Atmadharma magazine - Ank 293
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૫
સળંગ અંક ૨૯૩
Version History
Version
Number Date Changes
001 June 2005 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
રજતજયંતિનું વષ્ાર્
૨૯૩
સં. ૧૯૯૭ના ફાગણ સુદ બીજનો એ ધન્યદિવસ
છે કે જ્યારે ભરતક્ષેત્રના સાધકભક્તોની વિનતિથી
વિદેહક્ષેત્રના વહાલા સીમંધરનાથ સુવર્ણપુરીમાં
પધાર્યા...ને મહા ઉપકાર છે એ સન્તોનો–કે
જેમના પ્રતાપે આવા કળિકાળમાંય ભગવાન ભેટ્યા.
તંત્રી : જગજીવન બાવચંદ દોશી * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૪ ફાગણ (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨પ : અંક

PDF/HTML Page 3 of 45
single page version

background image
પૂ. ગુરુદેવ–જેઓ આપણને આત્મવૈભવ
દેખાડી રહ્યા છે.
ગયા અંકમાં જીવાભાઈ અને અત્તાભાઈએ
જેની ચર્ચા કરી હતી તે ‘આત્મવૈભવ’
પુસ્તક આપે મંગાવ્યું?

PDF/HTML Page 4 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯૪ : આત્મધર્મ : ૧ :
વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯૪
ચાર રૂપિયા ફાગણ
* વર્ષ ૨પ : અંક પ *
પરમાનન્દ – પ્રાભૃત
[–જેના દ્વારા જિનભગવાને ભવ્યજીવોને માટે પરમઆનંદ મોકલ્યો છે.]
कषायप्राभृत’ ની મહાન ટીકા जयधवलाમાં આચાર્ય શ્રી
વીરસેનસ્વામી કહે છે કે “परमानन्द और आनन्दमात्रकी ‘दो ग्रन्थ’ यह
संज्ञा हैा किन्तु यहां परमानन्द और आनन्दके कारणभूत द्रव्योंको भी
उपचारसे ‘दो ग्रन्थ’ संज्ञा दी है। उनमेंसे केवल परमानन्द और
आनन्दरुप भावोंका भेजना बन नहीं सकता है, इसलिये उनके
निमित्तभूत द्रव्योंका भेजना दोग्रन्थिक–पाहुड समझना चाहिए।
परमानन्दपाहुड और आनन्दपाहुडके भेदसे दोग्रन्थिक पाहुड दो प्रकारका
है। उनमेंसे केवलज्ञान और केवलदर्शनरुप नेत्रोंसे जिसने समस्त
लोकको देखलिया है, और जो राग और द्वेषसे रहित है ऐसे
जिनभगवानके द्वारा निर्दोष श्रेष्ठ विद्वान आचार्योंकी परम्परासे
भव्यजनोंके लिये भेजे गये बारह अंगोके वचनोंका समुदाय अथवा
उनका एकदेश परमानन्द दोग्रन्थिकपाहुड कहलाता है। इससे अतिरिक्त
शेष जिनागम आनन्दमात्र पाहुड है।
(જયધવલા ભા. ૧, પૃ. ૩૨પ)
વીરસેનસ્વામી આ કથનઅનુસાર સમયપ્રાભૃત તે પણ
પરમાનંદપાહુડ છે... જગતના જીવોને માટે સર્વજ્ઞ જિનેન્દ્રભગવાને સન્તો
મારફત આ પરમાગમદ્વારા પરમાનંદ મોકલ્યો છે. આનંદરૂપભાવ એકલો
તો કઈ રીતે મોકલાય! એટલે જાણે તે આનંદને આ પ્રાભૃત–શાસ્ત્રોમાં
ભરીને મોકલ્યો છે...તેથી પરમઆનંદનું નિમિત્ત એવું આ પ્રાભૃત તે
પરમાનંદપાહુડ છે...ને તે આજેય આપણને પરમાનંદ આપે છે.

PDF/HTML Page 5 of 45
single page version

background image
: ૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
સમયપ્રાભૃતનું ફળ – પરમાનંદરૂપ ઉત્તમ સુખ
(માહ વદ છઠ્ઠના રોજ સમયસારની ૪૧પ ગાથા પૂર્ણ થઈ તે પ્રસંગે ઉપકારભાવના)



શ્રી તીર્થંકરભગવાન અને ગણધરાદિ ગુરુઓના પ્રસાદથી શુદ્ધઆત્માનો ઉપદેશ
પામીને, પોતાના શુદ્ધાત્માના અનુભવયુક્ત નિજવૈભવથી આચાર્યદેવે કહેલું આ
સમયપ્રાભૃત એકત્વ–વિભક્ત શુદ્ધ આત્મા દેખાડે છે. જગતમાં સર્વોત્કૃષ્ટ એવો જે શુદ્ધ
આત્મા, તેને દેખવા માટે આ સમયસાર અદ્વિતીય ચક્ષુ છે. સમયસારની અલૌકિક
રચના પૂર્ણ થતાં છેલ્લે ૪૧પમી ગાથામાં તેનું ઉત્તમ ફળ બતાવતાં આચાર્યભગવાન
આશીર્વાદ સહિત કહે છે કે અહો! જે ભવ્યજીવ આ સમયપ્રાભૃતને ભણશે, અર્થ અને
તત્ત્વથી જાણશે, અને તેના અર્થમાં (એટલે વાચ્યરૂપ શુદ્ધ આત્મામાં) ઠરશે તે જીવ
સ્વયં પરમ આનંદરૂપ થશે, ઉત્તમસુખરૂપ થશે.
સમયસાર ઉપર આ ૧પમી વખતનાં પ્રવચનો છે. પૂ. ગુરુદેવ સમયસારની
શરૂઆત અને પૂર્ણતા–એ બંને વખતે અપૂર્વ ઉલ્લાસ અને આનંદનો દરિયો
ઉલ્લસાવીને આપણને અધ્યાત્મરસમાં એવા તરબોળ કરે છે–જાણે આપણને
સિદ્ધલોકમાં લઈ ગયા હોય,–કે સીમંધરનાથની સાક્ષાત્ વાણી સાંભળવા લઈ ગયા
હોય! પહેલી ગાથા દ્વારા આત્મામાં અનંત સિદ્ધ ભગવંતોની સ્થાપના કરતાં આત્મા
પરપરિણતિથી પાછો હઠે છે...ને નિજપદની પ્રીતી કરીને આગળ વધતો વધતો ૪૧પ
મી ગાથામાં પૂર્ણ આનંદરૂપે પરિણમી જાય છે...સમયસારનું આવું ઉત્તમ ફળ સાંભળતાં
આત્મા ઘણો આનંદિત થાય છે. આપણા મહાન ધર્મભાગ્ય છે કે, માત્ર ૭૯ વર્ષ પહેલાં
સાક્ષાત્ તીર્થંકરદેવ પાસે રહેલા પૂ. ગુરુદેવ પરમઅનુગ્રહપૂર્વક આપણને શુદ્ધઆત્મા
આપે છે. બે હજાર વર્ષ પહેલાં કુંદકુંદ ભગવાને સમયસાર દ્વારા જે શુદ્ધાત્મા દેખાડ્યો
તે જ શુદ્ધઆત્મા કહાનગુરુ આજે આપણને દેખાડી રહ્યા છે; ને એ રીતે કુંદકુંદપ્રભુ
સાથે ભાવની સંધિ કરાવી રહ્યા છે.
અહા, અત્યંત પ્રમોદપૂર્વક સમયસારની છેલ્લી ગાથા વાંચતાં ગુરુદેવ કહે છે કે–
જગતને આનંદ જોઈએ છે, તે આનંદ કેમ પ્રાપ્ત થાય–તેની રીત આ સમયસારમાં
બતાવી છે. આત્મા પોતે આનંદમય જ્ઞાનઘન છે; આવા આત્માનો પ્રત્યક્ષ અનુભવ

