Atmadharma magazine - Ank 298
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૫
સળંગ અંક ૨૯૮
Version History
Version
Number Date Changes
001 June 2005 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
૨૯૮
બંને સરખા
ભગવાનનો ભક્ત કહે છે કે અરે ઈન્દ્ર ! તું
પણ ભગવાનની સ્તુતિ કરતાં–કરતાં હારી ગયો છતાં
મારા જેવો મનુષ્ય ભગવાનને હૃદયમાં સ્થાપીને
સ્તુતિ કરવા ઉદ્યમી થયો છે! કેમકે સર્વજ્ઞદેવની
સ્તુતિ કરવા માટે કાંઈ હજાર જીભની જરૂર નથી
પડતી, એને માટે તો અંતરની શ્રદ્ધારૂપી એક જ જીભ
બસ છે! એ શ્રદ્ધાવડે હું સર્વજ્ઞદેવની સ્તુતિ કરું
છું....તેમનો અંશ મારામાં પ્રગટ કરીને પૂર્ણતાની
પ્રશંસારૂપ–ભાવનારૂપ સ્તુતિ કરું છું. –આવી સ્તુતિ
કરવામાં તો તું ને હું બંને સરખા છીએ.

PDF/HTML Page 3 of 45
single page version

background image
વા....ત્સ.....લ્ય
કુંદકુંદસ્વામી સમ્યગ્દ્રષ્ટિના નિશ્ચય–વાત્સલ્યનું વર્ણન કરતાં કહે છે કે–‘સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રને પોતાથી અભેદબુદ્ધિએ સમ્યક્પણે દેખતા હોવાથી સમ્યગ્દ્રષ્ટિ ‘માર્ગવત્સલ’ છે.
‘વાત્સલ્ય’ એટલે પોતાપણાની બુદ્ધિ, જેમાં પોતાપણાની બુદ્ધિ હોય તેમાં પરમપ્રીતિરૂપ
વાત્સલ્ય હોય જ. પુત્ર માને છે કે આ મારી માતા, માતા માને છે કે આ મારો પુત્ર, –તો બંનેને
અરસપરસ સહજ વત્સલતાનું ઝરણું વહે છે; તેમ ધર્મમાં ‘આ મારા સાધર્મી; જે મારો ધર્મ એ જ
એનો ધર્મ–અમે બંને એક જ ધર્મના ઉપાસક’ –આવી બુદ્ધિમાં સાધર્મીપ્રત્યે સહજ
વાત્સલ્યભાવની ઉર્મિ આવે છે.
સમ્યકત્વરૂપી સૂર્યના આઠ સુંદર કિરણોમાં જેનું સ્થાન છે. તીર્થંકરત્વની
સોળકારણભાવનામાં જેનું સ્થાન છે–એવું વાત્સલ્ય, તેનું સ્મરણ કરાવતું પર્વ એટલે શ્રાવણ સુદ
પૂર્ણિમા. અકંપનાદિ મુનિવરોની નિષ્કંપતા, આચાર્ય શ્રુતસાગર તથા વિષ્ણુકુમાર મુનિવરોની
વત્સલતા, હસ્તિનાપુરીના શ્રાવકોનો ધર્મપ્રેમ–એ બધું શ્રાવણ સુદ પૂર્ણિમાએ યાદ આવશે; ને
ચારેકોર હજારો હાથમાં વાત્સલ્યપ્રેમના બંધન દેખાશે..પરંતુ, માત્ર અકંપનસ્વામીને કે
વિષ્ણુસ્વામીને યાદ કરી લેવાથી, કે બહેનીના હસ્તે ભાઈના હાથમાં સુશોભિત રાખડી બાંધી
દેવાથી જ સંતુષ્ટ થવાનું નહિ પાલવે. આત્માના પ્રદેશે પ્રદેશે ધર્મપ્રેમ એકરસ થઈ જાય, ધાર્મિક
પ્રીતિનો દોર આત્મામાં એવો બંધાઈ જાય–કે જે માત્ર શ્રાવણી પૂનમે જ નહિ પણ જીવનની
પ્રત્યેક પળે સદૈવ આત્મા સાથે અભેદપણે બંધાયેલો જ રહે. પોતાના રત્નત્રયધર્મ પ્રત્યે જેને
આવો પ્રેમ છે તેને એવા રત્નત્રયસાધક ધર્માત્માઓ પ્રત્યે ને સાધર્મીઓ પ્રત્યે પણ પ્રેમ ઉલ્લસે
છે. વાત્સલ્ય એ કાંઈ સામા ઉપર ઉપકાર કરવા માટે નથી પણ વાત્સલ્યની ખુમારી પોતાની
ધર્મભાવનાને પુષ્ટ કરે છે, રત્નત્રયના પરમપ્રેમને પોષણ આપે છે ને રત્નત્રયધર્મ પ્રત્યે પરમ
ભક્તિ તથા ઉલ્લાસ જગાડે છે.
આવા વાત્સલ્યને આરાધીએ...એવું આરાધીએ કે તે પર્વ માત્ર શ્રાવણની પૂનમ પૂરતું
મર્યાદિત ન રહે પણ આત્મામાં પર્યાયે પર્યાયે ધર્મપ્રેમની પુષ્ટિ કરતું થકું આત્મામાં સદાય
વાત્સલ્યપર્વ રહ્યા કરે. શુદ્ધચેતનારૂપી નિર્દોષ બહેન, તેના દ્વારા ચૈતન્યબંધુની નિર્મોહભાવે રક્ષા
કરીને આવું વાત્સલ્યપર્વ ઉજવીએ. –
जय जिनेन्द्र

PDF/HTML Page 4 of 45
single page version

background image
: શ્રાવણ : ર૪૯૪ આત્મધર્મ : ૧ :
વાર્ષિક લવાજમ વીર સં. ર૪૯૪
ચાર રૂપિયા શ્રાવણ
વર્ષ રપ: અંક ૧૦
નાનકડો દીવો
આદિનાથ ભગવાનની સ્તુતિ કરતાં શ્રી વાદીરાજમુનિ કહે છે કે હે નાથ!
ભરતક્ષેત્રમાં આપે એકલાએ જ યુગનો ભાર ઉપાડ્યો ને યુગની આદિમાં
જીવોને માર્ગદર્શન આપ્યું. જેમ વિકલ્પમાં ચૈતન્યનો ભાર ઉપાડવાની તાકાત
નથી તેમ હે નાથ! આ ધર્મયુગનો ભાર ઉપાડવાની આપના સિવાય કોઈની
તાકાત ન હતી. હે દેવ! મોટામોટા મુનિવરો પણ આપની સ્તુતિ પૂરી કરી ન
શક્યા, ને અંતે વિકલ્પ તોડીને સ્વરૂપમાં સમાયા; તો હું આપની સ્તુતિ કેમ કરી
શકીશ? છતાંય, હે નાથ! જેમ ઊંડી ગૂફામાં જ્યાં સૂર્યનાં કિરણો ન પ્રવેશી શકે
ત્યાં શું નાનકડો દીપક અજવાળું નથી કરતો? તેમ હું મારી અલ્પબુદ્ધિ દ્વારા
આપની સ્તુતિ કરવા તત્પર થયો છું. કેવળજ્ઞાનરૂપી સૂર્ય તો મારી પાસે નથી
પણ મતિ–શ્રુતજ્ઞાનરૂપી નાનકડા દીપક વડે અમારા ચૈતન્યની સંભાળ કરીને હું
આપની સ્તુતિ કરીશ. એ નાનકડા દીપકના પ્રકાશમાં પણ હું આપને દેખી
લઈશ. હે પ્રભો! મતિ–શ્રુતજ્ઞાનની જેટલી તાકાત છે તેટલા વડે હું આપને
મેળવી લઈશ એવો મને હરખ અને વિશ્વાસ છે. અલ્પ મતિ–શ્રુતજ્ઞાનની
સ્વસંવેદનશક્તિદ્વારા પણ હું ચૈતન્યસ્વભાવને અનુભવીને આપની આરાધના
કરીશ.
જુઓ, આ સ્તુતિકારનો ઉત્સાહ અને દ્રઢતા. પોતાના મતિ–શ્રુતજ્ઞાનને
સ્વસન્મુખ કરીને તે સર્વજ્ઞની સ્તુતિ કરે છે. મતિ–શ્રુતના નાનકડા દીવા વડે પણ
સર્વજ્ઞના માર્ગને પ્રકાશીત કરીને પોતે નિઃશંક તે માર્ગે ચાલ્યા જાય છે.
(એકીભાવ સ્તોત્ર–પ્રવચનમાંથી)

