Atmadharma magazine - Ank 314
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 41
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૭
સળંગ અંક ૩૧૪
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 41
single page version

background image
૩૧૪
સ્વયંસિદ્ધ આ વિશ્વનું સ્વરૂપ
અરિહંતદેવે જોયેલું જે આ સ્વયંસિદ્ધ વિશ્વ, તેમાં અનંત
ચેતન અને જડ પદાર્થો છે; ચેતન કે જડ કોઈ પદાર્થ પોતાની
સ્વજાતિને કદી છોડતો નથી.
ચેતન સદા ચેતનપણે રહીને, અને જડ સદા જડપણે રહીને,
પોતપોતાના ઉત્પાદ–વ્યય–ધ્રુવમાં વર્તે છે.
નિત્ય એવા ગુણરૂપ, અને અનિત્ય એવી પર્યાયોરૂપ, એ
રીતે પોતાના ગુણ–પર્યાયોરૂપ વસ્તુ પોતે જ છે. ગુણપણે કાયમ
રહીને તે પોતે જ પોતાની પર્યાયરૂપે પરિણમે છે.
ભિન્ન વસ્તુના ગુણ–પર્યાયો એકબીજામાં કદી ભળતા નથી,
કે એકબીજાને કદી કરતા નથી.
સર્વજ્ઞદેવે જોયેલું આવું વસ્તુસ્વરૂપ, વીતરાગી સંતોએ
પ્રસિદ્ધ કરીને જગતને ભેદજ્ઞાન કરાવ્યું છે.
(વિશેષ માટે આ અંકમાં આપેલાં પ્રવચનો વાંચો.)
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૬ માગશર (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૭. અંક ૨

PDF/HTML Page 3 of 41
single page version

background image
પ્રવચનસારની પૂર્ણતા...પંચાસ્તિકાયનો પ્રારંભ
(સોનગઢ કારતક સુદ પાંચમ)
પ્રવચનસાર પૂર્ણ કરતાં આચાર્યદેવ કહે છે કે હે જીવો! હે પરમ આનંદના
પિપાસુઓ! તમે આવો રે આવો! અહીં પરમ આનંદના અમૃતથી ભરેલી કેવળજ્ઞાનની
મહા નદી વહે છે. આવી કેવળજ્ઞાન અને આનંદથી ભરેલી નદીમાં ડુબેલું જે ઉત્તમ
ચૈતન્યરત્ન ઉલ્લસી રહ્યું છે તેને તમે આજે જ અનુભવમાં લ્યો.
જે જ્ઞાન–આનંદમય તત્ત્વ છે તે જ સ્વતત્ત્વ છે; પોતાના આવા મહાન
ચૈતન્યરત્નરૂપ સ્વતત્ત્વને હે જીવો! તમે આ જિનમાર્ગમાં આજે જ પ્રાપ્ત કરો. આ
આનંદમય ચૈતન્યતત્ત્વ જ જગતમાં સર્વોત્તમ તત્ત્વ છે. તેને આજે જ આનંદથી અનુભવો.
પંચાસ્તિકાયનો પ્રારંભ કરતાં આચાર્યદેવ કહે છે કે તે પરમાત્માને નમસ્કાર હો–
કે જેમની મહાનતા સહજ આનંદ અને ચૈતન્યપ્રકાશને લીધે છે. આત્માનો સહજ જ્ઞાન–
આનંદ સ્વભાવ છે, તેની મહાનતા ભાસી એટલે રાગની મહાનતા ન રહી, રાગથી
ભિન્નતા થઈ, તે મંગળ છે. પરને કરવા વડે કે રાગ વડે આત્માની મહત્તા નથી. સહજ
ચૈતન્ય અને સહજ આનંદ, તેના વડે જ આત્માની મહાનતા છે આવા જ્ઞાન–આનંદને
પામેલા પરમાત્માને ઓળખતાં પોતાના આત્માને પણ તેવો જ, રાગાદિથી જુદો જ્ઞાન–
આનંદમય જાણ્યો; તે અપૂર્વ મંગળ થયું. જેમની અત્યંત મધુર, હિતકર વાણી પરમાર્થ
રસિક જીવોને વિશુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિનો ઉપાય બતાવનારી છે, અને ભવને
જીતીને જેઓ જિતભવ થયા છે, એવા જિનદેવને નમસ્કાર કરીને, આચાર્યદેવ ભગવાને
કહેલા પંચાસ્તિકાયરૂપ અર્થ કહે છે,–કે જેને ઓળખતાં ચારગતિનો નાશ થઈને જીવને
સ્વતંત્રતારૂપ નિર્વાણની પ્રાપ્તિ થાય છે. માટે આ આગમને હે ભવ્યજીવો! તમે
ભક્તિપૂર્વક સાંભળો.
*પરમ આનંદરૂપે પરિણમવાનું કહીને પ્રવચનસારની પૂર્ણતા કરી.
*સહજ આનંદમય પરમ આત્માને નમસ્કાર કરીને પંચાસ્તિકાયનો પ્રારંભ કર્યો.
આત્મધર્મનું લવાજમ રૂા. ચાર ભરીને હજી સુધી આપ ગ્રાહક ન થયા હો
તો તુરતમાં જ ગ્રાહક બનો...જેથી ભેટ પુસ્તકસહિત પુરા અંકો આપ મેળવી શકો.
–આત્મધર્મ કાર્યાલય
સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 4 of 41
single page version

background image
વાર્ષિક વીર સં. ૨૪૯૬
લવાજમ માગશર
ચાર રૂપિયા 1969 Dis.
* વર્ષ ૨૭: અંક ૨ *
________________________________________________________________
વીતરાગના વારસ
જૈન એટલે વીતરાગનો વારસ; ભગવાન તીર્થંકરો દ્વારા
વીતરાગતાનો જે અમૂલ્ય વારસો જૈનસમાજને મળ્‌યો છે તે જગતમાં બીજા
કોઈને મળ્‌યો નથી. રત્નત્રયધારી સંતોએ સ્વાનુભૂતિના બળે આપણો આ
અમૂલ્ય વારસો સાચવ્યો.
વીતરાગતાનો એ અમૂલ્ય વારસો ધીમે ધીમે ભૂલાતો જતો હતો ને
રાગમાં ધર્મ મનાતો હતો,–પરંતુ–ઊંઘતા જૈનસમાજને ઢંઢોળીને પૂ.
કાનજીસ્વામીએ એ અમૂલ્ય વારસાનું ભાન કરાવ્યું કે અરે જીવો! તમે સિદ્ધ
છો...રાગ જેટલા તમે નથી, રાગમાં તમારી શોભા નથી. તમે તો સિદ્ધ
ભગવાન જેવા અનંતગુણસંપન્ન છો. જેવા સિદ્ધ છે તેવા જ તમે છો; સિદ્ધ
જેવા તમારા વીતરાગી વૈભવનો વારસો તમે સંભાળો.
વીતરાગતાની આવી હાકલ સાંભળીને, મુમુક્ષુ જીવો વીતરાગના
વારસને શોભે એવું પોતાનું જીવન બનાવે છે. આત્મધ્યેય વડે રાગ–દ્વેષ કેમ
ઓછા થાય ને વીતરાગતા કેમ વધે એ જ આપણું પ્રયોજન છે. આવા
પ્રયોજનની પુષ્ટિ એ જ આપણા આત્મધર્મનું ધ્યેય છે.
‘આત્મધર્મ’ એ કોઈ વ્યક્તિને રાજી રાખવા માટે, કે કોઈ સંસ્થાના
પ્રચાર માટે નથી ચાલતું, પણ સમસ્ત જૈન સમાજનું હિત લક્ષમાં રાખીને
ચાલે છે; સમાજમાં ઘરે ઘરે વીતરાગતાનો સંદેશ પહોંચે, અને વીતરાગના
વારસદારો પોતાના અમૂલ્ય વારસાને સમજે એ જ આપણા આત્મધર્મનું
મહાન ધ્યેય છે. આપણે સૌ આપણા આ ધ્યેય તરફ ઝડપી પ્રગતિ કરીને
આપણો વીતરાગી વારસો મેળવીએ...ને જૈનશાસનને શોભાવીએ.
(સં.)

