PDF/HTML Page 1 of 45
single page version
PDF/HTML Page 2 of 45
single page version
પહેલાંં અજ્ઞાનદશામાં અનેક કુદેવોને દેખ્યા; પરંતુ આપના જેવા
વીતરાગ–સર્વજ્ઞપરમાત્માને દેખ્યા પછી હવે બીજા કોઈ પ્રત્યે
અમારું ચિત્ત લાગતું નથી. તેમ સાધકધર્માત્મા કહે છે કે હે નાથ!
સંયોગને અને રાગને અમે જોઈ લીધા, અજ્ઞાનપણે રાગનો સ્વાદ
પણ ચાખી લીધો, પણ હવે આપે બતાવેલા અમારા આ પરમ
ચિદાનંદસ્વભાવને જોયો; અચિંત્યશક્તિવાળા આ ચૈતન્યદેવને
દેખ્યા પછી હવે આ ચૈતન્ય સિવાય બીજે ક્્યાંય કોઈ પરભાવમાં
અમારું ચિત્ત લાગતું નથી. આવા સ્વભાવની દ્રષ્ટિ તે સમ્યગ્દર્શન
છે, ને તે સમ્યદર્શન કેવળજ્ઞાનને નિમંત્રે છે– બોલાવે છે.
PDF/HTML Page 3 of 45
single page version
કરતાંય વધુ!
વાંચો એટલે તમારા અચિંત્ય વૈભવની તમને ખબર પડશે!
જોવાની ખૂબ ઉત્કંઠા છે.
PDF/HTML Page 4 of 45
single page version
ध्येयं श्रव्यं न लभ्यं न च विशदमते श्रेयमादेयमन्यत्।
श्रीमत्सर्वज्ञवाणीजलनिधिमथनात् शुद्धचिद्रूपरत्नं,
यस्मात्लब्धं मयाहो कथमपि विधिनाऽप्राप्तपूर्वं प्रियं च।। १९।।
નથી ગમ્ય કરવાયોગ્ય–ઢૂંઢવાયોગ્ય, નથી કાંઈ બીજુુંં કાર્ય કરવાયોગ્ય, નથી
અન્ય કાંઈ વાચ્ય–કહેવાયોગ્ય, નથી તો કાંઈ ધ્યેય, નથી બીજું કાંઈ શ્રવણયોગ્ય,
નથી બીજું કાંઈ લભ્ય–પ્રાપ્ત કરવાયોગ્ય, નથી અન્ય કાંઈ શ્રેયરૂપ કે આશ્રય
કરવાયોગ્ય, અને નથી કાંઈ બીજું આદેય–ગ્રહણ કરવાયોગ્ય; કેમકે–મેં કોઈપણ
પ્રકારે–મહા પ્રયત્ને શ્રીમત્ સર્વજ્ઞની વાણીરૂપી જલનિધિના મથન વડે
શુદ્ધચિદ્રૂપરત્ન પ્રાપ્ત કર્યું છે...અહો! પૂર્વે કદી નહિ પ્રાપ્ત થયેલું અને પ્રિય એવું આ
શુદ્ધચિદ્રૂપરત્ન સર્વજ્ઞદેવની વાણીના મથનથી મને પ્રાપ્ત થયુું, પછી જગતમાં
અન્ય કોઈપણ પદાર્થથી મારે શું પ્રયોજન છે?
જાણવાયોગ્ય છે, તે જ દ્રશ્ય છે, તે જ ગમ્ય છે, તે જ કાર્ય છે, તે જ વાચ્ય છે, તે
જ ધ્યેય છે, તે જ શ્રવ્ય છે, તે જ લભ્ય છે, તે જ શ્રેય અને આદેય છે; તે જ પ્રિય
કરવાયોગ્ય છે; પૂર્વે કદી તેની પ્રાપ્તિ નથી કરી.)
PDF/HTML Page 5 of 45
single page version
આગળ જતાં છેવટે શું પરિણામ આવે છે? ખાવા–પીવા વગેરે કોઈપણ વિષયમાં છેવટે તો
કંટાળો જ આવે છે, ને તે છોડીને બીજા વિષય તરફ ઉપયોગ જાય છે. એ રીતે, જો વિષયોના
ભોગવટામાં અણગમો જ આવી જાય છે તો તું સમજી લે કે તેમાં ખરેખર તારું સુખ હતુુંં જ નહિ,
પણ તેં માત્ર કલ્પનાથી જ સુખ માન્યું હતું. જો ખરેખર સુખ હોય તો તે ભોગવતાં ભોગવતાં કદી
કોઈને કંટાળો આવે નહીં. જુઓ, સિદ્ધભગવંતોને આત્માનું સાચું સુખ છે, તો તેમને તે સુખ
ભોગવતાં અનંતકાળે પણ કંટાળો આવતો નથી...આત્મિક સુખથી તેઓ તૃપ્ત–તૃપ્ત છે.
માન્યું, એક લાડવો ખાધો...બે ખાધા, ત્રણ...ચાર...ખાધા...છેવટે એમ થાય છે કે હવે બસ, હવે
લાડવા ખાવામાં સુખ લાગતું નથી. તો સમજી લે કે પાછળથી જેમાં સુખનો અભાવ ભાસ્યો તેમાં
પહેલેથી જ સુખનો અભાવ છે. એ રીતે લાડવાના સ્થાને કોઈપણ પરવિષય લઈને વિચાર કરતાં
નક્કી થશે કે એ વિષયોમાં સુખ નથી પણ આત્મસ્વભાવમાં જ સુખ છે. એ સ્વભાવસુખ નક્કી
કરીને તેની હા પાડ, ને વિષયોમાં સુખની બુદ્ધિ છોડ.
