Atmadharma magazine - Ank 307
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 4

PDF/HTML Page 1 of 66
single page version

background image
* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
વીર સં. ૨૪૯પ વર્ષ ૨૬
વૈશાખ અંક ૭
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર (૩૦૭) સંપાદક : બ્ર. હરિલાલ જૈન, સોનગઢ.
આત્મધર્મ

PDF/HTML Page 2 of 66
single page version

background image
* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
“ગુરુદેવનો જીવન પરિચય” પુસ્તકનું એક ભાવભીનું દ્રશ્ય

PDF/HTML Page 3 of 66
single page version

background image
* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯પ
ચાર રૂપિયા વૈશાખ
વર્ષ ૨૬ : અંક ૭
સંપાદકીય
વિદેહક્ષેત્રના જે તીર્થંકરભગવાનની વાણી કુંદકુંદાચાર્યદેવે સાક્ષાત્
સાંભળી...એ જ તીર્થંકરભગવાનની વાણીની પ્રસાદી આપણને આજે
અહીં પ્રાપ્ત થાય છે–તે કેવી મહાન હર્ષની વાત છે! અહા, એ દિવ્યધ્વનિએ
જે શુદ્ધાત્મા બતાવ્યો તે શુદ્ધાત્મા આજે પણ આપણે અંતરમાં જોઈ શકીએ
અને એ રીતે તીર્થંકરભગવાનની વાણીનું રહસ્ય પામી શકીએ–એવો
અપૂર્વ ઉપદેશ આજે એક ભાવિતીર્થંકર આપણને સાક્ષાત્ સંભળાવી રહ્યા
છે. વાહ! આત્મહિત માટેનો કેવો અપૂર્વ સુયોગ મળ્‌યો છે!
શુદ્ધાત્મઅનુભૂતિ પ્રગટ કરવા માટે અત્યારે આપણે માટે શું
વિદેહમાં ને ભરતમાં કાંઈ ફેર છે? કહાનગુરુની દેશના ઝીલ્યા પછી
નિઃશંક રીતે આપણે કહી શકીએ કે ના; આત્મઅનુભૂતિ પ્રગટ કરવા માટે
તો આપણે આજે વિદેહક્ષેત્ર કે ભરતક્ષેત્ર બંને સરખાં જ છે. કહાનગુરુના
પ્રતાપે આત્મઅનુભૂતિ પ્રાપ્ત કરવાનું આપણને પણ વિદેહના જીવો જેવું જ
સુગમ બની ગયું છે. અનુભૂતિનો માર્ગ બતાવીને ગુરુદેવે આ ભરતક્ષેત્રનું
ગૌરવ વધાર્યું છે.....ને મહાવિદેહના એક નાનકડા ભાઈ જેવું તેને બનાવી
દીધું છે. વિદેહથી આવેલા આ મહાત્મા દ્વારા ધર્મની આવી મહાન
પ્રભાવના થતી દેખીને એ વિદેહના ધર્મપ્રેમી સાધર્મીઓ પણ ગૌરવ
અનુભવતા હશે... કે વાહ! અહીંથી ગયેલા એ રાજકુમાર ભરતક્ષેત્રમાં
જૈનધર્મની કેવી ઉન્નતિ કરી રહ્યા છે! અને ભરતક્ષેત્રના જીવો કેવા ભાવથી
એમનો રત્નચિંતામણિજન્મોત્સવ ઉજવી રહ્યા છે! ખરેખર, ભરતક્ષેત્રને
માટે તો એ ધર્મના રત્નચિંતામણિ જ છે.
અહો, સાધર્મીજનો! આવા રત્નચિંતામણિને પામીને આપણે
તેમની પાસેથી મનોવાંછિત એવા ચૈતન્યચિંતામણિની પ્રાપ્તિ કરીએ.
ચૈતન્યરત્નચિંતામણિ એવા હે ગુરુદેવ! અમારા મનોરથ પૂર
કરોજી.
–હરિ

PDF/HTML Page 4 of 66
single page version

background image
* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
: : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯પ
ચૈતન્યચિંતામણિ – રત્નમાળા
સહજ શુદ્ધજ્ઞાનાનંદસ્વભાવી પરમાત્મતત્ત્વની સન્મુખ
થઈને તેના ધ્યાનથી પ્રગટેલી નિર્મળ પર્યાયરૂપ જે મોક્ષમાર્ગ, –
તેનાં અનેક નામોની માળા દ્રવ્યસંગ્રહમાં વર્ણવી છે, ગુરુદેવને તે
‘માળા’ અત્યંત પ્રિય છે. તે દ્રવ્યસંગ્રહમાં નામો ઉપરાંત બીજાં
પણ કેટલાંક નામો ગુરુદેવે કહેલાં તે ઉમેરીને, કુલ ૧૦૮ રત્નોની
આ માળા અહીં રત્નચિંતામણિ–જન્મોત્સવનિમિત્તે રજુ થાય છે.
તેનું પ્રત્યેક રત્ન મોક્ષમાર્ગને પ્રકાશિત કરનારું છે.
૧. તે જ શુદ્ધાત્મસ્વરૂપ છે. ૧૧. તે જ નિર્મળ સ્વરૂપ છે.
૨. તે જ પરમાત્મસ્વરૂપ છે. ૧૨. તે જ સ્વસંવેદન જ્ઞાન છે.
૩. તે જ સુખામૃતસરોવરના ૧૩. તે જ પરમતત્ત્વજ્ઞાન છે.
પરમહંસસ્વરૂપ છે. ૧૪. તે જ શુદ્ધાત્મદર્શન છે.
૪. તે જ પરમ બ્રહ્મસ્વરૂપ છે. ૧પ. તે જ પરમઅવસ્થાસ્વરૂપ છે.
પ. તે જ પરમ વિષ્ણુસ્વરૂપ છે. ૧૬. તે જ પરમાત્માનું દર્શન છે.
(સ્વગુણોમાં વ્યાપક) ૧૭. તે જ પરમાત્મજ્ઞાન છે.
૬. તે જ પરમ શિવસ્વરૂપ છે. ૧૮. તે જ શુદ્ધાત્મજ્ઞાન છે.
(આત્મકલ્યાણ) ૧૯. તે જ ધ્યેયભૂત શુદ્ધ પારિણામિક
૭. તે જ પરમ બુદ્ધસ્વરૂપ છે. ભાવરૂપ છે.
(જ્ઞાન સ્વરૂપ) ૨૦. તે જ ધ્યાનભાવનાસ્વરૂપ છે.
૮. તે જ પરમ નિજ સ્વરૂપ છે. ૨૧. તે જ શુદ્ધચારિત્ર છે.
૯. તે જ પરમ સ્વાત્મોપલબ્ધિલક્ષણ ૨૨. તે જ અંર્ત તત્ત્વ છે.
સિદ્ધસ્વરૂપ છે. ૨૩. તે જ પરમ તત્ત્વ છે.
૧૦. તે નિરંજનસ્વરૂપ છે. ૨૪. તે જ શુદ્ધાત્મદ્રવ્ય છે.

PDF/HTML Page 5 of 66
single page version

background image
* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
: વૈશાખ : ૨૪૯પ આત્મધર્મ : ૩ :
૨પ. તે જ પરમ જ્યોતિ છે. ૪૯. તે જ અભેદરત્નત્રયસ્વરૂપ છે.
૨૬. તે જ શુદ્ધાત્મઅનુભૂતિ છે. પ૦. તે જ વીતરાગ સામાયિક છે.
૨૭. તે જ આત્મપ્રતીતિ છે. પ૧. તે જ પરમ શરણ–ઉત્તમ–મંગલ છે.
૨૮. તે જ આત્મસંવિત્તિ છે. પ૨. તે જ કેવળજ્ઞાનઉત્પત્તિનું કારણ છે.
૨૯. તે જ સ્વરૂપ–ઉપલબ્ધિ છે. પ૩. તે જ સકલકર્મક્ષયનું કારણ છે.
૩૦. તે જ નિત્ય–ઉપલબ્ધિ છે. પ૪. તે જ નિશ્ચય–ચતુર્વિધ આરાધના છે.
૩૧. તે જ પરમ સમાધિ છે. પપ. તે જ પરમાત્મભાવના છે.
૩૨. તે જ પરમ આનંદ છે. પ૬. તે જ સુખની અનુભૂતિરૂપ
૩૩. તે જ નિત્ય–આનંદ છે. પરમ કળા છે.
૩૪. તે જ સહજ–આનંદ છે. પ૭. તે જ દિવ્ય કળા છે.
૩પ. તે જ સદાનંદ છે. પ૮. તે જ પરમ અદ્વૈત છે.
૩૬. તે જ શુદ્ધાત્મ પદાર્થનું અધ્યયન છે. પ૯. તે જ પરમ અમૃત છે.
૩૭. તે જ પરમ સ્વાધ્યાય છે.
૬૦. તે જ પરમ ધર્મધ્યાન છે.
૩૮. તે જ નિશ્ચય મોક્ષઉપાય છે. ૬૧. તે જ શુક્લધ્યાન છે.
૩૯. તે જ એકાગ્ર ચિન્તાનિરોધ છે. ૬૨. તે જ રાગાદિ વિકલ્પશૂન્ય ધ્યાન છે.
૪૦. તે જ પરમ બોધ છે. ૬૩. તે જ નિષ્કલ (અશરીરી) ધ્યાન છે.
૪૧. તે જ શુદ્ધ ઉપયોગ છે. ૬૪. તે જ પરમ સ્વાસ્થ્ય છે.
૪૨. તે જ પરમ યોગ છે. ૬પ. તે જ પરમ વીતરાગપણું છે.
૪૩. તે જ ભૂતાર્થ છે. ૬૬. તે જ પરમ સામ્ય છે.
૪૪. તે જ પરમાર્થ છે. ૬૭. તે જ પરમ એકત્વ છે.
૪પ. તે જ નિશ્ચલ પંચાચાર છે. ૬૮. તે જ પરમ અભેદજ્ઞાન છે.
૪૬. તે જ સમયસાર છે. ૬૯. તે જ પરમ સમરસીભાવ છે.
૪૭. તે જ અધ્યાત્મસાર છે. ૭૦. તે જ અમૃતમાર્ગ છે.
૪૮. તે જ સમતાવગેરે છ ૭૧. તે જ વીતરાગવિજ્ઞાન છે.
નિશ્ચયઆવશ્યક સ્વરૂપ છે. ૭૨. તે જ ભેદવિજ્ઞાન છે.

