Atmadharma magazine - Ank 312
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 48
single page version

background image
૩૧૨
વાહ! કેવા શોભી રહ્યા છે–આ સિદ્ધ ભગવાન!
જ્ઞાનીઓ કહે છે કે એવો જ તારો આત્મા શોભી રહ્યો
છે. અહા, જ્ઞાનીઓએ સિદ્ધ જેવો આત્મા આપણને
આપ્યો. તો એના કરતાં મોટી મંગલ બોણી બીજી કઈ
હોય?
અને
‘તું સિદ્ધ થા’ –એના કરતાં બીજા ઊંચા આશીર્વાદ કયા હોય?
સંતો પાસેથી આવી ઉત્તમ બોણી અને મંગલ
આશીષ ઝીલીને આપણે આપણા સિદ્ધપદને
સાધીએ......એ જ એક ભાવના.
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદારસંપાદક : બ્ર હરિલાલ જૈન
વીર સં. ૨૪૯પ આસો (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨૬ : અંક ૧૨

PDF/HTML Page 2 of 48
single page version

background image
આપણે ઉજવીએ દીવાળી
‘દીવાળી’ એટલે દીપાવલી.......દીપકોની હારમાળા વચ્ચે
ઉજવાયેલો મહોત્સવ, –જેનું ખરૂં નામ છે નિર્વાણમહોત્સવ, અથવા
મહાવીર ભગવાનની મુક્તિનો મંગલ મહોત્સવ.....જગતને
વીરનાથના વીતરાગમાર્ગનો સન્દેશ આપનારું આ મંગલપર્વ
અઢીહજાર વર્ષથી એકધારૂં ઉજવાતું રહ્યું છે.
આસો વદ અમાસનું એ ઝગઝગતું પરોઢિયું, માત્ર ઘીના
દીપકોના પ્રકાશથી જ નહીં પરંતુ રત્નત્રયના વીતરાગી પ્રકાશથી
ઝગઝગતું હતું......અને જગતને સન્દેશ આપતું હતું કે હે જીવો!
વીરનાથે પ્રકાશિત કરેલા રત્નત્રયમાર્ગને તમે અનુસરો....જે
રત્નત્રયવડે વીરનાથે સિદ્ધપદ સાધ્યું તે રત્નત્રયના દીવડા તમે
પણ આત્મામાં પ્રગટ કરો.
વીરપ્રભુની મુક્તિનો એ મંગલઉત્સવ સૌથી ઉત્કૃષ્ટપણે
ઉજવ્યો ગૌતમગણધરે–આત્મામાં તે જ દિવસે જ્ઞાનના અનંત
દીવડા પ્રગટ કરીને! અનેક વીતરાગી સન્તોએ પણ રત્નત્રય–
દીવડા કરીકરીને એ મોક્ષમહોત્સવ પોતાના આત્મામાં ઉજવ્યો.
આજે અખંડ કેવળજ્ઞાનદીવડો ભલે આપણી પાસે ન હોય, પણ
એ જ મહાન દીવડામાંથી પ્રગટેલ શ્રુતજ્ઞાનનો દીવડો,
સમ્યગ્દર્શનનો દીવડો–આજેય આપણને મોક્ષની પ્રસાદી આપે છે
ને ભગવાનના આનંદની પ્રસાદી ચખાડે છે. –આપણે જઈએ એ
વીરમાર્ગે, અને ઉજવીએ રત્નત્રયદીવડાના પ્રકાશવડે દીવાળી.

PDF/HTML Page 3 of 48
single page version

background image
: આસો : ૨૪૯પ આત્મધર્મ : ૧ :
વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯પ
ચાર રૂપિયા આસો
વર્ષ ૨૬ : અંક ૧૨
દશા હૈ હમારી એક ચેતના વિરાજમાન,
આન પરભાવનસોં તિહુંકાલ ન્યારી હૈ;
અપનો સ્વરૂપ શુદ્ધ અનુભવે આઠો જામ,
આનંદકો ધામ ગુણગ્રામ વિસતારી હૈ;
પરમ પ્રભાવ પરિપૂરણ અખંડ જ્ઞાન,
સુખકો નિધાન લખી આન રીતિ ડારી હૈ;
ઐસી અવગાઢ ગાઢ આઈ પરતીતિ જાકે,
કહે દીપચંદ્ર તાકો વંદના હમારી હૈ.
(જ્ઞાનદર્પણ : પ)
અમારી દશા એક ચેતનારૂપે વિરાજમાન છે, અને
અન્ય પરભાવોથી ત્રણેકાળ જુદી છે” –એમ જે પોતાના
સ્વરૂપને આઠે પહોર શુદ્ધ અનુભવે છે, આનંદના ધામ
ગુણસમૂહનો જેણે વિસ્તાર કર્યો છે, પરમ પ્રભાવરૂપ પરિપૂર્ણ
અખંડ જ્ઞાન અને સુખના નિધાનને દેખીને જેણે બીજી
(પરભાવની) રીત છોડી દીધી છે, –આવી અવગાઢ દ્રઢ પ્રતીતિ
જેને થઈ છે તેને અમારી વંદના છે, –એમ કવિ દીપચંદજી કહે છે.

PDF/HTML Page 4 of 48
single page version

background image
: ૨ : આત્મધર્મ : આસો : ૨૪૯પ
આત્મા અને અનાત્માનું સાચું જ્ઞાન
(મોક્ષમાર્ગમાં પાવરધા દિગંબર સન્તોએ બતાવેલો અપૂર્વ માર્ગ)
સમ્યગ્દ્રષ્ટિને રાગ નથી માટે બંધન નથી–એમ કહ્યું.
સમ્યગ્દ્રષ્ટિને રાગ કેમ નથી? કેમકે જ્ઞાનસ્વભાવનો જ તેને
સ્વીકાર છે, તે જ્ઞાનના ભાવમાં રાગ નથી; અને જે જીવ
જ્ઞાનભાવમાં રાગના અંશને પણ ભેળવે છે તે રાગી જીવ
સમ્યગ્દ્રષ્ટિ નથી. –એ વાત અહીં આત્મા અને અનાત્માનું
ભેદજ્ઞાન કરાવીને આચાર્યદેવ સમજાવે છે.
• જ્ઞાનસ્વભાવથી ભરેલું સ્વતત્ત્વ તે આત્મા છે.
• જ્ઞાન સિવાયના બીજા રાગાદિ ભાવો તે અજ્ઞાનમય છે એટલે અનાત્મા છે.
રાગ તે જ્ઞાનમયભાવ નથી માટે તેને અજ્ઞાનમય કહ્યો.
• સાચો આત્મા કોને કહેવો? ને તે સિવાય અનાત્મા કોને કહેવો? તેનું યથાર્થ
ભેદજ્ઞાન જીવે કદી કર્યું નથી.
•રાગના અંશની સાથે પણ જેને એકતાબુદ્ધિ છે, રાગના એક કણને પણ જે
જ્ઞાન સાથે ભેળસેળ કરે છે તે અજ્ઞાની છે, કેમકે તે અનાત્મભાવને આત્મામાં ભેળવે છે.
જે જ્ઞાનમય ભાવ નથી તેને તે જ્ઞાનમય માને છે, તેથી તેને આત્મા અને અનાત્માનું
ભેદજ્ઞાન નથી.
• જ્ઞાની તો આત્માને જ્ઞાનમય જ માને છે; જ્ઞાનમય એક ભાવમાં રાગાદિનો
પ્રવેશ નથી. રાગ એટલે અનાત્મા તેના પરિહાર વડે જ્ઞાનમય આત્માની સિદ્ધિ થાય છે.
એ વાત ગાથા ૨૦૧–૨૦૨ માં કહે છે–
અણુમાત્ર પણ રાગાદિનો સદ્ભાવ વર્તે જેહને,
તે સર્વ આગમધર ભલે પણ જાણતો નહિ આત્મને. ૨૦૧.
નહિ જાણતો જ્યાં આત્મને જ, અનાત્મ પણ નહિ જાણતો,
તે કેમ હોય સુદ્રષ્ટિ જે જીવ–અજીવને નહિ જાણતો. ૨૦૨.