PDF/HTML Page 6 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯૪ : આત્મધર્મ : ૩ :
કરાવનાર આ સમયપ્રાભૃત જગતની આંખ છે. આ સમયસાર શુદ્ધઆત્માનો પ્રત્યક્ષ
અનુભવ કરાવે છે. ‘સમયસાર’ પરથી ભિન્નતા બતાવીને, આત્માની સન્મુખ
જોવડાવે છે, આત્માની સન્મુખ જોતાં જ મહાન અતીન્દ્રિય આનંદ અનુભવાય છે.
આવા પરમ આનંદની પ્રાપ્તિ સહિત આ સમયસાર પૂર્ણતાને પામે છે. વાહ! કેવું
અપૂર્વ મંગળ કર્યું છે!!
સમયસાર બધા શાસ્ત્રોથી ચડી જાય એવું અતિશયવાળું છે, અને તે આનંદમય
પરમાત્મતત્ત્વનું દર્શન કરાવે છે; આનંદમય આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવીને
કેવળજ્ઞાન ને પૂર્ણસુખરૂપ પરિણમન કરાવે છે. ભગવાન આત્માને દેખાડનારું આ
ભાગવત–શાસ્ત્ર છે, તે પરમ આનંદનું દેનાર છે. જયધવલામાં વીરસેનસ્વામી કહે છે કે
આ પ્રાભૃતદ્વારા કેવળીભગવાને જગતને પરમઆનંદની ભેટ આપી છે તેથી તેને
परमाणंदपाहुड (પરમાનંદપ્રાભૃત) કહેવાય છે.
આ સમયપ્રાભૃત એટલે સમયસારરૂપી ભેટ, તેના દ્વારા શુદ્ધાત્મા દેખાડીને
આચાર્યદેવે ભવ્યજીવોને પરમઆનંદની ભેટ આપી છે.
અહો, સર્વજ્ઞદેવે અને સન્તોએ જગતને વીતરાગી આનંદ આપ્યો છે. તેમના
કહેલા વીતરાગીશાસ્ત્રના અભ્યાસથી અવશ્ય આનંદ પ્રાપ્ત થાય છે; જ્ઞાન–આનંદથી
ભરેલો એવો શુદ્ધ આત્મા આ શાસ્ત્રો બતાવે છે, તેથી જે જીવ શાસ્ત્રનું હાર્દ સમજે છે,
ને તેના વાચ્યરૂપ શુદ્ધઆત્માને જાણે છે તે જીવને પોતાનો આત્મા પરમ આનંદસહિત
અનુભવમાં આવે છે. શાસ્ત્ર કેવી રીતે ભણવાં? તે પણ આમાં આવી ગયું–કે વાચ્યરૂપ
એવા પરમાર્થભૂત શુદ્ધઆત્માની સન્મુખ થવું તે શાસ્ત્રભણતરનું તાત્પર્ય છે.
શુદ્ધઆત્માની સન્મુખતાથી આત્મા સ્વયં પરમ આનંદરૂપે પરિણમે છે.
આ રીતે પરમઆનંદ–ઉત્તમસુખરૂપ ફળ સહિત આચાર્યભગવાને આ
સમયપ્રાભૃત પૂર્ણ કર્યું છે. ગુરુદેવે એનું રહસ્ય સમજાવીને આપણને આ સમયપ્રાભૃત
ભણાવ્યું છે ને આત્મિકઆનંદ આપ્યો છે...તેઓશ્રીનો મહાન ઉપકાર છે. આપણે
સર્વઉદ્યમથી આત્માને આ શાસ્ત્રના વાચ્યરૂપ શુદ્ધાત્મામાં જોડીએ, ને શાસ્ત્રફળરૂપ
પરમઆનંદરૂપ
થઈએ. (–બ્ર. હ. જૈન)

PDF/HTML Page 7 of 45
single page version

background image
: ૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
દેહથી ભિન્ન અમૂર્તિક આત્મા
(લેખાંક (૨) ગતાંકથી ચાલુ)

ચેતનસ્વરુપ અમૂર્ત આત્મા. જડ અને મૂર્ત એવા શરીરથી
સર્વ પ્રકારે જુદો છે. માટે હે જીવ! દેહની ચેષ્ટાઓને તારી ન જાણ;
દેહથી પાર અંદરની ચૈતન્યચેષ્ટાને તારી જાણ. અશરીરી ચૈતન્યબિંબ
આત્માને મૂર્તશરીરના સંબંધથી ઓળખવો તે તો શરમ છે.
‘દેહભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો...’ એવા
આત્મજ્ઞાનપૂર્વકના ધ્યાનથી જ અશરીરી એવું સિદ્ધપદ પમાય છે.
શરીરને આત્મા માનનારો જીવ દેહાતીત એવી સિદ્ધદશાના પંથને
જાણી શકતો નથી.

પ્રશ્ન :–
ગોમ્મટસાર વગેરેમાં તો જીવને મૂર્ત પણ કહ્યો છે ને?
ઉત્તર :– અશુદ્ધ પર્યાયમાં જીવને મૂર્તકર્મ સાથે નિમિત્તસંબંધ છે તેથી ઉપચારથી
જ તેને મૂર્ત કહ્યો છે, તો પણ નિશ્ચયથી જેનો સ્વભાવ સદાય અમૂર્ત છે અને
ઉપયોગગુણ વડે અન્ય સમસ્ત દ્રવ્યોથી જેની અધિકતા છે એવા જીવને વર્ણાદિ મૂર્તપણું
જરાપણ નથી. સમયસાર ગા. ૬૨માં, વર્ણાદિકની સાથે જીવનું તાદાત્મ્ય માનનારને
કહે છે કે–હે મિથ્યા અભિપ્રાયવાળા! જો તું એમ માને છે કે આ વર્ણાદિક સર્વે ભાવો
જીવ જ છે અર્થાત્ જીવ મૂર્ત જ છે, તો તારા મતે જીવ અને અજીવમાં કંઈ જ ભેદ
રહેતો નથી.
વળી જો તું એમ કહે કે સંસારી જીવને જ વર્ણાદિક સાથે તાદાત્મ્યપણું છે એટલે
કે સંસારી જીવો મૂર્ત છે, તોપણ સંસારમાં સ્થિત બધા જીવો રૂપી થઈ જાય; ને રૂપી તો
પુદ્ગલ હોય, જીવ ન હોય. એટલે હે મૂઢમતિ! તારી માન્યતામાં તો પુદ્ગલ તે જ જીવ
ઠર્યો, એટલે મોક્ષ પણ પુદ્ગલનો જ થયો! માટે હે ભાઈ! તું ન્યાયથી સમજ કે અરૂપી
એવા ચૈતન્યસ્વરૂપ આત્માને સિદ્ધદશામાં કે સંસારદશામાં કદી મૂર્તપણું નથી, તે સદા
અમૂર્તસ્વભાવી જ છે. દેહાદિ મૂર્તવસ્તુના સંયોગમાં રહ્યો તેથી કાંઈ તે મૂર્ત થઈ

PDF/HTML Page 8 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯૪ : આત્મધર્મ : ૫ :
ગયો નથી, જગતમાં છએ દ્રવ્યો એકક્ષેત્રે સદા ભેગાં રહેવા છતાં કોઈ પણ દ્રવ્ય
પોતાના સ્વધર્મને છોડતું નથી ને અન્યના ધર્મરૂપ થતું નથી, આવી જ વસ્તુસ્થિતિ છે.
અમૂર્ત શક્તિનું કાર્ય પણ અમૂર્ત છે; આત્માના અમૂર્તત્વગુણે આખા આત્માને અમૂર્ત
એટલે કર્મના સંબંધ વગરનો રાખ્યો છે. આવા સ્વભાવે આત્માને ઓળખવો તે જ તેની
સાચી ઓળખાણ છે.
જ્ઞાનસ્વરૂપી આત્મા સ્વભાવથી અમૂર્ત જ છે; તેના ઉત્પાદ–વ્યય અમૂર્ત છે, તેના
ગુણ–પર્યાયો અમૂર્ત છે; તેના સ્વભાવમાં મૂર્તનો સ્પર્શ નથી, કર્મનો સ્પર્શ નથી. આવો
જ્ઞાનમૂર્તિ આત્મા અમૂર્તપણે શોભી રહ્યો છે. ‘જ્ઞાનમાત્રભાવ’માં અમૂર્તપણું ભેગું
સમાય છે, પણ જ્ઞાનમાત્રભાવમાં મૂર્તપણું ભેગું સમાતું નથી. જ્ઞાનમાત્રમાં કર્મનો
સંબંધ ક્યાંય આવતો નથી, કે દેહાદિની ક્રિયા આવતી નથી. અમૂર્ત આત્મા મૂર્તની
ક્રિયા કેમ કરે? આવો આત્મા દ્રષ્ટિમાં ને અનુભવમાં લીધા વગર ધર્મ થાય નહીં,
એટલે આત્મવૈભવની પ્રસિદ્ધિ થાય નહીં.
આત્માના જ્ઞાન સાથે શું મૂર્તપણું હોય? –ના; જ્ઞાન સાથે તો અમૂર્તપણું હોય.
આત્માને જ્ઞાનમાત્ર કહે અને વળી તેમાં કર્મનો સંબંધ કે મૂર્તપણું માને તો તેણે ખરેખર
આત્માને જ્ઞાનમાત્ર નથી જાણ્યો. જ્ઞાનમાત્ર આત્મામાં જેમ દુઃખ નથી તેમ જ્ઞાનમાત્ર
આત્મામાં મૂર્તનો સંબંધ નથી. જ્ઞાનમાત્ર વસ્તુ સ્પર્શાદિ રહિત જ છે. અરે, અશરીરી
ચૈતન્યબિંબ અરૂપી આત્માને મૂર્તશરીરના સંબંધથી ઓળખવો તે તો શરમ છે–કલંક છે.
પોતાની અનંત ચૈતન્યશક્તિમાં ભગવાન આત્માએ મૂર્તપણાને કદી ગ્રહ્યું જ નથી.
ઉપચારથી કયાંક મૂર્ત કહ્યો પણ તે ઉપચારની વાત અહીં સ્વભાવમાં લાગુ પડતી નથી.
અહીં તો સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરીને આત્મા શુદ્ધપણે પરિણમે, અને તેમાં ઉપચારનો કે
પરના સંબંધનો અભાવ થઈ જાય એવી વાત છે.
પંચાસ્તિકાય વગેરેમાં આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાય અમૂર્ત કહ્યા છે. પુદ્ગલ
સિવાયના પાંચે દ્રવ્યો અમૂર્ત છે–એમ કહ્યું છે, ત્યાં તો રાગ–દ્વેષાદિ વિકારી પરિણામ
પણ તે અમૂર્તપણામાં સમાય છે. અને અહિં આત્માનો જે અમૂર્તસ્વભાવ કહ્યો તેમાં એ
વિશેષતા છે કે રાગાદિ વિકારભાવો તેમાં ન આવે. જ્ઞાનલક્ષણે લક્ષિત જે અમૂર્તસ્વભાવ
છે તે અહીં બતાવ્યો છે એટલે તેમાં પુણ્ય–પાપરહિત નિર્મળ અમૂર્તપણું જ આવે છે;
વિકાર આ અમૂર્તપણામાં સમાતો નથી, કેમકે તે ‘જ્ઞાનલક્ષણે લક્ષિત’ નથી.

