Atmadharma magazine - Ank 308
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 4

PDF/HTML Page 1 of 80
single page version

background image
૩૦૮
જીવનનો કસ–વીતરાગરસ
ગુરુદેવના અંતરમાં વીતરાગરસનો પ્રવાહ નિરંતર વર્તી
રહ્યો છે. પ્રવચન વખતે તો વીતરાગરસની એ પાવનગંગાના
પ્રવાહમાં અનેક જિજ્ઞાસુઓ પાવન થાય છે; તે ઉપરાંત તીર્થયાત્રા
જેવા વિશેષ પ્રસંગો વખતે, ભૂત–ભાવિનાં કોઈ મંગલ
સ્મરણોની યાદી વખતે, સાધર્મી–ધર્માત્માઓ સાથેના વિશેષ
પ્રસંગો વખતે, વિશિષ્ટ શાસ્ત્રોના સ્વાધ્યાય કે ચિંતન કરતાં
કરતાં જાગેલી ઊર્મિઓ વખતે, –એમ અનેક પ્રસંગે એ
વીતરાગરસની મસ્તી અને ચૈતન્યની ધૂન જોવા મળે છે; ત્યારે
એમ થાય છે કે વાહ! ગુરુદેવનું ખરું જીવન આ જ છે, આ જ
એમના જીવનનો ક્રમ છે, એ વીતરાગી–ચૈતન્યરસથી ભરપૂર
જીવનની ઓળખાણ તે ગુરુની સાચી સેવા છે.
આત્માને સાધવા માટે ગુરુદેવની વાણી મુમુક્ષુને
શૂરાતન ચડાવે છે. ગુરુમુખે નિજનિધાન સાંભળતાં મુમુક્ષુ રાજી–
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર હરિલાલ જૈન
વીર સં. ૨૪૯પ જેઠ (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ : ૨૬ : અંક ૮

PDF/HTML Page 2 of 80
single page version

background image
આત્મચિંતનમાં મગ્ન પ્રશાંત મુદ્રા




આત્મચિંતનમાં મગ્ન ગુરુદેવની આ પ્રશાંત મુદ્રા કેવી શોભે છે!!
મુંબઈથી ઈંદોર તરફ જતાં વિમાનમાં હસ્તાક્ષર લખતી વખતે પણ
ગુરુદેવની મુદ્રા આવી જ હતી. –જો કે આ દ્રશ્ય તો સોનગઢમાં
માનસ્તંભ પાસેનું છે.
* * * * *

PDF/HTML Page 3 of 80
single page version

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૧ :
વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯પ
* * * * *
ચાર રૂપિયા જેઠ
* * * * *
* વર્ષ ૨૬ : અંક ૮ * * * * * *
ગગનમંડળમાં
જ્ઞાયકનું ઘોલન
મક્ષીજી તીર્થમાં પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠાના
મંગલ ઉત્સવ પ્રસંગે પૂ. ગુરુદેવ વિમાન દ્વારા મુંબઈથી
ઈન્દોર પધારી રહ્યા હતા. સાથે ૪૦ જેટલા મુમુક્ષુ યાત્રિકો
હતા, ને પૂ. બેનશ્રીબેન હર્ષથી ભક્તિ કરાવતા હતા. આ
વિમાનયાત્રાની મંગલ યાદીમાં વિમાનમાં બેઠાબેઠા
ગુરુદેવે મંગલ હસ્તાક્ષર લખી આપ્યા. હસ્તાક્ષર માટે
વિનતિ કરતાં પ્રથમ તો એક હાથમાં નોટબુક ને બીજા
હાથમાં પેન્સીલ રાખીને ક્ષણભર ગુરુદેવ જ્ઞાયકના
ઘોલનમાં થંભી ગયા.....એ વખતે વહાલા વિદેહીનાથ
અને કુંદકુંદ–પ્રભુની વિદેહયાત્રા એમને યાદ આવતા
હતા... થોડીવારે આંખ ઉઘાડી, ને આ પ્રમાણે હસ્તાક્ષર
લખી આપ્યા–“શુદ્ધ જ્ઞાયકના અર્તંમુખ ઘોલનથી
આત્માને આનંદ થાય છે–જે વચનાતીત છે.”
જમીનથી બાર હજાર ફૂટ ઊંચે નિરાલંબી
આકાશમાં ગગનવિહાર પ્રસંગે હૃદયમંથનમાંથી ગુરુદેવે
આપેલી આ અમૃતપ્રસાદી આપણને પણ આત્મિક
ભાવના જગાડીને આનંદ પમાડે છે.

PDF/HTML Page 4 of 80
single page version

background image
: ૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
સમ્યક્ત્વની ભૂમિકામાં
આત્માનો નિર્ણય
વૈશાખ વદ ૯ ના રોજ પૂ. ગુરુદેવ શાંતધામ
સોનગઢમાં પધાર્યા.....ને સમયસાર ગા. ૭૪ થી પ્રવચનો
શરૂ થયા. ગુરુદેવ કહે છે કે ભાઈ! લક્ષ્મી ચાંદલો કરવા
આવે તેમ આ તારા આત્માનો નિર્ણય કરીને અનુભવના
મંગલ ટાણાં આવ્યા છે; કેવળજ્ઞાનરૂપી લક્ષ્મી તને
ચાંદલો કરવા આવી છે. તો આ અવસર તું ચુકીશ મા.
આચાર્યદેવ કહે છે કે આત્માને જ્ઞાન થવાનો ને દુઃખ મટવાનો એક જ કાળ
છે. ધર્મ થવાના કાળે જ આત્મા રાગાદિ દુઃખભાવોથી છૂટે છે, ને પરભાવોથી
છૂટવાના કાળે જ આત્મા જ્ઞાનરૂપ–આનંદરૂપ થાય છે. –આ રીતે ભેદજ્ઞાન થતાં તે
બંને એક સાથે જ થઈ જાય છે. જીવના સ્વભાવ તરફ વળેલો જે જ્ઞાનભાવ, તેમાં
રાગાદિ સમસ્ત પરભાવોનો અભાવ છે. જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે શુભાશુભ
વિકલ્પોનો સ્વામી નથી. આત્માનો સ્વભાવ શુદ્ધ જ્ઞાનપણે પરિણમવાનો છે,
રાગપણે પરિણમવાનો એનો સ્વભાવ નથી; એટલે રાગ તે જ્ઞાનનું સાધન થાય
નહિ. ધર્મ કરવા માટે પહેલાં જ આવો નિર્ણય કરવો કે શુદ્ધ જ્ઞાનરૂપે પરિણમવાના
સ્વભાવવાળો શુદ્ધ આત્મા હું છું; વચ્ચે વિકલ્પો આવે તે હું નથી, તે વિકલ્પ વડે હું
સ્વસંવેદન–પ્રત્યક્ષ થતો નથી, પણ મારા શુદ્ધ જ્ઞાનસ્વભાવવડે જ હું સ્વસંવેદન–
પ્રત્યક્ષ થનારો છું. –આવા નિર્ણયપૂર્વક ભેદજ્ઞાન કરવું તે ધર્મની રીત છે. આ
નિર્ણયમાં જેની ભૂલ હોય તેને ધર્મ થાય નહીં.
ભાઈ! તું ચૈતન્ય જાત છો, તે જાત રાગની નથી. રાગથી તારી જુદી જાત
છે. રાગાદિ ભાવો તો તારી ચૈતન્ય જાતથી વિરુદ્ધ છે; તેનામાં સ્વ–પરને જાણવાની
તાકાત નથી, ને તારામાં તો સ્વ–પરને જાણવાની તાકાત છે. –આવો નિર્ણય
કરનાર જ્ઞાની રાગાદિના સ્વામીપણે જરાય પરિણમતો નથી, માટે તેને રાગની
મમતા નથી, તેથી તે નિર્મમ

