Atmadharma magazine - Ank 304
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 47
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૬
સળંગ અંક ૩૦૪
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 47
single page version

background image
૩૦૪
એકવાર જો તો ખરો
શ્રીગુરુ કરુણાથી સંબોધે છે કે બાપુ! અનંતકાળે
મોંઘું એવું આ મનુષ્યપણું મળ્‌યું ને સત્ય ધર્મસમજવાનો
યોગ મળ્‌યો, તેમાં જો અત્યારે તારા સત્સ્વભાવને
ઓળખીને તેનું શરણ ન લીધું તો ચારગતિમાં ક્યાંય તને
શરણ નહિ મળે. તું બહારથી કે રાગથી ધર્મ મનાવી દે તેથી
કદાચ જગતના અજ્ઞાનીઓ છેતરાશે ને તને માન આપશે,
પણ ભગવાનના માર્ગમાં એ વાત નહિ ચાલે, તારો આત્મા
તને જવાબ નહિ આપે. રાગથી ધર્મ માનતાં તારો આત્મા
છેતરાઈ જશે, સત્ નહિ છેતરાય; સત્ તો જેવું છે તેવું જ
રહેશે. તું બીજું માન તેથી કાંઈ સત્ ફરી નહિ જાય. રાગને
તું ધર્મ માન તેથી કાંઈ રાગ તને શરણ નહિ આપે. ભાઈ,
તને શરણદાતા ને સુખદાતા તો તારો વીતરાગસ્વભાવ છે,
બીજું કોઈ નહિ. ભગવાન! તારા અંતરમાં બિરાજમાન
આવા આત્માને એકવાર જો તો ખરો.
તંત્રી: જગજીવન બાવચંદ દોશી સંપાદક: બ્ર હરિલાલ જૈન
વીર સં. ૨૪૯પ મહા (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૬ : અંક ૪

PDF/HTML Page 3 of 47
single page version

background image
હે જિન! મેરી ઐસી બુદ્ધિ કીજે
હે જિન! મેરી ઐસી બુદ્ધિ કીજે........હે જિન૦
રાગદ્વેષ–દાવાનલતેંં બચિ, સમતારસમેં ભીજે...હે જિન૦
પરમેં ત્યાગ અપનપો, નિજમેં લાગ, ન કબહૂં છીજે,
કર્મ–કર્મફલમાંહિ ન રાચે જ્ઞાનસુધારસ પીજે......હે જિન૦
સમ્યક્દરશન–જ્ઞાન–ચરણનિધિ તાકી પ્રાપ્તિ કરીજે,
મુજ કારજકે તુમ કારનવર અરજ
दौलकी લીજે...હે જિન૦
છહઢાળાના કર્તા પં. શ્રી દૌલતરામજી આ ભજનદ્વારા શ્રી
જિનેન્દ્રદેવ પ્રત્યે પ્રાર્થના કરતાં ભાવના ભાવે છે કે હે જિન! મને
એવી ઉત્તમ સુબુદ્ધિ પ્રગટો કે જેથી રાગદ્વેષરૂપી દાવાનળમાંથી
બચીને મારો આત્મા સમતારસમાં તરબોળ બને; અને પરમાં
આત્મબુદ્ધિ છોડીને નિજસ્વરૂપમાં એવો લાગે કે તેમાંથી કદી ન
છૂટે; કર્મ કે કર્મફળમાં તે કદી ન રાચે, ને જ્ઞાનસુધારસ પીએ; આ
રીતે સુબુદ્ધિ વડે મારો આત્મા સમ્યગ્દર્શન–જ્ઞાન ચારિત્રરૂપી
નિધિને પ્રાપ્ત કરે. મારા આવા કાર્યનું ઉત્તમ કારણ આપ છો–માટે
હે જિનેન્દ્રદેવ! આ અરજીનો સ્વીકાર કરજો.

PDF/HTML Page 4 of 47
single page version

background image
: મહા : ૨૪૯પ આત્મધર્મ : ૧ :
વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯પ
ચાર રૂપિયા મહા
_________________________________________________________________
* આનંદ
અને જ્ઞાન બંને
સહકારી છે *
જ્ઞાનની જેમ આનંદ પણ આત્માનો સ્વભાવ છે.
જ્યાં આનંદ ન હોય ત્યાં જ્ઞાન પણ કેમ હોય?
આનંદ વગરના જ્ઞાનને જ્ઞાન કહેતા નથી.
એકલું પરસન્મુખી જ્ઞાન તે જ્ઞાન નથી, કેમકે તેમાં આનંદ નથી.
સ્વસન્મુખજ્ઞાન જ અતીન્દ્રિય આનંદ સહિત છે, તે જ જ્ઞાન છે.
એક સાથે આવું જ્ઞાન ને આવો આનંદ તે આત્મસ્વભાવ છે.
આનંદ વગરનું જ્ઞાન હોતું નથી, જ્ઞાન વગર આનંદ હોતો નથી.
આત્મામાં સ્વસન્મુખ થતાં એક સાથે જ જ્ઞાન–આનંદરૂપે આત્મા સ્વયં પરિણમે
છે.–આવો સ્વભાવ તે આત્મા છે.
જેમાં આનંદ નહિ તે આત્મા નહીં...આત્મા તો અનાકુળતા લક્ષણવાળા
સુખસ્વભાવરૂપ છે. એ સુખથી વિલક્ષણ જે ભાવો છે તે આત્મા નથી, આત્માનો જે
ભાવ હોય તે તો સુખરૂપ હોય–જ્ઞાનરૂપ હોય. જ્ઞાનવગરનો–સુખવગરનો ભાવ તેને
આત્મા કેમ કહેવાય? શુભ–અશુભવૃત્તિઓ કે–જેમાં આકુળતા છે–જેમાં નિરાકુળતારૂપ
સુખ નથી, તેને આત્મા કોણ કહે? એ તો આત્માના સ્વભાવથી જુદા લક્ષણવાળા છે.
આત્માનું વેદન તો આકુળતા વગરના સહજ આનંદરૂપ છે.

PDF/HTML Page 5 of 47
single page version

background image
: ૨ : આત્મધર્મ : મહા : ૨૪૯પ
– આવી દશાથી
જ્ઞાની ઓળખાય છે
ચોથાગુણસ્થાનવાળા સમકિતી ધર્માત્મા કે જે ભેદજ્ઞાનરૂપી ચાવી વડે અંતરમાં
ચૈતન્યના આનંદનિધાનના તાળાં ખોલીને સાધન થયા છે, જે મોક્ષના પંથે ચડ્યા છે,
જેને અંતરમાં ચૈતન્યના ભેટા થયા છે, એવા જ્ઞાનીધર્માત્મા મતિ–શ્રુતજ્ઞાનથી ચૈતન્યના
અતીન્દ્રિય આનંદનું સ્વસંવેદન કરે છે. અહા, જગતના રસથી જુદી જાતનો ચૈતન્યનો
રસ છે. ઈન્દ્રપદના વૈભવમાં કે દેવોના અમૃતમાં પણ તે રસ નથી. સમકિતી ઈન્દ્રો જાણે
છે કે અમારા ચૈતન્યના અતીન્દ્રિય સ્વાદ પાસે આ ઈન્દ્રપદ તો શું!–આખા જગતનો
વૈભવ પણ તૂચ્છ છે...નીરસ છે ચૈતન્યનો રસ અત્યંત મધુર...અત્યંત શાંત...અત્યંત
નિર્વિકાર. આવા અત્યંત મધુર ચૈતન્યરસનું સંવેદન થતાં એવી તૃપ્તિ થાય કે આખા
જગતનો રસ ઊડી જાય. શાંત...શાંત ચૈતન્યરસનું મધુરુ વેદન થયું ત્યાં આકુળતાજનક
એવા કષાયના કડવા રસનું કર્તૃત્વ કેમ રહે? એ રસને કોણ ચાખે? કષાયોથી ચૈતન્યનું
અત્યંત ભિન્નપણું થયું સ્વસન્મુખ થઈને આવા સ્વાદનું સ્વસંવેદન કરવાની મતિ–
શ્રુતજ્ઞાનની તાકાત છે. મતિશ્રુતને સ્વસન્મુખ કરીને ધર્માત્મા આવા ચૈતન્યસ્વાદનું
પ્રત્યક્ષ સ્વસંવેદન કરે છે.
અહા, જુઓ તો ખરા! કેવા શાંતભાવો આચાર્યદેવે ભર્યા છે. અમૃતના સાગર
કેમ ઊછળે–એ વાત અમૃતચંદ્રાચાર્યદેવે આ સમયસારમાં સમજાવી છે.
સાધકની અંદરની શું સ્થિતિ છે તેની જગતના જીવોને ખબર નથી; એના
હૃદયના ગંભીર ભાવો ઓળખવાનું સાધારણ જીવોને મુશ્કેલ પડે તેવું છે. સમજવા માંગે
તો બધું સુલભ છે. આ ભાવો સમજે તો શાંતરસરૂપી અમૃતના સાગર ઊછળે ને ઝેરનો
(કષાયોનો) સ્વાદ છૂટી જાય. ભેદજ્ઞાનનો આ મહિમા છે. ભેદજ્ઞાનવડે જ શાંતરસ
અનુભવાય છે. ભેદજ્ઞાની થતાં જ જીવની આવી દશા થાય છે. જ્ઞાની ધર્માત્મા
ચૈતન્યરસના સ્વાદ પાસે જગતના બધા સ્વાદ પ્રત્યે સદાય ઉદાસીન છે. રાગ પ્રત્યે પણ
અત્યંત ઉદાસીન છે–તેના કર્તા થતા નથી. પોતાને એક જ્ઞાયકસ્વભાવપણે જ અનુભવે
છે.–આવી દશાથી જ્ઞાની ઓળખાય છે.
તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણીત.