PDF/HTML Page 5 of 45
single page version

background image
: ૨ : આત્મધર્મ : શ્રાવણ : ર૪૯૪
મહાવીરના દિવ્યધ્વનિો સન્દેશ
વીરનાથે વિપુલાચલ ઉપર દિવ્યવાણી દ્વારા અષાડ
વદ એકમે પહેલવહેલો ઉપદેશ આપ્યો. તે ઉપદેશ દ્વારા
યથાર્થ વસ્તુસ્વરૂપ જાણીને ગૌતમસ્વામી આદિ કેટલાય
જીવો ધર્મરૂપે પરિણમ્યા. વીરવાણીનો એ પાવન પ્રવાહ
આજે પણ વહી રહ્યો છે...ને એનું પાન કરીને આજે પણ
જીવો ધર્મરૂપ થાય છે. આપણે પણ એ જિનવાણીના મધુરા
વીતરાગરસનું પાન કરીએ ને ધર્મરૂપ થઈએ. અષાડ વદ
એકમનું પ્રવચન અહીં આપ્યું છે.
(સમયસાર કળશ ૨૧૩)
ભગવાન મહાવીર તીર્થંકર વૈશાખ સુદ દસમે કેવળજ્ઞાન પામ્યા...૬૬ દિવસ બાદ આજે
અષાડ વદ એકમે વિપુલાચલ ઉપર પહેલવહેલી દિવ્યવાણી છૂટી...તે ઝીલીને ઈન્દ્રભૂતિ બ્રાહ્મણ
ગણધરપદ પામ્યા, ને બારઅંગરૂપ શ્રુતની રચના કરી. એ રીતે વીરશાસનનો આજે મહાન મંગલ
દિવસ છે; શાસનનું આજે બેસતું વર્ષ છે. ૨પ૨૪ વર્ષ પહેલાં એ પ્રસંગ બન્યો. પણ ભગવાન
મહાવીરે જે ઉપદેશ આપ્યો તે આજે પણ ચાલી રહ્યો છે. ભગવાને કહેલો ભાવ ગણધરાદિ
દિગંબર સંત–આચાર્યોએ શાસ્ત્રોમાં ગૂથ્યો, તે શાસ્ત્રોમાંથી કેટલાંક આજે વિદ્યમાન છે.
સર્વજ્ઞ પરમેશ્વરે કહેલી વસ્તુસ્થિતિ શું છે તેનું આ વર્ણન ચાલે છે. જગતમાં સ્વયંસિદ્ધ
અનંતા જીવ ને પુદ્ગલ દ્રવ્યો છે; તેમાંથી કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યમાં કદી ભળી જતું નથી;
એકબીજામાં કાંઈ કરતા નથી. જીવ જીવપણે રહીને પોતાનું જ્ઞાનકાર્ય કરે છે; પુદ્ગલ પુદ્ગલપણે
રહીને એના વર્ણાદિનું કાર્ય કરે છે. બંને સદાકાળ જુદેજુદાં પોતપોતાનું કાર્ય કરે છે; કદી પોતાના
સ્વભાવની મર્યાદા છોડીને અન્ય દ્રવ્યના સ્વભાવરૂપે થતાં નથી. –આવો નિશ્ચય છે, સર્વજ્ઞ
પરમેશ્વરે દિવ્યધ્વનિમાં આવું સ્વરૂપ કહ્યું છે, ને તે અનુભવગોચર પણ થાય છે.
આત્મા જ્ઞેયવસ્તુઓને જાણે ખરો, પણ જ્ઞેય વસ્તુઓ સાથે ભળી જાય નહિ. જ્ઞેયો સાથે
એકમેક થયા વગર જ જ્ઞાન તેને જાણે છે. જાણવું તે જીવનું કામ છે, પણ પદાર્થોને જાણતાં તેમાં
કાંઈ ઘાલમેલ કરી દ્યે એવું જ્ઞાનનું કામ નથી. હું તો જ્ઞાન

PDF/HTML Page 6 of 45
single page version

background image
: શ્રાવણ : ર૪૯૪ આત્મધર્મ : ૧ :
છું–એમ ન ઓળખતાં અજ્ઞાની અન્ય વસ્તુ સાથે પોતાનો સંબંધ માને છે. શરીરની ક્રિયાને
જાણતાં, હું તેનો કર્તા હોઉં એમ અજ્ઞાની માને છે. રાગનેય જાણતાં રાગરૂપ ન થાય એવો
જ્ઞાનનો સ્વભાવ છે. જ્ઞાન પરજ્ઞેયોથી બહાર રહીને તેમને જાણે છે, પરમાં પ્રવેશી જતું નથી–
તન્મય થતું નથી. આવી જ્ઞાનની ભિન્નતા અનુભવવી તે ભગવાનનો ઉપદેશ છે. ભિન્ન જ્ઞાનના
અનુભવમાં રાગ–દ્વેષનું વેદન ન રહ્યું એટલે વીતરાગી સુખનું વેદન રહ્યું. આ રીતે જ્ઞાનના
અનુભવમાં સુખ વગેરે અનંત ગુણનો ભેગો અનુભવ છે.
હું શરીરાદિ જ્ઞેયરૂપે થતો નથી, હું તો જ્ઞાનરૂપે જ રહું છું–એમ જ્ઞાનસ્વરૂપમાં દ્રષ્ટિ કરતાં
ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન થાય છે. જ્ઞાનસ્વરૂપે આત્માને દેખે તેણે ભગવાનનો ઉપદેશ જાણ્યો છે.
પર જ્ઞેય સાથે જ્ઞાનની ભેળસેળ માને તેણે વીરભગવાને કહેલા વસ્તુસ્વરૂપને જાણ્યુંં નથી, એટલે
તેેને ધર્મ થતો નથી. વસ્તુસ્વરૂપ જેવું છે તેવું સાધે તો ધર્મ થાય.
દરેક વસ્તુ પોતાની મર્યાદામાં–સીમામાં રહે છે, મર્યાદા તોડીને બીજામાં ભળી જતી નથી.
આત્માનો એક પ્રદેશ પણ કદી પુદ્ગલમાં ભળી જાય, કે પુદ્ગલનો એક પરમાણુ પણ કદી
આત્મામાં ભળી જાય, એમ બનતું નથી. –આવી ભિન્નતાના ભાન વિના જ્ઞાન પોતાના આત્મામાં
ઠરશે નહિ, ને તેને ધર્મ કે સુખ થશે નહિ. પરથી ભિન્નતા જાણીને જ્ઞાન પોતામાં ઠરે તે ધર્મ અને
સુખ છે.
જીવનો સ્વભાવ જ્ઞાન છે, તે જ્ઞાનનું કાર્ય જ્ઞેયોને જાણવાનું છે; ભલે જ્ઞેયોને જાણે, તેથી
કાંઈ હાનિ નથી; કેમકે જ્ઞેયને જાણવા છતાં જ્ઞાન તો પોતાના સ્વરૂપે રહે છે. ભગવાને આવો
સ્વભાવ જાણ્યો ને વિપુલાચલ પર દિવ્યધ્વનિ વડે આવો સ્વભાવ જગતને દેખાડ્યો. આવા
શુદ્ધજ્ઞાનની અનુભૂતિ તે જિનશાસનની અનુભૂતિ છે.
વ્યવહારકથનમાં જીવને પરનો કર્તા કહેવામાં આવે, પણ તે કાંઈ વસ્તુનું સ્વરૂપ નથી.
સાચું વસ્તુસ્વરૂપ વિચારતાં એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાંઈ જ કરતું નથી. ભેદજ્ઞાન વગર અજ્ઞાની
પર્યાયે–પર્યાયે ભૂલે છે; પોતે પોતાના જ્ઞાનને જ ભૂલ્યો છે. તેને સમજાવે છે કે ભાઈ, જ્ઞાન અને
પરજ્ઞેય અત્યંત જુદાં છે; પરને જાણે છતાં જ્ઞાન પરમાં જરાય ભળતું નથી માટે તું તારા આત્માને
જ્ઞાનસ્વરૂપે જ દેખ.
જ્ઞાન અને તેની સાથે આનંદ વગેરે અનંત ગુણ–એવા સ્વતત્ત્વને તું દેખ, તો તેમાં રાગની
કે જડની જરાય ભેળસેળ તને દેખાશે નહિ; તેમજ રાગમાં કે જડમાં જ્ઞાનનો અંશ પણ નહિ
દેખાય. આમ સ્વભાવ અને પરભાવની અત્યંત ભિન્નતારૂપ ભેદજ્ઞાન જિનવાણીએ કરાવ્યું છે.
મહાવીરભગવાને વિપુલગિરિ ઉપર આજના દિવસે આવો ઉપદેશ આપ્યો. ને તે સમજીને ઘણા
જીવો ધર્મ પામ્યા.

PDF/HTML Page 7 of 45
single page version

background image
: ૪ : આત્મધર્મ : શ્રાવણ : ર૪૯૪
બહારના પદાર્થો જુદા, શરીર જુદું, મન જાદું, વાણી જુદી, પાપ જુદું, પુણ્ય જુદું–એ
બધાયથી જુદું એવું જ્ઞાન તે આત્માનો સ્વભાવ છે, ને તે જ્ઞાનસ્વભાવ વડે સમસ્ત જ્ઞેયોને
જાણવાનું આત્માનું સામર્થ્ય છે. પરજ્ઞેયને જાણવા છતાં આત્મામાં અશુદ્ધતા કે ઉપાધિ આવી જતી
નથી કેમકે પરને જાણવા છતાં આત્મા પરમાં ભળી જતો નથી. ભગવાનની વાણીએ આવી
ભિન્નતા બતાવી છે. આવી વસ્તુસ્થિતિ પ્રગટ હોવા છતાં જીવો કેમ ભ્રમ કરે છે? ભ્રમથી સ્વ–
પરની ભેળસેળ હોવાનું કેમ માને છે? જ્યાં વ્યવહારે એકબીજામાં ઉપચાર કરીને કહ્યું ત્યાં
અજ્ઞાની ખરેખર જ સ્વ–પરને એક માની બેઠો. પણ ભાઈ! વ્યવહાર તો એકને બીજામાં
ભેળવીને, એકના ભાવને બીજાનો કહે છે, પણ વસ્તુસ્વરૂપ એવું નથી. સ્વ–પરનો કોઈ અંશ
એકબીજામાં ભળતો નથી. સ્વના ભાવોને સ્વ, ને પરના ભાવોને પર, એમ સ્વ–પરને અત્યંત
ભિન્ન જાણતાં–માનતાં પરિણતિ સ્વસન્મુખ થઈને સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન થાય છે. મહાવીર
ભગવાને આવા વીતરાગવિજ્ઞાનનો ઉપદેશ જગતને આપ્યો. મહાવીર ભગવાને શું કહ્યું? કે સ્વ–
પરની ભિન્નતા બતાવીને વીતરાગવિજ્ઞાન કરવાનું કહ્યું. –આ જ ભગવાનના દિવ્યધ્વનિનો
સન્દેશ છે. ‘‘जय महावीर’’
પ્રશ્ન : – જગતમાં મૈત્રી કોની કરવી ?
ઉત્તર : – સિદ્ધ ભગવંતોની.
પ્રશ્ન : – કોની સાથે કિટ્ટા કરવી ?
પ્રશ્ન : – મિથ્યાત્વાદિ પરભાવો સાથે.
પ્રશ્ન :– સિદ્ધપ્રભુ સાથે મૈત્રી કેવી રીતે થાય?
ઉત્તર :– મિત્રતા સરખે સરખાની શોભે; એટલે ‘જેવા સિદ્ધ તેવો
હું’ એવો અનુભવ કરતાં સિદ્ધપ્રભુ સાથે મિત્રતા થાય, ને સાદિઅનંત
કાળ સિદ્ધપ્રભુની સાથમાં રહેવાનું બને.
પ્રશ્ન :– પરભાવો સાથે કટ્ટી કઈ રીતે કરવી?
ઉત્તર:– હું ને તું જુદા, મારામાં તું નહિ ને તારામાં હું નહિ, એમ
સ્વભાવ અને પરભાવની અત્યંત ભિન્નતા અનુભવતાં પરભાવો સાથે
કિટ્ટા થઈ જાય છે એટલે કે તેની સાથેનો સંબંધ સર્વથા છૂટી જાય છે.
પરભાવો તે મારા સ્વભાવની જાત નથી પણ કજાત છે,
–કજાત સાથે મિત્રતા કેવી ?

