Atmadharma magazine - Ank 291
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૫
સળંગ અંક ૨૯૧
Version History
Version
Number Date Changes
001 June 2005 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
૨૯૧
સમયસારનો પહેલો પાઠ



સમયસારના પહેલાં જ પાઠમાં આચાર્યદેવ કહે છે કે
હે ભવ્ય! તારા આત્મામાં સિદ્ધપણું સ્થાપ. સિદ્ધ
ભગવંતોને આદર્શરૂપે રાખીને નક્ક્ી કર કે ‘જેવા
સિદ્ધ તેવો હું. ’ –આવા લક્ષપૂર્વક સમયસાર સાંભળતાં
તને તારો અદ્ભુત આત્મવૈભવ તારામાં દેખાશે.
તંત્રી: જગજીવન બાવચંદ દોશી સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૪ પોષ (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨પ: અંક ૩

PDF/HTML Page 3 of 45
single page version

background image
સંપાદકીય–
ગુરુદેવની પ્રવચનશૈલિ
ગુરુદેવની પ્રવચનશૈલી અનોખી છે; તે મુમુક્ષુ–શ્રોતાઓને અંતરના
ઊંડાણમાં લઈ જઈને ચૈતન્યનો સ્પર્શ કરાવે છે. તેઓ ગમે તે શાસ્ત્ર વાંચતાં હોય
પણ આત્માને સ્પર્શીને તેના ભાવો ખોલે છે...ને આત્માર્થીના પુરુષાર્થને આત્મા
તરફ ઉત્તેજિત કરે છે. જૈનસિદ્ધાંતના ચારે અનુયોગમાં ચૈતન્યઆત્મા ઝળકી રહ્યો
છે; દ્રવ્યાનુયોગ અને કરણાનુયોગની જેમ ચરણાનુયોગમાં પણ આત્મા ઝળકે છે
ને કથાનુયોગમાં પણ આત્મસાધનાની જ કથાઓ ગુંથાયેલી છે. આત્માને
એકકોર રાખીને જૈનસિદ્ધાન્તનો કોઈ પણ અનુયોગ હોઈ શકે નહિ. આ રીતે
ચારે અનુયોગમાં આત્મા ભરેલો છે. જ્ઞાનીઓ બધા અનુયોગોમાં આત્માની
મહત્તા દેખે છે. ગુરુદેવનું પ્રવચન આપણને શાસ્ત્રોમાં રહેલા સન્તોના હાર્દ સુધી
પહોંચાડીને ચિદાનંદતત્ત્વના દ્વાર સુધી લઈ જઈને કોઈ અલૌકિક દર્શનની ઝાંખી
કરાવે છે. ગુરુદેવના સર્વતોમુખી પ્રવચનોની થોડી ઝાંખી આત્મધર્મના હજારો
વાંચકો દર મહિને કરી રહ્યા છે....આપ પણ આત્મધર્મ મંગાવીને તેનું રસસ્વાદન
કરો....એનાથી આપના જીવનમાં કોઈ નવીન તત્ત્વ ઉમેરાશે.
આત્મધર્મ મંગાવવા માટે નીચેના સરનામે ચાર રૂપિયા મોકલે–
આત્મધર્મ કાર્યાલય, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 4 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૪ આત્મધર્મ : ૧:
વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯૪
ચાર રૂપિયા પોષ
વર્ષ: ૨પ: અંક ૩
૧૦૮ મણકા પૂરા કરતી આપણી શાસ્ત્રમાળા
જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ (સોનગઢ) દ્વારા સાહિત્યપ્રકાશનનું
વિશાળકાર્ય અનેક વર્ષોથી ચાલુ છે; તેમાં આ માસમાં ‘ભગવાનશ્રી
કુંદકુંદ–કહાન જૈનશાસ્ત્રમાળા’ ના પ્રકાશનોમાં “આત્મવૈભવ” નામના
૧૦૮ નંબરના પ્રકાશન દ્વારા આ શાસ્ત્રમાળાના ૧૦૮ મણકા પૂરા થાય
છે. ગુરુદેવના પ્રતાપે જિજ્ઞાસુઓને આત્માભિમુખ કરતું જે વિપુલ
વીતરાગી સાહિત્ય આજે પ્રકાશમાં આવી રહ્યું છે તે મહાન પ્રભાવનાનું
કારણ છે. એક તરફ આત્મધર્મનું નિયમિત પ્રકાશન, અને બીજી તરફ
વિવિધ પ્રકારના સાહિત્યનું ગુજરાતી–હિંદીમાં પ્રકાશન, એના દ્વારા
ભારતભરમાં પ્રભાવના વિસ્તરી રહી છે. ભારતમાં જ નહિ પરદેશમાં પણ
હજારો પુસ્તકો અનેક જિજ્ઞાસુઓ ઉત્સાહથી મંગાવે છે ને વાંચે છે.
શાસ્ત્રમાળાના ૧૦૮ મણકાની પૂર્ણતાના પ્રસંગે તેમાં પ્રકાશિત પુસ્તકોનો
પરિચય અહીં ટૂંકમાં ક્રમેક્રમે આપીશું. (સં.)
પ્રારંભમાં, રત્નત્રયરૂપ આભરણથી ભૂષિત એવી જિનવાણી દેવીને નમસ્કાર કરીએ
છીએ. એ જિનવાણીના દાતાર વીતરાગી સન્તોને નમસ્કાર કરીએ છીએ.
શાસ્ત્રપરિચયનો પ્રારંભ કરતાં પહેલાંં એક વાત સર્વે જિજ્ઞાસુઓએ લક્ષમાં રાખવા જેવી
છે કે પ્રત્યક્ષ જ્ઞાની–સન્તોનો પરિચય ને તેમની પાસેથી સીધું શ્રવણ એ મુખ્ય વસ્તુ છે;
જ્ઞાની પાસેથી શાસ્ત્રના રહસ્ય સમજવાની ચાવી મેળવ્યા પછી જે શાસ્ત્રસ્વાધ્યાયાદિ
કરવામાં આવે તે વિશેષ લાભનું કારણ થાય છે. આવા લક્ષપૂર્વક જિજ્ઞાસુ જીવોએ દરરોજ
શાંતચિત્તે અવશ્ય શાસ્ત્રસ્વાધ્યાય કરવી જોઈએ.

