Atmadharma magazine - Ank 289
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૫
સળંગ અંક ૨૮૯
Version History
Version
Number Date Changes
001 June 2005 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
રજતજયંતિનું વર્ષ
૨૮૯
સુખધામ

સુખધામ અનંત સુસંત ચહી,
દિનરાત રહે તદ્ધ્યાન મહીં;
પ્રશાંત અનંત સુધામય જે,
પ્રણમું પદ તે વરતે જય તે.
(અનંત સુખધામ એવા ચૈતન્યપદની આરાધના
વડે આ વર્ષ સર્વ જીવોને આનંદકારી હો.)
તંત્રી: જગજીવન બાવચંદ દોશી * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૪ કારતક (લવાજમઃચાર રૂપિયા) વર્ષ ૨પ: અંક ૧

PDF/HTML Page 3 of 45
single page version

background image
પૂજ્ય સન્તજનોનાં મંગલઆશીર્વાદથી આ વર્ષ આપણા માટે
આરાધનાનું વર્ષ હો...એવી ઉત્તમભાવના સાથે
સર્વે સાધર્મીઓને ભાવભીનાં અભિનંદન!

PDF/HTML Page 4 of 45
single page version

background image
કારતક : ૨૪૯૪ આત્મધર્મ : ૧ :
વર્ષ ૨પ અંક ૧
વીર સંવત ૨૪૯૪ કારતક
(વાર્ષિક લવાજમ ચાર રૂપિયા)
રજતજયંતિનું વર્ષ
મહાવીર પ્રભુના માર્ગે
મહાવીરપ્રભુના નિર્વાણોત્સવને ચાર–પાંચ દિવસની વાર હતી ત્યારે જિનમંદિરમાં
ભાવભીની ભક્તિ ગવાતી હતી કે ‘મહાવીરા! તેરી ધૂનમેં આનંદ આ રહા હૈ... સંતોને
મહાવીરપ્રભુની ધૂનમાં આનંદ આવે છે–કેમકે મહાવીરનો માર્ગ તેમણે જોયો છે, ને એ
વીરમાર્ગે તેઓ જઈ રહ્યા છે...એ માર્ગ આનંદકારી છે.
તે વખતે એમ થયું કે હે વીરનાથ! આપ તો આ ભરતક્ષેત્રને સૂનું સૂનું મૂકીને
સિદ્ધાલયમાં પધારી ગયા...અમે તો આપને જોયા ય નથી...ત્યારે વીરનાથની પ્રતિમામાંથી
જાણે ધ્વનિ ઊઠતો હોય કે હે ભવ્ય! મારો માર્ગ ભરતક્ષેત્રમાં અત્યારે પણ જીવંત છે, ને એ
માર્ગ દેખાડનારા સાધકો પણ વિદ્યમાન છે, અહા, આજ અઢી હજાર વર્ષે પણ વીરનાથનો
જીવંતમાર્ગ અને તે માર્ગે દોરી જનારા સન્તો, –એમને દેખીને આનંદ થાય છે.
હે વીરપ્રભો! આપના મોક્ષગમન પછી પણ આપ જે માર્ગ દેખાડી ગયા તે માર્ગે
થોડાજ વખતમાં ગૌતમસ્વામી આપની પાસે મોક્ષમાં આવ્યા, પછી તો સુધર્મસ્વામી ને
જંબુસ્વામી પણ એ જ માર્ગે આવ્યા, શ્રીધરસ્વામી વગેરે પણ એ જ માર્ગે સિદ્ધાલયમાં
આવ્યા.... ભદ્રબાહુસ્વામી ને ધરસેનસ્વામી, કુંદકુંદસ્વામી ને વીરસેનસ્વામી,
સમન્તભદ્રસ્વામી ને અમૃતચંદ્રસ્વામી વગેરે ઘણાય મુનિવરો પણ આપના જ માર્ગે
ઝડપભેર આવી રહ્યા છે...અમારા ગુરુ વગેરે અનેક સંતો પણ આત્મશ્રદ્ધાના બળે
આપના માર્ગે આવી રહ્યા છે...ને તેમની સાથે સાથે અમને પણ આપના જ માર્ગે દોરી
રહ્યા છે...અમારા માટે આ મહાન આનંદની વાત છે. અને અમે રોજ ભાવના ભાવીએ
છીએ કે–
‘પ્રભુજી! તારા પગલે પગલે મારે આવવું રે.......’:

PDF/HTML Page 5 of 45
single page version

background image
: ૨ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
બેસતા વર્ષની બોણી
સાક્ષાત્ મોક્ષમાર્ગના સારરૂપ વીતરાગતા જયવંત વર્તો
स्वस्ति साक्षात्मोक्षमार्गसारत्वेन शास्त्रतात्पर्यभूताय वीतरागत्वायेति
આવો મોક્ષમાર્ગ દેખાડનારા ભગવંતોને નમસ્કાર હો,
શ્રી પંચાસ્તિકાયની ૧૭૨ મી ગાથામાં ‘स्वस्ति साक्षात्
मोक्षमार्ग..” એમ કહીને વીતરાગી મોક્ષમાર્ગ પ્રત્યેના પ્રમોદપૂર્વક
આચાર્યદેવ આશીર્વાદ આપે છે કે હે ભવ્યજીવો! મહાવીર ભગવાને
વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગ વડે મોક્ષને સાધ્યો, ને તમે પણ એ જ
માર્ગને આરાધો. –મોક્ષમાર્ગનો આવો મંગલ સન્દેશ ગુરુદેવે
બેસતાવર્ષની બોણીમાં આપ્યો.
વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગની આરાધના કરવી તે મોક્ષનો ખરો ઉત્સવ છે. ભગવાનના
મોક્ષનો ઉત્સવ કોણ ઉજવે? જે મોક્ષાર્થી હોય તે; તે મોક્ષાર્થી
જીવ કઈ રીતે નિર્વાણ પામે છે? સાક્ષાત્ મોક્ષનો અભિલાષી
ભવ્યજીવ અત્યંત વીતરાગતા વડે ભવસાગરને તરી જઈને, શુદ્ધસ્વરૂપ પરમ
અમૃતસમુદ્રને અવગાહીને શીઘ્ર નિર્વાણને પામે છે.
જુઓ, આજે ભગવાનના નિર્વાણના દિવસે નિર્વાણ પામવાની વાત આવી છે. ભગવાન
મહાવીર મોક્ષાર્થી થઈને ચિદાનંદ સ્વરૂપનું ભાન કરીને તેમાં લીનતા વડે વીતરાગ થયા, એ રીતે
રાગદ્વેષમોહરૂપ ભવસાગરથી પાર થઈને, પરમ આનંદના સાગર એવા પોતાના
શુદ્ધસ્વરૂપમાં નિમગ્ન થઈને નિર્વાણ પામ્યા; ને નિર્વાણનો આવો જ માર્ગ ભગવાને
ભવ્યજીવોને બતાવ્યો; હે ભવ્ય જીવો! સાક્ષાત્ વીતરાગતા જ મોક્ષમાર્ગ છે, તેના વડે જ મોક્ષેચ્છુ
ભવ્યજીવો ભવસાગરને તરીને નિર્વાણને પામે છે–
–તેથી ન કરવો રાગ જરીયે ક્્યાંય પણ મોક્ષેચ્છુએ,
વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે, (પંચા૦ ૧૭૨)
આખા શાસ્ત્રનું એટલે કે જૈનશાસનનું તાત્પર્ય આચાર્યભગવાને આ સૂત્રમાં બતાવ્યું છે.
ભવ્યજીવો કઈ રીતે ભવસાગરને તરે છે? –કે વીતરાગતા વડે; બસ! વીતરાગતા તે જ સમસ્ત
શાસ્ત્રનું તાત્પર્ય છે, તે જ શાસ્ત્રનું હાર્દ છે. કયાંય પણ જરીકેય રાગ રાખીને તરાતું નથી પણ
સઘળી વસ્તુ પ્રત્યેના સમસ્ત રાગને છોડીને, અત્યંત વીતરાગ થઈને ચૈતન્યસ્વરૂપમાં લીનતાવડે
જ ભવસાગરને તરાય છે.

