Atmadharma magazine - Ank 299
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 41
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૫
સળંગ અંક ૨૯૯
Version History
Version
Number Date Changes
001 Aug 2005 First electronic version.

PDF/HTML Page 2 of 41
single page version

background image
રજતજયંતિનું વર્ષ
૨૯૯
ધન્ય આપણી ભારતભૂમિ!
આધુનિક દુનિયાના બધા દેશો કરતાં આપણા
ભારતદેશનું ગૌરવ મહાન છે. જગતમાં સર્વેશ્રેષ્ઠ એવા
ચોવીસેય તીર્થંકર ભગવંતોને જન્મ દેવાનું લોકોત્તર ગૌરવ
આપણા ભારતદેશને જ પ્રાપ્ત છે.
બીજા દેશો બાહ્ય સંપત્તિમાં કે બાહ્ય વિદ્યાઓમાં કદાચ ભલે
આગળ વધેલા ગણાતા હોય, પણ કેવળજ્ઞાનરૂપ વીતરાગ
વિજ્ઞાનનો વારસો, અને સમ્યકત્વાદિ અધ્યાત્મ–સંપત્તિ, તો આપણા
ભારતદેશ પાસે જ છે...આપણે એના વારસદાર છીએ. પરદેશ
વસતો કોઈપણ ભારતીય ગૌરવપૂર્વક કહી શકે કે તીર્થંકર ભગવંતો
મારા દેશમાં જન્મ્યા હતા; ને અમે એના વારસદાર છીએ.
૨૪ તીર્થંકર ભગવંતો મોક્ષ પણ આપણા ભારતદેશમાં જ
પામ્યા; ૨૪ તીર્થંકરોની સિદ્ધભૂમિ થવાનું ગૌરવ પણ ભારતને
જ પ્રાપ્ત છે.
આપણે આવા મહાન ભારતદેશના સંતાન છીએ–એ
આપણું ગૌરવ છે; –પણ એ ગૌરવની સફળતા ત્યારે કે જ્યારે
આપણે પણ એ તીર્થંકરોના જીવનઆદર્શને આપણા જીવનમાં
ઝીલીએ...ને તેમના પંથે જઈએ.
તંત્રી : જગજીવન બાવચંદ દોશી * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૪ ભાદરવો (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨પ : અંક ૧૧

PDF/HTML Page 3 of 41
single page version

background image
ભીંતે ઝુલે છે તલવાર...........
[મારે એની તલવાર.......ચેતે તેની ચેતના]
જેમ તલવાર તો લટકતી હોય પણ જેનામાં તે પ્રકારની વીરતા હોય તે તેના
ઉપયોગવડે શત્રુને મારે છે; હિંમત વગરનો માણસ હાથમાં તલવાર પકડીને ઊભો રહે–
તેને માટે તલવાર શું કામની ? તેમ ‘ચેતના’ તો બધા જીવોમાં છે, પણ ચેતનાને
અંતર્મુખ કરીને મોહને મારે તેની ચેતના સાચી; ધર્માત્માએ જ્ઞાનચેતનારૂપી તલવારવડે
મોહને છેદી નાંખ્યો છે, જ્ઞાન અને રાગને જુદા કરી નાંખ્યા છે. આ રીતે ભિન્ન ચૈતન્યને
ચેતે તે સાચી ચેતના છે. જેમ ‘મારે તેની તલવાર’ તેમ ‘ચેતે તેની ચેતના’.
અથવા, ભગવાન જિનદેવની વાણીમાં સ્વાશ્રયનો ઉપદેશ આવ્યો, તે
જિનોપદેશને તીક્ષ્ણ અસિધારાની ઉપમા આપીને આચાર્યદેવ પ્રવચનસાર ગા. ૮૮ માં
કહે છે કે–આ અતિ દીર્ધ સંસારમાં જિનેશ્વરદેવનો ઉપદેશ મહા ભાગ્યથી મળે છે; તીક્ષ્ણ
અસિધારા સમાન તે જિનોપદેશ પામીને શું કરવું? કે પુરુષાર્થ કરવો. ભગવાનનો
ઉપદેશ સ્વસન્મુખ પુરુષાર્થનો છે. જેમ શૂરવીર પુરુષ તીક્ષ્ણ તલવારવડે દુશ્મનને
ક્ષણમાત્રમાં છેદી નાંખે છે, તેમ ભગવાનના ઉપદેશરૂપ તીક્ષ્ણધારવાળી તલવાર પામીને
શૂરવીર એવો મુમુક્ષુ જીવ અંતર્મુખ પુરુષાર્થવડે મોહાદિ શત્રુને ક્ષણમાત્રમાં છેદી નાંખે
છે. ભાઈ, તારા હાથમાં જિનોપદેશરૂપ અત્યંત તીક્ષ્ણ તલવાર આવી, તો હવે શૂરવીર
થઈને શુદ્ધોપયોગના બળવડે તે તલવારને ઝીંકીને મોહને હણી નાંખ. સમયસારમાં પણ
પ્રજ્ઞાછીણી દ્વારા જ્ઞાન અને રાગની એકતાને છેદી નાંખવાનો ઉપદેશ છે. આ રીતે
જિનવાણી મોહક્ષયનો પુરુષાર્થ કરાવે છે.

PDF/HTML Page 4 of 41
single page version

background image

વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯૪
ચાર રૂપિયા ભાદરવો
* વર્ષ ૨૫ : અંક ૧૧ *
નિજગુણની પ્રાપ્તિ માટે ભગવાનને ઓળખો
પ્રભો! મોક્ષમાર્ગના નાયક છો તમે કર્મગિરિના ભેદક છો;
અખિલ વિશ્વના જ્ઞાયક છો પ્રભુ તમે જ વંદન લાયક છો.
આપ જેવા પ્રભુ ગુણ અમારા, હું પણ એને ચાહું છું,
તે ગુણ – પ્રાપ્તિ હેતુ જિનવર હું ફરી ફરી તમને વંદું છું.
(પહેલી ચોપડીમાંથી)
ભાઈ, તારું હિત ચાહતો હો તો ભગવાન અરિહંતદેવ સિવાય
બીજા કોઈ દેવને માનવાનું છોડી દે; હિતનો સાચો માર્ગ દેખાડનારા
ભગવાન અરિહંત જ છે. આવા વીતરાગભગવાનને છોડીને મોહી
જીવોને કોણે ભજે ? – જે તીવ્ર મોહી હોય તે ભજે! પણ જે વિવેકી પોતાનું
હિત ચાહતો હોય તે તો કોઈ કુદેવને ભજે નહિ. ભાઈ! મોહી જીવો તો
તારા જેવા છે, એને ભજવાથી તો તારો મોહ જ પુષ્ટ થશે... ને તું
સંસારમાં ડુબીશ. અરે! તું જે પરમ સુખરૂપ ઈષ્ટપદને ઈચ્છે છે તે
ઈષ્ટપદને પામેલા જીવ કેવા હોય તેને તો ઓળખ, તારા ઈષ્ટદેવને તો
ઓળખ. પોતાના ઈષ્ટદેવને જ ન ઓળખે એની મૂર્ખતાની શી વાત!
દેવગુરુધર્મની ઓળખાણમાં જેની ભૂલ છે ને વિપરીતને સેવે છે તેને
ગૃહીતમિથ્યાત્વ છે; અને તે ગૃહીતમિથ્યાત્વ ટાળીને સાચા દેવ–ગુરુને પૂજે
છતાં જીવાદિ તત્ત્વોના યથાર્થ નિર્ણયમાં જેને ભૂલ છે તેને પણ હજી
અગૃહીતમિથ્યાત્વ છે. સાચા દેવ–ગુરુ–ધર્મને ઓળખીને અને તેમણે કહેલા
જીવાદિ તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ ઓળખીને શ્રદ્ધા કરતાં; ગૃહીત અને અગૃહીત
બંને મિથ્યાત્વ ટળીને અપૂર્વ સમ્યગ્દર્શન થાય છે; તે મહાન કલ્યાણનું મૂળ છે.
માટે હે જીવ! અરિહંતદેવને ઓળખ અને તેમણે દર્શાવેલા
તારા શુદ્ધાત્મસ્વભાવને અનુભવમાં લે...... તો તને તારા
સમ્યકત્વાદિ નિજગુણોની પ્રાપ્તિ થશે.

