–पर विवेक बखानौ,
कोटि उपाय बनाय भव्य ताको उर आनौ।।
તમે પણ આવી ઉત્તમ ભાવનાથી બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા અંગીકાર કરી છે; તેમાં
આગળ વધો અને આવું જ્ઞાન પ્રાપ્ત કરીને તમે તમારા જીવનને ધન્ય બનાવો–એવી
શુભેચ્છા સાથે અભિનંદન પાઠવું છું.
– નવનીતલાલ જવેરી

PDF/HTML Page 13 of 75
single page version

background image
: ૬ : આત્મધર્મ: બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
સિદ્ધો અને સર્વજ્ઞોના
આદરરૂપ મહા માંગળિક
(શ્રાવણ વદ એકમ: નવ બહેનોની
બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા પ્રસંગે પ્રવચનમાંથી)
(સમયસાર કળશ ૨–૩)
સર્વજ્ઞવીતરાગદેવની અનેકાન્તમય વાણી આત્માના સ્વરૂપને પ્રકાશે છે.
અનેકાન્તમયી વાણી છે તે સર્વજ્ઞને અનુસરનારી છે. જેવું વસ્તુસ્વરૂપ સર્વજ્ઞના જ્ઞાનમાં
આવ્યું છે તેવું જ વાણીમાં આવ્યું છે. ને વાણીમાં એવો સ્વભાવ છે કે, છ દ્રવ્યોમાં
ઉપાદેયરૂપ શુદ્ધઆત્મા છે એવા વાચ્યને તે વાણી પ્રકાશે છે. સર્વજ્ઞનું જ્ઞાન અને વાણીનો
આવો મેળ, છતાં બંનેનું પરિણમન સ્વતંત્ર છે.
જ્ઞાની સન્તોની વાણી પણ સર્વજ્ઞઅનુસાર છે, કેમકે સર્વજ્ઞદેવે જેવું સ્વરૂપ જાણ્યું
તેવું જ્ઞાનીઓએ જાણ્યું છે; વસ્તુમાં અનંતા ધર્મો છે તે સર્વજ્ઞદેવે જાણ્યા છે ને વાણીમાં
કહ્યા છે. આવો આત્મા ને આવું જ્ઞાન તથા આવી વાણી તે મંગળ છે. ને આવા
સર્વજ્ઞનો જે નિર્ણય કરે તેનું જ્ઞાન પણ મંગળ છે.–
जो जाणदि अरिहंतं दव्वत्तगुणत्तपज्जयत्तेहिं।
सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं।।
ભગવાન કુંદકુંદસ્વામી કહે છે કે સર્વજ્ઞના આત્માને જે ઓળખે તે નિયમથી
પોતાના આત્માને ઓળખે, ને તેનો મોહ નષ્ટ થઈને સમ્યગ્દર્શન થાય.–તે મહા
માંગળિક છે.
वंदित्तु सव्वसिद्धे” કહીને આચાર્યદેવે સમયસારમાં મહાન અપ્રતિહત મંગળ
કર્યું છે. અનંતા સિદ્ધભગવંતો જગતમાં છે, તેમના અસ્તિત્વને જ્ઞાનમાં સ્વીકાર્યું તે
જ્ઞાનની તાકાત કેટલી? તે જ્ઞાન રાગથી જુદું પડીને અંતરસ્વભાવ તરફ વળ્‌યું છે. આ
રીતે અનંતા સિદ્ધોને પોતાના જ્ઞાનમાં

