Atmadharma magazine - Ank 300
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 49
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૫
સળંગ અંક ૩૦૦
Version History
Version
Number Date Changes
001 Aug 2005 First electronic version.

PDF/HTML Page 2 of 49
single page version

background image
રજતજયંતિનું વર્ષ
૩૦૦
સિદ્ધપ્રભુની સાથમાં
સાધક કહે છે–હે સિદ્ધ ભગવાન! આપને સાથે
રાખીને હું સિદ્ધપદમાં આવી રહ્યો છું. પ્રભો! અમારા
સાધકપણામાં આપ અમારી સાથે જ છો. આપને
અંતરમાં સાથે રાખીને જ અમે સિદ્ધપદને સાધવા
નીકળ્‌યા છીએ. પ્રભો! રાગાદિ પરભાવોનો સાથ તો મેં
છોડી દીધો છે, અને હવે તો પરમ સ્વભાવરૂપ
સિદ્ધપદનો સાથ મેં લીધો છે; અમારી સાધનામાં હવે
ભંગ પડવાનો નથી; કેમકે જ્યાં સિદ્ધ બિરાજે ત્યાં મોહ
કેમ થાય? અંતરમાં અમે અમારા ચિદાનંદસ્વભાવ
તરફ ઝુકીને સિદ્ધ ભગવાનનો સાથ લીધો છે;
પરભાવથી હવે અમે ભિન્ન થયા છીએ, ને સિદ્ધાલયમાં
અનંત સિદ્ધભગવંતોની પંક્તિમાં બેસવાના છીએ.
(–સમયસારના મંગલપ્રવચનમાંથી)
તંત્રી જગજીવન બાવચંદ દોશી સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૪ આસો (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨પ : અંક ૧૨

PDF/HTML Page 3 of 49
single page version

background image
તે સર્વને સાથે તથા પ્રત્યેકને, પ્રત્યેકને, વંદું વળી હું મનુષ્યક્ષેત્રે વર્તતા અર્હંતને
મુક્તિમહોત્સવના મંગળમેળામાં બધા ભગવંતો સોનગઢ પધાર્યા છે : (જુઓ ટાઈટલ પૃ. ૩)

PDF/HTML Page 4 of 49
single page version

background image
: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૧ :
• •
વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯૮
ચાર રૂપિયા માહ
વર્ષ : ૨૯ અંક ૪
સોનગઢમાં મોટો મેળો
પૂ. ગુરુદેવના પ્રવચનમાં એકકોર સમયસાર, ને બીજીકોર
પ્રવચનસાર, જાણે અનેકાન્તમય જિનવાણીરથના બે પૈડાં! એ બંને
પૈડાં ઉપર જિનવાણીનો રથ આજેય મોક્ષમાર્ગ તરફ દોડી રહ્યો છે.
સમયસારનું મંગલાચરણ એટલે સિદ્ધપદની ધૂન...ને પ્રવચનસારનું
મંગલાચરણ એટલે પંચમરમેષ્ઠીની ધૂન. એક સાથે (સવાર–
બપોર) બંનેના પ્રવચનો ચાલતાં સોનગઢમાં તો જાણે કે સિદ્ધ
ભગવંતોનો અને પંચપરમેષ્ઠી ભગવંતોનો મોટો મંગળ મેળો
ભરાયો હોય! એવું વાતાવરણ વર્તી રહ્યું છે. અને ગુરુદેવ એવા
ભાવમાં શ્રોતાઓને ઝુલાવે છે કે જેને મોક્ષ લેવો હોય તે ચાલ્યા
આવો આ મેળામાં! મોક્ષનો આ મંગલમંડપ સમ્યગ્દર્શન ને
સમ્યગ્જ્ઞાનરૂપી દરવાજાથી ને વીતરાગચારિત્રરૂપી તોરણથી શોભી
રહ્યો છે. પંચપરમેષ્ઠીને અને સિદ્ધ ભગવંતોને સાથે લઈને આ
મેળામાં આવ્યો તે મુમુક્ષુ જરૂર મોક્ષ પામશે.

PDF/HTML Page 5 of 49
single page version

background image
: ૨ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
સ. મ. ય. સ. ર
[૧૬ મી વખતનાં પ્રવચનોનો મંગલપ્રારંભ]
શ્રી સમયસાર ઉપરનાં ૧૬ મી
વખતનાં પ્રવચનોનો મંગલ પ્રારંભ ભાદરવા
વદી એકમના રોજ થયો. ‘સમયસાર’
એટલે શુદ્ધાઆત્મા, તેના ભાવોનું ફરીફરીને
ઘોલન કરતાં મુમુક્ષુહદયમાં સુખની ઉર્મિઓ
જાગે છે. આત્માનું સાધ્ય એવું સિદ્ધપદ, તે
સિદ્ધદશાને પામેલા સિદ્ધભગવંતોને
આત્મામાં ધ્યેયપણે સ્થાપીને સમયસારનું
ઘોલન કરતાં મોહનો નાશ થઈ જશે–એવા આચાર્યદેવના કોલકરાર સહિત
આ સમયસારને હે ભવ્ય જીવો! તમે ભાવપૂર્વક સાંભળો.
नमः समयसाराय...એમ કહીને શુદ્ધઆત્માને નમસ્કારરૂપ અપૂર્વ મંગળ કર્યું છે.
જગતમાં સારરૂપ શુદ્ધઆત્મા છે, તેનું સ્વરૂપ આ શાસ્ત્રમાં કહેશે, તેને હે ભવ્ય જીવો!
તમે સાંભળો. કેવો છે શુદ્ધઆત્મા? સ્વાનુભૂતિવડે જણાય એવો છે. દ્રવ્યકર્મ–ભાવકર્મ–
નોકર્મરહિત શુદ્ધ છે એટલે સારરૂપ છે. શુદ્ધનયના વિષયરૂપ આવો શુદ્ધઆત્મા જ
સારરૂપ છે, તે જ ધ્યેયરૂપ છે, તેથી તેને ધ્યેયરૂપ સ્થાપીને નમસ્કાર કર્યાં છે. શુદ્ધઆત્મા
તરફ જે ભાવ ઢળ્‌યો તે ભાવ મંગળરૂપ છે.
ઈષ્ટદેવ કોણ? કે સમયસારરૂપ શુદ્ધઆત્મા, તે જ ઈષ્ટદેવ છે, તેને અહીં નમસ્કાર
કર્યાં છે. સ્વાનુભૂતિગમ્ય એવા શુદ્ધઆત્માને નમસ્કાર તે અપૂર્વ માંગળિક છે.
શુદ્ધઆત્માની અસ્તિથી વર્ણન કર્યું તેમાં રાગાદિક અશુદ્ધતાની નાસ્તિ આવી જ ગઈ.
શુદ્ધઆત્મા તરફ જે પર્યાય ઝુકી તેમાં રાગાદિનો અભાવ થયો. સમ્યગ્દર્શન પ્રગટ કરવા
માટે આવા શુદ્ધઆત્મા તરફ સાવધાન થઈને તેને તું લક્ષમાં લે. શુદ્ધદ્રવ્ય સાથે પર્યાયનું
મિલન કરીને તેને હું નમું છું–એવી પરિણતિ તે અપૂર્વ મંગળ છે.