PDF/HTML Page 5 of 45
single page version

background image
:૨: આત્મધર્મ : પોષ : ૨૪૯૪
આટલા ઉપોદ્ઘાત પછી હવે શાસ્ત્રમાળાના ૧૦૮ પુષ્પોનો પરિચય શરૂ કરીએ છીએ:–
(પુષ્પ: ૧) સમયસાર–પ્રવચનો: સમયસાર–પ્રવચનોનાં કુલ પાંચ પુસ્તકો પ્રગટ થયાં છે. તેમાં
આ પહેલું પુસ્તક સં. ૨૦૦૧ માં શાસ્ત્રમાળાના પહેલા પુસ્તક તરીકે પ્રગટ થયું. જો કે આ
પહેલાંં સં. ૧૯૯૯ માં આત્મસિદ્ધિપ્રવચનો વગેરે પુસ્તકોનું પ્રકાશન થયેલું, પણ
શાસ્ત્રમાળાની શરૂઆત સં. ૨૦૦૧ માં થઈ. ‘સમયસાર–પ્રવચનો’ પહેલા પુસ્તકમાં ગાથા
૧ થી ૧૩ સુધીનાં પ્રવચનો છે. કિંમત રૂા. ચાર સમયસાર–પ્રવચનો (પુસ્તક બીજું) ગાથા
૧૪ થી ૨૨ તથા ગા. ૩૧ ઉપરનાં પ્રવચનો: (અપ્રાપ્ત)
(પુષ્પ: ૨) સમયસાર–પ્રવચનો (પુસ્તક ત્રીજું) : આમાં ગા. ૨૩ થી ૬૮ સુધીનાં પ્રવચનો
છે. આ સમયસાર–પ્રવચનો પુસ્તક ત્રીજું–ચોથું ને પાંચમું એ ત્રણે પુસ્તકોની એ વિશેષતા
છે કે તેમાં છપાયેલાં પ્રવચનો પૂ. બેનશ્રી અને પૂ. બેન (બંને બહેનો) દ્વારા લખાયેલાં છે;
ને અંતરમાં ભેદજ્ઞાનના ઉદ્યમ માટેની ઉત્તમ પ્રેરણા આપે છે. દરેકની કિંમત રૂા. ત્રણ.
પુસ્તક ચોથામાં કર્તાકર્મ અધિકાર–પ્રવચનો છે; અને પુસ્તક પાંચમામાં બંધઅધિકાર–પ્રવચનો છે.
(૩) જિનેન્દ્રપૂજન–સંગ્રહ: સં. ૨૦૦૧ માં નાનકડું પૂજનસંગ્રહ પ્રસિદ્ધ થયેલ તેમાં વૃદ્ધિ થતાં
થતાં આજ તો તે પુસ્તક પાંચસો ઉપરાંત પાનાનું બન્યું છે, ને તેની અનેક આવૃત્તિ
છપાયેલ છે. જિનેન્દ્રપૂજનનો પ્રચાર દિનેદિને કેવો વૃદ્ધિગત થયો–તેનો ખ્યાલ આ
જિનેન્દ્રપૂજાસંગ્રહ ઉપરથી આવે છે. કિંમત બે રૂપિયા.
(૪) છહઢાલા (ગુજરાતી) : પં. શ્રી દૌલતરામજી કૃત છહઢાળા કે જે શિક્ષણવર્ગમાં
પાઠ્યપુસ્તક તરીકે પણ ચાલે છે, ને ગુજરાતી ભાષામાં છપાયેલ છે. છહઢાળા
સ્વાધ્યાયને મહાન તપ ગણવામાં આવ્યું છે.
શ્રાવકના હંમેશના છ કર્તવ્યમાં પણ શાસ્ત્રસ્વાધ્યાયનો ઉપદેશ છે.
ભાવજ્ઞાનના અવલંબન વડે દ્રઢ કરેલા પરિણામથી સમ્યક્
પ્રકારે જિનશાસ્ત્રનો અભ્યાસ કરવો તે મોહક્ષયનો ઉપાય છે એમ
પ્રવચનસાર ગા. ૮૬ માં કહ્યું છે.

PDF/HTML Page 6 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૪ આત્મધર્મ : ૩:
ઉપર ગુરુદેવનાં પ્રવચનો પણ થઈ ગયાં છે; અવારનવાર છહઢાળાની સામૂહિક સ્વાધ્યાય પણ
થાય છે. મોટા–નાના સૌને ઉપયોગી આ પુસ્તકમાં ચારગતિનાં દુઃખો, સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન,
સમ્યક્ચારિત્રરૂપ મોક્ષમાર્ગ વગેરેનું સુગમ શૈલિથી કથન છે. ગુજરાતીમાં ચોથી આવૃત્તિ છપાયેલ
છે: પૃ: ૧૭૨ કિંમત ૦–૮૦ (હિંદીમાં પણ છહઢાળાની અનેક આવૃત્તિ છપાયેલ છે. છેલ્લી સચિત્ર
આવૃત્તિ કિંમત એક રૂપિયો.)
(પ) સમવસરણ–સ્તુતિ: આમાં સ્તુતિરૂપે સમવસરણનું ભાવભીનું વર્ણન છે.
સીમંધરભગવાનના સમવસરણની રચનાનો નમૂનો સોનગઢમાં છે. તેમાં દરેક મહિનાની વદ છઠ્ઠે
સામૂહિક ભક્તિમાં આ સમવસરણસ્તુતિ ગવાય છે. પૂ. બેનશ્રી–બેન દ્વારા આ સ્તુતિ ગવાતી
હોય ત્યારે વિદેહીનાથના સમવસરણનો તાદ્રશચિતાર ખડો થાય છે ને શ્રોતાઓ ભક્તિમાં
એકતાન થઈને ઝૂમી ઊઠે છે. આ પુસ્તકમાં કુંદકુંદાચાર્યદેવની પણ અનેક સ્તુતિઓ છે. પુસ્તકની
અનેક આવૃત્તિઓ છપાણી છે. કિંમત – ૦–૩પ
(૬) અમૃતઝરણાં: જેનું બીજું નામ છે ‘મુક્તિનો માર્ગ.’ પં ભાગચંદજી છાજેડે ‘સત્તાસ્વરૂપ’
નામનું પુસ્તક બનાવ્યું છે તેમાં સર્વજ્ઞનું સ્વરૂપ વગેરેનું સુંદર વર્ણન છે. તેના ઉપર સં. ૨૦૦૦ માં
પૂ. ગુરુદેવે ખાસ પ્રવચનો કરેલા, તે આ પુસ્તકમાં છપાયેલ છે. જિજ્ઞાસુઓને દેવ–ગુરુ–ધર્મનું
સ્વરૂપ અત્યંત સુગમ શૈલિથી સમજાય, ને શ્રદ્ધા–ભક્તિનું ચાનક ચડે એવું આ પુસ્તક છે.
ગુજરાતીમાં ત્રણ આવૃત્તિ છપાયેલ છે. કિંમત– ૦–૭પ
(હિન્દીમાં પણ ‘મુક્તિકા માર્ગ’ ની છ આવૃત્તિ છપાયેલ છે. હિંદી–ગુજરાતી મળીને કુલ ત્રીસ
હજાર જેટલા પુસ્તકો છપાયા છે.
हिन्दी मुक्तिका मार्ग પૃ: ૧૦૮ કિંમત પચાસ પૈસા.)
શાસ્ત્ર ભણવાનો ગુણ શું?
ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન તે શાસ્ત્ર
ભણવાનો ગુણ છે. (સમયસાર ગા. ૨૭૪)