PDF/HTML Page 14 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ: બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૭ :
જેણે પધરાવ્યા તે અપ્રતિહતપણે સિદ્ધપદ તરફ ચાલ્યો. અહા, આવા લક્ષે સમયસાર
સાંભળશે તેને શુદ્ધાત્માની પ્રાપ્તિ જરૂર થશે થશે ને થશે.
જેણે સિદ્ધને અને સર્વજ્ઞને સ્મરણમાં લઈને તેમનો આદર કર્યો તેને રાગનો
આદર રહે નહિ. રાગમાં તેની પરિણતિ અટકે નહીં, તે જ્ઞાનાનંદસ્વભાવ તરફ ઝુકીને
તેનો અનુભવ કરે. આ રીતે સિદ્ધો અને સર્વજ્ઞના આદરરૂપ મંગળ કર્યું.
વીતરાગવાણીનું રહસ્ય શુદ્ધ આત્મા છે, તેને જ્ઞાની જ જાણે છે. અજ્ઞાની
વીતરાગવાણીના રહસ્યને જાણી શક્તો નથી. અહો, વીતરાગવાણીમાં જેવો શુદ્ધ આત્મા
કહ્યો તેવો લક્ષમાં લઈને તે વાણીનો પણ આદર કરીએ છીએ, તે વાણીને નમસ્કાર
કરીએ છીએ.
ત્રીજા કળશમાં આચાર્યદેવ કહે છે કે આ સમયસારમાં જે શુદ્ધ જીવનો ઉપદેશ
છે તેના ઘોલનવડે મારી પરિણતિ શુદ્ધ થાઓ. “સમયસારની વ્યાખ્યા” થી એનો
અર્થ એ કે તેમાં કહેલા શુદ્ધાત્માના ઘોલનથી અંતરમાં શુદ્ધતા વધતી જાય છે.
ટીકાના શબ્દોનો કર્તા આત્મા નથી, પણ તેના વાચ્યરૂપ જે શુદ્ધાત્મા તે તરફ
વારંવાર જ્ઞાનના ઝુકાવથી પરિણતિ શુદ્ધ થતી જાય છે. અને જે જીવો આવા
શુદ્ધાત્માના લક્ષપૂર્વક સમયસાર સાંભળશે તેમને પણ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની
શુદ્ધતા થશે.
અહા, ચૈતન્યવસ્તુ રાગથી પાર, તેને સ્વરૂપસાધનવડે જ નિર્મળતા થાય છે.
વિકલ્પ કે વાણી કાંઈ તેનું ખરૂં સાધન નથી. અહા, જેની વાર્તા સાંભળતાં પણ
મુમુક્ષુને આનંદ આવે એના અનુભવના આનંદનું શું કહેવું? આવાઆત્માની પ્રાપ્તિ
રાગ વડે ન થાય. રાગના અભાવરૂપ વૈરાગ્યનો ઉપદેશ છે. આખી દુનિયાથી ઉદાસ
થઈને જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની લગની કર, તેનો આશ્રય કર, તેનો અનુભવ કર,–
આવો સંતોનો ઉપદેશ છે. અતીન્દ્રિયઆનંદથી ભરેલો આત્મા છે તેનું ભાન થતાં
પર્યાયમાં તે આનંદ અનુભવાયો છે. પછી સાથે કાંઈક અશુદ્ધતા રહી ગઈ તેને પણ
ધર્મી જાણે છે. આનંદનો નમુનો ચાખીને પૂર્ણાનંદસ્વભાવની પ્રતીત કરી છે.
પર્યાયમાં આનંદનો અંશ પ્રગટ થયા વગર પૂર્ણ આનંદસ્વભાવની સાચી પ્રતીત થાય
નહીં. સમ્યગ્દ્રષ્ટિ–સાધકને અંશે શુદ્ધતા અને મલિનતા બંને સાથે છે. તે જાણે છે કે
મારા શુદ્ધઉપાદાનથી

PDF/HTML Page 15 of 75
single page version

background image
: ૮ : આત્મધર્મ: બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
મારી શુદ્ધતા થશે. વિભાવપરિણામને તે કલંક સમજે છે, ને શુદ્ધાત્મસ્વરૂપની વારંવાર
ભાવનાવડે તેને ટાળવા માંગે છે. લગની તો શુદ્ધઆત્મામાં જ લાગી છે. શુદ્ધઆત્માની
એવી લગની છે કે મુનિને જે શુભ વિકલ્પ આવે તે પણ કલંક લાગે છે; ત્યાં અશુભની
તો વાત પણ કેવી? ટીકા વખતે વિકલ્પ ઉપર અમારું વજન નથી પણ જ્ઞાનમાં
શુદ્ધાત્માનું ઘોલન ચાલે છે તેના ઉપર વજન છે, ને તે શુદ્ધાત્મા તરફના લક્ષના જોરથી
શુદ્ધતા વધી જશે ને વિકલ્પ તૂટી જશે. સમ્યગ્દ્રષ્ટિનું મુખ્ય લક્ષ શુદ્ધ આત્મસ્વભાવ ઉપર
છે. આવા આત્માને લક્ષમાં લઈને વારંવાર તેની ભાવનાનું ઘોલન કરવા જેવું છે. –તે
માંગળિક છે.
कुरु कुरु पुरुषार्थ......

