Atmadharma magazine - Ank 290
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૫
સળંગ અંક ૨૯૦
Version History
Version
Number Date Changes
001 June 2005 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
રજતજયંતિનું વર્ષ
૨૯૦
આ......નં......દિ......ત થા
હે જીવ! કોઈ બીજાથી તું રાજી થા કે તું કોઈ પરને
રાજી કર–એવો તારો સ્વભાવ નથી; તારા આત્માનું
અવલંબન કરીને તું પોતે રાજી થા (એટલે કે સમ્યગ્દર્શન–
જ્ઞાન–આનંદરૂપ થા) એવો તારો સ્વભાવ છે, માટે તારા
આત્માની નિજશક્તિને સંભાળીને તું પ્રસન્ન થા! તારા
નિજવૈભવનું અંતરઅવલોકન કરીને તું આનંદિત થા!
‘અહો! મારો આત્મા આવો પરિપૂર્ણ શક્તિવાળો.....આવા
આનંદવાળો! –એમ આત્માને જાણીને તું રાજી થા......ખુશી
થા.....આનંદિત થા!!! જે આત્માને યથાર્થપણે ઓળખે તેને
અપૂર્વ આનંદનો અનુભવ થાય જ. માટે આચાર્યદેવ
આત્માનો સ્વભાવ દેખાડીને કહે છે કે હે ભવ્ય! આવા
આત્માને જાણીને તું આનંદિત થા!
તંત્રી: જગજીવન બાવચંદ દોશી * * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં ૨૪૯૪ માગશર (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ: ૨પ: અંક ૨

PDF/HTML Page 3 of 45
single page version

background image
કું દ કું દ – અં જ લિ
સમયસારમાં “દર્શાવું એક વિભક્ત
એ, આત્મા તણા નિજ વિભવથી” –એમ
કહીને જેમણે શુદ્ધઆત્મા દેખાડયો,
આત્માનો અદ્ભુત વૈભવ જેમણે દેખાડયો,
એવા મંગલરૂપ મુનિરાજ પ્રભુ
કુંદકુંદસ્વામીના ‘આચાર્યપદારોહણ’ નો
દિવસ આ માગશર વદ આઠમે આવી રહ્યો
છે. આપણા ગુરુદેવ વગેરે ઉપર, તેમજ
ભરતક્ષેત્રના ભવ્ય જીવો ઉપર તેઓશ્રીનો
જે ઉપકાર છે તેને યાદ કરીને અતિશય
ભક્તિપૂર્વક આપણે સૌ તેમને ભાવભીની
અંજલિ અર્પીએ... અને તેઓશ્રીએ
દર્શાવેલા શુદ્ધાત્મસ્વરૂપને સાધીએ...
અને હે ગુરુદેવ! આપે કૃપાપૂર્વક
સુપ્રભાતની બોણીમાં ‘સુખધામ’ બતાવ્યું;
એના ધ્યાનની ધૂન લગાડી.... અને જે રીતે
આત્મલાભ પ્રાપ્ત થાય એવી ઉત્તમ પ્રેરણા
આપે બેસતાવર્ષની બોણીમાં
આપી....આપની આ બોણી અમને મહાન
લાભની દાતાર છે. અમને તો એમ થાય છે
કે, જેમ ઋષભદેવના આત્માને
ભોગભૂમિમાં સમ્યક્ત્વની પ્રાપ્તિનો કાળ
હતો ને મુનિવરોએ ત્યાં આવીને તેમને
સમ્યક્ત્વ આપ્યું, તેમ હે ગુરુદેવ! આ વર્ષ
તે અમારું આત્મલાભનું વર્ષ છે ને આપ
અમને આત્મલાભ આપી રહ્યા છો.
સુપ્રભાતમાં આનંદકારી બોણી આપીને
આત્મલાભદાતાર એવા હે ગુરુદેવ!
આપને પરમ ભક્તિથી વંદન... અભિવંદન.

PDF/HTML Page 4 of 45
single page version

background image
માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૧
વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯૪
ચાર રૂપિયા માગશર
આત્મામાં સમ્યગ્જ્ઞાનરૂપી સૂર્ય ઉગે તેને સુપ્રભાત કહેવાય છે.
આત્મા જ્ઞાનસૂર્ય છે; તે ચૈતન્યપ્રકાશ વડે રાગ અને જ્ઞાનનો ભેદ પાડે છે, રાગથી ભિન્ન
જ્ઞાનને અનુભવતો ચૈતન્યસૂર્ય પ્રકાશે છે, તે મંગલ પ્રભાત છે.
અનંત ચતુષ્ટયસ્વરૂપ આત્મા છે; જ્ઞાન–દર્શન–આનંદ–વીર્યના બેહદ સ્વભાવથી ભરેલ
શુદ્ધ આત્મવસ્તુનો અનુભવ કરતાં જ આત્મા પોતે ચેતના પ્રકાશ વડે પ્રકાશમાન થાય છે.
તેમાં રાગાદિ જરાપણ નથી. આવા અનુભવથી આત્મા આનંદરૂપ થાય છે. જુઓ, આ
આનંદમય સુપ્રભાત ઊગ્યું. અનાદિથી ન બેસેલું એવું નવું વર્ષ તેને શરૂ થયું.
રે જીવ! તું જાગ...જાગ...અનાદિથી મોહભાવમાં સૂતો...હવે તો આત્મામાં આવું સુપ્રભાત
ઊગાડ...જાગીને તારા શુદ્ધસ્વરૂપને જો તો ખરો; તેમાં રાગાદિ સંસાર છે જ નહીં. પૂર્ણ વસ્તુને
પ્રતીતમાં લેતાં સુખમય વર્ષ શરૂ થશે.
સંતો જે અનંત સુખધામને ધ્યાવે છે તે સુખધામ તારામાં છે; તેને તું પ્રતીતમાં લે,
ધ્યાનમાં લે. એના ધ્યાનની ધૂન ચડતાં આનંદનો અનુભવ થશે. હું આવા શુદ્ધ આત્માને
પ્રણમું છું, રાગ તરફ મારી પરિણતિ નથી ઢળતી, મારી પરિણતિ શુદ્ધ આત્મા તરફ ઢળે છે. –
આવી પરિણતિ વડે ચૈતન્યના તેજથી ઝળહળતું આનંદમય પ્રભાત ખીલે છે.
આત્માનો અનુભવ કરવાની ધૂન જગાડ. જગતની બીજી ધૂન મુક એકકોર. અંદર
કારણપરમાત્મામાં એકાગ્ર થઈને તેને ધ્યાવતાં સમ્યક્ત્વાદિ નિર્મળકાર્ય પ્રગટી જાય છે,
આત્માની ચેતના સ્વરસથી વિકસવા લાગે છે......શક્તિમાં જે હતું તે પર્યાયમાં પ્રગટ થાય છે
ને સાદિઅનંત આનંદમય સુપ્રભાત ખીલે છે.
–બેસતા વર્ષના પ્રવચનમાંથી