PDF/HTML Page 7 of 45
single page version

background image
:૪: આત્મધર્મ : પોષ : ૨૪૯૪
ઉપયોગ થાય છે. જ્ઞાન–વૈરાગ્ય ને ભક્તિરસથી નીતરતાં ભજન–સ્તવનો પૂ. બંને
બહેનો ઉપશાંતભાવથી ગવડાવતા હોય ત્યારે જિનમંદિરનું વાતાવરણ મુમુક્ષુભક્તોના
ચિત્તને જિનભક્તિમાં થંભાવી દે છે. ભક્તિ માટેના આ ચારે પુસ્તકોનો પણ સારો
પ્રચાર છે. ચારે પુસ્તકની અનેક આવૃત્તિ દ્વારા લગભગ ત્રીસહજાર જેટલાં પુસ્તકો
છપાયા છે.
જિનેન્દ્રસ્તવનાવલી કિ. ૦–૭પ જિનેન્દ્રસ્તવનમાળા કિં. –૧–૧૨
જિનેન્દ્ર ભજનમાળા કિં. ૧–૦૦ જિનેન્દ્ર સ્તવનમંજરી (અપ્રાપ્ત)
(૮) નિયમસાર પ્રવચનો: શુદ્ધાત્મભાવનાથી ભરપૂર નિયમસાર ઉપર પૂ. ગુરુદેવનાં
પ્રવચનોમાંથી બે પુસ્તક છપાયા છે. પહેલાં પુસ્તકમાં શુદ્ધજીવ–અધિકાર (ગા. ૧ થી
૧૯) ઉપરનાં પ્રવચનો છે. (અપ્રાપ્ત) બીજા પુસ્તકમાં શુદ્ધભાવ અધિકારની પાંચ
ગાથા (૩૮ થી ૪૨) ઉપરનાં પ્રવચનો છે. કિં. ૧–૬૨
(૯) આત્મસિદ્ધિ ગાથા: શ્રીમદ્રાજચંદ્રજીની ‘આત્મસિદ્ધિ’ –જે સ્વાધ્યાય માટે સર્વે
જિજ્ઞાસુઓને ઉપયોગી છે. અનેક આવૃત્તિ છપાયેલ છે: કિં. ૦–૧૩
(૧૦) જૈનસિદ્ધાંતપ્રવેશિકા: શિક્ષણવર્ગનું ને પાઠશાળાઓનું પાઠ્યપુસ્તક (પંડિત શ્રી
ગોપાલદાસજી બરૈયા રચિત) શાસ્ત્રના અભ્યાસની પૂર્વભૂમિકારૂપે ઉપયોગી છે. ને
જૈન–શબ્દકોશ જેવું કામ આપે છે. (અપ્રાપ્ત) (હિંદી સુરતથી મળે છે.)
(૧૧) સમયસાર–પ્રવચન: ભાગ ૨ (વિગત માટે જુઓ પુષ્પ નં. ૧ માં)
(૧૨) આત્મસિદ્ધિ–સાર્થ: આત્મસિદ્ધિ અર્થ સહિત, જિજ્ઞાસુઓને સ્વાધ્યાય માટે ઉપયોગી છે.
મૂલ્ય ૦–૨પ
(૧૩) मुक्ति का मार्गः હિંદીમાં જેની ૨૩૦૦૦ જેટલી નકલો છપાઈ ગઈ છે; તે સુપ્રસિદ્ધ
પુસ્તક (વિગત માટે જુઓ પુષ્પ નં. ૬ માં) પાંચમી ને છઠી આવૃત્તિ ખાસ
સંશોધનપૂર્વક છપાયેલ છે.
આ પુસ્તકો મંગાવવા માટે નીચેના સરનામે લખવું–
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)
રવાનગી ખર્ચ અલગ સમજવું. જુઓ, કમિશન સંબંધી માહિતી માટે ગતાંકમાં જુઓ,
અથવા બાજુના સરનામે પૂછાવો.

PDF/HTML Page 8 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૪ આત્મધર્મ :૫:
(૧૪) ધર્મની ક્રિયા: યુક્તિપૂર્વક દલીલોથી ને શાસ્ત્ર આધારથી જડ–ચેતનની ભિન્નતા
સમજાવીને, ધર્મની ક્રિયાનું સ્વરૂપ બતાવતું પુસ્તક, જેનું બીજું નામ છે મોક્ષની ક્રિયા:
બીજી આવૃત્તિ કિં: ૧–પ૦
(૧પ) અનુભવપ્રકાશ અને સત્તાસ્વરૂપ: (બંને સંયુક્ત પુસ્તક) પં. દીપચંદજી શાહ રચિત
અનુભવપ્રકાશમાં અત્યંત રોચક શૈલીથી આત્માના અનુભવ માટે ચાનક ચડે તેવું
સરસ વર્ણન છે. નાનકડું સુંદર પુસ્તક દરેક જિજ્ઞાસુને ઉપયોગી છે; બીજું પુસ્તક
‘સત્તાસ્વરૂપ’ પં. શ્રી ભાગચંદજી છાજેડ રચિત છે, તેમાં સર્વજ્ઞસત્તાની સિદ્ધિ કરીને એ
બતાવ્યું છે કે સર્વજ્ઞદેવનો ભક્ત કેવો હોય? સર્વજ્ઞની ઓળખાણ ક્યારે થઈ કહેવાય?
ને જૈનપણું કેવું હોય? આ પુસ્તક દરેક જિજ્ઞાસુને તત્ત્વનિર્ણય માટે ઉપયોગી છે. બંને
પુસ્તકની અનેક આવૃત્તિ છપાઈ ગઈ છે. કિંમત–એક રૂપીઓ.
(૧૬) સમ્યગ્જ્ઞાન દીપિકા: ક્ષુલ્લક ધર્મદાસજી રચિત આ નાનકડું પુસ્તક અત્યંત
સુગમશૈલિથી, દ્રષ્ટાન્ત અને ચિત્રો સહિત સ્વાનુભવની પ્રેરણા આપે છે. દરેક જિજ્ઞાસુને
આત્મભાવના માટે ઉપયોગી છે. સચિત્ર પુસ્તક કિંમત ૧–પ૦
(૧૭) મોક્ષશાસ્ત્ર: (ગુજરાતી ટીકા સંગ્રહ) આચાર્ય ઉમાસ્વામી રચિત આ પુસ્તક નાનકડા
પણ અર્થગંભીર ૩પ૭ સૂત્રોદ્વારા જૈનસિદ્ધાંતનો સાર સમજાવે છે. જૈનોમાં સર્વમાન્ય
અને નાનામોટા સૌને ઉપયોગી એવું આ શાસ્ત્ર પાઠશાળાઓનું પાઠ્યપુસ્તક છે; આ
શાસ્ત્ર ઉપર અનેક ધૂરંધર આચાર્યોએ જે વિશાળ ટીકાઓ રચી છે; તે ટીકાઓના
સારનો સંગ્રહ આ પુસ્તકમાં છે: દરેક અભ્યાસીઓને ઉપયોગી છે. આવૃત્તિ: ત્રીજી પૃ.
૯૧પ કિં. ૪ હિન્દી આવૃત્તિ ત્રીજી–પૃ. ૯૦૦ મૂલ્ય રૂા. પાંચ.
(૧૮) સમયસાર પ્રવચનો ભાગ: ૪ (વિગત માટે જુઓ પુષ્પ નં. ૨ માં)
(૧૯)
मूलमें भूल: પં. શ્રી ભગવતીદાસજી રચિત ઉપાદાન–નિમિત્તના ૪૭ દોહરા ઉપરનાં
પ્રવચનો આ પુસ્તકમાં છપાયા છે. આ પુસ્તકે જૈનસમાજમાં ઉપાદાન–નિમિત્તનું
સ્વરૂપ સમજવા માટે સરસ જાગૃતી કરી છે. ઉપાદાન અને નિમિત્ત એ બંને સ્વતંત્ર
હોવા છતાં, તેમને પરાધીન માનવા તે તત્ત્વની મૂળમાં જ ભૂલ છે. એમ બતાવીને,
સત્યસ્વરૂપની સમજણદ્વારા તે ભૂલ ટાળવાનું આ પુસ્તક બતાવે છે. ઉપાદાન અને
નિમિત્ત એ બંનેની સામસામી અનેક દલીલોથી સંવાદરૂપે હોવાથી આ પુસ્તકની
શૈલી રોચક છે. હિંદી–ગુજરાતીમાં ઘણી નકલો પ્રગટ થઈ ચૂકી છે.