PDF/HTML Page 5 of 41
single page version

background image
: ૨ : : માગશર : ૨૪૯૬
જ્ઞાનીની અદ્ભુત
જ્ઞાનચેતના
જ્ઞાનીની જ્ઞાનચેતના તે અત્યંત સૂક્ષ્મ છે અર્થાત્
અતીન્દ્રિય છે; ને શુભરાગ તો સ્થૂળ છે, તે સ્થૂળ ભાવ વડે
અંદરના સૂક્ષ્મ ભાવો પકડી શકાતા નથી. રાગથી જુદા
પડેલા એવા સૂક્ષ્મ જ્ઞાનવડે જ જ્ઞાનીની અદ્ભુત દશાને
ઓળખી શકાય છે.
રાગની ક્રિયાઓ વખતે તેનાથી જુદી પરિણમનારી જ્ઞાનીની જે જ્ઞાનચેતના છે,
તે જ્ઞાનચેતનાને અજ્ઞાનીઓ ઓળખતા નથી, એટલે જ્ઞાનીના ખરા કાર્યને તે ઓળખતા
નથી; તેમને તો રાગ જ દેખાય છે. રાગથી પાર ભાવની તેમને ખબર નથી. પોતે
રાગમાં તન્મય વર્તીને રાગને કરે છે એટલે ‘જ્ઞાની પણ રાગને કરે છે’–એમ તેને
પ્રતિભાસે છે; પણ, જ્ઞાની તો જ્ઞાનમય ભાવમાં જ તન્મય વર્તે છે ને રાગથી જુદા વર્તે
છે–એવી અદ્ભુત જ્ઞાનપરિણતિ તે અજ્ઞાનીને દેખાતી નથી.
જ્ઞાનીના રાગાતીત ચૈતન્યભાવને સૂક્ષ્મ કહ્યા છે, ને રાગાદિ ભાવોને સ્થૂળ કહ્યા
છે. અજ્ઞાની તે સૂક્ષ્મ ભાવોને અનુભવતો નથી, ને રાગાદિ સ્થૂળ ભાવોને જ
અનુભવતો થકો તેને ધર્મ સમજે છે. જ્ઞાન ચેતના તો ચોખ્ખી છે, તે ચોખાના કણ જેવી
છે, ને શુભરાગ તો ઉપરનાં ફોતરાં જેવાં છે. એકલા ફોતરાંને જ દેખે ને ફોતરાં જ ભેગાં
કરીને ખાંડવા માંડે તો તેને કણની પ્રાપ્તિ ક્યાંથી થાય? જેમ જડની અને રાગની ક્રિયા
તે ફોતરાં જેવી છે, તે ફોતરાંને જ જે આત્માનું કાર્ય માને, અને અંદરના કસદાર એવા
જ્ઞાનભાવને ન ઓળખે તો તેને પોતામાં ભેદજ્ઞાન થતું નથી, ને બીજા જ્ઞાનીને પણ તે
ઓળખી શકતો નથી. જ્ઞાનીનો ભાવ એટલે રાગથી જુદો પડેલો ચૈતન્યભાવ; રાગથી
જુદો પડેલો રાગ વગરનો ભાવ. તે રાગને કેમ કરે?
રાગથી જુદી એવી જ્ઞાનચેતના તે જ્ઞાનવડે જ ઓળખાય છે, રાગ વડે
ઓળખાતી નથી. માટે કહ્યું કે જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે; અજ્ઞાની તેને જાણી ન શકે.
પ્રશ્ન:– તો અજ્ઞાનીએ શું કરવું?
ઉત્તર:– અજ્ઞાનીએ અજ્ઞાન છોડીને જ્ઞાની થવું. પોતામાં રાગથી ભિન્નતા

PDF/HTML Page 6 of 41
single page version

background image
: માગશર : ૨૪૯૬ : ૩ :
અનુભવ્યા વગર જ્ઞાનીને ક્યાંથી ઓળખશે? અંધારું ટાળવા શું કરવું? કે પ્રકાશ કરવો.
તેમ અજ્ઞાન ટાળવા શું કરવું? કે પોતામાં જ્ઞાનપ્રકાશ પ્રગટ કરવો. જ્ઞાન અને રાગની
ભિન્નતાના ભેદજ્ઞાન વગર ધર્મના માર્ગમાં એક પગલુંય જવાતું નથી; જ્ઞાન અને રાગની
ભિન્નતાના ભાન વગર પંચ પરમેષ્ઠીને ઓળખી શકાતા નથી, નવતત્ત્વને ઓળખી
શકાતા નથી, કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ વીતરાગી મોક્ષમાર્ગ પણ ઓળખાતો નથી.
અજ્ઞાની તો રાગરૂપ તત્ત્વોને જ્ઞાનમાં ભેળવી દે છે, ને જ્ઞાનભાવમાં રાગનું કાર્ય માને છે
ઉદયભાવોને જ્ઞાનભાવો, અથવા બંધભાવો અને મોક્ષભાવો, તેની અત્યન્ત ભિન્નતાને
ભેદજ્ઞાન વગર ઓળખાય નહીં. ને તે ઓળખ્યા વગર, જ્ઞાની શું કરે છે તેની ખબર પડે
નહીં, જ્ઞાની જ્ઞાન કરે છે કે રાગ કરે છે? તે અજ્ઞાની જાણતો નથી. અંતરાત્માની ગતિને
બહિરાત્મા શું જાણે?
અજ્ઞાની શુભરાગમાં એકાકાર વર્તતો હોય, તે શુભથી જુદી જ્ઞાનચેતનાને
ઓળખતો પણ ન હોય; અને જ્ઞાની અશુભ વખતે તેનાથી જુદી જ્ઞાનચેતનારૂપ વર્તતા
હોય; ત્યાં એકલા શુભ–અશુભ રાગને જ જોનારો બાહ્યદ્રષ્ટિજીવ જ્ઞાનીની અંદરની
જ્ઞાનચેતનાને ક્યાંથી ઓળખશે? એ તો બહારના શુભ–અશુભ ભાવોને જ દેખનારો છે.
જો શુભાશુભથી જુદી જ્ઞાનચેતનાને ઓળખે તો તે પોતે જ્ઞાની થઈ જાય, ને બીજા જ્ઞાની
શું કરે છે (જ્ઞાન કરે છે કે રાગ કરે છે) તેની પણ તેને ખરી ઓળખાણ થાય. આવી
ઓળખાણ કરવી તે સમ્યગ્દર્શન છે, તે ધર્મ છે.
ધર્મી જીવ સમ્યગ્દર્શનવડે પોતાના આત્માને શુદ્ધ ચૈતન્યમય અનુભવતા થકા
એવા નિર્ભય હોય છે કે વજ્ર પડે તોપણ પોતાનો માર્ગ છોડતા નથી, જે સ્વભાવ જાણ્યો
તેનાથી ચલિત થતા નથી. ‘આ વજ્રથી મારા જ્ઞાનનો નાશ થઈ જશે!’–એમ ભયભીત
થતા નથી, શંકા કરતા નથી. શંકા રહિત વર્તતા થકા નિર્ભયપણે પોતાને જ્ઞાનસ્વરૂપે જ
અનુભવે છે. જગતમાં આકરા આળ આવે, ચારેકોર પ્રતિકૂળતા આવે, નિંદાની ઝડીઓ
વરસતી હોય, ને શરીરમાં રોગની આકરી વેદના હોય, તોપણ ધર્મી પોતાના
ચિદાનંદસ્વરૂપની શ્રદ્ધાથી ડગતા નથી, મારું શું થશે’–એમ ભયભીત થતા નથી; ‘હું તો
જ્ઞાન છું ને જ્ઞાન જ રહીશ; મારા જ્ઞાનમાં આ પ્રતિકૂળતાનો પ્રવેશ કેવો? રાગનોય
પ્રવેશ મારા જ્ઞાનમાં નથી’–એમ નિઃશંકપણે જ્ઞાનને જ અનુભવતા થકા ધર્મી જીવ
નિર્ભય રહે છે.
આ પુદ્ગલનું બનેલું શરીર મારું નથી, તેના નાશે મારો નાશ થતો નથી; હું તો
જ્ઞાનશરીર છું, મારું જ્ઞાનશરીર વજ્રઘાતથી પણ હણાતું નથી.–આમ

