PDF/HTML Page 1 of 17
single page version
PDF/HTML Page 2 of 17
single page version
ધન્ય ભાગ્ય અમારા આજ પધાર્યા સીમંધર ભગવાન,
વિભુ તુજ શા કરીએ સન્માન સુરપુરી સુરતરુ ફળીયા આજ.
વીતરાગ પ્રભુ અમ આંગણ આવ્યા એ દિન, એ દિન આજ,
હૃદયમાં હર્ષ અપરંપાર, દીઠા તુમ દિવ્ય લોયણ આજ.
હે નાથ અમારે આંગણ આવ્યા, સાક્ષાત્ પ્રભુ વીતરાગ
ભવ્યોના તારણહાર ભગવાન, દીઠા તુમ જ્ઞાન લોયણ આજ.
એ દિવ્ય ધ્વનિના દિવ્ય પ્રકાશક, પ્રભુજી પધાર્યા આજ
હે દેવ સદ્ભાગ્ય ખીલ્યા અમ આજ, વિભુ તુજ શા કરીએ સન્માન
પ્રભુ દેવ તણા તમે દેવ પધાર્યા, ધન્ય ભૂમિ થઈ આજ
પ્રભુ અમ ધન્ય ભૂમિ થઈ આજ, દીઠા તુજ ઉપશમ લોયણ આજ
સુવર્ણપુરીમાં પ્રભુજી પધાર્યા, વર્તે જય જયકાર
પ્રભુ તુજ વર્તે જય જયકાર, ભવ્યના ભાગ્ય ખીલ્યા છે આજ.
નેમ પદ્મ ને શાંતિ જિણંદજી સીમંધર પ્રભુ ભગવાન
પધાર્યા સુવર્ણપુરી સદ્ભાગ્ય, જય જયકાર જગતમાં આજ.
PDF/HTML Page 3 of 17
single page version
પર્યાય છે. વિશ્વની કોઈ પણ ચીજ કાં તો દ્રવ્ય હોય, કાં તો ગુણ હોય અને કાં તો પર્યાય હોય, આ ત્રણમાંથી જ એક અવશ્ય
સમાઈ જાય છે. દ્રવ્ય–ગુણ–પર્યાયની ઓળખાણ માટે અહીં કેટલાક બોલની વ્યાખ્યા આપવામાં આવે છે.
૨ શરીર:– પર્યાય છે; ‘અનંત પુદ્ગલ પરમાણુ ભેગા મળીને તે પર્યાય થયેલી છે.
૩ તાવ (માંદગી) :– પર્યાય છે, પુદ્ગલ દ્રવ્યના સ્પર્શ ગુણની ઉષ્ણ પર્યાય છે.
૪ સિદ્ધ:– પર્યાય છે, જીવ દ્રવ્યની સંપૂર્ણ શુદ્ધ પર્યાય છે.
૫ દયા:– પર્યાય છે; જીવ દ્રવ્યના ચારિત્ર ગુણની મલિન પર્યાય છે.
૬ ધર્મ:– પર્યાય છે; જીવ દ્રવ્યની શુદ્ધ પર્યાય છે.
૭ પુણ્ય–પાપ:– પર્યાય છે; જીવ દ્રવ્યના ચારિત્ર ગુણની મલિન પર્યાય છે.
૮ દુઃખ:– પર્યાય છે; જીવ દ્રવ્યના સુખગુણની મલિન પર્યાય છે.
૯ ઉપવાસ:– પર્યાય છે; જીવ દ્રવ્યના ચારિત્ર ગુણની શુદ્ધદશા છે. જીવ દ્રવ્યની ઓળખાણ કરીને તેમાં એકાગ્રતા કરવી
ઘટાડો તે શુભરાગ છે તેને વ્યવહારથી ઉપવાસ કહેવામાં આવે છે. તે ચારિત્રની વિકારી દશા છે.
૧૨ કર્મ:– પર્યાય છે; પુદ્ગલ દ્રવ્યની પર્યાય છે.
૧૩ કેવળજ્ઞાન:– પર્યાય છે; જીવ દ્રવ્યના જ્ઞાનગુણની શુદ્ધ પર્યાય છે.
૧૪ મોક્ષ:– પર્યાય છે; જીવ દ્રવ્યના બધા ગુણની શુદ્ધ પર્યાય તો મોક્ષ છે.
૧૫ સંસાર–પર્યાય છે; જીવ દ્રવ્યના ગુણોની અશુદ્ધ પર્યાય તે સંસાર છે.
૧૬ ચારિત્રદશા:– પર્યાય છે; જીવ દ્રવ્યના ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાય છે. (ચારિત્રપર્યાય શરીરમાં રહેતી નથી પણ
૨૪ રૂપ–રંગ–રસ:– પુદ્ગલ દ્રવ્યના ગુણ છે.
૨૫ જૈન–પર્યાય છે; જીવદ્રવ્યના શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાયને ‘જૈન’ તરીકે ઓળખાવાય છે; જે
PDF/HTML Page 4 of 17
single page version
છે–એમ સિદ્ધ થયું.
સમજનારો બંને વખતે કાયમ રહે છે. આમાં વસ્તુનું બદલવાપણું (ઉત્પાદ–વ્યય) સિદ્ધ થયું, અને બદલવા છતાં
સમજનાર વસ્તુ તો તેને તે જ ટકી રહે છે એમ (ધુ્રવ) પણ આવ્યું.
પુરુષાર્થની સ્વતંત્રતા સિદ્ધ થઈ.
ક્ષણિકપણું અને આત્માના સ્વભાવનું તેનાથી જુદાપણું બતાવ્યું, આમાં આત્માનું પરિણમન પણ સિદ્ધ થઈ ગયું.
કોઈ બીજી વસ્તુની મદદ નથી પણ પોતાની સમજણથી જ તે દુઃખ ટળે છે.
ત્યારે તેને સમજવાનું કહેવાય છે–જો જીવ પોતામાં જ લક્ષ કરીને ટકી રહ્યો હોત તો ‘તું સહજ’ એમ તેને કહેવાની
જરૂર ન પડત, પરંતુ તેનું લક્ષ ચેતનપણાથી રહિત એવી વસ્તુ ઉપર છે અને તે વસ્તુ જડ છે. –પુદ્ગલ છે–આ રીતે
એમ નક્કી થયું.
માટે પૂર્ણદશા પ્રગટ થતાં પહેલાંં પણ સાચી સમજણ હોય છે એટલે કે સાધક જીવો હોય છે–એમ સિદ્ધ થયું.