PDF/HTML Page 5 of 48
single page version

background image
: આસો : ૨૪૯પ આત્મધર્મ : ૩ :
• આમાં જ્ઞાન અને રાગના ભેદજ્ઞાનની અપૂર્વ વાત છે. જ્ઞાનીની પરિણતિ
કેવી હોય ને અજ્ઞાનીની પરિણતિ કેવી હોય તે ઓળખતાં ભેદજ્ઞાન થાય છે.
• રાગ વખતે જ્ઞાનીની પરિણતિ જ્ઞાનપણે વર્તે છે; તે જ્ઞાનસ્વભાવમય પોતાને
અનુભવતો હોવાથી તેને અણુમાત્ર પણ રાગ નથી. રાગ તો અનાત્મા છે, તેમાં જ્ઞાની
પોતાપણે કેમ વર્તે?
• શું જ્ઞાનીને રાગ નથી થતો?
ના; જ્ઞાનીને જ્ઞાનમાં રાગ નથી થતો; રાગને રાગપણે તે જાણે છે પણ પોતાના
જ્ઞાનમાં તે રાગને ભેળવતા નથી. એટલે રાગ તે તેના જ્ઞાનનું જ્ઞેય છે, પણ તે જ્ઞાનનું
કાર્ય નથી, જ્ઞાનીનું જ્ઞાન રાગથી જુદું છે માટે જ્ઞાનીને રાગ નથી. અજ્ઞાની રાગ વખતે
રાગથી જુદા જ્ઞાનને જાણતો નથી, રાગને જ પોતાના સ્વભાવ તરીકે અનુભવે છે,
એટલે રાગથી જુદો કોઈ આત્મા તેને દેખાતો નથી. આ રીતે અજ્ઞાની જ રાગમાં
પોતાપણે વર્તે છે; તેને આત્મા અને અનાત્માનું ભેદજ્ઞાન નથી.
• શાસ્ત્રના જ્ઞાનનું ફળ તો જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન કરીને જ્ઞાનનું સેવન
કરવું ને રાગનું સેવન છોડવું તે છે. એકલા શાસ્ત્રો ગોખી જાય ને શબ્દો ધારી લ્યે પણ
અંદર આવું ભેદજ્ઞાન ન કરે, જ્ઞાનનો અનુભવ ન કરે, તો તેને ધર્મ થાય નહીં;
શાસ્ત્રભણતરનું ખરૂં ફળ તેને આવે નહિ. ગાથા ૩૮૨ માં કહે છે કે–
જ્ઞાનનુંં પરદ્રવ્યોથી અત્યંત ભિન્નપણું બતાવ્યું; તે જાણીને પણ મૂઢ અજ્ઞાની જીવ
ઉપશમભાવ કરતો નથી; ભેદજ્ઞાનરૂપ શિવબુદ્ધિને નહિ પામેલો તે જીવ પરદ્રવ્યને ગ્રહણ
કરવા ચાહે છે. જ્ઞાનમાં રાગનુંગ્રહણ કરવા માંગે છે–તે જીવને શિવબુદ્ધિ નથી, ભેદજ્ઞાન
નથી, મોક્ષમાર્ગ નથી.
• અરે, હું જ્ઞાનસ્વરૂપ આત્મા કેવો છું–એનો જેને અનુભવ નથી, રાગ વગરનું
સ્વરૂપ કેવું છે તેની જેને ખબર નથી, રાગ અનાત્મા હોવા છતાં તેને આત્મભાવે જે
અનુભવે છે તે અજ્ઞાની છે, જ્ઞાનસ્વરૂપે આત્માની સત્તા છે–તેનો તેને નિર્ણય નથી.
• રાગનું અસ્તિત્વ છે, તે રાગપણે છે પણ જ્ઞાનમાં રાગનું અસ્તિત્વ નથી. –
આમ ધર્મી જીવ પોતાને રાગથી અત્યંત અભાવરૂપ એવી ચૈતન્યસત્તાપણે અનુભવે છે;

PDF/HTML Page 6 of 48
single page version

background image
: ૪ : આત્મધર્મ : આસો : ૨૪૯પ
રાગને ચૈતન્યથી ભિન્ન સત્તાપણે જાણે છે. –આવું ભેદજ્ઞાન જેને ન હોય તે જીવ
સમ્યગ્દ્રષ્ટિ નથી.
• સ્વરૂપે સત્તા, અને પરરૂપે અસત્તા–એવું એક વસ્તુનું સ્વરૂપ છે. પરરૂપને જો
સ્વરૂપમાં ભેળવે તો તે જીવે વસ્તુના સ્વરૂપને જાણ્યું નથી.
• આત્માને સ્વરૂપે સત્તા છે. ‘સ્વરૂપે સત્તા’ એટલે શું?
જ્ઞાન–આનંદરૂપ જે નિજસ્વભાવ તે સ્વરૂપ છે, તે જ્ઞાનાદિ–ભાવો સાથે આત્માને
તન્મયતા છે, તેને આત્મા પોતાપણે અનુભવે છે; એટલે જ્ઞાનાદિ સ્વરૂપે આત્માને
સત્પણું છે.
• અને આત્માને પરરૂપે અસત્તા છે. પરરૂપ એટલે શું? કે જ્ઞાનાનંદસ્વરૂપ
આત્માથી ભિન્ન જે કોઈ શરીરાદિક કે રાગાદિ ભાવો છે તે બધાય અનાત્મા છે, તે
પરરૂપ છે, તેનાથી આત્માની સત્તા ભિન્ન છે. જો તે શરીરાદિથી તથા રાગાદિથી ભિન્નતા
ન માને, ને તેને આત્મામાં ભેળવે, તો તે જીવે ‘પરરૂપથી અસત્’ એવા આત્માને
જાણ્યો નથી; એટલે પરથી જુદા સ્વરૂપે આત્માની સત્તા કેવી છે તે પણ તેણે જાણ્યું નથી,
તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે; તેને આત્મા અને અનાત્માનું ભેદજ્ઞાન નથી.
• આત્મા અને અનાત્માનું યથાર્થ ભેદજ્ઞાન કરીને જેણે સમ્યગ્દર્શન કર્યું તેણે
આત્મામાં મોક્ષના માંડવા નાંખ્યા.
• અહા, મોક્ષમાર્ગમાં પાવરધા એવા દિગંબર સંતોએ આ મોક્ષમાર્ગ બતાવ્યો
છે. રાગનો એક કણિયો પણ આત્માના જ્ઞાનભાવમાં નથી; જ્ઞાનમયભાવ રાગથી સર્વથા
જુદો છે.
• આત્માના સ્વભાવનો અનુભવ કરતાં તેમાં જ્ઞાનીની અસ્તિ અને રાગની
નાસ્તિ, –એમ અસ્તિ–નાસ્તિનું જ્ઞાન એક સાથે જ છે. ‘જ્ઞાનની અસ્તિ’ જાણી અને તે
વખતે ‘જ્ઞાનમાં રાગની નાસ્તિ’ જાણવાનું બાકી રહી ગયું–એમ નથી. જેણે રાગની
નાસ્તિને જાણી નથી તેણે જ્ઞાનની અસ્તિને પણ નથી જાણી.
• જ્ઞાન કહો કે આત્મા કહો; રાગ કહો કે અનાત્મા કહો;–એવા આત્મા અને
અનાત્માની જુદાઈને જે નથી જાણતો તેને જીવ અને અજીવનું ભેદજ્ઞાન પણ નથી. જેને
જીવ–અજીવની ભિન્નતાનું ભાન ન હોય તે સમ્યગ્દ્રષ્ટિ કેવો? તે તો પોતાને રાગીપણે
જ અનુભવતો થકો મિથ્યાદ્રષ્ટિ છે.

