Atmadharma magazine - Ank 295
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૫
સળંગ અંક ૨૯૫
Version History
Version
Number Date Changes
001 Aug 2005 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
રજતજયંતિનું વર્ષ
ર૯પ
વીતરાગી સન્તો દ્વારા વિશ્વ શોભે છે
વિશ્વ શોભે છે તે માત્ર
વીતરાગભાવરૂપ ધર્મતીર્થવડે જ શોભે છે; એવા
તીર્થને સાધનારા ને પ્રવર્તાવનારા એવા સન્તો
જગતમાં શોભે છે. એવા સન્ત જ્યાં જ્યાં જાય ત્યાં
આનંદમંગળ વર્તે છે; ગ્રીષ્મના તીવ્ર તાપથી સંતપ્ત
જનોને મેઘવર્ષા વડે જેમ શાંતિ થાય છે તેમ
ભવતાપથી તપ્ત ભવ્યજીવોને વીતરાગી સન્તોની
વાણીરૂપ મેઘવર્ષા પરમ શાંતિ આપે છે. એવા
સન્ત દ્વારા આજે ભારતમાં સુવર્ણધામ શોભી રહ્યું
છે. સુવર્ણના સન્ત ભવ્યજીવોને વીતરાગમાર્ગ
દર્શાવીને અનંત શાંતિમય સુખધામમાં લઈ જાય
છે. અહો, એવા ઉપકારી સન્તોને નમસ્કાર હો.
ધન ધન જગમાં એવા સન્તો...સંગત જેની બહુ સારી.
તંત્રી : જગજીવન બાવચંદ દોશી • સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ર૪૯૪ વૈશાખ (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ રપ : અંક

PDF/HTML Page 3 of 45
single page version

background image
શાંત ધામાં સ્વાગતમ્
આત્મિક–આરાધનામય જેમનું જીવન છે અને ભવ્યજીવોને જેઓ સદાય
આત્મિક–આરાધનાનો સંદેશ આપી રહ્યા છે એવા કહાન ગુરુદેવને શતશત વંદન.

PDF/HTML Page 4 of 45
single page version

background image
: વૈશાખ : ર૪૯૪ “આત્મધર્મ” : ૧ :
આપણા પૂજ્ય ગુરુદેવ
આપણે અને ભારતના મુમુક્ષુઓએ હમણાં પરમ ઉલ્લાસ–
ભક્તિપૂર્વક ગુરુદેવની જન્મજયંતિનો ઉત્સવ ઉજવ્યો...ગુરુદેવના
જીવનમાં મુમુક્ષુ ભક્તો આટલા આનંદથી રસ લ્યે છે–કેમકે એમનું
પવિત્ર જીવન આપણને આત્મસાધનાની પ્રેરણા આપે છે,
આત્મહિતનો માર્ગ તેઓશ્રી આપણને દેખાડી રહ્યા છે. ધર્મની
સાધના એ જ જીવનની મહત્તા છે એમ તેમનું જીવન પ્રસિદ્ધ કરી
રહ્યું છે. એમનું જીવન એ પુરાણપુરુષોનું પૂર્વજીવન છે. જીવનમાં
આત્માર્થ સાધવા માટે જીવની કેટલી તૈયારી હોવી જોઈએ– એનો
આદર્શ ગુરુદેવના જીવનમાં જોવા મળે છે. આવા મહાપુરુષના
અંતરંગ જીવનની ઓળખાણ કરવા માટે અંતરની કોઈ જુદી દ્રષ્ટિ
જોઈએ...વિરલા જીવો એવી ઓળખાણ કરે છે. શ્રીમદ્ રાજચંદ્રના
શબ્દોમાં કહીએ તો ‘મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે.’
આપણા ગુરુદેવનું જીવન ભૂતકાળમાંય મહાન
વિશેષતાઓથી ભરપૂર હતું, વર્તમાનમાં તેમના જીવનની પરમ
વિશેષતાઓ આપણે નજરે નીહાળી રહ્યા છીએ, ને ભવિષ્યનું એમનું
જીવન જગતના જે સર્વોત્કૃષ્ટ પદને શોભાવશે–એની સ્મૃતિ પણ
આત્માને ધર્મોલ્લાસ જગાડે છે ને એ મંગલમૂર્તિ મહાત્મા પ્રત્યે દિવ્ય
બહુમાન જાગે છે, તથા એમ ધન્યતા અનુભવાય છે કે આવા મહાન
આત્માની સાથે જ, તેમના ચરણસમીપમાં આપણે વસી રહ્યા છીએ.
જે ગુરુદેવે જીવનમાં આત્મશોધ કરીને આપણને પણ એનો
નિઃશંકમાર્ગ દેખાડ્યો...એવા ગુરુદેવને દેહાતીત, જન્મ–મરણથી
રહિત અવિનાશી ચિન્માત્રસ્વરૂપે આત્મભાવે આપણે ઓળખીએ,
અને એવા આત્મભાવની ઉપાસના કરીને નિશ્ચય ગુરુસેવાનું
ઉત્તમફળ પ્રાપ્ત કરીએ...ને ઠેઠ મોક્ષનગરી સુધી ગુરુદેવની સાથે જ
રહીએ– એવી અંતરની ભાવના સાથે ગુરુદેવને અભિનંદીએ છીએ.
–બ્ર. હરિલાલ જૈન.

PDF/HTML Page 5 of 45
single page version

background image
: ૨ : “આત્મધર્મ” : વૈશાખ : ર૪૯૪
• મ.ગ.ળ.મ.ળ •
[પૂ. ગુરુદેવનો ૭૯મો
જન્મોત્સવ વીંછીયાનગરમાં
ઉજવાયો; તે ઉત્સવ પ્રસંગના
પ્રવચનોમાંથી ૭૯ પુષ્પોની
મંગળમાળા અહીં આપવામાં
આવી છે...સં૦
]
૧. અસંખ્યપ્રદેશી આત્મક્ષેત્ર એવું છે કે જેમાં અતીન્દ્રિય આનંદના
ને કેવળજ્ઞાનના પાક પાકે; આવા આત્માને શ્રદ્ધામાં–જ્ઞાનમાં–
અનુભવમાં લેવો તે મંગળ છે.
ર. આત્મામાં સર્વજ્ઞસ્વભાવ છે; તે સ્વભાવ જેમણે પૂર્ણ પ્રગટ
કર્યો તે સર્વજ્ઞદેવ છે.
૩. આ દેહમાં રહેલું આત્મતત્વ પણ એવું જ સર્વજ્ઞસ્વભાવી છે,
પણ જીવે પોતાનું સ્વરૂપ કદી જાણ્યું નથી.
૪. અનંતકાળથી નિજસ્વરૂપના ભાન વગર જ જીવ સંસારમાં
રખડ્યો છે, પણ જ્ઞાનીસંતની સાચી સેવા કદી કરી નથી.
પ. અરે જીવ! આ દેહમાં આત્મા કાયમ રહેવાનો નથી, તો એ
જડ દેહની હોંશ શી?
૬. તારું ચૈતન્ય સ્વરૂપ એ જ કાયમ રહેનાર છે, તેને દેહથી ભિન્ન
જાણીને તેનો ઉત્સાહ કર.
૭. સરખેસરખાની પ્રીતિ શોભે; ચેતનને ચેતનનો પ્રેમ શોભે;
પણ પોતે ચેતન થઈને જડનો પ્રેમ કરે છે–એ શોભતું નથી.
૮. અરે, જ્ઞાન અને રાગ પણ જુદી ચીજ છે, બંને એક નથી;
એટલે જ્ઞાનનો પ્રેમ છોડીને રાગનો પ્રેમ કરે એ જીવને શોભતું
નથી.