PDF/HTML Page 5 of 17
single page version
સ્વરૂપને જાણ્યું છે તેમજ બીજાને કહે છે તેઓ ગુરુ છે.
આવી જાય છે.
તેની સમજણ કરાવનાર નથી. એટલે પોતે જ પોતાનો કર્તા છે, કોઈ ઈશ્વર કે બીજો આત્મા પોતાનો કર્તા નથી
એમ નક્કી થયું.
નિમિત્તના લક્ષે સમજાતું નથી પણ ઉપાદાનના લક્ષે જ સમજાય છે.
જ એક માત્ર સુખનો ઉપાય છે. માટે સૌથી પહેલાંં સાચી સમજણ જ કરવાનું જ્ઞાનીઓ કહે છે.
અને ન સમજાય એમ બને જ નહિ. કર્મ જીવને પુરુષાર્થ કરતાં રોકતાં નથી, આમ જીવનો પુરુષાર્થ સિદ્ધ થયો.
વિકારી ભાવો છૂટી જાય છે. આ પણ નક્કી થયું.
આ જ જૈનદર્શનની પરિપૂર્ણતા અને સર્વજ્ઞતા સિદ્ધ કરે છે. જૈનદર્શન આત્માનું સ્વરૂપ પરિપૂર્ણ પણે ઓળખાવે
છે માટે ‘તું સમજ’ એ જૈનસિદ્ધાંતનો મૂળભૂત આદેશ છે.
તો આર્તધ્યાન છે, આર્તધ્યાનને ભગવાન પાપ કહે છે, તેમાં ધર્મ તો નથી, પરંતુ શુભભાવ પણ નથી,
આર્તધ્યાન તો એકલો અશુભ ભાવ છે. ઘણા ઉપવાસ અને ઘણો ત્યાગ કરીને મેં ઘણાં કષ્ટ સહન કર્યા તેથી મને
બહારમાં આહારનો સંયોગ થયો તેથી આત્માને શું?
દ્વેષ નથી, પણ ધર્મમાં તો આત્માનો ઉત્સાહ, શાંતિ, સુખ, અનાકુળતા, સમતાભાવ છે, જેમાં આત્માની
સુખશાંતિરૂપ ક્રિયા નથી તે ધર્મ જ નથી.
PDF/HTML Page 6 of 17
single page version
ચૈતન્યની પ્રેરણાના અમૃતઝરણાં પી રહ્યાં છે, આત્માનું સુખ અનુભવવામાં તેઓ એવા લીન છે કે શરીરનું લક્ષ
નથી. અનંત સિદ્ધોની પંક્તિમાં બેસીને આત્માના અમૃતનો આનંદ ભોગવી રહ્યાં છે. જડ શરીરના પરમાણુઓ
પલટે છે તેમાં ચૈતન્ય આત્મા ને શું? અને પરમાણુને પણ શું? શરીર અને આત્માનું પરિણમન જુદું છે. પરમાણુ
તેના કારણે પરિણમે છે, પરમાણુને દુઃખ–સુખ હોતાં જ નથી અને મુનિ ભગવંતનો આત્મા પોતાના સ્વરૂપની
લીનતામાં પરિણમી રહ્યો છે તેને દુઃખી કેમ કહેવાય? એ તો સુખરૂપ ધર્મનો અનુભવ કરે છે.
શરીરના પરમાણુઓમાં ફેરફાર થાય છે–આટલી વાત ‘કરડવું’ શબ્દ બતાવે છે પરંતુ તે શબ્દ મુનિના આત્માની
ક્રિયા તે વખતે શું થાય છે એ બતાવતો નથી. શરીર શરીરના કારણે જ્યારે પરિણમી રહ્યું છે ત્યારે ધર્માત્મા સંત
મુનિનો આત્મા તો પોતાની ચૈતન્ય–ક્રિયા વડે, શરીરથી અને વિકારથી જુદો રહીને આનંદનો અનુભવ કરે છે
કઈ દશાની તેં ના પાડી? આત્મસ્વરૂપની ઉત્કૃષ્ટ સાધક દશાની તેં ના પાડી છે, અમને મુનિ જેવી દશા ન હજો
એટલે નિર્વિકલ્પપણે સ્વરૂપની એકાગ્રતાનું ધર્મધ્યાન અમને ન હજો–અર્થાત્ આત્માનું પરમ સુખ અમને ન
હજો! આ છે અજ્ઞાનીની ભાવના! અજ્ઞાની એટલે આત્માના જ્ઞાનરહિત, સંયોગબુદ્ધિ, જડબુદ્ધિ, જડ ઉપરથી
આત્માના સુખનું માપ કાઢનાર.
(૨) પોતાને તે દશા ન હો એટલે કે મુનિપણું ન હો એમ ભાવના કરી તે બીજી ભૂલ.
(૩) કોઈ સંયોગ સુખદુઃખનું સાધન નથી પણ પરિણામ સુખદુઃખનું સાધન છે એને બદલે સંયોગ
બાધકપણાનાં નિમિત્ત જ સાધકને ન હો! આમાં તો બાધકવૃત્તિ તોડીને અપ્રતિહત જ્ઞાનધારાની ભાવના કરી છે,
ભલે વર્તમાન વિચારમાં તો શુભ રાગ છે પણ તે રાગને ય બાધક માનીને તેને તોડવા માગે છે. જ્ઞાન સ્વભાવ
જ પરિષહજય છે. પરિષહ તરફના રાગ–દ્વેષ ભાવને તોડીને સ્વભાવમાં એકાગ્ર થયો તે જ પરિષહજય છે. પરંતુ
પરિષહને પ્રતિકૂળ માનીને દ્વેષ કરે કે સંયોગને અનુકૂળ માનીને રાગ કરે તો તે પોતે સ્વરૂપથી ખસીને
પરિષહમાં જીતાઈ ગયો છે, તેણે પરિષહજય કર્યો નથી.
PDF/HTML Page 7 of 17
single page version
નથી, મારૂં સ્વરૂપ તો જાણવાનું જ છે. આ રીતે, બે પદાર્થોના જુદાપણાની સમજણ થતાં પ્રથમ બધાય પરનું
અને રાગનું કર્તૃત્ત્વ અભિપ્રાયમાંથી છૂટી જાય છે, અને તેથી પ્રથમ રાગને જ પોતાપણે માનીને આકુળતાનું વેદન
કરતો અને તેથી દુઃખ હતું, તેને બદલે હવે જ્ઞાતાપણે માનીને પોતાને શુદ્ધપણે અનુભવે છે તેથી અનાકુળતાનું
સુખ છે. બે પદાર્થોને જુદા જાણવાનું જ આ ફળ છે.