PDF/HTML Page 7 of 48
single page version

background image
: આસો : ૨૪૯પ આત્મધર્મ : ૫ :
• જ્ઞાન અને રાગની ભેળસેળ નથી, એટલે કે નિશ્ચય અને વ્યવહારની
ભેળસેળ નથી. રાગને રાગપણે જાણે; એટલે કે જે કોઈ રાગભાવ (છેલ્લામાં છેલ્લા
ગુણગુણીભેદના વિચારરૂપ રાગ) છે તે બધાયને બાદ કરતાં, તેના અભાવરૂપ શુદ્ધ
જ્ઞાનસત્તા છે; પણ જો રાગના કોઈપણ અંશને રાગરૂપે ન જાણતાં તે રાગના અંશને
જ્ઞાન સાથે મેળવે, કે તે રાગઅંશને જ્ઞાનનું સાધન માને, તે રાગમાં શાંતિ માને, –તો તે
જીવે રાગ વગરના શુદ્ધજ્ઞાનને જાણ્યું જ નથી. –તેને નથી તો રાગનું સાચું જ્ઞાન, કે નથી
જીવના જ્ઞાનસ્વભાવનું સાચું જ્ઞાન;–જીવ–અજીવના જ્ઞાન વગરનો તે મિથ્યાદ્રષ્ટિ છે.
• અરે જીવ! તારું સાચું સૌભાગ્ય તો એમાં છે કે રાગ અને જ્ઞાનની અત્યંત
ભિન્નતા જાણીને, આનંદરૂપ ભેદજ્ઞાન પ્રગટ કર શુદ્ધજ્ઞાનમાંથી રાગની ગંધ પણ કાઢી
નાંખ. ૨૧ પ્રકારના ઉદયભાવોનો કોઈ અંશ જ્ઞાનમાં નથી. આવા જ્ઞાનને સમ્યગ્દ્રષ્ટિ
અનુભવે છે. આવું શુદ્ધજ્ઞાન તે નિજપદ છે, ને બીજા બધાય પર પદ છે એમ હવેના
કળશમાં કહેશે.
અંતર્મુખ વળેલા ઉપયોગમાં આત્મા છે. નિર્મળપર્યાયના આધારે
આત્મા કહ્યો, એટલે અભેદપણે તે નિર્મળપર્યાયને આત્મા જ કહ્યો.
સંવર–નિર્જરારૂપ નિર્મળપર્યાયમાં આત્મા અભેદ છે, તેથી તેના આધારે
જ આત્મા કહ્યો. દ્રવ્ય અને પર્યાય અભિન્ન છે. નિર્મળપર્યાયરૂપ
ઉપયોગ છે તે ક્રોધથી ભિન્ન છે ને આત્મસ્વભાવથી અભિન્ન છે.
ક્રોધમાં આત્મા નથી ને આત્મામાં ક્રોધ નથી; ઉપયોગપર્યાયમાં આત્મા
છે ને આત્મામાં તે ઉપયોગ છે. ઉપયોગ અંતર્મુખ થઈને આત્માને
અભેદપણે અનુભવે છે, તેમાં આત્માની પ્રસિદ્ધિ છે, પણ તેમાં ક્રોધાદિની
ઉત્પત્તિ નથી. આ રીતે ઉપયોગને અને ક્રોધાદિને અત્યંત ભિન્નપણું છે–
એવું ઉત્તમ ભેદજ્ઞાન સિદ્ધ થયું આવું ભેદજ્ઞાન તે સંવર છે, ને તે
મોક્ષનો ઉપાય છે. તેથી આચાર્યદેવે સંવર–અધિકારની શરૂઆતમાં તે
ભેદવિજ્ઞાનની પ્રશંસા કરીને તેને અભિનંદ્યું છે.

PDF/HTML Page 8 of 48
single page version

background image
: ૬ : આત્મધર્મ : આસો : ૨૪૯પ
પ્રશ્ન:– છઠ્ઠા–સાતમાગુણસ્થાનવર્તી દિગંબર મુનિ અત્યારે હશે ખરા?
ઉત્તર:– હા; આજે પણ છઠ્ઠા–સાતમા ગુણસ્થાને ઝૂલી રહેલા કરોડો દિગંબર મુનિવરો
આ મનુષ્યલોકમાં સાક્ષાત્ વિચરી રહ્યા છે, તે બધાય પરમેષ્ઠી ભગવંતો છે;
તેમને નમસ્કાર હો.
પ્રશ્ન:– પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ તેમાંથી કયા વેદે મોક્ષ થાય?
ઉત્તર:– ત્રણમાંથી એક્કેય વેદે મોક્ષ ન થાય, વેદરહિત એવી અવેદદશાથી મોક્ષ થાય. વેદ
તે ઉદયભાવ છે તેનાથી મોક્ષ થઈ શકે નહિ, પણ તેના ક્ષયથી મોક્ષ થાય.
વિશેષમાં એટલું સમજવું કે તદ્ભવમોક્ષગામી જીવને અંદરના ભાવવેદમાં
નવમાગુણસ્થાન સુધી ત્રણમાંથી કોઈપણ વેદ સંભવે છે. પણ શરીરના
દ્રવ્યવેદમાં તો તેને પુરુષવેદ જ હોય છે. આ બંને પ્રકારના વેદનો અભાવ થઈને
મોક્ષદશા થાય છે.
દિવાળીનું પર્વ આપણે શા માટે ઉજવીએ છીએ?
આપણા અંતિમ તીર્થંકર શ્રી મહાવીર ભગવાન મોક્ષ પધાર્યા તેની મંગલ યાદી
માટે દીવાળી પર્વ ઉજવાય છે. દીવાળી એ મોજશોખનું પર્વ નથી પણ ‘મોક્ષની
ભાવનાનું’
મહાન પર્વ છે. ૨૪૯પ વર્ષ પહેલાં બિહારપ્રાંતના પાવાપુરીના
ઉદ્યાનમાં મહાવીર પ્રભુ આસો વદ અમાસના વહેલા પરોઢિયે મોક્ષ પધાર્યા; તે
વખતે દીપકોની આવલિ (હારમાળા) વડે ત્યાં મોક્ષનો ઉત્સવ ઉજવાયો. ‘દીપ–
આવલિ’ એટલે દીપાવલિ, તેનો અપભ્રંશ તે દીવાળી. દીવાળી પર્વ એટલે
મોક્ષનું પર્વ.
• શુભરાગ અને પુણ્યના ભાવ તે કષાય છે કે અકષાય?
તે કષાય છે.
તો જે કષાય હોય તેનાથી ધર્મ થાય કે ન થાય?
કષાયથી ધર્મ ન જ થાય; ધર્મ તો અકષાય વીતરાગભાવ છે.
પ્રશ્ન:– આત્માને માટે યુવાનીનો કાળ ક્યો કહેવાય?
ઉત્તર– આત્માની ઉગ્ર આરાધનારૂપ મુનિદશાનો જે કાળ છે તે આત્માના ધર્મને માટે
યુવાનીનો ઉત્તમ કાળ છે. ધર્મની શરૂઆતનો કાળ (એટલે કે ચોથું ગુણસ્થાન)
તે ધર્માત્માનો બાલ્યકાળ છે; અને કેવળજ્ઞાન પ્રગટે તે ધર્મની પ્રૌઢદશા છે. –આ
રીતે ધર્માની ત્રણ દશા છે.

PDF/HTML Page 9 of 48
single page version

background image
: આસો : ૨૪૯પ આત્મધર્મ : ૭ :
• મુંબઈથી શ્રી મૂલચંદભાઈ તલાટીએ ‘દિ. જૈન રત્નત્રયદર્શનના તત્ત્વામૃત’ પ્રત્યે પ્રમોદ
વ્યક્ત કરીને કેટલાક વચનામૃત લખી મોકલ્યા છે, અને આ રીતે અવારનવાર
તેઓશ્રી પોતાનો ઉલ્લાસ તથા તત્ત્વપ્રેમ વ્યક્ત કરે છે. તેઓ લખે છે કે–
• ભૂતાર્થનયના ભાનથી ભવ્યો તરે ભવભ્રમણથી,
વ્યવહારનયના આશ્રયે છૂટે નહીં ભવચક્રથી.
• પર્યાયદ્રષ્ટિએ જીવની પર્યાયમાં અશુદ્ધતા હોવા છતાં, દ્રવ્યદ્રષ્ટિએ શુદ્ધનયથી
આત્મા રાગાદિથી અત્યંત ભિન્ન, અવિનાશી અને મુક્ત છે –એવું ભેદજ્ઞાન
સમ્યગ્દ્રષ્ટિને નિરંતર વર્તે છે. અને મુમુક્ષુને એ જ ઉપાદેય છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વિના નિર્ગ્રંથદશા ઉપલબ્ધ નથી; બાહ્ય–અંતર
નિર્ગ્રંથદશા વગર મુક્તિ નથી. વીતરાગ જૈનદર્શનમાં રત્નત્રયધર્મ જ મોક્ષમાર્ગ છે.
પૂ. ગુરુદેવ અનેક વર્ષોથી અમૃતવાણીની વર્ષા વડે જૈનદર્શનના આવા અપૂર્વ
આધ્યાત્મિક તત્ત્વોનું જ્ઞાન કરાવી રહ્યા છે.
• અમેરિકાના સભ્ય શ્રી મધુબેન જૈન, પોતાના જન્મદિવસ પ્રસંગે ગુરુદેવ પ્રત્યે
ભક્તિ વ્યક્ત કરે છે અને બાલવિભાગના સભ્ય ભાઈ–બહેનો પ્રત્યે શુભેચ્છા
સહિત ૨૮ મી જન્મદિન નિમિત્તે રૂા. ૨૮ મોકલે છે. હજારો માઈલ દૂર, અને
અમેરિકા જેવા દેશમાં રહ્યા છતાં ભારતના ઉત્તમ ધર્મસંસ્કારોને આપણા સભ્યો
ભૂલતા નથી, એ પ્રશંસનીય છે.
• બાલવિભાગની યોજનાઓ અને તેમાં અપાતા ઈનામોના પુસ્તકો વગેરેથી ખુશી
થઈને એક મુમુક્ષુબેન તરફથી રૂા. ૨પ) તથા પાલેજના ઈલાબેન મનસુખલાલ
તરફથી રૂા. ૧પ) અને એક મુમુક્ષુ તરફથી રૂા ૧૦) આવેલ છે ગત માસની
ઈનામી યોજનામાં ભાગ લેનાર ૪૦૦ સભ્યોને “ભગવાન ઋષભદેવ” નું પુસ્તક
મોકલવા માટે આ રકમોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
• જ્ઞાનચક્ષુ :–
પોતાના નિજપરમાત્મતત્ત્વને દેખતાં સાચા જ્ઞાનચક્ષુ ખુલે છે.
જ્ઞાની જ્ઞાનચક્ષુ વડે પોતાના અંતરમાં પરમાત્માને દેખે છે.
• મદ્રાસથી શાંતિભાઈ એમ. ભાયાણી લખે છે કે અમે તા. ૧૨–૧૦–૬૯ ના રોજ બે
બસ કરીને ૯૦ ભાઈબહેનો પોન્નૂરમલાઈ કુંદકુંદપ્રભુની તપોભૂમિનાં દર્શને ગયા
હતા, ને ઘણા જ ઉલ્લાસથી દર્શનભક્તિ કર્યા હતા. ગુરુદેવે યાત્રા વખતે
કુંદકુંદપ્રભુની જે ભક્તિ ગવડાવેલી તે જ ભક્તિ આત્મધર્મમાંથી સૌ મુમુક્ષુઓએ
કરી હતી, ને તે ભક્તિથી સાક્ષાત્ મુનિરાજના દર્શન જેવા ભાવો ઉલ્લસતા હતા;
ગુરુદેવના પ્રતાપે આવી તપોભૂમિની યાત્રા થઈ ને મુનિરાજની ઓળખાણ થઈ
તેથી સૌ પોતાને ધન્ય માનતા હતા ને ભક્તિરસમાં તરબોળ બન્યા હતા. નીચેની
તળેટીમાં નવી મોટી ધર્મશાળા મદ્રાસી મુમુક્ષુભાઈઓ બંધાવી રહ્યા છે, તેનું કામ
ચાલુ છે. જૈનબાળપોથીના તાલીમ ભાષાંતર માટે પ્રયત્ન કરી રહ્યા છીએ.