PDF/HTML Page 8 of 45
single page version

background image
: શ્રાવણ : ર૪૯૪ આત્મધર્મ : ૫ :
રાગ – દ્વેષના ક્ષયની રીત : શુદ્ધચૈતન્ય – અનુભવ
(સમયસર કલશ ૨૧૮ થ ૨૦)
આચાર્યદેવ કહે છે કે હે ભાઈ ! જેમ જ્ઞાન તારો કાયમી
સ્વભાવ છે, તેમ રાગ–દ્વેષ કાંઈ તારો સ્વભાવ નથી; માટે
વસ્તુસ્વભાવના અનુભવ વડે તે રાગ–દ્વેષને મટાડવાનું સુગમ
છે, તેમાં કાંઈ મુશ્કેલી નથી.
જીવનું મૂળસ્વરૂપ રાગ–દ્વેષ નથી; જીવનું મૂળસ્વરૂપ તો જ્ઞાન છે. જ્ઞાનસ્વરૂપના અનુભવ
વડે રાગ–દ્વેષનો ક્ષય થઈ જાય છે. રાગ કે દ્વેષ, અશુભ કે શુભ તે અશુદ્ધભાવપરિણતિ છે;
અજ્ઞાનને લીધે જીવ પોતાને તેવા અશુદ્ધસ્વરૂપે જ અનુભવે છે. જ્ઞાની તો રાગ–દ્વેષથી ભિન્ન
શુદ્ધચૈતન્યથી ઓળખાણ વડે શુદ્ધઅનુભવશીલ થયા છે, એટલે પોતાને શુદ્ધસ્વરૂપે જ અનુભવતા
થકા રાગાદિ અશુદ્ધભાવને ક્ષય કરે છે. શુદ્ધતાના અનુભવ વગર રાગ–દ્વેષનો ક્ષય કદી થઈ શકે
જ નહિ. તેથી કહે છે કે, શુદ્ધચૈતન્યના અનુભવશીલ એવા સમ્યગ્દ્રષ્ટિ જીવો, તત્ત્વદ્રષ્ટિવડે એટલે
કે શુદ્ધ જીવસ્વરૂપના અનુભવવડે રાગ–દ્વેષને મૂળમાંથી મટાડીને દૂર કરો.
અહીં તો ‘સમ્યગ્દ્રષ્ટિ’ નો અર્થ જ ‘શુદ્ધચૈતન્ય–અનુભવશીલ’ એમ કર્યો; શુદ્ધચૈતન્યના
અનુભવને જ તત્ત્વદ્રષ્ટિ કહી છે, અને એવા અનુભવવાળા જીવોને જ સમ્યગ્દ્રષ્ટિ કહ્યા છે. આવા
અનુભવરૂપ શુદ્ધ તત્ત્વદ્રષ્ટિ વગર રાગ–દ્વેષ કદી છૂટે નહિ. રાગ–દ્વેષથી ભિન્નતાના અનુભવ
વગર રાગ–દ્વેષ કેમ મટે? રાગવડે મોક્ષ થવાનું જે માને છે તેને તો મોક્ષ પણ રાગવાળો જ ઠર્યો!
જીવનું સહજ સ્વરૂપ રાગ–દ્વેષવાળું નથી. જીવનું સહજ સ્વરૂપ તો જ્ઞાન–આનંદરૂપ છે.
આવા સહજ સ્વરૂપના અનુભવદ્વારા મુક્તિપદની પ્રાપ્તિ થાય છે ને રાગ–દ્વેષાદિ વિભાવપરિણતિ
મટી જાય છે.
કોઈ કહે કે ‘રાગ–દ્વેષ છોડો...’ પણ રાગ–દ્વેષ વગરનો શુદ્ધઆત્મા કેવો છે તેના અનુભવ
વગર રાગ–દ્વેષ છૂટે જ નહિ; શુદ્ધપરિણતિ થયા વગર વિભાવ પરિણતિ

PDF/HTML Page 9 of 45
single page version

background image
: ૬ : આત્મધર્મ : શ્રાવણ : ર૪૯૪
છૂટે નહિ. માટે રાગ–દ્વેષનું મૂળ તો અજ્ઞાન છે, ને શુદ્ધઆત્માના જ્ઞાનવડે જ તે નિર્મૂળ
થાય છે. આત્માનો જ્ઞાનસ્વભાવ શું ને રાગાદિ પરભાવ શું ,–એને ઓળખ્યા વગર
અજ્ઞાનપૂર્વક કદાચ રાગ–દ્વેષની થોડીક મંદતા કરે, કે અશુભ ઘટાડીને શુભ કરે, પણ તેથી
કંઈ આત્માને ધર્મનો લાભ ન થાય. સર્વથા રાગ વગરનો જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા શ્રદ્ધા–
જ્ઞાન–અનુભવમાં લ્યે ત્યારે રાગ વગરની સહજ જ્ઞાનપરિણતિ પ્રગટે, તે ધર્મ અને તે
મોક્ષમાર્ગ છે. સર્વથા રાગ વગરની જે મોક્ષદશા, તેનું સાધન પણ રાગ વગરનું જ હોય;
રાગ તેનું સાધન હોઈ શકે નહિ.
જીવનું સ્વરૂપ તો નિર્દોષ જ્ઞાન છે; રાગ–દ્વેષ તે તો અપરાધ છે. જ્ઞાનના
અનુભવ વડે તે રાગ–દ્વેષને મટાડવાનો ઉપદેશ છે. અને સ્વાનુભવના અભ્યાસ વડે
આમ થવું સુગમ છે, કાંઈ મુશ્કેલ નથી. અંતર્મુખ અભ્યાસ વડે અશુદ્ધપરિણતિ મટે છે
ને શુદ્ધપરિણતિ થાય છે.
જુઓ, અહીં તો કહે છે કે આત્માના અનુભવવડે રાગ–દ્વેષને ટાળવા તે તો સુગમ
છે. આત્માના જ્ઞાન વગર રાગ–દ્વેષને ટાળવા અશક્ય છે; પણ જ્યાં ભેદજ્ઞાન થયું ને
શુદ્ધસ્વરૂપથી રાગને ભિન્ન જાણ્યો ત્યાં તે રાગને ટાળવો સુગમ છે. રાગને જ્ઞાન સાથે
એકમેક અનુભવે તે રાગનો અભાવ ન કરી શકે; પણ જ્યાં ભિન્નતા જાણીને જ્ઞાન રાગથી
જુદું પરિણમવા લાગ્યું ત્યાં તે પરિણમનમાં રાગનો અભાવ જ વર્તે છે.
વસ્તુના સ્વભાવથી વિચારતાં રાગ–દ્વેષ કોઈ જુદી સત્તાવાળી સ્વતંત્ર વસ્તુ નથી.
જેમ જીવ જ્ઞાનસ્વરૂપ સ્વતંત્ર વસ્તુ છે, તેનો કદી અભાવ થતો નથી, તેમ રાગ–દ્વેષ કાંઈ
કોઈ સ્વતંત્ર વસ્તુ નથી કે તેનો અભાવ ન થઈ શકે. રાગ–દ્વેષ તો જીવની જ
અશુદ્ધપરિણતિ હતી, જીવ જ્યાં શુદ્ધપરિણતિરૂપ થયો ત્યાં તે અશુદ્ધપરિણતિ મટી ગઈ
એટલે રાગ–દ્વેષ સર્વથા મટી ગયા. આ રીતે વસ્તુસ્વરૂપને અનુભવતાં રાગ–દ્વેષને ટાળવા
તે સુગમ છે. જ્ઞાનનો અભાવ ન થઈ શકે કેમકે તે તો સ્વભાવરૂપ છે, પણ રાગનો અભાવ
થઈ શકે છે કેમકે તે સ્વભાવરૂપ નથી.
રાગાદિ તો પોતાના સ્વરૂપની ચીજ નથી; જ્ઞાન ને આનંદ તો પોતાનું સ્વરૂપ જ છે;
તેથી તે જ્ઞાન–આનંદરૂપે પરિણમવું તે તો સ્વ–ઘરની ચીજ હોવાથી સુગમ છે; તે ક્યાંય
બીજેથી લેવા જવું પડે તેમ નથી.
રાગાદિ નિજસ્વરૂપ નથી, તો શું તે રાગાદિની ઉત્પત્તિ બીજું કોઈ કરાવતું હશે? –
તો કહે છે કે ના; કોઈ દ્રવ્ય બળાત્કારે જીવને રાગાદિરૂપ પરિણમાવી શકતું

