Atmadharma magazine - Ank 309
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 42
single page version

background image
૩૦૯
સુખ–દુઃખ પૂર્વવિપાક અરે! મત કંપે જીયા,
કઠિન કઠિનસે મિત્ર! જન્મ માનુષકા લિયા.
તાહિ વૃથા મત ખોય, જોય આપા–પર ભાઈ,
ગયે ન મિલતી ફેર સમુદ્રમેં ડુબી રાઈ.
***
સંસારમાં સુખ કે દુઃખ તે તો પૂર્વકર્મના વિપાક
અનુસાર થાય છે, માટે અરે જીવ! તેમાં તું ડર મા. ઘણી
કઠિનતાથી આ મનુષ્યજન્મ પ્રાપ્ત થયો છે – તો હે મિત્ર!
તેને તું નકામો ન ગુમાવીશ; હે ભાઈ! નરભવમાં તું સ્વ–
પરની ઓળખાણ કર; કેમકે જેમ સમુદ્રમાં ડુબેલો રાઈનો
દાણો ફરી મળવો મુશ્કેલ છે તેમ આ મનુષ્યજન્મ વીતી
ગયા પછી ફરી મળવો મુશ્કેલ છે.
– बुधजन पंडित
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૫ દ્વિ. અષાડ (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૬: અંક ૯

PDF/HTML Page 2 of 42
single page version

background image
વીતરાગવિજ્ઞાનની પ્રસાદી

[
છહઢાળા ઉપર પૂ. ગુરુદેવનાં પ્રવચનો વીતરાગવિજ્ઞાનના છ પુસ્તકરૂપે
પ્રકાશિત થઈ રહ્યા છે, પહેલું પુસ્તક પ્રગટ થઈ ગયેલું છે. (કિંમત પચાસ પૈસા) બીજું
પુસ્તક છપાય છે. તેમાંથી થોડોક નમૂનો અહીં આપ્યો છે.
]
જયાં–જ્યાં સમ્યગ્દર્શનાદિ છે ત્યાં જ સુખ છે અને જયાં–જ્યાં મિથ્યાત્વાદિ છે ત્યાં
દુઃખ જ છે;–પછી નરક હો કે સ્વર્ગ હો. તિર્યંચમાં કે નરકમાં, સ્વર્ગમાં કે મનુષ્યમાં, –બધે
ઠેકાણે દુઃખનું કારણ તો જીવના મિથ્યાત્વાદિ ભાવ જ છે. કર્મ તો માત્ર નિમિત્ત છે, જીવથી
તે ભિન્ન છે. ભાઈ! તારા ઊંધા ભાવ અનુસાર કર્મ બંધાયુ એટલે રખડવાનું ખરૂં કારણ
તારો ઊંધો ભાવ જ છે; તે ઊંધો ભાવ છોડ તો તારું પરિભ્રમણ મટે. સમ્યગ્દર્શન વગર
જીવનું પરિભ્રમણ કદી ટળે નહીં. ભાઈ, મિથ્યાત્વને લીધે જન્મ–મરણનાં ઘણાં દુઃખો તેં
ભોગવ્યાં, માટે હવે તો તે મિથ્યાત્વાદિને છોડ... છોડ. આ ઉત્તમ અવસર તને મળ્‌યો છે.
શુભરાગથી સ્વર્ગ મળે, પણ શુભરાગથી કાંઈ આત્માના સમ્યગ્દર્શનાદિ ગુણ ન
મળે. રાગ તે દોષ છે, તે દોષ વડે ગુણની પ્રાપ્તિ કેમ થાય? મિથ્યાત્વ અને રાગદ્વેષ તે
પોતે દુઃખ છે, તેનું ફળ દુઃખ છે. તો તે મોક્ષસુખનું કારણ કેમ થાય? – ન જ થાય.
વીતરાગવિજ્ઞાન તે સુખ ને રાગદ્વેષ–અજ્ઞાન તે દુઃખ, આમ જાણીને હે જીવ! દુઃખના
કારણોથી તું પાછો વળ, ને વીતરાગવિજ્ઞાન પ્રગટ કર.
***
પોતે પોતાના ચૈતન્યપ્રભુને દેખવાની દરકાર જ જીવ ક્્યાં કરે છે? નવરો હોય,
કાંઈ કામ ન હોય તોપણ કાંઈક ધર્મના વાંચન–વિચારને બદલે મફતનો પારકી ચિન્તા
કર્યાં કરે છે. પાર વગરની પારકી ચિન્તામાં વ્યર્થ કાળ ગુમાવે છે પણ આત્માના હિતની
ચિન્તા કરતો નથી અરે! શું હજી તને ભવનાં દુઃખનો થાક નથી લાગતો? ભાઈ! આ
મનુષ્યપણામાંય નહિ ચેત, તો પછી ક્્યારે ચેતીશ?
સંસારમાં ભમતાં જીવે રૌ–રૌ નરકનાં દુઃખો પણ ભોગવ્યાં ને સ્વર્ગમાં દેવ થઈને
ત્યાં પણ દુઃખ જ ભોગવ્યુું; પાપ અને પુણ્ય એવા કષાયચક્રમાંથી બહાર નીકળીને તે
સમ્યગ્દર્શનાદિ વીતરાગભાવમાં તે કદી ન આવ્યો. અહીં આચાર્યદેવ વીતરાગવિજ્ઞાન
સમજાવીને સંસારદુઃખથી છોડાવે છે.
આવી શૈલીના સુગમ ઉપદેશ માટે વીતરાગવિજ્ઞાન–પુસ્તકો વાંચો.
***

PDF/HTML Page 3 of 42
single page version

background image
: દ્વિ. અષાડ : ૨૪૯૫ આત્મધર્મ : ૧ :
આસો સુધીનું વીર સં. ૨૪૯પ
લવાજમ દ્વિતીય અષાઢ
વર્ષ ૨૬ : અંક ૯
આત્મિકરુચિ હૈ અનંત સુખસાધિની
પરમ અખંડ બ્રહમંડ વિધિ લખે ન્યારી, કરમ વિહંડ કરે મહા ભવબાધિની,
અમલ અરૂપી અજ ચેતન ચમતકાર, સમૈસાર સાધે અતિ અલખ અરાધિની,
ગુણકો નિધાન અમલાન ભગવાન જાકો પ્રત્યક્ષ દિખાવે જાકી મહિમા અબાધિની,
એક ચિદ્રૂપકો અરૂપ અનુસરે ઐસી, આતમીક રુચિ હૈ અનંત સુખસાધિનીાા૬ાા
આત્મિક રુચિ અનંત સુખને સાધનારી છે; – કેવી છે તે
રુચિ? પરમ અખંડ ચૈતન્ય બ્રહ્મને તે કર્મથી ભિન્ન દેખે છે, કર્મને
ખંડ ખંડ કરી નાંખે છે, ભવભ્રમણની અત્યંત બાધક છે અર્થાત્
ભવભ્રમણને રોકનારી છે, નિર્મળ અરૂપી અવિનાશી ચૈતન્ય
ચમત્કારને દેખનારી છે, શુદ્ધ આત્મારૂપ સમયસારને અત્યંતપણે
સાધનારી છે, ને અલખ–અતીન્દ્રિય ચૈતન્યને આરાધનારી છે; ગુણનો
નિધાન અને સંકોચરહિત એવો જે ભગવાન આત્મા તેને તે પ્રત્યક્ષ
દેખાડનારી છે, તે આત્મ–રુચિનો મહિમા અબાધ્ય છે, –કોઈથી તે
બાધિત થતો નથી. અને તે રુચિ એક અરૂપી ચૈતન્યસ્વરૂપને જ
અનુસરનારી છે. – આવી આત્મરુચિ અનંત સુખને સાધનારી છે.
(કવિ દીપચંદજી શાહ રચિત જ્ઞાનદર્પમાંથી)

