Atmadharma magazine - Ank 301
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૬
સળંગ અંક ૩૦૧
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
* મંગલ દીપોત્સવી *
૩૦૧
પંચપરમેષ્ઠીનો પ્રસાદ
श्रेयोमार्गस्य संसिद्धि प्रसादात् परमेष्ठीनः।
संस्मरामो वयं तेषां प्रणमामो मुहुर्मुहुः।
શ્રેયમાર્ગ અર્થાત્ મોક્ષમાર્ગ, તેની સમ્યક્પ્રકારે સિદ્ધિ,
ભગવંત પંચપરમેષ્ઠીના પ્રસાદથી થાય છે; તેથી અમે વારંવાર
ચાલો, શ્રીગુરુ–પ્રતાપે આત્મામાં રત્નત્રય–
દીપક પ્રગટાવીને પંચપરમેષ્ઠી ભગવંતોના પવિત્ર પંથે
જઈએ...ને એમની સાથે રહીએ.
તંત્રી: જગજીવન બાવચંદ દોશી * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯પ કારતક (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૬: અંક ૧

PDF/HTML Page 3 of 45
single page version

background image
નૂતન વર્ષના પ્રારંભે........
સંપાદકીય
પચીસ વર્ષ પૂર્ણ કરીને ૨૬મા વર્ષમાં પ્રવેશ કરી રહેલા, આ ‘આત્મધર્મ’ ઉપર,
ને આ બાળક ઉપર પૂ. ગુરુદેવનો હંમેશા અનુગ્રહ રહ્યો છે; તેઓ શ્રી સદાય મંગળરૂપ
છે, ને તેમની મંગલછાયામાં સદાય આત્મિકઆરાધનાની મંગલપ્રેરણા આપણને મળ્‌યા
કરે છે. ગુરુદેવના આવા મહાન અનુગ્રહને ભાવભીના ચિત્તે યાદ કરીને નૂતનવર્ષના
પ્રારંભે નમસ્કાર કરીએ છીએ...ને નૂતનવર્ષના પ્રારંભે તેઓશ્રીના આશીષ ઝીલીને
આપણે આરાધનામય બનીએ એવી ભાવના ભાવીએ છીએ:
અભિવંદીએ અભિનંદીએ...સુપ્રભાતને ગુરુદેવને...
આશીષ લઈને આપની...હવે સાધીએ નિજકાર્યને.
સુપ્રભાત ખીલ્યું આપને...ગુરુ! અમે હૃદયમાં ખીલવો...
હે આત્મદાતા...જીવનનેતા...પ્રાર્થના હૃદયે ધરો.
–હરિ.

PDF/HTML Page 4 of 45
single page version

background image
વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯પ
ચાર રૂપિયા કારતક
_________________________________________________________________
ભગવાન મહાવીર
અહા...ભરતક્ષેત્રના એ
ધર્મતીર્થકર્તા...જેમનું નામ લેતાં જ
૨૪૯૪ વર્ષને ભેદીને મુમુક્ષુની સ્મૃતિ
ઠેઠ પાવાપુરીના સમવસરણમાં પહોંચી
જાય છે...જ્યાં તીર્થંકરદેવ દિવ્યધ્વનિવડે
મોક્ષમાર્ગ ઉપદેશી રહ્યા છે, જ્યાં
ગૌતમસ્વામી, સુધર્મસ્વામી અને
જંબુસ્વામી જેવા રત્નત્રયધારી સંતો એ
વાણી સાક્ષાત્ ઝીલીને મોક્ષમાર્ગ સાધી
રહ્યા છે, ઈન્દ્રો અને શ્રેણીક જેવા
રાજવીઓ ભક્તિથી પ્રભુચરણને સેવી
રહ્યા છે... અહા...શ્રુતનો સમુદ્ર ઉલ્લસી
રહ્યો છે...અઢીહજાર વર્ષને ઉલ્લંઘીને
ઉલ્લસતા એ શ્રુતસમુદ્રના મધુર તરંગો આજેય મુમુક્ષુના હૃદયને પાવન કરે છે.
અહા, પ્રભો! જેવા સિદ્ધાલયમાં બિરાજો છો એવા જ પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ
આનંદરૂપે આપ અહીં આ ભરતભૂમિમાં, આ પાવાપુરીમાં બિરાજતા હતા, ને એ
અતીન્દ્રિય જ્ઞાન–આનંદમય અમારા સ્વરૂપને આપ સમવસરણમાં પ્રકાશતા હતા.
આજેય ચાલી રહેલા આપના માર્ગનો એ પ્રવાહ પ્રાપ્ત કરીને અમેય આપના માર્ગે આવી
રહ્યા છીએ...એટલે આપ જાણે અમારી સામે સાક્ષાત્ બિરાજો છો.

PDF/HTML Page 5 of 45
single page version

background image
જ્ઞાનસૂર્યનું સોનેરી સુપ્રભાત
(કારતક સુદ એકમના મંગલપ્રવચનમાંથી)
[આત્મામાં નવા વર્ષનો પ્રારંભ...અને સંતોની ઊંચામાં ઊંચી બોણી]
ચૈતન્યપ્રકાશી સોનેરી સુપ્રભાતના મંગળરૂપે સવારમાં જિનેન્દ્રભગવાનના દર્શન
બાદ માંગલિક સંભળાવીને ગુરુદેવે કહ્યું કે: અરિહંત–સિદ્ધ–સાધુ–ધર્મ એ ચાર શરણ છે,
તેમાં શુદ્ધ આત્મા જ શરણરૂપ છે. ચૈતન્યચંદ્ર–જ્ઞાનસૂર્ય એવા આત્માનો ઉદય
(અનુભવ) તે સોનેરી સુપ્રભાત છે. આવો આત્મા પોતાની જ્ઞાનસૃષ્ટિનો રચનાર છે.
આત્મા પોતે અકૃત્રિમ, છેદાય નહિ ભેદાય નહિ એવો છે, કોઈ તેનો રચનાર નથી, પણ
તે પોતે પોતાની જ્ઞાનસૃષ્ટિનો (જ્ઞાન પર્યાયનો) રચનાર છે, ને જ્ઞાનની રચના કરતાં
કરતાં કેવળજ્ઞાનરૂપી સૃષ્ટિને રચે તે મહાન સુપ્રભાત છે.
આમ આનંદમંગળ પછી ખીચોખીચ ભરેલા જિનમંદિરમાં સીમંધરનાથ વગેરે
ભગવંતોનું મહા પૂજન થયું. પછી સમયસારની તેરમી ગાથા ઉપરના પ્રવચનમાં
સમ્યક્ત્વરૂપી સુપ્રભાત ઉગાડવાની પ્રેરણા કરતાં ગુરુદેવે કહ્યું કે આત્માનો
ભૂતાર્થસ્વભાવ નવતત્ત્વોના વિકલ્પોથી પાર છે. એવા આત્માના અનુભવવડે આત્મામાં
સાચું સુપ્રભાત ઊગે છે. ભાઈ! અનંતકાળથી તું અજ્ઞાનમાં રહ્યો છો, તારા આત્મામાં
સાચું જ્ઞાનપ્રભાત તેં કદી ઉગાડયું નથી. તે પ્રભાત કેમ ઊગે તેની આ વાત છે.
અહીં સુપ્રભાતમાં આત્મા પ્રકાશમાન થવાની વાત આવી છે. ભગવાન આત્મા
કઈ રીતે પ્રકાશમાન થાય?–કે નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક શુદ્ધજીવ જ પ્રકાશમાન
છે. પર્યાયને અંતર્મુખક રીતે જોતાં એકરૂપ સ્વભાવપણે શુદ્ધજીવ પ્રકાશે છે એટલે કે તે
પ્રગટ અનુભવમાં આવે છે. પહેલાં આવો સ્વભાવ લક્ષમાં ને સમજણમાં તો લ્યો! સાચા
આત્માની સમજણ વગર તેના અનુભવનો પ્રયોગ ક્્યાંથી થશે?
જુઓ, આ સર્વજ્ઞની વાણીમાં જે આવ્યું તે જ સંતોએ પ્રસિદ્ધ કર્યું છે. છોકરો
ખોવાઈ જાય તો શોધે છે, પણ તેં તને પોતાને કદી ગોત્યો? અનાદિનો પર્યાયના
વિકારમાં ખોવાઈ ગયો છો, પર્યાયની પાછળ આખો ચિદાનંદ સ્વભાવ છે તેને
અંર્તદ્રષ્ટિથી શોધ! એની અંર્તદ્રષ્ટિ તે જ અપૂર્વ બેસતું વર્ષ ને સુપ્રભાત છે. આવું
પ્રભાત જેને ઊગ્યું તે પરમાત્મા થશે.