PDF/HTML Page 5 of 45
single page version

background image
: આત્મધર્મ : માગશર ૨૪૯૪
(ભાઈશ્રી ત્રિભુવનદાસભાઈના મકાનના વાસ્તુ પ્રસંગે)
આત્મામાં ભેદજ્ઞાનરૂપી અનુભવનો પ્રકાશ કેમ થાય? તેની આ વાત છે.
સુખધામ આત્મા છે; તેના આનંદનો અનુભવ ભેદજ્ઞાન વડે થાય છે, તે ભેદજ્ઞાન–
પ્રકાશ મંગળ છે. સુખધામ એવા આત્મામાં વાસ કરવો તેનું નામ મોક્ષ.
જ્ઞાન તે ‘ભગવાન’ છે, ને રાગભાવ તે જ્ઞાનથી ભિન્ન હોવાથી ‘અજ્ઞાન’
છે. આવા ભેદજ્ઞાનનો વારંવાર તીવ્ર અભ્યાસ કરતાં સ્વસન્મુખ પ્રગટ અનુભવ
થાય છે.
સર્વજ્ઞ ભગવંતોએ આ પ્રમાણે આત્મઅનુભવ કર્યો, ને આવો અનુભવ
કરવાનું જગતને કહ્યું. આવો અનુભવ કર્યો તેના આત્મામાં આનંદનું વર્ષ બેઠું;
ચૈતન્યનું સાચું ધન તેણે પ્રાપ્ત કર્યું.
પ્રભો! તારા આત્મામાંથી અજ્ઞાન–અંધકાર દૂર થાય ને જ્ઞાનના દીવડા પ્રગટે–
તેની રીત સંતોએ બતાવી છે. રાગ અને જ્ઞાનની એકતા ન હોવા છતાં અજ્ઞાનથી જ
એકતા ભાસે છે. તેમને ભિન્ન અનુભવવાની તારી તાકાત છે, કેમકે તેઓ ભિન્ન છે,
ભિન્ન છે તેને ભિન્ન જાણીને અનુભવ કરવો તે સુગમ છે, થઈ શકે છે.
તીર્થંકરદેવે ઈન્દ્રોની સભા વચ્ચે આત્માનું જે સ્વરૂપ ઉપદેશ્યું તે સ્વરૂપ અહીં
આચાર્યદેવે ભરતક્ષેત્રના જીવોને સમજાવ્યું છે. જેમ ભરત ચક્રવર્તી ગૂફામાં જવા
માટે રત્નનો પ્રકાશ કરે છે, તેમ આ ચૈતન્યગૂફામાં જવા માટે ભેદજ્ઞાનરૂપી રત્નનો
પ્રકાશ કર.....તો તને અંદરની ચૈતન્યગૂફામાં મોક્ષનો માર્ગ સ્પષ્ટ દેખાશે.
મોક્ષમાર્ગમાં જતાં આત્માનો સાથીદાર કોણ? આત્માનો સાથીદાર રાગ
નથી, આત્માના સાથીદાર તો જ્ઞાન ને આનંદ છે; ભગવાન જ્ઞાન અને આનંદને સાથે
લઈને મોક્ષમાં ગયા, રાગને તો અત્યંતપણે છોડયો. માટે એવું ભેદજ્ઞાન કરવું જોઈએ.
જ્ઞાની અને જ્ઞાનાવરણ એ બંને અત્યંત જુદા છે, તેને કર્તાકર્મપણું નથી; જ્ઞાની
તો ચૈતન્યમય જીવ, અને જ્ઞાનાવરણ તો અજીવ, તેમને કર્તા–કર્મપણું કેમ હોય?

PDF/HTML Page 6 of 45
single page version

background image
માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૩
–અને જ્ઞાનીના જ્ઞાન ને રાગ સાથેય કર્તાકર્મપણાનો સંબંધ નથી. આવું ભેદજ્ઞાન
થતાં આત્મામાં જ્ઞાનનો પ્રકાશ પ્રગટ્યો; અને જ્ઞાનમયભાવપણે પરિણમતા
આત્મામાં અનંત પાંખડીવાળા જ્ઞાન–આનંદનાં કમળ ખીલ્યાં, તે હવે કદી બીડાશે
નહીં. –ભગવાન પોતાના સ્વધામમાં–સુખધામમાં આવીને વસ્યા.–
સાદિ અનંત અનંત સમાધિ સુખમાં
અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો.
આવા સિદ્ધપદરૂપ સ્વઘરમાં આત્મા સદાકાળ બિરાજમાન રહેશે.
नमो सिद्धाणं
સુખી થવું હોય તેને માટે આ એક જ રસ્તો
છે, બાકી તો બધા દુઃખી થવાના રસ્તા છે. ભગવાન
જે રસ્તે મોક્ષ પામ્યા તે આ રસ્તો છે. સન્તોએ
પોતાના અંતરમાં જોયેલો આ માર્ગ જગતને
ઉપદેશ્યો છે કે હે જીવો! નિઃશંકપણે આ માર્ગે ચાલ્યા
આવો. –આત્માને ભગવાન બનાવવાની આ રીત
છે. વાહ રે વાહ! વીતરાગી સન્તોએ અંદરમાં
પોતાનાં કામ તો કર્યા ને જગતને પણ તે માર્ગ
બતાવીને અલૌકિક ઉપકાર કર્યો છે. જગતના
એટલા મહા ભાગ્ય છે.

PDF/HTML Page 7 of 45
single page version

background image
: આત્મધર્મ : માગશર ૨૪૯૪
જ્ઞાનીના બધા ભાવો જ્ઞાનમય જ છે
(જ્ઞાનીની ‘જ્ઞાનચેતના’ નો મહિમા)
સમયસારકળશ ૬૬–૬૭ ઉપરના પ્રવચનમાંથી.
જ્ઞાની–સમ્યગ્દ્રષ્ટિને જ્યાં ભેદજ્ઞાન થયું, ચૈતન્યભાવને અને રાગભાવને
સ્વાદભેદ જાણીને ભિન્ન જાણ્યા, ત્યાં તે સમ્યગ્દ્રષ્ટિના પરિણામ જ્ઞાનમય જ હોય છે,
રાગમય પરિણામ તેને હોતાં નથી.
પ્રશ્ન:– જ્ઞાનીનેય ચારિત્રમોહ વગેરેના ઉદયથી રાગાદિ વિચિત્ર પરિણામો તો વર્તે
છે, છતાં તેના પરિણામ જ્ઞાનમય જ કેમ કહ્યા?
ઉત્તર:– ભાઈ, તે રાગના કાળેય જ્ઞાનીનું જ્ઞાન કાંઈ રાગમય થઈ ગયું નથી, તે
તો રાગથી જુદું જ જ્ઞાનસ્વભાવમાં તન્મય વર્તે છે. માટે રાગાદિ છે તે જ્ઞાનીનાં પરિણામ
ખરેખર નથી, જ્ઞાનમય ભાવ તે જ જ્ઞાનીનાં પરિણામ છે. રાગના કાળે પણ જ્ઞાની તેને
પોતાથી ભિન્નપણે જાણે છે, ને તે વખતના જ્ઞાનને પોતાથી અભિન્ન જાણે છે. માટે
જ્ઞાનમયપરિણામ જ જ્ઞાનીને છે. સમ્યક્ત્વ–જ્ઞાન–આનંદ એ બધા શુદ્ધપરિણામો જ્ઞાનમાં
સમાય છે, પણ રાગાદિ અશુદ્ધ પરિણામો જ્ઞાનમાં સમાતા નથી.
અજ્ઞાનીને રાગ વખતે રાગથી જુદું જ્ઞાન ભાસતું નથી, એટલે તે તો પોતાને
રાગમય જ અનુભવે છે, એટલે તેનો બધો અનુભવ અજ્ઞાનમય છે. આનંદસ્વરૂપ
આત્માનું ભાન નથી, વેદન નથી, એટલે અજ્ઞાનમય ભાવને જ તે વેદે છે. આ રીતે
અજ્ઞાનીના બધા ભાવો અજ્ઞાનમય છે, ને જ્ઞાનીના બધા ભાવો જ્ઞાનમય છે.
રાગાદિથી ભિન્ન પરિણમતો જ્ઞાની તે રાગાદિનો કર્તા કેમ હોય? જ્ઞાનમાં
તન્મય પરિણમતો જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે. રાગમાં તન્મય પરિણમતો અજ્ઞાની જ તે
રાગાદિનો કર્તા છે. રાગ સાથે એકત્વબુદ્ધિ હોવાને લીધે તેના બધા પરિણામ રાગમય છે
એટલે અજ્ઞાનમય છે, રાગથી ભિન્ન જ્ઞાનમય પરિણામ અજ્ઞાનીને હોતા નથી. આ રીતે
જ્ઞાની અને અજ્ઞાનીના પરિણમનમાં મોટો તફાવત છે. આ ભેદને જે ઓળખે તેને જ્ઞાન
અને રાગનું ભેદજ્ઞાન થઈને જ્ઞાનમય પરિણમન થયા વગર રહે નહીં.

