PDF/HTML Page 1 of 40
single page version
PDF/HTML Page 2 of 40
single page version
* યાદ આવે છે–વિદેહક્ષેત્રે જઈને સાક્ષાત્ તીર્થંકરદેવના દર્શન કરનારા એ સંત.....
* યાદ આવે છે ‘
* યાદ આવે છે–ભરતક્ષેત્રમાં શ્રુતની પ્રતિષ્ઠા કરનારા એ રત્નત્રયધારી સંતો....
* યાદ આવે છે–જેમના શ્રીમુખથી પરમાગમરૂપ અમૃત ઝરે છે એવા મુનિરાજ....
* યાદ આવે છે–પાવન સંસ્મરણવડે ભરતક્ષેત્રમાં દિવ્યધ્વનિને તાજી કરનારા આ સંત....
* અને યાદ આવે છે–જેનો અચિંત્ય મહિમા જિનવાણીના શબ્દે શબ્દમાં ભરેલો છે.
એવો શુદ્ધ આત્મવૈભવ.
PDF/HTML Page 3 of 40
single page version
સંબંધ નથી, બંનેને ભિન્નપણું છે. આવા ભિન્નપણાનું ભાન થયું તે ધર્મી જીવ
જ્ઞાનભાવમાં તન્મય પરિણમતો થકો, રાગાદિભાવોને જરાપણ આત્માપણે કરતો નથી
પણ આત્માથી ભિન્નપણે જ તેને જાણે છે એટલે તે રાગાદિને હેય જાણે છે. આવી જે
રાગથી ભિન્ન જ્ઞાનચેતના પ્રગટી તે જિનાગમનો સાર છે.
શુદ્ધાત્માનો અનુભવ છે. આવા અનુભવ વગરના શુભ–અશુભ ભાવો તો જીવો
અનાદિથી કરી જ રહ્યા છે; નિગોદમાં અનંતકાળથી અનંતજીવો છે તેમને પણ અશુભ ને
શુભ બંને પરિણામ થયા કરે છે; શુભ પરિણામ થાય એ કાંઈ નવું નથી. એ તો કર્મધારા
છે; જ્ઞાનધારા તેનાથી જુદી છે. એવી જ્ઞાનધારામાં વર્તતા જ્ઞાની શુભાશુભ કર્મધારાને
કરતા નથી, તે તો જ્ઞાનધારારૂપ જ્ઞાનચેતનાને જ કરે છે. આવી જ્ઞાનચેતના પ્રગટ કરવી
તે પરમ આગમની સાચી પ્રતિષ્ઠા છે. તેના નિમિત્ત તરીકે આપણે અહીં પરમ આગમની
પ્રતિષ્ઠા થવાની છે.
PDF/HTML Page 4 of 40
single page version
કોતરાશે. અહો! એ સમયસારાદિ પરમાગમોમાં તો વીતરાગી અમૃત ભર્યાં છે. અહો, જે
પ્રાકૃત ભાષામાં મૂળ શાસ્ત્રો આચાર્ય ભગવાને રચ્યાં તે મૂળ ભાષામાં કોતરાશે ને
હજારો વર્ષ સુધી રહેશે. તે શબ્દોના વાચ્યભૂત શુદ્ધ આત્મા અંતરમાં કોતરવાનો છે, તે
કોતરવા માટે વીતરાગી વાણી નિમિત્ત છે.
ઔષધ એ ભવરોગનાં કાયરને પ્રતિકૂળ.
તેલના તાવડામાં ઉપરથી મોટો સર્પ પડયો, અડધો અંદર ને અડધો બહાર, –તેમાં
દાઝીને એકદમ ઊછળ્યો, ને સળગતા ચૂલામાં જઈને પડયો! બિચારાને કેટલું દુઃખ થયું
હશે!! ભાઈ, અજ્ઞાન અને મિથ્યાત્વભાવથી જીવ અનંતકાળથી આવા દુઃખો ભોગવી જ
રહ્યો છે, તેનાથી છૂટવાનો ઉપાય આ વીતરાગી પરમાગમો બતાવે છે, તેનો સાર
અંતરમાં કોતરવા માટેની આ વાત છે. આ ઊકળતા તેલ જેવા રાગાદિ પરભાવો,
તેનાથી ભિન્ન જ્ઞાનાનંદનો સમુદ્ર, સુખનો સાગર, સુખનો ઢગલો એવો પોતાનો આત્મા
છે, તે આત્માના અનુભવમાં પ્રવેશ કરતાં પરમ શાંતિ થાય છે. સંસારના દાવાનળથી
તારે ઉગરવું હોય ને પરમ શાંતિનો અનુભવ કરવો હોય તો અંદર સુખ– રસથી ભરેલા
આત્મામાં પ્રવેશ કર.
