Atmadharma magazine - Ank 313
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 49
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૭
સળંગ અંક ૩૧૩
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 49
single page version

background image
૩૧૩
આનંદની સુવાસ
મહાવીરભગવાન જે સિદ્ધપદ પામ્યા, તે
સિદ્ધપદને યાદ કરતાં, તેના જેવું નિજસ્વરૂપ
લક્ષમાં લેતાં, અતીન્દ્રિયઆનંદની એક મધુરી
સુવાસ આવે છે–કે જે સુવાસ આ નાકવડે નહીં
પરંતુ ભાવશ્રુતજ્ઞાનવડે સુંઘાય છે.
દેવ–ગુરુ કહે છે કે જેમ કેરીની દુકાને જતાં
કેરીની ગંધ આવે છે તેમ હે જીવ! અંતરમાં ચૈતન્યની
દુકાને જતાં તને આનંદની સુગંધ આવશે. રાગાદિ
પરભાવોમાં તો આનંદની સુવાસ નથી, તેમાં તો
દુઃખરૂપી દુર્ગંધ છે; આનંદની સુવાસ તો આત્માના
સ્વભાવમાં જ છે; તેની સમીપ જતાં આનંદની
સુવાસ આવે છે...ને તેમાં એકાગ્ર થતાં અપૂર્વ
આનંદનો સ્વાદ આવે છે.
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૬ કારતક (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૭. અંક ૧

PDF/HTML Page 3 of 49
single page version

background image
ગુરુકહાન દરસાવતા
જિનશાસનનો મર્મ
જો ચાહો નિજસુખને
તો સમજો આતમ–ધર્મ
૨૬ વર્ષ પૂરા કરીને આજ આપણું આત્મધર્મ ૨૭ મા વર્ષમાં પ્રવેશ
કરી રહ્યું છે;–પૂ. શ્રી કહાનગુરુની ચરણસેવામાં મને પણ એટલા જ વર્ષ થયા.
માત્ર ૨૬ વર્ષથી નહિ પણ જાણે કેટલાય યુગ–યુગથી ગુરુદેવની સાથે
હોઈએ–એવી ઉર્મિઓ ગુરુદેવ પ્રત્યે વેદાય છે. હૃદયમાં ગુરુદેવ એવા જડાઈ
ગયા છે કે, તે એકમેકપણામાં વચ્ચે ઉપકાર માનવા જેટલું બે–પણું ઊભું કરવું
પણ જાણે કે પાલવતું નથી. જેમણે આત્મા લક્ષગત કરાવ્યો એવા ગુરુદેવ
પ્રત્યે, આપણે ઉપકારલાગણીથી પણ વિશેષ કંઈક કરવાનું છે–કે જેથી
ગુરુશિષ્યનું દ્વૈતપણું ન રહે.
બંધુઓ, આ કાળે જૈનધર્મનું રહસ્ય સમજાવીને શુદ્ધાત્માની આરાધના
કરવાનું ગુરુદેવ આપણને જે રીતે નિરંતર પ્રતિબોધી રહ્યા છે, તે એમ સૂચવે
છે કે આપણે માટે એવી આરાધનાનો સુઅવસર આવ્યો છે.–હવે બીજું કોઈ
મૂરત જોવા ન રોકાઈએ, અને સંસાર આખાને એકકોર મુકીને ગુરુચરણોમાં
આરાધનાના આ અવસરને કાર્યગત કરી લઈએ....એ જ આપણું
જીવનકર્તવ્ય છે.
આવા કર્તવ્યની પ્રેરણા, આત્મઅનુભવની પ્રેરણા, અને તેનું
માર્ગદર્શન ‘આત્મધર્મ’ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. સદાય આ જ કર્તવ્યને
અનુલક્ષીને, દેવ–ગુરુ પ્રત્યે પરમભક્તિથી અને સર્વ સાધર્મીઓ પ્રત્યે ખૂબ જ
પ્રેમથી ‘આત્મધર્મ’ નું કાર્ય સંભાળતાં મને આનંદ થયો છે, ને સામેથી સૌ
સાધર્મીઓએ પણ મારા પ્રત્યે એવી જ લાગણીઓ વરસાવી છે.–આપણે સૌ
સાથે મળીને વીતરાગશાસનની સુખકર છાયામાં આત્માના વીતરાગરસનું
પાન કરીએ....એ જ નુતનવર્ષની મંગલ ભાવના.
–બ્ર. હ. જૈન

PDF/HTML Page 4 of 49
single page version

background image
વાર્ષિક લવાજમ
વીર સં. ૨૪૯૬
ચાર રૂપિયા કારતક
* વર્ષ ૨૭: અંક ૧ *
________________________________________________________________
આત્માની પ્રભુતા એ જ ઉત્કૃષ્ટ મંગળ
ચૈતન્યનું મંગળ સુપ્રભાત
નવા વર્ષના સુપ્રભાતમાં સીમંધરનાથના દર્શન
કર્યા બાદ મંગલ સન્દેશમાં ગુરુદેવે ચૈતન્યની
પ્રભુતાના પરમ મહિમાપૂર્વક કહ્યું કે આત્માની એક
પ્રભુતામાં બધું સમાઈ જાય છે. તેને યાદ કરીને પ્રગટ
કરવી તે મંગળ સુપ્રભાત છે. એટલું જ સત્ય છે,
એટલું જ કલ્યાણ છે ને એટલું જ અનુભવનીય છે કે
જેટલું આ જ્ઞાનસ્વરૂપ છે. ‘એનું સવારમાં ખૂબ
ઘોલન ચાલ્યું હતું’ એમ કહીને એવા સત્ય
આત્મસ્વરૂપનો અનુભવ કરવાની ઉત્તમ પ્રેરણા
ગુરુદેવે આપી. અને કહ્યું કે આવો આત્મા જ
ધ્રુવશરણ છે. અહો, આ જ સત્ય છે એટલે આ
સિવાય બધું અસત્ય છે, અભૂતાર્થ છે, અવસ્તુ છે;
ભૂતાર્થ સ્વભાવમાં તેનો અભાવ છે; એવો જે
ભૂતાર્થસ્વભાવ છે તે આત્માની ખરી પ્રભુતા છે. તેમાં
સર્વજ્ઞતા, પૂર્ણ આનંદ–સુખ બધા ભાવો સમાઈ જાય
છે. બહારને દેખવાની આંખ બંધ કરીને અંદરમાં
આવા ભૂતાર્થ આત્માને દેખવો તે અપૂર્વ મંગલ
પ્રભાત છે.

