Atmadharma magazine - Ank 294
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૫
સળંગ અંક ૨૯૪
Version History
Version
Number Date Changes
001 June 2005 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
રજત જયંતિનું વર્ષ
૨૯૪
મહાવીરે બતાવેલા માર્ગે જવું એ જ એમનો
જન્મોત્સવ ઉજવવાની ઉત્તમ રીતે છે. જીવનમાં ગમે તેવી
પરિસ્થિતિ આવે ત્યારે હે જીવ! આપણા મહાવીરપ્રભુ જેવા
વીતરાગી દેવ–ગુરુ–સંતોને ખૂબ ભાવથી યાદ કરીને એમ
વિચારજે કે મહાવીરે શું કર્યું? –હું પણ એ જ કરું કે મારા દેવ–
ગુરુએ જે કર્યું. વીતરાગભાવ વડે પોતાના આત્માને લાભ
થાય એ જ કરવાનું છે; એ જ મહાવીરનો બોધ છે.
જેનાથી આત્મલાભ થતો હોય તેમાં પાછીપાની કરું
નહિ; વીર થઈને વીરના માર્ગે જાઉં. જેનાથી લાભ ન થાય તે
માર્ગે જાઉં નહિ. મારા હિત માટે એવો બહાદુર વીર બનું કે
જગતની કોઈ પરિસ્થિતિ મને ડગાવી ન શકે, ને હું મારા દેવ–
ગુરુ જેવો બની જઉં. વીર થઈને મહાવીરના માર્ગે જાઉં.
તંત્રી : જગજીવન બાવચંદ દોશી * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વી સં.૨૪૯૪ ચૈત્ર (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨પ : અંક ૬

PDF/HTML Page 3 of 45
single page version

background image
સોનગઢમાં સં. ૨૦૦૯ માં થયેલ માનસ્તંભ–પ્રતિષ્ઠા વખતે પંચકલ્યાણકમાં ઈન્દ્રો દ્વારા
નેમિનાથપ્રભુના જન્મોત્સવનો આનંદ, અને ઐરાવત હાથી ઉપર જન્માભિષેકની સવારી

PDF/HTML Page 4 of 45
single page version

background image
ચૈત્ર ૨૪૯૪ : આત્મધર્મ : ૧
વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯૪
ચાર રૂપિયા ચૈત્ર
(રાજકોટમાં સમયસાર ગા.૧પ ઉપરના પ્રવચનોમાંથી)
(વીર સં. ૨૪૯૪ ફાગણ સુદ ૪ થી ૯)
[સવારે મંગળિકમાં કહ્યું કે ધર્મજિનેશ્વરને
રંગથી ગાવા ઊભો થયો તેમાં ભંગ પડશો નહિ.
ધર્મ એટલે જ્ઞાન–આનંદાદિ અનંત સ્વભાવો, તેને
ધરનાર આત્મા તે ધર્મજિનેશ્વર, તેની અખંડ
આરાધના કરવા જાગ્યો તેમાં હવે ભંગ પડશો
નહિ. અને તે ધર્મો કેવળજ્ઞાનાદિરૂપે જેમણે પ્રગટ
થયા છે એવા ધર્મજિનેશ્વર, અથવા બધાય
અરિહંતો તે ધર્મજિનેશ્વર છે–તેમની આરાધનામાં
હવે ભંગ પડશો નહિ. પર્યાય છે તે દ્રવ્યને ભજે
છે–સ્તવે છે, તેમાં દ્રવ્ય–પર્યાય વચ્ચે કદી ભંગ ન
પડશો. એટલે દ્રવ્ય–પર્યાયની અખંડતાથી
કેવળજ્ઞાન થશે. –તે મહાન મંગળિક છે. ]

PDF/HTML Page 5 of 45
single page version

background image
: આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
આ સમયસારની ૧પમી ગાથા વંચાય છે. સમયસાર એટલે શુદ્ધ આત્મા; ને શુદ્ધ
આત્મા એ જિનશાસન; શુદ્ધ આત્માના અનુભવ વગર જિનશાસનની ખબર ન પડે.
અહીં સમ્યગ્દર્શનપૂર્વક જ્ઞાનમાં જે શુદ્ધાત્માની અનુભૂતિ થઈ–તેનું વર્ણન આ પંદરમી
ગાથામાં છે. શુદ્ધ આત્માના અનુભવથી પવિત્ર આનંદદશા થઈ તે જિનશાસન.
જિન સોહી હૈ આત્મા; અન્ય હૈ સો કર્મ;
કર્મ કટે સો જિનવચન, યહી તત્ત્વજ્ઞાનીકા મર્મ.
(શ્રીમદ્ રાજચંદ્ર)
આત્માના સ્વભાવનો ઘણો મહિમા છે, તે પહેલાં લક્ષગત થવો જોઈએ. આવા
આત્માના અનુભવ વગર આખી દુનિયા દુઃખી છે. શુદ્ધ આત્માની જેને ખબર નથી ને
રાગ–દ્વેષ–પુણ્ય–પાપ વગેરેમાં સુખ માની રહ્યા છે તે તો બધા આકુળતારૂપી દુઃખના
ડુંગરે બળી રહ્યા છે. આત્મા તો પરમ શાંતિરૂપ આનંદનો ડુંગરો છે. અનંત સર્વજ્ઞ
પરમેશ્વરે આવા આત્માને પ્રગટ કર્યો છે. જગતમાં સર્વજ્ઞ અનાદિથી સદાય છે ને નવા
નવા થતા જ આવે છે. ત્રણકાળને જાણનાર એવા ત્રિકાળજ્ઞનો ત્રણકાળમાં કદી વિરહ
નથી. અત્યારે વિદેહક્ષેત્રમાં સીમંધર ભગવાન વગેરે લાખો કેવળીભગવંતો બિરાજી રહ્યા
છે ને દિવ્યધ્વનિ વડે જિનશાસન ઉપદેશી રહ્યા છે. તે જિનશાસનમાં કેવો આત્મા કહ્યો
છે તેનું આ સમયસારની ૧પ મી ગાથામાં વર્ણન છે–
जो पस्सदि अप्पाणं अबद्धपुट्ठं अणण्णमविसेसं
अपदेससन्तमज्झं पस्सदि जिणसासणं सव्वं ।।
१५।।
અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય જે અવિશેષ દેખે આત્મને,
તે દ્રવ્ય તેમજ ભાવ જિનશાસન સકલ દેખે ખરે. ૧પ.
જે પુરુષ આત્માને અબદ્ધસ્પૃષ્ટ અનન્ય અવિશેષ તથા નિયત અને અસંયુક્ત
દેખે છે તે સર્વ જિનશાસનને દેખે છે, –કે જે જિનશાસન બાહ્ય દ્રવ્યશ્રુત તેમ જ
અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુતવાળું છે.
“જે આ અબદ્ધસ્પૃષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત એવા પાંચ
ભાવોસ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જિનશાસનની અનુભૂતિ
છે...”