આવતો નથી, ને વિષયસુખોમાં કંટાળો આવ્યા વિના રહેતો નથી.
PDF/HTML Page 6 of 45
single page version
તે શુભમાં સુખ હોય તો ત્યાંથી ખસવાનું મન કેમ થાય? અજ્ઞાની જીવ શુભથી ખસીને શુદ્ધમાં
જતો નથી પણ શુભથી ખસીને પાછો અશુભમાં જાય છે, એટલે પરતરફના વિષયમાં જ રહીને
શુભ ને અશુભમાં જ ઉપયોગને ભમાવ્યા કરે છે; પણ, ‘અત્યાર સુધી પરવલણમાં રહ્યો પણ
ક્્યાંયથી સુખ અનુભવમાં આવ્યું નહિ, માટે પર તરફના વલણમાં સુખ નથી પણ સ્વ તરફના
અંર્તમુખ અવલોકનમાં જ સુખ છે– અતીન્દ્રિયજ્ઞાનમાં જ સુખ છે’ –એમ નિર્ણય કરીને જો સ્વ
તરફ વળે તો સિદ્ધ ભગવાન જેવા આત્માના સુખનો અનુભવ પ્રગટે, ને વિષયોમાંથી રુચિ ટળી
જાય. –આ દશાનું નામ ધર્મ છે.
પાડ ને! વિષયોના લક્ષે વિષયોના સુખની ના પાડે છે તેથી તે ‘ના’ ટકતી નથી, ને પાછો બીજા
ઈન્દ્રિયવિષયોમાં જ તું લીન થાય છે. જો સ્વભાવના અતીન્દ્રિય સુખની રુચિથી હા પાડીને તે
વિષયસુખની ના પાડે તો તે ‘હા’ અને ‘ના’ બંને યથાર્થ ટકશે, ને આગળ જતાં અતીન્દ્રિય
કેવળ સુખ પ્રગટશે. એ રીતે આત્માર્થીને પહેલેથી જ સ્વલક્ષે ઈન્દ્રિય તરફના વલણમાંથી
આદરબુદ્ધિ ટળી જવી જોઈએ, ને અતીન્દ્રિય સુખની પરમ આદરપૂર્વક શ્રદ્ધા થવી જોઈએ, તે જ
અતીન્દ્રિય સુખ પ્રગટવાનો ઉપાય છે.
ચાંદો ઊંચો કે સૂરજ?
PDF/HTML Page 7 of 45
single page version
ભેદજ્ઞાન માટેની પ્રેરણાનો આ શ્લોક છે:
अनुभवभवभूर्तेः पार्श्ववर्ती मुहूर्तम्।
पृथगथ विलसंतं स्वं समालोक्य येन
त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहम्।। २३।।
આત્માનો અનુભવ કર કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ, સર્વ પરદ્રવ્યોથી જુદો દેખી આ
શરીરાદિ મૂર્તિક પુદ્ગલદ્રવ્ય સાથે એકપણાના મોહને તું તુરત જ છોડશે.
અથવા મરીને પણ–મરણ જેટલા કષ્ટ આવે તોપણ તે બધુુંં સહન કરીને તત્ત્વનો કૌતૂહલી થા.
ગાંડો કહેશે, ભંગડભૂત પણ કહેશે. દુનિયાની અનેક પ્રકારની પ્રતિકૂળતા આવે તોપણ તેને સહન
કરીને, તેની ઉપેક્ષા કરીને, ચૈતન્ય ભગવાન કેવા છે તેને જોવાને એક વાર કૌતુહલ તો કર! જો
દુનિયાની અનુકૂળતા કે પ્રતિકૂળતામાં રોકાઈશ તો તારા ચૈતન્ય ભગવાનને તું જોઈ શકીશ નહિ, માટે
દુનિયાનું લક્ષ છોડી દઈ અને તેનાથી એકલો પડી એકવાર મહાન કષ્ટે પણ તત્ત્વનો કૌતુહલી થા!
PDF/HTML Page 8 of 45
single page version
આચાર્ય દેવ કહે છે કે હે બંધુ! તું ચોરાશીના કૂવામાં પડ્યો છે, તેમાંથી પાર પામવા માટે ગમે
તેટલા પરિષહો કે ઉપસર્ગો આવે, મરણ જેટલાં કષ્ટો આવે તોપણ તેની દરકાર છોડીને, પુણ્ય–
પાપરૂપ વિકારભાવનો બેઘડી પાડોશી થા, તો ચૈતન્યદળ તને જુદું જણાશે. ‘શરીરાદિ તથા
શુભાશુભ ભાવ એ બધું મારાથી જુદું છે ને હું એનાથી જુદો છું, પાડોશી છું, એમ એક વાર
પાડોશી થઈ આત્માનો અનુભવ કર.
અંતરજ્યોતિથી જ્ઞાનભૂમિકાની સત્તામાં આ બધું જે જણાય છે તે હું નહિ પણ તેને જાણનારો
તેટલો હું–એમ સ્વતત્ત્વને જાણ તો ખરો! અને તેને જાણીને તેમાં લીન તો થા! આત્મામાં શ્રદ્ધા,
જ્ઞાન અને લીનતા પ્રગટ થાય છે તેનું આશ્ચર્ય લાવી એકવાર પરદ્રવ્યોનો પાડોશી થા.