PDF/HTML Page 6 of 45
single page version

background image
: વૈશાખ : ર૪૯૪ “આત્મધર્મ” : ૩ :
૯. શુદ્ધનય વડે પોતાના આત્મસ્વભાવને બંધરહિત અનુભવવો
તે સમ્યગ્દર્શન છે. જૈનશાસનનું સાચું રહસ્ય આ શુદ્ધનય વડે
જ જણાય છે.
૧૦. આ ભવબંધનના દુઃખથી તારે છૂટવું હોય તો તારા શુદ્ધ
આત્માનો તું સત્કાર કર...તેની સન્મુખ થઈને તેનો પ્રેમ કર.
૧૧. આત્માને જાણવાથી સુખ થાય; પણ કેવા સ્વરૂપે આત્માને
જાણવો, અને કઈ રીતે તે જણાય તે વાત આ સમયસારની
૧૪મી ગાથામાં બતાવી છે.
૧ર. અત્યારે જ સ્વભાવદ્રષ્ટિથી જોતાં આત્મા ‘ભગવાન’ છે.
અનંત જ્ઞાનરૂપ ભગવાનપણું જો અત્યારે જ આત્મામાં ન
હોય તો તે ક્યાંથી આવશે?
૧૩. ભાઈ, પર્યાયમાં અશુદ્ધતા અને કર્મનો સંબંધ છે એટલો જ
આત્માને તું ન દેખ; પણ તેને અભૂતાર્થ કરીને, ભૂતાર્થદ્રષ્ટિથી
શુદ્ધ આત્માને જો...તેને શ્રદ્ધામાં ને અનુભવમાં લે.
૧૪. અભૂતાર્થ એવા અશુદ્ધભાવોનો અનુભવ તો તેં અનાદિથી
કર્યો, પણ તને સુખ ન મળ્‌યું; ભૂતાર્થસ્વભાવને શુદ્ધનય વડે
દેખતાં પરમ સુખ થાય છે.
૧પ. જેમ ‘શ્રી–ફળ’ તે ખરેખર છોતાં, કાચલી અને રાતીછાલ એ
ત્રણેથી ભિન્ન મીઠો સફેદ ગોટો છે; તેમ શ્રી–ફળ એટલે
સ્વરૂપની લક્ષ્મીથી શોભતો શુદ્ધ જ્ઞાન–આનંદનો ગોળો
આત્મા, તે દેહરૂપ છોતાંથી, કર્મરૂપી કાચલીથી, અને રાગરૂપી
રાતપથી જુદો છે.
૧૬. નિશ્ચયથી આવા શુદ્ધ આત્માની અનુભૂતિ તે ધર્મ છે; તે
જૈનશાસનનો સાર છે; તેમાં જ આત્માનો મીઠો આનંદસ્વાદ છે.
૧૭. અરે, આત્માના શુદ્ધસ્વરૂપને જાણ્યા વગર અજ્ઞાની જીવો
બીજી અનેક રાગક્રિયા વડે લાભ માની માનીને ચારગતિમાં
ટળવળે છે, પણ શુદ્ધફળને પામતા નથી.
૧૮. શુદ્ધ આત્માના અનુભવ વડે પરમ આનંદની પ્રાપ્તિ એ જ
અનેકાન્તનું સાચું ફળ છે.
૧૯. ભાઈ, આત્માની શ્રદ્ધા અને અનુભવ કરવામાં જગતની કોઈ
પ્રતિકૂળતા નિર્ધનતા કે મોંઘવારી નડતી નથી, અને બહારની
અનુકૂળતા તેમાં મદદ પણ કરતી નથી.

PDF/HTML Page 7 of 45
single page version

background image
: ૪ : “આત્મધર્મ” : વૈશાખ : ર૪૯૪
ર૦. આત્મા–સ્વયં રાગથી પાર થઈને શુદ્ધનય વડે પોતે પોતાને
શુદ્ધસ્વરૂપે અનુભવે છે. આવો અનુભવ કરે ત્યારે જ જીવ
ધર્મી થાય છે.
ર૧. પુણ્ય–પાપની વૃત્તિઓ તે શુદ્ધઆત્માની અનુભૂતિમાં નથી; એ
બંને પ્રકારની વૃત્તિઓ મલિન છે, તેનાથી જુદી શુદ્ધ–ચૈતન્યની
જે અનુભૂતિ છે તે અત્યંત પવિત્ર છે.
રર. અનુભવ માટે જિજ્ઞાસુ થઈને શિષ્ય પૂછે છે–પ્રભો! આપે
કહ્યો એવો શુદ્ધાત્મા કંઈક લક્ષમાં તો લીધો, તેવા આત્માની
અનુભૂતિ કેમ થાય? અશુદ્ધતા હોવા છતાં શુદ્ધઆત્મા કઈ
રીતે અનુભવમાં આવે?
ર૩. શ્રીગુરુ બે નયના ખુલાસા વડે તેને અનુભવની રીત સમજાવે
છે : ભાઈ! જે અશુદ્ધભાવો છે તે શુદ્ધનયના વિષયમાં નથી.
માટે શુદ્ધનયનું અવલંબન લઈને આત્માનો અનુભવ કરતાં,
અશુદ્ધતા રહિત એવો શુદ્ધ આત્મા તને અનુભવમાં આવશે.
ર૪. જેણે આવો અનુભવ કર્યો તેનું જીવન સફળ છે.
રપ. પર્યાયમાં અશુદ્ધતા અને કર્મસંયોગ દેખાય છે–છતાં તેના
વગરનો આત્મા અનુભવી શકાય છે;– કેમ કે તે ભાવો
આત્માનો ભૂતાર્થસ્વભાવ નથી, પણ અભૂતાર્થ છે, આત્માના
સ્વભાવની અનુભૂતિથી તે બહાર છે.
ર૬. અરે જીવ! તારા ભૂતાર્થ શુદ્ધસ્વભાવને તેં રુચિથી સાંભળ્‌યો નથી.
તારા સ્વભાવની એ દુર્લભ વાત સન્તો તને સમજાવે છે. રુચિ
કરીને લક્ષમાં લેતાં આત્મા ન્યાલ થઈ જાય–એવો આત્મસ્વભાવ છે.
ર૭. પાણીનો સંયોગ હોવા છતાં જેમ કમળપત્રના અલિપ્ત
સ્વભાવને પાણી અડયું નથી; તેમ કર્મનો સંબંધ હોવા છતાં
અસ્પર્શી–ચિદાનંદસ્વભાવની સન્મુખ થઈને અનુભવ કરતાં
આત્મા કર્મસંબંધ વગરનો અનુભવાય છે.
ર૮. ભાઈ, પરના સંબંધવાળો અશુદ્ધઆત્મા જ તેં અનાદિથી
અનુભવ્યો; પણ હવે શુદ્ધનયવડે સ્વભાવની સમીપ આવીને
શુદ્ધપણે આત્માને અનુભવમાં લે.
ર૯. જેમ પર્યાયમાં અશુદ્ધતા અનાદિથી છે તેમ શુદ્ધસ્વભાવ પણ
અનાદિથી છે, પણ શુદ્ધને ભૂલીને એકલા અશુદ્ધપણે જ પોતાને
અનુભવે છે. –એ અશુદ્ધઅનુભવનું નામ જ સંસાર છે, તે દુઃખ છે.
૩૦. શુદ્ધસ્વભાવ હું, ને અશુદ્ધતા હું નહિ –એમ ભેદજ્ઞાનવડે નિર્ણય
કરીને શુદ્ધપણે પોતાને અનુભવવો તે મોક્ષનો ઉપાય છે, તે સુખ છે.

PDF/HTML Page 8 of 45
single page version

background image
: વૈશાખ : ર૪૯૪ “આત્મધર્મ” : ૫ :
૩૧. સ્વલક્ષ ચૂક્યો તે દુઃખ; સ્વલક્ષ કરવું તે સુખ.
૩ર. અતીન્દ્રિય આનંદના બરફનો ડુંગર આત્મા, તેમાં રાગ–દ્વેષરૂપી
અગ્નિ કેવો? ચૈતન્યની અનુભૂતિની પરમશાંત ગૂફામાં શુભાશુભ–
રાગની આકુળતારૂપ આતાપ નથી.
૩૩. ભાઈ, જ્યાં રાગ પણ તારા શુદ્ધ સ્વરૂપમાં નથી ત્યાં જડ શરીર
તારું ક્યાંથી થઈ ગયું? જડ શરીરની ક્રિયાઓમાં તું નથી, તું તો
તેનાથી અત્યંત ભિન્ન છો; એ જડને તું સ્પર્શ્યો પણ નથી.
૩૪. જેમ બરફની પાટમાં સર્વત્ર ઠંડક જ ભરી છે, તેમ શુદ્ધનયવડે
ચૈતન્યસ્વરૂપ આત્માને અનુભવતાં તેમાં સર્વત્ર અતીન્દ્રિય શાંતિ જ
ઠાંસીઠાંસીને ભરેલી છે, આકુળતાનો અંશ પણ એમાં નથી.
૩પ. –પણ આવો અનુભવ કરવા માટે એકવાર મરણીયો થઈને
આત્મામાં ઊતરવું જોઈએ.
૩૬. અરે ભાઈ! તારું જે સ્વરૂપ સન્તો કહે છે તે વિચારીને એકવાર હા
તો પાડ! પોતાનું સ્વરૂપ પોતે યથાર્થ વિચારમાં પણ કદી લીધું નથી.
૩૭. આત્માનો સ્વભાવ સમીપ(તન્મયરૂપ) હોવા છતાં રાગમાં
એકતાબુદ્ધિને લીધે અજ્ઞાનીને તે દૂર લાગે છે. અરે! પોતાનો
સ્વભાવ પોતાથી દૂર! –એ તે કેવી રમત? –(દૂર કાં પ્રભુ દોડ તું!
મારે રમત રમવી નથી...)
૩૮. સ્વભાવથી દૂર તે દુર્ગતિ: સ્વભાવની સમીપતા–એકતા તે સુગતિ
(મોક્ષ) સ્વદ્રવ્યના આશ્રયે સુગતિ ને પરદ્રવ્યના આશ્રયે
ચારગતિરૂપ દુર્ગતિ.
૩૯. અહો, આવા શુદ્ધ સ્વતત્ત્વના અનુભવની રીત બતાવીને સન્તોએ
પરમ ઉપકાર કર્યો છે...તેમાં આત્માની દરકાર કરીને અંદર લક્ષ
કરવા જેવું છે.
૪૦
૭૯ પુષ્પોની મંગળમાળાના આ બરાબર વચલા મણકા વડે પૂ.
ગુરુદેવને હજારો ભક્તો હૈયાના ઉમળકાથી અભિનંદે છે: અહો!
સ્વાનુભૂતિદાતાર ગુરુદેવ! આપનો ઉપકાર અજોડ છે.
૪૧. સર્વજ્ઞ ભગવાને જેવો આત્મા દેખ્યો તેવો આત્મા જે પોતામાં દેખે
તેને સમ્યગ્દર્શન છે.