PDF/HTML Page 6 of 45
single page version

background image
ચૈત્ર ૨૪૯૪ : આત્મધર્મ : ૩
પહેલાં ૧૪મી ગાથમાં અબદ્ધસ્પૃષ્ટ આદિ પાંચ વિશેષણોથી શુદ્ધઆત્મા બતાવ્યો
હતો; અને શુદ્ધનયવડે એવા શુદ્ધઆત્માને દેખવો તે સમ્યગ્દર્શન છે–એમ કહ્યું; ત્યાં પાંચ
વિશેષણો વિસ્તારથી કહ્યા હતા.
(૧) આત્મા અબદ્ધસ્પૃષ્ટ છે : એટલે જેમ પાણીના સંયોગ વચ્ચે પણ તેનાથી
અલિપ્ત રહેવાનો કમળનો સ્વભાવ છે, તેમ પર્યાયદ્રષ્ટિથી ને સંયોગદ્રષ્ટિથી જોતાં
કર્મનો સંબંધ હોવા છતાં, તેનાથી અલિપ્ત અસંયોગી રહેવાનો આત્માનો સ્વભાવ છે. –
આમ પરસંયોગરહિત શુદ્ધ આત્મદ્રવ્યને દેખવું ને અનુભવવું તે સમ્યગ્દર્શન ને
જિનશાસન છે.
દેહ–કર્મ વગેરેનો સંયોગ હોવા છતાં, આત્મા તે દેહ–કર્મ વગેરે રૂપે થઈને રહ્યો
નથી, પણ પોતાના જ્ઞાનાદિ સ્વભાવપણે જ રહ્યો છે. –આવા આત્માને પરસંયોગથી
ભિન્ન શુદ્ધસ્વરૂપે દેખવો તે સમ્યગ્દર્શન છે, તે આનંદની અનુભૂતિ છે, ને તે જિનશાસન
છે.
અરે સમ્યગ્દર્શન વગર જીવે નરકના દુઃખ અનંતવાર સહન કર્યા છે, ને તેનાથીયે
અસંખ્યગુણા અવતાર સ્વર્ગમાં કર્યા છે, ત્યાં પણ અજ્ઞાનથી દુઃખ જ સહન કર્યું છે; પણ
શુદ્ધ આત્માનો અનુભવ કદી ક્ષણ પણ કર્યો નથી, તેની રુચિ કરી નથી, તેનું યથાર્થ
શ્રવણ પણ કર્યું નથી.
(૨) આત્મા અનન્ય છે : જેમ કે અનેક પ્રકારના આકારો વચ્ચે પણ જો માટીને
તેના સ્વભાવથી જુઓ તો, માટી તો એકરૂપ માટી જ છે, તેમ ચાર ગતિ સંબંધી અનેક
પ્રકારની અવસ્થાઓ હોવા છતાં, આત્માને તેના સ્વભાવથી જુઓ તો એકરૂપ
જ્ઞાનસ્વભાવે જ રહ્યો છે. આવા આત્માને અનુભવે ત્યારે સમ્યગ્દર્શન થાય ને ત્યારે ધર્મ
થાય. તે જીવ જૈનશાસનમાં આવ્યો એટલે કે તેની જે અનુભવદશા છે તે જ જૈનશાસન
છે. અનુભૂતિ તે જૈનશાસન છે, અથવા અભેદપણે આત્મા તે જૈનશાસન છે.
(૩) આત્મા નિયત છે : જેમ તરંગોમાં વધઘટ થવા છતાં એકરૂપ પાણીના
દળરૂપ જે દરિયો છે તેને દેખો તો દરિયો એકરૂપ અવસ્થિત છે; તેમ આ ચૈતન્યદરિયો
આત્મા, તેની અવસ્થામાં હાનિવૃદ્ધિરૂપ પરિણમન છે, પણ જો ચૈતન્યદળ એકરૂપ છે તેને
દેખો તો આત્મા એકરૂપ અવસ્થિત છે; આવો એકરૂપ હોવારૂપ નિયતસ્વભાવ છે. એવા
સ્વભાવને શ્રદ્ધા–જ્ઞાનમાં લેવાથી

PDF/HTML Page 7 of 45
single page version

background image
: આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન થાય છે. (આ નિયત સ્વભાવ કહીને પર્યાયભેદ કાઢી
નાખ્યા.)
(૪) આત્મા અવિશેષ છે : જેમ પીળાશ–વજન વગેરે અનેક ભાવો હોવા છતાં
તેના ભેદને ન જોતાં બધા ભાવોથી અભેદ સોનાને જુઓ તો સોનું તો એકરૂપ સોનું જ
છે, તેમ ભગવાન આત્મામાં અનંત ગુણો હોવા છતાં તેમાં ભેદને ન જોતાં અનંતગુણોથી
અભેદ એવા એકરૂપ આત્માને જોતાં–અનુભવતાં તે એકરૂપે અનુભવમાં આવે છે, તે
સમ્યગ્દર્શન છે. ગુણભેદરૂપ વિશેષોને ન દેખતાં ગુણભેદથી રહિત એવા અવિશેષ
આત્માને અભેદપણે અનુભવવો તે જિનશાસન એટલે વીતરાગનો માર્ગ છે. (આ
અવિશેષ સ્વભાવ કહીને ગુણભેદ કાઢી નાખ્યા.)
(પ) આત્મા અસંયુક્ત છે : જેમ પર્યાયદ્રષ્ટિથી પાણી ઉષ્ણતાસંયુક્ત હોવા છતાં
તેના શીતળસ્વભાવમાં ઉષ્ણતાનો પ્રવેશ નથી. તેમ પર્યાયદ્રષ્ટિથી આત્મામાં રાગાદિ
વિભાવો વર્તતા હોવા છતાં, એકલા બોધસ્વરૂપ આત્માના સ્વભાવને લક્ષમાં લઈને
અનુભવ કરીએ તો આત્મા તે રાગાદિના સંપર્ક વગરનો શુદ્ધ આનંદસ્વરૂપ અનુભવાય
છે. આવો અનુભવ તે ધર્મ છે, તે જૈનશાસન છે.
જુઓ, શુદ્ધ આત્માનું આવું સ્વરૂપ છે–તેનો અનુભવ તે જિનશાસન છે.
–આ પાંચ બોલથી શુદ્ધ આત્માનું વર્ણન ૧૪ મી ગાથામાં કર્યું છે. તે અહીં
ભૂમિકારૂપે સંક્ષેપથી બતાવ્યા; કેમકે તેની સાથે આ ૧પમી ગાથાની સંધિ છે. જે પાંચ
ભાવો કહ્યા, તે પાંચભાવોસ્વરૂપ શુદ્ધ આત્માની જે અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત
જિનશાસનની અનુભૂતિ છે.
આત્માનો જે શુદ્ધ–ભૂતાર્થ સ્વભાવ છે તે સ્વભાવમાં બંધનનો કે રાગાદિ
પરભાવોનો અભાવ છે, તેથી તે બંધનથી રહિત શુદ્ધ આત્મા ભૂતાર્થદ્રષ્ટિવડે અનુભવમાં
આવે છે. ને આવી અનુભૂતિ તે જ સમ્યગ્દર્શન છે; તે જ શુદ્ધનય છે, તે જ જિનશાસન
છે.
શુદ્ધ આત્માના અનુભવ વિના અનાદિકાળમાં જીવે બીજું બધું ઘણું કર્યું છે, –પણ
એ કાંઈ જિનશાસન નથી. જિનશાસન એ તો અપૂર્વ છે;

PDF/HTML Page 8 of 45
single page version

background image
ચૈત્ર ૨૪૯૪ : આત્મધર્મ : ૫
અનાદિથી બંધનભાવ પર્યાયમાં વર્તે છે છતાં તેનાથી રહિત એવો અબંધ શુદ્ધ આત્મા છે
–તેને શુદ્ધનયવડે અનુભવમાં લેવો તે જિનશાસન છે, તે જિન ભગવાનનો ઉપદેશ છે.
પરના સંગવાળો–કર્મવાળો, અશુદ્ધ આત્મા તો અનાદિથી જીવ અનુભવી જ રહ્યો
છે, પણ તેને ભગવાન જિનશાસન નથી કહેતા, અશુદ્ધતાના અનુભવનો ભગવાનનો
ઉપદેશ નથી, પણ શુદ્ધ આત્માના અનુભવનો ભગવાનનો ઉપદેશ છે. આવો અનુભવ
થઈ શકે છે. ભાઈ, તારાથી થઈ શકે તેનો ઉપદેશ ભગવાને દીધો છે. ભગવાન પોતે
સ્વાનુભવથી જેવા થયા તેવો જ ઉપદેશ દીધો, અને તેવું જ વસ્તુસ્વરૂપ છે. –આવા
આત્માના અનુભવથી આનંદ થાય છે ને દુઃખ ટળે છે.
આત્માનો અનુભવ કહો, મોક્ષનો માર્ગ કહો, જૈનદર્શનનું રહસ્ય કહો, કે
ભગવાનના ઉપદેશનો સાર કહો...તેની વાત કુંદકુંદાચાર્યદેવે આ ૧પમી ગાથામાં
સમજાવી છે.
વીતરાગનું શાસન એટલે શું ? કે જે રીતે વીતરાગભાવ ઉત્પન્ન થાય એવો
ઉપદેશ–તે વીતરાગનું શાસન છે. રાગનું સેવન તો જીવ અનંતકાળથી કરી રહ્યો છે, પણ
વીતરાગભાવનું સેવન એટલે કે શુદ્ધ આત્માનો અનુભવ તેણે કદી કર્યો નથી તેથી
વીતરાગશાસનનું સેવન તેણે કદી કર્યું નથી. ‘અનુભવ’ માં ભગવાનનો સર્વ ઉપદેશ
સમાઈ જાય છે. મોક્ષમાર્ગ આત્માના અનુભવમાં છે.–
અનુભવ રત્નચિંતામણિ, અનુભવ હૈ રસકૂપ,
અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષસ્વરૂપ.
આ ચૈતન્યરત્નની કિંમત શુદ્ધનયની નજરે પરખાય છે. શુદ્ધનય વડે અનુભવ
કરતાં તેનો ખરો મહિમા જણાય છે. એ સિવાય રાગના વેદન વડે ચૈતન્ય રત્નની કિંમત
પરખાતી નથી. જેમ હીરા–મોતીના પાણીની પરીક્ષા ખેડૂની પછેડીનો છેડો અડાડીને ન
થાય, એ તો અંદરની ઝલક પારખવા માટે ઝવેરીની નજર જોઈએ. તેમ ચૈતન્યસ્વરૂપ
આત્માની કિંમત બાહ્યલક્ષી સ્થૂળ જ્ઞાન વડે ન થઈ શકે, તેને પારખવા માટે તો
અંતર્મુખ શુદ્ધનયરૂપી

