Atmadharma magazine - Ank 302
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 53
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૬
સળંગ અંક ૩૦૨
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 53
single page version

background image
૩૦૨
‘અરિહંતોનો વિરહ નથી’
અત્યારે આ ભરતક્ષેત્રમાં અરિહંતદેવનો વિરહ છે?
ના, અમને અરિહંતનો વિરહ નથી. કેમકે અરિહંતનું
સ્વરૂપ અત્યારે પણ અમારા જ્ઞાનમાં વર્તે છે, અને મોહને
ક્ષય કરનારો અરિહંતદેવનો ઉપદેશ અત્યારે પણ અમને
પ્રાપ્ત છે. તે ઉપદેશ ઝીલીને અમે મોહક્ષયના માર્ગમાં વર્તી
રહ્યા છીએ; અરિહંતદેવનો માર્ગ પામીને તે માર્ગે અમે જઈ
રહ્યા છીએ, માટે અમને અરિહંતદેવનો વિરહ નથી.
જેના જ્ઞાનમાં અરિહંત નથી, અરિહંતનું સ્વરૂપ જેણે
જાણ્યું નથી, અરિહંતનો માર્ગ જેણે ઓળખ્યો નથી તેને જ
અરિહંતનો વિરહ છે. કદાચ અરિહંતદેવની સભામાં તે બેઠો
હોય તોપણ ભાવથી તેને અરિહંતનો વિરહ છે. ને જ્ઞાનીને
કદાચ ક્ષેત્રથી અંતર હોય તોપણ ભાવથી અંતર નથી, માટે
તેને વિરહ નથી; અરિહંતદેવ તેના હૃદયમાં જ બેઠા છે.
(આ સંબંધી ગુરુદેવના વિશેષ પ્રવચનો માટે જુઓ અંદર)
વીર સં. ૨૪૯પ માગશર (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૬: અંક ૨

PDF/HTML Page 3 of 53
single page version

background image
કેવું મજાનું ભાવવાહી છે આ ચિત્ર! તમને ગમ્યું ને? ચારગતિનાં દુઃખોથી
છૂટીને મોક્ષસુખની પ્રાપ્તિનો માર્ગ બતાવનારું ‘વીતરાગવિજ્ઞાન’ તો સૌને ગમે જ.
માત્ર આ ચિત્ર જ નહિ, પરંતુ તેને લગતું આખું પુસ્તક છપાઈ રહ્યું છે....થોડા
વખતમાં પૂરું થશે ને તમને ભેટ મળશે.–પણ ત્યાર પહેલાં તમારે આત્મધર્મના
ગ્રાહક થઈ જવું જરૂરી છે.
લવાજમ ચાર રૂપિયા: આત્મધર્મ કાર્યાલય, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 4 of 53
single page version

background image
માગશર : ૨૪૯પ આત્મધર્મ : ૧ :
વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯પ
ચાર રૂપિયા માગશર
_________________________________________________________________
સાચું णमो अरिहन्ताणं
ક્યો જૈન એવો હશે કે જે णमो अरिहंताणं નહિ જાણતો
હોય? પણ એ णमो अरिहंताणंમાં તો મોહને જીતવાનો મંત્ર ભર્યો
છે! કેમકે णमो अरिहंताणं દ્વારા જે આત્માને નમસ્કાર કરવામાં
આવ્યા છે તે આત્માને તેમના દ્રવ્ય–ગુણ–પર્યાયથી યથાર્થસ્વરૂપે
ઓળખતાં પોતાના આત્માનું શુદ્ધસ્વરૂપ ઓળખાય છે ને તરત જ
મોહનો નાશ થઈ જાય છે. માટે આપણે સાચું णमो अरिहंताणं
કરવું હોય તો, આપણું શુદ્ધસ્વરૂપ અરિહંત ભગવાન જેવું છે તે
આપણે ઓળખવું જોઈએ. અરિહંતદેવને આપણે નમસ્કાર કરીએ
છીએ તે શા માટે?–કાંઈ કાયમ તેમના સેવક રહેવા માટે નહિ પણ
અરિહંત જેવા થવા માટે આપણે તેમને નમસ્કાર કરીએ છીએ.
અરિહંત જેવા આપણે ત્યારે જ થઈ શકીએ કે, અરિહંત જેવો જ
આપણો શુદ્ધ આત્મા છે–એમ જ્યારે આપણે ઓળખીએ, અને
તેમાં શુદ્ધોપયોગ વડે લીન થઈએ. આવી શુદ્ધાત્મસ્વરૂપની
ઓળખાણ અને લીનતા એ જ સાચું णमो अरिहंताणं।।
અર્હન્ત સૌ કર્મોતણો કરી નાશ એ જ વિધિવડે,
ઉપદેશ પણ એમ જ કરી નિર્વૃત થયા; નમું તેમને.
(આ સંબંધી ગુરુદેવનું ભાવભીનું પ્રવચન આ અંકમાં ૨૦ મા પાને વાંચો)

PDF/HTML Page 5 of 53
single page version

background image
: ૨ : આત્મધર્મ માગશર : ૨૪૯પ
દરેક આત્મા
જ્ઞાનસ્વરૂપ છે
(સમયસાર ગાથા. ૧૭–૧૮ ના પ્રવચનમાંથી)
જ્ઞાનસ્વરૂપ આત્માની સેવા વડે મોક્ષમાર્ગ થાય છે. દરેક
આત્મા જ્ઞાનસ્વરૂપ હોવા છતાં તે પોતે પોતાને જ્ઞાનસ્વરૂપે કેમ નથી
સેવતો? ને જ્ઞાનસ્વરૂપે પોતાને કઈ રીતે સેવવો? તે બંને વાત અહીં
આચાર્યદેવે સમજાવી છે.
ભાઈ, કોઈ પણ પદાર્થને જાણતાં તારું જ્ઞાન તો ભેગું જ છે,
જ્ઞાનની જ હયાતીમાં તે પદાર્થો જાણી શકાય છે માટે જ્ઞાન જ મુખ્ય
છે.–એવા જ્ઞાનને તું લક્ષમાં લે; જ્ઞેયો સાથે મિશ્ર કર્યા વગરનું જે
એકલું જ્ઞાન, તે ‘શુદ્ધ જ્ઞાનસ્વરૂપ જ હું છું’ એમ અનુભવમાં લે તો
મોક્ષમાર્ગ પ્રગટશે ને તારા સાધ્યની સિદ્ધિ થશે.
આવો સિદ્ધિમાર્ગ બધાયને સમજાય તેવી સુગમ રીતે અહીં
સન્તોએ પ્રસિદ્ધ કર્યો છે.
દરેક જીવને પોતાની જ્ઞાનદશા અનુભવમાં આવે જ છે; અજ્ઞાનથી તે રાગદ્વેષાદિ
પરભાવોના સ્વાદને સાથે ભેળવીને અનુભવે છે, પણ તેમાં પરભાવોથી ભિન્ન જ્ઞાનપણે
પોતાનો જે સ્વાદ છે તેને જો ઓળખે તો જ્ઞાનમાત્ર આત્માનું જ્ઞાન થાય, અર્થાત્
આત્મજ્ઞાન થાય, ને એવા જ્ઞાનપૂર્વક આત્માનું સાચું શ્રદ્ધાન થાય. આ રીતે
જ્ઞાનસ્વરૂપના શ્રદ્ધા–જ્ઞાન થાય તો જ જીવ પોતાના સ્વરૂપમાં ઠરી શકે, ને તો જ
મોક્ષની સિદ્ધિ થાય.