વિકારી વૃત્તિથી છૂટા એવા પોતાના સ્વભાવમાં લક્ષ કરીને સ્થિરતા જ કરવાનું રહ્યું, આ જ મુક્તિનો ઉપાય છે.
પોતાને અને પરપદાર્થોને જુદા જાણ્યાં વિના પોતાનું કલ્યાણ કોઈ રીતે થઈ શકે નહિ. માટે સ્વ–પરના
ભેદવિજ્ઞાનનો નિરંતર અભ્યાસ કરવો જરૂરી છે.
ઉપાયથી મોક્ષ થાય છે.
ગુણના સામર્થ્યથી જ્ઞાનવડે પરદ્રવ્યનું ગ્રહવું તથા છોડવું અશક્ય છે....
પણ તેમાં પર દ્રવ્યને શું છે? પર દ્રવ્યો તો સ્વતંત્ર છે.
ઉત્તર:– ના, વિકાર કરવાથી આત્મા કર્મોને ખેંચતો નથી. સ્વતંત્રપણે પરમાણુની દશા તે રૂપે થાય છે.
છોડે છે, પર વસ્તુને જરાપણ ગ્રહતો કે છોડતો નથી.
PDF/HTML Page 8 of 17
single page version
પ્રશ્ન:– શુભભાવથી આત્માને લાભ કેમ ન થાય? આત્મા શુભભાવ કરે ત્યારે કષાય પાતળો પડે અને
અશુભરાગ છોડીને શુભ રાગ કર્યો છે, તે શુભરાગમાં વર્તમાન પૂરતો અશુભરાગ ઓછો થયો તેટલું વીર્ય છે
ખરૂં–પરંતુ–મંદકષાયથી લાભ થાય એવા અભિપ્રાયપૂર્વક મંદ થયેલો કષાય તે આત્માને લાભનું કિંચિત કારણ
નથી. કષાયને લાભનું સાધન માનવાથી અજ્ઞાની જીવ ઉલટો આખા સ્વભાવને વિપરીત પણે માનીને
મિથ્યાત્વરૂપી મહા નુકશાન કરે છે. મંદ કષાયને અકષાય સ્વભાવનું સાધન માનવું તે જ અનંતો કષાય છે અને
તે જ આત્માના સ્વભાવને મહા વિધ્ન કરીને અનંત સંસારમાં રખડાવનાર છે.
રહિત સ્વભાવના ભાન વગર ઘણો શુભરાગ કરી મંદ કષાય કરીને નવમી ગ્રૈવેયકે જાય તોપણ તેને સ્વભાવનું
સાધન અંશમાત્ર નથી. અને સાચું જ્ઞાન કરતાં તે જ ક્ષણે અનંત કષાય ટળી જાય છે તે જ સ્વભાવનું સાધન છે.
થાય; તેમજ સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને માનવાથી અશુભ ભાવ ટળીને શુભ ભાવ વધે, પરંતુ એ તો બંધભાવમાં
તફાવત પડ્યો, અશુભ અને શુભ બંને બંધભાવ જ છે, એક પ્રકારનો બંધભાવ બદલાવીને બીજા પ્રકારના
બંધભાવમાં આવ્યો, પરંતુ આત્માના ભાન વગર બંધભાવથી છૂટીને મુક્તિ માર્ગમાં પ્રવેશ થતો નથી. સાચા
દેવ–ગુરુ–શાસ્ત્રનું લક્ષ તે અશુભબંધને રોકે છે પણ શુભબંધને રોકી શકતું નથી. અને કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રની
માન્યતા તો અશુભબંધને પણ રોકવા સમર્થ નથી. અબંધ આત્મસ્વભાવના ભાન વડે અશુભબંધ અને શુભબંધ
બંનેને રોકી શકાય છે.
ઉપયોગમાં સ્થિર થવું યોગ્ય છે. શુભ–અશુભ રાગ રહિત સ્વભાવની ઓળખાણ હોય પણ તેમાં સ્થિરતા વડે
રાગ ઠીક છે પરંતુ શુભરાગ પણ બંધન જ છે તેનાથી પણ આત્માને કિંચિત્ ધર્મ નથી; આમ પ્રથમ સમજવું જોઈએ.
પુણ્ય ઘટી જતાં નથી પણ સત્ના લક્ષે ઊંચા
PDF/HTML Page 9 of 17
single page version
તેને જ ઊંચા પુણ્ય (તીર્થંકરપદ, ચક્રવર્તીપદ, ઈન્દ્રપદાદિ) બંધાય.
અભિમાન કરતો તે હવે ‘શરીરની ક્રિયા હું કરી શકતો નથી પણ તે તો શરીરના કારણે સ્વયં થાય છે’ એમ સમજીને
જાણનાર જ રહે છે, અને તેથી તેને અનંત રાગ–દ્વેષ ટળીને શાંતિ થાય છે.
અને રાગ–વિકાર વગેરેને બંધભાવ તરીકે જાણનારૂં તેમ જ પરવસ્તુને જુદાપણે જાણનારૂં જ્ઞાન તે વ્યવહાર છે.
જ્યાં સ્વભાવના જ્ઞાનરૂપ નિશ્ચય હોય ત્યાં પરના જ્ઞાનરૂપ વ્યવહાર હોય જ છે. સ્વભાવને જાણનારા જ્ઞાન સાથે
વિકલ્પ નથી માટે તે જ્ઞાનને નિશ્ચયસાધન કહેવાય છે અને પરને તેમ જ પુણ્ય–પાપને જાણનાર જ્ઞાન સાથે
વિકલ્પ છે તેથી તે જ્ઞાનને વ્યવહારસાધન કહેવાય છે, પરંતુ જ્ઞાન તો બંનેમાં સાચું જ છે.
વ્યવહાર છે. નિશ્ચય અને વ્યવહાર બંનેનું જ્ઞાન ભેગું કરવું તે પ્રમાણ છે.
વિષયને સમાનપણે માને તો તે જ્ઞાન પ્રમાણ નથી, પણ મિથ્યા છે.
