Atmadharma magazine - Ank 305
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૬
સળંગ અંક ૩૦૫
Version History
Version
Number Date Changes
001 May 2005 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
૩૦૫
રે આત્મા!
તારા જીવનમાં ઉત્કૃષ્ટ વૈરાગ્યના જે પ્રસંગો
બન્યા હોય, ને વૈરાગ્યની સીતાર જ્યારે ઝણઝણી ઊઠી
હોય...એવા પ્રસંગની વૈરાગ્યધારાને બરાબર જાળવી
રાખજે, ફરીફરી તેની ભાવના કરજે. કોઈ મહાન
પ્રતિકૂળતા, અપજશ વગેરે ઉપદ્રવ પ્રસંગે જાગેલી તારી
ઉગ્ર વૈરાગ્યભાવનાને અનુકૂળતા વખતે પણ જાળવી
રાખજે. અનુકૂળતામાં વૈરાગ્યને ભૂલી જઈશ નહીં.
વળી કલ્યાણકના પ્રસંગોને, તીર્થયાત્રા વગેરે
પ્રસંગોને, ધર્માત્માઓના સંગમાં થયેલા ધર્મચર્ચા વગેરે
કોઈ અદ્ભુત પ્રસંગોને, સમ્યગ્દર્શનાદિ રત્નત્રય સંબંધી
જાગેલી કોઈ ઉર્મિઓને, તથા તેના પ્રયત્ન વખતના
ધર્માત્માઓના ભાવોને યાદ કરીને ફરી ફરીને તારા
આત્માને ધર્મની આરાધનામાં ઉત્સાહિત કરજે.
તંત્રી : જગજીવન બાવચંદ દોશી * સંપાદક : બ્ર. હરિલાલ. જૈન
વીર સં. ૨૪૯૫ ફાગણ (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨૬ : અંક ૫

PDF/HTML Page 3 of 45
single page version

background image













ધન્ય એ ફાગણ સુદ બીજ...એ દિવસે હૃદયના આરામ ભગવાન સીમંધરનાથ
ભેટ્યા ને ભક્તોની હૃદયની ઊંડી ઊંડી અભિલાષાઓ પૂરી થઈ...
૨૮ વર્ષ પહેલાનો એ મંગળ પ્રસંગ અદ્ભુત અને અપૂર્વ હતો. જીવનમાં પહેલી
જ વાર જિનેન્દ્રદેવના પંચકલ્યાણક નીહાળીને મુમુક્ષુ હૃદયોમાં અનેરી ભક્તિ ઉલ્લસતી
હતી. ગુરુદેવ વગેરેના રોમેરોમે ભક્તિરસની અચ્છિન્નધારા વહેતી હતી.
સાધકજીવનના સાથીદાર એવા હે વિદેહીનાથ! અમે ભરતક્ષેત્રના ભક્તો અતિ
ભાવભીના હૃદયે અહર્નિશ આપને ભજીએ છીએ...અમારા પરમ સૌભાગ્યે આપને
સુવર્ણસન્દેશ અમને આ ભરતક્ષેત્રમાં પણ સાંભળવા મળ્‌યો છે. પ્રભો! આપના વિદેહ
પાસે અમારું ભરતક્ષેત્ર તો સાવ ગામડા જેવું, અને તેમાંય અમારું સોનગઢ તો સાવ
નાનું, છતાં અમારા ઉપર કૃપા કરીને આપ અહીં પધાર્યા...અને અમને ભરતક્ષેત્રમાં
પણ આપની ચરણસેવા આપી, તે આપની પરમ પ્રસન્નતા છે. પ્રભો! આપના પ્રતાપે
અમારું આ નાનકડું સોનગઢ પણ અમને તો આપના વિદેહ જેવું જ લાગે છે.–કેમકે આ
સૈકામાં જ જેમણે આપના પવિત્રચરણની સાક્ષાત્ સેવા કરી છે એવા સન્તો અમને
અહીં મળ્‌યા છે.

PDF/HTML Page 4 of 45
single page version

background image
આવ્યા જિનંદ ઉર...જાગ્યા ઉમંગ પૂર
(મારે તે ગામડે...)
મારે તે મંદિરે જિનવર પધારજો...
એ...આવો ત્યારે સાથે સંતોને લાવજો...એ...
એ...આવી પ્રભુજી મને ધ્વનિ સુણાવજો...એ...મારે તે મંદિરે જિન૦
એ...સત્યદેવીના નંદ!
એ...સત્યદેવીના નંદ વેલા વેલા આવજો...
વાણીના મેવા પ્રભુ મીઠા મીઠા લાવજો...એ...મારે તે મંદિરે જિન૦
(સાખી)
આંખલડી વાટું જુવે, એ...તુજને જોવા કાજ.
શ્રેયાંસનંદ આવો તમે, એ...દરશન દેવા આજ...
સુના સુના છે ગામ ત્રિલોકીનાથ વિના...(૨)
સુનું સુનું છે ધામ ધ્વનિના નાદ વિના...(૨)
વાણીના નાદ કહો ક્યારે સુણાવશો?...(૨)
અંતરના દ્વાર કહો ક્યારે ઉઘાડશો?...(૨)
વિયોગી બાલ, પ્રભુ ક્યારે સંભાળશો?...(૨)
મીઠી મીઠી દ્રષ્ટિથી ક્યારે નીહાળશો?...(૨)
એ...તારે ચરણ પ્રભુ! ક્યારે બેસાડશો...એ...મારે તે મંદિરે જિન૦
એ...રત્નત્રય પ્રભુ! ક્યારે પમાડશો...એ...મારે તે મંદિરે જિન૦
એ...ભવભ્રમણથી ક્યારે ઉગારશો...એ...મારે તે મંદિરે જિન૦
એ...મોક્ષમંદિર પ્રભુ! ક્યારે દેખાડશો...એ...મારે તે મંદિરે જિન૦
આવ્યાં જિનંદ ઉર ઉમંગ પૂર...આવ્યા પ્રસંગ રંગ ભીના...હાં...
આવ્યાં સુવર્ણદ્વાર...વાગ્યાં વાજિંત્ર નાદ...દીઠાં વિભવ જિનજીનાં...હાં...દીઠા૦
તારાં દર્શનીયાં...એ...
...તારા દર્શનીયાં વેલા વેલા આપજો...એ...મારે તે મંદિરે જિન૦
એ...વિદેહી મેવા પ્રભુ મીઠા મીઠા લાવજો...એ...મારે તે મંદિરે જિન૦