PDF/HTML Page 6 of 53
single page version

background image
: માગશર : ૨૪૯પ આત્મધર્મ : ૩ :
આ જે બધાય ભાવો છે તેમાં શરીરાદિ કે રાગાદિ તે હું નથી, જ્ઞાનભાવ તે જ હું
છું–એમ જાણનારસ્વરૂપે જ પોતે પોતાને અનુભવમાં લેતાં આત્મજ્ઞાન થાય છે. જેમ
અરિહંતને ઓળખતાં આત્મા જણાય એમ કહ્યું; તેમાં પરમ ઔદારિક દિવ્ય શોભાવાળું
શરીર તે કાંઈ અરિહંતની પર્યાય નથી, એ તો જડપુદ્ગલની પર્યાય છે, તે પર્યાય વડે
અરિહંતનો આત્મા નથી ઓળખાતો; એ જ રીતે રત્નમણિનાં છત્ર–ચામર–સિંહાસન
વગેરે પ્રાતિહાર્યો તે પણ જડના સંયોગ છે, તે પ્રાતિહાર્યોની શોભા વડે અરિહંતનો
આત્મા ઓળખાતો નથી, કેમકે તે કાંઈ અરિહંતની પર્યાય નથી; અરિહંતદેવની પર્યાય
તો કેવળજ્ઞાનાદિરૂપ છે;–જેમાં રાગાદિ નથી, આવી કેવળજ્ઞાનાદિ પર્યાય વડે તથા તેમના
ગુણ અને દ્રવ્ય વડે અરિહંતને ઓળખતાં જ્ઞાનસ્વરૂપ આત્મા ઓળખાય છે, એટલે
જડના સંયોગથી તથા પરભાવોથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ હું છું–એવું ભેદજ્ઞાન તથા
સમ્યગ્દર્શન થાય છે. આ રીતે જ્ઞાનસ્વરૂપ આત્માની પ્રતીત થઈ ત્યારે અરિહંતના
આત્માની ઓળખાણ થઈ; ને ત્યારે મોક્ષમાર્ગ શરૂ થયો.
તેમ અહીં પણ કહે છે કે દરેક આત્મા જ્ઞાનસ્વરૂપ છે; તે જ્ઞાનસ્વરૂપ આત્માને
જ્ઞાનપણે ન અનુભવતાં રાગાદિપણે કે જડપણે માનીને જ્ઞાનને ભૂલી જાય છે, તેથી
અજ્ઞાનીને શુદ્ધ આત્માની સિદ્ધિ થતી નથી, તે તો અશુદ્ધ આત્માને જ અનુભવે છે.
અનેક ભાવોનું (જ્ઞાન, રાગ ને સંયોગોનું) મિશ્રપણું હોવા છતાં તેમાં જે જ્ઞાનપણે
અનુભવાય છે તે જ હું છું, ને એ સિવાય બીજા ભાવો તે હું નથી–આમ ભેદજ્ઞાનમાં
પ્રવીણ થઈને નિઃશંકપણે અન્ય સમસ્ત ભાવોથી ભિન્ન શુદ્ધજ્ઞાનસ્વરૂપે જ પોતાને
અનુભવે છે ત્યારે જ તેમાં એકાગ્ર થઈને આત્મા પોતાની શુદ્ધતાને સાધે છે. આ રીતે
સાધ્યની સિદ્ધિ થાય છે.
કોઈ પદાર્થને જાણતાં તેમાં પોતાનું જ્ઞાન તો મુખ્ય છે જ; જ્ઞાનના અસ્તિત્વ
વગર જ્ઞેયનું અસ્તિત્વ જાણી શકાય જ નહિ. જ્ઞાન વગર જ્ઞેય શેમાં જણાય? આમ
જ્ઞાનની હયાતીમાં જ જ્ઞેયનું અસ્તિત્વ જણાતું હોવા છતાં, અજ્ઞાની તે જ્ઞાનને જ ભૂલી
જાય છે.–અરે ભાઈ, જ્ઞેયોને જાણતાં જ્ઞાનસ્વરૂપે તારું અસ્તિત્વ છે–તેને તું કેમ ભૂલી
જાય છે! અરે, જાણનારે પરને જાણ્યાં પણ પોતે પોતાને જ ભૂલ્યો! શ્રીમદ્ રાજચંદ્રજી
એક પત્રમાં જ્ઞાનની મુખ્યતા બતાવતાં લખે છે કે–(બીજી આવૃત્તિ પૃ. ૨પ૦) :
“કોઈ પણ જાણનાર, ક્યારે પણ, કોઈ પણ પદાર્થને પોતાના

PDF/HTML Page 7 of 53
single page version

background image
: ૪ : આત્મધર્મ માગશર : ૨૪૯પ
ઘટે છે....સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ, તે જીવ છે; તેને ગૌણ કરીને એટલે તેના
વિના કોઈ કંઈ પણ જાણવા ઈચ્છે, તો તે બનવાયોગ્ય નથી; માત્ર તે જ મુખ્ય હોય
તો જ બીજું કાંઈ જાણી શકાય.”
આ રીતે જીવનું ઊર્ધ્વપણું છે, મુખ્યપણું છે, તેના
અસ્તિત્વમાં સર્વ પદાર્થો જાણી શકાય છે. બધાને જાણનારો પોતે, છતાં પોતે પોતાને
ભૂલી રહ્યો છે!
ઘટ પટ આદિ જાણ તું તેથી તેને માન;
(પણ) જાણનારને માન નહિ, કહિયે કેવું જ્ઞાન!
(આત્મસિદ્ધિ)
જ્ઞાનસ્વરૂપ હું નથી, ને પદાર્થો મને જણાય છે–એ વાત કેવી? પદાર્થો જણાય છે,
તો પહેલાં તેને જાણનારો તું જ્ઞાનસ્વરૂપે સત્ છો–એમ તારું અસ્તિત્વ જાણ.
અહા, દરેક જીવને પર્યાયે પર્યાયે જ્ઞાન તો પ્રકાશી જ રહ્યું છે; પણ જ્ઞાનને
જ્ઞાનપણે ન ઓળખતાં રાગપણે ને જડજ્ઞેયોપણે કલ્પી લ્યે છે, હું જ્ઞાનસ્વરૂપ છું એમ
નથી અનુભવતો પણ રાગાદિપણે જ પોતાને અનુભવે છે.–આ રીતે ‘અનુભૂતિરૂપ જે
જ્ઞાન છે તે જ હું છું’–એવું આત્મજ્ઞાન નહિ હોવાથી તે અજ્ઞાનીને જ્ઞાનસ્વરૂપમાં
એકાગ્રતારૂપ મોક્ષમાર્ગ સિદ્ધ થતો નથી, તે તો રાગાદિમાં જ એકાગ્રપણે અજ્ઞાનભાવથી
સંસારમાં રખડે છે.
જ્ઞાન વગરનો ક્યો જીવ હોય? કોઈ જીવ જ્ઞાન વગરનો હોય નહિ, તે જ્ઞાનપણે
પોતે પોતાને ન ઓળખતાં અન્ય ભાવોપણે જ પોતાને માનવો તે અનાત્મજ્ઞાન છે–
મિથ્યાત્વ છે, અપ્રતિબુદ્ધપણું છે. તે કેમ ટળે તેની આ વાત છે.
જ્ઞાનસ્વરૂપ અનુભવ તે જ હું છું–એમ શુદ્ધાત્માના સેવન વડે અજ્ઞાન ટળીને
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર થાય છે. આ જ્ઞેયપણે જણાતાં અનેક ભાવોમાં જે જ્ઞાનની
રચના કરનાર છે તે જ હું છું; રાગની રચના કરનારો હું નહિ, જડની–ભાષાની–શરીરની
રચના કરનારો હું નહિ; તેને જાણનારૂં જે જ્ઞાન, તે જ્ઞાનને રચનારો જ્ઞાનસ્વરૂપ હુંં છું–
એમ પરભાવોથી પૃથક્કરણ કરીને જ્ઞાનસ્વરૂપે પોતે પોતાને અનુભવમાં લેવો તેનું નામ
જ્ઞાનનું સેવન છે, તે જીવરાજાની સેવા છે, ને તે જ મોક્ષમાર્ગ છે.