PDF/HTML Page 9 of 45
single page version

background image
:૬: આત્મધર્મ : પોષ : ૨૪૯૪
मूलमें भूल [हिन्दी आवृत्तिः] મૂલ્ય ૦–પ૦
મૂળમાં ભૂલ (ગુજરાતી આવૃત્તિ:) કિં. ૦–૭પ
(૨૦) દ્રવ્યસંગ્રહ: શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તી જેવા સમર્થ આચાર્યદ્વારા રચિત આ સુપ્રસિદ્ધ
પુસ્તક જૈન સિદ્ધાંતનું સરસ પ્રતિપાદન કરે છે. ટૂંકામાં ઘણો સાર ભરી દીધો છે.
પાઠશાળાનું પાઠ્યપુસ્તક છે, ને નાનામોટા સૌને ઉપયોગ છે: તેનો ગુજરાતી અનુવાદ
અર્થસહિત (અપ્રાપ્ત) હિન્દી આવૃત્તિ રૂા. ૧)
(૨૧) જૈન–બાલરામાયણ: ભગવાનશ્રી રામચંદ્રજીની જીવનગાથા રવિકીર્તિસ્વામીએ
‘પદ્મપુરાણ’ માં આલેખી છે–પદ્મ એ રામચંદ્રજીનું બીજું નામ છે; એટલે પદ્મપુરાણ એ
જૈનરામાયણ છે. તેમાંથી સંક્ષિપ્ત કરીને નાનું પદ્મપુરાણ થયું હતું. તેનું આ ગુજરાતી
ભાષાંતર છે. બાળકોને ખાસ ઉપયોગી છે; રામ અને સીતાજી તેમજ રાવણ વગેરે
સંબંધી અનેક ભ્રાંત ધારણાઓ દૂર કરે છે. ગુજરાતીમાં મળતું નથી. (હિંદીમાં સુરતથી
મળે છે. (કિં. પચાસ પૈસા.)
(૨૨) સમયસાર–પદ્યાનુવાદ: સ્વાધ્યાય માટે ઉપયોગી; આ પુસ્તકની કેટલીયે આવૃત્તિ છપાઈ
ગઈ છે. લગભગ દરમહિનાની વદ આઠમે સમયસારની સમૂહસ્વાધ્યાય થાય છે.
(સમયસાર ઉપરાંત પ્રવચનસાર, નિયમસાર ને પંચાસ્તિકાયના પણ હરિગીતમાં
પદ્યાનુવાદ છપાયા છે. અવારનવાર તે દરેકની પણ સમૂહસ્વાધ્યાય થાય છે.)
સ્વાધ્યાય માટેના આ બધા પુસ્તકોનો સંગ્રહ “શાસ્ત્રસ્વાધ્યાય” નામના પુસ્તકરૂપે
પ્રગટ થયેલ છે. કિંમત ૧–પ૦
(૨૩) જિનેન્દ્રસ્તવનમંજરી: (અપ્રાપ્ત) વિગત માટે જુઓ પુષ્પ નં. ૭ માં.
(૨૪) પ્રતિક્રમણ: પ્રતિક્રમણનું સાચું સ્વરૂપ સમજાવતું આ એક સંકલન છે. પર્યુષણ વગેરેના
દિવસોમાં અનેક જિજ્ઞાસુઓ આ ‘પ્રતિક્રમણ’ નો ઉપયોગ કરે છે. અનેક આવૃત્તિ
છપાયેલ છે. કિંમત પચાસ પૈસા.
(૨પ) વસ્તુવિજ્ઞાનસાર: (હિંદી તેમજ ગુજરાતી) પૂ. ગુરુદેવના કેટલાક ખાસ પ્રવચનો આ
પુસ્તકમાં છપાયા છે; તેની દશહજાર પ્રત જિજ્ઞાસુઓને ભેટરૂપે આપવામાં આવી હતી.
હિંદી ફરીને પાંચ હજાર છપાણી છે, –જિજ્ઞાસુઓને ભેટ આપવા માટે.)
(બીજા પુસ્તકોના પરિચય માટે જુઓ પાનું ૨પ)

PDF/HTML Page 10 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૪ આત્મધર્મ : ૭:
આત્માની ખરી ખટક હોય તો...
(વીતરાગી સન્તોનો મોટો ઉપકાર)
કોઈ કહે કે આત્મા સમજવા માટે અમને નિવૃત્તિ નથી. મળતી; –તો તેને કહે છે કે ભાઈ,
તારી વાત જૂઠી છે, તને આત્માની ખરી રુચિ નથી એટલે તું બહાનું કાઢે છે. તને વિકથાનો તો
વખત મળે છે, ઊંઘવાનો ને ખાવાનો વખત તો મળે છે! ને આત્માના વિચાર માટે વખત નથી
મળતો? આત્માની ખરી ખટક હોય તો તેને માટે બીજાનો રસ છોડીને વખત કાઢ્યા વગર રહે જ
નહીં. ભાઈ! આવા અવસર ફરીફરી નથી મળતા. આત્માનો જેવો સ્વભાવ છે તેવો સમજીને
શ્રદ્ધા કરવી, તેનો રસ કરવો તેમાં જ સુખ છે, બાકી તો સંસારના બાહ્ય ભાવોમાં દુઃખ દુઃખ ને
દુઃખ જ છે. અહા, જે આત્મસ્વભાવની પ્રેમથી વાત કરતાં પણ આનંદ આવે તેના સાક્ષાત્
અનુભવના આનંદની શી વાત! માટે હે જીવ! દુઃખથી છૂટવા ને આનંદિત થવા તું આત્મામાં ‘હું
શુદ્ધ ચિંદાનંદ છું’ –એવી શ્રદ્ધાના સંસ્કાર પાડ. જેણે સાચી શ્રદ્ધા કરી તેણે આત્મામાં મોક્ષના
મંગલ સ્થંભ રોપ્યા. સમ્યગ્દર્શન કર્યું તે અલ્પકાળમાં મોક્ષપુરીનો નાથ થશે.
કહેવાય છે કે ‘દ્રષ્ટિએ દોલત પ્રગટે. ’ –કઈ દ્રષ્ટિ? શુદ્ધ આત્માને દેખનારી દ્રષ્ટિ, તેના વડે
કેવળજ્ઞાનાદિ અનંત ગુણની દોલત પ્રગટે છે. અરે, રુચિના અભાવે પોતાને પોતાનો સ્વભાવ જ
કઠણ લાગે છે, ને બાહ્ય વિષયોની રુચિ છે એટલે તે સહેલું લાગે છે. –એ તો જીવની રુચિનો જ
દોષ છે. રુચિ કરે તો આત્માની સમજણ સુગમ છે. આ કાળે સ્વરૂપનો અનુભવ કઠણ છે–એમ
કહીને જે તેની રુચિ છોડી દે છે તે બહિરાત્મા છે. જેને જેની રુચિ અને જરૂરીયાત લાગે તેની
પ્રાપ્તિમાં તેનો પ્રયત્ન વળે જ. જેને આત્માની રુચિ ખરેખર હોય તેનો પ્રયત્ન આત્મા તરફ વળે
જ. બાકી રુચિ કરે નહિ, જ્ઞાન કરે નહિ અને રાગને ધર્મનું નામ આપી દ્યે તેથી તે રાગ કાંઈ ધર્મ
ન થઈ જાય. કડવા કરીયાતાને કોઈ ‘સાકર’ નું નામ આપીને ખાય તોપણ તે કડવું જ લાગે;
તેમ રાગને કોઈ ધર્મ માને તોપણ તે રાગનું ફળ તો સંસાર જ આવે, તેનાથી કાંઈ મોક્ષ ન થાય.
જેવો પુરુષાર્થ કરે તેવું કાર્ય પ્રગટે. સ્વભાવનો પુરુષાર્થ કરતાં સમ્યગ્દર્શનાદિ સ્વભાવકાર્ય પ્રગટે;
અને રાગનો પુરુષાર્થ કરતાં પુણ્ય–પાપ થાય પણ ધર્મ ન થાય.

