PDF/HTML Page 1 of 44
single page version
PDF/HTML Page 2 of 44
single page version
વિરાજે છે.
જે તારા ઘટમાં જ બિરાજે છે.
જ્ઞાન બિના શિવ ના લહૈ, બહુ કર્મ ઉપાજે હો
PDF/HTML Page 3 of 44
single page version
હું જન્મને જાણું નહીં, સુખથી ભરેલો શિવ છું.”
એ સાંભળ્યા પછી એક કલાક સુધી ગુરુદેવને અંદરમાં એની
સભા સ્તબ્ધપણે સાંભળી રહી. ગુરુદેવે કહ્યું: ‘હું જન્મને જાણું
PDF/HTML Page 4 of 44
single page version
ભેળસેળવાળા દ્રવ્યનું કથન કરનારા એવા વ્યવહારનયથી વિમોહીત થઈને શરીર–ધન
વગેરેનું પોતાનું માનીને મમત્વ કરે છે તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે અને શ્રામણ્યના માર્ગને
તેણે દૂરથી જ છોડી દીધો છે, મોક્ષના માર્ગથી વિરુદ્ધ એવા ઉન્માર્ગમાં તે વર્તે છે.
શુદ્ધનયવડે સ્વ–પરનું યથાર્થ ભેદજ્ઞાન કરીને શુદ્ધ આત્માને અનુભવવો તે જ
મુનિપણાનો માર્ગ છે.
ખંખેરી નાખ્યો છે, તેને જ પોતાના આત્મસ્વભાવમાં એકાગ્રતારૂપ ધ્યાન વડે
શુદ્ધાત્મપણું હોય છે; ને તે જ મોક્ષમાર્ગ છે. માટે આવો શુદ્ધાત્મા જ અનુભવમાં લેવા
યોગ્ય છે; અને એના અનુભવના ફળમાં પરમ મોક્ષસુખ પ્રાપ્ત થાય છે.
PDF/HTML Page 5 of 44
single page version
બેઠો. અને તેની જ ઉપલબ્ધિમાં રોકાઈ ગયો. કેમકે જેને પોતાનું માને તેની જ
ઉપલબ્ધિમાં રોકાય. જ્ઞાની તો જાણે છે કે મારે માટે સદા રહેનાર એવો મારો શુદ્ધઆત્મા
જ ધુ્રવ છે, ને તેથી તે જ અનુભવમાં લેવા યોગ્ય છે. શુદ્ધ ઉપયોગરૂપે પરિણમેલો એવો
મારો ધુ્રવઆત્મા જ મારે અનુભવવા યોગ્ય છે, એના સિવાયનું બીજું બધું મારામાં
અસત્ છે. સંયોગરૂપે તે ભલે હો, પણ હું તેને મારાપણે જરા પણ અનુભવતો નથી.
આ આત્માને માટે ધુ્રવ નથી. સંયોગો તો બધા અધુ્રવ છે, ને પરતઃસિદ્ધ છે. કેમકે
કર્મોદય વગેરે બાહ્ય કારણો વડે સંયોગ આવે છે, તે કાંઈ આત્મા સાથે કાયમ રહેનારા
નથી એટલે ધુ્રવ નથી. શુદ્ધ આત્મા જ ધુ્રવ છે, ને તેથી તે જ ઉપલબ્ધ કરવા યોગ્ય છે, તે
જ શ્રદ્ધા–જ્ઞાન–રમણતા કરવા યોગ્ય છે. અધુ્રવ એવા અન્ય સંયોગથી શું પ્રયોજન છે?
જુઓ, અહીં સંયોગને અધુ્રવ કહેતાં તેમાં પાપ અને પુણ્ય બંનેનું ફળ આવી ગયું,
પુણ્યનું ફળ પણ અધુ્રવ છે. સમવસરણનો સંયોગ પણ આત્માને માટે અધુ્રવ છે. તેના
આશ્રયે કલ્યાણ થતું નથી. પોતાના ધુ્રવ આત્માના આશ્રયે જ કલ્યાણ થાય છે, કેમકે તે
શુદ્ધ છે.
એકત્વને લીધે આત્માને શુદ્ધતા છે ને શુદ્ધતા હોવાથી ધુ્રવતા છે, ધુ્રવતા હોવાથી તે જ
આશ્રય કરવા યોગ્ય છે. તેના જ આશ્રયે પરમ સુખનો અનુભવ થાય છે.
PDF/HTML Page 6 of 44
single page version
* હવે તે એકપણું પાંચ બોલથી બતાવે છે–
૧– જ્ઞાનાત્મકપણાને લીધે,
૨– દર્શનભૂતપણાને લીધે,
૩– અતીન્દ્રિય મહા પદાર્થપણાને લીધે,
૪– અચળપણાને લીધે, અને
પ– નિરાલંબનપણાને લીધે આત્માને એકપણું છે.
જુઓ, આ પાંચબોલથી આત્માનું એકપણું બતાવ્યું. આત્માને આવું એકપણું
છે–અનુભવ કરવાયોગ્ય છે; તેના અનુભવથી મોહનો ક્ષય થઈને વીતરાગી પરમ સુખ
થાય છે–જુઓ, આ મોક્ષની રીત!
તેને એકપણું છે. પરથી ભિન્નતા ને સ્વમાં એકતા–આવા આત્માને શુદ્ધતા છે, ને તે જ
ધુ્રવપણે ઉપાદેય છે.