આવા આત્માનું જેણે ભાન કર્યું તેને જ્ઞાનચેતના પ્રગટી, અને આસ્રવો છૂટા પડી ગયા.
જે અસ્થિરતાના આસ્રવો છે તેનું પણ કર્તૃત્વ જ્ઞાનચેતનામાં નથી, માટે જ્ઞાની ખરેખર
નિરાસ્રવ જ છે. તે પોતાને આસ્રવોથી રહિત એકાકાર જ્ઞાનચેતનામય અનુભવે છે.
આવો અનુભવ તે જિનાગમનો સાર છે. અનંતા જીવો આવો અનુભવ કરીને મોક્ષમાં
પધાર્યા છે. આવો અનુભવ કરી શકાય છે. ભાઈ, રાગનો તો અનુભવ અનાદિકાળથી તું
કરી જ રહ્યો છે, પણ રાગથી પાર ચૈતન્યના આનંદનો અનુભવ
PDF/HTML Page 5 of 40
single page version
જ જિનાગમનો ઉપદેશ છે. આવો અનુભવ કરવો તે જ અપૂર્વ ચીજ છે.
આનંદ સાથે તન્મય થઈને પરિણમ્યો; એટલે રાગાદિ સાથે કર્તાકર્મપણાનો મિથ્યાભાવ
છૂટયો, ને જ્ઞાનચેતનારૂપ સમ્યક્ભાવ પ્રગટયો. પોતાની ચૈતન્યશક્તિને વારંવાર
સ્પર્શતો–અનુભવમાં લેતો ધર્મી જીવ આસ્રવોને જીતી લ્યે છે. –આ અપૂર્વ મંગળ છે.
તેણે પરમાગમને પોતાના અંતરમાં કોતરી લીધા; ભાવશ્રુતજ્ઞાન તેના આત્મામાં
કોતરાઈ ગયું; અંદરથી સહજ શાંતદશા પ્રગટી. રાગની મંદતારૂપ કૃત્રિમ શાંતિ તો
અનંતવાર કરી, પણ રાગથી પાર સહજ ચિદાનંદ સ્વભાવના અનુભવરૂપ શાંતિ કદી
પ્રગટ કરી ન હતી; કષાયની મંદતારૂપ શાંતિને ઘણા અજ્ઞાની જીવો આત્માનો અનુભવ
માની લ્યે છે;– મંદકષાયના વેદનમાં એકાકાર થઈને, જાણે કે નિર્વિકલ્પ અનુભવમાં હોય
એમ કલ્પના કરી લ્યે છે, તે તો ભ્રમણા છે. જ્ઞાની ધર્માત્મા ભેદજ્ઞાનના બળે સમસ્ત
રાગભાવોથી પાર એવા પોતાના ચિદાનંદસ્વરૂપના અનુભવ વડે સહજ આત્મિક
શાંતિનું વેદન કરે છે, આવા વેદનરૂપ ભાવશ્રુત તે પરમાગમની પ્રતિષ્ઠા છે; પરમાગમમાં
એનો જ ઉપદેશ છે.
હતા કે અત્યંત નજીક કેવળજ્ઞાન છે તેને અમે મતિશ્રુતજ્ઞાનના બળે
બોલાવીએ છીએ. અલ્પકાળમાં કેવળજ્ઞાન થવાનું છે તે હવે પાછું
ફરે નહીં. ભગવાનના જ્ઞાનમાં પણ એમ જ આવ્યું છે. આમ ધર્મી
જીવ સ્વસન્મુખ થઈને મતિશ્રુતજ્ઞાનના બળે કેવળજ્ઞાનને બોલાવે
છે; હે કેવળજ્ઞાન! તારી પ્રતીત કરી છે.....હવે તું શીઘ્ર આવ!
PDF/HTML Page 6 of 40
single page version
સ્વ–પર જ્ઞેયતત્ત્વોનું સ્વરૂપ
બતાવીને આચાર્યદેવ કહે છે કે
અમારો આત્મા આ સંસારના
દુઃખોથી મુક્ત થવાનો
અભિલાષી હતો; તેથી અમે
આવા જ્ઞાનતત્ત્વનો અને
જ્ઞેયતત્ત્વનો યથાર્થ નિર્ણય
કર્યો છે, ઉપશમના લક્ષે અમે
સાચો તત્ત્વનિર્ણય કર્યો છે,
પંચપરમેષ્ઠી ભગવંતોને
ભાવનમસ્કાર કરીને
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન
ઉપરાંત શુદ્ધોપયોગ વડે
વીતરાગી સામ્યભાવરૂપ
મુનિદશા પ્રગટ કરી છે. અમે
અમારા અનુભવથી કહીએ
છીએ કે હે મુમુક્ષુ જીવો! હે
જેનો આત્મા દુઃખથી છૂટવા ચાહતો હોય તે અમારી જેમ સમ્યગ્દર્શનજ્ઞાનપૂર્વક
ચારિત્રદશાને અંગીકાર કરો. શુદ્ધોપયોગરૂપ ચારિત્રદશાને અંગીકાર કરવાનો જે
યથાનુભૂતમાર્ગ તેના પ્રણેતા અમે આ રહ્યા; અમે જાતે અનુભવેલો ચારિત્રનો માર્ગ
તમને બતાવીએ છીએ. તેને હે મોક્ષાર્થી જીવો! તમે અંગીકાર કરો.