રાગ થાય છે તેથી પર ઉપરનું લક્ષ કરનાર જ્ઞાન હેય છે. પર લક્ષે વિકલ્પ આવ્યા વગર રહેતો નથી અને
વિકલ્પથી બંધન જ થાય છે માટે વ્યવહાર છોડવા યોગ્ય જ છે; અને નિશ્ચયજ્ઞાન એકલા સ્વભાવને જ લક્ષમાં
લેતું હોવાથી સ્વ લક્ષે વિકલ્પ થતો નથી અને તેથી બંધન પણ થતું નથી માટે નિશ્ચય ઉપાદેય છે. નિશ્ચયજ્ઞાન
શુદ્ધચૈતન્યનું જ ગ્રહણ કરીને સમસ્ત અશુદ્ધ ભાવોને છોડે છે તેથી તે જ મુક્તિનું નિશ્ચય સાધન છે, અને
વ્યવહારજ્ઞાનનું લક્ષ પર ઉપર હોવા છતાં તે જ્ઞાન સાચું હોવાથી તેને વ્યવહારસાધન કહેવાય છે. સ્વભાવ તરફ
એકાગ્ર થતું જ્ઞાન તે જ પરમાર્થે મોક્ષનું કારણ છે. પરને જાણનારૂં જ્ઞાન તે વ્યવહારે મોક્ષનું કારણ છે. જે જ્ઞાને
જુદા સ્વરૂપને જાણવાનું કાર્ય કર્યું તે જ જ્ઞાન જુદા સ્વરૂપમાં સ્થિરતાનું કાર્ય કરે છે. આ રીતે નિશ્ચય સાધન
એમ નથી; જ્ઞાનથી જ મોક્ષ થાય છે, જ્ઞાનનો પુરુષાર્થ કરવો તે જ જિજ્ઞાસુઓનું કર્તવ્ય છે.
PDF/HTML Page 10 of 17
single page version
બતાવ્યો છે, તે ઉપાય જો જીવ કરે તો જ તેની મુક્તિ થાય, એટલે કે પુરુષાર્થવડે સત્ય ઉપાય કરવાથી જ મુક્તિ
થાય પણ એની મેળે થાય નહીં.
ઉપદેશ્યો છે, ભગવાનના કેવળજ્ઞાનનો નિર્ણય પણ પુરુષાર્થવડે જ થાય છે. જે જીવ ભગવાને કહેલા મોક્ષમાર્ગનો
પુરુષાર્થ કરે છે તેને અન્ય બધા સાધન સ્વયં થઈ જાય છે. હવેની આ ૮૦–૮૧–૮૨ એ ત્રણ ગાથામાં બહુ સરસ
વાત આવે છે. જેમ માતા એકના એક બાળકને “હૈયાનો હાર” કહે તેમ આ ત્રણ ગાથાઓ તો હૈયાનો હાર છે.
મી ગાથામાં મોહનો ક્ષય કરવાનો ઉપાય બતાવે છે:–
सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं।।
તે જીવ જાણે આત્માને, તસુ મોહ પામે લય ખરે. ૮૦.
જીવને સદાય હાજર છે, જીવ પોતે જેવા પ્રકારનો પુરુષાર્થ કરે તેમાં કાળને નિમિત કહેવાય. એક વખતે કોઈ જીવ
શુભ–ભાવ કરી સ્વર્ગમાં જાય તો તે જીવને માટે તે કાળ સ્વર્ગનું નિમિત્ત કહેવાય, બીજો જીવ તે જ વખતે પાપ
કરી નરકમાં જાય તો તેને માટે તે જ કાળને નરકનું નિમિત્ત કહેવાય, અને કોઈ જીવ તે જ વખતે સ્વરૂપ સમજી,
સ્થિરતા કરી મોક્ષ પામે તો તે જીવને માટે તે જ કાળ મોક્ષનું નિમિત્ત કહેવાય છે. નિમિત્ત તો સદાય છે, પણ
સમકિત પ્રગટે છે અને મોહનો ક્ષય થાય છે.
કર્યો તેમાં આત્માના અનંતગુણો અને પૂર્ણ પર્યાયના સામર્થ્યનો નિર્ણય આવી ગયો, અને તે નિર્ણયના જોરે
કેવળજ્ઞાન અલ્પકાળમાં જ છે, તેમાં વચ્ચે સંદેહ પડતો નથી; અહીં આ ગાથામાં ક્ષાયક સમકિતનો ધ્વનિ છે.
પોતાના નિર્ણયમાં સમાવ્યા તે જ્ઞાને ભગવાનથી ઓછાનો અને વિકારનો પોતામાં અભાવ સ્વીકાર્યો–એટલે કે
દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી પરિપૂર્ણતાનો સદભાવ નિર્ણયમાં લીધો છે. ‘જે જાણે છે’ આમાં જાણનારી તો
વર્તમાન પર્યાય છે. નિર્ણય કરનારે પોતાની જ્ઞાનપર્યાયમાં પૂર્ણ દ્રવ્ય–ગુણ–પર્યાયનો અસ્તિપણે નિર્ણય કર્યો અને
વિકારનો નકાર કર્યો. આવો નિર્ણય કરનારની પૂરી પર્યાય કોઈ પરના કારણે
PDF/HTML Page 11 of 17
single page version
કર્યો તેણે ક્ષેત્ર, કર્મ કે કાળના કારણે મારી પર્યાય અટકી જાય એવી પુરુષાર્થ હીનતાની વાત ઉડાડી દીધી. દ્રવ્ય–ગુણ–
પર્યાયથી પૂરા સ્વભાવનો નિર્ણય કર્યો. પછી પૂરાનો પુરુષાર્થ જ કરવાનો રહ્યો, પણ ક્યાંય અટકવાનું ન રહ્યું.
પામે છે’ એમ કહેવામાં અંતરનું એટલું જોર છે કે જેણે આ વાતનો નિર્ણય કર્યો તેને વર્તમાન ભલે ક્ષાયક
સમકીત ન હોય તો પણ તેનું સમકીત એટલું જોરદાર અપ્રતિહત છે કે તેમાં ક્ષાયકદશા થતાં સુધી વચ્ચે ભંગ
પડવાનો જ નથી. સર્વજ્ઞ ભગવાનનો આશ્રય લઈને કુંદ–કુંદાચાર્યદેવ કહે છે કે જે જીવ દ્રવ્ય–ગુણ–પર્યાયવડે
અર્હંતના સ્વરૂપનો નિર્ણય કરે છે તે પોતાના આત્માને પણ તેવો જ જાણે છે અને તે જીવ ક્ષાયકસમકીતના જ
રસ્તે છે; અધૂરી કે ઢીલી વાત અમે કરતા નથી.