PDF/HTML Page 10 of 48
single page version

background image
: ૮ : આત્મધર્મ : આસો : ૨૪૯પ
એક હરિજન ભાઈનો ભક્તિભરેલો પત્ર
પૂ. ગુરુદેવના પ્રતાપે આત્મધર્મ દ્વારા અને બાલવિભાગ દ્વારા હરિજન બંધુઓ
પણ કેવા સરસ ધાર્મિક સંસ્કાર મેળવે છે–તે અહીં રજુ થતા તેમના એક પત્ર પરથી
ખ્યાલમાં આવશે. પત્ર લખનાર ભાઈ બગદાણા (તળાજા) ના છે, તેમનું નામ છે
સત્યદેવ જૈન. તેમની સાથે બીજા પણ પચાસ ઉપરાંત ભાઈઓ તત્ત્વજ્ઞાનમાં રસ લઈ
રહ્યા છે. તેઓ લખે છે– ‘પૂજ્ય સ્વામીજીની અથાગ કૃપાથી જે વસ્તુસ્વરૂપ સમજાયું છે
તે તો અપૂર્વ છે; જેના લક્ષે પુરુષાર્થ સિદ્ધ કરી સ્વરૂપમાં રમણતા વધારી, જ્ઞાનીઓ જે
મોક્ષમાર્ગે જઈ રહ્યા તે જ માર્ગે આજે ભારતભરના મુમુક્ષુઓ વિચરી રહ્યા છે. તે
માર્ગને શાંતિનો કે સુખનો માર્ગ કહી શકાય. તેવા માર્ગે ચાલતાં શીખવી આજે
અધ્યાત્મયોગી શ્રી પૂ. કાનજી સ્વામીએ જૈનસમાજ ઉપર તો મહાન ઉપકાર કર્યો છે.
તેમજ અમારા હરિજનકુળમાં પણ પૂજ્ય સ્વામીજીના પ્રવચનો દ્વારા ઘણા ભક્તો એ જ
માર્ગે આગળ વધી રહ્યા છે. અમારા હરિજનકૂળમાં પણ ગુરુદેવનો મહાન ઉપકાર છે.
આજે પંચમકાળમાં મનુષ્યને પોતાના કર્તવ્યની ખબર નથી; પોતાનું કર્ત્તવ્ય શું હોઈ શકે
તેનો વિચાર જીવે કદી કર્યો નથી. આજે પૂજ્ય સ્વામીજીની અથાગ કૃપાથી પોતાના
નિજસ્વરૂપની ઓળખાણ કરી સ્વઘરમાં વસી ભક્તો જૈનમાર્ગે જઈ રહ્યા છે, તે બદલ
ધન્યવાદ. –શ્રી સત્યદેવ જૈન અને બીજા ભક્તો.
(આ હરિજન ભક્તો સોનગઢથી વીતરાગી જૈનસાહિત્ય મંગાવીને પ્રેમપૂર્વક
તેનો અભ્યાસ કરે છે. હરિજન હોવા છતાં હરિના સાચા માર્ગ પ્રત્યે–વીતરાગમાર્ગ પ્રત્યે
તેઓ આકર્ષાયા–તે ખરેખર તેમનું મહાન ભાગ્ય છે. આ સિવાય ઉમરાળાના અનેક
હરિજન ભાઈઓ પણ તત્ત્વજ્ઞાનમાં રસ લઈ રહ્યા છે) તે સૌને ધન્યવાદ. (સંપાદક)
(હરિજન ભાઈના આ પત્ર ઉપરથી એ પણ ખ્યાલ આવશે કે બાલવિભાગને
લગતા સાહિત્યના વિકાસની કેટલી જરૂર છે!)
• રાજકોટથી સ. નં. ૨૨૭૨ રૂપાબેન જૈન લખે છે કે–પૂ. ગુરુદેવના પ્રતાપે
રાજકોટમાં અમ બાલમિત્રો માટે પાઠશાળા શરૂ થઈ છે; ત્યાં ધર્મ શીખવા માટે જાઉં છું;
અભ્યાસમાં બહુ રસ આવે છે ને રોજ ભગવાનના દર્શન પણ થાય છે. ભગવાનના
દર્શન કઈ રીતે કરવા તે અમને શીખડાવે છે; તેમજ જીવ કોને કહેવાય ને અજીવ કોને
કહેવાય તે પણ હવે ખબર પડે છે. અમને ભણવામાં બહુ મજા આવે છે.
(બીજા ગામના આગેવાનો બાળકોને આવું ભણતર ક્યારે આપશે?)
• સિદ્ધપર્યાયને અને દ્રવ્યસામાન્યને એક સમયનો તાદાત્મ્ય સંબંધ છે.
• ગુણ–ગુણીને નિત્ય તાદાત્મ્ય સંબંધ છે.
• જ્ઞાનને અને રાગને તાદાત્મ્યસંબંધ નથી પણ ભિન્નતા છે.

PDF/HTML Page 11 of 48
single page version

background image
: આસો : ૨૪૯પ આત્મધર્મ : ૯ :
ભેદજ્ઞાનની અચ્છિન્ન ધારા (સમયસાર કળશ ૧૨૭ ના પ્રવચનમાંથી)
શ્રી ગુરુ કહે છે કે આત્માનો અનુભવ કરવાનો આ મોકો છે.
• રાગથી જુદા પડેલા જ્ઞાનવડે આત્માનો અનુભવ થાય છે. ભિન્ન લક્ષણ જાણીને
ભેદજ્ઞાનવડે આવો અનુભવ કરવો તે સંવરધર્મ છે.
• રાગવડે શુદ્ધઆત્મા અનુભવમાં નથી આવતો, રાગથી જુદા જ્ઞાનવડે એટલે કે
ભેદજ્ઞાનવડે શુદ્ધઆત્મા અનુભવમાં આવે છે.
• રાગની ધારાથી જુદી એવી પવિત્ર જ્ઞાનધારાવડે જે અછિન્નપણે આત્માને અનુભવે
છે તે શુદ્ધઆત્માને પ્રાપ્ત કરે છે એટલે કે શુદ્ધ જ્ઞાન–આનંદમય દશા તેને પ્રગટે છે.
• શુદ્ધઆત્મામાં રાગાદિ ભાવો નથી, એટલે શુદ્ધઆત્માના અનુભવમાં રાગાદિ ભાવો
પ્રગટતા નથી.
શુદ્ધઆત્મા જ્ઞાન–આનંદથી ભરેલો છે, એટલે શુદ્ધઆત્માના અનુભવમાં જ્ઞાન–આનંદના
ભાવો જ પ્રગટે છે.
• જ્યાં જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કર્યો ત્યાં રાગની અનાદિની સંતતિ તૂટી,
રાગથી જ્ઞાન જુદું પડી ગયું, એટલે મિથ્યાત્વની ધારા (જે અનાદિની અછિન્ન હતી
તે) છિન્ન થઈ ગઈ, અને રાગથી જુદી એવી અપૂર્વ જ્ઞાનધારા પ્રગટી; તે
અછિન્નધારાએ શુદ્ધઆત્માને અનુભવતી થકી કેવળજ્ઞાન લેશે.
• જેમ પર્વત ઉપર વીજળી પડી ને બે કટકા થયા તે પાછા સંધાય નહીં; તેમ
શુદ્ધઆત્માના નિર્વિકલ્પ અનુભવરૂપી વીજળી પડી ને રાગ તથા જ્ઞાનની એકતા
તૂટીને બે કટકા થયા, તે ફરીને એક થાય નહીં. રાગ અને જ્ઞાનનું ભેદજ્ઞાન થયું તેને
રાગ સાથે એકતાબુદ્ધિ થાય નહીં. આવા ભેદજ્ઞાનની અચ્છિન્નધારાવડે કેવળજ્ઞાન
થાય છે.
• ભેદજ્ઞાન વગર રાગનો જ અનુભવ કરી કરીને જીવ દુઃખી થયો છે. ભેદજ્ઞાનવડે
રાગથી ભિન્ન જ્ઞાનનો અનુભવ કરતાં જ જીવ આનંદિત થાય છે. તેથી કહ્યું કે–
‘આત્મા ઉપયોગસ્વરૂપ જ રહ્યો છે, રાગરૂપ થઈ ગયો નથી.’ –આવું ભેદજ્ઞાન
કરીને