PDF/HTML Page 6 of 66
single page version

background image
* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
: : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯પ
૭૩. તે જ સમ્યક્ દર્શન છે. ૯૧. તે જ સિદ્ધોને સાચા નમસ્કાર છે.
૭૪. તે જ સમ્યક્ આચાર છે. ૯૨. તે જ ધર્મની ક્રિયા છે.
૭પ. તે જ સર્વજ્ઞની પરમાર્થસ્તુતિ છે. ૯૩. તે જ મોક્ષની ક્રિયા છે.
૭૬. તે પરમ નિષ્કર્મ છે. ૯૪. તે જ જૈનધર્મ છે.
૭૭. તે જ અકર્તૃત્વ ભાવ છે. ૯પ. તે જશુદ્ધપરિણતિ છે.
૭૮. તે જ અનેકાન્તનું રહસ્ય છે. ૯૬. તે જ જ્ઞાનની અનુભૂતિ છે.
૭૯. તે જ સ્યાદ્વાદની સૌરભ છે. ૯૭. તે જ શુદ્ધનય છે.
૮૦. તે જ શુદ્ધ ઉપાદાન છે. ૯૮. તે જ આત્મલબ્ધિનો અવસર છે.
૮૧. તે જ શુદ્ધ ઉપયોગ છે. ૯૯. તે જ નિયમથી કર્તવ્ય છે.
૮૨. તે જ પરમાત્માની સેવા છે. ૧૦૦. તે જ કારણપરમાત્મા છે.
૮૩. તે જ શુદ્ધાત્મસન્મુખપરિણામ છે. ૧૦૧. તે જ જ્ઞાનીનું કાર્ય છે.
૮૪. તે જ ધર્મની પાંચ લબ્ધિ છે. ૧૦૨. તે જ મોહ–ક્ષોભરહિત પરિણામ છે.
૮પ. તે જ ભવ્યત્વશક્તિની વ્યક્તિ છે. ૧૦૩. તે જ ભાવશ્રુત છે.
૮૬. તે જ ઔપશમિકાદિ ત્રણ ભાવ છે. ૧૦૪. તે જ જ્ઞાયકભાવની ઉપાસના છે.
૮૭. તે જ શુદ્ધચેતના છે.
૧૦પ. તે જ જૈનશાસન છે.
૮૮. તે જ સમ્યક્ પુરુષાર્થ છે. ૧૦૬. તે જ પરમેષ્ઠીપદ છે.
૮૯. તે જ આનંદમાર્ગ છે. ૧૦૭. તે જ તીર્થંકરોનો માર્ગ છે.
૯૦. તે જ પરમાત્માનો સાક્ષાત્કાર છે. ૧૦૮. તે જ ચૈતન્યચિંતામણિ–રત્ન છે.
[ઉત્તમમાં ઉત્તમ એવાં ૧૦૮ રત્નોની આ મંગળ માળા–કે જે પહેરવી
સાધકજીવોને અત્યંત પ્રિય છે, તે માળાદ્વારા આપણી ભક્તિ અને આનંદ વ્યક્ત કરીએ
છીએ....ને ભાવના ભાવીએ છીએ કે એ મંગળમાળાનો એક મણકો આપણે પણ બની
જઈએ. –હરિ]

PDF/HTML Page 7 of 66
single page version

background image
* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
: વૈશાખ : ૨૪૯પ આત્મધર્મ : પ :
દર્શન પ્રાભૃત
જૈનશાસનમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે ‘दंसणमूलो
धम्मो” કહીને ધર્મનો જે મહાન મંત્ર આપ્યો, તેના વિવેચનદ્વારા
પૂ. શ્રી કાનજીસ્વામી હંમેશાં સમ્યક્ત્વનું સ્વરૂપ ઉપદેશીને તેનો
અપાર મહિમા સમજાવે છે. એવા સમ્યક્ત્વના મહિમાથી ભરપૂર
દર્શનપ્રાભૃતની ગાથાઓનો ગુજરાતી અનુવાદ વિદ્વાન ભાઈશ્રી
હિંમતલાલ જેઠાલાલ શાહે કરેલ છે તે અહીં આપવામાં આવેલ છે.
દર્શનપ્રાભૃત એટલે સમ્યક્ત્વરૂપી ભેટ; ગુરુદેવની
રત્નચિન્તામણિ જયંતી પ્રસંગે સમ્યક્ત્વરત્નની ઉત્તમ ભેટ સૌને
ગમશે. આપણે એવું રત્ન પ્રગટ કરીએ ને તેના વડે ગુરુદેવની
ભાવસ્તુતિ કરીએ.
પ્રારંભમાં કરીને નમન જિનવરવૃષભ મહાવીરને,
સંક્ષેપથી હું યથાક્રમે ભાખીશ દર્શનમાર્ગને.
રે! ધર્મ દર્શનમૂલ ઉપદેશ્યો જિનોએ શિષ્યને;
તે ધર્મ નિજ કર્ણે સૂણી દર્શનરહિત નહિ વંદ્ય છે.
દ્રગ્ભ્રષ્ટ જીવો ભ્રષ્ટ છે, દ્રગ્ભ્રષ્ટનો નહિ મોક્ષ છે;
ચારિત્રભ્રષ્ટ મુકાય છે, દ્રગ્ભષ્ટ નહિ મુક્તિ લહે.
સમ્યક્ત્વરત્નવિહીન જાણે શાસ્ત્ર બહુવિધને ભલે,
પણ શૂન્ય છે આરાધનાથી તેથી ત્યાં ને ત્યાં ભમે.
સમ્યક્ત્વ વિણ જીવો ભલે તપ ઉગ્ર સુષ્ઠુ આચરે,
પણ લક્ષ કોટિ વર્ષમાંયે બોધિલાભ નહીં લહે.
સમ્યક્ત્વ–દર્શન–જ્ઞાન બળ–વીર્યે અહો! વધતા રહે.
તે અલ્પ કાળે કલેશ–મળ–અધ ટાળી વરજ્ઞાની બને.

PDF/HTML Page 8 of 66
single page version

background image
* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
: : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯પ
સમ્યક્ત્વનીરપ્રવાહ જેના હૃદયમાં નિત્યે વહે,
તસ બદ્ધકર્મો વાલુકા–આવરણ સમ ક્ષયને લહે.
દ્રગ્ભ્રષ્ટ, જ્ઞાને ભ્રષ્ટ ને ચારિત્રમાં છે ભ્રષ્ટ જે,
તે ભ્રષ્ટથી પણ ભ્રષ્ટ છે ને નાશ અન્ય તણો કરે.
જે ધર્મશીલ સંયમ–નિયમ–તપ–યોગ–ગુણ ધરનાર છે,
તેનાય ભાખી દોષ, ભ્રષ્ટ મનુષ્ય દે ભ્રષ્ટત્વને.
જ્યમ મૂળનાશે વૃક્ષના પરિવારની વૃદ્ધિ નહીં,
જિનદર્શનાત્મક મૂળ હોય વિનષ્ટ તો સિદ્ધિ નહીં.
૧૦
. ૧૧
. ૧૨
વળી જાણીને પણ તેમને ગારવ–શરમ–ભયથી નમે,
તેનેય બોધિ–અભાવ છે પાપાનુમોદન હોઈને.
૧૩
જ્યાં જ્ઞાન ને સંયમ ત્રિયોગે, ઉભયપરિગ્રહત્યાગ છે,
જે શુદ્ધ સ્થિતિભોજન કરે, દર્શન તદાશ્રિત હોય છે.
૧૪
. ૧પ
. ૧૬
જિનવચનરૂપ દવા વિષયસુખરેચિકા, અમૃતમયી,
છે વ્યાધિ–મરણ–જરાદિહરણી, સર્વદુઃખવિનાશિની.
૧૭
છે એક જિનનું રૂપ, બીજું શ્રાવકોત્તમ લિંગ છે,
ત્રીજું કહ્યું આર્યાદિનું, ચોથું ન કોઈ કહેલ છે.
૧૮