PDF/HTML Page 5 of 80
single page version

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૩ :
છે. રાગની મમતા પણ રહે ને ભેદજ્ઞાન પણ થાય–એમ બને નહિ. ભેદજ્ઞાન થવાં વેંત
સમસ્ત રાગની રુચિ છૂટી જાય છે.
કોઈ પૂછે છે કે અમારે કરવું શું? ભાઈ! આવું ભેદ જ્ઞાન કરવું. જ્ઞાન અને
રાગની ભિન્નતાનો નિર્ણય કરવો. આ જ સુખી થવાનો ને દુઃખથી છૂટવાનો માર્ગ છે.
જુઓ, હજી તો સમ્યગ્દર્શન પામવા માટે આત્માનો સાચો નિર્ણય કરનારા પણ
આવો નિર્ણય કરે છે કે રાગાદિ વ્યવહારના અવલંબન વગર સ્વસંવેદન–પ્રત્યક્ષ થાઉં
એવો હું છું. –તો પછી આગળ જતાં ઉપરના ગુણસ્થાને વ્યવહારના અવલંબનથી લાભ
થાય–એ વાત ક્યાં રહી? વચ્ચે રાગ આવશે પણ તે રાગ મોક્ષમાર્ગમાં સાધક નથી પણ
બાધક છે; શુદ્ધ જ્ઞાનરૂપ જે મોક્ષમાર્ગ, તેનાથી વિરુદ્ધ રાગાદિ બંધ ભાવો છે. –આમ
બંનેના સ્વભાવનું અત્યંત જુદાપણું નક્કી કરીને, જ્ઞાનસ્વભાવ તરફ વળતાં મોક્ષમાર્ગ
થાય છે ને આનંદ અનુભવાય છે.
જ્ઞાનસ્વભાવ તો ધુ્રવ છે–શરણ છે; જ્ઞાનસ્વભાવપણે તો જીવ સદાય ટકનારો છે;
ને રાગાદિ શુભાશુભ ભાવો તો ક્ષણભંગુર, અસ્થિર, અધુ્રવ ને અશરણ છે; તે રાગાદિ
ભાવો કાયમ જીવમાં ટકનારા નથી. આમ જાણીને અનિત્ય એવા રાગાદિ ભાવો તરફથી
પાછો વળે ને નિત્ય જ્ઞાનસ્વભાવ તરફ ઢળે–ત્યારે જીવને ભેદજ્ઞાન થાય છે, ત્યારે તેને
આસ્રવો છૂટી જાય છે. –આનું નામ ધર્મ છે.
જ્ઞાન તો આત્માનો સહજ સ્વભાવ છે, તે કાંઈ નવું નથી થતું; ને રાગાદિ ભાવો
આત્માનો સ્વભાવ નથી, તે તો કૃત્રિમ નવા ઉત્પન્ન થાય છે, અને તેના અભાવમાં પણ
આત્મા ટકી રહે છે. જ્ઞાન વિના આત્મા ટકી ન શકે. એટલે જ્ઞાનનો નિષેધ ન થઈ શકે.
પણ રાગાદિ તો ભિન્ન સ્વભાવવાળા હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે, તેના
અભાવમાં આત્મા આનંદસ્વરૂપે ટકી રહે છે. આત્માનો જ્ઞાનસ્વભાવ તો સહજ નિરાકુળ
આનંદસ્વરૂપ છે, ને રાગાદિભાવો આકુળતારૂપ છે, દુઃખરૂપ છે. ભાઈ, તું અંતરમાં
વિચાર કરીને જો કે રાગાદિનું વેદન કેવું છે? –શાંતિરૂપ છે કે દુઃખરૂપ છે? રાગાદિનું
વેદન આકુળતારૂપ છે. દુઃખરૂપ છે, તેનું ફળ પણ દુઃખ છે. અને તારો સહજ
જ્ઞાનસ્વભાવ તો નિરાકુળ શાંત સુખરૂપે અનુભવાય છે, તે અનુભવનું ફળ પણ સુખ છે.
–આમ અંતરના વેદનમાં જ્ઞાન અને રાગના સ્વાદની ભિન્નતા જાણ. બહારના જડ
પદાર્થોની તો વાત જ શી? એમાં સુખ માને તે તો તીવ્ર મોહમાં મુર્છાઈ ગયેલા છે; પણ
અંદર શુભ રાગની

PDF/HTML Page 6 of 80
single page version

background image
: ૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
વૃત્તિ ઊઠે તેમાં પણ દુઃખ છે–એમ જ્યાં સુધી ન સમજે ત્યાં સુધી જીવ દુઃખરૂપ આસ્રવોથી
પાછો ફરે નહિ, ને તેને સાચું ભેદજ્ઞાન થાય નહિ. ભેદજ્ઞાન કરનાર જીવ રાગાદિ પરભાવોથી
પાછો વળે છે એટલે કે તેમાં ક્્યાંય તેને સુખ ભાસતું નથી. તેનાથી ભિન્ન શુદ્ધ જ્ઞાનને એકને
જ તે પોતાના સ્વભાવપણે અનુભવે છે.–આવો અનુભવ તે મોક્ષમાર્ગ છે.
ભગવાન સર્વજ્ઞદેવે મોક્ષની સાધના માટે પહેલેથી જ એમ નક્કી કરવાનું
ફરમાવ્યું છે કે જ્ઞાન અને રાગાદિ ભાવોને અત્યંત જુદાઈ છે. સમ્યગ્દર્શનની ભૂમિકામાં
આવો દ્રઢ નિર્ણય હોય છે. વિકલ્પના મેલા તરંગ જેટલો આત્મા નથી, આત્મા તો
આખો આનંદનો સાગર છે. અહો! આવા આનંદથી ભરેલા ચૈતન્ય દરિયામાં વચ્ચે
રાગાદિનું અવલંબન કેવું? રાગને તો જીવ નથી કહેતા; જીવ તો ચેતન સ્વભાવ છે. –
આમ તારા સ્વભાવને રાગથી ભિન્ન જાણીને હે જીવ! તું રાગથી પાછો વળ. આત્માનો
નિર્ણય કરવા માટે આ ઉત્તમ અવસર તને મળ્‌યો છે. કેવળજ્ઞાનરૂપી લક્ષ્મી ચાંદલો કરવા
આવી છે, ત્યારે રાગમાં ધર્મ માનીને રોકાઈશ નહીં. આત્માના સાચા સ્વરૂપનો નિર્ણય
કર ત્યાં તને કેવળજ્ઞાનની ખાતરી થઈ જશે. –આવો વીતરાગ માર્ગ છે.
સમવસરણમાં બિરાજમાન ભગવાનને તો વીતરાગતા છે, ને ભગવાનની
વાણીમાં પણ વીતરાગતાનો જ, એટલે કે જ્ઞાનસ્વભાવના અવલંબનનો જ ઉપદેશ
આપ્યો છે. વાણીના અવલંબને તો રાગ થાય છે, તેનો ઉપદેશ ભગવાને નથી આપ્યો.
ભગવાને પોતે પરનું અવલંબન છોડીને, સ્વભાવના અવલંબને સર્વજ્ઞતા પ્રગટ કરી છે,
ને વાણીમાં પણ સમસ્ત પરનું અવલંબન છોડીને સ્વભાવનું એકનું જ અવલંબન
લેવાનું ભગવાને ઉપદેશ્યું છે. ભગવાને રાગ અને પરાલંબન છોડ્યું તો તેઓ રાગનો કે
પરાલંબનનો ઉપદેશ કેમ આપે? પરના અવલંબનથી લાભ થવાનું બતાવે તે ઉપદેશ
વીતરાગભગવાનનો નહિ. સ્વાશ્રયે વીતરાગતાનો ઉપદેશ તે જ વીતરાગભગવાનનો
ઉપદેશ છે. –આવા સ્વાશ્રયનો નિર્ણય કરે તેને જ ભગવાનની વાણીનો સાચો નિર્ણય
થાય છે. પરાશ્રયથી (શુભરાગથી પણ) લાભ માનનાર જીવ ભગવાનની વાણીને
ઓળખતો નથી. અહો, વીતરાગનો માર્ગ અનેરો છે.
ગણધરો, ઈન્દ્રો અને ચક્રવર્તી વગેરેની સભામાં સમવસરણ વચ્ચે ભગવાન
સર્વજ્ઞપરમાત્માનો જગતને માટે આ અધ્યાત્મસન્દેશ છે કે હે જીવો, તમારો જ્ઞાનસ્વભાવ છે,
તેનાથી બહાર વાણીના શ્રવણ ઉપર લક્ષ જાય કે કોઈ પણ બહારના પદાર્થનું અવલંબન
લેવા તરફ લક્ષ જાય તેમાં રાગ અને આકુળતા છે, તે સુખનું કારણ નથી. જીવના નિર્મળ–