PDF/HTML Page 6 of 47
single page version

background image
: મહા : ૨૪૯પ આત્મધર્મ : ૩ :

આત્માનો અનુભવ કરવા માટે જેને લગની લાગી છે એવા શિષ્યને સંબોધીને
૩૪ મા કળશમાં આચાર્યદેવ કહે છે કે હે ભવ્ય! વિરમ...જગતના બીજા કોલાહલથી તું
વિરક્ત થા. બહારના કલબલથી તને કાંઈ લાભ નથી માટે એનાથી તું વિરક્ત
થા...બાહ્ય કોલાહલને એકકોર રાખીને અંતરમાં ચૈતન્યને દેખવાનો અભ્યાસ કર.
સમસ્ત પરભાવોના કોલાહલથી રહિત એવા ચૈતન્યસ્વરૂપને દેખવા માટે નિભૃત થા.
નિભૃત થઈને એટલે કે શાંત થઈને, નિશ્ચળ થઈને, એકાગ્ર થઈને, વિશ્વાસુ થઈને, સ્થિર
થઈને, ગુપ્ત રીતે, ચુપચાપ, વિનીત થઈને, કેળવાયેલ થઈને, દ્રઢ થઈને અંતરમાં
ચૈતન્યને દેખવાના અભ્યાસમાં તારું ચિત્ત બરાબર જોડ. એકવાર છ મહિના સુધી આવો
અભ્યાસ કરીને તું ખાતરી કરી જો...કે આમ કરવાથી તારા હૃદયસરોવરમાં પુદ્ગલથી
ભિન્ન એવા ચૈતન્યપ્રકાશની પ્રાપ્તિ થાય છે કે નહીં? છ મહિનામાં તો જરૂર પ્રાપ્તિ થશે.
હે ભાઈ! તારી બુદ્ધિથી દેહ અને રાગાદિને પોતાના માનીને તેનો તો તેં
અનંતકાળથી અભ્યાસ કર્યો, છતાં ચૈતન્યવિદ્યા તને પ્રાપ્ત ન થઈ, તને તારો આત્મા
અનુભવમાં ન આવ્યો, ને તું અજ્ઞાની જ રહ્યો...માટે હવે તારી એ મિથ્યાબુદ્ધિને
છોડીને અમે કહીએ છીએ તે રીતે તું અભ્યાસ કર. એવા અભ્યાસથી છ મહિનામાં
તો તને જરૂર ચૈતન્યવિદ્યા પ્રાપ્ત થશે...છ મહિના સુધી લગનીપૂર્વક અભ્યાસ કરતાં
તને જરૂર આત્માનો અનુભવ થશે. ભાઈ, છ મહિના તો અમે વધુમાં વધુ કહીએ
છીએ, જો ઉત્કૃષ્ટ આત્મલગની પૂર્વક તું પ્રયત્ન કર તો તો બેઘડીમાં જ તને
આત્માનો અનુભવ થશે.
અહા, જુઓ તો ખરા....આ ચૈતન્યના અનુભવનો માર્ગ! કેટલો સરલ અને
સહજ! ચૈતન્યનો અનુભવ સહજ અને સરલ હોવા છતાં, દુનિયાના નકામા કોલાહલમાં
જીવ રોકાઈ ગયો હોવાથી તેને તે દુર્લભ થઈ પડ્યો છે. તેથી આચાર્યદેવ ખાસ શરત મૂકે
છે કે દુનિયાનો નકામો કોલાહલ છોડીને ચૈતન્યના અનુભવનો અભ્યાસ કર...એક
ચૈતન્યતત્ત્વ સિવાય બીજું બધું ભૂલી જા...આ રીતે, માત્ર ચૈતન્યનો

PDF/HTML Page 7 of 47
single page version

background image
: ૪ : આત્મધર્મ : મહા : ૨૪૯પ
જ અભિલાષી થઈને અંતરમાં તેના અનુભવનો અભ્યાસ કર તો તેની પ્રાપ્તિ કેમ ન
થાય? –જરૂર થાય. ‘કેટલા વખતમાં?’–કે માત્ર બે ઘડીમાં! કદાચ તને કઠણ લાગે અને
વાર લાગે તોપણ વધુમાં વધુ છ મહિનામાં તો જરૂર આત્માની પ્રાપ્તિ થશે. આ રીતે
આત્મપ્રાપ્તિના અભ્યાસનો વધુમાં વધુ કોર્સ છ મહિના છે. છ મહિનાના એકધારા સાચા
અભ્યાસથી આત્મપ્રાપ્તિ જરૂર થાય છે.
અહીં ‘વધુમાં વધુ છ મહિના’ કહીને કાંઈ કાળની ગણતરી ઉપર વજન નથી
દેવું, પરંતુ શિષ્યને આત્મલગનીના ભાવ કેવા ઉગ્ર છે તે બતાવવું છે. આખાય જગતની
દરકાર છોડીને જે શિષ્ય આત્માનો અનુભવ કરવા તૈયાર થયો તે શિષ્ય કાળના માપ
સામે જોતો નથી કે ‘કેટલો કાળ થયો!’–તે તો અંતરમાં ચૈતન્યને પકડવાના અભ્યાસમાં
ઊંડો ને ઊંડો ઊતરતો જાય છે, ક્ષણે ક્ષણે ચૈતન્યસ્વભાવ નજીક ને નજીક થતો જાય છે.
આવો ને આવો ધારાવાહી અભ્યાસ ઠેઠ આત્માનો અનુભવ થતાં સુધી તે ચાલુ જ રાખે
છે. આવા અનુભવના અભ્યાસમાં તેને પોતાને જ અંતરમાં પ્રતિભાસે છે કે મારા
ચિદાનંદ સ્વભાવની શાંતિ હવે નીકટમાં જ છે. સુખના સમુદ્રને સ્પર્શીને ઠંડી હવા આવી
રહી છે, હવે સુખનો સમુદ્ર એકદમ પાસે જ છે. આથી આચાર્યદેવે કહ્યું કે: હે ભાઈ! છ
મહિના આવો અભ્યાસ કરવાથી તને પોતાને જ હૃદયમાં ચૈતન્યનો વિલાસ દેખાશે. માટે
બીજી આડીઅવળી અત્યાર– સુધીની અભ્યાસેલી તારી દલીલો એકકોર મૂક અને આ
રીતે અંતરમાં ચૈતન્યના અનુભવનો અભ્યાસ કર.
જુઓ, આ ચૈતન્યવિદ્યાનો અભ્યાસ! આ ચૈતન્યવિદ્યા તો ભારતની મૂળ વિદ્યા
છે. અગાઉ તો બાળપણથી જ ભારતના બાળકોમાં આવી ચૈતન્યવિદ્યાના સંસ્કાર
રેડાતા... માતાઓ પણ ધર્માત્મા હતી. તેઓ પોતાના બાળકોને આવા ઉત્તમ સંસ્કારો
શીખવતી. અને બાળકો પણ અંતરમાં અભ્યાસ કરીને–અંતરમાં ઊતરીને આઠ આઠ
વરસની ઉંમરમાં આત્માનો અનુભવ કરતા...ભારતમાં ચૈતન્યવિદ્યાનો આવો ધીકતો
ધર્મકાળ હતો...તેને બદલે આજે તો આ ચૈતન્યવિદ્યાનું શ્રવણ મળવું પણ કેટલું દુર્લભ
થઈ પડ્યું છે!! પરંતુ જેને હિત કરવું હોય ને શાંતિ જોઈતી હોય તેણે આ ચૈતન્યવિદ્યા
શીખ્યે જ છૂટકો છે...આ સિવાય જગતની બીજી કોઈ વિદ્યા વડે આત્માને હિત કે
શાંતિનો અંશ પણ મળે તેમ નથી. માટે હે જીવ! ‘આ વાત અમને ન સમજાય...અમને
અઘરું લાગે...અત્યારે અમને ટાઈમ નથી’–એમ નકામું કલબલ કરવાનું છોડ. ને આ
ચૈતન્યના અભ્યાસમાં જ તારા આત્માને જોડ. છ મહિના એકધારો અભ્યાસ કરવાથી
તને જરૂર આત્મજ્ઞાન અને આત્મશાંતિ થશે.