PDF/HTML Page 9 of 66
single page version

background image
* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
: વૈશાખ : ૨૪૯પ આત્મધર્મ : ૭ :
પંચાસ્તિકાય, છ દ્રવ્ય ને નવ અર્થ, તત્ત્વો સાત છે;
શ્રદ્ધે સ્વરૂપો તેમનાં, જાણો સુદ્રષ્ટિ તેહને.
૧૯
જીવાદિના શ્રદ્ધાનને સમ્યક્ત્વ ભાખ્યું છે જિને,
વ્યવહારથી, પણ નિશ્ચયે આત્મા જ નિજ સમ્યક્ત્વ છે.
૨૦.
એ જિનકથિત દર્શનરતનને ભાવથી ધારો તમે,
ગુણરત્નત્રયમાં સાર ને જે પ્રથમ શિવસોપાન છે.
૨૧
થઈ જે શકે કરવું અને નવ થઈ શકે તે શ્રદ્ધવું;
સમ્યક્ત્વ શ્રદ્ધાવંતને સર્વજ્ઞ જિનદેવે કહ્યું.
૨૨
દ્રગ, જ્ઞાન ને ચારિત્ર, તપ વિનયે સદાય સુનિષ્ઠ જે,
તે જીવ વંદનયોગ્ય છે–ગુણધર તથા ગુણવાદી જે.
૨૩
જ્યાં રૂપ દેખી સાહજિક, આદર નહીં મત્સર વડે,
સંયમ તણો ધારક ભલે તે હોય પણ કુદ્રષ્ટિ છે.
૨૪
જે અમરવંદિત શીલયુત મુનિઓ તણું રૂપ જોઈને,
મિથ્યાભિમાન કરે અરે! તે જીવ દ્રષ્ટિવિહીન છે.
૨પ
વંદો ન અણસંયત, ભલે હો નગ્ન પણ નહિ વંદ્ય તે;
બંને સમાનપણું ધરે, એકકે ન સંયમવંત છે,
૨૬
નહિ દેહ વંદ્ય, ન વંદ્ય કુલ, નહિ વંદ્ય જન જાતિ થકી;
ગુણહીન ક્યમ વંદાય? તે સાધુ નથી, શ્રાવક નથી.
૨૭
સમ્યક્ત્વસંયુક્ત શુદ્ધભાવે વંદું છું મુનિરાજને,
તસ બ્રહ્મચર્ય, સુશીલને, ગુણને તથા શિવગમનને.
૨૮
ચોસઠ ચમર સંયુક્ત ને ચોત્રીસ અતિશય યુક્ત જે,
બહુજીવહિતકાર સતત, કર્મવિનાશકારણ–હેતુ છે.
૨૯
સંયમ થકી, વા જ્ઞાન–દર્શન–ચરણ–તપ છે ચાર જે
એ ચાર કેરા યોગથી, મુક્તિ કહી જિનશાસને.
૩૦

PDF/HTML Page 10 of 66
single page version

background image
* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
: : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯પ
રે! જ્ઞાન નરને સાર છે, સમ્યક્ત્વ નરને સાર છે;
સમ્યક્ત્વથી ચારિત્ર ને ચારિત્રથી મુક્તિ લહે.
૩૧.
દ્રગ–જ્ઞાનથી, સમ્યક્ત્વયુત ચારિત્રથી ને તપ થકી
–એ ચારના યોગે જીવો સિદ્ધિ વરે, શંકા નથી.
૩૨
કલ્યાણશ્રેણી સાથ પામે જીવ સમકિત શુદ્ધને;
સુર–અસુર કેરા લોકમાં સમ્યક્ત્વરત્ન પુજાય છે.
૩૩
રે! ગોત્ર ઉત્તમથી સહિત મનુજત્વેન જીવ પામીને,
સંપ્રાપ્ત કરી સમ્યક્ત્વ, અક્ષય સૌખ્ય ને મુક્તિ લહે.
૩૪
ચોત્રીસ અતિશયયુક્ત, અષ્ટ સહસ્ર લક્ષણધરપણે
જિનચંદ્ર વિહરે જ્યાં લગી, તે બિંબ સ્થાવર ઉક્ત છે.
૩પ
દ્વાદશ તપે સંયુક્ત, નિજ કર્મો ખપાવી વિધિબળે,
વ્યુત્સર્ગથી તનને તજી, પામ્યા અનુત્તમ મોક્ષને.
૩૬
સ્વાનુભૂતિપૂર્વક થતું સમ્યગ્દર્શન તે મોક્ષનું દ્વાર છે; તેના
વડે જ મોક્ષનો માર્ગ ઊઘડે છે. એનો ઉદ્યમ એ જ દરેક મુમુક્ષુનું
પહેલું કામ છે. અને દરેક મુમુક્ષુથી આ થઈ શકે તેવું છે.
* * *
એક ક્ષણભરના સ્વાનુભવથી જ્ઞાનીને જે કર્મો તૂટે છે,
અજ્ઞાનીને લાખો ઉપાય કરતાં પણ એટલાં કર્મો તૂટતાં નથી.
આમ સમ્યક્ત્વનો અને સ્વાનુભવનો કોઈ અચિંત્ય મહિમા છે.
–એમ સમજીને હે જીવ! તેની આરાધનામાં તત્પર થા.

PDF/HTML Page 11 of 66
single page version

background image
* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
: વૈશાખ : ૨૪૯પ આત્મધર્મ : ૯ :
અધ્યાત્મસંત શ્રી કાનજીસ્વામી
[જીવન પરિચય] [લે: હિંમતલાલ જે શાહ]
જેમની ૮૦ મી જન્મજયંતિનો રત્નચિંતામણિ–મહોત્સવ
હમણાં જ મુંબઈનગરીમાં અત્યંત ઉલ્લાસપૂર્વક ઉજવાયો એવા
પરમ પૂજ્ય ગુરુદેવનો જીવન પરિચય ભાવભીની શૈલીથી
આત્મધર્મમાં પહેલી જ વાર પ્રગટ કરતાં આનંદ થાય છે.
ગુરુદેવના પવિત્ર જીવનનાં ગુણગાન એ જ એમના પ્રત્યેની
ઉપકાર–અંજલિ છે. ગુરુદેવનું જીવન આપણને સત્ અને સંત
બંને પ્રત્યે પરમ બહુમાન જગાડીને આત્માર્થિતાનું પોષણ
કરે છે. (–સંપાદક)
જન્મ અને બાલ્યકાળ
પરમ પૂજ્ય અધ્યાત્મસંત શ્રી કાનજીસ્વામીનો શુભ જન્મ વિ. સં. ૧૯૪૬ ના
વૈશાખ સુદ બીજ ને રવિવારના દિવસે કાઠિયાવાડના ઉમરાળા ગામમાં સ્થાનકવાસી
જૈન સંપ્રદાયમાં થયો હતો. તેઓશ્રીના માતુશ્રીનું નામ ઉજમબાઈ અને પિતાશ્રીનું નામ
મોતીચંદભાઈ હતું જ્ઞાતિએ તેઓ દશા શ્રીમાળી વણિક હતા. બાળવયમાં તેઓશ્રીના
વિશે કોઈ જોષીએ કહ્યું હતું કે આ કોઈ મહાપુરુષ થશે. બાળપણથી જ તેઓશ્રીના મુખ
પર વૈરાગ્યની સૌમ્યતા અને નેત્રોમાં બુદ્ધિ ને વીર્યનું તેજ દેખાતું. તેઓશ્રીએ
ઉમરાળાની નિશાળમાં અભ્યાસ કર્યો હતો. જોકે નિશાળમાં તેમ જ જૈનશાળામાં
તેઓશ્રી પ્રાય; પ્રથમ નંબર રાખતા તોપણ નિશાળમાં અપાતા વ્યાવહારિક જ્ઞાનથી
તેમના ચિત્તને સંતોષ થતો નહિ અને તેમને ઊંડે ઊંડે એમ રહ્યા કરતું કે ‘હું જેની
શોધમાં છું તે આ નથી.’ કોઈ કોઈ વાર આ દુઃખ તીવ્રતા ધારણ કરતું; અને એક વાર
તો, માતાથી વિખૂટા પડેલા બાળકની જેમ, તે બાળ–મહાત્મા સત્ના વિયોગે ખૂબ રડ્યા
હતા.
ધંધામાં જોડાણ છતાં વૈરાગ્યની જાગૃતિ
નાની વયમાં જ માતાપિતા કાળધર્મ પામવાથી તેઓશ્રી આજીવિકા અર્થે તેમના
મોટા ભાઈ ખુશાલભાઈ સાથે પાલેજમાં ચાલુ દુકાનમાં જોડાયા. ધીમે ધીમે