PDF/HTML Page 5 of 45
single page version

background image
: ૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
જીવના પાંચ ભાવોમાંથી ક્યા
ભાવ મોક્ષનું કારણ છે?
(‘જ્ઞાનચક્ષુ’ પુસ્તકમાંથી એક પ્રકરણ) (પુસ્તક છપાય છે)
ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક, ઔદયિક અને પારિણામિક એ પાંચ ભાવો
છે; તેમાં ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક અને ઔદયિક એ ચાર ભાવો પર્યાયરૂપ છે,
અને શુદ્ધપારિણામિકભાવ દ્રવ્યરૂપ છે. આવા પરસ્પર સાપેક્ષ દ્રવ્ય–પર્યાયસ્વરૂપ
આત્મવસ્તુ છે, દ્રવ્ય–પર્યાય બંનેનું જોડકું તે આત્મપદાર્થ છે.
ઉપશમાદિ ચાર ભાવો પ્રગટરૂપ છે, પર્યાયરૂપ છે, તેમાં ઉપશમ–ક્ષયોપશમ–
ક્ષાયિક એ ત્રણ ભાવો નિર્મળપર્યાયરૂપ છે, અને ઔદયિકભાવ વિકારી પર્યાયરૂપ છે.
અને જે પારિણામિકભાવ છે તે દ્રવ્યરૂપ છે, તે આત્માનો અહેતુક સહજ સ્વભાવ છે,
સહજ જ્ઞાન–આનંદાદિ અનંત સ્વભાવો પારિણામિકભાવે ત્રિકાળ છે. –આવા સ્વભાવને
જાણનારું જ્ઞાન તે મોક્ષમાર્ગ છે.
ઔપશમિકભાવ: અનાદિનો અજ્ઞાનીજીવ પહેલવહેલા જ્યારે પોતાના સ્વભાવનું
ભાન કરે છે ત્યારે, ચોથા ગુણસ્થાને તેને ઔપશમિક સમ્યગ્દર્શન થાય છે,
અને આ ઔપશમિકભાવથી ધર્મની શરૂઆત થાય છે. પછી ચારિત્રમાં
ઉપશમભાવ ઉપશમશ્રેણી વખતે મુનિને હોય છે. ઉપશમભાવ એ
નિર્મળભાવ છે. તેમાં મોહનો વર્તમાન ઉદય નથી, તેમ જ તેનો સર્વથા ક્ષય
પણ થઈ ગયો નથી, પણ જેમ નીતરેલા સ્વચ્છ પાણીમાં નીચે કાદવ બેસી
ગયો હોય તેમ સત્તામાં કર્મ પડ્યું છે. જીવની આવી નિર્મળપર્યાયને
ઔપશમિકભાવ કહે છે.
ક્ષાયોપશમિકભાવ: આ ભાવમાં કાંઈક વિકાસ ને કાંઈક આવરણ છે, જ્ઞાનાદિનો
સામાન્ય ક્ષયોપશમભાવ તો બધા છદ્મસ્થ જીવોને અનાદિથી હોય છે. પણ અહીં
મોક્ષના કારણરૂપ ક્ષયોપશમભાવ બતાવવો છે એટલે સમ્યગ્દર્શનપૂર્વકનો
ક્ષયોપશમભાવ લેવો.

PDF/HTML Page 6 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯પ આત્મધર્મ : ૩ :
ક્ષાયિકભાવ:આત્માના ગુણની સંપૂર્ણ શુદ્ધદશા પ્રગટે અને કર્મોનો સર્વથા ક્ષય થઈ
જાય–એવી દશા તે ક્ષાયિકભાવ છે.
આ ત્રણે ભાવો નિર્મળપર્યાયરૂપ છે; તે અનાદિના નથી હોતા, પણ
આત્માની ઓળખાણપૂર્વક નવા પ્રગટે છે. અને તે ભાવો મોક્ષનું કારણ છે
એમ આગળ સમજાવશે.
ઔદયિકભાવ: જીવનો વિકારીભાવ, જેમાં કર્મનો ઉદય નિમિત્ત હોય છે. અનાદિથી
બધા સંસારીજીવોને ઔદયિકભાવ હોય છે. મોક્ષદશા થતાં તેનો સર્વથા
અભાવ થાય છે. ઔદયિકભાવો શુભ–અશુભ અનેક પ્રકારનાં છે, તે કોઈ
ભાવો મોક્ષનું કારણ થતા નથી. ધર્મી જીવો પોતાના જ્ઞાનને
ઔદયિકભાવોથી ભિન્ન અનુભવે છે.
પારિણામિકભાવ: આત્માનો ત્રિકાળી સહજ એકરૂપ સ્વભાવ. તેને ‘પરમભાવ’ કહ્યો
છે, અન્ય ચાર ભાવો ક્ષણિક છે તેથી તેમને ‘પરમભાવ’ ન કહ્યા.
પારિણામિકરૂપ પરમસ્વભાવ દરેક જીવમાં સદાય વિદ્યમાન છે.
* ઉપશમભાવ એટલે મોક્ષમાર્ગની શરૂઆત *
અરે, આ તો પરમસત્ય પરમઅમૃત એવા આત્મસ્વરૂપનું વર્ણન છે. તારા
ભાવોનું આ વર્ણન છે. તારા ભાવોમાં ક્યા પ્રકારે આવરણ છે ને ક્યા પ્રકારે
વિકાસ છે તેની આ વાત છે. પાંચ ભાવોમાં ઉપશમભાવને સૌથી પહેલો કહ્યો,
મોક્ષમાર્ગની શરૂઆત ઉપશમભાવથી થાય છે. અંદર રાગરહિત શાંત અકષાય
સ્વરૂપના વેદન વડે આત્માને ઉદયથી ભિન્ન જાણ્યો ત્યારે ઉપશમભાવ પ્રગટ્યો ને
ત્યારે ઉદયભાવોને જેમ છે તેમ જાણ્યા. ઉપશમભાવ વગર ઉદયને પણ જાણશે
કોણ? ભેદજ્ઞાન વગર તો ઉદયને જાણતાં તે ઉદયભાવને જ પોતાનો સ્વભાવ માની
લેતો હતો. હવે તેનાથી ભિન્નતા જાણતાં મોક્ષમાર્ગ શરૂ થયો. ઉપશમભાવસહિત
થયેલું સમ્યગ્જ્ઞાન તે જ ઉદયને યથાર્થ જાણે છે. તત્ત્વાર્થસૂત્રમાં પણ પાંચ ભાવના
કથનમાં પહેલો ઉપશમભાવ લીધો છે.

PDF/HTML Page 7 of 45
single page version

background image
: ૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
જેમ સર્પને પકડવા માટે પહેલાં તેને ઠારે, તેના ઉપર પાણી છાંટીને તેને શાંત
કરે, અથવા જેમ મેલા પાણીમાં ઔષધિ નાંખીને તેને સ્વચ્છ કરે, કાદવ નીચે બેસી
જાય; તેમ અનાદિથી કષાયોમાં વર્તતો મિથ્યાદ્રષ્ટિજીવ પ્રથમ તો તે કષાયોને ઠારે છે,
કષાયોને તથા મિથ્યાત્વને ઠારીને એટલે કે ઉપશમાવીને ઔપશમિક સમ્યગ્દર્શન પ્રગટ
કરે છે. મિથ્યાત્વમાંથી સીધું ક્ષાયિક સમ્યક્ત્વ નથી થતું, સૌથી પહેલાં ઉપશમ થાય છે
ને પછી ક્ષાયોપશમિકપૂર્વક ક્ષાયિકસમ્યક્ત્વ થાય છે. ધર્મ કરનાર જીવને પહેલાં
ઉપશમસમ્યક્ત્વ જ થાય. ચારે ગતિમાં તે થઈ શકે છે; સાતમી નરકમાં પણ
અસંખ્યાતજીવો ઉપશમસમ્યક્ત્વ ત્યાં ગયા પછી નવું પ્રગટ કરનારા છે. ચાર ગતિમાં
કોઈપણ અનાદિ મિથ્યાદ્રષ્ટિજીવ પહેલવેલો નિર્વિકલ્પ આત્મઅનુભવ કરે તે
ઉપશમસમ્યક્ત્વસહિત હોય છે, ચૈતન્યને પકડીને તેણે એટલો પુરુષાર્થ કર્યો કે મોહને
દાબી દીધો, તેને દર્શનમોહકર્મ વર્તમાન પ્રગટ નથી થતું, તેમ જ તેનો સર્વથા ક્ષય પણ
નથી થયો. મિથ્યાત્વની અનુદ્ભુતિ તે ઉપશમસમ્યક્ત્વ છે.
* સત વસ્તુ– તેમાં પર્યાય અને દ્રવ્ય *
આ ઉપશમાદિ ૩ ભાવો જીવની નિર્મળપર્યાય છે. ‘ક્ષાયિકાદિભાવ જીવને
નથી’ એમ કહ્યું તેનો અર્થ કાંઈ ‘તે પર્યાયો જીવમાં નથી’ –એમ નથી, પરંતુ તેનો
અર્થ તો એવો છે કે જીવમાં દ્રવ્યરૂપે તે ભાવ નથી, પણ પર્યાયરૂપે છે. વસ્તુમાં
દ્રવ્ય તે પર્યાય નથી, પર્યાય તે દ્રવ્ય નથી. પાંચ ભાવોમાંથી ચાર તો પર્યાયરૂપ છે,
ને એક દ્રવ્યરૂપ છે.
પાંચ ભાવોમાંથી ઔદયિકભાવ મોક્ષનું કારણ નથી, ઔપશમિકાદિ ત્રણ
ભાવો મોક્ષનું કારણ છે; ને પાંચમો ભાવ પારિણામિકભાવ તે દ્રવ્યરૂપ છે, તે બંધ–
મોક્ષનું કારણ નથી. ચાર ભાવો ક્રિયારૂપ એટલે કે ઉત્પાદ–વ્યયરૂપ છે, ને પાંચમો
ભાવ નિષ્ક્રિય છે એટલે કે એકરૂપ ધ્રુવ છે. દ્રવ્યપર્યાય બંને થઈને વસ્તુ છે. દ્રવ્ય તે
નિશ્ચય, પર્યાય તે વ્યવહાર, બંને થઈને પ્રમાણવસ્તુ સત્. તેમાં દ્રવ્ય તે
દ્રવ્યાર્થિકનયનો વિષય, ને પર્યાય તે