PDF/HTML Page 7 of 41
single page version

background image
: ૪ : : માગશર : ૨૪૯૬
અવધ્ય જ્ઞાનપણે જ પોતાનું અસ્તિત્વ અનુભવતા ધર્મી જીવ, ગમે તેવી પ્રતિકૂળતા
વખતેય પોતાના જ્ઞાનસ્વરૂપથી ચલિત થતા નથી, જ્ઞાનને અન્યથા માનતા નથી. આવું
જ્ઞાનીનું પરમ સાહસ છે,–અપૂર્વ પુરુષાર્થ છે. ગમે તેવા પ્રસંગમાં જ્ઞાનને જ્ઞાનપણે જ
અનુભવવું, બીજા કોઈ ભાવને જ્ઞાનમાં પ્રવેશવા ન દેવા, પ્રતિકૂળતાના ખળભળાટ
વચ્ચેય જ્ઞાનને ધીરું–શાંત અનુભવવું–આવું આત્મશ્રદ્ધાનું પરમ પરાક્રમ જ્ઞાનીને જ હોય
છે. તે અનુકૂળ કે પ્રતિકૂળ સર્વપ્રસંગે જ્ઞાનતત્ત્વમાં શંકા છોડીને નિઃશંકપણે એમ
અનુભવે છે કે ‘હું તો જ્ઞાન જ છું;’ મારો નાશ નથી. આ પ્રતિકૂળતાના ઘેરાથી મારું
જ્ઞાન અન્યથા થઈ જશે, કે અજ્ઞાન થઈ જશે–એવી શંકા સમ્યગ્દ્રષ્ટિને ઊઠતી નથી. તે તો
અવધ્ય એવા જ્ઞાનસ્વરૂપે જ પરિણમે છે. આવું સામર્થ્ય સમ્યગ્દ્રષ્ટિ–જ્ઞાનીનું જ છે.
પરથી ભિન્ન, રાગથી ભિન્ન, જ્ઞાનમય આત્માને વેદવો તે ધર્મ છે. સાચો
આત્મા જ તે છે કે જે જ્ઞાનરૂપે પરિણમે છે. શાશ્વત એવું મારું જ્ઞાન, તે કદી મારાથી જુદું
પડે નહીં, તેનું કદી મરણ થાય નહીં, અભાવ થાય નહીં, દેહ અને રાગ તે કાંઈ મારું
સ્વરૂપ નથી. દેહ તો જડ–પુદ્ગલોની રચના છે, એ કાંઈ મારી રચના નથી; રાગ પણ
મારી રચના નથી; મારી રચના તો જ્ઞાન છે. જ્ઞાનવડે હું સદા જીવંત છું. મારે મરણ જ
નથી પછી ભય કેવો?–‘અબ હમ અમર ભયે, ન મરેંગે.’ રાગાદિથી જુદી, જ્ઞાનીની
આવી જ્ઞાનચેતનાને જ્ઞાની જ ઓળખે છે.
(સમયસાર : કળશ ૧પ૩–૧પ૪)
–: ભાવના :–
કાંદીવલીના એક સભ્ય (No. ૧૧૩પ) હંસાબેન લખે છે કે–‘હું
ઘરકામ કરી રહી હતી ત્યાં અચાનક જ ટપાલીનો ટહૂકો સંભળાયો અને
હાથમાં આત્મધર્મ આવી પડ્યું. ઘરકામ એકબાજુ મુકી હું આત્મધર્મ
જોવા લાગી. તેમાં ઘણી જ વિવિધતા જોવા મળી. પ્રથમ પાને જ
શ્રુતજ્ઞાનનો અને સમ્યગ્દર્શનનો અપૂર્વ દીવડો પ્રગટાવવાનો મહામૂલો
સંદેશ મળ્‌યો. આપણે ઈચ્છીએ કે આ દીવાળીનું પર્વ એટલે કે વીરપ્રભુનું
પર્વ આપણે શ્રુતજ્ઞાનના ને સમ્યક્ત્વના દીવડા પ્રગટાવીને ઉજવીએ અને
આપણા જીવનને ગુરુદેવના અમૂલ્ય પ્રતાપે જ્ઞાનપ્રકાશવડે ગૌરવવન્તું
કરીએ. સાથે સાથે ગુરુદેવની અમોઘ વાણી આત્મધર્મ દ્વારા સદાય ઝરતી
રહે, અને ‘આત્મધર્મ’ જગતમાં સર્વશ્રેષ્ઠ બની રહે, અને ચીરકાળ
ગુરુદેવનાં વચનામૃત પીવડાવ્યા કરે–એવી ભાવના તેમણે વ્યક્ત કરી છે.

PDF/HTML Page 8 of 41
single page version

background image
: માગશર : ૨૪૯૬ : પ :
સર્વજ્ઞે જોયેલી સર્વ પદાર્થની સત્તા
વસ્તુની સ્વાધીન સત્તાને પ્રસિદ્ધ કરતો ખુલ્લો પત્ર–
લે: વીતરાગી સંતો
બહારની ‘સત્તા’ માટે લોકો કેટલા વલખાં મારે
છે?–પણ જે સ્વાધીન ‘સત્તા’ રૂપે પોતે સદાય છે જ, તે
સ્વ–સત્તાને જો ઓળખે તો સમ્યગ્જ્ઞાન વડે અપૂર્વ શાંતિનું
વેદન થાય. હે જીવ! તારી સાચી સત્તા વીતરાગી સંતો
તને સમજાવે છે. શ્રીગુરુ કહે છે કે આ તો વીતરાગી
સંતોએ લખેલો ખુલ્લો પત્ર છે–કે જે વસ્તુના સત્સ્વરૂપને
પ્રસિદ્ધ કરે છે.
(પંચાસ્તિકાય ગાથા ૮ ઉપરનાં પ્રવચનોમાંથી)
આ જગતમાં જીવ–પુદ્ગલ વગેરે પાંચ અસ્તિકાયો, અને છઠ્ઠું કાળદ્રવ્ય, એમ છ
પ્રકારનાં દ્રવ્યો સત્ છે, અસ્તિરૂપ છે, સર્વજ્ઞદેવે તેમનું સ્વરૂપ પ્રત્યક્ષ જોયું છે; અને
સંતોએ વીતરાગમાર્ગમાં તે પ્રસિદ્ધ કર્યું છે.
જગતમાં છ દ્રવ્યો સત્ છે, અને તેને જાણનારો સર્વજ્ઞસ્વભાવી આત્મા છે.
છદ્રવ્યનું અસ્તિત્વ જે નથી માનતો તે આત્માના સર્વજ્ઞસ્વભાવને જ નથી જાણતો;
તેમજ આત્માના સર્વજ્ઞસ્વભાવને જે નથી માનતો તે છ દ્રવ્યોને પણ યથાર્થપણે જાણતો
નથી. સર્વજ્ઞ વગર છ દ્રવ્યોનાં અતીન્દ્રિય સ્વભાવને જાણે કોણ?
હવે, જગતમાં જે અસ્તિરૂપ દ્રવ્યો છે અને સર્વજ્ઞદેવે જે જોયા છે, તેમનું સ્વરૂપ
કેવું છે? તેમનું સત્પણું કેવું છે? તે અહીં પંચાસ્તિકાયની આઠમી ગાથામાં કહે છે.
આમાં વસ્તુના સત્સ્વરૂપની અલૌકિક સૂક્ષ્મ વાત છે.
જગતમાં આત્મા કે જડ, જે કોઈ વસ્તુ સત્ વિદ્યમાન છે તે એકલી નિત્ય નથી કે
એકલી અનિત્ય નથી.
જો વસ્તુ સર્વથા નિત્ય હોય તો, તે કદી બદલે જ નહિ, એટલે તેમાં મિથ્યાત્વ
ટળીને સમ્યક્ત્વ થઈ શકે નહીં, દુઃખ ટળીને સુખ થઈ શકે નહિ; કર્મની મિથ્યાત્વ દશા
છૂટીને બીજી દશા થાય નહીં. સત્ વસ્તુ નિત્ય ટકીને