PDF/HTML Page 8 of 47
single page version

background image
: મહા : ૨૪૯પ આત્મધર્મ : પ :
: સંસાર અનુપ્રેક્ષા:
સંસાર
મિથ્યાત્વ અને કષાય સહિત જીવ એક શરીર છોડીને બીજું શરીર ગ્રહણ કરે છે,
ફરી ફરીને તે શરીર છોડીને નવું–નવું શરીર ધારણ કરે છે ને પાછો છોડે છે.–આ પ્રમાણે
મિથ્યાત્વ અને કષાયયુક્ત જીવને વારંવાર અનેક શરીરોમાં જે સંસરણ થાય છે તેને
સંસાર કહેવાય છે. (અથવા પરભાવમાં પરિણમવું ને સ્વભાવમાંથી સરી જવું–તેનું નામ
સંસાર છે.)
નરકનાં દુઃખ
જીવ પાપના ઉદયથી નરકમાં ઊપજે છે, ત્યાં તે પાંચ પ્રકારનાં દુઃખો સહે છે,
તેમજ ઉપમારહિત બીજા અનેક દુઃખો સહન કરે છે. (૧) અસુરદેવોથી ઉપજાવેલાં દુઃખ,
(૨) શારીરિક તથા (૩) માનસિક અનેક દુઃખ (૪) ક્ષેત્રથી ઉત્પન્ન દુઃખ તથા (પ)
અન્યોન્યકૃત દુઃખ–એમ પાંચ પ્રકારે તીવ્રદુઃખ નરકમાં છે. ત્યાં શરીરને છેદી–ભેદીને
તલતલ જેવડા ટૂકડા કરે છે, વજા્રગ્નિમાં ઊકાળે છે ને રૂધિરના કુંડમાં ફેંકે છે. એમ અનેક
પ્રકારે જે દુઃખો નરકમાં એકસમયમાં જીવ સહન કરે છે તે બધાનું વર્ણન હજારો જીભવડે
પણ થઈ શક્તું નથી. નરકનું ક્ષેત્ર સ્વભાવથી જ સર્વ પ્રકારે દુઃખદાયક અને અશુભ છે;
તથા નારકી જીવો એકબીજા પ્રત્યે સદાય કુપિત (ક્રોધવાળા) રહે છે. અન્ય ભવમાં જે
સ્વજન હોય તે પણ નરકમાં અત્યંત કોપિત થઈને હણે છે. એ પ્રમાણે નારકી જીવ તીવ્ર
વિપાકવાળાં દુઃખો ઘણા કાળ સુધી ભોગવે છે.
તિર્યંચનાં દુઃખ
તે નરકમાંથી નીકળીને જીવ અનેક પ્રકારની તિર્યંચગતિમાં ઊપજે છે, ત્યાં પણ
ગર્ભનાં તથા છેદનાદિકનાં દુઃખ પામે છે; સિંહ વગેરે તિર્યંચોવડે તે ખવાય છે, દુષ્ટ
મનુષ્યો વડે હણાય છે,–એમ સર્વત્ર ભયથી ત્રાસીને ભયંકર દુઃખો સહન કરે છે. એક
બીજાવડે ભક્ષ્ય થતા તે તિર્યંચો દારૂણ દુઃખ પામે છે.–અરે, જ્યાં માતા જ પુત્રને ખાઈ
જાય છે ત્યાં બીજું કોણ રક્ષા કરે? ત્યાં ઉદરાગ્નિથી ભળભળતો તે જીવ તીવ્ર તરસથી
તરસ્યો અને તીવ્ર ભૂખથી ભૂખ્યો થઈને તીવ્ર દુઃખ પામે છે. એ પ્રમાણે તિર્યંચયોનિમાં
બહુ પ્રકારનાં દુઃખો સહન કરે છે.
મનુષ્યનાં દુઃખ
તિર્યંચમાંથી માંડમાંડ નીકળીને અપૂર્ણ–

PDF/HTML Page 9 of 47
single page version

background image
: ૬ : આત્મધર્મ : મહા : ૨૪૯પ
લબ્ધિવાળો (લબ્ધિ–અપર્યાપ્ત) મનુષ્ય થાય છે. ગર્ભમાં ઊપજે તો ત્યાં પણ અંગ–
પ્રત્યંગના અત્યંત સંકોચથી તીવ્ર દુઃખ પામે છે, તથા જન્મ વખતે યોનિમાંથી નીકળતાં
મહા દુઃખ પામે છે. બાળપણમાં જ માતા–પિતાથી રહિત થવાથી દુઃખિત થઈને પારકી
એઠ ખાઈને ઊછરે છે, તથા યાચક–ભીખારી થઈને મહા દુઃખમાં કાળ વીતાવે છે. આ
પ્રમાણે પાપને લીધે અશુભકર્મને વશ સર્વ જીવો દુઃખ ભોગવે છે,–છતાં ફરીને પણ તે
પાપ જ કરે છે, કંઈ પણ પુણ્ય ઉપાર્જન કરતા નથી. સમ્યગ્દ્રષ્ટિ, વ્રતસંયુક્ત,
ઉપશમભાવસહિત તથા નિંદા–ગર્હણાસંયુક્ત–એવા વિરલા જીવો જ પુણ્યોપાર્જન કરે છે.
પુણ્યવંત જીવને પણ ઈષ્ટવિયોગ અને અનિષ્ટસંયોગ થતો દેખાય છે.–જુઓ,
અભિમાનયુક્ત ભરતચક્રવર્તી જેવા પણ પોતાના નાના ભાઈવડે પરાજિત થઈ ગયા.
આ સંસારમાં બહુપુણ્યવંતને પણ સમસ્ત ઈષ્ટ વિષયોનો યોગ સર્વાંગપણે મળતો
નથી; ને એવું કોઈ પુણ્ય પણ નથી કે જેના વડે બધું જ મનોવાંછિત મળે.
કોઈને તો સ્ત્રી નથી; જો સ્ત્રી છે તો પુત્ર પ્રાપ્તિ નથી, અને પુત્ર હોય તો વળી
શરીર રોગી હોય છે. કદાચિન્ નીરોગ શરીર હોય તો ધન–ધાન્ય હોતાં નથી; ને ધન–
ધાન્ય પણ હોય તો જલ્દી મૃત્યુ આવી પડે છે. વળી કોઈની સ્ત્રી દુષ્ટ હોય છે, કોઈનો
પુત્ર દુરાચારી–વ્યસની હોય છે; કોઈના બાંધવો જ શત્રુ જેવા છે, અને કોઈની પુત્રી
દુરાચારિણી હોય છે; કોઈનો સુપુત્ર મરી જાય છે, કોઈની વહાલી સ્ત્રી મરી જાય છે,
કોઈના ઘર–કુટુંબ અગ્નિમાં ભસ્મ થઈ જાય છે. (સંસારમાં આમ અનેકવિધ
ઈષ્ટવિયોગ ને અનીષ્ટસંયોગ થયા કરે છે.) અરે, મનુષ્યગતિમાં આવાં અનેક દુઃખો
સહેવા છતાં પણ જીવ ધર્મમાં બુદ્ધિ કેમ જોડતો નથી? ને આરંભને કેમ છોડતો નથી!
સંસારમાં પુણ્ય–પાપનું ચક્ર સદાય ફર્યા કરે છે; તેથી કર્મવિપાકઅનુસાર ક્યારેક
ધનવાન તો નિર્ધન બની જાય છે ને નિર્ધન પણ ધનવાન થઈ જાય છે; રાજા મટીને
સેવક બની જાય છે, ને સેવક પણ રાજા થઈ જાય છે. શત્રુ હોય તે મિત્ર બની જાય છે ને
મિત્ર પણ શત્રુ બની જાય છે.–સંસારનો તો આવો જ સ્વભાવ છે.
દેવગતિનાં દુઃખ
હવે કદાચિત દેવ થાય તો તેને પણ, બીજા મહાન ઋદ્ધિધારક દેવોનો વૈભવ
દેખીને બળતરાથી માનસિક દુઃખ થાય છે. મહર્દ્ધિકદેવોને પણ ઈષ્ટવિયોગ થતાં
વિષયતૃષ્ણાવશ દુઃખ થાય છે. જેમનું સુખ વિષયોને આધીન છે (પરાધીન છે) એવા
જીવને તૃપ્તિ ક્યાંથી હોય? (એટલે પુણ્યજનિત ઈન્દ્રિયસુખોથી જીવ ખરેખર સુખી થતો
નથી.) શારીરિક દુઃખોથી પણ માનસિક દુઃખો અત્યંત તીવ્ર હોય છે; માનસિકદુઃખવાળા
જીવને વિષયો પણ દુઃખકર થઈ પડે છે. બાહ્યસામગ્રીઓ વિદ્યમાન હોય તોપણ માનસિક
ચિંતાવાળો જીવ દુઃખી જ રહે છે. મનોહર વિષયોવડે