PDF/HTML Page 9 of 45
single page version

background image
: ૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
આત્માના ચૈતન્યમંદિરમાં બિરાજમાન અનંત શક્તિરૂપી દેવીનું આ વર્ણન છે
એકેક શક્તિ દિવ્ય શક્તિવાળી દેવી છે. પણ નિજશક્તિને ભૂલીને મૂર્ખજીવો પરને જ
ભજી રહ્યા છે. ભાઈ, તારી એકેક શક્તિમાં મહાન સામર્થ્ય છે, તેને ઓળખીને તેને
ભજ. કર્મના સંબંધને તોડવાની શક્તિ તારામાં છે. કર્મ સાથે નિમિત્ત–નૈમિત્તિકસંબંધ તે
વ્યવહાર છે, શુદ્ધસ્વભાવની દ્રષ્ટિમાં તે સંબંધનો સ્વીકાર નથી; તેમાં તો શુદ્ધતાનો જ
સ્વીકાર છે. શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિથી જે નિર્મળપર્યાય પ્રગટી તેને પણ કર્મ સાથે સંબંધ
નથી; ભાવબંધનોય સંબંધ તે નિર્મળપર્યાયમાં નથી. શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાય તે જ
આત્મા છે, તેમાં વિકાર નહિ, પરનો સંબંધ નહિ.
અરે, આત્મા અનંત ચૈતન્યશક્તિનો દરિયો; એ દરિયા તે કોઈથી બંધાતા હશે?
આ દરિયો પોતાની પર્યાયના સ્વચ્છ તરંગપણે ઉલ્લસ્યો ત્યાં કોઈ તેને રોકનાર નથી,
બાંધનાર નથી, તેમાં કર્મનો સંબંધ નથી. આવી પર્યાય સહિત ભગવાન આત્મા
સ્વાનુભવમાં પ્રગટે છે, સ્વાનુભવમાં આનંદનો દરિયો ડોલે છે. સ્વાનુભવમાં નિર્મળ
પર્યાય સહિત આત્મા પ્રકાશમાન થયો તેના ગંભીર ભાવોનું આ વર્ણન છે. અહા,
સ્વાનુભૂતિના એક ટંકારે જે કેવળજ્ઞાન લ્યે–એવી મહાન જેની તાકાત, તેને પોતાના
આત્માની આ વાત ન સમજાય–એમ કહેવું તે તો લાજ છે, શરમ છે. પોતાનું સ્વરૂપ
પોતાને કેમ ન સમજાય? સમજવાની ખરી લગન હોય તો જરૂર સમજાય. જ્ઞાનસ્વરૂપ
આત્માને અજ્ઞાનમાં રહેવું ને સંસારમાં જન્મ–મરણ ધારણ કરવા તે તો કલંક છે–
શરમની વાત છે. શ્રી યોગીન્દુદેવ યોગસારમાં કહે છે કે–
ધ્યાનવડે અભ્યંતરે દેખે જે અશરીર,
શરમજનક જન્મો ટળે, પીએ ન જનની–ક્ષીર. (૬૦)
અરે, પ્રભુ! તું અશરીરી, તને આ શરમજનક શરીર ધારણ કરીને સંસારમાં
રખડતાં શરમ નથી આવતી? –ને ભવના અભાવની આ વાત સાંભળતાં તને શરમ
લાગે છે!! ભવના અભાવની વાત સમજવામાં તને ઉમંગ–ઉત્સાહ નથી આવતો ને
સંસારની વાતમાં તને ઉત્સાહ આવે છે–તો તું ભવથી ક્યારે છૂટીશ? ભવથી છૂટવું
હોય, શરીરરહિત થવું હોય તો ધ્યાનવડે તારા અંતરમાં અશરીરી આત્મસ્વભાવને
દેખ...અશરીરી આત્માના અનુભવ વડે તને અશરીરી સિદ્ધદશા થશે, ને શરમજનક
જન્મોથી તારો

PDF/HTML Page 10 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯૪ : આત્મધર્મ : ૭ :
છૂટકારો થશે, ફરીને બીજી માતાનું દૂધ તારે નહીં પીવું પડે...માતાના પેટમાં નહિ
પુરાવું પડે.
ભાઈ, અંતરમાં આત્માનો મહિમા અપાર છે, આત્માનો વૈભવ અચિંત્ય છે,
તેને તું દેખ. અહા, જેના ઉદયે ચૌદ બ્રહ્માંડમાં અજવાળાં થાય ને ઈન્દ્રોનાં ઈન્દ્રાસન
ડગમગી જાય એવી તીર્થંકરપ્રકૃતિ, તે તારા એક વિકલ્પનું ફળ! –ને એ વિકલ્પ પણ
તારા સ્વભાવની ચીજ નહિ; તો વિચાર તો ખરો કે તારા અચિંત્ય ચૈતન્યસ્વભાવની
શક્તિ કેટલી? મનુષ્યલોકમાં તીર્થંકર ભગવાનનો મંગલ જન્મ થતાં સ્વર્ગમાં ઈન્દ્રનું
સિંહાસન કંપી ઉઠે છે, ત્યારે ઈન્દ્રને ખ્યાલ આવે છે કે અહો! મધ્યલોકમાં–ભરતમાં
વિદેહમાં કે ઐરવતક્ષેત્રમાં દેવાધિદેવ તીર્થંકરનો અવતાર થયો, ધન્ય એમનો અવતાર!
ધન્ય આ પ્રસંગ! જગતમાં આશ્ચર્યકારી મંગળ પ્રસંગ છે...ચાલો, એ કલ્યાણક ઉત્સવ
ઉજવવા મધ્યલોકમાં જઈએ. અહા, ભક્તિથી ઊર્ધ્વલોકના ઈન્દ્રો પણ મનુષ્યલોકમાં
ઊતરે–એ પ્રસંગ કેવો! ઈન્દ્ર ચારે પ્રકારના દેવોની સેના લઈને ઠાઠમાઠ સહિત
ભગવાનનો જન્માભિષેક કરવા અને પૂજન વગેરે ઉત્સવ કરવા આવે છે ને
આશ્ચર્યકારી મહોત્સવ કરે છે.–આવું તો જેના સ્વભાવની બહારના એક વિકલ્પનું ફળ,
તો એવા સ્વભાવના અંતરના સામર્થ્યના મહિમાની શી વાત! –એ તો વિકલ્પથી
પાર! એના અનુભવના આનંદ પાસે જગતના સ્વાદ ફિક્કા લાગે. ભાઈ, આવો
આત્મા તું પોતે છો; તારા સ્વભાવનો મહિમા લક્ષમાં લઈને તેને અનુભવમાં લેવાનો
વારંવાર ઉદ્યમ કર.
તીર્થંકરપ્રભુની માતાના દોહલા–મનોરથ ને સ્વપ્નાં પણ કોઈ લોકોત્તર હોય છે,
ચારે કોરનાં તીર્થોની વંદના કરીએ, જગતમાં ધર્મની પ્રભાવના કરીએ, મેઘવૃષ્ટિ થાય,
ભગવાનના દર્શન કરીએ–એવા પ્રકારના ભાવો એમને જાગે છે, કેમકે તીર્થંકર જેવો
લોકોત્તર પુત્ર તેમની કુખમાં બિરાજે છે. અહીં કહે છે કે આવા લોકોત્તર પુણ્યના ઠાઠથી
પણ પાર આત્માના સ્વભાવની આ વાત છે. લોકોત્તર પુણ્યને જે સ્પર્શતો નથી, તેમાં
તન્મય થતો નથી એવા સ્વભાવના આનંદની શી વાત! આનંદસ્વભાવની સન્મુખ
પરિણમતો આત્મા તે વિકાર સામે જોતો નથી, કર્મને કે તેના ફળને પોતામાં સ્વીકારતો
નથી; ને જેનાથી કર્મ બંધાય છે એવા રાગભાવને પણ પોતામાં સ્વીકારતો નથી. આવો
જ્ઞાનાનંદસ્વભાવી આત્મા ‘ચૈતન્યદરિયો, સુખથી ભરિયો’–તેના આશ્રયે નિર્મળ પર્યાય
ઊપજે છે, મૂર્ત–ઈન્દ્રિયોના સબંધ