PDF/HTML Page 10 of 45
single page version

background image
: શ્રાવણ : ર૪૯૪ આત્મધર્મ : ૭ :
નથી; જગતના બધાય દ્રવ્યો પોતપોતાની અખંડ પરિણામધારામાં પરિણમી રહ્યા છે. તેથી
તત્ત્વદ્રષ્ટિથી જોતાં એટલે કે સાચી દ્રષ્ટિથી વસ્તુસ્વરૂપ વિચારતાં જીવને રાગાદિ
અશુદ્ધતારૂપે કોઈ અન્ય દ્રવ્ય તો નથી પરિણમાવતું, કર્મ તો જીવને રાગાદિરૂપ નથી
પરિણમાવતું, પણ જીવ પોતે જ શુદ્ધસ્વરૂપથી ભ્રષ્ટ થઈને પર્યાયમાં રાગાદિ અશુદ્ધભાવરૂપ
પરિણમે છે. જીવનો જ તે અપરાધ છે, કોઈ અન્ય દ્રવ્યનો વાંક નથી.
ભાઈ, તારી અશુદ્ધપરિણતિ તેં ઊભી કરી છે, ને તું જ તે મટાડીને શુદ્ધપરિણતિ
કરવા સમર્થ છો. તારી અશુદ્ધતામાં બીજાનો શો વાંક? પોતે અશુદ્ધતા કરીને બીજાનો વાંક
કાઢે તો તે અશુદ્ધતાને ક્યારે મટાડશે? પોતાની પર્યાયના અપરાધે અશુદ્ધતા થઈ છે એમ
સમજે, ને શુદ્ધસ્વરૂપ તે અશુદ્ધતા વગરનું છે એમ અનુભવમાં લ્યે, તો શુદ્ધઅનુભવ વડે
અશુદ્ધતાને મટાડે. –આવી વસ્તુસ્થિતિ છે. પરનો વાંક કાઢશે તે રાગ–દ્વેષને મટાડી શકશે
નહિ, પણ મિથ્યાબુદ્ધિથી રાગ–દ્વેષ જ કર્યા કરશે. રાગ–દ્વેષ વગરના સ્વરૂપની તો તેને
ખબર નથી.
જીવના સ્વરૂપમાં રાગ–દ્વેષ નથી, પરદ્રવ્ય રાગ–દ્વેષ કરાવતું નથી, એટલે રાગ–
દ્વેષની કોઈ કાયમી ભૂમિકા ન રહી. પર્યાયમાં ક્ષણિક હતા, તે શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં
ટળી ગયા. –માટે કહે છે કે હે ભાઈ! આવા ભેદજ્ઞાનથી શુદ્ધસ્વરૂપના અનુભવવડે રાગ–
દ્વેષને સુગમતાથી મટાડી શકાય છે. રાગ–દ્વેષની કાંઈ એવી સ્વતંત્ર સત્તા નથી કે તે મટી ન
શકે.
રાગ–દ્વેષ જો જીવનું સ્વરૂપ જ હોય તો મટી શકે નહિ; પણ એમ તો નથી.
વળી રાગ–દ્વેષ જો પરદ્રવ્ય કરાવતું હોય તો મટી શકે નહિ; પણ એમ તો નથી. જો
પરદ્રવ્ય રાગ–દ્વેષ કરાવતું હોય તો તો સદા રાગ–દ્વેષ થયા જ કરે, તે મટાડવાનો અવસર
જ ન આવે.
આચાર્યદેવ કહે છે કે અરે, જગતના જીવો ભ્રમથી પરદ્રવ્યને રાગ–દ્વેષનું કારણ માને
છે; પણ તત્ત્વદ્રષ્ટિથી જોતાં પરદ્રવ્ય તો અમને જરાપણ રાગ–દ્વેષનું ઉત્પાદક દેખાતું નથી.
અશુદ્ધપરિણતિથી જીવ જ રાગ–દ્વેષને કરતો હતો, જ્યાં શુદ્ધ અનુભવરૂપ પરિણમ્યો ત્યાં
રાગદ્વેષ ન રહ્યા, પોતે રાગ રહિત સહજ જ્ઞાનસ્વરૂપે જ પરિણમવા લાગ્યો. આવું સ્પષ્ટ
વસ્તુસ્વરૂપ છે, તેેને તત્ત્વદ્રષ્ટિથી દેખો. આવી તત્ત્વદ્રષ્ટિ વડે જ રાગ–દ્વેષનો ક્ષય થશે.
પરદ્રવ્યો મને રાગ–દ્વેષ કરાવે, ને હું પરદ્રવ્યની પર્યાયને કરું–આવી સ્વ–પરની
એકતાબુદ્ધિરૂપ જે અજ્ઞાન છે તે જ રાગ–દ્વેષનું મૂળ છે. તત્ત્વદ્રષ્ટિ વડે સ્વ–પરની

PDF/HTML Page 11 of 45
single page version

background image
: ૮ : આત્મધર્મ : શ્રાવણ : ર૪૯૪
ભિન્નતા અનુભવતાં રાગ–દ્વેષ મટે છે. દરેક દ્રવ્ય ભિન્નભિન્નપણે, પોતપોતાના સ્વરૂપે, અખંડ
ધારારૂપ પોતાના પરિણામમાં જ વર્તે છે. –ને એ જ રીતે વસ્તુ સધાય છે.
સ્વ–પરની ભિન્નતા જાણીને અંદરમાં જા તો સુખ અનુભવાય. પણ જેણે સ્વ–પરની
ભિન્નતા જાણી નથી, પોતાની ભૂલ છે તેનું ભાન નથી, તે ભૂલ ટાળીને અંતર્મુખ કઈ રીતે થશે?
જીવદ્રવ્ય પોતાના અપરાધથી રાગ–દ્વેષ–મોહરૂપ અશુદ્ધ ચેતનારૂપ પરિણમે છે, તેમાં પુદ્ગલકર્મનો
તો કાંઈ દોષ નથી; જો જીવદ્રવ્ય પોતે શુદ્ધ ચેતનારૂપ પરિણમે ને રાગ–દ્વેષ–મોહરૂપ ન પરિણમે
તો પુદ્ગલ તેને શું કરે? પુદ્ગલ કાંઈ જીવને પરાણે રાગાદિ કરાવતું નથી. આવી ભિન્ન વસ્તુ
સ્થિત જાણતાં અજ્ઞાન અસ્ત થાય છે ને ભેદજ્ઞાન ઉદય થાય છે. માટે આચાર્યદેવ કહે છે કે વિદિત
થાવ...જાહેર થાવ...જગતમાં પ્રસિદ્ધ થાવ કે જીવદ્રવ્ય પોતે સ્વતંત્રપણે જ અશુદ્ધતારૂપે કે
શુદ્ધતારૂપે પરિણમે છે, તેમાં પુદ્ગલદ્રવ્યનું થોડુંક પણ કર્તવ્ય નથી.
ભાઈ, તું ઓળખાણ કર કે હું તો બોધસ્વરૂપ છું; જ્ઞાનસ્વરૂપ જ હું છું –એમ શુદ્ધપણે
પોતાને અનુભવતાં રાગાદિ અશુદ્ધતારૂપ પરિણમન થતું નથી, રાગ રહિત શુદ્ધતારૂપ પરિણમન
થાય છે. આ રીતે શુદ્ધચૈતન્યનો અનુભવ તે જ રાગ–દ્વેષના ક્ષયનો ઉપાય છે. અનંતા જીવો
આવા અનુભવવડે રાગ–દ્વેષનો ક્ષય કરીને સિદ્ધપદને પામ્યા છે.
રાગ–દ્વેષ તે જીવનો પોતાનો અપરાધ છે, –એટલું જ બતાવીને અટકી જવું નથી પણ
આગળ લઈ જઈને એ બતાવવું છે કે જે રાગાદિ દોષ છે તે જીવનું ખરૂં સ્વરૂપ નથી, જીવનું શુદ્ધ
સ્વરૂપ તો જ્ઞાન–આનંદમય છે. આવા શુદ્ધસ્વરૂપના અનુભવ વડે શુદ્ધપરિણતિ પ્રગટે ને રાગ–
દ્વેષરૂપ અશુદ્ધપરિણતિ મટે–તે પ્રયોજન છે.
શુદ્ધસ્વરૂપના અનુભવવડે જ રાગ–દ્વેષ–અજ્ઞાનનો નાશ થાય છે. માટે હે ભવ્ય જીવો! તમે
‘જ્ઞાની લીલીવાડીમાં આત્મા આનંદની રમત રમે છે.’
–ગુરુદેવના આ એક વાકયમાં સ્વાનુભૂતિના ગંભીર ભાવો ભર્યા છે;
જ્યારે કોઈક ધન્ય પળે સ્વાનુભવની આનંદકારી ચર્ચા થાય ત્યારે પ્રમોદથી
ગુરુદેવ ઉપરનું વાકય યાદ કરે છે...ને એની સાથે સંકળાયેલી ત્રીસેક વર્ષ
પહેલાંની ‘આત્મચર્ચા’ ઓ ઘણા મહિમાપૂર્વક તાજી થાય છે.