PDF/HTML Page 10 of 47
single page version

background image
: મહા : ૨૪૯પ આત્મધર્મ : ૭ :
દેવોને સુખ હશે–એમ વિચારવામાં આવે તો,
તેમને પણ ખરેખર સુખ નથી, કેમકે જે સુખ
વિષયોને આધીન છે તે દુઃખનું જ કારણ છે.
(દુઃખી જીવો જ તે વિષયો તરફ ધસે છે.)
–એ પ્રમાણે જો યથાર્થ વિચારવામાં
આવે તો, સર્વપ્રકારે અસાર સંસાર–કે જે ઘોર
દુઃખનો સાગર છે–તેમાં ક્યાંય જરાપણ સુખ
નથી.
અરે જીવો! મોહનું આ માહાત્મ્ય તો
દેખો,–કે દુષ્કૃત્યવશ રાજા પણ વિષ્ટામાં કીડો
થાય છે અને તેમાં જ તે રતિ કરે છે.
પુત્ર તો ભાઈ થયો, ભાઈ તે દીયર
થયો, માતા તો પત્ની થઈ, પિતા જ પતિ
થયો; –અરે! ધર્મરહિત જીવોને એક જ
ભવમાં આવા સંબંધો થઈ જાય છે, તોપછી
અન્યભવોનું તો શું કહેવું?
(અહીં કાર્તિકેયાનુપ્રેક્ષાની ટીકામાં એક
ભવમાં અઢાર સંબંધ થવાની કથા લખેલ છે.
પૂર્વભવમાં મુનિરાજની નિંદા કરવાને લીધે જે
વસંતતિલકા નામની વેશ્યાની પુત્રી થઈ છે
અને પોતાના ભાઈની જ પત્ની થઈ છે તે
કમળા, તેના વરુણ નામના ભાઈને
પારણામાં ઝુલાવતાં તેની સાથેના વિચિત્ર
સંબંધો કહે છે કે–તું મારો પુત્ર પણ છે,
ભત્રીજો પણ છે, ભાઈ પણ છે, દીયર પણ છે,
કાકો પણ છે અને પૌત્ર પણ છે. પૂરીકથા
માટે જુઓ ગુજરાતી કાર્તિકેયાનુપ્રેક્ષા પૃ.
૩૧)
આવો આ વિચિત્ર સંસાર પંચવિધ
પરિભ્રમણયુક્ત છે–દ્રવ્યપરિભ્રમણ,
ક્ષેત્રપરિભ્રમણ, કાળપરિભ્રમણ,
ભવપરિભ્રમણ અને ભાવપરિભ્રમણ.–આવા
પંચપરાવર્તનરૂપ સંસારમાં મિથ્યાત્વ–
કષાયસંયુક્તજીવ વિવિધ કર્મપુદ્ગલોને તથા
નોકર્મપુદગલોને દરેક સમયે બાંધે છે. અને
છોડે છે. (–આ દ્રવ્યપરાવર્તન છે.) આ
સમસ્ત લોકાકાશનો એવો કોઈ ભાગ નથી કે
જ્યાં દરેક જીવ જન્મ્યો–મર્યો ન હોય. (આ
ક્ષેત્રપરાવર્તન છે.) ઉત્સર્પિણી તેમજ
અવસર્પિણી કાળના પ્રથમ સમયથી માંડીને
અનુક્રમે છેલ્લા સમય સુધી દરેક સમયમાં જીવ
જન્મ–મરણ કરે છે. (–આ કાળપરાવર્તન
છે.) નરકાદિ ચારે ગતિમાં જઘન્યસ્થિતિથી
માંડીને ઉત્કૃષ્ટસ્થિતિ સુધી અનુક્રમે દરેક
આયુસ્થિતિમાં જીવ જન્મે છે; આ રીતે ગ્રૈવેયક
સુધીના ભવમાં જન્મે છે. (–આ
ભવપરાવર્તન છે.) અને, જઘન્યથી માંડીને
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તથા અનુભાગબંધના
નિમિત્તરૂપ વિવિધકષાયરૂપ પરિણમતો જીવ
સંસારમાં ભમે છે તે ભાવપરાવર્તન છે.–એ
પ્રમાણે, ઘણા દુઃખના નિધાન એવા
પંચપરાવર્તનરૂપ સંસારમાં જીવ
અનાદિકાળથી મિથ્યાત્વદોષને લીધે ભમે છે.
–એ રીતે સંસારનું સ્વરૂપ જાણીને, તથા
સર્વપ્રકારના ઉદ્યમથી મોહને છોડીને, હે
જીવ! તું એ આત્મસ્વભાવને ધ્યાવ–કે
જેનાથી સંસારપરિભ્રમણનો અંત આવે.

PDF/HTML Page 11 of 47
single page version

background image
: ૮ : આત્મધર્મ : મહા : ૨૪૯પ
ચાલો શીખીએ......જૈન બાળપોથી......
અગાઉના ૬૪ પ્રશ્નો તમે શીખી લીધા હશે. અહીં બીજા પ્રશ્નો આપ્યા છે, તે તમે
પાઠ ૧પ થી ૨૮માંથી શીખી લેજો. તમારી પાસે બાળપોથી ન હોય તો તા. ૩૧
જાન્યુઆરી સુધી મંગાવી લેશો. ધાર્મિકઅભ્યાસમાં આળસ કરશો નહીં.
૬પ જૈન કોને કહેવાય?
૬૬ જેણે રાગ–દ્વેષ ટાળ્‌યા તેને શું કહેવાય?
૬૭ જિનદેવ કેવા છે?
૬૮ એક હતો રાજા; તે શા માટે રોઈ પડ્યો?
૬૯ સુખી થવા માટે રાજાને મુનિએ શું કહ્યું?
૭૦ જીવો બે પ્રકારનાં છે,–તે ક્યા?
૭૧ સ્વર્ગના જીવો સંસારી છે કે મુક્ત?
૭૨ જીવ ક્યાં સુધી સંસારમાં રખડે છે?
૭૩ મુક્ત થવા માટે જીવે શું કરવું જોઈએ?
૭૪ કર્મ જીવ છે કે અજીવ?
૭પ જીવમાં કર્મ છે?
૭૬ જીવ કેમ દુઃખી થાય છે? અજ્ઞાનથી કે
કર્મથી?
૭૭ મહાવીરે શું કર્યું કે જેથી તેઓ ભગવાન
થયા?
૭૮ મહાવીરનો જન્મદિવસ ક્યો? ને
માતાજીનું નામ શું?
૭૯ પૂર્વભવનું જ્ઞાન થતાં ભગવાને શું કર્યું?
૮૦ મુનિ થયા પછી ભગવાન શું કરતા હતા?
૮૧ ભગવાનનો ઉપદેશ સાંભળવા કોણ
કોણ આવ્યું?
૮૨ મહાવીર ભગવાન ક્યાંથી મોક્ષ પામ્યા?
૮૩ અત્યારે મહાવીરભગવાન અરિહંત છે કે
સિદ્ધ?
૮૪ તેઓ અત્યારે ક્યાં રહેતા હશે?
૮પ સવારમાં વહેલા ઊઠીને તમે શું કરશો?
૮૬ આપણે હંમેશા શું–શું કરવું જોઈએ?
૮૭ એક માતા બાળકને સારીસારી શિખામણ
આપે છે, તેમાં સૌથી પહેલાં શું કહે છે?
૮૮ આપણે રાત્રે ખવાય?
૮૯ તમે દરરોજ શું કરશો?
૯૦ તમે કદી શું નહિ કરો?
૯૧ આતમ–ભાવના ભાવતાં શું મળે?
૯૨ ‘સહજાનંદી શુદ્ધસ્વરૂપી અવિનાશી’ તે
કોણ છે?
૯૩ આપણા દેવ કોણ?
૯૪ દેહ અને જીવ–તેમાં અમર કોણ?
૯પ “વંદન અમારાં”...તેમાં તમે કોને કોને
વંદન કરો છો?
૯૬ આતમદેવ કેવો છે? (પાઠ ૨૬ની કવિતા)
૯૭ એક બાલક શું જોવા માગે છે?
૯૮ આત્મા આંખથી દેખાય કે નહીં?
૯૯ આત્મા શેનાથી દેખાય?
૧૦૦ જન્મ વગરનો ને મરણ
વગરનો.........(પછી શું?)
૧૦૧ પોતે છે ભગવાન......પોતે છે
સિદ્ધ.......(પૂરું કરો)
(વધુ પ્રશ્નો માટે જુઓ પાનું ૪૦)

PDF/HTML Page 12 of 47
single page version

background image
: મહા : ૨૪૯પ આત્મધર્મ : ૯ :
સર્વજ્ઞસ્વભાવી આત્માને
જે સાધે તે સાધક
વીતરાગનો ઉપદેશ વીતરાગતા માટે જ છે.
* * * * * * * * *
આત્મા સર્વજ્ઞસ્વભાવી છે, તેને ભવ્ય જીવ સાધે છે. સમય એટલે જ્ઞાનરૂપે
પરિણમતો આત્મા; ‘જ્ઞ–સ્વરૂપ’ આત્મા સર્વજ્ઞસ્વભાવી છે. સર્વજ્ઞને જેવું જ્ઞાનસામર્થ્ય
પ્રગટ્યું તેવું જ મારા સ્વભાવમાં છે,–એમ સર્વજ્ઞસ્વરૂપ આત્માનો નિર્ણય કરવો તે સર્વ
જ્ઞાનનો સાર છે.
આત્મા જ્ઞાનસ્વભાવી છે. જ્ઞાન શું કરે? ત્રણકાળ ત્રણલોકને જાણે. જ્ઞાનથી
ભરપૂર અને રાગદ્વેષથી રહિત, જ્ઞાનની અસ્તિ ને રાગની નાસ્તિ–એમ અનેકાન્તવડે
આત્મસ્વરૂપનો નિર્ણય થાય છે. આવા આત્મસ્વરૂપનો નિર્ણય કરીને તેમાં લીન થવું તે
મોક્ષમાર્ગ છે, વચ્ચે રાગાદિ વ્યવહાર આવે, પણ તે રાગ વડે કાંઈ જ્ઞાન કે શુદ્ધતા વધતા
નથી. જ્ઞાનની શુદ્ધી પોતાના સર્વજ્ઞ–સ્વભાવના આશ્રયે જ વધે છે. આમ જાણીને
ભવ્યજીવ–જ્ઞાનીજીવ અંતરમાં સર્વજ્ઞસ્વભાવી આત્માને સાધે છે. આ રીતે
સર્વજ્ઞસ્વભાવને સાધે તે જ સાચો સાધક છે.