PDF/HTML Page 11 of 45
single page version

background image
: ૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
વગરનો અતીન્દ્રિય આનંદ અનુભવાય છે ને કર્મનો સંબંધ તૂટીને સિદ્ધપદ થાય છે.
–આવું અમૂર્તપણું જ્ઞાનમાં છે.
આ આત્મા અનંતશક્તિરૂપી અનંત પાસાવાળો ચૈતન્યહીરો છે. આ
ચૈતન્યહીરાનો અલૌકિક મહિમા આચાર્યદેવે આ સમયસારમાં ખુલ્લો મુક્યો છે. અહા,
આત્મસ્વભાવનો અપાર મહિમા નિજવૈભવથી સન્તોએ પ્રસિદ્ધ કર્યો છે. આવી
શક્તિવાળો ભગવાન આત્મા દ્રષ્ટિમાં આવતાં તેનું પરિણમન પુણ્ય પાપથી જુદું પડીને
સ્વભાવ તરફ ઝૂકે છે, એટલે તે પરિણમનમાં આત્મશક્તિઓ નિર્મળપણે વ્યક્ત થાય છે.
અરે ભાઈ! આવા આત્માને જાણ્યા વગર તું સાચા તત્ત્વનો નિર્ણય ક્યાંથી કરીશ?
તારી નિજશક્તિને જાણ્યા વગર તું તેને સાધીશ કેવી રીતે? સ્વસંવેદનમાં આવી
શક્તિવાળો આત્મા પ્રગટ થાય છે, ને એવા સ્વસંવેદન વડે જ આત્મા સધાય છે. પણ
એને માટે જગતથી કેટલો વૈરાગ્ય! કેટલી ઉદાસીનતા! સ્વભાવનો કેટલો ઉલ્લાસ ને
કેટલો પુરુષાર્થ જોઈએ! –આવા પ્રયત્નથી સ્વસંવેદન વડે ચોથા ગુણસ્થાને
આત્મપ્રતીતિરૂપ સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શન થતાં નિર્મળ દ્રવ્ય–ગુણ–પર્યાયમાં
વ્યાપીને આત્મા પરિણમે છે; ત્યાં વિકારનો ને કર્મનો સંબંધ છૂટી જાય છે. –આવું
અમૂર્તજ્ઞાનનું સમ્યક્ પરિણમન છે.
ચૈતન્યહીરાની ખાણમાં વિકાર ભર્યો નથી, તેમાં તો તેના અનંતગુણની
નિર્મળતારૂપી હીરા ભર્યા છે. વિકારની ખાણમાં શોધે તો ચૈતન્યગુણરૂપી હીરા મળે
નહીં. ચૈતન્યની ખાણમાં વિકાર નહીં ને વિકારની ખાણમાં હીરા નહીં. જેની ખાણમાં જે
હોય તેમાંથી તે નીકળે. અનંત ગુણમણિની જે ખાણ છે એવા આત્માને દ્રષ્ટિમાં લેતાં
તેમાંથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપી ઉત્તમ રત્નો નીકળે છે. આત્મશક્તિમાં એવી
વીરતા છે કે વિકારને તાબે થાય નહીં. જ્ઞાનશક્તિ પોતામાં અજ્ઞાનને આવવા ન દ્યે,
આનંદ પોતામાં દુઃખને આવવા ન દ્યે, તેમ અમૂર્તસ્વભાવ મૂર્તપણાને પોતામાં આવવા
ન દ્યે. આ રીતે આત્માની દરેક શક્તિ પોતાના સ્વરૂપને નિર્મળપણે સાધે છે.
સ્વશક્તિવડે આત્મા પોતાની રક્ષા કરે છે ને પોતાના સ્વઘરમાં સ્થિર રહે છે. આવી
અનંત શક્તિવાળો આત્મા છે તેને અંતર્મુખ થઈને જાણવો–માનવો–અનુભવવો તે
અમૂર્ત થવાનો, એટલે કે મૂર્તકર્મના સંબંધરહિત સિદ્ધ થવાનો ઉપાય છે.

PDF/HTML Page 12 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯૪ : આત્મધર્મ : ૯ :
નિજપદની સાધના
વીતરાગી સન્તો બોલાવે છે–મોક્ષના મારગમાં
સ્વાનુભવપૂર્વક અંતરમાં નિજપદને સાધી રહેલા ધર્માત્મા,
બીજા જીવોને પણ શુદ્ધચૈતન્યપદ દેખાડીને મોક્ષમાર્ગમાં બોલાવે
છે કે અરે જીવો! આ માર્ગે આવો...આ માર્ગે આવો.
(સમયસારકલશ ૧૩૮–૧૩૯ ઉપરના પ્રવચનમાંથી)
પોતાનું જે ચૈતન્યપદ છે તેને જે દેખતા નથી,–અનુભવતા નથી, ને રાગાદિને જ
નિજપદ માની રહ્યા છે, તે જીવો આંધળા છે,–પોતે પોતાના સ્વરૂપને દેખતા નથી. અહીં
તો એવા જીવોને જગાડીને તેમનું શુદ્ધપદ આચાર્યદેવ દેખાડે છે...ને તે તરફ બોલાવે છે.
રે પ્રાણીઓ! અશુદ્ધ રાગાદિ ભાવોને જ નિજરૂપ માનીને તેને જ તમે વેદી રહ્યા
છો, તેટલો જ પોતાને માની રહ્યા છો–પણ તે જૂઠું છે, જીવનું સ્વરૂપ તે નથી. જીવ તો
શુદ્ધ ચૈતન્યમય છે, તેને ભૂલીને રાગાદિ પર્યાય જેટલો જ પોતાને ન અનુભવો. રાગ તો
ઉપાધિ છે, તે માર્ગે ન જાઓ ન જાઓ; એ માર્ગ તમારો નથી, નથી; આ ચૈતન્યસ્વરૂપ
તમે છો. આ માર્ગે આવો...આ માર્ગે આવો. આ શુદ્ધ ચૈતન્યપદ તરફ વળો, તેને જ
અનુભવો...એ જ તમારો માર્ગ છે. શુદ્ધ–શુદ્ધ (અત્યંત શુદ્ધ) એવા આ ચૈતન્યપદમાં જ
તમારો આનંદ છે, તેને છોડીને બીજે ન જાઓ, તેને છોડીને બીજાને ન અનુભવો.
જેમાંથી ચૈતન્યના આનંદની પરિણતિ ઝરે એવા ચૈતન્યપદને તો અનુભવતો
નથી, ને રાગને જ નિજપદ સમજી તેના અનુભવમાં રોકાઈ રહ્યો છે તે તો પરભાવની
માયાજાળમાં ફસાયેલો છે; તે પોતાના ચૈતન્યભાવને ભૂલ્યો છે ને ચાર ગતિના ભવમાં
સૂતો છે, જે–જે ભવમાં જે પર્યાય ધારણ કરે છે તે પર્યાયને જ અનુભવવામાં મશગુલ
છે; હું દેવ છું; હું મનુષ્ય છું; હું રાગી છું–એમ અનુભવે છે, પણ એનાથી જુદા પોતાના
શુદ્ધ જ્ઞાયકપદને અનુભવતો નથી તે અંધ છે. તે વિનાશી ભાવોરૂપે જ પોતાને અનુભવે
છે પણ અવિનાશી નિજપદને દેખતો નથી. તે નિજપદનો માર્ગ ભૂલીને ઊંધા માર્ગે ચડી
ગયો છે. સન્તો તેને હાકલ કરે છે કે અરે જીવ! થંભી જા! વિભાવના માર્ગેથી પાછો
વળ...એ તારા સુખનો માર્ગ નથી, એ તો માયાજાળમાં ફસાવાનો માર્ગ છે...માટે એ
માર્ગેથી રૂક જા અને આ તરફ આવ...આ તરફ આવ. તારું આનંદમય સુખધામ અહીં
છે...આ તરફ આવ. દેવ તું નહિ, મનુષ્ય તું નહિ, રાગી