પર પદાર્થોનો બે ઘડી પાડોશી થા, આત્માનો અનુભવ કર.
શ્રદ્ધા, જ્ઞાન અને લીનતા કરી, એક અંતર્મુહૂર્ત એટલે બે ઘડી છૂટો પડી ચૈતન્યમૂર્તિને છૂટો જો. તે
મોજને અંદરમાં દેખતાં શરીરાદિના મોહને તું તુરત જ છોડી શકશે.
સ્વરૂપસત્તાભૂમિમાં ઠરીને જો, તો પર સાથેના મોહને ઝટ દઈને છોડી શકીશ.
પર્યાયમાં રહેલી છે. શરીરાદિથી ભિન્નપણે આત્માને જાણ્યો તેને એ પરિષહોના ગંજ જરા પણ
અસર કરી શકે નહિ એટલે કે ચૈતન્ય પોતાના વેપારથી જરા પણ ડગે નહિ.
PDF/HTML Page 9 of 45
single page version
છે. એવા અનંતા દુઃખની પ્રતિકૂળતાની વેદનામાં પડેલો, મહાઆકરાં પાપ કરીને ત્યાં ગયેલો,
તીવ્ર વેદનાના ગંજમાં પડેલો, છતાં તેમાં કોઈવાર કોઈ જીવને એવો વિચાર આવે કે અરેરે!
આવી વેદના! આવી પીડા! એવા વિચારો કરતાં સ્વસન્મુખ વેગ વળતાં સમ્યગ્દર્શન થઈ જાય
છે; ત્યાં સત્સમાગમ નથી પણ પૂર્વે એકવાર સત્સમાગમ કર્યો હતો, સત્નું શ્રવણ કર્યું હતું અને
વર્તમાન સમ્યક્ વિચારના બળથી, સાતમી નરકની મહાતીવ્ર પીડામાં પડેલો છતાં, પીડાનું લક્ષ
ચૂકી જઈને સમ્યગ્દર્શન થાય છે, આત્માનું વેદન થાય છે. સાતમી નરકમાં રહેલા સમ્યગ્દર્શન
પામેલા જીવને તે નરકની પીડા અસર કરી શકતી નથી, કારણકે તેને ભાન છે કે મારા
જ્ઞાનસ્વરૂપ ચૈતન્યને કોઈ પર પદાર્થ અસર કરી શકતો નથી. એવી અનંતી વેદનામાં પડેલા પણ
આત્માનો અનુભવ પામ્યા છે, તો સાતમી નરક જેટલી પીડા તો અહીં નથી ને? મનુષ્યપણું
પામીને રોદણાં શું રોયાં કરે છે? હવે સત્સમાગમે આત્માની પિછાણ કરી આત્માનુભવ કર.
આત્માનુભવનું એવું માહાત્મ્ય છે કે પરિષહ આવ્યે પણ ડગે નહિ ને બે ઘડી સ્વરૂપમાં લીન થાય
તો પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ કરે, જીવનમુક્ત દશા થાય અને મોક્ષદશા થાય; તો પછી મિથ્યાત્વનો
નાશ કરી સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે તો સુગમ છે.
જ્યોત જાગે તેની દશાની દિશા આખી ફરી જાય; જેને અંતરપલટો થાય તેને
કોઈને પૂછવા જવું ન પડે, તેનું અંતર બેધડક પડકાર મારતું સાક્ષી આપે કે
અમે હવે પ્રભુના માર્ગમાં ભળ્યા છીએ, સિદ્ધના સંદેશા આવી ચૂકયા છે, હવે
ટૂંકા કાળે સિદ્ધ થયે છૂટકો, તેમાં બીજું કાંઈ થાય નહિ, ફેર પડે નહિ.
PDF/HTML Page 10 of 45
single page version
રાગથી જુદા શુદ્ધાત્મસ્વરૂપના અનુભવરૂપ ભેદજ્ઞાનવડે જેણે સંવર કર્યો છે, તે ઉગ્ર
આનંદરૂપ થાય છે–મોક્ષને સાધે છે. સમ્યગ્દર્શન થતાં જ આત્મામાં આનંદ થયો ને સંવર–નિર્જરા
શરૂ થયા.
ઉપયોગની એકતારૂપ આસ્રવ તેને થતો નથી. જ્ઞાનીની પરિણતિ જ્ઞાન–વૈરાગ્યમય થઈ ગઈ છે,
તેમાં હવે બંધન કેમ થાય? અહો! તે જ્ઞાનવૈરાગ્યનું કોઈ અદ્ભુત માહાત્મ્ય છે કે જ્ઞાનીને બંધન
થતું નથી. ઉપયોગમાં એકતારૂપ જ્ઞાન, અને રાગથી ભિન્નતારૂપ વૈરાગ્ય–આવા જ્ઞાન–
વૈરાગ્યસહિત શુદ્ધાત્માનો અનુભવ હોય છે. તે પર્યાયમાં રાગનો કે કર્મનો પ્રવેશ થતો નથી.
કર્મનો ઉદય આવીને નિર્જરી જાય છે પણ બંધનું કારણ થતો નથી–એવું અનુભવનું સામર્થ્ય છે.
ધર્મીને તે રાગ સાથે કે સામગ્રી સાથે જરાય લાગતું–વળગતું નથી, તેનાથી જુદી જ જ્ઞાનપરિણતિ
વર્તે છે. તે પરિણતિ કર્મનો અભાવ કરી નાંખે છે.
બંધન થતું નથી, તે વખતેય તેનો ઉપયોગ અલિપ્ત વર્તે છે.