PDF/HTML Page 13 of 47
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : મહા : ૨૪૯પ
સર્વજ્ઞસ્વભાવને જાણતાં રાગથી ભિન્નતારૂપ ભેદજ્ઞાન થાય છે
પોતાનું સ્વરૂપ સર્વજ્ઞસ્વભાવી છે. તેનાથી જે વિરુદ્ધ છે, એટલે કે
સર્વજ્ઞસ્વભાવને જે નથી માનતો, ને રાગથી લાભ માને છે, તે અજ્ઞાની જીવ આત્મજ્ઞાન
રહિત છે, ને તેની બધી શુભાશુભક્રિયાઓ અજ્ઞાનમય છે, મિથ્યા છે. એકકોર
સર્વજ્ઞસ્વભાવ અને તેની સામે અજ્ઞાન, સર્વજ્ઞસ્વભાવની પ્રતીત વગરનું જે કાંઈ છે તે
બધુંય અજ્ઞાનમાં જાય છે, તેનું ફળ સંસાર છે. રાગનો એક કણિયો પણ સર્વજ્ઞસ્વભાવમાં
સમાય તેમ નથી. રાગનો અંશ પણ ભેગો ભેળવે તો સર્વજ્ઞસ્વભાવ જ સિદ્ધ ન થાય.
એટલે રાગના કોઈ પણ અંશમાં જેને ધર્મબુદ્ધિ છે, તેણે સર્વજ્ઞસ્વભાવી આત્માને માન્યો
નથી. સર્વજ્ઞસ્વભાવી આત્માને માનતાં રાગથી ભેદજ્ઞાન થઈ જ જાય છે.
વીતરાગી શાસ્ત્રો તો સર્વપ્રકારે જ્ઞાન અને રાગની ભિન્નતા બતાવીને ભેદજ્ઞાન
કરાવે છે.–જેમાં શુદ્ધાત્માનું જ્ઞાન નથી ને રાગના પોષણનું પ્રતિપાદન છે,–એવા
દુર્બુદ્ધિજીવોનાં કહેલાં આગમો તો મિથ્યાસમય છે. અરિહંત અને સિદ્ધ પરમાત્મા જેવો જ
આ આત્મા સર્વજ્ઞસ્વભાવી છે, પોતે જ પરમાત્મા થઈ શકે છે–એમ જે ન બતાવે ને સદાય
અધૂરો, દાસ, પામર કે પરાધીન જ મનાવે, રાગ વડે આત્મપ્રાપ્તિ થવાનું કહે. બીજાની
સેવાથી મોક્ષ થવાનું કહે એટલે કે પરાશ્રયભાવને પોષે–તો તે જિનાગમ નથી, સાચા
આગમ નથી, એ તો મિથ્યાત્વપોષક પરસમય છે; તેની શ્રદ્ધા છોડવાનો ઉપદેશ છે.
અરે, વીતરાગદેવનો કહેલો શુદ્ધ ઉપદેશ કેવો હોય તેની પણ ઘણાને ખબર નથી,
ને ભગવાનના ઉપદેશના નામે કેટલીયે ગરબડ ચાલી રહી છે. ભગવાનનો ઉપદેશ તો
રાગથી વિરક્તિ કરાવીને જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતા કરાવે છે, ને એ જ મોક્ષમાર્ગ છે.
વીતરાગનો ઉપદેશ તો વીતરાગતા માટે જ હોયને! ઊંડે ઊંડે ક્યાંય પણ રાગના
પોષણનો અભિપ્રાય રાખે તો તે જીવ વીતરાગઉપદેશને સમજ્યો નથી. ભાઈ! પોતાના
હિત માટે સાચા આગમની ઓળખાણ કરવી જોઈએ. હિત માટેનો ક્યો ઉપદેશ છે, ને
ક્યો તેનાથી વિરુદ્ધ ઉપદેશ છે–તેનો વિચાર કરીને સાચા ખોટાનો નિર્ણય કરવો જોઈએ.
એમને એમ આંધળી દોડે મોક્ષનો માર્ગ હાથ ન આવે.
રાગ વગરનો મોક્ષમાર્ગ...સ્વવીર્યથી સિદ્ધપદ
મોક્ષમાર્ગ કેવો છે?–કે જેવો સિદ્ધસ્વભાવ છે તેવો જ હું છું–એમ નિજ સ્વભાવને
સાધીને, તેના શ્રદ્ધા–જ્ઞાન–આચરણવડે જીવ સર્વ કર્મબંધનને કાપીને મુક્ત થાય છે;–
આવો મોક્ષમાર્ગ છે, પણ રાગવાળો મોક્ષમાર્ગ નથી. સાચા જ્ઞાન વડે જ

PDF/HTML Page 14 of 47
single page version

background image
: મહા : ૨૪૯પ આત્મધર્મ : ૧૧ :
મોક્ષમાર્ગને સાધી શકાય છે. સાચા જ્ઞાનવાળો જીવ શું કરે? કે મોક્ષના અનાયતન એવા
કુદેવ–કુગુરુ–કુધર્મને છોડે, તથા તે કુદેવાદિને માનનારા એવા મિથ્યામતિજીવોનો સંગ
પણ તે છોડે. અને વીતરાગી દેવ–ગુરુ–ધર્મને ઓળખીને તેમના કહેલા વીતરાગમાર્ગનું
સેવન કરે. વીતરાગે કહેલા ચારે અનુયોગનો અભ્યાસ કરવા યોગ્ય છે; તે ચારે
અનુયોગ વીતરાગતાના જ પોષક છે. સર્વજ્ઞસ્વભાવી આત્માના ભાન વિના અજ્ઞાનથી
જે રાગ ક્રિયાઓ કરીને તેને ધર્મ માને છે તેમાં તો એકલા મિથ્યાભાવનું સેવન છે,
એટલે એકલો અધર્મ છે. જ્ઞાનસ્વરૂપ ને આનંદસ્વરૂપ આત્મા જ્યાં ન જાણ્યો ત્યાં ધર્મ
કેવો? ને સુખ કેવું?
સ્વવીર્યથી સિદ્ધપદ.....(રાગ તે જાણવાની ચીજ છે. સાધવાની નહિ)
સિદ્ધ ભગવાન જેવો સર્વજ્ઞસ્વભાવી મારો આત્મા છે–એમ જાણીને સાધકજીવ
સ્વયં તે સ્વભાવના સાધન વડે જ સર્વજ્ઞપદને સાધે છે. અનંતચતુષ્ટય પ્રગટવાનું સાધન
પોતાનો સ્વભાવ જ છે, રાગના સાધન વડે તે સધાતા નથી. રાગ તે જાણવાની ચીજ
છે, તે સાધવાની ચીજ નથી; સાધવાની ચીજ તો જ્ઞાનસ્વભાવી આત્મા છે. સાધકના
વીર્યની ગતિ પોતાના ચિદાનંદ સ્વભાવ તરફ છે. સ્વભાવ તરફના વીર્ય વડે સિદ્ધિની
પ્રાપ્તિ થાય છે; સ્વભાવસન્મુખ શુદ્ધોપયોગના બળથી આત્મા ભાવસમુદ્રને તરીને લોકોગ્રે
પહોંચે છે. આ રીતે સ્વવીર્ય જ તારણહાર છે; બીજું કોઈ તારણહાર નથી. આત્મ
સ્વભાવના પુરુષાર્થ વડે અનંતા જીવો સંસારને તરીને સિદ્ધપદ પામ્યા છે. આવો પુરુષાર્થ
તે સ્વવીર્ય છે. પુણ્ય–પાપ તરફનું વીર્ય તે ખરૂં સ્વવીર્ય નથી, તેના વડે કોઈ જીવો
સંસારથી તર્યા નથી. શુદ્ધોપયોગરૂપ સ્વવીર્યથી સિદ્ધિ પમાય છે, શરીરના બળથી કે
રાગના બળથી સિદ્ધિ પમાતી નથી.
સિદ્ધ ભગવાન પોતાના વીર્યથી સિદ્ધિ પામ્યા છે. આત્માનું સ્વવીર્ય જ તરણ–
તારણ છે, તે પોતે જ પોતાને તારનાર છે; અને સિદ્ધને સાધનારૂં તે સ્વવીર્ય નિજાનંદ
સહિત છે, હિતકારી છે, અનંત જ્ઞાન પરિણમન સહિત છે અને કોમલસ્વભાવરૂપ છે,
શાંત છે. કોઈ બીજો તારણહાર નથી પણ આત્માનું સ્વસન્મુખ વીર્ય તે જ તારણહાર છે.
વીર્ય હંમેશા જ્ઞાન–આનંદ સહિત છે.
જુઓ, આ તરવાનો ઉપાય! વજ્રશરીર હો, પણ તે પરદ્રવ્ય છે, તે સિદ્ધિનું
સાધન નથી; રાગ તો સિદ્ધિની પ્રાપ્તિ વખતે હોતો જ નથી, એટલે તે સિદ્ધિનું સાધન
નથી, તે તો ઉલ્ટો સિદ્ધિમાં બાધક છે. સિદ્ધિનું સાધન તો અંતર્મુખી સ્વવીર્ય છે, તે
આત્મવીર્ય જ તારણહાર છે; તે વીર્ય પોતામાં જ્ઞાન–આનંદની રચના કરનારું છે, પણ
બીજાને રચે કે બીજાને તારે–એવું આત્મવીર્યનું કામ નથી. વીતરાગી દેવ–ગુરુ–વાણી
તરવામાં નિમિત્તરૂપ છે પણ તે સ્વથી ભિન્ન છે, આ આત્માના શુદ્ધોપયોગની રચનાના
કર્તા તે નથી. આત્મા પોતે જ સ્વવીર્ય વડે શુદ્ધોપયોગની રચના કરીને સિદ્ધિ પામે છે.