PDF/HTML Page 13 of 45
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
તું નહિ, તું તો શુદ્ધ ચૈતન્ય છો. તારો અનુભવ તો ચૈતન્યમય છે. ચૈતન્યથી જુદું કોઈ
પદ તારું નથી–નથી; તે તો અપદ છે, અપદ છે.
અરે, આવું ચૈતન્યપદ દેખીને તેને સાધવા આઠ આઠ વર્ષના કુંવરો રાજપાટ
છોડીને વનમાં ચાલ્યા ગયા; અંતરમાં અનુભવેલા ચૈતન્યપદમાં લીન થવા માટે
વીતરાગમાર્ગે વિચર્યા. જે ચૈતન્યપદના અનુભવ પાસે ઈન્દ્રાસન પણ અપદ લાગે, તેના
મહિમાની શી વાત! અરે, તારું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જેવું છે તેવું જો તો ખરો! અમૃતથી
ભરેલું આ ચૈતન્યસરોવર, તેને છોડીને ઝેરના સમુદ્રમાં ન જા. ભાઈ, દુઃખી થવાના રસ્તે
ન જા...ન જા. એ પરભાવના માર્ગેથી પાછો વળ...પાછો વળ. ને આ ચૈતન્યના માર્ગે
આવ રે આવ. બહારમાં તારો માર્ગ નથી, અંતરમાં તારો માર્ગ છે, અંતરમાં આવ...
આવ. સન્તો પ્રેમથી તને મોક્ષના માર્ગમાં બોલાવે છે.
–આવા માર્ગમાં કોણ ન આવે!! કોણ વિભાવને છોડીને સ્વભાવમાં ન આવે?
બહારના રાજવૈભવને છોડીને અંતરના ચૈતન્યવૈભવને સાધવા રાજાઓ ને રાજકુમારો
અંતરના માર્ગમાં વળ્‌યા. બહારના ભાવ અનંતકાળ કર્યા, હવે તે છોડીને અમારું
પરિણમન અંદર અમારા નિજપદમાં વળે છે,–હવે એ પરભાવના પંથમાં હું નહિ જાઊં–
નહિ જાઊં–નહિ જાઊં; અંતરના અમારા ચૈતન્યપદમાં જ ઢળું છું. –આમ
સ્વાનુભૂતિપૂર્વક ધર્મી જીવ નિજપદને સાધે છે...ને બીજા જીવોને પણ કહે છે કે હે જીવો!
તમે પણ આ માર્ગે આવો રે આવો. અંતરમાં જોયેલો જે મોક્ષનો માર્ગ, આનંદનો માર્ગ
તે બતાવીને સન્તો બોલાવે છે કે હે જીવ! તમે પણ અમારી સાથે આ માર્ગે આવો...આ
માર્ગે આવો. અવિનાશીપદનો આ માર્ગ છે...સિદ્ધપદનો આ માર્ગ છે.
* * *
મોક્ષાર્થીએ સ્વાદ લેવા યોગ્ય, અનુભવ કરવાયોગ્ય શુદ્ધચૈતન્યપદ એક જ છે,
એના સિવાય બીજું અપદ છે, શુદ્ધજીવનું સ્વરૂપ તે નથી. મોક્ષ એટલે કે પરમ સુખ
જોઈતું હોય તેણે નિરંતર આ શુદ્ધપદનો જ અનુભવ કરવો. શું કરવું ને શેમાં ઠરવું?–તો
કહે છે કે પોતાના શુદ્ધ ચૈતન્યપદમાં દ્રષ્ટિ કરવી ને તેમાં ઠરવું. શરીર કે ઘર તે તારું પદ
નથી, તે તારું રહેઠાણ નથી, સંયોગો તે તારું રહેઠાણ નથી, રાગ તે તારું રહેઠાણ નથી,
તારું રહેઠાણ અસંખ્યપ્રદેશી ચૈતન્યરસથી ભરપૂર છે, તે જ તારું નિજપદ છે.–એનો
અનુભવ લેવો તે જ મોક્ષનું એટલે ચિરસુખનું કારણ છે. ચિરસુખ એટલે લાંબું સુખ,
અનંતકાળનું સુખ, શાશ્વત સુખ, મોક્ષસુખ.
આત્મા પોતે સત્ય અવિનાશી વસ્તુ છે, તેના અનુભવથી થયેલું સુખ શાશ્વત
અવિનાશી છે. આત્માનો આનંદ તો પોતામાં છે, પરમાં ક્યાંય આનંદ નથી. જેમાં
આનંદ ન હોય તેને નિજપદ કેમ કહેવાય? નિજપદ તો તેને કહેવાય કે જેમાં આનંદ

PDF/HTML Page 14 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯૪ : આત્મધર્મ : ૧૧ :
હોય. જેનો સ્વાદ લેતાં, જેમાં રહેતાં, જેમાં ઠરતાં આત્માને સુખનો અનુભવ થાય તે
નિજપદ છે. જેના વેદનમાં આકુળતા થાય તે નિજપદ નથી, તે તો પર પદ છે, આત્માને
માટે અપદ છે. તેને અપદ જાણીને તેનાથી પાછા વળો, ને આ શુદ્ધ આનંદમય ચૈતન્યપદ
તરફ આવો.
જેમાં કોઈ વિકલ્પ નથી એવું આ નિર્વિકલ્પ એક જ ચૈતન્યપદ આસ્વાદવા જેવું
છે. સમ્યગ્દર્શનમાં ચૈતન્યનો સ્વાદ છે, સમ્યગ્જ્ઞાનમાં ચૈતન્યનો સ્વાદ છે, સમ્યક્
ચારિત્રમાંય ચૈતન્યનો સ્વાદ છે. રાગનો સ્વાદ રત્નત્રયથી બહાર છે; નિજપદમાં રાગનો
સ્વાદ નથી. રાગ એ તો દુઃખ છે, વિપદા છે, ચૈતન્યપદમાં વિપદા નથી. જેમાં આપદા તે
અપદ, જેમાં આપદાનો અભાવ ને સુખનો સદ્ભાવ તે સ્વપદ; આનંદસ્વરૂપ આત્માની
સંપદાથી જે વિપરીત છે તે વિપદા છે. રાગ તે ચૈતન્યની સંપદા નથી પણ વિપદા છે;
આત્માનું તે અપદ છે. જેમ રાજાનું સ્થાન મેલા ઉકરડામાં ન શોભે, રાજા તો સોનાના
સિંહાસને શોભે; તેમ આ જીવ–રાજાનું સ્થાન રાગદ્વેષ ક્રોધાદિ મલિનભાવોમાં નથી
શોભતું, તેનું સ્થાન તો પોતાના શુદ્ધ ચૈતન્યસિંહાસને શોભે છે. રાગમાં ચૈતન્યરાજા
નથી શોભતા; એ તો અપદ છે, અસ્થિર છે, મલિન છે, વિરુદ્ધ છે; ચૈતન્યપદ શાશ્વત છે,
શુદ્ધ છે, પવિત્ર છે, પોતાના સ્વભાવરૂપ છે. આવા શુદ્ધ સ્વપદને હે જીવો! તમે
જાણો...તેને સ્વાનુભવ–પ્રત્યક્ષ કરો. આવી નિજપદની સાધના તે મોક્ષનો ઉપાય છે.
ચાંદો અને સૂરજ
ગતાંકમાં આપણે પ્રશ્નો પૂછેલ કે ચાંદો મોટો કે સૂરજ? અને ચાંદો ઊંચો કે
સૂરજ? અહીં તેના ઉત્તર સાથે, ચંદ્ર અને સૂર્ય સંબંધી જાણવા જેવી કેટલીક વિગતો
જૈનસિદ્ધાન્તઅનુસાર રજુ કરવામાં આવી છે. પ્રાચીન આચાર્યોનું બનાવેલું
ત્રિલોકપ્રજ્ઞપ્તિ નામનું શાસ્ત્ર છે તેના આધારે આ વિગતો લખી છે.
પ્રથમ એ જાણીએ કે ચંદ્ર અને સૂર્ય શું છે? આપણને અહીંથી જે પ્રકાશમાન
વસ્તુ ચંદ્ર અને સૂર્ય તરીકે નજરે પડે છે તે ચંદ્રલોક અને સૂર્યલોકની પૃથ્વીના તળિયાનો
ભાગ દેખાય છે. ચંદ્રલોક અર્થાત્ ચંદ્રવિમાન મણિમય–પૃથ્વીનું બનેલું છે, અને તે
પૃથ્વીકાયમાં જે એકેન્દ્રિય જીવ છે તે ઉદ્યોતનામકર્મ સહિત છે, તેથી તે સ્વયં પ્રકાશમાન
અતિશય શીતલ કિરણોથી સંયુક્ત છે. અને તે ચંદ્રવિમાનની અંદર જ્યોતિષી દેવોની
નગરીની રચના છે. તેની વચ્ચેના રાજાંગણમાં ભવ્ય રત્નનિર્મિત જિનપ્રાસાદ છે, તેમાં
રત્નમય જિનબિંબ બિરાજે છે. ને ચંદ્રલોકના સ્વામી ઈન્દ્ર