કાળે પૂરેપૂરો જ છે, તો પછી તેને કોણ રોકી શકે? કોઈ રોકતું નથી. ભરતક્ષેત્ર કે પંચમકાળ એ કોઈ જીવને
પુરુષાર્થ કરતા રોકતા નથી. કોણ કહે છે કે પંચમકાળે ભરતક્ષેત્રથી મુક્તિ નથી? અત્યારે પણ
મહાવિદેહક્ષેત્રમાંથી ધ્યાનસ્થ મુનિને ઉપાડીને કોઈ ભરતક્ષેત્રમાં મૂકી જાય તો, પંચમ કાળ અને ભરતક્ષેત્ર હોવા
છતાં પણ, તે મુનિ પુરુષાર્થ વડે ક્ષપકશ્રેણી માંડીને કેવળજ્ઞાન અને મુક્તિ પામે છે; માટે એ સિદ્ધ થયું કે કાળ કે
ક્ષેત્રના કારણે મોક્ષ અટકતો નથી. પંચમકાળે ભરતક્ષેત્રે જન્મેલો જીવ તે ભવે મોક્ષ પામતો નથી તેનું કારણ
કાળ કે ક્ષેત્ર નથી પરંતુ તે જીવ પોતે જ પોતાની યોગ્યતાના કારણે મંદ પુરુષાર્થી છે તેથી બહારમાં પણ તેવાં જ
નિમિત્તો છે. જો જીવ પોતે તીવ્ર પુરુષાર્થ કરી મોક્ષ પામવા લાયક હોય તો તેને બહારમાં પણ ક્ષેત્ર વગેરે અનુકૂળ
નિમિત્તો હોય જ. એટલે કાળ કે ક્ષેત્ર ઉપર જોવાનું ન રહ્યું પણ પુરુષાર્થ ઉપર જોવાનું રહ્યું. પુરુષાર્થ અનુસાર
પર્યાય સામર્થ્ય પૂરેપૂરું છે તેમ મારી પર્યાયનું સામર્થ્ય પણ પૂરેપૂરું જ છે, વર્તમાનમાં તે સામર્થ્યને રોકનાર જે
વિકાર છે તે મારું સ્વરૂપ નથી આમ જે જાણે છે તેનો મોહ ‘
તેની વાત અહીં ગણી નથી કેમકે તે તો શુભરાગ છે, જગતની લૌકિક વિદ્યા જેવું તે છે, તેમાં આત્માની વિદ્યા
ગુણપર્યાયને મેળવે કે જેવો અરિહંતનો સ્વભાવ તેવો મારો સ્વભાવ છે–આવા નિર્ણયપૂર્વક જાણે તો ખરેખર
જાણ્યું કહેવાય; એ રીતે જે ખરેખર અર્હંતને દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપે જાણે છે તે ખરેખર પોતાના આત્માને જાણે
છે અને તેને સમ્યગ્દર્શન થાય છે.
જેમ જાણ્યું છે તેમ જ થાય–આ નિર્ણયમાં જિનદેવના અને પોતાના કેવળજ્ઞાન સામર્થ્યની પ્રતીત આવી ગઈ.
અરિહંત જેવો જ પોતાનો પરિપૂર્ણ
PDF/HTML Page 12 of 17
single page version
કિંચિત્ ફેર થવાનો નથી. આ નિર્ણય કરનાર જીવે એકલા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કર્યો એટલે અભિપ્રાયથી તે
સંપૂર્ણ જ્ઞાતા થઈ ગયો, કેવળજ્ઞાનસન્મુખનો અનંત પુરુષાર્થ તેમાં આવ્યો.
જાણનાર જીવ પોતાના તેવા સ્વભાવની રુચિવડે ‘પોતે પણ અરિહંત જેવો જ છે’ એમ ચોક્કસપણે નક્કી કરે છે.
અરિહંત દેવનું લક્ષ કરવામાં જે શુભરાગ છે તેની આ વાત નથી, પણ જે જ્ઞાને અરિહંતનો યથાર્થ નિર્ણય કર્યો તે
જ્ઞાનની વાત છે. નિર્ણય કરનારૂં જ્ઞાન પોતાના સ્વભાવનો પણ નિર્ણય કરે છે અને તેનો મોહ ક્ષય પામે જ છે.
છે. ત્યાં એકલા વિકલ્પથી જાણવાની અપેક્ષાએ વાત છે; એ જે વાત છે તે શુભ વિકલ્પની વાત છે; જ્યારે અહીં તો
જ્ઞાનસ્વભાવના નિશ્ચયસહિતની વાત છે. અરિહંતનું સ્વરૂપ વિકલ્પવડે જાણે પણ એકલા જ્ઞાનસ્વભાવનો નિશ્ચય
ન હોય તો તે પ્રયોજનભૂત નથી; અને જ્ઞાન સ્વભાવના નિશ્ચયસહિત અરિહંત તરફનો જે વિકલ્પ છે તે પણ રાગ
છે, તે રાગનું સામર્થ્ય નથી પણ જેણે નિશ્ચય કર્યો છે તે જ્ઞાનનું જ અનંત સામર્થ્ય છે અને તે જ્ઞાન જ મોહક્ષય કરે
છે. તે નિર્ણય કરનાર જ્ઞાને કેવળજ્ઞાનના પરિપૂર્ણ સામર્થ્યને પોતાની પર્યાયના સ્વ–પર પ્રકાશક સામર્થ્યમાં સમાવી
દીધું છે. મારા જ્ઞાનની પર્યાય એટલી તાકાતવાળી છે કે નિમિત્તના સહારા વગર અને પરના લક્ષ વગર તેમજ
વિકલ્પ વગર કેવળજ્ઞાની અરહંતના દ્રવ્ય–ગુણ–પર્યાયને પોતામાં સમાવી દેનાર છે–નિર્ણયમાં લઈ લ્યે છે.
પુરુષાર્થની ભાવનાના જોરે કહે છે કે– મારી પર્યાયમાં શુદ્ધોપયોગના કાર્યરૂપ કેવળજ્ઞાન જ તરવરે છે, વચ્ચે શુભ
વિકલ્પ આવે તે વિકલ્પની શ્રેણીને તોડીને શુદ્ધોપયોગની અખંડ હારમાળાને જ અંગીકાર કરૂં છું; કેવળજ્ઞાન
નક્કી કરવાનું સામર્થ્ય વિકલ્પમાં નથી પણ સ્વભાવ તરફના જ્ઞાનમાં છે.
જીવદ્રવ્ય–ગુણ–પર્યાયપણે અરિહંતને જાણે છે તે જીવ આત્માને જ જાણે છે અને આત્માને જાણતાં તેનો દર્શનમોહ
અવશ્ય ક્ષય પામે છે.
વિશેષણોથી) અરહંતદેવનું મહાનપણું માત્ર આજ્ઞાનુસાર માને છે અથવા અન્યથા પણ માને છે. જો
(અરિહંતના) જીવના યથાવત્ વિશેષણો જાણે તો મિથ્યાદ્રષ્ટિ રહે નહિ.