PDF/HTML Page 6 of 45
single page version

background image
અહો, આ આત્માના અનુભવનો માર્ગ છે...વીતરાગનો આ માર્ગ...તે આત્માનો
અંતરનો માર્ગ છે, અંતરના સ્વભાવને શુદ્ધનય વડે પ્રતીતમાં લઈને ધ્રુવ
ચિદાનંદસ્વભાવમાં પર્યાયની એકતા થઈ તે જીવ સદાકાળ પોતાના આનંદમાં
બિરાજમાન રહેશે. આવો વીરનો માર્ગ છે. વીર પરમાત્માએ આવો માર્ગ પ્રકાશ્યો હતો.
આવા શુદ્ધ આત્માની અનુભૂતિ તે અબાધિત નિર્દોષ માર્ગ છે.
બપોરે પ્રવચનસાર ગા. (પર) ના પ્રવચનમાં આત્માના કેવળજ્ઞાનસ્વભાવનો
મહિમા સમજાવતાં ગુરુદેવે કહ્યું કે–કેવળીભગવાન અબંધ છે કેમકે સમસ્ત પદાર્થોને એક
સાથે જાણવા છતાં તેઓ જ્ઞેયસન્મુખ થઈને પરિણમતા નથી. તેમ નીચલી દશામાં
ધર્મીસાધક પણ પોતાના ચિદાનંદસ્વભાવની કિંમત જાણે છે ને સ્વસન્મુખ પરિણમે છે
એટલે તે પણ સુખના પંથે છે, અંશે અતીન્દ્રિયસુખ તેણે અનુભવ્યું છે. તે જ્ઞાની
જ્ઞાનસ્વભાવને જ પોતાના કાર્યરૂપે કરે છે. અજ્ઞાની રાગ–દ્વેષાદિ ભાવોને જ પોતાના
કાર્યરૂપે દેખે છે, તેથી તે દુઃખી છે. રાગથી ભિન્ન આત્માના સુખની તેને ખબર નથી.
ભગવાન! તારો આત્મા જ્ઞાનથી ને સુખથી ભરેલો છે. આત્મા પોતાના સ્વરૂપને
ભૂલીને પણ પરરૂપે–જડરૂપે તો થઈ જતો નથી, બહુ તો અજ્ઞાનથી રાગાદિરૂપે થાય છે,–
તે અજ્ઞાનીનું કાર્ય છે; જ્ઞાનીને રાગાદિ હોવા છતાં ચિદાનંદ સ્વરૂપનું ભાન છે, એટલે તે
જ્ઞાનાદિ કાર્યને જ કરે છે; અને કેવળી પરમાત્મા તો એકલા પરિપૂર્ણ જ્ઞાન ને સુખરૂપે જ
પરિણમે છે. કેવળજ્ઞાનરૂપી અપૂર્વ વર્ષ બેઠું–તે સાદિઅનંત સુખરૂપ રહેશે. આવા નિજ
સ્વરૂપને ઓળખવું તે બેસતાવર્ષની બોણી છે. આ સમજે તો આત્મામાં આનંદમય નવું
વર્ષ બેસે; નહિંતર તો અનાદિનું અજ્ઞાન એવું ને એવું જ છે.
આત્મા જ્ઞાનસ્વભાવી છે તેમ સુખસ્વભાવી પણ છે, એટલે જ્ઞાનની સાથે સુખ
હોય જ છે; અતીન્દ્રિયજ્ઞાન સાથે અતીન્દ્રિય આનંદ હોય જ. અજ્ઞાન– મિથ્યાજ્ઞાનની
સાથે દુઃખ છે, ને સમ્યગ્જ્ઞાનની સાથે સુખ છે. કેવળજ્ઞાન સાથે પૂરું સુખ છે. ભાઈ, સુખ
બાહ્યવિષયોમાં નથી, સુખ તો તારા જ્ઞાનમાં જ છે. કેવળજ્ઞાનરૂપ સ્વયંભૂ–સુપ્રભાત
ભગવાનને ખીલ્યું તે પૂર્ણ આનંદરૂપ છે, ને એવા જ્ઞાનની પ્રતીત કરવી તે પણ અપૂર્વ
આનંદરૂપ સુપ્રભાત છે...તે અપૂર્વ બેસતું વર્ષ છે, તે જ સન્તોની બેસતાવર્ષની બોણી છે.
સારામાં સારી ઉત્તમ બોણી આ જ છે. જય હો સોનેરી ચૈતન્યસુપ્રભાતસ્વરૂપ સન્તોનો!
બેસતાવર્ષની રાત્રિચર્ચામાં ગુરુદેવે નિર્વિકલ્પ આત્મા અનુભવના પ્રયત્ન માટેની
ઉત્તમ પ્રેરણા આપી હતી. ને શીઘ્ર તે પ્રયત્ન કરીને સફળતા પ્રાપ્ત કરવાનો અનુગ્રહપૂર્ણ
ઉપદેશ આપ્યો હતો.

PDF/HTML Page 7 of 45
single page version

background image
: ૪ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
મંગલ દીપાવલી

દીપાવલીના સુપ્રભાતે સુવર્ણપુરીમાં અનેરા ઝગઝગાટથી વીરનાથનો નિર્વાણ–
ઉત્સવ ઉજવાયો...સુવર્ણધામ એવું લાગતું હતું કે આ પાવાપુરી જ છે કે શું!
ગુરુદેવે વીરનાથના દર્શન બાદ સવારમાં કહ્યું કે આજે ભગવાનના મોક્ષનું
૨૪૯પ મું વર્ષ બેઠું. અહા, સિદ્ધદશામાં ભગવાનને ૨૪૯૪ વર્ષ થઈ ગયા... ભગવાન તો
સદાય પૂર્ણ જ્ઞાન ને આનંદમાં જ લીન રહેનારા છે. તે ભગવાનના સિદ્ધપદનો આજે
મંગળ દિવસ છે.
ત્યાર પછી ઉમંગ ભર્યા પૂજનાદિ બાદ પ્રવચનમાં ઘણા પ્રમોદથી ગુરુદેવે કહ્યું–
અહો, આત્માનો સ્વભાવ પરમ મહિમાવંત છે. તેની સમીપ, અને ભેદવિકલ્પથી દૂર
એવા અનુભવ વડે ભગવાન આજે અશરીરી સિદ્ધપદ પામ્યા. ઈન્દ્રોએ પાવાપુરીમાં તેનો
મહોત્સવ ઉજવ્યો; લોકોએ દીપકોની માળા પ્રગટાવીને ઉત્સવ કર્યો; સાચા તો
સમ્યગ્દર્શનાદિ રત્નત્રય દીવડા છે, તેના વડે આત્મામાં આનંદરૂપ દીવાળી પ્રગટે છે.
અહો, આવો અવસર આવ્યો છે.
જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈએ અનુભવ કરતાં સમ્યગ્દર્શનાદિ થાય છે, –
તેમાં દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે આવી જાય છે. જીવદ્રવ્ય, સ્વભાવ કહેતાં તેના ગુણો, ને
તેની સમીપતા તે સ્વસન્મુખ પર્યાય;–આવા આત્મામાં પર્યાયને એકાગ્ર કરીને અનુભવ
કર્યો તેમાં મોક્ષમાર્ગ આવ્યો, તેમાં આનંદ આવ્યો. પોતાના ઘરે જવાનો આ માર્ગ
છે...મોક્ષઘરે જવાનો આ રસ્તો સન્તોએ બતાવ્યો છે. આ સમજવું તે જ દીવાળી છે.
–તેથી પ્રવચનમાં વારંવાર ગુરુદેવ કહે છે કે ભાઈ! આ સમજવામાં ધ્યાન
રાખો...ધ્યાન રાખો! બહારમાં બીજે (અપ્રયોજનભૂતમાં) ધ્યાન રાખે છે ને તેમાં બુદ્ધિ
ચલાવે છે તેને બદલે આત્માનો મહિમાવંત સ્વભાવ, તેને સમજવા માટે તેમાં ઉપયોગ
લગાવવા જેવું છે;–તેમાં ધ્યાન રાખવું ને તેમાં બુદ્ધિ જોડવી–એ જ આત્માના હિતનો ને
મોક્ષનો ઉપાય છે.
[जय महावीर–सिद्ध...जय गौतम–अरहन्त]