ચડતું નથી; કેમકે અંદરમાં શુદ્ધચિદ્રૂપના અનુભવરૂપી મંત્ર તેને મોજૂદ છે; તે મંત્ર વિષયોમાં
સુખબુદ્ધિરૂપી ઝેરને (મિથ્યાત્વને) જરાપણ ચડવા દેતો નથી.
PDF/HTML Page 11 of 45
single page version
ચીકાસ તેને ચોંટતી નથી, રાગથી તે જ્ઞાન જુદું ને જુદું અલિપ્ત જ રહે છે.
શુદ્ધજ્ઞાનપણે જ રહે છે.
કર્મોને ખેરવી નાંખે છે. આ રીતે ભેદજ્ઞાનના બળવડે સમ્યગ્દ્રષ્ટિને નિર્જરા થયા જ કરે છે.
ચાખ્યો તેને જ શુભરાગનો રસ લાગે છે. શુભરાગ અને તેનું ફળ એ જીવનું સ્વરૂપ જ નથી;–
અશુભની તો વાત જ શી? નરકની ઘોર પ્રતિકૂળતાના વેદન વચ્ચે પણ સમ્યગ્દ્રષ્ટિ જીવ તેનાથી
ભિન્ન પોતાના ચૈતન્યસુખને વેદે છે. રાગના વેદનમાં તેના ઉપયોગની એકતા થતી નથી,
ચૈતન્યસુખના વેદનમાં જ તેના ઉપયોગની એકતા છે, તેમાં જ તેની પ્રીતિ છે. ચૈતન્યસુખ સિવાય
જગતમાં બીજે ક્્યાંય ધર્મીને પ્રીતિ નથી. અનુકૂળ–પ્રતિકૂળતાથી પાર (શુભ–અશુભથી પાર)
તેની ચૈતન્યપરિણતિ (કમળની જેમ, મંત્રવાદીની જેમ, લૂખી જીભની જેમ, અને સુવર્ણની જેમ–
એ ચાર દ્રષ્ટાન્તે) પરભાવોથી તદ્ન અલિપ્ત છે, તેથી તે કર્મથી લેપાતી નથી પણ મુક્ત જ રહે છે.
પરદ્રવ્ય અને પરભાવોથી ભિન્નતારૂપ ભેદજ્ઞાન; એવું ભેદજ્ઞાન થતાં દ્રવ્યકર્મ–ભાવકર્મ–નોકર્મ
તરફથી વિરક્ત થઈને જ્ઞાનપરિણતિ પોતાના શુદ્ધસ્વરૂપ તરફ ઝૂકી છે. –આવી જ્ઞાન–
વૈરાગ્યશક્તિ સમ્યગ્દ્રષ્ટિને નિયમથી હોય છે. આવી જ્ઞાન–વૈરાગ્યરૂપ પરિણતિમાં કર્મના ફળનો
ભોગવટો હોતો નથી એટલે તે ફળ દીધા વગર જ નિર્જરી જાય છે.
PDF/HTML Page 12 of 45
single page version
તે તો રાગમાં જ લીન છે. રાગ અને જ્ઞાનની ભિન્નતાના ભેદજ્ઞાનવડે જ સાચો વૈરાગ્ય હોય છે.
ને આવા વૈરાગ્યવાળો જીવ જ કર્મોથી છૂટે છે.
જીવને વૈરાગી કહેતા નથી, તે તો રાગી જ છે, રાગમાં જ લીન છે. અને જેણે શુદ્ધસ્વરૂપના
અનુભવપૂર્વક રાગથી પોતાની ભિન્નતા જાણી છે. એવા સમ્યગ્દ્રષ્ટિ જીવ, બહારથી ગૃહવાસમાં
દેખાય, રાગ પણ થતો દેખાય છતાં, નિયમથી વૈરાગી છે, રાગમાં તેની પરિણતિ મગ્ન નથી, તેની
જ્ઞાનપરિણતિ રાગથી જુદી જે જુદી જ વર્તે છે; રાગના એક અંશને પણ જ્ઞાનમાં ભેળવતા નથી.
આ રીતે તેનું જ્ઞાન રાગથી વિરમેલુુંં છે. એટલે ધર્મીને જ્ઞાન અને વૈરાગ્ય બંને સાથે ને સાથે વર્તી
રહ્યા છે.
તેનાથી તો ભિન્ન રહે છે, વિરક્ત રહે છે, તેમાં એકરૂપ કદી થતા નથી. –આવા જ્ઞાન–વૈરાગ્યના
બળથી ધર્મી જીવને નિર્જરા થાય છે; અશુદ્ધપરિણતિ છૂટતી જાય છે ને શુદ્ધતા થતી જાય છે.
સમ્યગ્દ્રષ્ટિ નિયમથી જ્ઞાન–વૈરાગ્ય સમ્પન્ન હોય છે. –તે શું કરે છે? શુદ્ધસ્વરૂપનો લાભ અને
પરભાવનો ત્યાગ–એનો નિરંતર અભ્યાસ ભેદજ્ઞાન વડે કરે છે. શુદ્ધ સ્વરૂપના અનુભવનો
નિરંતર અભ્યાસ કરે છે. સમયસારનાટકમાં કહે છે કે–
जासु प्रभाव लखे निज लक्षण जीव अजीवदशा निरवारे।।
आतमको अनुभव करिके ह्वै थिर आप तरे अर ओरनि तारे।
साधी सुद्रव्य लहे शिवशर्म सु कर्मउपाधि व्यथा वमि डारे।। ७।।
પરદ્રવ્યથી સર્વથા ભિન્ન એવી શુદ્ધ સ્વવસ્તુનો લાભ થયો. તે સ્વવસ્તુને
PDF/HTML Page 13 of 45
single page version
તરે છે ને બીજા પાત્ર જીવોને પણ તરવાનું નિમિત્ત થાય છે. અને આવી ભિન્નતાના ભાન વગર
જીવ દુઃખ પામે છે.