PDF/HTML Page 4 of 42
single page version

background image
: ૨ : આત્મધર્મ : દ્વિ. અષાડ : ૨૪૯૫
રત્નત્રયની શુદ્ધિ માટે દ્રઢ
વૈરાગ્યભાવનાનો ઉપદેશ
[અસંખ્ય પ્રદેશે વૈરાગ્યની સીતારને ઝણઝણાવીને
આત્માની આરાધનામાં દ્રઢ રહેજે]
* * *
ભાવપ્રાભૃત ગા. ૧૧૦ માં પરમ વૈરાગ્યનો ઉપદેશ આપતાં શ્રી કુંદકુંદ પ્રભુ કહે
છે કે હે જીવ! તેં સંસારને અસાર જાણીને સ્વરૂપને સાધવા માટે જ્યારે વૈરાગ્યથી
મુનિદીક્ષા લીધી તે વખતના તીવ્ર વૈરાગ્યને ઉત્તમબોધિ નિમિત્તે તું યાદ કર... ફરી ફરી
તેની ભાવના ભાવ. વિશુદ્ધ ચિત્તથી એટલે કે સમ્યગ્દર્શનાદિ નિર્મળ પરિણામ સહિત
થઈને તું ઉત્કૃષ્ટ વૈરાગ્યની ભાવના કર. મુનિપણાની દીક્ષા વખતે આખા જગતથી ઉદાસ
થઈને સ્વરૂપમાં જ રહેવાની કેવી ઉગ્ર ભાવના હતી! –જાણે કે સ્વરૂપથી બહાર હવે કદી
આવવું જ નથી. આવા ઉત્તમ પ્રસંગે જાગેલી વૈરાગ્યભાવનાને હે જીવ! ફરી ફરીને તું
તારા રત્નત્રયની વિશુદ્ધિને અર્થે ભાવ.
ચિદાનંદ સ્વભાવને જ જેણે સાર જાણ્યો અને સંસારને અસાર જાણ્યો તે
જીવ ચૈતન્યની ઊંડી ભાવના વડે ભાવશુદ્ધિ (સમ્યગ્દર્શનાદિ) પ્રગટ કરે છે.
ચિદાનંદ સ્વભાવ પવિત્ર છે તેની ભાવનાથી કષાયો નષ્ટ થઈને સમ્યગ્દર્શનાદિ
પવિત્ર ભાવ પ્રગટે છે. ચૈતન્યને સાધવા માટે જે વૈરાગ્યધારા ઉલ્લસી, કે રોગના
કાળે કે બીજા વૈરાગ્યપ્રસંગે જે વૈરાગ્ય ભાવના જાગી, અથવા મરણ જેવો પ્રસંગ
આવી પડતાં જેવી વૈરાગ્યભાવના હોય એવા વૈરાગ્યને તું સદાય નિરંતર ધ્યાનમાં
રાખીને વારંવાર તેને ભાવજે, એ વૈરાગ્યભાવનાને વારંવાર ઘૂંટજે, વૈરાગ્યને
શિથિલ થવા દઈશ મા. શુદ્ધભાવે આત્માની જે આરાધના ઉપાડી તેને જીવનપર્યંત
નિર્વહન કરજે. આરાધક જીવને તીવ્ર રોગ વગેરે પ્રતિકૂળ પ્રસંગે વૈરાગ્યની ધારા
વિશેષ ઊપડે છે. પ્રતિકૂળતા આવે ત્યાં આર્ત્તધ્યાન ન કરે પણ સ્વભાવ તરફ ઝુકે
ને તીવ્ર વૈરાગ્ય વડે શુદ્ધતાની ધારાને ઉલ્લસાવીને રત્નત્રયની આરાધનાને પુષ્ટ

PDF/HTML Page 5 of 42
single page version

background image
: દ્વિ. અષાડ : ૨૪૯૫ આત્મધર્મ : ૩ :
કરે. મુખ્યપણે મુનિને સંબોધન કર્યું છે પરંતુ મુનિની જેમ શ્રાવકને પણ આ
ઉપદેશ લાગુ પડે છે. હે જીવ! સમ્યગ્દર્શનની નિર્મળતા પ્રગટ કરી, સંસારને અસાર
જાણી, અંતર્મુખ થઈને સારભૂત એવા ચૈતન્યની ભાવના ભાવ. વૈરાગ્યના પ્રસંગે
જાગેલી ભાવનાઓને યાદ કરીને એવી ભાવશુદ્ધી કર કે જેથી તારા રત્નત્રયની
પરમ શુદ્ધતા થઈને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. સાર શું અને અસાર શું એને
ઓળખીને તું સારભૂત આત્માની ભાવના કર.
દીક્ષા લેતી વખતના ઉગ્ર વૈરાગ્યપ્રસંગને યાદ કરાવીને આચાર્ય દેવ કહે છે
કે અહા! દીક્ષા વખતે જગતથી પરમ નિસ્પૃહ થઈને શાંત ચૈતન્યદરિયામાં લીન
થઈ જવાની જે ભાવના હતી, જાણે કે તે ચૈતન્યના આનંદમાંથી કદી બહાર જ ન
આવું–એવો જે વૈરાગ્યનો રંગ હતો, તે વિરકતદશાની ધારા તું ટકાવી રાખજે. જે
સંસારને છોડતાં પાછું વાળીને જોયું નહિ, વૈરાગ્યબળે ક્ષણમાત્રમાં સંસારને છોડી
દીધો, તો હવે આહારાદિમાં ક્્યાંય રાગ કરીશ નહી, પ્રતિકૂળતાના ગંજમાંય તારી
વૈરાગ્યભાવનામાં વિધ્ન કરીશ નહિ. આ પ્રમાણે જેણે આત્માને સાધવો છે તેણે
આખા સંસારને અસાર જાણી પરમ વૈરાગ્યભાવનાથી સારભૂત ચૈતન્યરત્નની
ભાવનાવડે સમ્યગ્દર્શનાદિની શુદ્ધતા પ્રગટ કરવી. ભાઈ! પરભાવોથી પાછો વળીને
તું તારા ચૈતન્યમાં વળ... એમાં પરમ શાંતિ છે; પ્રતિકૂળતાનો કે પરભાવનો તેમાં
પ્રવેશ નથી. તારા અસંખ્યપ્રદેશે વૈરાગ્યની સીતારને ઝણઝણાવીને તું આત્માની
આરાધનામાં દ્રઢ રહેજે. કોઈ મહાન પ્રતિકૂળતા, અપજશ વગેરે ઉપદ્રવ પ્રસંગે
જાગેલી ઉગ્ર વૈરાગ્યભાવનાને અનુકૂળતા વખતે પણ જાળવી રાખજે. અનુકૂળતામાં
વૈરાગ્યને ભૂલી જઈશ નહિ; તેમજ પ્રતિકૂળતાના ગંજથી ડરીને પણ તારી
વૈરાગ્યધારાને તોડીશ નહીં. અશુદ્ધભાવોને સેવીને અનંતકાળ સંસારભ્રમણ કર્યું,
માટે હવે તો તે ભાવ છોડ... ને આત્મશુદ્ધિ પ્રગટ કર.
ધર્માત્મા પ્રતિકૂળતાથી ઘેરાઈ જતા નથી, પરિણામ બગડવા દેતા નથી, પણ તેવા
પ્રસંગે ઉજવળભાવથી વૈરાગ્યની ધારા ઉપાડે છે. પ્રતિકૂળતા વખતે આર્ત્તધ્યાન ન કરે
પણ પુરુષાર્થની પ્રબળતાથી વૈરાગ્ય વધારીને સમ્યગ્દર્શનજ્ઞાન–ચારિત્રની ઉગ્ર
આરાધનાવડે અલ્પકાળમાં કેવળજ્ઞાન લ્યે છે. આ રીતે હરેક પ્રસંગે વૈરાગ્યને પુષ્ટ કરી
આરાધનાનું જોર વધારીને રત્નત્રયની શુદ્ધતારૂપ ભાવશુદ્ધિનો ઉપદેશ છે.