PDF/HTML Page 5 of 49
single page version

background image
: ૨ : કારતક : ૨૪૯૬
ઝગમગતા જ્ઞાન દીવડાથી શોભતું
આત્માનું સુપ્રભાત
(કારતક સુદ એકમ: નુતન વર્ષનું મંગલ પ્રવચન)
સવારમાં જે આત્માની પ્રભુતાનો પરમ મહિમા ઘૂંટાયેલો, તેનું ફરી ફરીને
રટણ કરતાં પ્રવચનમાં પણ ગુરુદેવે કહ્યું કે–આત્માના ભૂતાર્થ સ્વભાવનું જ શરણ
છે. તે સ્વભાવની સન્મુખ થતાં દ્રવ્ય સાથે પર્યાયની એકતા થઈ ને આનંદનો
અનુભવ થયો, ત્યાં પર્યાયબુદ્ધિ છૂટી ગઈ. આનું નામ સમ્યગ્દર્શન–સુપ્રભાત છે.
એક સમયની પર્યાય છે તે રાગથી જુદી પડીને ધ્રુવસ્વભાવનું શરણ લ્યે છે એટલે
તેમાં અભેદ થાય છે. સંયોગનું તો શરણ નથી, રાગાદિભાવો વિભાવ છે, ચૈતન્યથી
વિરુદ્ધ છે, તે પણ શરણરૂપ નથી, ક્ષણિકપર્યાય એક સમયની, તેને લક્ષમાં લઈને
શરણ લેવા જાય તો વિકલ્પની વૃત્તિ ઊઠે છે, તે પણ શરણ થતી નથી. અંતરના
સ્વભાવમાં પ્રભુતા એવી છે કે જેમાં કેવળજ્ઞાન– આનંદ આદિ સર્વગુણનો અખંડ
પ્રતાપ છે, જે કોઈથી તોડી ન શકાય; આમ સર્વગુણને ધારણ કરનારી આત્મપ્રભુતા
છે તેની સન્મુખ થતાં ઝગઝગતા જ્ઞાનદીવડા પ્રગટે છે. આ ઝગઝગતા જ્ઞાનદીવડાથી
આત્માનું સુપ્રભાત શોભે છે.
ધર્મીને શરણ છે ધર્મીનું. ‘ધર્મી’ એવો જે અનંત ગુણસંપન્ન આત્મા, તેનું ધર્મીને
અવલંબન છે; તેને તે અનુભવે છે. તે આત્મા પોતાના સ્વભાવથી ભરેલો છે. પ્રભુતાથી
પૂરો છે. જ્ઞાનનો પૂંજ છે. આવા આત્માના ચૈતન્યસમુદ્રના તળીયે જે પહોંચ્યો તે ધર્મી
જીવ અધર્મરૂપ રાગાદિ પરભાવોને કેમ ઈચ્છે? તેને કેમ આત્માના માને? જ્ઞાન–આનંદ
સ્વભાવને પોતાનો કરીને જે અનુભવે, તે રાગાદિને પોતાના કરીને કેમ અનુભવે?
પોતાની પ્રભુતાને જેણે દેખી, તે પોતાને પામરરૂપ કેમ માને? વાહ! આત્માની પ્રભુતા!
તેનો મહિમા, તેની દ્રષ્ટિ, તેનો અનુભવ તે મહા મંગળ છે, આનંદરૂપ છે. જીવને આત્માનું
આવું પરમ મહિમાવંત સ્વરૂપ સાંભળવાનું પણ મહાન ભાગ્યથી કોઈકવાર મળે છે.
જ્ઞાનીએ પોતાના ચિદાનંદ સ્વભાવને અનુભવમાં લઈને રાગાદિ પરભાવોને
જુદા કર્યા છે કે ‘આ મારી વસ્તુના ઘરનો ભાવ નહિ.’ અહો, આ ચૈતન્યના
આનંદનો માર્ગ! તે રાગથી કેમ મળે? ચૈતન્ય મહાપ્રભુ દ્રષ્ટિમાં આવ્યો ત્યાં ધર્મીને
કૃત–

PDF/HTML Page 6 of 49
single page version

background image
કૃત્યતા થઈ, તે હવે રાગાદિને કે સંયોગને જગતના તમાસા તરીકે જુદાપણે દેખે છે, તેને
તે પોતાનાં કરતો નથી ને તેને વેદતો નથી, જ્ઞાનીની ડીગ્રી તો ચૈતન્યવિદ્યારૂપ છે.
ચૈતન્યને ચેતવારૂપ અનુભવવારૂપ જે જ્ઞાનવિદ્યા, તેમાં જ જ્ઞાનીની વિદ્વત્તા છે. જેમ
મીઠા દૂધપાકના તાવડામાં ઝેરનું ટીપું સમાય નહિ, તેમ આનંદરસથી ભરેલા ચૈતન્યના
મીઠા દૂધપાકમાં રાગરૂપી ઝેરનું ટીપું પણ ભળી શકે નહિ. પરભાવોથી સર્વથા ભિન્ન
જ્ઞાનસ્વરૂપને જાણતો થકો ધર્મી જીવ પરભાવો પ્રત્યે સર્વથા વિરક્ત છે. જેમાં જ્ઞાન ભર્યું
છે એને તો જાણે નહિ ને જ્યાં પોતાનું જ્ઞાન નથી તેને જાણવા જાય એ તે જ્ઞાન કેવું?
એવા જ્ઞાનને ખરેખર જ્ઞાન કહેતા નથી. ખરૂં જ્ઞાનકિરણ તો તેને કહેવાય કે જ્યાં
જ્ઞાનસત્તા પરિપૂર્ણ ભરી છે એવા પોતાના આત્મસ્વભાવને જે પ્રકાશે એટલે કે જાણે
તેને જાણતાં જાણનારને શાંતિ ને આનંદ થાય છે. પરભાવમાંથી આત્માની શાંતિ
નીકળતી નથી, માટે જ્ઞાની તેના પ્રત્યે તદ્ન વિરક્ત છે. એક પૂર્ણાનંદીપ્રભુ જ એની
દ્રષ્ટિમાં વસ્યો છે–આવા આત્માને દ્રષ્ટિમાં–જ્ઞાનમાં–અનુભવમાં લેતાં કેવળજ્ઞાનરૂપી
આનંદમય મંગલ સુપ્રભાત ઊગે છે.
જ્ઞાન દીવડાથી ઝગમગતી આત્મપ્રભુતા જયવંત હો.
******
ભજન
આપા નહિં જાના તૂને કૈસા જ્ઞાનધારી રે......
દેહાશ્રિત કરિ ક્રિયા આપકો માનત શિવમગચારી રે......
નિજ–નિવેદ વિન ઘોર પરિષહ વિફલ કહી જિન સારી રે.....
શિવ ચાહે તો દ્વિવિધકર્મ તેં કર નિજપરિણતિ ન્યારી રે.....
दौलत જિન નિજભાવ પિછાન્યો તિન ભવવિપત વિદારી રે....
છહઢાળાના રચનાર પં. દૌલતરામજી આ ભજનમાં કહે છે કે–રે જીવ! તારા
આત્માને જો તેં ન જાણ્યો તો તું જ્ઞાનધારી કેવો? દેહાશ્રિત ક્રિયાઓ વડે તું પોતાને
મોક્ષમાર્ગી સમજે છે,–પરંતુ આત્માને જાણ્યા વગર મોક્ષમાર્ગ કેવો? પોતાના
આત્માના અનુભવ વગર ઘોર પરિષહ સહન કરે તો પણ તે બધું નિષ્ફળ છે–એમ
જિનદેવે કહ્યું છે. માટે હે જીવ! જો તું મોક્ષને ચાહતો હો તો, અશુભ કે શુભ બંને
પ્રકારનાં કર્મોથી તારી નિજપરિણતિને જુદી કર. શુભ–અશુભ પરભાવોથી જુદો
એવો પોતાનો નિજભાવ જેણે જાણ્યો તેણે ભવભ્રમણની વિપત્તિને વિદારી નાંખી
છે. માટે હે જીવ! તું આત્માને જાણ.