એક સાથે સમસ્ત પદાર્થોને જાણનારો મહાન પદાર્થ છે. આવો એક સત્ મહાન ચૈતન્ય
પદાર્થ હોવાથી તેને જડ ઈન્દ્રિયોથી જુદાઈ છે, ને જ્ઞાનરૂપ સ્વધર્મથી એકતા છે.–આ
રીતે આત્માને એકપણું છે. અને આવા એકપણાના અનુભવથી શુદ્ધઆત્માનો અનુભવ
થાય છે.
તન્મયપણે અચળ રહે છે; આ રીતે પરજ્ઞેયોથી ભિન્નતા અને જ્ઞાનરૂપ સ્વધર્મોથી
અભિન્ન હોવાથી આત્માને એકપણું છે. અનેક જ્ઞેયોને જાણતાં પોતે તે જ્ઞેયોના પ્રવાહમાં
તણાઈ જતો નથી, જ્ઞેયોને જાણતાં તેમાં તે ભળી જતો નથી, તે તો પોતાના
જ્ઞાનપ્રવાહમાં જ એકપણે વર્તે છે. આવા એકપણાને લીધે આત્માને શુદ્ધપણું છે.
PDF/HTML Page 7 of 44
single page version
આવતો. તે જ્ઞેયોથી તો જ્ઞાન જુદું છે, જ્ઞાનનો પ્રવાહ આત્મામાંથી આવે છે. આત્માના
અવલંબને પ્રગટેલી જે જ્ઞાનપર્યાય તે સ્વધર્મ છે, ને તે સ્વધર્મથી આત્માને અભિન્નપણું
છે; આ રીતે પરદ્રવ્યના ધર્મોથી ભિન્નપણું ને સ્વધર્મોથી અભિન્નપણું હોવાથી આત્માને
એકપણું છે.
મને આલંબન છે–એમ ધર્મી જાણે છે. ને જે આવું નિજસ્વરૂપ છે તેને જ મોહનો ક્ષય
થાય છે.
છે, તે અનુભવમાં લેવા યોગ્ય છે. આત્માને જગતના કોઈ પદાર્થોનો સંયોગ ધુ્રવ રહેતો
નથી, પોતાનો જ્ઞાનસ્વરૂપ આત્મા જ ધુ્રવ રહે છે, તેનો કદી વિયોગ નથી; માટે તે જ
એક આશ્રય કરવા જેવો છે. બીજા પદાર્થોનો સંબંધ તો વૃક્ષની છાયા સમાન અસ્થિર છે,
અધુ્રવ છે. જેમ રસ્તે ચાલ્યા જતા મુસાફરને માર્ગમાં અનેક વૃક્ષોની છાયાનો સંસર્ગ
થાય છે, પણ તે છાયા કાંઈ મુસાફરના ભેગી નથી આવતી, છાયા નવી નવી બદલે છે
ને મુસાફર તો એકનો એક રહે છે; મુસાફર તે છાયાનો જ આશ્રય સમજીને ઊભો રહે
તો તે ધારેલા સ્થળે પહોંચી ન શકે. મુસાફરને ઝાડની છાયાનો આશ્રય નથી. તેમ
મોક્ષનો પ્રવાસી એવો આ આત્મા, તેને વચ્ચે રસ્તામાં ઝાડની છાયા જેવા શરીરાદિના
અનેક સંયોગો આવે છે, પણ ધર્મી તેને ઉપલબ્ધ કરતો નથી, તેને પરદ્રવ્ય જાણે છે,
તેનાથી ભિન્ન પોતાનું સ્વરૂપ જાણીને તેનો જ આશ્રય કરે છે. ધુ્રવ એવો શુદ્ધઆત્મા
એક જ મોક્ષાર્થી જીવનું શરણ છે, બીજું કોઈ શરણ નથી.
PDF/HTML Page 8 of 44
single page version
જીવને પોતાના ધુ્રવ શુદ્ધ સ્વભાવ સિવાય અન્ય કોઈ શરણરૂપ નથી, બધા સંયોગો
અધુ્રવ અને ભિન્ન છે. આવી ભિન્નતા જાણતો ધર્મી પોતાના સ્વભાવનું જ અવલંબન
લ્યે છે; ફરી ફરીને તેની પરિણતિ પોતાના સ્વરૂપની સન્મુખ થાય છે. કોઈ શુભાશુભ
કર્મોદયઅનુસાર લક્ષ્મી–શરીર–અનૂકુળ–પ્રતિકૂળસંયોગો હો ભલે, પણ ધર્મી તેને પોતાથી
અત્યંત ભિન્ન જ દેખે છે; પોતાને તો જ્ઞાનદર્શનસ્વરૂપ અતીન્દ્રિય મહાન પદાર્થ તરીકે
પોતામાં અનુભવે છે. –આવા આત્માને અનુભવ કરે તેને જ મોહનો નાશ થાય, ને તેને
જ મુનિપણું તથા કેવળજ્ઞાન અને પરમસુખ પ્રગટે.
છે. પોતાનો આનંદ પોતામાં ભર્યો છે પણ પોતાના આનંદને ભૂલ્યો
એટલે તેનો આરોપ બીજામાં કર્યો કે ‘આમાં મારો આનંદ છે.’ –પણ
એ આરોપ મિથ્યા છે–ખોટો છે.