PDF/HTML Page 7 of 80
single page version

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૫ :
પરિણામરૂપ ધર્મ જીવના સ્વભાવના અવલંબને જ થાય છે. પરના અવલંબને
રાગાદિની ઉત્પત્તિ થશે ને તેનું ફળ પણ બહારનો સંયોગ આવશે; તે સંયોગના લક્ષે તો
રાગ ને આકુળતા જ થશે. નિરાકુળ સુખ તો જ્ઞાનસ્વભાવના અવલંબને જ થશે. આમ
જ્ઞાન અને રાગની અત્યંત ભિન્નતા નક્કી કરીને, જ્ઞાનસ્વભાવનું અવલંબન લેવું તે
મોક્ષનું બીજ છે. માટે તમે આવો નિર્ણય કરીને જ્ઞાનસ્વભાવનું અવલંબન લ્યો.
આત્મા ચૈતન્યમૂર્તિ આનંદનું ઝાડ છે, તેનો પાક થઈને તેમાંથી આનંદનું ફળ
આવે છે. ને રાગાદિ વિકારભાવો તે દુઃખનું ઝાડ છે, તેનો પાક દુઃખરૂપ ફળ દેનાર છે. –
આમ બંનેના સ્વરૂપની અત્યંત ભિન્નતાને જીવ જ્યારે ઓળખે છે ત્યારે તે રાગનું
અવલબંન છોડે છે ને વિજ્ઞાનઘનસ્વભાવનું અવલંબન લ્યે છે; આ રીતે આત્માના
આનંદનો અનુભવ થાય છે. સાચા નિર્ણયનું આ ફળ છે.
ધર્મ કહો, કે આત્માની વીતરાગપર્યાય કહો; તે કેમ થાય? રાગના અવલંબને
વીતરાગપર્યાય ન થાય. રાગથી પાર ચિદાનંદ સ્વભાવ હું છું–એવો નિર્ણય કરીને તેનું
અવલંબન કરતાં વિજ્ઞાનઘનરૂપ વીતરાગપર્યાય પ્રગટે છે. –એ ધર્મ છે ને એ જ મોક્ષમાર્ગ છે.
મારું અસ્તિત્વ
* મારા આત્મામાં અસ્તિત્વગુણ છે,
તેથી આત્માનું અસ્તિત્વ કદી મટતું નથી.
અસ્તિત્વ મટતું નથી એટલે મરણ થતું નથી.
અસ્તિપણે આત્મા સદાય છે....છે......ને છે.
* શરીર હોય ત્યારે પણ આત્મા પોતાના ચૈતન્યભાવથી જીવતો છે.
શરીર ન હોય ત્યારે પણ આત્મા પોતાના ચૈતન્યભાવથી જીવતો છે.
શરીર કપાય કે છૂટું પડે તેથી કાંઈ આત્મા મરી જતો નથી.
* આત્માનું અસ્તિત્વ શરીરથી જુદું છે.
આત્મા કદી મરતો નથી..........
ચૈતન્ય જીવનથી સદાય મારું અસ્તિત્વ છે.
મારા અસ્તિત્વથી હું સદાય જીવતો જ છું.

PDF/HTML Page 8 of 80
single page version

background image
: ૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
અધ્યાત્મસંત શ્રી કાનજીસ્વામી
(જીવનપરિચય (ગતાંકથી ચાલુ)
લે. બ્ર. હરિલાલ જૈન
જૈનધર્મની પ્રભાવનાના અનેક પ્રસંગોથી
ભરપૂર પૂ. શ્રી કહાનગુરુના મંગલજીવનનો વિસ્તૃત
પરિચય આત્મધર્મમાં પહેલી જ વાર પ્રસિદ્ધ થાય છે.
અનેક વિશેષતાઓથી ભરપૂર ગુરુદેવના
જીવનમાંથી મુમુક્ષુજીવોને આત્મસાધનાની અનેરી
પ્રેરણાઓ મળે છે. ભૂત–ભવિષ્યની મંગલ સંધિવાળું
એ જીવન પરમ આસ્તિકતાને દ્રઢ કરે છે ને
ભક્તિતરંગોને ઉલ્લસિત કરે છે. આવા જીવનનો
પહેલો હપ્તો ગતાંકમાં પ્રગટ થયેલ તે વાંચીને
ઘણાએ પ્રસન્નતા વ્યક્ત કરી છે. બીજો હપ્તો અહીં
પ્રગટ થાય છે; તેમાં પણ અનેક અવનવા પ્રસંગો
જાણીને આપને પ્રસન્નતા થશે. (સંપાદક)
સં. ૨૦૧પ માં દક્ષિણ ભારતના તીર્થોની ઉલ્લાસભરી યાત્રા કરીને ગુરુદેવ
અધ્યાત્મધામ સોનગઢની શીતલછાયામાં પધાર્યા, અને ગુરુદેવની શીતલછાયામાં,
સોનગઢના શાંત અધ્યાત્મવાતાવરણમાં મુમુક્ષુ ભક્તજનો આનંદથી આત્મિકભાવનામાં
રત બન્યા.....જાત્રામાંથી મળેલી સંતોના આદર્શ–જીવનની પ્રેરણા અંતરમાં વાગોળવા
માંડ્યા. ગુરુદેવનું અંતર પણ અધ્યાત્મચિંતનમાં વિશેષ પરોવાયું. યાત્રાના મધુર
સંભારણાં ગુરુદેવ ફરીફરીને યાદ કરતા ને તેમનું હૃદય તીર્થ પ્રત્યેની ભક્તિભાવનાથી
દ્રવી જતું. દક્ષિણયાત્રાની ખુશાલીમાં ૨૪ તીર્થંકરપૂજનવિધાન થયું હતું. (આ
દક્ષિણતીર્થંયાત્રાનું પુસ્તક પણ હવે પ્રસિદ્ધ થશે.)
ગુરુદેવ સાથે ભારતના દેશદેશનો પ્રવાસ ખેડીને સોનગઢ આવ્યા પછી ત્યાંના
શાંતઅધ્યાત્મવાતાવરણમાં મુમુક્ષુને જે મીઠાશ વેદાય છે, જે ચૈતન્યની નીકટતાના
ભણકાર

PDF/HTML Page 9 of 80
single page version

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૭ :
સંભળાય છે–તે અદ્ભુત છે. ગુરુદેવનો શીતળ વડલો દિનેદિને વધુ વિસ્તરતો જાય છે.
આવા શીતળધામમાં, પૂ. બેનશ્રીબેનની મધુરી છાયામાં વસતા કુમારિકા બ્ર. બહેનો
પ્રત્યે ધાર્મિક વાત્સલ્યનો પ્રમોદ આવતાં, આફ્રિકાથી એક જિજ્ઞાસુ ભાઈએ દરેક
બહેનોને રૂા. ૧૦૧) (૨૭ બહેનો માટે રૂા. ૨૭૨૭) ભેટ મોકલ્યા હતા. સાથે સંદેશ
હતો કે ‘ધન્ય છે તે બહેનોના જીવનને......દરેક આત્માર્થી જીવે તે જીવનનો ધડો લેવા
જેવું છે.’ આફ્રિકાના ઉત્સાહી ભાઈઓ તરફથી સં. ૨૦૧૬ ના કા. સુદ ૮ ના રોજ બે
પત્રો આવ્યા; એકમાં જામનગરમાં જિનમંદિર બંધાવવા માટે રૂા. ૬૫૦૦૦) મોકલવાનું
જણાવ્યું હતું, ને બીજામાં રૂા. ૫૧૦૦૦) મોકલવાનું જણાવ્યું હતું. જામનગરના
જિનમંદિર માટે અત્યંત અલ્પ સમયમાં દોઢ લાખ ઉપરાંત ફંડ થઈ ગયું હતું.
૨૦૧૬ ના પોષમાસમાં ફરીને ગુરુદેવનો વિહાર સૌરાષ્ટ્ર વડીયા, જેતપુર ને
ગોંડલના દિ. જિનમંદિરોમાં પ્રતિષ્ઠા નિમિત્તે થયો. ત્રણે ગામમાં દિ. જિનમંદિરોમાં ભવ્ય
પ્રતિષ્ઠા–મહોત્સવ ઉજવાયા. ફા. સુદ ૧૨ ના રોજ રાજકોટ–જિનમંદિરનો દસવર્ષીય
ઉત્સવ ઉજવાયો.
ઉમરાળામાં જન્મોત્સવ (સં. ૨૦૧૬)
ગુરુદેવનો ૭૧ મો જન્મોત્સવ જન્મનગરીમાં–ને જ્યાં જન્મ થયો તે જન્મધામમાં જ
ઉજવાયો હતો..... ૭૦ વર્ષ પહેલાં જ્યાં માતા ઉજમબાએ કુંવર કહાનને લાડ લડાવ્યા–
જમાડ્યા–રમાડ્યા, એ જ સ્થાનમાં આજે ભારતભરનાં ભક્તો ઉજમબાને યાદ કરી કરીને
ભક્તિથી ગુરુ કહાનને અભિનંદતા હતાં. અહા, અદ્ભુત હતા એ ભક્તિના દ્રશ્યો! ને
અનેરા હતા એ ધર્મમાતાઓનાં વાત્સલ્ય!! ‘માતા આશીર્વાદ આપે છે’ એવું દ્રશ્ય જ્યારે
‘પૂ. માતાજીએ’ ભક્તિ દ્વારા વાત્સલ્યભાવથી દર્શાવ્યું તે સર્વોત્તમ દ્રશ્ય, એ પવિત્ર
વાત્સલ્યનું ઝરણુ્રં–મુમુક્ષુજનો જીવનભર નહિ ભૂલે. માતા આશીર્વાદ આપે છે–બેટા, તું
ધર્મનો રંગી થજે ને આત્માનો પ્રભાવી થજે. વૈશાખ સુદ બીજે જન્મવધાઈ લઈને
ભારતના ભક્તો આવ્યા ને ઉજમબાના આંગણે પ૦૦ શ્રીફળનો ને રૂપિયાનો ઢગલો થઈ
ગયો. આજે ગુરુદેવ પણ ખુશખુશાલ હતા....ગામ–પરગામના જેટલા બાળકો દર્શન કરવા
આવે તે દરેકને પ્રેમથી સ્વહસ્તે જૈનબાળપોથી તથા આત્મસિદ્ધિ તેઓ આપતા, ને ગુરુદેવ
પાસેથી એમના ‘બેસતા વર્ષની બોણી મળતાં સૌ આનંદિત થતા. જન્મધામમાં ભક્તિ પણ
અદ્ભુત આનંદકારી થઈ હતી. ખરેખર ઉમરાળા આજે ફરીને ધન્ય બન્યું હતું.