PDF/HTML Page 7 of 49
single page version

background image
: ૪ : : કારતક : ૨૪૯૬
આસો વદ અમાસની વહેલી સવારમાં સુવર્ણધામમાં મોક્ષનું સોનેરી પ્રભાત
ખીલ્યું હતું...વીરપ્રભુના આત્મામાં સિદ્ધપદનું સુપ્રભાત ખીલ્યું, ગૌતમસ્વામીના
આત્મામાં કેવળજ્ઞાનનું સુપ્રભાત ઝળકી ઊઠ્યું, અને સુધર્મસ્વામીના આત્મામાં
શ્રુતકેવળીપણાનું સુપ્રભાત ઊગ્્યું. આવા ઝગઝગતા જ્ઞાન દીવડાનું સુપ્રભાત ભક્તોએ
આનંદથી ઊજવ્યું. પાવાપુરીના સ્મરણપૂર્વક વીરપ્રભુની–હવે સિદ્ધપ્રભુની–પરમ
ભક્તિપૂર્વક પૂજન થયું.
વીરપ્રભુએ ઉપદેશેલું જે વીતરાગી આત્મસ્વરૂપ, તે કહાનગુરુએ મંગલ
પ્રવચનમાં બતાવ્યું. આત્માનો પરમ સત્ જ્ઞાનસ્વભાવ છે; તેને અનુભવનાર જ્ઞાની
પોતાને ટંકોત્કીર્ણ જ્ઞાનસ્વરૂપે નિત્ય જાણે છે. વિકલ્પો, પુણ્ય–પાપ, રાગના કે હર્ષના
કરવા–ભોગવવાના ભાવો–તે બધા ક્ષણિક છે, ધર્મી તે–સ્વરૂપે પોતાને અનુભવતો નથી.
આવા આત્માનો અનુભવ તે ધર્મની કળા છે; તે જ્ઞાનમય સુપ્રભાત છે.
આવા શાશ્વત આત્માના નિર્વિકલ્પરસથી ભરેલા આનંદમય પકવાન્ન છે;
દીવાળીનાં આ પકવાન્ન પીરસાય છે. રાગાદિ ભાવોમાં તો દુઃખ છે, ચૈતન્યરસથી ભરેલો
નિત્ય આત્મા, તેની સન્મુખ થઈને જ્ઞાની પોતાના જ્ઞાનાનંદરસને વેદે છે. આવા
ટંકોત્કીર્ણ જ્ઞાનસ્વભાવનો અનુભવ કરી કરીને મહાવીર ભગવાન આજે સિદ્ધપદ પામ્યા,
ધ્રુવપદ પામ્યા; સાદિ–અનંત તેઓ આત્માના આનંદમાં સ્થિર રહેશે. અજ્ઞાની અધ્રુવ–
ક્ષણિક રાગાદિ ભાવોરૂપે જ પોતાને અનુભવતો હોવાથી ચારગતિરૂપ અધ્રુવપદમાં ભમે
છે. એકકોર ધ્રુવસ્વભાવ, બીજીકોર ક્ષણિક રાગાદિ ભાવો, બંનેની ભિન્નતા છે.
ધ્રુવસ્વભાવને અનુભવતાં પર્યાય પણ ધ્રુવ સાથે અભેદ થઈ; ધ્રુવ સાથે અભેદ થઈને
પ્રગટેલી તે પર્યાય સાદિ–અનંત એવી ને એવી થયા કરશે–તે અપેક્ષાએ તેને ધ્રુવ કહી
દીધી. કુંદકુંદાચાર્યદેવે ગાથામાં સિદ્ધગતિને ધ્રુવગતિ કહી છે; એવી ધ્રુવ સિદ્ધગતિને
મહાવીરભગવાન આજે પાવાપુરીથી પામ્યા; તેનો આ ઉત્સવ છે.
ધર્મીને ‘ધ્રુવ’ કહ્યો કેમકે તે ધ્રુવસ્વભાવને દ્રષ્ટિમાં લઈને એક ટંકોત્કીર્ણ
સ્વભાવપણે પોતાને અનુભવે છે. અજ્ઞાની ધ્રુવપદને ભૂલીને ઈચ્છા રાગ–દ્વેષાદિ
અધ્રુવભાવરૂપે જ પોતાને અનુભવે છે.

PDF/HTML Page 8 of 49
single page version

background image
: કારતક : ૨૪૯૬ : પ :
અભેદને અભિનંદન
આત્માના સ્વભાવરૂપ એક જ્ઞાનપદ,
તેના અનુભવથી આત્મલાભ
આત્મા એક પરમ પદાર્થ છે અને તે જ્ઞાનસ્વરૂપ છે;
મતિજ્ઞાનાદિ ભેદો આ એક જ્ઞાનપદને ભેદતા નથી, પરંતુ ઊલટા
તે અભેદને અભિનંદે છે.–એ સમજાવીને આચાર્યભગવાન
‘આત્મલાભ’ કરાવે છે.
(સમયસાર ગાથા. ૨૦૪–૨૦પ)
શિષ્યે પૂછ્યું હતું કે આત્માનું નિજપદ કેવું છે? તે બતાવો. તેના ઉત્તરમાં
આચાર્યદેવ આત્માનું નિજપદ બતાવે છે. પરદ્રવ્યોથી ભિન્ન, પરભાવોથી ભિન્ન,
અને પોતાના જ્ઞાનાદિ સ્વભાવોથી અભિન્ન એવું નિજપદ છે, તેના અનુભવથી
મોક્ષ પમાય છે.
આત્મા એક પરમ વસ્તુ છે. આત્મા કહો કે જ્ઞાન કહો; તે જ્ઞાનસ્વરૂપ એક
આત્માને અનુભવનારી જે મતિ–શ્રુત વગેરે જ્ઞાનપર્યાયો છે તે અભેદને ભેદતી નથી,
પણ તે અભેદને અભિનંદે છે. એકરૂપ એવો જે આત્માનો પરમ જ્ઞાનસ્વભાવ, તે
સ્વભાવને અનુભવનારી પર્યાયો આત્માની એકતાને તોડતી નથી પણ તેને અભિનંદે છે;
એટલે તે મતિજ્ઞાનાદિ પર્યાયો એક જ્ઞાનપદમાં જ સમાય છે. જ્ઞાનના સર્વ ભેદો છે તે
જ્ઞાનમાં જ તન્મય છે.
જેમ પ્રકાશસ્વભાવી ઝગઝગતો સૂર્ય છે; વાદળાના ભેદન–અનુસાર સૂર્યનાં
કિરણોમાં હીનાધિકતારૂપ જે ભેદ પડે છે, પણ તે પ્રકાશનાં કિરણોના ભેદો સૂર્યના
પ્રકાશસ્વભાવને સિદ્ધ કરે છે, તે કિરણો કાંઈ પ્રકાશસ્વભાવને ભેદતા નથી પણ
ઉલટા સાબિત કરે છે કે અહીં પ્રકાશસ્વભાવી આખો સૂર્ય છે. તેમ આત્મા
ચૈતન્યસૂર્ય છે. મતિજ્ઞાન–કેવળજ્ઞાન વગેરે જે જ્ઞાનભેદો છે તેઓ આત્માના
ચેતકસ્વભાવને પ્રસિદ્ધ કરે છે; જ્ઞાનભેદો એક જ્ઞાનસ્વભાવને ભેદતા નથી પણ તેમાં
તન્મય થઈને ઊલટા તેને અભિનંદે છે; જ્ઞાનપર્યાયોની એકતા રાગ સાથે નથી પણ
ચેતનસ્વભાવ સાથે તેની એકતા છે.–આવા અભેદરૂપ એક જ્ઞાનસ્વભાવનો
અનુભવ તે મોક્ષનો ઉપાય છે. તે જ