આશાથી અરે જીવ! તું ઘરઘર ભટક્્યો ને દુઃખી થયો. ભગવાન્! બહારની આશા છોડ ને અંતરમાં
અનુભવના રસની એવી ખુમારી ચડાવ કે તે રસ કદી છૂટે નહિ. ધર્મી જીવને ભેદજ્ઞાનના બળે
શુદ્ધસ્વરૂપના અનુભવની અદ્ભૂત ખુમારી ચડી ગઈ છે, તેને રાગથી અત્યંત ભિન્નતા વર્તે છે. –
આવી અનુભવદશા વગર નિર્જરા કે મોક્ષમાર્ગ હોય નહિ. માટે કહે છે કે હે જીવો! જ્ઞાન અને રાગની
ભિન્નતાના ભાન વડે શુદ્ધસ્વરૂપના અનુભવનો નિરંતર અભ્યાસ કરો.
સમ્યગ્દ્રષ્ટિ તો શુદ્ધાત્માના અનુભવથી નિયમથી જ્ઞાન–વૈરાગ્ય સંપન્ન હોય છે, તેની તો
જીવ રાગની મીઠાસમાં વર્તતો હોવા છતાં એમ માને કે મને પણ બંધન થતું નથી, –તો તે જીવ
પાપી છે. –ભલે કદાચ શુભરાગમાં વર્તતો હોય તોપણ મિથ્યાબુદ્ધિને લીધે તેને પાપી જ કહ્યો છે.
ઈન્દ્રિયવિષયોમાંથી પરિણતિ જ છૂટી ગઈ છે ને અંતરના અત્યંત મધુર ચૈતન્યસ્વાદના આનંદમાં
એકાગ્ર થઈ છે; ત્યાં બાહ્ય ભોગો કે રાગ એ તો તેને મહા રોગના ઉપસર્ગ જેવા લાગે છે. આવી
પરિણતિને લીધે ધર્મીને ભોગ વખતે પણ નિર્જરા થાય છે, ને બંધન થતું નથી. –પણ એ તો
અંતરના શુદ્ધ અનુભવનું જોર છે, એના પરિણામ રાગ વગરના અત્યંત લૂખા છે એટલે તે બંધનું
કારણ થતા નથી.
છે, તેથી તે પાપી છે. તે ભલે એમ માની લ્યે કે હું સમ્યગ્દ્રષ્ટિ છું અને મને વિષયભોગોથી પણ
બંધન થતું નથી. –પણ અંદર મીઠાસનો રસ છે તે મિથ્યાત્વ જરૂર બંધનું કારણ થાય છે.
ભ્રાન્તિથી એમ માને કે મને બંધન નથી– તેથી કાંઈ તેનાં
PDF/HTML Page 14 of 45
single page version
હું છૂટો છું–પણ તેથી કાંઈ તે જેલના બંધનમાંથી છૂટી ન જાય. તેમ ચૈતન્યનું જેને ભાન નથી ને
મિથ્યાત્વના ચીકણાભાવરૂપી જેલમાં પડ્યો છે, ને વિષયોમાં સુખબુદ્ધિથી વર્તે છે, છતાં ભ્રાન્તિથી
એમ માને કે મને કર્મબંધન થતું નથી, –તો તેથી કાંઈ તે જીવ કર્મથી છૂટી જાય નહિ. મિથ્યાત્વના
ચીકણા પરિણામ તો જરૂર બંધનું કારણ થશે.
તેને બંધન થતું નથી. કર્મની સામગ્રી એટલે કે પાંચ ઈન્દ્રિયના વિષયોની સામગ્રી તે તો દુશ્મને
ઊભી કરેલી સામગ્રી છે, –તેનો પ્રેમ ધર્મીને કેમ હોય? ચૈતન્યના પ્રેમ આડે ધર્મીને તેનો પ્રેમ
સ્વપ્નેય થતો નથી, માટે તેને બંધન થતું નથી–એમ જાણવું. એને તો અતીન્દ્રિયઆનંદનો ઉલ્લાસ
છે ને રાગનો રંગ ઊતરી ગયો છે. રાગનો જેને રંગ છે, જેનો ઉપયોગ રાગ સાથે એકતાથી
રંગાયેલો છે તે તો કર્મ સામગ્રીમાં મગ્ન છે એટલે પાપી છે, ને તેને કર્મબંધન થાય છે; –ભલે તે
કદાચ શુભરાગના આચરણમાં મગ્ન હોય તોપણ કર્મસામગ્રીમાં જ મગ્ન હોવાથી નિન્દ્ય છે, તેને
બંધન થાય છે. –આમ સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિની પરિણતિમાં જે મોટો ભેદ છે તેને ધર્મી જ
જાણે છે. ધર્મી–સમ્યગ્દ્રષ્ટિને જે બંધન થતું નથી તે તો તેની અંદરની અદ્ભુત જ્ઞાન–
વૈરાગ્યપરિણતિનો પ્રભાવ છે, જ્ઞાન–વૈરાગ્યની અદ્ભુત શક્તિને લીધે તેને બંધન થતું નથી.