PDF/HTML Page 8 of 53
single page version

background image
: માગશર : ૨૪૯પ આત્મધર્મ : પ :
‘જ્ઞાની સેવા’ તે ક્રિયા છે,
તે નવી થાય છે
સમયસાર ગા. ૧૭–૧૮માં મોક્ષને માટે જ્ઞાનસ્વરૂપ આત્માને સેવવો–એમ
જ્ઞાનને સેવવાનો ઉપદેશ આપ્યો.
ત્યાં શિષ્ય પૂછે છે–પ્રભો! આત્મા તો સદાય જ્ઞાનસ્વરૂપ છે જ, એટલે જ્ઞાનને
સેવે છે જ, જ્ઞાનથી જુદો તો નથી; છતાં જ્ઞાનને સેવવાનો ઉપદેશ શા માટે આપો છો?
પોતાના જ્ઞાનગુણથી આત્મા કદી જુદો તો નથી, જ્ઞાન સાથે તાદાત્મ્ય જ છે; પછી
જ્ઞાનની સેવાનો ઉપદેશ કેમ આપો છો! જુઓ, આ પ્રશ્નના ઉત્તરમાં આચાર્યદેવ
વસ્તુસ્વરૂપ સ્પષ્ટ કરીને સમજાવે છે: ભાઈ! જ્ઞાનગુણ સાથે આત્મા સદા તાદાત્મ્ય છે–
એ સાચું, છતાં તેણે જ્ઞાનને એકક્ષણ પણ સેવ્યું નથી. કેમ નથી સેવ્યું? કારણ કે જ્યારે
પર્યાયને જ્ઞાન સાથે તાદાત્મ્ય કરે ત્યારે જ્ઞાનને સેવ્યું કહેવાય. પર્યાય તો રાગ સાથે
તાદાત્મ્ય થઈને રાગને જ સેવે છે–રાગને જ અનુભવે છે; જ્ઞાનમાં તન્મય પરિણમતો
નથી ને જ્ઞાનને અનુભવતો નથી; માટે જ્ઞાનને સેવતો નથી.
કેમકે ‘સેવવું’ તે ક્રિયા છે, ને ક્રિયા તે પર્યાયમાં થાય છે, દ્રવ્ય–ગુણમાં નહીં.
દ્રવ્ય–ગુણ ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે, આત્મદ્રવ્યને અને જ્ઞાનગુણને સદા તદ્રૂપપણું છે એ
ખરું, પણ તેમાં કાંઈ જ્ઞાનને સેવવારૂપ ક્રિયા નથી, જ્ઞાનની સેવારૂપ ક્રિયા ક્યારે થાય?
કે યથાર્થ ભેદજ્ઞાનનો ઉપદેશ પામીને અંદરમાં રાગ અને જ્ઞાનની ભિન્નતાના વિવેક વડે
આત્માને યથાર્થસ્વરૂપે જાણે ને તેમાં તન્મય થઈને પરિણમે,–આવું પરિણમન થાય તેનું
નામ જ્ઞાનની સેવા છે; ને જ્ઞાનના સેવનરૂપ આ ક્રિયા તે પર્યાય છે. આવી પર્યાય
પ્રગટ્યા વગર જ્ઞાનની સેવા થાય નહીં, જ્ઞાનસ્વભાવ તો સદાય છે, ને પર્યાય તે તરફ
ઢળીને તેમાં તદ્રૂપ પરિણમી, તેનું નામ જ્ઞાનની સેવા છે, તે જ મોક્ષમાર્ગ છે.
દ્રવ્ય ને ગુણ તો સદાય તાદાત્મ્ય છે જ, પણ જ્યારે પર્યાય પણ તેમાં જ
તાદાત્મ્યરૂપ થઈને પરિણમે ત્યારે શુદ્ધઆત્માનું સેવન (શ્રદ્ધા–જ્ઞાન–આચરણ) કર્યું
કહેવાય; ત્યારે શુદ્ધઆત્માની સિદ્ધિ થાય. શુદ્ધાત્માને સેવવારૂપ ક્રિયા તે દ્રવ્યગુણમાં ન
હોય, તે તો પર્યાયમાં હોય.

PDF/HTML Page 9 of 53
single page version

background image
: ૬ : આત્મધર્મ : માગશર : ૨૪૯પ
પર્યાય અંતરમાં જ્ઞાનસ્વભાવ તરફ ઝૂકીને તન્મય થવાને બદલે રાગાદિ
પરભાવોના જ વેદનમાં તન્મયપણે વર્તે તો તે પર્યાય સ્વયં વિકારરૂપ–અજ્ઞાનરૂપ છે,
તેમાં જ્ઞાનસેવનની ક્રિયા નથી પણ અજ્ઞાનનું સેવન છે. જ્ઞાનનું સેવન તો ત્યારે જ થાય
કે જ્યારે જ્ઞાનીનો યથાર્થ ઉપદેશ પામીને જીવ પુરુષાર્થવડે પ્રતિબુદ્ધ થાય, ને રાગથી
અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપે જ પોતાને જાણીને અનુભવ કરે. આવો અનુભવ તે જ્ઞાનની
ક્રિયા છે, તે મોક્ષમાર્ગ છે, તે અપૂર્વ જ્ઞાનક્રિયા નવી પ્રગટે છે. જ્યારે પર્યાયમાં આવો
જ્ઞાનભાવ પ્રગટ્યો ત્યારે જ ‘મારા દ્રવ્ય–ગુણ પણ આવા જ્ઞાનસ્વરૂપ જ છે’ એમ ખરી
ઓળખાણ થઈ. દ્રવ્ય–ગુણ શુદ્ધ છે–એમ ઓળખે ત્યાં પર્યાય પણ તેમાં તદ્રૂપ થઈને શુદ્ધ
થાય જ. અંતરમાં તદ્રૂપ થઈને પર્યાયમાં શુદ્ધતા થયા વગર દ્રવ્ય–ગુણની શુદ્ધતાને
ઓળખી કોણે? ઓળખવારૂપ કામ તો પર્યાયમાં થાય છે. આ રીતે દ્રવ્ય–ગુણ–પર્યાય
ત્રણે એકરૂપ થઈને શુદ્ધ જ્ઞાનભાવરૂપે પરિણમ્યા ત્યારે આત્મા ‘શુદ્ધ’ થયો, ત્યારે
જ્ઞાનની સેવા થઈ, ત્યારે જ જ્ઞાનીની પરમાર્થ ઉપાસના થઈ, ત્યારે ધર્મની ક્રિયા થઈ, ને
મોક્ષમાર્ગ થયો. આ રીતે જ્ઞાનની સેવા વડે શુદ્ધઆત્માની સિદ્ધિ થાય છે.
સિંહનો માર્ગ
સિંહ જે માર્ગે ચાલ્યો, તેની રજ ઊડીને ઘાસને ચોંટી, તે
ઘાસ ઊભું ઊભું સુકાઈ જશે પણ હરણિયાં તેને ચરશે
નહિ....સિંહની ગંધ પાસે હરણિયાં આવી ન શકે.....
તેમ દિવ્યધ્વનિરૂપી સિંહનાદમાં ચૈતન્યનો જે સ્વભાવ
આવ્યો, તે સ્વભાવનો જેને સ્પર્શ થયો તે જીવની પરિણતિમાં
આઠ કર્મરૂપી હરણિયાં નહિ આવી શકે....તેની પરિણતિ
ચૈતન્યને સ્પર્શીને એવી વીતરાગ થશે કે તેની ગંધથી પણ આઠ
કર્મરૂપી હરણિયાં દૂર ભાગશે.
આવો છે ભગવાન વીરનો સિંહમાર્ગ!
(જ્યાં આત્મા જાગે ત્યાં કર્મો ભાગે.)