PDF/HTML Page 8 of 45
single page version

background image
માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૫
અજ્ઞાનીને રાગાદિ સાથે એકતારૂપ જે અશુદ્ધચેતના છે તે બંધનું કારણ છે.
જ્ઞાનીને રાગથી ભિન્ન પોતાના આનંદસ્વભાવને ચેતનારી જે જ્ઞાનચેતના છે તે
મોક્ષનું કારણ છે.
આ ‘જ્ઞાનચેતના’ જ જ્ઞાનીનું લક્ષણ છે. જ્ઞાનચેતના છે તે શુદ્ધઆત્માના
અનુભવરૂપ છે. શાસ્ત્રોના જાણપણા ઉપરથી જ્ઞાનચેતનાનું માપ નથી, જ્ઞાનચેતના તો
અંતરમાં આત્માના આનંદને ચેતનારી છે. અજ્ઞાનીને શાસ્ત્રોનું જાણપણું હોય તોપણ
તેને શુદ્ધાત્માના વેદનરૂપ જ્ઞાનચેતના નથી, તેના બધા પરિણામ (શાસ્ત્રનું જાણપણું
પણ) અજ્ઞાનચેતનારૂપ છે. ને જ્ઞાનીને શાસ્ત્રોનું જાણપણું વધતું–ઓછું હો પણ અંદર
શુદ્ધઆત્માને દ્રષ્ટિમાં લઈને તેનો આત્મા શુદ્ધ જ્ઞાનચેતનારૂપે પરિણમી રહ્યો છે; તે
જ્ઞાનચેતનામાં અજ્ઞાનનો અંશ પણ નથી. આવી જ્ઞાનચેતનામય જ્ઞાનીના પરિણામ
હોવાથી તેના બધા પરિણામ જ્ઞાનમય છે. રાગ તે ખરેખર જ્ઞાનચેતનાના પરિણામ
નથી, તે તો જ્ઞાનચેતનાથી બહાર જ છે.
અરે, આવી જ્ઞાનચેતનાને ઓળખે તો તેના અપાર મહિમાની ખબર પડે.
સમ્યગ્દ્રષ્ટિના બધા પરિણામ જ્ઞાનમય થાય છે. જ્ઞાનીનું જ્ઞાન ક્્યારેય રાગમય થતું
નથી; એટલે તેના જ્ઞાનપરિણામ કદી બંધનું કારણ થતા નથી. અબંધસ્વરૂપ
આત્મસ્વભાવમાં એકપણે પરિણમતું જ્ઞાન બંધનું કારણ કેમ હોય? –ન જ હોય. અને જે
અલ્પ રાગાદિ છે તેમાં તો જ્ઞાનની તન્મયતા નથી; તો જેની સાથે તેને તન્મયતા નથી તે
બંધભાવોને જ્ઞાનીનાં પરિણામ કેમ કહેવાય? તે બંધપરિણામને ધર્મીની દ્રષ્ટિ પોતામાં
સ્વીકારતી નથી, તેના જ્ઞાનપરિણામ રાગથી જુદા ને જુદા જ રહે છે. જ્ઞાન અને રાગના
સ્વરૂપની આવી ભિન્નતાનો નિર્ણય કરતાં જરૂર ભેદજ્ઞાન થાય છે.
અજ્ઞાનીને પર્યાયે પર્યાયે રાગાદિ બંધભાવો સાથે એકત્વબુદ્ધિ છે, એટલે તેના
બધા ભાવો અજ્ઞાનમય છે. ભિન્ન જ્ઞાનની તો તેને ખબર નથી. અશુભ કે શુભ બંને
ભાવ વખતે અજ્ઞાની પોતાને રાગમય અશુદ્ધ જ દેખે છે, એનાથી જુદું સ્વરૂપ એને
ભાસતું નથી. પાપના અશુભ કે પુણ્યના શુભ તે બધા પરિણામો જ્ઞાનમાંથી ઉપજેલા
નથી પણ અશુદ્ધજાતિમાંથી જ ઉપજ્યા છે, એટલે તે ભાવો જ્ઞાનમય નથી પણ
અજ્ઞાનમય છે, અશુદ્ધ છે. જ્ઞાનીને, શુભ–અશુભ વખતેય તેનાથી જુદી નિર્મળ જ્ઞાનધારા
ચાલી રહી છે.

PDF/HTML Page 9 of 45
single page version

background image
: આત્મધર્મ : માગશર ૨૪૯૪
શુભ કે અશુભ પરિણામ તથા તે સંબંધી બાહ્ય ક્રિયા, તો અજ્ઞાનીને હોય,
જ્ઞાનીને પણ હોય, બંનેને એક સરખા જેવું દેખાય, પણ તે જ વખતે અંતરની
પરિણામધારામાં બંને વચ્ચે મોટો ફેર છે. જ્ઞાનીનું જ્ઞાન તો તે જ વખતે રાગાદિથી વેગળું
રહીને પરિણમે છે, ને અજ્ઞાની રાગાદિમાં તન્મયબુદ્ધિથી વર્તે છે; એટલે જ્ઞાની જ્ઞાનમય
પરિણામમાં અબંધપણે વર્તી રહ્યા છે, ને અજ્ઞાની રાગાદિ બંધભાવોમાં વર્તી રહ્યો છે,
જ્ઞાન ને રાગની ભિન્નતા લક્ષમાં આવ્યા વગર જ્ઞાની અને અજ્ઞાનીનો આ ફેર સમજાય
નહિ. જ્ઞાનીને જે ભેદજ્ઞાન થયું છે તે જ્ઞાન શુભાશુભ વખતેય ખસતું નથી, શુભાશુભમાં
તેનું જ્ઞાન ભળી જતું નથી પણ ભિન્ન જ રહે છે. આવી ભિન્નતાનું ભાન તે જ્ઞાનચેતના
છે; ને આવી જ્ઞાનચેતના બંધનું કારણ થતી નથી. જ્ઞાનીને જ આવી જ્ઞાનચેતના હોય
છે.
નિર્વિકલ્પતા વખતે જ ધર્મીને જ્ઞાનચેતના હોય ને અશુભ કે શુભરાગ વખતે તે
જ્ઞાનચેતના ચાલી જાય–એમ નથી. ચૈતન્યસ્વભાવને અવલંબનારી જ્ઞાનચેતના તેને
સદાય વર્તે છે. રાગ વખતે તેની ચેતના રાગમય થઈ જતી નથી, પણ રાગથી ભિન્ન
શુદ્ધાત્માને ચેતતી થકી તે ચેતના તો ચેતનામય જ રહે છે. માટે જ્ઞાનીને સદાય
ચેતનભાવરૂપ પરિણામ વર્તે છે. તે ભાવ બંધનું કારણ નથી, તે અબંધભાવ છે, ને તે
મોક્ષનું કારણ છે.
અહો, ચૈતન્યસ્વભાવનો જેને પ્રેમ જામ્યો છે તેનાં પરિણામ તેવી જાતનાં જ હોય
છે. દ્રવ્યનો એવો જ શુદ્ધસ્વભાવ છે કે તેના આશ્રયે શુદ્ધતા જ પરિણમે છે, અને
રાગાદિમાં તન્મયબુદ્ધિથી અજ્ઞાનીને બધા અશુદ્ધપરિણામ જ થાય છે, તે અજ્ઞાનમય જ
છે. જ્ઞાની અને અજ્ઞાનીના પરિણમનમાં આ મોટો ફેર છે. અજ્ઞાની ભિન્નજ્ઞાનને ભૂલીને
રાગાદિ બંધભાવના અનુભવમાં જ અટકી જાય છે એટલે તેને બંધન જ થાય છે, શુદ્ધતા
જરાય થતી નથી. અને જ્ઞાની તો રાગથી ભિન્ન જ્ઞાનમયભાવમાં પરિણમતો થકો
મોક્ષને સાધે છે, તેને બંધન થતું નથી, તેને શુદ્ધતા થતી જાય છે. આ રીતે જ્ઞાનીના બધા
ભાવો જ્ઞાનમય છે; એવી જ્ઞાનચેતનાનો કોઈ અપાર મહિમા છે કે જે મોક્ષને સાધે છે.
(जय जिनेन्द्र)