PDF/HTML Page 10 of 80
single page version

background image
: ૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
વિદેહનાં સંભારણાં
ત્યારબાદ વૈશાખમાસના ઉત્સવ દરમિયાન સમવસરણમાં ભક્તિ વખતે
સીમંધરનાથ અને કુંદકુંદાચાર્યદેવ પ્રત્યે પરમ ઉલ્લાસ–ભક્તિ–બહુમાન આવતાં ગુરુદેવે
સમવસરણમાં બેઠા બેઠા પુસ્તકમાં લખ્યું કે –‘ભરતથી મહાવિદેહની મૂળદેહે જાત્રા કરનાર
શ્રી કુંદકુંદઆચાર્યનો જય હો, વિજય હો, ’ તીર્થયાત્રાના કેવા ભાવો, ને વિદેહનાં કેવાં
સ્મરણો એમના અંતરમાં ઉલ્લસે છે તે આ હસ્તાક્ષર દ્વારા દેખાઈ આવે છે.
નવીન મેઘવષાર્
સં. ૨૦૧૬ ના જેઠ વદ ત્રીજે ગુરુદેવની ડાબી આંખનો મોતિયો સફળ રીતે
ઉતારવામાં આવ્યો હતો. અને એક અઠવાડિયે પાટો છૂટતાં ગુરુદેવ પહેલવહેલા જ્યારે
સભામાં પાટ ઉપર આવીને બિરાજ્યા તે વખતના આનંદદાયી વાતાવરણની શી વાત!
અને પછી શ્રાવણ માસમાં ગુરુદેવે પ્રવચન કરીને શ્રુતની મેઘવર્ષા ફરી શરૂ કરી ત્યારે
તો શ્રુતતરસ્યાં જિજ્ઞાસુ જીવોનાં હૈયાં એ નવીન અમૃતવર્ષા ઝીલીને આનંદવિભોર
બનીને ખીલી ઊઠ્યા હતા. પૂ. બેનશ્રીબેને નવીન ભક્તિ કરાવી હતી. આખા મંડળમાં
આનંદોલ્લાસનું વાતાવરણ હતું.
અધ્યાત્મની ધૂન ને મુનિદર્શનની ઊર્મિ
સં. ૨૦૧૬ માં શ્રાવણ સુદ પાંચમે એકવાર ગુરુદેવ બહાર ફરવા ગયેલ, ને ત્યાં
ખુલ્લા મેદાનમાં બેઠાબેઠા એકાંતમાં એકલા ધૂન જમાવી. (પાસે એક ભક્ત–આ
લખનાર પોતે એ ધૂન સાંભળતો હતો એની ગુરુદેવને ખબર ન હતી, એ તો પોતાની
ધૂનમાં મસ્ત હતા.) મુખમાંથી શબ્દો નીકળતા હતા.
જ્યાં ચેતન ત્યાં સુર્વગુણ કેવળી બોલે એમ
પ્રગટ અનુભવ આતમા નિર્મળ કરો સપ્રેમ..... રે
ચૈતન્યપ્રભુ! પ્રભુતા તમારી ચૈતન્યધામમાં....
જિનવરપ્રભુ! પધાર્યા સમોસરણધામમાં......
વહાલા પ્રભુજી! બિરાજે વિદેહધામમાં.....
–એ રટણમાં ને રટણમાં ગુરુદેવને મુનિદર્શનની એવી ઊર્મિ સ્ફૂરી કે અરે,
અત્યારે અહીં કોઈક મુનિરાજના દર્શન થાય તો કેવું સારું! કોઈક ચારણઋદ્ધિધારક

PDF/HTML Page 11 of 80
single page version

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૯ :
પરમ દિગંબર મુનિરાજના અત્યારે દર્શન થાય, કુંદકુંદસ્વામી જેવા કોઈ મુનિરાજ ક્યાંકથી
આકાશમાર્ગે અહીં આવી ચડે ને નીચે પધારીને દર્શન આપે–તો કેવું ધનભાગ્ય!!
–આ પ્રકારે ઘણીવાર ગુરુદેવ એકાંતમાં બેઠાબેઠા, કોઈવાર સ્વાધ્યાયમંદિરના
ચોકમાં ઝાડની છાયામાં અધ્યાત્મ–ચિંતનમાં મશગુલ બની જતા હોય છે....એ વખતનું
એમની મુદ્રાનું દ્રશ્ય ખૂબ જ અધ્યાત્મપ્રેરક હોય છે....ને અંદર ઘોળાતા ઊંડા ભાવો
કોઈકવાર સાંભળવા મળે છે ત્યારે આત્માર્થિ જીવો ન્યાલ થઈ જાય છે.
“સુવર્ણ સન્દેશ” સાપ્તાહિક
૨૦૧૬ ના આસો વદ અમાસે આ સાપ્તાહિક શરૂ થયું, તેના દ્વારા જિજ્ઞાસુઓને
સોનગઢના તાજા સમાચાર અને પ્રવચનોનું દોહન નિયમિત મળ્‌યા કરતા; સર્વે
જિજ્ઞાસુઓમાં તે ખૂબ પ્રિય હતું. સં. ૨૦૧૮ ના ચૈત્ર માસ સુધી તેનું પ્રકાશન ચાલ્યું.
૨૦૧૭ના પોષમાં કોંગ્રેસ મહાસભાનું અધિવેશન ભાવનગર મુકામે થયેલ, ત્યાં
આવેલા અનેક નેતાઓ, કાર્યકરો ને પ્રેક્ષકો મોટી સંખ્યામાં સોનગઢ પણ આવ્યા હતા.
અધિવેશનના ભરચક કાર્યક્રમમાંથી પણ સમય મેળવીને ઢેબરભાઈ જેવા આગેવાન
(ભૂતપૂર્વ કોંગ્રેસપ્રમુખ) પણ સોનગઢ આવીને ગુરુદેવ સાથે એક કલાક તત્ત્વચર્ચા કરી
હતી. ઢેબરભાઈ ગુરુદેવ પ્રત્યે ખાસ પ્રેમ ધરાવે છે ને અવારનવાર સોનગઢ આવીને
(તેમ જ બીજે જ્યાં અવકાશ મળે ત્યાં) તેઓ ગુરુદેવના સત્સંગનો લાભ લ્યે છે.
૨૦૧૭માં જિનબિંબ–પ્રતિષ્ઠા અને ગિરનારયાત્રા
સં. ૨૦૧૭ માં ફરી પાછો વિહાર આવ્યો....જો કે વારંવાર થતો વિહાર
સોનગઢવાસી ભક્તોને વિરહદાતા લાગે.....પરંતુ ભારતમાં પ્રસરતા ગુરુદેવના
પ્રભાવનાના વેગને કોણ રોકી શકે? જામનગરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા, સાવરકુંડલા
વેદીપ્રતિષ્ઠા અને ગિરનાર સિદ્ધિધામની યાત્રા–આવા મંગળપ્રસંગો નિમિત્તે પોષ
માસમાં ગુરુદેવે વિહાર કર્યો.
જામનગરમાં લગભગ બે લાખના ખર્ચે તૈયાર થયેલ ભવ્ય જિનમંદિરમાં
પંચકલ્યાણક પ્રતિષ્ઠાનો મહોત્સવ માહમાસમાં ઘણાજ ઉલ્લાસથી ઊજવાયો. સૌરાષ્ટ્રનો
આ મહોત્સવ અતીવ પ્રભાવશાળી હતો. દિલ્હી, જયપુર, કલકત્તા વગેરે અનેક સ્થળો
ઉપરાંત આફ્રિકા વસતા કેટલાય જિજ્ઞાસુઓ પણ ખાસ આ ઉત્સવમાં ભાગ લેવા