PDF/HTML Page 9 of 45
single page version

background image
: આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
દ્રષ્ટિ જોઈએ. શુદ્ધાત્માને ન જાણે ને બીજું બહારનું જાણે–શાસ્ત્ર ભણે, તોપણ તેમાં સુખ
નથી, તે સાચું જ્ઞાન નથી. સાચું જ્ઞાન ને સુખ તો તેમાં છે કે જે જ્ઞાન અંતર્મુખ થઈને
શુદ્ધ આત્માને અનુભવમાં લ્યે. તે જ્ઞાનમાં સકલશ્રુતનું રહસ્ય સમાઈ ગયું. કેમકે બધું
જ્ઞાન તો આત્મામાં સમાય છે, આત્માથી જુદું જ્ઞાન નથી.
અંતરમાં અબદ્ધસ્પૃષ્ટ શુદ્ધ આત્માનો અનુભવ કરનાર શુદ્ધનયરૂપ
શ્રુતજ્ઞાનપર્યાય તે આત્મા જ છે; કેમકે આત્મા સાથે તે અભેદ છે, માટે તે પર્યાયને
અભેદપણે આત્મા જ કહ્યો, ને તેને જ જિનશાસન કહ્યું. એકલું પરલક્ષી જ્ઞાન તે આત્મા
નથી. તે જિનશાસન નથી; તે તો અજ્ઞાન અને અનાત્મા છે. સ્વસન્મુખ થયેલું શ્રુતજ્ઞાન
તે આત્મા જ છે. તેથી સ્વસન્મુખ જ્ઞાનની અનભૂતિ તે આત્માની જ અનુભૂતિ છે.
નિર્મળ જ્ઞાનપર્યાય અને આત્મા અભેદ છે; તેથી શુદ્ધ આત્માના અનુભવને સમસ્ત
શ્રુતજ્ઞાનનો અનુભવ કહ્યો; સમસ્ત શ્રુતજ્ઞાન એટલે કે જિનશાસન, ભગવાનની
શિખામણ, તે શુદ્ધ આત્માના અનુભવમાં સમાય છે.
* * *

બાર અંગરૂપ જે જિનોપદેશ, તેમાં શું કહ્યું? કે શુદ્ધ આત્માનો અનુભવ કરવાનું
ભગવાને કહ્યું છે; માટે શુદ્ધ આત્માનો અનુભવ કરનારું જ્ઞાન તે જિનશાસન છે.
આત્માને કર્મના સંબંધવાળો અને રાગ–દ્વેષવાળો જ દેખવો તે મિથ્યાદ્રષ્ટિ છે;
કર્મના સંબંધ વગરનો, શુદ્ધ એકરૂપ આત્માને દેખવો તે સમ્યક્દ્રષ્ટિ છે, તે જિનશાસનની
દ્રષ્ટિ છે; જિનશાસન એટલે ભગવાનનો ઉપદેશ, તેને સમજવો હોય તો અંતરમાં શુદ્ધ
આત્માને દેખવો– અનુભવવો. શુદ્ધ આત્માને દેખનારી નિર્મળપર્યાયને જ જિનશાસન
કહ્યું, અથવા અભેદપણે શુદ્ધ આત્માને જિનશાસન કહ્યું; કેમ કે શુદ્ધ આત્માને દેખનારી
જે પર્યાય છે તે તેમાં અભેદ થઈને દેખે છે. અને આ રીતે અભેદ થઈને શુદ્ધ આત્માને
દેખતાં વિકલ્પ તૂટે છે ને નિર્વિકલ્પ આનંદ આવે છે. શુદ્ધ આત્માની અનુભૂતિ વગર
વિકલ્પ તોડવા માંગે તો કદી તૂટે નહિ. પણ ધ્યેયની શૂન્યતા થઈ જાય એટલે કે મૂઢતા
થઈ જાય. વિકલ્પની શૂન્યતા તે તો નાસ્તિ છે, ભાઈ! કઈ

PDF/HTML Page 10 of 45
single page version

background image
ચૈત્ર ૨૪૯૪ : આત્મધર્મ : ૭
વસ્તુની અસ્તિમાં ઊભો રહીને તું વિકલ્પને તોડીશ? વિકલ્પના અભાવમાં શૂન્યતા ન
હોય પણ આનંદની અસ્તિ હોય. શુદ્ધ આત્મા છે, તેની પર્યાય છે, તેમાં ઉત્પાદ–વ્યય છે,
અશુદ્ધતા છે તે ટળીને શુદ્ધતા થાય છે, –એમ બધા બોલના સ્વીકાર વગર આત્માને
અનુભવ થાય નહિ ને વિકલ્પ તૂટે નહિ.
સામાન્યનો આવિર્ભાવ, એટલે કે જ્ઞાનપર્યાય અંર્તસ્વભાવ તરફ ઝુકીને
અનુભવ કરે છે ત્યારે તેમાં વિશેષરૂપ ભેદોનું લક્ષ રહેતું નથી, તેમાં અભેદરૂપ એકતાનો
જ અનુભવ છે, તેથી તેને સામાન્યનો આવિર્ભાવ કહેવાય છે. નિર્મળપર્યાય સામાન્ય
સાથે અભેદ થઈને એકરૂપ પરિણમી, ત્યાં વિશેષ–જ્ઞેયો પ્રત્યે જ્ઞાનનું લક્ષ ન રહ્યું એટલે
તે પર્યાયમાં વિશેષનો તિરોભાવ થયો ને સામાન્યનો આવિર્ભાવ થયો. –આવા જ્ઞાનનો
અનુભવ સમ્યગ્દ્રષ્ટિને છે, પણ મિથ્યાદ્રષ્ટિને આવા જ્ઞાનની ખબર નથી; સાચી સમજણ
નથી એટલે સુખ પણ નથી.
સમજ વિનાનું રે સુખ નથી જીવને રે....
રવિ રવિ કરતાં રે રજની ટળે નહિ રે...
અર્કથી અંધારા જાય...તેમ સમજથી સુખ થાય...
જ્ઞાનસૂર્ય પ્રગટ થતાં અંધારા મટે છે...
આત્મા પોતે પોતાના સ્વક્ષેત્રમાં જ પોતાને અનુભવે છે. બહારમાં લક્ષને એકાગ્ર
કરવું પડતું નથી. અંતર્મુખ પોતામાં એકાગ્રતા કરતાં જૈનશાસન પ્રગટે છે. શુદ્ધદ્રવ્ય ને
શુદ્ધપર્યાય બંનેને જિનશાસન કહેવાય છે. શુદ્ધ આત્માને લક્ષમાં લેતાં તેમાં શુદ્ધપર્યાય
પણ આવી જ જાય છે, કેમ કે પર્યાય અંતરમાં અભેદ થઈ ત્યારે આનંદનો અનુભવ
થાય છે. જૈનશાસન એટલે ભાવશ્રુતજ્ઞાન, તે મોક્ષમાર્ગ છે; શુદ્ધઆત્માના અનુભવમાં
સમસ્ત શ્રુતજ્ઞાન સમાઈ જાય છે. તે રાગ વગરનું છે, ઈન્દ્રિયના અવલંબન વગરનું છે;
જ્ઞાની તો પોતાને સર્વત: એક જ્ઞાનરસપણે જ અનુભવે છે.
જ્યારે સમ્યગ્દર્શન પ્રગટે છે તે વખતે પરજ્ઞેયનું લક્ષ નથી, સ્વજ્ઞેયરૂપ શુદ્ધાત્મા
ઉપર જ જ્ઞાનનું લક્ષ છે, તેથી તે પર્યાયમાં સામાન્યજ્ઞાનનો આવિર્ભાવ (પ્રગટતા) છે,
અને વિશેષ જ્ઞેયાકારજ્ઞાનનો તિરોભાવ છે. પરભાવોથી ભિન્ન