PDF/HTML Page 9 of 41
single page version

background image
: ૬ : : માગશર : ૨૪૯૬
બદલતી હોય તો જ એ બધું સંભવે. માટે કહે છે કે સત્ એટલે કે વિદ્યમાન વસ્તુ સર્વથા
નિત્ય કે સર્વથા ક્ષણિક નથી.
વસ્તુ જો સર્વથા અનિત્ય હોય તો, તે ટકે નહિ, એટલે ‘કાલે હતો તે હું આજે છું,
પૂર્વ ભવમાં હતો તે હું જ આ ભવમાં છું–’ એવું પ્રત્યભિજ્ઞાન અર્થાત્ નિત્યતાનું જ્ઞાન
ક્યાંથી થાય? વસ્તુની નિત્યતાને કારણે જ એવું જ્ઞાન થાય છે. અને એવા જ્ઞાનવાળા
જીવો નજરે પણ દેખાય છે.
વળી વસ્તુ જો સર્વથા નિત્ય હોય તો, એક અવસ્થા પલટીને બીજી
અવસ્થા ક્યાંથી થાય? બદલ્યા વગર મિથ્યાત્વ ટળીને સમ્યક્ત્વ ક્્યાંથી થાય?
શ્રુતજ્ઞાન ટળીને કેવળજ્ઞાન કયાંથી થાય? વસ્તુમાં અનિત્યતાને કારણે
અવસ્થાઓ પલટે છે.
આ રીતે વસ્તુ નિત્ય–અનિત્યરૂપ છે. નિત્ય અનિત્ય એવા સ્વરૂપે જ
વસ્તુનું અસ્તિત્વ છે. નિત્યતા હોવાથી ધ્રુવપણું છે, અને અનિત્યતા હોવાથી તેને
ઉત્પાદ–વ્યય પણ છે. આ રીતે ઉત્પાદ–વ્યય–ધ્રુવ એવા ત્રણ સ્વરૂપે વસ્તુનું
અસ્તિત્વ છે; તેને જ સત્તા કહેવાય છે. દરેક વસ્તુ સ્વાધીનપણે આવી સત્તાસ્વરૂપ
છે.
જગતની જેટલી સત્ વસ્તુઓ છે તે બધી પોતે જ ઉત્પાદ–વ્યય–ધ્રુવસ્વરૂપ
છે. તેની પર્યાયનો ઉત્પાદ પોતાથી જ છે, તેની મિથ્યાત્વાદિ પર્યાયનો વ્યય પણ
પોતાથી જ છે, બીજાથી નથી. તેનું કાયમ ટકવારૂપ ધ્રુવપણું પણ પોતાથી જ છે,
બીજાથી નથી.
આ એકલા જીવની વાત નથી પણ જગતના બધા પદાર્થોની વાત છે. દરેક
પદાર્થનું સત્પણું એટલે કે અસ્તિત્વ પોતાના ઉત્પાદ–વ્યય–ધ્રુવ એવા ત્રણસ્વરૂપે છે.
એકના ઉત્પાદ–વ્યય–ધ્રુવમાં બીજાની સત્તા નથી, એટલે બીજો તેના ઉત્પાદ–વ્યય–ધ્રુવને
કરે એવું સત્ નથી.
વસ્તુ પોતાના સ્વરૂપથી ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ છે, તેમ તેની સત્તા પણ ઉત્પાદ–
વ્યય–ધ્રુવ એવા ત્રિલક્ષણસ્વરૂપ જાણવી. વસ્તુ ભાવવાન છે, સત્તા તેનો ભાવ છે, તેમને
કથંચિત્ એકતા છે, એટલે જેવી વસ્તુ છે એવી જ તેની સત્તા છે.

PDF/HTML Page 10 of 41
single page version

background image
: માગશર : ૨૪૯૬ : ૭ :
જેમ ‘સત્તા’ એક ગુણ છે; ને વસ્તુ ગુણવાન છે; તેમ જ્ઞાન એક ગુણ છે–
ભાવ છે, ને આત્મા ગુણવાન છે–ભાવવાન છે. જેમ આત્મવસ્તુ પોતે ઉત્પાદ–વ્યય–
ધ્રુવરૂપ છે તેમ તેનો જ્ઞાનગુણ પોતાથી જ ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ છે. જ્ઞાનપણે નિત્ય
રહીને તે પોતે એક અવસ્થામાંથી બીજી અવસ્થારૂપે બદલે છે, એટલે ઉત્પાદ–વ્યયને
કરે છે.
અજ્ઞાન ટળીને સમ્યગ્જ્ઞાન થયું કે શ્રુતજ્ઞાન પલટીને કેવળજ્ઞાન થયું, તે જ્ઞાનની
પોતાની સત્તાથી થયું છે, કોઈ બીજાના કારણે થયું નથી. મિથ્યાત્વ ટળીને સમ્યક્ત્વ
થયું–તે ઉત્પાદ–વ્યય જીવથી થયા છે, તે વખતે કર્મમાં મિથ્યાત્વ અવસ્થા મટીને બીજી
(અકર્મરૂપ) અવસ્થા થઈ તે ઉત્પાદ–વ્યય પુદ્ગલના છે, તે પુદ્ગલનું સત્ છે; જીવની
સત્તામાં તે નથી એટલે તેનો કર્તા પણ જીવ નથી. કેમકે જેના અસ્તિત્વમાં જે હોય તે
તેને કરે.
અહા, જગતના બધા પદાર્થો એક સમયમાં ઉત્પાદ–વ્યય–ધ્રુવતા એવા ત્રણ
સ્વરૂપ છે. એક સમયમાં ત્રણને જાણે તે ત્રણકાળને જાણે. સત્ કેવું છે તેની જગતને
ખબર નથી. ભગવાનની વાણીએ આવું સત્ પ્રસિદ્ધ કર્યું એ તેમની સર્વજ્ઞતાની નિશાની
છે.
શરીરની, વચનની, કર્મની જેટલી ક્રિયાઓ છે તે બધી પુદ્ગલના ઉત્પાદ–વ્યય–
ધ્રુવમાં છે, એટલે પુદ્ગલના અસ્તિત્વમાં તે થાય છે; જીવમાં નહીં; પુદ્ગલો ઉત્પાદ–
વ્યયરૂપ થઈને તે ક્રિયાને કરે છે, જીવ તેને કરતો નથી. જીવનું અસ્તિત્વ પોતાના
ઉત્પાદ–વ્યય–ધ્રુવમાં છે.
અહો, પદાર્થનું આવું સત્ સ્વરૂપ, તે જાણતાં સમ્યગ્જ્ઞાનની પ્રસિદ્ધિ થાય છે,
મિથ્યાબુદ્ધિ છૂટીને વીતરાગતા થાય છે. સમ્યગ્જ્ઞાનની પ્રસિદ્ધિ અને વીતરાગતા તે આ
શાસ્ત્રનું તાત્પર્ય છે. વસ્તુના સત્ સ્વરૂપને જાણ્યા વગર સમ્યગ્જ્ઞાન કે વીતરાગતા થાય
નહીં.
સત્ વસ્તુ પોતે જ ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ છે. તો બીજો તેમાં શું કરે? પોતાના
ઉત્પાદ–વ્યય–ધ્રુવથી બહાર કોઈ વસ્તુનું અસ્તિત્વ હોતું નથી, એટલે પરમાં તે શું કરે?
અહો, વસ્તુનું અસ્તિત્વ જાણે તો સ્વ–પરની તદ્ન ભિન્નતારૂપ ભેદજ્ઞાન થાય, એટલે
સમ્યગ્જ્ઞાનની પ્રસિદ્ધિ થાય. આવા ભેદજ્ઞાન વડે જ રાગ–દ્વેષ–મોહને હણીને વીતરાગતા
થાય છે.