PDF/HTML Page 5 of 41
single page version

background image
: ૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૪
આત્મધર્મના શ્રાવણઅંકમાં ‘ધર્માત્માની
જ્ઞાનચેતના’ આપેલી–જે વાંચીને ઘણા જિજ્ઞાસુઓએ
મહિમા અને પ્રસન્નતાની લાગણી વ્યક્ત કરી છે. તે
‘જ્ઞાનચેતના’ સંબંધી ગુરુદેવના બીજા પ્રવચનોમાંથી
પણ ઉત્તમ ભાવોનું દોહન અહીં આપીએ છીએ. આ
પંચાવન પુષ્પોની પુષ્પાંજલિરૂપે પ્રગટ થતો ગતાંકના
લેખનો બીજો ભાગ ‘જ્ઞાનચેતના’ ની ભાવનાને વધુ
પુષ્ટ કરશે...ને જિજ્ઞાસુને આનંદિત કરશે. ‘જ્ઞાનચેતના’
ના ઊંડા ભાવોનું ઘોલન જીવને મહાન હિતકારી છે...ને
અવશ્ય હરરોજ તે કર્તવ્ય છે. આવી જ્ઞાનચેતનાવંત
જીવોનું ભક્તિપૂર્વક દર્શન પણ આનંદસહિત
જ્ઞાનચેતનાની પ્રેરણા જગાડે છે. આપણું એ મહાન
ભાગ્ય છે કે ગુરુપ્રતાપે એવું દર્શન આપણને રોજ પ્રાપ્ત
થાય છે. (સં.)
૧. ધર્માત્માને શુદ્ધ જ્ઞાનચેતનાનું પ્રગટવું, મોહ–રાગ–દ્વેષનો નાશ થવો ને અતીન્દ્રિય
સુખનો અનુભવ થવો–આ બધું કાર્ય એક સાથે થાય છે.
૨. જ્ઞાનચેતનાને ‘શુદ્ધ’ વિશેષણ કહ્યું એટલે કે જ્ઞાનચેતના હંમેશા રાગ–દ્વેષ–મોહ
વગરની જ હોય છે. ચોથા ગુણસ્થાનની જ્ઞાનચેતના પણ રાગ–દ્વેષ–મોહ વગરની
શુદ્ધ છે; સ્વભાવમાં અંતર્મુખ થઈને તે આનંદરૂપ થઈ છે.
૩. આત્મા ત્રિકાળ જ્ઞાનચેતનાસ્વરૂપ છે; તેના અનુભવથી પર્યાયમાં જે
જ્ઞાનચેતના પ્રગટી તે અતીન્દ્રિય આનંદસહિત પ્રગટી છે, મોહનો અભાવ
કરીને પ્રગટી છે. અતીન્દ્રિય આનંદથી ભરેલું અસંખ્યપ્રદેશી ચૈતન્યધામ, તે
જ્ઞાનચેતનાનું જન્મસ્થાન છે.

PDF/HTML Page 6 of 41
single page version

background image
: ભાદરવો : ૨૪૯૪ આત્મધર્મ : ૩ :
૪ ‘જ્ઞાનચેતના’ શેમાં રહે છે? શાસ્ત્રોના શબ્દોમાં જ્ઞાનચેતના નથી; જ્ઞાનચેતના તો
ધર્માત્માની પરિણતિમાં રહે છે.
પ. ધર્માત્માની જ્ઞાનચેતના સદા ધર્માત્માની સાથે જ રહે છે; તે ચેતના સદાકાળ આનંદરૂપ
છે. આનંદને નચાવતી અને મોહને તોડતી તે ચેતના કેવળજ્ઞાનને સાધે છે.
૬. જ્ઞાનચેતના પોતાના આત્માને ચેતે છે; અજ્ઞાનભાવોને તે છોડે છે ને શુદ્ધ જ્ઞાનમય
આનંદમય નિજાત્માને જ તે સેવે છે.
૭. ‘મારે તેની તલવાર’ –તલવાર તો પડી હોય પણ જેનામાં તે પ્રકારની વીરતા હોય
તે તેના ઉપયોગ વડે શત્રુને મારે છે; હિંમત વગરનો માણસ હાથમાં તલવાર
પકડીને ઊભો રહે–તેને માટે તલવાર શું કામની ? તેમ ‘ચેતના’ તો બધા જીવોમાં
છે, પણ ચેતનાને અંતર્મુખ કરીને મોહને મારે તેની ચેતના સાચી; ધર્માત્માએ
જ્ઞાનચેતનારૂપી તલવારવડે મોહને છેદી નાંખ્યો છે, જ્ઞાન અને રાગને જુદા કરી
નાંખ્યા છે. આ રીતે ભિન્ન ચૈતન્યને ચેતે તે સાચી ચેતના છે. જેમ ‘મારે તેની
તલવાર’, તેમ ‘ચેતે તેની ચેતના.’
૮. શુદ્ધચેતનાએ આત્માના અનંત મહિમાને પ્રગટ કર્યો છે. ચેતના વડે પ્રગટ થયેલો
શુદ્ધ આત્માનો મહિમા સદા જયવંત રહેશે.
૯. આવી ચેતના કેમ પ્રગટે ? કે સ્વભાવની સન્મુખતાના સાચા અભ્યાસ વડે
જ્ઞાનચેતના પ્રગટે છે. બહારના બીજા કોઈ ઉપાય વડે તે પ્રગટતી નથી.
૧૦. પ્રશ્ન :– અમે ઘણો પ્રયત્ન કરીએ છીએ પણ જ્ઞાનચેતના ખીલતી નથી!
ઉત્તર :– માત્ર શાસ્ત્રના અભ્યાસવડે કે શ્રવણ વડે જ્ઞાનચેતના નથી ખીલતી, પણ
શાસ્ત્રમાં ને ઉપદેશમાં જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે અંતરમાં સ્વભાવને લક્ષગત
કરીને તેની સન્મુખ થવાના ઉદ્યમ વડે જ જ્ઞાનચેતના ખીલે છે. અંદરમાં સ્વભાવ
તરફનો પ્રયત્ન કરતાં જ્ઞાનચેતના પ્રગટ્યા વગર રહે નહિ. તે માટે ઘીણ તીવ્ર
લગન હોના ચાહિએ.
૧૧. જ્ઞાનચેતના જ્ઞાનરૂપ છે, તેમાં પરદ્રવ્યનું કે રાગાદિ પરભાવનું જરાપણ ગ્રહણ નથી.
અને પોતાનો જે અખંડ જ્ઞાનમય સ્વભાવ તેને તે ચેતના જરાપણ છોડતી નથી.
૧૨. આવી જ્ઞાનચેતના તે જૈનશાસનનો સાર છે; તેણે સ્વ–પરને ભિન્ન કર્યા છે; તેણે
પોતાના નિજસ્વરૂપને ગ્રહણ કરીને સર્વે પરભાવોને પૃથક્ કર્યા છે; આનંદ સાથે તે
તન્મય થઈ છે.