PDF/HTML Page 6 of 49
single page version

background image
: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૩ :
આવો શુદ્ધઆત્મા છે તે ભાવરૂપ વસ્તુ છે, શુદ્ધ સત્તારૂપ છે; સિદ્ધદશા થતાં તેનો
અભાવ નથી થઈ જતો, પણ પોતાની ચૈતન્યસત્તામાં ભાવરૂપ છે; સ્વસત્તાથી ભાવરૂપ છે,
ને પરસત્તાથી અભાવરૂપ છે. સત્તારૂપ વસ્તુ છે, પણ કેવી સત્તા? કે ચૈતન્યસ્વભાવથી
ભરેલી છે. આ મંગલાચરણમાં શુદ્ધ આત્મદ્રવ્ય, તેના ગુણ, ને તેની નિર્મળપર્યાય એ ત્રણે
આવી ગયા. ને તેને પ્રગટ કરવાનો ઉપાય પણ બતાવ્યો કે
स्वानुभूत्या चकासते એટલે કે
પોતે પોતાના અનુભવરૂપ ક્રિયાવડે પ્રગટ થાય છે. આત્મા પોતે પોતાને સ્વાનુભવ વડે જ
જાણે છે; વિકલ્પવડે, રાગવડે, વાણીવડે આત્માં જણાતો નથી.
અહા, ચૈતન્યવસ્તુની કોઈ અપાર શક્તિ ને અપાર મહિમા છે. ચૈતન્યસ્વભાવથી
ભરેલો ભગવાન આત્મા, તે સ્વાનુભવથી પોતે પોતાને જાણે છે. સ્વાનુભૂતિરૂપ ક્રિયાવડે
આત્માની પૂર્ણ શુદ્ધદશા જેને પ્રગટી તે દેવ છે, તે ઈષ્ટપદ છે, તે સાધ્ય છે. તેને લક્ષમાં
લઈને મંગળાચરણમાં નમસ્કાર કર્યાં છે. જે શુદ્ધઆત્માને નમ્યો તે રાગને નહિ નમે;
શુદ્ધાત્મા જેણે રુચિમાં લીધો તે રાગની રુચિ નહિ કરે. રાગથી જુદો પડીને શુદ્ધઆત્માને
લક્ષમાં લીધો ત્યાં સાધકદશા થઈ, અપૂર્વ મંગળ થયું. જ્ઞાનની બીજ ઊગી તે હવે વધીને
કેવળજ્ઞાન–પૂર્ણિમારૂપ થશે.
જેવા સિદ્ધપરમાત્મા શુદ્ધ છે તેવો જ દરેક આત્માનો શુદ્ધસ્વભાવ છે. આવા
શુદ્ધસ્વભાવપણે આત્માને દેખવો–શ્રદ્ધવો–અનુભવવો તે સાચું ‘नमः समयसाराय’ છે.
સમયસાર એટલે શુદ્ધઆત્મા કેવો છે તે જાણ્યા વગર તેને સાચા નમસ્કાર ક્યાંથી થાય?
શુદ્ધઆત્મા તરફ પર્યાય નમે તે સાચા નમસ્કાર છે.
ભગવાન્! તું કોણ છો? તેની આ વાત છે. જેઓ સિદ્ધ અને અરિહંત પરમાત્મા
થયા તેઓ ક્યાંથી થયા? આત્મામાં એવો સ્વભાવ છે તે અનુભવવડે પ્રગટ કરીને તેઓ
પરમાત્મા થયા; તેમ આ આત્મામાં પણ એવો સ્વભાવ વિદ્યમાન જ છે, તેની સન્મુખ
થઈને અનુભવ કરતાં આ આત્મા પોતે પરમાત્મા થાય છે. ભાઈ, આવો તારો આત્મા છે
તેને તું પ્રતીતમાં લે, ઓળખાણ કર. આવા સ્વભાવની સન્મુખ થઈને અનુભવ કરતાં
વચ્ચે રાંગના ભાવ વગર સીધો આત્મા વેદનમાં આવે છે; આવા સ્વસંવેદનરૂપ જે ક્રિયા છે
તે ધર્મ છે, તે આત્માને પ્રસિદ્ધ કરવાનો ઉપાય છે. અંતર્મુખ આવી પરિણતિમાં ભગવાન
આત્મા આખો પ્રસિદ્ધ થાય છે; તેમાં દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે સમાઈ ગયા.
દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ આત્મા જેવો છે તેવો ભગવાને ઓળખાવ્યો છે.
ભગવાનને તો દ્રવ્ય–ગુણ પર્યાય ત્રણે શુદ્ધ થઈ ગયા છે; વિકાર રહ્યો નથી; આ આત્માનો
પણ એવો–

PDF/HTML Page 7 of 49
single page version

background image
: ૪ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
શુદ્ધસ્વભાવ છે. તે કઈ રીતે ઓળખાય? કે સ્વાનુભૂતિરૂપ ક્રિયાવડે તે
ઓળખાય છે. એ સિવાય બીજો કોઈ ઉપાય કે સાધન નથી. સ્વાનુભૂતિની
ક્રિયામાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે સમાઈ જાય છે; વિકલ્પ તેમાં ન આવે.
સ્વાનુભવ વડે આત્મા પોતે પોતાને પ્રત્યક્ષ થાય છે. ઈંદ્રિયજ્ઞાનવડે કે
વિકલ્પવડે આત્મા પ્રત્યક્ષ ન થઈ શકે, પણ સ્વાનુભવરૂપ જ્ઞાનવડે આત્મા પ્રત્યક્ષ
થાય છે;–ભલે મતિશ્રુતજ્ઞાન હોય–પણ સ્વાનુભૂતિ વડે તેનાથી આત્મા પોતે
પોતાને સ્પષ્ટ જાણી શકે છે. અહા, જ્ઞાનવડે પોતે પોતાને જાણવો–તેમાં કોઈ અપૂર્વ
આનંદ છે. પોતે પોતાને જાણતાં અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિયસુખ થાય છે. તેમાં
બીજું કોઈ સાધન નથી. આત્મા સારરૂપ એટલા માટે છે કે તેને જાણતાં પરમસુખ
થાય છે. આત્મામાં સુખ છે ને તેને જાણતાં સુખ વેદાય છે. બાહ્ય પદાર્થોમાં સુખ
નથી ને તેની સામે જોતાં સુખ વેદાતું નથી. અહા, આવો સુખસ્વભાવી આત્મા તે
જ સર્વે પદાર્થોમાં સારરૂપ ઉત્કૃષ્ટ છે. આવા આત્માને લક્ષમાં લઈને નમસ્કાર
કર્યાં, તે અપૂર્વ મંગળ છે.
શુદ્ધઆત્માનું સ્વરૂપ લક્ષમાં લઈને નમસ્કાર કરતાં તેમાં અનંતા
સિદ્ધભગવંતો ને અનંતા અરિહંતો–તીર્થંકરો પણ સમાઈ જાય છે, કેમકે તે બધાય
પણ શુદ્ધઆત્મા છે. રાગાદિ મેલરહિત વીતરાગી શુદ્ધદશા જેણે પ્રગટ કરી એવો
શુદ્ધઆત્મા જ ઈષ્ટ દેવ છે.
‘समयसार’ કહેતાં તેના અર્થમાં પાંચે પરમેષ્ઠી
ભગવંતો, તેમજ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર આવી જાય છે. सम्अयसारः सम्
કહેતાં સમ્યગ્દર્શન, अय કહેતાં સ્મ્યગ્જ્ઞાન, અને सार કહેતાં ચારિત્ર, આવા
રત્નત્રયરૂપ પરિણમેલો શુદ્ધઆત્મા તે समयसार છે. તે ઈષ્ટ છે, ઈષ્ટ છે, તેને
નમસ્કાર હો.
‘સમયસાર’માં તો આત્માના ઊંડા ગંભીર ભાવો ભર્યાં છે. આચાર્ય
ભગવાન જ્યારે અંતરના અનુભવની વાત આ સમયસારમાં લખતા હશે–ત્યારે
કેવો ધન્યકાળ હશે!! જગતનાં ભાગ્ય છે કે આવું શાસ્ત્ર આ કાળે રચાઈ ગયું.
સાક્ષાત્ ભગવાનનો જેમને ભેટો થયો તે કુંદકુંદાચાર્યદેવની અલૌકિક દશાની શી
વાત! ને ટીકામાં અમૃતચંદ્રાચાર્યદેવે પણ સમયસારના અલૌકિક ભાવો ખોલ્યાં છે.
જેમ તીર્થંકર અને ગણધરની જોડી શોભે તેમ કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્યની
જોડી જૈનશાસનમાં શોભે છે. તેમનું રચેલું આ સમયસાર તે તો સાધકના હૃદયનો
વિસામો છે...જ્ઞાન અને રાગની ભિન્નતાનું અલૌકિક ભેદજ્ઞાન તેમાં કરાવ્યું છે.

PDF/HTML Page 8 of 49
single page version

background image
: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૫ :
સમયસારનો મહિમા કરતાં ગુરુદેવ કહે છે કે હે
ભવ્ય! તું અપૂર્વ ભાવે સમયસાર સાંભળજે શુદ્ધાત્માનો
અનુભવ કરનારા સંતોના હૃદયમાંથી નીકળેલું આ
શાસ્ત્ર શુદ્ધાત્માનો અનુભવ કરાવીને ભવનો નાશ
કરાવનારું છે....આત્માના અશરીરીભાવને
દર્શાવનારું આ શાસ્ત્ર છે.
હે શ્રોતા! તું સાવધાન
થઈને (એટલે કે ભાવશ્રુતને અંતરમાં એકાગ્ર કરીને)
સાંભળ....તેથી તારો મોહ નષ્ટ થઈ જશે, ને તું
પરમાત્મા થઈ જઈશ. આ શાસ્ત્રની કથનીમાંથી
ધર્માત્મા શુદ્ધઆત્માને પ્રાપ્ત કરી લ્યે છે. શુદ્ધઆત્માનો
અનુભવ કરાવવો તે આ શાસ્ત્રનું તાત્પર્ય છે. આવા
શુદ્ધાત્માને ધ્યેયરૂપ સ્થાપીને તેને નમસ્કારરૂપ મહા
મંગળ–સ્તંભ રોપ્યા છે.
આ માંગળિકમાં સાધ્ય ને સાધક બંને ભાવ સમાઈ જાય છે. સમયસારરૂપ જે
શુદ્ધઆત્મા તે સાધ્ય છે, અને તેને નમસ્કારરૂપ સાધકભાવ છે, અથવા સ્વાનુભૂતિ તે
સાધકભાવ છે. આવી સાધક–સાધ્યની સંધિપૂર્વક મોક્ષના માણેકસ્થંભ રોપીને આ
સમયસાર (૧૬ મી વખત) શરૂ થાય છે.
• • •
આ સમયસારમાં દર્શાવેલો જે શુદ્ધ જ્ઞાયકભાવ, તેના ઘોલન વડે આત્માની
પરિણતિ અત્યંત શુદ્ધ થશે. વચ્ચે વિકલ્પ આવે તેના ઉપર કે વાણી ઉપર લક્ષ રાખીશ
નહિ, પણ તેના વાચ્ચરૂપ જે જ્ઞાયકભાવ–તેના ઉપર લક્ષ રાખજે,–તે તરફ જ્ઞાનને
એકાગ્ર કરજે. રાગનો ઉત્સાહ રાખીશ મા, જ્ઞાયકસ્વભાવનો જ ઉત્સાહ રાખજે.
જ્ઞાયકભાવના પ્રેમથી તને પરમ સુખ થશે,–એમ આશીર્વાદપૂર્વક સમયસાર સંભળાવે છે.
કેવળજ્ઞાન અને ભાવશ્રુતજ્ઞાન બંનેની એક જાત છે. જેવા આત્માને કેવળજ્ઞાન
દેખે છે તેવા જ આત્માને સ્વસંવેદનપ્રત્યક્ષવડે શ્રુતજ્ઞાન પણ દેખે છે. શ્રુતજ્ઞાનની પણ
તાકાત મહાન છે; શ્રુતજ્ઞાન પણ રાગના અવલંબન વગરનું છે. શ્રુતજ્ઞાનરૂપ
સાધકપર્યાય પણ અંતરમાં પોતાના પૂર્ણ ધ્યેયને પકડીને તેને અવલંબનારી છે.
શ્રુતજ્ઞાનની આંખ એવડી મોટી છે કે પરમાત્મા જેવા આખા શુદ્ધઆત્માને તે દેખી લ્યે
છે. તે શ્રુતજ્ઞાન પણ કેવળજ્ઞાન જેવું જ નિઃશંક છે. અહા, શ્રુતજ્ઞાની–સાધક પણ
કેવળજ્ઞાની–પરમાત્માની પંક્તિમાં બેસનારા છે.