PDF/HTML Page 10 of 45
single page version

background image
માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૭
પરમ શાંતિદાતારી અધ્યાત્મભાવના
(લેખાંક–પ૭) (અંક ૨૮૯ થી ચાલુ)
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામીરચિત સમાધિશતક ઉપર પૂજ્યશ્રી
કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
[વીર સં. ૨૪૮૨ શ્રાવણ સુદ ૧૧]
હવે અભિન્ન ઉપાસનાનું દૃષ્ટાંત તથા ફળ કહે છે–
उपास्यात्मानमेवात्मा जायते परमोऽथवा
मथित्वात्मानमात्मैव जायतेऽग्नि यथातरुः।। ९८।।
આત્માની ઉપાસનામાં, ભિન્ન ઉપાસના અને અભિન્ન ઉપાસના એમ બે પ્રકાર છે;
અર્હંત–સિદ્ધના સ્વરૂપને જાણીને તેવા પોતાના સ્વરૂપને ધ્યાવવું તે ઉપાસના છે; તેમાં
અરિહંતની ઉપાસના કહેવી તે ભિન્ન ઉપાસના છે, ને પોતાના સ્વરૂપની ઉપાસના કહેવી તે
અભિન્ન ઉપાસના છે. ભિન્ન ઉપાસનાની વાત ૯૭મી ગાથામાં કરી; અને વાંસમાંથી સ્વંય
અગ્નિ થાય છે તે દૃષ્ટાંતે અભિન્ન ઉપાસનાનું સ્વરૂપ આ ગાથામાં સમજાવે છે.
જેમ વાંસનું ઝાડ બહારના બીજા કોઈ સાધન વગર પોતે પોતાની સાથે જ ઘસારા
વડે અગ્નિરૂપ થઈ જાય છે; તેમ આત્મા બીજા કોઈના અવલંબન વગર, પોતે પોતામાં જ
એકાગ્રતાના મથન વડે પરમાત્મા થઈ જાય છે. જેમ વાંસમાં શક્તિરૂપે અગ્નિ ભરેલો છે, તે
વાંસ ઘસારા વડે પોતે વ્યક્ત અગ્નિરૂપ પરિણમી જાય છે; તેમ આત્મામાં પરમાત્મદશા
શક્તિરૂપે પડી છે, તે પર્યાયને અંતરમાં એકાગ્ર કરીને સ્વભાવનું મથન કરતાં કરતાં આત્મા
પોતે પરમાત્મદશારૂપ પરિણમી જાય છે. આમાં જે ત્રિકાળ શક્તિ છે તે શુદ્ધઉપાદાન છે, ને
પૂર્વની મોક્ષમાર્ગરૂપ પર્યાય તે વ્યવહારકારણ છે તેથી તેને નિમિત્ત પણ કહેવાય, ત્રિકાળરૂપ
જે શુદ્ધ સ્વભાવ છે તે જ મોક્ષનું પરમાર્થ કારણ છે. તે કારણસ્વરૂપમાં એકાગ્ર થતાં મોક્ષ થાય
છે. અહીં તો અભિન્ન ઉપાસના બતાવવી છે, એટલે આત્મા પોતે પોતામાં એકાગ્રતા વડે
પોતાની ઉપાસના કરીને પરમાત્મા થઈ જાય છે. જુઓ, આ સીધો સટ મોક્ષનો માર્ગ!
આત્માની ઉપાસના તે જ મોક્ષનો સીધો અને અફર માર્ગ છે.
જુઓ, આમાં નિશ્ચય–વ્યવહાર કઈ રીતે આવ્યા? ત્રિકાળ કારણપરમાત્મા ભૂતાર્થ–

PDF/HTML Page 11 of 45
single page version

background image
: આત્મધર્મ : માગશર ૨૪૯૪
હોવાથી તે મોક્ષનું નિશ્ચયકારણ છે, અને મોક્ષમાર્ગરૂપ પર્યાય તો અભૂતાર્થ હોવાથી
વ્યવહારકારણ છે. તેમાં નિશ્ચયકારણને શુદ્ધઉપાદાન કહેવાય, ને વ્યવહારકારણને નિમિત્ત
કહેવાય. –આ રીતે અધ્યાત્મદ્રષ્ટિમાં સૂક્ષ્મતાથી પોતામાં જ ઉપાદાન–નિમિત્ત છે. “અભિન્ન–
ઉપાસના” માં સંયોગની વાત ન આવે, સંયોગ તો ભિન્ન છે.
જેમ વાંસનું ઝાડ પોતે પોતાની ડાળીઓ સાથે જ ઘસાતુ ઘસાતુ અગ્નિરૂપ થઈ જાય
છે; તેમ આત્મા પોતે પોતાના ગુણો સાથે ઘસાતો–ઘસાતો, એટલે કે અંતર્મથનવડે પર્યાયને
આત્મામાં એકાગ્ર કરતો કરતો, પોતે પરમાત્મા થઈ જાય છે. અંર્તસ્વરૂપમાં લીન થઈને
આત્મામાં અભેદતા કરવી તે અભેદ ઉપાસના છે; ને અભેદ ઉપાસના જ મોક્ષનું કારણ છે.
પ્રશ્ન:– ભિન્ન ઉપાસનાનું ફળ પણ મોક્ષ કહ્યું હતું?
ઉત્તર:– ત્યાં ભિન્ન ઉપાસનામાંથી અભિન્ન ઉપાસનામાં આવી જાય છે–તે પરમાત્મા
થાય છે, અરહિંત અને સિદ્ધ ભગવાનનો નિર્ણય કરીને તેવા પોતાના સ્વભાવ તરફ જે વળી
ગયો એટલે કે ભિન્ન ઉપાસના છોડીને અભિન્ન ઉપાસનામાં આવી ગયો, તેને પરમાત્મદશા
થઈ; ત્યાં નિમિત્તથી તેને ભિન્ન ઉપાસનાનું ફળ કહ્યું.
અહીં તો તેથી પણ સૂક્ષ્મ વાત છે, અહીં તો જે નિશ્ચયમોક્ષમાર્ગરૂપ પર્યાય છે તે પણ
મોક્ષનું કારણ વ્યવહારે છે, કેમકે મોક્ષપર્યાય થતાં તે મોક્ષમાર્ગ પર્યાયનો તો વ્યય થઈ જાય
છે; તે પોતે કાર્યરૂપે પરિણમતિ નથી માટે તે નિમિત્ત છે; ને ધ્રુવસ્વભાવ સાથે અભેદ થઈને
મોક્ષપર્યાયરૂપ કાર્ય થયું છે તેથી તે નિશ્ચયકારણ છે. મોક્ષપર્યાય તે પણ વ્યવહારનયનો વિષય
છે. ને અભેદ દ્રવ્ય નિશ્ચયનયનો વિષય છે. તેના જ આશ્રયે મુક્તિ થાય છે.
જુઓ, આ મોક્ષનો રસ્તો કહેવાય છે.
અપનેકો આપ ભૂલકે હેરાન હો ગયા.
અપનેકો આપ જાનકે મુક્તિ હો ગયા.
અજ્ઞાનથી સંસાર; ને ભેદજ્ઞાનથી મોક્ષ. ભેદજ્ઞાન શું કહેવાય તેની આ વાત છે.
ભેદજ્ઞાની પોતાના ચિદાનંદ સ્વભાવને દેહાદિથી ભિન્ન–રાગાદિથી ભિન્ન જાણીને, તેમાં જ
એકાગ્રતા વડે મુક્તિ પામે છે. અજ્ઞાની રાગાદિને પોતાનું સ્વરૂપ માનીને તેમાં એકાગ્રતા વડે
સંસારમાં રખડે છે.
મોક્ષ માટે કોની ઉપાસના કરવી? –કે પોતાના આત્માની જ ઉપાસનાવડે મુક્તિ થાય
છે. બાહ્ય પદાર્થો તરફના સંકલ્પ–વિકલ્પો છોડીને, પોતે પોતાના આત્મામાં લીન થઈને તેની
ઉપાસના કરતાં પરમાત્મદશા પ્રગટી જાય છે. –આમાં પોતે જ ઉપાસક છે ને પોતે જ ઉપાસ્ય
છે, –તેથી આ અભિન્ન