સુખ તે આત્માનો સ્વભાવ ન રહ્યો! પણ ભાઈ, એવો (સુખ
વગરનો) આત્મા ન હોય. આત્મા તો સુખસ્વરૂપ છે. આત્મા
આનંદથી ખાલી નથી, આત્મા પોતાના આનંદથી ભરેલો છે. એનું
ભાન કરતાં આનંદના સ્વાદનું વેદન થાય છે.
PDF/HTML Page 9 of 44
single page version
સ્થાનકવાસીનું મુનિપણું, પછી તે છોડીને પરિવર્તન દ્વારા સત્પંથે
પ્રયાણ અને દિગંબર જૈનધર્મની મહાન પ્રભાવના,
સમ્મેદશિખરજી–બાહુબલી–પોન્નુર–કુંદાદ્રિ–ગીરનાર વગેરેના
યા૫ાપ્રસંગો, જિનબિંબ–પ્રતિષ્ઠાઓ, મુંબઈમાં હીરકજયંતિ,
સોનગઢમાં અનેક પ્રભાવશાળી પ્રસંગો, ને છેલ્લે સં. ૨૦૨૩ માં
બયાના શહેરમાં સીમંધરપ્રભુની સન્મુખ આનંદકારી જાહેરાત, એ
બધાનું વિવેચન આપે આત્મધર્મના છેલ્લા બે અંકો નં. (૩૦૭–
૩૦૮) માં વાંચ્યું. બાકીનો ભાગ આ અંકમાં પૂરો થાય છે. (સં.)
ઝેર ક્યાંથી ટકી શકે? એટલે ગુરુવાણીમાં એ અધ્યાત્મરસનું શ્રવણ કરતાં કરતાં
સંસારથી વિરક્ત થઈ, સંતોની શીતલ છાયામાં રહી એ અધ્યાત્મરસનો સ્વાદ લેવા માટે
સં. ૨૦૨૩ ના શ્રાવણ વદ એકમે નાની ઉમરની નવ કુમારિકા બહેનોએ એકી સાથે
બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા લીધી. પહેલાં ૬ પછી ૧૪ પછી ૮ અને પછી ૯ બહેનોની
સમૂહપ્રતિજ્ઞાનો આ ચોથો પ્રસંગ બન્યો; તે ઉપરાંત પરચુરણ મળીને બાલબ્રહ્મચારી
બહેનોની કુલ સંખ્યા પચાસ જેટલી થઈ, –જેમાં મા૫ ગુજરાતી જ નહિ પરંતુ દૂરદૂરના
PDF/HTML Page 10 of 44
single page version
બીજે જ દિવસે ‘બીજ’ હતી. પરમવત્સલ પૂ. બેનશ્રીબેનના પ્રતાપે પચાસ બહેનોનું કેવું
ઉત્તમ જીવનઘડતર થઈ રહ્યું છે ને આત્મહિત માટે કેવી ઉત્તમ પ્રેરણાઓ મળી રહી છે તે
તો નજરે જોનારને ખ્યાલ આવે. ગુરુદેવનો અધ્યાત્મઉપદેશ મુમુક્ષુના અંતરમાં જે
વૈરાગ્યબીજ રોપે છે. તેને વાત્સલ્યનાં પાણી પાઈને માતાજી ઉછેરે છે......ને સંતોના
પ્રતાપે ઊગેલું એ વૈરાગ્યનું ઝાડ સમ્યક્ત્વાદિ મધુરાં ફળ આપનારું છે.
આમાં બતાવ્યો છે.
સંભળાવે છે ત્યારે જિજ્ઞાસુના રોમરોમ પુલકિત થઈને જ્ઞાનીના સ્વાનુભવ પ્રત્યે ઉલ્લસી
જાય છે. જ્ઞાનીની ‘જ્ઞાનચેતના’ કેવી હોય? ને તેનું કાર્ય શું? તેનું સ્વાનુભવસહિત
વર્ણન લક્ષગત કરતાં મુમુક્ષુના અંતરમાં કોઈ અપૂર્વ ભેદજ્ઞાનની ઝણઝણાટી જાગી જાય
છે. (એના નમૂના માટે જુઓ આત્મધર્મ નં. ૨૯૮)
પૂછયું કે– ‘ગુરુદેવ! અમારું શું? ત્યારે ગુરુદેવે કહ્યું– ‘જ્યાં અમે ત્યાં તમે’ અહા, ઠેઠ
સિદ્ધપદ સુધીના સાથીદાર એવા ગુરુદેવના મુખથી ‘જ્યાં અમે ત્યાં તમે’ એ સાંભળીને
બંને બહેનોને અસંખ્ય પ્રદેશે જે આહ્લાદ થયેલો તેની અસર આજે પાં૫ીસવર્ષ પછી
પણ તેમની વાણીમાં દેખાય છે. આવા તો બીજા ઘણાય આનંદપ્રસંગો ગુરુદેવના પ્રતાપે
બનેલા છે.
અધ્યાત્મ–
PDF/HTML Page 11 of 44
single page version
પ્રસન્નતા હૂઈ, આજ જૈસે હમલોગ ભગવાન કુંદકુંદસ્વામીકા નામ મંગલરૂપમેં લેતે હૈં
વૈસે ભવિષ્યકી પેઢીકે લોગ આપકા (કાનજી સ્વામીકા) નામ લેતે રહેગેં.’