PDF/HTML Page 7 of 40
single page version
મોક્ષમાર્ગ! આચાર્યદેવ કહે છે કે અમે એવો મુનિમાર્ગ અનુભવ્યો છે. અંતરમાં જેણે
જ્ઞાનતત્ત્વના ચૈતન્યનિધાન દેખ્યા હોય, જ્ઞાનજ્યોતિ જેને પ્રગટી હોય, ને ચૈતન્યના
કેવળજ્ઞાનકપાટને ખોલવાના પ્રયત્નમાં જેઓ સતત ઉદ્યમી હોય, એવા જીવોને
ચૈતન્યમાં લીનતાથી ચારિત્રદશા હોય છે; તેને સાધુદશા કહેવાય છે. સાધુ એટલે
મોક્ષના સાધક. આચાર્યદેવ કહે છે કે આવી દશા અમને પ્રગટી છે, અમારા
સ્વાનુભવથી અમે તે માર્ગ જાણ્યો છે; બીજા જે મુમુક્ષુઓ દુઃખથી છૂટવા માટે
ચારિત્રદશા લેવા ચાહતા હોય તેમને ચારિત્રનો માર્ગ દેખાડનારા અમે આ રહ્યા.
અહા, જાણે સામે જ અત્યારે સાક્ષાત્ ઊભા હોય, ને ચારિત્રદશા દેતા હોય! જેને
સમ્યગ્દર્શન થયું છે, જ્ઞાનજ્યોતિ ઝળકી છે અને હવે મુનિ થઈને ચૈતન્યના પૂર્ણાનંદને
સાધવા માંગે છે, કષાયોના કલેશરૂપ દુઃખોથી અત્યંતપણે છૂટવા માંગે છે–તે મોક્ષાર્થી
જીવ શું કરે છે? કે પહેલાં તો વૈરાગ્યપૂર્વક બંધુવર્ગની વિદાય લે છે. મારો ખરો
બંધુવર્ગ તો જ્ઞાન–આનંદ વગેરે અનંતગુણો છે–કે જે સદાય મારી સાથે જ છે.
બહારના બંધુવર્ગ માતા–પિતા ભાઈ–બેન સગાંસંબંધી તે ખરેખર અમારાં નથી,
એનાથી ભિન્ન અમારા ચૈતન્યસ્વરૂપને અમે જાણ્યું છે, ને હવે નિર્મોહ થઈને
ચૈતન્યની શુદ્ધતાને સાધવા માટે જંગલમાં જઈશું ને મુનિદશા ધારણ કરીશું.
છીએ, હવે અમારું સ્થાન વનમાં છે. વનના સિંહ અને વાઘની વચ્ચે અમે અમારા
ચૈતન્યને સાધશું. ચૈતન્યનો અનુભવ તો થયો છે, ને હવે તેની પૂર્ણતાને સાધવા માટે
મોક્ષાર્થી જીવ આ રીતે મુનિ થાય છે.
પણ તમારો નથી–એમ નિશ્ચયથી તમે જાણો. એક જ્ઞાનસ્વભાવ જ અમારો છે,
જગતમાં બીજું કાંઈ અમારું નથી, ને અમે બીજા કોઈના નથી–એમ અમે જાણ્યું છે,
જ્ઞાનજ્યોતિ અમને પ્રગટી છે. –અમારો આત્મા જ અમારો ખરો બંધુ છે, તેથી
અમારા અનાદિના બંધુ પાસે હવે અમે જઈએ છીએ, માટે હવે તમારી વિદાય લઈએ
છીએ.
PDF/HTML Page 8 of 40
single page version
હે જીવો! તમે પણ મોહ છોડીને રજા આપો.