PDF/HTML Page 6 of 45
single page version

background image
: કારતક : ૨૪૯૪ આત્મધર્મ : ૩ :
‘વિસ્તારથી બસ થાઓ! આચાર્યદેવ કહે છે કે વધારે શું કહીએ? બધાય તીર્થંકરભગવંતો
આવા વીતરાગી મોક્ષમાર્ગરૂપ ઉપાયવડે જ ભવસાગરને તર્યા છે, ને તેઓએ બીજા મુમુક્ષુ જીવોને
પણ એ વીતરાગતાનો જ ઉપદેશ આપ્યો છે. આમ કહીને આવા સાક્ષાત્ મોક્ષમાર્ગ પ્રત્યેના
પ્રમોદથી આચાર્યદેવ કહે છે કે અહો! જયવંત વર્તો વીતરાગપણું....કે જે સાક્ષાત્ મોક્ષમાર્ગનો સાર
હોવાથી શાસ્ત્રના તાત્પર્યર્ભૂત છે, સાક્ષાત્ મોક્ષમાર્ગના સારરૂપ વીતરાગતા જયવંત વર્તો! આવો
મોક્ષમાર્ગ જયવંત વર્તો! ને તેના વડે થયેલી આત્મઉપલબ્ધિ જયવંત વર્તો.
આ પ્રમાણે વીતરાગી સન્તોએ વીતરાગતાના જયજયકાર કરીને વીતરાગભાવને
મોક્ષમાર્ગ તરીકે પ્રસિદ્વ કર્યો છે. બધાય તીર્થંકર ભગવંતોએ આ જ રીતે મોક્ષને સાધ્યો, અને આ
જ રીતે તેનો ઉપદેશ કર્યો; માટે નક્કી થાય છે કે આ જ એક નિર્વાણનો માર્ગ છે, બીજો કોઈ
નિર્વાણનો માર્ગ નથી. આ રીતે નિર્વાણનો માર્ગ નક્કી કરીને આચાર્યદેવ કહે છે કે બસ, હવે
બીજા પ્રલાપથી બસ થાઓ, મારી મતિ વ્યવસ્થિત થઈ છે, મોક્ષમાર્ગનું કાર્ય સધાય છે. આવો
મોક્ષમાર્ગ દર્શાવનારા ભગવંતોને નમસ્કાર હો–
અર્હંત સૌ કર્મોતણો કરી નાશ એ જ વિધિ વડે,
ઉપદેશ પણ એમ જ કરી નિર્વૃત થયા, નમું તેમને. (પ્રવ૦ ૨૮)
અહા, સાક્ષાત્ મોક્ષમાર્ગ તરીકે આ વીતરાગતાને જ જયવંત કહીને આચાર્યદેવે કમાલ
કરી છે. સાક્ષાત્ મોક્ષમાર્ગ એટલે સીધો મોક્ષમાર્ગ, ખરો મોક્ષમાર્ગ તો વીતરાગતા જ છે, એટલે કે
મોક્ષમાર્ગમાં પહેલેથી છેલ્લે સુધી (શરૂઆતથી પૂર્ણતા સુધી) જે વીતરાગતા છે તે જ મોક્ષમાર્ગ
છે; મોક્ષમાર્ગ તરીકે વીતરાગતા જ જયવંત વર્તે છે; રાગનો તો મોક્ષમાર્ગમાંથી ક્ષય થતો જાય છે.
આવા વીતરાગભાવરૂપ સાક્ષાત્ મોક્ષમાર્ગને જાણીને તેને આરાધવો તે મહા માંગળિક છે.
જુઓ, આ બેસતા વર્ષની બોણી અને આશીર્વાદ અપાય છે. વીતરાગી મોક્ષમાર્ગ સમજીને
તેની આરાધના કરવી તે અપૂર્વ બોણી છે. જેણે આવા વીતરાગીમાર્ગની સમ્યક્ શ્રદ્ધા કરી તેના
આત્મામાં અપૂર્વ નવું વર્ષ બેઠું, તેણે મોક્ષનો મહોત્સવ કર્યો ને તેણે સન્તો પાસેથી સાચી બોણી
અને આશીર્વાદ મેળવ્યા.
શ્રમણો જિનો તીર્થંકરો એ રીતે સેવી માર્ગને
સિદ્ધિ વર્યા, નમું તેમને; નિર્વાણના તે માર્ગને.

PDF/HTML Page 7 of 45
single page version

background image
: ૪ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
સુખના પંથે ચડેલા ધર્માત્મા
(આસો વદ ચોથના પ્રવચનમાંથી)
સુખના પંથે ચડેલા ધર્માત્મા કેવા હોય? તે બતાવે છે. ચૈતન્યની અનૂભુતિવડે સુખનો
સ્વાદ જેણે ચાખ્યો, ચૈતન્યરસના જે રસિયા થયા, એવા શાંત–ધર્માત્મા પોતાના જ્ઞાનભાવમાં
ઉલ્લસે છે, પોતાના અંતરમાં આનંદના દરિયા ઉલ્લસતા અનુભવે છે.
આત્મા આત્માના ભાવમાં ઉલ્લસે છે, –પરિણમે છે, ને પુદ્ગલ પુદ્ગલના ભાવમાં
ઉલ્લસે છે. બંને તદ્ન જુદાં છે. અશુદ્ધ પરિણામમાં પણ ધર્મીનો ઉલ્લાસ નથી. તે અશુદ્ધભાવ
પોતાના સ્વભાવપણે જ્ઞાનીને અનુભવાતા નથી.
જે અશુદ્ધભાવને જ વેદે છે, તેને જ પોતાનું કાર્ય માને છે, તે તો દુઃખના ડુંગરે
અનુભૂતિથી પોતાના આનંદના ડુંગરે ચડયા છે, સુખની ગૂફામાં બેઠા છે. અહો! ધર્માત્મા
સુખના પંથે ચડયા...સિદ્ધપદના સાધક થયા.
ચૈતન્યલક્ષણ આત્મામાં છે; પુણ્ય–પાપ માં ચૈતન્યલક્ષણ નથી. ચૈતન્યલક્ષણ દ્વારા આત્માને
પકડીને અનુભવ્યો ત્યાં પરભાવોથી ભિન્નતા થઈ, સમ્યગ્દર્શન થયું, મોક્ષમાર્ગના દ્વાર ખુલ્યા.
જ્ઞાનના ઉલ્લાસથી સમ્યગ્દ્રષ્ટિએ આત્માને અનુભવ્યો છે. જ્ઞાનલક્ષણના પંથે
દોરાયેલા તે ધર્માત્મા પરભાવોથી જુદા પડીને, ઊંડા સુખના પાટે ચડયા, તેની રેલ
(પરિણતિનો પ્રવાહ) સુખના દરિયા તરફ ચાલે છે.
ધર્મી જાણે છે કે હું ‘સ્વયં’ એટલે, કે પરની અપેક્ષા વિના રાગની અપેક્ષા વિના,
મારા આત્માને સ્વાનુભવ–પ્રત્યક્ષ કરુ છું. સ્વાનુભવ પ્રત્યક્ષ થતાં અંદર ભાન થયું કે
અહો, મારા આત્માનો ઉલ્લાસ રાગથી જુદો છે. સીતાજી વગેરે ધર્માત્માઓએ પોતાના
આત્માને આવો અનુભવ્યો છે. ધર્મના દોર અલૌકિક છે.
મારું સુખ મારા અસ્તિત્વમાં છે. જેમાં મારું અસ્તિત્વ નથી તેમાં મારું સુખ કેમ
હોય? ધર્મીએ પોતાના અસ્તિત્વમાં પોતાનું સુખ જોયું છે. જ્ઞાન થતાં અનાદિનો વિભાવ
મટી ગયો ને અપૂર્વ સ્વભાવ પ્રકાશમાન થયો. અને ભાન થયું કે મારા હોવાપણામાં તો
આનંદ ને જ્ઞાન જ છે, અનંતજ્ઞાનથી ને આનંદથી જ હું ભરેલો છું. આવા સ્વમાં ઉલ્લસિત
પરિણામે પરિણમેલા ધર્માત્મા સુખના પંથે ચડયા છે...હવે તેમને સુખ જ આવશે.
શુદ્ધ ચિદાનંદ સ્વરૂપના અનુભવદ્વારા ચોથા ગુણસ્થાનથી જ આત્મામાં રાગ
વગરનું જ્ઞાન અનુભવાય છે. જ્ઞાન અને રાગ વચ્ચે એકતા નથી પણ ભિન્નતા છે, તેથી
ભેદજ્ઞાનવડે તેમને ભિન્નપણે અનુભવવા તે સુગમ છે, અત્યારે થઈ શકે છે. ને એવો
અનુભવ કરતાં જ આત્મા પરમસુખના પંથે પ્રયાણ કરે છે.
સુખના પંથે ચડેલા ધર્માત્માને નમસ્કાર હો