PDF/HTML Page 10 of 53
single page version

background image
માગશર : ૨૪૯પ આત્મધર્મ : ૭ :
‘આત્મરસ’
(તેમાં ભરેલા ગંભીર ભાવો)
‘સામાન્યનો આવિર્ભાવ’ તેનો અર્થ
સમજાવતાં ગુરુદેવે ગંભીરભાવે કહ્યું કે–
અભેદસ્વભાવ તરફ ઝુકેલી પર્યાય, તેમાં
સામાન્યનો આવિર્ભાવ છે, ને તે પર્યાય
રાગાદિથી છૂટી થયેલી છે એટલે ખંડખંડરૂપ
નથી, પણ સ્વભાવ સાથેની એકતાના
અનુભવથી અખંડ થઈ છે. એને જૈનશાસન
કહેવાય છે, એને જૈનધર્મ કહેવાય છે, એને જ
ભાવશ્રુત અને મોક્ષમાર્ગ કહેવાય છે. એને જ
અતીન્દ્રિયજ્ઞાન અથવા શુદ્ધોપયોગ કહેવાય
છે; એને જ આનંદનો સ્વાદ અને
વીતરાગવિજ્ઞાન કહેવાય છે. અહો! કેટલા
ગંભીર ભાવ છે!–આમાં જ્ઞાનનો સ્વાદ છે, ને
આમાં જ શાંતિ છે. ભેદજ્ઞાન ને સમ્યગ્દર્શન
આમાં સમાય છે. આત્માના અનંતા ધર્મો
આમાં સમાય છે. આ ‘આત્મરસ’ છે તેમાં
‘સબ–રસ’ સમાય છે.
(સ. ગા. ૧પ પ્રવચનમાંથી)
અનુભૂતિ તે આત્મા
આચાર્યદેવે અનુભૂતિને આત્મા જ
કહ્યો, અંતરમાં અભેદ થયેલી સ્વાનુભવરૂપ
નિર્મળ પર્યાયને જ આત્મા કહી દીધો, કેમકે
તે પર્યાય અભેદ છે, અને તે
ભાવશ્રુતપર્યાયમાં સમસ્ત જિનશાસન આવી
જાય છે. વિષય અને વિષયી અભેદ છે,
એટલે વિષયરૂપ–ધ્યેયરૂપ શુદ્ધઆત્મા, અને
તેને વિષય કરનાર શુદ્ધનય, એ બંને અભેદ
થયા છે તેથી શુદ્ધનયને આત્મા જ કહ્યો.
શુદ્ધનય કહો, આત્માની અનુભૂતિ કહો કે
શુદ્ધઆત્મા કહો, તે એક જ છે. એ રીતે
અનુભવમાં એક આત્મા જ પ્રકાશમાન છે.
આવા આત્માને જાણ્યો–અનુભવ્યો તેણે
સમસ્ત જિનશાસનને જાણ્યું, જિનદેવના સર્વ
ઉપદેશનું રહસ્ય તેણે જાણી લીધું.
કોના જેવા થઈશું?
(આપણે તો વીરનાં સંતાન છીએ)
બંધુઓ, આપણે ગાંધીજી જેવા કે જવાહરજી જેવા નથી
થવું....આપણે તો મહાવીર જેવા થવું છે કેમકે આપણે વીરનાં સંતાન
છીએ. બહેનો, આપણે ઝાંસી કી રાણી જેવા કે ઈંદિરાબેન ગાંધી જેવા
નથી થવું, આપણે તો બ્રાહ્મી–સુંદરી ને ચંદના–સીતા જેવા થવું છે.
તે ધર્માત્મા સંતોનું જીવન એ જ આપણો આદર્શ છે.

PDF/HTML Page 11 of 53
single page version

background image
માતા કહે છે બાળકને.....





એક બાળક પોતાની માતા પાસે અંતરની કેવી ભાવનાઓ રજુ કરે છે તે આપણે
આત્મધર્મ અંક ૩૦૦ માં વાંચ્યું. હવે એક આદર્શ માતા નાનપણથી જ પોતાનાં બાળકોને
કેવા ઉચ્ચ સંસ્કારોની શિખામણ આપે છે? તે અહીં રજુ કરેલ છે:–
(૧) તું આત્માને ભૂલીશ નહિ,
હિંસા કદી કરીશ નહિ.
(૨) તું ભગવાનને ભૂલીશ નહિ,
ખોટું કદી બોલીશ નહિ.
(૩) તું ગુરુસ્તુતિને ભૂલીશ નહિ,
ચોરી કદી કરીશ નહિ.
(૪) તું શાસ્ત્ર જ્યાં ત્યાં મૂકીશ નહિ,
રાત્રે કદી જમીશ નહિ.
(પ) તું સદા સંતોષથી રહેજે,
મમતા કદી કરીશ નહિ.
(૬) તું સારી શિખામણ માનજે,
એટલું બરાબર કરજે.
(જૈન બાળપોથી : પાઠ ૨૨)
(માતાઓ! આપનાં બાળકોમાં ઉચ્ચ આદર્શોનું સહેલાઈથી સીંચન કરવા માટે
આવી શિખામણનો પ્રયોગ જરૂર કરવા જેવો છે. બાળકના જીવનમાં માતા દ્વારા મળતા
સંસ્કારનું સ્થાન સૌથી ઊંચું છે.)

PDF/HTML Page 12 of 53
single page version

background image
માગશર : ૨૪૯પ આત્મધર્મ : ૯ :
અતીન્દ્રિય સુખની
આનંદકારી વાત
પ્રવચનસારના પ્રવચનમાંથી (ગા. ૬૪) ‘કારતક સુદ તેરસ’
મોક્ષસુખની મજાની વાત
મોક્ષસુખની મજાની વાત સાંભળતાં મુમુક્ષુને સહેજે ઉલ્લાસ આવે છે: આ
સંબંધમાં ઉમરાળાનગરીના ઉજમબા–સ્વાધ્યાયગૃહમાં દીવાલ પર લખ્યું છે કે
“જ્ઞાનીના શ્રીમુખથી આત્માના અતીન્દ્રિયસ્વભાવસુખની વાર્તા સાંભળતાં જેના
અંતરમાં ઉલ્લાસ આવે છે તે મુમુક્ષુજીવ જરૂર મોક્ષ પામે છે.” આવા મોક્ષસુખની
અદ્ભુત વાત બેહજાર વર્ષ પહેલાં કુંદકુંદાચાર્યદેવ આ ભરતક્ષેત્રમાં સંભળાવતા
હતા, એ જ વાત ગુરુદેવ આજે આપણને સંભળાવે છે....આવો, આનંદથી એનો
સ્વાદ ચાખીએ.
અતીન્દ્રિય સુખનો પરમ મહિમા બતાવીને આચાર્યદેવે કહ્યું કે અહો, આત્માનું
આવું જે પરમ સુખ, તેની શ્રદ્ધા કરનાર સમ્યગ્દ્રષ્ટિ છે, આસન્નભવ્ય છે; પોતામાં એવા
ઈન્દ્રિયાતીત સુખનો સ્વાદ જેણે ચાખ્યો છે તે જ સર્વજ્ઞના અતીન્દ્રિય–પૂર્ણસુખની
પરમાર્થ શ્રદ્ધા કરી શકે છે. આવા સુખની જેને ખબર નથી ને ઈન્દ્રિયવિષયોમાં જ
સુખની લાલસા કરી રહ્યા છે તે જીવો આસન્નભવ્ય નથી; તે તો વિષયોમાં આકુળવ્યાકુળ
વર્તતા થકા દુઃખમાં તરફડે છે.
અતીન્દ્રિય આત્માને જાણનારું પ્રત્યક્ષજ્ઞાન તો તેમને નથી, એકાન્ત પરોક્ષબુદ્ધિ
વડે ઈન્દ્રિયો જ તેમને મૈત્રી વર્તે છે; મહા મોહના અતિશય દુઃખને લીધે તે જીવો વેગથી
બાહ્યવિષયોને રમ્ય માનીને તે તરફ ઝંપલાવે છે, પણ તેમાં સાચા સુખની ગંધ પણ
મળતી નથી, એટલે તે જીવો એકાંત દુઃખી જ છે.