PDF/HTML Page 11 of 41
single page version

background image
: ૮ : : માગશર : ૨૪૯૬
આ ગાથા દ્વારા સંતોએ સ્વાધીન સત્તાને પ્રસિદ્ધ કરી છે.
ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ વસ્તુસ્વરૂપના જે કાયદા છે તે કોઈથી તોડી શકાતા નથી.
વસ્તુ સ્વરૂપની જે સત્તા, તેના અબાધિત નિયમોને કોઈ તોડી શકે નહીં. જેમ જીવના
અસ્તિત્વને ફેરવીને તેને કોઈ અજીવ બનાવી શકતું નથી, તેમ જીવની જે ઉત્પાદ–વ્યય–
ધ્રુવરૂપ સત્તા તેમાં બીજાની દખલગીરી ચાલતી નથી. સિદ્ધ હો કે સાધક હો, કેવળજ્ઞાની
હો કે અજ્ઞાની હો, જીવ હો કે જડ હો, તે દરેકનું ઉત્પાદ–વ્યય–ધ્રુવપણે હોવાપણું પોતાથી
જ છે, પોતાની જ સત્તાથી પદાર્થો તેવા છે. જગતમાં એવી કોઈ સત્–વસ્તુ નથી કે જે
ઉત્પાદ–વ્યય–ધ્રુવતા વગરની હોય. ત્રેવડી એટલે કે ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ ત્રિલક્ષણવાળી
જ સત્ વસ્તુ છે.
* બધી વસ્તુઓ આવી ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ સત્ છે. (અર્થસમય)
‘સત્’ એમ કહેતાં તેમાં બધા પદાર્થો આવી જાય છે. (શબ્દસમય)
અને ‘સત્’ એવા જ્ઞાનમાં સર્વ પદાર્થોનું જ્ઞાન આવી જાય છે. (જ્ઞાનસમય)
–આમ પદાર્થનું સ્વરૂપ, તેને કહેનારી વાણી, અને તેને જાણનારું જ્ઞાન, એ રીતે
અર્થસમય–શબ્દસમય–જ્ઞાનસમય એ ત્રણેનો મેળ છે. આવું સ્વરૂપ જાણતાં સમ્યગ્જ્ઞાન
અને વીતરાગતા થાય તે ધર્મ છે, તે મોક્ષમાર્ગ છે.
જગતમાં સર્વજ્ઞદેવે જોયેલા પદાર્થોના સત્ સ્વરૂપનું આ કથન છે. જીવ–પુદ્ગલ
વગેરે છપ્રકારની વસ્તુઓ છે; તે વસ્તુઓ ભૂત–વર્તમાન અને ભાવિ પોતપોતાની
પર્યાયોરૂપે પરિણમતી હોવા છતાં અનિત્ય નથી, કેમકે પોતપોતાના નિશ્ચિત સ્વરૂપને તે
કદી છોડતી નથી તેથી નિત્ય છે. આમ નિત્ય–અનિત્ય સ્વરૂપ જે વસ્તુ છે તે સત્ છે;
તેને જ ઉત્પાદ–વ્યય–ધ્રુવપણું છે, અને તે ગુણપર્યાયવાન છે. આવા વસ્તુસ્વરૂપનું આ
વર્ણન છે.
અનંત દ્રવ્યો જગતમાં એકસાથે રહેલાં હોવાં છતાં પોતપોતાના નિશ્ચિત સ્વરૂપને
કોઈ છોડતું નથી, એટલે અનેક દ્રવ્યો કદી એકપણું પામતા નથી. ચેતનમય જીવ અને
અચેતન એવાં કર્મ તેમને વ્યવહારથી એકપણું હોવા

PDF/HTML Page 12 of 41
single page version

background image
: માગશર : ૨૪૯૬ : ૯ :
છતા બંનેનું સ્વરૂપ જુદું જ છે. એકબીજાનાં સ્વરૂપને કોઈ ગ્રહતાં નથી એટલે બંને
જુદાં જ છે; બંનેનું અસ્તિત્વ જુદું જ છે. જીવના ઉત્પાદ–વ્યય–ધ્રુવ જીવમાં છે, ને
પુદ્ગલના ઉત્પાદ–વ્યય–ધ્રુવ પુદ્ગલમાં છે. બંનેનું અસ્તિત્વ જુદું પોતપોતાના
સ્વરૂપમાં જ છે. એકના ઉત્પાદ–વ્યય–ધ્રુવ બીજાનાં કારણે નથી. આવું વસ્તુસ્વરૂપ
જાણે તો પરથી ભિન્ન પોતાની સ્વ–સત્તા સામે નજર કરતાં ભેદજ્ઞાન અને
વીતરાગતા થાય. તેનું નામ ધર્મ છે.
વસ્તુનું અસ્તિત્વ કહો કે વસ્તુની સત્તા કહો, કે ગુણ–પર્યાય કહો, અથવા
ઉત્પાદ–વ્યય ને ધ્રુવ કહો, એ બધું જુદું નથી. પણ એક જ છે. વસ્તુના ‘સત્’ માં બધું
સમાય છે.
જગતના બધા પદાર્થો ત્રિલક્ષણવાળાં છે એટલે કે ઉત્પાદ–વ્યય ને ધ્રુવ એવા
સ્વભાવ સહિત વર્તે છે. ક્ષણેક્ષણે નવી પર્યાયનો ઉત્પાદ થવો તે વસ્તુનો સ્વભાવ જ છે,
તો બીજો તે ઉત્પાદમાં શું કરે?
સામાન્યપણે ‘સત્’ એમ કહેતાં જગતના બધા પદાર્થો તેમાં આવી જાય છે, કેમકે
બધું સત્ છે. પણ જ્યારે વિશેષ ભેદ પાડીને તેમને ભિન્ન–ભિન્ન સ્વરૂપે (એટલે કે
અવાંતર સત્તારૂપે) જોવામાં આવે ત્યારે દરેકનું સ્વરૂપ જુદું જુદું છે. જીવનું અસ્તિત્વ
સદા જીવરૂપ છે, અને પુદ્ગલનું અસ્તિત્વ સદા પુદ્ગલરૂપ છે. એમ દરેક પદાર્થ
પોતપોતાના સ્વરૂપ–અસ્તિત્વપણે સત્ છે; ને બીજારૂપે અસત્ છે.
હવે વસ્તુના આખા સત્ને જુઓ તો તે એક સાથે ઉત્પાદ–વ્યય–ધ્રુવ એવા ત્રણ
લક્ષણવાળું ‘ત્રિલક્ષણ’ છે. પણ તેમાં એક ઉત્પાદને જુઓ તો તે ઉત્પાદલક્ષણવાળો જ
છે, ઉત્પાદરૂપ જે ભાવ છે તે પોતે વ્યય કે ધ્રુવરૂપ નથી, તેથી તે ઉત્પાદને ત્રિલક્ષણપણું
નથી, તેને તો એક ઉત્પાદલક્ષણપણું જ છે. એ જ રીતે વ્યયનું લક્ષણ વ્યય છે, ને ધ્રુવનું
લક્ષણ ધ્રુવતા છે; આ રીતે વસ્તુના ઊપજતા ભાવનું, વિણશતા ભાવનું અને ટકતા
ભાવનું, દરેકનું જુદું જુદું એક લક્ષણ છે; ને ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ આખી સત્વસ્તુને
ત્રિલક્ષણપણું છે.
સ્વસત્તા ને પરસત્તા દરેકના ઉત્પાદ–વ્યય–ધ્રુવ પોતપોતાના અસ્તિત્વમાં છે.
શરીરના પુદ્ગલના કે બીજા જીવના ઉત્પાદ–વ્યય–ધ્રુવ મેં કર્યા એમ જે