PDF/HTML Page 8 of 45
single page version

background image
: કારતક : ૨૪૯પ આત્મધર્મ : પ :
સમયસારનો
મહા પ્રસાદ
*
પૂ. ગુરુદેવ સમયસારના પ્રવચનમાં શુદ્ધાત્માના
અનુભવરૂપ મધુર પ્રસાદ રોજરોજ પીરસે છે ને
મુમુક્ષુજીવોની રુચિને પુષ્ટ કરીને અનુભવ પ્રત્યે ઉલ્લસાવે
છે. તેમાંથી થોડુંક અહીં આપીએ છીએ; આ તો
પંચપરમેષ્ઠીનો ‘પ્રસાદ’ છે...પેટ ભરીને જમવા માટે તો
જ્યાં રસોઈ રંધાતી હોય ત્યાં પહોંચવું જોઈએ.
* અપૂર્વ શ્રવણ (ગાથા ૪–પ) *
પોતાના શુદ્ધઆત્મસ્વભાવ તરફ વલણ કરવું–તે જિનભગવાનનો ઉપદેશ છે; ને
એ રીતે પોતાના શુદ્ધઆત્મસ્વભાવ તરફ વલણ કરવું–તે જિનોપદેશનું ભાવશ્રવણ છે.
આવું ભાવશ્રવણ જીવે પૂર્વે કદી કર્યું નથી; તેથી કહે છે કે હે જીવ! પૂર્વે નહિ સાંભળેલી
એવી અપૂર્વ આ વાત છે, માટે તું પણ પૂર્વે નહિ કરેલા એવા અપૂર્વ ભાવે સાંભળજે.
પૂર્વે અનંતકાળમાં જે અનુભવ્યું છે તેનાથી જુદી જાતની આ વાત છે. તો
શ્રવણમાં પણ અપૂર્વતા લાવજે–તો જ વાચક–વાચ્યની સંધિ થશે.
* “છઠ્ઠીના લેખ” (ગા. ૬) *
* સાધકની પર્યાયમાં અંશે શુદ્ધતા થઈ છે. તે શુદ્ધતા દ્વારા શુદ્ધદ્રવ્ય પ્રતીતમાં –
અનુભવમાં આવ્યું છે.
* શુદ્ધદ્રવ્યને અનુભવમાં લઈને તેને પરદ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસ્યું–ત્યારે
તે આત્મા ‘શુદ્ધ’ થયો. (ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે.)
* દ્રવ્યસ્વભાવે તો શુદ્ધ હતો...તે ‘શુદ્ધ’ ને ઉપાસીને પર્યાયસહિત તે આત્મા શુદ્ધ થયો.

PDF/HTML Page 9 of 45
single page version

background image
: ૬ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
* શુદ્ધદ્રવ્યને પ્રતીતમાં લેતાં પર્યાયમાં શુદ્ધતા ન થાય એમ બને નહિ. દ્રવ્ય–
પર્યાય બંને ‘શુદ્ધ’ થયા.
* પર્યાય પોતે રાગથી જુદી પડીને શુદ્ધ થઈ ત્યારે જ તેણે જાણ્યું કે ‘હું
(આત્મા) શુદ્ધ છું.’ પર્યાય રાગમાં રહીને શુદ્ધદ્રવ્યને ઓળખી શકે નહિ.
* રાગની ઉપાસના કરે તે શુદ્ધ નથી; શુદ્ધદ્રવ્યની ઉપાસના કરે તે જ ‘શુદ્ધ’ છે.
* દ્રવ્ય તો શુદ્ધ છે જ, પણ તેની ઉપાસના કરીને શુદ્ધને સેવે, ત્યારે જ તે
આત્માને ‘શુદ્ધ’ કહ્યો. ત્યાંથી “સમયસારની શરૂઆત” થઈ.
* ‘શુદ્ધદ્રવ્ય’–એમ લક્ષમાં લેનાર કોણ?–તેના તરફ ઢળેલી શુદ્ધપર્યાય, તેણે જ
શુદ્ધપણે પોતાનો અનુભવ કર્યો છે,–આવો અનુભવ તે મોક્ષમાર્ગ છે.
જ્ઞાયકભાવ શુદ્ધઆત્મા શુભ–અશુભભાવરૂપે થઈ ગયો નથી, તેનાથી જુદા
સ્વભાવે જ રહ્યો છે; છતાં તે સ્વભાવની ઉપાસના (શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતા) જે નથી
કરતો, ને એકલા અશુદ્ધ પુણ્ય–પાપ ભાવોરૂપે જ પોતાને અનુભવે છે–તે ભગવાનને
ભૂલીને ભવમાં ભટકે છે. વીતરાગસ્વભાવને ભૂલીને અજ્ઞાની વિકલ્પને જ વેદે છે,
જ્યારે એનાથી જુદો પડીને નિર્વિકલ્પ એક વિજ્ઞાનઘનસ્વભાવરૂપે પોતે પોતાને
અનુભવે ત્યારે સમ્યગ્દર્શન થાય છે; ત્યારે જ તેણે શુદ્ધાત્માની ઉપાસના કરી કહેવાય. ને
ત્યારે જ આત્મજ્ઞ–સન્તોની ખરી ઉપાસના ને સંગતિ તેણે કરી કહેવાય.
* મોક્ષમાર્ગની રીત *
[નિશ્ચય–વ્યવહારરૂપ ઉપદેશનું તાત્પર્ય શું? ] (ગા. ૮–૯–૧૦)
– જે જ્ઞાનપર્યાય આત્મસ્વભાવને સ્પર્શે–અનુભવે તેને ભાવશ્રુત કહેવાય છે... તે
મોક્ષનું કારણ છે. આવા ભાવશ્રુતવડે મોક્ષની પરિપાટી શરૂ થાય છે, ને સંસારની
પરિપાટી બંધ થાય છે.
– આવી ભાવશ્રુત પર્યાયવડે ધર્મીએ કેવળ–શુદ્ધ આત્માને જાણ્યો તેથી તેને
શ્રુતકેવળી કહેવાય છે. બધુંય જ્ઞાન તે આત્મા જ છે, તેથી જેણે આત્માને જાણ્યો તેણે સર્વ
જ્ઞાનને જાણ્યું, તેથી તે શ્રુતકેવળી છે.
– આત્માને જાણનારું આવું શ્રુતજ્ઞાન તે સૂક્ષ્મ છે, અપૂર્વ છે, તે ધર્મ છે, ને તેનું
ફળ અલૌકિક અતીન્દ્રિય આનંદ છે.