PDF/HTML Page 7 of 41
single page version

background image
: ૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૪
૧૩. શાસ્ત્રના જાણપણારૂપ વિદ્વત્તા જુદી ચીજ છે ને જ્ઞાનચેતના જુદી ચીજ છે.
અજ્ઞાનીને રાગમાં એકત્વબુદ્ધિને લીધે, શાસ્ત્ર તરફનું જાણપણું તે પણ
અજ્ઞાનચેતના છે. રાગથી તેની ચેતના જુદી પડી નથી, ને જ્ઞાનસ્વભાવને તેણે
ચેત્યો નથી (અનુભવ્યો નથી) તેથી તેને જ્ઞાનચેતના નથી.
૧૪. શુદ્ધઆત્માના સમસ્ત ગુણ–પર્યાયોમાં ચેતના રહે છે, ને તેનાથી અન્ય કોઈ
ભાવોમાં ચેતના રહેતી નથી.–આ રીતે તેનામાં અવ્યાપ્તિ કે અતિવ્યાપ્તિ નથી,
જેમ છે તેમ યથાર્થ નિજસ્વરૂપને તે સંચેતે છે–અનુભવે છે.
૧પ. અહો, ચૈતન્ય–પરમેશ્વરને ચેતનાએ પોતામાં દેખી લીધો....એટલે તે પરમ
આનંદિત થઈ....અનુભવરસની ખુમારીમાં ચેતના એવી મસ્ત થઈ કે જગતમાં
બીજા કોઈની આશા ન રહી.
૧૬. પોતામાં નિજ પરમેશ્વરના દર્શનથી જ્ઞાની–સમ્યગ્દ્રષ્ટિને જ્યાં ભેદજ્ઞાન થયું,
ચૈતન્યભાવને અને રાગભાવને સ્વાદભેદ જાણીને ભિન્ન જાણ્યા, ત્યાં તે
સમ્યગ્દ્રષ્ટિના પરિણામ જ્ઞાનમય જ હોય છે, રાગમય પરિણામ તેને નથી.
૧૭. પ્રશ્ન :– જ્ઞાનીનેય ચારિત્રમોહ વગેરેના ઉદયથી રાગાદિ વિચિત્ર પરિણામે તો વર્તે
છે, છતાં તેના પરિણામ જ્ઞાનમય જ કેમ કહ્યા?
ઉત્તર :– ભાઈ, તે રાગના કાળેય જ્ઞાનીનું કાંઈ રાગમય થઈ ગયું નથી, તે તો
રાગથી જુદું જ જ્ઞાનસ્વભાવમાં તન્મય વર્તે છે. માટે રાગાદિ છે તે જ્ઞાનીનાં
પરિણામ ખરેખર નથી, જ્ઞાનમય ભાવ તે જ જ્ઞાનીનાં પરિણામ છે.
૧૮. રાગના કાળે પણ જ્ઞાની તેને પોતાથી ભિન્નપણે જાણે છે, ને તે વખતના જ્ઞાનને
પોતાથી અભિન્ન જાણે છે. માટે જ્ઞાનમયપરિણામ જ જ્ઞાનીને છે, સમ્યકત્વ–જ્ઞાન–
આનંદ એ બધા શુદ્ધપરિણામો જ્ઞાનમાં સમાય છે, પણ રાગાદિ અશુદ્ધપરિણામો
જ્ઞાનમાં સમાતા નથી.
૧૯. અજ્ઞાનીને રાગ વખતે રાગથી જુદું જ્ઞાન ભાસતું નથી, એટલે તે તો પોતાને
રાગમય જ અનુભવે છે, એટલે તેનો બધો અનુભવ અજ્ઞાનમય છે. આનંદસ્વરૂપ
આત્માનું ભાન નથી, વેદન નથી, એટલે અજ્ઞાનમય ભાવને જ તે વેદે છે. આ
રીતે અજ્ઞાનીના બધા ભાવો અજ્ઞાનમય છે, ને જ્ઞાનીના બધા ભાવો જ્ઞાનમય છે.
૨૦. રાગાદિથી ભિન્ન પરિણમતો જ્ઞાની તે રાગાદિનો કર્તા કેમ હોય ? જ્ઞાનમાં તન્મય
પરિણમતો જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે.

PDF/HTML Page 8 of 41
single page version

background image
: ભાદરવો : ૨૪૯૪ આત્મધર્મ : ૫ :
૨૧. રાગમાં તન્મય પરિણમતો અજ્ઞાની જ તે રાગાદિનો કર્તા છે. રાગ સાથે
એકત્વબુદ્ધિ હોવાને લીધે તેના બધા પરિણામ રાગમય છે એટલે અજ્ઞાનમય છે,
રાગથી ભિન્ન જ્ઞાનમય પરિણામ અજ્ઞાનીને હોતા નથી.
૨૨. આ રીતે જ્ઞાની અને અજ્ઞાનીના પરિણમનમાં મોટો તફાવત છે. આ ભેદને જે
ઓળખે છે તેને જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન થઈને જ્ઞાનમય પરિણમન થયા વગર
રહે નહીં.
જ્ઞાનીને રાગથી ભિન્ન પોતાના આનંદસ્વભાવને ચેતનારી જે જ્ઞાનચેતના છે તે
મોક્ષનું કારણ છે.
૨૪. આ ‘જ્ઞાનચેતના’ જ જ્ઞાનીનું લક્ષણ છે. જ્ઞાનચેતના છે તે શુદ્ધઆત્માના
અનુભવરૂપ છે. શાસ્ત્રોના જાણપણા ઉપરથી જ્ઞાનચેતનાનું માપ નથી, જ્ઞાનચેતના
તો અંતરમાં આત્માના આનંદને ચેતનારી છે.
૨પ. અજ્ઞાનીને શાસ્ત્રોનું જાણપણું હોય તો પણ તેને શુદ્ધાત્માના વેદનરૂપ જ્ઞાનચેતના
નથી, તેના બધા પરિણામ (શાસ્ત્રનું જાણપણું પણ) અજ્ઞાનચેતનારૂપ છે.
૨૬. જ્ઞાનીને શાસ્ત્રોનું જાણપણું ભલે વધતું–ઓછું હો પણ અંદર શુદ્ધઆત્માને દ્રષ્ટિમાં
લઈને તેનો આત્મા શુદ્ધ જ્ઞાનચેતનારૂપે પરિણમી રહ્યા છે; તે જ્ઞાનચેતનામાં
અજ્ઞાનનો અંશ પણ નથી.
૨૭. આવી જ્ઞાનચેતનામય જ્ઞાનીના પરિણામ હોવાથી તેના બધા પરિણામ જ્ઞાનમય
છે. રાગ તે ખરેખર જ્ઞાનચેતનાના પરિણામ નથી, તે તો જ્ઞાનચેતનાથી બહાર જ
છે. જ્ઞાનચેતના રાગને નથી સ્પર્શતી, જ્ઞાનચેતના તો શુદ્ધઆત્માને જ ચેતે છે.
અરે, આવી જ્ઞાનચેતનાને ઓળખે તો તેના અપાર મહિમાની ખબર પડે.
સમ્યગ્દ્રષ્ટિના બધા પરિણામ જ્ઞાનમય થાય છે. જ્ઞાનીનું જ્ઞાન ક્યારેય રાગમય
થતું નથી; એટલે તેના જ્ઞાનપરિણામ કદી બંધનું કારણ થતા નથી, અબંધસ્વરૂપ
આત્મસ્વભાવમાં એકપણે પરિણમતું જ્ઞાન બંધનું કારણ કેમ હોય? –ન જ હોય.
૨૮. સાધકદશામાં જે અલ્પ રાગાદિ છે તેમાં તો જ્ઞાનીને જ્ઞાનની તન્મયતા નથી; તો
જેની સાથે તેને તન્મયતા નથી પણ ભિન્નતા છે તે બંધભાવોને જ્ઞાનીનાં પરિણામ
કેમ કહેવાય? તે બંધપરિણામને ધર્મીની દ્રષ્ટિ પોતામાં સ્વીકારતી નથી. તેના