જ્ઞાનાર્ણવમાં બ્રહ્મચર્યમહાવ્રતના કથનની સમાપ્તિ પ્રસંગે શાસ્ત્રકાર મહારાજ
એક ઘણા જ સુંદર શ્લોક દ્વારા ઉપદેશ આપીને હિતની પ્રેરણા કરે છે કે–
विरम विरम संगात् मुंच मुंच प्रपंचं
विसृज विसृज मोहं विद्धि विद्धि स्वतत्त्वं।
कलय कलय वृत्तं पश्य पश्य स्वरूपं
कुरु कुरु पुरुषार्थ निर्वृतानन्दहेतोः।।४२।।
રે આત્મા!
તું સંગ–પરિગ્રહથી વિરક્ત થા...વિરક્ત થા, પ્રપંચ–માયાને છોડ...છોડ.
જગતના મોહને દૂર કર...દૂર કર, સ્વતત્ત્વને જાણ...જાણ.
ચારિત્રનો અભ્યાસ કર...અભ્યાસ કર, નિજસ્વરૂપને દેખ....દેખ.
અને મોક્ષના મહા આનંદને માટે તું પુરુષાર્થ કર...પુરુષાર્થ કર.
–આ પ્રમાણે બે–બે વાર કહીને આચાર્ય મહારાજે અત્યન્ત પ્રેરણા કરી છે; કેમકે
શ્રી ગુરુમહારાજ મહા દયાળુ છે, તેથી હિતને માટે વારંવાર પ્રેરણા આપે છે.
*

PDF/HTML Page 16 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૯ :
આચાર્ય કુંદકુંદપ્રભુની વાણીમાં શુદ્ધાત્મઅનુભવનો અજોડ ટંકાર છે.
અંતરમાં સિદ્ધપ્રભુને સ્થાપીને સમયસાર દ્વારા શુદ્ધાત્મઅનુભવના જે ટંકારા તેમણે
કર્યા છે તે ટંકાર સાંભળતાં જ મુમુક્ષુ–વીરો આત્મિકશૂરાતનથી જાગી જાય છે ને
મોહ ભાગી જાય છે. જેમના પહેલા જ ટંકારે સમકિત થાય ને બીજા ટંકારે
વીતરાગતા થાય–એવા કુંદકુંદપ્રભુની વાણીના ટંકાર ગુરુદેવના આ પ્રવચનમાં
દેખીને દરેક જિજ્ઞાસુ જીવ આનંદિત થશે ને એના અંતરમાંય સિદ્ધપદના ટંકાર થશે.







આ સમયસારની શરૂઆતમાં જ કુંદકુંદાચાર્યદેવે આત્મામાં સિદ્ધપણું સ્થાપીને
મંગળ કર્યું હતું કે ‘હું સિદ્ધ ને તું સિદ્ધ’ મારામાં ને તારામાં બંનેમાં સિદ્ધને સ્થાપું છું;
એટલે સિદ્ધપદ જેવા નિર્મળભાવોમાં વ્યાપે એવો આત્મા છે,–એવો આત્મા હું આ
સમયસારમાં દેખાડીશ. તારી જ્ઞાનપર્યાયના આંગણે અનંતા સિદ્ધપ્રભુને પધરાવું છું ને
વિકારને કાઢી નાંખું છું. અંતર્મુખ થયેલી જ્ઞાનપર્યાયમાં એટલી તાકાત છે કે વિકારને
કાઢી નાંખીને અનંતા સિદ્ધપ્રભુને પોતામાં સ્થાપે. આ રીતથી અનંત સિદ્ધોને તારા
જ્ઞાનમાં આમંત્રણ આપ ને તું પણ તેવો થા. વિકારને તારા જ્ઞાનમાંથી કાઢી નાંખ ને
સિદ્ધપણું સ્થાપ એટલે કે સિદ્ધ જેવા સ્વભાવથી ભરેલો તારો આત્મા તેને જ્ઞાનમાં લઈને
પર્યાયમાં તું તેવો થઈ જા.
વાહ, સિદ્ધપદના ટંકાર કરીને અપૂર્વ શરૂઆત કરી છે, કે અમારા સમયસારનું
શ્રવણ કરનારા શ્રોતાઓ પણ આવા હોય; એ રાગની રુચિવાળા