PDF/HTML Page 12 of 66
single page version

background image
* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
: ૧૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯પ
દુકાન સારી જામી. વેપારમાં તેમનું વર્તન પ્રમાણિક હતું. એક વાર (લગભગ ૧૬ વર્ષની
વયે) તેમને કોઈ કારણે વડોદરાની કોર્ટમાં જવું પડ્યું હતું. ત્યાં તેઓશ્રીએ અમલદાર
સમક્ષ સત્ય હકીકત સ્પષ્ટતાથી જણાવી દીધી હતી; તેમના મુખ પર તરવરતી
નિખાલસતા, નિર્દોષતા ને નીડરતાની અમલદાર પર છાપ પડી અને તેમણે કહેલી સર્વ
હકીકત ખરી છે એમ વિશ્વાસ આવવાથી અમલદારે તે સર્વ હકીકત સપૂર્ણપણે માન્ય રાખી.
પાલેજમાં તેઓશ્રી કોઈવખત નાટક જોવા જતા; પરંતુ અતિશય આશ્ચર્યની વાત
તો એ છે કે નાટકમાંથી શૃંગારિક અસર થવાને બદલે કોઈ વૈરાગ્યપ્રેરક દ્રશ્યની ઊંડી
અસર તે મહાત્માને થતી અને તે કેટલાય દિવસ સુધી રહેતી. કોઈ કોઈ વખત તો નાટક
જોઈને આવ્યા પછી આખી રાત વૈરાગ્યની ધૂન રહેતી. એક વાર નાટક જોયા પછી
‘શિવરમણી રમનાર’ તું, તું હી દેવનો દેવ? એ લીટીથી શરૂ થતું કાવ્ય તેમણે બનાવ્યું
હતું. સાંસારિક રસનાં પ્રબળ નિમિત્તોને પણ મહાન આત્માઓ વૈરાગ્યનાં નિમિત્ત
બનાવે છે!
વૈરાગ્ય અને દીક્ષા
આ રીતે પાલેજની દુકાનમાં વેપારનું કામકાજ કરતાં છતાં તે મહાત્માનું મન
વેપારમય કે સંસારમય થયું નહોતું. તેમનો અંતર્વ્યાપાર તો જુદો જ હતો. તેમના
અંતરનો સ્વાભાવિક ઝોક હંમેશા ધર્મ અને સત્યની શોધ પ્રતિ જ રહેતો. ઉપાશ્રયે કોઈ
સાધુ આવે કે તેઓ તે સાધુની સેવા તેમ જ તેમની સાથે ધાર્મિક વાર્તાલાપ માટે દોડી
જતા અને ઘણો સમય ઉપાશ્રયે ગાળતા. ધાર્મિક અભ્યાસ પણ ચાલુ હતો. તેમનું ધાર્મિક
જીવન અને સરળ અંતઃકરણ જોઈને તેમના સંબંધીઓ તેમને ‘ભગત’ કહેતાં. તેમણે
તેમના મોટા ભાઈ ખુશાલભાઈને સ્પષ્ટ જણાવી દીધું કે ‘મારું વેવિશાળ કરવાનું નથી;
મારા ભાવ દીક્ષા લેવાના છે.’ ખુશાલભાઈએ તેમણે ઘણું સમજાવ્યા કે– ‘ભાઈ, તું ન
પરણે તો ભલે તારી ઈચ્છા, પરંતુ તું દીક્ષા ન લે. તારે દુકાને ન બેસવું હોય તો ભલે તું
આખો દિવસ ધાર્મિક વાંચનમાં ને સાધુઓના સંગમાં ગાળ પણ દીક્ષાની વાત ન કર.’
આમ ઘણું સમજાવવા છતાં ને મહાત્માના વૈરાગી ચિત્તને સંસારમાં રહેવાનું પસંદ પડ્યું
નહિ. દીક્ષા લીધા પહેલાં તેઓશ્રી કેટલાક મહિનાઓ સુધી આત્માર્થી ગુરુની શોધ માટે
કાઠિયાવાડ, ગુજરાત ને મારવાડમાં અનેક ગામો ફર્યા; ઘણા સાધુઓને મળ્‌યા પણ
ક્્યાંય મન ઠર્યુંં નહિ. ખરી વાત તો એ હતી કે પૂર્વ ભવની–અધૂરી મુકેલી સાધનાએ
અવતરેલા તે મહાત્મા પોતે જ ગુરુ થવાને યોગ્ય હતા. આખરે બોટાદ સંપ્રદાયના
સ્થાનકવાસી જૈન સાધુ હીરાચંદજી મહારાજના હાથે દીક્ષા લેવાનું નક્કી થયું અને સં.
૧૯૭૦ ના માગશર સુદ ૯ ને રવિવારને દિવસે ઉમરાળામાં મોટી ધામધૂમથી
દીક્ષામહોત્સવ થયો.

PDF/HTML Page 13 of 66
single page version

background image
* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
: વૈશાખ : ૨૪૯પ આત્મધર્મ : ૧૧ :
શાસ્ત્રાભ્યાસ, અને પુરુષાર્થ–જીવનમંત્ર
દીક્ષા લઈને તુરત જ મહારાજશ્રીએ શ્વેતાંબર શાસ્ત્રોનો સખત અભ્યાસ કરવા
માંડ્યો; તે એટલે સુધી કે આહારાદિ શારીરિક આવશ્યકતાઓમાં વખત જતો તે પણ
તેમને ખટકતો. લગભગ આખો દિવસ ઉપાશ્રયના કોઈ એકાંત ભાગમાં અભ્યાસ કરતાં
તેઓ જોવામાં આવતા. ચારેક વર્ષમાં લગભગ બધા શ્વેતામ્બર શાસ્ત્રો તેઓ
વિચારપૂર્વક વાંચી ગયા. તેઓ સંપ્રદાયની રીતે પ્રમાણે ચારિત્ર પણ કડક પાળતા, થોડા
જ વખતમાં તેમની આત્માર્થિતાની, જ્ઞાનપિપાસાની અને ઉગ્ર ચારિત્રની સુવાસ
કાઠિયાવાડમાં ફેલાઈ. તેમના ગુરુની મહારાજશ્રી પર બહુ કૃપા હતી. મહારાજશ્રી
પ્રથમથી જ તીવ્ર પુરુષાર્થી હતા. કેટલીક વખત તેમને કોઈ ભવિતવ્યતા પ્રત્યે
વલણવાળી વ્યક્તિ તરફથી એવું સાંભળવાનો પ્રસંગ બનતો કે ‘ગમે તેવું આકરું
ચારિત્ર પાળીએ પણ કેવળી ભગવાને જો અનંત ભવ દીઠા હશે તો તેમાંથી એક પણ
ભવ ઘટવાનો નથી.’ મહારાજશ્રી આવાં પુરુષાર્થહીનતાનાં મિથ્યા વચનો સાંખી શકતા
નહિ અને બોલી ઊઠતા કે ‘જે પુરુષાર્થી છે તેના અનંત ભવો કેવળી ભગવાને દીઠા જ
નથી. જેને પુરુષાર્થ ભાસ્યો છે તેને અનંત ભવ હોય જ નહિ, પુરુષાર્થીને ભવસ્થિતિ
આદિ કાંઈ નડતું નથી, તેને પાંચે સમવાય આવી મળ્‌યા છે.’ ‘પુરુષાર્થ, પુરુષાર્થ ને
પુરુષાર્થ’ એ મહારાજશ્રીનો જીવનમંત્ર છે.
દીક્ષાનાં વર્ષો દરમ્યાન મહારાજશ્રીએ શ્વેતામ્બર શાસ્ત્રોનો ખૂબ મનનપૂર્વક
અભ્યાસ કર્યો. ભગવતી સૂત્ર તેઓશ્રીએ ૧૭ વાર વાંચ્યું છે. દરેક કાર્ય કરતાં તેમનું લક્ષ
સત્યના શોધન પ્રતિ જ રહેતું.
શાસન–ઉદ્ધારનો એક પવિત્ર પ્રસંગ: સમયસારની પ્રાપ્તિ
સં. ૧૯૭૮ માં શ્રી વીરશાસનના ઉદ્ધારનો, અનેક મુમુક્ષુઓના મહાન પુણ્યોદયને
સૂચવતો એક પવિત્ર પ્રસંગ બની ગયો. વિધિની કોઈ ધન્ય પણે
શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્ય–વિરચિત શ્રી સમયસાર નામનો મહાન ગ્રંથ મહારાજશ્રીના
હસ્તકમળમાં આવ્યો. સમયસાર વાંચતા જ તેમના હર્ષનો પાર ન રહ્યો. જેની શોધમાં
તેઓ હતા તે તેમને મળી ગયું. શ્રી સમયસારજીમાં અમૃતનાં સરોવર છલકાતાં
મહારાજશ્રીના અંતર્નયને જોયાં. એક પછી એક ગાથા વાંચતાં મહારાજશ્રીએ ઘૂંટડા ભરી
ભરીને તે અમૃત પીધું. ગ્રંથાધિરાજ સમયસારજીએ મહારાજશ્રી પર અપૂર્વ, અલૌકિક,
અનુપમ ઉપકાર કર્યો અને તેમના આત્માનંદનો પાર ન રહ્યો, મહારાજશ્રીના
અંતર્જીવનમાં પરમ પવિત્ર પરિવર્તન થયું. ભૂલી પડેલી પરિણતિએ નિજ ઘર દેખ્યું.
ઉપયોગઝરણાનાં વહેણ અમૃતમય થયાં. જિનેશ્વરદેવના સુનંદન ગુરુદેવની જ્ઞાનકળા હવે
અપૂર્વ રીતે ખીલવા લાગી.