PDF/HTML Page 12 of 80
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
આવ્યા હતા; એટલું જ નહિ, આ મંદિર બાંધનાર કોન્ટ્રાકટર ભાઈશ્રી અગરસિંહજી
દરબારે ભક્તિપૂર્વક રૂા. પ૦૦૦) –ની ઉછામણી લઈને મંદિર ઉપર કળશ ચડાવ્યો હતો.
બી. એ. ભણેલા એક કુમારિકાબહેને આ પ્રસંગે બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લીધી હતી.
જામનગરના પ્રતિષ્ઠામહોત્સવ પછી ગુરુદેવ ગિરનારની યાત્રાએ પધાર્યા.
ગુરુદેવ સાથે યાત્રાસંઘમાં ૧૨૦૦ જેટલા યાત્રિકો હતા, ને અદ્ભુત ઉત્સાહપૂર્વક યાત્રા
થઈ હતી. ગુરુદેવે સંઘસહિત ગિરનારની આ ત્રીજી યાત્રા કરી. ગુરુદેવ સાથે ફરીફરીને
એ વૈરાગ્યધામો–એ નેમ–રાજુલની સાધનાના સ્થળો, એ મોક્ષનાંધામ ને સંતોનાં
રહેઠાણ જોતાં ભક્તોને ઘણો જ આનંદ થતો, ને હૃદયમાં સંતોના ચૈતન્યજીવનની અનેરી
પ્રેરણા મળતી. અહા, ચૈતન્યસાધનાનું એ જીવન!! ને એ સાધનાની આ ભૂમિ! –
આત્મસાધક સંતો સાથે એની યાત્રા–એ જીવનનો કિંમતી અવસર છે. સૌરાષ્ટ્રની ધરામાં
આવું મહાનમહિમાવંત તીર્થ છે એનું ખરું ગૌરવ તો ગુરુદેવ સાથેની યાત્રા વખતે જ
સમજાયું. ગિરનારના ધામ ઉપર બેઠાબેઠા ગુરુદેવના મુખથી વૈરાગ્યની વાણી સાંભળતા
હોઈએ કે કોઈ અધ્યાત્મની ચર્ચા ચાલતી હોય, કે કોઈ ટૂંકની ટોચે બેઠાબેઠા
ભક્તિપૂજન કરતા હોઈએ–કે મૌન બેઠા હોઈએ, અગર આનંદથી ગાતાં ગાતાં સંતો
સાથે પર્વત ચડતા કે ઉતરતા હોઈએ–એ બધાય પ્રસંગો મુમુક્ષુજીવનમાં જ્ઞાન–વૈરાગ્ય ને
ભક્તિનું અમીભર્યું સીંચન કરતાં હોય છે–ખરેખર એ જીવનની સોનેરી ઘડી છે.
–અને એ સિદ્ધિધામની યાત્રા પછી તરત બીજે જ મહિને સાવરકુંડલામાં નૂતન
દિ. જિનમંદિરમાં જિનેન્દ્રદેવની વેદીપ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો. ને પછી ગુરુદેવ
સોનગઢ પધાર્યા.....
પ્રભાવના, પ્રચાર ભક્તિ ને સંતની છાયામાં જીવનઘડતર
ગુરુદેવના સાક્ષાત્ સમાગમનો તો દરવર્ષે હજારો જિજ્ઞાસુઓ લાભ લે છે, તે
ઉપરાંત સાહિત્યદ્વારા ને ટેપરેકોર્ડિંગ–પ્રવચન દ્વારા ગામોગામના અનેક જિજ્ઞાસુઓ
લાભ લઈને પોતાની જિજ્ઞાસા પોષ છે ને સોનગઢ પ્રત્યે આકર્ષાય છે. દૂર દૂર ના
જિજ્ઞાસુઓનું આગમન દિનેદિને વધતું જાય છે.
સોનગઢમાં સ્થિરતાના કાળ દરમિયાન નિત નવાનવા ભક્તિના ઉત્સવપ્રસંગો
ઉજવાતા હોય છે. ગુરુદેવ પણ એવા પ્રસંગોમાં ઉપસ્થિત રહે છે. કોઈવાર ચોવીસ
તીર્થંકર વિધાન તો કોઈવાર સહસ્રમંડલ વિધાન, કોઈ વાર વીસવિહરમાન તીર્થંકર

PDF/HTML Page 13 of 80
single page version

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૧૧ :
વિધાન, કોઈવાર અઢીદ્વીપવિધાન તેરહદ્વીપવિધાન કે ત્રિલોકમંડલવિધાન, તો કોઈવાર
સિદ્ધચક્રવિધાન કે પંચપરમેષ્ઠીવિધાન, કોઈવાર જિનેન્દ્રપ્રભુના મહાઅભિષેક તો
કોઈવાર રથયાત્રા, કોઈવાર મુનિવરોની અવનવી ભક્તિ તો કોઈવાર
જિનવાણીમાતાની સેવાના વિધવિધ પ્રસંગો–આમ દેવ–ગુરુ શાસ્ત્રની સેવનામાં
અનુરક્ત મુમુક્ષુનું ચિત્ત સંસારની અનેકવિધ અટપટી માયાજાળોને ભૂલી જાય છે;
સંતચરણમાં ચૈતન્યને સાધવાની ધૂનમાં અનુકૂળતા કે પ્રતિકૂળતાના પ્રસંગો પ્રત્યે તેનું
વિશેષ લક્ષ જતું નથી. મુમુક્ષુનું આવું સુંદર જીવનઘડતર ગુરુદેવની છાયામાં થાય છે.
ખરેખર, ગુરુદેવની છાયામાં જીવન એ એક અનેરું જીવન છે.
સં. ૨૦૧૮ના માગશર માસમાં ગુરુદેવની જમણી આંખનો મોતિયો
સફળતાપૂર્વક ઊતર્યો; પૂરતા આરામ બાદ અઢી મહિને જ્યારે ફરીને ગુરુદેવનાં પ્રવચનો
શરૂ થયાં ત્યારે ભારતભરના જિજ્ઞાસુઓએ આનંદિત થઈને સન્દેશ દ્વારા ખુશાલી વ્યક્ત
કરી હતી; અને આ પ્રસંગે શ્રીમાન દીપચંદજી શેઠિયા વગેરે મુમુક્ષુઓ તરફથી ખુશાલી
સાથે જ્ઞાનપ્રચાર માટે કુલ રૂા. ૨પ, ૦૦૦ જેટલી રકમો જાહેર કરવામાં આવી હતી.
ભક્તિ વગેરે પ્રસંગોથી એ દિવસ મોટા હષોત્સવરૂપે ઉજવાયો હતો.
માનસ્તંભનો મહાઅભિષેક
સં. ૨૦૧૮ ના ચૈત્ર માસમાં માનસ્તંભના મહાન પ્રતિષ્ઠામહોત્સવની દસમી
વર્ષગાંઠ હતી, તે નિમિત્તે મંચ બાંધીને માનસ્તંભના દસવર્ષીયમહાઅભિષેકનું ભવ્ય
આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સવના એ દિવસો યાદગાર બની રહ્યા છે. બાર વર્ષે
થતા બાહુબલીનાથના મહામસ્તકાભિષેક જેવો આ અભિષેક શોભતો હતો, ને આ રીતે
દરેક દસ વર્ષે (કે પાંચ વર્ષે) આવો અભિષેક થાય–એમ ભક્તો ભાવના ભાવતા હતા.
મંચ ઉપર ગુરુદેવે ભક્તિભાવથી સીમંધરનાથનું પૂજન કરીને સુવર્ણકળશથી
મહાઅભિષેકનો મંગલ પ્રારંભ કર્યો હતો..... માનસ્તંભ–મહોત્સવનાં મધુર સંભારણાં એ
વખતે તાજાં થતાં હતાં. હજારો યાત્રિકો હોંસેહોંસે મંચદ્વારા ઉપર જઈને માનસ્તંભની
આનંદકારી યાત્રા કરતા હતા, ને ભક્તિભાવથી પૂજન કરતા. ગુરુદેવ ઘણીવાર મંચ
ઉપર જઈને સીમંધરનાથ પાસે બેસતા, ને વિધવિધ ભાવનાઓ સાથે ભક્તિ
ગવડાવતા. કોઈ કોઈવાર પૂ. બેનશ્રીબેન પણ અદ્ભુત ભક્તિ તથા પૂજન કરાવતાં.
ચૈત્ર સુદ ૧૩ નો પવિત્ર દિવસ પણ વિશેષ આનંદોલ્લાસથી ઉજવાયો હતો.