PDF/HTML Page 6 of 42
single page version

background image
: ૪ : આત્મધર્મ : દ્વિ. અષાડ : ૨૪૯૫
ઉપયોગસ્વરૂપ આત્મા
ભાઈ! તું બહારની વાત સારી લગાડે છે તેને બદલે આત્મા જ સારો લગાડ.
(સમયસાર ગા. ૧૧૩ થી ૧૧૫ ઉપરનાં પ્રવચનમાંથી)
જેને ભેદજ્ઞાન હોય તેને ધર્મ થાય છે. ભેદજ્ઞાન કેવું છે તેનું આ વર્ણન ચાલે છે.
આત્મા ઉપયોગસ્વરૂપ છે; ઉપયોગસ્વરૂપ આત્મા ક્રોધરૂપ નથી. ઉપયોગ અને ક્રોધ એ
બંને એક નથી પણ ભિન્ન છે. ઉપયોગ તો આત્મા છે, પણ ક્રોધાદિ તે ખરેખર આત્મા
નથી. આ રીતે ક્રોધાદિથી ભિન્ન ઉપયોગસ્વરૂપ આત્માનો અનુભવ કરવો, શ્રદ્ધા કરવી,
તે ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન છે; તે ધર્મ છે.
આવું ભેદજ્ઞાન જેને નથી તેને ધર્મ નથી. ક્રોધાદિમાં ઉપયોગપણું નથી તેથી તેને
જડ કહ્યા છે. જો આત્મા ક્રોધમય થઈ જાય તો તેને ઉપયોગપણું ન રહે, એટલે તે જીવ
ન રહે પણ ઉપયોગ વગરનો અજીવ થઈ જાય. આત્મા તો સદા ઉપયોગસ્વરૂપ છે; તેને
શરીરાદિ જડથી તો ભિન્નતા છે, ને ક્રોધાદિ આસ્રવોથી પણ ભિન્નતા છે. ક્રોધાદિ ભાવો
જો કે જીવની વિકારી અવસ્થા છે, પણ તે જ્ઞાનમયભાવ નથી; જ્ઞાનને અને તે ક્રોધાદિને
એકતા નથી, બંનેનું સ્વરૂપ તદ્રન જુદું છે.
સર્વજ્ઞભગવાને ઉપયોગસ્વરૂપ આત્મા જેવો જોયો અને પૂર્ણ સાધ્યો તેવો જ
વાણીદ્વારા દર્શાવ્યો છે. બધાય આત્માઓ ઉપયોગસ્વરૂપ છે. ઉપયોગ સાથે જીવને ત્રિકાળ
એકતા છે, કેમકે ઉપયોગ તેનું સ્વરૂપ જ છે; પણ ઉપયોગની માફક અન્ય જડ પદાર્થો સાથે
પણ જો આત્માને એકતા હોય તો આત્મા પોતે જડ થઈ જાય, જીવનું જીવપણું ન રહે
એટલે કે તે અજીવ થઈ જાય; પછી ‘આ જીવ ને આ અજીવ’ એવો કોઈ ભેદ જગતના
પદાર્થોમાં રહે નહિં; અને જીવ–અજીવની ભિન્નતાના ભાન વગર ધર્મ પણ થાય નહીં.
સર્વજ્ઞભગવાને અતીન્દ્રિયજ્ઞાનવડે આખું વિશ્વ પ્રત્યક્ષ જોયું, તેમાં આત્મા સદાય
ઉપયોગસ્વરૂપ જોયો છે. ઉપયોગને અને ક્રોધાદિભાવોને ભેળસેળપણું નથી. જેમ ક્રોધ તે
ઉપયોગ નથી તેમ જડકર્મો કે શરીરાદિ તે પણ ઉપયોગ નથી; તે ઉપયોગથી શૂન્ય એવા
અચેતન છે, અહા, પરભાવોથી ભિન્ન આવો પોતાનો આત્મા–તેને અંતરમાં
ઉપયોગસ્વરૂપે અનુભવમાં લ્યો. ‘આત્મઉપયોગ’ વડે અનુભવમાં આવે છે; રાગવડે તે
અનુભવમાં ન આવે.

PDF/HTML Page 7 of 42
single page version

background image
: દ્વિ. અષાડ : ૨૪૯૫ આત્મધર્મ : ૫ :
જીવોને બહારની વાત સારી લાગે છે, ને તેમાં રાગાદિ કરીને રોકાઈ જાય છે;
પણ તે રાગાદિથી પાર ઉપયોગસ્વરૂપ આત્મા અંદરમાં શું ચીજ છે તે લક્ષમાં લેતા નથી.
તેનો પ્રેમ કરતા નથી. ભાઈ, તું બહારની વાત સારી લગાડે છે તેને બદલે તારો
ઉપયોગસ્વરૂપ આત્મા જ સારો લગાડ. આનંદકંદ આત્મામાં એક વિકલ્પનો અંશ પણ
નથી; એક શુભ વિકલ્પને (–ભલે તે વિકલ્પ વીતરાગ ભગવાન તરફનો હોય–તેને)
પણ જે આત્માનું સ્વરૂપ માને છે, કે તેનાથી મોક્ષમાર્ગનો લાભ થવાનું માને છે, તેણે
ઉપયોગસ્વરૂપ આત્માને જાણ્યો નથી, તે રાગાદિને જ આત્મા માને છે, ખરેખર તે જડને
આત્મા માને છે; કેમકે રાગ તે ચેતનની જાત નથી. જ્ઞાનથી વિરુદ્ધ જેટલા ભાવો છે તેને
જે આત્માના ઉપયોગ સાથે એકમેક માને છે તેને જડ–ચેતનની ભિન્નતાનું ભાન નથી,
એટલે ભેદજ્ઞાન નથી.
જીવ સદાય ઉપયોગસ્વરૂપ છે. તે ઉપયોગનું ઉપયોગરૂપે પરિણમવું ને રાગરૂપે ન
પરિણમવું તેનું નામ ધર્મ છે. ધર્મી જીવ પોતાના ઉપયોગની સાથે રાગના કણને પણ
ભેળવતા નથી. એકકોર ઉપયોગસ્વરૂપ આતમરામ; અને સામે બધા રાગાદિભાવો ને
જડ પદાર્થો–તે ઉપયોગથી જુદા;–આવું અત્યંત ભેદજ્ઞાન કરતાંવેંત બંધભાવના કોઈ પણ
અંશમાં જીવને એકત્વબુદ્ધિ–હિતબુદ્ધિ કે પ્રેમબુદ્ધિ રહેતી નથી; એકલા પોતાના
ઉપયોગસ્વરૂપ શુદ્ધ આત્માને જ એકત્વબુદ્ધિથી–હિતબુદ્ધિથી–પ્રેમબુદ્ધિથી અનુભવે છે.
આવો આત્મઅનુભવ તે મોક્ષમાર્ગ છે.
અરે ભાઈ! તારા ઉપયોગસ્વરૂપ આત્માને તો તું ઓળખતો નથી, ને બહારથી
રાગમાંથી ધર્મ લેવા માંગે છે તે તો તારો પશુ જેવો અવિવેક છે. જેમ પશુઓ ઘાસ અને
ચૂરમાને ભેળસેળ કરીને ખાય છે તેમ તું પણ અજ્ઞાનથી ઘાસ જેવા રાગાદિને અને
ચૂરમા જેવા ઉપયોગને ભેળસેળ એકમેક માનીને અશુદ્ધતાનો સ્વાદ લ્યે છે, તે અવિવેક
છે. ભાઈ, અંદરમાં રાગથી ભિન્ન તારા ચૈતન્યસ્વાદને ઓળખ, તેના અનુભવથી તને
રાગાદિ પરભાવોથી આત્માનું અત્યંત ભિન્નપણું દેખાશે.
જડ અને ચેતનને જગતમાં કદી એકપણું થાય નહીં. જો ચેતન પોતે જડ થઈ
જાય, કે જડ પોતે ચેતન થઈ જાય, તો જગતમાં કોઈ પદાર્થ રહે જ નહીં. જડનું સદાય
જડપણું છે ને ચેતનનું સદાય ચેતનપણું છે. હવે તે ઉપરાંત અહીં તો જે રાગાદિ–ક્રોધાદિ
ભાવો છે તે પણ જીવના ઉપયોગસ્વભાવથી જુદા હોવાથી તેમને અચેતનપણું છે. –આ
રીતે અંદરના સૂક્ષ્મભેદજ્ઞાનની વાત છે. આવું ભેદજ્ઞાન તે મોક્ષનું કારણ છે.