PDF/HTML Page 12 of 45
single page version

background image
માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૯
ઉપાસના છે. આવી ઉપાસના વિના મુક્તિ નથી. જેમ વાંસના વૃક્ષને અગ્નિરૂપ થવામાં
પોતાથી ભિન્ન બીજાું સાધન–નિમિત્ત નથી, પોતે પોતામાં જ ઘર્ષણવડે અગ્નિરૂપ થાય છે;
તેમ આત્માને પરમાત્મા થવામાં પોતાથી ભિન્ન બીજું સાધન નથી, પોતે પોતામાં જ
ઘર્ષણવડે (–નિર્વિકલ્પ લીનતા વડે) પોતાના ધ્યાનથી જ પરમાત્મા થઈ જાય છે.
નિજસ્વરૂપને ધ્યાવી ધ્યાવીને જ અનંતા જીવો સિદ્ધપદને પામ્યા છે. અનંતા જીવો આત્માને
ધ્યાવીને પરમાત્મા થયા છે, પણ પરને ધ્યાવીને પરમાત્મા નથી થયા.
આત્માનો દ્રવ્યસ્વભાવ ત્રિકાળ મોક્ષસ્વરૂપ છે, ને પર્યાયમાં મોક્ષ નવો પ્રગટે છે;
એટલે “દ્રવ્યમોક્ષ” ત્રિકાળ છે, ને તેના આશ્રયે “ભાવ–મોક્ષ” (મુક્તદશા) પ્રગટી જાય છે.
શક્તિના ધ્યાનવડે મુક્તિ થાય છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એ કાંઈ જુદાજુદા નથી, આત્મા
પોતે ધ્યાતા, પોતે જ ધ્યેય અને પોતામાં જ એકાગ્રતારૂપ ધ્યાન, –આવી અભિન્ન
આરાધનાનું ફળ મોક્ષ છે. ધ્યાતા અને ધ્યેયનો પણ ત્યાં ભેદ રહેતો નથી; દ્રવ્ય–પર્યાયની
એકતા થઈ ત્યાં દ્રવ્ય ધ્યેય અને પર્યાય ધ્યાતા–એવા પણ ભેદ રહેતો નથી. –આવી અભેદ
ઉપાસનાવડે આત્મા પરમાત્મા થઈ જાય છે.
જુઓ, ભાઈ! એકવાર આ વાતનો અંતરમાં નિર્ણય તો કરો....જેને માર્ગનો નિર્ણય
સાચો હશે તેના નીવેડા આવશે, પણ માર્ગનો જ નિર્ણય નહિ કરે ને વિપરીત માર્ગ માનશે તો
અનંતકાળે પણ નીવેડા નહિ આવે. અરે! આવો અવતાર પામીને જીંદગીમાં સત્ય માર્ગના
નિર્ણયનો પણ અવકાશ ન લ્યે તો તેણે જીવનમાં શું કર્યુ? માર્ગના નિર્ણય વગર તો જીવન
વ્યર્થ છે. માટે આત્માના હિત માટે માર્ગનો નિર્ણય કરવો જોઈએ. નિર્ણય કરે તેનું પણ જીવન
સફળ છે. જેણે યથાર્થ માર્ગનો આત્મામાં નિર્ણય કરી લીધો છે તે ક્રમેક્રમે તે માર્ગે ચાલીને
મુક્તિ પામશે.
આ રીતે આત્મસ્વરૂપની આરાધનાથી જ મુક્તિ થાય છે–માટે તેની જ ભાવના કરવી. ।। ૯૮।।
અનંત ચૈતન્યવૈભવવાળા આત્માને જેણે જાણ્યો તેણે
ચૌદ બ્રહ્માંડના સારને જાણી લીધો. અહા, આત્માને જાણવામાં
અંતર્મુખ ઉપયોગનો અનંત પુરુષાર્થ છે; તેમાં તો મોક્ષમાર્ગ
આવી જાય છે. સ્વમાં જે સન્મુખ થયો; તેણે પરથી સાચી
ભિન્નતા જાણી, એટલે ખરૂં ભેદજ્ઞાન થયું. આવી દશા હોય તે
જીવ ધર્મી છે, –ભલે તે ગૃહસ્થપણામાં હોય.

PDF/HTML Page 13 of 45
single page version

background image
૧૦ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
અનભવનશલ જીવ પરમ સખ છ
(સમયસાર કલશ ૬૯–૭૦ ઉપરના પ્રવચનમાંથી)
અનુભવશીલ જીવ પરમ સુખી છે. –એવો અનુભવ કેમ પ્રગટે? –તે અહીં
બતાવ્યું છે. શુદ્ધ ચૈતન્યવસ્તુમાં તન્મય થતાં અતીન્દ્રિયસુખનો સ્વાદ આવે છે. શાંત–
નિર્વિકલ્પ થઈને આવો અનુભવ થાય છે. પણ અશુદ્ધતાના કે શુદ્ધતાના વિકલ્પો કર્યા
કરે કે ‘હું આવો છું–હું આવો છું’ ત્યાં સુધી વિકલ્પના કર્તૃત્વમાં રોકાયેલા તે જીવને
ચૈતન્યના સુખનો અનુભવ થતો નથી. અંતર્મુખ નિર્વિકલ્પપરિણામ નથી કરતો ત્યાંસુધી
ક્્યાંક વિકલ્પના કર્તૃત્વમાં રોકાયેલો છે. વિકલ્પમાં સાચો આત્મા વિષયરૂપ થતો નથી,
ઉપયોગ અંતરમાં વળે ત્યારે જ આત્મા યથાર્થસ્વરૂપે વિષયરૂપ થાય છે. ઉપયોગ
વિકલ્પમાં અટકે છે ત્યાંસુધી આત્મા લક્ષગત થતો નથી. તેથી કહે છે કે વિકલ્પમાં
આકુળતા છે–દુઃખ છે, તેમાં નિર્વિકલ્પ સુખ અનુભવાતું નથી. વસ્તુમાત્રને જ્ઞાનમાં
અનુભવતાં વિકલ્પ મટે છે ને પરમસુખ થાય છે.
ધર્મીજીવ કેવા છે? –કે શુદ્ધચેતનામાત્ર જીવસ્વરૂપના અનુભવનશીલ છે. ધર્મીનું
આ લક્ષણ બહુ જ ટૂંકુ ને ઘણું જ સારૂં છે. અનુભવમાં ચૈતન્યવસ્તુનો સીધો સ્વાદ આવે
છે ત્યાં કોઈ કલ્પના રહેતી નથી, વિકલ્પ રહેતા નથી. ઝીણું કહો કે સરલ કહો–
વસ્તુસ્વરૂપ આવું જ છે. ભગવાને જેવો આત્મા જોયો તેવો આત્મા અંતરમાં જોવા આ
જીવ જાય ત્યારે ગુણભેદના વિકલ્પો તેને રહેતા નથી; સમરસસ્વરૂપ અતીન્દ્રિય
આનંદના વેદનસહિત આત્મા દેખાય છે. વિકલ્પો તે વિષમભાવ છે; વિષમભાવમાં
આત્મા દેખાતો નથી, શાંતચિત્તરૂપ સમભાવ (નિર્વિકલ્પભાવ) માં આત્મા સાક્ષાત્
દેખાય છે–અનુભવાય છે. ને આવો અનુભવ કરનારા જીવો જ પરમ સુખી છે. –આમાં
વીતરાગભાવરૂપ ધર્મ છે.
ગુણભેદરૂપ વિકલ્પમાં વીતરાગતા નથી, એટલે તેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર
નથી; તેમાં તો દુઃખ છે. આંગણે આવીને સ્વરૂપમાં કેમ જવું–તે વાત છે. શુદ્ધચૈતન્ય