PDF/HTML Page 10 of 45
single page version

background image
: કારતક : ૨૪૯પ આત્મધર્મ : ૭ :
* જ્ઞાન તે આત્મા છે. જ્ઞાનની એકતા આત્મા સાથે છે. જ્ઞાન તે રાગ નથી, જ્ઞાન તે
અચેતન નથી, એટલે ‘જ્ઞાન’ ને જાણતાં રાગથી ને અચેતનથી ભિન્ન એવો ‘આત્મા’ જ
જણાય છે. માટે જ્ઞાનને જાણવાનું કહેતાં પરમાર્થે આત્માને જ જાણવાનું આવે છે.
* આ રીતે ‘જ્ઞાન તે આત્મા’ એમ કહેતાં ગુણ–ગુણીભેદરૂપ વ્યવહાર વચ્ચે
આવી જાય છે છતાં તેનું તાત્પર્ય તો આત્મા બતાવવાનું છે, એટલે તે તાત્પર્ય સમજીને
શિષ્યની પર્યાય આત્મા તરફ ઝુકે છે ને પરમાર્થ આત્માને અનુભવે છે. એકલા ભેદના
વિકલ્પમાં તે નથી અટકતો પણ જ્ઞાનને વિકલ્પથી પાર કરીને તે જ્ઞાનથી અભેદ
આત્માને લક્ષમાં લઈ લ્યે છે. ને આવો પરમાર્થ આત્મા લક્ષમાં આવતાં જ અતીન્દ્રિય
આનંદથી ભરેલા સુંદર જ્ઞાનતરંગ આત્મામાં ઉલ્લસે છે...
* આ રીતે આવો પરમાર્થ આત્મા સમજાવવો તે શાસ્ત્રનું પ્રયોજન છે. આત્મા
જ્ઞાનદર્શનચારિત્રસ્વરૂપ છે–એમ વાણીમાં ભલે ભેદથી કથન આવે, પણ ઉપદેશકના
લક્ષમાં તે વખતે જ અભેદ આત્મા છે, તે શ્રોતા પણ એવો પાત્ર છે કે ભેદને મુખ્ય ન
કરતાં અભેદઆત્માને લક્ષમાં લઈને પરમાર્થસ્વરૂપ સમજી જાય છે. આ રીતે
ભૂતાર્થસ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. માટે જિનોપદેશનો આ મહાન સિદ્ધાંત છે
કે ભૂતાર્થ જ આશ્રય કરવા યોગ્ય છે ને વ્યવહાર આશ્રય કરવા યોગ્ય નથી.–આ
મોક્ષમાર્ગની રીત છે.
૨૪ તીર્થં કરભગવંતોએ શું જાણ્યું?
૨૪ મી ગાથામાં ૨૪ તીર્થંકરોનો સન્દેશ આપતાં કુંદકુંદસ્વામી કહે છે કે
સર્વજ્ઞભગવંતોના જ્ઞાનમાં જીવ સદાય ઉપયોગલક્ષણવાળો જ જણાયો છે; તો તે
ઉપયોગલક્ષણવાળો જીવ પુદ્ગલ–શરીરરૂપ કેમ થઈ શકે?–કે જેથી શરીરને તું
પોતાનું કહે છે! ભાઈ! શરીર તો સદા પુદ્ગલરૂપ છે, ને તું તો સદા ચેતનરૂપ
છો, –સર્વજ્ઞભગવંતોના આવા ઉપદેશ વડે તું જીવ અને શરીરને સર્વથા ભિન્ન
જાણ ને પ્રસન્ન થઈને ઉપયોગરૂપ સ્વદ્રવ્યને જ તું પોતાનું અનુભવ.
[જેઠ સુદ આઠમની સ્વાધ્યાયમાં સમયસારની ૨૪ મી ગાથા આવતાં
ગુરુદેવે ઘણી પ્રસન્નતાપૂર્વક ઉપરના ભાવો કહ્યા હતા.)

PDF/HTML Page 11 of 45
single page version

background image
: ૮ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
[સમયસાર ગા. ૧૧ વીર સં. ૨૪૯૪ આસો વદ ૧]
જિનશાસનના સારભૂત પૂ. ગુરુદેવનું આ
મહત્ત્વપૂર્ણ પ્રવચન સમ્યગ્દર્શનનો અમોઘ ઉપાય
દેખાડે છે...મુમુક્ષુને શુદ્ધાત્મા તરફ અંગુલિનિર્દેશ
કરીને કોઈ અપૂર્વ ભાવો જગાડે છે...
ઘણો જિજ્ઞાસુઓ પૂછે છે કે સમ્યગ્દર્શનની
સહેલી રીત બતાવોને! ટૂંકો રસ્તો બતાવોને! ઝટ
થઈ જાય એવું બતાવોને! એ બધાને માટે ગુરુદેવનું
આ એક પ્રવચન બસ છે. સમ્યગ્દર્શનની રીત એક જ
છે; એક સહેલી રીત ને બીજી કઠણ રીત–એમ બે રીત
છે જ નહિ. એટલે, સહેલું લાગે કે અપૂર્વતાને કારણે
કઠણ લાગે, પણ આ ગાથામાં ઉપદેશેલી રીત પ્રમાણે,
શુદ્ધનયવડે બોધ કરીને, અશુદ્ધતાથી ભિન્ન “સહજ
એક જ્ઞાયકભાવ” રૂપે પોતાને અનુભવવો,–તેને માટે
જ ઉદ્યમ કરવો, તે જ સમ્યગ્દર્શનની રીત છે; તે જ
રસ્તો છે...એ રસ્તે ચાલનાર સમ્યક્ત્વપુરીમાં જરૂર
પહોંચશે જ...ગુરુદેવના એ આશીર્વાદ છે.

PDF/HTML Page 12 of 45
single page version

background image
: કારતક : ૨૪૯પ આત્મધર્મ : ૯ :
સમયસારની આ ૧૧મી ગાથા
તે સમ્યગ્દર્શનની ગાથા
છે...જૈનસિદ્ધાંતનું મૂળ રહસ્ય અને
નિશ્ચય–વ્યવહારના બધા ખુલાસા આ
સૂત્રમાં આચાર્યભગવાને ભરી દીધા છે.
શિષ્ય પૂછે છે કે ‘વ્યવહાર કેમ
અંગીકાર ન કરવો?’ એટલે
જિજ્ઞાસુશિષ્યે એટલું તો લક્ષમાં લીધું છે
કે વ્યવહારરૂપ જે ગુણ–ગુણીભેદનો
વિકલ્પ આવે છે તે અંગીકાર કરવા
જેવો નથી ને શુદ્ધઆત્મા એક પરમાર્થ
જ અનુભવ કરવા જેવો છે એમ આચાર્યદેવ કહેવા માગે છે. તે વાત લક્ષમાં લઈને
શુદ્ધાત્માના અનુભવ માટે શિષ્ય પૂછે છે કે પ્રભો! ‘જ્ઞાન તે હું’ એવા ભેદરૂપ વ્યવહાર
વચ્ચે આવે તો છે, ને તે પરમાર્થનો પ્રતિપાદક છે, તો તે વ્યવહારનયને અંગીકાર કેમ ન
કરવો? ત્યારે શ્રી ગુરુ આ ૧૧મી ગાથામાં સમજાવે છે કે–
ભૂતાર્થરૂપ શુદ્ધઆત્માના જ આશ્રયે સમ્યગ્દર્શન છે–માટે તેનો આશ્રય–અનુભવ
કરવા જેવો છે. અને ગુણ–ગુણીભેદરૂપ વ્યવહારનય–તે અભૂતાર્થ છે,–તે અભૂતાર્થના
અનુભવવડે સમ્યગ્દર્શન થતું નથી, માટે તે અભૂતાર્થ એવો વ્યવહારનય આશ્રય
કરવાયોગ્ય નથી–એમ જાણવું.
“જ્ઞાન–દર્શન–ચારિત્ર તે આત્મા” ઈત્યાદિ જે ભેદ છે તે વ્યવહાર છે, ને તેને
લક્ષમાં લેનારું જ્ઞાન તે વ્યવહારનય છે. પણ અહીં અધ્યાત્મશૈલિમાં નય અને નયના
વિષયને અભેદ ગણીને વ્યવહારનયને અભૂતાર્થ ગણ્યો; અને ભૂતાર્થ સ્વભાવને
દેખનારો જે શુદ્ધનય, તેને જ ભૂતાર્થ કહ્યો. શુદ્ધનય પોતે તો પર્યાય છે પણ
ભૂતાર્થસ્વભાવ સાથે અભેદ કરીને તે શુદ્ધનયને જ આત્મા કહ્યો, ને તેને ભૂતાર્થ કહ્યો.
વ્યવહારનયના વિષયરૂપ ભેદ–વિકલ્પો તે અભૂતાર્થ છે, ને તેને વિષય કરનાર
વ્યવહારનયને પણ અભૂતાર્થ કહ્યો છે. આ રીતે નય અને નયના વિષયને અભેદ કરીને
કહેવાની અધ્યાત્મની ખાસ શૈલિ છે.
સર્વજ્ઞદેવે ને મહામુનિવર સન્તોએ ભૂતાર્થરૂપ શુદ્ધઆત્માના આશ્રયે જ