PDF/HTML Page 12 of 48
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : આસો : ૨૪૯પ
હે સત્પુરુષો! તમે પ્રસન્ન થાઓ....આનંદિત થાઓ. ભેદજ્ઞાન યતાંવેંત આનંદસહિત
આત્માનો અનુભવ થાય છે. આવો અનુભવ તે મોક્ષનું કારણ છે.
• હે જીવ! પ્રજ્ઞાછીણીવડે એકવાર રાગને મારી નાંખ ને જ્ઞાનને જીવતું કર. રાગ સાથે
એકતાબુદ્ધિથી તારું ભાવમરણ થાય છે, તે ભાવમરણથી બચવા માટે રાગને મારી
નાંખ એટલે કે તેને આત્માથી જુદો કરી નાંખ; રાગ સાથે એકતા કરનારો જે
મિથ્યાત્વરૂપી યોદ્ધો, તેને ભેદજ્ઞાનરૂપી બાણ વડે મારી નાંખ ને ઉપયોગસ્વરૂપ
આત્માને જીવતો કર, –શ્રદ્ધામાં લે, અનુભવમાં લે.
• ધ્રુવ ચિદાનંદસ્વભાવ તરફ વળેલું ધારાવાહીજ્ઞાન શુદ્ધઆત્માને અનુભવતું થકું
નિજસ્વરૂપમાં વિશ્રામ કરે છે. આત્મ–આરામ એટલે આત્માનો બાગ, આત્માના
આનંદનો બગીચો, તેમાં લીન થઈને જ્ઞાન શુદ્ધઆત્માને અનુભવે છે. –આવા
અનુભવનું નામ સંવર છે; તેમાં રાગાદિનો અભાવ છે, કર્મનો અભાવ છે.
• આરામ કહો કે આનંદ કહો, તે આત્માના અનુભવમાં પ્રગટ થાય છે. શુભાશુભ
પરભાવો તે તો થાક છે, દુઃખ છે, તેમાં જીવને આરામ નથી, શાંતિ નથી. રાગથી
પાર એવું જે ચૈતન્યસ્વરૂપ તેમાં નિશ્ચલ રહેનારું ધારાવાહી જ્ઞાન, તે જ આત્મ–
આરામમાં કેલિ કરનારું છે; તેમાં જ શાંતિ ને આનંદ છે.
•અતીન્દ્રિય ચૈતન્યનો સ્પર્શ કરતાં એટલે કે અનુભવ કરતાં રાગાદિ વિભાવો રોકાઈ
જાય છે; એટલે પર–પરિણતિ દૂર થઈને શુદ્ધ જ્ઞાનપરિણતિ પ્રગટે છે; તે સ્વસન્મુખ
પરિણતિ શુદ્ધઆત્માને જ પ્રાપ્ત કરે છે, રાગનો અંશ પણ તેમાં નથી.
• ભાઈ, આવા આત્માનો અનુભવ કરવાનો આ મોકો છે, અવસર છે; માટે તું
વિભાવથી વિમુખ થઈને સ્વભાવની સન્મુખ થા; ધારાવાહી ભેદજ્ઞાનનો ઉદ્યમ કર.
• જેમ શાશ્વતી ગંગાનદીનો પ્રવાહ અચ્છિન્નધારાએ સદાય ચાલ્યા કરે છે તેમ
ભેદજ્ઞાનરૂપી પવિત્ર ગંગા નદીનો જે પ્રવાહ ચૈતન્યના પહાડમાંથી નીકળ્‌યો તે
અચ્છિન્નધારાએ કેવળજ્ઞાનસમુદ્રમાં જઈને ભળશે. –આવું ધારાવાહી ભેદજ્ઞાન
પ્રગટ કરવું તે અપૂર્વ છે, તે જ કરવા જેવું છે. આવી ભેદજ્ઞાનધારા જીવને આનંદ
પમાડનારી છે.
• એકલા શુદ્ધાત્માને સ્વજ્ઞેયપણે પકડીને નિર્વિકલ્પ ઉપયોગ ધારાવાહીપણે ટકી રહે તો
અંતર્મુહૂર્તના અલ્પકાળમાં કેવળજ્ઞાન પામી જાય. અને નીચલી દશામાં સાધકને

PDF/HTML Page 13 of 48
single page version

background image
: આસો : ૨૪૯પ આત્મધર્મ : ૧૧ :
ઉપયોગની નિર્વિકલ્પધારા ચાલુ રહેતી નથી પણ ભેદજ્ઞાનની અખંડધારા ચાલુ
રહે છે, સવિકલ્પદશામાંય તેને ભેદજ્ઞાનની ધારા તો ચાલુ જ છે; આ રીતે
અચ્છિન્ન ભેદજ્ઞાનધારા વડે અલ્પકાળમાં આત્માની પૂર્ણ શુદ્ધતા પ્રગટ કરીને
કેવળજ્ઞાન થાય છે.
• સમ્યગ્દ્રષ્ટિ કાંઈ સદાય નિર્વિકલ્પ અનુભવમાં ન રહી શકે; પરંતુ સવિકલ્પ દશા
વખતેય તેનું સમ્યગ્દર્શન કે ભેદજ્ઞાન ખસે નહિ. શુભ કે અશુભ વખતેય તે શુભ–
અશુભથી જુદી એવી જ્ઞાનધારા તેને વર્તે જ છે; શુભાશુભ વખતે કાંઈ જ્ઞાનધારા
તૂટી જતી નથી, કે જ્ઞાનધારા પોતે મેલી થઈ જતી નથી. શુભાશુભ વખતે જ
તેનાથી ભિન્ન શુદ્ધઆત્માનું જ્ઞાન વર્તે છે, તે કાંઈ અજ્ઞાન થઈ જતું નથી. –આવી
અવિચ્છિન્ન જ્ઞાનધારા તેનું નામ ધર્મ છે, ને તે સંવર તથા મોક્ષમાર્ગ છે.
ભાવયેત્ ભેદવિજ્ઞાનં
ઈદં અચ્છિન્નધારયા;
તાવત્ યાવત્ પરાત્ચ્યુત્વા
જ્ઞાનં જ્ઞાને પ્રતિષ્ઠતામ્!

આ ભેદવિજ્ઞાનને અચ્છિન્નધારાએ
ત્યાંસુધી ભાવો કે જ્યાંંસુધી પરથી ભિન્ન
થઈને જ્ઞાન જ્ઞાનમાં જ સ્થિર થઈ જાય.
આત્મધર્મનો આગામી અંક, એટલે કે નવા વર્ષ નો પહેલો અંક કારતક માસમાં
(તા. ૧પ–૧૧–૬૯ ના રોજ) પોસ્ટ કરવામાં આવશે. દીવાળીનો ને નૂતનવર્ષનો
મંગલ સન્દેશ મેળવવા આપનું લવાજમ વેલાસર ભરી દેશોજી. કારતક માસ
પછીના અંકો પણ એ જ રીતે દર મહિને પંદરમી તારીખે પ્રગટ થતા રહેશે.
આત્મધર્મના આ સાલના ભેટપુસ્તક (જ્ઞાનચક્ષુ કે વીતરાગવિજ્ઞાન) માટેના કૃપનો
જેમની પાસે હોય તેમણે તે ભેટકુપનના પુસ્તકો દીવાળી પહેલાં (તા. ૯–૧૧–૬૯
સુધીમાં) મેળવી લેવાની વ્યવસ્થા કરવી; ત્યાર પછી તે ભેટપુસ્તકો આપવાનું બંધ
થશે.