PDF/HTML Page 9 of 41
single page version

background image
: ૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૪
જ્ઞાનપરિણામ રાગથી જુદા ને જુદા જ રહે છે. જ્ઞાન અને રાગના સ્વરૂપની આવી
ભિન્નતાનો નિર્ણય કરતાં પોતામાં જરૂર ભેદજ્ઞાન થાય છે.
૨૯. અજ્ઞાનીને પર્યાયેપર્યાયે રાગાદિ બંધભાવો સાથે એકત્વબુદ્ધિ છે, એટલે તેના બધા
ભાવો અજ્ઞાનમય છે. ભિન્ન જ્ઞાનની તો તેને ખબર નથી. અશુભ કે શુભ બંને
ભાવ વખતે અજ્ઞાની પોતાને રાગમય અશુદ્ધ જ દેખે છે, એનાથી જુદું સ્વરૂપ એને
ભાસતું નથી; તેથી તેને અજ્ઞાનચેતના છે–અશુદ્ધચેતના છે.
૩૦. પાપના અશુભ કે પુણ્યના શુભ તે બધા પરિણામો જ્ઞાનમાંથી ઉપજેલા નથી પણ
અશુદ્ધજાતિમાંથી જ ઉપજ્યા છે, એટલે તે ભાવો જ્ઞાનમય નથી પણ અજ્ઞાનમય
છે, અશુદ્ધ છે. જ્ઞાનીને, શુભ–અશુભ વખતેય તેનાથી જુદી નિર્મળ જ્ઞાનધારા
ચાલી રહી છે; – તેથી તેને જ્ઞાનચેતના છે, શુદ્ધચેતના છે.
૩૧. શુભ કે અશુભપરિણામ તથા તે સંબંધી બાહ્યક્રિયા, તો અજ્ઞાનીને હોય, જ્ઞાનીને
પણ હોય, બંનેને એકસરખા જેવું દેખાય, પણ તે જ વખતે અંતરની પરિણામ
ધારામાં બંને વચ્ચે મોટો ફેર છે. જ્ઞાનીનું જ્ઞાન તો તે જ વખતે રાગાદિથી વેગળું
રહીને પરિણમે છે, ને અજ્ઞાની રાગાદિમાં તન્મયબુદ્ધિથી વર્તે છે; એટલે જ્ઞાની
જ્ઞાનમય પરિણામમાં અબંધપણે વર્તી રહ્યા છે, ને અજ્ઞાની રાગાદિ બંધભાવોમાં
વર્તી રહ્યો છે.
૩૨. જ્ઞાન ને રાગની ભિન્નતા પોતાના લક્ષમાં આવ્યા વગર જ્ઞાની અને અજ્ઞાનીનો
ફેર સમજાય નહિ. જ્ઞાનીને જે ભેદજ્ઞાન થયું છે તે જ્ઞાન શુભાશુભ વખતેય ખસતું
નથી, શુભાશુભમાં તેનું જ્ઞાન ભળી જતું નથી પણ ભિન્ન જ રહે છે. આવી
ભિન્નતાનું ભાન તે જ્ઞાનચેતના છે; ને આવી જ્ઞાનચેતના બંધનું કારણ થતી
નથી. જ્ઞાનીને જ આવી જ્ઞાનચેતના હોય છે.
૩૩. નિર્વિકલ્પતા વખતે જ ધર્મીને જ્ઞાનચેતના હોય ને અશુભ કે શુભરાગ વખતે તે
જ્ઞાનચેતના ચાલી જાય– એમ નથી. ચૈતન્યસ્વભાવને અવલંબનારી જ્ઞાનચેતના
તેને સદાય વર્તે છે. રાગ વખતે તેની ચેતના રાગમય થઈ જતી નથી, પણ રાગથી
ભિન્ન શુદ્ધાત્માને ચેતતી થકી તે ચેતના તો ચેતનામય જ રહે છે. માટે જ્ઞાનીને
સદાય ચેતનભાવરૂપી પરિણામ વર્તે છે. તે ભાવ બંધનું કારણ નથી. તે
અબંધભાવ છે, ને તે મોક્ષનું કારણ છે.
૩૪. અહો, ચૈતન્યસ્વભાવનો જેને પ્રેમ જામ્યો છે તેનાં પરિણામ તેવી જાતનાં જ હોય
છે. દ્રવ્યનો એવો જ શુદ્ધસ્વભાવ છે કે તેના આશ્રયે અશુદ્ધતા જ પરિણમે

PDF/HTML Page 10 of 41
single page version

background image
: ભાદરવો : ૨૪૯૪ આત્મધર્મ : ૭ :
છે. અને રાગાદિમાં તન્મયબુદ્ધિથી અજ્ઞાનીને બધા અશુદ્ધપરિણામ જ થાય છે, તે
અજ્ઞાનમય જ છે.
૩પ. જ્ઞાની અને અજ્ઞાનીના પરિણમનમાં આ મોટો ફેર છે. અજ્ઞાની ભિન્નજ્ઞાનને
ભૂલીને રાગાદિ બંધભાવના અનુભવમાં જ અટકી જાય છે એટલે તેને બંધન જ
જ થાય છે, શુદ્ધતા જરાય થતી નથી. અને જ્ઞાની તો રાગથી ભિન્ન જ્ઞાનમય
ભાવમાં પરિણમતો થકો મોક્ષને સાધે છે, તેને બંધન થતું નથી, તેને શુદ્ધતા થતી
જાય છે. આ રીતે જ્ઞાનીના બધા ભાવો જ્ઞાનમય છે; એની જ્ઞાનચેતનાનો કોઈ
અપાર મહિમા છે કે જે મોક્ષને સાધે છે.
૩૬. જ્ઞાનચેતનામાં અનંતગુણોનો રસ સમાય છે, ને છોડવા યોગ્ય બધા ભાવો છૂટી
જાય છે. –
जो अपना था सो रह गयाः जो दूसरा था सो छूट गया।
રહનેવાલા રહ ગયા; છૂટનેવાલા છૂટ ગયા.
૩૭. શુદ્ધસ્વરૂપના અનુભવવડે ચેતનાએ સર્વ કાર્યસિદ્ધિ કરી લીધી છે. મહા આનંદરૂપ
શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત થયું – પછી શું કરવાનું બાકી રહ્યું? શુદ્ધસ્વરૂપના અનુભવમાં
જ્ઞાની કૃતકૃત્ય છે.
૩૮. મોક્ષમાર્ગ અને મોક્ષ બંને ‘જ્ઞાનચેતના’ માં સમાય છે; સાધકભાવ ને સાધ્યભાવ
બંને જ્ઞાનચેતનારૂપ છે. સમ્યગ્દર્શન ને મુનિપણું પણ જ્ઞાનચેતનામાં સમાય છે.
જ્ઞાનચેતનામાં આત્માના સર્વે ધર્મો સમાય છે. જ્ઞાનચેતના વગર કોઈ ધર્મ હોતો
નથી.
૩૯. અરહિંતદેવ જ્ઞાનચેતનારૂપ છે, ગુરુ પણ જ્ઞાનચેતનારૂપ પરિણમેલા છે; વીતરાગી
– શાસ્ત્રો પણ જ્ઞાનચેતનારૂપ થવાનું જ ઉપદેશે છે. આવી જ્ઞાનચેતના પોતામાં
પ્રગટ્યા વગર દેવ–ગુરુ–શાસ્ત્રની ખરી ઓળખાણ કે ઉપાસના થતી નથી. પોતામાં
જ્ઞાનચેતના પ્રગટ કરે ત્યારે જ જ્ઞાનચેતનારૂપ એવા દેવ–ગુરુ–શાસ્ત્રની ખરી
ઓળખાણ થાય છે ને ત્યારે જ તેમની ખરી ઉપાસના થાય છે.
૪૦. રાગમાં ઊભેલો જીવ જ્ઞાનચેતનાને નહિ ઓળખી શકે. રાગથી જુદો પડીને
શુદ્ધસ્વરૂપને ચેતનારો જીવ જ જ્ઞાનચેતનાને ઓળખશે; તે પોતે જ્ઞાનચેતનારૂપ
થઈને જ્ઞાનચેતનાને ઓળખે છે; અને તે જ જ્ઞાનીને ઓળખે છે.
૪૧. જ્ઞાનચેતનાના આનંદનો પરમ સ્વાદ જેણે ચાખ્યો તેને જગતના બધા વિષયો
અત્યંત નીરસ ભાસે છે, તેમાં ક્યાંય સુખ દેખાતું નથી.