PDF/HTML Page 12 of 45
single page version

background image
: શ્રાવણ : ર૪૯૪ આત્મધર્મ : ૯ :
શુદ્ધ પરિણમનો અવસર
(સમયસાર–કલશ ૨૨૧–૨૨ નાં પ્રવચનોમાંથી)
હે જીવ! સન્તો અનુગ્રહ કરીને જ્યારે તને શુદ્ધઆત્મસ્વરૂપ
દેખાડી રહ્યા છે ત્યારે તું સમજ કે શુદ્ધાત્માનો અનુભવ કરીને શુદ્ધ
પરિણમવાનો આ અવસર આવ્યો છે. આ અવસરમાં પરદ્રવ્યનો વાંક
કાઢીને અટકીશ મા; તારા દોષને તારી પર્યાયનો જ અપરાધ સમજીને,
શુદ્ધાત્માના પ્રેમના જોરે તે દોષને મૂળમાંથી ઉખેડી નાંખજે, શુદ્ધતાના આ
અવસરને ચૂકીશ મા!
આત્માના સહજ સ્વભાવ શુદ્ધ જ્ઞાન–આનંદરૂપ છે, તેમાં રાગાદિ અશુદ્ધતા નથી. પર્યાયમાં
જે મોહ–રાગ–દ્વેષરૂપ અશુદ્ધતા છે, તે શુદ્ધસ્વભાવથી વિરુદ્ધ છે એટલે શત્રુ છે. તે મોહશત્રુની
સેનાને શુદ્ધસ્વરૂપના અનુભવવડે જીતી શકાય છે. પરંતુ જે જીવો પરદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ
દ્રવ્યને અનુભવતા નથી ને પરદ્રવ્ય સાથે ભેળસેળવાળો જ પોતાને અનુભવે છે, તે જીવો અશુદ્ધ
અનુભવવડે મોહશત્રુની સેનાને જીતી શકતા નથી, સ્વરૂપથી ભ્રષ્ટ એવા તે મિથ્યાદ્રષ્ટિ જીવો
મોહને જ વશ વર્તતા થકા રાગ–દ્વેષને કરે છે. તે રાગ–દ્વેષ કરવામાં કાંઈ પરદ્રવ્યનો તો જરાય
દોષ નથી, જીવનો પોતાનો જ દોષ છે. છતાં પરનિમિત્તનો દોષ દેખે છે તે જીવ તે રાગ–દ્વેષને કેમ
મટાડી શકશે? પરદ્રવ્યથી રાગ–દ્વેષ થવાનું જેણે માન્યું, તો જગતમાં પરદ્રવ્યો તો અનંત છે ને
સદાય છે એટલે, તેના અભિપ્રાયમાં સદાય અનંત રાગ–દ્વેષ થવાનું આવ્યું; પરદ્રવ્યની
વિદ્યમાનતામાં શુદ્ધ પરિણમવાનો અવસર જ તેને કયાં રહ્યો?
તેને સમજાવે છે કે ભાઈ, પરદ્રવ્ય તો તને કદી જરાપણ રાગ–દ્વેષ ઉપજાવતું નથી. રાગ–
દ્વેષ તે તારી પર્યાયનો જ અપરાધ છે; તે ઉપરાંત એનાથી આગળ એ વિચાર છે કે તે રાગ–
દ્વેષરૂપ પર્યાય અશુદ્ધ છે ને તારું સહજ સ્વરૂપ શુદ્ધ છે; તે

PDF/HTML Page 13 of 45
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : શ્રાવણ : ર૪૯૪
શુદ્ધસ્વરૂપનો અનુભવ કરતાં રાગાદિ અશુદ્ધ પરિણતિ છૂટી જાય છે, ને શુદ્ધસ્વરૂપ જેવું છે તેવું
પ્રગટેે છે. અશુદ્ધતામાં કે શુદ્ધતામાં પરદ્રવ્યનો તો કાંઈ સહારો નથી, જીવ પોતે જ અશુદ્ધ કે
શુદ્ધ પર્યાયરૂપે પરિણમે છે.
પરદ્રવ્ય જ મને રાગ–દ્વેષ કરાવે છે–એવી દુર્બુદ્ધિ કરે તેને રાગ–દ્વેષ–અશુદ્ધતા કયારે
મટે? કદી ન મટે કેમકે પરથી ભિન્ન એવી સ્વવસ્તુનો બોધ તેને નથી, તેની બુદ્ધિ આંધળી
થઈ ગઈ છે તેથી પોતાના દોષને તે દેખી શકતો નથી; દોષને નથી દેખતો તેમ દોષરહિત
શુદ્ધસ્વરૂપને પણ તે દેખતો નથી. તેથી સમ્યકત્વરહિત તે જીવ અપરાધી છે, જિન–આજ્ઞાને તે
માનતો નથી. જિનઆજ્ઞા તો એવી છે કે જીવ અને પુદ્ગલ બંનેનું સ્વતંત્ર ભિન્ન ભિન્ન
પરિણમન છે; રાગાદિ અશુદ્ધતા તે જીવનો પોતાનો અપરાધ છે; તેને બદલે પરનો દોષ કાઢવો
તે અન્યાય છે, અનીતિ છે; તે અપરાધી જીવ સંસારમાં ભમે છે.
ભાઈ, તારા દોષે જ તને બંધન છે; અને તારી શુદ્ધતાએ જ તને મુક્તિ છે, બંધન અને
મુક્તિ બંને અવસ્થામાં તારું જ કર્તૃત્વ છે, તારી અવસ્થામાં બીજાનું કર્તૃત્વ જરાપણ નથી.
–આવી સ્પષ્ટ વસ્તુસ્થિતિ જૈનશાસનમાં પ્રસિદ્ધ છે. તેને જે નથી જાણતો તે મિથ્યાદ્રષ્ટિ છે,
તેને શુદ્ધતાનો અવસર આવતો નથી.
જીવને શુદ્ધ પરિણમનનો અવસર ક્યારે? કે પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવે ત્યારે.
જીવ જ્યારે પરથી ભિન્ન પોતાના સહજ સ્વરૂપને અનુભવે છે ત્યારે તેને શુદ્ધતારૂપ પરિણમન
થાય છે. જ્યાં સુધી પર સાથે એકતાબુદ્ધિ કરે છે ત્યાંસુધી તેને શુદ્ધ પરિણમનનો અવસર
નથી. પર સાથે એકતાબુદ્ધિ કરનાર અશુદ્ધરૂપે જ પરિણમે છે. જગતમાં ઘણા જીવોનો ઢગલો
તો અજ્ઞાનથી અશુદ્ધતારૂપે જ પરિણમી રહ્યો છે; કોઈ વિરલા જીવો જ ભેદજ્ઞાન કરીને
શુદ્ધતારૂપે પરિણમે છે.
જીવનો સ્વભાવ તો શુદ્ધ છે, તો તે અશુદ્ધતારૂપ કેમ પરિણમે ? –માટે પરદ્રવ્ય જ તેને
તેને કહે છે કે–ભાઈ! જીવની અવસ્થામાં અશુદ્ધતારૂપ પરિણમવાની પણ શક્તિ છે.
દ્રવ્યસ્વભાવમાં ભલે અશુદ્ધતા નથી પણ પર્યાયમાં તો શુદ્ધતા કે અશુદ્ધતારૂપ પરિણમન
થવાની યોગ્યતા છે, તે કાંઈ પરને લીધે નથી, પોતાની પર્યાયની જ તેવી તાકાત છે. પરદ્રવ્ય
તેમાં કાંઈ જ કરતું નથી. જીવ પોતે પોતાની પર્યાયની તાકાતથી અશુદ્ધ થાય છે, ને પોતે જ
પોતાની પર્યાયની તાકાતથી શુદ્ધ થાય છે. જો પરદ્રવ્યનું અસ્તિત્વ જ તેને અશુદ્ધતાનું કારણ
હોય તો તો અશુદ્ધતા થયા જ કરે; અશુદ્ધતાથી છૂટીને શુદ્ધતારૂપે પોતે પરિણમી જ ન શકે ! –
પણ એમ નથી. અનંત જીવો શુદ્ધસ્વરૂપના અનુભવવડે અશુદ્ધતા મટાડીને સિદ્ધપદ પામ્યા છે.