PDF/HTML Page 14 of 80
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
માનસ્તંભના પ્રતિષ્ઠા મહોત્સવની ફિલ્મદ્વારા એ વખતના પાવન પ્રસંગો ફરીફરીને
નિહાળતાં સૌને ઘણો હર્ષ થતો હતો.
ત્યારબાદ તુરત મુંબઈ–દાદરમાં શેઠશ્રી નવનીતલાલભાઈ ઝવેરીના હસ્તે
જિનમંદિરનું (જેમાં સમવસરણની પણ રચના છે તેનું) શિલાન્યાસ થયું. આ પ્રસંગે
મુંબઈના મુમુક્ષુઓને ઘણો જ આનંદ હતો. આ જ અરસામાં જોરાવરનગર તથા
દહેગાંવમાં પણ દિ. જિનમંદિરના શિલાન્યાસ થયા. આ વર્ષે ગુરુદેવનો વૈશાખ સુદ
બીજનો (૭૩મો) જન્મોત્સવ રાજકોટ શહેરમાં ઉજવાયો હતો. અનેક શહેરના
જૈનસમાજ હવે સોનગઢની–ગુરુદેવની–ઉપદેશશૈલીને અનુસરવા લાગ્યા છે, ગુરુદેવની
અધ્યાત્મરસઝરતી વીતરાગતાપ્રેરક આત્મપ્રધાન ઉપદેશશૈલી પાસે બીજા ઉપદેશ તેમને
નીરસ જેવા લાગે છે. એટલે પર્યુષણ જેવા વિશેષ તહેવારોમાં સોનગઢથી કોઈ ભાઈને
વાંચન માટે બોલાવે છે. આ પ્રકારની માગણી વધુ ને વધુ ગામોથી આવતી જાય છે.
સોનગઢની અધ્યાત્મશૈલીથી સૌ પ્રભાવિત થાય છે.
સૌરાષ્ટ્ર–ગુજરાતને મધ્યપ્રદેશમાં વિહાર
લાઠી શહેરમાં જન્મોત્સવ; ભોપાલ શહેરમાં પ્રતિષ્ઠા–મહોત્સવ
સં. ૨૦૧૯માં ફાગણ માસમાં ફરીને ગુરુદેવનો મંગલવિહાર સૌરાષ્ટ્ર–ગુજરાત
અને મધ્યપ્રદેશમાં થયો. તે દરમિયાન લાઠી શહેરમાં ગુરુદેવનો ૭૪મો જન્મોત્સવ અતિ
ઉત્સાહપૂર્વક ઉજવાયો. લાઠીમાં આ જન્મોત્સવ વખતે ગુરુદેવના સ્વાગતજુલૂસમાં
ચાલતાં ચાલતાં મુંબઈના પ્રમુખશ્રી અને મંત્રી વગેરે સાથે, આગામી જન્મોત્સવ (હીરક
મહોત્સવ) મુંબઈમાં ઉજવાય તે વખતના ઉલ્લાસની વાતચીત થઈ તથા તે પ્રસંગે
અભિનંદનગ્રંથ બહાર પાડવાની આ લેખકની ભાવના તેમની પાસે રજુ કરી....એ
મહાન કાર્ય મુંબઈના ઉત્સાહી મંડળથી જ થઈ શકે તેમ હતું; આ બધી વાતચીતથી તે
જન્મોત્સવના સરઘસમાં જ હીરકજયંતી–અભિનંદનગ્રંથના પાયા રોપાયા. લાઠીમાં એ
જન્મોત્સવ બહુ ઉત્સાહથી ઉજવાયો હતો, જિનમંદિરના નવા શિખરની પ્રતિષ્ઠાનો
ઉત્સવ પણ સાથે જ હતો.
ત્યારબાદ વૈશાખમાં જોરાવરનગરમાં (રૂા. ૬પ, ૦૦૦ના ખર્ચે તૈયાર થયેલા)
નવા દિ. જિનમંદિરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ થયો. જોરાવરનગર
જેવા નાના ગામમાં પણ આવો મોટો મહોત્સવ ગુરુદેવના પ્રતાપથી ઉજવાયો, એ

PDF/HTML Page 15 of 80
single page version

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૧૩ :
મહોત્સવ આનંદકારી હતો. દેહગામ (ગુજરાત) માં પણ રૂા. પપ, ૦૦૦ના ખર્ચે સુંદર
જિનમંદિર બંધાયું અને વૈશાખ વદમાં વેદીપ્રતિષ્ઠાનો મહોત્સવ ગુરુદેવની છાયામાં
ઉજવાયો. ગુજરાતની જનતાએ આ ઉત્સવમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધો. આ ઉત્સવને
ગુજરાતની જનતાનો ઉત્સવ કહી શકાય. આસપાસનાં ગામોથી પાંચ હજાર ભાઈ–
બહેનો આવ્યાં હતાં ને મોટા ધાર્મિક મેળા જેવું વાતાવરણ હતું. નાની–મોટી ઉછામણી
દ્વારા રૂા. ૮પ૦૦૦ જેટલી આવક થઈ હતી. દેહગામના ઈતિહાસમાં આવો મહોત્સવ આ
પહેલવહેલો જ હતો. અહીંથી ગુરુદેવ અમદાવાદ પધારેલા ત્યારે ત્યાં પણ દિ.
જિનમંદિરનું શિલાન્યાસ થયું હતું. મુમુક્ષુઓને આ પ્રસંગે ઘણો આનંદ હતો.
અમદાવાદથી દાહોદ થઈને ગુરુદેવ ભોપાલશહેર પધાર્યા......ત્યાં અધ્યાત્મ–સંમેલન
થયું જેમાં દસહજાર માણસો હતા. નૂતન સ્વાધ્યાય ભવન તથા જિનભવનમાં
વેદીપ્રતિષ્ઠાનો મહોત્સવ ભવ્ય હતો. મધ્યપ્રદેશની જનતા ગુરુદેવનો અધ્યાત્મસન્દેશ ખૂબ
ઉત્સુકતાથી સાંભળતી હતી. જેઠ સુદ પાંચમે શાંતિનાથ ભગવાનની ભવ્ય રથયાત્રામાં
ભગવાનના સારથિ તરીકે ગુરુદેવ રથમાં બેઠા હતા. અહીંથી ગુરુદેવ ભેલસા (વિદર્ભ)
પધારેલા ત્યાં પણ તેમના હસ્તે સ્વાધ્યાય ભવનનું શિલાન્યાસ થયું. પછી ઈન્દોર પધાર્યા;
ઈન્દોરનો જૈનસમાજ પહેલેથી જ ગુરુદેવે પ્રત્યે ખાસ પ્રેમ ધરાવે છે; હજારોની સંખ્યામાં
જિજ્ઞાસુઓએ લાભ લીધો ને તિલકનગર સોસાયટીમાં ગુરુદેવની ઉપસ્થિતિમાં
જિનમંદિરનું શિલાન્યાસ થયું. ત્યાંથી ગુરુદેવ ઉજ્જૈન પધારતાં મુમુક્ષુ મંડળના સ્વાધ્યાય
મંદિરનું ઉદ્ઘાટન તેમ જ તેના ઉપરના ભાગમાં જિનાલયનું શિલાન્યાસ થયું. આમ ૨૦૨૦
માં મધ્ય પ્રદેશનો પ્રભાવશાળી પ્રવાસ કરીને તેમ જ નૌકાવિહાર દ્વારા સિદ્ધવરકૂટ વગેરે
તીર્થોની ફરીને યાત્રા કરીને ગુરુદેવ સોનગઢ પધાર્યા......
આઠ કુમારિકા બહેનો
પહેલાં ૬ પછી ૧૪ અને હવે સં. ૨૦૧૯ ભાદરવા માસમાં ૨૨ વર્ષની
આસપાસના આઠ કુમારિકા બહેનોની બ્રહ્મચર્યપ્રતિજ્ઞાનો ભવ્ય પ્રસંગ બન્યો. આવો
સામૂહિક બ્રહ્મચર્યપ્રતિજ્ઞાનો આ ત્રીજો અવસર હતો. આઠ બહેનોમાંથી ત્રણ બહેનો તો
બી. એ. સુધી ભણેલી હતી. નાનાં નાનાં બાળકોને પણ ગુરુદેવનો ઉપદેશ કેવો પ્રિય
લાગે છે ને સંતોના ચરણમાં અધ્યાત્મજીવન કેવું ગમે છે તેનાં આ ઉદાહરણ છે.
ભાદરવા વદ પાંચમે ગોગીદેવી આશ્રમની અંતર્ગત શ્રી મનફૂલા–સ્વાધ્યાય
ભવનના ઉદ્ઘાટનનો પ્રસંગ પણ ઘણા હર્ષોલ્લાસથી ઉજવાયો હતો. ગુરુદેવે કરેલી