PDF/HTML Page 11 of 45
single page version

background image
: આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
જ્ઞાનમાત્રભાવપણે ધર્મી પોતાને અનુભવે છે. અજ્ઞાની રાગવાળો બંધનવાળો પોતાને
અનુભવે છે પણ તે જ વખતે તેનાથી જુદો જ્ઞાનમાત્રભાવ છે તેને અજ્ઞાની દેખતો નથી,
તેથી જુદું જ્ઞાન તેને ઢંકાઈ ગયું છે, તેને તો જ્ઞેય સાથે ભેળસેળવાળું જ્ઞાન જ દેખાય છે,
એકલું સામાન્યજ્ઞાન તેને દેખાતું નથી; એટલે તેને જૈનશાસનની કે ભગવાનના
ઉપદેશની ખબર નથી, ભાવશ્રુતજ્ઞાન તેને ખીલ્યું નથી.
સ્વજ્ઞેયાકાર જે જ્ઞાન પરિણમ્યું તેને સામાન્યજ્ઞાનનો આવિર્ભાવ કહ્યો, કેમકે
તેમાં પરજ્ઞેયરૂપ વિશેષોનો તિરોભાવ છે. પરજ્ઞેયને જાણે ત્યારે પણ ધર્મી જ્ઞાનને તો
જ્ઞાનપણે જ અનુભવે છે; પરજ્ઞેયને જાણતાં તેની સાથે જ્ઞાન ભેળસેળ થઈ ગયું એમ
જ્ઞાની માનતા નથી. અજ્ઞાની તો પરને જાણતાં જ્ઞાનને પર સાથે ભેળસેળ થઈ જવાનું
માનીને પોતાના જ્ઞાનને ઢાંકી દે છે, ભિન્ન જ્ઞાનને તે અનુભવતો નથી.
શુદ્ધ જીવસ્વરૂપને ભૂલીને જ્ઞેયોમાં જ જે લુબ્ધ છે, જ્ઞાનને ભૂલીને જ્ઞેયોમાં જ
એકતા માને છે તેને આનંદના સ્વાદરૂપ જીવભાવ પ્રગટતો નથી; પરને જ જ્ઞાન અનુસરે
છે તેથી તેને ચૈતન્યનો સ્વાદ આવતો નથી.
ખારા સ્વાદવાળું તો મીઠું છે, તેને શાકના સંયોગથી શાક જ ખારું એમ
ગૃદ્ધીવાળા લોકો દેખે છે, તેમ જ્ઞાનનો જુદો સ્વાદ લક્ષમાં ન લેતાં અજ્ઞાની જ્ઞેયોના
સંબંધવાળું જ જ્ઞાન અનુભવે છે, રાગને જાણતાં જ્ઞાન જ જાણે રાગી થઈ ગયું–એમ
અજ્ઞાની અનુભવે છે, પણ રાગાદિ જ્ઞેયોથી જ્ઞાનની ભિન્નતાને તે જાણતો નથી.
જ્ઞેયોના સંબંધ વગરના એકલા જ્ઞાનનો જ દેખવું તે સામાન્ય જ્ઞાનનો
આવિર્ભાવ છે; અને વિશેષના આવિર્ભાવ વખતે પણ (એટલે કે પરજ્ઞેયને જાણતી
વખતે પણ) પરમાર્થે જ્ઞાનને તો જ્ઞાનપણે જ જ્ઞાની દેખે છે. પરને જાણતાં કાંઈ પરરૂપે
જ્ઞાન થઈ ગયું નથી. સામાન્યના અનુભવ વખતે જે જ્ઞાન અનુભવમાં આવ્યું,
વિશેષજ્ઞાનપણે પણ તે જ જ્ઞાન અનુભવમાં આવે છે. સામાન્ય અને વિશેષ બંને એક
જાત છે, જુદી જાત નથી.
(અનુસંધાન ૧૭મે પાને)

PDF/HTML Page 12 of 45
single page version

background image
ચૈત્ર ૨૪૯૪ : આત્મધર્મ : ૯
ધર્મ એટલે સુખ

મુમુક્ષુ ભાઈ શ્રી નવલચંદ જે. શાહે ગુરુદેવના
પ્રવચનઅનુસાર ધર્મનું સ્વરૂપ લખ્્યું હતું. –જેની શૈલી સુગમ હોવાથી
અહીં આપ્યું છે; –તે સર્વે જિજ્ઞાસુઓને ઉપયોગી થશે.
(સં.)
[અમર જીવની પ્રાપ્તિની રીત]
ધર્મ સુખ માટે છે : દરેક જીવ સુખ ચાહે છે. ખોટા ઉપાયથી સુખ મળતું નથી,
પણ ચાહના તો સહુને સુખની જ છે. ધર્મ સુખનો ઉપાય છે.
ધર્મ એટલે વસ્તુનું સ્વરૂપ : હું જે પદાર્થ છું, તે કોણ છે, ક્યારથી છે, કોનાથી
ટકે છે, કેવા સ્વરૂપે છે, કયાંસુધી રહે છે? વગેરે નક્કી કરીને પછી શું કરવું ઘટે છે તેનો
વિચાર કરવો. આમ ન થાય તો અમસ્તું દુઃખ ઉત્પન્ન થાય છે.
જેમ સર્પ કરડ્યો હોય એકને, અને બીજો કહે કે મને ઝેર ચડ્યું; ખાધું હોય
નોકરે અને શેઠ કહે કે મારું પેટ ભરાયું; તાવ આવ્યો હોય શરીરમાં, ને જુદા પ્રદેશોમાં
(અસંખ્ય ચેતનપ્રદેશોમાં) રહેલો જીવ કહે કે મને તાવ આવ્યો; ખાધું શરીરે અને
અરૂપી સૂક્ષ્મ ચેતનપદાર્થ કહે કે મેં ખાધું; –આમ સાચા નિર્ણય વગર ખોટું દુઃખ ઉત્પન્ન
થાય. તેથી હવે એટલું તો પહેલાં નક્ક્ી કરવું કે હું કોણ છું? દરેક જીવ પોતાની અસ્તિ
એટલે પોતાનું હોવાપણું, પોતાનું ‘અહં’ પણું તો ચાહે છે, (પરમાં ‘અહં’ પણું તે દોષ
છે, પરંતુ પોતામાં જ પોતાનું અહંપણું એટલે કે સ્વમાં જ સ્વબુદ્ધિ–તે દોષ નથી પણ તે
તો શ્રદ્ધાનું કાર્ય છે,) પોતાનો અભાવ કોઈ ચાહતું નથી. પોતે કઈ અસ્તિ છે? તેનો
નિર્ણય કરવા માટે જિનેન્દ્રભગવાને સરલ અને અકાટ્ય ઉપાય બતાવ્યો છે; તે ઉપાય
એટલે છ દ્રવ્યોનાં લક્ષણ સહિત વિભાગ કરવો તે.
તમે શરીર નથી, તમે જીવ છો:
જીવ અને અજીવ (–પુદ્ગલ–ધર્માસ્તિ–અધર્માસ્તિ–આકાશ ને કાળ)–આ દ્રવ્યો
એકબીજાથી ભિન્ન છે. આમ હોવાથી એકદ્રવ્ય બે દ્રવ્ય હોઈ શકે નહિ; જેમ