PDF/HTML Page 8 of 45
single page version

background image
: કારતક : ૨૪૯૪ આત્મધર્મ : ૫ :
પૂજ્ય ગુરુદેવની મંગલકારી છત્રછાયામાં આપણું આત્મધર્મ–માસિક આજે
પચ્ચીસમાં વર્ષમાં એટલે કે રજતજયંતીના વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. એક
‘આત્મધર્મ’ જ જૈનસમાજનું શુદ્ધઆધ્યાત્મિક પત્ર છે... –કે જે જિજ્ઞાસુઓને
લૌકિકભાવનાઓથી દૂરદૂર આત્મિકભાવનામાં લઈ જાય છે. ગુરુદેવ આપણને જે
આત્મહિતકારી ધર્મનો બોધ આપી રહ્યા છે તેની પ્રભાવનામાં આત્મધર્મનો કેટલો
ફ્રાળો છે તે સર્વે જિજ્ઞાસુઓને પરિચિત છે. આત્મધર્મે હંમેશાંં પોતાના ઉચ્ચ આદર્શો
ને ઉચ્ચ પ્રણાલી જાળવી રાખ્યાં છે; ભારતભરમાં ઉચ્ચ ધાર્મિક સંસ્કારવાળો વિશાળ
વાચક વર્ગ ધરાવતું હોવાથી આત્મધર્મનું સંપાદન–ધોરણ પણ એવું જ ઉચ્ચકોટિનું
રહ્યું છે....અને આમ છતાં પ્રતિપાદનશૈલ, એટલી સુગમ છે કે આજે હજારો વિદ્યાર્થી–
બાળકો પણ હોંશેહોંશે તેનું વાંચન કરે છે.
આત્મધર્મના ચાર મુખ્ય ઉદેશો છે–આત્માર્થિતાની પુષ્ટિ; દેવગુરુધર્મની સેવા;
વાત્સલ્યનો વિસ્તાર અને બાળકોમાં ધાર્મિકસંસ્કારોનું સીંચન. એ ઉદે્શોમાં આગળ ને
આગળ વધવા આપણે સૌ સતત પ્રયત્નશીલ છીએ. એક ધર્મને સેવનારા ને એક ગુરુની
છાયામાં રહેનારા આપણે સૌ એક છીએ એવી ભાવના સાધર્મીઓમાં પ્રસરી રહી છે.
મારા જીવનને માટે આ એક મહાન લાભનું કારણ છે કે ગુરુદેવની
ચરણછાયામાં નિરંતર રહીને જિનવાણીમાતાની ઉપાસનાનું આવું સદ્ભાગ્ય મને
મળ્‌યું. પૂ. ગુરુદેવે હંમેશાં પ્રસન્નતાપૂર્વક મારા જીવનને હિતમાર્ગમાં દોર્યું છે. બંધુઓ!
આવા કાળે આવા ગુરુજીની પ્રાપ્તી થઈ છે તો તેમની મંગલછાયામાં એકએક પળને
ખૂબ જ મૂલ્યવાન સમજીને આત્મહિત સાધવાનું છે. ને તેમની વાણીરૂપ આ
આત્મધર્મના વિકાસમાં આપનો સૌનો જે કિંમતી સહકાર છે તે બદલ સૌનો આભાર
માનીને ભાવના ભાવું છું કે–
આત્મધર્મની રજતજયંતી પછી સુવર્ણજયંતી પણ ગુરુદેવની સોનેરી છાયામાં
વેલીવેલી આવો. –બ્ર. હ. જૈન

PDF/HTML Page 9 of 45
single page version

background image
: ૬ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
બાલવિભાગને દીપાવલી – અભિનંદન:
બાલવિભાગના બે હજાર જેટલા સભ્યોને દીપાવલીનું અભિનંદનકાર્ડ મોકલ્યું
છે–જે સૌને મલી ગયું હશે, ને દેખીને આનંદિત થયા હશો. આ કાર્ડમાં જે ચિત્ર છે તેમાં,
વીરપ્રભુના પગલે પગલે મોક્ષમાર્ગે જવાની ભાવના વ્યક્ત કરી છે.....સંતો આપણને તે
માર્ગ દેખાડી રહ્યા છે–એવો ભાવ પણ તેમાં બતાવ્યો છે. તમારા વાંચવાના પુસ્તકમાં એ
કાર્ડ રાખી મુકજો ને રોજ રોજ વીરપ્રભુના માર્ગે જવાની ભાવના તાજી કરજો. તમને
આ જાણીને વિશેષ આનંદ થશે કે આ અભિનંદનકાર્ડ આપણા બાલવિભાગના જ એક
સભ્ય તરફથી તમને સૌને મોકલવામાં આવ્યું છે. તે સભ્ય છે–અમદાવાદના રોમેશકુમાર
બાબુલાલ જૈન (જેઓ કોલેજમાં ભણે છે, ને ગુરુદેવ જ્યારે અમદાવાદ પધારે છે ત્યારે
લગભગ તેમના ઘરે જ ઉતારો હોય છે. ગોપાલભાઈના તેઓ પૌત્ર છે.) બાલવિભાગ
પ્રત્યેની આ લાગણી માટે તેમને આપણા સૌના અભિનંદન.
આત્મધર્મ....... આત્મધર્મ..... આત્મધર્મ.... આત્મધર્મ.....
‘આત્મધર્મ’ એ સોનગઢથી પ્રસિદ્ધ થતું આધ્યાત્મિક માસિક છે. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢનું એ મુખપત્ર છે. પૂ. શ્રી કાનજીસ્વામીના આધ્યાત્મિક સન્દેશનો તે પ્રચાર કરે છે.
આત્મધર્મ દરમહિનાની પાંચમી તારીખે પોસ્ટ થાય છે. વાર્ષિક લવાજમ ચાર રૂપિયા છે.
વર્ષની ગણતરી કારતકથી આસો સુધીની છે. શરૂઆતથી જ ગાહક થઈ જવું સારૂં છે, કેમકે
પાછળથી ગાહક થનારને પ્રારંભિક અંકો મળવાનું મુશ્કેલ બને છે–કારણકે તે અંકો સિલકમાં
હોતા નથી; વર્ષમાં ગમે ત્યારે ગાહક થઈ શકાય છે; ગાહક થનારને કારતક માસથી શરૂ
કરીને (સિલકમાં હોય તેટલા) અંકો મોકલાય છે.
વૃદ્ધથી બાળક સૌને ઉચ્ચ ધાર્મિક સંસ્કારોના સીંચન માટે આપના ઘરમાં આત્મધર્મ મંગાવો.
આત્મધર્મના બાલવિભાગમાં બાળકોને સભ્ય થવા માટે કોઈ ફી હોતી નથી; સભ્ય થવા
ઈચ્છનારે પોસ્ટકાર્ડમાં પોતાના હસ્તાક્ષરે નામ, સરનામું, ગામ, ઉંમર, અભ્યાસ અને
જન્મદિવસ–એટલી વિગત સંપાદક ઉપર લખી મોકલવી.
આત્મધર્મના પાઠક જિજ્ઞાસુઓએ પોતાનું લવાજમ વેલાસર મોકલવા વિનંતિ છે.
આત્મધર્મની ઉન્નતિ માટે આપનો સહકાર અને સલાહ–સૂચનાઓ આવકારીએ છીએ.
લેખન–સંપાદનસંબંધી પત્રવ્યવહાર– લવાજમ અને વ્યવસ્થાસંબંધી પત્રવ્યવહાર
સંપાદક આત્મધર્મ વ્યવસ્થાપક, આત્મધર્મ કાર્યાલય,
સોનગઢ (સૌરાષ્ટ્ર) સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 10 of 45
single page version