PDF/HTML Page 13 of 45
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
સમ્યગ્દર્શન કહ્યું છે. સમ્યગ્દર્શન શુદ્ધઆત્માને દેખે છે. ભેદ કે વિકલ્પરૂપ વ્યવહારના
આશ્રયે શુદ્ધઆત્મા અનુભવમાં આવતો નથી.
જુઓ આ સમ્યગ્દર્શનની અપૂર્વ વાત! પરમપારિણામિક જ્ઞાયકભાવ તેને
અનુભવનારો શુદ્ધનય ભૂતાર્થ છે...આવા ભૂતાર્થનો આશ્રય તે જ ચાર ગતિના દુઃખના
નાશનો, તે સિદ્ધસુખની પ્રાપ્તિનો ઉપાય છે.
શુદ્ધનય એટલે અંતર્મુખજ્ઞાનદશા આત્માને એકરૂપ શુદ્ધસ્વભાવે દેખે છે, ને તે
સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શનાદિ નિર્મળપર્યાય થાય છે. અહીં પર્યાયને ‘ગૌણ કરીને’
અભૂતાર્થ–વ્યવહાર કહ્યો છે, પણ કાંઈ તેનો અભાવ નથી. દર્શન–જ્ઞાન–ચારિત્રની
નિર્મળદશાનો કાંઈ આત્મામાં અભાવ નથી, પણ તે પર્યાયનો ભેદ પાડતાં વિકલ્પ ઊઠે
છે, ને વિકલ્પવડે શુદ્ધઆત્મા અનુભવમાં આવતો નથી, માટે કહ્યું કે તે વ્યવહાર
અભૂતાર્થ છે.
વ્યવહારનય બધોય અભૂતાર્થ છે, એટલે કે ભેદ–વિકલ્પના જેટલા પ્રકાર છે–
સદ્ભુત કે અસદ્ભુત, ઉપચાર કે અનુપચાર,–તે બધાય અભૂતાર્થ છે; કેમકે તેના વડે
સમ્યગ્દર્શન થતું નથી; તે તરફ ઝુકેલી જ્ઞાનપર્યાયરૂપ જે વ્યવહારનય–તે પણ અભૂતાર્થ
છે કેમકે તે પર્યાય પણ શુદ્ધાત્માને અનુભવતી નથી. અંતર્મુખ ઢળતી જ્ઞાનપર્યાયરૂપ
શુદ્ધનય–તે જ ભૂતાર્થ છે, કેમકે તે શુદ્ધ ભૂતાર્થસ્વભાવને અનુભવે છે, ને તેના વડે જ
સમ્યગ્દર્શન થાય છે. માટે આવા ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિમાં પર્યાયને ગૌણ કરીને (–
અભાવ કરીને નહિ પણ ગૌણ કરીને) વ્યવહાર કહ્યો; અભેદ બતાવવા ભેદને ગૌણ
કરીને અભૂતાર્થ કહ્યો, ને ભૂતાર્થસ્વભાવનું લક્ષ કરાવ્યું.–તે સમ્યગ્દર્શન છે. આ રીતે આ
ગાથા જૈનશાસનનો પ્રાણ છે, સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો મહામંત્ર આ સૂત્રમાં ભર્યો છે.
જીવ દુઃખી છે...તેને દુઃખથી છૂટવાની આ રીત સન્તો બતાવે છે કે જેમાં
આનંદસ્વભાવ સદા ભર્યો છે એવા તારા ભૂતાર્થસ્વભાવને દેખ...તો તેના આશ્રયે
સમ્યગ્દર્શન થતાં અતીન્દ્રિય આનંદનો અનુભવ થશે, ને દુઃખ મટશે. આ સિવાય બીજો
કોઈ ઉપાય છે જ નહિ.
વ્યવહારનય તો ભેળસેળવાળા અશુદ્ધઆત્માને દેખે છે, અથવા અભેદમાં ભેદ
ઉપજાવીને કહે છે, તેથી તેવા જ અનુભવથી શુદ્ધઆત્મા અનુભવમાં નથી આવતો,

PDF/HTML Page 14 of 45
single page version

background image
: કારતક : ૨૪૯પ આત્મધર્મ : ૧૧ :
માટે તે સર્વ અભૂતાર્થ છે; જ્ઞાની પોતાને સહજ એક જ્ઞાયકભાવપણે જ અનુભવે છે.
આવા અનુભવને જ શુદ્ધનય કહ્યો છે ને તેને ભૂતાર્થ કહ્યો છે; તે સમ્યગ્દર્શન છે. આવા
ભૂતાર્થસ્વભાવના અનુભવમાં આખું જૈનશાસન સમાઈ જાય છે.
શુદ્ધનયવડે જ આત્મા કર્મકલંકથી જુદો શુદ્ધ અનુભવાય છે. જેમ પાણીનો સ્વચ્છ
સ્વભાવ છે, તે કાદવની સાથે મળતાં મલિન અનુભવાય છે. લોકમાં ઘણાય જીવો (–બધાય
નહિ પણ ઘણાય) તો પાણીને મેલું જ દેખે છે, તેના શુદ્ધ સ્વચ્છ– સ્વભાવને દેખતા નથી;
પણ કેટલાક કતકફળ (નિર્મલી ઔષધિ) પોતાના હાથથી નાંખીને કાદવથી ભિન્ન સ્વચ્છ
પાણીને અનુભવે છે. તેમ આત્મા સ્વચ્છ ચૈતન્યસમુદ્ર છે, સમુદ્ર મેલો હોય નહિ; આત્માના
શુદ્ધજ્ઞાયકસ્વભાવને નહિ દેખનારા ઘણા જીવો તો વ્યવહારમાં જ વિમોહિત થઈને રાગાદિ
સાથે ભેળસેળવાળો અશુદ્ધઆત્મા જ અનુભવે છે. એકલું પાણી મેલું હોય નહિ, મેલ તો
કાદવનો છે. તેમ જ્ઞાયકભાવ પોતે મેલો નથી, મેલાં તો કર્મસંયોગે થતા રાગાદિભાવો છે.–
આવો વિવેક (ભેદજ્ઞાન) શુદ્ધનયવડે જ થાય છે. આવો બોધ પોતાના પુરુષાર્થવડે થાય છે.
અશુદ્ધદ્રષ્ટિમાં આત્માનો જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો હતો, પર્યાયમાં તેનો પ્રગટ અનુભવ ન
હતો; પણ શુદ્ધનયવડે ભૂતાર્થ સ્વરૂપ જાણીને જ્યાં અંર્તદ્રષ્ટિ કરી ત્યાં જ્ઞાયકભાવનો પ્રગટ
અનુભવ થયો, એટલે જ્ઞાયકભાવ પ્રગટ્યો.
અરે, અનંત સંસારમાં રખડતા જીવને નિગોદાદિ ભવોમાં તો ભેદજ્ઞાનરૂપ નિર્મળ
ઔષધિની પ્રાપ્તિનો અવસર જ ક્્યાં છે! આ મનુષ્યપણામાં અત્યારે એવા અપૂર્વ
ભેદજ્ઞાનનો અવસર મળ્‌યો છે, માટે પોતે ભેદજ્ઞાન પ્રગટ કરવાની વાત છે. કાંઈ
જગતના બધા જીવો આવા શુદ્ધઆત્માને નથી અનુભવતા; મોટા ભાગના જીવો તો
વ્યવહારરૂપ (અભૂતાર્થરૂપ) અશુદ્ધપણે જ આત્માને અનુભવે છે, ને એવા
અશુદ્ધઅનુભવનું ફળ સંસાર જ છે. શુદ્ધનયઅનુસાર આત્માનું શુદ્ધસ્વરૂપ જગતમાં
કોઈક વિરલા જીવો જ જાણે છે, ને એવા શુદ્ધસ્વરૂપનો અનુભવ કરનારા જીવો જ
આત્માનું સાચું સ્વરૂપ દેખે છે, તેઓ જ સમ્યગ્દ્રષ્ટિ છે. એકલી અશુદ્ધતાને અનુભવનારા
(ગુણભેદના વિકલ્પને અનુભવનારા) જીવો સમ્યગ્દ્રષ્ટિ નથી, આત્માનું સાચું સ્વરૂપ
તેઓ દેખતા નથી.
ભૂતાર્થ એવો શુદ્ધસ્વભાવ ત્રિકાળ,
અને અભૂતાર્થ એવા અશુદ્ધભાવો ક્ષણિક,