PDF/HTML Page 9 of 45
single page version

background image
: ૬ : “આત્મધર્મ” : વૈશાખ : ર૪૯૪
૪ર. રે જીવ! દેહ અને રાગની સમીપતા વડે જે અનુભવ થાય તે તું નથી;
પણ તેનાથી દૂર (એટલે કે ભિન્ન) થઈને, અને શુદ્ધસ્વભાવની
સમીપ(એટલે કે એકત્વરૂપ) થઈને જે અનુભવ થયો તે તું છો.
૪૩. ‘આત્માના સ્વભાવની સમીપતા’ કહેતાં તેમાં દ્રવ્ય–ગુણ–પર્યાય
ત્રણે આવી ગયા; તે અનુભવને જ આત્મા કહ્યો. (આત્મા તે
દ્રવ્ય; સ્વભાવ તેના ગુણો; ને તેની સમીપતા તે નિર્મળ પર્યાય.)
આવા આત્મઅનુભવને જિનશાસન કહ્યું છે.
૪૪. અનંતાજીવો આવો આત્મઅનુભવ કરીકરીને સિદ્ધપદ પામ્યા છે,
ને તારામાં પણ એવો અનુભવ કરવાની તાકાત છે, તેથી તેનો
ઉપદેશ શ્રીગુરુએ આપ્યો છે.
૪પ. અરે, ચાર ગતિમાં અવતાર ધારણ કરી કરીને ભટકવું તે તો
ભગવાન આત્માને કલંક છે; તે કલંક મટાડવું હોય ને ચાર ગતિથી
છૂટીને સિદ્ધપદ પામવું હોય તો તારા આત્મસ્વભાવની સન્મુખ થઈને
શુદ્ધપણે તેનો અનુભવ કર. –એવો અનુભવ તે મોક્ષનો ઉપાય છે.
૪૬. શુદ્ધઆત્માના અનુભવને ‘શુદ્ધનય’ કહ્યો, ને તેને જ ‘આત્મા’
કહ્યો. –આવા આત્માનો અનુભવ તે સમ્યગ્દર્શનની રીત છે.
૪૭. તારો આત્મા પોતે ભગવાન છે, પોતે અનંત આનંદનો નિધાન
છે, તેની સમીપ જા... તો તને આનંદના નિધાન મળે.
૪૮. મારી આનંદદશાને મારા સ્વભાવ સાથે સંબંધ છે, મારી
આનંદદશાને બીજા સાથે સંબંધ નથી.–એમ ધર્મી અનુભવે છે.
૪૯. શુભ–અશુભ ભાવો તો આત્માની શુદ્ધતાને હણીને ઉત્પન્ન થાય
છે; શુદ્ધપર્યાયરૂપ આનંદદશાનો ઘાત થયો ત્યારે શુભ–અશુભ
રાગની ઉત્પત્તિ થઈ; –તો શુદ્ધતાના ઘાતક તે ભાવને આત્માનો
સ્વભાવ કેમ મનાય?
પ૦. આત્માનું જ્ઞાન તો શાંત–અનાકુળ આનંદથી ભરેલું છે; ને રાગાદિભાવો
દુઃખરૂપ આકુળતાવાળા છે.–એમાં બંનેની ભિન્નતા ઓળખીને, રાગથી
જુદા જ્ઞાનભાવપણે આત્માને અનુભવવો–તે ધર્મ છે.
પ૧. શુદ્ધસ્વભાવ સાથે સંબંધ થયો(એકતા થઈ) તેટલી પર્યાય સાચી;
રાગ સાથે સંબંધ થયો તે પર્યાય ખરેખર આત્માનું સ્વરૂપ નહિ.
પર. આત્માના શીતળ ચૈતન્યસ્વભાવથી દૂર જે રાગાદિભાવો તેમાં તો
આકુળતાની બળતરા છે શીતળસ્વભાવના અનુભવ વગરનો અજ્ઞાની
જે કાંઈ કરે તે કલેશ અને દુઃખ જ છે...શુભરાગ પણ આકુળતા જ છે.
પ૩. એક ક્ષણ પણ તારા શુદ્ધ આત્મસ્વરૂપને ભૂલીશ મા.

PDF/HTML Page 10 of 45
single page version

background image
: વૈશાખ : ર૪૯૪ “આત્મધર્મ” : ૭ :
પ૪. પર્યાયદ્રષ્ટિએ કર્મનો સંબંધ હોવા છતાં શુદ્ધદ્રષ્ટિએ જોતાં કર્મથી
અલિપ્ત આત્મસ્વભાવ છે–એમ જિનશાસન દેખાડે છે.
પપ. એકરૂપ જ્ઞાનસ્વભાવે આત્માને અનુભવે ત્યારે સમ્યગ્દર્શન થાય
અને ત્યારે જીવ જિનશાસનમાં આવ્યો કહેવાય. તેની જે
અનુભવદશા તે જ જૈનશાસન છે.
પ૬. આત્મા પોતાના અસંખ્યપ્રદેશી સ્વક્ષેત્ર વાળો છે. પર્યાયદ્રષ્ટિએ
જોતાં નર–નારકાદિ ભિન્ન–ભિન્ન આકારો છે પણ તે અભૂતાર્થ છે.
ભૂતાર્થસ્વભાવ એકરૂપ અસંખ્યપ્રદેશી જ્ઞાનસ્વભાવપણે જ સદાય
રહેલો છે.
પ૭. અરે, આ જીવન પૂરું થઈને ભવ પલટવાના ટાણાં આવ્યા છતાં
જીવ પોતાના સ્વરૂપની સંભાળ કેમ કરતો નથી?
પ૮. ઈન્દ્રો સ્વર્ગમાંથી ઊતરીને મનુષ્યલોકમાં તીર્થંકર વગેરે પાસે જે ધર્મની
વાત સાંભળવા આવે છે તે ધર્મ કેવો મહિમાવંત હશે!! શું શુભ–
રાગની ને પુણ્યની જ વાત સાંભળવા ઈન્દ્રો સ્વર્ગમાંથી આવતા હશે?
પ૯. આત્માના ચિદાનંદસ્વભાવનો મહિમા શુભ–રાગથી પણ પાર છે.
૬૦. આત્માના પોતાના સ્વદ્રવ્ય–સ્વક્ષેત્ર–સ્વકાળ ને સ્વભાવનું મનન
કરતાં તેમાંથી અલૌકિક રહસ્ય નીકળે છે.
૬૧. ‘આત્મા’ તેને કહ્યો કે જેના અનુભવથી પરમ આનંદ થાય છે.
રાગાદિના અનુભવમાં આનંદ નથી, તેથી તે ખરેખર આત્મા નથી.
૬ર. દ્રવ્ય શું, પર્યાય શું? શુદ્ધ શું, અશુદ્ધ શું? એમ બંને પડખાંને જાણીને
જેના અનુભવથી આત્માને આનંદ થાય તેનો આદર કરવો.
૬૩. શુદ્ધનય અને વ્યવહારનય એ બન્ને નયને જાણીને, શુદ્ધનયના,
વિષયરૂપ શુદ્ધ આત્મસ્વભાવને અનુભવતાં સમ્યગ્દર્શન અને
પરમ આનંદ થાય છે.
૬૪. વ્યવહારના વિષયરૂપ જે અશુદ્ધતા કે ભેદ, તેના અનુભવથી
આનંદ થતો નથી, માટે તેને ખરેખર આત્મા કહેતા નથી, એટલે
તે આદરણીય નથી.
૬પ. આત્મા છે–પણ તે દેખાતો કેમ નથી? ભાઈ! આ બધાને જે જાણે
છે તે કોણ છે? બધાંને જાણનાર પોતે જ આત્મા છે; તે અંતર્મુખ
થઈને પોતે પોતાને પણ જાણી શકે છે.
૬૬. અરે જીવ! અનેકવિધ વિપરીત કલ્પના કરીને તારા આત્માને જ તું
ભૂલ્યો. આત્મા નથી–અર્થાત્ હું નથી એમ કહેનાર પોતે જ અસ્તિરૂપ
છે.–છતાં આશ્ચર્ય છે કે પોતે પોતાના અસ્તિત્વની ના પાડે છે!
૬૭. જે જ્ઞાનની સાથે સુખ ન હોય એને તો જ્ઞાન કોણ કહે? આત્મા
સારભૂત છે કેમકે તેને જાણતાં જાણનારને સુખ થાય છે.