દ્વારા શુદ્ધચિદ્રૂપની વારંવાર ભાવનાને પુષ્ટ કરીને તેના ધ્યાનની પ્રેરણા આપી છે,
અને તે સુગમ છે એમ બતાવ્યું છે. પ્રતિપાદનશૈલી ઘણી સુગમ અને મધુર છે.
परमात्मप्रकाशाय नित्यं सिद्धात्मने नमः ।।१।।
PDF/HTML Page 15 of 45
single page version
કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
–એમ બતાવ્યું. હવે મરણ પછી એટલે કે દેહના વિયોગ પછી પણ આત્માનું અસ્તિત્વ ટકી રહે છે
–એ વાત દ્રષ્ટાન્તપૂર્વક ગાથા ૧૦૧ માં બતાવે છે–
तथा जागरद्रष्टेपि विपर्यासाविशेषतः।।
દેખે છે, સ્વપ્નમાં જે નાશ દેખ્યો તે તો વિપર્યાસ અને ભ્રમણા છે. તેમ જાગૃત– દશામાં પણ દેહના
નાશથી પોતાનો (આત્માનો) નાશ થવાનું અજ્ઞાની માને છે તે પણ સ્વપ્નદશાની જેવો જ
વિપર્યાસ અને ભ્રમણા છે, ખરેખર આત્માનો નાશ થતો નથી; જેમ જાગૃતદશામાં પોતે એવો ને
એવો છે તેમ દેહથી ભિન્ન ચૈતન્યદ્રષ્ટિથી જુએ તો આત્મા બીજા ભવમાં અથવા શરીરરહિત
સિદ્ધદશામાં એવો ને એવો નિત્ય બિરાજમાન છે. દેહના સંયોગથી આત્માની ઉત્પત્તિ અને દેહના
વિયોગે આત્માનું મરણ માનવું એ ભ્રમણા છે. આત્મા દેહથી જુદો ઉપયોગલક્ષણવાળો છે; દેહની
ઉત્પત્તિથી તેની ઉત્પત્તિ થઈ નથી તેમજ દેહના વિયોગે તેનું મરણ થતું નથી. જન્મ અને મૃત્યુ
વગરનો સત્સ્વરૂપ આત્મા છે.
સ્વપ્નમાં કોઈએ જોયું કે ‘હું મરી ગયો. ’ અને પછી તે જાગીને બીજાને કહે કે ‘ભાઈ! હું તો મરી
ગયો છું, ’ –તો લોકો તેને મૂરખ જ ગણે. એલા! તું જીવતો જાગતો ઊભો છો ને કહે છે કે હું
મરી ગયો? જેમ સ્વપ્નાની તેની વાત એ ભ્રમણા છે; તેમ દેહના છૂટવાથી કોઈ કહે કે આત્મા
મરી ગયો. –તો જ્ઞાની કહે છે કે અરે મૂરખા!
PDF/HTML Page 16 of 45
single page version
માત્ર ભ્રમણા છે. જેમ સ્વપ્નની વાત ખોટી છે તેમ તારી વાત પણ ખોટી છે. પોતે કરેલા પુણ્ય–
પાપઅનુસાર આત્મા પોતે સ્વર્ગ કે નરકાદિમાં જઈને પોતાના ભાવનું ફળ ભોગવે છે; અને
વીતરાગતા વડે મોક્ષ પામીને સાદિઅનંત સિદ્ધદશામાં રહીને મોક્ષના પરમસુખને ભોગવે છે.
સ્વપ્નમાં હતો તે જ હું છું. એ જ પ્રમાણે અજ્ઞાનદશામાં ભ્રમથી દેહાત્મબુદ્ધિને લીધે દેહના નાશથી
આત્માનો નાશ ભાસે છે, પણ ખરેખર આત્મા નાશ પામતો નથી, દેહ છોડીને બીજા દેહમાં,
અથવા તો દેહરહિત સિદ્ધદશામાં આત્મા તે જ રહે છે, એટલે કે આત્મા સત્ છે; મોક્ષમાં પણ
આત્મા સત્ છે. મોક્ષમાં આત્માનો અભાવ છે–એમ નાસ્તિક લોકો માને છે; પણ જો મોક્ષમાં
આત્માનો અભાવ હોય તો એવા મોક્ષને કોણ ઈચ્છે? –પોતાના અભાવને તો કોણ ઈચ્છે? પોતે
પોતાના અભાવને કોઈ ઈચ્છે નહિ. મોક્ષને તો સૌ પ્રાણી ઈચ્છે છે, તે મોક્ષમાં આત્મા પરમ શુદ્ધ
આનંદદશા સહિત બિરાજમાન છે. કોઈ પણ અવસ્થામાં આત્માના અભાવની કલ્પના કરવી તે
મિથ્યા છે. જેમ સ્વપ્નમાં આત્માનો નાશ દેખાય છે તે મિથ્યા છે, તેમ જાગૃતદશામાં પણ આત્માનું
જે મરણ દેખાય છે તે અજ્ઞાનીનો ભ્રમ છે. બંનેમાં વિપર્યાસની સમાનતા છે. આ દેહના વિયોગ
પછી પણ આત્માનું અસ્તિત્વ એમને એમ રહ્યા જ કરે છે. આવા સત્ આત્માની મુક્તિ પ્રયત્નવડે
સિદ્ધ થાય છે. દેહથી ભિન્ન આત્માનું શાશ્વત હોવાપણું જે જાણે તેને મૃત્યુનો ભય રહે નહીં, ‘મારો
નાશ થઈ જશે’ એવો સન્દેહ તેને થાય નહિ. ગમે તે પરિસ્થિતિમાં પણ, દેહ છૂટવા ટાણે પણ,
ધર્મી પોતે પોતાના ભિન્ન અસ્તિત્વને અનુભવે છે; ને આત્માની આવી આરાધના સહિત દેહ છોડે
છે...દેહ છૂટવા ટાણેય તેને સમાધિ રહે છે.