PDF/HTML Page 13 of 53
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : માગશર : ૨૪૯પ
આચાર્યદેવ કહે કે અરે, ઈન્દ્રિયો તરફ જ જેનું જ્ઞાન એકાકાર વર્તી રહ્યું છે તે જીવોએ
અતીન્દ્રિયસુખથી ભરેલા આત્માની મિત્રતા છોડી દીધી, ને જડ ઈન્દ્રિયોની સાથે મિત્રતા કરી.
તેને ઈન્દ્રિયો જીવતી છે, પણ અતીન્દ્રિયભગવાન આત્મા તો જાણે મરી ગયો હોય–એમ એને
દેખાતો નથી. ઈન્દ્રિયો અને તેના વિષયો જ તેને દેખાય છે પણ તેનાથી પાર અતીન્દ્રિય
આનંદનો સમુદ્ર તેને દેખાતો નથી. અરે, જ્યાં સુધી ભર્યું છે ત્યાં મિત્રતા નથી કરતો, ને જ્યાં
એકાંત દુઃખ છે ત્યાં મિત્રતા કરવા દોડે છે!–એવા જીવોને શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે–
અનંતસુખ નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા,
અનંતદુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા!
ઉઘાડ ન્યાયનેત્રને નિહાળ રે! નિહાળ તું,
નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.
અરે, અનંતસુખથી ભરેલો આ આત્મસ્વભાવ, તેની આરાધનામાં દુઃખ કલ્પીને
તેની મિત્રતા તો છોડી દીધી, તેમાં જરાય દુઃખ નથી, એકલું અનંતસુખ ભર્યું છે,–તેમાં તું
પ્રીતિ કેમ નથી કરતો? અને બાહ્યવિષયો–કે જેની પ્રીતિમાં અનંતદુઃખ છે, છતાં ત્યાં
સુખ કલ્પીને અજ્ઞાની પ્રેમ કરે છે,–એ આશ્ચર્યની વાત છે! જેમાં સુખ ભર્યું છે એવા
પોતા સામે તો જોતો નથી, ને જેમાં સ્વપ્નેય સુખ નથી તેમાં પ્રેમ કરે છે–એ અજ્ઞાન છે.
આવા અજ્ઞાનને હે જીવ! તું છોડ! ને જ્ઞાનનેત્ર ઉઘાડીને જો.....તારામાં જ સુખ છે તેને
દેખ.....ને બાહ્યવિષયોમાં સુખબુદ્ધિની વિપરીત પ્રવૃત્તિને તું શોઘ્ર છોડ.
જ્ઞાનીઓને ચૈતન્યના અતીન્દ્રિયસુખના સ્વાદ પાસે જગતના કોઈ વિષયો રુચિકર
લાગતા નથી. શુભ કે અશુભ કોઈપણ ઈન્દ્રિયવિષયોમાં, કે તે તરફના રાગમાં ધર્મીજીવોને
કદી સુખ ભાસતું નથી. અરે, અતીન્દ્રિય આનંદનો ધણી આ ચૈતન્યભગવાન, તે ઈન્દ્રિયના
વિષયોમાં અટકી જાય–એ તો નિંદ્ય છે. ઈન્દ્રિયોને હત કીધી, ત્યાં ઈન્દ્રિયો તો જડ છે, પણ તે
તરફનું વલણ તે હત છે, નિંદ્ય છે ને દુઃખરૂપ છે. દુઃખી જીવો જ બાહ્યવિષયો તરફ
આકુળતાથી દોડે છે. જો દુઃખી ન હોય તો વિષયો તરફ કેમ દોડે? અતીન્દ્રિય ચૈતન્યસુખના
સ્વાદમાં લીન સન્તોને ઈન્દ્રિયવિષયોસન્મુખ વલણ થતું નથી.
અહા, આત્માના અતીન્દ્રિયસુખસ્વભાવની અલૌકિક વાત પ્રસન્નતાથી જેના અંતરમાં
બેઠી, આચાર્યદેવ કહે છે કે, તે જીવ અલ્પકાળમાં મોક્ષ પામશે; કેમકે તેની રુચિનું વલણ
ઈન્દ્રિયો તરફથી ને ઈન્દ્રિયજ્ઞાન તરફથી પાછું ખસીને અતીન્દ્રિય જ્ઞાન–આનંદસ્વભાવ તરફ

PDF/HTML Page 14 of 53
single page version

background image
: માગશર : ૨૪૯પ આત્મધર્મ : ૧૧ :
ઉલ્લસિત થયું. ચૈતન્યસ્વભાવની સમીપ અને ઈન્દ્રિયોથી દૂર થઈને તે આત્મા
અતીન્દ્રિયસુખનો અનુભવ કરશે.
ચૈતન્યજીવનની જ્યોત ઈન્દ્રિયોમાં નથી; ઈન્દ્રિયોના સંગે ચૈતન્યજીવનની જ્યોત
ઝાંખી પડી જાય છે. ભાઈ! તું અતીન્દ્રિય વીતરાગી ચૈતન્યજ્યોત છો, તારે ઈન્દ્રિયો સાથે
ભાઈબંધી કેવી? અતીન્દ્રિય સ્વભાવની સન્મુખ થયેલી ઝળહળતી જ્ઞાનજ્યોત, તે જ
અતીન્દ્રિય સુખનું કારણ છે.
મુક્તજીવો સિદ્ધભગવંતો ઈન્દ્રિય કે શરીર વગર જ પરમ સુખરૂપે સ્વયમેવ
પરિણમે છે, શરીર વગરનું અતીન્દ્રિય સુખ તે ભગવંતોને પ્રસિદ્ધ છે; જેમ ત્યાં શરીર
વગર જ સુખ છે એટલે શરીર તે સુખનું સાધન નથી; તેમ નીચલીદશામાં સશરીર
જીવોને પણ શરીર તે સુખનું સાધન નથી. અજ્ઞાની મિથ્યાકલ્પનાથી માને ભલે કે
શરીરમાં ને ઈન્દ્રિયવિષયોમાં સુખ છે, પરંતુ તે કલ્પના પણ શરીરને કારણે કે વિષયોને
કારણે થઈ નથી. એ શરીરાદિક તો અચેતન છે, તે જીવની પરિણતિમાં અકિંચિત્કર છે.
અજ્ઞાનીનું જે કલ્પિત ઈન્દ્રિયસુખ (ખરૂં સુખ નહિ પણ સુખની માત્ર કલ્પના)
તેમાં પણ શરીર કાંઈ સાધન થતું નથી, સુખની કલ્પનારૂપે શરીર નથી પરિણમતું, કે
શરીર એમ નથી કહેતું કે તું મારામાં સુખની કલ્પના કર. અજ્ઞાની પોતાના મોહને વશે
જ પરમાં સુખની મિથ્યાકલ્પના કરે છે. આ રીતે સંસારઅવસ્થામાં કલ્પિત સુખમાં પણ
શરીરાદિ વિષયો સાધન થતા નથી, તોપછી સિદ્ધભગવંતોનું જે પરમ અતીન્દ્રિય સહજ
આત્મિકસુખ, તેમાં શરીરાદિ વિષયો શું કરે? એ તો અકિંચિત્કર છે. આ રીતે
ઈન્દ્રિયવિષયો વગરનું આત્માનું સુખ પ્રસિદ્ધ કરીને સમજાવ્યું. અહો, આવા સુખને કોણ
ન સ્વીકારે? આત્માના આવા સુખસ્વભાવને જાણીને બાહ્યવિષયોમાં સુખબુદ્ધિ કોણ ન
છોડે?–આચાર્યદેવ કહે છે કે ભવ્યજીવો આત્માના સુખની આ વાત સાંભળતાં જ
ઉલ્લાસથી તેનો સ્વીકાર કરે છે, ને બાહ્યવિષયોમાં સુખની બુદ્ધિ તરત જ છોડે છે–એવો
જીવ અલ્પકાળમાં મોક્ષસુખને પામે છે.
જુઓ, આ મોક્ષસુખની મજાની વાત! આત્મા ત્રિકાળ શુદ્ધઉપાદાનસ્વરૂપે પૂર્ણ
અતીન્દ્રિય પરમસુખથી ભરેલો છે. તેને ભૂલીને અશુદ્ધ ઉપાદાનપણે પરિણમતો આત્મા
પોતે ઈન્દ્રિયસુખરૂપે પરિણમતો પરમાં સુખની મિથ્યા કલ્પના કરે છે. એ જ રીતે જ્યારે
શુદ્ધસ્વરૂપનું ભાન કરીને સ્વસન્મુખ શુદ્ધઉપાદાનરૂપે પરિણમતો આત્મા સ્વયમેવ