ઓળખાણ થાય તો તે મિથ્યાદ્રષ્ટિ રહે નહિ.
PDF/HTML Page 13 of 17
single page version
અરિહંતને જાણવાની વાત લીધી છે. વળી જાણવામાં નિમિત્તરૂપ સિદ્ધ ન થાય પણ અરિહંત નિમિત્તરૂપ થાય,
પ્રયત્નથી કેવળજ્ઞાન–અરિહંતદશા પમાય છે તેથી અહીં અરિહંતની વાત કરે છે. ખરેખર તો અરિહંતનું સ્વરૂપ
જાણતાં સર્વે સિદ્ધભગવાનનું સ્વરૂપ પણ તેમાં આવી જ જાય છે.
‘
ઉત્તર:– જીવ કહેતાં એકલું જીવદ્રવ્ય ખ્યાલમાં આવે છે અને દ્રવ્ય કહેતાં છએ દ્રવ્યો ખ્યાલમાં આવે છે.
૨. પ્ર. –મોક્ષ સુખ ક્યાં હોય? અહીં તે ભોગવી શકાય કે નહિ?
ઉ–મોક્ષ સુખ આત્માની શુદ્ધ પર્યાયમાં હોય છે અને આત્મામાં તે ભોગવી શકાય છે; મોક્ષસુખનો સંબંધ
ઉ–વસ્તુનો જે ગુણ બીજાના અભાવની અપેક્ષા રાખે તેને અર્થાત્ અભાવસ્વરૂપ ગુણને પ્રતિજીવી ગુણ કહે છે
ઉ–નિગોદના બધા જીવોને એકેન્દ્રિય કહેવાય પણ બધા એકેન્દ્રિયને નિગોદ ન કહેવાય. આ બેમાંથી એકેય સારૂં નથી.
પ. પ્ર–છ દ્રવ્યોમાંથી ખંડ દ્રવ્ય કેટલાં છે?
ઉ–છએ દ્રવ્યો પોતાના સ્વરૂપે અખંડ છે, અને પરથી જુદાં છે. પરમાણુના સ્કંધને ખંડરૂપ કહી શકાય, કેમકે તે
ઉ–જીવ અરૂપી અને અમૂર્તિક છે. જડ વસ્તુનું રૂપ જીવમાં નથી તેથી અરૂપી કહેવાય છે પણ પોતાના જ્ઞાન
ઉ–ખરેખર જ્ઞાનની શુદ્ધ પર્યાય તે આત્માની અભ્યંતર ક્રિયા છે અને રાગ તે બાહ્ય ક્રિયા છે, અને ઉપચારથી
ઉ–ચૈતન્યની ક્રિયા ચૈતન્યમાં હોય અને ચૈતન્યની ક્રિયા જડમાં ન હોય.
૯. પ્ર–ધર્મદ્રવ્ય એટલે શું?
ઉ–જે દ્રવ્ય ગતિ કરતાં જીવ અને પુદ્ગલને ઉદાસીન નિમિત્ત છે તેને ધર્મદ્રવ્ય કહે છે.
૧૦. પ્ર–માછલીને ગતિ કરવામાં પાણી નિમિત્ત થાય છે તો પાણી ધર્મદ્રવ્ય છે કે નહિ?
ઉ–પાણી ધર્મદ્રવ્ય નથી, કેમકે પાણી તો રૂપી વસ્તુ છે, રૂપીપણું તે પુદ્ગલનો ગુણ છે માટે પાણી તે પુદ્ગલની
ઉ–પુદ્ગલ દ્રવ્ય જડ છે તેથી તેનામાં જાણવાની શક્તિ જ નથી, તેના ‘પ્રમેયત્વ’ ગુણને લીધે તે જીવના જ્ઞાનમાં
PDF/HTML Page 14 of 17
single page version
જૈનદર્શન શિક્ષણવર્ગ રાખવામાં આવેલ, તેમાં અભ્યાસ કરતાં
ઉ–અગુરુ લઘુત્વ ગુણ બે જાતના છે, એક અનુજીવી અને બીજો પ્રતિજીવી; તેમાંથી અનુજીવી અગુરુલઘુત્વ ગુણ તો
અત્યારે પ્રગટ નથી, સિદ્ધદશામાં તે ગુણ પ્રગટે છે.
ઉ–અવ્યાબાધ ગુણ પ્રગટે છે.
૧૪. પ્ર–સિદ્ધને સાતા હોય કે ન હોય?
ઉ–સિદ્ધને સાતા–અસાતા એકેય ન હોય.
૧૫. પ્ર–સિદ્ધને કર્મનો ઉદય આવે તો અવતાર લ્યે કે નહિ?
ઉ–સિદ્ધને કદાપિ કર્મનો ઉદય આવે નહિ અને તેમને કદી પણ અવતાર હોય નહિ, એ તો જન્મ–મરણ રહિત થયા છે.
૧૬. પ્ર–સમ્યગ્દર્શન છે તે પુણ્ય છે કે ગુણ છે?
ઉ–સમ્યગ્દર્શન તે પુણ્ય નથી પણ ધર્મ છે, અને તે ગુણ નથી પણ શ્રદ્ધા ગુણની પર્યાય છે.
૧૭. પ્ર–જ્યારે આત્માનો મોક્ષ થાય ત્યારે કેવો આકાર હોય?
ઉ–લગભગ છેલ્લા શરીર જેવો (કાંઈક ઓછો) આકાર.
૧૮. પ્ર–જગતમાં દ્રવ્ય કેટલાં? તેમાં સૌથી મોટું કયું? સૌથી મહત્તાવાળું કયું? અને સૌથી નાનું કયું?
ઉ–જગતમાં છ દ્રવ્ય છે; આકાશ દ્રવ્ય સૌથી મોટું છે; જીવ દ્રવ્ય સૌથી મહત્તાવાળું છે, કેમકે તે જ બધા દ્રવ્યોને
ઉ–હળવો સ્પર્શ તે ગુણ નથી પણ પર્યાય છે. પુદ્ગલ દ્રવ્યના સ્પર્શ નામના અનુજીવી ગુણની તે પર્યાય છે.
૨૦. પ્ર–સૂક્ષ્મત્વ એટલે શું? ‘સૂક્ષ્મત્વ તે આત્માનો અનુજીવી ગુણ છે’ એ વાક્ય બરાબર છે?