તમે નિશ્ચયથી જાણો. પરજ્ઞેયોથી ભિન્ન મારા જ્ઞાનતત્ત્વને મેં જાણ્યું છે, અને હવે
વૈરાગ્યથી હું મારા આત્માને સાધવા માંગું છું, માટે તમે મને વિદાય આપો. જેને
જ્ઞાનજ્યોતિ પ્રગટી છે એવો મારો આત્મા આજે પોતાના આત્મા પાસે જાય છે;
આત્મા જ પોતાનો અનાદિ જનક છે અર્થાત્ પોતાની નિર્મળ પર્યાયરૂપી પ્રજાનો
ઉત્પાદક પોતે છે. અમે અમારા આત્માને સ્વાનુભૂતિથી જાણ્યો છે, ને હવે અંતરમાં
અનુભવેલા તે માર્ગે જઈએ છીએ, હવે મુનિ થઈને આત્માના કેવળજ્ઞાનનિધાનને
ખોલશું. હવે ફરીને બીજા માતા–પિતા આ સંસારમાં નહીં કરીએ. અમારો આત્મા
આ સંસારના કલેશથી થાક્યો છે. આ સંસારથી હવે બસ થાવ. હવે અમે ચૈતન્યના
પૂરા આનંદને જ અનુભવશું. –આમ વિનયથી રજા લઈને મોક્ષમાર્ગને સાધવા ગુરુ
પાસે જાય છે ને મુનિપણું અંગીકાર કરે છે.
વનક્રીડા કરવા ગયેલા ને ત્યાં જયકુમાર–સેનાપતિની દીક્ષા સમાચાર સાંભળતાં જ
વૈરાગ્ય પામીને વનમાંથી બારોબાર આદિનાથ પ્રભુના સમવસરણમાં જઈને દીક્ષા
લઈ લીધી. માતા–પિતાને પૂછવા પણ ન રોકાયા. વાહ! નાની ઉંમરના રાજકુમારો
મુનિ થઈને હાથમાં નાનકડું કમંડળ ને નાનકડી મોરપીંછી લઈને ચૈતન્યની ધૂનમાં
મસ્ત ચાલ્યા આવતા હોય,–એ તો જાણે કે નાનકડા સિદ્ધભગવાન!! અહા,
મુનિદશાના મહિમાની શી વાત! આવા મુનિનાં દર્શન પણ મહા ભાગ્યે જ મળે છે.
અત્યારે અહીં તો મુનિનાં દર્શન પણ ક્યાં છે? જ્યાં સાચો તત્ત્વનિર્ણય પણ ન હોય
ત્યાં મુનિદશા ક્યાંથી હોય? તત્ત્વને જાણ્યા વગર એમ ને એમ માની લ્યે કે અમે
મુનિ છીએ, –એ તો મોટી ભ્રમણા છે; એને મુનિદશાની ખબર પણ નથી. મુનિદશા
એ તો પરમેષ્ઠી પદ! ઈન્દ્રો અને ચક્રવર્તીઓ પણ ભક્તિથી જેનો આદર કરે છે ને
કેવળજ્ઞાન લેવાની જેની તૈયારી છે એ મુનિદશાની શી વાત!
PDF/HTML Page 9 of 40
single page version
રમણીના આત્મા! આ આત્માને રમાડનાર તું નથી–એમ તું નિશ્ચયથી જાણ; અમારા
રમશું; બાહ્યવિષયોમાં સ્વપ્નેય સુખ ભાસતું નથી. હવે તો સ્વાનુભૂતિરૂપી જે
અનાદિરમણી તેમાં જ રમણતા કરશું, આ સંસારની રમણતા છોડીને આજે જ અમે
નિર્મળપર્યાયોની સંતતિ જ છે. જ્ઞાનજ્યોતિ અમને પ્રગટી છે, અને હવે સ્વાનુભવમાં
સંતતિને પ્રગટ કરશું.
કરીને રજા માંગે છે; તેના વચનો
સાંભળીને બીજા પાત્ર જીવો પણ
આત્મા જાગ્યો છે અને જેની અંર્ત–
પરિણતિમાં વૈરાગ્યના ધોધ ઊછળ્યા
રોકાતા નથી; એને માતા–પિતા
ભાઈ–બેન કે સ્ત્રી–પુત્રાદિની મમતા
મુનિ થઈને કેવળજ્ઞાન સાધવા માટે
વનમાં જાય છે. પાંજરેથી છૂટેલા
નહીં, તેમ આત્માના જ્ઞાનપૂર્વક જેણે
PDF/HTML Page 10 of 40
single page version
વિકલ્પો, ચારિત્રાચારમાં પંચમહાવ્રત વગેરેના વિકલ્પો, તેમજ વીર્યાચાર અને
વિકલ્પો નિશ્ચયથી આત્માનું સ્વરૂપ નથી પણ શુદ્ધઆત્માની ઉપલબ્ધિ ન થાય ત્યાં
સુધી તેવા વિકલ્પો હોય છે, ને તેનાથી વિપરીત વિકલ્પો નથી હોતા, એટલે
આ રીતે વ્યવહાર પંચમહાવ્રતાદિ અંગીકાર કરતી વખતે જ મુનિ થનારને ભાન છે કે
આ મારા આત્માનું વાસ્તવિકસ્વરૂપ નથી. મુનિને શુદ્ધોપયોગના અભાવ વખતે વચ્ચે
ઉપલબ્ધિ કરું ત્યાં સુધી તેને અંગીકાર કરું છું. એટલે ખરેખર ભાવના તો
શુદ્ધોપયોગની જ છે, શુભ વિકલ્પોની ભાવના નથી. જો વિકલ્પોથી ખરેખર લાભ
પ્રાપ્તિ ન થાય પણ અજ્ઞાનની પ્રાપ્તિ થાય. જેણે પહેલેથી સમસ્ત પરભાવોથી જુદું
પોતાનું સ્વરૂપ જાણ્યું છે–અનુભવ્યું છે એવા સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને મુનિદશામાં કેવો
મુનિપણું તો અંદરની શુદ્ધ પરિણતિરૂપ છે.