PDF/HTML Page 14 of 48
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : આસો : ૨૪૯પ
વીતરાગવિજ્ઞાન–પ્રશ્નોત્તરી
(ગતાંકથી ચાલુ)
૩૭૩. કીડી સાકર ખાતી હોય તે વખતે
સુખી છે કે દુઃખી?
દુઃખી.
૩૭૪. અજ્ઞાની દેવો સ્વર્ગમાં અમૃતનો
સ્વાદ લેતા હોય તે વખતે સુખી છે કે
દુઃખી?
દુઃખી.
૩૭પ. જીવ સુખી ક્યારે?
સ્વભાવની નીરાકુળતાનો સ્વાદ લ્યે
ત્યારે.
૩૭૬. સિદ્ધભગવંતોને બાહ્ય વિષયો
વગર જ સુખ કેમ છે.
કેમકે સુખ આત્મામાંથી અનુભવાય છે,
વિષયોમાંથી નહીં.
૩૭૭. બાહ્ય પદાર્થોને ભોગવવા કોણ
ઈચ્છે? જે ઈચ્છાથી દુઃખી હોય તે.
૩૭૮. મોક્ષમાં સિદ્ધભગવાન શું કરે?
પોતાના આનંદને ભોગવે; પરનું કાંઈ
ન કરે.
૩૭૯. સંસારી જીવો શું કરે છે?
અજ્ઞાન અને રાગ–દ્વેષ કરીને દુઃખને
ભોગવે છે.
૩૮૦. ધર્મથી તીર્થંકરપ્રકૃતિ બંધાય છે?
ના; ધર્મીને તે રાગથી બંધાય, ધર્મથી
નહીં.
૩૮૧. જીવને લાભ કેટલો?
સમ્યગ્દર્શનપૂર્વક જેટલી વીતરાગતા થઈ
તેટલો?
૩૮૨. મુક્તજીવો એકબીજામાં ભળી જાય છે?
ના; દરેક જીવ જુદો પોતપોતાના
સ્વરૂપમાં જ રહે છે.
૩૮૩. ઈશ્વર એટલે કોણ? ઈશ્વર કેટલા?
જે આત્માને પૂર્ણ શક્તિ પ્રગટી તે
ઈશ્વર; ઈશ્વર અનંતા છે.
૩૮૪. આ આત્મા ઈશ્વર થઈ શકે?
હા; ‘સર્વ હજી છે સિદ્ધસમ, જે સમજે તે
થાય.’
૩૮પ. મોક્ષના અતીન્દ્રિયસુખને ઓળખતાં
શું થાય?
પોતામાં પણ તેવા અતીન્દ્રિયસુખનો
સ્વાદ આવે.
૩૮૬. ઈન્દ્રિયજ્ઞાન વડે મોક્ષસુખને
ઓળખી શકાય?
ના.
૩૮૭. શુભરાગને મોક્ષનું સાધન બનાવવા
માંગે તો?
–તો તેને મોક્ષની, કે મોક્ષના સાચા
ઉપાયની ખબર નથી.
૩૮૮. જીવે પૂર્વે કદી શેનું સેવન નથી
કર્યું? સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનું.
૩૮૯. શુક્લલેશ્યા ને શુક્લધ્યાન એમાં શું ફેર?
શુક્લલેશ્યા અજ્ઞાનીનેય હોય,
શુક્લધ્યાન મુનિને જ હોય.

PDF/HTML Page 15 of 48
single page version

background image
: આસો : ૨૪૯પ આત્મધર્મ : ૧૩ :
૩૯૦. શુક્લ કે કૃષ્ણ લેશ્યાપરથી જ્ઞાની–
અજ્ઞાનીનું માપ થઈ શકે?
ના; લેશ્યા શુક્લ છતાં અજ્ઞાની પણ
હોય, લેશ્યા કૃષ્ણ છતાં જ્ઞાની પણ
હોય.
૩૯૧. કુદેવ–કુગુરુ–કુધર્મના સેવનથી શું
થાય?
જીવનું ઘણું જ અહિત થાય; મિથ્યાત્વ
પુષ્ટ થાય.
૩૯૨. કુગુરુ કોના જેવા છે?
પત્થરની નૌકા જેવા; પોતે ડુબે ને
એનો આશ્રય લેનાર પણ ડૂબે.
૩૯૩. કલ્યાણનું મૂળ શું છે?
સાચા દેવ–ગુરુ–ધર્મને ઓળખીને તેનું
સેવન કરવું તે.
૩૯૪. જૈનધર્મનું ગુરુપદ કેવું છે?
અહા, એ તો મહાન પવિત્ર પરમેષ્ઠીપદ
છે, નિર્ગ્રંથ છે.
૩૯પ. તે ગુરુ શું કરે છે?
શુદ્ધરત્નત્રયથી આત્માના આનંદને
અનુભવે છે.
૩૯૬. શું કુગુરુઓ જીવને ડુબાડે છે?
ના; પોતાના મિથ્યાભાવથી જ જીવ
ડુબે છે.
૩૯૭. રાગથી ધર્મ મનાવે તે મહાવીરના
માર્ગમાં છે?
ના; મહાવીરનો માર્ગ તો વીતરાગ છે.
૩૯૮. વીતરાગ અરિહંતદેવેને ખરા
નમસ્કાર ક્યારે થાય?
રાગનો રસ છોડીને વીતરાગભાવને
આદરે ત્યારે.
૩૯૯. અરિહંત પરમાત્માની સાચી સ્તુતિ
કોણ કરી શકશે? સમ્યગ્દ્રષ્ટિ.
૪૦૦. મિથ્યાદ્રષ્ટિજીવ અરિહંતની સાચી
સ્તુતિ કેમ નહિ કરી શકે?
કેમકે અરિહંતના સાચા સ્વરૂપને તે
ઓળખતો નથી.
૪૦૧ અરિહંતનું સાચું સ્વરૂપ ક્યારે
ઓળખાય?
રાગથી જુદો પડી, પોતાના શુદ્ધસ્વરૂપ
તરફ વળે ત્યારે.
૪૦૨ મહાવીર ભગવાન રાગથી ધર્મ
માનતા હતા?
ના.
૪૦૩. તો જે રાગને ધર્મ માને તે
મહાવીરને માને છે?
ના.
તો મહાવીરને કોણ માને છે?
વીર થઈને વીતરાગમાર્ગને જે સાધે તે.
૪૦પ. જૈનસાધુઓ વસ્ત્ર પહેરે?
ના.
૪૦૬. વસ્ત્રવાળા સાધુ માનીએ તો શું
વાંધો?
તો ગૃહીતમિથ્યાત્વ, અને કુગુરુસેવનનો
દોષ લાગે.
૪૦૭. શ્રેણીકરાજાએ નરકનું આયુષ્ય કેમ
બાંધ્યું?
મિથ્યાદ્રષ્ટિપણે નિર્ગ્રંથ મુનિ પર ઉપસર્ગ
કર્યો તેથી.