PDF/HTML Page 14 of 45
single page version

background image
: શ્રાવણ : ર૪૯૪ આત્મધર્મ : ૧૧ :
જ્ઞાન તો જ્ઞાન જ છે, જ્ઞાન તો રાગ–દ્વેષને જરાપણ ઉપજાવતું નથી. જ્ઞાનનો જાણવાનો
સ્વભાવ છે, એટલે જાણવું તે કાંઈ રાગ–દ્વેષનું કારણ નથી. જ્ઞાન જ જો રાગદ્વેષનું કારણ
થાય તો તો કેવળજ્ઞાન થતાં અનંતા રાગ–દ્વેષ વધી જાય, રાગ કદી મટે જ નહિ. પણ જ્ઞાનની
વૃદ્ધિ થતાં તો રાગ–દ્વેષ મટે છે. જ્ઞાનમાં રાગ–દ્વેષનો અભાવ જ છે. રાગ–દ્વેષને છોડવા માટે
કાંઈ જ્ઞાનને છોડી દેવું પડતું નથી. રાગ–દ્વેષ છૂટી જાય છે ને જ્ઞાન એકલું શુદ્ધસ્વરૂપે રહી
જાય છે. આવું જ્ઞાનસ્વરૂપ જેને અનુભવમાં આવતું નથી તે જીવ મિથ્યાદ્રષ્ટિપણે રાગ–દ્વેષ
કરે છે.
જ્ઞાન તો દીપક જેવું છે; જેમ દીપકના પ્રકાશમાં દેખાતા પદાર્થો કાંઈ દીપકના પ્રકાશને
મલિન કરતા નથી, દીપક તો પ્રકાશસ્વરૂપ જ છે; તેમ ચૈતન્યદીપકના પ્રકાશમાં પરદ્રવ્યો કે
શુભાશુભ ભાવો દેખાય તે કાંઈ ચૈતન્યદીવાના પ્રકાશને મલિન કરતા નથી, ચૈતન્યદીવો તો
પ્રકાશસ્વરૂપ જ છે. જ્ઞાન તો સહજ ઉદાસીનસ્વરૂપ છે; રાગને જાણતાં તે રાગી થતું નથી,
જડને જાણતાં તે જડ થતું નથી; તે તો પોતાના સ્વરૂપમાં અચલ રહે છે, –જ્ઞાનચેતનારૂપ જ
રહે છે. ધર્મીને આવી જ્ઞાનચેતનાની અનુભૂતિ છે. તેનાવડે તે મોક્ષને સાધે છે.
અજ્ઞાની રાગને જાણતાં, જાણે કે પોતે જ રાગરૂપ થઈ ગયો, પરને જાણતાં પરરૂપ
થઈ ગયો–એમ અજ્ઞાનચેતનાને અનુભવે છે. અચંબો છે કે બધાને જાણનારો પોતે પોતાને
જ નથી જાણતો. હું નથી ને આ છે, જ્ઞાન નથી ને જ્ઞેય છે, –આમ પોતાના ભિન્ન અસ્તિત્વનું
અભાન તે મોટી ભૂલ છે ને તે જ સંસારનું–અશુદ્ધતાનું મૂળકારણ છે. આત્મા તો જાણનાર
પ્રકાશસ્વરૂપ છે, તેના અસ્તિત્વમાં જ જ્ઞેયોનું જ્ઞાન થાય છે. જાણનારના અસ્તિત્વ વગર
પદાર્થોને કોણ જાણે? આવું વસ્તુનું સ્વરૂપ જાણીને જ્ઞાનમાં મગ્ન થતાં શુદ્ધપરિણમન થાય
છે; જ્ઞાન જ્ઞાનરૂપે પરિણમે છે, –તેનું નામ જ્ઞાનચેતના છે, તે આત્મિકરસથી ભરેલી છે.
ધર્માત્મા આવી શુદ્ધચેતનાના સ્વાદવડે–અનુભવવડે મોક્ષને સાધે છે.
જગતના કોઈ પદાર્થો ઊંચા–નીચા આઘાપાછા થાય તેમાં સૂર્યને શું? તેમ જગતના
જ્ઞેયપદાર્થો પોતપોતાના ભાવમાં પરિણમ્યા કરે તેમાં જ્ઞાનસૂર્યને શું? વીંછી કે સર્પ તે
શરીરથી દૂર હો કે નજીક હો, તેમાં જ્ઞાનને શું? જ્ઞાન તો નિર્ભયપણે પોતાના જ્ઞાનસ્વરૂપમાં
જ રહેવાના સ્વભાવવાળું છે. આહા, આવું સહજ વીતરાગી જ્ઞાન, તે આત્માનું સ્વરૂપ છે;
આવા જ્ઞાનનો અનુભવ તે વીરનો સુંદર માર્ગ છે. વીતરાગના આવા સુંદર માર્ગને વીતરાગી
સંતોએ પ્રસિદ્ધ કર્યો છે.
‘‘શુદ્ધજ્ઞાનમાત્ર જીવદ્રવ્ય’’ના અનુભવમાં બધા શાસ્ત્રોનો સાર સમાઈ જાય છે.
કુંદકુંદસ્વામી કહે છે કે સર્વજ્ઞદેવથી માંડીને અમારા ગુરુપર્યંત–કે જેઓ

PDF/HTML Page 15 of 45
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : શ્રાવણ : ર૪૯૪
શુદ્ધાત્મામાં લીન હતા તે સર્વે ગુરુઓએ અનુગ્રહ કરીને અમને શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો,
તે જ શુદ્ધાત્મા હું સ્વાનુભવરૂપ નિજવૈભવ સહિત દેખાડું છું. અહા, ‘આવો શુદ્ધઆત્મા હું
છું’ એમ જાણીને, અનુભવીને તું ખુશી થા, આનંદિત થા. શુદ્ધાત્માના અનુભવનો આ
અવસર આવ્યો છે –એમ સમજીને પ્રસન્ન થા.
શુદ્ધસ્વરૂપને ચૂકીને જીવે પોતે અશુદ્ધતા ઊભી કરી છે. અરે જીવ! જો પરદ્રવ્ય જ
બળાત્કારપૂર્વક અશુદ્ધતા કરાવતું હોય તો તે અશુદ્ધતાથી છૂટવાનો અવસર ક્યારે ? –કેમકે
પરદ્રવ્ય તો જગતમાં સદાય છે, જો તે વિકાર કરાવતું હોય તો તો સર્વકાળ તે વિકાર
કરાવ્યા જ કરે, ને જીવને વિકારથી છૂટવાનો અવસર જ કોઈ ન રહે. માટે તારું શુદ્ધ કે
અશુદ્ધપરિણમન તારાથી જ છે એમ તું જાણ, તો શુદ્ધદ્રવ્યના આશ્રયે શુદ્ધતા પ્રગટ કરીને
અશુદ્ધતાને ટાળવાનો અવસર તને આવશે.
તું તારી સ્વતંત્રતા જાણ કે હું બહાર પર તરફ વળ્‌યો તેથી મને અશુદ્ધતા થઈ; ને
હું, અંતરમાં સ્વ તરફ વળું તો મને શુદ્ધતા થાય. મારી અશુદ્ધતામાં કે શુદ્ધતામાં
પરદ્રવ્યનો જરાપણ હાથ નથી. –આવી સ્વતંત્રતા જાણતાં સ્વસન્મુખ થઈને શુદ્ધતાનો
અવસર આવે છે.
પણ જે જીવ પોતાની સ્વવસ્તુને જાણતો નથી, પોતાના પરિણમનને જાણતો નથી,
જેનું જ્ઞાન ઊંધું છે, જેનાં સમ્યકત્વચક્ષુ બિડાઈ ગયાં છે–એવો જીવ મોહશત્રુની સેનાને
જીતી શકતો નથી, એટલે કે શુદ્ધતારૂપ પોતે પરિણમતો નથી. તેનો અપરાધ શું? કે કર્મ
વગેરે પરદ્રવ્ય મને વિકાર કરાવે છે એમ તે માને છે, તે તેનો મોટો અપરાધ છે.
પરને કારણે વિકાર થવાનું માનનાર જીવને અપરાધી કહ્યો; તે અપરાધનું ફળ શું ?
–કે અનંત સંસારરૂપી જેલ, માટે કહ્યું કે પરદ્રવ્ય જીવને વિકાર કરાવે છે એમ માનનાર
જીવરાશી મિથ્યાદ્રષ્ટિ અનંતસંસારી છે, સંસાર–સમુદ્રને તે પાર કરી શકતો નથી,
અશુદ્ધતાથી છૂટી શકતો નથી. સ્વાધીન પરિણમનને તે માનતો જ નથી પછી તેની અશુદ્ધતા
કયાંથી ટળે?
મિથ્યાભાવથી રાગ–દ્વેષના કર્તાપણે જીવ પોતે જ પરિણમે છે; ને સમ્યકત્વભાવ
થતાં મોક્ષમાર્ગપણે પણ પોતે જ પરિણમે છે. છએ દ્રવ્યો પોતપોતાના ભાવમાં સ્વતંત્રપણે
જ વર્તી રહ્યા છે, કોઈ દ્રવ્ય બીજાના પરિણમનમાં દખલ નથી કરતું. ભાઈ, અશુદ્ધતારૂપ
તારી ભૂલ તેં કરી છે; પરદ્રવ્યમાં એવી કોઈ શક્તિ નથી કે તારામાં દોષ કરે; ને તારુંય
એવું સ્વરૂપ નથી કે પરથી તારામાં દોષ થઈ જાય. અરે, તારા