PDF/HTML Page 8 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯પ આત્મધર્મ : ૫ :
પર્યાયાર્થિકનયનો વિષય. –પણ તે બંને પરથી તો ભિન્ન જ છે. આવી સત્ વસ્તુ, તેના
ભાવોનું આ વર્ણન છે.
* ગુરુદેવ કરુણાથી કહે છે–આત્માનું સ્વરૂપ સમજ *
ગુરુદેવ ઘણી કરુણાથી કહે છે કે અરે બાપુ! વાદવિવાદ છોડીને આવી
આત્મવસ્તુના વિચારમાં ને મંથનમાં રહે તો કાંઈક અપૂર્વ ચીજ હાથમાં આવશે. ભાઈ,
જીવનના એકેક સમયની મોટી કિંમત છે. અરે, મનુષ્યભવનો આવો અવસર એમને
એમ ચાલ્યો જાય–તો તેની શી કિંમત? આ મનુષ્યભવની એકેક ક્ષણમાં ભવના
અભાવનું કાર્ય કરવાનું છે. કંઈ ભવ વધારવા માટે આ મનુષ્યઅવતાર નથી પણ
ભવનો અભાવ કરવા માટે આ મનુષ્યઅવતાર છે. જો મનુષ્યભવ પામીને તે કાર્ય ન
કર્યું તો બીજા ભવમાં ને આ ભવમાં શો ફેર? અનંતભવ ચાલ્યા ગયા તેમ જો આ ભવ
પણ ચાલ્યો જશે–તો આત્માનું હિત ક્યારે કરીશ? માટે સાવધાન થઈને તારા આત્માનું
સ્વરૂપ સમજ.
આત્મા પરથી તો અત્યંત જુદો છે એટલે પર સાથેના કોલાહલની વાત તો
દૂર રહી, અહીં તો કહે છે કે પોતામાં એક પર્યાયનો ભેદ પાડીને તેના લક્ષે અટકે
તોપણ આખી વસ્તુ લક્ષમાં ન આવે. ભાઈ, તારી સત્ વસ્તુ છે તે તારા દ્રવ્ય–
પર્યાયરૂપ છે, પરની સાથે તારે કંઈ સંબંધ નથી. તારામાં જે દ્રવ્ય ને પર્યાય સત્
છે તેની આ વાત છે. તેને તું વિચારમાં તો લે. તારા પોતાના ઘરની વસ્તુને તું
લક્ષમાં તો લે.


હજારો વર્ષનાં શાસ્ત્રભણતર કરતાં
એક ક્ષણનો સ્વાનુભવ વધી જાય છે. જેને
ભવસમુદ્રથી તરવું હોય તેણે સ્વાનુભવની
વિદ્યા શીખવા જેવી છે.

PDF/HTML Page 9 of 45
single page version

background image
: ૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
વીતરાગ–વિજ્ઞાન
પ્રશ્નોત્તરી
વીતરાગવિજ્ઞાન ભાગ–૧ એટલે કે છહઢાળાના પ્રથમ અધ્યાયના
પ્રવચનો, તેમાંથી દોહન કરીને અહીં ૧૦૦ પ્રશ્નો અને તેના ઉત્તર ગતાંકમાં
આપે વાંચ્યા. ત્યારપછી બાકીનાં પ્રશ્નો અહીં આપવામાં આવ્યા છે.
૧૦૦ સિદ્ધદશા શેનાથી ભરેલી છે? ૧૦૮. સિદ્ધનું સુખ કે નિગોદનું દુઃખ
આત્માના આનંદથી ભરેલી છે. દ્રષ્ટાંન્ત દ્વારા સમજાવી શકાય?
૧૦૧ નિગોદદશા શેનાથી ભરેલી છે? ના.
દુઃખના દરિયાથી ભરેલી છે. ૧૦૯. જીવોએ પૂર્વે કેવા ભાવો ભાવ્યા છે?
૧૦૨ નરકાદિમાં શેનું દુઃખ છે? અજ્ઞાનથી મિથ્યાત્વાદિક ભાવો જ
તીવ્ર મોહનું. ભાવ્યા છે.
૧૦૩ નિગોદનો જીવ એક મિનિટમાં ૧૧૦. જીવોએ પૂર્વ કેવા ભાવો
કેટલા ભવ કરે? નથી ભાવ્યા?
હજારો. સમ્યક્ત્વાદિ ભાવોને પૂર્વે કદી
૧૦૪ અરિહંતોને અવતાર કેમ નથી? નથી ભાવ્યા.
મોહ નથી માટે ૧૧૧. સિદ્ધ ઝાઝા કે નિગોદ?
૧૦પ. અવતાર કોણ કરે? નિગોદના જીવો અનંતગુણા છે.
જેને મોહ હોય તે. ૧૧૨. ચાર ગતિમાં સૌથી થોડા જીવો
૧૦૬. સિદ્ધભગવંતો એક જગ્યામાં કઈ ગતિમાં?
કેટલા છે? મનુષ્યમાં.
અનંતા. ૧૧૩. મોક્ષને સાધવાના અવસરમાં
૧૦૭. નિગોદિયા જીવો એક જીવે શું ભૂલ કરી?
જગ્યામાં કેટલા છે? રાગમાં ને બાહ્યક્રિયામાં ધર્મ
અનંતા. માનીને રોકાઈ ગયો.

PDF/HTML Page 10 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯પ આત્મધર્મ : ૭ :
૧૧૪. મનુષ્યના જ ભવ ઉપરાઉપરી ૧૨૩. જીવના સંસારપરિભ્રમણની કથા શા
કેટલા થઈ શકે? માટે સંભળાવે છે?
આઠ. તેનાથી છૂટવા માટે.
૧૧પ. ચિંતામણિ સમાન શું છે? ૧૨૪. અસંજ્ઞી જીવો કેવા છે?
એકેન્દ્રિમાંથી છૂટીને ત્રસપણું વિચારશક્તિ વગરના છે,
પામવું તે. નરકથી વધુ દુઃખી છે.
૧૧૬. મનુષ્યપણાની દુર્લભતા ૧૨પ. સિંહાદિક તિર્યંચોને ધર્મપ્રાપ્તિ
જાણીને શું કરવું? થઈ શકે?
વીતરાગવિજ્ઞાન વડે મોક્ષનો હા.
સાધવાનો ઉદ્યમ કરવો. ૧૨૬. ચારગતિનાં દુઃખો કોણ ભોગવે છે?
૧૧૭. મનુષ્યપણાની કિંમત કેટલી? અજ્ઞાની.
મનુષ્યપણામાં જો આત્માને ૧૨૭. જ્ઞાની શું કરે છે?
સાધે તો જ તેની કિંમત છે; જ્ઞાની તો સુખના પંથે ચડ્યા છે;
જો વિષય–કષાયોમાં જ ગુમાવે વીતરાગવિજ્ઞાન વડે મોક્ષને
તો તેની કિંમત કાંઈ નથી. સાધી રહ્યા છે.
૧૧૮. એકેન્દ્રિય જીવોને કેવી ચેતના છે? ૧૨૮. દેહનું છેદન–ભેદન થતાં ક્યો
અજ્ઞાનચેતના. જીવ દુઃખી થાય છે?
૧૧૯. જ્ઞાનચેતના કેવી છે? જેને દેહ પ્રત્યે મોહ હોય તે.
જ્ઞાનચેતના આનંદરૂપ છે, ૧૨૯. દુઃખ શેનું છે–છેદનભેદનનું
ને મોક્ષનું કારણ છે. કે મોહનું?
૧૨૦. જ્ઞાનચેતનાનું બીજું નામ શું? મોહનું.
વીતરાગવિજ્ઞાન. ૧૩૦. પ્રતિકૂળ સંયોગ તે દુઃખ–એ
૧૨૧. જીવનો મિત્ર કોણ? શત્રુ કોણ? વ્યાખ્યા બરાબર છે?
જ્ઞાનભાવથી જીવ જ ના, મોહ તે દુઃખ છે. જેને મોહ
પોતે પોતાનો નથી તેને દુઃખ નથી.
મિત્ર છે, ને અજ્ઞાનભાવથી ૧૩૧. આત્મા શેનાથી સુખી છે?
પોતે પોતાનો શત્રુ છે. આત્મા પોતાના સ્વભાવથી જ
૧૨૨. જીવ સુખી–દુઃખી કેમ થાય છે? સુખી છે; સુખ કોઈ સંયોગને લીધે
પોતાના સવળા ભાવથી સુખી, નથી; બાહ્યવિષયોમાં સુખ નથી.
અવળા ભાવથી દુઃખી.