PDF/HTML Page 16 of 48
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : આસો : ૨૪૯પ
૪૦૮. શ્રેણીકરાજાએ તીર્થંકર નામકર્મં
ક્યારે બાંધ્યું?
સમ્યગ્દ્રષ્ટિપણે જ્યારે વીર પ્રભુના
ચરણોમાં દર્શનશુદ્ધિ વગેરે ભાવના
ભાવી ત્યારે.
૪૦૯. કુગુરુ આવે તો શું કરવું?
તો જાણવું કે આ સાચા ગુરુ નથી.
૪૧૦. પણ સામાને દુઃખ લાગે તો?
એના ભાવ એની પાસે રહ્યા, એમાં
તારે શું? તું સમ્યક્ ભાવવડે તારું હિત
કરી લે.
૪૧૧. દિગંબરમનુષ્ય પણ કુગુરુ હોય?
હા, જૈનધર્મથી વિરુદ્ધ પ્રરૂપણા કરે તો
તે પણ કુગુરુ.
૪૧૨. આવી વાત શા માટે કરો છો?
સત્ય સમજીને જીવ પોતાનું હિત કરે તે
માટે.
૪૧૩. ભગવાન ભક્તોને તારે ને
રાક્ષસોને હણે–એ ખરૂં?
ના; એવા રાગ–દ્વેષનાં કાર્ય ભગવાન
કરે નહીં.
૪૧૪. રામચંદ્રજી અને હનુમાનજી તેઓ
ભગવાન હતા?
હા; તેઓ સર્વજ્ઞવીતરાગ થઈને મોક્ષ
પામ્યા છે.
૪૧પ. રામ અને હનુમાનને પૂજી શકાય?
હા, તેમને વીતરાગસ્વરૂપે ઓળખીને
પૂજાય.
૪૧૬. અરિહંત ભગવાનને કોઈ
દોષવાળા માને તો?
તો કાંઈ ભગવાન દોષિત થઈ જતા
નથી પણ તે જીવને મિથ્યાત્વ થાય છે.
૪૧૭. દેવ એટલે કોણ?
દેવ એટલે સર્વજ્ઞ–વીતરાગ પદને
પામેલા ભગવાન.
૪૧૮. પૂર્ણ સુખ ક્યાં હોય?
પૂર્ણ સુખ તો વીતરાગતા ને સર્વજ્ઞતામાં
જ હોય.
૪૧૯. સર્વજ્ઞ–વીતરાગદેવે શું બતાવ્યું?
આત્માનો સર્વજ્ઞસ્વભાવ અને
વીતરાગી મોક્ષમાર્ગ બતાવ્યો.
૪૨૦. ભવનાં દુઃખથી જેઓ ડરતા હોય
તેણે શું કરવું?
કુમાર્ગ છોડીને સર્વજ્ઞદેવના વીતરાગ
માર્ગને સેવવો.
૪૨૧. જિનપ્રતિમા કેવી કીધી છે.?
જિનપ્રતિમા જિનસારખી, ભાખી
આગમમાંય’
૪૨૨. આખા જગતને જાણે પણ કરે નહિ
કોઈનું–એ કોણ? સર્વજ્ઞદેવ.
૪૨૩. સર્વજ્ઞ–વીતરાગદેવને છોડીને મોહી
જીવોને કોણ ભજે?
જે તીવ્ર મોહી હોય તે.
૪૨૪. સર્વજ્ઞદેવે કહેલી વસ્તુ કેવી છે?
અનેકાન્તરૂપ; દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ
છે.
૪૨પ. સાચું જ્ઞાન કયું છે?
જ્ઞાન અને રાગની ભિન્નતાનું જ્ઞાન તે
જ સાચું જ્ઞાન છે.

PDF/HTML Page 17 of 48
single page version

background image
: આસો : ૨૪૯પ આત્મધર્મ : ૧૫ :
૪૨૬. મતિશ્રુતજ્ઞાન ને કેવળજ્ઞાન
બંનેની જાત કેવી છે?
બંનેની જાત સરખી છે; બંને રાગ
વગરનાં છે.
૪૨૭. શાસ્ત્રોનું ભણતર સાચું ક્યારે?
પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરે
ત્યારે.
૪૨૮. જ્ઞાનચેતના ક્યારે જાગે?
જ્ઞાનસ્વરૂપનો અનુભવ કરે ત્યારે.
૪૨૯. જૈનશાસ્ત્રોનો સાર શું?
જ્ઞાનનો અનુભવ અર્થાત્ વીતરાગ–
વિજ્ઞાન
૪૩૦. મોક્ષમાર્ગમાં વચ્ચે વ્યવહાર
આવે–તે કેવો છે?
તે જાણવા યોગ્ય છે, આદરવાયોગ્ય
નથી.
૪૩૧. આદરવાયોગ્ય શું છે?
પરમ જ્ઞાયકભાવ.
૪૩૨. આહારદાનથી મોક્ષ મળે?
ના; તેનું ફળ પુણ્ય છે, મોક્ષ નહીં.
૪૩૩. મોક્ષ શેનાથી મળે?
શુદ્ધ રત્નત્રયથી.
૪૩૪. ઓળખ્યા વગર અરિહંતદેવને
માને તો?
ઓળખ્યા વગર મિથ્યાત્વ ન છૂટે ને
સાચું હિત ન થાય.
૪૩પ. ધર્મીજીવ પોતાની પ્રસિદ્ધિ શેમાં
કરે છે?
પોતાની નિર્મળપર્યાયમાં, તે બહારની
પ્રસિદ્ધિને ચાહતા નથી.
૪૩૬. ચારિત્રવંત મુનિરાજ કેવા છે?
તે સિદ્ધપ્રભુના પાડોશી છે.
૪૩૭. મુમુક્ષુ જીવ શું કરે છે?
અનુભવ માટે નિજસ્વરૂપને અંતરમાં
વારંવાર વિચારે છે.
૪૩૮. અત્યારે શેનો અવસર છે?
આત્માનું હિત કરવાનો આ ઉત્તમ
અવસર છે.
૪૩૯. જીવને પરમ સુખ ક્યારે થાય?
સિદ્ધપદને પ્રગટ કરે ત્યારે.
૪૪૦. બીજી ઢાળના અંતમાં શું
ભલામણ કરી છે?
अब आतम के हितपंथ लाग ।
આપના ઘરની શોભા!
માત્ર નજીવા ખર્ચમાં આપ આપના ઘરને શોભાવવા
માંગો છો? હા.....તો ચાર રૂા. લવાજમ મોકલીને આત્મધર્મ
મંગાવો, અને પછી જુઓ કે એક વર્ષ સુધી ઉત્તમ ધાર્મિક–
સંસ્કાર વડે તમારું ઘર કેવું શોભી ઊઠે છે!

PDF/HTML Page 18 of 48
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : આસો : ૨૪૯પ
સમ્યક્ત્વના આચરણરૂપ ચારિત્ર–તે પ્રથમ ચારિત્ર છે.
(અષ્ટપ્રવચન બીજા ભાગમાંથી એક ઉપયોગી પ્રકરણ)
ચારિત્રપ્રાભૃતમાં શ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે કે રત્નત્રયની શુદ્ધતાને માટે બે
પ્રકારનું ચારિત્ર છે. તે બે પ્રકાર કયા?–
जिणणाणदिठ्ठिसुद्धं पढमं सम्मत्तचरणचारित्तं।
विदियं संजमचरणं जिणणाणसंदेसियं तं पि।।५।।
પ્રથમ તો સમ્યક્ત્વના આચરણરૂપ ચારિત્ર છે–તે જિનદેવના જ્ઞાનદર્શનશ્રદ્ધાન
વડે શુદ્ધ છે. બીજું સંયમના આચરણરૂપ ચારિત્ર છે–તે પણ જિનદેવના જ્ઞાનવડે દર્શાવેલું
શુદ્ધ છે. સર્વજ્ઞભગવાને જેવું તત્ત્વનું સ્વરૂપ કહ્યું છે તેના જ્ઞાન–શ્રદ્ધાનપૂર્વક નિઃશંકતાદિ
ગુણસહિત જે શુદ્ધ સમ્યગ્દર્શન પ્રગટે તેનું નામ સમ્યક્ત્વનું આચરણ છે. એવા
સમ્યક્ત્વપૂર્વક સંયમની આરાધના તે ચારિત્રનું આચરણ છે. આવા બંને આચરણ તે
રત્નત્રયની શુદ્ધીનું કારણ છે. આમ જાણીને શું કરવું?–
एवं चिय णाऊण य सव्वे मिच्छत्तदोष संकाइ।
परिहरि सम्मत्तमला जिणभणिया तिविहजोएण।।६।।
ભગવાને કહેલા પૂર્વોક્ત બે પ્રકારનાં ચારિત્રને જાણીને મિથ્યાત્વ અને શંકાદિ
દોષો તેમજ સમ્યક્ત્વને મલિન કરનારા અતિચાર–દોષો તેને ત્રિવિધયોગે છોડીને,
સમ્યક્ત્વનું આચરણ કરવું. તે દોષો દૂર થતાં નિઃશંકતા વગેરે આઠ ગુણ સહિત
સમ્યક્ત્વ–આચરણ પ્રગટ થાય છે. મોક્ષમાર્ગનું આ પહેલું આચરણ છે.
तं चैत्र गुणविसुद्धं जिनसम्यक्त्वं सुमोक्षस्थानाय।
तत् चरति ज्ञानयुक्तं प्रथमं सम्यक्त्वचरणचारित्रम्।।८।।
નિઃશંકતાદિ ગુણોથી વિશુદ્ધ એવું જે જિન સમ્યક્ત્વ, તેનું યર્થાથ જ્ઞાનસહિત
આચરણ કરવું તે સમ્યક્ત્વ–આચરણ છે; ઉત્તમ મોક્ષસ્થાનની પ્રાપ્તિ માટે પ્રથમ આ
સમ્યક્ત્વ–આચરણ ચારિત્ર છે. –આ રીતે મોક્ષમાર્ગમાં સમ્યગ્દર્શનની પ્રધાનતા છે.