PDF/HTML Page 9 of 49
single page version

background image
: ૬ : : કારતક : ૨૪૯૬
નિજપદ છે. અહો, જ્ઞાનવડે જ આવા જિનપદની પ્રાપ્તિ થાય છે, એ સિવાય શુભરાગના
ક્રિયાકાંડવડે કે બીજી કોઈ રીતે જ્ઞાનપદની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાનની પ્રાપ્તિ એટલે કે
જ્ઞાનસ્વભાવનો અનુભવ તો સજાતીય એવો જ્ઞાનભાવ વડે જ થાય, પણ વિજાતીય
એવા રાગાદિ અ–જ્ઞાનમયભાવ વડે જ્ઞાનપદનો અનુભવ થઈ શકે નહિ. જ્ઞાનવડે
જ્ઞાનનો અનુભવ તે જ મોક્ષનો ઉપાય છે.
આવા આત્મસ્વભાવભૂત જ્ઞાનનું અવલંબન કરતાં આત્મલાભ થાય છે. જુઓ,
આ આત્માના લાભની મંગળ વાત છે. દીવાળી કે બેસતાવર્ષે ‘લાભ–શુભ’ એમ લખે
છે, એમાં તો અજ્ઞાનીઓ જડની લક્ષ્મીના લાભની ભાવના ભાવે છે; અહીં તો
આચાર્યદેવ આત્માનો લાભ થાય ને આત્મામાં અપૂર્વ નવું વરસ બેસે–એવી મંગળ વાત
સમજાવે છે. ભાઈ, રાગથી પાર એવો એકલો જ્ઞાયકસ્વભાવી તારો આત્મા છે, તે
સ્વભાવનું એકનું જ અવલંબન કરતાં તને તારા અપાર ચૈતન્યનિધાનનો લાભ થશે,
આત્મવૈભવનો તને લાભ થશે. એ જ સાચો લાભ છે.
ધર્મી ને આત્માના જ્ઞાનસ્વભાવનો અનુભવ થયો, પછી પર્યાયમાં શુદ્ધતાના
પ્રકારો વધતા જાય છે, તેમાં શુદ્ધતાના અનેક પ્રકારો છે. છતાં તે અનેક ભેદો ઉપર
ધર્મીનું લક્ષ નથી; તે શુદ્ધતાના દરેક ભેદો સામાન્યસ્વભાવ સાથે એકતા કરીને તેને જ
અભિનંદે છે, એટલે તે જ્ઞાનપર્યાયો અભેદ સ્વભાવની એકતાને ભેદતી નથી, પણ તેમાં
તન્મય થઈને અભેદને અભિનંદે છે.
જુઓ આ અભિનંદન! કોને અભિનંદવું? કે પર્યાયને અંતર્મુખ કરીને પોતાના
અભેદ સ્વભાવને જ અભિનંદવું. પર્યાયમાં શુદ્ધતાની વૃદ્ધિ થવા છતાં એકતા તૂટતી
નથી. ધર્મી જીવ રાગને નથી અભિનંદતો, તેને નથી ભેટતો, પણ પર્યાયને એકત્વ–
સ્વભાવ સાથે અભેદ કરીને આનંદ સહિત તે એકત્વને જ અભિનંદે છે, તેને જ ભેટે છે.
એમાં મહાન આત્મલાભ થાય છે ને મોક્ષપદ પમાય છે. મહાવીર ભગવાન આવા
જ્ઞાનપદને અભિનંદીને મોક્ષ પામ્યા...ને એવું જ્ઞાનપદ જગતને બતાવ્યું. હે જીવો! તમને
મોક્ષની ભાવના હોય તો તમારા આવા જ્ઞાનસ્વભાવરૂપ નિજપદને ઓળખીને તેનું
અવલંબન લ્યો...તેને જ તન્મયપણે ધ્યાવો.
મુમુક્ષુએ નિજપદની પ્રાપ્તિ માટે શું કરવું? તેની આ વાત છે.
જે જ્ઞાનમય એક આત્મસ્વભાવ છે તેનું જ અવલંબન લેવું; તેના અવલંબનથી
જ નિજપદની પ્રાપ્તિ થાય છે. રાગાદિભાવો પરપદ છે, અને જ્ઞાનસ્વભાવના

PDF/HTML Page 10 of 49
single page version

background image
: કારતક : ૨૪૯૬ : ૭ :
અવલંબનરૂપ જે નિર્મળ પર્યાય થઈ તે સ્વપદ છે. સ્વાલંબને નિર્મળ પર્યાય પ્રગટી ત્યારે
નિજપદની પ્રાપ્તિ થઈ. દ્રવ્ય–ગુણ ત્રિકાળ શુદ્ધ હતા, તેવી શુદ્ધપર્યાય પ્રગટી તેનું નામ
નિજપદની પ્રાપ્તિ છે.–આમાં દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે આવી ગયા. આવા નિજપદની
પ્રાપ્તિમાં રાગનું જરાય અવલંબન નથી, ભેદોનું અવલંબન નથી, એકરૂપ જ્ઞાનસ્વભાવનું
જ અવલંબન છે.
આત્માનો લાભ અને અનાત્માનો પરિહાર; નિજપદની પ્રાપ્તિ અને ભ્રાંતિનો
નાશ; આસ્રવનો નાશ ને કર્મની નિર્જરા–એ બધું એક સાથે જ્ઞાનસ્વભાવના
અવલંબનથી જ થાય છે. જ્ઞાનસ્વભાવના અવલંબનમાં રાગ–દ્વેષ–મોહની ઉત્પત્તિ થતી
નથી તેથી હવે કર્મ નિમિત્ત થતું નથી. આત્મા પોતાના સ્વભાવમાં આવ્યો ત્યાં હવે કર્મ
સાથેનો સંબંધ છૂટી ગયો.–આ રીતે સમસ્ત કર્મનો અભાવ થઈને મોક્ષ થાય છે. જ્ઞાનના
અવલંબનનું જ આ ફળ છે.
જુઓ, આમાં સાતે તત્ત્વ બતાવી દીધા–
(૧) પ્રથમ તો આત્મા એક જ્ઞાનસ્વભાવી વસ્તુ છે; અને તેનું અવલંબન
કરવાથી નિજપદની પ્રાપ્તિ થાય છે એટલે કે આત્માનો લાભ થાય છે. એમ કહીને શુદ્ધ
જીવતત્ત્વ બતાવ્યું.
(૨) અનાત્માનો પરિહાર થાય છે એમ કહીને, શુદ્ધ જીવમાં અજીવનો અભાવ
બતાવ્યો.
(૩) રાગ–દ્વેષ–મોહ થતા નથી ને કર્મ આસ્રવતું નથી, એટલે શુદ્ધ દશામાં
આસ્રવનો અભાવ બતાવ્યો.
બતાવ્યું.
આમ જ્ઞાનસ્વભાવના અવલંબનનું ફળ છે. ઉપાદેયરૂપ સંવર–નિર્જરા–મોક્ષ
પ્રગટ્યા, ને હેયરૂપ એવા આસ્રવ–બંધ છૂટ્યા. અનાત્માથી ભિન્ન (એટલે જડથી ને
રાગાદિથી ભિન્ન) એવું શુદ્ધ જ્ઞાનમય નિજપદ અનુભવમાં આવ્યું ને આત્માનો લાભ

PDF/HTML Page 11 of 49
single page version

background image
: ૮ : : કારતક : ૨૪૯૬
થયો. આ રીતે જ્ઞાનના અનુભવનો અપાર મહિમા છે. અહો, ચૈતન્યભગવાન અદ્ભુત
નિધિવાળો જ્ઞાનસમુદ્ર, તે પોતાની સ્વાનુભવપર્યાયમાં ડોલે છે–ઉલ્લસે છે; આનંદસહિત
ઊછળતી જ્ઞાનપરિણતિરૂપી તરંગો સાથે તેનો રસ અભિન્ન છે. અહો જીવો! તમે આવા
જ્ઞાનસમુદ્રને દેખો; જ્ઞાનપદના અદ્ભુત મહિમાને અનુભવમાં લ્યો.–તેના અનુભવ વડે
સર્વ સિદ્ધિ થાય છે.
* અદ્ભુત નિધિવાળો ચૈતન્ય–રત્નાકર આનંદથી ડોલે છે *
જેમ સમુદ્રમાં નિર્મળ તરંગ ઉલ્લસે, તેમ સ્વાનુભવથી ચૈતન્યસમુદ્રમાં નિર્મળ
જ્ઞાન–આનંદપર્યાયના તરંગો ઉલ્લસે છે...દરિયો ઉછળીને તેમાંથી નિર્મળ દશાઓના
ફૂવારા પ્રગટે છે. જે જ્ઞાનરસ છે તે સમસ્ત ભાવોને પી ગયો છે, અનંતગુણનો રસ
જ્ઞાનરસમાં સમાય છે; તે જ્ઞાનરસમાં સમસ્ત પદાર્થોને જાણી લેવાની તાકાત છે.
સ્વાનુભવ થતાં ચૈતન્યસમુદ્રમાં નિર્મળ–નિર્મળપર્યાયો સ્વયમેવ ઊછળે છે. ચૈતન્ય
વસ્તુનું સ્વરૂપ જ એવું છે કે તેનું સ્વસંવેદન થતાં નિર્મળ–નિર્મળપર્યાયોરૂપે તે
પરિણમે છે...અહા, સ્વાનુભવમાં આનંદના દરિયા ઉલ્લસે છે. જુઓ આ ચૈતન્યનો
રસ! તે નિર્મળપર્યાયો સાથે અભિન્ન છે. નિર્મળ–નિર્મળ અનેક પર્યાયો થતી જાય
છે પણ તે બધી પર્યાયો એક જ્ઞાનસ્વભાવ સાથે અભિન્ન છે તેથી તે પર્યાયો
અભેદસ્વભાવને તોડતી નથી પણ તેને અનુભવમાં લઈને પ્રસિદ્ધ કરે છે, તેને
અભિનંદે છે–ભેટે છે.
અહો, આ ભગવાન આત્મા અદ્ભુત નિધિવાળો ચૈતન્યરત્નાકર છે,
ચૈતન્યરત્નોથી ભરેલો અદ્ભુત દરિયો છે, તે પોતાના જ્ઞાનપર્યાયોરૂપી તરંગો વડે ડોલે
છે, આનંદથી ઉલ્લસે છે. તે જ્ઞાનપર્યાયોરૂપી તરંગ સાથે આત્માનો રસ અભિન્ન છે;
ચૈતન્યનો રસ રાગથી તો ભિન્ન છે પણ પોતાની નિર્મળપર્યાયથી અભિન્ન છે. પર્યાય
અંદરમાં અભેદ થઈ ત્યાં ચૈતન્યસમુદ્રમાં નિર્મળપર્યાયો આપોઆપ ઉલ્લસે છે, તે જ્ઞાન–
આનંદ પર્યાયોમાં ચૈતન્યરત્નાકર ડોલી રહ્યો છે. આમ ધર્મીજીવ પર્યાયેપર્યાયે પોતાના
અખંડ ચૈતન્યભગવાનને દેખે છે. અહો, આ ભગવાન આત્મા અદ્ભુત
ચૈતન્યનિધિવાળો સમુદ્ર છે, અનંત ગુણનાં રત્નોથી તે ભરેલો છે.–આવા તમારા
નિજનિધાનને હે જીવો! તમે અંતરમાં દેખો.
જેમ સ્વયંભૂરમણ સમુદ્ર એવો છે કે જેની રેતી જ રત્નોની બનેલી છે, તેથી
સમુદ્રને ‘રત્નાકર’ કહેવાય છે.–પણ એ રત્નો તો જડ છે. સાચો રત્નાકર આ
ભગવાન