background image
: કારતક : ૨૪૯૪ આત્મધર્મ : ૭ :
પ્ર પ્ર
દુઃખ વખતે જ સુખ– આત્માનો સુખસ્વભાવ છે. નિજસ્વરૂપના અજ્ઞાનને લઈને જીવ જોકે
દુઃખમાં આવ્યો છે, પણ દુઃખ વખતેય પોતાની સુખશક્તિને ભેગી રાખીને દુઃખમાં આવ્યો છે,
દુઃખ વખતેય સુખશક્તિ તો અંદર સાથે રાખી જ છે. દુઃખને મટાડવાની શક્તિ ભેગી લઈને
દુઃખમાં આવ્યો છે. આવી નિજશક્તિનું ભાન કરતાં સુખશક્તિનું કાર્ય એવું સુખ પ્રગટે છે ને
દુઃખ ટળે છે.
દેવ–ગુરુની ઓણખાણ– જેણે પોતાનું હિત કરવું છે તેને દેવમૂઢતા ને ગુરુમૂઢતા ટળવી
જોઈએ. આત્માર્થીને પોતાને તરવું છે તો સામે પણ તરનારા દેવ–ગુરુ કેવા હોય તેને પોતાના
આત્મભાવથી તે ઓળખી લ્યે છે. પોતાને આત્મઅનુભવ સાધવો છે તો સામે આત્મ–
અનુભવને પામેલા એવા દેવ–ગુરુ કેવા છે તેને પોતે પોતાના ભાવ સાથે મેળવીને ઓળખી
લ્યે છે. અને ધર્માત્માની આવી ખરી ઓળખાણ કરીને પછી પોતે પણ એમના જેવી દશા
પ્રગટ કરે છે. આત્મભાવથી ધર્માત્માને ઓળખતાં દેવમૂઢતા–ગુરુમૂઢતા ટળે છે ને તે
ઓળખાણ પોતાને જરૂર સમ્યકત્વનું કારણ થાય છે.
ધર્મીની પ્રીતિ શેમાં છે? –ધર્મીની પ્રીતિનો વિષય તો અનંત ચૈતન્યવૈભવથી ભરપૂર આત્મા
જ છે, તેમાં જ એમની દ્રષ્ટિ છે, એમના સ્વાનુભવમાં એનો જ સ્વીકાર છે, ઈન્દ્રપદ કે
શુભરાગ એ એમની પ્રીતિનો કે એમના સ્વાનુભવનો વિષય નથી. નાનામાં નાના
સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્મા હોય તેમની પણ આવી જ અંર્તદશા હોય છે. એવી અંર્તદશાને ઓળખે
ત્યારે ધર્માત્માને ઓળખ્યા કહેવાય, ને ત્યારે પોતામાં પણ ભેદજ્ઞાન થાય.
જ્ઞાનીનું જ્ઞાન– જ્ઞાનીનું જ્ઞાન આત્મામાં તન્મયપણે ઉપજે છે, રાગમાં તન્મયપણે ઉપજતું
નથી; એટલે તે જ્ઞાનને રાગની સાથે કર્તાકર્મપણું નથી. જ્ઞાનીનું તે જ્ઞાન રાગનું અકર્તા છે.
કર્તાની શોધ ક્્યાં કરવી? –કોઈ પણ પર્યાયના કર્તાને તારે શોધવો હોય તો, તે પર્યાયને
કોની સાથે અનન્યપણું છે–તે શોધી લે.....જેની સાથે અનન્યપણું હોય તેની સાથે જ કર્તા–
કર્મપણું છે, બીજા કોઈ સાથે નહીં.

PDF/HTML Page 11 of 45
single page version

background image
: ૮ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
જ્ઞાનીનું જ્ઞાન મોક્ષને સાધે છે– મારી આત્મપર્યાયને મારા આત્મદ્રવ્યની સાથે જ તન્મયતા
છે–એમ દેખનાર જીવની સ્વપર્યાયનો ઝુકાવ પોતાના દ્રવ્યસ્વભાવ તરફ હોય છે, એટલે
સ્વદ્રવ્ય તરફના ઝુકાવથી તેને વીતરાગતા જ થતી જાય છે. રાગ–દ્વેષાદિ ભાવો તેને ઘટતા
જાય છે; ને તે ઘટતા જતા રાગાદિભાવનુંય જ્ઞાનમાં તો અકર્તાપણું જ છે; કેમકે તે રાગની
સાથે તન્મય થઈને જ્ઞાન ઉપજતું નથી. જ્ઞાન તો શુદ્ધઆત્મા સાથે જ તન્મય થઈને ઉપજે છે.
આ રીતે જ્ઞાતાસ્વભાવના આશ્રયે રાગના અકર્તાપણે ઉપજતું જ્ઞાનીનું જ્ઞાન મોક્ષને સાધે છે.
જીવનું સાચું જીવન– જેણે જીવની શુદ્ધ ચૈતન્યસત્તાનો સ્વીકાર ન કર્યો ને બીજા વડે તેનું
જીવન (તેનું ટકવું) માન્યું તેણે જીવના સ્વાધીન જીવનને હણી નાંખ્યું, પોતે જ પોતાનું
ભાવમરણ કર્યુ. તેને અનંત શક્તિવાળું સ્વાધીન જીવન બતાવીને ‘અનેકાન્ત’ વડે
આચાર્યદેવ સાચું જીવન આપે છે. ‘ભાવમરણો’ ટાળવા માટે કરુણા કરીને અનંત
આત્મશક્તિરૂપી સંજીવની સંતોએ આપી છે, –જેના વડે અવિનાશી સિદ્ધપદ પમાય છે. –એ
જીવનું સાચું જીવન છે, તે સુખી જીવન.
સિદ્ધભગવંતો સુખી જીવન જીવી રહ્યા છે; તેના સાધક–સંતો પણ સુખી જીવન જીવી રહ્યા છે.
ચૈતન્યસતાની અનુભૂતિ આત્માને સુખી જીવન જીવાડે છે.
આનંદને અનુભવનારા જીવો– આનંદમય જ્ઞાતા–દ્રષ્ટાપરિણામી આત્મા તે ખરો આત્મા છે.
એકલા જ્ઞાનભાવથી ભરેલો આત્મા તેને જાણતાં આનંદમય અમૃતરસની ધારા વહે છે.
રાગાદિના કર્તાપણે આત્માને જાણે તેમાં તો રાગનું–આકુળતાનું વેદન થાય છે. તેમાં આનંદની
ધારા વહેતી નથી, કેમકે તે આત્માનું સાચું સ્વરૂપ નથી. આત્માના સાચા સ્વરૂપને જાણે ને
આનંદરસની ધારા ન વહે–એમ બને નહિ. અંદર આનંદનો દરિયો ભર્યો છે એટલે તેમાં
ઉપયોગ જોડતાં જ આનંદની ધારા અનુભવમાં ઉલ્લસે છે. વસ્તુસ્વરૂપ એવું છે કે એના
જ્ઞાનમાં કદી કંટાળો ન આવે પણ આનંદ આવે. ભાઈ, તારી આવી વસ્તુ છે તેને એકવાર
તારા લક્ષમાં તો લે;એને લક્ષમાં લેતાં જ, કદી ન થયેલો એવો આનંદ તને થશે. સમ્યગ્દર્શન
સહિત નરકના સંયોગ વચ્ચે રહેલા શ્રેણીકરાજા પણ આવા આત્માને આનંદભાવ સહિત
અનુભવે છે. એનો તો દાખલો આપ્યો, બાકી અહીં પણ એવા આત્માનો આનંદસહિત
અનુભવ કરનારા અનેક જીવો છે, ને એવો અનુભવ થઈ શકે છે.

PDF/HTML Page 12 of 45
single page version

background image
: કારતક : ૨૪૯૪ આત્મધર્મ : ૯ :
પરમ શાંતિદાતારી અધ્યાત્મભાવના
(લેખાંક પપ: અંક ૨૮૭ થી ચાલુ)
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામીરચિત સમાધિશતક ઉપર પૂજ્યશ્રી
કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.