PDF/HTML Page 16 of 45
single page version

background image
: શ્રાવણ : ર૪૯૪ આત્મધર્મ : ૧૩ :
અજ્ઞાનથી આ અનંત સંસારના દુઃખમાં ટળવળી રહ્યો છો, તો અમે તને તેનાથી છૂટવાનો
ઉપાય બતાવીએ છીએ–તે લક્ષમાં લે. મારી અવસ્થામાં અશુદ્ધતા મેં મારી જ ભૂલથી કરેલી છે;
તે ભૂલ ક્ષણિક છે, ને મારો શુદ્ધસ્વભાવ ત્રિકાળ છે, એમ શુદ્ધસ્વભાવને લક્ષમાં લેતાં પર્યાયની
જો પોતાની ભૂલ હોય જ નહિ તો તે ટાળવાનું ક્યાં રહ્યું? તારી ભૂલ છે તેથી તો ભૂલ
ટાળવા માટે તને ઉપદેશ દીધો છે. તારા દોષે તને બંધન છે એ સંતની પહેલી શિખામણ છે.
દોષ એટલો કે પરને પોતાનું માનવું ને પોતે પોતાને ભૂલી જવું.
ભૂલ પોતાની હોય જનહિ તો ટાળવાનું રહેતું નથી.
ભૂલ પોતાનું સ્વરૂપ જ હોય તો ટાળવાનું રહેતું નથી.
પર્યાયમાં ભૂલ પોતાની છે પણ તે કાયમી સ્વરૂપ નથી.
તેથી કાયમી શુદ્ધસ્વરૂપના લક્ષે પર્યાયની ભૂલ ટળી જાય છે.
અજ્ઞાની પોતાના શુદ્ધસ્વભાવનો તો અજાણ છે, ને પર્યાયમાં જે પોતાના અપરાધથી
અશુદ્ધતા છે તેનો પણ અજાણ છે. નથી જાણતો દ્રવ્યને, નથી જાણતો પર્યાયને; કર્મ વગેરેનો
સંયોગ જ મને અશુદ્ધતા કરાવે, ને દેવ–ગુરુ વગેરેનો સંયોગ જ મને શુદ્ધતા કરાવે–એમ માને
છે, એટલે પોતે તો જાણે ધોયેલ મૂળા જેવો રહ્યો, કાંઈ શુદ્ધતાનો ઉદ્યમ કરવાનું રહ્યું નહીં! –
પરદ્રવ્ય તો તારાથી જુદું એના ભાવમાં પરિણમી રહ્યું છે, તે આ જીવને જરાપણ
વિકાર નથી કરાવતું. છતાં અજ્ઞાની તેના ઉપર જૂઠો આરોપ નાંખે છે કે મારામાં અશુદ્ધતા તેં
કરાવી.
–‘પણ ભાઈ! હું (પરદ્રવ્ય) તો તારામાં આવ્યું જ નથી તો મેં તારામાં કઈ રીતે અશુદ્ધતા
કરાવી?’ શાસ્ત્રભણતરમાંથી જે સ્વાશ્રયનો આશય કાઢવો જોઈએ તે અજ્ઞાનીને આવડતું
નથી, તે પોતાની ઊંધી દ્રષ્ટિને લીધે શાસ્ત્રના આશય પણ ઊંધા જ સમજે છે, ને
પરાશ્રયભાવને પોષે છે. પરથી જે નુકશાન માને તે પરથી લાભ પણ માને; ને જે પરથી લાભ
માને તે સ્વસન્મુખ આવે નહિ એટલે તેને સમ્યગ્દર્શનાદિનો લાભ કદી થાય નહિ. પોતાની
એક સમયની પર્યાયમાં શુદ્ધતા કે અશુદ્ધતા કરવાની સ્વતંત્ર તાકાત છે તેને પણ જે નથી
ભાઈ, ‘મારા દોષ મેં કર્યા છે’ એમ સમજ તો તને તારા દોષ ટાળવાની ખટક રહેશે.
‘‘ હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ–’’ એમ સમજીને મુમુક્ષુ જીવ

PDF/HTML Page 17 of 45
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : શ્રાવણ : ર૪૯૪
યથાર્થ ઉપાય વડે તે દોષ ટાળવા પ્રયત્ન કરે છે. પણ દોષ પરદ્રવ્યે કરાવ્યો છે–એમ માનીશ તો
તને તે ટાળવાની દરકાર ક્યાંથી રહેશે? જો પરદ્રવ્ય તને દોષ કરાવશે –તો તારામાં પોતાનો
કાંઈ પુરુષાર્થ છે કે નહિ? પરદ્રવ્યને આધીન થયા વગર સ્વાધીનપણે શુદ્ધતારૂપ પરિણમવાની
તારામાં કાંઈ તાકાત છે કે નહિ? વિકારથી બચવાનો ને સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવ પ્રગટ
કરવાનો સ્વસન્મુખ પુરુષાર્થ તું કર, ત્યારે જ તારામાં શુદ્ધતા થશે ને દોષ મટશે. ઊંધાઈ કે
સવળાઈ, અશુદ્ધતા કે શુદ્ધતા એ બંને મારા જ પુરુષાર્થનું કામ છે એમ જે સમજે તે
સ્વપુરુષાર્થદ્વારા અશુદ્ધતા ટાળીને શુદ્ધતા કરશે પણ પોતાના પુરુષાર્થને જ જે નહિ સ્વીકારે
તેને અશુદ્ધતા ટાળીને શુદ્ધતાનો અવસર કયાંથી આવશે?
• અશુદ્ધતા કેમ થઈ ? –પોતે શુદ્ધઆત્માનો અનુભવ ન કર્યો તેથી અશુદ્ધતા થઈ.
• શુદ્ધતા કેમ થાય ? –પોતે શુદ્ધઆત્માનો અનુભવ કરે તો શુદ્ધતા થાય.
જે શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધઆત્મ જ મેળવે;
અણશુદ્ધ જાણે આત્માને અણશુદ્ધ આત્મ જ તે લહે.
અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગના ઢગલા આત્માને ડગાવી શકતા નથી; અનુકૂળતાના
ઢગલા આત્માને શુદ્ધતામાં કાંઈ મદદ કરે કે રાગ કરાવે એમ નથી; તેમ જ પ્રતિકૂળતાના
ઢગલા આત્માને શુદ્ધતાથી ડગાવી દ્યે કે અશુદ્ધતા અથવા દ્વેષ કરાવે એમ નથી. અનુકૂળ–
પ્રતિકૂળ સંયોગ વચ્ચે પણ આત્મા નિજસ્વરૂપમાં લીન થઈને કેવળજ્ઞાની–પરમાત્મા બની શકે
છે...એવો તે સ્વતંત્ર પરમેશ્વર છે.
શ્રોતા કહે છે– ‘અત્યાર સુધી અમને આવું સમજાવનારા કોઈ ન મળ્‌યા!’
હે જીવ ! જો તારી સમજવાની તૈયારી હોય તો જગતમાં સર્વજ્ઞો ને સન્તો હાજર જ છે.
તૈયારીવાળા પાત્ર જીવને જ્ઞાની–ધર્માત્માનો યોગ મળી જ જાય છે (–ભોગભૂમિમાં
ઋષભદેવના જીવને મુનિરાજનો પ્રસંગ મળી ગયો તેમ.) જ્ઞાનીની ઉપાસના ન કરી માટે
રખડયો એનો અર્થ એમ છે કે જ્ઞાનીએ જેવું આત્મસ્વરૂપ સમજાવ્યું તેવું પોતે અનુભવમાં ન
લીધું તેથી રખડ્યો, એટલે કે પોતે પાત્રતા ન કરી માટે રખડ્યો, પોતાની પાત્રતા વગર
જ્ઞાનીની પણ સાચી ઓળખાણ થતી નથી. જ્ઞાનીનો યોગ તો ઘણાને મળ્‌યો, પરંતુ જીવની
પોતાની પાત્રતા વગર જ્ઞાની પણ એને શું કરે? માટે આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! તારા
ભાવમાં તું તારી સ્વતંત્રતા જાણ, ને સ્વભાવ તરફનો સમ્યક્ પ્રયત્ન ઉપાડ તો તારી અશુદ્ધતા
ટળે ને શુદ્ધતા થાય. એવી શુદ્ધપરિણતિનો આ અવસર છે.
–जयजिनेन्द्र

PDF/HTML Page 18 of 45
single page version

background image
: શ્રાવણ : ર૪૯૪ આત્મધર્મ : ૧૫ :
અવલકન
વૈશાખ માસની ઈનામીયોજનામાં કોણે
લખ્યું ને શું લખ્યું–તેના અવલોકનનો
બાકીનો ભાગ અહીં આપીએ છીએ.
(ગતાંકથી ચાલુ)
ગોંડલના અરવિંદ જે. જૈન (નં.૨૪૬) તથા
મોરબીના ભરતકુમાર એચ.જૈન (નં.૪૦)
તેમણે ધાર્મિક કક્કો મોકલ્યો હતો. તેઓ
બાલવિભાગમાં નિયમિત ભાગ લેનાર ઉત્સાહી
સભ્યો છે.
લાઠીના સભ્ય નં.૨૧ ભૂપતકુમાર સી.
જૈને ‘‘બાલવિભાગથી અમને લાભ’’ એ વિષે
લખ્યું છે; તેમજ જન્મજયંતિ સંબંધમાં લખ્યું છે
કે– ‘‘ગુરુદેવની જન્મજયંતીના મહોત્સવ અનેક
ભવ્ય આત્માઓને માટે પાવનકારી અવસર છે.
તેમના જીવનનો ઝુકાવ પહેલેથી જ આત્મશોધ
તરફ છે. આત્માર્થ માટેનો પુરુષાર્થ એ એમનો
જીવનમંત્ર છે. આ જીવન છે તે આત્માર્થ
સાધવા માટે જ છે–એમ ગુરુદેવ સમજાવે છે.
આવા ગુરુદેવ આપણા જેવા બાળકોને માટે
હીરા સમાન છે. હિન્દુસ્તાનના આ હીરલાને
ભારતના બાળકો શ્રદ્ધાપૂર્વક અભિનંદે છે.’’
(અભિનંદનગ્રંથમાં જોઈ જોઈને તેમણે આ
લખ્યું છે. ભલે, જોઈને લખવા માટે પણ તેમણે
એ પુસ્તક વાંચ્યું તો ખરૂંને?)
જોરાવરનગરથી વસંતલાલ રતિલાલ જૈન
(નં.૧૯૭પ) તેમણે એકથી સો સુધી આંક
મોકલ્યા છે–પણ વચ્ચે ઘણા આંકડા ભૂલી ગયા છે.
કનકબાળા રતિલાલ (નં.૧પ૭૪)
તેમણે ધાર્મિક કક્કો તથા ‘‘બાલવિભાગથી
અમને લાભ’’ એ વિષે સુંદર નિબંધ પણ
લખેલ છે.
નયનાબેન હીરાલાલ જૈન (સ.નં.
૧પ૯૩) મુંબઈ–તેમણે ધાર્મિક કક્કો મોકલ્યો
છે; કક્કો સુંદર ભાવવાહી છે. ઉત્તમકોટિના ૧પ
લેખોમાં તેમને સ્થાન મળેલ છે.
માળીયાના સતીશકુમાર તથા
ઉપેન્દ્રકુમાર (નં.૭૩૩, ૭૩પ) તેમણે એકથી
દશના અંકદ્વારા સુંદર ભાવના ભાવી છે, તથા
ધર્મનો કક્કો પણ મોકલ્યો છે. એકથી દશના
આંકમાં તેઓ લખે છે કે–
(૧) જૈનધર્મની લ્યો ટેક
(૨) જ્ઞાનની ઉગાડો બીજ,
(૩) રત્નત્રયને ભાવો ઝટ.
(૪) અનંતચતુષ્ટય ધાર.
(પ) પંચમગતિ પ્રાપ્ત કર.
(૬) છ લેશ્યાથી દૂર થા.
(૭) સાત તત્ત્વને સમજ.
(૮) આઠ કર્મનો કર નાશ.
(૯) નવ દેવને ભજ.
(૧૦) દશધર્મને આરાધ.
આ રીતે આંકડાના મેળ સાથે
ભાવનાનો સારો મેળ કર્યો છે.
જામનગરથી હસમુખ જૈને (નં.૬૬પ)
ચાર ગીત ઉતારીને લખી મોકલ્યા છે.