PDF/HTML Page 11 of 45
single page version

background image
: ૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
૧૩૨. પોતામાં સુખ હોવા છતાં જીવ એ સાંભળતાંય વૈરાગ્ય
દુઃખ કેમ વેદી રહ્યો છે? આવી જાય તેવી.
પોતાના સુખસ્વભાવને ૧૪૨. સુકુમાર ક્યારે વૈરાગ્ય પામ્યા?
ભૂલ્યો છે તેથી. મુનિરાજના શ્રીમુખથી સ્વર્ગ–નરકનું
૧૩૩. નરકના જીવોને આત્મજ્ઞાન થાય? વર્ણન સાંભળીને.
હા, ત્યાં પણ કોઈ ૧૪૩. જીવે પૂર્વે અનંતદુઃખ સહન કર્યાં
જીવો આત્મજ્ઞાન પામે છે. તે યાદ કેમ નથી આવતાં?
૧૩૪. નરકમાં કોઈ જીવ સુખી હોય? જ્ઞાનમાં તે પ્રકારની વિશુદ્ધિ નથી તેથી.
હા, ત્યાં પણ સમ્યગ્દર્શનવડે કોઈ ૧૪૪. જીવે નવો અવતાર ન કરવો
જીવ સુખનો સ્વાદ ચાખી લ્યે છે. હોય તો શું કરવું?
૧૩પ. જીવ જાગે તો કેટલા મોક્ષસુખ સાધી લેવું, –જેથી
વખતમાં કેવળજ્ઞાન લ્યે? ફરી અવતાર ન રહે.
અંતર્મુહૂર્તમાં. ૧૪પ. દેહ છૂટતાં મરણની બીક કોને છે?
૧૩૬. અનંતકાળનું અજ્ઞાન અજ્ઞાનીને.
ટાળવા કેટલો વખત લાગે? ૧૪૬. તે વખતે જ્ઞાનીને શું છે?
નિજશક્તિને સંભાળતાં ‘આનંદની લહેર. ’
ક્ષણમાત્રમાં અજ્ઞાન ટળી જાય. ૧૪૭. જીવને દુઃખ ગમતું નથી છતાં
૧૩૭. દેડકાંને ચીરીને ભણતર તે કેમ દુઃખી છે?
ભણે–તે કેવું? દુઃખના કારણને સેવે છે–તેથી.
તે અનાર્યભણતર; આર્યમાણસમાં ૧૪૮. જીવને સુખ ગમે છે–છતાં તે
એવી ક્રુરતા ન હોય. કેમ સુખ નથી પામતો?
૧૩૮. ચારગતિમાં દુઃખથી ડરે–તો શું કરવું? સુખના કારણને સેવતો નથી–તેથી.
તો સર્વે પરભાવો છોડીને ૧૪૯. પોતામાં આનંદનો સમુદ્ર ભર્યો છે
શુદ્ધાત્માનું ચિન્તન કરવું. છતાં જીવને કેમ આનંદ નથી?
૧૩૯. અજ્ઞાન અને દુઃખમય પોતાની સામે જોતો નથી,
જીવન જીવને શોભે છે? બહાર જુએ છે, તેથી.
ના. ૧પ૦. નરકમાં ઊપજતાવેંત જીવ
૧૪૦. ધર્મ વગર કદી સુખ થાય? કેવું દુઃખ પામે છે?
ના.
૧૪૧. જીવની દુઃખકથા કેવી છે?

PDF/HTML Page 12 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯પ આત્મધર્મ : ૯ :
જાણે દુઃખના દરિયામાં ઓછામાં ઓછા દશહજારવર્ષથી
પડ્યો હોય–તેવું. માંડીને અસંખ્યવર્ષો સુધી.
૧પ૧. નરકની જમીનનો સ્પર્શ કેવો છે? ૧૬૦. સિદ્ધપદના સુખમાં જીવ કેટલો કાળ રહે?
હજારો વીંછીનાડંખ જેવો. સંસાર કરતાં અનંતગુણા કાળસુધી,
૧પ૨. નરકમાં દુર્ગંધ કેવી છે? સાદિઅનંત સદાય.
જેનાથી કેટલાય ગાઉના માણસો ૧૬૧. ચારગતિનાં દુઃખ કોને ભોગવવા
મરી જાય–એવી. પડે છે?
૧પ૩. નરકમાં વીંછી વગેરે હોય છે? જે આત્માનું જ્ઞાન ન કરે તેને.
ના, ત્યાં વિકલેન્દ્રિયજીવો ૧૬૨. નરકની અનંતી વેદના છતાં
હોતા નથી. જીવ કેમ મરી ન ગયો?
૧પ૪. ચારગતિનાં દુઃખોનું વર્ણન શા જીવનું જીવત્વ કે અસ્તિત્વ કદી
માટે કર્યું છે? હણાય નહિ; અરે! નરકની વેદના
મિથ્યાત્વાદિને લીધે આવા દુઃખો વચ્ચે પણ અસંખ્યજીવો અંતરમાં
છે–એમ જાણીને તેનું સેવન ઊતરીને સમ્યગ્દર્શન પામી ગયા છે.
છોડ; ને સુખનું કારણ ૧૬૩. દુઃખમય સંસારમાં ક્યાંય ન
સમ્યક્ત્વાદિ છે–તેનું સેવન કર. ગમે તો શું કરવું?
૧પપ. અત્યારસુધીનો અનંતકાળ જીવે ‘જીવ! તને ક્યાંય ન ગમે
શેમાં ગાળ્‌યો? તો આત્મામાં ગમાડ’
સંસારની ચારગતિમાં દુઃખ ૧૬૪. નરકનું આયુ કોને બંધાય?
ભોગવવામાં. મિથ્યાદ્રષ્ટિને જ બંધાય;
૧પ૬. સ્વર્ગ અને નરક શું છે? સમ્યગ્દ્રષ્ટિને ન બંધાય. વીતરાગી
જીવોને પુણ્ય અને પાપનાં ફળ દેવગુરુધર્મની નિંદા કરનારા, ને
ભોગવવાના સ્થાનો છે. તીવ્ર પાપો કરનારા જીવો
૧પ૭. તીવ્ર હિંસા, માંસભક્ષણ નરકમાં જાય છે.
વગેરે મહાપાપ ૧૬પ. કોઈક સમ્યગ્દ્રષ્ટિ પણ નરકમાં
કરનારા જીવો ક્યાં જાય છે? તો જાય છે?
નરકમાં. તેણે પૂર્વે મિથ્યાત્વદશામાં નરકઆયુ
૧પ૮. નરકમાં જીવ કેટલું દુઃખ પામે છે? બાંધ્યું હતું–તેથી.
પૂર્વે જેટલી પાપરૂપી કિંમત
ભરી હોય તેટલું.
૧પ૯. નરકમાં જનાર જીવ ત્યાં
કેટલો વખત દુઃખ ભોગવે?