PDF/HTML Page 11 of 41
single page version

background image
: ૮ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૪
૪૨. જેણે જ્ઞાનચેતનાના આનંદનો પરમ સ્વાદ ચાખ્યો નથી તે જીવને બાહ્યવિષયો
મીઠા લાગે છે – તેમાં તેને સુખ લાગે છે; પરંતુ તે અજ્ઞાનચેતનામાં સુખ નથી,
પણ દુઃખ જ છે.
૪૩. ચેતનાને અંતર્મુખ કરીને શુદ્ધસ્વરૂપને અનુભવતાં અમૃતરસની ધારા ઉલ્લસે છે –
અતીન્દ્રિયઆનંદથી ચૈતન્યદરિયો ઉલ્લસે છે. આવા અનુભવમાં સર્વસિદ્ધિ છે.
૪૪. અહા, પરથી ભિન્ન આત્માને અનુભવનારી ચેતના જ્યાં પ્રગટી ત્યાં તેમાં જ્ઞાનને
દેહ હોવાની શંકા કેમ રહે? શરીર તો આહારનું બન્યું છે, ને આહાર તો
પુદ્ગલમય છે; તે પુદ્ગલમય આહાર જ્ઞાનમાં નથી તોપછી જ્ઞાનને શરીર કેમ
હોય? ને જ્ઞાનીને દેહની શંકા કેમ હોય ? – ન જ હોય. જ્ઞાન તો અશરીરી છે.
૪પ. અહો. અશરીરી – ચેતના, તેમાં કર્મનો આહારનો કે શરીરનો પ્રવેશ જ ક્યાં છે?
જે ચેતનામાં રાગનોય પ્રવેશ નથી તેમાં મૂર્તિકવસ્તુનો પ્રવેશ કેવો?
૪૬. અહીં તો કહે છે કે જેણે સ્વાનુભવ વડે શુદ્ધ આત્માને સાધ્યો છે એવા જીવને
શરીર જ નથી. ‘સાધક છે ને?’ ભલે સાધક હો, પણ તે પોતાના જીવસ્વરૂપને
શરીરથી જુદું જ અનુભવે છે, શરીરને સ્વદ્રવ્યપણે નહિ પણ પરદ્રવ્યપણે જ દેખે
છે, માટે શરીર તેને છે જ નહિ. શરીર પુદ્ગલનું –અજીવનું છે. સાધકજીવનું નથી.
૪૭. ચેતનાવડે થતો જે શુદ્ધસ્વરૂપનો અનુભવ તે જ મોક્ષમાર્ગ છે. માટે મોક્ષાર્થીએ
નિરંતર આવો અનુભવ કરવાયોગ્ય છે.
૪૮. સાધકને જ્ઞાનચેતના અને તે જ વખતે રાગાદિ અશુદ્ધભાવો – બંને એક જ
પર્યાયમાં એક સાથે હોવા છતાં, જે રાગાદિ અશુદ્ધભાવો છે તે જ્ઞાનચેતનાથી
બાહ્યસ્થિત છે, જ્ઞાનચેતનામાં તેમનો પ્રવેશ નથી. જ્ઞાનચેતના અંતરંગ
શુદ્ધસ્વરૂપમાં સ્થિત છે, ને રાગાદિ તો બાહ્યસ્થિત છે. બંનેને તદ્ર્ન ભિન્નતા છે,
તેમને જરાય કર્તા કર્મપણું કે કારણ–કાર્યપણું નથી. રાગ કદી ચેતનાનું કારણ ન
થાય; ચેતના કદી રાગને ન કરે.
૪૯. જુઓ આ જ્ઞાનીની ઓળખાણ! જ્ઞાની શું કામ કરે છે ? કે જ્ઞાનચેતનાને જ્ઞાની
કરે છે. જ્ઞાનચેતનાથી જુદું કોઈ કાર્ય જ્ઞાનીનું નથી. આવા કાર્ય વડે જ્ઞાની
ઓળખાય છે. એ સિવાય જડનાં કામ વડે રાગનાં કામ વડે જ્ઞાની નથી
ઓળખાતા; આને આવી શરીરની ક્રિયા છે અથવા આને આવા પ્રકારનો

PDF/HTML Page 12 of 41
single page version

background image
: ભાદરવો : ૨૪૯૪ આત્મધર્મ : ૯ :
રાગ છે – માટે તે જ્ઞાની છે એમ ઓળખી શકાતું નથી, પણ આને જ્ઞાનચેતના છે
માટે જ્ઞાની છે – એમ ઓળખાય છે.
પ૦. જે મુમુક્ષુ છે, મોક્ષ જ જેને ઉપાદેય છે, એ સિવાય સંસારસંબંધી કાંઈ જેને વહાલું
નથી – તે શું કરે ? કે શુદ્ધસ્વરૂપનો અનુભવ કરે, કેમકે શુદ્ધસ્વરૂપનો અનુભવ તે
જ મોક્ષમાર્ગ છે. શુદ્ધસ્વરૂપનો જે અનુભવ તે એક જ મોક્ષમાર્ગ છે, બીજો કોઈ
મોક્ષમાર્ગ નથી. શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ આવો મોક્ષમાર્ગ જે સેવે તે જ ખરો
મુમુક્ષુ છે.
પ૧. ખરો મુમુક્ષુ એટલે કે જ્ઞાનચેતનાવંત સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્મા શુદ્ધસ્વરૂપના નિરંતર
અનુભવ વડે દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ એક નિશ્ચયમોક્ષમાર્ગને સેવતો થકો
અલ્પકાળમાં જ સમયસારના સારરૂપ મોક્ષને અનુભવે છે. તેથી આવા
મોક્ષમાર્ગની ઉપાસનાનો ઉપદેશ આપતાં આચાર્યદેવ કહે છે છે –
તું સ્થાપ નિજને મોક્ષપંથે, ધ્યા, અનુભવ તેહને,
તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિષે.
પ૨. ધર્માત્મા પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને ધ્યેય બનાવીને, વારંવાર તેનું ધ્યાન કરે છે;
નિરંતર પોતાને શુદ્ધચૈતન્યસ્વરૂપે જ અનુભવતાં તેને જ્ઞાનચેતનાની અખંડધારા
ચાલે છે.. ને તે પરમ આનંદરૂપ મોક્ષને સાધે છે.
પ૩. પરમ આનંદનો સ્વાદ લેવા અને મોક્ષને સાધવા હે જીવ ! તું પણ આવી
જ્ઞાનચેતનારૂપ થા.
પ૪. આવી જ્ઞાનચેતનાવડે સાધકજીવો પંચપરમેષ્ઠીપદને પામે છે.
પપ. પંચાવન – રત્નોથી આ રત્નમાળા પ્રત્યક્ષ પરમ ઉપકારી જ્ઞાનચેતનાવંત સન્તોને
પરમ ભક્તિપૂર્વક પહેરાવીએ છીએ.
(બ.હ.જૈન)