PDF/HTML Page 14 of 66
single page version

background image
* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
: ૧૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯પ
અદ્ભુત વ્યાખ્યાનશૈલી અને સમ્યગ્દર્શનનો મહિમા
સં. ૧૯૯૧ સુધી મહારાજશ્રીએ સ્થાનકવાસી સંપ્રદાયમાં રહી બોટાદ, વઢવાણ,
અમરેલી, પોરબંદર, જામનગર, રાજકોટ વગેરે ગામોમાં ચાતુર્માસ કર્યાં અને શેષકાળમાં
સેંકડો નાનાંમોટા ગામોને પાવન કર્યાં. કાઠિયાવાડના હજારો માણસોને મહારાજશ્રીના
ઉપદેશ પ્રત્યે બહુમાન પ્રગટ્યું. અંતરાત્મધર્મનો ઉદ્યોત ઘણો થયો જે ગામમાં
મહારાજશ્રીનું ચાર્તુમાસ હોય ત્યાં બહારગામનાં હજારો ભાઈબહેનો દર્શનાર્થે જતાં અને
તેમની અમૃતવાણીનો લાભ લેતાં. મહારાજશ્રી શ્વેતામ્બર સંપ્રદાયમાં રહ્યા હોવાથી
વ્યાખ્યાનમાં મુખ્યત્વે શ્વેતામ્બર શાસ્ત્રો વાંચતા (જોકે છેલ્લા વર્ષોમાં સમયસારાદિ પણ
સભા વચ્ચે વાંચતા હતા.) પરંતુ તે શાસ્ત્રોમાંથી, પોતાનું હૃદય અપૂર્વ હોવાથી, અન્ય
વ્યાખ્યાતાઓ કરતાં જુદી જ જાતના અપૂર્વ સિદ્ધાંતો તારવતા, વિવાદના સ્થળોને
છેડતા જ નહિ. ગમે તે અધિકાર તેઓશ્રી વાંચે પણ તેમાં કહેલી હકીકતોને અંતરના
ભાવો સાથે મીંઢવીને તેમાંથી એવા અલૌકિક આધ્યાત્મિક ન્યાયો કાઢતા કે જે ક્્યાંય
સાંભળવા ન મળ્‌યા હોય. ‘જે ભાવે તીર્થંકરનામકર્મ બંધાય તે ભાવ પણ હેય
છે....શરીરમાં રોમે રોમે તીવ્ર રોગ થવા તે દુઃખ જ નથી, દુઃખનું સ્વરૂપ જુદું
છે...વ્યાખ્યાન સાંભળીને ઘણા જીવો બૂઝે તો મને ઘણો લાભ થાય એમ માનનાર
વ્યાખ્યાતા મિથ્યાદ્રષ્ટિ છે....આ દુઃખમાં સમતા નહિ રાખું તો કર્મ બંધાશે–એવા ભાવે
સમતા રાખવી તે પણ મોક્ષમાર્ગ નથી...પાંચ મહાવ્રત પણ માત્ર પુણ્યબંધના કારણ છે.’
આવા હજારો અપૂર્વ ન્યાયો મહારાજશ્રી વ્યાખ્યાનમાં અત્યંત સ્પષ્ટ રીતે લોકોને
સમજાવતા. દરેક વ્યાખ્યાનમાં મહારાજશ્રી સમ્યગ્દર્શન પર અત્યંત અત્યંત ભાર મૂકતા.
તેઓશ્રી અનેક વાર કહેતા કે “શરીરનાં ચામડાં ઊતરડીને ખાર છાંટનાર ઉપર પણ
ક્રોધ ન કર્યો–એવાં વ્યવહાર ચારિત્રો આ જીવે અનંતવાર પાળ્‌યાં છે, પણ સમ્યગ્દર્શન
એકવાર પણ પ્રાપ્ત કર્યું નથી. લાખો જીવોની હિંસાના પાપ કરતાં મિથ્યાદર્શનનું પાપ
અનંતગણું છે.....સમકિત સહેલું નથી. લાખો કરોડોમાં કોઈક વિરલ જીવને જ તે હોય
છે. સમકિતી જીવ પોતાનો નિર્ણય પોતે જ કરી શકે છે, સમકિતી આખા બ્રહ્માંડના
ભાવોને પી ગયો હોય છે. આજકાલ તો સૌ પોતપોતાના ઘરનું સમકિત માની બેઠા છે.
સમકિતીને તો મોક્ષના અનંત સુખની વાનગી પ્રાપ્ત થઈ હોય છે. સમકિતીનું તે સુખ,
મોક્ષના સુખના અનંતમાં ભાગે હોવા છતાં અનંત છે.’ અનેક રીતે, અનેક દલીલોથી,
અનેક પ્રમાણોથી, અનેક દ્રષ્ટાંતોથી સમકિતનું અદ્ભુત માહાત્મ્ય તેઓશ્રી લોકોને
ઠસાવતા. મહારાજશ્રીની જૈનધર્મ પરની અનન્ય શ્રદ્ધા, આખું જગત ન માને તોપણ
પોતાની માન્યતામાં પોતે એકલા ટકી રહેવાની તેમની અજબ દ્રઢતા અને અનુભવના
જોરપૂર્વક નીકળતી તેમની ન્યાયભરેલી વાણી ભલભલા નાસ્તિકોને વિચારમાં નાખી
દેતી અને કેટલાકને આસ્તિક બનાવી દેતી. એ કેસરીસિંહનો સિંહનાદ પાત્ર જીવોના

PDF/HTML Page 15 of 66
single page version

background image
* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
: વૈશાખ : ૨૪૯પ આત્મધર્મ : ૧૩ :
હૃદયના ઊંડાણને સ્પર્શી તેમના આત્મિક વીર્યને ઉછાળતો. સત્યના જોરે આખા
જગતના અભિપ્રાયો સામે ઝૂઝતા એ અધ્યાત્મયોગીની ગર્જના જેમણે સાંભળી હશે
તેમના કાનમાં હજુ તેનો રણકાર ગુંજતો હશે.
આવી અદ્ભુત પ્રભાવશાળી અને કલ્યાણકારિણી વાણી અનેક જીવોને આકર્ષે
એ સ્વાભાવિક છે. સાધારણ રીતે ઉપાશ્રયમાં કામધંધાથી નિવૃત્ત થયેલા વૃદ્ધ માણસો
મુખ્યત્વે આવતા હોય છે. પરંતુ કાનજી મહારાજ જ્યાં પધારે ત્યાં તો યુવાનો,
કેળવાયેલા માણસો, વકીલો, દાક્તરો, શાસ્ત્રના અભ્યાસીઓ વગેરેથી ઉપાશ્રયે
ઊભરાઈ જતો. મોટાં ગામોમાં મહારાજશ્રીનું વ્યાખ્યાન પ્રાય: ઉપાશ્રયમાં નહિ પણ કોઈ
વિશાળ જગ્યામાં રાખવું પડતું. દિવસે દિવસે તેમની ખ્યાતિ વધતી જ ગઈ. વ્યાખ્યાનમાં
હજારો માણસો આવતાં. આસપાસનાં ગામોમાંથી પણ માણસો આવતાં. આગળ જગ્યા
મળે એ હેતુથી સેંકડો લોકો કલાક–દોઢદોઢ કલાક વહેલા આવીને બેસી જતા. કોઈક
જિજ્ઞાસુઓ વ્યાખ્યાનોની ટૂંકી નોંધ કરી લેતા. જે ગામમાં મહારાજશ્રી પધારે તે ગામમાં
શ્રાવકોના ઘરે ઘરે ધર્મની ચર્ચા ચાલતી અને સર્વત્ર ધર્મનું વાતાવરણ જામી રહેતું.
શેરીઓમાં શ્રાવકોનાં ટોળાં ધર્મની વાતો કરતાં નજરે પડતાં. સવાર, બપોર ને સાંજ
ઉપાશ્રયના રસ્તે જનસમુદાયની ભારે અવર–જવર રહ્યા કરતી. ઉપાશ્રયમાં લગભગ
આખો દિવસ તત્ત્વજ્ઞાનચર્ચાની શીતળ લહરીઓ છૂટતી. કેટલાક મુમુક્ષુઓનું તો
વેપારધંધામાં ચિત્ત ચોટતું નહિ ને મહારાજશ્રીની શીતળ છાયામાં ઘણોખરો વખત
ગાળતા. આ રીતે ગામોગામ અનેક સુપાત્ર જીવોના હૃદયમાં મહારાજશ્રીએ સત્ની
રુચિનાં બીજ રોપ્યાં. મહારાજશ્રીના વિયોગમાં પણ તે મુમુક્ષુઓ મહારાજશ્રીનો બોધ
વિચારતા, ભવભ્રમણ કેમ ટળે, સમ્યક્ત્વ કેમ પ્રાપ્ત થાય–તેની ઝંખના કરતા કોઈ વાર
ભેગા મળીને તત્ત્વચર્ચા કરતા, મહારાજશ્રીએ કહેલાં પુસ્તકો વાંચતા–વિચારતા.
સ્થાનકવાસી સાધુઓમાં મહારાજશ્રીનું સ્થાન અજોડ હતું. ‘કાનજી મહારાજ શું
કહે છે’ –એ જાણવા સાધુ–સાધ્વીઓ ઉત્સુક રહેતાં. કેટલાક સાધુ–સાધ્વીઓ
મહારાજશ્રીનાં વ્યાખ્યાનની નોંધ મુમુક્ષુ ભાઈબહેનો પાસેથી મેળવી વાંચી લેતાં.
મહારાજશ્રીએ ઘણાં વર્ષો સુધી સ્થાનકવાસી સંપ્રદાયમાં રહી આત્મધર્મનો ખૂબ
પ્રચાર કર્યો અને સાધુ તથા શ્રાવકોને વિચારતા કરી મૂકયા.
પરિવર્તન : સંપ્રદાયત્યાગ
મહારાજશ્રી સં. ૧૯૯૧ સુધી સ્થાનકવાસી સંપ્રદાયમાં રહ્યા. પરંતુ અંતરંગ