PDF/HTML Page 9 of 49
single page version

background image
: ૬ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય દેવ પોતે મહા સમર્થ મુનિ છે, ત્રણ કષાયના અભાવરૂપ
શુદ્ધતા તો તેમને પ્રગટી જ છે, માત્ર જરાક સંજ્વલન કષાય બાકી છે; તેનો પણ નાશ
થઈને પરમ વિશુદ્ધિ એટલે વીતરાગતા ને કેવળજ્ઞાન થાઓ–એવી ભાવનાથી કહે છે કે
અહો! આ સમયસારની વ્યાખ્યાથી, એટલે કે તેમાં કહેલા વાચ્યરૂપ શુદ્ધઆત્માના
ઘોલનથી મારી અનુભૂતિ પરમ શુદ્ધ થઈ જશે. હું શુદ્ધ ચિન્માત્ર છું–એવા મારા
સ્વભાવના ઘોલનથી પરિણતિ પૂર્ણાનંદરૂપ શુદ્ધ થઈ જશે. આમ કહીને સમયસારના
ઘોલનનું ફળ પણ બતાવ્યું; પર્યાયમાં અશુદ્ધતા બાકી છે તેનો પણ સ્વીકાર કર્યો, તે
ટાળીને પૂર્ણ શુદ્ધતાનો ઉપાય પણ બતાવ્યો; શુદ્ધ ચિન્માત્ર આત્મસ્વભાવનું ઘોલન
કરવારૂપ શાસ્ત્રતાત્પર્ય પણ બતાવ્યું. આ શાસ્ત્ર સાંભળીને શું કરવું? કે શુદ્ધ ચિન્માત્ર
આત્માનું ઘોલન કરવું. વિકલ્પનું કે રાગનું ઘોલન ન કરવું, તેના લક્ષે ન અટકવું. પણ
લક્ષને વાચ્યરૂપ શુદ્ધ આત્મામાં જોડીને તેનું ઘોલન કરવું. એમ કરવાથી જ સાધકદશા
પ્રગટે છે, ને વધીને પૂર્ણ થાય છે.
અહા, મુનિરાજને ઘણી શુદ્ધતા તો થઈ છે, પણ હજી જરાક કષાયકણથી
પરિણતિમાં મલિનતા છે તે પાલવતી નથી, તેથી તેનો નાશ કરીને પૂર્ણ શુદ્ધતાની
ભાવના છે; ને તે પૂર્ણ શુદ્ધતા મારા શુદ્ધચિન્માત્ર સ્વભાવના ઘોલનથી જ થશે–એવું
ભાન છે. વિકલ્પનો તો નાશ કરવા માગે છે, તો તે શુદ્ધતાનું સાધન કેમ થાય? શુદ્ધતાનું
સાધન વિકલ્પ ન થાય; શુદ્ધસ્વભાવનું ઘોલન જ શુદ્ધતાનું સાધન થાય.
અહા, આ તો ‘समयसार’ છે,–એકલું શુદ્ધાત્માનું ઘોલન છે.....પદેપદે–પર્યાયે–
પર્યાય શુદ્ધઆત્મા ઘૂંટાય છે. શુદ્ધ આત્માને જાણતાં જ સાચું જ્ઞાન ને સુખ થાય છે. સુખ
તો આત્મામાં છે, તેની સન્મુખ થઈને તેને જાણતાં સુખ અનુભવાય છે; બીજો કોઈ
સુખનો રસ્તો નથી. શુદ્ધ આત્માના લક્ષે આ સમયસારના શ્રવણનું ફળ ઉત્તમ સુખ છે.
છેલ્લે આચાર્ય દેવ કહેશે કે–
આ સમયપ્રાભૃત પઠન કરીને અર્થ–તત્ત્વથી જાણીને;
ઠરશે અરથમાં આત્મા જે સૌખ્ય ઉત્તમ તે થશે.
આવા આ મહાન શાસ્ત્રનો પ્રારંભ કરતાં ઉત્કૃષ્ટ મંગળરૂપે અનંતા
સિદ્ધભગવંતોને આત્મામાં સ્થાપીને, સિદ્ધસમાન શુદ્ધાત્માને ધ્યેય બનાવે છે. અનંત
સિદ્ધભગવંતોને આત્મામાં બોલાવીને આરાધકભાવની ઝણઝણાટી. બોલાવતું, પહેલી
ગાથા ઉપરનું અપૂર્વ ભાવભીનું પ્રવચન આ અંકમાં સરત્તમાં પાને વાંચો.

PDF/HTML Page 10 of 49
single page version

background image
: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૭ :
• પ્ર વ ચ ન સ ર •
વીતરાગચારિત્રના ફળસ્વરૂપ અતીન્દ્રિય જ્ઞાન અને
અતીન્દ્રિય સુખ–તેના દિવ્ય મહિમાની મંગલવીણા
આચાર્યદેવ વિદેહક્ષેત્રમાં ગયા...અતીન્દ્રિય જ્ઞાન અને
અતીન્દ્રિય સુખરૂપ પરિણમેલા તીર્થંકરદેવને અને કેટલાય કેવળી
ભગવંતોને નજરે નીહાળ્‌યા, શુદ્ધોપયોગરૂપે પરિણમી–પરિણમીને
કેવળજ્ઞાનને સાધી રહેલા ગણધરાદિ વીતરાગ સન્તોના ટોળાંને
નજરે દેખ્યા, પોતાના આત્મામાંય એવા શુદ્ધોપયોગની ધારા
વહેતી હતી; અને વળી
કારધ્વનિરૂપ જિનપ્રવચનમાં
અતીન્દ્રિય જ્ઞાન–સુખનું સાક્ષાત્ શ્રવણ કર્યું ....એ બધાયનો ધોધ
આચાર્યદેવે આ પ્રવચનસારમાં રેડ્યો....અને તેના દ્વારા જાણે કે
ભરતના જીવોને અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદની જ ભેટ
આપી. આજે પૂ. ગુરુદેવ કુંદકુંદસ્વામીની એ મહાન ભેટ
આપણને આપી રહ્યા છે.....અતીન્દ્રિયજ્ઞાન–આનંદરસના ઘૂંટડા
પીવડાવી રહ્યા છે....લીજીયે....ચૈતન્યરસ પીજીયે.
[પ્રવચન શરૂ વીર સં. ૨૪૯૪ ભાદ્ર સુદ ૧૧]
પંચપરમેષ્ઠીને પ્રણમનપૂર્વક પ્રવચનસારનો પ્રારંભ થાય છે.
ભગવાનની દિવ્યવાણીરૂપ જે પ્રવચન, તેનો સાર શું? તે આ પ્રવચનમાં
કુંદકુંદાચાર્યદેવે બતાવ્યું છે; તેઓ વિદેહક્ષેત્રે જઈને સીમંધર પરમાત્માની સાક્ષાત્
વાણી સાંભળી આવ્યા હતા; તેનો સાર આમાં રચ્યો છે. એવું આ પ્રવચનસાર આજે
શરૂ થાય છે.
અમૃતચંદ્રાચાર્યદેવે તત્ત્વપ્રદીપિકા નામની ટીકા રચી છે–જે દીપકની માફક
તત્ત્વોનું સ્વરૂપ પ્રકાશે છે. તેઓ ટીકાના મંગલાચરણમાં જ્ઞાનાનંદસ્વરૂપ ઉત્કૃષ્ટ
આત્માને નમસ્કાર કરે છે. તે આત્મા કેવો છે? કે સ્વાનુભવપ્રસિદ્ધ છે. આવા