PDF/HTML Page 13 of 41
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૪
શ્રી ગુરુ જીવોને સુખકર ઉપદેશ આપે છે
(૨)
[છહઢાળાના મંગલાચરણમાં વીતરાગવિજ્ઞાનને
નમસ્કાર કર્યા છે, તેમાં રહેલા ભાવોનું વિવેચન આપે
અષાડ માસના અંકમાં વાંચ્્યું; હવે શ્રીગુરુ ભવ્ય જીવોને કેવો
ઉપદેશ આપે છે તેની ઉત્થાનિકા આપ આ પ્રવચનમાં
વાંચશો, સાથે સાથે શ્રોતા–શિષ્ય કેવો છે તેનું પણ વિવેચન
વાંચશો. –સં.]
જગતના જીવો દુઃખથી ભયભીત છે ને સુખને ઈચ્છે છે; તેથી જીવોનું દુઃખ મટે
ને સુખ થાય–એવો ઉપદેશ શ્રીગુરુએ કરુણા કરીને આપ્યો છે. શ્રીગુુરુએ શાસ્ત્રમાં જે
હિતોપદેશ દીધો છે તે–અનુસાર આ છહઢાળામાં કહીશું –
ગાથા–૧
जे त्रिभुवनमें जीव अनन्त, सुख चाहैं दुखतें भयवन्त्
तातैं दुखहारी सुखकार, कहें सीख गुरु करुणा धार ।। १ ।।
ત્રણ લોકમાં સાર વીતરાગવિજ્ઞાન છે–એમ બતાવીને હવે તે વીતરાગવિજ્ઞાન
પ્રગટ કરવાનો ઉપદેશ આપે છે. ત્રણ લોકમાં જે અનંત જીવો છે તેઓ સુખને ચાહે છે ને
દુઃખથી ડરે છે, તેથી તેમને સુખ કેમ થાય ને દુઃખ કેમ ટળે?–એવા મોક્ષ માર્ગનો
હિતકારી ઉપદેશ કરુણાધારી શ્રીગુરુ આપે છે. મોક્ષમાર્ગ કહો કે વીતરાગી વિજ્ઞાન કહો,
તેના વડે જીવોને સુખ થાય છે ને દુઃખ મટે છે. તેથી જ્ઞાની ગુરુઓએ કરુણા કરીને
જીવોને તેની શિખામણ આપી છે, તેનો ઉપદેશ આપ્યો છે.
અરે, જીવો અજ્ઞાનભાવથી ચાર ગતિના દુઃખોમાં તરફડી રહ્યા છે. જ્ઞાની પોતે
પૂર્વે અજ્ઞાનદશામાં એવું દુઃખ વેદી ચૂકયા છે ને આત્માનું સાચું સુખ પણ તેમણે ચાખ્યું
છે, તેથી જગતના જીવો ઉપર તેમને પ્રશસ્ત કરુણા આવે છે કે અરે, અજ્ઞાનના આ ઘોર
દુઃખોથી જીવો છૂટે ને સાચું આત્મસુખ પામે. આવી કરુણાથી, દુઃખનું કારણ જે મિથ્યાત્વ
તેને છોડવાનો અને સુખનું કારણ સમ્યગ્દ્રર્શન–જ્ઞાન–

PDF/HTML Page 14 of 41
single page version

background image
: ભાદરવો : ૨૪૯૪ આત્મધર્મ : ૧૧ :
જુઓ તો ખરા સન્તોની કરુણા! પ્રવચનસારમાં પણ કહે છે કે–‘‘પરમ
પરમાત્મપ્રકાશની ઉત્થાનિકામાં પણ પ્રભાકર–શિષ્ય શ્રીગુરુને વિનતિ કરે છે કે
હે સ્વામી! આ સંસારમાં ભમતાં ભમતાં મારો અનંતકાળ વીતી ગયો પણ હું સુખ
જરાય ન પામ્યો, મહાન દુઃખ જ પામ્યો. અનંતવાર ઉત્તમકુળ વગેરે સામગ્રી મળી છતાં
હું જરાય સુખ ન પામ્યો; સ્વર્ગમાં પણ મને સુખ ન મળ્‌યું, વીતરાગી પરમાનંદસુખનો
સ્વાદ મેં કદી ન ચાખ્યો. આ પ્રમાણે પોતાના ભાવ નિર્મળ કરીને શિષ્ય વિનવે છે કે હે
ગુરુ! આ ચાર ગતિના દુઃખથી સંતપ્ત એવા મને, પ્રસશ્ન થઈને તમે કોઈ એવું
પરમાત્મત્ત્વ બતાવો કે જેને જાણવાથી ચાર ગતિનાં દુઃખનો નાશ થાય ને આનંદ પ્રગટે.
ત્યારે શ્રીગુરુ કહે છે કે એવું સ્વરૂપ હું તને કહું છું, તે
‘णिसुणि तुहुँ’ તું સાંભળ. આમ
ચાર ગતિમાં કુલ અનંતા જીવો છે. મનુષ્યમાં અસંખ્યાતા છે, નરકમાં
હે જીવ! તારા દોષે તને બંધન છે–એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો
કે પરને પોતાનું માનવું, ને પોતે પોતાને ભૂલી જવું. [શ્રીમદ્ રાજચંદ્ર]

PDF/HTML Page 15 of 41
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૪
જુઓને, સુખને માટે જગતના જીવો કેવા વલખાં મારે છે! જાણે રૂપિયામાંથી
સુખ લઈ લઉંં! જાણે રૂપાળા શરીરમાંથી કે બંગલામાંથી સુખ લઈ લઉં! એમ બહારમાં
વલખાં મારે છે. અરે, ઘરબાર છોડીને, શરીરને પણ છોડીને (–આપઘાત કરીનેય)
સુખી થવા ને દુઃખથી છૂટવા માંગે છે. ભલે એના એ ઉપાયો સાચા નથી, પણ એટલું તો
નકકી થાય છે કે જીવો સુખને ચાહે છે ને દુઃખથી છૂટવા માંગે છે.
સુખને કોણ ન ઈચ્છે! સુખને ન ઈચ્છે તે કાં સિદ્ધ – વીતરાગ, કાં નાસ્તિક અને
કાં જડ! એકેન્દ્રિયાદિ જીવોને ભલે મન કે વિચારશક્તિ નથી, છતાં અવ્યક્તપણે પણ
તેઓ સુખને જ ઈચ્છે છે. એ પ્રમાણે જગતના અનંતા જીવોને સુખની જ ચાહના છે, ને
દુઃખનો ત્રાસ છે. સુખને ચાહતા હોવા છતાં, સાચું સુખ કોને કહેવાય ને તે સુખ કેવા
ઉપાયથી પ્રગટે તે જાણતા નથી. તેથી અહીં શ્રીગુરુ તેનો ઉપદેશ આપે છે. ગુરુ એટલે
દિગંબર આચાર્ય–સન્ત તે અહીં મુખ્ય છે. જ્ઞાન–દર્શન–ચારિત્રરૂપી ગુણમાં જે મોટા છે
એવા ગુરુઓએ વીતરાગવિજ્ઞાનરૂપ મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને જગતના જીવો ઉપર
મોટો ઉપકાર કર્યો છે. પોતાને તેવો રાગ બાકી હતો ને જગતના જીવોનાં ભાગ્ય હતા
તેથી કુંદકુંદાદિ ગુરુઓએ જગતને મોક્ષ માર્ગનો પરમ હિતકર ઉપદેશ દીધો છે.
કુંદકુંદસ્વામી પોતે કહે છે કે અમારા ગુરુઓએ અનુગ્રહપૂર્વક અમને શુદ્ધાત્માનો ઉપદેશ
આપ્યો હતો.... તે અનુસાર હું આ સમયસારમાં શુદ્ધાત્મા દેખાડું છું; તેને હે ભવ્યજીવો!
તમે સ્વાનુભવથી જાણો.
શ્રીમદ્ રાજચંદ્રજી પણ આત્મસિદ્ધિમાં કહે છે કે–
કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ;
માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ.
અરે, બાહ્ય ક્રિયામાં ને બહારના લુખા જાણપણામાં જીવો ધર્મ એટલે કે
મોક્ષમાર્ગ માની રહ્યા છે, તે જોઈને જ્ઞાનીને કરુણા ઊપજે છે; તેથી તેમણે જગતને
સાચો મોક્ષમાર્ગ સમજાવ્યો છે. દુઃખ કેમ છે ? – કે ‘જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો
દુઃખ અનંત.’ ભાઈ! તારા આત્માનું સ્વરૂપ ન સમજવાથી તું અનંતદુઃખ પામ્યો....તે
સ્વરૂપ શ્રીગુરુ તને સમજાવે છે... તે સમજ તો તારું દુઃખ મટશે, ને તને પરમ આનંદ
થશે. (સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત.)
વાહ! વીતરાગમાર્ગી સન્તોએ પોતે મોક્ષને સાધતાં સાધતાં જગતના જીવોને
પણ હિતનો ઉપદેશ આપ્યો છે : અરે પ્રાણીઓ! તમારા હિત માટે આત્માનું સ્વરૂપ તમે
સમજો. પં. દૌલતરામજી કહે છે કે એ પ્રમાણે શ્રીગુરુઓએ આત્માના ભલા માટે જે
હિતોપદેશ આપ્યો તે જ હું આ છ–ઢાળામાં કહીશ. ભલે આ શાસ્ત્ર નાનું