PDF/HTML Page 19 of 45
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : શ્રાવણ : ર૪૯૪
જ્યોતિબેન બાબુભાઈ જૈન (નં.૧૭૯૦)
સોનગઢ: તેમણે જોડકા શોધવાના પ્રશ્નો, તથા
ભાંગ્યાતૂટ્યા ધાર્મિક આંક તથા કક્કો મોકલ્યો
છે. ખાલી ખાનામાં શબ્દો ગોઠવવાના કોયડા
તેમની શૈલીના આધારે તૈયાર કરીને કોઈવાર
આપીશું....જે દરેકને ગમશે.
જુનાગઢથી કુસુમબેન, મુકેશકુમાર
તથા કિરણબાળા (સ.નં.૨૦૪૦, ૨૦૩૯,
૨૦૩૮) તે ત્રણેએ ધાર્મિક કક્કો લખી
મોકલ્યો છે.
વડીયાથી ઉષાબેન કે. જૈને (નં.
૧૬૧૧) પણ ધાર્મિક કક્કો લખી મોકલ્યો છે.
પ્રાંતિજથી કનુભાઈ એમ. જૈન
બી.એ. (સ.નં.૧૮૮૬) તેમણે અગાઉ
ચિત્રકથા (કાર્ટૂનરૂપે) લખી મોકલેલ. કાર્ટૂન
દ્વારા તેમની રજુઆત સારી છે, તેમણે
ગોઠવેલી કથા નીચે મુજબ છે–
એક માણસ ગુરુ પાસે જઈને કહે છે:
હે ગુરુદેવ! મને ધર્મ આપોને !
ગુરુ કહે છે –હમણાં જ મેં એક
મગરને ધર્મ આપ્યો છે, તું તેની પાસેજા.
મગર પાસે જઈને તે માણસ કહે છે –
હે મગર! મને ધર્મ આપ.
મગર કહે છે –પ્રથમ મને એક લોટો
પાણી પા, પછી તને ધર્મ આપું.
માણસ કહે છે –અરે, તું પાણીમાં જ
રહે છે ને મારી પાસે પાણીની માંગણી કરે
છે. –કેવી મૂર્ખાઈ?
મગર કહે છે –હે માનવ! હુંનહિ
પણ તું મૂર્ખ છે; કેમકે ધર્મ તારા આત્મામાં
છે ને તું બહાર ગોતે છે!
માણસ વિચારમાં પડી ગયો: અરે,
હવે સમજાયું કે ધર્મ બહારથી નથી મળતો,
ધર્મ તો નિજાત્મામાં જ છે.
હવે ભેદજ્ઞાનનું પ્રભાત ઊગ્યું..
..સમ્યકત્વનો સોનેરી સૂરજ ઊગ્યો...અને
મોક્ષપ્રાપ્તિનો માર્ગ ખૂલ્લો થયો.
(ભાઈશ્રી કનુભાઈ! તમારી
ચિત્રકથા અહીં આપી છે. કાર્ટૂનના ચિત્રો
સરખા વ્યવસ્થિત હોય તો છાપવામાં કામ
આવી શકે. ફરી પ્રયત્ન કરશો. તમારા
કાર્ટૂનચિત્રોને આવકારીશું. ચિત્રમાં કાળી
શાહી વાપરશો.)
વાસંતીબેન એચ. જૈન (સોનગઢ)
તેમણે ધાર્મિક કક્કો વગેરે લખી આપેલ છે.
બાલવિભાગના વિકાસ માટે તેઓ ખાસ
ભાવનાશીલ છે. (તેમણે પૂ. બેનશ્રી
ચંપાબેનની પપ મી જન્મજયંતી નિમિત્તે પપ
પુષ્પોની પુષ્પમાળા લખી મોકલી છે–પણ
સ્થળસંકોચને હિસાબે છાપી શકાઈ નથી.)
રાંચીથી જયશ્રીબેન જૈને (નં.૨૦૩)
કુંદકુંદપ્રભુના વિદેહગમનનું, ને ત્યાં સીમંધર
પ્રભુની સભામાં ઉપસ્થિત રાજકુમાર વગેરે
જીવોનું સુંદર ભાવવાહી ચિત્ર કરીને મોકલ્યું
છે. જો કે તેમનું ચિત્ર સૌથી છેલ્લું મળ્‌યું–
છતાં ઉત્તમ કક્ષાના ૧પ લેખોમાં તે પોતાનું
સ્થાન મેળવી જાય છે.
રોમેશકુમાર બાબુલાલ જૈન
(નં.૨૧૮) અમદાવાદ : આપણા આ
ઉત્સાહી

PDF/HTML Page 20 of 45
single page version

background image
: શ્રાવણ : ર૪૯૪ આત્મધર્મ : ૧૭ :
કોલેજીયન સભ્યને મોડા મોડા સૌથી છેલ્લે
પણ લખવાનું મન થયું...સોનગઢ આવ્યા ને
બાલવિભાગના બીજા સભ્યોનું લખાણ
જોઈને પોતાની લાગણી તેઓ રોકી શકયા
નહિ, એટલે જવાની ઉતાવળમાંય
બાલવિભાગની ઓફિસમાં બેઠા બેઠા જ
થોડુંક લખાણ લખીને આપી દીધું તેમાં બાલ
વિભાગ પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત
કરતાં લખે છે કે– ‘‘બાલવિભાગ શરૂ
થવાથી ધર્મપ્રત્યે અમને બમણો ઉત્સાહ થઈ
ગયો. હંમેશા જિનેન્દ્રદેવના દર્શન કરવા અને
રાત્રિભોજન ન કરવું–એ બે વસ્તુનું પાલન
બાલવિભાગની કલમને લીધે થયું. અને હવે
‘સિનેમા જોવાનું બંધ’ પણ તેને લીધે જ
થશે ! આવી આવી કલમો વધારીને અમને
પ્રેરણા આપતા જાઓ કે જેથી અમારું જીવન
સાચા મુમુક્ષુનું જીવન બને. અમે બધા
બાલવિભાગના સભ્યો બાલવિભાગને
પોતાનો જ સમજીને તેના સર્વાંગી વિકાસની
ભાવના રાખી રહ્યા છીએ, કારણ કે તેનો
વિકાસ એ અમારો જ વિકાસ છે.’’
–जय जिनेन्द्र
આત્માને શોધવાની રીત
અભેદભાવે આત્મા સધાય છે.
આત્મામાં અનંતશક્તિઓ છે, તે બધી અભેદમાં સમાઈ જાય છે.
એકલા ભેદ પાડીને ભેદના વિકલ્પવડે શોધવા જાય તો આત્મવસ્તુ જડતી
નથી. ભેદના વિકલ્પમાં અટકતાં જીવનો અનુભવ ખોવાઈ જાય છે. ખંડખંડ
એકેક શક્તિના વિકલ્પવડે અનંતકાળે પણ આત્મા ન સધાય; અખંડપણે
અનુભવતાં તત્ક્ષણ સધાય. માટે ધર્મી જીવો આત્માને દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–
ભાવના ભેદરૂપે નથી અનુભવતા, પણ અભેદ જ્ઞાનમાત્રભાવે અનુભવે છે.
જુઓ, આ આત્માને શોધવાની રીત! ભેદરૂપ વિકલ્પ દ્વારા આત્મા
નહિ જડે. અંતર્મુખ થઈને અનુભૂતિ કરતાં આત્મા સાક્ષાત્ પ્રાપ્ત થાય છે; તે
અભેદના અનુભવમાં આત્માની અનંત શક્તિઓ, તેના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–
ભાવ બધુંય સમાઈ જાય છે. તે કોઈનો નિષેધ નથી થઈ જતો, પણ અભેદ
અનુભૂતિમાં તે સમાઈ જાય છે. ત્યાં ભેદની દ્રષ્ટિ રહેતી નથી. શુદ્ધ
આત્માની અનુભૂતિમાં જ્ઞાની ભેદનો વિકલ્પ કરતા નથી. આવી અનુભૂતિ
વડે આત્માને શોધાય છે એટલે કે અનુભવાય છે. બીજી રીતે શોધતાં આત્મા
જડે તેવો નથી.
આ અંકના મહત્ત્વના લેખ માટે દેખોજી પૃ. ૨૧ થી ૧૪