PDF/HTML Page 13 of 45
single page version

background image
૧૦ : આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
એક જીવ માત્ર જીવ જ હોય, અજીવ ન હોય. જીવ પોતે જીવ પણ હોય, ને શરીર પણ પોતે
હોય –એમ ન બને. આ રીતે તમે શરીર નથી પણ જીવ છો.
જીવ જ્ઞાનસ્વરૂપ છે :–
હવે જીવ એવા તમે સુખના ચાહક છો, સુખનો પ્રશ્ન કરો છો, ઉત્તર પણ તમે જ
સાંભળશો. તો જ્ઞાનના સાધન સિવાય આમ પ્રશ્ન–ઉત્તર ન થાય. માટે તમે
જ્ઞાનભાવવાળા, અનેક ગુણસંપન્ન એક પદાર્થ છો એમ નક્ક્ી થયું. એટલે તમે જ્ઞાનનું
સાધન કરો છો, તેથી તમે જીવ જ છો; શરીર વગેરે અન્ય પદાર્થો તમે નથી. આ રીતે ‘હું
કોણ છું’ એનો નિર્ણય એ થયો કે જીવ જ હું છું, ને શરીરાદિ હું નથી.
હવે જીવનું સ્વરૂપ જ્ઞાન–ચેતન અને અરૂપી છે. જાણવાનું કાર્ય થાય છે તે જીવનો
અંશ છે. ‘જેવો અંશ તેવો અંશી.’ –એટલે તમે જ્ઞાનસ્વરૂપ જીવ છો. આખું જીવદ્રવ્ય અરૂપી
સૂક્ષ્મ જ્ઞાનસ્વરૂપી છે; તેનું ક્ષેત્ર અસંખ્યપ્રદેશી લોકપ્રમાણ, તે હાલ સંકોચાઈને દેહપ્રમાણ
છે. હું દેહ છું– એમ તમે અનાદિથી માનો છો તોપણ અરૂપી ચેતનસ્વરૂપી અસંખ્યપ્રદેશી
જીવ જ તમે હજી છો, એનો પુરાવો એ છે કે તમે ઉપયોગ હજી કરો છો. અનાદિથી આ
પ્રકારે એક જ ભાવે જ્ઞાનરૂપ રહ્યા છો, કદી શરીરરૂપ–જડરૂપ થયા નથી, થશો પણ નહિ.
અન્ય જે પાંચ અચેતન–જડ દ્રવ્યો છે તે તો તમને કેમ ઉત્પન્ન કરે? –કેમ કે તમે તો
ચેતન છો; તમે અચેતન નથી. વળી બીજો ચેતન–જીવ તમને બનાવે તો તે પોતે ઘટી જાય.
માટે આ જીવ સ્વયંભૂ પોતાથી જ અનાદિથી જ્ઞાનપ્રદેશોમાં જ્ઞાનરૂપે વ્યક્ત થતો બેઠો છે.
જીવનું જીવન ચેતનભાવ વડે છે :–
હવે જ્ઞાનસ્વરૂપ જીવ અનાદિથી છે તે તો બરાબર, પણ તે શેનાથી પુષ્ટિ પામે છે?
શેનાથી ટકે છે? ભાઈ, પાંચ શેર ધીમાં પાંચ શેર માટી ભેળવવાથી ઘી દશ શેર ન થાય,
કેમકે બંનેની જાત જુદી છે. તેમ ચેતનપદાર્થ, અચેતન એવા સ્થૂલ દાળ–ભાત–રોટલી–ઘી–
હવા–પાણી–શ્વાસ તેમાં મિશ્ર–ભેળસેળ થઈને પોતાનું ચેતનપણું ચાલુ રાખે અગર પુષ્ટ
કરે–તે અસંભવ છે, કેમકે બંનેની જાત જુદી છે. આમ અન્ય પદાર્થ વગર જ આ જીવ
અનાદિથી જીવપણે છે; તે જીવપણે ચેતનભાવને લઈને છે. હવે,
–હવે વિચારો કે, ચેતનભાવ કોણે આપ્યો? અચેતન તો ક્યાંથી આપે? એનામાં
ચેતન છે જ ક્યાં? જો બીજા ચેતનપદાર્થો આ આત્માને ચેતનભાવ આપે તો તેઓનું
ચેતનપણું ઘટી જાય. માટે પોતે પોતાનો ચેતનભાવ બીજા પાસેથી મેળવતો નથી; પોતે જ
ચેતનભાવ લઈને બેઠો છે માટે સ્વાલંબી છે.

PDF/HTML Page 14 of 45
single page version

background image
ચૈત્ર ૨૪૯૪ : આત્મધર્મ : ૧૧
આમ નક્ક્ી થતાં, ખોરાક–વસ્ત્ર–મકાન–સ્ત્રી–શ્વાસ–હવા વગેરે પદાર્થો–તેનાથી
મારું ચેતનપણું ટકે એમ માનીને તેને મેળવવા માટે અજ્ઞાનભાવથી જે ક્રોધ–માન માયા–
લોભ–રાગ–દ્વેષાદિ કરતો હતો તે છૂટી ગયા. કારણ કે તે પદાર્થો મળે કે ન મળે, છેદાય કે
ભેદાય, આગ લાગે કે ચોરાઈ જાય–તોપણ મારા ચેતનમાંથી કાંઈ ચાલ્યું જતું નથી, હું તો
તેના વગર જ જીવું છું. તે પદાર્થો વગર જ જીવ જીવે છે એટલે તેમના કારણે કષાય
કરવાનું ન રહ્યું. વળી મરણની બીક ન રહી એટલે મરણ વખતે પણ ચેતનભાવરૂપ સમાધિ
જ રહેશે, કેમકે હું તો ચેતન છું. આત્મા પોતા સિવાયના બીજા પદાર્થો ઈંદ્રિયો,
ઈંદ્રિયવિષયો, ખોરાક, મકાન, શરીર કે સગાસંબંધી તે બધામાંથી કાંઈ પોતાનું ચેતનપણું
(જીવન) લેતો નથી, એટલે કે તેમનાથી આત્માનું જીવન નથી, તેથી તે બધા પદાર્થો
નકામા લાગે છે, એટલે તેનો મોહ રહેતો નથી. હું મારા ચેતનભાવથી જીવતો છું ને તે તો
મારી સાથે જ છે–કદી મારાથી જુદું નથી.
આ રીતે મારા ચેતનભાવમાં જ રહેતો હું, અન્ય સમસ્ત પદાર્થો પ્રત્યે સામ્યભાવ
ધારણ કરું છું એટલે તેમના પ્રત્યે મને સમતા જ છે. તે બધા મારે માટે માત્ર જ્ઞેયો જ છે.
હવે અહીંથી બીજી ગતિમાં જવાનું થાય તોપણ મારું મરણ નથી, કેમકે મારો
ચેતનભાવ મારી સાથે જ હોવાથી હું જીવતો જ છું. અહીંથી બીજી ગતિમાં જતાં પણ મારું
મરણ નથી પણ ચેતનમય મારું જીવન ચાલુ જ છે. –પછી મૃત્યુનો ભય કેવો? –અસમાધિ
કેવી?
દેવગતિ વખતે દિવ્ય વૈક્રિયિક શરીર જીવની બાજુમાં આવશે, ત્યારે પણ તેનાથીયે
જુદો હું તો અરૂપી સૂક્ષ્મ ચેતન અસંખ્યપ્રદેશી જીવ જ હોવાને લીધે ત્યાંના પદાર્થો પણ
નકામા જ લાગશે, તેમના વડે કાંઈ મારા ચેતનભાવની પુષ્ટિ નહિ થાય. હું મારા
ચેતનપ્રદેશોમાં રહેતો, ચેતનભાવથી જ પુષ્ટ રહેતો, સ્વ–ભાવને વાપરતો થયો છું. અહીં કે
દેવલોકમાં, વિદેહમાં કે મોક્ષમાં, સર્વત્ર મારું જીવન એક પ્રકારનું છે ને મારા ચેતન પ્રાણથી
જ તે પુષ્ટ છે. તેથી મારું જીવન ટકાવવા કોઈ ક્ષેત્ર, કોઈ કાળ કે કોઈ સંયોગો સાથે મને
મતલબ નથી. હું મારા સ્વ–ભાવોથી, ચેતન સુખ વગેરેથી પ્રભુ થયો છું.
પ્રશ્ન:– આત્મા સ્વાલંબી, પોતાના ચેતન વડે જીવતો સાબિત થયો; પણ તે શાશ્વત
હોય એટલે તેની સુખમય અસ્તિ લાંબી સદાકાળ ટકી રહે–એમ સૌને ગમે છે; માટે
આત્માનું જીવન શાશ્વત છે તે પણ સમજાવો.
ઉત્તર:– તમે ચેતનભાવ છો; તમારું ચેતનપણું તમારાથી જુદું પડે નહિ; તમારું
ચેતનપણું બીજા અચેતન પદાર્થોમાં મિશ્રણ પામે જ નહિ.–