PDF/HTML Page 8 of 42
single page version

background image
: ૬ : આત્મધર્મ : દ્વિ. અષાડ : ૨૪૯૫
જ્ઞાન અને ઈનામ

વિવિધ જ્ઞાન સાથે ઈનામી યોજનાવાળા આ પ્રશ્નો સૌને ખૂબ ગમ્યા છે; બાળકો
તેમજ બીજા જીજ્ઞાસુ વાંચકો પણ તેમાં ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે, એટલું જ નહિ
પણ તેમાં ઈનામ આપવા માટેની રકમ પણ તેઓ જ મોકલી આપે છે. તે અનુસાર આ
માસમાં ઈનામ આપવા માટે રૂા. ૩૩/– રાજકોટના સભ્યો કમલેશ–રૂપા તથા દીપક
વછરાજભાઈ જૈન તરફથી આવેલ હતા. ગતમાસનું ઈનામ આપવા માટે વાંકાનેરના
મોતીબેન તરફથી રૂા. ૧૧/– આવેલ હતા. આ વખતે નવી જાતના પ્રશ્નો પૂછીએ છીએ.
પ્રશ્નો સહેલા છે, જરાક મહેનત કરશો તો જરૂર ઉત્તર મળી જશે, અને તમને આનંદ પણ
થશે. ઈનામ આપવા માટે રૂા. ૨૫/– ચેમ્બુરના ઉત્સાહિ કોલેજિયન સભ્ય શૈલાબેન
ચંદ્રકાન્ત જૈન તરફથી આવેલા છે. પ્રશ્નના જવાબો તા. ૧૦ ઓગસ્ટ સુધીમાં સંપાદક,
આત્મધર્મ સોનગઢ (સૌરાષ્ટ્ર) –એ સરનામે લખવા.
[આ વિભાગની એક ખૂબી એ છે કે જવાબ લખનાર કોઈ નપાસ થતું જ નથી;
૧૦૦ ટકા પાસનું જ પરિણામ આવે છે. માટે તમે પણ ઉત્સાહથી ભાગ લ્યો. ]
નીચે ૮ વાક્્યો આપ્યાં છે. તેમાં અક્ષરો પૂરા છે; પરંતુ તે અક્ષરો જરાક
આડાઅવળા થઈ ગયા છે, તે તમારે બરાબર ગોઠવવાના છે. એ ધ્યાનમાં રાખજો કે
આમાં તમારે નવા અક્ષર ઉમેરવાની જરૂર નથી, પણ જે અક્ષરો આડાઅવળા આપેલા
છે તે અક્ષરો જ સરખા ગોઠવવાના છે– (શબ્દોનો જે ક્રમ આપેલ છે તે બરાબર છે;
માત્ર અક્ષર આડાઅવળા છે.)
(૧) ભતર અને બાબલીહુ નેબં ઈભા હતા.
(૨) વીસમાબા કરતીર્થં નાનેમિથ નારગીરથી મોક્ષ પામ્યા.
(૩) રમવીહા નભવાગ પાપુવારીથી મોક્ષ પામ્યા.
(૪) ઢગમાંનસો ૩૬ ફૂટ ઊંચો નભમાસ્તં છે.
(૫) ‘મોન હંણંઅરિતા’ –એ મહામંત્ર છે.
(૬) રમસાયસ શાસ્ત્રમાં ૫૧૪ ઓથાગા છે.
(૭) આત્મા સ્વનભાવીજ્ઞા વસ્તુ છે.
(૮) નોજીવ મોક્ષ વીગીરાત થીરત્રયત્ન થાય છે.

PDF/HTML Page 9 of 42
single page version

background image
: દ્વિ. અષાડ : ૨૪૯૫ આત્મધર્મ : ૭ :
આપણા એક કોલેજિયન સભ્યનો પત્ર

મુંબઈ–ચેમ્બુરમાં આપણા ઉત્સાહી સભ્ય શૈલાબેન ચંદ્રકાંત જૈનનો એક
પત્ર અહીં રજુ થાય છે–જેમાં કોલેજશિક્ષણ કરતાં ધાર્મિકશિક્ષણની મહત્તા તેમણે
પ્રગટ કરી છે, તેમજ ખાસ પ્રસંગે બાલવિભાગના બંધુઓને યાદ કરીને હાર્દિક
વાત્સલ્ય વ્યક્ત કર્યું છે. વિશેષ તો તેમનો પત્ર જ બોલશે. તેઓ લખે છે:
“જીવનના ઘડતરમાં કેટલાક પ્રસંગો કેવી રીતે મદદરૂપ થાય છે એ હું એક દાખલા
પરથી જણાવું છું. હમણાં અમારું ઈન્ટર આર્ટસનું પરિણામ આવ્યું. હજી સાંજના
તો પાસ થઈશ કે નાપાસ–એના વિચાર આવ્યા. ત્યાં રાત્રે મારી એક સખીએ
આવી મને સમાચાર આપ્યા કે હું ફર્સ્ટ કલાસમાં પાસ થઈ છું; તેમજ ફર્સ્ટ
કલાસમાં બહુ જ ઓછા (કુલ ૧૭ જ) નંબર છે. –પણ સદ્ભાગ્યે, હું એ વખતે
ટાઈફોઈડ થયો હોવાથી ૧૦૪ ડીગ્રી તાવમાં સેકાતી હતી, એટલે મને એવી
સફળતા માટે અભિમાન કરવાનું કારણ ન થયું. પછી થોડા દિવસ બાદ તાવ
ઓછો થતાં સમય વીતાવવા માટે મેં પુસ્તકો માંગ્યા, તો મને મમ્મીએ ભગવાન
ઋષભદેવ, વીતરાગવિજ્ઞાન, બે સખી મહારાણી ચેલણા, સુકુમાલચારિત્ર,
રત્નસંગ્રહ, દર્શનકથા વગેરે પુસ્તકો વાંચવા આપ્યા. અંગ્રેજી માધ્યમમાં ભણ્યા
હોવાને કારણે હું ઝડપથી ગુજરાતી વાંચી શકતી નથી એટલે ધીમે ધીમે એ
પુસ્તકો વાંચ્યા. એ વાંચતા મને ખૂબ જ આનંદ થયો; અને એમ થયું કે જીવનની
સફળતા જો હો તો ધર્મમાં હોજો. અને એ સત્ય ધર્મ પૂ. ગુરુદેવ સિવાય અન્ય
કોઈ સ્થાને પ્રાપ્ત થઈ શકે એમ નથી એવી પણ ખાત્રી થઈ ને ઉમળકો જાગ્યો કે
ત્યાં જઈને પ્રેમપૂર્વક ગુરુદેવની પવિત્ર વાણી સાંભળી આ જ જીવનમાં ધર્મ
પામું.”
વિશેષમાં શૈલાબેન લખે છે કે ‘હું આ રીતે પાસ થઈ તેની ખુશાલીમાં મને
રૂા. ૨૫/– ભેટ મળ્‌યા છે–જે હું આત્મધર્મના બાલવિભાગના મારા સાધર્મીઓને
ઈનામ આપવા માટે મોકલું છું, –તે સ્વીકારશો. સર્વે બાલસભ્યોની ધર્મવૃદ્ધિ
ઈચ્છતી બેન શૈલાના જયજિનેન્દ્ર! ’
(બેન! તમારી ભાવના અને બાલસભ્યો પ્રત્યેની લાગણી માટે ધન્યવાદ!)
* * *