PDF/HTML Page 11 of 49
single page version

background image
: ૮ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
સ્વાનુભવ–પ્રસિદ્ધ પરમાત્માને ઓળખીને તેને જે નમસ્કાર કરે છે તેને પોતામાં પણ
પોતાનો આત્મા સ્વાનુભવ–પ્રસિદ્ધ થાય છે.
બધાય આત્મા ઉત્કૃષ્ટ જ્ઞાન–આનંદસ્વરૂપ છે; તેને ઓળખીને સ્વાનુભવ કરતાં
તે પર્યાયમાં પ્રસિદ્ધ થાય છે. અહો, જ્ઞાનઆનંદ જેને પૂર્ણ પ્રગટી ગયા છે એવા ઉત્કૃષ્ટ
સિદ્ધપરમાત્મા, તે સર્વે પરમાગમના સારરૂપ છે. જિનવાણીરૂપ પ્રવચન, તેનો સાર એ
છે કે સ્વાનુભવ વડે આત્મપ્રસિદ્ધિ કરીને સિદ્ધદશા પ્રગટ કરવી.
પંચપરમેષ્ઠી મંગલસ્વરૂપ છે. શાસ્ત્રકાર અને ટીકાકાર બંને આચાર્ય ભગવંતો
પોતે પણ પરમેષ્ઠીસ્વરૂપ છે. પણ હજી પૂર્ણદશારૂપ સર્વજ્ઞપદ નથી પ્રગટ્યું તેથી
પૂર્ણદશારૂપ પરમાત્માને નમસ્કાર કરે છે.
બીજા શ્લોકમાં આચાર્ય દેવે અનેકાન્તમય જ્ઞાનની સ્તુતિ કરી છે. અનેકાન્તમય
તેજ–પ્રકાશ મોહઅંધકારને નષ્ટ કરે છે, ને સ્વ–પર પદાર્થોના યથાર્થ સ્વરૂપને પ્રકાશે છે.
આવું આનંદમય અનેકાન્ત જ્ઞાન–તેને નમસ્કાર હો. ભગવાને કહેલાં શાસ્ત્રો પણ
અનેકાન્તમય છે, તે પણ જયવંત છે. ને અનેકાન્તસ્વરૂપ આત્માને પ્રકાશનારા
ભાવશ્રુતજ્ઞાનરૂપ અનેકાન્તપ્રકાશ, તે પણ સાધકપણામાં સદા જયવંત વર્તે છે, એટલે તે
ભાવશ્રુત વચ્ચે ભંગ પડ્યા વગર કેવળજ્ઞાનને સાધશે. અનેકાન્તમય જ્ઞાનપ્રકાશ
જગતના સ્વરૂપને પ્રકાશે છે અને મોહ–અંધકારને નષ્ટ કરે છે. –તેને સદા જયવંત કહીને
સ્તુતિ કરી.
ત્યારપછી ત્રીજા શ્લોકમાં એમ કહ્યું કે હું આ પરમાગમની ટીકા કરું છું.–કોને
માટે કરું છું? કે પરમ આનંદરૂપી સુધારસના પિપાસુ ભવ્યજીવોના હિતને માટે આ
ટીકા કરું છું. જેને ચૈતન્યના આનંદની જ પિપાસા છે, જેને પુણ્યની કે સ્વર્ગાદિ વૈભવની
અભિલાષા નથી, જેને ચૈતન્યના અતીન્દ્રિય પરમાનંદની જ અભિલાષા છે, એવા મુમુક્ષુ
જીવોના હિતને માટે આ ટીકા રચાય છે. અહો જેના અંતરમાં પરમઆનંદને માટે તૃષા
છે એવા જીવોને માટે સંતોએ આ આનંદનું પરબ ખોલ્યું છે. આ ટીકાવડે આનંદરસનું
પરબ બાંધ્યું છે, –જેને આનંદરસનું પાન કરવું હોય તેને માટે આ પરબ છે. અહો જીવો!
આ શાસ્ત્રમાં કહેલા અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય સુખના ભાવો સમજતાં તમને
પરમઆનંદની પ્રાપ્તિ થશે...ને તે આનંદ વડે તમને તૃપ્તિ થશે. પરમ આનંદનો
અનુભવ પ્રગટે તે જ આ શાસ્ત્રનો હેતુ છે.
હે ભાઈ, તું ચૈતન્યના આનંદનો જ પિપાસુ થઈને સાંભળજે; રાગની
અભિલાષા કરીશ નહિ; ‘કામ એક આત્માર્થનું, બીજો નહિ મન રોગ.’–આમ આત્માના
આનંદનો પિપાસુ થઈને જે જીવ આ શાસ્ત્ર સાંભળશે તેને અવશ્ય પરમ આનંદની
પ્રાપ્તિ થશે.

PDF/HTML Page 12 of 49
single page version

background image
: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૯ :
હવે પાંચા ગાથા શરૂ કરતાં પહેલાંં અમૃતચંદ્રાચાર્યદેવ ઉપોદ્ઘાતમાં શાસ્ત્રકાર
કુંદકુંદાચાર્યદેવની ઓળખાણ તથા મહિમા પ્રગટ કરે છે: જુઓ કુંદકુંદસ્વામી તો હજાર
વર્ષ પહેલાંં થઈ ગયેલા છે, છતાં હજાર વર્ષ પછી પણ તેમની અંતરંગદશાને
અમૃતચંદ્રાચાર્યે ઓળખી લીધી છે. તેઓ કહે છે કે અહો! સંસારસમુદ્રનો કિનારો તેમને
અત્યંત નિકટ છે; જેમને સાતિશય જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે. જુઓ, એક ભાવલિંગી
સંતની દશાને બીજા ભાવલિંગીસંત ઓળખી લ્યે છે; પોતાના જ્ઞાનની વિશેષ
નિર્મળતાને પણ ઓળખી લ્યે છે. આત્માની નિર્મળ જ્ઞાનજ્યોત રાગથી તદ્ન જુદી છે.
આવી જ્ઞાનજ્યોત પોતાને પણ પ્રગટી છે, ને કુંદકુંદાચાર્યદેવને પણ હજાર વર્ષ પહેલાંં
પ્રગટી હતી–એમ તેમના વચન ઉપરથી જાણી લીધું છે. સમસ્ત એકાન્તવાદની વિદ્યાનો
અભિનિવેશ જેમને છૂટી ગયો છે, એટલે અજ્ઞાનનો વ્યય થયો છે,–ને શેની ઉત્પત્તિ થઈ
છે? કે પારમેશ્વરી અનેકાન્તવિદ્યા જેમને પ્રગટી છે; જેઓ ચારિત્રદશા પ્રગટ કરીને
અત્યંત મધ્યસ્થ થયા છે, બધા પુરુષાર્થમાં સારભૂત અને આત્માને ઉત્કૃષ્ટ હિતરૂપ એવી
મોક્ષલક્ષ્મીને જ જેમણે ઉપાદેય કરી છે; વચ્ચે સરાગચારિત્રના ફળમાં સ્વર્ગવૈભવ
આવશે ખરો પણ તેને ઉપાદેય નથી કર્યો, તેને તો અનિષ્ટફળ જાણીને હેય કર્યો છે,
શુદ્ધોપયોગને અને તેના ફળરૂપ મોક્ષને જ ઉપાદેયરૂપે સ્વીકાર્યું છે. મોક્ષ એટલે
અતીન્દ્રિય પૂર્ણ જ્ઞાન ને પૂર્ણસુખ–તે જ આત્માને પરમ હિતરૂપ છે. અને એવી મોક્ષદશા
ભગવંત પંચપરમેષ્ઠીના પ્રસાદથી ઊપજે છે. પંચપરમેષ્ઠીનો ઉપદેશ ઝીલીને પોતે
પોતામાં મોક્ષમાર્ગ પ્રગટ કર્યો, ત્યારે પંચપરમેષ્ઠી ભગવંતોની પ્રસન્નતા થઈ–એમ
ભક્તિથી કહેવાય છે, કેમકે મોક્ષમાર્ગ પ્રગટ કરવામાં પંચપરમેષ્ઠી જ નિમિત્ત હોય છે,
વિપરીત નિમિત્ત હોતું નથી. આમ યથાર્થ નિમિત્તનું જ્ઞાન કરાવવા, તેમના પ્રત્યેની
પરમ ભક્તિને લીધે, તેમના પ્રસાદથી જ મોક્ષ ઊપજે છે–એમ કહેવામાં આવે છે. આવી
મોક્ષલક્ષ્મીને જ આચાર્યદેવે ઉપાદેયપણે નક્ક્ી કરી છે.
વીતરાગભાવરૂપ જે મોક્ષપુરુષાર્થ તે જ સારરૂપ છે; શુભરાગનો પુરુષાર્થ સારરૂપ
નથી, ઉપાદેય નથી; વીતરાગભાવના ફળરૂપ મોક્ષલક્ષ્મી તે જ ઉપાદેય છે. શુભરાગના
ફળમાં સ્વર્ગનો વૈભવ મળે ત્યાં પણ જીવ આકુળતાથી દુઃખી જ છે, એમ આગળ બતાવશે.
જેણે આવી વિવેકજ્યોતિ પ્રગટ કરીને મોક્ષનો પુરુષાર્થ કર્યો તેના ઉપર ભગવંત
પંચપરમેષ્ઠીની કૃપા થઈ, પરમેષ્ઠી ભગવંતો તેના ઉપર પ્રસન્ન થયા. એટલે કે સાધક
દશામાં જીવને આવા આત્મસ્વરૂપ પામેલા પંચપરમેષ્ઠી જ નિમિત્તરૂપે હોય, એનાથી
વિરુદ્ધ નિમિત્ત ન હોય. તેથી યથાર્થ નિમિત્તની પ્રસિદ્ધિ કરવા કહ્યું કે મોક્ષલક્ષ્મીની
ઉત્પત્તિ ભગવંત પંચપરમેષ્ઠીના પ્રસાદથી થાય છે. વીતરાગભાવરૂપે પરિણમેલા જીવો જ
વીતરાગી મોક્ષમાર્ગના નિમિત્ત થાય છે.