PDF/HTML Page 19 of 48
single page version

background image
: આસો : ૨૪૯પ આત્મધર્મ : ૧૭ :
આવા સમ્યક્ત્વ–આચરણ સહિત જે સુવિશુદ્ધ સંયમનું આચરણ કરે છે તે
અમૂઢદ્રષ્ટિવંત જ્ઞાની અલ્પકાળમાં નિર્વાણને પામે છે. પરંતુ સમ્યક્ત્વના આચરણથી જે
ભ્રષ્ટ છે એવો અજ્ઞાની મૂઢ જીવ વ્રતાદિ શુભરાગરૂપ સંયમનું આચરણ કરે તો પણ
નિર્વાણને નથી પામતો. મિથ્યાત્વાદિ મોહનો જેને અભાવ હોય એવા જીવને જ ત્રણ
ભાવરૂપ રત્નત્રયની શુદ્ધતા હોય છે, અને નિજગુણને આરાધતો થકો તે અલ્પકાળમાં
કર્મનો પરિહાર કરે છે. આ રીતે સમ્યક્ત્વનું આચરણ કરનાર ધીરપુરુષો સંખ્યાત–
અસંખ્યાત ગુણી નિર્જરા કરીને, સંસારદુઃખોનો ક્ષય કરે છે ને મોક્ષપદ પામે છે. માટે
આવા સમ્યગ્દર્શનની આરાધના કરવી તે જિનભગવાનના ઉપદેશનો સાર છે.
ભગવાનના ઉપદેશને ‘સમ્યક્ત્વપ્રધાનઉપદેશ’ કહેવાય છે. ચારિત્રપ્રાભૃતમાં શ્રી
કુંદકુંદપ્રભુએ સમ્યક્ત્વ–આચરણ અને સંયમ–આચરણ એમ બે પ્રકારનાં આચરણની જે
વાત કરી છે તે વાત શ્રી તારણસ્વામીએ પણ શ્રાવકાચારમાં લીધી છે; તેમણે પણ
વારંવાર સમ્યગ્દર્શનની પ્રધાનતા વર્ણવી છે.
સમ્યગ્દર્શન પોતે પોતાના અનુભવરૂપ છે. સમ્યગ્દર્શનમાં સહજરૂપ
નિજતત્ત્વસ્વયં અનુભવાય છે; તે અનુભવ પોતાથી થાય છે; તેમાં કોઈ બીજાનું
આલંબન નથી, વિકલ્પ નથી. વાહ! જુઓ આ સમ્યગ્દર્શનનો મહિમા! સમ્યગ્દર્શન થતાં
જગતની સર્વોત્કૃષ્ટ નિધિ પ્રાપ્ત થઈ. બુદ્ધિમાનોએ પ્રથમ ઉપદેશ સમ્યક્ત્વનો કરવો
જોઈએ. સમ્યગ્દર્શન પહેલાં વ્રતાદિ હોય નહીં. આત્માર્થી જીવોએ પોતાના હિતને માટે
પહેલાં આત્માની ઓળખાણનો પ્રયત્ન કરવો તથા તેનો ઉપદેશ સાંભળવો.
સમ્યગ્દર્શનવડે શુદ્ધાત્માને અનુભવમાં લઈને પછી તેમાં એકાગ્ર થતાં શ્રાવકધર્મ કે
મુનિધર્મ હોય છે; સમ્યગ્દર્શન વગર શ્રાવકધર્મ કે મુનિધર્મ હોય નહીં. માટે
શુદ્ધસમ્યક્ત્વનો મહિમા વારંવાર ઘૂંટવા જેવો છે; સમ્યક્ત્વ જ ધર્મનું મૂળ છે. પણ લોકો
સમ્યક્ત્વને ભૂલીને રાગની ક્રિયામાં ને બહારમાં ધર્મ માનીને રોકાઈ ગયા છે.
આચાર્યદેવ કહે છે કે જે ગૃહસ્થ નિર્દોષ સમ્યક્ત્વનું પાલન કરે છે તે ધન્ય છે.
સમ્યગ્દર્શનની સાથે ધર્મીને જે નિઃશંકતાદિ આઠ અંગ છે તે જ તેનું ચારિત્ર છે,
તેને સમ્યક્ત્વનું આચરણ કહેવાય છે:–
• જિનવચનમાં કહેલા વસ્તુસ્વરૂપમાં ધર્મીને કદી શંકા થતી નથી, એ નિઃશંકતા
અંગ છે. નિઃશંક હોવાથી સાત પ્રકારના ભયવડે પણ તે નિજસ્વરૂપની શ્રદ્ધાથી
ડગતા નથી, તેથી નિર્ભય છે. (૧)

PDF/HTML Page 20 of 48
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : આસો : ૨૪૯પ
• તેને ભોગોની આકાંક્ષા નથી તેથી તે નિષ્કાંક્ષ છે. (૨)
• ધર્મ અને ધર્માત્માઓ પ્રત્યે તેને ગ્લાનિ નથી તેથી તે નિર્વિચિકિત્સ છે. (૩)
• દેવ ગુરુ–ધર્મમાં કે વસ્તુસ્વરૂપમાં તેને મૂઢતા નથી તેથી તે અમૂઢદ્રષ્ટિવંત છે. (૪)
• ધર્માત્માના દોષને ગૌણ કરીને ઉપગૂહન કરે છે ને ગુણની વૃદ્ધિ કરે છે તેથી તે
ઉપગૂહનગુણસહિત છે. (પ)
• પોતાને તેમજ બીજા ધર્માત્માને ધર્મની ડગવા દેતો નથી પણ ધર્મમાં સ્થિર કરે છે,
એવું સ્થિતિકરણ અંગ છે. (૬)
• રત્નત્રયધર્મ અને ધર્માત્માઓ પ્રત્યે વિશેષ પ્રીતિરૂપ વાત્સલ્ય છે. (૭)
• પોતાની શક્તિ મુજબ ધર્મનો મહિમા પ્રગટ કરીને તેની પ્રભાવના કરે છે. (૮)
–પોતાના શુદ્ધઆત્માની અનુભૂતિસહિત આવા આઠ અંગોનું પાલન કરવું તે
સમ્યક્ત્વનું આચરણ છે. ચોથા ગુણસ્થાને ધર્મીને આવા સમ્યક્ત્વ–આચરણરૂપ પ્રથમ
ચારિત્ર હોય છે. ત્યારપછી નિજસ્વરૂપમાં ઠરતાં મુનિદશારૂપ વીતરાગભાવ ખીલે ત્યારે
સંયમના આચરણરૂપ બીજું ચારિત્ર હોય છે. –આવા બંને ચારિત્ર તે મોક્ષનું કારણ છે.
મુનિધર્મ કે શ્રાવકધર્મ બંનેમાં સમ્યગ્દર્શન તો મુખ્ય હોય જ છે. તે સમ્યગ્દર્શન
શાશ્વતસ્વભાવના આશ્રયે થયેલું છે; સમ્યગ્દ્રષ્ટિનાં પરિણામ શુદ્ધ જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવમય
હોય છે. આવા શુદ્ધસ્વભાવના અનુભવનો વારંવાર અભ્યાસ કરવાથી જ્ઞાનમય
શુદ્ધઆત્મા પ્રગટ થાય છે એટલે કે કેવળજ્ઞાન થાય છે.
ચારિત્ર
સમ્યગ્દર્શન થઈ ગયું પછી
ચારિત્રનું શું કામ છે? –સમ્યગ્દર્શનથી જ
મોક્ષ થઈ જશે એમ કહીને કોઈ
ચારિત્રનો અનાદર કરે તો તે મિથ્યાદ્રષ્ટિ
છે, સ્વછંદી છે. સમ્યગ્દર્શન પછી પણ
ચારિત્રદશા અંગીકાર કરે ત્યારે જ મુક્તિ
થાય છે; અને સમ્યગ્દ્રષ્ટિને તે
ચારિત્રદશાની સદાય ભાવના રહે છે કે
ધન્ય તે દિવસ કે જ્યારે ચારિત્રદશા
અંગીકાર કરીએ.
સમ્યક્ત્વ
સમ્યગ્દર્શન થયું હોય તો ચારિત્ર
કેમ નથી લેતા? માટે સમ્યગ્દર્શન પણ
નથી, –એમ ચારિત્રના અભાવમાં
સમ્યક્ત્વનો પણ અભાવ માને, તો તેને
સમ્યક્ત્વના સ્વરૂપની ખબર નથી, તે પણ
મિથ્યાદ્રષ્ટિ છે. સમ્યગ્દર્શન હોય,
ચારિત્રદશાની ભાવના હોય અને છતાં
હજારો–લાખો વર્ષો સુધી ચારિત્રદશા લઈ
ન શકે ને ગૃહસ્થદશામાં રહે; તોપણ તેને
સમ્યગ્દર્શન છે અને તે મોક્ષના માર્ગમાં છે.