PDF/HTML Page 10 of 42
single page version

background image
: ૮ : આત્મધર્મ : દ્વિ. અષાડ : ૨૪૯૫
એક હતો વાંદરો
[બાળકો! ઘણા વખતથી તમારા
માટે વાર્તા આપી શક્્યા ન હતા; આ
અંકમાં આપીએ છીએ. બાળકોને
ઘણીવાર ‘વાનરસેના’ કહેવાય છે. પરંતુ
એક વાનરનો આત્મા પણ પોતાની
ઊંચી ભાવના વડે ભગવાન થઈ શકે છે,
–તે વાત તમને આ વાર્તા કહેશે.
]
એક હતો વાંદરો.
જો કે પૂર્વ ભવમાં તો તે મનુષ્ય
હતો, પણ તે વખતે તેણે આત્માની
સમજણ કરી નહિ ને ઘણા માયા–કપટ
કર્યા, તેથી તે મરીને વાંદરો થયો.
તે વાંદરો એક વનમાં રહેતો હતો.
વાંદરાભાઈ તો વનમાં રહે ને ફળફૂલ ખાય;
એક ઝાડ પરથી બીજા ઝાડ પર કુદાકૂદ કરે.
છમ છમ કરતાં છલાંગ મારે, ને હૂક હૂક કરતાં બીવડાવે.
તે વનમાં કોઈ વાર મુનિ આવે ને ઝાડ નીચે ધ્યાનમાં બેસે; તે મુનિને દેખીને
વાંદરો બહુ રાજી થાય, ને તે ઝાડ ઉપર તોફાન કરે નહિ.
એકવાર તે વનમાં એક રાજા ને રાણી આવ્યા.
રાજાનું નામ વજ્રજંઘ, અને રાણીનું નામ શ્રીમતી.
તે રાજાના બે દીકરા મુનિ થયા હતા.
તે મુનિ પણ તે વનમાં જ આવી ચડયા.

PDF/HTML Page 11 of 42
single page version

background image
: દ્વિ. અષાડ : ૨૪૯૫ આત્મધર્મ : ૯ :
રાજા–રાણીએ તો બે મુનિઓને બોલાવ્યા,
ને ભક્તિથી આહારદાન દીધું.
વાંદરો ઝાડ ઉપર બેઠો
બેઠો આ બધું જોતો હતો. એ
દેખીને તેને એવી ભાવના જાગી
કે જો હું મનુષ્ય હોત તો, હું પણ
આ રાજાની માફક મુનિઓની
સેવા કરત. પણ અરેરે! હું તો
પશુ છું... મને એવું ભાગ્ય
ક્્યાંથી... કે હું મુનિને આહાર
દઉં!
જુઓ, વાંદરાને પણ કેવી
ઊંચી ભાવના જાગી! વાંદરો પણ
જીવ છે, તેનામાં પણ આપણા જેવું જ્ઞાન છે.
આહારદાન પછી તે
મુનિઓ વનમાં ઉપદેશ દેવા બેઠા;
રાજા–રાણી તે ઉપદેશ સાંભળતા
હતા. વાંદરો પણ ત્યાં બેઠોબેઠો
ઉપદેશ સાંભળતો હતો... ને બે
હાથ જોડીને મુનિને પગે લાગતો
હતો.
વાંદરાને આમ કરતો
દેખીને રાજા બહુ ખુશી થયો ને
તેને વાંદરા ઉપર વહાલ આવ્યું.

PDF/HTML Page 12 of 42
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : દ્વિ. અષાડ : ૨૪૯૫
રાજાએ મુનિને પુછ્યું કે આ વાંદરો કોણ છે?
ત્યારે મુનિએ કહ્યું કે હે રાજા! આ વાંદરો પૂર્વભવમાં નાગદત્ત નામનો
વાણીયો હતો, ત્યારે ઘણાં કપટભાવ કરવાથી તે વાંદરો થયો છે. પણ હવે તેને
ઘણા ઊંચા ભાવ જાગ્યા છે; ને તેને ધર્મનો પ્રેમ જાગ્યો છે. ધર્મનો ઉપદેશ
સાંભળવાથી તે વાંદરો ઘણો ખુશી થયો છે; તેને પૂર્વભવનું જ્ઞાન થયું છે અને
સંસારથી તે ઉદાસ થયો છે.
મુનિ પાસેથી વાંદરાનાં વખાણ સાંભળીને રાજા ઘણો ખુશી થયો.
વળી મુનિઓએ કહ્યું:–
હે રાજા! જેમ આ ભવમાં અમે તમારા પુત્રો હતા, તેમ આ વાંદરો પણ
ભવિષ્યના ભવમાં તમારો પુત્ર થશે, અને જ્યારે તમે ઋષભદેવ તીર્થંકર થશો ત્યારે આ
વાંદરાનો જીવ તમારો ગણધર થશે; ને પછી મોક્ષ પામશે.




અહા, મુનિના મુખથી એ
વાત સાંભળીને વાંદરાભાઈ તો
બહુ જ ખુશી થયા; તે ઘણા જ
ભાવથી મુનિને પગે લાગ્યા ને
આનંદથી નાચી ઉઠયા. પોતાના
મોક્ષની વાત સાંભળીને કોને
આનંદ ન થાય? વાંદરાભાઈના
તો આનંદનો પાર ન રહ્યો. તે
રોજ ઊંચી ઊંચી ભાવના ભાવવા
લાગ્યો... કે ક્્યારે મનુષ્ય થાઉં...
ને ક્્યારે મોક્ષ પામું!