વાણી ઘરે ઘરે જિજ્ઞાસુઓ અત્યંત પ્રેમથી વાંચે છે. રજતજયંતીના વર્ષમાં ગુરુદેવના
વિશેષ આશીર્વાદ મળ્યા, સાથે સાથે આ વર્ષમાં જ શ્રીમદ્રાજચંદ્રજીની જન્મશતાબ્દિનો
પણ ઉત્સવ હતો તેથી તેમનાં સારભૂત ઉત્તમ વચનામૃતોનું દોહન કરીને આત્મધર્મ દ્વારા
તેનો ખૂબ પ્રચાર કરવામાં આવ્યો. પં. ટોડરમલ્લજીની દ્વિશતાબ્દિનો ઉત્સવ પણ આ જ
વર્ષમાં ઉજવાયો ને તેના પ્રચારમાં પણ ખાસ વિશેષાંકદ્વારા મહત્ત્વનો ફાળો આપ્યો.
આફ્રિકામાં પણ આપણા જિજ્ઞાસુઓએ ‘શ્રીમદ્રાજચંદ્રસ્મૃતિગૃહ’ બંધાવેલું છે.
આફ્રિકામાં એક મુમુક્ષુભાઈને ત્યાં લગ્નપ્રસંગે ચાર હજાર ધાર્મિક પુસ્તકો સોનગઢથી
મંગાવીને લાણી કરવામાં આવી હતી, ને જૈનવિધિ–અનુસાર લગ્ન થયા હતા. ગુરુદેવના
ઉપદેશનો થોડક પણ લક્ષગત કરતાં કુદેવ–કુગુરુ–કુધર્મનું સેવન તો મુમુક્ષુના હૃદયમાંથી
જડમૂળથી ઊખડી જાય છે, અને વીતરાગી દેવ–ગુરુ–ધર્મ પ્રત્યે કોઈ અનેરી ભક્તિનો
ઉમંગ જાગે છે. આ તો ધર્મનો એકડો લખવા માટેની કોરી પાટી છે. –એકડો તો હજી
એનાથી આઘો છે.
આપનું નામ લખી આપો. –ત્યારે ગુરુદેવ કહે કે આ “ છે તે સર્વભગવાનની વાણી છે;
એ જ અમારું નામ છે ને એ જ અમારું ધામ છે. “ એટલે શુદ્ધઆત્મા. (જે દિવસે આ
વાત થઈ તે દિ’ ફાગણ વદ એકમ હતી, સોનગઢમાં જ્યાં ગુરુદેવ બિરાજે છે ત્યાં “ ની
સ્થાપના તે દિવસે જ થયેલી છે.
સાધનાભૂમિ ગિરનાર તીર્થધામના દર્શન કરી આવ્યા; ત્યાંથી પોરબંદર, જેતપુર, ગોંડલ,
વડીયા, મોરબી, વવાણીયા, ચૈ૫ સુદ તેરસે વાંકાનેર, ચોટીલા, સુરેન્દ્રનગર, વઢવાણ,
PDF/HTML Page 12 of 44
single page version
આ ગામમાં ૭૮મી જન્મજયંતીનો મહોત્સવ ઉજવાયો. વીંછીયાનું જિનમંદિર એટલે
સોનગઢના જૂના જિનમંદિરની જ પ્રતિકૃતિ. અત્યારે તો સોનગઢનું જિનાલય ૭પ ફૂટ
ઊંચે ધર્મધ્વજ ફરકાવી રહ્યું છે પણ પંદર વર્ષ પહેલાં જે ઘુમ્મટવાળું ૩૭ ફૂંટ ઊંચુ
જિનાલય હતું તે જોવું હોય તો વીંછીયાનું જિનાલય જોઈ લ્યો. વીંછીયામાં જન્મોત્સવ
પછી તરત ગુરુદેવ જન્મધામમાં–ઉમરાળા પધાર્યા.
પાડતા, વગેરે પ્રસંગ ગુરુદેવે કહ્યા. માતા તે માતા! માતાનાં વાત્સલ્યભર્યાં સંભારણાં જ
એવાં હોય છે કે તે યાદ આવતાં પુ૫નું હૈયું રોમાંચ અનુભવે છે. ૪૭ વર્ષ પહેલાં, એટલે
કે ૩૩ વર્ષની વયે (સં. ૧૯૭૮માં) ગુરુદેવને “કારના ભણકારા આ ઉમરાળામાં પણ
આવ્યા હતા; (સૌથી પહેલાં ભણકાર વાંકાનેરના ઉપાશ્રયમાં સં. ૧૯૭૭ માં આવેલા)
થોડા જ વર્ષો પહેલાં સાક્ષાત્ સાંભળેલી એ તીર્થંકરવાણીના બડબડીયાં આત્મામાં
બોલતા હોવાથી ગુરુદેવને એ જિનવાણી–અનુસાર માર્ગ સિવાય બીજા કોઈ માર્ગમાં
ચેન પડતું ન હતું. અંતે જિનવાણી પ્રાપ્ત કરીને જગતમાં તે માર્ગ પ્રસિદ્ધ કર્યો.
જન્મોત્સવ વખતે તો ઉમરાળાનગરી અયોધ્યાની બેનપણી જેવી લાગતી હતી.
જન્મોત્સવ બાદ લીંબડી થઈને ગુરુદેવ વૈશાખ સુદ પૂનમે સોનગઢ પધાર્યા.