PDF/HTML Page 13 of 41
single page version

background image
: ૧૦ : : માગશર : ૨૪૯૬
માને છે તેણે વસ્તુને સત્ જાણી નથી, વસ્તુ પોતે ઉત્પાદ–વ્યય–ધ્રુવસ્વરૂપ છે એમ તેણે
જાણ્યું નથી. જ્યાં વસ્તુ પોતે ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ છે ત્યાં તેનો કોઈ અંશ બીજો આપે, કે
બીજાને લીધે થાય–એ વાત રહેતી નથી. વસ્તુને સત્ જ ત્યારે કહેવાય કે જ્યારે તે પોતે
ઉત્પાદ–વ્યય–ધ્રુવસ્વરૂપ હોય.
આ જીવમાં દયાના શુભરાગનો ઉત્પાદ થયો માટે સામા જીવમાં બચવાની ક્રિયા
થઈ–એમ માને તેને સ્વ–પરના સ્વતંત્ર અસ્તિત્વની ખબર નથી. બીજો જીવ બચ્યો તે
તેનો ઉત્પાદ છે, ને આ જીવને શુભરાગ થયો તે આનો ઉત્પાદ છે; પોતપોતાની
ઉત્પાદપર્યાયમાં દરેકનું અસ્તિત્વ છે. આવા ભિન્ન અસ્તિત્વ ઉપરાંત, રાગથી પણ
પોતાના જ્ઞાયકભાવનું ભિન્નપણું ધર્મીજીવ જાણે છે. જ્ઞાયકસ્વભાવમાત્ર ભાવ હું છું એમ
ધર્મી અનુભવે છે.
શ્રુતજ્ઞાનપર્યાયનો વ્યય થઈને કેવળજ્ઞાનપર્યાયનો ઉત્પાદ થાય ને જ્ઞાનપણે
ધ્રુવતા રહે–એવું જ્ઞાનનું પોતાનું સામર્થ્ય છે. તે ઉત્પાદ કોઈ બીજાના કારણે થતો
નથી. સત્ની અવસ્થાની ઉત્પત્તિ પરને લઈને માને તે સત્નો નાશ (સત્તાનાશ–
સત્યાનાશ) કરે છે. સત્તા પોતે ઉત્પાદ–વ્યય–ધ્રુવવાળી છે, તેનો એક્કેય અંશ પરને
લીધે માનતાં તે માન્યતામાં સત્નો નાશ થાય છે, એટલે કે માન્યતામાં મિથ્યાત્વ
થાય છે. આ મિથ્યાત્વ તે મોટો દોષ છે, પણ જગતને તે દોષની ખબર નથી, ને તેને
ટાળ્‌યાં પહેલાં બીજા અવ્રતાદિ દોષ ટાળવા મથે છે. પણ મિથ્યાત્વ ટળ્‌યા વગર બીજા
દોષ કદી ટળે નહીં, અને સત્નું યથાર્થ સ્વરૂપ જાણ્યા વગર મિથ્યાત્વ ટળે નહીં.
સત્ની સમજણ તે મૂળધર્મ છે.
વિશ્વમાં જેટલા સત્ છે તે બધાને જાણવાની તાકાતવાળું જ્ઞાન છે; આવા
જ્ઞાનસ્વભાવની પ્રસિદ્ધિ અર્થે આ પંચાસ્તિકાયનું વર્ણન છે. અનંત સત્ પદાર્થો છે,
તો તેને જાણવાની તાકાતવાળું જ્ઞાન પણ સત્ છે. જ્ઞાનની પ્રતીતપૂર્વક પદાર્થોનું
યથાર્થ જ્ઞાન થાય છે. એટલે જ્ઞાનની પ્રસિદ્ધિ તે શાસ્ત્રનું તાત્પર્ય છે. આ
સમયવ્યાખ્યા (એટલે કે શાસ્ત્રની ટીકા) સમ્યગ્જ્ઞાનરૂપી નિર્મળ જ્યોતિની જનની
છે;–આમાં કહેલું વસ્તુસ્વરૂપ ઓળખતાં સમ્યગ્જ્ઞાનરૂપી જ્યોત પ્રગટે છે–એમ ત્રીજા
કળશમાં આચાર્યદેવે કહ્યું છે. ભગવાનની દિવ્યવાણીમાં શુદ્ધ આત્માની ઉપલબ્ધિનો
માર્ગ કહ્યો છે; તેથી તે

PDF/HTML Page 14 of 41
single page version

background image
: માગશર : ૨૪૯૬ : ૧૧ :
વાણી હિતકર છે અને પરમાર્થરસિક જીવોના મનને હરનારી છે, મધુર છે. તે વાણીમાં
બતાવેલ વસ્તુસ્વરૂપનું આ વર્ણન છે.
ઉત્પાદ–વ્યય–ધ્રુવ એવા ત્રણ લક્ષણરૂપ સત્પણું દરેક વસ્તુમાં છે; સિદ્ધમાં પણ
ત્રણ લક્ષણ છે ને એક પરમાણુમાં પણ ત્રણલક્ષણપણું છે, ઉત્પાદ–વ્યય–ધ્રુવ વગરનું કોઈ
દ્રવ્ય હોય નહીં. બધા પદાર્થો સત્ છે–એની પ્રતીત કરવી તે જ્ઞાનનું કામ છે. જગતમાં
છદ્રવ્યો છે.–તે એમ જાહેર કરે છે કે જ્ઞાનનું એવડું સામર્થ્ય છે કે છદ્રવ્યોના અસ્તિત્વને
જાણે.–આ રીતે સત્ને જાણતાં જ્ઞાનની પ્રસિદ્ધિ થાય છે. છદ્રવ્યોને જે નથી માનતા
તેઓને જ્ઞાનનું બેહદ સામર્થ્ય કેટલું છે તેની જ ખબર નથી. ‘અહીં જ્ઞાનસમયની પ્રસિદ્ધિ
અર્થે શબ્દસમયના સંબંધથી અર્થસમય કહેવાનો ઈરાદો છે’–એમ ત્રીજી ગાથામાં
આચાર્યદેવે કહ્યું છે.
* * * * *
સત્તારૂપ વસ્તુને જેમ સત્પણું છે, તેમ અસત્પણું પણ છે; એ રીતે સત્તા તે
પ્રતિપક્ષસહિત છે. સ્વચતુષ્ટયપણે જે સત્ છે, પરચતુષ્ટયપણે તે જ અસત્ છે. એમ
વસ્તુમાં સત્પણું ને અસત્પણું બંને એકસાથે છે. સત્ના જેટલા અવાંતર ભેદો છે તેઓ
પણ પોતપોતાના સ્વરૂપથી સત્ છે. એક અંશ તે આખા સત્રૂપ નથી, તેથી તે અપેક્ષાએ
તેને અસત્પણું છે.
વસ્તુની સત્તામાં ત્રિલક્ષણપણું તેમજ અત્રિલક્ષણપણું બંને એક સાથે છે. આખા
સત્ અપેક્ષાએ તે એકસાથે ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપે હોવાથી તેને ત્રિલક્ષણપણું છે; અને
ઉત્પાદને, વ્યયને તથા ધ્રુવને દરેકને પોતપોતાનું એક જ લક્ષણ હોવાથી ત્રિલક્ષણપણું
નથી, તેથી ‘અત્રિલક્ષણ’ પણું છે.
સામાન્ય સત્માં સર્વ પદાર્થો આવી જાય છે, તેથી મહાસત્તા તરીકે સત્તા એક
છે; ને દરેક પદાર્થની સ્વરૂપસત્તા ભિન્નભિન્ન છે, માટે સત્તાને અનેકપણું પણ છે. આ
રીતે સત્તામાં એકપણું તેમજ અનેકપણું બંને સમાય છે. અથવા વસ્તુપણે એક અને
ગુણ–પર્યાયપણે અનેક–એમ દરેક સત્વસ્તુમાં એક–અનેકપણું રહેલું છે.

PDF/HTML Page 15 of 41
single page version

background image
: ૧૨ : : માગશર : ૨૪૯૬
સામાન્યપણે જે સત્તા સર્વપદાર્થમાં સ્થિત છે, તે જ સત્તાને અવાંતરસત્તા તરીકે
એક પદાર્થમાં સ્થિતપણું છે; ‘બધું છે’ એમ બધું સત્ હોવા છતાં, તેમાં જીવની સત્તા
પોતાના જીવ સ્વરૂપમાં જ છે, અજીવની સત્તા અજીવમાં જ છે. એ રીતે સત્તા એક
પદાર્થસ્થિત છે.
મહાસત્તા વિશ્વરૂપ છે ને અવાંતરસત્તા એકએક પદાર્થરૂપ છે,–એમ તેમને
પ્રતિપક્ષપણું છે.
મહાસત્તા અનંતપર્યાયમય છે અને અવાંતરસત્તા એકપર્યાયમય છે.
અનંતપર્યાયમયપણું ને એકપર્યાયમયપણું બંને પ્રતિપક્ષ હોવા છતાં સત્તામાં તે બંને
રહેલાં છે. આમ સત્તાનું દ્વિવિધ સ્વરૂપ છે.
અનંત પદાર્થોની સત્તા જગતમાં છે, પણ તેનો સ્વીકાર સ્વસત્તાની સન્મુખ
થઈને થાય છે. અનંત પદાર્થો સામે જોઈને જ્ઞાન તેને નથી જાણતું પણ સ્વસત્તાની
સન્મુખ થયેલું જ્ઞાન સર્વ પદાર્થની સત્તાને જાણે છે. જગતમાં બધા પદાર્થો સત્ છે
માટે અહીં કેવળજ્ઞાન સત્ છે–એમ નથી; કેવળજ્ઞાનનું સત્પણું પોતાથી છે; પદાર્થોનું
સત્પણું તેમનાથી છે. કોઈનું સત્પણું બીજાના કારણે નથી. પરનું હોવાપણું તારે
લઈને નથી કે તું તેને ટકાવ. તારું હોવાપણું તારામાં, પરનું હોવાપણું પરમાં. હવે
એક વસ્તુના સત્ના જે પેટાભેદ (ગુણ–પર્યાયો કે ઉત્પાદ–વ્યય–ધ્રુવ) તેમાં પણ
દરેક ભેદનું સત્પણું પોતાપણે છે. જ્ઞાનપર્યાય જ્ઞાનપર્યાયપણે સત્ છે, દર્શનપર્યાય
દર્શનપર્યાયપણે સત્ છે, પણ જ્ઞાનની સત્તા તે જ દર્શનની સત્તા નથી. એક ગુણની
અનંતપર્યાયોમાં પણ દરેક પર્યાય પોતપોતાના સ્વરૂપે સત્ છે. એક પર્યાયના સત્ને
કારણે બીજી પર્યાયનું સત્ નથી. આખી વસ્તુના સત્પણામાં બધા ગુણ–પર્યાયો
સમાઈ જાય છે. તથા ઉત્પાદ–વ્યય–ધ્રુવ પણ તેમાં સમાઈ જાય છે. જુઓ, આવા
સત્ને જાણવાની આત્માની તાકાત છે. આત્મા જ્ઞાનનો મોટો ભંડાર છે, તેમાં બધુંય
જાણવાની તાકાત છે. ગમે તેટલું જાણે પણ જ્ઞાનનો ભંડાર કદી ખૂટે તેવો નથી.
અહો, વીતરાગમાર્ગની આવી શૈલી, સર્વજ્ઞના કેડાયતી દિગંબર સંતોએ ટકાવી
રાખી છે.