PDF/HTML Page 16 of 66
single page version

background image
* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
: ૧૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૫
આત્મામાં વાસ્તવિક વસ્તુસ્વભાવ અને વાસ્તવિક નિર્ગં્રથમાર્ગ ઘણા વખતથી સત્ય
લાગતો હોવાથી તેઓશ્રીએ યોગ્ય સમયે કાઠિયાવાડના સોનગઢ નામના ગામમાં ત્યાંના
એક ગૃહસ્થના ખાલી મકાનમાં સં. ૧૯૯૧ ના ચૈત્ર સુદ ૧૩ ને મંગળવારને દિને
‘પરિવર્તન’ કર્યું. –સ્થાનકવાસી સંપ્રદાયનું ચિહ્ન જે મુહપત્તિ તેનો ત્યાગ કર્યો. સંપ્રદાય
ત્યાગનારાઓને કેવી કેવી અનેક મહાવિપત્તિઓ પડે છે, બાળ જીવો તરફથી અજ્ઞાનને
લીધે તેમના પર કેવી અઘટિત નિંદાની ઝડીઓ વરસે છે, તેનો તેમને સંપૂર્ણ ખ્યાલ
હતો, પણ તે નીડર ને નિસ્પૃહ મહાત્માએ તેની કાંઈ પરવા કરી નહિ. સંપ્રદાયના હજારો
શ્રાવકોના હૃદયમાં મહારાજશ્રી અગ્રસ્થાને બિરાજતા હતા તેથી ઘણા શ્રાવકોએ
મહારાજશ્રીને પરિવર્તન નહિ કરવા અનેક પ્રકારે પ્રેમભાવે વીનવ્યા હતા. પરંતુ જેના
રોમે રોમમાં વીતરાગપ્રણીત યથાર્થ સન્માર્ગ પ્રત્યે (સમ્યક્ દિગંબર જૈન ધર્મ પ્રત્યે)
ભક્તિ ઊછળતી હતી તે મહાત્મા એ પ્રેમભરી વિનવણીની અસર હૃદયમાં ઝીલી, રાગમાં
તણાઈ, સત્ને કેમ ગૌણ થવા દે? સત્ પ્રત્યેની પરમ ભક્તિમાં સર્વ પ્રકારની
પ્રતિકૂળતાનો ભય ને અનુકૂળતાનો રાગ અત્યંત ગૌણ થઈ ગયા. જગતથી તદ્ન
નિરપેક્ષપણે, હજારોની માનવમેદનીમાં ગર્જતો સિંહ સત્ને ખાતર સોનગઢના એકાંત
સ્થળમાં જઈને બેઠો.
મહારાજશ્રીએ જેમાં પરિવર્તન કર્યું તે મકાન વસતિથી અલગ હોવાથી બહુ શાંત
હતું. દૂરથી આવતા માણસનો પગરવ ક્યાંયથી સંભળાતો. થોડા મહિનાઓ સુધી આવા
નિર્જન સ્થળમાં માત્ર (મહારાજશ્રીના પરમભક્ત) જીવણલાલજી મહારાજ સાથે અને
કોઈ દર્શનાર્થે આવેલા બે ચાર મુમુક્ષુઓ સાથે સ્વાધ્યાય, જ્ઞાન ધ્યાન વગેરેમાં લીન
થયેલા મહારાજશ્રીને જોતાં હજારોની માનવમેદની સ્મૃતિગોચર થતી અને તે
જાહોજલાલીને સર્પકંચુકવત છોડનાર મહાત્માની સિંહવૃત્તિ, નિરીહતા અને નિર્માનતા
આગળ હૃદય નમી પડતું.
સંપ્રદાય ઉપર પરિવર્તનની અસર
જે સ્થાનકવાસી સંપ્રદાય કાનજીસ્વામીના નામથી ગૌરવ લેતો તે સંપ્રદાયમાં
મહારાજશ્રીના ‘પરિવર્તન’ થી ભારે ખળભળાટ થાય એ સ્વાભાવિક છે. પરંતુ
મહારાજશ્રી ૧૯૯૧ ની સાલ સુધીમાં કાઠિયાવાડમાં લગભગ દરેક સ્થાનકવાસીના
હૃદયમાં પેસી ગયા હતા, મહારાજશ્રી પાછળ કાઠિયાવાડ ઘેલું બન્યું હતું. તેથી
મહારાજશ્રીએ જે કર્યું હશે તે સમજીને જ કર્યું હશે’ એમ વિચારીને ધીમે ધીમે ઘણા લોકો
તટસ્થ થઈ ગયા. કેટલાક લોકો સોનગઢમાં શું ચાલે છે તે જોવા આવતા, પણ
મહારાજશ્રીનું પરમ પવિત્ર જીવન અને અપૂર્વ ઉપદેશ સાંભળી તેઓ ઠરી જતા,