(વીર સં ૨૪૮૨ શ્રાવણ સુદ દસમી બુધવાર તા. ૧પ–૮–પ૬ સમાધિશતક ગા. ૯૪)
અજ્ઞાનીની સર્વ અવસ્થાઓ ભ્રમરૂપ છે, ભલે તે જાગતો હોય, શાસ્ત્રો ભણતો હોય,
તોપણ દેહાદિને આત્મા માનનારો તે જીવ અબુધ છે, ઊંઘતો જ છે, મૂર્ખ જ છે. અને આત્માને
દેહથી ભિન્ન જાણનાર જ્ઞાની ઊંંઘ વખતે કે મૂર્છા વખતે પણ પ્રબુદ્ધ છે, સ્વરૂપમાં જાગૃત છે,
વિવેકી છે.
અહીં કોઈ બહિરાત્મા કહે છે કે બાલ–વૃદ્ધ વગેરે શરીરની અવસ્થારૂપે આત્માને માનનાર
અજ્ઞાની પણ શાસ્ત્રો ભણીને અને નિદ્રારહિત થઈને મુક્તિ પામી જશે ‘! –તો આચાર્યદેવ તેના
ઉત્તરમાં કહે છે કે–
विदिताशेषशास्त्रोऽपि न जाग्रदपि मुच्यते।
देहात्मद्रष्टिर्ज्ञातात्मा सुप्तोन्मतोऽपि मुच्यते।९४।
ભલે ઘણા શાસ્ત્રો ભણ્યો હોય અને જાગતો હોય, તોપણ દેહ તે જ આત્મા એવી જેની
દ્રષ્ટિ છે તે જીવ મુક્તિ પામતો નથી, જાગતો હોવા છતાં અને શાસ્ત્રો ભણવા છતાં તે બંધાય જ
છે. શાસ્ત્રો ભણવાનો સાર તો દેહાદિથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્માને જાણવો–તે હતો, તે તો
અજ્ઞાની જાણતો નથી, એટલે ખરેખર તે શાસ્ત્ર ભણ્યો જ નથી, શાસ્ત્રોનો જે આશય હતો તેને
તો તે સમજ્યો નથી. અને જેણે દેહાદિથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને જાણ્યો છે એવા જ્ઞાની
ઊંઘ વખતે પણ છૂટતા જ જાય છે; ઊંઘ વખતે ય જ્ઞાનમાં જ એકતાપણે પરિણમે છે, રાગાદિમાં
એકતાપણે પરિણમતા નથી તેથી ક્ષણેક્ષણે તેને છૂટકારો જ થતો જાય છે; સુપ્ત અને ઉન્મત
અવસ્થા વખતે પણ ભેદજ્ઞાનના બળે તેને વિશિષ્ટ કર્મનિર્જરા થયા જ કરે છે. જુઓ અજ્ઞાની
સર્વ અવસ્થાઓમાં બંધાય જ છે, ને જ્ઞાની સર્વ અવસ્થાઓમાં મુકાય જ છે. ભલે શાસ્ત્રોના
શબ્દો વાંચતાં ન આવડતું હોય પણ દેહાદિથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને જેણે જાણ્યો તેણે
સર્વે શાસ્ત્રોનું રહસ્ય જાણી લીધું છે.
‘અજ્ઞાની ઊંઘતા સારા ને જ્ઞાની જાગતા સારા, કેમકે અજ્ઞાની ઊંઘતો હોય તો ઊંઘમાં

PDF/HTML Page 13 of 45
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
પાપ તો ન કરે! ’ –એમ કેટલાક જીવો કહે છે. પણ અહીં તો આચાર્યદેવ કહે છે કે અરે
ભાઈ! દેહમાં આત્મબુદ્ધિને લીધે અજ્ઞાની જીવ ઊંઘ વખતેય મિથ્યાત્વનું મહાપાપ બાંધી જ રહ્યો
છે. અજ્ઞાનીને જાગતો હોય ત્યારે પાપ બંધાય ને ઊંઘ વખતે તેને પાપ ન થાય–એ તારી ભ્રમણા
છે. એ જ પ્રમાણે જ્ઞાનીને જાગૃતદશામાં ધર્મ રહે ને ઊંઘ વખતે ભાન ચાલ્યું જાય–એમ નથી, ઊંઘ
વખતેય જ્ઞાનીને આત્મભાન વર્તી જ રહ્યું છે. ઊંઘદશા હોય કે જાગૃતદશા હો, વિવેકી દશા હો કે
ઉન્મત જેવી દશા હોય, તોપણ જ્ઞાનીને બધી અવસ્થામાં આત્મજ્ઞાન સરખું જ છે, ને અજ્ઞાનીને
બધી અવસ્થામાં અજ્ઞાન જ વર્તી રહ્યું હોય છે. જેમાં જેને હિતબુદ્ધિ હોય છે તેમાં જ તેના શ્રદ્ધા–
જ્ઞાન વર્તે છે. જ્ઞાનીને આત્મામાં જ હિતબુદ્ધિ છે તેથી ઊંઘ વખતે પણ તેને આત્માના શ્રદ્ધા–જ્ઞાન
વર્તે છે. અને અજ્ઞાનીને દેહાદિ બાહ્ય વિષયોમાં સુખબુદ્વિ છે તેથી તેને સદાય દેહાદિમાં જ શ્રદ્ધા–
જ્ઞાન લીનતા વર્તે છે. જ્ઞાનીને જ્ઞાનસ્વરૂપ આત્માનું ભાન ક્ષણેક્ષણે વર્તી રહ્યું છે તે જ તેની
મુક્તિની નિશાની છે. આ રીતે ભેદજ્ઞાન કરીને નિર્વિકલ્પ પ્રતીતિ અને અનુભવની દ્રઢતા કરવી
તે જ મોક્ષનો સર્વોપરી મુખ્ય ઉપાય છે, ને તે જ ઉપાદેય છે.
પ્રશ્ન:– ભેદજ્ઞાનનો અભ્યાસ ક્્યાં સુધી કરવો?
ઉત્તર:– જ્ઞાનાનંદ સ્વરૂપમાં અંતર્મુખ થઈને નિર્વિકલ્પ અનુભવ થાય ત્યાંસુધી ભેદજ્ઞાનનો
પ્રયત્ન કર્યા જ કરવો. ને ભેદજ્ઞાન પછી પણ કેવળજ્ઞાન થાય ત્યાં સુધી તે જ્ઞાનાનંદસ્વરૂપમાં
લીનતાનો વારંવાર પ્રયત્ન કર્યા જ કરવો. આ રીતે આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપને જાણીને તેમાં
લીનતા કરવી તે જ મોક્ષનો શ્રેષ્ઠ ઉપાય છે, –તે એક જ ઉપાય છે અને બીજો કોઈ ઉપાય નથી. હું
જ્ઞાનસ્વરૂપી આત્મા છું–એમ નિર્ણય કરીને તેનું જ અવધાન કરવું, તેને જ ધ્યાનમાં ધારવો. એ
રીતે જ્ઞાનસ્વરૂપ આત્માની શ્રદ્ધા કરીને તેમાં લીનતા કરતાં મુક્તિ થાય છે.
।। ૯૪।।
સુપ્ત વગેરે અવસ્થામાં પણ જ્ઞાનીને સ્વરૂપનું સંવેદન કેમ રહ્યા કરે છે? તે વાત હવે સ્પષ્ટ
કરે છે–
यत्रैवहितधीः पुंसः श्रद्धा तत्रैव जायते।
यत्रैव जायते श्रद्धा चितं तत्रैव लीयते।।९५।।
“આમાં જ મારું હિત છે” –એમ જે વિષયમાં જીવને હિતબુદ્ધિ થાય છે તેમાં જ તેને શ્રદ્ધા
ઉત્પન્ન થાય છે, અને જે વિષયમાં શ્રદ્ધા થાય છે તેમાં જ તેના ચિત્તની લીનતા થાય છે.
ધર્માત્માને પોતાના આત્મસ્વરૂપમાં જ હિતબુદ્ધિ હોવાથી તેને ઊંઘ વગેરે દશા વખતે પણ તેની
શ્રદ્ધા વર્ત્યા જ કરે છે. અને અજ્ઞાનીને બાહ્ય વિષયોમાં હિતબુદ્ધિ હોવાથી તેને બાહ્યવિષયોમાં જ
શ્રદ્ધા અને લીનતા