PDF/HTML Page 15 of 45
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
–એ બંને એક સાથે છે; તેમાં જેઓ એકલા અભૂતાર્થભાવોને જ દેખે છે ને
શુદ્ધસ્વભાવને નથી દેખતા તેઓ વ્યવહારમાં જ મુર્છાયેલા છે–અજ્ઞાની છે. ને જેઓ
અશુદ્ધતાથી ભિન્ન એવા શુદ્ધસ્વભાવને શુદ્ધનયના પુરુષાર્થવડે અંતરંગમાં અનુભવે છે
તેઓ ભૂતાર્થદર્શી–સત્યદર્શી–સમ્યગ્દ્રષ્ટિ છે.
અહો, સમ્યગ્દર્શન માટે આ અપૂર્વમંત્ર છે. સંતોએ શુદ્ધાત્માના અનુભવની રીત
બતાવીને માર્ગ સુગમ કરી દીધો છે. આ વાત લક્ષમાં લઈને રુચિ જાય તે ન્યાલ થઈ
જશે.
સાધકના
નિશ્ચય–વ્યવહાર
જ્ઞાનીની દરેક પર્યાયમાં સહેજે એવું સામર્થ્ય હોય છે કે તે પર્યાય પોતાને
અને અખંડ સ્વભાવને જાણે છે. નિશ્ચયવ્યવહાર બંનેના જ્ઞાનસહિત સાધકની
પર્યાય પરિણમે છે. તેમાં નિશ્ચયસ્વભાવનો આશ્રય કરે છે; ને પર્યાયના ભેદરૂપ
વ્યવહાર તેને માત્ર જાણે છે–પણ તેના આશ્રયમાં અટકતા નથી, માટે તે
વ્યવહારને ‘જાણેલો’ (–આદરેલો નહિ પણ જાણેલો) પ્રયોજનવાન કહ્યો. ને
ભૂતાર્થસ્વભાવ પરમ સત્ય પ્રયોજનભૂત આશ્રય કરવાયોગ્ય છે. તેના જ આશ્રયે
મોક્ષમાર્ગ સિદ્ધ થાય છે. તેનો આશ્રય કર્યો ત્યારે તો સાધકપર્યાય પ્રગટી, ને ત્યારે
જ વ્યવહારનું પણ જ્ઞાન થયું.–આ પ્રકારે બે નયની સંધિ છે. પણ વ્યવહારના
વિકલ્પના આશ્રયે કલ્યાણ માની લ્યે તો તેને નિશ્ચય કે વ્યવહાર એક્કેયનું ખરૂં
જ્ઞાન થતું નથી, કેમકે તે તો વ્યવહારનો પક્ષ છોડીને ભૂતાર્થસ્વભાવ તરફ દ્રષ્ટિ જ
કરતો નથી. તેને તો વ્યવહારવિમૂઢ કહ્યો છે. માટે અભૂતાર્થ–વ્યવહારભાવો, અને
ભૂતાર્થ–પરમાર્થ એકભાવ–એ બંનેને જાણીને ભૂતાર્થ સ્વભાવનો આશ્રય કરવો.
તેની સન્મુખતા કરવી તે પ્રયોજન છે, તે જ સમ્યગ્દર્શનાદિની રીત છે. તેમાં
સમ્યગ્દર્શનાદિ નિર્મળપર્યાયો પ્રગટી જાય છે. તે સાધકનો સાચો વ્યવહાર છે...તે જ
તીર્થ એટલે કે તરવાનો ઉપાય અર્થાત્ મોક્ષમાર્ગ છે, તેનું ફળ મોક્ષ છે.
(સ. ગા. ૧૨ ના પ્રવચનમાંથી)

PDF/HTML Page 16 of 45
single page version

background image
: કારતક : ૨૪૯પ આત્મધર્મ : ૧૩ :
જિનવાણીની પ્રસાદી
*
પ્રવચનસારના પ્રારંભના મંગલપ્રવચનો ગતાંકમાં
વાંચ્યા..જાણે કે પંચપરમેષ્ઠી ભગવંતો જ પધાર્યા હોય–એવા
ઉત્તમ ભાવભીનાં પ્રવચનો ચાલી રહ્યાં છે. અહીં તો તેમાંથી
થોડી થોડી પ્રસાદી જ આપી શકાય છે...કેમકે પ્રવચનો તો
મહિનામાં ૬૦ થાય, જ્યારે ‘આત્મધર્મ’ તો મહિનામાં એક જ
આવે–અને તે પણ મર્યાદિત પૃષ્ઠ, તેમાં કેટલું આપી શકાય?
છતાં ગુરુદેવના ઉત્તમમાં ઉત્તમ ભાવોનું દોહન કરીને શક્્ય
એટલી ઉત્તમ સામગ્રી પીરસવા પ્રયત્નશીલ છીએ.
શુદ્ધોપયોગ જ મોક્ષનું કારણ છે; શુભોપયોગ તે મોક્ષનું કારણ નથી.
જે જીવ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સહિત છે, એટલે કે ધર્મરૂપે પરિણમેલો છે,
મુનિદશા સાચી અંગીકાર કરી છે, છતાં તે પણ જ્યાંસુધી શુભપરિણામસહિત વર્તે છે
ત્યાંસુધી મોક્ષને સાધી શકતો નથી, એટલે શુભપરિણામ તે મોક્ષના સાધક નથી પણ
મોક્ષના વિરોધી છે. મોક્ષનું સાધક તો વીતરાગચારિત્ર છે; વીતરાગી શુદ્ધોપયોગ–
પરિણામ વડે જ મોક્ષ સધાય છે. મુનિનેય શુભભાવ મોક્ષનું કારણ થતું નથી તો નીચેના
શુભની શી વાત? અહીં તો સ્પષ્ટ કહે છે કે શુભરાગ તે ચારિત્રથી વિરુદ્ધ છે. ચારિત્ર તે
વીતરાગભાવરૂપ છે, ને રાગ તેનાથી વિરુદ્ધ જાતનો છે. વીતરાગી ચારિત્ર મોક્ષનું કારણ
છે ને શુભરાગ તે બંધનું કારણ છે. માટે શુદ્ધોપયોગરૂપ વીતરાગચારિત્ર અંગીકાર કરવા
જેવું છે, ને શુભરાગ તે ઈષ્ટફળને રોકનાર હોવાથી છોડવા જેવું છે. અહા, આવી
ચારિત્રદશા પ્રગટ કરે તેની તો શી વાત! તે ચારિત્રદશાની ઓળખાણ કરનારા જીવો
પણ વિરલ છે.
વીતરાગચારિત્રરૂપ શુદ્ધોપયોગી જીવો જ મોક્ષ પામે છે; શુભોપયોગી જીવો તો
સ્વર્ગસુખના બંધને પામે છે–એટલે તે તો મોક્ષથી વિરુદ્ધકાર્ય થયું.–અહીં તો