PDF/HTML Page 15 of 53
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : માગશર : ૨૪૯પ
અતીન્દ્રિય સુખરૂપ થાય છે, ત્યારે તેમાં પણ પરદ્રવ્યો જરાય સાધન નથી. બીજા કોઈ પણ
કારણ વિના સ્વયમેવ આત્મા પોતે સુખકારણરૂપ પરિણમતો થકો અતીન્દ્રિયસુખરૂપ થાય
છે. અહા, તારા મોક્ષસુખની કેવી મજાની વાત છે! સિદ્ધ જેવા સુખરૂપે થવાની તારી
પોતાની તાકાત છે, તેમાં બીજા કોઈ સાધનની જરૂર નથી. જ્યાં શરીર પણ સાધન નથી
ત્યાં બીજા સાધનની શી વાત! નીચલી દશામાં શરીર છે પણ તે શરીર કાંઈ સાધન થઈને
પરમાં સુખની કલ્પના નથી કરાવતું; અજ્ઞાની પોતે પોતાના અજ્ઞાનથી તેવી કલ્પના કરે છે.
આ રીતે અજ્ઞાનમાં કે જ્ઞાનમાં, ઈન્દ્રિયસુખની કલ્પનામાં કે અતીન્દ્રિયસુખના વેદનમાં
ક્યાંય શરીર કે ઈન્દ્રિયો સાધન નથી, જીવ જ તે–રૂપે પરિણમે છે.
જીવ પોતે સુખસ્વભાવી છે. જેમ જ્ઞાન જીવનો સ્વભાવ છે તેમ સુખ પણ જીવનો
સ્વભાવ છે. તે સ્વભાવની સમીચીનદશામાં અતીન્દ્રિયસુખ છે, ને તેને ભૂલીને વિપરીત
દશા થતાં પરમાં સુખની મિથ્યાકલ્પના કરે છે.–પણ તેમાં પરદ્રવ્ય તો જીવને કાંઈ કરતું
નથી. પરને કારણે શુભરાગ નથી, ને શુભરાગને કારણે સાચું સુખ નથી. જ્ઞાનને
ઈન્દ્રિયોથી પાર કરીને, સ્વભાવસન્મુખ થતાં અતીન્દ્રિયસુખનું વેદન થાય છે; તેથી આવું
અતીન્દ્રિયજ્ઞાન જ અતીન્દ્રિયસુખનું સાધન છે. સુખ કહો કે ધર્મ કહો, તેમાં શરીર,
ઈન્દ્રિયો કે રાગ તે જરાય સાધન નથી. તે બધાયના અભાવમાં આત્મા પોતે એકલો જ
પરમ સુખરૂપે પરિણમે છે; સ્વયમેવ સુખરૂપે પરિણમવાની શક્તિ જીવની છે.
અહો, મોક્ષસુખની આવી મજાની વાત, તે પ્રસિદ્ધ કરીને આચાર્યદેવ કહે છે કે
આવા દિવ્ય આત્મસ્વરૂપને જાણો.....ને બાહ્યવિષયોથી બસ થાઓ. સિદ્ધભગવાન જેવા
અચિંત્ય પોતાના જ્ઞાન–આનંદસ્વરૂપને જાણીને, સુખાર્થી જીવો વિષયાલંબીભાવ છોડીને
આત્માના જ અવલંબને પરમ આનંદરૂપે પરિણમો.
* હે જીવ! ઉત્તમ સત્કાર્યો તું કર!
અને, જે સત્કાર્ય તારાથી ન બની શકતું હોય
તે સત્કાર્ય કરનારા બીજા સાધર્મીની પ્રશંસા
અનુમોદના કરજે.....ઈર્ષા નહીં.

PDF/HTML Page 16 of 53
single page version

background image
: માગશર : ૨૪૯પ આત્મધર્મ : ૧૩ :
મોક્ષને માટે કોની સેવા કરવી?
શ્રી જિનેશ્વર ભગવંતોએ કહેલા તત્ત્વનું, એટલે કે આત્માના સ્વરૂપનું આ
એક મહાન રહસ્ય છે કે, પોતાને પરમાત્મા થવા માટે, મોક્ષ પામવા માટે,
બહારમાં કોઈ બીજાની સેવા કરવી પડે–એવી પરાધીનતા નથી, મોક્ષને માટે
જેની સેવા કરવાની છે તે સેવ્ય પણ પોતે જ છે; મુમુક્ષુ પોતે પોતાના
શુદ્ધસ્વરૂપની સેવા કરીને (એટલે કે તેના જ્ઞાન–શ્રદ્ધા–અનુચરણ કરીને)
મોક્ષદશા પામે છે.
પંચ પરમેષ્ઠી ભગવંતોની સાચી સેવા પણ એ જ પ્રકારે થઈ શકે છે,–
કેમકે પંચપરમેષ્ઠી ભગવંતો વીતરાગ છે, એટલે તેમની સેવા વીતરાગભાવવડે જ
થઈ શકે; રાગના સેવન વડે વીતરાગનું સેવન થઈ શકે નહિ. માટે આચાર્ય
ભગવાન ૩૧મી ગાથામાં કહે છે કે તારે અરિહંતોની પરમાર્થ સેવા કરવી હોય તો
અતીન્દ્રિય થઈને તારા શુદ્ધઆત્માને અનુભવમાં લે.
મોક્ષાર્થી જીવે ‘જીવ–રાજા’ ની (–ઉત્કૃષ્ટ આત્મસ્વરૂપની) સેવા કઈ રીતે
કરવી તે અહીં ગા. ૧૭–૧૮ માં ગુરુદેવ સમજાવે છે.
મોક્ષાર્થી જીવે આત્માને કઈ રીતે સાધવો? તે વાત રાજાના દ્રષ્ટાંતવડે આચાર્યદેવ
સમજાવે છે. (સમયસાર ગા. ૧૭–૧૮) સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે નિર્મળ પર્યાય,
તે જ આત્માના મોક્ષની સિદ્ધિનું કારણ છે, માટે ધર્માત્માએ સદાય તે દર્શન–જ્ઞાન–
ચારિત્રનું સેવન કર્યું. અને તે નિર્મળ દર્શન–જ્ઞાન–ચારિત્ર પર્યાયો આત્મા સાથે અભેદ
છે, માટે પરમાર્થથી એક આત્માને જ સેવવો–એમ ઉપદેશ છે. આમાં ક્યાંય રાગનું સેવન
ન આવ્યું. અભેદથી કહો તો શુદ્ધ આત્માને સેવવો, ને ભેદથી–પર્યાયથી કહો તો
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને સેવવાં,–આ જ મોક્ષને સાધવાની રીત છે. આ સિવાય બીજા
કોઈ ઉપાયથી સાધ્યની સિદ્ધિ થતી નથી.
જેમ ધનનો અભિલાષી જીવ રાજાની સેવા કરે છે, રાજાને ઓળખે છે, શ્રદ્ધા