PDF/HTML Page 17 of 75
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
ન હોય. એ તો અનંતા સિદ્ધ–મહેમાનોનો સત્કાર કરીને પોતાના આંગણે પધરાવે
છે; અનંતા સિદ્ધ જ્યાં પધારે તે આંગણું કેટલું મોટું ને કેટલું ચોક્ખું?–એ
જ્ઞાનપર્યાયની તાકાત કેટલી કે જે અનંતસિદ્ધોને સ્વીકારે? રાગમાં અટકેલી
પર્યાયમાં એવી તાકાત હોય નહિ. રાગ નહિ, વિકલ્પ નહિ, કર્મ નહિ, દેહ નહિ,
અપૂર્ણતા નહિ, સિદ્ધ જેવો પૂર્ણ તાકાતવાળો હું છું–એમ સ્વીકારીને સિદ્ધને પોતામાં
સાથે રાખીને જે ઊપડ્યો તે જીવ સિદ્ધપરિણતિને લીધા વગર પાછો નહિ ફરે.
અરે ભાઈ, આ તારું સ્વરૂપ સન્તો તને પોકારી પોકારીને બતાવે છે, તે
એકવાર નક્કી તો કર. જંગલમાં વસતા ને સ્વરૂપને અનુભવતા દિગંબર સન્ત,
મોરપીંછી ને કમંડળ તે પણ જેને બાહ્ય છે, અંદર સિદ્ધસ્વરૂપને જ પોતામાં વસાવીને
ધ્યાવી રહ્યા છે, તેમનું આ કથન છે, પરમ વીતરાગી, પરમ નિર્દોષ! અમે તો અંદર
અમારા અનંતગુણની નિર્મળતા પ્રગટ કરીને તેમાં સિદ્ધપ્રભુને બિરાજમાન કર્યા છે;
રાગ નહિ. પરસંગ નહિ, અલ્પજ્ઞતા નહિ, અમે તો જ્ઞાન–આનંદથી પૂરા એવા
સિદ્ધને અમારા આત્મામાં સ્થાપીને સિદ્ધ પ્રભુની પંક્તિમાં બેઠા...હવે સિદ્ધ થવા
સિવાય બીજો કોઈ માર્ગ રહ્યો નથી. વિકારરૂપે થનારા અમે નહિ, અમે તો સિદ્ધ
થનારા.
અહો, અમે અનંતા સિદ્ધને મારા ને તારા આત્મામાં સ્થાપ્યા; હે જીવ!
અમારી પાસે તું ‘શુદ્ધઆત્મા’ સાંભળવા આવ્યો છો એટલે તું સતનું એટલું તો
બહુમાન લઈને આવ્યો છો કે તને સિદ્ધપણું ગમશે ને વિકાર નહિ ગમે.–તો અમે તને
તારું સિદ્ધપણું સંભળાવીએ છીએ ને તારો શુદ્ધઆત્મા દેખાડીએ છીએ; તે સાંભળીને
તું તારા આત્મામાં સિદ્ધપણું સ્થાપ. તું શ્રોતા થઈને આવ્યો એનો અર્થ એ થયો કે,
અમે જે કહીએ છીએ તે તારે જાણવું છે–માનવું છે ને આદરવું છે. અમારી વાત તને
ગોઠી એટલે તું સાંભળવા આવ્યો. હવે અમે સમસ્ત નિજવૈભવથી તને તારા
આત્માનો વૈભવ બતાવીએ છીએ; અનંતા સિદ્ધોને તારી પર્યાયમાં સમાડી દે એટલે કે
શ્રદ્ધા–જ્ઞાનમાં લઈને તું પણ સિદ્ધ થા–એવી તારા આત્મવૈભવની તાકાત છે. તેની
સામે જોઈને આવા તારા સામર્થ્યની હા પાડ, તારા શ્રદ્ધા–જ્ઞાનરૂપી આંગણું ચોકખું
કરીને તેમાં સિદ્ધપ્રભુને પધરાવ. પછી અમે તને સમયસાર સંભળાવીએ. તારી
પ્રભુતાની હા પાડીને સમયસાર સાંભળ! એટલે જરૂર