PDF/HTML Page 14 of 45
single page version

background image
માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૧૧
વસ્તુમાં તન્મય ઉપયોગ થયો ત્યાં વિકલ્પ છૂટી ગયા ને અભેદ અનુભૂતિ થઈ. –તે
વખતે શાંતચિત્ત થયેલો તે જીવ ચૈતન્યના સાક્ષાત્ અમૃતને પીએ છે. –તેમાં
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સમાય છે.
એક સત્ત્વને અનેક પ્રકારે કલ્પનામાં લેતાં પક્ષપાત થાય છે–વિકલ્પ થાય છે; તે
અનેકરૂપ કલ્પનાથી રહિત થઈને ઉપયોગ જ્યાં એકરૂપ વસ્તુમાં એકાગ્ર થયો ત્યાં
શુદ્ધસ્વરૂપ અનુભવાય છે ને નિર્વિકલ્પ શાંતરસ ઉલ્લસે છે. આવો અનુભવ થયો ત્યારે
સમ્યગ્દર્શન થયું, ત્યારે પરમાર્થદર્શન થયું ને ત્યારે મોક્ષમાર્ગ ખૂલ્યો. તેથી આવો
અનુભવશીલ જીવ પરમ સુખી છે.
અરે, આ આત્માની પોતાની અંદરની વાત, તે કેમ ન સમજાય? પોતાનું જેવું
શુદ્ધ સ્વરૂપ છે તેવું જ્યાં લક્ષમાં આવે ત્યાં વિકલ્પ છૂટી જાય છે ને નિર્વિકલ્પ
અનુભવમાં અતીન્દ્રિય આનંદ થાય છે. એ આનંદના સ્વાદમાં કોઈ રાગની–વિકલ્પની
અપેક્ષા નથી. એ આનંદનો અનુભવ પોતાના સ્વસંવેદન જ્ઞાનમાં પ્રત્યક્ષ છે, ઈન્દ્રિયોનું
તેમાં આલંબન નથી, મનના વિકલ્પોની તેમાં અપેક્ષા નથી. આવો અનુભવ તે મહાન
સુખ છે.
આત્માનો સ્વભાવ મોહ રહિત છે. તે મોહ રહિત છે–એ વાત સાચી, પણ ‘મોહ
રહિત છું’ એવો તેનો વિકલ્પ તે કાંઈ આત્મા નથી, તે વિકલ્પના પરિણમનમાં ઊભો
રહીને આત્મા અનુભવાતો નથી. અકર્તા–અભોક્તાના વિકલ્પોવડે અકર્તા–અભોક્તારૂપ
પરિણમન થતું નથી. પણ વિકલ્પથી જુદો પડીને વસ્તુમાં જતાં અકર્તા–અભોક્તારૂપ
પરિણમન થઈ જાય છે. વિકલ્પથી જુદો ઉપયોગ અંતરમાં સાક્ષાત્ શુદ્ધાત્માને સંચેતે છે–
અનુભવમાં લ્યે છે. આવો અનુભવ તે ધર્મ છે; ને આવો એકક્ષણનો ધર્મ કેવળજ્ઞાનને
શીઘ્રપણે બોલાવે છે કે ઝટ આવ!
મોહરહિતના વિકલ્પમાં અટકવું તે પણ મોહ જ છે. તે વિકલ્પમાં અટકેલા જીવને
અનુભવરૂપ પરિણમન થતું નથી પણ મોહરૂપ પરિણમન થાય છે. વસ્તુને અનુભવમાં
લ્યે તો વિકલ્પ તૂટીને આનંદ અનુભવાય. ભાઈ, શેમાં ઊભો રહીને તારે વસ્તુને
અનુભવમાં લેવી છે?–તો એમ અનુભવ નહિ થાય. વિકલ્પમાં વસ્તુ નહિ અનુભવાય;
વસ્તુ તો વસ્તુમાં સીધો ઉપયોગ જોડતાં અનુભવાશે. વિકલ્પમાં શુદ્ધ વસ્તુનું પરિણમન

PDF/HTML Page 15 of 45
single page version

background image
૧૨ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
નથી, તેમાં તો રાગનું પરિણમન છે. અંતરમાં ઉપયોગ વળ્‌યો ને નિર્વિકલ્પ અનુભવ
થયો તેમાં શુદ્ધવસ્તુનું પરિણમન છે. વસ્તુમાં ન જાય ને વિકલ્પમાં ઊભો રહે તો
અનુભવનો સ્વાદ આવે નહીં, પરમસુખ થાય નહીં ને દુઃખ મટે નહીં. અનુભવીનાં હૃદય
બહુ ઊંડા છે.
વિકલ્પોની જાળને ‘સ્વચ્છા’ –પોતાની મેળે ઊભી થાય છે એમ કહ્યું છે, એટલે
કે વસ્તુમાંથી તે વિકલ્પો ઊઠતા નથી. વસ્તુના વેદનમાં વિકલ્પો નથી. વિકલ્પો વસ્તુનું
અવલંબન લેતા નથી. વસ્તુનું અવલંબન લ્યે તો વિકલ્પ તૂટયા વગર રહે નહીં. વસ્તુને
જે અનુભવમાં નથી લેતો ને નયપક્ષના વિચાર કર્યા કરે છે તેને વિકલ્પની જાળ
આપોઆપ ઊઠ્યા જ કરે છે, તે વિકલ્પજાળને ભેદીને અંતરના ચૈતન્યસ્વરૂપમાં જે ગુપ્ત
થયા તેઓ સમરસમય એક સ્વભાવને અનુભવે છે, શુદ્ધસમયસારને જ ચેતે છે–
અનુભવે છે. અનુભવમાં આવા ચૈતન્યપ્રકાશની સ્ફુરણા થતાં વેંત જ વિકલ્પોની
ઈન્દ્રજાળ ગુમ થઈ જાય છે, ત્યાં કોઈ વિકલ્પો ઊઠતા નથી.
ચૈતન્યની આવી અનુભૂતિ એ જ જૈનધર્મની મૂળ વસ્તુ છે. આવી અનુભૂતિમાં
જ વીતરાગી મોક્ષમાર્ગ સમાય છે; ને આવા અનુભવશીલ જીવ પરમ સુખી છે.
અહા! એ દ્રશ્યો કેવા હશે કે જ્યારે કુંદકુંદસ્વામી ને
અમૃતચંદ્રસ્વામી જેવા ધર્મધૂરંધર દિગંબર સન્તો હાથમાં કમંડલ
ને મોરપિંછી લઈને આ ભરતભૂમિમાં વિચરતા હશે, ને આવો
‘આત્મવૈભવ’ જગતના જીવોને દેખાડતા હશે! એ
વીતરાગમાર્ગી સન્તો જાણે સિદ્ધપદને ભેગું લઈને ફરતા
હતા...એમની પરિણતિ અંતર્મુખ થઈને ક્ષણેક્ષણે સિદ્ધપદને
ભેટતી હતી. –આવા મુનિઓએ તીર્થંકરદેવનું શાસન ટકાવ્યું છે.