PDF/HTML Page 17 of 66
single page version

background image
* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
: વૈશાખ : ૨૪૯પ આત્મધર્મ : ૧પ :
તૂટેલો ભક્તિનો પ્રવાહ ફરીને વહેવા લાગતો. કોઈ કોઈ પશ્ચાત્તાપ કરતા કે ‘મહારાજ
આપના વિષે તદ્ન કલ્પિત વાતો સાંભળી અમે આપની ઘણી આશાતના કરી છે, ઘણાં
કર્મ બાંધ્યા છે, અમને ક્ષમા આપજો.’ આ રીતે જેમ જેમ મહારાજશ્રીના પવિત્ર
ઉજ્જવળ જીવન તેમ જ આધ્યાત્મિક ઉપદેશ વિષે લોકોમાં વાત ફેલાતી ગઈ, તેમ તેમ
વધારે ને વધારે લોકોને મહારાજશ્રી પ્રત્યે મધ્યસ્થતા થતી ગઈ અને ઘણાને સાંપ્રદાયિક
મોહને કારણે દબાઈ ગયેલી ભક્તિ પુનઃપ્રગટતી ગઈ. મુમુક્ષુ અને બુદ્ધિશાળી વર્ગની તો
મહારાજશ્રી પ્રત્યે પહેલાંના જેવી જ પરમ ભક્તિ રહી હતી. અનેક મુમુક્ષુઓના
જીવનાધાર કાનજીસ્વામી સોનગઢમાં જઈને રહ્યા, તો મુમુક્ષુઓનાં ચિત્ત સોનગઢ તરફ
ખેંચાયાં. ધીમે ધીમે મુમુક્ષુઓનાં પૂર સોનગઢ તરફ વહેવા લાગ્યાં. સાંપ્રદાયિક મોહ
અત્યંત દુર્નિવાર હોવા છતાં, સત્ના અર્થી જીવોને સંખ્યા ત્રણે કાળે અત્યંત અલ્પ હોવા
છતાં, સાંપ્રદાયિક મોહ તેમજ લૌકિક ભયને છોડીને સોનગઢ તરફ વહેતાં સત્સંગાર્થી
જનોનાં પૂર દિનપ્રતિદિન વેગપૂર્વક વધતાં જ જાય છે.
પરિવર્તન કર્યા પછી પૂ. મહારાજશ્રીનો મુખ્ય નિવાસ સોનગઢમાં જ છે.
મહારાજશ્રીની હાજરીને લીધે સોનગઢ એક તીર્થધામ જેવું બની ગયું છે. બહારગામથી
અનેક મુમુક્ષુ ભાઈબહેનો મહારાજશ્રીના ઉપદેશનો લાભ લેવા સોનગઢ આવે છે. દૂર
દેશોથી ઘણા દિગંબર જૈનો, પંડિતો, બ્રહ્મચારીઓ વગેરે પણ આવે છે. બહારગામના
માણસોને જમવા તથા ઊતરવા માટે ત્યાં એક જૈનઅતિથિગૃહ છે. કેટલાક ભાઈઓ
તથા બહેનો ત્યાં ઘર કરીને કાયમ રહ્યાં છે. કેટલાક સત્સંગાર્થીઓ થોડા મહિનાઓ માટે
પણ ત્યાં ઘર કરીને અવારનવાર રહે છે. બહારગામના મુમુક્ષુઓનાં હાલ (સં.
૧૯૯૯માં) ત્યાં ચાળીસેક ઘર છે. (અત્યારે સં. ૨૦૨પ માં આ સંખ્યા લગભગ ૨૦૦
શ્રી જૈન સ્વાધ્યાયમંદિર અને ધર્મચર્યા
પૂ. મહારાજશ્રીએ જે મકાનમાં પરિવર્તન કર્યું તે મકાન નાનું હતું. તેથી જ્યારે
ઘણા માણસો થઈ જતાં ત્યારે વ્યાખ્યાન વાંચવાની અગવડ પડતી. પર્યુષણમાં તો બીજે
સ્થળે વ્યાખ્યાન વાંચવા જવું પડતું. આ રીતે મકાનમાં માણસોની સમાસ નહિ થતો
હોવાથી ભક્તોએ સં. ૧૯૯૪ માં એક મકાન બંધાવ્યું અને તેનું નામ ‘શ્રી જૈન
સ્વાધ્યાયમંદિર’ રાખ્યું. મહારાજશ્રી હાલમાં ત્યાં રહે છે. લગભગ આખો દિવસ
સ્વાધ્યાય જ ચાલ્યા કરે છે. સવારે તથા બપોરે ધર્મોપદેશ અપાય છે. બપોરના
ધર્મોપદેશ પછી ભક્તિ થાય છે. રાત્રે ધર્મચર્ચા ચાલે છે. ધર્મોપદેશમાં તથા તે સિવાયના
વાંચનમાં ત્યાં ભગવાન કુંદકુંદાચાર્યનાં શાસ્ત્રો, તત્ત્વાર્થસાર, ગોમ્મટસાર, ષટ્ખંડાગમ,
પંચાધ્યાયી, પદ્મનંદિપંચવિંતશતિકા, દ્રવ્યસંગ્રહ, મોક્ષમાર્ગપ્રકાશક, શ્રીમદ્ રાજચંદ્ર

PDF/HTML Page 18 of 66
single page version

background image
* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
: ૧૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯પ
વગેરે પુસ્તકો વંચાય છે. ત્યાં આવનાર મુમુક્ષુનો આખો દિવસ ધાર્મિક આનંદમાં પસાર
થઈ જાય છે.
સમયસાર અને કુંદકુંદાચાર્ય ભગવાન તથા શ્રી સીમંધર ભગવાન
પ્રત્યેની ભક્તિ
પરમ પૂજ્ય અધ્યાત્મયોગી ગુરુદેવને સમયસારજી પ્રત્યે અતિશય ભક્તિ છે તેથી
જે દિવસે સ્વાધ્યાયમંદિરનું ઉદ્ઘાટન થયું તે જ દિવસે એટલે સં. ૧૯૯૪ ના વૈશાખ વદ
૮ ને રવિવારના રોજ સ્વાધ્યાયમંદિરમાં શ્રી સમયસારજીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે.
શ્રી સમયસારજીપ્રતિષ્ઠાના મહોત્સવ પર બહારગામથી લગભગ ૭૦૦ માણસો આવ્યા
હતાં. મહારાજશ્રી સમયસારજીને ઉત્તમોત્તમ શાસ્ત્ર ગણે છે. સમયસારજીની વાત કરતાં
પણ તેમને અતિ ઉલ્લાસ આવી જાય છે. સમયસારજીની પ્રત્યેક ગાથા મોક્ષ આપે એવી
છે એમ તેઓશ્રી કહે છે. ભગવાન કુંદકુંદાચાર્યના બધાં શાસ્ત્ર પર તેમને અત્યંત પ્રેમ છે.
‘ભગવાન કુંદકુંદાચાર્યદેવનો અમારા પર ઘણો ઉપકાર છે, અમે તેમના દાસાનુદાસ
છીએ’ એમ તેઓશ્રી ઘણી વાર ભક્તિભીના અંતરથી કહે છે. શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્ય
મહાવિદેહક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધરભગવાનના સમવસરણમાં ગયા હતા અને
ત્યાં તેઓશ્રી આઠ દિવસ રહ્યા હતા એ વિષે મહારાજશ્રીને અણુમાત્ર શંકા નથી.
તેઓશ્રી ઘણી વાર પોકાર કરીને કહે છે: ‘કલ્પના કરશો નહિ, ના કહેશો નહિ, એ વાત
એમ જ છે; માનો તો પણ એમ જ છે, ન માનો તો પણ એમ જ છે. યથાતથ્ય વાત છે,
અક્ષરશ: સત્ય છે, પ્રમાણસિદ્ધ છે.’ શ્રી સીમંધરપ્રભુ પ્રત્યે ગુરુદેવને અપાર ભક્તિ છે.
કોઈ કોઈ વખત સીમંધરનાથના વિરહે પરમ ભક્તિવંત ગુરુદેવનાં નેત્રોમાંથી અશ્રુની
ધારા વહે છે.
જૈનધર્મની શ્રદ્ધા અને પ્રચાર
વીતરાગના પરમ ભક્ત ગુરુદેવ કહે છે કે– ‘જૈન ધર્મ એ કોઈ વાડો નથી. એ
તો વિશ્વધર્મ છે. જૈન ધર્મનો મેળ અન્ય કોઈ ધર્મ સાથે છે જ નહિ. જૈન ધર્મોનો ને
અન્ય ધર્મોનો સમન્વય કરવાનો પ્રયત્ન રેશમનો ને કંતાનનો સમન્વય કરવાના પ્રયત્ન
જેવો વૃથા છે.’ દિગંબર જૈન ધર્મ તે જ વાસ્તવિક જૈન ધર્મ છે અને આંતરિક તેમ જ
બાહ્ય દિગંબરતા વિના કોઈ જીવ મોક્ષ પામી શકે નહિ એમ તેમની દ્રઢ માન્યતા છે.
તેઓશ્રી કહે છે કે– ‘સ્વાનુભૂતિયુક્ત સમ્યગ્દર્શન સંપ્રાપ્ત કરી, પછી શુદ્ધાત્મામાં વિશેષ
સ્થિર થઈ, જ્યારે જીવ એવી આંતરિક શુદ્ધ દશાએ પરિણમે કે બહારમાં પણ તે
(અંતરિક સહજ દશાને અનુરૂપ) યથાજાતરૂપતા–દિગંબરતા–સહજપણે (હઠ વિના)
ધારણ કરે અને અંતર્બાહ્ય સર્વવિરતદશાએ સદા વર્તેં, ત્યારે જ તે