PDF/HTML Page 11 of 45
single page version

background image
: ૮ : “આત્મધર્મ” : વૈશાખ : ર૪૯૪
૬૮. શુદ્ધઆત્માના જ્ઞાનથી સુખ છે; શુદ્ધઆત્માના જ્ઞાન વગર અન્યને
જાણતાં સુખ નથી એકલી અશુદ્ધતાને જાણ્યા કરે તેથી સુખ નથી.
શુદ્ધાત્માને જાણતાં સુખ છે માટે શુદ્ધઆત્મા જ સારરૂપ છે.
૬૯. શુદ્ધઆત્માની સન્મુખ થઈને જે જ્ઞાન થાય તેને ખરૂં જ્ઞાન કહે છે,
તે જ સમ્યકત્વ છે, તે જ સુખ છે; તે જ ધર્મ છે.
૭૦. હજી તો જ્ઞાનની પર્યાય આત્માથી પોતાથી છે, ને બીજાથી નથી–
એમ પર્યાયની સ્વતંત્રતા પણ જેને ન બેસે તેને તો પર્યાયને
અંતરમાં વાળીને શુદ્ધનયના અનુભવનો અવસર કેવો?
૭૧. અરે, પોતાની પર્યાયને પરાધીન મનાવે, કર્મને લીધે મનાવે તે તો
કર્મ સામે જ જોયા કરે, તે જ્ઞાનસ્વભાવ સામે ક્યારે જુએ?
૭ર. પર્યાય પરને લીધે નહિ ને એકલી પર્યાય જેટલો આખો આત્મા નહિ,
આત્મા તો અખંડ સ્વભાવથી પરિપૂર્ણ છે. –એને શુદ્ધનય દેખે છે.
૭૩. શુદ્ધનયરૂપી આંખ જેને ઊઘડી નથી તેને ધર્મ થતો નથી, તે
ચૈતન્યસૂર્યને દેખતો નથી.
૭૪. અહા, ઝગઝગતો ચૈતન્યસૂર્ય તેના સ્વાનુભવ વડે જેણે જ્ઞાનકિરણ
પ્રગટ કર્યા તેનો અવતાર સફળ છે.
૭પ. પોતાના આત્માને શુદ્ધપણે જાણ્યો ત્યારે અરિહંતપ્રભુ વગેરેની
શુદ્ધિને ઓળખી; આવી ઓળખાણ કરે ત્યારે જ સાચી સ્તુતિ થાય.
૭૬. અહો, અમે તને આવો જ્ઞાયકઆત્મા સમયસારમાં દેખાડ્યો તેને
હે ભવ્ય! તું પ્રમાણ કરજે...હા પાડીને તેવો સ્વાનુભવ કરજે.
૭૭. આત્મામાં વીરપણું છે, વીરપણું આત્મામા જાણીને તેનું જ્ઞાન–ધ્યાન
કરતાં આત્મામાં વીરતા પ્રગટે છે...ને જીતના નગારાં વાગે છે.
૭૮. જિનવાણી પરમાગમ–કે જેને કેવળજ્ઞાનરૂપી શરીર છે, તે
જિનવાણી આત્માનો પરમ શુદ્ધસ્વભાવ દેખાડે છે.
૭૯. સ્વભાવની શ્રદ્ધારૂપી બીજ ઊગી તે કેવળજ્ઞાનરૂપી પૂર્ણિમા થયે
છૂટકો. –એ મહા મંગળ છે.
‘સાત’ ને ‘નવ’ સોળ છે પરિપૂર્ણ કહેવાય; જન્મોત્સવ ગુરુદેવનો
આનંદથી ઉજવાય. ગુરુ બતાવે પૂર્ણપદ આનંદ મંગલકાર; દેખો સૌ
ભવ્યો તમે થાશો ભવથી પાર. બીજ ઊગી ગુરુદેવને, એ થાશે કેવળ
પૂર્ણ; સૂર્ય કીર્તિ સમ શોભશે, સર્વ અંગથી ધર્મ. જન્મોત્સવ–જયમાલિકા
નગર વીંછીયા ગામ; ચંદ્રપ્રભુ જિન ચરણમાં ફરી ફરી કરું પ્રણામ.
(બ્ર. હ. જૈન)

PDF/HTML Page 12 of 45
single page version

background image
: વૈશાખ : ર૪૯૪ “આત્મધર્મ” : ૯ :
ધર્મી જીવ કેવા છે?
(મોરબી–વાંકાનેર ચૈત્ર સુદ ૮ થી ૧પ સ.ગા.૭પ)

ભગવાન આત્મા દેહથી ભિન્ન જ્ઞાનતત્ત્વ છે; આવા આત્માનું જ્ઞાન થતાં શું
થાય? એટલે કે જે જ્ઞાની થયો તે જીવ કઈ રીતે ઓળખાય? તેની આ વાત છે. આ
સમજતાં અંદરમાં પોતાને તેવું ભેદજ્ઞાન થાય છે.
જડ–અચેતનથી તો સદાય ભિન્ન આત્મા છે; અંદર રાગની વૃત્તિથી પણ જુદું જે
જ્ઞાનતત્ત્વ, તેનામાં સર્વજ્ઞ થવાની તાકાત છે. આત્માની શક્તિનું ભાન કરીને જે સર્વજ્ઞ
થયા, તેમણે જોયેલું ને અનુભવેલું આત્મતત્ત્વ કેવું છે? તેનું ચિહ્ન શું છે? તે ઓળખ્યા
વગર ધર્મ થાય નહિ. જ્ઞાન ને આનંદથી ભરેલું આત્મતત્ત્વ અનુભવમાં લઈને જેઓ
વીતરાગ–સર્વજ્ઞ પરમાત્મા થયા તેમની વાણી તે શાસ્ત્ર છે. આ સમયસાર તે સર્વજ્ઞ
ભગવાનની વાણી છે. સર્વજ્ઞપરમાત્માની વાણી ઝીલીને શ્રી કુંદકુંદાચાર્યદેવે તે રચ્યું છે.
તેમાં આ ૭પ મી ગાથામાં જ્ઞાનીનું ચિહ્ન ઓળખાવતાં કહે છે કે–
પરિણામ કર્મતણું અને નોકર્મનું પરિણામ જે,
તે નવ કરે જે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે.
જ્ઞાની પોતાને જ્ઞાનસ્વભાવરૂપ જાણે છે; જ્ઞાનથી ભિન્ન એવા કર્મ કે શરીરાદિને
અંશમાત્ર પોતાના જાણતા નથી; જ્ઞાનભાવરૂપ જે કાર્ય તેને જ તે કરે છે. આવા
જ્ઞાનકાર્યના કર્તાપણે જ્ઞાની ઓળખાય છે.
પોતાના સ્વરૂપની સાવધાનીનો અભાવ તે મોહભાવ છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે–
ઉપજે મોહ–વિકલ્પથી સમસ્ત આ સંસાર;
અંર્તમુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.
આવા મોહનો નાશ કર્યા વગર, એટલે કે નિજસ્વરૂપના અવલોકન વગર, જીવે
વ્રત–તપ–ત્યાગ–દાન–દયા વગેરે શુભપરિણામ પણ અનંતવાર કર્યા, પણ જે ખરૂં
નિજસ્વરૂપ છે તેને ન સમજવાથી સંસારમાં જ રખડ્યો. અહીં કહે છે કે ભાઈ! જે
શુભરાગ છે તે કાંઈ જ્ઞાનીનું ચિહ્ન નથી. શુભરાગ વડે જ્ઞાની ઓળખાતા નથી. પણ