PDF/HTML Page 14 of 45
single page version

background image
: કારતક : ૨૪૯૪ આત્મધર્મ : ૧૧ :
વર્તે છે. આ રીતે જ્યાં રુચિ ત્યાં શ્રદ્ધા, અને જ્યાં શ્રદ્ધા ત્યાં એકાગ્રતા થાય છે.
પહેલાંં આત્મામાં હિતબુદ્ધિ એવી થવી જોઈએ કે અહો! આ જગતમાં ક્્યાંય મારું સુખ
હોય તો તે મારા આત્મામાં જ છે, મારા આત્માથી બહાર જગતના કોઈ પણ વિષયોમાં મારું
સુખ છે જ નહિ. –આવો દ્રઢ નિર્ણય કરે તો આત્મામાં હિતબુદ્ધિ થતાં તેની રુચિ થાય, ને તેની
શ્રદ્ધા થતાં વારંવાર તેમાં જ વલણ રહ્યા કરે, ને તેમાં જ લીનતા થાય. જેને આત્માની રુચિ છે
તેને બીજા વિષયોમાં સુખબુદ્ધિ સ્વપ્નેય થતી નથી. શુદ્ધ ચિદાનંદ આત્મામાં જ સુખબુદ્ધિથી
સ્વપ્નેય તેનું જ રટણ રહ્યા કરે છે. હું ચિદાનંદ છું, હું જ્ઞાયક છું–એવી પ્રતીતિનું પરિણમન ધર્મીને
સદાય વર્તે છે. અને અજ્ઞાનીને દેહ તે હું–રાગ તે હું એવી ઊંધી પ્રતીતિનું પરિણમન સદાય વર્તે
છે. જીવને જે વિષયની રુચિ–શ્રદ્ધા અને લીનતા હોય તેનું જ રટણ રહ્યા કરે છે.
ધર્મીને સ્વપ્નાં પણ એવા આવે કે હું ચરમશરીરી છું, હું ભગવાનની સભામાં બેઠો છું,
મુનિઓ મને આશીર્વાદ આપે છે. –આ રીતે રુચિ અને શ્રદ્ધાનું જોર જીવને તે–તે વિષયથી હટવા
દેતું નથી, તેને તેનું રટણ રહ્યા જ કરે છે. વજ્રપાત થાય કે દેવ ડગાવવા આવે તોપણ ધર્મીની
શ્રદ્ધામાંથી આત્માનું રટણ ખસતું નથી...હું જ્ઞાનાનંદ સ્વરૂપ છું–એવી શ્રદ્ધાનું રટણ તેને નિરંતર
વર્ત્યા જ કરે છે. આ રીતે જેમાં હિતબુદ્ધિ હોય તેમાં શ્રદ્ધા ને લીનતા થાય છે, ઉપયોગ વારંવાર તે
તરફ જાય છે.
।। ૯પ।।
હવે જેમાં હિતબુદ્ધિ ન હોય તેમાં જીવને શ્રદ્ધા કે લીનતા થતા નથી, એટલે તેમાં તે
અનાસક્ત જ હોય છે–એમ કહેશે.
દશ સવાલ ને દશ જવાબ
૧. દેવ કોણ? ....................... જિનેન્દ્રદેવ.
૨. ગુરુ કોણ? ....... રત્નત્રયધારી નિર્ગ્રંથ મુનિ.
૩. ધર્મ કોણ? .......... મોહરહિત શુદ્ધપરિણામ.
૪. પૂજા કોની કરવી? ............ જિનેન્દ્રદેવની,
પ. ઉત્તમરત્ન ક્્યા?....સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર,
૬. સ્નેહ કોનો કરવો? ... ધર્માત્માનો.
૭. જીવનો સાચો મિત્ર કોણ? ..... સમ્યગ્દર્શન.
૮. જીવનો મોટો શત્રુ કોણ? ....... મિથ્યાત્વ.
૯. નિજપદ કયું? ..... શુદ્ધચૈતન્યસ્વરૂપ.
૧૦. જગતમાં ઉત્તમ કોણ? ..... શુદ્ધઆત્મા.
(બે વખત વાંચીને દશે જવાબ મોઢે રહી જાય તો તમે ૧૦૦ માર્કે પાસ)

PDF/HTML Page 15 of 45
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
जैनसिद्धांत–अहिंसा परमो धर्मः
૧. –અહિંસા કોને કહે છે?
આત્મામાં રાગાદિ ભાવોની ઉત્પત્તિ ન થવી તે અહિંસા છે.
૨. –હિંસા કોને કહે છે?
આત્મામાં રાગાદિ ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે; તેના વડે આત્માના શુદ્ધોપયોગરૂપ
ભાવપ્રાણ હણાય છે.
૩. –જે ભાવ વડે શુદ્ધોપયોગ હણાય તે હિંસા છે;
જે ભાવ વડે શુદ્ધોપયોગ અખંડ રહે તે અહિંસા છે;
અને આવી अहिंसा ते परमो धर्मः છે, એ જૈનસિદ્ધાંત છે.
૪. –અહો, વીતરાગમાર્ગની અહિંસા! શુદ્ધતારૂપ પોતાના ભાવપ્રાણની જેમાં રક્ષા થાય તે
વીતરાગી અહિંસા છે. એનાથી વિરુદ્ધ એવા કષાયભાવો (રાગ–દ્વેષ) વડે હિંસા થાય છે,
હિંસ્ય અને હિંસક બંને પોતામાં જ છે, ને તેનો અભાવ કરીને વીતરાગભાવરૂપ અહિંસા
પણ પોતાના આત્માના આશ્રયે પ્રગટે છે.
પ. –ચૈતન્યપ્રાણ શું છે તેની જેને ખબર જ નથી તે તેની રક્ષા કઈ રીતે કરશે? ને તેને
અહિંસા ક્્યાંથી હોય? પોતાના ભાવપ્રાણ જેના વડે હણાઈ રહ્યા છે એવા રાગાદિ
ભાવોને જે સેવી રહ્યો છે તે હિંસાને જ સેવી રહ્યો છે; અહિંસાના સ્વરૂપની તેને ખબર
નથી, અહિંસારૂપ ધર્મ તેને હોતો નથી.
૬. –જેની અહિંસા કરવાની છે એવા શુદ્ધજીવનું સ્વરૂપ જે જાણતો નથી, ને જે ભાવવડે હિંસા
થાય છે તે ભાવને હિંસા તરીકે જે ઓળખતો નથી–તેને અહિંસા હોતી નથી ને હિંસાનો
ત્યાગ યથાર્થપણે હોતો નથી. બહારથી દ્રવ્યપ્રાણની હિંસા ભલે તેના વડે ન થતી હોય પણ
અંદર અશુદ્ધ ભાવોના સેવન વડે તેને ભાવહિંસા તો ક્ષણેક્ષણે થઈ જ રહી છે.
૭. –મિથ્યાત્વ હોય ત્યાં ચૈતન્યના ભાવપ્રાણની રક્ષા થઈ શક્તી નથી, મિથ્યાત્વ વડે
ચૈતન્યપ્રાણ હણાય છે; તેથી જ્યાં મિથ્યાત્વ હોય ત્યાં સાચી અહિંસા હોતી નથી.
વસ્તુસ્વરૂપના જ્ઞાન વડે જ અહિંસાધર્મનું પાલન થઈ શકે છે.