PDF/HTML Page 13 of 45
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
૧૬૬. નરકના જીવને ક્યારેય સાતા થાય? અંતર્મુહૂર્ત, નરકમાંથી નીકળેલો
હા; મધ્યલોકમાં તીર્થંકરનો જન્મ કોઈ જીવ માત્ર અંતર્મુહૂર્તમાં તીવ્ર
વગેરે પ્રસંગે નરકના જીવોનેય પાપ કરીને ફરી પાછો નરકમાં જાય.
સાતા થાય છે, ને તે પ્રસંગે કોઈ ૧૭પ. નરકના જીવો કેટલી ઈન્દ્રિયવાળા છે?
કોઈ જીવો તો સમ્યક્ત્વ પણ તે જીવો પંચેન્દ્રિય–સંજ્ઞી છે.
પામી લ્યે છે. ૧૭૬. નારકીને ખંડખંડ થઈ જાય
૧૬૭. ઠંડીથી આગ લાગે? તેવું શરીર કેમ મળ્‌યું?
હા; હિમની જેમ શાંત– અકષાયભાવ અખંડ આત્માની એકતાને પાપથી
વડે કર્મોમાં આગ લાગી જાય છે. ખંડખંડ કરી નાંખી છે તેથી.
૧૬૮. ક્યા ભાવથી કર્મોનો નાશ થાય?... ૧૭૭. જીવને કેટલું સુખ? કેટલું દુઃખ?
વીતરાગભાવથી. જેટલી સ્વભાવપરિણતિ તેટલું સુખ
૧૬૯. નારકીમાં સ્ત્રીવેદ કે પુરુષવેદ હોય? જેટલો વિભાવ તેટલું દુઃખ.
ના; ત્યાં બધા નપુંસક હોય છે. ૧૭૮. આહાર–પાણી વગર આત્મા જીવી શકે?
૧૭૦. દેવલોકમાં ક્યા વેદ હોય? હા.
ત્યાં સ્ત્રી કે પુરુષવેદ જ ૧૭૯. જીવને પરવસ્તુ વગર ચાલી શકે?
હોય. નપુંસક વેદ ન હોય. હા; પરવસ્તુ વગર જ જીવ પોતાની
૧૭૧. નરકમાં ખાવા–પીવાનું મળે? અસ્તિથી જીવી રહ્યો છે.
ના; ત્યાં કદી પાણીનું ટીપું કે ૧૮૦. નરકમાં જીવને કોણે દુઃખી ક્્ર્યો?
અનાજનો દાણો મળતો નથી. કોઈ બીજાએ દુઃખી નથી કર્યો;
૧૭૨. છતાં એવી નરકમાં પોતાના મોહથી જ દુઃખી છે.
સમ્યગ્દર્શન થાય? હા ભાઈ, ત્યાં ૧૮૧. નરકના જીવને શુભભાવ થઈ શકે?
પણ આત્મા છે ને? એટલે હા, અને આત્મજ્ઞાન પણ થઈ શકે.
સમ્યગ્દર્શન પામીને દુઃખના ૧૮૨. નરકમાંથી નીકળીને જીવ ક્યાં જાય?
દરિયાની વચ્ચે પણ શાંતિનું કાં તો મનુષ્ય થાય, કાં
મધૂરું ઝરણું પ્રાપ્ત કરી લ્યે છે. તિર્યંચમાં જાય.
૧૭૩. જીવને દુઃખના દરિયામાંથી ૧૮૩. જીવે ચારગતિમાં સૌથી ઓછા
ઉગારનાર કોણ છે? ભવ શેના કર્યા?
એકમાત્ર વીતરાગીધર્મ, મનુષ્યના.
બીજું કોઈ નહિ.
૧૭૪. નરકના બે ભવ વચ્ચે
આંતરું ઓછામાં ઓછું કેટલું?

PDF/HTML Page 14 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯પ આત્મધર્મ : ૧૧ :
૧૮૪. જીવ બહારથી પોતાની ૧૯૨. કોને સુખરસની ગટાગટી છે?
મોટાઈ કેમ માને છે?
તે પોતાના સ્વભાવની સમ્યગ્દ્રષ્ટિ જીવોને.
મહાનતાને નથી જાણતો તેથી. ૧૯૩. મિથ્યાદ્રષ્ટિજીવસ્વર્ગમાં જાય
૧૮પ. જીવની મોટાઈ શેનાથી છે? તો સુખી થાય?
જ્ઞાનસ્વભાવ વડે જીવની ના; તે દેવલોકમાં પણ દુઃખી જ છે.
અધિકતા ને મહાનતા છે. ૧૯૪. સ્વર્ગમાં પણ જીવ કેમ સુખી
૧૮૬. જીવને શું નથી શોભતું? ન થયો?
અજ્ઞાન અને દુઃખનું વેદન આત્મજ્ઞાન ન હોવાથી.
જીવને નથી શોભતું. ૧૯પ. ચંદ્ર–સૂર્ય દેખાય છે તે શું છે?
૧૮૭. અત્યારે ભરતક્ષેત્રમાં આત્મજ્ઞાની તે જ્યોતિષી દેવોનાં વિમાનો
જીવો અવતરે ખરા? છે, દેવો તેમાં રહે છે.
ના, પણ અવતર્યા ૧૯૬. કેવા જીવો ચંદ્રલોકમાં ઊપજે?
પછી આત્મજ્ઞાન પામી શકે. ત્યાં અજ્ઞાની ઊપજે, જ્ઞાની નહીં.
૧૮૮. મનુષ્યભવની સાર્થકતા ક્યારે? ૧૯૭. દેવોને શેનું દુઃખ?
આત્મસ્વરૂપ ઓળખીને વિષયોની અભિલાષાનું.
વીતરાગવિજ્ઞાન પ્રગટ કરે ત્યારે. ૧૯૮. સ્વર્ગમાં કોઈ સુખી હોય?
૧૮૯. મોંઘું મનુષ્યપણું તે અપૂર્વ છે? હા; ત્યાં જે દેવો સમ્યગ્દ્રષ્ટિ છે
ના; સમ્યગ્દર્શન પ્રગટ તેઓ સુખી છે.
કરવું તે અપૂર્વ છે. ૧૯૯. સંતોનો આ ઉપદેશ જાણીને શું કરવું?
૧૯૦. મનુષ્યને બુદ્ધિ મળી–તે મિથ્યાત્વાદિનું સેવન
શેમાં વાપરવી? તુરત જ છોડવું ને સમ્યક્ત્વાદિને
આત્માના હિતનો વિચાર
કરવામાં. પરમસુખનું કારણ જાણીને
૧૯૧. જીવ નકામો કાળ શેમાં ગુમાવે છે? તેની આરાધનામાં આત્માને જોડવો.
પાર વગરની પારકી ચિન્તામાં ૨૦૦. એમ કરવાથી શું મંગળફળ આવે?
વ્યર્થ કાળ ગુમાવે છે. વીતરાગવિજ્ઞાન પ્રગટીને મોક્ષ થાય.
तीनभुवनमें सार, वितरागविज्ञानता।
शिवस्वरुप शिवकार, नमुं त्रियोग सम्हारिके।।