ભાવના ધર્મીને નથી. શુદ્ધપયોગવડે રાગ–દ્ધેષ–મોહને હણીને જ અર્હંતોએ મોક્ષને સાધ્યો
છે; મુનિવરો પણ એ જ ઉપાયમાં પ્રયત્નશીલ છે. ચોથા ગુણસ્થાને ધર્મની શરૂઆત પણ
આચાર્યદેવ કહે છે કે તેને ઓળંગીને હું શુદ્ધોપયોગમાં લીન થાઉં છું, એકાગ્રતા વડે
શુદ્ધોપયોગી શ્રમણ થઈને હું સાક્ષાત્ મોક્ષમાર્ગને સાધું છું. જેને ભવસમુદ્રનો કિનારો
ચારિત્રદશામાં ઝૂલતા ઝૂલતા બીજા મોક્ષાર્થી જીવોને પણ તે માર્ગ ઉપદેશી રહ્યા છે. અહો
જીવો! આત્માના મોક્ષને સાધવા માટે, એટલે આત્માના અતીન્દ્રિય સુખને સાધવા માટે,
ચારિત્રદશાને અંગીકાર કરો. આવી ચારિત્રદશા અંગીકાર કરવા માટે તૈયાર થયેલો મુમુક્ષુ
જીવ કઈ રીતે મુનિ થાય છે તેનું આ વર્ણન છે.
PDF/HTML Page 11 of 40
single page version
પાસે જઈને, વંદન કરીને વિનયથી પ્રાર્થના કરે છે કે હે પ્રભો! આ સંસારનાં દુઃખોથી
છૂટવા અને શુદ્ધઆત્માની પ્રાપ્તિ કરવા હું આપના આશ્રયે આવ્યો છું. માટે હે સ્વામી!
શુદ્ધાત્માની ઉપલબ્ધિરૂપ સિદ્ધિથી મને અનુગૃહીત કરો.
તે શિષ્યને મુનિદીક્ષા આપે છે. અહા, જાણે શુદ્ધાત્મા જ આપ્યો! પરમ અનુગ્રહ કરીને
તેને મુનિદશા આપી.
તો શુદ્ધજ્ઞાનમાત્ર જ છું’ –આવા નિશ્ચયવાળો અને જિતેન્દ્રિય
વર્તતો થકો તે મોક્ષાર્થીજીવ યથાજાત સહજરૂપને ધારણ કરે
છે......એટલે કે ધ્યાન વડે આત્માનું જેવું સહજ શુદ્ધસ્વરૂપ છે
તેવું પ્રગટ કરે છે. આ રીતે અંતરના ધ્યાનમાં શુદ્ધોપયોગ
પ્રગટ કરીને, મોક્ષની સાક્ષાત્ સાધક એવી મુનિદશા પ્રગટ
PDF/HTML Page 12 of 40
single page version
* સોનગઢમાં પૂ. શ્રી કાનજી સ્વામી સુખશાંતિમાં બિરાજમાન છે; દસલક્ષણપર્વ
(આસ્રવ તથા સંવરઅધિકાર) અને બપોરે નિયમસાર (શુદ્ધભાવઅધિકાર) ઉપર
પ્રવચનો થયા હતા.
ઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે આફ્રિકાવાળા શેઠશ્રી ભગવાનજીભાઈએ અને તેમના
કુંટુંબીજનોએ શિલાન્યાસ કર્યું હતું. આ આગમમદિર કરવા માટેની જાહેરાત મુંબઈમાં
રત્નચિંતામણિ–જન્મજયંતિ પ્રસંગે થઈ હતી. શિલાન્યાસ પહેલાં પ્રવચનમાં ગુરુદેવે
જિનવાણીનો મહિમા સમજાવ્યો હતો અને આત્મામાં ભાવશ્રુતરૂપ જિનાગમની પ્રતિષ્ઠા
કરવાની પ્રેરણા આપી હતી, –જેનો સાર આ અંકમાં આપ્યો છે. સોનગઢનું આ
આગમમંદિર, સ્વાધ્યાયમંદિરના વિશાળ ચોગાનમાં ૮૦ ફૂટ લાંબુ ને ૪૦ ફૂટ પહોળું
થશે, અને તેની દીવાલો આરસમાં કોતરેલા સમયસારાદિ જિનાગમોવડે શોભી ઊઠશે.
જો કે ગુરુદેવના પ્રતાપે કુંદકુંદ પ્રભુના સમયસારાદિ પરમાગમોનો મહાન મહિમા અને
પ્રભાવના ભારતભરમાં થઈ જ રહ્યા છે, તે ઉપરાંત આ આગમમંદિર તે સૂત્રોના વિશેષ
મહિમાને પ્રસિદ્ધ કરશે. તેનું શિલાન્યાસ કરવાનું પોતાને સદ્ભાગ્ય મળ્યું તેના
ઉલ્લાસમાં શેઠશ્રી ભગવાનજીભાઈએ મોટી રકમનો ફાળો આ કાર્યમાં આપ્યો હતો. તે
ઉપરાંત જિનવાણીની પ્રતિષ્ઠાના આ મંગલકાર્યના પ્રારંભપ્રસંગે જાણે કુંદકુંદપ્રભુનો જ
ફરીને સાક્ષાત્કાર થતો હોય એવો પરમ ઉલ્લાસ પૂ. બેનશ્રીબેન બંને બહેનોએ પ્રસિદ્ધ
કર્યો હતો ને જિનવાણીની અદ્ભુત ભક્તિ કરાવીને, ફરીને એકવાર દિવ્યધ્વનિ
સંભળાવવા સીમંધર પ્રભુજીને વિનતિ કરી હતી. આમ આનંદોલ્લાસપૂર્વક શિલાન્યાસ
વિધિનો ઉત્સવ થયો હતો. આ પ્રસંગે આગમમંદિર માટે (અગાઉના ફંડ ઉપરાંત) રૂા.
સવાલાખ જેટલી રકમોની ઉત્સાહભરી જાહેરાત થઈ હતી.
PDF/HTML Page 13 of 40
single page version
PDF/HTML Page 14 of 40
single page version
PDF/HTML Page 15 of 40
single page version
ધીરજલાલ નાથાલાલ (મરઘાબેન) ના મકાનના
વાસ્તુ પ્રસંગે (સમયસાર ગા. ૧૬૪–૧૬પ)
આ આત્મા જ્ઞાનસ્વરૂપ છે, ક્રોધાદિ આસ્રવો ખરેખર તેનું સ્વરૂપ નથી. એ વાત
ભેદજ્ઞાન કરાવ્યું.
ભાવો જડ નથી તેમજ ચેતનનું પણ પરમાર્થસ્વરૂપ તે નથી, એટલે તેને ‘ચિદાભાસ’
કહેવાય છે.
ભરેલા પોતાના ચૈતન્યતત્ત્વને ભૂલીને અજ્ઞાની પોતાને રાગાદિરૂપ અનુભવે છે; તે પોતે
પોતાના સ્વરૂપને ભૂલ્યો છે. ભૂલ તે જડ નથી પણ જીવના ચિદાભાસ–પરિણામ છે.
ખરેખર તે ચૈતન્ય નથી, પણ ચૈતન્ય જેવા દેખાય છે. જોકે છે તો ચૈતન્યભાવથી જુદા,
પણ અજ્ઞાનીને તેનું જુદાપણું ભાસતું નથી એટલે તે ચિદાભાસ એવા મિથ્યાત્વાદિ
ભાવોનો કર્તા થાય છે.
જ્ઞાનઅનુભવમાં પોતાનો ચૈતન્યસ્વભાવ આવ્યો છે; તે સ્વભાવમાં, અને તે શ્રદ્ધા–
જ્ઞાનમાં રાગાદિ પરભાવો જરાપણ નથી એટલે આસ્રવોનું કર્તૃત્વ તેમાં નથી. આ રીતે
ધર્મી જીવને આસ્રવનો અભાવ છે.
PDF/HTML Page 16 of 40
single page version
આસ્રવનું કારણ છે. પણ તે જુનું કર્મ નવા કર્મના આસ્રવનું નિમિત્ત ક્યારે થાય? કે
જીવ જો રાગ–દ્વેષ–મોહરૂપ અજ્ઞાનભાવે પરિણમે તો જ જુના કર્મનો ઉદય તેને નવા
કર્મના આસ્રવનું નિમિત્ત થાય છે; જીવના રાગ–દ્વેષ–મોહ વગર દ્રવ્યાસ્રવો તે નવા
આસ્રવનું કારણ થતા નથી.