PDF/HTML Page 18 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૧૧ :
તને પણ અમારા જેવો સ્વાનુભવ થશે. ને વક્તાના તથા શ્રોતાના ભાવની સંધિ
થશે.
જે આંગણામાં પ્રભુને પધરાવવા (–અનુભવમાં લેવા) હોય તે આંગણું
કેટલું ચોક્ખું જોઈએ! વિકારની રુચિવડે જેનું આંગણું મલિન છે તે મલિન
આંગણામાં પ્રભુ પધારે નહિ–અનુભવમાં આવે નહિ. એક સારો રાજા ઘરે આવે
તોપણ તેનો કેટલો આદર કરે છે ને આંગણું ચોક્ખું કરીને કેવું શણગારે છે! તો હે
ભાઈ! જગતના મહારાજા એવા સિદ્ધપ્રભુને તારા આત્મામાં પધરાવવા માટે તારી
પર્યાયના આંગણાને નિર્મળ શ્રદ્ધા–જ્ઞાનવડે તું શણગાર. હકારના જોરપૂર્વક જે
સાંભળવા આવ્યો તેની પર્યાય રાગથી પાછી હઠીને અંતર તરફ વળવા લાગી,
સંસારથી પાછી ફરીને સિદ્ધપદ તરફ જવા લાગી. અનંતા સિદ્ધને ને સર્વજ્ઞપદને
મારા જ્ઞાનમાં–શ્રદ્ધામાં–અનુભવમાં સમાડી દઉં એવી મારી તાકાત છે–એમ
સ્વભાવના ભરોસે હા પાડીને તે સ્વભાવને સાંભળે છે; એટલે એના શ્રવણમાં ને
એના ભાવમાં અપૂર્વતા છે.
જુઓ, આ પ્રભુતા! પ્રભુ પોતાના અનંત ગુણોમાં વ્યાપેલો વિભુ છે. તેની
વિભુતાનો આ વિસ્તાર થાય છે. વિભુતામાં જ્ઞાન છે. વિભુતામાં વિકલ્પ નથી.
વિકલ્પમાં કે વાણીમાં જ્ઞાન નથી, જ્ઞાનમાં વિકલ્પ કે વાણી નથી. જ્ઞાન સર્વને
જાણવાના સામર્થ્યવાળું છે એ અપેક્ષાએ આત્માને સર્વવ્યાપક ભલે કહેવાય. પણ
ખરેખર તો તે સ્વ–વ્યાપક છે; રાગમાં તે વ્યાપતું નથી ત્યાં પરમાં વ્યાપવાની તો
વાત જ કેવી?
સ્ત્રી કે બાળક, વૃદ્ધ કે યુવાન, મનુષ્ય કે દેવ, એ તો બધા ઉપરના ખોખાં છે,
એનાથી ભિન્ન અંદર બધા આત્મા એક જાતના છે. બધાય આત્મા પોતપોતાના
અનંત ગુણના વૈભવથી ભરેલા છે. આત્મા ક્યાં સ્ત્રી આદિ છે? એ તો
ચૈતન્યગુણનો ભંડાર છે. અહો, આવું સ્વરૂપ લક્ષમાં લેનાર જ્ઞાનની કેટલી
ગંભીરતા? આવી ગંભીરતામાં અનંત સર્વજ્ઞ–વીતરાગને સ્થાપ્યા છે. ભાઈ! તું
બીજા વિચાર ન કર...સિદ્ધ જેવી તારી તાકાત છે તેમાં શંકા ન કર. બીજો વિકલ્પ
વચ્ચે ન લાવ. ભગવાન કુંદકુંદસ્વામી જેમણે વિદેહની યાત્રા કરીને સીમંધર
પરમાત્માના સાક્ષાત્ ભેટા કર્યા. તેઓ સ્વાનુભવના જોરથી પરમ સત્યને પ્રસિદ્ધ
કરતાં ફરમાવે છે કે આત્માના