PDF/HTML Page 17 of 45
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
મુનિના શુભની વાત છે, મુનિ તો તે શુભને હેય જાણે જ છે, ને શુદ્ધતાને સાધી જ
રહ્યા છે. અજ્ઞાની શુભને હેય ન માનતાં તેને મોક્ષના કારણરૂપ સમજીને ઉપાદેય
માને છે, તેને શુદ્ધતાનો તો અંશ પણ નથી, રાગ વગરના મોક્ષમાર્ગને તે જાણતો
પણ નથી. મુનિને જે શુભોપયોગ છે તે પણ ધર્મ નથી. મુનિ પોતે ધર્મરૂપે
પરિણમેલા છે, પણ તે તો જેટલો વીતરાગભાવ થયો છે તેટલો જ ધર્મ છે; કાંઈ
શુભરાગ તે ધર્મ નથી; ધર્મપરિણતિ અને રાગપરિણતિ બંનેની જાત જ જુદી છે.
પહેલેથી જ આવી શ્રદ્ધા અને ઓળખાણ વગર ધર્મની શરૂઆત પણ થતી નથી.
ધર્મીને અંશે શુદ્ધપરિણતિ ને અંશે શુભરાગ બંને સાથે ભલે હોય, પણ તેથી કાંઈ તે
બંને ધર્મ નથી. ધર્મ તો શુદ્ધતા જ છે; ને રાગ તે ધર્મ નથી.
અરે, શુભરાગનું ફળ તો દુઃખ છે; ભલે એને સ્વર્ગસુખ કહ્યું પણ તેમાં
આકુળતારૂપ દાહદુઃખ છે; આત્માનો શુદ્ધોપયોગ જ સુખરૂપ છે. તેથી તે જ ઉપાદેય છે;
શુભઉપયોગ તો હેય છે ને અશુભઉપયોગ તો અત્યંત હેય જ છે. આ પ્રમાણે નક્કી
કરીને આચાર્યદેવે પોતામાં શુદ્ધોપયોગપરિણતિ પ્રગટ કરી; એટલે કે સાક્ષાત્ મોક્ષમાર્ગ
અંગીકાર કર્યો. આવો જ મોક્ષમાર્ગ છે, ને બીજો મોક્ષમાર્ગ નથી–એમ હે જીવો! તમે
જાણો.
હવે કહે છે કે શુદ્ધોપયોગરૂપ જે મોક્ષમાર્ગ છે તે આત્માના પરિણામ જ છે;
આત્મા જ તે શુદ્ધોપયોગરૂપે પરિણમે છે.
* વસ્તુ પોતે પરિણામસ્વભાવી છે *
દરેક વસ્તુ પરિણામસ્વભાવવાળી છે; પરિણામ તે વસ્તુનો સ્વભાવ જ છે એટલે
કોઈ બીજાના કારણે પરિણામ થાય એમ નથી. સ્વભાવથી જ વસ્તુ પોતે પરિણામવાળી
છે.–આ સિદ્ધાંત બધાય પદાર્થોમાં લાગુ પડે છે.
વસ્તુ હોય ને તેને કોઈ પરિણામ ન હોય એમ બને નહિ. પરિણામ ન હોય તો
વસ્તુ જ ન હોય. ઉષ્ણપરિણામ ન હોય તો અગ્નિ જ ન હોય, જ્ઞાનપરિણામ ન હોય તો
આત્મા જ ન હોય, સ્પર્શપરિણામ ન હોય તો પુદ્ગલ જ ન હોય. વસ્તુ અને પરિણામ
જુદાં નથી એટલે વસ્તુ સદા પોતાના પરિણામસહિત જ હોય છે, એવો એનો સ્વભાવ
જ છે. એટલે કોઈ નિમિત્તે તે પરિણામ કર્યા એમ નથી.

PDF/HTML Page 18 of 45
single page version

background image
: કારતક : ૨૪૯પ આત્મધર્મ : ૧પ :
જેમ મુક્તજીવો પોતાની સિદ્ધપર્યાયરૂપ શુદ્ધપરિણામ વગરના હોતાં નથી.
મોક્ષદશામાં શુદ્ધજીવને પણ કેવળજ્ઞાન–સુખ વગેરે શુદ્ધપરિણામોનું અસ્તિત્વ છે.
પરિણામ એ કાંઈ ઉપાધિ નથી, એ તો વસ્તુનો સ્વભાવ છે. કોઈ કહે કે મોક્ષમાંય જીવને
પરિણામ હોય?–હા ભાઈ! મોક્ષમાંય જીવને પરિણામ હોય છે,–અશુદ્ધપરિણામ નથી
હોતા, શુદ્ધપરિણામ જ હોય છે.–‘સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન
અનંત સહિત જો’–આવા પરિણામ મુક્તજીવને પણ હોય છે.
અહીં તો એક કહેવું છે કે જગતના બધા પદાર્થોને પોતપોતાના પરિણામ હોય છે.
કોઈ પદાર્થ પરિણામ વગરનો નથી હોતો; ને કોઈ પરિણામ તે પદાર્થ વગરના હોતા
નથી. જેમ સિદ્ધપરિણામ છે તે મુક્તજીવરૂપ પદાર્થ વગર હોતા નથી. એકલા ક્ષણભંગુર
પરિણામને જ માને ને વસ્તુને ન માને તો તેને પણ પરિણામસ્વભાવી વસ્તુની ખબર
નથી. વસ્તુ વગર પરિણામ કોનાં? દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ અથવા ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ
એવા નિજસ્વભાવમાં વસ્તુ રહેલી છે, તે જ સત્ છે. આવા સત્ સ્વભાવમાં રહેલી
વસ્તુને ઓળખતાં વીતરાગતા થાય છે. જ્ઞાન અને જ્ઞેયોના યથાર્થ સ્વભાવનો જેણે
નિર્ણય કર્યો છે તેને જ પ્રશમદશારૂપ ચારિત્ર પ્રગટે છે. જ્ઞાન જ જેનું ડામાડોળ હોય તેને
ચારિત્રદશાની સ્થિરતા કેવી? તેથી જ્ઞાનઅધિકારમાં છેલ્લે કહેશે કે આત્માના
જાણવાનો ઈચ્છક જીવ સર્વ પદાર્થોને દ્રવ્ય–ગુણ–પર્યાયસહિત જાણે છે કે જેથી મોહાંકુરની
બિલકુલ ઉત્પત્તિ ન થાય.
જુઓ, દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વભાવમાં રહેલી વસ્તુનું જ્ઞાન કરવાથી મોહનો નાશ
થાય છે. પોતાની પર્યાય તે પોતાના સ્વભાવથી થઈ છે, બીજાથી થઈ નથી–એમ નક્કી
કરતાં દ્રષ્ટિ અંર્તસ્વભાવમાં ઝુકે છે, પર સાથેની એકત્વબુદ્ધિ છૂટી જાય છે ને મોહ નષ્ટ
થઈ જાય છે. તે ઉપરાંત દ્રવ્ય–ગુણ–પર્યાયનું વિશેષજ્ઞાન તે પણ વીતરાગતાનું કારણ છે.
પર્યાય તે વસ્તુનો સ્વભાવ છે–એમ તેને સ્વતંત્ર ન જાણતાં, પરને લીધે પર્યાય થવાનું
માને તેને મોહ કદી છૂટે નહિ; પરથી પર્યાય માને તેને તો પર સાથે એકત્વબુદ્ધિથી
રાગદ્વેષ થયા જ કરે. એટલે પરિણામસ્વભાવી વસ્તુને જાણ્યા વગર સમ્યગ્દર્શન,
સમ્યગ્જ્ઞાન કે સમ્યક્ચારિત્ર હોય નહીં. અહો, દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ વસ્તુસ્વભાવ
સર્વજ્ઞદેવે બતાવ્યો છે, તેનું કથન જૈનશાસન સિવાય બીજામાં યથાર્થ હોય નહિ.
વસ્તુના પરિણામ પરવસ્તુના આશ્રયે થતા નથી પણ વસ્તુ પોતે પરિણામ–