PDF/HTML Page 15 of 45
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
તે ચંદ્રદેવ છે, તે ચંદ્ર–ઈન્દ્ર જિનપ્રતિમાના પૂજનાદિ કરે છે. ઈન્દ્રના પરિવારરૂપે બીજા
પણ ઘણાય દેવો તે ચંદ્રલોકમાં રહે છે.
એ જ રીતે સૂર્યબિંબ (સૂર્યનગર) પણ મણિમય પૃથ્વીનું બનેલું છે, તેમાં રહેલ
એકેન્દ્રિય–પૃથ્વીજીવ આતાપનામકર્મ સહિત છે તેથી તે પ્રકાશમાન ઉષ્ણકિરણોથી સહિત
છે. તેમાં પણ ચન્દ્રલોક જેવી જ રચનાઓ છે. તેના સ્વામી તે સૂર્યદેવ છે, તે ઈન્દ્ર છે.
ચંદ્રને ઈન્દ્ર કહેવાય છે ને સૂર્યને પ્રતિન્દ્ર કહેવાય છે. આ ઉપરાંત ગ્રહો–નક્ષત્રો ને
તારાઓ તે પણ જ્યોતિષી દેવોનાં નિવાસસ્થાનરૂપ નગરો છે; તેમાં દેવો રહે છે.
સૂર્યબિંબ કરતાં ચંદ્રબિંબ મોટું છે. સૂર્યવિમાન ૪૮/
૧૧ યોજનનું છે, ત્યારે
ચંદ્રવિમાન ૫૬/
૧૧ યોજનનું છે. (યોજન એટલે લગભગ પાંચ હજાર માઈલ.)
સૂર્ય કરતાં ચંદ્ર વધુ ઊંચે છે. સૂર્ય મૂળચિત્રાપૃથ્વીથી ૮૦૦ યોજન (લગભગ
ચાલીસ લાખ માઈલ) ઊંચો છે, જ્યારે ચંદ્ર ૮૮૦ યોજન (લગભગ ૪૪ લાખ માઈલ)
ઊંચો છે.
આમ તો મધ્યલોકમાં અસંખ્યાતા ચંદ્રો અને સૂર્યો છે; પણ મનુષ્યલોકમાં
(એટલે કે અઢીદ્વિપ સુધીમાં) ૧૩૨ ચંદ્રો તથા ૧૩૨ સૂર્યો છે. અને આપણે જેમાં રહીએ
છીએ તે આ જંબુદ્વિપમાં બે ચંદ્ર અને બે સૂર્ય છે. તે મેરૂપર્વતની ચારે બાજુ પ્રદક્ષિણા કરે
છે. તેમને એક પ્રદક્ષિણા કરતાં ૪૮ કલાક જેટલો વખત લાગે છે; એટલે આજે આપણે
જે ચંદ્ર કે સૂર્યને જોયો હોય તેને ફરીને ૪૮ કલાક બાદ જોઈએ છીએ. જે ચંદ્ર–સૂર્ય કાલે
દેખાયા, તે જ આજે નથી દેખાતા પણ બીજા દેખાય છે. આ રીતે જંબુદ્વિપમાં બે ચંદ્ર ને
બે સૂર્ય ફરી રહ્યા છે. ભરતક્ષેત્રમાં ને વિદેહક્ષેત્રમાં દેખાતા સૂર્ય–ચંદ્રો જુદા નથી પણ
એક જ છે; તે જ સૂર્ય–ચંદ્ર વિદેહ ઉપર થઈને ફરતા ફરતા અહીં ભરતક્ષેત્રમાં આવે છે.
અઢી દ્વીપ બહારના સૂર્ય–ચંદ્ર સ્થિર છે. આ સૂર્ય અને ચંદ્રના બિમ્બ શાશ્વતા છે; પણ
તેની અંદર રહેનારા સૂર્ય અને ચંદ્ર ઈન્દ્રો મર્યાદિત આયુષ્યવાળા છે, તેમનું ઉત્કૃષ્ટ આયુ
એક પલ્યોપમથી કંઈક અધિક છે; અસંખ્ય વર્ષનું તે આયુષ પુરું થતાં ત્યાંના સૂર્ય–ચંદ્ર
ઈન્દ્રો મનુષ્યમાં અવતરે છે અને ત્યાં બીજા જીવો સૂર્ય–ચંદ્ર તરીકે ઊપજે છે. સૂર્ય–ચંદ્રરૂપ
ઈન્દ્રો શ્રી જિનેન્દ્રદેવનાં ભક્તો છે.
કટોકટીના કાળમાંય ધર્મીની દ્રષ્ટિ આત્મા ઉપર હોય છે.

PDF/HTML Page 16 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯૪ : આત્મધર્મ : ૧૩ :
પરમ શાંતિદાતારી અધ્યાત્મભાવના
(લેખાંક છેલ્લો–૬૦) (અંક ૨૯૨ થી ચાલુ)
ભગવાન શ્રી પૂજ્યપાદસ્વામી રચિત સમાધિશતક ઉપરનાં પૂ. શ્રી
કાનજીસ્વામીનાં પ્રવચનોની આ લેખમાળા આ અંકે સમાપ્ત થાય છે.
અત્યંત સુગમશૈલિથી વૈરાગ્યપૂર્વક ભેદજ્ઞાન અને સમાધિની પ્રેરણા આ
શાસ્ત્રમાં અને પ્રવચનોમાં ભરેલી છે. સુગમશૈલીના અધ્યાત્મલેખો માટે
ઘણા જિજ્ઞાસુઓની ભાવના હોવાથી આ લેખમાળા શરૂ કરેલી, અને
જિજ્ઞાસુઓએ પણ તેના વાંચન પ્રત્યે ઉત્સાહ બતાવ્યો. શાસ્ત્રકર્તા
આચાર્યદેવનો થોડોક પરિચય લેખમાળાના અંત ભાગમાં આપેલ છે. આ
સમાધિશતક શાસ્ત્ર ગુજરાતી અર્થ સહિત સોનગઢથી પ્રસિદ્ધ થઈ ગયેલ છે.
(વીર સં. ૨૪૮૨ શ્રાવણ સુદ પૂર્ણિમા)
આત્માને અને શરીરને નિમિત્તનૈમિત્તિકસંબંધને લીધે ઘણીવાર જીવની
ઈચ્છાનુસાર દેહાદિ ક્રિયા થતી દેખીને એવો ભ્રમ ન કરવો કે આત્માને લીધે શરીરનું
યંત્ર ચાલે છે! પણ આત્માને દેહથી ભિન્ન જ જાણવો, આત્મામાં દેહનો આરોપ ન કરવો.
દેહથી ભિન્ન આત્માની ભાવના કરીને એકાગ્ર થવું–જેથી પરમપદની પ્રાપ્તિ થાય. –એમ
બે ગાથામાં કહે છે–
प्रयत्नादात्मनो वायुरिच्छाद्वेषप्रवर्तितात्।
वायोः शरीरयन्त्राणि वर्तन्ते स्वेषु कर्मसु।।१०३।।
तान्यात्मनि समारोप्य साक्षाण्यास्तेऽसुखं जडः।
त्यत्त्क्वारोपं पुनर्विद्वान् प्राप्नोति परमं पदम्।।१०४।।
આત્મામાં રાગ–દ્વેષરૂપ ઈચ્છાનો પ્રયત્ન થતાં, તેના નિમિત્તે એક જાતનો વાયુ
શરીરમાં ઉત્પન્ન થાય છે, ને તે વાયુના સંચારથી શરીરરૂપી યંત્ર પોતાના કાર્યમાં પ્રવર્તે
છે. ત્યાં તે દેહના કાર્યોનો આત્મામાં આરોપ કરીને અજ્ઞાની તેને આત્માની જ ક્રિયા
માને છે. પણ અહીં આચાર્યદેવ કહે છે કે દેહની ક્રિયાનો આત્મામાં આરોપ કરવો તે તો
મૂર્ખ–બહિરાત્માનું કાર્ય છે. જ્ઞાની તો શરીરની ક્રિયામાં આત્માની કલ્પના છોડીને, દેહથી
ભિન્ન ચિદાનંદસ્વરૂપ આત્માની ભાવના ભાવીને પરમ પદને પામે છે.