PDF/HTML Page 16 of 41
single page version

background image
: માગશર : ૨૪૯૬ : ૧૩ :
વસ્તુની સ્વાધીન સત્તાની પ્રસિદ્ધિ
પંચાસ્તિકાય ગાથા. ૮નાં પ્રવચનો
******
અનંતા સિદ્ધ ભગવંતો, અનંતા પરમાણુઓ, અનંત જીવો–તે બધાના દ્રવ્ય–ગુણ–
પર્યાયને જાણવાના સામર્થ્યવાળી એક કેવળજ્ઞાનપર્યાય ઉત્પન્ન થાય છે, તે પર્યાયના
ઉત્પાદનું તો ઉત્પાદ એક જ લક્ષણ છે; ધ્રુવ છે માટે ઉત્પાદ છે, કે વ્યય છે માટે તે ઉત્પાદ
છે–એમ નથી. પરના ઉત્પાદ–વ્યય–ધ્રુવ તો આ પર્યાયમાં નથી, પણ પોતામાં જે ઉત્પાદ
છે, તે વ્યય કે ધ્રુવને લઈને નથી. ઉત્પાદનું લક્ષણ ઉત્પાદ જ છે, વ્યયનું લક્ષણ વ્યય છે,
ધ્રુવનું લક્ષણ ધ્રુવતા છે; એમ તેમને દરેકને એકલક્ષણપણું છે. આખું જે સત્ તે એક સાથે
ઉત્પાદ–વ્યય–ધ્રુવ એવા ત્રિલક્ષણવાળું છે.
આત્માનો ધ્રુવસ્વભાવ અનંત ગુણનો સાગર, ને તેની એક પર્યાયમાં અનંતા
કેવળીને જાણી લેવાની તાકાત, તે જ્ઞાનનો ગંભીર સમુદ્ર, મોટો પરમેશ્વર છે. આવા
કેવળજ્ઞાનનો ઉત્પાદ પોતાના કારણે છે. સમવસરણમાં પ્રભુ બિરાજે છે, જ્ઞાનીનું
લક્ષ ત્યાં ગયું ને પ્રભુનું જ્ઞાન થયું, ત્યાં તે જ્ઞાનનો ઉત્પાદ પોતામાં છે ને પ્રભુનો
ઉત્પાદ પ્રભુમાં છે. અરે, આવો જ્ઞાનનો મહાન દરિયો, તે રાગનો કરનાર હોય નહીં.
એટલે રાગ છે માટે જ્ઞાનનો ઉત્પાદ થાય છે એમ પણ નથી. આવા સ્વતંત્ર
વસ્તુસ્વભાવને ઓળખે ત્યાં રાગની કર્તૃત્વબુદ્ધિ પણ રહે નહીં; ને પરનો તો
પોતામાં અભાવ છે જ.
ઉત્પાદ–વ્યય–ધ્રુવસ્વરૂપ જે ત્રિલક્ષણી વસ્તુ, તેમાં ધ્રુવમાં અનંતગુણો સમાય છે.
ધ્રુવને મહાસત્તા ગણીને તેમાં પેટા ભેદ (અવાંતર સત્તા) જુઓ તો અનંતગુણની સત્તા
છે. મોટો ગુણનો દરિયો, તેમાં અનંતગુણની ધ્રુવતા, તે ધ્રુવને કારણે છે, તેમાં
સમયેસમયે પર્યાયનો ઉત્પાદ તે ઉત્પાદને કારણે છે, વ્યય તે વ્યયને કારણે છે. આ બધા
પદાર્થરૂપ વિશ્વને જાણવાની જ્ઞાનની તાકાત છે. અરે, આવા જ્ઞાનને રાગનું કામ સોંપવું
તે વિપરીત છે.
સાધકને જ્ઞાનનો અને રાગનો ઉત્પાદ એક સમયે થતો હોવા છતાં, આ
રાગ છે તો જ્ઞાન છે એમ નથી, કે જ્ઞાને રાગને ઉત્પન્ન કર્યો છે એમ પણ નથી.
અહો, અલૌકિક ગંભીર વસ્તુસ્વરૂપ છે. આવા દ્રવ્યાનુયોગનો સૂક્ષ્મ અભ્યાસ
કરવો એમ શ્રીમદ્

PDF/HTML Page 17 of 41
single page version

background image
: ૧૪ : : માગશર : ૨૪૯૬
રાજચંદ્રજીએ કહ્યું છે. સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી હોય તે જીવ મહાવીરના બોધને
પાત્ર છે. અરે, આવા વસ્તુસ્વભાવનો અનાદર કરીને બીજું ગમે તે કરે ને ધર્મ માની
લ્યે–પણ તેને ધર્મ થાય નહીં. સત્તાની મહાન ખાણ, અસ્તિકાયનું સ્વરૂપ તેનું આ વર્ણન
છે. ઉત્પાદ તે ધ્રુવને દેખે છે ભલે, પણ ઉત્પાદ પોતે ધ્રુવ નથી; ધ્રુવનું લક્ષણ ધ્રુવ છે ને
ઉત્પાદનું લક્ષણ ઉત્પાદ છે. ‘સત્’ પરમેશ્વર આત્મા તેમાં આ બધું સમાય છે. અરે ભાઈ,
તારા ચૈતન્યનિધાનમાં નજર તો કર.
ઉત્પાદ–વ્યય–ધ્રુવતા તે વસ્તુની સ્વતંત્રતાને જાહેર કરે છે. અગ્નિના ઉત્પાદ–વ્યય–
ધ્રુવ અગ્નિમાં છે, પાણીના ઉત્પાદ–વ્યય–ધ્રુવ પાણીમાં છે. અગ્નિના કારણે પાણીમાં ઉષ્ણ
અવસ્થાનો ઉત્પાદ થયો એમ નથી. તે પરમાણુઓમાં જ ઉષ્ણ ગુણનો તેવો ઉત્પાદ
પોતાના કારણે છે. સ્પર્શગુણ ધ્રુવ છે, તે ધ્રુવના કારણેય ઉત્પાદ નથી; ઉત્પાદનું લક્ષણ
ઉત્પાદ જ છે. આવા વસ્તુસ્વરૂપના જ્ઞાનમાં એકલી વીતરાગતા ઘૂંટાય છે. આવા સત્ના
જ્ઞાનવડે જ ધર્મની શરૂઆત થાય છે. આવા જ્ઞાન પછી સ્વરૂપમાં ચરવું તે ચારિત્ર છે.
ચૈતન્યહંસ રાગના ચારા ન ચરે, એ તો વીતરાગી આનંદરૂપી મોતીનાં ચારા ચરનારો
છે. આવો ચૈતન્ય–મહાપ્રભુ તે રાગની સિફારસ વડે મળે એવો નથી. રાગના વિકલ્પને
તો આંધળો કહ્યો છે–અચેતન કહ્યો છે, તેના વડે ચૈતન્યપ્રભુ અનુભવમાં કેમ આવે?
આ તો વીતરાગનો માર્ગ છે.
છએ દ્રવ્યની સામાન્ય સત્તાને જોતાં ‘બધું છે’ એમ સત્તા એક છે; પણ તેમાં
છએ દ્રવ્યની પૃથક્પૃથક્ સત્તાને જોતાં સત્તા અનેક છે; જીવ તે જીવ છે, પુદ્ગલ તે
પુદ્ગલ છે, એમ જીવ સત્તા, પુદ્ગલ સત્તા વગેરે અનેક સત્તા છે.
મહાસત્તા એક સાથે બધા પદાર્થોને લક્ષિત કરે છે એટલે તેને સર્વ પદાર્થસ્થિત
કહેવાય છે. અને અવાંતર સત્તા પ્રત્યે પદાર્થને ભિન્ન પાડીને લક્ષિત કરે છે તેથી તે એક
પદાર્થસ્થિત છે. દરેક પદાર્થનું અસ્તિત્વ પોતપોતાના નિશ્ચિત એક સ્વરૂપમાં જ છે,
એટલે અવાંતર સત્તાને એક પદાર્થસ્થિત કહેલ છે.
મહાસત્તામાં બધું સમાય છે એટલે તે સવિશ્વરૂપ છે અને અવાંતર સત્તા
પોતપોતાના એકેક રૂપવાળી છે. એ રીતે સત્તાને વિશ્વરૂપપણું તેમજ એકરૂપપણું છે.
વિશ્વરૂપ કહેતાં જડ ને ચેતન બધું એકમેક થઈ જાય છે એમ ન સમજવું. પણ જડ
છે, ચેતન છે–એમ વિશ્વના બધા પદાર્થોને એક સાથે સત્પણે લક્ષમાં લેવા તે
મહાસત્તા છે.