PDF/HTML Page 19 of 45
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
સ્વભાવવાળી છે; પરિણામી પદાર્થ જ પોતાના પરિણામરૂપે પરિણમે છે. એક ક્ષણ પણ
એવી નથી હોતી કે પદાર્થ પરિણામ વગરનો એકાન્ત કૂટસ્થ હોય. તેમજ પરિણામ
ત્રિકાળીવસ્તુના આશ્રયે થાય છે. ધ્રુવને ન સ્વીકારે ને એકલી ક્ષણિકતાને જ માને
તોપણ તેને યથાર્થ વસ્તુસ્વરૂપની ખબર નથી. મોક્ષમાં સિદ્ધપર્યાય છે પણ આત્મવસ્તુ
નથી–એમ ન બને; અથવા મોક્ષમાં આત્મા છે પણ તેને જ્ઞાનાદિ કોઈ પર્યાય નથી–એમ
પણ ન બને. દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ વસ્તુ છે, તે જ સત્ છે. તેમાંથી એક્કેય અંશને કાઢી
નાંખતાં વસ્તુ જ સત્ રહેતી નથી.
આવું વસ્તુસ્વરૂપ નક્કી કરનાર જીવ પોતાના પરિણામ પોતાની વસ્તુના જ
આશ્રયે જાણીને સ્વાશ્રયે પરિણમે છે, એટલે સ્વભાવના આશ્રયે સાધકભાવરૂપ નિર્મળ
દશા થતાં થતાં કેવળજ્ઞાન અને મોક્ષ પ્રગટે છે.
વસ્તુ પરિણામસ્વભાવવાળી છે; સમયેસમયે પરિણામ થવા તે દરેક વસ્તુનો
સ્વભાવ છે. પરિણામ તે ઉપાધિ નથી પણ વસ્તુનું સ્વરૂપ છે. અશુદ્ધતા તે ઉપાધિ છે,
પણ નિર્મળ પરિણામ તે તો સ્વભાવ છે, તેને જુદા કરી શકાય નહિ.
જો વસ્તુ પરિણમનસ્વભાવવાળી ન હોય તો સંસારદશાથી છૂટીને મોક્ષદશારૂપે
આત્મા કદી પરિણમી શકે નહિ. જે પોતાનું કલ્યાણ કરવા ઈચ્છે છે તે એક ક્ષણમાં
કલ્યાણ કરવા ઈચ્છે છે, ને તે કલ્યાણરૂપે પોતે કાયમ ટકે એમ ઈચ્છે છે, એટલે એક
ક્ષણમાં પલટો ખાઈને અકલ્યાણમાંથી કલ્યાણરૂપે પરિણમી જાય, ને છતાં દ્રવ્યપણે
કાયમ ટકે એવી આત્માની તાકાત છે; મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વભાવરૂપે એક ક્ષણમાં
આત્મા પરિણમી જાય છે. અને તે પરિણામ કોઈ બીજાના આશ્રયે નથી થતા પણ
પરિણામી એવો જે પોતાનો સ્વભાવ તેના આશ્રયે જ પરિણામ થાય છે. જડના
પરિણામો જડના આશ્રયે થાય છે, ચેતનના પરિણામો ચેતનના આશ્રયે થાય છે.
ચેતનના પરિણામો જડના આશ્રયે, કે જડના પરિણામો ચેતનના આશ્રયે થતા નથી.
ઉપાદાનના પરિણામો ઉપાદાનના આશ્રયે થાય છે, પરવસ્તુરૂપ નિમિત્તના આશ્રયે
ઉપાદાનના પરિણામો થતા નથી. અહો, કેવો સ્વતંત્ર વસ્તુસ્વભાવ છે! એકેક સમયના
પરિણામો સ્વતંત્ર સ્વાધીન છે. પણ ઊંધી દ્રષ્ટિમાં અજ્ઞાનીને સ્વાધીનતા દેખાતી નથી ને
સમયેસમયે તે પોતાને પરાધીન માને છે, એટલે પરાશ્રયબુદ્ધિથી અશુદ્ધતારૂપે પરિણમે
છે; તે સંસાર છે.

PDF/HTML Page 20 of 45
single page version

background image
: કારતક : ૨૪૯પ આત્મધર્મ : ૧૭ :
સ્વાશ્રયપરિણમન વડે એક ક્ષણમાં તે સંસારદશા ટળીને સિદ્ધદશા થઈ શકે છે.
સંસારદશામાં ભલે અનંતકાળ વીત્યો પણ મોક્ષદશાને સાધતા કાંઈ અનંતકાળ નથી
લાગતો. મોક્ષદશા પ્રગટ કરવા માટે અનંતકાળસુધી પુરુષાર્થ નથી કરવો પડતો, પણ
સ્વભાવના આશ્રયે અલ્પકાળના પુરુષાર્થથી જ મોક્ષ સધાઈ જાય છે. કોઈપણ જીવને
સાધકદશામાં અનંતકાળ નથી લાગતો, સાધક અસંખ્ય સમયના કાળમાં જ મોક્ષને સાધી
લ્યે છે. સ્વભાવનો આશ્રય લીધા પછી લાંબોકાળ સંસારમાં રહેવું પડે એમ બને નહિ,
સ્વભાવનો આશ્રય લેતાં અલ્પકાળમાં જ મોક્ષદશા પ્રગટી જાય છે. આમ જાણીને હે
જીવ! તું પોતાના સ્વભાવનો આશ્રય લે,–તેમાં અંતર્મુખ થઈને પરિણમતાં તારા
પરિણમનસ્વભાવથી જ તું જ સ્વયમેવ સિદ્ધદશારૂપે પરિણમી જઈશ.
ભગવાન
અને ભક્ત
સર્વજ્ઞભગવંતોનું જ્ઞાન અને સુખ અતીન્દ્રિય છે એમ
ઓળખનારને પોતાને પણ અતીન્દ્રિય જ્ઞાન અને સુખ થયું
છે, ને તેના બળે જ તેણે સર્વજ્ઞના અતીન્દ્રિયજ્ઞાન–સુખનો
નિર્ણય કર્યો છે.
એકલા ઈન્દ્રિયજ્ઞાન ને ઈન્દ્રિયસુખમાં જ ઊભા
રહીને અતીન્દ્રિયજ્ઞાન–સુખનો નિર્ણય થઈ શકે નહિ.
ભગવાન અને ભક્ત એક જાતના થયા ત્યારે જ
ભગવાનની ઓળખાણ થઈ...ભગવાનની ખરી ઓળખાણ
થતાં. જેવા જ્ઞાનઆનંદ ભગવાન પાસે છે તેનો નમૂનો
પોતાને મળ્‌યો...ભક્ત અને ભગવાન વચ્ચે આવી સંધિ છે.
“મારા પ્રભુ મને પ્રભુજી જેવો બનાવે”