PDF/HTML Page 15 of 45
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
જ્ઞાનસ્વભાવ એ જ ધ્રુવ,
ને એ જ શરણ
(સોનગઢમાં વીર. સં. ૨૪૯પ માહ વદ પાંચમે સ. ગા. ૭૪ ઉપરના પ્રવચનમાંથી)
ચૈતન્યસ્વરૂપ આત્મા શાન્ત–અનાકુળ છે. તેમાં પ્રવેશ કરતાં અશાંતિ ટળે ને
શાંતિનું વેદન થાય. તે કઈ રીતે થાય? તે કહે છે.
આત્માનો જ્ઞાનસ્વભાવ ધ્રુવ સદા રહેનારો છે, અસંયોગી છે, ને દેહાદિનો સંયોગ
અધ્રુવ છે, રાગાદિ પરભાવો પણ સંયોગાશ્રિત થયેલા અધ્રુવભાવો છે, તે આત્માના
સ્વભાવ સાથે એક થઈને નથી રહ્યા, એટલે તેઓ આત્માને શરણરૂપ નથી, અશરણ ને
અધ્રુવ છે. શરણ ને ધ્રુવ તો જ્ઞાનમય પોતાનો સ્વભાવ છે.
આમ બંનેને જાણીને, અધ્રુવ એવા આસ્રવભાવોથી પાછો વળે (અર્થાત્ તેમાં
એકત્વબુદ્ધિ છોડે) અને અંતરના ધ્રુવસ્વભાવમાં વળીને અભેદ થાય છે,–આ રીતે જ્ઞાન
થતાંવેંત જ આત્મા રાગાદિ પરભાવોથી પાછો વળે છે. એટલે જ્ઞાનની ઉત્પત્તિ અને
રાગની નિવૃત્તિ–બંનેનો એક જ કાળ છે.
સર્વજ્ઞ પરમેશ્વરે દરેક આત્માને આનંદમય જોયો છે; જે રાગાદિ ભાવો છે તે તો
ચૈતન્યરત્ન ઉપરના ડાઘ છે–કલંક છે; પણ એ ડાઘ ઉપર–ઉપરનો મૂળ ચૈતન્યહીરો તેવો
નથી. આવા ચૈતન્યસ્વરૂપને દ્રષ્ટિમાં લઈને તેમાં એકાગ્ર થતાં રાગાદિ મલિનતા છૂટી
જાય છે, ને જ્ઞાનરત્નમાં નિર્મળ કિરણો પ્રગટે.–એને ભગવાન ધર્મ કહે છે.
ચૈતન્યભગવાન આત્મા જો રાગનું શરણ લેવા જાય તો તેનું જ્ઞાન હણાય છે–
અજ્ઞાન થાય છે. રાગ પોતે જ્ઞાન નથી. તે તો જ્ઞાનથી વિરુદ્ધ છે, અસ્થિર છે; તે રાગને
કાંઈ એવી ખબર નથી કે હું રાગ છું, –તે તો ખબર વગરના અચેતભાવ છે, તેનાથી
જુદું જ્ઞાન જ તેને જાણે છે કે ‘આ રાગ છે’. હું રાગ નથી, હું તો રાગને જાણનાર જ્ઞાન
છું; –આવું જે જ્ઞાન છે તે આત્મા છે; ને આવા જ્ઞાનમાં વર્તતો આત્મા તે
રાગાદિભાવોથી નિવર્તેલો છે–છૂટો પડેલો છે, આત્મા તરફ ઝુકેલું જ્ઞાન રાગ વગરનું છે.
ભાઈ! શું આત્મા પુણ્ય–પાપસ્વરૂપ છે? ના, એ તો ચેતનરૂપ છે; જેમ મોટા
ઝાડને જરાક ભાગમાં લાખ વળગી હોય ત્યાં આખું ઝાડ કાંઈ લાખરૂપ થઈ ગયું નથી.
તેમ આખો અનંતગુણથી ભરેલો ચૈતન્યવડલો, તેની સાથે ક્ષણિક રાગાદિ ભાવો
બંધાયેલા છે, પણ આખું ચૈતન્ય ઝાડ કાંઈ રાગરૂપ થઈ ગયું નથી. –આમ અંતરમાં
આત્માનો સ્વભાવ અને રાગાદિ એ બંને વચ્ચે ભિન્નતાને ઓળખે તે ક્ષણે

PDF/HTML Page 16 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯પ આત્મધર્મ : ૧૩ :
જ જીવનું જ્ઞાન રાગાદિથી પાછું વળીને સ્વભાવ તરફ ઝૂકેલું હોય છે. તે જ્ઞાનમાં
સ્વભાવની અસ્તિરૂપ ને રાગાદિની નાસ્તિરૂપ એકસાથે પરિણમન છે. આવું પરિણમન
થાય ત્યારે જીવને સાચું જ્ઞાન થયું કહેવાય, ને ત્યારે તે મોક્ષમાર્ગમાં આવ્યો એટલે કે
ભગવાનના માર્ગમાં આવ્યો.
મરતાં ‘દેહ છૂટયો’ એમ લોકો કહે છે; દેહ તે કાંઈ આત્મા ન હતો, તે છૂટો હતો
ને છૂટો પડ્યો; પણ શું જ્ઞાન કાંઈ છૂટે?–જ્ઞાન કાંઈ આત્માથી જુદું પડે? ન પડે, કેમકે
જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે. એ જ રીતે રાગનો અભાવ થાય છે કેમકે તે પણ
આત્માનો અવિરુદ્ધસ્વભાવ નથી; તે તો વિરુદ્ધભાવ છે. આત્માના નિજભાવમાં તેનો
પ્રવેશ નથી એટલે તે ટળી જાય છે.
* જ્ઞાન તે આત્માનો અવિરુદ્ધસ્વભાવ છે.
* રાગ તે આત્માનો વિરુદ્ધભાવ છે.
* એ રીતે જ્ઞાનને અને રાગને ભિન્નતા છે.
–એ પ્રમાણે બંનેને જુદા જાણીને જ્ઞાન જ્ઞાનપણે પરિણમ્યું ને રાગપણે ન
પરિણમ્યું,–એ સાચું ભેદજ્ઞાન છે, તે આસ્રવોથી નિવૃત્તિ છે, તે જ સંવર છે, તે જ મોક્ષનો
ઉપાય છે.
નિજવૈભવનું ભાન થતાં...
નિજવૈભવનું ભાન થતાં યથાર્થ વસ્તુસ્થિતિની
મર્યાદા સમ્યગ્દ્રષ્ટિએ એમ જાણી કે ચૈતન્યસીમામાં
પરભાવનો પ્રવેશ જરાપણ નથી. ચૈતન્યના દ્રવ્યમાં
ગુણમાં કે નિર્મળપર્યાયમાં ક્યાંય પરભાવ નથી, પણ
પરભાવના અભાવરૂપ મારો સ્વભાવ છે. આવો, સ્વભાવ
વર્તમાનમાં જાણ્યો, ને સદાકાળ આવો જ સ્વભાવ રહેશે.
જેવું વર્તમાન તેવું ત્રિકાળ. વર્તમાનમાં શુદ્ધતાના વેદન
વગર ત્રિકાળ શુદ્ધ સ્વભાવ પ્રતીતમાં આવી શકે નહિ.
ભાઈ! તારા જ્ઞાનલક્ષણને લંબાવીને તું દેખ તો અત્યારે
જ તારો આત્મા કર્મના ને વિકારના અભાવરૂપે તને
દેખાશે, કેમકે કર્મમાં કે વિકારમાં જ્ઞાન લક્ષણ રહેતું નથી.
જ્ઞાન લક્ષણ તો શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયમાં જ રહે છે.