PDF/HTML Page 19 of 66
single page version

background image
* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
: વૈશાખ : ૨૪૯પ આત્મધર્મ : ૧૭ :
જીવ યથાર્થ મુનિ કહેવાય છે. આવા શુદ્ધાત્મસ્થિત ભાવદ્રવ્યલિંગી યથાજાતરૂપ મુનિના
અમે દાસ છીએ. સર્વજ્ઞપ્રણીત દિગંબર જૈન શાસનના મહાન ઉપાસક ગુરુદેવશ્રી મારફત
સમયસાર, પ્રવચનસાર, પંચાધ્યાયી, મોક્ષમાર્ગપ્રકાશક વગેરે અનેક દિગંબર પુસ્તકોનો
ઘણો ઘણો પ્રચાર કાઠિયાવાડમાં થઈ રહ્યો છે. સોનગઢના પ્રકાશન ખાતામાંથી ગુજરાતી
સમયસારની ૨૦૦૦ નકલો છપાઈને તુરત જ ખપી ગઈ. તે સિવાય, સમયસાર–ગૂટકો,
સમયસાર–હરિગીત, સમયસાર ઉપરનાં પ્રવચનો, અનુભવપ્રકાશ વગેરે ઘણાં પુસ્તકો
ત્યાં છપાયાં અને કાઠિયાવાડમાં ફેલાયાં. તે ઉપરાંત આત્મસિદ્ધિશાસ્ત્રની હજારો પ્રતો
ત્યાંથી પ્રકાશિત થઈ પ્રચાર પામી છે. ગુજરાત કાઠિયાવાડના અધ્યાત્મપ્રેમી મુમુક્ષુઓને
ગુજરાતી ભાષામાં આધ્યાત્મિક સાહિત્ય સુલભ થયું છે. કાઠિયાવાડમાં હજારો મુમુક્ષુઓ
તેનો અભ્યાસ કરતા થયા છે. કેટલાંક ગામોમાં પાંચ દશ પંદર મુમુક્ષુઓ ભેગા થઈને
ગુરુદેવ પાસેથી ગ્રહણ કરેલા રહસ્ય અનુસાર સમયસારાદિ ઉત્તમ શાસ્ત્રોનું નિયમિત
વાંચન મનન કરે છે. આ રીતે પરમ પૂજ્ય ગુરુદેવની કૃપાથી પરમ પવિત્ર શ્રુતામૃતના
ધોરિયા કાઠિયાવાડના ગામે ગામમાં વહેવા લાગ્યા છે. અનેક સુપાત્ર જીવો એ
જીવનોદકનું પાન કરી કૃતાર્થ થાય છે.
[પૂજ્ય શ્રી કાનજીસ્વામીના પુનિત પ્રતાપે સં. ૨૦૨પ સુધીમાં તો ગુજરાતી
ઉપરાંત હિંદીભાષામાં પણ આધ્યાત્મિક સાહિત્ય અતિ વિપુલ પ્રમાણમાં પ્રકાશિત થયું
છે. અને સૌરાષ્ટ્ર–ગુજરાતની સીમા વટાવીને અખિલ ભારતવર્ષના મોટા ભાગમાં
બહોળો પ્રચાર પામ્યું છે. ચેતનદ્રવ્ય અને સમ્યગ્દર્શનના મહિમાને તથા સત્પુરુષાર્થના
પંથને પ્રકાશનારું એ સાહિત્ય ભારતના અનેકાનેક સ્વાધ્યાયપ્રેમી જિજ્ઞાસુ જીવોને
જિનેન્દ્રપ્રણીત સન્માર્ગનું લક્ષ કરાવવામાં નિમિત્તભૂત બને છે.
]
ઉપદેશનો પ્રધાન સૂર
પરમ પૂજ્ય મહારાજશ્રીનું મુખ્ય વજન સમજણ પર છે. ‘તમે સમજો; સમજ્યા
વિના બધું નકામું છે’ એમ તેઓશ્રી વારંવાર કહે છે. કોઈ આત્મા–જ્ઞાની કે અજ્ઞાની–
એક પરમાણુમાત્રને હલાવવાનું સામર્થ્ય ધરાવતો નથી, તો પછી દેહાદિની ક્રિયા
આત્માના હાથમાં કયાંથી હોય? જ્ઞાની ને અજ્ઞાનીમાં આકાશ–પાતાળના અંતર જેવડો
મહાન તફાવત છે, અને તે એ છે કે અજ્ઞાની પરદ્રવ્યનો તથા રાગદ્વેષનો કર્તા થાય છે
અને જ્ઞાની પોતાને શુદ્ધ અનુભવતો થકો તેમનો કર્તા થતો નથી. તે કર્તૃત્વબુદ્ધિ
છોડવાનો મહા પુરુષાર્થ દરેક જીવે કરવાનો છે. તે કર્તૃત્વબુદ્ધિ જ્ઞાન વિના છૂટશે નહિ.
માટે તમે જ્ઞાન કરો.’ –આ તેઓશ્રીના ઉપદેશનો પ્રધાન સૂર છે, જ્યારે કોઈ શ્રોતાઓ
કહે કે ‘પ્રભો! આપ તો મેટ્રિકની ને એમ. એ ની વાત કરો છો;

PDF/HTML Page 20 of 66
single page version

background image
* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
: ૧૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯પ
અમે હજુ એકડિયામાં છીએ, અમને એકડિયાની વાત સંભળાવો;’ ત્યારે ગુરુદેવ કહે છે:
‘આ જૈન ધર્મનો એકડો જ છે. સમજણ કરવી તે જ શરૂઆત છે. મેટ્રિકની ને એમ. એ.
ની એટલે કે નિર્ગં્રથદશાની ને વીતરાગતાની વાતો તો આઘી છે. આ સમજણ કર્યે જ
છૂટકો છે. એક ભવે, બે ભવે, પાંચ ભવે કે અનંત ભવે આ સમજ્યે જ મોક્ષમાર્ગની
શરૂઆત થવાની છે.
અંતર્વિકાસ અને મુમુક્ષુઓ ઉપરનો પરમ ઉપકાર
પરમ પૂજ્ય મહારાજશ્રીના જ્ઞાનને સમ્યક્પણાની મહોર તો ઘણા વખતથી પડી
હતી. તે સમ્યગ્જ્ઞાન સોનગઢના વિશેષ નિવૃત્તિવાળા સ્થળમાં અદ્ભુત સૂક્ષ્મતાને પામ્યું;
નવી નવી જ્ઞાનશૈલી સોનગઢમાં ખૂબ ખીલી. અમૃતકળશમાં જેમ અમૃત ઘોળાતાં હોય
તેમ ગુરુદેવના પરમ પવિત્ર અમૃતકળશસ્વરૂપ આત્મામાં તીર્થંકરદેવનાં વચનામૃતો ખૂબ
ઘોળાયાં–ઘૂંટયાં. એ ઘૂંટાયેલા અમૃત કૃપાળુદેવ અનેક મુમુક્ષુઓને પીરસે છે ને ન્યાલ કરે
છે. સમયસાર, પ્રવચનસાર વગેરે ગ્રંથો પર પ્રવચન કરતાં ગુરુદેવના શબ્દે શબ્દે એટલી
ગહનતા, સૂક્ષ્મતા અને નવીનતા નીકળે છે કે તે શ્રોતાજનોના ઉપયોગને પણ સૂક્ષ્મ
બનાવે છે અને વિદ્વાનોને આશ્ચર્યચકિત કરે છે. જે અનંત આનંદમય ચૈતન્યઘન દશા
પ્રાપ્ત કરીને તીર્થંકરદેવે શાસ્ત્રો પ્રરૂપ્યાં, તે પરમ પવિત્ર દશાને સુધાસ્યંદી
સ્વાનુભૂતિસ્વરૂપ પવિત્ર અંશ પોતાના આત્મામાં પ્રગટ કરીને સદ્ગુરુદેવ વિકસિત
જ્ઞાનપર્યાય દ્વારા શાસ્ત્રમાં રહેલાં ગહન રહસ્યો ઉકેલી, મુમુક્ષુને સમજાવી અપાર ઉપકાર
કરી રહ્યા છે. સેંકડો શાસ્ત્રોના અભ્યાસી વિદ્વાનો પણ ગુરુદેવની વાણી સાંભળી ઉલ્લાસ
આવી જતાં કહે છે: ‘ગુરુદેવ! અપૂર્વ આપનાં વચનામૃત છે: તેનું શ્રવણ કરતાં અમને
તૃપ્તિ થતી જ નથી. આપ ગમે તે વાત સમજાવો તેમાંથી અમને નવું નવું જ જાણવાનું
મળે છે. નવ તત્ત્વનું સ્વરૂપ કે ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યનું સ્વરૂપ, સ્યાદ્વાદનું સ્વરૂપ કે
સમ્યક્ત્વનું સ્વરૂપ, નિશ્ચયવ્યવહારનું સ્વરૂપ કે વ્રતનિયમતપનું સ્વરૂપ, ઉપાદાન–
નિમિત્તનું સ્વરૂપ કે સાધ્ય–સાધનનું સ્વરૂપ, દ્રવ્યાનુયોગનું સ્વરૂપ કે ચરણાનુયોગનું
સ્વરૂપ, ગુણસ્થાનનું સ્વરૂપ કે બાધક–સાધકભાવનું સ્વરૂપ, મુનિદશાનું સ્વરૂપ કે
કેવળજ્ઞાનનું સ્વરૂપ–જે જે વિષયનું સ્વરૂપ આપના મુખે અમે સાંભળીએ છીએ તેમાં
અમને અપૂર્વ ભાવો દ્રષ્ટિગોચર થાય છે. અમે શાસ્ત્રોમાંથી કાઢેલા અર્થો તદ્ન ઢીલા,
જડ–ચેતનના ભેળસેળવાળા, શુભને શુદ્ધમાં ખતવનારા, સંસારભાવને પોષનારા,
વિપરીત અને ન્યાયવિરુદ્ધ હતા; આપના અનુભવમુદ્રિત અપૂર્વ અર્થો ટંકણખાર જેવા–
શુદ્ધ સુવર્ણ જેવા, જડ ચેતનના ફડચા કરનારા, શુભ ને શુદ્ધનો સ્પષ્ટ વિભાગ કરનારા,
મોક્ષભાવને જ પોષનારા; સમ્યક્