PDF/HTML Page 12 of 49
single page version

background image
: કારતક : ૨૪૯૬ : ૯ :
ચૈતન્યસમુદ્ર છે; તે મહા રત્નાકરમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર–આનંદ વગેરે અનંત
ગુણના રત્નો ભરેલા છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને ત્રણ–રત્ન કહેવાય છે, એવા તો
અનંતા રત્નોના રસથી આ ચૈતન્યસમુદ્ર ભરેલો છે. અનંતગુણોની નિર્મળપર્યાયો સાથે
આ ચૈતન્યનો રસ અભિન્ન છે; એટલે અભેદપણે એક હોવા છતાં નિર્મળપર્યાયપણે તે
અનેક થાય છે; આ રીતે એક હોવા છતાં અનેક થતો તે અદ્ભુતનિધિવાળો ભગવાન
આત્મા પોતાના જ્ઞાનપર્યાયોરૂપી તરંગોવડે ડોલી રહ્યો છે–ઊછળી રહ્યો છે–પરિણમી
રહ્યો છે. નિર્મળપર્યાયો અનેક હોવા છતાં તે બધી એક જ્ઞાનમય નિજપદને જ અનુભવે
છે–તેમાં જ અભેદ થાય છે; ખંડખંડ પર્યાયરૂપે તે પોતાને નથી અનુભવતી પણ
અભેદસ્વભાવમાં એકતા કરીને તે એક સ્વભાવપણે જ પોતાને અનુભવે છે.
રાગ કરવાથી જીવ મેલો થાય છે,
વીતરાગભાવથી જીવ પવિત્ર થાય છે.
દ્વેષ કરવાથી જીવ મેલો થાય છે,
વીતરાગભાવથી જીવ પવિત્ર થાય છે.
મોહ કરવાથી જીવ મેલો થાય છે,
જ્ઞાન કરવાથી જીવ પવિત્ર થાય છે.
ક્રોધ કરવાથી જીવ મેલો થાય છે,
શાંતભાવથી જીવ પવિત્ર થાય છે.
મિથ્યાભાવોથી જીવ મેલો થાય છે,
સમ્યક્ત્વાદિ શુદ્ધભાવોથી જીવ પવિત્ર થાય છે.

PDF/HTML Page 13 of 49
single page version

background image
: ૧૦ : : કારતક : ૨૪૯૬
શુભરાગની ક્રિયામાં
જ્ઞાનનો પ્રકાશ નથી
(સમયસાર ગાથા ૨૦પ)
મોક્ષાર્થી જીવોએ જ્ઞાનનું જ સેવન કરવું, તેમાં પરમ સુખ છે.
રાગના સેવન વડે કદી મોક્ષની પ્રાપ્તિ થતી નથી.
જેઓ શુભરાગના ક્રિયાકાંડને મોક્ષનું કારણ માની રહ્યા છે ને રાગથી ભિન્ન
જ્ઞાનનું સેવન કરતા નથી તે જીવો મોક્ષથી વિમુખ છે, તેઓ વ્યવહાર વ્રત–તપના રાગથી
ગમે તેટલો કલેશ ઉઠાવે તોપણ જ્ઞાનના સેવન વગર કોઈ પણ રીતે મોક્ષને પામી શકતા
નથી; કેમકે મોક્ષ તો શુદ્ધ જ્ઞાનમય પદ છે, અને તે તો જ્ઞાન વડે જ સ્વસંવેદનમાં આવે
છે. જ્ઞાન ગુણ વિના તેની પ્રાપ્તિ થઈ શકતી નથી.
‘જ્ઞાનગુણ’ એટલે કે, જ્ઞાનસ્વભાવની અનુભવદશારૂપ સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર તે ‘જ્ઞાનગુણ’ છે, તેમાં રાગના ક્રિયાકાંડનો અભાવ છે. જ્ઞાન–અનુભવની ક્રિયા
તે મોક્ષનું કારણ છે પણ રાગની ક્રિયા તે મોક્ષનું કારણ નથી.–આવા જ્ઞાનસ્વરૂપ
નિજપદને ઓળખીને હે જીવો! જ્ઞાન વડે તેનું સેવન કરો.
જગતના ઘણા જીવો તો અજ્ઞાની હોવાથી પોતાના જ્ઞાનમય નિજપદને
ઓળખતા નથી, ને અજ્ઞાનમય એવા રાગાદિ ભાવોને જ મોક્ષનું કારણ સમજીને સેવી
રહ્યા છે. તેઓ તો રાગ વગરના જ્ઞાનપદને અનુભવતા નથી તેથી મોક્ષને પામતા નથી.
પણ જે જીવ મોક્ષાર્થી હોય તે પોતાના જ્ઞાનસ્વભાવને ઓળખીને તેનું જ આલંબન કરો;
તેના અનુભવથી જરૂર મોક્ષ પમાય છે.
શુભરાગ વડે જ્ઞાનનો અનુભવ થાય? કદી ન થાય, કેમ કે રાગ તો જ્ઞાનથી
વિરુદ્ધ ભાવ છે. રાગની ક્રિયામાંથી જ્ઞાન પ્રગટ કરવા ઈચ્છે છે તે જીવોને જ્ઞાનપદની
ખબર નથી, તેઓ તો રાગમાં ને પુણ્યમાં જ સંતુષ્ઠ છે, તેમાં જ લીન છે. હે મુમુક્ષુ!
મોક્ષને માટે તું આ જ્ઞાનનો અનુભવ કરીને તેમાં જ તૃપ્ત થા, જ્ઞાનમાં જ સંતુષ્ઠ થા ને
જ્ઞાનમાં જ લીન થા.–એમ કરવાથી સાક્ષાત્ ઉત્તમ સુખ તને અનુભવાશે.