PDF/HTML Page 15 of 45
single page version

background image
૧૨ : આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
‘ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ન નાશ;
ચેતન પામે નાશ તો શેમાં ભળે તપાસ? (આત્મસિદ્ધિ)
તારી સ્વાધીન ચેતનતા કદી નાશ પામશે નહીં, ને ચેતનપણું છોડીને બીજા કોઈ
સાથે ભળશે નહિ; સદાય ચેતનપણે ટકી રહેશે. જેમ કાલનું ચેતનપણું આજે ટકી રહ્યું છે,
પચીસ–પચાસ કે સો વર્ષ પહેલાનું ચેતનપણું આજે ટકી રહેલું દેખાય છે–અનુભવાય છે,
તેમ આજનું ચેતનપણું કાલે, કે પાંચ–પચાસ વર્ષ પછી અને ભવિષ્યમાં સદાકાળ ટકી
રહેશે. એને ટકાવવા માટે તારે કોઈ શરીરનું, રાગનું કે સંયોગનું અવલંબન નહિ લેવું પડે.
આ રીતે પોતાના જ ચેતનભાવ વડે હું સદાકાળ સ્વયમેવ શાશ્વત જીવનાર
હોવાથી કોઈ અન્ય વડે રક્ષા કરવાની ચિન્તા નથી, ને નાશની શંકા નથી. મારા
જીવનની પુષ્ટિ માટે, મારા ચેતનની પુષ્ટિ માટે, કોઈ શુભદ્રવ્યનું લક્ષ કરીને શુભભાવ
કરવાનું કે અશુભ પદાર્થનું લક્ષ કરીને અશુભ ભાવ કરવાનું રહ્યું નહીં. શુભ–અશુભ
વગર રહી શકાય છે, ને શુભ–અશુભ વગરનું જ્ઞાનમય જીવન એ જ સુખી જીવન છે, એ
જ સાચું જીવન છે. શુભ–અશુભ ન હોય ત્યારે પણ જ્ઞાન–દર્શન ઉપયોગ તો થયા જ કરે
છે; રાગ–દ્વેષના અભાવમાં કાંઈ જ્ઞાનનો અભાવ નથી થઈ જતો; એટલે શુભાશુભના
અભાવમાંય ચેતનનું જીવન તો ટક્યા જ કરે છે. તેથી જીવનને ટકાવવા માટે શુભ–
અશુભની જરૂર રહેતી નથી; એ જ રીતે શરીરની, ખોરાકની, પૈસાની પણ જરૂર રહેતી
નથી. આવું સ્વાધીન ચૈતન્યજીવન છે.
બીજા બધા પદાર્થ વગર, રાગ વગર, એકલા–એકલા જીવમાં જ્ઞાન–દર્શન
ઉપયોગ તો થયા કરે છે; ઉપયોગ દ્વારા તમે બીજાથી જુદા સ્વયંભૂ સ્વાલંબી શાશ્વત છો–
એમ રોજેરોજ જાણો....હર ક્ષણે ને હર સમયે જાણો; ને એ તમારું અબાધિત
ઉપયોગસ્વરૂપ શુભાશુભરહિત– શ્રમરહિત હોવાથી તેમાં જ વિશ્રામ કરો. એથી તમારા
સર્વપ્રદેશમાં તમને આનંદ થશે. આ આનંદ અતીન્દ્રિય છે. શુભ–અશુભ રાગ–દ્વેષ વગર
જ આવું આનંદજીવન જીવાય છે, તોપછી શુભાશુભનો વ્યર્થ પરિશ્રમ શા માટે કરવો?
શુભાશુભ વગરનો આવો આનંદ પોતામાં જ અનુભવ્યો એટલે તે આનંદ માટે
ઈન્દ્રિયોની કે તેના વિષયોની જરૂર ન ભાસી, તેથી તેમનાથી ભેદજ્ઞાન થયું–જુદાઈ થઈ.
પરથી ભિન્ન થઈને પોતાના ઉપયોગસ્વરૂપમાં વિશ્રામ લેતાં જે આનંદ અનુભવ્યો તે
આનંદ બાહ્યવિષયોમાંથી લીધો નથી પણ પોતાના સત્ સ્વાલંબી ચેતન સ્વરૂપને
અબાધિત વેદીને તેમાંથી તે આનંદ લીધો છે. આ રીતે આત્માનું સ્વાધીન જીવન શાશ્વત
પણ છે ને તે આનંદમય પણ છે. આવું અમરઆનંદજીવન જ્ઞાનવડે પ્રાપ્ત થયું.

PDF/HTML Page 16 of 45
single page version

background image
ચૈત્ર ૨૪૯૪ : આત્મધર્મ : ૧૩
અતીન્દ્રિય આત્મિક અકર્મિક (શુભ–અશુભ કર્મ રહિત) નિર્દોષ મોક્ષમય ને
બંધરહિત એવો આનંદ પોતામાં અનુભવ્યો છે; અને નિત્ય પદાર્થના નિત્ય સ્વરૂપના
આધારે (અરૂપી ચેતન અસંખ્યપ્રદેશના આધારે) હોવાથી તે આનંદ પણ નિત્ય બાધા
વગરનો થયો. અન્ય પદાર્થનું અવલંબન તે આનંદમાં ન રહ્યું. આવા સ્વાધીન આનંદરૂપ
તમે પોતે જ છો.
અહીં આમ જાણવું કે તમે આવા સ્વપદાર્થના નિર્ણયથી બુદ્ધિપૂર્વક બાધાઓની
કલ્પના નહિ કરો ત્યારે કોઈ વાર અતિ વિવેકથી નિર્વિકલ્પ થશો; કેમકે જે બાહ્ય પદાર્થો
માટે વિકલ્પ હતા તેમની જરૂર જ ભાસી નહિ તેથી ઈન્દ્રિયો–મન તેના વિષયોપ્રત્યે સંકલ્પ–
વિકલ્પવાળા થયા નહિ, ને ઉપયોગ તેમનાથી પાછો વળીને નિજસ્વરૂપમાં એકાગ્ર રહ્યો.
સમસ્ત બાહ્ય પદાર્થોથી જુદા પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી જ મતલબ વાળા હોવાથી
અન્યની ચિન્તાનો વેપાર જ્યારે અટકી જાય છે ત્યારે વીતરાગઉપયોગ નિજસ્વરૂપમાં
જોડાઈને આનંદને વેદે છે. અંધારા પછી શૂન્ય નથી પણ ઉજાસ છે તેમ અન્યની ચિન્તાના
અભાવમાં શૂન્ય નથી પણ પોતાના અસંખ્ય પ્રદેશમાં નિજસ્વરૂપનો આનંદ છે....અનંત
ગુણના સ્વાદનું અત્યંત મધુર આસ્વાદન છે.
આ રીતે એકવાર નિર્વિકલ્પ થઈને ઉપયોગજીવનને જાણ્યું ને નિજસ્વરૂપના
આનંદનો નમૂનો ચાખ્યો; પણ હજી પૂર્ણ વીતરાગતા ને પૂર્ણ આનંદ નથી એટલે કંઈક રાગ
અને દુઃખ પણ થાય છે. પર પદાર્થનું લક્ષ કરીને અશુભ ને શુભ ભાવો થાય છે, અને
તેટલી આકુળતા હોવાથી દુઃખ છે. આમ એક તરફ થોડું દુઃખ, અને બીજી તરફ પોતાના
આત્મપદાર્થને અબાધિત નિર્ણયમાં લીધો હોવાથી તેના અવલંબને અતીન્દ્રિયસુખ, એમ
બંને ધારા મિશ્રરૂપ ચાલશે. તેમ છતાં, પોતાન ચેતનભાવથી જીવવારૂપ સ્વાધીન–જીવન
પસંદ કર્યું હોવાથી શુભ–અશુભભાવોની કે તેના આલંબનરૂપ બાહ્યવિષયોની રુચિ છૂટી
ગઈ છે; તેમાં ક્યાંય પોતાનું જીવન કે સુખ ભાસતું નથી. શરીર વગર, ખોરાક વગર, રાગ
વગર મને મારું આત્મજીવન મળ્‌યું છે, એટલે સુખ માટે હવે બીજું કાંઈ શોધવાપણું રહ્યું
નહિ. આ શરીર આવ્યું ને છૂટયું–એ કાંઈ મારું જીવન નથી, મારું જીવન તો દેહ વગરનું
અનાદિઅનંત છે, સ્વયંસિદ્ધ પોતાથી જ છે. આવું લાંબુ અને સુખીજીવન આહાર વગર
જીવી શકાય છે, રાગ વગર જીવી શકાય છે. કેમકે સ્વવસ્તુનું અસ્તિત્વ જ એવું છે જે
ચેતનામય ને સુખમય રહ્યા કરે. તેને રહેવા માટે–ટકવા માટે–જીવવા માટે કોઈ બીજાની
જરૂર રહેતી નથી. અનંત સિદ્ધભગવંતો આવું સુખી જીવન સદાકાળ જીવે છે.
આવું સુખીજીવન જે આત્મભાવથી પ્રાપ્ત થાય તેનું નામ ધર્મ.
ધર્મ એટલે સુખ....ને સુખ એટલે આત્માનો ધર્મ.
ધર્મ વડે જ મહા આનંદથી ભરપૂર અમર–જીવન પ્રાપ્ત થાય છે.