PDF/HTML Page 17 of 53
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : માગશર : ૨૪૯પ
કરે છે ને તેને અનુસરે છે;–એમ ઉદ્યમ વડે સર્વ પ્રકારે તેની સેવા કરીને રાજાને રીઝવે
છે, ને રાજા તેને ધન આપે છે. તેમ મોક્ષનો અભિલાષી મુમુક્ષુ જીવ શુદ્ધચૈતન્યરાજાને
સેવે છે; ત્રણ જગતમાં શ્રેષ્ઠ, અનંતી કેવળજ્ઞાનસંપદાનો સ્વામી એવો આ જીવરાજા
છે;–राजते તે રાજા–પોતાના નિજગુણોથી જે રાજે–શોભે તે રાજા; આવો ચિદાનંદ
જીવરાજા હું જ છું એમ અંતરના યત્નપૂર્વક બરાબર ઓળખીને શ્રદ્ધા કરવી ને પછી તેમાં
જ લીન થવું;–એમ કરવાથી જરૂર મોક્ષ સધાય છે; બીજી રીતે મોક્ષ સધાતો નથી.
આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયના, કે શુદ્ધ–અશુદ્ધના વિકલ્પો જ કરવામાં રોકાઈ
રહે, તો કાંઈ આત્મા સધાય નહિ એટલે કે અનુભવમાં આવે નહિ. શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર
કે જે રાગ વગરનાં છે, તેના વડે જ આત્મા અનુભવાય છે. આવો અનુભવ તે જ
મોક્ષમાર્ગ છે.
અહો, આત્માની સેવા કઈ રીતે કરવી! તેની આ અપૂર્વ વાત છે. પોતે પોતાની
સેવા કઈ રીતે કરવી? તે સેવા કરતાં જીવને આવડ્યું નથી. પરની સેવા તો શુભરાગ
છે, તે કાંઈ મુક્તિનું સાધન નથી; પરની સેવાની વાત તો દૂર રહી, અહીં તો પોતાના
આત્મામાં પણ ‘હું એક છું, અનેક છું’ ઈત્યાદિ રાગમિશ્રિત વિચારવડે પણ આત્માની
સાચી સેવા થતી નથી; અંતર્મુખ અવલોકનવડે સમ્યક્ ઓળખાણ–શ્રદ્ધા અને એકાગ્રતા
વડે જ પોતાના આત્માની સાચી સેવા થાય છે; આત્મરાજાની આવી સેવા તે જ મોક્ષનું
સાધન છે; તેનો અહીં ઉપદેશ છે. આવી સેવા તે પરમધર્મ છે. સેવા એટલે આરાધના;
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે આત્માની સેવા છે.
જુઓ, મોક્ષને માટે કોની સેવા કરવી? કોની સેવા કરવાથી મોક્ષ પમાય? તે
અહીં સમજાવે છે. શુદ્ધઆત્માને જાણીને તેના સેવનથી મોક્ષ પમાય છે. પરના સેવનથી
કે પુણ્યના સેવનથી મોક્ષ નથી પમાતો. સમ્યગ્દર્શન પણ શુદ્ધાત્માના જ સેવનથી પમાય
છે, રાગના સેવનથી નથી પમાતું; એ જ પ્રમાણે સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર પણ
શુદ્ધાત્માની સન્મુખતારૂપ તેની સેવાથી પમાય છે, શુભરાગથી તે પમાતા નથી.
શુદ્ધઆત્માની આવી સેવા કરે ત્યારે તેણે જ્ઞાનીની ખરી સેવા કરી કહેવાય.
અજ્ઞાની જીવો આત્માને પરભાવોથી જુદો ઓળખતા નથી, ને જ્ઞાનથી અન્ય
એવા પરભાવો સાથે એકમેકપણે માનીને અશુદ્ધઆત્માને જ સેવે છે, શુદ્ધઆત્માની સેવા
કરતાં તેને આવડતી નથી. શ્રીગુરુ તેને ભેદજ્ઞાન કરાવીને શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવે છે
કે ભાઈ, તારો આત્મા સર્વે પરભાવોથી જુદો જ્ઞાનમાત્ર જ છે; જ્ઞાન જ

PDF/HTML Page 18 of 53
single page version

background image
: માગશર : ૨૪૯પ આત્મધર્મ : ૧પ :
તારું ચિહ્ન છે; જ્ઞાનચિહ્નવડે આત્માને અનુભવમાં લે. ‘જ્ઞાન’ તે જ તારો ‘ભાવ’ છે, તે
જ તારું લક્ષણ છે, એ સિવાય અંદરનો શુભવિકલ્પ તે પણ તારું ખરૂં સ્વરૂપ નથી. તે
વિકલ્પની સાથે જ્ઞાનને ભેળસેળ કરવાથી સાચો આત્મા તને વેદનમાં નહિ આવે; તેમાં
તો અશુદ્ધભાવનું જ સેવન થશે, અશુદ્ધભાવનું સેવન તે સંસાર છે; શુદ્ધઆત્માનું સેવન
તે મોક્ષનું સાધન છે.
શુદ્ધઆત્માનું સેવન–અવલોકન અતીન્દ્રિયજ્ઞાનવડે થાય છે. સ્વસન્મુખ
સંવેદનપ્રત્યક્ષરૂપ જે અતીન્દ્રિયભાવશ્રુત, તેના વડે આત્મા શ્રદ્ધા–જ્ઞાન–અનુભવમાં આવે
છે. રાગને–વિકલ્પને કે ઈન્દ્રિય તરફના જ્ઞાનને સાધન બનાવીને આત્માને અનુભવમાં
લેવા માંગે તો તે કદી અનુભવમાં ન આવે.
આત્માની આરાધના સમજાવવા માટે આચાર્યદેવે દાખલો પણ ઉત્તમ એવા
રાજાની સેવાનો આપ્યો. રાજા એટલે શ્રેષ્ઠ; જગતમાં આ ચિદાનંદ ભગવાન જ શ્રેષ્ઠ
જીવ–રાજા છે, રાગાદિવડે જેની શોભા નથી, પોતાના અનંતગુણની અનુભૂતિવડે જ જે
સ્વયં શોભે છે.–આવો આત્મા અનુભૂતિસ્વરૂપ હું જ છું એવી ઓળખાણ સહિત નિઃશંક
શ્રદ્ધા કરવી ને તેમાં જ લીન થવું–તે મોક્ષની પ્રાપ્તિની રીત છે. આ રીતે જ મોક્ષ સધાય
છે, બીજી રીતે મોક્ષ સધાતો નથી.
જે ખરેખર મોક્ષનો અર્થી હોય, સંસારના પરભાવોથી થાકીને અંતરમાં આત્માની
શાંતિને શોધતો હોય, એવા મોક્ષાર્થી જીવે શું કરવું તેનો આ ઉપદેશ છે. જેમ ધનને
ચાહનારો પ્રાણી જેની પાસે ધનભંડાર ભર્યા હોય એવા રાજાની સેવા કરે છે, તેમ જેને
સુખની ચાહના છે, શાંતિની ચાહના છે, તે શાંતિના ભંડાર જ્યાં ભર્યા છે એવા
ચૈતન્યરાજાની સેવા કરે છે. રાજા એવા ઉદાર હોય છે કે સેવા કરનારને ધન આપીને
દરિદ્રતા મટાડે જ; તેમ આ જીવરાજા એવો મહાન છે કે અંતર્મુખ થઈને તેની સેવા (શ્રદ્ધા–
જ્ઞાન–એકાગ્રતા) કરનારને પરમ જ્ઞાન–આનંદ આપીને દુઃખ મટાડે જ. આત્મ–રાજાની
સન્મુખ થઈને સેવા કરે તેને મોક્ષ મળે જ. માટે સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છક એવા આત્માર્થી
જીવોએ આ જ્ઞાનસ્વરૂપ આત્માને નિરંતર સેવવો. તેની સેવાથી જ મોક્ષ પમાય છે.
‘ભાવનગર’ ના રાજા પાસે એકવાર એક માણસ આવ્યો; રાજાએ પૂછયું–કેમ
આવવું થયું! ત્યારે તે કહે–મહારાજ! ભરેલા સરોવર પાસે તો બધા તરસ્યા પ્રાણીઓ
આવે....તેની લાયકાત દેખીને તરત રાજાએ હુકમ કર્યો ને તેને સારી પદવી આપી. તેમ
આત્માનો જિજ્ઞાસુ થઈને જે જીવ ચૈતન્યરાજાની સેવા (આરાધના) કરવા