PDF/HTML Page 17 of 45
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
આત્મહિત માટે
વૈરાગ્યરસભીનો ઉપદેશ
દૌલ!ં સમજ સુન ચેત સયાને કાલ વૃથા મત ખોવે;
યહ નરભવ ફિર મિલન કઠિન હૈ જો સમ્યક્ નહિ હોવે.
ભાઈ, અનંતવાર મનુષ્યભવ પામ્યો પણ આત્માના જ્ઞાન વિના તે વ્યર્થ
ગુમાવ્યો. યુવાનીમાં વિષયવાસનામાં ને ધનમાં એવો મોહ્યો કે બીજું કાંઈ સુઝે જ
નહીં! એ રીતે કિંમતી કાળ પાપમાં ગુમાવ્યો. જો કે આત્માનું હિત કરવા માંગે તો
યુવાનીમાં પણ કરી શકાય છે; પણ આ તો દરકાર નથી કરતા એવા જીવોની વાત છે.
અનંતવાર આત્માની દરકાર વગર યુવાની પાપમાં ગુમાવી, માટે આ અવસરમાં
આત્માની દરકાર કરજે–એમ ઉપદેશ છે.
મનુષ્યજન્મની યુવાનીનો કાળ–તે તો ધર્મની કમાણીનો ખરેખરો વખત છે,
એવા વખતે વિષયકષાયોમાં ડુબીને રત્નચિંતામણિ જેવો અવસર વેડફી નાંખે છે!
ભાઈ, આ મનુષ્યપણાની એકેક ઘડી મહા કિંમતી છે, લાખો–કરોડો રૂપિયા આપતાંય
એની એક ઘડી મળે તેમ નથી. નાનો હોય તો દડા ઊડાડવામાં વખત ગાળે ને મોટો
થાય એટલે પૈસા કમાવામાં વખત ચાલ્યો જાય. પણ ભાઈ, ક્ષણેક્ષણે તારા જીવનનો
દડો ઊડી જાય છે અને તારા આત્માની કમાણી ચુકી જવાય છે, તેની કાંઈ દરકાર
ખરી? આવો અવસર વ્યર્થ ગુમાવવા જેવો નથી.
વૃદ્ધાવસ્થા ક્યારે આવી જાય છે તેની ખબર પણ નથી પડતી; વૃદ્ધાવસ્થા થતાં
અર્ધમૃતક જેવી દશા થઈ જાય છે. દેહમાં અનેક રોગ થાય, હાલીચાલી શકાય નહિ,
ખાવાપીવામાં પરાધીનતા, ઈન્દ્રિયો કામ કરે નહિ, આંખે પૂરું દેખાય નહિ, સ્ત્રી–પુત્રાદિ
પણ કહેવું માને નહિ,–અને દ્રષ્ટિ તો એ બધા સંયોગો ઉપર જ પડી છે, એટલે જાણે કે
જીવન હારી ગયો–એમ તે જીવ દુઃખી–દુઃખી થઈ જાય છે, પણ બાલ–યુવાન–વૃદ્ધ ત્રણે
અવસ્થાથી ભિન્ન પોતાના ચૈતન્યસ્વરૂપને મોહી જીવ જાણતો નથી. ને આત્માના ભાન
વગર મનુષ્યપણું દુઃખમાં જ ગુમાવે છે.
વૃદ્ધાવસ્થામાંય આત્માનું કલ્યાણ કરવા ધારે તો કરી શકાય છે. –‘એ તો જાગ્યા
ત્યાંથી સવાર.’ અગાઉ તો ઘણા જીવો શરીરમાં સફેદ વાળ દેખતાં વૈરાગ્ય પામીને દીક્ષા
લઈ લેતાં, એવા પ્રસંગો બનતા. પણ હજી દેહથી ભિન્ન આત્માનું જ્ઞાન પણ જ્યાં ન
હોય ત્યાં દીક્ષા ક્યાંથી લ્યે? ચૈતન્યની શ્રદ્ધા ચૂકીને દેહની અનુકૂળતામાં જ મૂર્છાઈ
ગયો, ને પ્રતિકૂળતા આવે ત્યાં દુઃખના ઢગલામાં જાણે દટાઈ

PDF/HTML Page 18 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯પ આત્મધર્મ : ૧૫ :
ગયો. સંયોગથી જુદો જીવ દેખાતો જ નથી; આવા જીવો જે સંયોગમાં રહે તેનાથી બીજા
કરતાં હું કાંઈક અધિક છું–એમ દેખાડવા મથે છે, સંયોગથી અધિકતા માને છે પણ–
‘લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો! ’ ભાઈ! સંયોગ વધતાં તારા
આત્મામાં શું વધી ગયું? પાડા અને હાથીનું શરીર ઘણું મોટું હોય છે તેથી શું તેના
આત્માની અધિકતા થઈ ગઈ? ના; આત્માની અધિકતા તો જ્ઞાનસ્વભાવ વડે છે. મારો
આત્મા જ્ઞાનસ્વભાવને લીધે બીજા બધાથી અધિક છે, રાગથી પણ તે અધિક છે, અધિક
છે એટલે જુદો છે–એમ જેણે આત્માની અધિકતા ન જાણી, તે જીવો શરીરથી, આબરૂથી,
ધનથી, કુટુંબથી, મકાનથી, પદવીથી, અવાજની મધુરતાથી કે શુભરાગથી–એમ બહારવડે
પોતાની અધિકતા માને છે. અહો, જ્ઞાનસ્વભાવી આત્મા આખા વિશ્વથી અધિક છે,
જ્ઞાનસ્વભાવની તોલે આવે એવું કોઈ વિશ્વમાં નથી. માટે હે જીવ! તું આત્માની કિંમત
કર, ને બીજાની કિંમત છોડ. શરીર–પૈસા વગેરે સંયોગનો મોહ છોડ. બીજા પાસે વધુ
સંયોગ દેખીને તેની બળતરા છોડ;– ‘આની પાસે ઘણુંય ને મારી પાસે થોડું’ –એવી
બળતરાથી દેવો પણ દુઃખી થાય છે–એ વાત દેવગતિના દુઃખમાં કહેશે.
દેહમાં મુર્છાયેલો જીવ પોતાના સાચારૂપને જીવ કઈ રીતે ઓળખે? –જેને
બાલપણામાં તો કાંઈ જ્ઞાન નથી, યુવાની જે વિષયોમાં ગુમાવે છે ને વૃદ્ધાવસ્થામાં
અર્ધમૃતક થઈ જાય છે, –એ રીતે દેહબુદ્ધિમાં પોતાનું જીવન ગુમાવનારા જીવો આત્માનું
સ્વરૂપ કઈ રીતે ઓળખે?
कैसे रूप लखै अपनो? - આમ કહીને સમ્યગ્દર્શનની વાત
લીધી છે. સમ્યગ્દર્શન પામવું એટલે કે પોતાનું સ્વરૂપ જાણવું તે જ હિતનો ઉપાય છે, તે
જ વિતરાગવિજ્ઞાન છે, તે જ સંતગુરુઓની શિખામણ છે, ને તેમાં જ મનુષ્યભવની
સાર્થકતા છે. શુભરાગની વાત ન કરી, कैसे रूप लखै अपनो એમ કહ્યું પણ कैसे करै
शुभराग એમ ન કહ્યું, કેમકે તે તો અનંતવાર કર્યા; શુભરાગ કર્યો ત્યારે તો મનુષ્ય
થયો;–એટલે તે કાંઈ અપૂર્વ ચીજ નથી. પણ પોતાનું રૂપ જાણ્યું નહિ, સમ્યગ્દર્શન કર્યું
નહિ, એટલે પોતાનું રૂપ લખવું–અનુભવવું તે અપૂર્વ ચીજ છે, તેમાં જ જીવનું હિત છે.
મોહ છોડીને પોતાનું સ્વરૂપ જાણવા માગે તો તો ગમે ત્યારે જાણી શકે છે. પણ
મોહથી જે બહારમાં જ મથ્યો રહે તે પોતાના નિજસ્વરૂપને ક્યાંથી દેખે? ભાઈ, અત્યારે
આવો અવસર તને મળ્‌યો છે તો આત્માના હિતને માટે વખત લે. મરતાં તો આ બધું અહીં
પડી રહેશે, માટે જીવતાં જ તેનો મોહ છોડીને આત્માનું સ્વરૂપ ઓળખવાનો ઉદ્યમ કર.
‘અત્યારે કમાઈ લઈએ, પછી વૃદ્ધાવસ્થામાં નિવૃત્તિ લઈને આત્માનું કંઈક
કરીશું! ’ –એમ કહે. –પણ ભાઈ! વૃદ્ધાવસ્થા આવશે જ એવું ક્યાં નક્કી છે? ઘણાય
જીવો યુવાન અવસ્થામાં જ આયુષ પૂરું થતાં ફૂ થઈને ચાલ્યા જાય છે, –એવા

