૩૦૮A
જ્ઞાની કહે છે–તું આનંદમાં આવ
જેમ માતા બાળકને વહાલથી શિખામણ આપે તેમ
આચાર્યદેવ શિષ્યને મીઠાસથી સમજાવે છે કે ભાઈ!
જડની ક્રિયામાં તારો ધર્મ ગોતવો મુકી દે. આ ચૈતન્યમાં
તારો ધર્મ છે; ચૈતન્યરૂપ તારો આત્મા કોઈ દિવસ જડ
થયો નથી. જડ અને ચૈતન્ય બંને દ્રવ્યના ભાગલા પાડીને
હું તને કહું છું કે આ ચૈતન્ય દ્રવ્ય જ તારું છે, પુદ્ગલ દ્રવ્ય
તારું નથી, એ તો જડનું છે. માટે હવે જડથી ભિન્ન તારા
ચૈતન્યધર્મને જાણીને તું અત્યંત પ્રસન્ન થા, સર્વ પ્રકારે
પ્રસન્ન થા, તારું ચિત્ત ઉજવળ કરીને સાવધાન થા, ને
‘આ સ્વદ્રવ્ય જ મારું છે, ચૈતન્ય જ હું છું’ એમ તું
અનુભવમાં લે. અહા, પુદ્ગલથી તદ્ન ભિન્ન આવું તારું
ચૈતન્યતત્ત્વ અમે તને દેખાડ્યું–હવે તું આનંદમાં આવ,
પ્રસન્ન થા. ભેદજ્ઞાનના ઉગ્ર અભ્યાસ વડે સ્વાનુભવ કર.
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯પ પ્ર. અષાડ (લવાજમ : ચાર રૂપિયા) વષર્ ૨૬ : અધિક અંક