ગુરુદેવના ઉદ્ગાર નીકળ્યા કે ‘જ્ઞાનની લીલી વાડીમાં આત્મા આનંદની રમત રમે છે.’
આ ઉદ્ગારની સાથે ૩પ વર્ષ પહેલાંની ‘આત્મચર્ચા’ પણ ગુરુદેવ ઘણા મહિમાપૂર્વક
તાજી કરે છે....અને સાથે સાથે જ્ઞાનીઓનાં વિશિષ્ટ ઉદાહરણપૂર્વક આત્માને શોધવાની
રીત બતાવે છે.
જન્મદિવસ હોવાથી ગુરુદેવે અપાર વાત્સલ્યપૂર્વક કહ્યું કે ‘આ પુસ્તક હું બેનને ભેટ
આપું છું.’–વાહ, કેવો અદ્ભુતપ્રસંગ! ગુરુદેવદ્વારા અપાતી
PDF/HTML Page 13 of 44
single page version
લેનારા સન્તોનેે નજરે નીહાળતાં કેવો આનંદ થાય છે! ખરેખર, એ સન્તો આપણને
પણ આનંદના દાતાર છે.
હતા. –જાણે પંચપરમેષ્ઠી ભગવંતો જ સાક્ષાત્ પધાર્યા છે કે શું! ભેદ તોડી,
પંચપરમેષ્ઠીની સાથે જ ભળીને તેમને નમસ્કાર કઈ રીતે કરાય? તે ગુરુદેવ સમજાવતા
હતા....એ વખતના રણકાર હજીપણ આત્મપ્રદેશોમાં ઝણઝણે છે. ધન્ય હતો એ
અવસર!
મેળો ભરાયો હોય એવું વાતાવરણ પ્રવચન વખતે વર્તતું હતું. ગુરુદેવ વારંવાર
મહિમાથી કહે છે કે આ શાસ્ત્ર શુદ્ધાત્માનો અનુભવ કરાવીને ભવનો નાશ કરાવનારું
છે; આત્માના અશરીરીભાવને બતાવનારું આ શાસ્ત્ર છે. સાધક કહે છે–અંતરમાં અમે
અમારા ચિદાનંદસ્વભાવ તરફ ઝૂકીને સિદ્ધભગવાનનો સાથ લીધો છે; પરભાવથી હવે
અમે ભિન્ન થયા છીએ, ને સિદ્ધાલયમાં અનંત સિદ્ધભગવંતોની પંક્તિમાં બેસવાના
છીએ.–કેવી નિઃશંક વાણી! કેવા આત્મસ્પર્શી ભાવો! –જાણે દિવ્યધ્વનિની કોઈ
મંગલવીણા વાગતી હોય! અત્યારે જ જાણે કુંદકુંદસ્વામી વિદેહમાંથી આવીને ત્યાંના
અતીન્દ્રિય જ્ઞાન–આનંદનું સ્વરૂપ સમજાવતા હોય! (આરાધકભાવની ઝણઝણાટી
બોલાવતા એ પ્રવચનોનું દોહન જ્યારે આત્મધર્મના અંક નં. ૩૦૦માં ગુરુદેવે વાંચ્યું
ત્યારે તેમણે અતિશય આહ્લાદપૂર્વક પરમપ્રમોદ વ્યક્ત કર્યો હતો.)
હતા. આ જ અરસામાં ગિરનારસિદ્ધક્ષે૫માં માનસ્તંભજીનું શિલાન્યાસ થયું.
PDF/HTML Page 14 of 44
single page version
રત્નચિંતામણિ–જન્મજયંતીના મહોત્સવ નિમિત્તે ગુરુદેવે માહવદ છઠ્ઠના રોજ સોનગઢથી
મંગલ પ્રસ્થાન કર્યું. રાણપુર થઈને અમદાવાદ પધાર્યા. સવાલાખ જેટલા જૈનોથી
શોભતું ગુજરાતનું આ પાટનગર જિનેન્દ્રદેવના પંચકલ્યાણકથી શોભી ઊઠ્યું. વિશાળ
જિનબિંબની વીતરાગીપ્રભાથી ભવ્ય જિનાલય શોભી રહ્યું છે. નેમિપ્રભુનો એ
જન્મકલ્યાણક ને દીક્ષા વગેરે અદ્ભુત પ્રસંગો દેખીને અમદાવાદની જનતા મુગ્ધ બની.
અમદાવાદનું આ શિખરબદ્ધ જિનાલય (ખાડિયા વિસ્તારમાં) પાંચેક લાખ રૂા. ના ખર્ચે
તૈયાર થયેલ છે. પાટનગરમાં આવા ભવ્ય જિનાલયથી ગુજરાત ગૌરવવન્તું બન્યું.