PDF/HTML Page 16 of 41
single page version

background image
: ભાદરવો : ૨૪૯૪ આત્મધર્મ : ૧૩ :
છે, પણ તેમાં ઉપદેશ તો જે મુનિઓએ આપ્યો છે તે–અનુસાર જ હું કહીશ; એથી
વિપરીત નહીં કહું.
જે જીવ ગરજૂ થઈને આવ્યો છે, પોતાના હિત માટે ધર્મનો જિજ્ઞાસુ થઈને
આવ્યો છે એવા જીવોને માટે આ વાત છે. જેને પોતાના હિતની કાંઈ દરકાર જ ન
હોય–એવા જીવોનું તો શું કહેવું? પં. ટોડરમલ્લજી મોક્ષમાર્ગપ્રકાશકમાં કહે છે કે જે
ધર્મના લોભી હોય, ધર્મ સમજવાના ગરજવાન હોય એવા જીવોને આચાર્ય ધર્મોપદેશ
આપે છે. આચાર્ય મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણ વિષે જ નિમગ્ન છે, પરંતુ
કદાચિત્ ધર્મલોભી વગેરે અન્ય જીવોને દેખી રાગના ઉદયથી કરુણાબુદ્ધિ થાય તો તેમને
ધર્મોપદેશ આપે છે. આહા, એ સતોનું મુખ્ય કામ તો સ્વરૂપમાં લીન થઈને પરમાનંદને
સાધવાનું છે, પણ ક્યારેક વિકલ્પ ઊઠતાં ધર્મોપદેશ આપે છે.
અરે, આવા ઉપદેશદાતા ગુરુનો જોગ મળવા છતાં પણ જે જીવ તે ઉપદેશ ન
સાંભળે એને તો આત્માની દરકાર જ નથી, સંસારના દુઃખનો એને હજી થાક નથી
લાગ્યો. અહીં તો સંસારથી થાકીને આત્માની શાંતિ લેવા ચાહતો હોય એવા જિજ્ઞાસુ
જીવોને માટે વાત છે.
દેહથી ભિન્ન આત્માને જાણનારા, ને રાગથી ભિન્ન આનંદને અનુભવનારા
એવા વીતરાગી મુનિ, જેઓ રત્નત્રયના ધારક છે ને મોક્ષના સાધક છે, ત્રણ કષાય
ચોકડીનો જેમને અભાવ છે, પ્રચુર વીતરાગી સ્વસંવેદન જેમને વર્તે છે, એવા ગુરુ
કરુણા કરીને ૮૪ લાખ યોનિના દુઃખી જીવોને માટે હિતની શિક્ષા એટલે કે શિખામણ–
ઉપદેશ આપે છે. –કેવો ઉપદેશ આપે છે? કે દુઃખનો નાશ કરનાર અને સુખની પ્રાપ્તિ
કરાવનાર.
જુઓ, આમાં દુઃખનો એટલે વિકારનો વ્યય, ને આનંદની ઉત્પત્તિ–એવા ઉત્પાદ–
વ્યય આવી ગયા, ને દુઃખથી છૂટીને તે જ આત્મા સુખપર્યાયમાં કાયમ ટકી રહે છે એવી
ધ્રુવતા પણ આવી ગઈ. અહો, વીતરાગમાર્ગ અલૌકિક છે. સન્તોને સ્વસંવેદનરૂપ
વીતરાગવિજ્ઞાન ભલે અધૂરું છે પણ તે કેવળજ્ઞાનની જાતનું છે, અધૂરું છતાં રાગ
વગરનું છે. આવા વીતરાગી સન્તોએ જગતને વીતરાગતાની શિખામણ આપી છે.
કેવળજ્ઞાનને સાધનારા સન્તોએ જે વીતરાગવિજ્ઞાનરૂપ મોક્ષમાર્ગનો ઉપદેશ આપ્યો છે
તે જ આ છ–ઢાળામાં સંક્ષેપથી કહેવાશે. એટલે આ શાસ્ત્ર ભલે નાનું, પણ પ્રમાણભૂત
છે. આ તો પાઠશાળાના વિદ્યાર્થીઓને તેમ જ ઘરે ઘરે શીખવવા જેવું પુસ્તક છે. તદ્ન
સાદી શૈલિમાં ઘણું તત્ત્વ સમજાવ્યું છે.

PDF/HTML Page 17 of 41
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૪
આ શાસ્ત્રમાં અને સર્વે વીતરાગી શાસ્ત્રોમાં આત્માને સુખ દેનાર ને દુઃખથી
સંસારમાં ભમતાં અનંતકાળે મોંઘું એવું સંજ્ઞીપણું જેને પ્રાપ્ત થયું છે, અને તેમાં
દુઃખનો નાશ, સુખની પ્રાપ્તિ–બસ, આમાં મોક્ષમાર્ગ આવી ગયો. દુઃખનું કારણ
ત્રણ લોકમાં કોઈ જીવોને દુઃખ ગમતું નથી; દુઃખથી બધા જીવો ડરે છે. શું
નિગોદના જીવો પણ દુઃખથી ડરે છે? –હા, અવ્યક્તપણે તે પણ દુઃખથી છૂટવા જ માંગે
છે. દરેક જીવનો સ્વભાવ જ એવો છે કે સુખ જ તેનું સ્વરૂપ છે, ને દુઃખ તેનું સ્વરૂપ
નથી. કોઈવાર અપમાન વગેરેના દુઃખ આડે શરીર છોડીનેય તે દુઃખથી છૂટીને સુખી
થવા માંગે છે, શરીર રહિત એકલો રહીનેય દુઃખથી છૂટવા માંગે છે, એટલે શરીર વગર
એકલો આત્મા સુખી રહી શકે છે, તેથી સાબિત થાય છે કે આત્મા પોતે