PDF/HTML Page 14 of 49
single page version

background image
: કારતક : ૨૪૯૬ : ૧૧ :
રાગમાં જ્ઞાનનો પ્રકાશ નથી,–ગમે તે જાતનો રાગ હો, પૂજનાદિનો હો,
પંચમહાવ્રતનો હો કે ગુણ–ગુણી ભેદનો હો, કોઈ પણ રાગમાં જ્ઞાનનું પ્રકાશવું નથી, ને
જ્ઞાનમાં રાગની ઉત્પત્તિ નથી.–આમ ભિન્નપણું જાણીને જ્ઞાનમાત્ર આત્માનો અનુભવ
કરવો તે જ પરમ સુખ છે, તે જ મોક્ષનો ઉપાય છે.
સાચો આત્મા એટલે કે પરમાર્થ આત્મા તો જ્ઞાનમય છે; જ્ઞાનમય કહેતાં સુખ–
શ્રદ્ધા વગેરે અનંત ગુણના રસથી એકરૂપ છે; પણ તે રાગરૂપ નથી. સાચા આત્માના
અનુભવમાં જ્ઞાન પ્રકાશે છે, પણ તેમાં રાગનો અનુભવ નથી. માટે હે જીવ! આવા
આત્માનો અનુભવ કરવા તું રાગની પ્રીતિ છોડ ને જ્ઞાનસ્વભાવની જ પ્રીતિ કર.–
‘આમાં સદા પ્રીતિવંત બન.’ જ્ઞાનપણે જે અનુભવમાં આવે છે એટલો જ સત્ય આત્મા
છે. જ્ઞાનના અનુભવમાં રાગનો પ્રવેશ નથી માટે રાગ તે ખરેખર આત્મા નથી, એટલે કે
તે સાચો આત્મા નથી, તેથી તેને ‘અનાત્મા’ કહ્યો છે.–તો તે અનાત્મા વડે આત્માની
પ્રાપ્તિ કેમ થાય? શુભરાગથી જ્ઞાનનો અનુભવ થશે એમ જે માને છે તે અનાત્માને જ
આત્મા માને છે; તે જીવો જ્ઞાનશૂન્ય છે; રાગમાં જ લીન તે જીવો કર્મથી કદી છૂટતા
નથી, આ જ્ઞાનસ્વરૂપ નિજપદ છે તે કર્મથી એટલે કે રાગના ક્રિયાકાંડથી કદી પ્રાપ્ત થતું
નથી, એ તો રાગથી પાર સહજ જ્ઞાનકળાવડે જ અનુભવમાં આવે છે. માટે મોક્ષાર્થી
જીવો સતત નિજજ્ઞાનની કળાના ઉદ્યમથી આ જ્ઞાનસ્વભાવના અનુભવનો અભ્યાસ
કરો. વારંવાર જ્ઞાનનો જ અભ્યાસ કરો. સર્વ રાગથી જુદો–જુદો ને જુદો, એમ અત્યંત
ભેદજ્ઞાન કરો, ને સદાય જ્ઞાનમય સ્વભાવથી પૂરો–પૂરો ને પૂરો, એમ જ્ઞાનમાં તન્મય
થઈને તેનો અનુભવ કરો.
હે મોક્ષાર્થી જીવો! તમે જ્ઞાનનો જ અનુભવ કરો; જ્ઞાનના અનુભવમાં જ પરમ
સુખ છે,–એમ આચાર્યદેવ ૨૦૬ મી ગાથામાં કહે છે–
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે.
(વિશેષ માટે જુઓ પાનું–૨૧)

PDF/HTML Page 15 of 49
single page version

background image
: ૧૨ : : કારતક : ૨૪૯૬
જ્ઞાનરસનો અત્યંત મધુર સ્વાદ
* (સમયસાર કળશ ૧૪૦) *
* આત્માનો સ્વભાવ એક જ્ઞાયકભાવરૂપ છે; રાગ તેના સ્વભાવમાં નથી.
રાગમાં ચેતકપણું નથી; ચેતકપણું જ્ઞાનસ્વભાવમાં જ છે. તે જ્ઞાનસ્વભાવનો સ્વાદ
મહાન આનંદરૂપ છે.
* તે જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને તેનો સ્વાદ લેનાર જીવ, રાગાદિ અન્ય
ભાવોના સ્વાદને જરા પણ આસ્વાદતો નથી; ચૈતન્યના આનંદરસને ચાખનાર જીવ
રાગના આકુળરસને જરાપણ ચાખતો નથી.
* બરફની ઠંડીને વેદનારો અગ્નિની ઉષ્ણતાને કેમ વેદે? તેમ ચૈતન્યના બરફ
જેવા ઉપશાંત રસને અનુભવનારો જીવ રાગાદિના અગ્નિ જેવા આકુળરસને કેમ
અનુભવે? શુભરાગના વેદનમાં પણ આકુળતા છે, શાંતિ નથી; શાંતિ તો ચૈતન્યના
વેદનમાં જ છે.
* પર્યાયને અંતરમાં એકાગ્ર કરીને એકલા જ્ઞાનમાત્રભાવને ધર્મી અનુભવે
છે કે ‘આ જ્ઞાયકભાવ હું છું,’–આવા એક જ્ઞાયકભાવને જ વારંવાર સ્પર્શતો–
અનુભવતો જ્ઞાનીજીવ રાગને સ્પર્શતો નથી, તેને પોતાપણે જરાપણ દેખતો નથી.
શરીર તો ક્યાંય આઘું રહ્યું, ને જ્ઞાનના વેદનમાં રાગનોય અભાવ છે.–જ્ઞાનમાં જેવો
શરીરનો અભાવ છે એવો જ રાગાદિ ભાવનો અભાવ છે.–આવો એક જ્ઞાનભાવ તે
જ આત્મા છે.
* અંતરમાં આનંદના ઘૂંટડા પીતો ધર્મીજીવ રાગના ઝેરનો સ્વાદ કેમ લ્યે? મીઠો
દૂધપાક ખાનાર અફીણનો સ્વાદ કેમ લ્યે? અહો, આવા જ્ઞાનભાવમય શુદ્ધ નિજપદ છે,
તે જ સ્વાદ લેવા જેવું છે.
* એ આનંદનો સ્વાદ કેવો હશે?
અંતર્મુખ થતાં અનુભવમાં આવે એવો. આવા આનંદનો અનુભવ કરી કરીને
અનંતા જીવો સર્વજ્ઞ થયા છે.
* એ સ્વાદ કેમ આવે?

PDF/HTML Page 16 of 49
single page version

background image
: કારતક : ૨૪૯૬ : ૧૩ :
જેમ રાગમાં લીન થઈને તેની આકુળતાનો સ્વાદ લ્યે છે, તેમ ચૈતન્યસ્વભાવમાં
લીન થઈને તેના નીરાકુળ અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે.
* અહો, આ એક સ્વરૂપજ્ઞાનના રસીલા સ્વાદ આગળ બીજા બધા રસ નીરસ
લાગે છે. ચૈતન્યનો વીતરાગી સ્વાદ જેણે ચાખ્યો તેને રાગનો સ્વાદ દુઃખરૂપ લાગે છે.
જેને રાગ વગરના ચૈતન્યનું વીતરાગી સુખ ચાખ્યું નથી તે જ શુભરાગમાં ને પુણ્યમાં
સુખ માને છે; પણ તેમાં સુખ નથી. સુખ તો આત્માનો સ્વભાવ છે; એક
જ્ઞાયકસ્વભાવના અનુભવમાં જે સુખ છે તે સુખ જગતમાં બીજે ક્્યાંય નથી; તે
ચૈતન્યસુખ પાસે ઈન્દ્રપદની વિભૂતિ પણ તુચ્છ લાગે છે. સમકિતી ઈન્દ્રે પોતાના
આત્માના અતીન્દ્રિયસુખનો સ્વાદ ચાખ્યો છે, તે સુખ પાસે ઈન્દ્રપદના જડવૈભવો તેને
સાવ નીરસ લાગે છે; શુભરાગનો રસ પણ નીરસ છે,–આકુળતાવાળો છે; તેમાં શાંતિ કે
સુખનો સ્વાદ નથી.
* જુઓ તો ખરા, આ વીતરાગી ભેદજ્ઞાન! જેટલા રાગાદિ પરભાવો છે તે
બધાયને પ્રજ્ઞાછીણી વડે સર્વથા છેદીને જ્ઞાનથી જુદા પાડવા. અંદર કોઈ રાગના
વિકલ્પના એક અંશનીયે મીઠાસ રહી જાય તો શુદ્ધજ્ઞાનનો સ્વાદ તેને નહિ આવે;
ભેદજ્ઞાન તેને નહિ થાય.
* આ તરફ અંદરમાં જે શુદ્ધ જ્ઞાયક એક ભાવપણે અનુભવાય છે તે જ હું છું ને
એ સિવાય બહારમાં જે કોઈ શરીરાદિ રાગાદિ વિવિધભાવો છે તે બધાય મારાથી અન્ય
પરદ્રવ્ય છે, મારા ચૈતન્યલક્ષણથી તેમનું લક્ષણ જુદું છે,–એમ સમસ્ત પરભાવોથી
અત્યંત ભેદજ્ઞાન કરીને શુદ્ધ જ્ઞાનનો અનુભવ કરવો તે સિદ્ધાંતનો સાર છે, તે મોક્ષનો
માર્ગ છે.
* ચોથા ગુણસ્થાનના સમકિતીએ પણ ચૈતન્યના અતીન્દ્રિય આનંદનો સ્વાદ
ચાખ્યો છે; નિર્વિકલ્પ થઈને આનંદનો અનુભવ કર્યો છે. રાગ તે ભૂમિકામાં છે, પણ
ભેદજ્ઞાનના બળે તે રાગને જુદો પાડીને એકલા જ્ઞાયકરસનો સ્વાદ તે લ્યે છે, ને તે
સ્વાદને જ પોતાનો જાણે છે.
* શુદ્ધનયનું બળ એવું છે કે અધૂરી પર્યાય હોવા છતાં, અને અશુદ્ધ પર્યાય હોવા
છતાં, આત્માને પૂર્ણ–શુદ્ધસ્વરૂપે દેખે છે,–અને એવા આત્માને ધ્યાનમાં ધ્યાવતા જે
સાક્ષાત્ આનંદ થાય છે તેને ધર્મી જીવ અનુભવે છે. અજ્ઞાની પોતાને રાગવાળો જ
અનુભવે છે, એટલે શુદ્ધસ્વભાવના આનંદનો સ્વાદ તેને આવતો નથી, તેને તો રાગની
આકુળતાનો જ સ્વાદ આવે છે.