PDF/HTML Page 17 of 45
single page version

background image
૧૪ : આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
નિશ્ચયથી કરવાયોગ્ય કાર્ય –
‘શુદ્ધનય’ એટલે શુદ્ધ આત્મસ્વરૂપનો અનુભવ,
– તે એક ક્ષણ પણ ભૂલીશ મા.
[સ. કળશ. ૧૨૨–૧૨૩ ઉપર, આત્મઅનુભવની ઉત્તમ પ્રેરણા આપનારું સુંદર પ્રવચન]
મોક્ષાર્થી જીવનું કાર્ય શું? મોક્ષાર્થી જીવને નિશ્ચયથી આટલું જ કાર્ય છે કે આત્માના
શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવો. શુદ્ધસ્વરૂપ એક ક્ષણ પણ વિસારવા યોગ્ય નથી. –આ જ
તાત્પર્ય છે, આ જ શ્રુતનો સાર છે. કેમકે શુદ્ધનય વડે શુદ્ધસ્વરૂપનો અનુભવ કરનાર જીવ
કર્મથી મુક્ત થાય છે. અને જેઓ શુદ્ધસ્વરૂપને નથી અનુભવતા, ને તેને છોડીને અશુદ્ધતાને
જ દેખે છે તે જીવો પોતાને અશુદ્ધ જ અનુભવતા થકા કર્મથી બંધાય છે. માટે મોક્ષાર્થીએ
શુદ્ધનય છોડવા જેવો નથી એ તાત્પર્ય છે.
‘શુદ્ધ–નય’ એટલે જે શુદ્ધ સ્વરૂપમાં લઈ જાય–દોરી જાય એવો ઉપયોગ તે શુદ્ધનય
છે; શુદ્ધ સ્વરૂપની સન્મુખ જઈને તેનો અનુભવ કરવો તે શુદ્ધનય છે. આવો શુદ્ધનય
સાધકજીવે ક્ષણમાત્ર પણ વિસારવા જેવો નથી, ભૂલવા જેવો નથી, છોડવા જેવો નથી.
આવા શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ શુદ્ધનય તે મોક્ષનું કારણ છે. તે શુદ્ધનયના અભાવમાં
બંધન થાય છે. શુદ્ધનયવડે શુદ્ધસ્વરૂપને જાણવાથી અનુભવવાથી જ શુદ્ધ આત્માની પ્રાપ્તિ
થાય છે.
સમ્યગ્દ્રષ્ટિ જીવે શુદ્ધનય વડે પોતાનું કાર્ય કર્યું છે; પોતાનું ઉત્તમ કાર્ય જે શુદ્ધ
સ્વરૂપનો અનુભવ, તે કાર્ય ધર્મીજીવે કરી લીધું છે, તેથી તે આત્માના સાચા કાર્યના કર્તા
(કાર્યકર) છે, તેને અહીં कृतिभि: કહ્યા છે. એવા સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્મા શુદ્ધનયને એટલે કે
પોતાના શુદ્ધ સ્વરૂપને ક્ષણમાત્ર પણ ભૂલતા નથી. શુદ્ધનય સાથે અતીન્દ્રિય સુખસ્વરૂપની
પરિણતિ પણ સતત ધારાવાહીપણે વર્તે છે. એવા ધર્માત્માને અંતરમાં પરમાત્મસ્વરૂપના
ભેટા થઈ ગયા છે, ને સંસારના અંત આવી ગયા છે. અહો! ધર્મીને નિજસ્વરૂપના
વિસ્મરણનો અવકાશ જ નથી; એને એ ગોખીગોખીને યાદ રાખવું નથી પડતું; તે–મય
સહજ પરિણતિ જ થઈ ગઈ છે.

PDF/HTML Page 18 of 45
single page version

background image
ચૈત્ર ૨૪૯૪ : આત્મધર્મ : ૧૫
શુદ્ધનય એટલે કે શુદ્ધ પરમાત્મસ્વરૂપનો અનુભવ ધર્મીને સદાય વર્તે છે, તે
અનુભવરૂપ શુદ્ધનય કેવો છે? કે સમસ્ત રાગ–દ્વેષ–મોહરૂપ અશુદ્ધતાનો અને કર્મોનો
મૂળમાંથી જ ક્ષય કરવાના સ્વભાવવાળો છે. નવમા કળશમાં પણ કહ્યું હતું કે જીવવસ્તુ
પ્રત્યક્ષપણે અનુભવનશીલ છે. તે જીવવસ્તુ બધા પ્રકારના વિકલ્પોની ક્ષયકરણશીલ છે.
ચૈતન્યવસ્તુ વિકલ્પની ઉત્પાદક કે રક્ષક નથી પણ નાશક છે. આવી જીવવસ્તુ જ્યાં
અનુભવમાં આવી ત્યાં સર્વ વિકલ્પનો ક્ષય થઈ ગયો.–એવો જ શુદ્ધજીવનો સ્વભાવ જ
છે. જેમ સૂર્યમાં અંધકાર નથી તેમ ચૈતન્યવસ્તુના અનુભવમાં વિકલ્પ નથી.
જ્યાં શુદ્ધ સ્વરૂપનો અનુભવનશીલ થયો ત્યાં તે જીવ કર્મોનો ક્ષયકરણશીલ
થયો. અંતરની શુદ્ધપરિણતિમાં આનંદના ચોક (સાથીયા) પૂરાયા છે. ચૈતન્યના
અનુભવમાં આનંદનો પ્રવાહ વહે છે–એ જ એની મોટપ છે. આવી મોટપ પુણ્યમાં નથી,
પુણ્યમાં આનંદનો પ્રવાહ નથી. અશુદ્ધનયથી જોતાં આવી ચૈતન્યવસ્તુ અનાદિથી છે. તે
ચૈતન્યનો અનુભવ એવો રામબાણ જેવો છે કે અશુદ્ધતાને અને કર્મને ક્ષય કરે જ.
આવા શુદ્ધ આત્માનો જેણે અનુભવ કર્યો તે ‘આતમરામ’ થયો. પહેલાં નિજ
સ્વરૂપને ભૂલીને પુણ્ય–પાપરૂપી પરભાવોમાં ભમતો ત્યારે ‘રખડતા રામ’ હતો–ચાર
ગતિમાં રખડતો હતો હવે શુદ્ધનયવડે નિજાત્મસ્વરૂપમાં સ્થિર થઈને ‘આતમરામ’ થયો.
–એ આતમરામની મહાન મોટપ છે કે તેની પરિણતિમાં સદાય પરમ આનંદની ધારા
વહે છે.
સંયોગ વડે કે રાગવડે આત્માની મોટાઈ નથી પણ શુદ્ધસ્વરૂપનો અનુભવ કરીને
અતીન્દ્રિય સુખરૂપે પરિણમે તે જ આત્માને મોટાઈ છે; તેમાં પરમાત્મપદની પ્રાપ્તિ
થાય છે.
નિર્વિકલ્પ વસ્તુ માત્ર આત્માની પ્રાપ્તિ કઈ રીતે થાય છે? તેની આ વાત છે.
શુદ્ધનયને ગ્રહણ કરીને શુદ્ધસ્વરૂપને અનુભવતાં રાગાદિમાં આત્મબુદ્ધિ તત્કાળ છૂટી જાય
છે ને શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. શુદ્ધસ્વરૂપની જે અનુભૂતિ એ જ એની પ્રાપ્તિ છે.
પ્રાપ્તિ એટલે પરિણમન; શુદ્ધતારૂપે પરિણમન થવું તે જ શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થઈ કહેવાય.
આવા શુદ્ધ સ્વરૂપને એક ક્ષણ પણ હે જીવ! તું ભૂલીશ મા. જ્ઞાનઘન ને આનંદકંદ તે તું
છો. રાગાદિ પરભાવ તે ખરેખર તું નથી. –આવા તારા સ્વરૂપને શુદ્ધનયથી સદા લક્ષમાં
રાખજે, એકક્ષણ પણ તેને ભૂલીશ મા.