PDF/HTML Page 13 of 49
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
સમયસારની પાંચમી ગાથામાં પણ નિજ–આત્માના વૈભવનું વર્ણન કરતાં આચર્યદેવ
કહે છે કે ભગવાન સર્વજ્ઞદેવથી માંડીને અમારા ગુરુપર્યંત જે પરાપર ગુરુઓ–તેમણે
અનુગ્રહપૂર્વક અમને જે શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો તેના વડે અમને નિજવૈભવની પ્રાપ્તિ
થઈ છે. પોતાને જે નિજવૈભવ પ્રગટ્યો તેમાં નિમિત્ત કોણ છે તેની પ્રસિદ્ધિ કરીને
વિનય કર્યો છે.
જેમ ગતિક્રિયામાં ધર્માસ્તિ જ નિમિત્ત હોય, તેમ વીતરાગી મોક્ષમાર્ગમાં ગમન
કરવામાં વીતરાગી–પંચપરમેષ્ઠી ભગવંતો ભગવંતો જ નિમિત્ત હોય. આચાર્યદેવ કહે છે
કે પંચમરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરીને, તેમના પ્રસાદથી મેં સાક્ષાત્ મોક્ષમાર્ગ
અંગીકાર કર્યો છે. હું મોક્ષમાર્ગનો આશ્રય કરું છું, એટલે કે શુદ્ધાત્મામાં એકાગ્ર થતાં
મોક્ષમાર્ગ પર્યાય પ્રગટી જાય છે તેને મોક્ષમાર્ગનો આશ્રય કર્યો–એમ કહેવાય છે.
આવી દશાવાળા આચાર્યદેવ આ પ્રવચનસારના પ્રારંભમાં તીર્થનાયક મહાવીર
ભગવાન વગેરે પંચપરમેષ્ઠી ભગવંતોને ઉત્કૃષ્ટ ભક્તિપૂર્વક નમસ્કાર કરે છે,–જાણે
પંચપરમેષ્ઠી ભગવંતો પોતાની સન્મુખ સાક્ષાત્ બિરાજતા હોય તેમ તેમને નમસ્કાર કરે
છે, અને વીતરાગ–શુદ્ધોપયોગરૂપ ચારિત્ર અંગીકાર કરવાની પ્રતિજ્ઞા કરે છે.
(ગાથા ૧ થી પ)
પંચપરમેષ્ઠીને વંદન કરતાં તે પંચપરમેષ્ઠીનું સ્વરૂપ તો ઓળખે છે ને સાથે
પોતાનું પરમાર્થસ્વરૂપ કેવું છે તે પણ ઓળખે છે. નમસ્કાર કરનાર હું કેવો છું? કે
સ્વસંવેદનથી પ્રત્યક્ષ જ્ઞાનદર્શનસ્વરૂપ છું. દેહની ક્રિયારૂપ હું નથી, વંદનના રાગનો
વિકલ્પ ઊઠ્યો તે વિકલ્પસ્વરૂપ હું નથી, હું તો જ્ઞાનદર્શનસ્વરૂપ છું, ને મારા આવા
આત્માને મેં સ્વસંવેદનમાં પ્રત્યક્ષ કર્યો છે.
આવો સ્વસંવેદનપ્રત્યક્ષ હું, પ્રથમ તો શ્રી વર્દ્ધમાનદેવને નમસ્કાર કરું છું–કેમકે
તેઓ પ્રવર્તમાન તીર્થના નાયક છે; વળી કેવા છે ભગવાન વર્ધમાનદેવ? સુરેન્દ્રો, નરેન્દ્રો
ને અસુરેન્દ્રોથી વંદિત છે તેથી ત્રણલોકના એક સર્વોત્કૃષ્ટ ગુરુ છે. ઊર્ધ્વલોકના સુરેન્દ્રો,
મધ્યલોકના નરેન્દ્રો ને અધોલોકમાં ભવનવાસી વગેરે અસુરેન્દ્રો એમ ત્રણ લોકના
જીવોથી ભગવાન વંદનીય છે. કોઈક મિથ્યાદ્રષ્ટિ જીવો ન માને તેની ગણતરી નથી કેમકે
ત્રણ લોકના ઈન્દ્ર વગેરે મુખ્ય જીવો ભગવાનને વંદે છે, તેથી ત્રણે લોકથી ભગવાન
વંદનીય છે.
વળી ભગવાને ઘાતિકર્મને ધોઈ નાખ્યા છે તેથી સર્વજ્ઞતા પ્રગટી છે,
અનંતશક્તિરૂપ પરમેશ્વરતા પ્રગટી છે; ભગવાનને પ્રગટેલી અનંતશક્તિરૂપ પરમેશ્વરના
જગત ઉપર અનુગ્રહ કરવામાં સમર્થ છે. ભગવાનની વાણીની વાત અહીં ન લીધી, પણ
સીધી ભગવાનના આત્માની વાત લીધી; ભગવાનના આત્માને પ્રગટેલી
અનંતશક્તિરૂપ પરમેશ્વરના જગત ઉપર ઉપકાર કરવા સમર્થ છે એટલે તે પરમેશ્વરતાને
જે સમજે

PDF/HTML Page 14 of 49
single page version

background image
: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૧૧ :
તેને તેવી પરમેશ્વરતા પ્રગટે, અને તેમાં ભગવાનનો ઉપકાર છે. ભગવાન તો
ત્રણેલોકના જીવોને અનુગ્રહ કરવા સમર્થ છે,–પછી સામો જીવ કોઈ ન સમજે તો તે
તેનો દોષ છે, અહીં તો કહે છે. કે અહો, અમારા ઉપર તો ભગવાનનો મહાન અનુગ્રહ
છે; અમે સ્વસંવેદનથી આત્માને પ્રત્યક્ષ કર્યો, ને ભગવાને તેમ કરવાનું જ કહ્યું હતું તેથી
ભગવાનનો અમારા ઉપર પરમ અનુગ્રહ થયો, આવો અનુગ્રહ કરનારા ભગવાનને
નમસ્કાર કરું છું.
ભગવાન પોતે તીર્થસ્વરૂપ હોવાથી યોગીઓને તારવાને સમર્થ છે. ભગવાન
પોતે ભવથી તર્યા છે ને જે યોગીઓ જિનસ્વરૂપમાં ઉપયોગને જોડીને ભવથી તરી રહ્યા
છે તેમને તારવાને ભગવાન સમર્થ છે. સ્તુતિકાર કહે છે કે હે ભગવાન! તરવાનો ઉપાય
તો અમે કરીએ ને તમે અમને તારનારા કહેવાઓ–તેમાં તો શું નવાઈ! પરંતુ અમારા
પુરુષાર્થ કર્યાં વગર તમે અમને તારી દ્યો–તો તારનારા ખરા! અમે પુરુષાર્થ કરીએ ને
અમે તરીએ–તેમાં શું આશ્ચર્ય!–એટલે કે ભગવાનને તારનારા કહેવા તે તો નિમિત્તનું
કથન છે. પોતાના સ્વરૂપમાં ઉપયોગને જોડે તેને માટે ભગવાન તારનારા છે. પણ જે
પોતાનો ઉપયોગ નિજસ્વરૂપમાં જોડતો નથી તે પોતે તરતો નથી, ને નિમિત્તપણેય
ભગવાન તેને તારનારા કહેવાતા નથી; ભગવાનને તે ઓળખતોય નથી. અહીં તો
ભગવાનની ઓળખાણપૂર્વકના નમસ્કારની વાત છે,–તેમાં પોતાની ઓળખાણ પણ
ભેગી જ છે. સૌથી પહેલાંં જ ‘સ્વસંવેદનપ્રત્યક્ષ એવો હું’ એમ પોતાના આત્માને
પંચપરમેષ્ઠીની નાતમાં ભેળવીને શરૂઆત કરી છે.
વળી ભગવાન કેવા છે? કે ધર્મકર્તા છે; ધર્મ એટલે શુદ્ધ સ્વરૂપપરિણતિ–તેના
કર્તા છે. પોતાના આત્માની શુદ્ધપરિણતિના કર્તા છે; ને બીજા જીવોને પણ તેવી
શુદ્ધપરિણતિરૂપ ધર્મનો ઉપદેશ દીધો છે. તે ભગવાન પરમ ભટ્ટારક છે, કેવળજ્ઞાનરૂપી
સૂર્યનું તેજ જેમને ખીલી ગયું છે, તે કેવળી ભગવાનને ભટ્ટારક કહેવાય છે. વળી
ભગવાન વર્દ્ધમાન મહા દેવાધિદેવ છે, પરમેશ્વર છે, પરમપૂજ્ય છે; અને તેમનું
નામગ્રહણ પણ સારું છે. ‘વર્દ્ધમાન’ એવું ખાસ નામ લઈને કુંદકુંદાચાર્યદેવે નમસ્કાર
કર્યાં છે. અહો, ભગવાનનું નામગ્રહણ પણ સારૂં છે–પણ અંદર ભાવભાસન સહિતની
વાત છે. આ રીતે ભગવાનને ઓળખીને, વર્તમાન તીર્થના નાયક શ્રી વર્દ્ધમાનદેવને
નમસ્કાર કરું છું.
ત્યારપછી, ભૂતકાળમાં થયેલા સર્વ તીર્થંકરોને તથા સિદ્ધોને જ્ઞાનમાં લઈને
નમસ્કાર કરરું છું– –કેવા છે તે તીર્થંકરો અને સિદ્ધો?–કે શુદ્ધ દર્શનજ્ઞાનસ્વભાવને
પામેલા છે. જુઓ, પોતે પણ દર્શનજ્ઞાનસ્વભાવરૂપ છે એવું સ્વસંવેદન કર્યું છે અને જેને
નમસ્કાર કરું છું તેઓ પણ શુદ્ધ દર્શનજ્ઞાનસ્વરૂપ છે–એમ ઓળખાણ કરીને નમસ્કાર
કર્યાં છે. વળી પરમશુદ્ધઉપયોગભૂમિકા જેમણે પ્રાપ્ત કરી છે એવા આચાર્ય