PDF/HTML Page 16 of 80
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
સમ્મેદશિખર વગેરે મંગલતીર્થોની મહાન યાત્રાના આનંદકારી સ્મરણોથી ને
તીર્થમહિમાથી ભરેલું પુસ્તક દીવાળીપ્રસંગે પ્રકાશિત થયું. તીર્થયાત્રા સંબંધી સાહિત્યમાં
આ ‘મંગલ તીર્થયાત્રા’ પુસ્તક અનેરી ભાત પાડે છે.
ફરી ફરીને યાત્રા.....પુનઃપુન: પ્રતિષ્ઠા......
મધ્ય પ્રદેશના પ્રવાસેથી પાછા ફર્યાને છ માસ થયા ત્યાં તો ફરીને મોટો
પ્રભાવશાળી પ્રવાસ આવ્યો–એમાં સૌરાષ્ટ્ર ને ગુજરાત તથા દક્ષિણ દેશના મહાનતીર્થો–
શ્રવણબેલગોલના બાહુબલી, મૂડબિદ્રી, કુન્દાદ્રિ અને પોન્નૂર વગેરેની યાત્રા થઈ. આ
યાત્રા દ્વારા ગુરુદેવે પોન્નૂરના અસાધારણ મહિમાને ભારતભરમાં પ્રસિદ્ધ કર્યો. આ
યાત્રામાં ગુરુદેવનો આનંદોલ્લાસ અપૂર્વ હતો. કુંદકુંદસ્વામી પ્રત્યેની ભક્તિનો પાર ન
હતો. હજાર જેટલા યાત્રિકોએ ઘણા ઉત્સાહથી યાત્રા કરી હતી. ને દક્ષિણદેશનો
જૈનસમાજ તો અતીવ પ્રભાવિત થયો હતો. પોન્નૂર યાત્રામાં આસપાસના લગભગ
પાંચ હજાર માણસો આવ્યા હતા, પોન્નૂર પાસે તો મોટો મેળો ભરાયો હતો.
કુંદકુંદસ્વામીના અજોડ મહિમાને ગુરુદેવ ભક્તિપૂર્વક પ્રસિદ્ધ કરી રહ્યા છે. ‘અત્યારે જ
જાણે અહીં બેઠાબેઠા કુંદકુંદસ્વામી શાસ્ત્રો લખી રહ્યા હોય કે શુદ્ધાત્માનું ચિન્તન કરી
રહ્યા હોય’–એવી ઊર્મિઓ પોન્નૂરના કુદરતી વાતાવરણમાં જાગે છે.
પોન્નૂરની યાત્રા બાદ ગુરુદેવ રાજકોટ પધાર્યા ત્યાં સમવસરણમંદિર અને
માનસ્તંભમંદિરનું શિલાન્યાસ ઘણા ઉમંગભર્યા વાતાવરણમાં થયું. પછી રખિયાલમાં
જિનમંદિરનો વેદીપ્રતિષ્ઠામહોત્સવ પણ કોઈ અનેરા ઉત્સાહથી ઉજવાયો. ગુરુદેવના
દર્શન અને પ્રવચનથી ગુજરાતની જનતા ખૂબ પ્રભાવિત થઈ. બોટાદમાં પણ
પ્રતિષ્ઠામહોત્સવ ઉજવાયો. આમ પગલે પગલે જિનેન્દ્રશાસનની પ્રભાવના કરતા કરતા,
ઠેરઠેર ભગવંતોને સ્થાપતા સ્થાપતા ને જિનેન્દ્રોનો અધ્યાત્મસંદેશ ગામેગામ પહોંચાડતા
પહોંચાડતા ગુરુદેવ મુંબઈ પધાર્યા; મુંબઈમાં ગુરુદેવની ૭પમી જન્મજયંતીનો હીરક
મહોત્સવ અને જિનેન્દ્રદેવની પંચકલ્યાણકપ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ અત્યંત આનંદપૂર્વક
ઉજવાયો.......ભારતના હજારો ભક્તોનાં હૈયા અને મુંબઈ નગરીના લાખો નાગરિકો એ
ઉત્સવ જોઈને મુગ્ધ બન્યા. જેનો અહેવાલ આપ હવે પછીના ત્રીજા ભાગમાં વાંચશો.
એકવીસમી સદીના ૨૦૧૦ થી ૨૦૨૦ સુધીના દસકાને આપણે ‘યાત્રાના અને
પ્રતિષ્ઠાના દસકા’ તરીકે ગણાવી શકીએ. જેમાં ગુરુદેવની હીરકજયંતી ઉજવાઈ એવા એ

PDF/HTML Page 17 of 80
single page version

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૧૫ :
દસકા દરમિયાન નવ વખત વિહાર, બે વખત બાહુબલી–પોન્નૂર વગેરે દક્ષિણના
તીર્થોની તથા મધ્યભારતના તીર્થોની યાત્રા, એકવાર સમ્મેદશિખર અને ઉત્તર ભારતના
તીર્થોની યાત્રા, બે વાર ગિરનારયાત્રા, એકવાર ભોપાલ તરફ, ત્રણવાર મુંબઈ,
આઠવાર પંચકલ્યાણકપ્રતિષ્ઠા અને ૧૭ વાર વેદીપ્રતિષ્ઠાના મહોત્સવ તથા કેટલાય
ઠેકાણે દિ. જિનમંદિરોના શિલાન્યાસ થયા. લાખો જીવોએ ભારતની આ મહાન
વિભૂતિના દર્શન કર્યા તથા અધ્યાત્મસન્દેશ સાંભળ્‌યો. ગુરુદેવનું જીવન ધર્મપ્રભાવનાના
પ્રસંગોથી કેવું ભરપૂર છે–તેનો આપણને આ ઉપરથી ખ્યાલ આવશે. જોકે સંતોના
અંતરંગ અધ્યાત્મજીવનનો ખ્યાલ એકલા બાહ્ય પ્રસંગો ઉપરથી તો ન જ આવી
શકે....છતાં વિચારક એટલું તો સ્પષ્ટ જાણી શકે કે એમની બધી પ્રવૃત્તિઓમાં
અધ્યાત્મની પ્રધાનતા સતત જળવાયેલી હોય છે, બધી પ્રવૃત્તિઓમાં–તે તે પ્રવૃત્તિ કરતાં
ચૈતન્ય તરફનું એક વિશિષ્ટ પ્રકારનું જોર એમના જીવનમાં સતત વર્તી રહ્યું છે. –એમના
જીવનપરિચય દ્વારા ચૈતન્યની મહત્તા જ આપણે સમજવાની છે, એ ચૈતન્ય તરફના
શ્રી કુંદકુંદપ્રભુનો તેમણે ભરતક્ષેત્રમાં
અમારા ઉપર પંચમકાળે તીર્થંકર
મોટો ઉપકાર જેવું કામ કર્યું
છે. છે.

