૩૧૨
વાહ! કેવા શોભી રહ્યા છે–આ સિદ્ધ ભગવાન!
જ્ઞાનીઓ કહે છે કે એવો જ તારો આત્મા શોભી રહ્યો
છે. અહા, જ્ઞાનીઓએ સિદ્ધ જેવો આત્મા આપણને
આપ્યો. તો એના કરતાં મોટી મંગલ બોણી બીજી કઈ
હોય?
અને
‘તું સિદ્ધ થા’ –એના કરતાં બીજા ઊંચા આશીર્વાદ કયા હોય?
સંતો પાસેથી આવી ઉત્તમ બોણી અને મંગલ
આશીષ ઝીલીને આપણે આપણા સિદ્ધપદને
સાધીએ......એ જ એક ભાવના.
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર • સંપાદક : બ્ર હરિલાલ જૈન
વીર સં. ૨૪૯પ આસો (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨૬ : અંક ૧૨