PDF/HTML Page 13 of 45
single page version

background image
: ૧૦ : “આત્મધર્મ” : વૈશાખ : ર૪૯૪
શુભાશુભ સમસ્ત રાગથી ભિન્ન એવું જે જ્ઞાન, તે જ્ઞાનના કર્તારૂપ આત્મસ્વભાવની
ઓળખાણ–અનુભૂતિ તે જ્ઞાનીનું ચિહ્ન છે, તે જ જ્ઞાનીનું કાર્ય છે. રાગ તે ધર્મીનું કાર્ય
નથી, દેહની ક્રિયા તે ધર્મીનું કાર્ય નથી.
જ્ઞાનીને નિજસ્વરૂપના અંતર્મુખ અવલોકનથી વીતરાગી આનંદપર્યાય પ્રગટ
થાય છે તેનો તે કર્તા છે; બહિર્મુખ ભાવોનો કર્તા તે નથી, તેનાથી તો તે પોતાને ભિન્ન
અનુભવે છે. રાગ તે આત્માથી જુદો પડી જાય છે માટે તે આત્મભાવ નથી, તે જ્ઞાનીનું
લક્ષણ નથી, તે જ્ઞાનીનું કાર્ય નથી. જ્ઞાનીનું કાર્ય તો જ્ઞાનમય હોય. ચૈતન્યરસના
અનુભવની ખુમારી જ્ઞાનીને કદી ઊતરતી નથી.
આત્મા ભગવાન છે...જ્ઞાન ને આનંદથી ભરેલું જે મહિમાવંત તત્ત્વ તે આત્મા
છે; કર્મ અને શરીરાદિનાં પરિણામ તેનાથી બાહ્ય છે, તેનો કર્તા જીવ નથી. જીવનું સ્વરૂપ
શું છે? તે જાણ્યાં વગર જ્ઞાનીના ચિહ્નની ખબર પડે નહિ. ‘આ જ્ઞાની છે, આ ધર્માત્મા
છે, આ મોક્ષમાર્ગના સાધક છે’ એમ કયા લક્ષણથી ઓળખાય? તેની આ વાત છે. રાગ
તે આત્માનો સ્વભાવ નથી. તે આત્માનું લક્ષણ નથી; તેથી રાગની અનુભૂતિ વડે જ્ઞાની
ઓળખાતા નથી. જ્ઞાનીએ અંતરમાં સર્વજ્ઞસ્વભાવી આત્માને જાણ્યો છે, તેથી તે
જ્ઞાનપરિણામને જ કરે છે. એટલે એવા જ્ઞાનપરિણામના કર્તૃત્વ વડે જ્ઞાની ઓળખાય
છે. જેને રાગનું કર્તૃત્વ છે તે જ્ઞાની નહિ; જેને દેહનું–કર્મનું–જડનું કર્તૃત્વ છે તે જ્ઞાની
નહિ. જ્ઞાની એટલે જ્ઞાનસૂર્ય; તે જ્ઞાનસૂર્યનાં કિરણો તો નિર્મળ જ્ઞાનમય છે;
જ્ઞાનકિરણોમાં રાગાદિ મેલ નથી.
જ્ઞાનીને જ્ઞાનની ભૂમિકામાં જ્ઞાનનું જ કર્તૃત્વ છે, રાગનું કર્તૃત્વ નથી; છતાં તે
ભૂમિકાને યોગ્ય પૂજા–ભક્તિ–યાત્રા ઈત્યાદિ દેવ–ગુરુના બહુમાનના શુભભાવ આવે છે.
પણ તે શુભભાવ પોતે કાંઈ જ્ઞાનીનું ચિહ્ન નથી. તે શુભરાગ જ્ઞાનનું પરજ્ઞેય છે, તે
જ્ઞાનનું સ્વજ્ઞેય નથી. રાગને જે સ્વજ્ઞેયપણે અનુભવે છે તેણે ચૈતન્યના અંતરખજાનાને
તાળા માર્યા છે. ચૈતન્યપ્રભુ પ્રશમરસનો શાંતપિંડ, તેમાં રાગની આકુળતા નથી.
આત્માનું સ્વજ્ઞેય તો જ્ઞાનમય છે;– જેને જાણતાં–આનંદ પ્રગટે ને જન્મમરણનો અંત
આવે–એવું પરમતત્ત્વ સ્વજ્ઞેય આત્મા છે. આવા આત્માને સ્વજ્ઞેય કરતાં સમ્યગ્દર્શન થયું
ને આનંદનો અનુભવ પ્રગટ્યો તે જ જ્ઞાનીનું ચિહ્ન છે.
જેમ માટી ઘડા સાથે એકરૂપ થઈને તેની કર્તા છે, તેમ જ્ઞાની રાગાદિ સાથે
એકરૂપ થઈને તેનો કર્તા નથી, પણ તેનાથી ભિન્નપણે તેનો જ્ઞાતા જ છે. જે જ્ઞાતા–
પરિણામ છે તેની સાથે એકરૂપપણે જ્ઞાની તેના કર્તા છે. તે જ્ઞાનપરિણામમાં રાગાદિનું
કર્તૃત્વ નથી; એવા જ્ઞાનપરિણામ વડે જ જ્ઞાની ઓળખાય છે.
ભગવાન આત્મા રાગાદિથી રહિત ચેતનસ્વભાવી છે; છતાં રાગ વડે તેની પ્રાપ્તિ
થવાનું જે માને છે તે રાગને જ આત્મા માને છે; રાગથી રહિત એવા જ્ઞાનપણે

PDF/HTML Page 14 of 45
single page version

background image
: વૈશાખ : ર૪૯૪ “આત્મધર્મ” : ૧૧ :
પોતાનું અસ્તિત્વ તેને ભાસતું નથી, એટલે તે જ્ઞાનરૂપ થતો નથી પણ અજ્ઞાની રહે છે.
દેહ અને રાગાદિપણે જ પોતાને અનુભવે છે તે અજ્ઞાનીનું લક્ષણ છે.
જ્ઞાનપરિણામ અને રાગપરિણામ એકકાળે વર્તતા હોય તેમાંથી, જ્ઞાની
જ્ઞાનપરિણામમાં વર્તતા થકા તેના કર્તા છે. રાગપરિણામમાં તે તન્મયપણે વર્તતા નથી
ને તેના કર્તા થતા નથી. ધર્મીની દ્રષ્ટિમાં શુદ્ધ આત્મદ્રવ્ય છે, તેનો જ તેને પ્રેમ છે.
આત્માનો પ્રેમ છોડીને જેને પરભાવનો પ્રેમ થાય તેને અનંતાનુબંધી ક્રોધ છે, મિથ્યાત્વ
છે, તે સંસારનું મૂળ છે. તે મૂળિયું જેણે સમ્યગ્દર્શન વડે છેદી નાંખ્યું છે એવા જ્ઞાનીની
દશા કેવી અલૌકિક હોય તેની આ વાત છે.
જ્ઞાની આત્મપરિણામનો કર્તા છે; આત્મપરિણામ એટલે મોક્ષમાર્ગનાં પરિણામ;
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે નિર્મળ આત્મભાવ છે તે ધર્મીનું કાર્ય છે, તે કાર્યના
કર્તાપણે ધર્મી ઓળખાય છે. રાગવડે આસ્રવને બંધ ઓળખાય છે, તેના વડે ધર્મી
ઓળખાતા નથી. ધર્મીની ઓળખાણ ધર્મવડે થાય. ધર્મ એટલે જ્ઞાનપરિણામ, તે
જ્ઞાનપરિણામને જ કર્મપણે કરીને, તેના કર્તાપણે ધર્મીનો આત્મા પરિણમે છે. આ રીતે
પરથી અને રાગથી ભિન્ન આત્માને સ્વજ્ઞેય કર્યો છે,– તે જ જ્ઞાનીની નિશાની છે. રાગથી
ભિન્ન જ્ઞાનની વાનગી જેના સ્વાદમાં આવી નથી ને એકલા રાગના જ સ્વાદને વેદે છે
તેને જ્ઞાનીની ઓળખાણ નથી.
જુઓ, ભગવાન મહાવીર પરમાત્મા આવા ભાન સહિત જન્મ્યા હતા; આવા
સ્વરૂપે ઓળખે તો મહાવીરને ઓળખ્યા કહેવાય; બાકી મહાવીર ભગવાનના
જન્મોત્સવના નામે લોકો બહારમાં સભા વગેરે કરે, પણ અંદરમાં મહાવીર ભગવાને
કહેલા આવા આત્મસ્વરૂપના લક્ષ વગર વીરપ્રભુનો માર્ગ હાથમાં ન આવે. જેણે દેહથી
ભિન્ન રાગથી ભિન્ન ચૈતન્યનું ભાન કર્યું તેણે મહાવીર પ્રભુની સાચી સ્તુતિ કરી.
આ બહારનું શરીર તે તો અરૂપી ચૈતન્ય ઉપર વીંટાળેલા ચામડા જેવું છે; આત્મા
કાંઈ તે–રૂપ થયો નથી; તેના વડે આત્મા ઓળખાતો નથી. આત્મા તો પોતાના સ્વધર્મ
વડે ઓળખાય છે, એટલે જ્ઞાન–આનંદરૂપ નિર્મળ પરિણામ તે આત્માને ઓળખવાનું
ચિહ્ન છે. આવા ચિહ્નથી આત્માને ઓળખતાં સમ્યગ્દર્શનાદિ થાય છે.
સમ્યગ્દ્રષ્ટિ રાગાદિને પરજ્ઞેય જાણે છે; જ્ઞાયકસ્વભાવ તરફ ઢળતો ભાવ, અને
બહિરમુખી ભાવ–એ બંનેની જાત જ જુદી છે. એ બાહ્યભાવ વડે આત્મા ઓળખાતો
નથી. આત્માની ઓળખાણ આત્મભાવ વડે થાય છે, આત્મા તરફ ઢળીને તન્મય થયેલા
ભાવ વડે આત્મા ઓળખાય છે; ને એવો જ્ઞાનભાવ તે જ્ઞાનીનું ચિહ્ન છે.
અહો, જ્ઞાનીની ઓળખાણ જીવને દુર્લભ છે. જ્ઞાનભાવસ્વરૂપ જ્ઞાનીને ઓળખતાં
રાગનું કર્તૃત્વ છૂટીને સમ્યગ્જ્ઞાન થાય છે.