આદિનાથભગવાનનું આ જિનાલય ફિરોજાબાદના જિનાલયને યાદ કરાવે છે. સવાલાખ
જેટલા જૈનોથી ભરેલી આ નગરીનું અને જૈનસમાજનું ગૌરવ વધારનારી એક વાતનો
ઉલ્લેખ કરવો જરૂરી છે કે, આઠ દિવસનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ દિગંબર
જૈનસમાજનો હોવા છતાં, અમદાવાદના શ્વેતાંબર જૈનસમાજે અત્યંત મધ્યસ્થતા રાખીને
તેમ જ શક્ય એટલો સહકાર આપીને આખા જૈનસમાજનું ગૌરવ વધાર્યું છે. જરાય
વિખવાદ ફેલાય એવું પરસ્પર ક્યાંય બન્યું નથી. અમદાવાદ માટે આ શોભાની વાત છે;
ને સારાય ભારતભરમાં આ પ્રકારે પરસ્પર બંધુત્વનું–સહકારનું વાતાવરણ ફેલાય તે
હવે ભગવાનના અઢી હજારમા નિર્વાણોત્સવ પ્રસંગે અત્યંત જરૂરી છે. અમદાવાદનો
પ્રતિષ્ઠા–મહોત્સવ અદ્ભુત હતો. ચાર–ચાર હાથી અને બીજા અનેક ઠાઠમાઠ સહિત
જિનેન્દ્રદેવથી રથયા૫ા લાખો દર્શકોને આનંદ પમાડતી હતી. જિનમંદિરમાં વિશાળ કમળ
ઉપર સવાપાંચ ફૂટ ઉન્નત પદ્માસને પ્રભુ આદીશ્વરદાદા બિરાજી રહ્યા છે, –જેમનો
વીતરાગી વૈભવ મુમુક્ષુઓને મુગ્ધ કરે છે.
ગામની જનતાએ આનંદથી ઉત્સવ ઊજવ્યો. પછી ભીલોડા ગામમાં પ્રાચીન જિનાલયના
આનંદપૂર્વક દર્શન–ભક્તિ કરીને ફાગણ સુદ ૧૧ ના રોજ રણાસણ ગામે પધાર્યા. નાના
ગામમાં પણ મોટો પંચકલ્યાણક ઉત્સવ અમદાવાદ જેવો જ ઉજવાયો. મા૫ પાંચેક ઘર
દિ. જૈનોના હોવા છતાં દોઢેક લાખ રૂા.ના ખર્ચે ૫ણ શિખરથી સુશોભિત જિનાલય
બંધાયું છે. ‘જંગલમાં મંગલ’ જેવો મહાન ઉત્સવ અહીં ઉજવાયો......આદિનાથપ્રભુના
પંચકલ્યાણકથી રણાસણ જાણે અયોધ્યા બની ગયું હોય એવું શોભતું હતું. બે હજારની
PDF/HTML Page 15 of 44
single page version
ઉત્સવ, ને ધન્ય બન્યું રણાસણ!
હતું. ત્યારબાદ નરસિંહપુરા–જહર, ફત્તેપુર તથા અમદાવાદ થઈને ફાગણ વદ દસમે
સોનગઢ પધાર્યા. (વચ્ચે બરવાળા તથા સાવરકુંડલાના કાર્યક્રમો ઉધરસની તકલીફને
કારણે સ્થગિત થયા.) સોનગઢના ઉપશાંત વાતાવરણમાં દસ દિવસ નિવૃત્તિથી રહીને
ચૈ૫ સુદ પાંચમે ગુરુદેવ રાજકોટ પધાર્યા. ત્યાં ૯ દિવસ સુધી શ્રુતજ્ઞાનરૂપી અમૃત
પીવડાવીને, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાલેજ, સુરત, થાણા થઈને ચૈ૫ વદ ૧૧ના રોજ
ગુરુદેવ મુંબઈ નગરીમાં પધાર્યા. પાલેજની ચિરપરિચિત ભૂમિમાં ચાર દિવસ દરમિયાન
અનેક સંભારણાં ગુરુદેવે યાદ કર્યા. વિક્રમ સં. ૧૯પ૯ થી ૧૯૬૮ (લગભગ ૧૩ થી ૨૨
વર્ષની ઉમર) સુધી તેઓએ પાલેજની દુકાનમાં વેપાર કરેલો. શ્રુતધામ અંકલેશ્વર તેમજ
શીતલધામ સજોદ પાલેજથી નજીકમાં (પચીસેક માઈલ) છે. એ શ્રુતધર મુનિવરો
જ્યારે અંકલેશ્વર પધાર્યા હશે ત્યારે આ પાલેજની ભૂમિને પણ પાવન કરી હશે. કાસાના
વનજંગલના વાતાવરણ વચ્ચે પણ મુંબઈથી ભાઈશ્રી મગનલાલ સુંદરજી તથા
વજુભાઈ વગેરેએ આવીને ઉત્સવ જેવું વાતાવરણ ઊભું કરી દીધું હતું. અહીં ગુરુદેવે
અત્યંત આહ્લાદકારી એક મંગલ સ્વપ્ન જોયું–જેમાં આકાશમાંથી સુંદર પરબિડિયા દ્વારા
જાણે ભગવાનનો કોઈ સન્દેશ આવ્યો હોય કે મોક્ષની મંગલ વધામણી આવી હોય–
એવો આનંદ થયો.