PDF/HTML Page 17 of 45
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
શરીર અને ઈંદ્રિયોની ક્રિયા, જાણે કે હું જ કરું છું–એમ અજ્ઞાની જીવ ભ્રમથી તે
જડની ક્રિયાઓને આત્માની જ માને છે, તેથી તે જડબુદ્ધિ બહિરાત્મા ઈંદ્રિયવિષયોની
જાળમાં જ ફસ્યો રહે છે ને દુઃખી થાય છે; દેહની ક્રિયામાં જ રાગ–દ્વેષ કરતો થકો દુઃખી
થાય છે પણ ચૈતન્યમાં ઠરતો નથી. જ્ઞાની–વિવેકી–અંતરાત્મા તો શરીર અને ઈંદ્રિયોની
ક્રિયાને પોતાથી તદ્ન ભિન્ન જાણીને ચૈતન્યસ્વરૂપ આત્માની ભાવનામાં એકાગ્ર થઈને
પરમ પદને પામે છે.
અજ્ઞાની પરવિષયોથી પોતાને સુખ–દુઃખ માનીને તેમાં જ લીન રહે છે. જ્ઞાની તો
જાણે છે કે સર્વે દ્રવ્યો એકબીજાથી અસહાય છે, કોઈ કોઈને રાગદ્વેષમાં પ્રેરતું નથી.
છએ દ્રવ્યો સદાય પોતપોતાના સ્વરૂપમાં પ્રવર્તી રહ્યા છે.
જીવની ઈચ્છા થાય ને ગમન કરે ત્યાં શરીર પણ ભેગું ચાલે, જીવની ઈચ્છા થાય
ત્યાં ભાષા પણ ઘણીવાર તેવી બોલાય, –આવો નિમિત્તનૈમિત્તિક સંબંધ છે, પણ બંનેની
ક્રિયાઓ ભિન્ન છે, બંનેના લક્ષણો ભિન્ન છે, એમ નહિ જાણનાર અજ્ઞાની ‘હું જ શરીરને
ચલાવું છું–હું જ ભાષા બોલું છું’ એમ દેહનો પોતામાં આરોપ કરે છે ને તેથી દેહસંબંધી
વિષયોમાં તે સુખ માને છે. પણ ભિન્ન આત્માને જાણનારા જ્ઞાની તો તે આરોપને જૂઠો
જાણીને દેહથી ભિન્ન અંતરાત્માને અનુભવે છે, અને આત્મામાં દેહનો આરોપ છોડીને,
પરમપદને પામે છે.
આ રીતે ભેદજ્ઞાનવડે ભિન્ન લક્ષણની ઓળખાણપૂર્વક શરીર અને આત્માનો
એકબીજામાં આરોપ છોડીને, અને નિમિત્ત–નૈમિત્તિક સંબંધનું પણ લક્ષ છોડીને, દેહથી
ભિન્ન આત્માના અનુભવમાં એકાગ્રતા કરવી તે જ પરમ આનંદમય પરમાત્મપદની
પ્રાપ્તિનો ઉપાય છે, તે જ સમાધિ છે.
।। ૧૦૪ ।।
પરમાત્મપદની પ્રાપ્તિનો માર્ગ બતાવનાર આ સમાધિતંત્રને જાણીને
પરમાત્મનિષ્ઠ જીવ પરમસુખને પામે છે,–એમ અંતિમ શ્લોકમાં શાસ્ત્રનું ફળ બતાવીને
અંતમંગળ કરે છે:–
मुक्त्वा परत्र परबुद्धिमहंधियं च, संसारदुःखजननीं जननाद्विमुक्तः।
ज्योतिर्मयं सुखमुपैति परात्मनिष्ठः, तन्मार्गमेतदधिगम्य समाधितन्त्रम्।।१०५।।
ભેદજ્ઞાન વડે જેની પ્રાપ્તિ થાય છે એવા પરમપદની પ્રાપ્તિનો માર્ગ આ
સમાધિતંત્ર બતાવે છે. જેનાથી સમાધિ એટલે કે પરમસુખ થાય એવો ઉપદેશ આ
સમાધિતંત્રમાં છે. તેને જાણીને શું કરવું? કે સંસારદુઃખની જનેતા એવી જે સ્વ–પરની
એકત્વબુદ્ધિ તેને છોડવી, ને ઉત્કૃષ્ટ આત્મસ્વરૂપમાં સ્થિર થવું. દેહમાં આત્મબુદ્ધિ, ને

PDF/HTML Page 18 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯૪ : આત્મધર્મ : ૧૫ :
આત્મામાં દેહબુદ્ધિ–એવી જે સ્વ–પરની એકત્વબુદ્ધિ છે તે સંસારના દુઃખની જનની છે,
મિથ્યાબુદ્ધિ જ સંસારનું મૂળ છે. આ શાસ્ત્રના ઉપદેશઅનુસાર તે મિથ્યાબુદ્ધિ છોડીને,
દેહથી ભિન્ન આત્માને જાણીને, તેમાં જે સ્થિર થાય છે તે અંતરાત્મા આ સંસારના
જન્મમરણથી મુક્ત થઈને પરમ કેવળજ્ઞાનજ્યોતિમય સુખને પામે છે. આવું ઉત્તમ આ
શાસ્ત્રનું ફળ છે...તે મંગળ છે.
‘સમાધિતંત્ર’ એટલે ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતાવડે પરમ ઉદાસીનતાનો ઉપદેશ;
ઘણા પ્રકારે દ્રષ્ટાંત વગેરેથી સ્પષ્ટ કરીને દેહ અને આત્માની અત્યંત ભિન્નતા બતાવી;
એવી ભિન્નતા જાણીને દેહબુદ્ધિ છોડીને પોતાના પરમ આત્મસ્વરૂપમાં જે સ્થિર થાય છે
તે પરમસુખને અનુભવે છે. જુઓ, આવું ભેદજ્ઞાન કરીને સ્વરૂપમાં સ્થિત થવું તે શાસ્ત્ર
ભણવાનું ફળ છે; એવું જેણે કર્યું તે ખરેખર શાસ્ત્રને ભણ્યો છે. પોતામાં ભાવ પ્રગટ
કર્યા વગર માત્ર વાંચી જવાથી શાસ્ત્રનું ફળ આવે નહિ. શાસ્ત્રજ્ઞાનનું ફળ તો પરમ
વીતરાગતા અને સુખ છે.
સમયસારમાં છેલ્લે ફળ બતાવતાં કુંદકુંદાચાર્યભગવાન કહે છે કે:–
जो समयपाहुडमिणं पठिहूणं अत्थतच्चओ णाउं।
अत्थे ठाही चेया सो होही उत्तमं सोक्खं।।
આત્મસ્વરૂપમાં સ્થિર થતાં પરમસુખની અનુભૂતિ થાય–એ જ બધા શાસ્ત્રોનો
સાર છે. અહીં પણ પરમાત્મસ્વરૂપમાં સ્થિરતાથી સુખ થાય છે–એવું આ શાસ્ત્રનું ફળ
બતાવીને મંગળપૂર્વક શાસ્ત્ર સમાપ્ત થાય છે.
આ શાસ્ત્રકર્તા શ્રી પૂજ્યપાદસ્વામી મહાસમર્થ દિગંબર સન્ત હતા; તેઓ વિક્રમ
સવંતના છઠ્ઠા સૈકામાં (આજથી લગભગ ૧૫૦૦ વર્ષ પૂર્વે) આ ભારતભૂમિને
શોભાવતા હતા; તેમની અગાધબુદ્ધિને લીધે તેઓ ‘જિનેન્દ્રબુદ્ધિ’ એવા નામથી પણ
લોકોમાં પ્રસિદ્ધ હતા; તેમનું મૂળ નામ ‘દેવનન્દી’ હતું ને દેવોદ્વારા પણ તેમના પાદ
પૂજિત (પૂજ્ય–પાદ) હતા. ‘શ્રવણબેલગોલ’ના પહાડ ઉપર તેમના મહિમાસંબંધી અનેક
શ્લોકો કોતરેલા છે. ‘તત્ત્વાર્થસૂત્ર’ ઉપરની સૌથી પ્રસિદ્ધ એવી ‘સર્વાર્થસિદ્ધિ’ નામની
મહાન ટીકા તેમણે રચી છે. તે ઉપરાંત જૈનેન્દ્ર–વ્યાકરણ નામનું મહાન શબ્દશાસ્ત્ર તેમણે
રચ્યું છે, તેથી
‘शब्दाब्धीन्दु ़ ़ ़’ એટલે કે શબ્દરૂપી સમુદ્રને ઉછાળવામાં ચંદ્રસમાન–એવું
વિશેષણ આપીને શ્રી પદ્મપ્રભમુનિરાજે નિયમસારની ટીકાના મંગલાચરણમાં તેમને વંદન
કર્યા છે. આદિપુરાણમાં જિનસેનસ્વામીએ તથા જ્ઞાનાર્ણવમાં