PDF/HTML Page 19 of 75
single page version

background image
: ૧૨ : આત્મધર્મ: બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
નિજવૈભવમાં સિદ્ધપણું છે, તે અમે ભગવાન પાસેથી સાંભળ્‌યું છે, પરમ ગુરુઓએ
કૃપાપૂર્વક અમને બતાવ્યું છે ને અમારા સ્વાનુભવથી અમે જોયું છે, તે અમે તને આ
સમયસારમાં દેખાડીએ છીએ. અહો! આમાં તો ઘણી ગંભીરતા છે. જે પર્યાયમાં
રાગવગરના અનંતા સર્વજ્ઞ–સિદ્ધોનો સ્વીકાર થયો તે પર્યાયની તાકાત કેટલી? તે
પર્યાય શું રાગમાં ઊભી રહેશે?–નહિં; એ પર્યાય તો સ્વભાવસન્મુખ થઈને અનંતો
આનંદ પ્રગટ કરશે, અનંત જ્ઞાનની તાકાત પ્રગટ કરશે, અનંત વીર્યવડે પ્રભુતા
પ્રગટાવશે, રાગ વગરનું અતીન્દ્રિય ચૈતન્યજીવન પ્રગટાવશે. વાહ રે વાહ! આ તો
પ્રભુતાની પ્રાપ્તિનો અવસર આવ્યો. અરે જીવ! આવી પ્રભુતાના પ્રસંગે પામરતાને યાદ
ન કરીશ; સિદ્ધની સાથે ગોષ્ઠી કરી...હવે સંસારને ભૂલી જાજે; આત્મામાં સિદ્ધને
સ્થાપ્યા–હવે સિદ્ધ થતાં શી વાર! થોડો કાળ વચ્ચે છે પણ સિદ્ધપણાના પ્રસ્થાનાના જોરે
(પ્રતીતના જોરે) સાધક તે અંતરને તોડી નાંખે છે, ને જાણે અત્યારે જ હું સિદ્ધ છું એમ
શુદ્ધદ્રષ્ટિથી દેખે છે. સિદ્ધનું પ્રસ્થાનું કર્યું ત્યાં જ રુચિમાંથી રાગ ભાગી ગયો. અરે,
આઠવર્ષના બાળક પણ જાગી ઊઠે ને અંતરમાં પોતાના આવા નિજવૈભવને દેખે કે
‘આવો હું!’ સિદ્ધ જેવા અનંતગુણના સામર્થ્યરૂપે તે પોતાને દેખે છે ને
નિર્વિકલ્પધ્યાનવડે અનુભવે છે. અમે દેહમાં કે રાગમાં રહેનારા નહિ. અમે તો એક
સમયમાં નિર્મળ ગુણ–પર્યાયોરૂપ જે અનંત ભાવો તેમાં રહેનારા છીએ અમારો વાસ
અમારા અનંત–ગુણ–પર્યાયમાં છે; ‘અનંતધામ’ માં વસનારો વિભુ અમારો આત્મા છે.
અહા, પોતાના અંતરમાં જ આવો વિભુ વસી રહ્યો છે પણ નજરની આળસે જીવો એને
દેખતા નથી.
બુદ્ધિને અંતરમાં વાળે તો તો પોતે પોતામાં નજર કરવી સહેલી છે; પણ કદી
એવી નજર કરી નથી ને મોંઘી માનીને પરભાવમાં અટકી રહ્યો છે. પરભાવ સુગમ ને
નિજભાવ કઠિન–એવી વિપરીતબુદ્ધિને લીધે જીવ સ્વવૈભવને દેખી શક્તો નથી.–એ
વિપરીતતાની મર્યાદા કેટલી? એક સમયપૂરતી; અને તે પણ કાંઈ સ્વભાવમાં પેસી ગઈ
નથી. જો દ્રઢતાથી ઊપડે કે મારે મારા આત્માને દેખવો જ છે ને સ્વવૈભવને સાધવો જ
છે, તો પરભાવની રુચિ તોડીને સ્વભાવને અનુભવતાં વાર લાગે નહિ. અહા,
આત્મસ્વભાવના વૈભવનો પથારો કેટલો?–કે એકસાથે અનંતગુણોમાં ને તે બધાની
નિર્મળપર્યાયોમાં