PDF/HTML Page 16 of 45
single page version

background image
: કારતક : ૨૪૯૪ આત્મધર્મ : ૧૩ :
૮. –જીવની જેટલી શુદ્ધતા તેટલી અહિંસા;
ને જેટલી અશુદ્ધતા તેટલી હિંસા.
૯. –અહિંસા–ધર્મ આત્માને પુષ્ટ કરનારું મહા રસાયણ છે.
એ અહિંસા–રસાયણ આત્માને અમૃત બનાવે છે.
મિથ્યાદ્રષ્ટિ જીવો વીતરાગી અહિંસારૂપી રસાયણનું પાન કરી શકતા નથી.
૧૦. –રાગરૂપી હિંસા તે મૃત્યુ છે, તેમાં ચૈતન્યપ્રાણ હણાય છે.
વીતરાગભાવરૂપ અહિંસા તે અમૃત છે, તેમાં ચૈતન્યનું જીવન છે.
(પુરુષાર્થસિદ્ધિઉપાયના પ્રવચનમાંથી)
સન્તોએ કરુણા કરીને આત્મસ્વભાવનો મહાન વૈભવ બતાવ્યો,
પણ તે વૈભવને પ્રતીતમાં લેવાની તાકાત કોની? પ્રતીતમાં લેનારને
પોતાનો સ્વભાવનો પુરુષાર્થ છે. પુરુષાર્થ વગરનો જીવ સર્વજ્ઞદેવે બતાવેલા
નિજવૈભવને નીહાળી શકતો નથી. નિજસ્વભાવને નહીં દેખનારો જીવ,
સર્વજ્ઞની વાણીના ગંભીર રહસ્યોનો નિર્ણય કરી શકતો નથી. અહા! જે
સ્વભાવને નીહાળવાથી પરમાત્મપણું પ્રગટ થાય તેના મહિમાની શી વાત?
અરે જીવ! તું સર્વજ્ઞનો પુત્ર છો, તું અરિહંતનો યુવરાજ છો, સર્વજ્ઞપદનું
રાજ લેવાની તાકાતવાળો તું છો. જિનસેનસ્વામીએ મહાપુરાણમાં
ગૌતમગણધરને ‘સર્વજ્ઞપુત્ર’ કહ્યા છે; સમ્યગ્દ્રષ્ટિને કેવળીપ્રભુનો લઘુનંદન
કહ્યો છે. પોતાનો સર્વજ્ઞસ્વભાવ જેણે પ્રતીતમાં લીધો તેનું પરિણમન
સર્વજ્ઞતા તરફ વળ્‌યું, હવે અલ્પકાળમાં પોતે સર્વજ્ઞ થશે. –એવી સર્વજ્ઞ
થવાની શક્તિ આત્મામાં છે; પણ નિજસ્વભાવને લક્ષમાં લીધા વગર
સર્વજ્ઞશક્તિનો નિર્ણય થઈ શકે નહીં. પૂર્ણસ્વભાવની પ્રતીત કરતાં
સાધકપણું થયું, તે હવે પૂર્ણસ્વભાવના આશ્રયે અલ્પકાળમાં પૂર્ણતા પ્રગટ
કરશે. તે પૂર્ણતાનું કારણ પોતામાં જ છે, તેનું સાધન પોતામાં જ છે.

PDF/HTML Page 17 of 45
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
સન્તોનો સિંહનાદ
જિનવાણી–માતાજી જગાડે છે ને ભગવાનપણું દેખાડે છે

અહા, જિનવાણીમાતાજી પ્રેમથી જગાડે છે, સન્તો કરુણાથી જગાડે છે: હે જીવ! હવે તો તું
જાગ! ને તારી નિજશક્તિના વૈભવને દેખ. અનંતકાળથી મોહનિદ્રામાં સૂતો ને નિજવૈભવને
ભૂલ્યો, પણ હવે તો આ જિનવચનરૂપી અમૃતવડે તું જાગ. જેમ રાવણની શક્તિવડે મૂર્છિત થયેલા
લક્ષ્મણને રામ જગાડતા હતા, તેમ અહીં મોહરાવણથી મૂર્છિત જીવોને આતમરામી સન્તો જગાડે
છે, ને ‘વિ–શલ્યા’ એટલે શલ્યરહિત આત્મપરિણતિ (સમ્યકશ્રદ્ધા) આવતાં જ મોહમૂર્છા દૂર
થઈને આત્મા નિજશક્તિને સંભાળતો જાગે છે, ને મોહરૂપી રાવણને હણી નાંખે છે. અહા,
આતમરામી સન્તો તને જગાડે છે, તો હે ભાઈ! હવે તો તું જાગ! આ સમયસારના મંત્રોવડે તું
શીઘ્ર જાગ. જાગીને તારા આત્મવૈભવને દેખ. હવે જાગીને મોક્ષમાં જવાનાં ટાણાં આવ્યા છે. ૧૬
વર્ષ કરતાંય નાની ઉંમરમાં શ્રીમદ્ રાજચંદ્રજી લખે છે કે ‘રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયો;
નિદ્રાથી મુક્ત થયા, હવે ભાવનિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજે. ’
મારું પરમેશ્વરપણું મારામાં છે–એમ સ્વીકાર તો કરો. એક વાર શ્રીમદ્ રાજચંદ્રજીએ કોઈ
ભરવાડલોકોમાં અનુકરણની જિજ્ઞાસાબુદ્ધિ દેખીને તેઓને કહ્યું કે ‘ભાઈઓ’ આંખો મીચી
જાઓ, ને અંદર હું પરમેશ્વર છું એમ વિચાર કરો. ’ તે ભરવાડ ભદ્ર હતા, તેમણે એ વાતમાં શંકા
કે પ્રતિકાર ન કર્યો, પણ વિશ્વાસથી એમ વિચાર્યું કે આ કોઈ મહાત્મા છે ને અમને અમારા
હિતની કંઈક અપૂર્વ વાત કહે છે; જગતના જીવો કરતાં આમની ચેષ્ટા કંઈક જુદી લાગે છે. તેમ હે
ભદ્ર! અહીં કુંદકુંદસ્વામી જેવા પરમ હિતકારી સન્તો તને તારું સિદ્ધપણું બતાવે
છે, તો તું
ઉલ્લાસથી તેની હા પાડ, ને હું સિદ્ધ છું–એમ તારા આત્માને ચિંતનમાં લે, અંતરમાં સમ્યજ્ઞાનરૂપી
સુપ્રભાત ઉગાડ ને મોહનિદ્રા છોડીને આત્માના વૈભવને સંભાળ. અનાદિથી સંયોગવાળો ને
વિકારવાળો જ આત્મા માનીને તું અજ્ઞાનમાં સૂતો. તે માન્યતા હવે છોડ, ને અનંતગુણના ધામ
એવા આત્માને દેખ.....અનંત કિરણોથી ઝગઝગતા ચૈતન્યસૂર્યનો પ્રકાશ દેખ, આ ભાવનિદ્રામાંથી
ઢંઢોળીને સન્તો અને જિનવાણીમાતા તને તારી નિજશક્તિ બતાવે છે.
એક સિંહના બચ્ચાની વાત આવે છે........
–જુઓ સામે પાને

PDF/HTML Page 18 of 45
single page version

background image
: કારતક : ૨૪૯૪ આત્મધર્મ : ૧૫ :











સિંહનું એક નાનું બચ્ચું હતું. ભૂલથી તે બકરીના ટોળામાં ભળી ગયું, ને પોતાનું સિંહપણું
ભૂલીને પોતાને બકરું જ માનવા લાગ્યું. એકવાર બીજા સિંહે તેને દીઠું, ને તેને તેના સિંહપણાનું
ભાન કરાવવા સિંહનાદ કર્યો. સિંહની ત્રાડ સાંભળતાં જ બકરાં તો બધાય ભાગ્યા, પણ આ
સિંહનું બચ્ચું તો નિર્ભયપણે ઊંભું રહ્યું, સિંહના અવાજની બીક એને ન લાગી. ત્યારે બીજા સિંહે
તેની પાસે આવીને પ્રેમથી કહ્યું–અરે બચ્ચા! તું બકરું નથી, તું તો સિહ છો? દેખ, મારી ત્રાડ
સાંભળીને બકરાં તો બધા ભયભીત થઈને ભાગ્યા, ને તને કેમ બીક ન લાગી? –કેમકે તું તો
સિંહ છો.....મારી જાતનો જ તું છો, માટે બકરાનો સંગ છોડીને તારા સિંહ–પરાક્રમને સંભાળ,
વળી વિશેષ ખાતરી કરવા તું ચાલ મારી સાથે, ને આ સ્વચ્છ પાણીના ઝરામાં તારું મોઢું જો!
વિચાર કર કે તારું મોઢું કોના જેવું લાગે છે? મારા જેવું (એટલે કે સિંહ જેવું) લાગે છે કે બકરા
જેવું? હજી વિશેષ લક્ષણ બતાવવા સિંહે કહ્યું કે તું એક અવાજ કર......અને જો કે તારો અવાજ
મારા જેવો છે કે બકરા જેવો? સિંહના બચ્ચાએ જ્યાં ત્રાડ પાડી ત્યાં તેને ખાતરી થઈ કે હું સિંહ
છું; પાણીના સ્વચ્છ ઝરણામાં પોતાનું મોઢું જોઈને પણ તેને સ્પષ્ટ દેખાણું કે હું તો સિંહ છું.
ભ્રમથી જ સિંહપણું ભૂલી, મારી નિજશક્તિને ભૂલીને મને બકરા જેવો માની રહ્યો હતો, આ તો
એક દૃષ્ટાંત છે; તેમ ધર્મકેસરી એવા સર્વજ્ઞ પરમાત્મા પોતે સર્વજ્ઞ થઈને દિવ્યવાણીરૂપી
સિંહનાદથી તને તારું પરમાત્મપણું બતાવે છે; જેવા અમે પરમાત્મા છીએ એવો જ તું પરમાત્મા
છો; બંનેની એક જ જાત છે. ભ્રમથી તેં પોતાને પામર માન્યો છે ને તારા પરમાત્મપણાને તું
ભૂલ્યો છો.