PDF/HTML Page 15 of 49
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
ઉપાધ્યાય–સાધુ સર્વે શ્રમણોને પણ નમસ્કાર કરું છું. તે મુનિવરો જ્ઞાનાચાર–દર્શનાચાર–
ચારિત્રાચાર વગેરે પાંચ આચારયુક્ત છે; ને તેમણે પરમ શુદ્ધઉપયોગ પ્રગટ કર્યો છે.
જુઓ, મોક્ષ સાધક જૈનમુનિ કેવા હોય તે પણ ઓળખાવ્યું.–મુનિ તેને કહેવાય કે જેણે
શુદ્ધઉપયોગભૂમિકા પ્રાપ્ત કરી હોય.–આ રીતે પંચપરમેષ્ઠીને નમસ્કાર કરનારની એટલી
જવાબદારી છે કે શદ્ધોપયોગને અને રાગને ભિન્ન–ભિન્ન ઓળખે. રાગનો જે આદર
કરશે તે પંચપરમેષ્ઠીને સાચા નમસ્કાર નહિ કરી શકે. અહીં તો શાસ્ત્રકાર આચાર્ય પોતે
શુદ્ધોપયોગરૂપે પરિણમેલા છે; પોતે પંચપરમેષ્ઠીની પંક્તિમાં બેસીને પંચપરમેષ્ઠી
ભગવંતોને ઉત્કૃષ્ટ નમસ્કાર કર્યાં છે.
વળી વિશેષ કહે છે કે, ફરીફરીને આ જ પંચપરમેષ્ઠીને, જાણે કે તેઓ મારી
સન્મુખ સાક્ષાત્ હાજર બિરાજતા હોય એમ પરમભક્તિથી ચિંતવીને સર્વેને એકાથે તેમ
જ એકેકને નમસ્કાર કરું છું, તેમની આરાધના કરું છું. જેમ વિદેહક્ષેત્રે સીમંધરાદિ
તીર્થંકરો સાક્ષાત્ બિરાજે છે તેમ બધાય પંચપરમેષ્ઠી ભગવંતોને મારા જ્ઞાનમાં
સાક્ષાત્રૂપ કરીને તેમને અભેદ નમસ્કાર કરું છું.
વંદન કરનાર હું કેવો છું? ને વંદન કરવા યોગ્ય પંચપરમેષ્ઠી ભગવંતો કેવા છે?–
એમ બંનેની ઓળખાણપૂર્વકના આ નમસ્કાર છે.
જગતમાં સર્વજ્ઞ સદાય હોય જ છે. અરિહંતપણે તીર્થંકર સર્વજ્ઞદેવ પણ સદાય
વિદ્યમાન હોય જ છે. ભરતક્ષેત્રમાં જન્મેલા તીર્થંકરનો ભલે અત્યારે અભાવ છે. પણ
વિદેહક્ષેત્રમાં સાક્ષાત્ તીર્થંકરો અત્યારે બિરાજે છે, ને તે તીર્થંકરો પોતાના જ્ઞાનમાં
સાક્ષાત્ની માફક તરવરે છે; તેથી આચાર્યદેવ કહે છે કે અમારા જ્ઞાનમાં તીર્થંકરોનો
સદ્ભાવ છે. જેવા સીમંધરાદિ તીર્થંકર ભગવંતો સાક્ષાત્ વર્તમાનમાં બિરાજે છે તેવા જ
સાક્ષાત્ પંચપરમેષ્ઠી ભગવંતો પણ જાણે વર્તમાન મારી સન્મુખ જ બિરાજતા હોય–એમ
પરમ ભક્તિને લીધે તેમને વર્તમાનકાળગોચર કરીને આરાધું છું–સન્માન કરું છું–મારા
મોક્ષલક્ષ્મીના સ્વયંવર–મંડપમાં તેમને બોલાવું છં.
સ્વયંવર–મંપડ એટલે શુદ્ધઉપયોગ અર્થાત્ પરમ તિર્ગ્રંથતાની દીક્ષાના ઉત્સવનો
આનંદપ્રસંગ, તેમાં મંગલાચરણરૂપે પંચપરમેષ્ઠી ભગવંતોને હાજર રાખું છું.
મોક્ષલક્ષ્મીને સાધવા જતાં પંચપરમેષ્ઠી જવા શ્રેષ્ઠને સાથે રાખ્યા, હવે તે મોક્ષની
પ્રાપ્તિમાં વચ્ચે વિધ્ન નહીં આવે. અહો, આ તો મોક્ષને સાધવાનો આનંદમય પ્રસંગ છે;
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની એકતારૂપ એકાગ્રતા પ્રટગ કરવાનો આ ઉત્તમ અવસર છે;
તેમાં પંચપરમેષ્ઠી ભગવંતોને હું સન્માનું છું...પરમભક્તિથી તેમને નમસ્કાર કરું છું. કઈ
રીતે? કે મારા આત્માને સ્વાનુભવપ્રત્યક્ષરૂપ કરીને નમસ્કાર કરું છું.
વિકલ્પ અને વાણી એ બંનેથી ભિન્ન જ્ઞાનદર્શનસ્વરૂપ આત્મા છે, તેને સ્વ