વરસાવતી હતી. હજારો માણસો હોંશેહોશે અધ્યાત્મસન્દેશ સાંભળતા. વૈશાખ સુદ
એકમથી સાતમ સુધી જિનબિંબપ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો. વૈશાખ સુદ બીજે
ગુરુદેવની ૮૦ મી જન્મજયંતિ ‘રત્નચિંતામણિ–જન્મોત્સવ’ તરીકે ઉજવાઈ. ધન્ય બની
મુંબઈ નગરી, ને ધન્ય બન્યા ત્યાંના ભક્તો! આ ચૈતન્યરત્નાકરને પોતાના કિનારે
દેખીને મુંબઈનો રત્નાકર (દરિયો) પણ ઉલ્લસી–ઉલ્લસીને મધુર ગીતગૂંજન કરતો
હતો. ગુરુદેવના જીવનપરિચયનું નવીન પુસ્તક આજે પ્રકાશિત થયુંં, –જે ચાંદીના સચિ૫
પૂંઠા સહિત ગુરુદેવને અર્પણ કરવામાં આવ્યું. સવારમાં મંગલ વધામણી
PDF/HTML Page 16 of 44
single page version
અભિનંદનની લાગણીઓ વ્યક્ત કરી, અને સવાલાખ રૂા. જેટલું જન્મજયંતિ ફંડ થયું.
આ રત્નચિંતામણિ જન્મોત્સવની યાદીમાં મુંબઈ મુમુક્ષુ મંડળ તરફથી ૫ણ યોજનાઓ
રજુ કરવામાં આવી–
(૨) ગુજરાતી–હિંદી ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ સાહિત્ય–પ્રકાશન કરવું;
બીજે તેનું મૂરત થયું.)
વૈશાખ સુદ પાંચમે, પંચકલ્યાણક ઉત્સવમાં ભગવાન શ્રી મહાવીરપ્રભુનો
હેલિકોપ્ટર–વિમાને પુષ્પવૃષ્ટિ કરી, મુંબઈને ‘વૈશાલી–કુંડગ્રામ’ થવાનું ભાગ્ય મળ્યું. દશ
વર્ષમાં મુંબઈમાં આ બીજી વાર પંચકલ્યાણક થયા, અને કુલ ૧૦૦ જેટલા વીતરાગ–
જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ, મલાડમાં અઢી લાખ રૂા. ના ખર્ચે તૈયાર થયેલ જિનમંદિરમાં
વૈશાખ સુદ સાતમે ભગવાન ઋષભદેવ તથા સીમંધરાદિ વીસ તીર્થંકર વગેરે
ભગવંતોની મંગલપ્રતિષ્ઠા થઈ; એ જ રીતે ઘાટકોપરમાં પણ અઢી લાખ રૂા. ના ખર્ચે
તૈયાર થયેલા જિનમંદિરમાં વૈશાખ સુદ આઠમે નેમિનાથભગવાન તથા
ચોવીસતીર્થંકરભગવંતોની મંગલ પ્રતિષ્ઠા થઈ. બંને ઠેકાણે પ્રતિષ્ઠા વખતે સોનેરી
પુષ્પવૃષ્ટિથી આકાશ પણ ઝગમગી ઊઠ્યું.
PDF/HTML Page 17 of 44
single page version
ગુરુદેવ આઠ દિવસ મુંબઈમાં રહ્યા. તે દરમિયાન બોરિવલીમાં રાષ્ટ્રિય ઉદ્યાન સામે
ભગવાન ઋષભદેવ તેમજ ભરત–બાહુબલી એિ૫પુટી–ભગવંતોની ૩૦ ફૂટ ઊંચી
ખડ્ગાસન પ્રતિમાઓનું અવલોકન કરવા પણ ગયા હતા.
કે– ‘શુદ્ધજ્ઞાયકના અંર્તમુખ ઘોલનથી આત્માને આનંદ થાય છે–જે વચનાતીત છે.’
ઈંદોરમાં તિલકનગરના જિનમંદિરમાં ગુરુદેવની ઉપસ્થિતિમાં બે જિનબિંબોની સ્થાપના
થઈ. બીજા દિવસે મક્ષીજી પધાર્યા. મક્ષીજીના દિગંબર જિનમંદિરમાં ભગવાન
પારસનાથની સવાપાંચ ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાની વેદીપ્રતિષ્ઠાનો ઉત્સવ થયો. –આ
ઉત્સવમાં દસેક હજાર માણસોએ ભાગ લીધો અને સવાલાખ રૂા. જેટલી ઉપજ થઈ.
ઉત્સવ બાદ મક્ષીજીથી ઈંદોર થઈને મુંબઈ આવ્યા; ને વૈશાખ વદ ૯ ની સવારે વિમાન
દ્વારા મુંબઈથી પચાસ મિનિટમાં ભાવનગર આવીને, સોનગઢ પધાર્યા.....સુવર્ણધામમાં
અધ્યાત્મની મેઘવર્ષા શરૂ થઈ.....આવો સાધર્મી બંધુઓ! આત્મજિજ્ઞાસારૂપી બીજને આ
અધ્યાત્મરૂપી વર્ષાવડે સીંચન કરીએ અને આત્મામાં રત્ન૫યઅંકુરા પ્રગટાવીએ.
આત્મધર્મદ્વારા સાધર્મીઓ સમક્ષ રજુ કર્યું છે. તે જિજ્ઞાસુઓને ગમ્યું છે, અને તેના દ્વારા
ગુરુદેવના જીવનનો સ્વાદ ચાખીને અનેક જિજ્ઞાસુબંધુઓએ ખૂબ જ પ્રમોદ વ્યક્ત કર્યો
છે, તથા વિશેષ પ્રસંગો માટેની માંગણી કરી છે. વિશેષ પ્રસંગોનું સંકલન કરીને કોઈ
યોગ્ય અવસરે પ્રગટ કરીશું.