PDF/HTML Page 11 of 45
single page version

background image
:૮: આત્મધર્મ : પોષ : ૨૪૯૪
પુરુષાર્થ કરે રાગનો ને ફળ માગે ધર્મનું, –એ ક્યાંથી મળે? આત્માનો જેવો સ્વભાવ છે તેવો
દ્રષ્ટિમાં લઈને તેની સન્મુખ પરિણમે તે જીવને અલ્પકાળમાં મોક્ષપ્રાપ્તિ થશે થશે ને થશે.
સર્વજ્ઞપરમાત્માની વાણી ઝીલીને કુંદકુંદાચાર્યદેવે તેનું રહસ્ય આ પરમાગમોમાં ઉતાર્યું છે.
‘જિનદેવ આમ કહે છે’ –એમ ભગવાનની સાક્ષી આપીને તેમણે આત્મસ્વભાવને પ્રસિદ્ધ કર્યો છે.
અને તેમના પછી એકહજાર વર્ષે અમૃતચંદ્રાચાર્ય થયા તેમણે પણ ‘ભવસમુદ્રનો કિનારો જેમને
નીકટ છે એવા કુંદકુંદાચાર્યદેવ’ –એમ કહીને તેમના હૃદયનું રહસ્ય ટીકામાં ખોલ્યું છે. અહા, એ
વીતરાગી દિગંબર સન્તોનો મુમુક્ષુ જીવો ઉપર મોટો ઉપકાર છે.
િ ત્ત્ત્, જી
કેમ નથી મળતી? બીજા પ્રયોજન વગરની ઉપાધિમાં લાગ્યો રહે છે,
પણ ભાઈ! તારા આત્માની અદ્ભુતા તો દેખ! અહો, ચૈતન્યનો
કોઈ અદ્ભુત આનંદકારી સ્વભાવ છે; જગતની જેમાં ઉપાધિ નથી ને
પોતાના નિજાનંદમાં કેલી કરતું જે પરિણમી રહ્યું છે. એવા તારા
ન્ત્ત્ જા.
અહા, અનંતશક્તિવાળા આત્માને જે લક્ષમાં લ્યે તેને વિકારનો પ્રેમ
કેમ રહે? જેને મોક્ષની લગની છે, જેને આત્માના વૈભવની લગની
છે, અનુભવની ધગશ છે, એવા મોક્ષાર્થી જીવને આચાર્યદેવે પરમ
કરુણાથી આત્મવૈભવ દેખાડ્યો છે. સ્વાનુભૂતિ વડે આવો
આત્મવૈભવ પ્રાપ્ત થાય છે.

PDF/HTML Page 12 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૪ આત્મધર્મ : ૯:
અનુભવની ઉત્તમ વાત
(આ સંબંધી બે લેખ ગતાંકમાં પૃષ્ઠ ૧૦ તથા ૧૭ માં પ્રગટ થયા છે.)
(કારતક વદ ૧૦ સમયસાર કલશ ૯૦ ના પ્રવચનમાંથી)
જ્ઞાનસ્વરૂપ આત્મા નિર્વિકલ્પસ્વરૂપ છે; તેને અનુભવમાં લેવાની રીત શું છે? તે વાત
આત્મા સ્વભાવથી અબંધ છે; પણ પર્યાયના વિકલ્પમાં ઊભો રહીને ‘અબંધ છું’ એવો જે
અબદ્ધ–શુદ્ધઆત્મા તેમાં પરિણમન થતાં, અબદ્ધ છું–એવા વિકલ્પનું પરિણમન વ્યય પામે
સમ્યગ્દર્શન તે શાંત–સમરસી પરિણમન છે; વસ્તુમાં અભેદ પરિણમન થતાં એવું
હું શુદ્ધ છું–અબદ્ધ છું–પ્રત્યક્ષ છું એમ ખરું લક્ષ ક્યારે થ્યું? કે પર્યાય અંતરમાં વળી ત્યારે.
પર્યાય, પર્યાયના લક્ષમાં રહેતી નથી, પર્યાય, દ્રવ્યના લક્ષમાં જાય છે ને તેમાં એકાગ્ર થતાં
વિકલ્પનું કર્તૃત્વ છૂટી જાય છે. પર્યાય પર્યાયના જ લક્ષમાં રહ્યા કરે ને અંતર્મુખ દ્રવ્યના લક્ષમાં ન
આવે ત્યાંસુધી સમ્યક્ત્વ થાય નહિ ને વિકલ્પનું કર્તૃત્વ છૂટે નહીં. વિકલ્પનો ખખડાટ લઈને અંદર
શાંત–સમરસભાવમાં જઈ શકાય