PDF/HTML Page 17 of 49
single page version

background image
: ૧૪ : : કારતક : ૨૪૯૬
* આત્મામાં સ્વાદ હોય
હા, આનંદરસનો અતીન્દ્રિય સ્વાદ આત્મામાં જ છે, બીજે ક્્યાંય નથી. આત્મામાં
જડનો ખાટો–મીઠો સ્વાદ ન હોય; તેમજ હર્ષ–શોકના વેદનરૂપ જે દુઃખનો સ્વાદ છે તે
પણ આત્માના જ્ઞાનસ્વભાવમાં નથી, જ્ઞાનસ્વભાવમાંથી તો અત્યંત મધુર સ્વસંવેદનરૂપ
વીતરાગી આનંદનો સ્વાદ આવે છે. ચૈતન્યરસનો એ સ્વાદ સિદ્ધભગવાન જેવો છે;
અંતરના અનુભવ વડે જીવ જ્યારે પોતાના આત્માનો આવો સ્વાદ ચાખે ત્યારે જ તે
ધર્મી છે, ને એ આનંદરસનો મહાન સ્વાદ લેતો–લેતો તે સિદ્ધપદને સાધે છે.
* ચિદાનંદ વસ્તુ *
ભૂલમા ભૂલમા ભૂલમા રે
તારી ચિદાનંદ વસ્તુને ભૂલ મા!
પરને પોતાની માન મા રે
તારી ચિદાનંદ વસ્તુને ભૂલ મા!
તારામાં શાંત થા...ધર્માત્મા જીવ થા!
સ્વરૂપ–બહાર તું ભમમા રે.....
તારી ચિદાનન્દ વસ્તુને ભૂલમા...ભૂલમા...
સમ્યગ્દ્રષ્ટિ થા...ભ્રમ મટાડી,
આનંદ સ્વરૂપે તું લીન થા રે...
તારી ચિદાનંદ વસ્તુને ભૂલમા...ભૂલમા...
આનંદનો દરિયો જ્ઞાનસ્વરૂપી
ઊછળે એમાં તું મગ્ન થા રે...
તારી ચિદાનંદ વસ્તુને ભૂલમા...ભૂલમા..
આવી ગયો છે અવસર રૂડો
શાંતસ્વરૂપે તું સ્થિર થા રે...
તારી ચિદાનંદ વસ્તુને ભૂલમા...ભૂલમા...
(સમયસાર પ્રવચનો પૃ. ૧૭પ ઉપરથી)

PDF/HTML Page 18 of 49
single page version

background image
: કારતક : ૨૪૯૬ : ૧પ :
જ્ઞાની ખોરાક
વગર જ જીવે છે
જ્ઞાનીનું જીવન જ્ઞાનમય છે, રાગમય કે પુદ્ગલમય નથી.
પોતાના જ્ઞાન ને આનંદના સ્વાદ વડે જ્ઞાની જીવે છે; તેમાં ઈચ્છાનો
કે ખોરાકનો અભાવ છે, માટે તેના વગર જ જ્ઞાની જીવે છે.
(સમયસાર ગાથા : ૨૧૨)
આત્માનો જ્ઞાનસ્વભાવ પરમ સુખથી ભરેલો, તેના અનુભવથી તું તૃપ્ત થા!–
એમ ગાથા ૨૦૬ માં કહ્યું છે. જે જીવ પોતાના આવા સ્વભાવને અનુભવે તે પોતાના
સ્વભાવથી જ સ્વયમેવ તૃપ્ત–સંતૃષ્ટ ને સુખી વર્તતો થકો, પરદ્રવ્યને અંશ માત્ર ઈચ્છતો
નથી; પરદ્રવ્ય કે તે તરફની ઈચ્છા, તેનો જ્ઞાનમાં અભાવ છે, માટે જ્ઞાનીને તે પરદ્રવ્યની
કે ઈચ્છાની પક્કડ નથી, તેનું મમત્વ નથી.
પણ જેને પોતાના આવા જ્ઞાનસ્વભાવનો અનુભવ નથી તે જીવ અતૃપ્તપણે
પરદ્રવ્યને ઈચ્છે છે, પુણ્ય–પાપ આહાર–પાણી વગેરેમાં સુખ માનતો થકો તેનું તે મમત્વ
કરે છે; એવો જીવ પરદ્રવ્યના પરિગ્રહથી દુઃખી છે, પોતાના આનંદ સ્વભાવનો સ્વાદ
તેને આવતો નથી.
જ્ઞાનીએ પોતાના આનંદ સ્વભાવનો સ્વાદ લઈને, નિજનિધાનને ઉપાદેય કર્યું
છે, તે બીજા કોઈ પરભાવને કે સંયોગને ઉપાદેયરૂપ માનતો નથી. સ્વવસ્તુને જાણી તે
પરવસ્તુને કેમ ઈચ્છે? એટલે કે તેને પોતાની કેમ માને? ન જ માને. શુદ્ધ ચૈતન્યમય
આનંદભાવ તેમાં જ ધર્મીને સ્વપણું છે, એટલે તેનો જ તેને પરિગ્રહ છે; રાગમાં સ્વપણું
નથી, આહારની ઈચ્છામાં સ્વપણું નથી એટલે તેનો પરિગ્રહ તેને નથી. સમ્યગ્દ્રષ્ટિ–
ચક્રવર્તીને છખંડનો પરિગ્રહ નથી પણ પોતાના શુદ્ધ જ્ઞાન–આનંદરૂપ નિજવૈભવનો જ
પરિગ્રહ છે. અજીવનો પરિગ્રહ જીવને કેમ હોય? ચેતનથી ભિન્ન એવા અચેતનનો–
રાગનો પરિગ્રહ જ્ઞાનીને કેમ હોય? તે જ્ઞાનને અને રાગને એક નથી કરતો પણ જુદા જ
રાખે છે. હું પોતે ચૈતન્યનિધાનથી પરિપૂર્ણ છું, હું જ સુખસ્વરૂપ છું, પછી બીજા પદાર્થોનું
મારે શું કામ છે?–આમ જાણતો જ્ઞાની ઈચ્છાનો કે કોઈ પણ પર પદાર્થનો પરિગ્રહ
કરતો નથી.