PDF/HTML Page 16 of 49
single page version

background image
: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૧૩ :
સંવેદનપ્રત્યક્ષ કર્યો છે, વિકલ્પનું ને વાણીનું કર્તૃત્વ જ્ઞાનમાં રહ્યું નથી. આવા
પોતાના તેમ જ પંચપરમેષ્ઠીના આત્માનું સ્વરૂપ ઓળખીને નમસ્કાર કર્યાં છે.
નમસ્કારનો વિકલ્પ ઊઠ્યો છે તેનાથી પણ પોતાને ભિન્ન જાણે છે, ને અંદર આત્માની
શુદ્ધતા થતી જાય છે, એનું નામ ભાવનમસ્કાર છે. આવા નમસ્કાર કરીને તે
પંચપરમેષ્ઠી ભગવંતોના આશ્રમને પામીને હું સમ્યગ્દર્શન–જ્ઞાનસમ્પન્ન થયો છું. જુઓ,
પોતાના આત્મામાં સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન થયું તેની નિઃશંક ખબર પડે છે. આવા
સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાનપૂર્વક જ શુદ્ધોપયોગી ચારિત્રદશા હોય છે. મુનિઓને પણ
શુદ્ધોપયોગરૂપ જે વીતરાગચારિત્ર છે જે તે મોક્ષનું કારણ છે; શુભરાગ રહી જાય તેટલું
પુણ્યબંધનું કારણ છે, તે મોક્ષનું કારણ નથી. માટે આચાર્યદેવ કહે છે કે પુણ્યબંધના
કારણરૂપ એવા તે રાગને ઓળંગી જઈને હું વીતરાગચારિત્રને પ્રાપ્ત કરું છું.
છઠ્ઠા ગુણસ્થાને ચારિત્રદશા તો છે, પણ ત્યાં જે શુભવિકલ્પનો સદ્ભાવ છે
તેટલો કષાયકણ વિદ્યમાન છે, તેને પણ છોડીને શુદ્ધોપયોગરૂપ વીતરાગ ચારિત્ર પ્રગટ
કરવાની આ વાત છે. અહા, કુંદકુંદાચાર્ય જેવા સન્ત કહે છે કે પુણ્યના કારણરૂપ એવું
સરાગચારિત્ર, તે વચ્ચે આવી પડ્યું હોવા છતાં તેને ઓળંગીને, મોક્ષના કારણરૂપ એવા
વીતરાગચારિત્રને હું પ્રાપ્ત કરું છું, એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની એકતારૂપ
એકાગ્રતાને હું અવલંબું છું.–આવો સાક્ષાત્ મોક્ષમાર્ગ છે.
શુભરાગ તો પુણ્યબંધનું કારણ છે, તે મોક્ષનું કારણ નથી. તેને તો આચાર્યદેવે
કલંક અને કલેશરૂપ કહીને છોડવા યોગ્ય કહ્યું છે. અને મોક્ષનું કારણ તો વીતરાગ
ચારિત્ર છે,–તેને પ્રાપ્ત કરવાયોગ્ય કહ્યું છે. આનાથી જે વિરુદ્ધ માને તે ‘પ્રવચન’ને
એટલે કે જિનવાણીને સમજ્યો નથી; તેને સમ્યગ્દર્શન–જ્ઞાન હોતું નથી.
પંચપરમેષ્ઠી ભગવંતોનો આશ્રમ વિશુદ્ધજ્ઞાનદર્શનપ્રધાન છે, એટલે તે આશ્રમમાં
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ રીતે પંચપરમેષ્ઠીના આશ્રમમાં
સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કરીન પછી રાગના અભાવરૂપ વીતરાગચારિત્રદશાને
હું પ્રગટ કરું છું. જુઓ, પ્રવચનસારની શરૂઆતથી જ શુભરાગને હેયરૂપ ને
વીતરાગભાવને જ ઉપાદેયરૂપ બતાવ્યો છે. તે શુભરાગ વચ્ચે આવશે પણ તે મોક્ષનું
સાધન નથી માટે તેને હેયરૂપ જાણજે. રાગને મોક્ષનું કારણ માને તેને તો શ્રદ્ધા–જ્ઞાન
પણ સાચાં નથી.
અહો, નિર્ગ્રંથ સાધુપણારૂપ જે મોક્ષમાર્ગ, તેમાં પ્રથમ તો શુદ્ધાત્મતત્ત્વના શ્રદ્ધા–
જ્ઞાનરૂપ સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન હોય છે; સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાનપૂર્વક
ચૈતન્યતત્ત્વમાં એકાગ્ર થતાં વીતરાગચારિત્ર પ્રગટે છે. આવા શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રની
એકતારૂપ મોક્ષમાર્ગ તે વીતરાગભાવરૂપ છે. વચ્ચે છઠ્ઠા ગુણસ્થાને શુભરાગરૂપ કષાય
કણ વર્તે છે તે તો બંધનું કારણ છે, તે કાંઈ મોક્ષનું સાધન નથી.

PDF/HTML Page 17 of 49
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
અહીં સાક્ષાત્ મોક્ષમાર્ગ લેવો છે એટલે વીતરાગચારિત્રની વાત લીધી; બાકી તો
ચોથા–પાંચમા વગેરે ગુણસ્થાને પણ જે રાગરહિત ભાવ પ્રગટ્યો છે તે જ ધર્મ છે, ને જે
રાગ છે તે ધર્મ નથી, પહેલેથી જ આ રીતે અને ધર્મની ભિન્નતારૂપ વહેંચણી કરતાં જેને
ન આવડે, ને જે રાગને ધર્મ માને તેને તો ધર્મની શરૂઆત પણ થતી નથી, શ્રદ્ધા જ
જ્યાં ખોટી છે ત્યાં ચારિત્ર કેવું?
અહો, આ તો સર્વજ્ઞપરમેશ્વરો ને પંચપરમેષ્ઠી ભગવંતો જે માર્ગે ગય, તે માર્ગમાં
ભળવાની વાત છે. ભાઈ, આ તો વીતરાગી પરમેશ્વરોનો વીતરાગમાર્ગ છે. જગતપૂજ્ય
એવું પરમેષ્ઠીપદ રાગવડે નથી પ્રગટતું, એ તો વીતરાગતાવડે પ્રગટે છે. આવી દશાને
ઓળખીને તેનો જ આદર કરવા જેવું છે.
મુનિદશામાં સરાગચારિત્ર ને વીતરાગચારિત્ર બંને હોય છે પણ, આચાર્યદેવ કહે
છે કે, તેમાંથી સરાગચારિત્રને હું અંગીકાર નથી કરતો કેમકે તે તો કષાયવાળું છે,
પુણ્યબંધનું કારણ છે; તેથી તેને તો હું ઓળંગી જાઉં છું; તેને છોડીને મોક્ષના કારણરૂપ
વીતરાગચારિત્રને જ હું અંગીકાર કરું છું. આવી પ્રતિજ્ઞાવડે ત્યારે તેમણે સાક્ષાત્
મોક્ષમાર્ગને અંગીકાર કર્યો. જુઓ તો ખરા, હજાર વર્ષ પહેલાંંના મુનિરાજને સાક્ષાત્
નિર્વિકલ્પદશા થઈ–એનો નિર્ણય હજાર વર્ષ પછીના મુનિરાજે કરી લીધો. મુનિઓની
દશા અલૌકિક હોય છે. આવો સાક્ષાત્ વીતરાગ મોક્ષમાર્ગ આ કાળે પણ હોય છે.
સાતમા ગુણસ્થાનની આ વાત છે; ને આ કાળે પણ ભરતક્ષેત્રના જીવને સાતમા
ગુણસ્થાનની દશા પ્રગટી શકે છે. આવી દશા કુંદકુંદાચાર્યદેવને હતી–એમ
અમૃતચંદ્રાચાર્યદેવે પ્રસિદ્ધ કર્યું છે.
અહો, આવી મુનિદશાની પળ ધન્ય છે....આવી વીતરાગદશામાં આત્મા ઝુલતો
હોય–એ તો જાણે હાલતા–ચાલતા સિદ્ધ! મિથ્યાદ્રષ્ટિને ચલતુંફિરતું શબ કહ્યું છે, ને
મોક્ષમાર્ગી મુનિરાજ એ ચાલતાફરતા સિદ્ધ છે. મુનિદશા એ તો જગતપૂજ્ય પરમેષ્ઠીપદ છે.
(પ્રવચનસારના વિશેષ પ્રવચન માટે જુઓ પાનું : ૨૪)
સ્વાનુભવ એ મૂળ વસ્તુ છે. વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી,
મતિ–શ્રુતજ્ઞાનને અંતરમાં વાળીને સ્વદ્રવ્યમાં પરિણામને એકાગ્ર કરતાં
સમ્યગ્દર્શન અને સ્વાનુભવ થાય છે. આવો અનુભવ કરે ત્યારે જ મોહની
ગાંઠ તૂટે છે, ને ત્યારે જ જીવ ભગવાનના માર્ગમાં આવે છે.