PDF/HTML Page 15 of 47
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : મહા : ૨૪૯પ
મોક્ષમાં જવાનું સાથીદાર કોણ?
આ મોક્ષના કારણરૂપ જે સ્વવીર્ય છે તે આનંદનું સહકારી છે, પણ રાગનું
સહકારી નથી, રાગનું તો તે નાશક છે. આવું આત્મવીર્ય આત્માનું હિતકારી છે, ને
અનંત ગુણોની નિર્મળતાની રચના કરવામાં તે સહકારી છે. જુઓ, આ મોક્ષનું
સાથીદાર! મોક્ષ જવામાં સાથીદાર કોણ? કે તારું આત્મવીર્ય તે જ તારું સાથીદાર છે; તે
જ સગું ને સારથિ છે. સ્વમાં લીન થઈને અનંતગુણની નિર્મળ–પર્યાયને તે રચે છે, પણ
રાગમાં તે લીન થતું નથી, રાગને રચતું નથી. આવું કોમળ–સહજ–સીધું સરળ વીર્ય તે
કેવળજ્ઞાનની પ્રાપ્તિનું સાધન છે. આવા સાધન વડે સિદ્ધભગવંતોએ સિદ્ધપદને સાધ્યું છે.
રાગ–દ્વેષ તે તો કઠોર છે, ને આ વીતરાગી સ્વવીર્ય કોમળ સ્વભાવી છે; કેવળજ્ઞાનનું
સાથીદાર થઈને તે આત્માને ભવસાગરથી તારી લ્યે છે તેથી તે તરણ–તારણ છે. આ
સ્વવીર્યના બળે આત્મા સદા આનંદમાં લીન રહે છે, તે સદાકાળ વિશ્વને જાણ્યા કરે
તોપણ તેને થાક લાગતો નથી. સદાકાળ પોતાના કેવળજ્ઞાનાદિ સ્વભાવને રચ્યા કરે
એવું વીર્યગુણનું સામર્થ્ય છે.
આ રીતે જ્ઞાન અને આનંદની જેમ શ્રદ્ધા–ચારિત્ર વગેરે સર્વે ગુણોના
પરિણમનમાં વીર્યનું સહકારીપણું છે, પણ એક્કેય ગુણના નિર્મળ પરિણમનમાં રાગનું
સહકારીપણું નથી. સાદિ–અનંતકાળસુધી કેવળજ્ઞાન અને અતીન્દ્રિય આનંદરૂપે
પરિણમ્યા કરે છતાં આત્માનું વીર્ય એવી તાકાતવાળું છે કે તેને કદી જરાપણ થાક
લાગતો નથી, સદાય એવો ને એવો તાજેતાજો રહે છે. એક સમયમાં અનંતા સ્વગુણની
નિર્મળપર્યાયને રચે એવી આત્મવીર્યની તાકાત છે; રાગમાં એવી તાકાત નથી. આ રીતે
રાગ અને સ્વવીર્ય ભિન્ન છે. અહો! જૈનતત્ત્વ અલૌકિક છે; એના સૂક્ષ્મ ન્યાયો સમજતાં
અપૂર્વ ભેદજ્ઞાન થાય છે. આ કોઈ સાધારણ વાત નથી, પણ સર્વજ્ઞ પરમેશ્વર અરિહંતદેવે
જાણેલાં ને કહેલાં તત્ત્વો છે.
જૈનધર્મના ચારે અનુયોગમાં આત્મશુદ્ધિનું જ તાત્પર્ય છે
આત્મહિતના હેતુએ શાસ્ત્રના ચારે અનુયોગનો અભ્યાસ કરવાનું કહ્યું છે; શુદ્ધ
દ્રષ્ટિના ઉદ્યમપૂર્વક ગૃહસ્થ–શ્રાવકોએ ચારે અનુયોગનો અભ્યાસ કરવો. પ્રથમ
કથાનુયોગમાં ૨૪ તીર્થંકર ભગવંતોનું તથા ગણધરાદિ મહાપુરુષોનું જીવન છે, તેમાં
જીવને અધર્મની રુચિ છૂટે ને ધર્મની રુચિ વધે તેવી કથાઓ દ્વારા ઉપદેશ આપ્યો છે.
દ્રવ્યાનુયોગમાં છદ્રવ્યોનું સ્વરૂપ બતાવીને તેમાં શુદ્ધાત્માનો મહિમા બતાવ્યો છે, તેના
અનુભવની રીત બતાવી છે, નિશ્ચય–વ્યવહાર બંને બતાવીને નિશ્ચયસ્વરૂપમાં આરૂઢ
થવાનું કહ્યું છે. ભગવાનની વાણીમાં ચારે અનુયોગ આવ્યા છે; જેને ચારે અનુયોગમાંથી
કોઈની અરુચિ છે તેને અધ્યાત્મની રુચિ નથી. પં. ટોડરમલ્લજીએ મોક્ષમાર્ગપ્રકાશકમાં
આઠમા અધ્યાયમાં ચારે અનુયોગના ઉપદેશ સંબંધી સરસ સ્પષ્ટીકરણ કર્યું છે.

PDF/HTML Page 16 of 47
single page version

background image
: મહા : ૨૪૯પ આત્મધર્મ : ૧૩ :
ચારે અનુયોગ શાશ્વત છે; એટલે કે જેમ જગતમાં છ દ્રવ્યો સદાય છે, તીર્થંકરાદિ
મહાપુરુષોની સદાય પરંપરા ચાલ્યા કરે છે, લોકરચના શાશ્વત છે, તેમ તેનું વર્ણન
કરનારા શાસ્ત્રોની પરંપરા પણ જગતમાં અનાદિથી ચાલી આવે છે. જેમ તીર્થંકરો સદાય
થતા આવે છે તેમ તેમની કથાઓ પણ સદાય પરંપરા ચાલી આવે છે–તીર્થંકરાદિના નામ
વગેરે ફરે પણ તેમની કથા તો ચાલ્યા જ કરે છે. એ જ રીતે ત્રણલોકની રચના, તેમાં
મહાવિદેહક્ષેત્ર, નંદીશ્વરદ્વીપ વગેરે અસંખ્યાત દ્વીપ–સમુદ્રની તથા સ્વર્ગ–નરકની શાશ્વત
રચના છે. તેનું વર્ણન ત્રિલોકપ્રજ્ઞપ્તિ વગેરે કરણાનુયોગમાં આવે છે. જેમ તે વસ્તુઓ
શાશ્વત છે તેમ તેનું વર્ણન કરનારા શાસ્ત્રો પણ સદાય હોય છે, ને તેનું જ્ઞાન કરનારા
જીવો પણ સદાય હોય છે. (અર્થસમય, શબ્દસમય ને જ્ઞાનસમય ત્રણેની સંધિ છે)
વિદ્વાનોએ વસ્તુસ્વરૂપ બતાવનારા આવા ચારે અનુયોગનો આત્મહિત–અર્થે અભ્યાસ
કરવો; તેનું નામ જ્ઞાનપૂજા છે. ચારે અનુયોગના અભ્યાસ દ્વારા વસ્તુસ્વરૂપ સમજીને
શુદ્ધાત્માનુુંં ધ્યાન કરવું તે ઉપદેશનો સાર છે. કરણાનુયોગ દ્વારા પણ સ્વાત્મચિંતન કરીને
સ્વરૂપ જ આરાધ્ય છે. षट्खंडागम વગેરે કરણાનુયોગમાં જીવના સૂક્ષ્મપરિણામો
બતાવ્યા છે; તે સૂક્ષ્મપરિણામોના જ્ઞાન દ્વારા પોતાના પરિણામ શાંત કરીને
વીતરાગસ્વરૂપમાં રમણતા કરવા–તે કરણાનુયોગના અભ્યાસનું સાચું ફળ છે. ચારે
અનુયોગનું ફળ વીતરાગતા જ છે. જૈનશાસ્ત્ર વીતરાગતાને જ પોષે છે; એટલે કે
આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવીને તેની દ્રષ્ટિ ને તેમાં એકાગ્રતાનો જ ઉપદેશ આપે છે. એ
જ શુદ્ધ ઉપદેશનો સાર છે.
જુઓ, શાસ્ત્રોનો અભ્યાસ કેવા લક્ષે કરવો તે પણ આમાં આવ્યું. પંડિતાઈના
માન ખાતર નહિ પણ પોતાના જ્ઞાનપ્રયોજનની સિદ્ધ માટે ચાર અનુયોગનો અભ્યાસ
કરવો, તેમાંથી સ્વસ્વરૂપ નક્કી કરીને તેનું ચિંતન કરવું. સ્વસ્વરૂપને આરાધવું તે ચારે
અનુયોગનો સાર છે. વીતરાગસ્વરૂપમાં ઉપયોગને જોડવાથી જ (શુદ્ધોપયોગથી જ)
સમ્યગ્દર્શનાદિ પ્રગટે છે. આ સિવાય બહારના સાધનોના જોડાણથી કે રાગથી
સમ્યગ્દર્શનાદિ થતાં નથી. પોતાના અંર્ત સ્વભાવસમુદ્રમાં ડુબકી લગાવવાથી સમ્યગ્દર્શન
ને પરમ આનંદની અનુભૂતિ થાય છે. તે જ આત્માનું નિશ્ચયપદ છે ને જ્ઞાનીવડે સ્વસંવેદ્ય
છે. આ સિવાય બહારમાં–રાગમાં ગોથા લગાવ્યે કાંઈ હાથ આવે તેમ નથી.
વીતરાગી કરણાનુયોગમાં સર્વજ્ઞદેવે જે સૂક્ષ્મપરિણામોનું તથા ત્રણલોકની
રચનાનું વર્ણન કર્યું છે તેવું બીજે ક્યાંય નથી–એમ કરણાનુયોગ દ્વારા પણ નિઃશંક થઈને
મિથ્યાત્વાદિ શલ્ય છોડવા, સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર ઓળખી, મિથ્યાત્વાદિ શલ્ય છોડીને
યથાર્થ વસ્તુસ્વરૂપ જાણવું જોઈએ. શુદ્ધદ્રષ્ટિ, દ્રવ્યદ્રષ્ટિ, તે આત્માના પૂર્ણ સ્વરૂપને
દેખનારી છે ને તેના વડે જ શુદ્ધ સમ્યગ્દર્શનનો લાભ થાય છે. આવા શુદ્ધ આત્માને
લક્ષમાં રાખીને ચારે અનુયોગનું ચિન્તન કરવું જોઈએ. શુદ્ધદ્રષ્ટિ વગર શાસ્ત્રોનું સાચુંં
રહસ્ય સમજાય નહીં.