PDF/HTML Page 13 of 42
single page version

background image
: દ્વિ. અષાડ : ૨૪૯૫ આત્મધર્મ : ૧૧ :
અંતે તે વાંદરો મરીને મનુષ્ય થયો; ને ભોગભૂમિમાં જન્મ્યો. રાજા અને રાણીના
જીવો પણ ત્યાં જ જન્મ્યા હતા.
એકવાર તે બધા જીવો બેઠા હતા ને ધર્મની વાત કરતા હતા. એવામાં
આકાશમાંથી બે મુનિરાજ
ત્યાં ઊતર્યા... ને ઘણા જ
હેતથી સમ્યગ્દર્શનનો
ઉપદેશ દીધો, આત્માનું
સ્વરૂપ સમજાવ્યું; અને
કહ્યું કે હે જીવો! તમે
આજે જ આવા
સમ્યગ્દર્શનને ગ્રહણ કરો;
આજે જ તમારા આત્માને
ઓળખો.
મુનિરાજનો
ઉપદેશ સાંભળીને તે બધા
જીવોએ આત્માની
ઓળખાણ કરી
સમ્યગ્દર્શન પામ્યા;
વાંદરાનો જીવ પણ
સમ્યગ્દર્શન પામ્યો ને
મોક્ષમાર્ગે ચાલ્યો. અહા,
એક વખતનો વાંદરો પણ
આત્માને ઓળખવાથી
ભગવાન બની ગયો.
શાબાશ છે એને!
પછી તો તે બધા જીવો ત્યાંથી સ્વર્ગમાં ગયા; ને ચાર ભવ પછી રાજાનો જીવ
ઋષભદેવ તીર્થંકર થયો; તે વખતે વાંદરાનો જીવ તેમનો પુત્ર થયો, તેનું નામ ગુણસેન.
તેણે ભગવાન પાસે દીક્ષા લીધી, ને તે ભગવાનનો ગણધર થયો. પછી કેવળજ્ઞાન પ્રગટ
કરીને મોક્ષ પામ્યો. તેને નમસ્કાર.

PDF/HTML Page 14 of 42
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : દ્વિ. અષાડ : ૨૪૯૫
બંધુઓ, મુનિની ભક્તિથી ને આત્માને ઓળખવાથી એક વાંદરાનો જીવ પણ
ભગવાન બની ગયો. તો આપણે પણ આત્માને ઓળખવો જોઈએ, ને મુનિઓની સેવા
કરવી જોઈએ. જેથી આપણે પણ ભગવાન થઈશું.
હવે શ્રાવણ મહિને આવશું... ને બીજી વાર્તા લાવશું,
આનંદ મનાવશું... ને આત્માને જગાડશું.
* * *
જૈનધર્મમાં ક્રિયા

જૈનધર્મમાં ક્રિયા છે?
હા; મોક્ષની સાચી ક્રિયા જૈનધર્મમાં જ છે.
તમે ક્રિયાને માનો છો?
જી હા, રાગ વગરની જે મોક્ષની ક્રિયા છે તેને મોક્ષની ક્રિયા તરીકે માનીએ
છીએ; પણ જે રાગાદિ બંધ–ક્રિયાઓ છે તેને મોક્ષની ક્રિયા તરીકે નથી માનતા, તેને
બંધની ક્રિયા તરીકે માનીએ છીએ. અને પુદ્ગલની ક્રિયાઓને જડની ક્રિયા તરીકે
માનીએ છીએ. આમ ત્રણ પ્રકારની ભિન્નભિન્ન ક્રિયાઓને અમે માનીએ છીએ, તેમને
એકબીજામાં ભેળસેળ કરતા નથી. અજ્ઞાનીઓ જડની–રાગની ને મોક્ષની એ ત્રણે
ક્રિયાઓને એકબીજામાં ભેળસેળ કરે છે ને મોક્ષની સાચી ક્રિયા તેને આવડતી નથી. તે
રાગની ક્રિયાને (એટલે કે અધર્મની ક્રિયાને) કે જડની ક્રિયાને મોક્ષના સાધન તરીકે
માને છે, મોક્ષની (ધર્મની) ક્રિયાને તે ઓળખતા નથી.
* * *
જનસિદ્ધાન્ત
* આત્મા જડનો કર્તા છે? ... ના.
* આત્મા જડનો કર્તા કેમ નથી? ... કેમકે આત્મા જડ નથી.
* જડનો કર્તા કોણ હોય? ... જે જડ હોય તે.
* કર્તા અને તેનું કર્મ બંને એક જાતિનાં હોય, વિરુદ્ધ જાતનાં ન હોય.
* ચેતનનું કાર્ય ચેતન; જડનો કર્તા જડ.

PDF/HTML Page 15 of 42
single page version

background image
: દ્વિ. અષાડ : ૨૪૯૫ આત્મધર્મ : ૧૩ :
પં. બુધજનરચિત છહઢાળા (ચોથી ઢાળ)
*************************************************
પંડિત શ્રી બુધજનજી રચિત આ છહઢાળાની ત્રણ ઢાળ અગાઉ આત્મધર્મ
અંક ૩૦૪, ૩૦૬ તથા ૩૦૮
A માં આવી ગઈ છે. આ ચોથી ઢાળમાં
સમ્યક્ત્વના આઠ અંગોનું તથા પચીસ દોષરહિતપણાનું કથન છે. પં.
બુધજનજીની આ છહઢાળા વાંચીને પં. દૌલતરામજીએ છહઢાળા રચી છે.
*************************************************
[સોરઠા]
ઊગો આતમસૂર દૂર ગયો મિથ્યાત્વ તમ
અબ પ્રગટો ગુણપૂર તાકો કૂછ ઈક કહત હૂં ।।।।
(૨)
શંકા મનમેં નાંહિ તત્ત્વાર્થ શ્રદ્ધાનમેં
નિર્વાંછક ચિત્તમાંહિ પરમારથમેં રત રહેં ।।
(૩)
નેક ન કરતે ગ્લાનિ બાહ્ય મલિન મુનિજન લખેં
નાહીં હોત અજાન તત્ત્વ કુતત્ત્વ વિચારમેં।।
(૪)
ઉરમેં દયા વિશેષ ગુણ પ્રગટેં અવગુણ ઢકેં
શિથિલ ધર્મમેં દેખ જૈસે તૈસે થિર કરેં।।
(૫)
સાધર્મી પહિચાન કરે પ્રીતિ ગોવત્સસમ
મહિમા હોય મહાન ધર્મકાર્ય ઐસે કરેં ।।
[અર્થ]
સમ્યક્ત્વ થતાં આત્મસૂર્ય ઊગ્યો
અને મિથ્યાત્વ–અંધકાર દૂર થયો ત્યાં
ગુણનો સમૂહ પ્રગટ્યો, તેમાંથી કેટલાક
અહીં કહું છું (૧)
તેના મનમાં તત્ત્વાર્થશ્રદ્ધાનમાં શંકા નથી;
પરમાર્થ સાધવામાં રત રહે છે, ને ચિત્તમાં
બીજી કોઈ વાંછા નથી; મુનિજનોમાં બાહ્ય
મલિનતા દેખીને જરાય ગ્લાનિ કરતા નથી;
તત્ત્વ અને કુતત્ત્વના વિચારમાં અજાણ કે મૂઢ
રહેતા નથી; અંતરમાં વિશેષ દયા છે, ને
ધર્માત્માના ગુણોને પ્રસિદ્ધ કરે છે, તથા
અવગુણને ઢાંકે છે; ધર્માત્માને ધર્મમાં શિથિલ
થતા દેખે તો હરકોઈ ઉપાયે તેને ધર્મમાં સ્થિર
કરે છે; સાધર્મીઓને ઓળખી તેના પ્રત્યે
ગોવત્સ સમાન પ્રીતિ કરે છે; અને ધર્મના
એવા કાર્યો કરે છે કે જેથી ધર્મનો અતિશય
મહિમા પ્રસિદ્ધ થાય. (આ પ્રમાણે સમ્યકત્વ
થતાં આ નિઃશંકતાદિ આઠ ગુણ પ્રગટે છે.)
(૨–૩–૪–૫)