PDF/HTML Page 19 of 45
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
પણ અમારી સાથે તારી મુદ્રા (લક્ષણ) મેળવીને જો તો ખરો, તો તને ખાતરી થશે કે તું પણ
અમારા જેવો જ છો. સ્વસંવેદનવડે તારા સ્વચ્છ જ્ઞાનસરોવરમાં દેખ તો તને તારી પ્રભુતા
તારામાં સ્પષ્ટ દેખાશે. સ્વસન્મુખ વીર્ય ઉલ્લસાવીને શ્રદ્ધારૂપી સિંહનાદ કર, તો તને ખાતરી થશે
કે હું પણ સિદ્ધપરમાત્મા જેવો છું, મારામાંય સિદ્ધ જેવું પરાક્રમ ભર્યું છે! પ્રભુતાથી ભરેલો તારો
આત્મા પોતાના ઉત્પાદ–વ્યય–ધ્રુવમાં અનંત સ્વભાવોસહિત પરિણમી રહ્યો છે. આવા
ચૈતન્યતત્ત્વના ભાન વગર ચાર ગતિનો અભાવ કેમ થાય? ને આનંદ ક્્યાંથી પ્રગટે? ચાર ગતિ
કે તે ગતિનો ભાવ જેનામાં નથી એવા ચિદાનંદસ્વભાવની સન્મુખ થતાં ચાર ગતિનો અભાવ
થઈને સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે.
એક ટચુકડી વાત: (ભગવાન રામચંદ્રજીના
પૂર્વભવનો એક પ્રસંગ)
ભરતક્ષેત્રમાં ધનદત નામનો એક વણિક હતો. એકવાર
માર્ગમાં અત્યંત થાકેલો તે ધનદત ખેદખિન્ન થઈને સૂર્યાસ્ત પછી
કોઈ ધાર્મિક આશ્રમમાં પહોંચ્યો. તેને તરસ ખૂબ લાગી હતી, તેથી
ત્યાં કોઈ મહાત્માને જોઈને કહ્યું–આપ પુણ્યકાર્ય કરનારા છો, હું બહુ
તરસ્યો છું માટે મને પાણી આપો! ત્યારે તે મહાત્માએ તેને
સાન્તવના દેતાં મધુરવાણીથી કહ્યું–હે વત્સ! રાત્રિમાં અમૃત પણ પીવું
ઉચિત નથી, તોપછી પાણીની તો શું વાત? જ્યારે આંખ પોતાનો
વેપાર (દેખવાનું) છોડી દે છે, આંખથી ન દેખાય એવા સૂક્ષ્મ જીવો
જ્યારે ચારેકોર ફરતા હોય છે–એવા અંધકારમાં રાત્રિસમયે તું
ભોજન–પાન મત કર. હે બંધુ! કષ્ટ થાય તોપણ તું રાત્રિ ભોજન ન
કર. રાત્રિભોજન કરીને દુઃખથી ભરેલા સંસારસમુદ્રમાં ન પડ.
ધર્માત્માની અમૃત જેવી મધુરવાણી સાંભળતાં ધનદત્તનું મન
શાંત થઈ ગયું, ને પ્રસન્નતાથી તેના ચિત્તમાં દયા પ્રગટી. તેથી તેણે
અણુવ્રત ધારણ કર્યા, અલ્પશક્તિને લીધે તે મહાવ્રત ધારણ કરી ન
શક્્યો. અણુવ્રતસહિત દેહ છોડીને તે સ્વર્ગનો દેવ થયો. –બંધુઓ,
આ ધનદત્તનો જીવ એ જ આગળ જતાં આપણા ભગવાન રામચંદ્રજી
થયાં.
–પદ્મપુરાણ પૃ. ૩૦૧ (નવું)

PDF/HTML Page 20 of 45
single page version

background image
: કારતક : ૨૪૯૪ આત્મધર્મ : ૧૭ :
પરમ શાંતિદાતારી અધ્યાત્મભાવના
(લેખાંક–પ૬)
(વીર સં. ૨૪૮૨ શ્રાવણ સુદ ૧૧)
જીવને જેમાં હિતબુદ્ધિ હોય છે તેમાં શ્રદ્ધા અને લિનતા થાય છે એ વાત ગાથા ૯પ માં
કરી. હવે, જે વિષયમાં જીવને હિતબુદ્ધિ ન હોય તે વિષયમાં તેને શ્રદ્ધા કે લીનતા થતી નથી,
એટલે તેમાં તે અનાસક્ત જ હોય છે, –એમ કહે છે–
यत्रानाहितधीःपुंसःश्रद्धा तस्मान्निवर्तते।
यस्मान्निवर्तते श्रद्धा कुतश्चित्तस्य तल्लयः।। ९६ ।।
હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું ને દેહાદિ અચેતન છે–એમ જ્યાં બંનેની ભિન્નતા જાણી, ત્યાં
આત્મામાં આત્મબુદ્ધિ થઈને દેહમાંથી આત્મબુદ્ધિ છૂટી ગઈ. જેમાં આત્મબુદ્ધિ ન હોય તેમાં
લીનતા પણ હોય નહીં. જેને પોતાથી ખરેખર ભિન્ન જાણ્યા તે વિષયોમાં સુખબુદ્ધિ ન રહી,
સુખબુદ્ધિ ન રહી એટલે શ્રદ્ધા તેનાથી પાછી ફરી ગઈ, ને જેમાં શ્રદ્ધા ન હોય તેમાં લીનતા પણ
હોય નહીં. –આ રીતે જ્ઞાની ધર્માત્મા જગતના સર્વ વિષયો પ્રત્યે અનાસક્ત છે.
અરે જીવ! એકવાર તું નક્કી તો કર કે તારું હિત ને તારું સુખ શેમાં છે? જેમાં સુખ લાગે
તેની રુચિ ને તેમાં લીનતા થાય. આત્માનું જ્ઞાનપદ બતાવીને આચાર્યદેવ કહે છે કે–
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે.
આ જ્ઞાનસ્વરૂપ આત્મા સિવાય બીજે ક્્યાંય તારું સુખ નથી, માટે તેની રુચિ ન કર,
પ્રીતિ ન કર, તેમાં એકતા ન માન. સુખ તો આત્માના અનુભવમાં છે. એકવાર આવું લક્ષ કરે
તોય એના પરિણામનો વેગ પર તરફથી પાછો વળી જાય.....એના વિષયો અતિ મંદ પડી જાય;
જેમાં સુખ નહિ તેનો ઉત્સાહ શો? જ્ઞાની બાહ્યસામગ્રી વચ્ચે ઊભેલા દેખાય, રાગ પણ દેખાય,
પણ એની રુચિની દિશા પલટી ગઈ છે, એની શ્રદ્ધા શુદ્ધાત્મામાં જ પ્રવેશી ગઈ છે, એટલે
શુદ્ધાત્માની શ્રદ્ધા કે પ્રીતિ છોડીને તેને કોઈ રાગ આવતો નથી. સ્વભાવનું