જીવનમાં ગુરુદેવ આ વાત રગડી–રગડીને ઘૂંટાવી રહ્યા છે કે, જેને આત્માર્થ સાધવો જ
છે તેને જીવનની કોઈ પરિસ્થિતિ રોકી શકવાની નથી. જ્યાં અંતરમાં આત્માર્થ
સાધવાનો દ્રઢ નિશ્ચય ને સાચી લગન છે ત્યાં જગતસંબંધી અવનવા પ્રસંગોમાં પણ
મુમુક્ષુજીવ પોતાના નિર્ણયને ને લગનીને જરાય ઢીલીપોચી થવા દેતો નથી; સંતોના
ચરણોમાં તે
PDF/HTML Page 18 of 44
single page version
–જ્યાં હિમાલયની ટોચ છે ત્યાં પહેલા સ્વર્ગનું તળીયું છે, બંને
PDF/HTML Page 19 of 44
single page version
એક જ માર્ગને સેવીને મોક્ષ પામ્યા છે અને આ જ માર્ગ તેમણે જગતને ઉપદેશ્યો છે–
સિદ્ધિ વર્યા; નમું તેમને, નિર્વાણના તે માર્ગને. ૧૯૯.
ને વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ નથી.
પામ્યા નથી.
પ્રવૃત્તિ વડે આવા મોક્ષમાર્ગને અમે સાધી રહ્યા છીએ, મોક્ષમાર્ગને સાધવાનું કૃત્ય કરાય
છે; એટલે સ્વયં મોક્ષમાર્ગમાં પ્રવર્તન કરતા થકા, અનુભવના બળે કહીએ છીએ કે
બધાય તીર્થંકરભગવંતોએ, બધાય મુનિવરો અને જિનવરોએ આવો જ મોક્ષમાર્ગ
ઉપાસ્યો છે, ને જગતના મુમુક્ષુઓને પણ આવો જ માર્ગ ઉપદેશ્યો છે. બીજા માર્ગનો
અભાવ છે. આગળ પણ ૮૨ મી ગાથામાં કહ્યું હતું કે–
ઉપદેશ પણ એમ જ કરી, નિર્વૃત થયા; નમું તેમને ૮૨.
PDF/HTML Page 20 of 44
single page version
મોક્ષમાર્ગમાં અમારી મતિ વ્યવસ્થિત થઈ છે. જુઓ, આચાર્યદેવ નિઃશંક સ્વાનુભવથી
જાણે છે કે મોક્ષના માર્ગમાં અમારી મતિ સ્થિર થઈ છે; તેમાં હવે બીજા વિકલ્પને
અવકાશ નથી. માટે અતિ પ્રલાપથી બસ થાઓ. અહો, આવો એક જ મોક્ષમાર્ગ
ઉપદેશનારા અર્હન્તોને નમસ્કાર હો.
માર્ગ છે. અહો, શુદ્ધાત્માની અનુભૂતિરૂપ આ એક જ મોક્ષમાર્ગ, તેમાં પ્રવર્તેલા,
સિદ્ધભગવંતોને નમસ્કાર હો; અને શુદ્ધાત્મપ્રવૃત્તિરૂપ મોક્ષમાર્ગને નમસ્કાર હો. –બીજા
વિસ્તારથી બસ થાઓ, આવો મોક્ષમાર્ગ અમે અવધારિત કર્યા છે અને મોક્ષને સાધવાનું
કૃત્ય કરાય છે. શુદ્ધાત્માના અનુભવરૂપ મોક્ષમાર્ગમાં અમે વર્તી જ રહ્યા છીએ.
ભગવંતોએ જે માર્ગ સેવ્યો, તે જ માર્ગનો અનુભવ કરીને અમે પણ મોક્ષને સાધી રહ્યા
છીએ. જે માર્ગે અનંતા તીર્થંકરો સંચર્યા–તે જ માર્ગે અમે પણ ચાલી રહ્યા છીએ. ચોથા
કાળના ભગવંતો જે માર્ગે ચાલ્યા તે જ માર્ગે અમે પંચમકાળના મુનિઓ પણ જઈ રહ્યા
છીએ. અને અત્યારે વિદેહક્ષે૫માં પણ આ જ માર્ગ તીર્થંકરભગવંતો ઉપદેશી રહ્યા છે, ને
મુનિઓ આ જ માર્ગે કેવળજ્ઞાન પ્રગટ કરીને મોક્ષને સાધી રહ્યા છે. –આવો મોક્ષનો
એક જ માર્ગ છે. ૫ણેકાળના જીવોને માટે મોક્ષનો માર્ગ એક જ છે.–
અસ્યૈવ–અભાવતો બદ્ધા બદ્ધા યે કિલ કેચનાા
સામાન્ય મુમુક્ષુ હો–બધાયને માટે એક જ મોક્ષમાર્ગ છે, કોઈને માટે બીજો મોક્ષમાર્ગ
નથી. પંચમકાળના અચરમશરીરી મુનિવરો પણ આવા શુદ્ધાત્મઅનુભવરૂપ
નિશ્ચયમોક્ષમાર્ગમાં વતી રહ્યા છે. આવા માર્ગ પ્રત્યેના પ્રમોદથી આચાર્યદેવ કહે છે કે
અહો, આવા માર્ગને સાધનારા તીર્થંકરોને નમસ્કાર હો, આવા માર્ગને નમસ્કાર હો.
અમે પણ આવો મોક્ષમાર્ગ અવધારિત કર્યો છે, કૃત્ય કરાય છે: ‘