PDF/HTML Page 17 of 47
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : મહા : ૨૪૯પ
ચારે અનુયોગનો અભ્યાસ કરવાનું કહ્યું છે, પરંતુ તે પ્રકારની બુદ્ધિની મંદતા વગેરે
કારણથી કદાચ તેવો અભ્યાસ ન થઈ શકે, તો તેનો નિષેધ ન કરે પણ બહુમાન કરે; કેમકે
ચારેય અનુયોગ તે વીતરાગી જિનવાણી છે; તેની અરુચિ કરનારને જિનવાણીની જ અરુચિ
છે. અહીં તો તેનો અભ્યાસ કરવામાં પણ શુદ્ધાત્મચિન્તનની મુખ્યતા છે, તે ખાસ વાત છે.
ચારે અનુયોગ ભણીભણીને ફળ શું કાઢવું?–કે શુદ્ધાત્મમાં સન્મુખતા કરવી. જો શુદ્ધાત્મામાં
સન્મુખતા ન કરી તો, શાસ્ત્રઅભ્યાસનું ખરું ફળ આવ્યું નથી એટલે તે ખરેખર શાસ્ત્ર
ભણ્યો જ નથી; તેણે તો પોતાની કલ્પનાથી રાગ જ પોષ્યો છે. અહીં કહે છે કે ચરણાનુયોગ
દ્વારા પણ ભગવાને ચૈતન્યસ્વભાવનો અનુભવ કરવાનું જ બતાવ્યું છે. રાગ અને રાગની
ક્રિયાઓનું (અણુવ્રત–મહાવ્રતાદિનું) જ્ઞાન ભલે કરાવ્યું પણ મોક્ષને માટે તો તે રાગના
આચરણથી ભિન્ન એવા ચૈતન્યસ્વભાવનો જ અનુભવ કરવાનું ઉપદેશ્યું છે. એવા અનુભવ
વગરનો ચરણાનુયોગ સાચો હોય નહીં. શ્રાવકને કે મુનિને અંદર શુદ્ધાત્માની દ્રષ્ટિસહિત
ભૂમિકાપ્રમાણે રાગાદિ હોય છે, પણ તે રાગમાં ધર્મબુદ્ધિ નથી, રાગમાં કર્તૃત્વબુદ્ધિરૂપ
એકતાબુદ્ધિ નથી. જેને રાગમાં જ એકતાબુદ્ધિ છે, જે રાગને જ ધર્મ સમજી લ્યે છે તેને, રાગ
વગરનાં ધર્મીનાં આચરણ કેવા હોય તેની ખબર નથી એટલે ધર્મીનાં ચરણાનુયોગને તે
ઓળખતો નથી.
સમયસાર.......ગં્રથાધિરાજ
એવી રીતે દ્રવ્યાનુયોગ, તેમાં પણ દ્રવ્ય–ગુણ–પર્યાયના વર્ણનદ્વારા, જીવ–અજીવની
ભિન્નતા સમજાવીને શુદ્ધાત્માની દ્રષ્ટિ કરાવી છે; તેનો અભ્યાસ કરવો,–પણ કઈ રીતે? કે
સ્વલક્ષે અભ્યાસ કરવો, જુઓ. આ શ્રાવકને માટે ઉપદેશ છે એટલે કે સમયસાર આદિ
દ્રવ્યાનુયોગનો અભ્યાસ શ્રાવકોને પણ હોય છે. દ્રવ્યાનુયોગ કાંઈ એકલા મુનિઓને જ
માટે નથી. અનાદિનો–અપ્રતિબદ્ધ કે જે દેહને જ આત્મા માને છે એવા મિથ્યાદ્રષ્ટિને
સમયસાર દ્વારા સમજાવ્યો છે. ચારે અનુયોગમાં દ્રવ્યાનુયોગ તે સ્વાનુભવને માટે મુખ્ય છે
ને તેમાં પણ અત્યારે સમયસાર મુખ્ય છે. તેનો અભ્યાસ બધાએ કરવો.
જિનોપદેશ સ્વાનુભવ કરવા માટે છે; લોકરંજન માટે નહીં
સ્વાનુભવ કરાવનારો જે જિનોપદેશ, તેમાં ક્યાંય શંકા ન કરવી. જેને
મિથ્યાત્વશલ્ય મટ્યું નથી, રાગની રુચિ ગઈ નથી તે જીવ જિનેન્દ્રના ઉપદેશમાં શંકા કરે
છે. રાગનું અવલંબન છોડાવનારો જિનોપદેશ અજ્ઞાનીને રુચતો નથી કેમકે તેને રાગની
મીઠાસ છે. અનંતા જીવ, અનંતા પરમાણુ, તેનાં દ્રવ્ય–ગુણ–પર્યાયો વગેરેને જાણીને
ચિદાનંદસ્વભાવની રુચિ કરવી ને રાગની રુચિ છોડવી,–આવો જે વિતરાગી ઉપદેશ
તેમાં અજ્ઞાની શંકા કરે છે; જિનવચનમાં શંકા કરનારો તે જીવ મિથ્યાત્વશલ્યને લીધે
સંસારમાં રખડે છે. પોતાને રાગની રુચિનું શલ્ય છે એટલે વીતરાગી જિનવચન તેને
રુચતાં નથી, ને રાગથી ધર્મ મનાવનારા કુગુરુઓનું શરણ લઈને તે