ગુણસ્થાને ધર્માત્મા તે ચિદાભાસ પરિણામોને પોતાના સ્વભાવપણે અનુભવતા
નથી, તેને જ્ઞાનથી ભિન્ન એટલે કે અજ્ઞાનમયપરિણામ જાણે છે. આનંદસ્વરૂપ
આત્માને ભૂલીને જ્યારે અજ્ઞાનપણે રાગાદિનો કર્તા થાય ત્યારે જ જીવને આસ્રવ
થાય છે.
ઉત્તર:–
તેને જ આસ્રવ છે, ને તે તો અજ્ઞાનીને જ હોય છે, જ્ઞાનીને નહીં.
જેટલું ચૈતન્યપરિણામ થયું તેમાં વીતરાગી શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર છે. ચોથા ગુણસ્થાને પણ
અનંતાનુબંધી કષાયોનો અભાવ થઈને જેટલું વીતરાગભાવરૂપ પરિણમન થયું છે
તેટલા અંશે ચારિત્ર છે; ને તે વીતરાગભાવમાં આસ્રવ નથી. આત્મા સાથે તે પરિણામ–
અભેદ થઈ ગયા, અભેદજ્ઞાન થયું, વીતરાગવિજ્ઞાન થયું. આવા જ્ઞાનપરિણામને ધર્મ કહે
છે. તે જીવ સ્વઘરમાં આવીને વસ્યો; આનંદમય એવા નિજધામમાં આવીને તે રહ્યો; તે
ચેતન્યમય સ્વઘરમાં આસ્રવનો પ્રવેશ નથી.
ચૈતન્યસ્વભાવ સાથે અભેદપણું વર્તે છે એટલે તેના પરિણામ ચૈતન્ય સાથે અભેદ
થયેલા છે, તેમાં રાગાદિ આસ્રવનો અભાવ છે, ને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તેમાં
સમાય છે.
PDF/HTML Page 17 of 40
single page version
PDF/HTML Page 18 of 40
single page version
સર્વજ્ઞસ્વભાવી આત્મા એટલે મુક્તસ્વરૂપ આત્મા.
તેનાથી વિરુદ્ધ શુભ–અશુભભાવો તે બંધભાવો.
પાપરૂપ કર્મમેલથી તે અવરાયો છે તેથી તે સર્વને જાણનારા એવા પોતાના આત્માને
અનુભવતો નથી. શુભ–અશુભ કર્મને જ્ઞાનથી ભિન્ન ન જાણતાં જ્ઞાન સાથે એકમેક
અનુભવે છે. એટલે ભિન્ન જ્ઞાનને (એકલા જ્ઞાનને, સર્વજ્ઞસ્વભાવને) તે જાણતો નથી.
આથી એમ સમજાવ્યું કે જે શુભાશુભભાવો છે તે જ્ઞાનથી વિરુદ્ધ છે; જ્ઞાન તો અબંધ
સ્વરૂપ છે, ને પુણ્ય–પાપ બંને બંધસ્વરૂપ છે, મુક્તસ્વરૂપ જ્ઞાન, અને બંધસ્વરૂપ
શુભાશુભભાવો, –તેમને એકતા કેમ હોય? જે શુભ–અશુભ બંધભાવના કર્તાપણામાં
રોકાય છે તે પોતાના મુક્તસ્વરૂપને ભૂલી જાય છે.
મુક્તસ્વરૂપને અનુભવતો નથી–જાણતો નથી.
મલિનતા તેમાં નથી. અહો, આવા શુદ્ધસ્વરૂપને સાધીને સંતો નિજસ્વરૂપમાં સમાય છે.–
PDF/HTML Page 19 of 40
single page version
પાપ વગરનું સર્વજ્ઞસ્વભાવી જે નિજસ્વરૂપ તેને સાધીને અમે અમારા સ્વરૂપ–સ્વદેશમાં
જઈશું. અમારું સ્વ–રૂપ અમારો સ્વદેશ તો સર્વજ્ઞપદથી ભરપૂર છે, પરમ આનંદથી
પરિપૂર્ણ છે; તેને સાધીને તેમાં અમે ઠરશું.
અબંધસ્વરૂપ એટલે મુક્તસ્વરૂપ સર્વજ્ઞસ્વભાવી આત્માનો જ્યાં અનુભવ થયો ત્યાં
મોક્ષની નિઃશંકતા થઈ ગઈ. પુણ્ય–પાપરૂપ બંધન વગરનો મુક્તસ્વભાવ અહીં જ
સમ્યગ્દર્શન થતાં અનુભવમાં આવી ગયો છે. જે જીવ બંધભાવને (–પછી ભલે તે પુણ્ય
હોય, –તેને) પોતાના સ્વરૂપ તરીકે અનુભવે છે તે પોતાના મુક્તસ્વરૂપને અનુભવતો
નથી એટલે મોક્ષનો માર્ગ તેને પ્રગટતો નથી.