PDF/HTML Page 16 of 42
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : દ્વિ. અષાડ : ૨૪૯૫
(૬)
મદ નહીં જો નૃપ તાત મદ નહીં ભૂપતિ મામકો
મદ નહીં વિભવ લહાત મદ નહીં સુંદર રૂપકો।।
(૭)
મદ નહીં હોય પ્રધાન મદ નહીં તનમેં જોરક
મદ નહીં જો વિદ્વાન મદ નહીં સંપત્તિ કોષકા।।
(૮)
હુવો આતમજ્ઞાન તજ રાગાદિ વિભાવ પર
તાકો હો કયોં માન જાત્યાદિક વસુ અથિરકા ।।
(૯)
વંદત હૈ અરિહંત જિન મુનિ જિન–સિદ્ધાંત કો
નમે ન દેખ મહંત કુગુરુ કુદેવ કુધર્મકો ।।
(૧૦)
કુત્સિત આગમ દેવ કુત્સિત પુન સુરસેવ કી
પ્રશંસા ષટ ભેવ કરે ન સમ્યક્ વાન હૈ ।।
(૧૧)
પ્રગટા ઐસા ભાવ કિયા અભાવ મિથ્યાત્વકા
વંદત તાકે પાંવ बुधजन મન વચ કાયસો ।।
સમકિતીને પિતા રાજા હોય
તોપણ તેનો કુળમદ નથી; માતૃપક્ષ નૃપતિ
હોય તો તેનો પણ જાતિમદ નથી. વૈભવની
પ્રાપ્તિનો મદ નથી તેમજ સુંદર રૂપનો મદ
નથી. પ્રધાનપદ વગેરે અધિકારનો મદ
નથી, શરીરમાં જોર હોય તેનો મદ નથી,
વિદ્વત્તાનો મદ નથી કે ધનસંપત્તિનો મદ
નથી. જેને રાગાદિ પર વિભાવો છોડીને
તેનાથી ભિન્ન આત્માનું જ્ઞાન થયું તેને
જાતિ વગેરે અસ્થિર–નાશવાન વસ્તુનું
માન કેમ હોય? જેને પોતાથી ભિન્ન જાણ્યા
તેનું અભિમાન કેમ કરે? (આ રીતે
સમ્યગ્દ્રષ્ટિને આઠ મદનો અભાવ છે.)
અરિહંત જિનદેવ, જિનમુદ્રાધારી
મુનિ અને જિનસિદ્ધાંતને જ તે વંદન કરે
છે; પરંતુ કુદેવ–કુગુરુ–કુધર્મ ગમે તેટલા
મહાન દેખાતા હોય તોપણ તેને તે નમતો
નથી. (એટલે ત્રણ મૂ્રઢતાનો અભાવ છે.)
કુત્સિતદેવ–કુત્સિત ગુરુ ને કુત્સિત
આગમ, તથા તે ત્રણના સેવકો–એવા છ
અનાયતનની તે સમ્યક્વાન જીવ પ્રશંસા
કરતો નથી.
આ પ્રમાણે શંકાદિ આઠ દોષ, આઠ
મદ, ત્રણ મૂઢતા ને છ અનાયતન એવા
પચીસ દોષનો સમ્યગ્દ્રષ્ટિને અભાવ છે.
જેને આવો નિર્મળભાવ પ્રગટ્યો છે
અને મિથ્યાત્વનો અભાવ કર્યો છે–તેને
‘બુધજન’ મન–વચન–કાયાથી પાયવંદન
કરે છે.

PDF/HTML Page 17 of 42
single page version

background image
: દ્વિ. અષાડ : ૨૪૯૫ આત્મધર્મ : ૧૫ :
ભેદજ્ઞાન–પુષ્પમાળા
***********************************
ગુરુદેવને અત્યંત પ્રિય એવું સમયસાર, અને તેમાં પણ
વિશેષ પ્રિય એવો કર્તાકર્મ–અધિકાર, તેનાં પ્રવચનોમાંથી
૮૦ પ્રશ્નોત્તરની આ ભેદજ્ઞાન–પુષ્પમાળાના ૪૬ પ્રશ્નોત્તર
છેલ્લા બે અંકમાં આપે વાંચ્યા; બાકીના અહીં રજુ થાય
છે. (સં.)
***********************************
(૪૭) પુણ્ય વગર, શુભ વગર આત્મા જીવી શકે?
હા, સિદ્ધભગવંતો પુણ્ય વગર જ આનંદસહિત જીવી રહ્યા છે. મુનિઓ
પણ જ્યારે શુભોપયોગ છોડીને શુદ્ધોપયોગમાં લીન થાય છે ત્યારે પરમ
આનંદને અનુભવે છે. તે પ્રકારનો થોડોક અનુભવ ચોથાગુણસ્થાનવર્તી
ગૃહસ્થનેય થઈ શકે છે. પુણ્ય કે શુભરાગ તે કાંઈ આત્માનું જીવન નથી,
તે કાંઈ આત્માના પ્રાણ નથી; ચૈતન્યભાવ તે જ આત્માનું જીવન છે, તે
જ પ્રાણ છે.
(૪૮) આત્માના આવા ઉપદેશથી કોને લાભ થાય?
જે કોઈ જીવો સમજે તેમને લાભ થાય.
(૪૯) જ્ઞાનને રાગની સાથે અવિનાભાવ છે?
ના.
(૫૦) તો જ્ઞાનને કોની સાથે અવિનાભાવ છે?
જ્ઞાનને તો રાગની નિવૃત્તિ સાથે અવિનાભાવ છે. સાચું ભેદજ્ઞાન તો
રાગથી પાછું વળેલું છે. રાગના કર્તૃત્વમાં રોકાયેલું જ્ઞાન તે સાચું જ્ઞાન
નથી, અજ્ઞાન છે.

PDF/HTML Page 18 of 42
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : દ્વિ. અષાડ : ૨૪૯૫
(૫૧)
મુમુક્ષુ જીવે સૌથી પહેલાંં શું લક્ષમાં લેવું?
જ્ઞાન અને રાગની ભિન્નતા લક્ષમાં લેવી.
(૫૨) જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન થતાં શું થાય?
ભેદજ્ઞાન થતાં જ્ઞાન આસ્રવોથી નીવર્તે છે.
(૫૩) આસ્રવોથી નીવર્તવું એટલે શું?
આસ્રવોથી નીવર્તવું એટલે જ્ઞાનસ્વભાવ તરફ ઝૂકવું; જ્ઞાન જ્ઞાનમાં જ
એકત્વપણે વર્તે ને રાગાદિમાં એકત્વપણે ન વર્તે, તે આસ્રવોથી નીવર્ત્યું
કહેવાય.
(૫૪) રાગમાં એકપણે વર્તે તે જ્ઞાન કેવું કહેવાય?
તે અજ્ઞાન કહેવાય.
(૫૫) જ્ઞાનીનો જ્ઞાનભાવ કેવો છે?
જ્ઞાનીનો જ્ઞાનભાવ રાગ કે બંધ વગરનો છે; તે મોક્ષનું કારણ છે.
(૫૬) સમ્યકત્વ પહેલાંં તત્ત્વનિર્ણયના અભ્યાસથી શું થાય છે?
સાચા નિર્ણયના અભ્યાસથી મિથ્યાત્વનો રસ મંદ પડતો જાય છે. વિકલ્પ
હોવા છતાં, ‘જ્ઞાનમાં’ સત્યસ્વરૂપના ઘોલન વડે મિથ્યાત્વ તૂટતું
જાય છે. વિકલ્પ ઉપર જોર ન દેતાં જ્ઞાન ઉપર જોર દેવું.
(૫૭) જૈનશાસન એટલે શું?
જેને જાણવાથી જરૂર મુક્તિ થાય તે જૈનશાસન.
(૫૮) કોને જાણવાથી જરૂર મુક્તિ થાય?
આત્માના શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવને શુદ્ધનયથી જે દેખે તે સમસ્ત
જિનશાસનને દેખે છે, અને તેની જરૂર મુક્તિ થાય છે.
(૫૯) રાગ તે જૈનશાસન છે કે નથી?
ના, રાગ તે જૈનશાસન નથી, તેમજ એકલા રાગ તરફનું જ્ઞાન તે પણ
જૈનશાસન નથી.