PDF/HTML Page 19 of 45
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
શુભચંદ્રાચાર્યે પણ તેમનું સ્મરણ કરીને નમસ્કાર કર્યા છે. તેમણે ‘ઈષ્ટોપદેશ’ શાસ્ત્ર
પણ રચ્યું છે; તેમણે રચેલી ‘
सिद्धभक्ति’–જેમાં માત્ર ૯ શ્લોક છે છતાં ઘણા ગંભીર
અર્થોથી ભરેલી છે અને સિદ્ધના સુખ વગેરેનું સ્વરૂપ તથા સિદ્ધિની પ્રાપ્તિનો માર્ગ સુંદર
શૈલીથી બતાવ્યો છે, તે ટૂંકામાં ઘણું ભરી દેવાની તેમની અગાધશક્તિ સૂચવે છે. આ
ઉપરાંત તેમને અનેક ઋદ્ધિ–લબ્ધિઓ હોવાનું પણ માનવામાં આવે છે. આવા સમર્થ
અધ્યાત્મમસ્ત સન્તદ્વારા આ સમાધિશતક રચાયું છે; શ્રી પ્રભાચંદ્રસ્વામીએ તેની સુગમ
ટીકા સંસ્કૃતમાં કરી છે. શાસ્ત્રમાં વારંવાર ભેદજ્ઞાનની ભાવના ઘૂંટી છે ને આત્માને
સમાધિ–સુખ થાય તેવો ઉપદેશ કર્યો છે.
આવા આ શાસ્ત્ર ઉપર વૈશાખ વદ એકમથી શરૂ થયેલ વ્યાખ્યાન આજે શ્રાવણ
સુદ પૂર્ણિમાએ (વીર સં. ૨૪૮૨ માં) વાત્સલ્યના દિવસે સમાપ્ત થાય છે; તે
ભવ્યજીવોને આત્મિકસુખરૂપ પરમ સમાધિ આપો.
જિનકે ભક્તિ–પ્રસાદસે પૂર્ણ હુઆ વ્યાખ્યાન,
સબકે ઉરમંદિર વસો પૂજ્યપાદ ભગવાન.
પઢો સુનો સબ ગ્રન્થ યહ, સેવો અતિ હિત માન,
આત્મ–સમુન્નતિ બીજ જો કરો જગત કલ્યાણ.
(લેખકની પ્રશસ્તિ:) પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીએ વીર સં. ૨૪૮૨માં
સમાધિશતક ઉપર પ્રવચનો કર્યા, તેના શ્રવણ વખતે જાણે ઉપશાંત–અધ્યાત્મરસનું
ઝરણું વહેતું હોય–એવી શાંતિ થતી હતી...અત્યંત સુગમ શૈલી, વારંવાર અંતર્મુખી
આત્મભાવનાનું ઘોલન, વૈરાગ્યઝરતા શાંતશાંત મધુર ભાવો, એ બધાથી ભરપૂર
પ્રવચનો તત્ક્ષણ જ સંસારના સર્વ સંકલેશોને શમાવીને અંતરમાં ચૈતન્યશાંતિના
મધુરા વાતાવરણમાં આત્માને લઈ જતા હતા. આવા અત્યંત સુગમ વૈરાગ્યરસભીનાં
આત્માભિમુખી પ્રવચનો સર્વ જિજ્ઞાસુઓને મહાન ઉપકારી હોવાથી ‘આત્મધર્મ’માં
તેનો સાર આપવાનું ૧૧ વર્ષ પહેલાં (અંક ૧૫૮ થી) શરૂ કરેલ, તે આજે આ
અંકમાં સમાપ્ત થાય છે. વીતરાગીસન્તોનું હાર્દ ખોલીખોલીને અને આત્મિકરસનું
સીંચન કરી કરીને આ પ્રવચનો દ્વારા સમાધિના હેતુભૂત એવું પરમ આત્મજ્ઞાન
ગુરુદેવે સમજાવ્યું છે, બહિરાત્મભાવ છોડવાની ને અંતરાત્મભાવ જાગૃત કરવાની
વારંવાર પ્રેરણા આપી છે... આવા બોધિસમાધિદાતાર પૂ. ગુરુદેવના મંગલચરણોમાં
નમસ્કાર
હો. –બ્ર. હરિલાલ જૈન

PDF/HTML Page 20 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯૪ : આત્મધર્મ : ૧૭ :
* પહાડ બોલે છે *
ઈન્દ્રગિરિ શ્રવણ
પર્વત બેલગોલ
ભારતમાં કેટલાય એવા પર્વતો છે કે જે સેંકડો હજારો વર્ષ પૂર્વે આ
ભરતભૂમિમાં વિચરતા વિતરાગી સન્તોના પવિત્ર પદાર્પણથી પાવન થયેલા છે. એ
વીતરાગી સન્તોના સ્પર્શનથી તે પહાડો તીર્થ બની ગયા છે...અને ત્યાં વિચરેલા
સન્તોની આત્મસાધનાની સાક્ષી આજે પણ આપી રહ્યા છે.
ભારતનો દક્ષિણપ્રદેશ એટલે તો, ભદ્રબાહુસ્વામી, કાર્તિકસ્વામી, કુંદકુંદસ્વામી ને
સમન્તભદ્રસ્વામી તથા નેમિચંદ સિદ્ધાન્તચક્રવર્તી જેવા મોટા મોટા મુનિવરોની
વિહારભૂમિ! દિગંબરસન્તો એ ભૂમિમાં ખૂબ વિચર્યા છે. દક્ષિણનું એવું એક ધામ
શ્રવણબેલગોલા–કે જે વિશ્વપ્રસિદ્ધ બાહુબલીભગવાનની ભવ્યોન્નત પ્રતિમાને કારણે વધુ
પ્રખ્યાત છે, ત્યાં ઈન્દ્રગિરિ અને ચંદ્રગિરિ એવા બે પહાડો સામસામે જાણે વીતરાગતાની
વાતો કરતા ઊભા છે. આ બંને પર્વત એટલે જાણે બોલતા પહાડ! બંને પર્વત ઉપર
મહાન મુનિવરોની પ્રશસ્તિના કેટલાય શિલાલેખો કોતરેલા છે; પર્વતની મૂળ જમીનનો
કેટલોક ભાગ પણ શિલાલેખોથી છવાયેલો છે. અહા! જાણે કે પર્વતના હૃદયમાં એ
મુનિવરોનાં ગુણગાન કોતરાઈ ગયા હોય! ને એ અક્ષરો દ્વારા જાણે તે પહાડ આજે
આપણને એ ગુણગાથા સંભળાવી રહ્યો હોય! કેટલાય ઐતિહાસિક પ્રસંગો એ
શિલાલેખોમાં ભરેલા છે. કુંદકુંદપ્રભુજી વગેરે સંતોની અનેક ગૌરવભરી વાત પણ એ
શિલાલેખો દ્વારા પર્વત આપણને સંભળાવી રહ્યો છે...(સમયસારમાં એવા બે શિલાલેખ
છપાયા છે.) પૂજ્યપાદસ્વામીના મહિમા સંબંધી પણ અનેક શિલાલેખો તે પર્વત ઉપર
કોતરેલા છે. તેમાંથી કેટલાક આપણે જોઈએ––