પ્રયત્નપૂર્વક તેની ભાવના ભાવ્યા જ કરવી. –કેમ કે–
तस्माद्यथाबलं दुःखैरात्मानं भावयेन्मुनिः।। १०२।।
PDF/HTML Page 17 of 45
single page version
દરકાર છોડીને જેણે આત્માની ભાવના ભાવી છે તેને દુઃખ પ્રસંગેય તે ભાવના ટકી રહેશે, ને
ઉલટી તે ભાવના તીવ્ર વૈરાગ્યથી ઉગ્ર બનશે. સાતાશીલીયા કે પ્રમાદી ન થઈ જવાય તે માટે
જાગૃતીનો ઉપદેશ છે. કેમકે જો આત્માની ભાવના ભૂલીને બાહ્ય સુખમાં સાતાશીલીયો થઈ જાય
તો જ્ઞાનનો નાશ થઈ જાય છે.
અંતરના ભેદજ્ઞાનની ભાવનાપૂર્વક સહનશીલતા તે અમોઘ ઉપાય છે. જ્યાં જ્ઞાનની ભાવના
જાગૃત છે ત્યાં કોઈપણ પ્રતિકૂળતા સાધકને આત્મભાવનામાંથી ડગાવી શકતી નથી.
જવાય...પણ જ્ઞાનઆનંદની ઉગ્ર ભાવનાપૂર્વક સમાધિમરણે દેહ છૂટે! જેણે સાતાપૂર્વક માત્ર
ભેદજ્ઞાનની વાત કરી છે, પણ અંતર્મુખ થવાનો પ્રયત્ન કર્યો નથી તેને પ્રતિકૂળતા વખતે
ભેદજ્ઞાનની ભાવના ટકી શકશે નહિ. આત્માના આશ્રયે જેણે અંતર્મુખ પ્રયત્ન કર્યો હશે તેને ગમે
તે પ્રસંગે આત્માની ભાવના ટકી રહેશે. અનુકૂળ સંયોગમાં જે મૂર્છાયેલા છે ને અંતરમાં
અનુભવનો પ્રયત્ન કરતા નથી, તે પ્રતિકૂળ સંયોગની સામે કેમ ટકી શકશે? એ વખતે એનું જ્ઞાન
એને જવાબ નહીં આપે.
નહિ, પણ અંતરમાં પ્રયત્ન કરી કરીને આત્માનો અનુભવ કરજે ને વારંવાર તેની ભાવના કરજે!
અંતરમાં આત્માના અનુભવ વગરની એકલી ધારણા તને શરણરૂપ નહિ થાય. અંતરમાં
ભેદજ્ઞાનની ભાવનાથી નિર્વિકલ્પ આનંદરસ પીવાનો એવો પ્રયત્ન કરજે કે સમાધિમરણ ટાણે
કદાચ તૃષાથી ગળું સુકાય ને પાણી પણ ગળે ન ઊતરે તો ત્યારે પણ અંતરમાં શાંતરસના
અનુભવથી આત્મા તૃપ્ત રહે...
तम्हा जहाबलं जोई अप्पा दुक्खेहि भावए।। ६२।।
PDF/HTML Page 18 of 45
single page version
આત્માને જાણીને ધ્યાવવો.
તપશ્ચરણાદિ વૈરાગ્યભાવના પૂર્વક તું જ્ઞાનને ભાવ. એવી ભાવના ભાવ કે ગમે તેવી
પ્રતિકૂળતામાંય તે છૂટે નહિ, અખંડ આરાધનામાં ભંગ પડે નહિ. જે એકલા સાતાશીલીયાપણાને
સેવે છે ને જ્ઞાનની વાતો કરે છે તેને પ્રતિકૂળતા પ્રસંગે જ્ઞાનભાવના ક્્યાંથી ટકશે? અજ્ઞાની તો
મરણના કે પ્રતિકૂળતાના પ્રસંગે ભડકી ઊઠે છે, ને ભિન્ન જ્ઞાનને ભૂલી જાય છે. જેણે જ્ઞાનભાવના
ભાવી છે એવા જ્ઞાનીને મરણનો ભય નથી, પ્રતિકૂળતામાંય જ્ઞાનભાવના છૂટતી નથી. જુઓને,
સુદર્શન શેઠ, સીતાજી વગેરે ઉપર કેવા સંકટ આવ્યા? છતાં તે પ્રસંગે પણ તેઓ પોતાની
જ્ઞાનભાવનાને ભૂલ્યા ન હતા. જેણે વારંવાર આત્માના અનુભવનો પ્રયોગ કર્યો છે, વારંવાર
સ્વભાવમાં ઠરવાની અજમાયશ કરી છે તેને ગમે તે પ્રસંગમાં પણ જ્ઞાનભાવના જાગૃત રહે છે.
માટે દુઃખથી એટલે કષ્ટમાં સહનશીલતાના પ્રયત્ન સહિત જ્ઞાનસ્વભાવની ભાવના કરવાનો
ઉપદેશ છે.