PDF/HTML Page 15 of 45
single page version

background image
: ૧૨ : “આત્મધર્મ” : વૈશાખ : ર૪૯૪
આત્માનું પરમાર્થ સ્વરૂપ.તેને ઓળખવાનું ચિહ્ન
(પ્રવચનસાર ગા. ૧૭ર ઉપરના પ્રવચનોમાંથી : રાજકોટ)

દેહાદિ સર્વે પુદ્ગલરચના છે, તે જીવ નથી. જીવ પોતાના અસાધારણ લક્ષણ વડે
તે દેહથી ભિન્ન છે. તે લક્ષણ શું છે? કે જેના વડે જીવનું પરદ્રવ્યોથી ભિન્ન વાસ્તવિક
સ્વરૂપ ઓળખાય, ને ભેદજ્ઞાન થતાં વીતરાગી આનંદ થાય! –તેનું આ વર્ણન છે.
અરસપણું વગેરે બોલો દ્વારા જીવનું પુદ્ગલથી ભિન્નપણું ઓળખાય છે. અને
પોતાના સ્વભાવઆશ્રિત એવા ચેતનાગુણ વડે આત્મા સમસ્ત અન્ય પદાર્થોથી જુદો
ઓળખાય છે.
‘અલિંગગ્રહણ’ આત્મા કહ્યો તેમાંથી વીસ અર્થો અમૃતચંદ્રાચાર્યદેવે કાઢીને
અલૌકિક આત્મસ્વરૂપ સમજાવ્યું છે.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે...કેવું જ્ઞાન? અતીન્દ્રિયજ્ઞાન: આવો અતીન્દ્રિયજ્ઞાનમય
આત્મા એવો નથી કે ઇંદ્રિયો વડે જાણે. પાંચ ઇંદ્રિયોરૂપી લિંગવડે જેને ગ્રહણ નથી,–
ઇંદ્રિયોવડે જે જાણતો નથી–તે અલિંગગ્રહણ છે. એકલી ‘ઇંદ્રિયો તરફનો બોધ તે સાચો
બોધ નથી, ને તે આત્માનું ખરૂં ચિહ્ન નથી. ઇંદ્રિયજ્ઞાનરૂપ વ્યવહાર હોવા છતાં તે ખરો
આત્મા નથી. આત્મા તો અતીન્દ્રિયજ્ઞાનમય છે.
અતીન્દ્રિય જ્ઞાન કહો કે સર્વજ્ઞતા કહો. ‘સર્વ’ એવો શબ્દ છે તે શબ્દસમય; તેના
વાચ્યરૂપ સર્વ પદાર્થો છે તે અર્થસમય; અને જાણનારું સર્વજ્ઞતારૂપ જ્ઞાન–તે જ્ઞાનસમય;
આમ ત્રણે સમય સત્ છે, તે સત્ની પરુપણા છે; જે હોય તેની પરુપણા ને તેનું જ્ઞાન
હોય. એને
‘सत्पद परुपणा’ કહેવાય છે. જ્ઞાનમાં ‘સર્વજ્ઞતા’ માન્યા વગર સર્વ
પદાર્થોની સત્તાનો યથાર્થ સ્વીકાર થઈ શકે નહિ.
ઇંદ્રિયથી જુદો આત્મા–તે ક્યારે જાણ્યો કહેવાય? કે પોતે અતીન્દ્રિય થઈને જાણે
ત્યારે. ઈન્દ્રિયો તરફ જ રહીને જાણ્યા કરે એવો નહિ, પણ અતીન્દ્રિય થઈને જાણે એવો
આત્મા છે.

PDF/HTML Page 16 of 45
single page version

background image
: વૈશાખ : ર૪૯૪ “આત્મધર્મ” : ૧૩ :
આત્માને કેમ ઓળખવો તેનું આ વર્ણન છે. જે સ્વરૂપે આત્માને ઓળખતાં
સમ્યગ્દર્શન થાય તેની આ વાત છે. ઇંદ્રિયો તો આત્માથી જુદી જ છે. તે ઇંદ્રિયો તરફ
ઝુકેલા જ્ઞાનમાંય એવી તાકાત નથી કે તે આત્માનું લક્ષણ થઈ શકે. તે ઇંદ્રિયજ્ઞાનમાં
એવી તાકાત પણ નથી કે અતીન્દ્રિય પદાર્થોને (આકાશ વગેરેને) જાણી શકે. અતીન્દ્રિય
જ્ઞાનમય આત્મામાં જ એવી તાકાત છે કે સર્વે પદાર્થોને જાણે. આવી અતીન્દ્રિયજ્ઞાન
તાકાત વાળો આત્મા છે.
પ્રશ્ન :– અત્યારે તો ઈન્દ્રિય વડે જ જણાય છે?
ઉત્તર:– ના; ઈન્દ્રિયો વડે તો કદી આત્મા જાણતો નથી, પણ ઈન્દ્રિય તરફનું જ્ઞાન
તે પણ ખરેખર આત્મા નથી. ઈન્દ્રિયજ્ઞાનને જ દેખે તે ખરા આત્માને દેખી શકતો નથી.
ઈન્દ્રિયાતીત જ્ઞાનને દેખે તે જ સાચા આત્માને અનુભવે છે. ઈન્દ્રિયો એટલે લિંગ, તેના
વડે ગ્રહે–જાણે એવો આત્મસ્વભાવ નથી, પણ તે લિંગ વગર જાણે એવો અલિંગગ્રહણ
આત્મા છે...આ રીતે આત્મા અતીન્દ્રિય જ્ઞાનમય છે–એવો અલિંગગ્રહણનો અર્થ
સમજાય છે...એટલે કે અતીન્દ્રિયજ્ઞાનમય ભાવ પ્રાપ્ત થાય છે, અનુભવમાં આવે છે.
આત્મા પોતે કર્તા થઈને ઇંદ્રિયજ્ઞાન વડે જાણે એવો નથી–એટલે કે અતીન્દ્રિય
જ્ઞાનમય છે–એમ પહેલા અર્થમાં કહ્યું.
હવે બીજા જીવોને ઇંદ્રિયજ્ઞાન વડે જણાય એવો આત્મા નથી, એટલે ઇંદ્રિયપ્રત્યક્ષ
થાય એવો આત્મા નથી. અતીન્દ્રિય થયેલા એવા દેવ–ગુરુના આત્માને ઇંદ્રિયજ્ઞાનવડે
કોઈ જાણી શકે એમ બનતું નથી. ઇંદ્રિયજ્ઞાન વડે કોઈ એમ માને કે મેં અરિહંતદેવને કે
જ્ઞાનીને ઓળખી લીધા,–તો તે ઓળખાણ યથાર્થ નથી.
આત્મા ઈન્દ્રિય વડે જાણે નહિ;
આત્મા ઈન્દ્રિયો વડે જણાય નહિ;
–આમ બે બોલ કહ્યા.
અહા, ઈન્દ્રિયાતીત જ્ઞાનસ્વરૂપ આત્મા છે; તેને ઓળખવાની આ રીત કહેવાય
છે; તેનું અસાધારણ સ્વરૂપ કહેવાય છે.
પ્રત્યક્ષસ્વરૂપ આત્મા છે તેની સન્મુખ પર્યાય થઈ તે પણ પ્રત્યક્ષ થઈ ગઈ–
અતીન્દ્રિય થઈ ગઈ; તેના વડે આત્મા પકડાય છે એટલે અનુભવાય છે. ચોથા ગુણસ્થાને
પણ આત્માને અનુભવનારું જ્ઞાન પ્રત્યક્ષ અને અતીન્દ્રિય થયેલું છે. આત્માના
અનુભવમાં ગયેલી પર્યાય પ્રત્યક્ષ થઈ જાય છે ને તે પ્રત્યક્ષ દ્વારા આત્મા પ્રત્યક્ષ થાય
છે. એના વગર એકલા ઈન્દ્રિજ્ઞાનથી આત્મા જણાતો નથી.