PDF/HTML Page 13 of 45
single page version

background image
:૧૦: આત્મધર્મ : પોષ : ૨૪૯૪
નહિ. સમભાવનું પરિણમન તે ધર્મ છે, તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે, તેમાં વિકલ્પનો ખખડાટ
નથી.
બીજા વિકલ્પોમાં રોકાયા કરે એને આત્મા ક્યાંથી સમજાય? જે વસ્તુ સમજવાની છે તે
વસ્તુની સન્મુખ ન જાય તો તે કેમ સમજાય? વસ્તુસ્વભાવની સન્મુખ ઉપયોગ કરે ને
વિકલ્પમાંથી ઉપયોગને હઠાવે તો જ આત્મવસ્તુ સમજાય ને અનુભવમાં આવે.
જુઓ તો ખરા, આ સમરસની કેવી સરસ વાત છે! આજે તો ભગવાન મહાવીર
પરમાત્માએ મુનિદશા અંગીકાર કરી; શુદ્ધોપયોગ પ્રગટ કરીને મુનિ થયા; ચારિત્રદશા આજે થઈ.
અહા, ઈન્દ્રોએ જેમના ચારિત્રનો મહોત્સવ કર્યો–એની શી વાત! ત્રણ જ્ઞાન તો જન્મથી જ લાવ્યા
હતા, ને આજે (કારતક વદ દશમે, શાસ્ત્રીય ભાષામાં માગશર વદ દશમે) ચોથું જ્ઞાન
આત્મધ્યાનમાં પ્રગટ થયું; શુદ્ધોપયોગરૂપ મહા સમરસભાવ પ્રગટ થયો. સમ્યગ્દર્શનરૂપ સમરસ
તો પહેલેથી હતો જ, આજે તો ચારિત્રરૂપી મહાન સમરસ પ્રગટ્યો.
વિકલ્પમાં ચૈતન્યના સમરસનો અનુભવ નથી; ને સમરસના અનુભવમાં વિકલ્પની
વિષમતા નથી. નિર્વિકલ્પ શાંતરસના અનુભવપૂર્વક સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શન થતાં દ્રવ્ય
ને પર્યાય બંને સમરસપણે અનુભવાય છે. જેવી વસ્તુ હતી. તેવી પર્યાય થઈને અનુભવમાં
આવી. શુદ્ધ પરિણામદ્વારા શુદ્ધદ્રવ્ય નક્ક્ી થાય છે. વીતરાગમાર્ગનો આ રસ છે. આમાં પર્યાયે
‘વીતરાગ’ થઈને વીતરાગસ્વરૂપનાં દર્શન કર્યા. રાગવડે વીતરાગસ્વરૂપ અનુભવમાં ન આવે.
દ્રવ્ય ને પર્યાય બંને સમરસ એકરૂપ થાય ત્યારે શુદ્ધ વસ્તુ અનુભવમાં આવે છે, તેમાં વિકલ્પો
રહેતા નથી.
વિકલ્પો તો ઈન્દ્રજાલ જેવા છે. ‘હું શુદ્ધ છું’ એવા વિકલ્પમાં શુદ્ધઆત્મા પ્રકાશતો નથી,
માટે વિકલ્પો તો ઈન્દ્રજાલ જેવા છે; શુદ્ધચૈતન્યની અનુભૂતિ થતાં જ વિકલ્પની ઈન્દ્રજાલ અલોપ
થઈ જાય છે; આત્મતત્ત્વ મહા આનંદસહિત સ્ફૂરાયમાન થાય છે. તે આનંદમાં બીજો કોઈ વિકલ્પ
રહેતો નથી. આવું જે ચૈતન્યતત્ત્વ તે હું છું–એમ ધર્મી અનુભવે છે.
શુદ્ધ સ્વભાવની સન્મુખ નિશાન લઈને જ્યાં જ્ઞાનનો ટંકાર થયો ત્યાં વિકલ્પજાળ ક્યાંય
ભાગી ગઈ. ચૈતન્યસૂર્યના તેજ પાસે વિકલ્પરૂપ અંધકાર ટકતો નથી. સુખનો સૂરજ ઊગ્યો ત્યાં
વિકલ્પરૂપ દુઃખ કેમ રહે?

PDF/HTML Page 14 of 45
single page version

background image
:અષાઢ: ૨૪૯૮ આત્મધર્મ :૧૧:
વિકલ્પ તો રાગ છે–સ્થૂળ છે, તેમાં સમ્યગ્દર્શનાદિ દેવાની તાકાત નથી. વિકલ્પમાં આત્મા
આ રીતે શુદ્ધચૈતન્યને અનુભવવો–તે જ કાર્યસિદ્ધિ છે, તે જ મુમુક્ષુનું ખરૂં કાર્ય છે. આવા
આત્માની ઊર્ધ્વતા
અદ્ભુત જ્ઞાનવૈભવવાળો આત્મા ત્રિલોકનો સાર છે. બધા પદાર્થોમાં
આત્માની ઊર્ધ્વતા છે, કેમકે આત્મા ન હોય તો જગતને જાણે કોણ?
જગત છે–એમ તેના અસ્તિત્વનો નિર્ણય આત્માના અસ્તિત્વમાં જ થાય
છે. જગતનો જાણનાર એવો જે જ્ઞાનસ્વરૂપ આત્મા, તેના અસ્તિત્વના
સ્વીકાર વગર જગતના કોઈ પદાર્થના અસ્તિત્વનો નિર્ણય થઈ શકે
નહીં. માટે બધા પદાર્થોમાં આત્માની ઊર્ધ્વતા છે.

PDF/HTML Page 15 of 45
single page version

background image
:૧૨: આત્મધર્મ : પોષ : ૨૪૯૪
પરમ શાંતિદાતારી અધ્યાત્મભાવના
(લેખાંક – પ૮) (અંક ૨૯૦ થી ચાલુ)
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામીરચિત સમાધિશતક ઉપર પૂજ્યશ્રી
કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
(સં. ૨૦૧૨ શ્રાવણ સુદ શનિવાર)
આત્મસ્વરૂપની ભાવના કરવાથી આત્મા પોતે સ્વત: પરમાત્મપદને પામે છે–એમ હવે કહે છે–
इतीदं भावयेन्नित्यम् अवाचांगोचरं पदम् ।
स्वतएव तदाप्नोति यतो नावर्तते पुनः ।।९९।।
આગલી ગાથાઓમાં ભિન્નઉપાસનાનું અને અભિન્ન ઉપાસનાનું સ્વરૂપ કહ્યું, એ બંનેમાં
શુદ્ધાત્મસ્વરૂપની સન્મુખતા છે. એ રીતે જાણીને નિરંતર તે શુદ્ધ આત્માની ભાવના કરવી જોઈએ;
તેની ભાવનાથી વચનને અગોચર એવું પરમપદ આત્મા સ્વત: પામે છે–કે જેમાંથી કદી પણ
પુનરાગમન થતું નથી.
સિદ્ધ ભગવાન તથા અર્હંત ભગવાનને જાણીને પહેલાંં તો આત્માના વીતરાગ–વિજ્ઞાન
સ્વભાવનો નિર્ણય કરવો જોઈએ, ને પછી તેની ભાવનાથી તેમાં એકાગ્રતાનો દ્રઢ અભ્યાસ કરવો
જોઈએ. આ જ પરમાત્મા થવાનો ઉપાય છે. કોઈ નિમિત્તનો આશ્રય કરીને કે રાગાદિનો આશ્રય
કરીને સિદ્ધ કે અર્હંત ભગવંતો પરમાત્મદશાને નથી પામ્યા, પણ આત્મસ્વરૂપનો આશ્રય કરીને તેના
ધ્યાનથી જ પરમાત્મદશા પામ્યા છે.
સમયસાર ગા. ૪૧૦ માં કહે છે કે– શરીરાશ્રિત મોક્ષમાર્ગ નથી; અર્હન્ત ભગવંતોએ શરીરનું
મમત્વ છોડીને શુદ્ધાત્માના આશ્રયે દર્શન–જ્ઞાન–ચારિત્રને જ મોક્ષમાર્ગપણે ઉપાસ્યા છે. ભગવંતોએ
સ્વદ્રવ્યાશ્રિત એવા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને જ મોક્ષમાર્ગ કહ્યો છે. માટે હે ભવ્ય!
શુદ્ધજ્ઞાનચેતનામય થઈ ને તું તારા આત્માને ધ્યાવ.
પોતાના શુદ્ધઆત્માની ભાવનાના પ્રભાવથી જ આત્મા સર્વજ્ઞ થાય છે; અહો, સર્વજ્ઞપદનો
મહિમા વચનથી અગોચર છે, તેની પ્રાપ્તિ શુદ્ધાત્માની ભાવના વડે એટલે કે સ્વાનુભવ વડે થાય છે.
તેથી શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે ‘અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. ’ સર્વજ્ઞસ્વભાવથી ભરેલા
પોતાના ચૈતન્યપદને છદ્મસ્થજ્ઞાની પણ પોતાના સ્વાનુભવ વડે બરાબર જાણી શકે છે. એને જાણીને
એની જ નિત્ય ભાવના કરવા જેવી છે.
શુદ્ધસ્વરૂપની ભાવના કરનાર, એટલે કે પર્યાયને અંતર્મુખ કરીને સ્વરૂપમાં લીન કરનાર