ઉ–સૂક્ષ્મત્વ એટલે ઈન્દ્રિયોના વિષયરૂપ સ્થૂલતાનો અભાવ; સૂક્ષ્મત્વ તે આત્માનો અનુજીવી ગુણ નથી પણ
ઉ–વસ્તુઓના પરિણમનમાં જે નિમિત્ત થાય તેને કાળ દ્રવ્ય કહેવાય છે. સમય, મિનિટ, કલાક વગેરે તેની પર્યાય છે.
૨૨. પ્ર–ચંદ્ર ઉગ્યો, સૂર્ય આથમ્યો–તેમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ કઈ રીતે છે તે ગોઠવો?
ઉ–ચંદ્ર અને સૂર્ય બંને જુદી જુદી વસ્તુ છે, ઉત્પાદ–વ્યય–ધુ્રવ એક જ વસ્તુમાં હોય છે, બે જુદી વસ્તુમાં ઉત્પાદ–
ઉ–જીવ દ્રવ્યમાં એક અગુરુલઘુત્વગુણ સામાન્ય છે અને એક વિશેષ છે; તેમાંથી જે સામાન્ય છે તે અનુજીવી છે
ઉ–ધર્માસ્તિકાય દ્રવ્ય સ્થિર છે, તે ગતિ કરતું જ નથી.
૨૫. પ્ર–નિગોદને સ્થાવર જીવ કહી શકાય કે નહિ? અને સ્થાવર જીવને નિગોદ કહી શકાય કે નહિ?
ઉ–નિગોદને સ્થાવર જીવ કહી શકાય છે પણ બધા સ્થાવરને નિગોદ કહી શકાતા નથી. નિગોદ સિવાય બીજા
ઉ–કાળ સિવાયના પાંચ દ્રવ્યો અસ્તિકાય છે; કાળ દ્રવ્ય અસ્તિકાય નથી, એક પુદ્ગલ પરમાણુ પણ અસ્તિકાય
ઉ–અસ્તિકાય તે અનેક પ્રદેશવાળું દ્રવ્ય છે. જે દ્રવ્ય અનેક પ્રદેશવાળું હોય તેને અસ્તિકાય કહેવાય છે.
૨૮. પ્ર–વેદનીય કર્મના નાશથી ક્યો ગુણ પ્રગટે છે? તે અનુજીવી કે છે પ્રતિજીવી?
ઉ–અવ્યાબાધ ગુણ પ્રગટે છે તે પ્રતિજીવી ગુણ છે.
૨૯. પ્ર–અભવ્યત્વ તે અનુજીવી ગુણ છે કે પ્રતિજીવી?
ઉ–અભવ્યત્વ તે અનુજીવી ગુણ છે, કેમકે તે કોઈ પરના અભાવની અપેક્ષા રાખતો નથી.
PDF/HTML Page 15 of 17
single page version
ઉ–મિથ્યાદ્રષ્ટિ મુનિને મિથ્યાત્વનું અનંત પાપ ક્ષણે ક્ષણે લાગે છે અને સમ્યગ્દ્રષ્ટિને લડાઈ વખતે પણ તે અનંત
ઉ–ઉત્પાદ–વ્યય–ધુ્રવ તો બધી વસ્તુમાં હોય જ છે. કાગળમાં જ્યારે અક્ષર લખાણા ત્યારે તેમાં લખાણરૂપ
ઉ–જીવનું લક્ષણ ચેતના, પુદ્ગલનું લક્ષણ વર્ણ–ગંધ–રસ–સ્પર્શ, ધર્માસ્તિકાયનું લક્ષણ ગતિમાં નિમિત્ત થવું તે,
ઉ–લોકાકાશના જેટલા અસંખ્ય પ્રદેશો છે તેટલા કાળ દ્રવ્યો છે અને એક લોકાકાશના એક પ્રદેશ ઉપર એકેક
ઉ–હોય; નવી પર્યાયના અસ્તિત્વનો ઉત્પાદ, જુની પર્યાયના અસ્તિત્વનો વ્યય અને અસ્તિત્વગુણનું સળંગ
ઉ–મોક્ષનો સાચો માર્ગ એક જ પ્રકારનો છે અને તે આત્મામાં જ છે, મોક્ષનો માર્ગ બહારની કોઈ વસ્તુમાં–
ઉ–સ્કંધના જથ્થાને સ્કંધો (પણ) કહેવાય છે.
૩૮. પ્ર–છ દ્રવ્યો છે તેમાંથી અરૂપી કેટલા અને જડ કેટલા? અરૂપી અને જડમાં શું ફેર? તે ફેર ક્યાં પડ્યો?
ઉ–છ દ્રવ્યોમાં પુદ્ગલ સિવાયના પાંચ દ્રવ્યો અરૂપી છે અને જીવ સિવાયના પાંચ દ્રવ્યો જડ છે; અરૂપી એટલે
ઉ–અરિહંતપ્રભુને એકેય પ્રતિજીવી ગુણો પ્રગટ્યા હોય નહિ કેમકે તેમને હજી ચાર અઘાતિ કર્મનો સદ્ભાવ છે;
ઉ–જ્ઞાન તે ચેતનાનો એક ભાગ છે; ચેતનાના બે પ્રકાર છે એક દર્શન અને બીજો જ્ઞાન.
૪૧. પ્ર–અસ્તિત્વ અને ધ્રૌવ્યમાં શું ફેર છે?
ઉ–અસ્તિત્વમાં ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય ત્રણે આવી જાય છે, પણ ‘ધ્રૌવ્ય’ કહેતાં તેમાં ઉત્પાદ–વ્યય આવતાં નથી.
PDF/HTML Page 16 of 17
single page version
ઉ–જે વસ્તુનો જે સ્વભાવ હોય તેનો કદી નાશ થાય નહિ; જો સ્વભાવનો નાશ થાય તો વસ્તુનો જ નાશ થાય,
જ નાશ થાય; કેમકે જ્ઞાન અને આત્મા જુદાં નથી.
ઉ–કાર્માણ વર્ગણાના જે પરમાણુઓ છે તેઓ હજી કર્મરૂપે થયા નથી પણ કર્મરૂપે થવાની તેનામાં લાયકાત છે. અને
ઉ–અરિહંતને ચાર અઘાતિ કર્મો–વેદની, આયુ, નામ, અને ગોત્રકર્મ બાકી છે, કેમકે હજી તેમને યોગનું કંપન થાય છે.
૪૫. પ્ર.–પહેલાંં કેવળજ્ઞાન થાય કે કેવળદર્શન? શા માટે?
ઉ–કેવળજ્ઞાન અને કેવળદર્શન એક સાથે જ (એક જ સમયે) થાય છે, કેમકે પૂરી દશામાં ઉપયોગના ક્રમ પડતા નથી.