PDF/HTML Page 17 of 45
single page version

background image
: ૧૪ : “આત્મધર્મ” : વૈશાખ : ર૪૯૪
જેમ ધૂમાડા વડે અગ્નિનું અનુમાન થઈ શકે છે, તેમ આત્માનું અનુમાન કોઈ
ઈન્દ્રિયગમ્ય ચિહ્ન વડે થઈ શકતું નથી. ‘આવી ભાષા છે માટે આ જ્ઞાની છે’ –એમ સાચું
અનુમાન થઈ શકતું નથી. ઈન્દ્રિયપ્રત્યક્ષ કોઈ વસ્તુ ઉપરથી અનુમાન કરીને અતીન્દ્રિય
આત્માને જાણી શકાય–એમ નથી. એ તો સ્વાનુભવપ્રત્યક્ષપૂર્વકના અનુમાનથી જણાય
તેવો છે. પ્રત્યક્ષપણારૂપ નિશ્ચય વગર વ્યવહાર કાંઈ કામ કરી શકતા નથી. અનુમાન વડે
આત્મા જણાય ખરો,–પણ કેવું અનુમાન? ઈન્દ્રિયપ્રત્યક્ષવાળું અનુમાન નહિ પણ
આત્મપ્રત્યક્ષવાળું અનુમાન આત્માને નક્કી કરી શકે છે. આંખ ભગવાન સામે સ્થિર થઈ
ગઈ માટે તે ધર્માત્મા છે–એવા અનુમાનદ્વારા ધર્મીની ઓળખાણ થઈ શકતી નથી. એકલું
ઈન્દ્રિયજ્ઞાન તો કાઢી નાખ્યું પણ તેની સાથેનું મનવાળું અનુમાન પણ કાઢી નાંખ્યું.
જાતિસ્મરણજ્ઞાનમાં એક વિશેષ તાકાત છે કે બહારમાં ઇંદ્રિયગમ્ય ચિહ્ન બધા
બદલાઈ ગયા હોવા છતાં તે જ્ઞાનમાં એમ સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે કે આ અમુક
આત્મા છે તે જ પૂર્વ ભવમાં મારી સાથે સંબંધવાળો હતો. જેમકે ઋષભદેવ ભગવાન
આઠમા ભવમાં જ્યારે વજ્રજંઘરાજા હતા ને શ્રીમતી સાથે મુનિઓને આહારદાન દીધું
હતું; પછી તો અસંખ્ય વર્ષો તે પ્રસંગને વીતી ગયા, સાત ભવ પલટી ગયા, દેહાદિ
સામગ્રી તદ્ન પલટી ગઈ...છતાં જ્યારે ઋષભદેવ પ્રભુ મુનિદશામાં વિચરતા હતા ત્યારે
શ્રેયાંસકુમાર તેમને જોતાં જ જાતિસ્મરણની નિર્મળતાના બળથી જાણી લ્યે છે કે આ
ઋષભદેવનો આત્મા જ પૂર્વે અસંખ્ય વર્ષ પહેલાં આઠમા ભવે વજ્રજંઘરાજા હતા, ને હું
શ્રીમતી નામે તેની પત્ની હતી, તે વખતે અમે મુનિવરોને આહારદાન વિધિપૂર્વક કર્યું
હતું. તે ઉપરથી આહારદાનની વિધિ જાણીને શ્રેયાંસકુમાર ઋષભમુનિરાજને પડગાહન
કરીને વિધિપૂર્વક આ ચોવીસીમાં ભરતક્ષેત્રમાં પહેલવહેલું આહારદાન કરે છે.
જુઓ તો ખરા, જાતિસ્મરણ જ્ઞાનની પણ કેટલી તાકાત! ઇંદ્રિયગમ્ય ચિહ્ન વગર
એટલું જાણી લીધું કે આ જ આત્મા પૂર્વે વજ્રજંઘ દશામાં હતો. –એમાં જરાય શંકા પડતી
નથી. તો અતીન્દ્રિય થઈને આત્માને જે સ્વજ્ઞેય બનાવે તે જ્ઞાનની તાકાત કેટલી? એ તો
મોક્ષમાર્ગનું સાધક થયું...કેવળજ્ઞાનની જાતનું થયું.
શુદ્ધાત્મા એકલા અનુમાનનો વિષય નથી. પ્રત્યક્ષપૂર્વકનું અનુમાન હોય તે જ
સાચું અનુમાન હોય. પોતાના આત્માને પ્રત્યક્ષ કર્યા વગર બીજા આત્માનું અનુમાન
કરવા જાય તો તે યથાર્થ થતું નથી. પોતાના આત્માને સ્વસંવેદનપ્રત્યક્ષ કરે ત્યારે જ
અરિહંતને સિદ્ધ વગેરેની સાચી ઓળખાણ થાય છે. એકલું પરલક્ષી અનુમાન તે સાચું
નથી.
અહો, જ્ઞાનીનો આત્મા તો રાગથી ભિન્ન જ્ઞાનપરિણતિરૂપે પરિણમી રહ્યો છે.
જેને પોતામાં રાગ અને જ્ઞાનની ભિન્નતા લક્ષમાં આવે તે જ જ્ઞાનીને ખરા સ્વરૂપે

PDF/HTML Page 18 of 45
single page version

background image
: વૈશાખ : ર૪૯૪ “આત્મધર્મ” : ૧૫ :
ઓળખી શકે, ને તેને જ જ્ઞાનીની ઓળખાણનો ખરો પરમાર્થ લાભ પ્રાપ્ત થાય; એકલા
ઉપલકભાવે ઓળખે તેમાં સાચું ફળ ન આવે. અનંતવાર જીવને જ્ઞાની તો મળ્‌યા, પણ
જ્ઞાનીના આત્માને જ્ઞાનીપણે ઓળખ્યા નહિ. રાગ અને દેહ ઉપર દ્રષ્ટિ રાખીને જ્ઞાનીને
પણ એ જ દ્રષ્ટિથી જોયા; પણ રાગથી ને દેહથી પાર એવા ચૈતન્યભાવની દ્રષ્ટિથી
જ્ઞાનીને ઓળખ્યા નહિ, તેથી જ્ઞાનીની ખરી ઉપાસના તેણે કરી નહિ.
અનુમાનરૂપ લિંગ દ્વારા નહિ પણ સીધું પોતાના સ્વભાવ દ્વારા જાણવાનો જેનો
સ્વભાવ છે એવો આત્મા છે; એટલે કે પ્રત્યક્ષ જાણનારો આત્મા છે. પુણ્ય–પાપ દ્વારા
ઈન્દ્રિયો દ્વારા આત્માના આનંદનું વેદન થતું નથી. પણ અંતર્મુખ સ્વસંવેદનપ્રત્યક્ષ દ્વારા
પોતે પોતાના આનંદને વેદનારો છે. અંતરને અનુભવનારો જે પ્રત્યક્ષ અંશ છે તે
આત્માનો સ્વભાવ છે; સહજભાવ તે આત્મસ્વભાવરૂપ છે. આત્મા આત્મભાવ વડે
જણાય, આત્મા પરભાવ વડે ન જણાય.
પોતામાં જે રાગથી લાભ માને છે, દેહની ક્રિયાને પોતાની માને છે, તે સામા
જીવોમાં પણ રાગને અને દેહની ક્રિયાને જ દેખે છે; એટલે તેનું અનુમાન પણ સાચું હોતું
નથી; આત્માનું ખરૂં સ્વરૂપ તેને અનુમાનમાં પણ નથી આવતું. શરીરવાળો આત્મા
નહિ, આત્મા તો રૂપ વગરનો અશરીરી છે; રાગ વાળો પણ આત્મા નહિ, ને
ઈન્દ્રિયજ્ઞાન કે મનના અવલંબનવાળું એકલું પરલક્ષી અનુમાનજ્ઞાન તે પણ પરમાર્થ
આત્મા નહિ. આત્મા તો એકલા ચૈતન્યમય અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ છે. અતીન્દ્રિય કહો કે
પ્રત્યક્ષ કહો, એવા જ્ઞાનવડે જાણવાનો આત્માનો સ્વભાવ છે.
લિંગ એટલે આત્માનું ચૈતન્યચિહ્ન આત્મા ઉપયોગલક્ષણ વાળો છે; તે
જ્ઞેયપદાર્થોના આલંબન વડે જાણનાર નથી, પણ સ્વાધીનપણે જાણનાર છે. ઈન્દ્રિયના
અવલંબનવાળું તો જ્ઞાન આત્માનું ચિહ્ન નહિ, ને એકલા બહારના જ્ઞેયોના
અવલંબનવાળું જ્ઞાન તે પણ આત્માનું ચિહ્ન નથી; પરાલંબી ભાવ વડે આત્મા જણાય
નહિ. પોતાના આનંદસ્વભાવનું વેદન પરના અવલંબનવાળું નથી. પરના અવલંબને
જ્ઞાન નથી તેમ પરના અવલંબને સુખ પણ નથી.
પરાલંબીભાવરૂપ વ્યવહાર તે ખરો આત્મા નહિ. મૂર્તિ વગેરે વ્યવહાર છે ખરો,
પણ તે જ્ઞેયના અવલંબને શુભરાગ છે, આત્માનો સ્વભાવ તે પરાલંબી ભાવ વગરનો
છે. વ્યવહાર કેવો છે ને તેની મર્યાદા કેટલી છે? અને પરમાર્થ આત્મા કેવો છે? તે
બધાનો વિવેક કરવો જોઈએ.
આખી સર્વજ્ઞશક્તિવાળો આત્મા, તે પરજ્ઞેયના અવલંબને ખંડખંડ જાણનારો
નહિ પણ પોતાના સ્વભાવને જ અવલંબીને જાણનાર છે. ઉપયોગ રાગરૂપ થઈને રાગને
નથી જાણતો, પણ ઉપયોગ ઉપયોગરૂપ રહીને જ રાગને જાણે છે. ઉપયોગ