PDF/HTML Page 18 of 49
single page version

background image
: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૧૫ :
અમેરિકાથી આવેલ બે પ્રશ્નના જવાબ
[“આજના શિક્ષિત યુવાનો ધર્મમાં રસ નથી લેતા”
એવી ભ્રમણા ભાંગવા માટે દીપકભાઈનો પત્ર એક વધુ
પુરાવો છે....યુવાનો પણ ધર્મમાં ઉત્સાહથી રસ લ્યે છે.
]
અમેરિકાથી આપણા સભ્ય નં. ૧૯પ૨ દીપક એમ. જૈન જિજ્ઞાસાથી બે પ્રશ્ન પૂછાવે
છે. અમેરિકા જેવા દૂર દેશમાં રહીને પણ સોનગઢના સન્તોને યાદ કરવા, સાથે સાથે
આત્મા અને પરમાત્માના વિચારો કરવા, ને ન સમજાય તે વાત જિજ્ઞાસાથી ભારત
પૂછાવવી,–આ રીતે આપણી ભારતભૂમિના સન્તાનો ગમે ત્યાં જાય પણ એના હૃદયમાં
સર્વત્ર અધ્યાત્મસંસ્કારો જીવંત રહે છે;–બીજા કોઈ પણ દેશની સંસ્કૃતિ આપણા ભારતની
અધ્યાત્મ–સંસ્કૃતિની તુલના કરી શકે તેમ નથી. ભારતની આ અધ્યાત્મ–સંપત્તિનું ગૌરવ
ભારતનો દરેક પુત્ર સમજે....ને એના ઉચ્ચ સંસ્કારોથી પોતાનું જીવન ઉજ્વળ બનાવે એમ
ઈચ્છીએ. હવે અમેરિકાથી દીપક ભાઈએ પૂછેલા બે પ્રશ્નોના જવાબ–
(૧) જો જીવ અમર છે તો જુદા જુદા અવતાર કેવી રીતે લે છે? અને
મનુષ્યપણું, પશુપણું વગેરે જીંદગી કેવી રીતે નકકી થાય છે?
ઉત્તર :–ભાઈશ્રી, પ્રથમ તો એ સંતોષની વાત છે કે તમારો પ્રશ્ન ‘આત્માની
આસ્તિકતા’ માંથી ઊગેલો છે. દેહથી જુદું એવું કંઈક જીવતત્ત્વ છે અને તે અમર છે–
એવા જે થોડાઘણા સંસ્કારો અંતરમાં ઊંડેઊંડે પડ્યા છે તેમાંથી જ આવી જિજ્ઞાસા ઊગે
છે. આટલા ઉપોદ્ઘાત પછી હવે તમારો ઉત્તર : તમે પૂછેલી વાત સમજાવવા માટે
શાસ્ત્રમાં દેહ અને વસ્ત્રનો દાખલો આપ્યો છે.–જેમ એક જ શરીર કાયમ (એટલે કે
જીવનપર્યન્ત) રહેતું હોવા છતાં વસ્ત્રો બદલાયા કરે છે; વસ્ત્રો બદલતાં કાંઈ માણસ
નથી બદલી જતો. દીપકભાઈ ભારતમાં હોય ત્યારે કદાચ ધોતીઝબ્બો પહેરે, ને
અમેરિકામાં હોય ત્યારે પેન્ટશર્ટ પહેરે–તો તેથી કાંઈ દીપકભાઈ બદલી નથી જતા; તેમ
જીવ સંસારની જુદીજુદી ગતિમાં જુદાજુદા ખોળિયા (શરીરરૂપી વસ્ત્ર) ધારણ કરે,
ક્યારેક હાથીનું શરીર ધારણ કરે ને ક્યારેક મનુષ્ય વગેરેનું શરીર ધારણ કરે, પણ તેથી
કાંઈ જીવ બદલીને બીજો નથી થઈ જતો એક શરીર છૂટી જાય (મરણ થાય) એટલે તે
જ જીવ બીજા શરીરમાં જાય છે, તેથી તેનું અમરપણું તો રહે જ છે. શરીરો બદલવા છતાં
આત્મા બદલી જતો નથી, કે મરી જતો નથી, તે એમ સૂચવે છે કે આત્મા દેહથી જુદી
જાતનો પદાર્થ છે–કે જે દેહનો નાશ થવા છતાં પોતે નાશ પામતો નથી.–જેમ વસ્ત્રનો
નાશ થવાથી કાંઈ વસ્ત્ર પહેરનારનો નાશ થઈ જતો નથી. એમ જુદાજુદા શરીરો છે તે
તો જીવના ઉપરના વસ્ત્રો સમાન છે;

PDF/HTML Page 19 of 49
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
જીવ તો તે શરીરથી જુદી જાતનો ચેતનમય કાયમી પદાર્થ છે.
જીવ પોતે જેવા પાપનાં કે પુણ્યનાં ભાવ કરે તે અનુસાર તે શરીરને ધારણ કરે
છે...અને સ્વર્ગ (દેવલોક), નરક, તિર્યંચ (પશુ–પંખી વગેરે) તથા મનુષ્ય–એ ચાર
પ્રકારની ગતિમાં તે અવતાર ધારણ કરે છે. પણ જ્યારે દેહથી ભિન્ન પોતાનું સત્યસ્વરૂપ
(જ્ઞાનસ્વરૂપ) ઓળખે અને તે સ્વરૂપમાં જ લીન રહે ત્યારે જીવ મુક્ત થાય છે, એટલે
પછી તેને કોઈ શરીર ધારણ કરવાનું રહેતું નથી–આવી દશાને સિદ્ધદશા અથવા
મોક્ષદશા કહેવાય છે.–તેમાં પરમ સુખ છે.
(આ સંબંધી વિશેષ જિજ્ઞાસા જાગે ને કાંઈ પ્રશ્ન ઊઠે તો આપ ખુશીથી
પૂછાવશો; કેમકે આ આપણા જૈનધર્મની મૂળભૂત સંસ્કૃતિ છે...ને તેની સમજણ જીવને
મહાન હિતરૂપ છે.)
(૨) તમારો બીજો પ્રશ્ન છે કે–જો મનુષ્યો તેમજ બીજા પ્રાણીઓ એ બધાના
આત્મા સરખા હોય તો તેઓ બધા પરમાત્મા થઈ શકે કે નહીં?
ઉત્તરમાં શ્રીમદ્રાજચંદ્રની ભાષામાં કહીએ તો–‘સર્વ જીવ છે સિદ્ધમય જે સમજે
તે થાય.’ પરમાત્મા થવાની તાકાત તો બધા જીવોમાં છે, પણ જે પોતાની તે તાકાતને
ઓળખીને તેને પ્રયોગમાં (અનુભવમાં) લાવે તે જ પરમાત્મા થાય છે, જે પોતાની
તાકાતને નથી ઓળખતા તે પરમાત્મા નથી થતાં. સ્થૂલ દ્રષ્ટાંતથી સમજાવીએ તો–જેમ
દરેક મનુષ્યને કરોડપતિ થવાનો અધિકાર છે,–પણ શું બધાય મનુષ્યો કરોડપતિ થાય
છે? ના; અને છતાં, જે કરોડપતિ નથી થતા તેમનામાં પણ કરોડપતિ થવાનો અધિકાર
તો આપણે સ્વીકારીએ જ છીએ. તેમ દરેક જીવમાં પરમાત્મા થવાનો અધિકાર
(સ્વભાવની શક્તિ) તો છે. પણ બધા જીવો પરમાત્મા થઈ જતા નથી; જે નથી થતા
તેનું કારણ તે જીવો નિજસ્વરૂપને ભૂલીને મોહમાં ને રાગ–દ્વેષમાં અટક્યા છે.
હવે મનુષ્ય, પશુ વગેરે બધાના આત્મા સરખા હોવા છતાં તેમાં એટલી
વિશેષતા છે કે, ‘હું પરમાત્મા થઈ શકું છું’ એવી નિજશક્તિનું ભાન તો મનુષ્યનો કે
પશુનો (હાથી–સિંહ–વાંદરો વગેરે બુદ્ધિશાળી પશુનો) આત્મા પણ કરી શકે છે કેમકે
તેનામાં તેટલી બુદ્ધિનો વિકાસ થયો છે. અને પછી તે જ જીવ પોતાનો વધુ વિકાસ
કરીને જ્યારે પરમાત્મા થવાને તૈયાર થાય છે ત્યારે તેનું પશુપણું છૂટીને તે
મનુષ્યપણામાં આવે છે, ને ક્રમેક્રમે વિકાસ સાધીને વીતરાગ પરમાત્મા થાય છે. આ
રીતે અત્યાર સુધીમાં ઘણાય જીવો પરમાત્મા થઈ ગયા છે. આપણે પણ આત્માની
ઓળખાણ વડે પરમાત્મા થઈ શકીએ છીએ.
તમારા ધર્મપ્રેમ માટે ધન્યવાદ.
••• जय जिनेन्द्र

PDF/HTML Page 20 of 49
single page version

background image
: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૧૭ :
સિદ્ધના લક્ષે શરૂ થતો સાધકભાવ
અનંત સિદ્ધભગવંતોને આત્મામાં બોલાવીને
આરાધકભાવની ઝણઝણાટી બોલાવતું
અપૂર્વ મંગળાચરણ
वंदित्तु सव्वसिद्ध
धुवमचलमणोवमं गईं पत्ते।
वोच्छमि समयपाहुडम्
ईणमो सुयकेवली भणियं।। ९।।
ધ્રુવ અચલ ને અનુપમ ગતિ
પામેલ સર્વે સિદ્ધને,
વંદી કહું શ્રુત–કેવળી–કથિત
આ સમયપ્રાભૃત અહો! ૧.
જુઓ, આચાર્યદેવ સમયસારના અપૂર્વ મંગલાચારણમાં અનંત સિદ્ધભગવંતોને
પ્રતીતમાં લઈને આત્મામાં સ્થાપે છે; સિદ્ધ જેવા શુદ્ધાત્માને ધ્યેયરૂપ બનાવીને
આરાધકભાવની અપૂર્વ શરૂઆત થાય છે. પોતાના આત્મામાં તો સિદ્ધોને સ્થાપીને
શુદ્ધસ્વરૂપનો અનુભવ વર્તે જ છે, ને સાંભળવા આવેલા શ્રોતાના આત્મામાં પણ
સિદ્ધોને સ્થાપીને કહે છે કે હે શ્રોતા! સિદ્ધ જેવા શુદ્ધસ્વરૂપે તારા આત્માને લક્ષમાં
લઈને ધ્યાવ. આમ સિદ્ધોને સ્થાપીને આરાધકભાવની ઝણઝણાટી બોલાવતું અપૂર્વ
મંગલાચરણ કરીને આચાર્યદેવ સમયસાર સંભળાવે છે આવા ભાવે જે સમયસાર
સાંભળશે તેના મોહનો જરૂર નાશ થઈ જશે–એવા કોલકરાર છે.