PDF/HTML Page 16 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૪ આત્મધર્મ :૧૩:
જીવ, સ્વયં પોતાથી જ સિદ્ધપદ પામે છે, કોઈ બીજા બાહ્યસાધનને લીધે સિદ્ધપદ નથી પામતો,
સંસ્કૃતમાં લખે છે કે મોક્ષ કઈ રીતે પામે છે? –કે
‘स्वत एव आत्मनैव परमार्थतो न पुनः
गुरुआदि बाह्यनिमित्तात्’ અર્થાત્ પોતાથી–પોતાના આત્માથી જ પરમાર્થે મોક્ષ પામે છે, નહિ કે
જેને પોતાને મોક્ષપદ સાધવું છે, તો તેવા મોક્ષપદને પામેલા (અરિહંતો ને સિદ્ધો) તથા
તેને સાધનારા (સાધુમુનિરાજ વગેરે) જીવો કેવા હોય તેની ઓળખાણ તો તેને હોય જ. એનાથી
વિપરીત તરફ તેનો ભાવ ઝુકે નહિ. પણ અહીં તો એનાથી આગળ વધીને ઠેઠ આરાધનાની
પૂર્ણતાની ઉત્કૃષ્ટ વાત છે. સાચા દેવ–ગુરુને ઓળખ્યા પછી પણ તેમના જ લક્ષે રાગમાં રોકાઈ
રહેતો નથી પણ એમના જેવા નિજસ્વરૂપના અનુભવમાં એકાગ્ર થઈને મોક્ષને સાધે છે. જેટલી
નિજસ્વરૂપમાં એકાગ્રતા તેટલો મોક્ષમાર્ગ. અહો, એકલા સ્વાશ્રયમાં મોક્ષમાર્ગ સમાય છે.
અંશમાત્ર પરાશ્રય મોક્ષમાર્ગમાં નથી. મોક્ષમાર્ગમાં પરનો આશ્રય માને તેણે સાચા મોક્ષમાર્ગને
જાણ્યો નથી. ભાઈ, પરના આશ્રયે મોક્ષમાર્ગ માનીશ તો તેનું લક્ષ છોડીને નિજસ્વરૂપનું ધ્યાન તું
ક્યારે કરીશ? પર લક્ષ છોડી, નિજસ્વરૂપના ધ્યાનમાં લીન થયા વગર ત્રણકાળમાં કોઈનો મોક્ષ
થાય નહીં. –હજી આવો માર્ગ પણ નક્ક્ી ન કરે તે તેને સાધે ક્યારે? માર્ગના નિર્ણયમાં જ જેની
ભૂલ હોય તે તેને સાધી શકે નહીં. અહીં તો નિર્ણય ઉપરાંત હવે પૂર્ણ સમાધી પ્રાપ્ત કરીને જન્મ–
મરણના અભાવરૂપ સિદ્ધપદ થવાની વાત છે. –એ જ સાચું સમાધિસુખ છે. “સાદિ અનંત અનંત
સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો” –આવા નિજપદની પ્રાપ્તિનો અપૂર્વઅવસર
આવે–એવી આ વાત છે.
।। ૯૯।।
અર્હન્તમાર્ગમાં મોક્ષના ઉપાયનું યથાર્થસ્વરૂપ શું છે તે બતાવ્યું ને તેના ફળમાં પરમપદની
પ્રાપ્તિ પણ બતાવી. હવે આવો યથાર્થ મોક્ષમાર્ગ બીજા કોઈ અન્ય મતોમાં હોતો નથી, –એ વાત
સમજાવે છે–
अयत्नसाध्यनिर्वाणं चित्तत्त्वं भूतजं यदि ।
अन्यथा योगतस्तस्मान्न दुःखं योगिनां क्वचित् ।।१००।।
ચૈતન્યતત્ત્વ આત્મા સ્વતઃસિદ્ધ, દેહથી ભિન્ન તત્ત્વ છે, તે અવિનાશી છે. આ
ચૈતન્યતત્ત્વ ‘ભૂત’ એટલે કે પૃથ્વી–પાણી–અગ્નિ–વાયુ વગેરેથી ઉત્પન્ન થયું હોય તો તો દેહની
ઉત્પત્તિ સાથે તેની ઉત્પત્તિ, અને દેહના નાશથી તેનો નાશ–એમ થાય, એટલે મોક્ષને માટે કોઈ
યત્ન કરવાનું ન રહે. દેહના સંયોગોથી આત્મા ઉપજે ને દેહના વિયોગથી આત્મા નાશ પામે, –
દેહથી જુદો કોઈ આત્મા છે જ નહી–એમ નાસ્તિક લોકો માને છે;

PDF/HTML Page 17 of 45
single page version

background image
:૧૪: આત્મધર્મ : પોષ : ૨૪૯૪
વળી બીજા કોઈ એમ માને છે કે આત્મા તો સર્વથા શુદ્ધ જ છે, પર્યાયમાંય અશુદ્ધતા નથી.
આ રીતે, દેહથી ભિન્ન આત્મતત્ત્વની નિત્યતા, તેની પર્યાયમાં અશુદ્ધતા, તથા પ્રયત્નદ્વારા
દેહ તે આત્મા નથી એમ ભિન્નતા જાણીને જેણે પોતાના ઉપયોગને નિજ સ્વરૂપમાં જોડ્યો
અહીં તો કહે છે કે દેહ આત્મા નથી,
‘तस्मात् न दुःखं योगिनां क्वचित’ એટલે દેહથી ભિન્ન ચૈતન્યતત્ત્વમાં જ્યાં ઉપયોગને
આમ દેહથી ભિન્ન આત્મતત્ત્વને જાણીને તારા નિજસ્વરૂપમાં ઉપયોગને જોડ, –એવો
ઉપદેશ છે. નિજસ્વરૂપમાં ઉપયોગને જોડવો તે જ મોક્ષમાર્ગ છે, તેમાં સુખ છે, તેમાં સમાધિ છે,
તેમાં મહા આનંદ છે, તેમાં કિંચિત્ દુઃખ નથી.
।। ૧૦૦।।