PDF/HTML Page 18 of 41
single page version

background image
: ભાદરવો : ૨૪૯૪ આત્મધર્મ : ૧૫ :
સુખસ્વરૂપ છે. ‘અરે, આવા દુઃખ કરતાં તો મરી જવું સારૂં’ – એમ મરણ કરતાં પણ
દુઃખ અસહ્ય લાગે છે, દુઃખથી છૂટવા માટે મરણને પણ ગણકારતો નથી. આ રીતે જીવને
દુઃખ ગમતું નથી તેથી શરીર છોડીને પણ દુઃખથી છૂટવા માંગે છે, એટલે અવ્યક્તપણે
પણ એમ સિદ્ધ થાય છે કે આત્મામાં દેહ વગર સુખ છે. જો દેહાતીત આત્માને પોતામાં
દેખે તો જરૂર સુખ અનુભવમાં આવે. પણ આત્માનું સાચું ભાન કરતો નથી તેથી
પોતાનું સુખ પોતાના અનુભવમાં આવતું નથી.
અંદર અપમાન વગેરેનું તીવ્ર દુઃખ લાગે, સમાધાન કરી ન શકે, નપાસ થયો
હોય કે ધંધામાં મોટી ખોટ ગઈ હોય; દેહની તીવ્ર પીડા સહન ન થાય–એવા પ્રસંગે કોઈ
જીવ વિચારે છે કે અરેરે! હવે તો ઝેર ખાઈને આ દુઃખથી છૂટું. –જુઓ તો ખરા, ઝેર
ખાવું સહેલું લાગે છે પણ દુઃખ સહન કરવું અઘરું લાગે છે ! ભાઈ, દેહ છોડીને પણ
ખરેખર જો તું સુખી થવા માંગતો હો ને દુઃખથી તારે છૂટવું હોય તેનો સાચો રસ્તો લે.
દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્મા શું ચીજ છે તેની ઓળખાણ કરીને વીતરાગીવિજ્ઞાન
પ્રગટ કરવું તે જ સાચો ઉપાય છે. અહીં એ ઉપાય સંતો તને બતાવે છે, તે સાવધાન
થઈને સાંભળ.
‘આત્મભ્રાન્તિ સમ રોગ નહીં, સદ્ગુરુ વૈદ્ય સુજાણ’. અરે, દેહના રોગની
પીડાથી છૂટવા માંગે છે, પણ ભાઈ, આત્મભ્રાંતિના રોગનું મહાન દુઃખ છે, તેનાથી
છૂટવાનો ઉપાય કર. તે માટે વીતરાગવિજ્ઞાનનો ઉપદેશ આપનારા સદ્ગુરુને સાચા વૈદ્ય
જાણ. એવા ગુરુ દુઃખથી છૂટવાનો ને સુખ પ્રગટ કરવાનો જે ઉપદેશ આપે છે તે
સંબોધન
હે જીવ!
તારા જીવનમાં તેં જે આત્મધ્યેય નક્ક્ી કર્યું
છે, જે ધ્યેયને સાધવા માટે તું નિવૃત્તિપૂર્વક સત્સંગ
સેવી રહ્યો છે, તે ઉત્તમ ધ્યેયને એક પળ પણ તું
ભૂલ મા; તે ધ્યેયને ઢીલું થવા ન દે.... અતિ અતિ
ઉદ્યમવડે ઉત્સાહથી ધ્યેયને સિદ્ધ કર.

PDF/HTML Page 19 of 41
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૪
ઉત્તમક્ષમા ગ્રહો રે ભાઈ!
પહેલાં અજ્ઞાનભૂમિકામાં શ્રેણીકરાજાએ મુનિરાજની વિરાધના
કરી હતી... અનંતાનુબંધી ક્રોધ કર્યો હતો.... મુનિરાજ તો તે વખતે પણ
ક્રોધરહિત ક્ષમાધર્મના આરાધક હતા..
પછી જ્યારે શ્રેણીકને ભૂલનું ભાન થયું ત્યારે પશ્ચાતાપથી ક્ષમા
માંગી; અનંતાનુબંધી ક્રોધ છોડીને તેટલા ક્ષમાધર્મની ઉપાસના કરી;
વિરાધકભાવ છોડીને આરાધકભાવ પ્રગટ કર્યો.અનંતાનુબંધી
સિવાયનો ત્રિવિધક્રોધ હજી બાકી રહ્યો,–પણ તે ક્રોધથી ભિન્ન એવા
જ્ઞાનની આત્મઅનુભૂતિ થઈ–જે અત્યારે નરકમાં પણ તેમને વર્તે છે.
અલ્પકાળમાં તેઓ જ્યારે મનુષ્ય થશે ત્યારે તે અનુભૂતિના બળે
બાકીના ત્રિવિધક્રોધને પણ નષ્ટ કરી, સંપૂર્ણ ક્ષમાધર્મની આરાધનારૂપ
વીતરાગ થઈ તીર્થંકર પરમાત્મા થશે ... .ને ઉત્તમ ક્ષમાધર્મને દિવ્ય
ધ્વનિવડે જગપ્રસિદ્ધ કરશે.
જય હો એ ઉત્તમ ક્ષમાધર્મનો.
આવી ઉત્તમક્ષમા ગ્રહો રે ભાઈ!

PDF/HTML Page 20 of 41
single page version

background image
: ભાદરવો : ૨૪૯૪ આત્મધર્મ : ૧૭ :
વીતરાગભાવની આરાધના એનું નામ પર્યુષણ
આજે દસલક્ષણ ધર્મનો
પહેલો દિવસ છે,
ઉત્તમક્ષમાધર્મની આરાધનાનો
દિવસ છે. મુખ્યપણે તો
મુનિના આ દશ ધર્મો છે;
વીતરાગભાવ તે ધર્મ છે.
ઉત્તમક્ષમા તે પણ આત્માના
વીતરાગ ભાવનો પ્રકાર છે.
શ્રાવકને પણ પોતાની ભૂમિકા
અનુસાર ધર્મ હોય છે. આવા
વીતરાગધર્મની આરાધનાને
પર્યુષણ કહેવાય છે.
પર્યુષણના ખરા દિવસો
આજથી (એટલે કે ભાદરવા સુદ પાંચમથી) શરૂ થાય છે. દશ પ્રકારના ધર્મની
આરાધનાનું ફળ સુખ છે, વીતરાગભાવના ફળમાં અતીન્દ્રિયસુખની પ્રાપ્તિ થાય છે.
પંચમકાળ પૂરો થતાં ભરતક્ષેત્રમાં અનાજ વગેરે નષ્ટ થઈ જાય છે, ને લોકો
માંસાહારી થઈ જાય છે; પછી અષાડ વદ એકમે શરૂ કરીને ૪૯ દિવસ સુધી વર્ષા વગેરે
થતાં અનાજ ને ફળફૂલ પાકે છે; ઘણાકાળ સુધી અનાર્યવૃત્તિવાળા માંસભક્ષી થઈ
ગયેલા લોકોને તે ફળફૂલ–અનાજ દેખીને એવી આર્યવૃત્તિ જાગી કે હવેથી કોઈએ
માંસાહાર ન કરવો, આ અનાજ અને ફળ ઉપર નિર્વાહ ચલાવવો. આવી આર્યવૃત્તિ
જાગી, એટલે હિંસા છોડીને ક્ષમાના ભાવો જાગ્યા, તે દિવસ બરાબર ભાદરવા સુદ
પાંચમ હતી. આ રીતે ભાદરવા સુદ પાંચમથી ઉત્તમક્ષમાદિ દશલક્ષણધર્મની આરાધનાનું
પર્વ શરૂ થાય છે. જો કે ભાદરવાની જેમ માહ તથા ચૈત્ર માસમાં પણ દસલક્ષણીપર્વ
આવે છે, પણ ભાદરવાના પર્યુષણની વિશેષ પ્રસિદ્ધિ છે.