PDF/HTML Page 18 of 80
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
કુંદના વારસ કહાન ગુરુજી વરતાવે જયજયકાર
(તા. ૧૪–૩–પ૯ ના રોજ પોન્નૂરપહાડની તળેટીનું આ દ્રશ્ય છે)
પોન્નૂર એટલે કુંદકુંદપ્રભુનો દેશ.....તે એમની વિહારભૂમિ, તે એમની
તપોભૂમિ.....બે હજાર વર્ષ બાદ એ ગુરુભૂમિમાં કહાનશિષ્ય વિચર્યા....ને ત્યાંની
જનતાએ અતિશય પ્રેમપૂર્વક તેમનું સન્માન કર્યું. જેવું સન્માન બે હજાર વર્ષ પહેલાંના
નાગરિકો કુંદકુંદસ્વામીનું કરતા હશે તેવું સન્માન આજે તે દેશના નાગરિકોએ તેમના
શિષ્યનું કર્યું. કુંદકુંદધામ પોન્નૂરતીર્થની અપૂર્વ યાત્રા બાદ તામિલપ્રાંતની જનતા તરફથી
વંચાઈ રહેલા અભિનંદનપત્રમાં લખ્યું છે કે–
‘પધારો......પધારો.....પધારો! શ્રી કુંદકુંદાચાર્ય જેવા જૈન ધર્મના સ્તંભભૂત
આચાર્યવરોએ જન્મ લઈને પવિત્ર કરેલા અમારા તામિલ પ્રાંતમાં પધારેલા આપનું
શ્રદ્ધાપૂર્વક સ્વાગત કરીએ છીએ.’
“આપે શ્રી કુંદકુંદાચાર્યના સમયસાર તત્ત્વગ્રંથ વડે નવો વિકાસ, નવી પ્રતિભા,
નવી સ્થિતિ વગેરે પ્રાપ્ત કર્યાં છે. આપે ભગવાન ઋષભદેવના સદ્ધર્મની સાચી વસ્તુ જે
સમયસાર છે તેના ઊંડાણમાં (હાર્દમાં) પહોંચીને તેનાથી સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે. અને
આપે પોતે પ્રાપ્ત કરેલા સમ્યગ્જ્ઞાનનો આખા દેશમાં પ્રચાર કરી રહ્યા છો. આપની
પ્રતિભા અને પ્રવચનશૈલિથી હજારો લોકો સાચા માર્ગ પર આરૂઢ થઈને સમ્યગ્જ્ઞાની
બની રહ્યા છે. આપના આ ચમત્કાર યુક્ત કાર્યને દેખીને દુનિયા ચકિત બની રહી છે.’

PDF/HTML Page 19 of 80
single page version

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૧૭ :
અધ્યાત્મસંત શ્રી કાનજીસ્વામી
સંક્ષિપ્ત જીવનપરિચય ભાગ–૩
(રત્નચિંતામણી જયંતી પ્રસંગે) (લે. બ્ર. હરિલાલ જૈન)
પૂજ્ય શ્રી કહાનગુરુદેવના જીવનનું અવલોકન
કરતાં કરતાં સં. ૨૦૨૦ ના વૈશાખમાં આપણે મુંબઈ સુધી
આવ્યા છીએ. મુંબઈના હીરકમહોત્સવ (૭પ મી જયંતી)
થી માંડીને ૨૦૨પ ના આ રત્નચિંતામણિ મહોત્સવ (૮૦
મી જયંતી) સુધીના પાંચ વર્ષમાં થયેલ પ્રભાવનાનું
વિહંગાવલોકન હવે આપણે કરીશું. અહા, ગુરુદેવના
જીવનનું અવલોકન કરતાં આપણે એક તીર્થંકરના જ
પૂર્વજીવનનું અવલોકન કરી રહ્યા છીએ.....ને હૃદયમાં
અપાર ઊર્મિઓ ઉલ્લસે છે. સમ્યક્ત્વરત્નના દાતાર એવા
આ રત્નચિંતામણિ સમાન ગુરુદેવના રત્નચિંતામણિ–
જયંતીમહોત્સવે જગતમાં રત્નત્રયમાર્ગની અનેરી
પ્રભાવના કરી છે.
સં. ૨૦૨૦ માં મુંબઈની હીરકજયંતી પહેલાં ગુરુદેવે દક્ષિણદેશના તીર્થધામોની
અત્યંત ભાવભીની યાત્રા કરી......તે વખતે બાહુબલી ભગવાનની ચેતનવંતી મુદ્રા જોઈ
જોઈને, તેમ જ કુંદકુંદ પ્રભુજીના ચરણોને ભેટી ભેટીને જે ઊર્મિઓ ઉલ્લસી તે કોઈ
અદ્ભુત હતી; જે કુંદકુંદ પ્રભુને વિદેહક્ષેત્રમાં સાક્ષાત્ જોયેલા તે જ કુંદકુદસ્વામીને જાણે
અહીં સાક્ષાત્ નિહાળતા હોય એવી લાગણીઓ ઊભરાતી હતી. ઘણીવાર ગુરુદેવ કહે છે
કે ‘અહા! એ વખતના ભાવો અદ્ભુત હતા! જે સાથે આવ્યા હશે તેમણે તે જોયા હશે.’
પોન્નૂર ઉપર બેઠા બેઠા ગુરુદેવે એમ હસ્તાક્ષર લખી આપ્યા કે ‘શ્રી સીમંધર
ભગવાનના દરશન કરનાર ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય આદિ નમોનમ:’
શ્રવણબેલગોલમાં બાહુબલી ભગવાનના દર્શન વખતે પણ ગુરુદેવ–સ્તબ્ધ થઈ
જતા. એ વીતરાગી ઢીમના દર્શને શાંતિની ને હર્ષથી એટલી બધી ઊર્મિઓ જાગતી કે
ક્ષણભર તો વાણી તેને વ્યક્ત કરી શકતી ન હતી. ‘શ્રી બાહુબલી ભગવાનનો

PDF/HTML Page 20 of 80
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
જય હો, આનંદામૃતનો જય હો’ એવા હસ્તાક્ષર વડે ગુરુદેવે એ ઊર્મિઓને ચિરંજીવી
કરી. વારંવાર ખૂબ બહુમાનપૂર્વક ગુરુદેવ કહેતા કે– ‘વાહ! એમના મુખ ઉપર કેવા
અલૌકિક ભાવ તરવરે છે! પવિત્રતા અલૌકિક ને પુણ્યનો અતિશય પણ અલૌકિક, –
બંને દેખાઈ આવે છે. એમનો જ્ઞાનઉપયોગ અંતરમાં એવો લીન થયો છે કે બહાર
આવવાનો અવકાશ નથી. વીતરાગી આનંદના અનુભવમાં એ લીન થયા છે. એમના
મોઢા ઉપર અનંત આશ્ચર્યવાળી વીતરાગતા છે–જાણે ચૈતન્યની શીતળતાનો ડુંગર!
અત્યારે આ દુનિયામાં એનો જોટો નથી.’
કુંદકુંદ પ્રભુનું તપોધામ પોન્નૂર તેની પાસે પાંચ માઈલ પર વાંદેવાસ નામનું
મોટું ગામ છે, ત્યાંના જિનાલયમાં સીમંધરભગવાનની ખડ્ગાસન પ્રતિમાના દર્શન થતાં
આનંદ થયો. જાણે કુંદકુંદ પ્રભુ વિદેહમાં જઈને વહાલા સીમંધરનાથને અહીં તેડી આવ્યા
હોય! અહા, જ્યાંથી કુંદકુંદ પ્રભુએ વિદેહયાત્રા કરી અને વિદેહથી લાવેલી શ્રુતગંગા
વહેતી કરી, એ પાવનધામની રમણીયતા કોઈ અનેરી છે.....અને તેમાંય ગુરુદેવ જ્યારે
પોન્નૂરમાં પધાર્યા ત્યારે તો કુંદકુંદ પ્રભુનું આખું જીવન સાક્ષાત્ તાજું થતું હતું.....જાણે
કુંદકુંદાચાર્યદેવ પુન: પધાર્યા હોય એવું વાતાવરણ છવાઈ ગયું હતું. ચંપા
વૃક્ષની છાયામાં કુંદપ્રભુના ચરણોને અતિ ભાવથી સ્પર્શ કરીને ગુરુદેવે ગવડાવ્યું ‘મન
લાગ્યું રે કુંદકુંદદેવમાં’ અહા, એ વખતે તો કહાન ગુરુની ભક્તિથી પ્રસન્ન થઈને એ
સોનેરી પહાડ કુંદકુંદપ્રભુના સન્દેશ સંભળાવતો હતો. ગુરુદેવ સાથેની