PDF/HTML Page 19 of 49
single page version

background image
: ૧૬ : : કારતક : ૨૪૯૬
અહો, જ્ઞાનીની જ્ઞાનપરિણતિ અલૌકિક છે! સંયોગથી તેનું માપ થતું નથી;
રાગથી તેનું માપ થતું નથી; સંયોગથી ને રાગથી પાર એવું જ્ઞાન છે, તેની ઓળખાણ
વડે જ જ્ઞાનીની ઓળખાણ થાય છે.
અહીં કહે છે કે જ્ઞાની આહારને ઈચ્છતો નથી. પોતાના આત્માના આનંદરસનો
સ્વાદ લેનાર ધર્મી જીવ પુદ્ગલમય આહારનો જડ સ્વાદ કેમ લ્યે? અકષાયરૂપ શાંત
વીતરાગ આનંદમય એવા આત્મભાવનો આહાર (અનુભવ) જ્ઞાનીને છે; જડ
ખોરાકનો આહાર જ્ઞાનીને નથી, જડ ખોરાકનો કણીયો પણ આત્મામાં પ્રવેશતો નથી.
–તો શું જ્ઞાની આહાર વગર જીવે છે?
–હા; પોતાનો ચેતનમય જ્ઞાનભાવ તેના વડે જ્ઞાની જીવે છે, પુદ્ગલવડે જ્ઞાની
જીવતા નથી. જીવવું એટલે વિદ્યમાન રહેવું. જ્ઞાનભાવમાં આત્માનો સદ્ભાવ છે,
જ્ઞાનપ્રાણવડે આત્માનું જીવન છે, જ્ઞાનમાં આત્માનું વિદ્યમાનપણું છે; તેને ટકવા માટે
પુદ્ગલના આહારની જરૂર નથી. અરે, જ્ઞાનમય આત્મા, તેમાં રાગનોય પ્રવેશ નથી,
ત્યાં જડનો પ્રવેશ કેવો? આવું જ્ઞાનમય જીવન તે જ જ્ઞાનીનું જીવન છે. જેમ
સિદ્ધભગવંતોનું જીવન અતીન્દ્રિય જ્ઞાનમય છે, તેમ ચોથા ગુણસ્થાનવર્તી જ્ઞાનીનું જીવન
પણ એવું જ અતીન્દ્રિય જ્ઞાનમય છે.
અહો, મારી વસ્તુ આવા જ્ઞાન–આનંદમય, તેના મહિમાની શી વાત! જેમ
શ્રવણબેલગોલના પહાડ ઉપર બાહુબલી ભગવાન કેવા ઊભા છે! જાણે પવિત્રતાનો
મોટો પિંડ! તેમ આ અસંખ્યપ્રદેશી આત્મા પણ કેવળજ્ઞાનના અનંત પ્રકાશથી ભરેલો,
જ્ઞાન–આનંદથી પરિપૂર્ણ અદ્ભુત નિધાનવાળો છે, તેના મહિમાનું શું કહેવું? તેના
વૈભવનું શું કહેવું? આવો આત્મા જેણે પોતામાં દેખ્યો તે પોતાના જ્ઞાન–આનંદના
અનુભવરૂપ જીવન જીવે છે,–એ જ જ્ઞાનીનું જીવન છે. રાગ વગર હું નહીં જીવી શકું–કે
ખોરાક વગર હું નહીં જીવી શકું એવી મિથ્યાબુદ્ધિ જ્ઞાનીને હોતી નથી. શરીર જ હું નથી,
ત્યાં ખોરાક મારામાં કેવો? ને ઈચ્છાઓ મારા જ્ઞાનમાં કેવી? જ્ઞાનનું જીવવું, જ્ઞાનનું
ટકવું તેમાં તો ઈચ્છાનો અને જડનો અભાવ છે. જો જ્ઞાનમાં ઈચ્છાનો કે જડનો પ્રવેશ
થાય તો, આત્માનું અસ્તિત્વ જ્ઞાનરૂપ ન રહેતાં, જડરૂપ ને રાગરૂપ થઈ જાય, એટલે કે
ભાવમરણ થાય. આહારવડે ને ઈચ્છા વડે પોતાનું જીવન માને તે જ્ઞાની નથી; તે તો
અજ્ઞાનથી ભાવમરણ કરી રહ્યો છે. હું તો જ્ઞાન છું, જ્ઞાનમાં તો આનંદનો ખોરાક છે,
જ્ઞાન તો નિત્ય–આનંદને ભોગવનારું છે;

PDF/HTML Page 20 of 49
single page version

background image
: કારતક : ૨૪૯૬ : ૧૭ :
‘आनंदामृत–नित्यभोजि’ એટલે કે જ્ઞાનીનું જ્ઞાન સદાય પોતાના આનંદરૂપી અમૃતનું
ભોજન કરનારું છે.–એ સિવાય રાગનો કે પુદ્ગલનો ભોગવટો જ્ઞાનમાં કદી નથી.
આ રીતે જ્ઞાનીનું જીવન જ્ઞાનમય છે, રાગમય કે પુદ્ગલમય નથી. પોતાના જ્ઞાન
ને આનંદના સ્વાદ વડે જ્ઞાની જીવે છે; તેમાં ઈચ્છાનો કે ખોરાકનો અભાવ છે, માટે તેના
વગર જ જ્ઞાની જીવે છે.–આવું જ્ઞાનીનું જીવન છે, આવી અંર્તદશા વડે જ જ્ઞાની
ઓળખાય છે.
જ્ઞાની ચૈતન્યરસનું પાન કરે છે, જડનું નહીં
– (સમયસાર ગા. ૨૧૩) –
‘દૂધ–પાણી–ઠંડા પીણાં–શેરડીનો રસ વગેરે પાન, તેને ધર્મી ઈચ્છતો નથી’ એટલે
શું? કે જેણે ચૈતન્યના નિર્વિકલ્પ આનંદરસનું પાન કર્યું છે તે પોતાના જ્ઞાનરસમાં
ઈચ્છાને કે બહારનાં પીણાંને ભેળવતો નથી. હું તો જ્ઞાનરસ છું; જડના રસ મારામાં
નથી, ને તે તરફના રાગરૂપ ઈચ્છા, તે રાગનો રસ પણ મારા ચૈતન્યરસમાં નથી.–આમ
ચૈતન્યરસપણે જ ધર્મી પોતાને અનુભવે છે. દૂધ–પાણી વગેરે જડના રસપણે ધર્મી
પોતાના આત્માને અનુભવતો નથી, તેમાં પોતાનું સુખ દેખતા નથી. નિર્વિકલ્પ
ચૈતન્યના શાંતરસના વેદનનું જે સુખ છે તેને જ જ્ઞાની અનુભવે છે. તે અનુભવ પાસે
આખા જગતના રસ તેને નીરસ લાગે છે.
શું ધર્મી પાણી નથી પીતા?
–ના; શું પાણીના રજકણો ધર્મીની જ્ઞાનપરિણતિમાં પ્રવેશી જાય છે? સંયોગમાં
પાણી પીવાની ક્રિયા ભજતી હોય ત્યારે ધર્મી તે પાણીથી ભિન્ન ચિદાનંદભાવને જ
પોતાપણે કરે છે. પાણી તે હું છું કે પાણીની ઈચ્છા તે હું છું–એમ ધર્મી કદી અનુભવતા
નથી એટલે તેને તે પોતામાં ગ્રહણ કરતા નથી, માટે તેને તેનો પરિગ્રહ નથી. અરે જીવ!
આવું ભેદજ્ઞાન કરીને, જડથી ભિન્ન તારા ચૈતન્યરસનો સ્વાદ કેવો છે તેને તો જાણ.
એકવાર સમસ્ત પરભાવોથી જુદા પડીને તારા નિજભાવને અનુભવમાં લે.–તેમાં પરમ
આનંદ છે. આવા અનુભવથી જ ધર્મીપણું થાય છે.
આહાર–પાણી શરીરમાં જવાની ક્રિયા થતી હોય, તે પ્રકારનો રાગ થતો હોય,
ત્યાં તે ક્રિયાને ધર્મી જીવ કરે છે–એમ તમે ન દેખો, ધર્મીજીવ તે ક્રિયારૂપે કે રાગરૂપે