PDF/HTML Page 19 of 42
single page version

background image
: દ્વિ. અષાડ : ૨૪૯૫ આત્મધર્મ : ૧૭ :
(૬૦)
તો જૈનશાસન શું છે?
અંતર્મુખ ભાવશ્રુતજ્ઞાન વડે જે આ ભગવાન શુદ્ધ આત્માની અનુભૂતિ
છે તે સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે. આ રીતે શુદ્ધ આત્મા તે જ
જિનશાસન છે.
(૬૧) જિનશાસનમાં રાગનું પણ કથન તો છે?
પદાર્થોનું સ્વરૂપ ઓળખવા માટે જિનશાસનમાં કથન તો બધુંય આવે,
પરંતુ તેથી કાંઈ તે બધાયને જિનશાસન ન કહેવાય. જિનશાસનમાં તો
પાપોનું પણ વર્ણન આવે છે તો શું પાપભાવ તે જિનશાસન છે? શુદ્ધ
આત્માની અનુભૂતિ વગર જિનશાસનને જાણી શકાતું નથી.
(૬૨) રાગને અને નિમિત્તોને જાણવા તે જૈનશાસન છે કે નથી?
એકલા રાગને અને નિમિત્તો વગેરેને જ જાણવામાં રોકાય, પણ શુદ્ધ
આત્માના સ્વભાવ તરફ જ્ઞાનને ન વાળે તો તે જીવ જિનશાસનમાં
આવ્યો નથી; કેમકે જિનશાસનમાં કાંઈ એકલા રાગનું ને નિમિત્તોનું જ
કથન નથી, પરંતુ તેમાં રાગથી ને નિમિત્તોથી પાર એવા શુદ્ધ આત્માનું
પણ પ્રધાન કથન છે. અને તે શુદ્ધ આત્માને રાગને તથા નિમિત્તોને એ
સર્વેને જે જાણે તે જીવનું જ્ઞાન શુદ્ધ આત્મા તરફ વળ્‌યા વગર રહે જ
નહિ, ને રાગાદિથી પાછું ફર્યા વગર રહે જ નહિ. એ રીતે સ્વભાવ–
વિભાવ ને સંયોગ ઈત્યાદિ સર્વને જિનશાસન અનુસાર જાણીને
શુદ્ધનયના અવલંબન વડે જે જીવ પોતાના આત્માને શુદ્ધપણે અનુભવે
છે તે જ જિનશાસનમાં આવ્યો છે ને તેણે જ સકલ જિનશાસનને જાણ્યું
છે. –એવો જીવ અલ્પકાળમાં જરૂર મુક્તિ પામે છે.
(૬૩) ધર્મની શરૂઆત ક્્યારે થાય? બોધીબીજ ક્્યારે પ્રગટે?
ચૈતન્યતત્ત્વ તો અંતર્મુખ છે અને રાગાદિ ભાવો તો બહિર્મુખ છે, તેમને
એકપણું નથી. જ્યાં સુધી ચૈતન્યની અને રાગની ભિન્નતાને ન જાણે
ત્યાં સુધી ભેદજ્ઞાનરૂપ બોધિબીજ પ્રગટે નહિ. હું તો ચૈતન્ય છું ને
રાગાદિભાવો તો ચૈતન્યથી ભિન્ન છે, જ્ઞાનમાંથી રાગની ઉત્પત્તિ નથી,
ને રાગમાંથી જ્ઞાનની ઉત્પત્તિ નથી. આવું ભેદજ્ઞાન કરે ત્યારે જીવની
પરિણતિ રાગથી ખસીને અંતરમાં ચૈતન્યસ્વભાવ તરફ વળે છે, ને ત્યારે
સમ્યગ્દર્શનાદિ ધર્મની અપૂર્વ શરૂઆત થાય છે.

PDF/HTML Page 20 of 42
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : દ્વિ. અષાડ : ૨૪૯૫
(૬૪) ધર્મલબ્ધિનો કાળ ક્્યારે?
જીવને જ્યાં ભેદજ્ઞાન થયું ત્યાં તેને ધર્મલબ્ધિનો કાળ આવ્યો. ભેદજ્ઞાન તે જ
ધર્મલબ્ધિ છે. ધર્મ કરનાર જીવ કાળ સામે જોઈને બેસી રહેતો નથી પણ
પોતાના સ્વભાવમાં અંતર્મુખ થાય છે, ને સ્વભાવમાં અંતર્મુખ થતાં પાંચે લબ્ધિ
એક સાથે આવી મળે છે. સ્વભાવમાં અંતર્મુખ થાય ને ધર્મલબ્ધિનો કાળ ન
હોય એમ બને નહિ.
(૬૫) પ્રાથમિક શિષ્યે શું કરવું?
પ્રાથમિક શિષ્યે ધર્મલબ્ધિને માટે પ્રથમ ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો. જેમ જીવ
અને અજીવ દ્રવ્યોને અત્યંત ભિન્નતા છે, તેમ ચૈતન્યભાવને અને રાગાદિ ભાવોને
પણ અત્યંત ભિન્નતા છે, બંનેની જાત જ જુદી છે. –આવું અંતરનું ભેદજ્ઞાન તે
કોઈ શુભરાગ વડે થતું નથી પણ ચૈતન્યના જ અવલંબને થાય છે. ભેદજ્ઞાન તે
અંતરની ચીજ છે, એ કોઈ બહારના ભણતરની કે શુભરાગની ચીજ નથી.
(૬૬) કેટલું ભણે તો ભેદજ્ઞાન થાય?
અમુક શાસ્ત્રો જાણે તો જ આવું ભેદજ્ઞાન હોય, કે વ્રત–મહાવ્રત પાળે તેને જ
આવું ભેદજ્ઞાન હોય–એવું કોઈ ભેદજ્ઞાનનું માપ નથી. અંતરના વેદનમાં જેણે
ચૈતન્યને અને રાગને ભિન્ન જાણ્યા, ને ઉપયોગને રાગથી છૂટો પાડીને ચૈતન્યમાં
વાળ્‌યો તે જીવ ભેદજ્ઞાની છે; શાસ્ત્રોએ જેવી જ્ઞાન અને રાગની ભિન્નતા બતાવી
છે તેવી પરિણતિરૂપે તે ધર્માત્માનું સાક્ષાત્ પરિણમન થયું છે.
(૬૭) રાગના અવલંબને ભેદજ્ઞાન થાય?
ના; રાગથી તો અત્યંત ભિન્નતા કરવાની છે, તો તે ભિન્નતા રાગના અવલંબને
કેમ થાય? રાગનો જેમાં અભાવ છે એવા ચૈતન્યના અવલંબને જ રાગનું ને
જ્ઞાનનું ભેદજ્ઞાન થાય છે.
(૬૮) આમાં નિશ્ચય–વ્યવહારનું ભેદજ્ઞાન ક્યા પ્રકારે આવ્યુ?
નિશ્ચય તો સ્વાશ્રિતચૈતન્યસ્વભાવ છે, તે સ્વભાવના આશ્રયે ભેદજ્ઞાન થાય છે,
ને વ્યવહારતો પરાશ્રિત રાગભાવ છે, તેના આશ્રયે ભેદજ્ઞાન થતું નથી, તેના