PDF/HTML Page 19 of 45
single page version

background image
૧૬ : આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
શુદ્ધનયરૂપ ભાવશ્રુતજ્ઞાન વિકલ્પ વગર પ્રત્યક્ષપણે આત્માને અનુભવે છે; ભલે
કેવળ– જ્ઞાન જેવું પ્રત્યક્ષ નથી પણ સ્વસંવેદનરૂપ પ્રત્યક્ષ છે–સીધું આત્મસન્મુખ થઈને
તે જ્ઞાન આત્માને અનુભવે છે. તે અનુભવમાં આનંદની ધારા વહે છે.
રાગાદિ વિકલ્પોમાં કે સામગ્રીમાં આત્મબુદ્ધિ તે તો ભ્રમ છે, મૃગજળ–સમાન
(ધગધગતી રેતીમાં પાણીની કલ્પના સમાન) તે ભ્રમણા છે, જૂઠ છે. જેમ રેતીમાં પાણી
નથી તેમ શરીરાદિ જડમાં આત્મા નથી; જેમ રેતીમાં પાણી નથી તેમ રાગાદિમાં
આત્માની ચેતના નથી. કોઈ મૃગજળમાં પાણી માનીને તેનાથી તરસ છીપાવવા માંગે,
પણ તેનાથી કાંઈ તેની તરસ છીપે નહિ, ઊલ્ટો દુઃખી થાય, તેમ રાગાદિમાંથી કે
સામગ્રીમાંથી સુખ લેવા માંગે, તેનાથી આકુળતાની તૃષ્ણા મટાડવા માંગે, પણ તેનાથી
કદી સુખ મળે નહિ ને તૃષ્ણા મટે નહિ, ઊલ્ટો તે જીવ મિથ્યાભ્રમણાથી મહા દુઃખી થાય.
માટે કહે છે કે–
હે જીવ! એક ક્ષણ પણ શુદ્ધસ્વરૂપને ભૂલીને બીજે ક્યાંય આત્મબુદ્ધિ કરીશ
નહિ. સદાય શુદ્ધનયસ્વરૂપ શુદ્ધઆત્માને ઉપાદેય કરજે, –તેને શ્રદ્ધામાં રાખજે.
એના સિવાય બીજાનો આદર કદી કરીશ નહીં.

અરે, ચેતનહંસ તું
સિદ્ધભગવંતોની સાથે વસનારો, તેને
બદલે આ દેહપીંજરામાં તેં તારો
વસવાટ કર્યો? ચેતનપ્રભુ થઈને તને
જડ પીંજરામાં પૂરાવું કેમ ગમ્યું?
જ્ઞાનપાંખ લગાવીને અનુભવના
આકાશમાં ઊડ....અને પહોંચી જા તારા
સિદ્ધાલયમાં!

PDF/HTML Page 20 of 45
single page version

background image
ચૈત્ર ૨૪૯૪ : આત્મધર્મ : ૧૭
(અનુસંધાન પાન ૮ થી ચાલુ)
સામાન્ય અને વિશેષ બંનેમાં જ્ઞાન જ પ્રકાશી રહ્યું છે. જ્ઞેયોને જાણતી વખતે
પણ જ્ઞાન તો જ્ઞાનનું જ છે, જ્ઞાન કાંઈ જ્ઞયોનું નથી. રાગને જાણતી વખતે જ્ઞાન તો
જ્ઞાન જ છે, જ્ઞાન કાંઈ રાગ નથી. જ્ઞાન ને આનંદ તે મારો સ્વાદ છે. રાગાદિ તે મારો
સ્વાદ નથી–આવી ભિન્નતાનું ભાન ભૂલીને અજ્ઞાની જ્ઞાનને અને રાગાદિ જ્ઞેયોને
ભેળસેળ અનુભવે છે. હાથીની જેમ;– હાથીને ચૂરમું અને ઘાસ બંનેની ભિન્નતાનો વિવેક
નથી, બંનેને મિશ્રપણે ખાય છે; તેમ અજ્ઞાની જ્ઞાન અને રાગને મિશ્રપણે અનુભવે છે,
એટલે આનંદનો સ્વાદ તેને આવતો નથી.
અહીં તો કહે છે કે આવા ભિન્ન જ્ઞાનને જે અનુભવે છે તે સકલ શ્રુતરૂપ
જિનશાસનને અનુભવે છે. વિકલ્પને જ્ઞેય કરીને જે અટકે છે તે જિનશાસનને
અનુભવતો નથી, એટલે ભગવાનના ઉપદેશને જાણતો નથી. શુદ્ધ આત્માને જાણતો
નથી ને આનંદને પામતો નથી.
પર્યાય જ્યારે સામાન્યસ્વભાવ તરફ ઝુકી ત્યારે સામાન્યનો આવિર્ભાવ થયો
કહેવાય છે. પર્યાયમાં એકલા પરને જ દેખે ને સ્વને ન દેેખે તો તેેને સામાન્યનો
તિરોભાવ થઈ ગયો છે ને વિશેષનો આવિર્ભાવ થયો છે. જો કે વિશેષના આવિર્ભાવ
વખતેય જ્ઞાની તો જ્ઞાનને જ્ઞાનપણે જ દેખે છે, એટલે તે વિશેષ વખતેય પોતાને પરથી
ભિન્ન જ્ઞાનપણે જ અનુભવે છે. આવો અનુભવ તે જિનશાસન છે.
જિનશાસન એટલે શું? અથવા ભગવાનનો ઉપદેશ ક્યારે સમજ્યો કહેવાય?
તેની આ વાત છે. જ્ઞાનપર્યાય રાગથી ને પરસંયોગથી મુક્ત થઈને પોતાના
ચિદાનંદસ્વભાવમાં એકતારૂપે પરિણમી, તેમાં શુદ્ધ આત્માની અનુભૂતિ થઈ, તેને
જિનશાસન કહ્યું છે. આ જ ભગવાને ઉપદેશેલા સર્વ શ્રુતનો સાર છે.
સામાન્ય અને વિશેષ બંનેના આવિર્ભાવ વખતે પણ જ્ઞાન તો જ્ઞાન જ છે, જ્ઞાન
કાંઈ જ્ઞેયપણે પ્રસિદ્ધ નથી થતું પણ જ્ઞાન તો જ્ઞાનપણે જ પ્રસિદ્ધ