શુદ્ધ માનીને સ્વછંદે વર્તે તો એને તો સંસારમાં જ રખડવાનું છે. પર્યાયમાં અશુદ્ધતા છે
તે પોતાનો અપરાધ છે એમ જાણીને, શુદ્ધસ્વરૂપમાં અનુભવ વડે તેનો નાશ કરશે ત્યારે
જ પર્યાયમાં મોક્ષદશા પ્રગટ થશે. પર્યાયમાં શુદ્ધતાનો અનુભવ થયા વગર હું શુદ્ધ છું’
એમ જાણ્યું કોણે? શુદ્ધપણે અનુભવ કરે ત્યારે શુદ્ધાત્માને ખરેખર જાણ્યો કહેવાય; ને
ત્યારે જ્ઞાન સાથે અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે.
અહો, પંચમકાળમાં પણ સંતોએ આવા અમૃત વરસાવ્યા છે. જ્ઞાનસ્વરૂપ છે તે
આનંદમય છે, ને પુણ્ય–પાપ તો આકુળતારૂપ છે.
સામર્થ્યવાળો જે પોતાનો સર્વજ્ઞસ્વભાવ, તેને નથી જાણતો તેથી અજ્ઞાની છે.
સર્વજ્ઞસ્વભાવને જાણનારા–અનુભવનારા સંતો, પુણ્ય–પાપરૂપ અપરાધરહિત એવા
મોક્ષમાર્ગને સાધે છે.
PDF/HTML Page 20 of 40
single page version
મોક્ષમાર્ગમાં જ્ઞાનીને શુભરાગ થાય તે પણ અપરાધ છે, તે કાંઈ ગુણ નથી. ગુણ તો
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે, તે રત્નત્રય જ નિર્વાણનો હેતુ છે. પુરુષાર્થસિદ્ધિઉપાયમાં
ગાથા ૨૨૦માં કહે છે કે–
आस्रवति यत्तु पुण्यं शुभोपयोगोऽपराधः।।
શુભોપયોગનો અપરાધ છે; અર્થાત્ શુભોપયોગ જ પુણ્યબંધનું કારણ છે અને તે
અપરાધ છે; રત્નત્રયરૂપ વીતરાગધર્મ તે કાંઈ પુણ્યબંધનું કારણ નથી.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રના જેટલા અંશો છે તેટલા અંશે બંધન નથી; જે રાગાંશો
છે તે જ બંધનું કારણ છે–એ સિદ્ધાંત ગા. ૨૧૨–૨૧૩–૨૧૪ માં સ્પષ્ટપણે
અમૃતચન્દ્રાચાર્યે સમજાવ્યો છે.
નથી, તે તો મોક્ષનું જ કારણ થાય છે. અરે, તારી ચીજ મોક્ષસ્વરૂપ સર્વજ્ઞસ્વભાવથી
ભરપૂર તેને તું સંભાળ. સર્વ ગુણસમ્પન્ન આત્મા છે; સર્વજ્ઞેયોને સાક્ષાત્ સર્વપ્રકારે
જાણવાની તેની તાકાત છે. પણ પોતે પોતાને આવો સર્વજ્ઞસ્વભાવી ન માનતાં, પુણ્ય–
પાપરૂપ બંધભાવરૂપે જ પોતાને માને છે તે અંદરના સાક્ષાત્ ભગવાનથી દૂર થઈને
પરભાવમાં જાય છે. અહો, સર્વજ્ઞસ્વભાવી આત્મા અંદર બિરાજે છે, તેમાં નજર કરતાં
બંધભાવોથી રહિત મુક્તસ્વરૂપ આત્મા અનુભવાય છે. આવો અનુભવ તે અપૂર્વ
અલૌકિક વસ્તુ છે.
ભગવાન તેમાં નજર કરીને અનુભવ કરવો તે મોક્ષનું કારણ છે. જ્ઞાની પોતાના
ચૈતન્યસ્વભાવને અનુભવતા થકા ભગવાનની નજીક વર્તે છે. જે પોતાના અપરાધથી
ભગવાનને ભૂલ્યો તે ભગવાનથી દૂર થયો, પુણ્ય–પાપને પોતાનું માનીને અજ્ઞાનમાં
અટકેલા જીવો ભગવાનને ભૂલી જાય છે; એટલે તે તો ભગવાનથી દૂર છે. ને