PDF/HTML Page 20 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ: બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૧૩ :
ફેલાઈ જાય એટલો એનો વિસ્તાર છે. પણ એ બહાર જઈને વિકારમાં ફેલાતો નથી.
ચૈતન્યગુણના ફેલાવમાં વિકારનો અભાવ છે.
અરે, ચક્રવર્તીના આંગણે જઈને એની પાસે કોલસા ન મંગાય, એની પાસે તો
હીરા મંગાય; તેમ આ ચૈતન્યચક્રવર્તીના આંગણે નીકટભવ્ય થઈને આવ્યો તો એની
પાસે રાગ ન મંગાય, એની પાસે તો કેવળજ્ઞાનાદિ અનંત ગુણ–રત્નો મંગાય. અહો,
ચૈતન્યના વૈભવની શી વાત! ક્ષેત્ર ભલે મધ્યમ–મર્યાદિત, પણ એના ભાવની તાકાત
અચિન્ત્ય ને અમર્યાદિત છે. એક સમયમાં અનંતગુણનો જે અપાર વૈભવ પ્રગટ્યો તેમાં
સર્વવ્યાપક થઈને પરિણમે છે–એવી આત્માની વિભુતા છે. સમ્યગ્દર્શન થતાં આવા
‘વિભુ’ નો પોતામાં સાક્ષાત્કાર થાય છે, આત્મભાન થાય છે, પરમાત્મપણું પોતામાં
દેખાય છે, સાક્ષાત્ પરમાત્મા થવાની તાલાવેલી જાગે છે એટલે કે પરિણતિનો પ્રવાહ તે
તરફ વહે છે. (–સ્વરૂપ ભણી દોડે પરિણતિ.)
સિદ્ધપદના સાધક સન્તોએ કરેલા આ સિદ્ધપદના ટંકાર
ઝીલીને હે જીવ! તું પણ સિદ્ધિપંથનો પથિક થા.
દસલક્ષણી પર્યુષણપર્વ ભાદરવા સુદ ૪ ને શુક્રવાર તા. ૮–૯–૬૭
થી શરૂ કરીને ભાદરવા સુદ ૧૪ ને રવિવાર તા. ૧૭–૯–૬૭ સુધી
ઉજવાશે. (વચ્ચે એક તિથિ ઘટતી હોવાથી પર્યુષણ એક દિવસ વહેલા
શરૂ થાય છે.) આ દરમિયાન દશલક્ષણી ધર્મો ઉપર પૂ. ગુરુદેવના ખાસ
પ્રવચનો તેમજ દશલક્ષણધર્મોનું પૂજન વગેરે કાર્યક્રમો થશે.
ત્યાર પહેલાં શ્રાવણ વદ ૧૨ થી ભાદરવા સુદ ૪ સુધી તા. ૧ થી
૮ સપ્ટેમ્બર સુધીના આઠ દિવસો દરમિયાન દર વર્ષની જેમ રાબેતા
મુજબ પૂ. ગુરુદેવના ખાસ પ્રવચનો થશે.
ઉદ્ઘાટન: શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના ભૂતપૂર્વ પ્રમુખ મુરબ્બી શ્રી
રામજીભાઈના સન્માન નિમિત્તે એકઠા થયેલા ફંડમાંથી શાસ્ત્રભંડાર
માટેનો જે હોલ બાંધવામાં આવેલ છે તેનું ઉદ્ઘાટન ભાદરવા સુદ ચોથ
(તા. ૮–૯–૬૭) ના રોજ કરવાનું નક્કી થયું છે.
* * *