જગાડ. ચૈતન્યની ધગશ આડે દુનિયાની પ્રતિકૂળતાને ન જો.
હોય ત્યાંસુધી તો એમ લાગે કે જ્ઞાન છે. પણ જ્યાં શરીરમાં કષ્ટ થાય, દેહ છૂટવાનો પ્રસંગ આવે,
કે બીજા અનેક પ્રકારના નિંદા–અપમાન વગેરે પ્રતિકૂળતાના પ્રસંગ આવે ત્યાં તેની ધારણા ટકશે
નહિ, તે પ્રતિકૂળતાના વેદનમાં એકાકાર થઈને ભીંસાઈ જશે. માટે અહીં એમ ઉપદેશ છે કે
અત્યારથી જ દેહાદિ પ્રત્યે ઉદાસીનતાની ભાવનાપૂર્વક તું જ્ઞાનનો અભ્યાસ કર.
હોય તે ખરે પ્રસંગે હાજર થાય, ને આત્માને સમાધિ આપે, સમાધાન આપે, શાંતિ આપે.
જીવનમાં જેણે આત્માની દરકાર કરી નથી, તેની ભાવના ભાવી નથી, ને કહે કે હું મરણ ટાણે
સમાધિ રાખીશ. –તો તે સમાધિ
PDF/HTML Page 19 of 45
single page version
નથી, તે લડાઈમાં દુશ્મન સામે કેવી રીતે ઊભો રહેશે? જીવનમાં જેણે અભ્યાસ કર્યો હશે તેને
ખરે ટાણે કામ આવશે. માટે નિરંતર પ્રમાદ છોડી દ્રઢ વૈરાગ્યપૂર્વક આત્માની ભાવના ભાવજે.
વિશુદ્ધભાવથી ઉત્તમ બોધનું સેવન કરજે...એવી દ્રઢ ભાવના કરજે કે કેવળજ્ઞાન સુધી અખંડ રહે.
અરે જીવ! ભેદજ્ઞાન કરીને તારા જ્ઞાનને અંતરમાં ઢાળજે! વારંવાર જ્ઞાનને અંતરમાં એકાગ્ર
કરવાનો અભ્યાસ કરજે..રોમેરોમે એટલે કે આત્મામાં પ્રદેશે પ્રદેશે–જ્ઞાનનું પરિણમન થઈ જાય–
એવો દ્રઢ અભ્યાસ કરજે. વિષયો તરફની વૃત્તિ તોડીને ચૈતન્યનો રસ એવો વધારજે કે સ્વપ્નેય
કે પ્રાણ જાય એવા પ્રસંગે પણ તેમાં શિથિલતા ન થાય, ને ધારાવાહી જ્ઞાન ટકી રહે. –આમ દ્રઢ
જ્ઞાનભાવનો ઉપદેશ છે.
વીતરાગમાર્ગી સન્તોએ પોતાના અનુભવમાં લઈને એ વાત પ્રસિદ્ધ કરી છે.
હિત કરવા માટે પોતાનું દ્રવ્ય કેવું? ગુણ કેવા? ને તેના આશ્રયે પર્યાય પ્રગટે
છે તે કેવી છે–તે જાણવું જોઈએ.
PDF/HTML Page 20 of 45
single page version
ઉપર ઠેઠ સિદ્ધલોક સુધીનું ઘણા પ્રકારે વર્ણન કર્યું છે. તેમાં સૌથી છેલ્લા (નવમા)
અધિકારનું નામ
સિદ્ધભગવંતોની સંખ્યા, (૩) સિદ્ધભગવંતોની અવગાહના અને (૪)
સિદ્ધભગવંતોનું સુખ–એ ચાર વાત ૧૭ ગાથાદ્વારા બતાવી છે, અને પછી
“સિદ્ધત્વના હેતુભૂત ભાવ” નું આનંદકારી વર્ણન પાંચમા અધિકારમાં ૪૮
ગાથાદ્વારા કર્યું છે. ત્રિલોકપ્રજ્ઞપ્તિ જેવા કરણાનુયોગના ગ્રંથમાં પણ સિદ્ધત્વના
હેતુભૂત આવી ઉત્તમ ભાવના વાંચીને ગુરુદેવને ઘણો પ્રમોદ થયો હતો ને
શ્રોતાજનો સમક્ષ પણ તેનું વર્ણન કર્યું હતું–જે સાંભળીને સૌને હર્ષોલ્લાસ થયો
હતો. –સિદ્ધત્વના હેતુભૂત ભાવનાથી કોને આનંદ ન થાય? –તેથી તે આનંદકારી
ભાવના અહીં આપીએ છીએ.
કુંદકુંદાચાર્યદેવના સમયસાર–પ્રવચનસાર વગેરે શાસ્ત્રોની ગાથાઓને લગભગ
મળતી આવે છે–જાણે કે તેમના શાસ્ત્રોનું દોહન કરીને જ આ ભાવના–અધિકાર
રચાયો હોય એવું જ લાગે છે. પ્રો. હીરાલાલજી જૈન આ સંબંધમાં લખે છે કે–‘આ
અન્તિમ અધિકારમાં વર્ણવેલ સિદ્ધોનું વર્ણન અને આત્મચિન્તનનો ઉપાય (–
શુદ્ધાત્મભાવના) તે જૈનવિચારધારાની પ્રાચીન સમ્પત્તિ છે. ’ ચાલો, આપણે પણ
આપણા આત્માને સિદ્ધત્વના હેતુભૂત આ ભાવનામાં જોડીએ:–