PDF/HTML Page 18 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૪ આત્મધર્મ :૧૫:
દરેક જીવની ફરજ
આ મોંઘું માનવજીવન પામીને તેને જેમ તેમ વેડફી ન નાંખતાં, હે
જીવ! આત્મહિત માટે સન્તો તને તારી જે ફરજ બતાવે છે તે સમજીને
તે માટે ઉદ્યમી થા....ને તારા જીવનને સફળ કર.
પોતાના આત્માને ઓળખવાનો પ્રયત્ન
કરવો તે જ દરેક જીવની પહેલી ફરજ છે.
અત્યારે તો લોકો બહારમાં ફરજ–ફરજ કરે છે,
દેશની ફરજ, કુટુંબની ફરજ પુત્રની ફરજ,
યુવાનોની ફરજ–એમ અનેક પ્રકારે બહારની
ફરજ મનાવે છે ને મોટા મોટા ભાષણ કરે છે,
–પણ અહીં તો કહે છે કે, ભાઈ, એ બધી
બહારની ફરજ તે તો વૃથા વ્યથા છે, –મફતની
હેરાનગતી છે. આ આત્માની સમજણ કરવી તે
જ બધાયની ખરી ફરજ છે, –એ ફરજ એક વાર
બજાવે તો મોક્ષ મળે.
જુઓ, આ આત્માની ફરજ! બહારમાં
ક્યાંય આત્માની ફરજ છે? કે ના; બહારનું તો
આત્મા કાંઈ કરી શકતો નથી, છતાં ફરજ માને
તે તો મિથ્યા–અભિમાન છે, તારો સ્વ–દેશ તો
તારો આત્મા છે, અનંત ગુણથી ભરેલો તારો
અસંખ્યપ્રદેશી આત્મા જ તારો ‘સ્વદેશ’ છે,
તેને ઓળખીને તેની સેવા (આરાધના) કર, તે
તારી ફરજ છે; એ સિવાય બહારનો દેશ તે તો
‘પર–દેશ’ છે, તેમાં તારી ફરજ નથી.
હવે અંદર શુભરાગ થાય તે તો ફરજ છે ને?
–તો કહે છે કે ના; રાગ તે પણ ખરેખર ફરજ
નથી. રાગ કરે છે પોતે, પણ તે ફરજ નથી–
કર્તવ્ય નથી, કેમ કે તેમાં પોતાનું હિત નથી.
જેમાં પોતાનું હિત ન હોય તેને ફરજ કેમ
કહેવાય? અંતરમાં ચૈતન્યમૂર્તિ આનંદથી
ભરપૂર પોતાના આત્માને ઓળખીને તેના
આશ્રયે સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર પ્રગટ
કરવા, ને એ રીતે આત્માને ભવદુઃખથી
છોડાવવો તે દરેક જીવની ફરજ છે.
આ દેહ તારો નથી,
દેહમાં તારી કંઈ ફરજ નથી,
ને દેહ તને શરણ નથી.
તારી અનંત શક્તિમાં રાગ નથી,
રાગ તે તારી ફરજ નથી,
ને રાગ તને શરણ નથી.
તારો આત્મા અનંતશક્તિસંપન્ન છે,
તે જ તારું સ્વરૂપ છે,
ને તે શક્તિની સંભાળ કરીને તેમાંથી

PDF/HTML Page 19 of 45
single page version

background image
:૧૬: આત્મધર્મ : પોષ : ૨૪૯૪
–માટે તેને ઓળખીને તેનું શરણ કર, ને
તારી ફરજ બજાવ. હું પરનું કરી દઉં એવી
માન્યતામાં જે રોકાય છે તે પોતાની વાસ્તવિક
ફરજ ચૂકી જાય છે. માટે હે ભવ્ય! પરનું
કરવાની બુદ્ધિ તું છોડ, ને આત્મહિતમાં તારી
બુદ્ધિ જોડ. આત્માની
સંભાળ કર, તેનું શરણ કર, ને તેના શરણે
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરીને તારા
આત્માને ભવભ્રમણથી છોડાવ....ને એ રીતે
તારી ફરજ બજાવ. આ મનુષ્યપણું પામીને
આત્માને હવે ભવદુઃખથી છોડાવવો તે જ, હે
જીવ! તારી ફરજ છે, ને તે માટે તું તારા
આત્માને ઓળખવાનો પ્રયત્ન કર.
(આત્મપ્રસિદ્ધિ)
આત્માનું સુખ
આત્માના સ્વભાવમાં સહજ સુખ છે, બહારમાં આનંદ ન
હોવા છતાં કલ્પનાથી તેમાં જે આનંદ માને છે તે પોતે આનંદસ્વરૂપ છે.
પોતાનો આનંદ પોતામાં ભર્યો છે પણ પોતાના આનંદને ભૂલ્યો એટલે
તેનો આરોપ બીજામાં કર્યો કે ‘આમાં મારો આનંદ છે. ’ –પણ એ
આરોપ મિથ્યા છે–ખોટો છે.
‘પરમાં મારું સુખ’ –એનો અર્થ એ થયો કે આત્મા અહીં ને
તેનું સુખ ક્યાંક બીજે, એટલે આત્મા અને સુખ બંને જુદા જ ઠર્યા;
સુખ તે આત્માનો સ્વભાવ ન રહ્યો! પણ ભાઈ, એવો (સુખ
વગરનો) આત્મા ન હોય. આત્મા તો સુખસ્વરૂપ છે. આત્મા આનંદથી
ખાલી નથી, આત્મા પોતાના આનંદથી ભરેલો છે. એનું ભાન કરતાં
આનંદના સ્વાદનું વેદન થાય છે.

PDF/HTML Page 20 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૪ આત્મધર્મ :૧૭:
અનુભવનો માર્ગ
આત્માના અનુભવનો માર્ગ ઊંડો ગંભીર અંતરનો છે.
ભગવાનનો માર્ગ એ અનુભવનો માર્ગ છે, જૈનશાસન આત્માની અનુભૂતિમાં સમાય છે.
જે વિકલ્પ કરવામાં જ ઊભો છે ને નિર્વિકલ્પતામાં આવતો નથી તે જ વિકલ્પનો કર્તા છે;
વિકલ્પને પોતારૂપ જાણે તેને તેનું કર્તાપણું કેમ છૂટે? અને અંતર્મુખ જ્ઞાનભાવમાં આવ્યો
ચૈતન્યના પ્રવાહમાં વચ્ચે વિકલ્પનું કર્તૃત્વ રહેતું નથી. ને જે જીવ વિકલ્પના પ્રવાહમાં
અરે, ચૈતન્યના આનંદની અનુભૂતિ શું છે –તે વિકલ્પમાં આવતી નથી. ‘ધર્માત્માને
વિચારદશા વખત જ્ઞાનીને જ્ઞાન અને વિકલ્પ બંને જુદું જાદું કા્ર્ય કરે છે, તે વખતેય બંને
એક થઈને કામ કરતા નથી. ‘નિર્વિકલ્પતા વખતે જ જ્ઞાનીને જ્ઞાન અને વિકલ્પ જુદા છે ને
સવિકલ્પદશા વખતે તેનું જ્ઞાન વિકલ્પથી જુદું નથી’ –એમ નથી. અનુભવપૂર્વક રાગથી ભિન્ન
જ્ઞાન પરિણમ્યું તે પછી સાધકદશામાં સદાય (નિર્વિકલ્પ કે