PDF/HTML Page 16 of 45
single page version

background image
માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૧૩
અનુભવ કેટલા દિ’ માં થાય?
આત્માને અનુભવમાં લેવાનો આ અવસર છે. માટે
હે વાલીડા! આળસ કરીશ મા...પ્રમાદી થઈશ મા.
અહો, સ્વાનુભૂતિમાં આત્માની પ્રસિદ્ધિ થાય છે. તે મહા આનંદદાયક છે.
સન્તોએ પોતાના અનુભવમાં લઈને આવો આત્મા પ્રસિદ્ધ કર્યો છે, અને
વાણીદ્વારા જગતના જીવોને માટે પણ તે પ્રસિદ્ધ કર્યો છે. સમયસારની આ ટીકાનું
નામ
आत्मख्याति છે, આત્મખ્યાતિ એટલે આત્માની પ્રસિદ્ધિ, આત્માનો અનુભવ.
–તેની રીત સન્તોએ બતાવી છે. આ સમયસારમાં તેનું ઉત્કૃષ્ટ વર્ણન છે. જેમ
ચક્રવર્તીના નવનિધાન અખૂટ છે, તે કદી ખૂટતા નથી, તેમ આત્મામાં અપાર
અક્ષય ચૈતન્યનિધાન છે, અનુભવદ્વારા તેને ખોલ્યા જ કરો પણ તે કદી ખૂટતા
નથી. જગતને આવો આત્મવૈભવ સર્વજ્ઞદેવે ખુલ્લો કરીને બતાવ્યો છે. અહો, આ
તો વીતરાગી સન્તોના અંતરના અનુભવની વાત છે. આના ભાવો સમજવા માટે
અંતરમાં ઘણું ઊંડું મંથન માંગે છે. અંદરમાં મંથન વગર આવો આત્મા અનુભવમાં
આવે નહીં. આત્માની સમજણ માટે ને અનુભવ માટે અંદરમાં ઘણો ઉગ્ર પ્રયત્ન
હોય છે; જગતથી કેટલી ઉદાસીનતા ને ચૈતન્યની કેટલી પ્રીતિ હોય! ત્યારે આત્મા
અનુભવમાં આવે.
કેટલા દિ’ માં અનુભવ થાય?
જેવી પોતાની રુચિની ઉગ્રતા. કોઈને અંતર્મુહૂર્તમાં જ અનુભવ થાય છે.
પણ એને માટે મુદત ન હોય કે આટલા દિવસમાં અનુભવ થઈ જાય તો જ કરવો
છે. રુચિવાળી વસ્તુના પ્રયત્નમાં હદ ન હોય, કાળની મર્યાદા ન હોય. જો કે ખરા
મુમુક્ષુને રુચિની ઉગ્રતા તો એવી હોય કે આજે જ અત્યારે જ આત્મામાં ઊતરીને
તેને અનુભવમાં લઉં. પછી પ્રયત્ન ઉપડતાં ઉપડતાં જરાક વાર લાગે તો તે થાકીને
પ્રયત્ન છોડી દેતા નથી, પણ વધુ ને વધુ ઉગ્ર પ્રયત્ન વડે ઉદ્યમ કરીને અંતે સાક્ષાત્
આત્માનો અનુભવ કરે છે.

PDF/HTML Page 17 of 45
single page version

background image
૧૪ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
સાચી રુચિના પ્રયત્ન વડે એવો અનુભવ જરૂર થાય છે. ખરો આત્માર્થી એવા દ્રઢ
નિશ્ચયવાળો હોય છે કે અંર્તદ્રષ્ટિથી આત્માને દેખ્યે છૂટકો, ત્યાં સુધી બહાર નીકળવું
નથી, રુચિને બીજે ક્્યાંય જવા દેવી નથી. એકધારો આવો પ્રયત્ન કરનારને
આત્માના આનંદની પ્રાપ્તિ જરૂર થાય છે. આ અંતરના ઉગ્ર પ્રયત્ન વગર આત્મા
અનુભવમાં આવે નહીં. ભાઈ, વિકલ્પાતીત ભગવાન આત્મા, આનંદનો નાથ, તેને
તેં પૂર્વે કદી અનુભવમાં લીધો નથી, તેને અનુભવમાં લેવાનો આ અવસર છે. માટે હે
વાલીડા! અત્યારે તું આળસ કરીશ નહીં, પ્રમાદી થઈશ મા.
(આત્મવૈભવ)
આત્માની પર્યાયને અંદરમાં વાળીને જે આત્માના આનંદનું વેદન આવે, તે
વેદન કરનાર જીવ તત્ત્વવેદી છે.
ચૈતન્યને સ્પર્શતાં વિકલ્પ તૂટતાં આનંદનું વેદન રહ્યું, આ જ ધર્મી જીવનું
વેદન છે.
અહા, ચૈતન્યના આનંદની વાત અંતરના પ્રેમથી જીવે કદી સાંભળી નથી.
વિકલ્પના વેદનમાં ઊભો છે ત્યાંથી ખસીને ચૈતન્યના વેદનમાં જ્યાંસુધી ન
આવે ત્યાંસુધી નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય નહિ, ને વિકલ્પનું
કર્તાપણું છૂટે નહિ.
ચૈતન્યના આનંદમાં પ્રવેશ કરવાની આ વાત છે.
વિકલ્પ કે જે પોતાના સ્વભાવની ચીજ નથી, તેના વડે સ્વભાવમાં પ્રવેશ
થઈ શકે નહીં, ચૈતન્યભાવ વડે જ ચૈતન્યમાં પ્રવેશ થઈ શકે.
ધર્મી જીવ ચૈતન્યભાવવડે પક્ષાતિક્રાન્ત થઈને પોતાના શુદ્ધસ્વરૂપને વેદે છે.
વિકલ્પનો સ્વાદ ને ચૈતન્યનો સ્વાદ જ અત્યંત જુદો છે; ચૈતન્યનો સ્વાદ
અત્યંત મધુર શાંતરસમય છે; વિકલ્પનો સ્વાદ આકુળતામય છે.
ચૈતન્યસ્વભાવના લક્ષે જે ઊપાડયો તે ચૈતન્ય પરિણામને એકાગ્ર કરીને
આનંદને અનુભવશે...તેમાં વિકલ્પનો અભાવ છે. –આવી અનુભૂતિ તે
ધર્મીનું વેદન છે. અંદરમાં આવી અનુભૂતિ વગર કોઈ ધર્મ થવાનું માને તો
તે કલ્પનામાત્ર છે.
વિકલ્પમાં ઊભો રહીને કરેલો નિર્ણય તે સાચો નિર્ણય નથી; સ્વરૂપસન્મુખ
થઈને કરેલો નિર્ણય તે સાચો નિર્ણય છે. એવો નિર્ણય કરીને ધર્મી નિર્વિકલ્પ
થઈને આત્માના આનંદને અનુભવે છે. –એ તત્ત્વવેદી ધર્માત્માનું અપૂર્વ
વેદન છે. (કળશ ટીકા–પ્રવચનમાંથી)

PDF/HTML Page 18 of 45
single page version

background image
માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૧૫
આત્માનો ધંધો.આત્માની ક્રિયા
આત્માને લાભનો ધંધો એટલે કે લાભનો વેપાર શું છે? ને
આત્માના હિતની ખરી ક્રિયા તથા તેનું સાધન શું છે તે અહીં
સુગમ શૈલીથી સમજાવ્યું છે.
હે જીવ! તું એમ વિચાર કે મારે મારા આત્માનો ધંધો કરવો છે, બહારનો
ધંધો કરવો નથી. બહારનો ધંધો આત્મામાં નથી. જેના વેપારથી એટલે કે જેમાં
ઉપયોગને જોડવાથી આત્માને આનંદનો લાભ થાય એવો વેપાર મારે કરવો છે.
બહારમાં ઉપયોગ ભમાવતાં તો અનંતકાળ વીત્યો પણ આનંદ ન મળ્‌યો, માટે હે
જીવ! હવે તારા ઉપયોગનો અંતરમાં જોડ. ભાઈ, તારી ચૈતન્યવસ્તુનો અપાર
મહિમા છે. અંતરમાં નજર કરીને તારી ચૈતન્યચીજને દેખ તો ખરો! અરે, પોતે
પોતાને ન દેખે–એ કેવી વાત! ચૈતન્યવસ્તુને જે નથી દેખતો તેણે આત્માને ખરેખર
માન્યો નથી.
શરીર વગેરે અજીવની સાથે આત્માને કર્તાકર્મપણું જે માને તેણે અજીવ
સાથે આત્માની એકતા માની એટલે કે આત્માને અજીવ માન્યો.
રાગાદિ વિકાર સાથે આત્માને કર્તાકર્મપણું જે માને તેણે આત્મા અને
આસ્રવને એક માન્યા; એટલે આત્માને અશુદ્ધ જ માન્યો.
આત્મામાં ક્રિયાશક્તિ છે એ ખરું, પણ તે શક્તિ એવી નથી કે જડની
ક્રિયાને કે રાગની ક્રિયાને કરે. એ ક્રિયાશક્તિ વડે તો આત્મા પોતાના
સ્વભાવભૂત કારકોને અનુસરતો થકો નિર્મળ ભાવરૂપે પરિણમે છે. તે
નિર્મળભાવ સાથે આત્માને એકતા છે એટલે તેમાં જ કર્તાકર્મપણું છે.
એવી જ રીતે કર્તા–કર્મની જેમ સાધનમાં પણ સમજવું. જડની ક્રિયાને જેણે
પોતાની પર્યાયનું સાધન માન્યું તેણે આત્માને જડથી ભિન્ન ન