PDF/HTML Page 18 of 47
single page version

background image
: મહા : ૨૪૯પ આત્મધર્મ : ૧પ :
જીવ સંસારસમુદ્રમાં ડુબે છે. જિનરંજન છોડીને તે જનરંજનમાં લાગ્યો છે; એટલે રાગમાં
ધર્મ મનાવનારા કુગુરુનાં વચન તેને મીઠાં લાગે છે–સમન્તભદ્ર સ્વામી કહે છે કે ભાઈ!
પરમતોનાં રાગપોષક વચન ભલે તને મૃદુ અને મધુર લાગતાં હોય પણ એમાં કાંઈ
નિજગુણની પ્રાપ્તિ નથી; નિજગુણ જે સમ્યગ્દર્શનાદિ અમૃત તેનાથી તો તે રહિત છે. ને
મિથ્યાત્વરૂપી ઝેરનાં તે પોષક છે. વીતરાગનાં વચનો જ આત્મગુણની પ્રાપ્તિ કરાવનારાં
છે–
–વચનામૃત વીતરાગનાં પરમ શાંતરસમૂળ’ (શ્રીમદ્ રાજચંદ્ર)
રાગથી ધર્મ મનાવે એ તો બધી લોકરંજનની રીત છે. વીતરાગી દેવનો ઉપદેશ
તો આત્મરંજન માટે (અર્થાત્ આત્માને રાજી કરવા માટે, આત્માનો અનુભવ કરવા
માટે) છે; એ કાંઈ લોકરંજન માટે નથી. લોકો માને યા ન માને પણ કાંઈ વીતરાગનો
ઉપદેશ ફરે તેમ નથી. જગતમાં અનંતા આત્મા છે, દરેક ભિન્ન સ્વતંત્ર છે, ને અનંતા
આત્મા સિદ્ધ થયા છે; તે સિદ્ધભગવાન જેવું જ દરેક આત્માનું સ્વરૂપ છે–એમ
દ્રવ્યાનુયોગનાં શાસ્ત્રો ઓળખાવે છે, બહુમાનપૂર્વક આવા શાસ્ત્રોનું ચિંતન કરવું.
એક ‘જિનોક્ત’ ને બીજો ‘જનોક્ત’ એમ બે માર્ગ છે. જિનોક્ત માર્ગ તો
વીતરાગ છે; અને જનોક્ત એવા લૌકિક માર્ગમાં બહારથી ધર્મ મનાવે છે તેમાં ઘણા
લોકો લાગી જાય છે; એમાંય જો કોઈ રાજા કે પ્રધાન જેવા માણસ આવે તો લોકોનાં
ટોળાં ગાડરિયા પ્રવાહની જેમ તેમાં દોડી જાય છે, જેમ ઘેટાનું ટોળું વગરવિચાર્યે એકની
પાછળ બીજું ચાલ્યું જાય, તેમ લૌકિકજનો પોતાના હિતનો કંઈ પણ વિચાર કર્યા વગર
કુમાર્ગમાં ચાલ્યા જાય છે.–બાપુ! એ તો ‘જનરંજન’ છે, તેમાં ‘જિનરંજન’ નથી. જેને
આત્માની સાચી શ્રદ્ધાની ખબર નથી, ભેદજ્ઞાનની ખબર નથી, તે વીતરાગમાર્ગને
ભૂલીને અજ્ઞાનને અનુમોદે છે. અજ્ઞાનીઓમાં બહારના ત્યાગ વગેરે દેખીને તેનો તેને
મહિમા આવી જાય છે. પણ એમાં આત્માનું કોઈ હિત નથી. એ તો જનરંજનનો માર્ગ
છે, એનાથી લોકો કદાચ રાજી થશે પણ તારો પોતાનો આત્મા એનાથી પ્રસન્ન નહિ
થાય. ભાઈ! જગતને રૂડું દેખાડવા તેં અનંતકાળ ગાળ્‌યો પણ આત્માને રાજી કરવા તેં
કદી દરકાર કરી નહિ, પરને સુખી કરી દઈએ, પરનો ઉદ્ધાર કરી દઈએ, દેશને સ્વતંત્ર
કરી દઈએ, પૃથ્વી ઉપર સ્વર્ગ જેવું સુખ ઉતારી દઈએ–એવી વાતો સાંભળવી જગતને
સારી લાગે છે, પણ બાપુ! એમાં તો તારું જરાય હિત નથી, પરની કર્તૃત્વબુદ્ધિરૂપ
મિથ્યાત્વનું ઝેર એમાં ભર્યું છે, એ તો જીવનું અહિત કરનાર છે. સર્વજ્ઞદેવે બતાવેલું
અનેકાન્તમય વસ્તુસ્વરૂપ વીતરાગ છે, અમૃતની જેમ તે જીવનું પરમ હિત કરનાર છે,
આવા જિનોક્ત શુદ્ધતત્ત્વને જે નથી સાધતો તે સદા અવ્રતી અને મિથ્યાત્વી જ છે. માટે
શ્રીગુરુ કહે છે કે હે ભવ્ય! તું તારા આત્માના હિતને માટે આવા જિનોક્ત માર્ગને
ઓળખીને શુદ્ધ તત્ત્વને લક્ષમાં લે.

PDF/HTML Page 19 of 47
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : મહા : ૨૪૯પ
વીતરાગ – વિજ્ઞાન
પ્રશ્નોતરી
વીતરાગવિજ્ઞાન ભાગ–૧ એટલે કે છહઢાળાના પ્રથમ અધ્યાયના
પ્રવચનો, તેમાંથી દોહન કરીને અહીં ૨૦૦ પ્રશ્નો અને તેના ઉત્તર
આપવામાં આવ્યા છે. ટૂંકી ભાષામાં ને સુગમ શૈલીમાં આ પ્રશ્ન–ઉત્તર
સર્વે જિજ્ઞાસુઓને ગમશે, ને છહઢાળાનો અભ્યાસ કરવામાં વિશેષ
રસ જગાડશે.
૧. જગતમાં કેટલા જીવો છે?...અનંત.
૨. જીવોને શું વહાલું છે?...સુખ.
૩. જીવો શેનાથી ભયભીત છે?...દુઃખથી.
૪. શ્રીગુરુ કેવો ઉપદેશ આપે છે?
જેનાથી સુખ થાય ને દુઃખ મટે એવો.
પ. સુખ શેનાથી
થાય?...વીતરાગવિજ્ઞાનથી.
૬. વીતરાગવિજ્ઞાન કેવું છે?...ત્રણ
જગતમાં સારરૂપ છે.
૭. કલ્યાણરૂપ કોણ છે?...વીતરાગવિજ્ઞાન
૮. પંચપરમેષ્ઠીનું પૂજ્યપણું શેને લીધે છે?
વીતરાગવિજ્ઞાનને લીધે.
૯. વીતરાગવિજ્ઞાનને નમસ્કાર કઈ રીતે
થાય?
રાગથી ભિન્ન આત્માની ઓળખાણ વડે.
૧૦. વીતરાગવિજ્ઞાનમાં શું સમાય છે?
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ
તેમાં સમાય છે.
૧૧. ‘વીતરાગવિજ્ઞાન’ માં રત્નત્રય કઈ
રીતે સમાય છે?
‘વિજ્ઞાન’ કહેતાં સમ્યગ્જ્ઞાનને સમ્યગ્દર્શન
આવ્યા, ને ‘વીતરાગ’ કહેતાં
સમ્યક્ચારિત્ર આવ્યું; આ રીતે રત્નત્રયરૂપ
મોક્ષમાર્ગ વીતરાગવિજ્ઞાનમાં સમાય છે.
૧૨. અહીં વીતરાગવિજ્ઞાનને નમસ્કાર
કર્યા, અરિહંતને કેમ ન કર્યા?
વીતરાગવિજ્ઞાનને નમસ્કાર કરતાં તેમાં
અરિહંતને નમસ્કાર આવી જાય છે; કેમકે
અરિહંત વગેરે વીતરાગવિજ્ઞાનસ્વરૂપ છે.
અરિહંતના ગુણને ઓળખીને નમસ્કાર
કર્યા તેમાં અરિહંતને નમસ્કાર આવી જ

PDF/HTML Page 20 of 47
single page version

background image
: મહા : ૨૪૯પ આત્મધર્મ : ૧૭ :
હે ભવ્ય તારા કલ્યાણને માટે આ હિતોપદેશ તું સાંભળ!
આચાર્ય–ઉપાધ્યાય–સાધુને, તેમજ
સમ્યગ્દ્રષ્ટિ જીવોને.
૧પ. ધર્માત્માને શું જોઈએ છે?
ધર્માત્માને કેવળજ્ઞાન અને વીતરાગતા
જોઈએ છે.
૧૬. યોગીજનો સદા કોને ધ્યાવે છે?
અનંત સુખધામ એવા નિજાત્માને.
૧૭. વીતરાગવિજ્ઞાનને જે વંદન કરે તે
રાગને સારભૂત માને?
કદી ન માને.
૧૮. ગૃહસ્થને ચોથા ગુણસ્થાને
વીતરાગવિજ્ઞાન હોય?
હા, અંશે હોય.
૧૯. મોક્ષનું કારણ
કોણ?...વીતરાગવિજ્ઞાન.
૨૦. શુભરાગને મોક્ષનું કારણ કેમ ન
કહ્યું?
કેમકે તે વીતરાગ–વિજ્ઞાનથી વિરુદ્ધ છે.
૨૧. વીતરાગવિજ્ઞાનની શરૂઆત ક્યાંથી
થાય?
ચોથા ગુણસ્થાનથી.
૨૨. સાવધાની એટલે શું?
શુદ્ધસ્વભાવની સન્મુખતા; તે તરફનો
ઉદ્યમ
૨૩. આત્માનું સ્વસંવેદન કેવું છે?
સ્વસંવેદન વીતરાગ છે.
૨૪. સાધકભૂમિકામાં રાગ તો હોય છે?
ભલે હો, પણ જે સ્વસંવેદન છે તે તો
વીતરાગ જ છે.
૨પ. જે જીવ હિત ચાહતો હોય તેણે શું
કરવાલાયક છે?
વીતરાગવિજ્ઞાન કરવાલાયક છે.
૨૬. જેણે વીતરાગવિજ્ઞાનને ઓળખીને
નમસ્કાર કર્યા તેને શું થયું?