PDF/HTML Page 19 of 53
single page version

background image
: ૧૬ : આત્મધર્મ માગશર : ૨૪૯પ
આવ્યો, અંતર્મુખ થઈને તેની ઓળખાણ ને શ્રદ્ધા કરી, તેને માટે ચેતનરાજા મોક્ષનો
હુકમ કરે છે કે આને સિદ્ધપદવી આપો. રાજાને બરાબર ઓળખીને તેની સેવા કરે છે,
તેમ ચૈતન્યસ્વરૂપ જીવરાજાને બરાબર ઓળખવો જોઈએ; ઓળખીને તેનો અનુભવ
કરતાં જરૂર મોક્ષદશા પ્રગટે છે.
જેણે આત્માનું કલ્યાણ કરવું હોય, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વડે સિદ્ધિ પ્રાપ્ત
કરવી હોય તેણે કોની સેવા કરવી તે વાત સમજાવે છે. જેને જે પ્રિય હોય તે તેની સેવા
કરે; અને પોતે જેની સેવા કરે છે તેના જેવો થવા માંગે છે. તો અહીં જેણે શુદ્ધતા પ્રાપ્ત
કરવી હોય તેણે શુદ્ધ એવો પોતાનો આત્મા જાણીને તેની સેવા કરવી. સેવા કરવી એટલે
શું? કે તેનું સ્વરૂપ બરાબર ઓળખીને શ્રદ્ધા કરે કે ‘આવો જ્ઞાનસ્વરૂપે અનુભવમાં
આવતો આત્મા જ હું છું,’ એમ શ્રદ્ધા કરીને તેને જ અનુસરે–તેમાં જ એકાગ્રતા કરે;
રાગને ન અનુસરે, તેના સેવનમાં કિંચિત હિત ન માને; તેનાથી જ્ઞાનસ્વરૂપની ભિન્નતા
જાણીને જ્ઞાનને જ સેવે. જ્ઞાનની અનુભૂતિસ્વરૂપ જ હું છું. આમ અનુભૂતિસ્વરૂપ
ભગવાન આત્માને સેવતાં તેની પ્રાપ્તિ થાય છે, સિદ્ધિ થાય છે.–મોક્ષને માટે આ ઉપાય
છે, બીજા ઉપાયે મોક્ષ નથી.
મોક્ષાર્થી જીવે શું કરવું?
પ્રથમ તો, જેની સેવા કરવાથી મોક્ષ થાય છે તે શુદ્ધ આત્માનું સ્વરૂપ સર્વ
પ્રકારનાં લક્ષણવડે બરાબર ઓળખવું. તે ઓળખાણ કઈ રીતે થાય? કે સીધા સ્વાલંબી
જ્ઞાનવડે સાચી ઓળખાણ થાય. પોતાના સ્વભાવની જાતનો જે પોતાનો જ્ઞાનઅંશ, તે
જ્ઞાનવડે આત્મા સ્વસંવેદનમાં આવે છે. રાગાદિ ભાવો તે જુદી જાતના છે, ચૈતન્યની
જાતના તે નથી, એટલે તે રાગાદિના અનુભવ દ્વારા આત્માના સ્વભાવનો અનુભવ
થતો નથી, ઓળખાણ થતી નથી.
માટે જ્ઞાનદશાને અંતર્મુખ કરીને સીધું જ્ઞાનનું વેદન કરતાં તે સ્વસંવેદનમાં
આત્મા જણાય છે; ને એવા અંતર્મુખ જ્ઞાનસહિત તેની સાચી શ્રદ્ધા થાય છે કે ‘આ જે
જ્ઞાનવેદનમાં આવ્યો તે જ હું છું.’ આવા શ્રદ્ધા–જ્ઞાન કરીને પછી તે આત્માનું જ સેવન
કરવાથી મુક્તિ થાય છે. જે સ્વરૂપ જાણ્યું તેમાં ઠર્યો; પણ જેણે પોતાનું સ્વરૂપ જાણ્યું
નથી, તે જાણ્યા વગર ઠરશે શેમાં? શુદ્ધઆત્મસ્વરૂપ જે ૧૪–૧પ ગાથામાં બતાવ્યું, તે
શુદ્ધાત્માના સેવનમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે આવી જાય છે, એટલે સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રનું સેવન કહો કે એક શુદ્ધઆત્માનું સેવન કહો, તે મોક્ષનો ઉપાય છે. માટે હે
ભવ્ય જીવો! તમે તેનું સેવન કરો.

PDF/HTML Page 20 of 53
single page version

background image
: માગશર : ૨૪૯પ આત્મધર્મ : ૧૭ :
પહેલાં જ્ઞાન કર કે હું તો જ્ઞાનના અનુભવરૂપ છું. દેહ હું નહિ, રાગાદિભાવો હું
નહિ, જ્ઞાનપણે અનુભવમાં આવે છે તે જ હું છું.–આમ જ્ઞાનની અનુભૂતિ તે આત્માની
અનુભૂતિ છે; એવા જ્ઞાનસ્વરૂપે પોતે પોતાને ઓળખવો.–આ ઓળખાણની સાથે જ
શ્રદ્ધા અને અનુભવ ભેગાં જ છે. આનંદમય આત્માના અનુભવસહિત આવાં જ્ઞાન–શ્રદ્ધા
થાય છે. આત્માને યથાર્થસ્વરૂપે જાણતાં ને શ્રદ્ધામાં લેતાં તેનો આનંદ પણ ભેગો
અનુભવમાં આવે છે. અરે, આત્માના આનંદનો આવો માર્ગ તેને ખ્યાલમાં તો લ્યો.
આનંદનો માર્ગ કહો કે મોક્ષનો માર્ગ કહો; મોક્ષ એટલે પૂર્ણ આનંદ; તેનો માર્ગ પણ
આનંદરૂપ છે.
અરિહંતનું સ્વરૂપ જાણતાં આત્માનું શુદ્ધસ્વરૂપ જણાય છે; અરિહંતના જેવા
શુદ્ધદ્રવ્ય–ગુણ છે તેવા જ મારામાં છે–એમ લક્ષમાં લઈને સ્વસન્મુખ થયો ત્યાં
પર્યાય પણ શુદ્ધ થઈ; ત્યારે અરિહંત જેવા પોતાના આત્માને ઓળખ્યો એટલે
સમ્યગ્દર્શન થયું. અજ્ઞાનીને શુદ્ધ સ્વરૂપ કઈ રીતે સમજાવવું? એટલે તેને
અરિહંતનો આદર્શ આપીને શુદ્ધસ્વરૂપ સમજાવ્યું કે ભાઈ! જો, આ અરિહંતનો
આત્મા જેવો શુદ્ધ છે ને! તેવો જ શુદ્ધ તારો આત્મા છે. આવો આત્મા લક્ષમાં લઈને
તેની નિઃશંક શ્રદ્ધા કરી, ને પછી અત્યંત ધીરજથી તેમાં જ પરિણામ એકાગ્ર કરીને
લીન થયો, તે મોક્ષમાર્ગ છે.
આવા જ માર્ગવડે અનંતા તીર્થંકરભગવંતો સિદ્ધિ પામ્યા છે, ને આવો જ
માર્ગ તેમણે જગતને ઉપદેશ્યો છે. તે જ માર્ગને સીમંધરભગવાન પાસેથી સાંભળીને
અને જાતે અનુભવીને આ સમયસારમાં કુંદકુંદાચાર્યદેવે પ્રસિદ્ધ કર્યો છે. હે જીવો!
તમે તમારા અનુભૂતિસ્વરૂપ જીવરાજાને ઓળખીને તેની શ્રદ્ધા કરો ને તેમાં જ
એકાગ્રતારૂપ આચરણ કરો.–એમ કરવાથી પરમઆનંદરૂપ મોક્ષની સિદ્ધિ થશે.
જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે,
એનું જ કરવું અનુચરણ પછી યત્નથી મોક્ષાર્થીએ.