PDF/HTML Page 19 of 45
single page version

background image
: ૧૬ : “આત્મધર્મ” : વૈશાખ : ર૪૯૪
કદી અનુપયોગરૂપ થતો નથી. જેમ મીઠું ઓગળીને ખારા પાણીરૂપ થતું જોવામાં આવે
છે, તેમાં કાંઈ વિરોધ નથી, પણ તેવી રીતે ઉપયોગરૂપ આત્મા પલટીને કદી જડરૂપ થઈ
જાય–એમ થતું નથી, કેમકે ઉપયોગને અને જડને વિરુદ્ધતા છે. ઉપયોગરૂપ આત્મા પોતે,
તે રાગને અવલંબીને જાણવાના સ્વભાવવાળો નથી. અહો, જગતના અવલંબન વગર
જગતને જાણનારો આત્મા છે, એકલા પોતાના સ્વભાવના અવલંબને જાણનારો આત્મા
છે. આચાર્યદેવ કહે છે કે હે ભવ્ય! આવા આત્માને તું જાણ! પ્રત્યક્ષજ્ઞાનપૂર્વક આવી
આત્મપ્રતીતિ તે સમ્યગ્દર્શન છે.
મોક્ષમાર્ગમાં સાથે રાગ હો, વ્યવહાર હો, પણ તેના અવલંબને મોક્ષમાર્ગ ટકયો
નથી; તે ભિન્ન જ્ઞેયપણે છે. તેના અવલંબનનું માહાત્મ્ય ધર્મીને રહ્યું નથી. ક્ષણેક્ષણે
આત્મસ્વભાવને અવલંબતો ધર્મીજીવ મોક્ષમાર્ગની નિર્મળતાપણે પરિણમે છે, તેને જ
‘આત્મા’ કહેવામાં આવે છે. ચૈતન્યસ્વભાવને જ અનુસરનારો ઉપયોગ તે આત્માનું
ચિહ્ન છે.
ચૈતન્યચિહ્નરૂપ જે લિંગ એટલે કે ઉપયોગ, તેને ક્યાંય બહારથી આત્મા ગ્રહણ
કરતો નથી, સ્વયમેવ પોતે ઉપયોગરૂપ થઈને પરિણમે છે. રાગમાંથી જ્ઞાન આવે, કે
શબ્દોમાંથી જ્ઞાન આવે–એમ નથી. તીખી તલવાર જેવી સૂક્ષ્મ જ્ઞાનદ્રષ્ટિવડે આત્મા
પકડાય છે. ભાઈ, પરવસ્તુનો ઉપયોગ તું કરી શકતો નથી; ઉપયોગસ્વરૂપ તું છો –
તેનો જ ઉપયોગ કર. પરમાંથી કાંઈ જ્ઞાન કે સુખ લેવા માગીશ તો તે નહિ આવે.
અંદરમાં જ્ઞાન–સુખનો સમુદ્ર ભર્યો છે તેમાંથી અખંડ સરવાણી જ્ઞાન–સુખની વહ્યા કરે
છે. ઉપયોગને નિજસ્વરૂપમાં જોડીને આત્મા સ્વયમેવ આનંદપણે પરિણમે છે.
આનંદરૂપે પરિણમવામાં આત્માને કોઈ બહારનું અવલંબન નથી; ઉપયોગનું
ઉપયોગસ્વરૂપમાં જોડાવું તે જ પરમ આનંદ છે. પહેલાં ઉપયોગનું ને પરભાવનું
ભેદજ્ઞાન કરીને પરભાવથી જુદો પડીને નિજભાવમાં આવ્યો ત્યાં આત્માથી જ
આનંદનો દરિયો ઉલ્લસે છે.
પરભાવોથી ભેદજ્ઞાન કરીને આત્માનો ઉપયોગ જ્યાં અંતરમાં વળ્‌યો ત્યાં તેને
રોકી શકે એવી કોઈ ચીજ જગતમાં નથી. દ્રવ્યસ્વભાવ તરફ જે પરિણતિ ઝુકી તે પાછી
પડે એમ બને નહિ. સ્વભાવમાં જે પર્યાય તલ્લીન થઈ તે પર્યાય કોઈથી હણાય નહિ; એ
પર્યાય જીવંત થઈ તે કદી મરે નહિ. આવા ઉપયોગવાળો આત્મા તે પરમાર્થ આત્મા છે.
તેમાં રાગરૂપી મેલ નથી.
ઉપરાગ વગરનો ઉપયોગ તે આત્મા છે; અંતર્મુખ ઉપયોગ–કે જેમાં રાગનો મેલ
નથી, કર્મનું આવરણ નથી, એવો જેનો સ્વભાવ છે તે આત્મા છે. શુભાશુભ રાગમાં
જોડાયેલો ઉપયોગ તે ખરેખર આત્મા નથી. શુભ કે અશુભ તે આત્માનું

PDF/HTML Page 20 of 45
single page version

background image
: વૈશાખ : ર૪૯૪ “આત્મધર્મ” : ૧૭ :
લક્ષણ નથી. આવો રાગ વગરનો ઉપયોગ(શુદ્ધોપયોગ) ચોથા ગુણસ્થાને પણ
સમ્યગ્દ્રષ્ટિને હોય છે. જો ચોથા ગુણસ્થાને આવો શુદ્ધોપયોગ સર્વથા ન માને ને એકલા
શુભ–અશુભ ઉપયોગ જ હોવાનું માને તો તેને સમ્યગ્દર્શનભૂમિકાની ખબર નથી.
સ્વસન્મુખ ઉપયોગરૂપે શુદ્ધોપયોગ નિરંતર ભલે ન રહે, પણ સમ્યકત્વની ઉત્પત્તિના
કાળે તો સ્વાનુભૂતિમાં શુદ્ધોપયોગ જરૂર થાય છે, ને પછી ઉપયોગ બીજે જોડાય તે
વખતે પણ અનંતાનુબંધીના અભાવરૂપ શુદ્ધપરિણતિ તો સમ્યગ્દ્રષ્ટિને નિરંતર વર્તે જ
છે. તે શુદ્ધ પરિણતિનેય શુદ્ધોપયોગ પણ કહેવામાં આવે છે. રાગ સાથે ભેળસેળ
વગરનો જે નિર્મળ ઉપયોગ તે જ શુદ્ધઆત્માનું લક્ષણ છે; તે લક્ષણવડે આત્માનું પરમાર્થ
સ્વરૂપ ઓળખાય છે ને અનુભવમાં આવે છે.
કયો જીવ મહાવીરના બોધને પાત્ર અને
સમ્યક્દશાને પાત્ર છે?
તે સંબંધમાં શ્રીમદ્ રાજચંદ્રજી ર૩મા વર્ષે લખે છે કે–
૧. સત્પુરુષના ચરણનો ઈચ્છક,
ર. સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી,
૩. ગુણપર પ્રશસ્તભાવ રાખનાર,
૪.બ્રહ્મવૃત્તમાં પ્રીતિમાન,
પ. જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર,
૬. ઉપયોગથી એક પળ પણ ભરનાર.
૭. એકાન્તવાસને વખાણનાર,
૮. તીર્થાદિ પ્રવાસનો ઉછરંગી,
૯. આહાર–વિહાર–નિહારનો નિયમી,
૧૦. પોતાની ગુરુતા દબાવનાર,
–એવો કોઈપણ પુરુષ તે મહાવીરના બોધને પાત્ર છે,
સમ્યક્દશાને પાત્ર છે. પહેલાં જેવું એક્કે નથી.
(શ્રીમદ્ રાજચંદ્ર વર્ષ ર૩મું)