PDF/HTML Page 19 of 45
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
પ્રસંગો તો નજરે દેખાય છે. પછી વૃદ્ધાવસ્થાનો શો ભરોસો? અત્યારે યુવાનઅવસ્થા
વખતે તું એમ કહે છે કે વૃદ્ધાવસ્થામાં કરીશું; પણ વૃદ્ધાવસ્થામાં જ્યારે શક્તિઓ ક્ષીણ થઈ
જશે ત્યારે તને પસ્તાવો થશે કે અરે, યુવાનીમાં વખત હતો ત્યારે આત્માની કાંઈ દરકાર
ન કરી. માટે વાયદા કરવાનું મૂકીને અત્યારથી જ આત્માનું હિત થાય–એવો ઉદ્યમ કર.
બહારના સંયોગની સગવડતામાં તને પોતાની સરખાઈ લાગે છે,–પણ ભાઈ!
એ બહારના સંયોગમાં તું છો જ ક્યાં? તારું રૂપ તો તેનાથી જુદું છે. તું તો જ્ઞાનરૂપ
છો; તારા સાચા રૂપને તું ઓળખ. ‘હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું
ખરું?’–એનો શાંતિથી વિચાર કર.
રે જીવ! એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધી તો તેને વિચાર કરવાની શક્તિ જ
ન હતી, અત્યારે વિચાર કરવાની શક્તિ ઊઘડી છે તો આત્માના હિતનો વિચાર કરીને
તેનો સદુપયોગ કર. ઘણા જીવો તો મનુષ્ય થવા છતાં એટલી બધી મંદબુદ્ધિવાળા હોય
છે કે મૂઢ જેવા જ રહે છે; કોઈને થોડીઘણી બુદ્ધિ હોય છે તો બહારના કાર્યોનાં તીવ્ર
અભિમાન આડે બુદ્ધિને તેમાં જ રોકે છે, આત્માના હિત માટે બુદ્ધિનો ઉપયોગ નથી
કરતો. પૈસા કેમ કમાવા તેમાં બુદ્ધિ વાપરે છે (–જો કે પૈસા તો પુણ્યઅનુસાર મળે છે)
–પણ આત્માના હિતની કમાણી કેમ થાય તેમાં બુદ્ધિ વાપરતા નથી. આત્માના હિતનો
વિચાર કર્યા વગર મોંઘું જીવન વેડફી નાંખે છે. અરે, આવું મોંઘું જીવન, તે માત્ર
ધનમાં–સ્ત્રીમાં કે રાજપાટમાં વેડફી નાંખવાનું ન હોય; તેમાં તો આત્માના હિતનો એવો
વિચાર કરું કે જેથી ફરીને આ સંસારમાં આવા દુઃખો ભોગવવા ન પડે,–એમ વિચારીને
તારા આત્માને મોક્ષપંથમાં જોડ. તારા ચૈતન્યપ્રભુને તેં કદી ન દેખ્યો. તો હવે અત્યારે
તેને દેખ. ચૈતન્યના દર્શનનો (સમ્યગ્દર્શનનો) આ અવસર છે.–
મુમુક્ષુ પોતાના ચૈતન્યપ્રભુના દર્શનની તીવ્ર ભાવના ભાવે છે કે અરે,
એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીમાં મેં કદી મારા ચૈતન્યપ્રભુને ન દેખ્યા...કેમકે તે
વખતે તો દેખવાની શક્તિ જ ન હતી. પણ હવે આ મનુષ્યપણામાં ચૈતન્યપ્રભુને
દેખવાનો અવસર આવ્યો છે, માટે હે ચેતનાસખી! મને મારા ચૈતન્યપ્રભુનાં દર્શન
કરાવ. ‘દેખણ દે...સખી, દેખણ દે.’
પોતે પોતાના ચૈતન્યપ્રભુને દેખવાની દરકાર જ જીવ ક્યાં કરે છે! નવરો હોય,
કાંઈ કામ ન હોય તોપણ કાંઈ ધર્મના વાંચન–વિચારને બદલે મફતનો પારકી ચિન્તા
કર્યા કરે; ધનની ચિન્તા, શરીરની ચિન્તા, સ્ત્રી–પુત્રની ચિન્તા, દેશની ચિન્તા–એમ પાર
વગરની પારકી ચિન્તામાં જીવ વ્યર્થ કાળ ગુમાવે છે, પણ આત્માના હિતની

PDF/HTML Page 20 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯પ આત્મધર્મ : ૧૭ :
ચિન્તા કરતો નથી, પારકી ચિન્તા તો વ્યર્થ છે કેમકે તારી ચિન્તા પ્રમાણે તો કાંઈ પરમાં
થતું નથી. ટી. બી. (ક્ષય) થાય, પક્ષઘાત થાય, ખબર પડે કે હવે આ પથારીમાંથી
ઊઠીને કદી દુકાને જઈ શકવાનો નથી, છતાં પણ પથારીમાં સૂતો સૂતો આત્માના વિચાર
કરે નહિ પણ ઘરના દુકાનના કે શરીરાદિના વિચાર કર્યા કરે, ને પાપના પોટલા બાંધીને
દુર્ગતિમાં જાય. નવરો પડે ત્યારે પારકી ચિન્તા કરે છે તેને બદલે આત્માની ચિન્તા કરે
તો કોણ રોકે છે? કોઈ રોકતું નથી; પણ એને પોતાને જ દરકાર ક્યાં છે? અરેરે, એને
હજી ભવદુઃખનો થાક નથી લાગતો! ભાઈ, આ મનુષ્યપણામાંય નહિ ચેત, તો પછી
ક્યારે ચેતીશ?
દૌલ! સમજ સુન ચેત સયાને કાલ વૃથા મત ખોવે;
યહ નરભવ ફિર મિલન કઠિન હૈ, જો સમ્યક્ નહિ હોવે.
મૃત્યુંજય
જ્ઞાની ખરેખર મૃત્યુંજય છે એટલે કે તેમણે મૃત્યુને જીતી લીધું છે.
જ્ઞાનીને મરણનો ભય નથી; કેમકે આત્મા કદી મરતો જ નથી, આત્મા તો
પોતાના ચૈતન્યપ્રાણથી સદા જીવંત જ છે. –આવા આત્મજીવનને જ્યાં
નિઃશંકપણે જાણ્યું ત્યાં મરણનો ભય ક્યાંથી હોય?
દેહમાં જેને આત્મબુદ્ધિ છે એવો અજ્ઞાની જીવ, દેહમાં કે સંયોગમાં કંઈક
ફેરફાર થતાં ‘હાય...હાય! હવે હું મરી જઈશ, દેહ વિના ને રાગ વિના મારો
આત્મા જીવી નહિ શકે’–એમ મરણથી ભયભીત રહે છે. જ્ઞાનીએ તો પોતાના
આત્માને દેહથી અત્યંત જુદો જ જાણ્યો છે, –રાગથીયે પાર અનુભવ્યો છે,
એટલે દેહ છૂટવાના પ્રસંગે પણ મરણની બીક તેને હોતી નથી. જ્યાં મરણ જ
મારું નથી ત્યાં બીક કોની?
વન જંગલમાં સંત મુનિ આત્મધ્યાનમાં બેઠા હોય....ને ત્યાં વાઘનું
ટોળું આવીને તેમને ઘેરી વળે...કે બોમ્બના ગોળા વરસે તોપણ મુનિ ભયભીત
થતા નથી કે આ વાઘનું ટોળું કે આ બોમ્બવર્ષા મારો નાશ કરશે! ‘હું તો
અરૂપી જ્ઞાનસ્વરૂપ છું, મારું જ્ઞાન અવધ્ય છે–કોઈથી હણાય નહિ, એટલે આ
વાઘનું ટોળું કે બોમ્બનું ગોળું મારો નાશ કરવા સમર્થ નથી’–એમ નિઃશંક
વર્તતા થકા જ્ઞાની નિર્ભયપણે પોતાના જ્ઞાનસ્વરૂપને સાધીને સિદ્ધ થાય છે.