PDF/HTML Page 19 of 45
single page version

background image
૧૬ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
જાણ્યો; શુભરાગની ક્રિયાને જેણે પોતાની જ્ઞાનપર્યાયનું સાધન માન્યું તેણે
આત્માને રાગથી ભિન્ન ન જાણ્યો.
જડને અને વિકારી રાગને પોતાના ધર્મનું સાધન માનતાં કેટલી ગંભીર
મોટી ભૂલ થાય છે તેની અજ્ઞાનીને ખબર નથી. ભાઈ, જડને અને વિભાવને
આત્માનું સાધન માનતાં તારી મિથ્યામાન્યતામાં આખો આત્મા જ જડરૂપ ને
વિભાવરૂપ મનાઈ જાય છે, ને અનંત ગુણના નિર્મળસ્વભાવનો નકાર થઈ જાય
છે, –એ કેવી મોટી ભૂલ છે! જો ચેતનસ્વભાવને જડથી ને વિભાવથી ભિન્ન જાણે
તો તે જડને કે વિભાવને પોતાનું સાધન માને નહિ, કેમકે ભિન્ન સાધન હોતું નથી.
પોતાનું સાધન પોતાથી અભિન્ન હોય છે.
અહો, આ તો પોતાના આત્મા માટે અંદરમાં શાંતિથી સમજવાની વસ્તુ છે,
ને એ સમજણનું ફળ સાદિ–અનંત આનંદ છે. એ મહા આનંદની શી વાત! એ
આનંદ આત્મામાંથી પ્રગટ્યો તે પ્રગટ્યો, હવે સદાકાળ આત્મા તે આનંદમાં મગ્ન
રહેશે. દુઃખનો અભાવ થયો તે એવો અભાવ થયો કે ફરી કદી દુઃખ નહિ થાય. જેની
સમજણનું આવું મહાન ફળ તે આત્મસ્વભાવના મહિમાની શી વાત! આવા
આત્માને અનુભવમાં લેતાં સમ્યક્ત્વાદિ અમૃત પ્રગટે છે ને અનાદિનું
મિથ્યાત્વાદિનું ઝેર ઊતરી જાય છે.
સુખી થવું હોય તેને માટે આ એક જ રસ્તો છે, બાકી તો બધા દુઃખી થવાના
રસ્તા છે. ભગવાન જે રસ્તે મોક્ષ પામ્યા તે આ રસ્તો છે. સન્તોએ પોતાના
અંતરમાં જોયેલો આ માર્ગ જગતને ઉપદેશ્યો છે કે હે જીવો! નિઃશંકપણે આ માર્ગે
ચાલ્યા આવો. ભગવાનના ઘરની આ વાત છે, ભગવાનના ઘરનો આ વૈભવ છે,
ને આત્માને ભગવાન બનાવવાની આ રીત છે. વાહ રે વાહ! વીતરાગી સન્તોએ
અંદરમાં પોતાનાં કામ તો કર્યા ને વાણીમાં પણ અલૌકિક કથન આવી ગયું. –
જગતના એટલા મહા ભાગ્ય છે.
(આત્મવૈભવમાંથી)

PDF/HTML Page 20 of 45
single page version

background image
માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૧૭
વિકલ્પનું કર્તૃત્વ ક્યારે છૂટે?
બાહ્યલક્ષમાં રહીને, શુદ્ધસ્વરૂપનો વિકલ્પ કર્યા કરે છે તેમાં વિકલ્પનું કર્તૃત્વ છૂટતું
નથી. જો શુદ્ધસ્વરૂપની સન્મુખ થાય તો તેનું નિર્વિકલ્પવેદન થાય છે ને ત્યાં વિકલ્પનું
કર્તૃત્વ રહેતું નથી.
સ્વરૂપસન્મુખ થઈને સ્વરૂપનો વિચાર તે તો જ્ઞાન છે, ને જ્ઞાન તે કાંઈ વિકલ્પ
નથી.
વિકલ્પ સાથે કર્તાકર્મની પ્રવૃત્તિ ક્યાં સુધી છે? કે શુદ્ધસ્વરૂપની સન્મુખ નથી થતો
ને પર્યાયના લક્ષે–‘હું શુદ્ધ એવા વિકલ્પના વેદનમાં’ અટકે છે ત્યાંસુધી કર્તાકર્મની
પ્રવૃત્તિરૂપ અજ્ઞાન છે.
તે કર્તાકર્મની પ્રવૃત્તિ ક્યારે છૂટે?
કે જ્ઞાનના બળે વિકલ્પથી જુદો પડીને “શુદ્ધ” ની સન્મુખ થઈને તેમાં અભેદ
પરિણતિ કરે, ત્યાં તે પરિણતિમાં વિકલ્પ સાથે કર્તાકર્મપણું રહેતું નથી; શુદ્ધસ્વરૂપના
આનંદનું સાક્ષાત્ વેદન થયું તે વિકલ્પ વગરનું છે. આવા વેદન વગર સમ્યગ્દર્શન થાય
નહીં, ને વિકલ્પની કર્તાબુદ્ધિ મટે નહીં. વિકલ્પના વેદનમાં આકુળતા છે, સ્વરૂપના વેદનમાં
આનંદ છે.
અજ્ઞાનીને, જ્ઞાનસાથે એકપણે વિકલ્પ ઊઠે છે–વિકલ્પ તે હું એવા વેદનસહિત
વિકલ્પ ઊઠે છે; વિકલ્પથી જુદું વેદન તેને નથી. ને જ્ઞાન થયા પછી જ્ઞાનીને વિકલ્પ ઊઠે તે
જ્ઞાનથી જુદાપણે રહે છે, એકપણે નથી, જ્ઞાનના કાર્યપણે નથી. જ્ઞાનનું વેદન વિકલ્પથી જુદું
જ છે. વિકલ્પના કાળે જ જ્ઞાનીને તેનાથી જુદું જ્ઞાનપરિણમન વર્તે છે.
જેના ફળમાં પૂર્ણ અતીન્દ્રિયઆનંદનું વેદન સદાકાળ થયા કરે, તેના કારણરૂપ
અતીન્દ્રિય આનંદમય શ્રદ્ધા–જ્ઞાન પણ સ્વભાવના અંતરના આશ્રયે જ થાય છે, બીજું કોઈ
સાધન તેમાં નથી. આત્માને અનુભવ કરે ત્યારે જ વિકલ્પની આકુળતા વગરના સહજ
આનંદનું વેદન થાય છે, ને આવું વેદન તે આત્માનું સાચું વેદન છે. શુદ્ધાત્માને ધ્યેય કરીને
આવું વેદન કરે ત્યારે જીવ ‘તત્ત્વવેદી’ થયો, સમ્યગ્દ્રષ્ટિ થયો, મોક્ષમાર્ગી થયો.
(કલશટીકા પ્રવચન)