૪૬. પ્ર–ધર્મદ્રવ્ય ચાલે ત્યારે તેને કોણ નિમિત્ત થાય?
ઉ–ધર્મદ્રવ્ય સ્વભાવથી જ સ્થિર છે, તે કદી ચાલતું જ નથી.
૪૭. પ્ર–ધર્મદ્રવ્ય કેટલા દ્રવ્યોને સ્થિર થવામાં નિમિત્ત થાય?
ઉ–ધર્મદ્રવ્ય સ્થિર થવામાં નિમિત્ત થતું નથી, પણ જીવ અને પુદ્ગલ દ્રવ્ય જ્યારે ગતિ કરે ત્યારે તેને ધર્મદ્રવ્ય
ઉ–સંસારી જીવોમાં કુલ પાંચ પ્રકારના શરીર હોય છે–ઔદારિક, વૈક્રિયિક, આહારક, તૈજસ અને કાર્માણ.
૪૯. પ્ર–ઉપરના પાંચમાંથી ઓછામાં ઓછા કેટલા શરીર હોઈ શકે? –કયા જીવને?
ઉ–એક ભવમાંથી બીજા ભવમાં ગતિ કરતા જીવને ઘણો જ અલ્પકાળ ફક્ત કાર્માણ અને તૈજસ એ બે જ શરીર
ઉ– ‘કાળો રંગ’ તે ગુણ નથી પણ ગુણની પર્યાય છે. પુદ્ગલ દ્રવ્યમાં રંગ નામના ગુણની કાળી હાલત છે તેને
ઉ–દ્રવ્યમાં નવી અવસ્થા ઉપજે છે જુની અવસ્થાનો નાશ થાય છે, અને વસ્તુપણે કાયમ ટકી રહે છે–એ રીતે
તેનું ટકી રહેવું એ દ્રવ્યત્વગુણના ઉત્પાદ–વ્યય ધુ્રવ છે.
ઉ–હા, એક પદાર્થ બીજા પદાર્થનું કાંઈ ન કરી શકે એ વાત ખરી છે કેમકે દરેક વસ્તુમાં અગુરુલઘુત્વ–નામની શક્તિ
સ્વરૂપે છે અને પરના સ્વરૂપે નથી એટલે કે દરેક વસ્તુ જુદી જુદી સ્વતંત્ર છે તેથી કોઈ વસ્તુ એક બીજાનું કાંઈ પણ કરી
શકતી નથી.
ઉ–તે જીવને અવધિજ્ઞાન પહેલાંં અવધિદર્શન થાય, પણ કેવળદર્શન ન થાય, કેમકે અવધિજ્ઞાની જીવને કેવળદર્શન
ઉ–ના, બધાય જીવોને માટે તેમ નથી. અપૂર્ણ જ્ઞાનવાળા જીવને દર્શનપૂર્વક જ જ્ઞાન હોય છે, પરંતુ જેમને પૂર્ણજ્ઞાન
ઉ– (૧) ધ્યાનસ્થ મુનિરાજનો આત્મા તે વખતે પરમ આનંદમાં લીન છે, અર્થાત્ તેમને શુદ્ધ જ્ઞાન ક્રિયા વર્તે છે,.
પરમાણુઓને સ્થિર રહેવામાં નિમિત્તરૂપ છે, (૪) કાળદ્રવ્ય પરિણમનમાં નિમિત્ત છે; (૫) આકાશ દ્રવ્ય તે જગ્યા
PDF/HTML Page 17 of 17
single page version
૫૭. પ્ર.–અરૂપી વસ્તુને આકૃતિ હોય?
ઉ–હા, પ્રદેશત્વ ગુણને લીધે દરેક વસ્તુને આકૃતિ હોય જ; તેને વ્યંજનપર્યાય કહેવાય છે.
૫૮. પ્ર.–ધર્મ–અધર્મ–આકાશ અને કાળ એ ચાર દ્રવ્યને સ્વભાવવ્યંજન પર્યાય છે કે વિભાવ વ્યંજન પર્યાય છે?
ઉ–એ ચારે દ્રવ્યોને સદાય સ્વભાવવ્યંજન પર્યાય જ હોય છે, તેની પર્યાયમાં કદી વિકાર થતો નથી, સંસારી જીવ
ઉ–અગુરુલઘુત્વગુણ બે પ્રકારના છે; તેમાં જે સામાન્ય અગુરુલઘુગુણ છે તે અનુજીવી છે અને જે વિશેષ
ઉ–સામાન્ય અગુરુલઘુગુણ તો બધી વસ્તુઓમાં ત્રિકાળ છે, તે ગુણ કોઈ બીજાના અભાવની અપેક્ષા રાખતો
ઉ–મન તો જડ છે, તે જ્ઞાનથી જુદું છે તેથી તે જ્ઞાન કરવામાં મદદ પણ ન કરે અને અટકાવે પણ નહિ. જ્યારે
ઉ–એક તો જીવ અને તેની સાથે કાર્માણ તથા તૈજસ શરીરના રજકણો; એટલે કે જીવ અને પુદ્ગલ દ્રવ્યો ગયાં.
ઉ–ના, એ વ્યાખ્યા બરાબર નથી. શરીરને છોડીને આત્મપ્રદેશ બહાર નીકળી જાય તો તે મરણ કહેવાય,
ઉ–રાગ–દ્વેષભાવ આત્માની પર્યાયમાં થાય છે તે અપેક્ષાએ તો તે આત્માના છે; પરંતુ રાગ–દ્વેષભાવ તે
ઉ–હા, સિદ્ધ દશામાં અનંત જીવો છે તેઓને ઈન્દ્રિય કે શરીર નથી, તેમજ જીવ જ્યારે એક ગતિમાંથી બીજી
વ્યવહારથી જીવને ઓળખવા માટે એકેન્દ્રિય વગેરે નામ આપ્યાં છે.
ઉ–જડનું લક્ષણ અચેતનપણું છે તેથી ‘જડ’ કહેતાં તેમાં જીવ સિવાયના પાંચે દ્રવ્યનો સમાવેશ થઈ જાય છે
ઉ–સર્વજ્ઞતા; જ્યાં સર્વજ્ઞતા હોય ત્યાં વીતરાગતા હોય જ.
૬૮. પ્ર– ‘અર્હંતદેવ’ અને ‘સ્વર્ગના દેવ’ એ બે દેવોમાં શું ફેર છે?
ઉ–અર્હંતદેવ પૂજનીક છે, તેઓ પૂર્ણજ્ઞાની છે, વિકાર રહિત છે, જીવન્મુક્ત છે; ભવ રહિત છે. પણ સ્વર્ગના દેવ