PDF/HTML Page 18 of 41
single page version

background image
: માગશર : ૨૪૯૬ : ૧પ :
એક વસ્તુમાં અનંતગુણપર્યાયો છે, તે પ્રત્યેક પોતપોતાના નિશ્ચિત એક એક
સ્વરૂપે છે. એવી અનંતી એકેક પર્યાયો થઈને મહાસત્તાને અનંત પર્યાયપણું છે. એક
પર્યાય તે અવાંતર સત્તા છે. મહાસત્તા અનંત પર્યાયમય છે; ને અવાન્તર સત્તા એક
પર્યાયમય છે.–એમ બે નય દ્વારા બંને પ્રકારે સત્તાને ઓળખાય છે, તેથી આ બધું કથન
નિર્દોષ છે. આવું જ વસ્તુસ્વરૂપ છે.
વસ્તુનું અસ્તિત્વ પોતાને લઈને છે, પરને લઈને તેનું અસ્તિત્વ નથી, કે ઈશ્વર
વગેરે તેના કર્તા નથી. સત્નું અસ્તિત્વ પોતાથી જ છે. સત્ની ઓળખાણ થાય તો
સમ્યગ્દર્શન થઈ જાય.
‘સત્’ છે તેની આ પ્રરૂપણા છે (સત્પદપ્રરૂપણા છે.) શું આ શરીર છે માટે
અંદર આત્માનું અસ્તિત્વ છે? ના; શરીરનું અસ્તિત્વ શરીરમાં છે, આત્મામાં તેનું
અસ્તિત્વ નથી; અને આત્માનું અસ્તિત્વ આત્મામાં છે, શરીરમાં તેનું અસ્તિત્વ
નથી; આમ બંનેનું સ્વતંત્ર ભિન્ન ભિન્ન અસ્તિત્વ છે. એ જ પ્રમાણે, શું આ ઈન્દ્રિયો
છે માટે જ્ઞાનનું અસ્તિત્વ છે? ના; જ્ઞાનનું અસ્તિત્વ આત્મામાં છે, ને ઈન્દ્રિયોનું
અસ્તિત્વ જડમાં છે; કોઈમાં બીજાનું અસ્તિત્વ નથી, ને કોઈના કારણે બીજાનું
અસ્તિત્વ નથી. સૌ પોતપોતાથી સત્ છે. અહો, કેટલી સ્વતંત્રતા! આવું સ્વતંત્ર
અસ્તિત્વ સમજે તો, ઈન્દ્રિય વગર જ્ઞાન ન થાય–એવી બુદ્ધિ મટી જાય; એટલે
સમ્યગ્જ્ઞાન થાય ને શાંતિ પ્રગટે.
આત્મા જેનો સાચો–તેનું બધું સાચું
(ચંદ્રને શોધવા કરતાં આત્માને શોધ)
પૂ. શ્રી કહાનગુરુ વારંવાર કહે છે કે–ચંદ્ર વગેરે બાબતમાં
વીતરાગ શાસ્ત્રોમાં જે કહ્યું છે તે યથાર્થ જ છે; આપણે તે મેળવી ન
શકીએ તેથી વીતરાગ શાસ્ત્રોમાં શંકા ન કરાય. અને આત્માના સ્વરૂપ
બાબતમાં વીતરાગ શાસ્ત્રોમાં જે પરમ સત્ય કથન છે તે તો આપણે
પણ પોતાના સ્વાનુભવથી મેળવી શકીએ છીએ. અતીન્દ્રિય એવા
ચૈતન્યસ્વભાવ બાબત જેમનું કથન પરમ સત્ય છે ને અનુભવમાં આવે
એવું છે,–તો ચંદ્ર–સૂર્ય વગેરે બાબત પણ તેમનું કથન યથાર્થ જ છે.
બાકી તે ચંદ્રની શોધ પાછળ પડવા કરતાં આત્માને શોધ ને! તેની તો
અત્યારે પ્રાપ્તિ (અનુભવ) થઈ શકે છે.

PDF/HTML Page 19 of 41
single page version

background image
: ૧૬ : : માગશર : ૨૪૯૬
(સમયસાર કળશ ૧પ૭ થી ૧૬૦)
આત્મા ચૈતન્ય–ચમત્કારરૂપ વસ્તુ છે. ચૈતન્યભાવમાં જડ નથી, ને રાગ પણ
ચૈતન્યભાવમાં નથી. ચૈતન્યની ચમક રાગથી ને જડથી જુદી છે.
(૧) ધર્મીનું વેદન
જે પોતે નથી, અને પોતામાં જે નથી, એવા પરદ્રવ્યોને કે ક્રોધાદિ પરભાવોને
ધર્મી જીવ પોતારૂપે કેમ અનુભવે? જેમાં પોતે વર્તે છે, અને જે પોતામાં છે એવી નિર્મળ
જ્ઞાનદશારૂપે ધર્મી પોતાને વેદે છે.
(૨) ધર્મી આનંદને જ વેદે છે
શરીર પર ધોકો પડે કે શરીર પર ચંદન ચોપડાય, તેનું વેદન જીવને નથી. અને
રાગથી જુદો પડીને નિર્મળ પરિણતિમાં જે આવ્યો એવા ધર્મીને પોતાના જ્ઞાનઆનંદ
સિવાય કોઈનું વેદન હોતું નથી. કેમકે આત્માના જ્ઞાનમાં બીજા કોઈ પરભાવનો પ્રવેશ
જ નથી પછી તેનું વેદન જ્ઞાનમાં કેમ હોય? આવું જે આનંદમય જ્ઞાનવેદન તેના વડે
જ્ઞાની ઓળખાય છે.
(૩) સામાન્ય–વિશેષની એકતારૂપ શુદ્ધતા
જેવું શુદ્ધ સામાન્ય ધ્રુવ છે તેના તરફ વળીને એકાગ્ર થતાં પર્યાયમાં પણ તેવો જ
શુદ્ધ થઈને આત્મા પરિણમ્યો,–આવી સામાન્ય વિશેષની એકતારૂપ શુદ્ધતામાં વચ્ચે
અશુદ્ધતા ક્્યાંથી આવે? અને સામાન્યમાં એકાગ્ર થયેલી તે શુદ્ધ પર્યાય, અશુદ્ધભાવોને
કેમ કરે? કે તેને કેમ વેદે? અશુદ્ધતાથી તો તેને અત્યંત ભિન્નતા છે. શુદ્ધસ્વભાવ તરફ
વળેલી તે પર્યાયમાં અશુદ્ધતાનો અભાવ છે. પોતામાં જેનો અભાવ છે તેને તે કઈ રીતે
કરે કે ભોગવે?
(૪) સૂર્યમાં અંધારું નહીં તેમ ચૈતન્યપ્રકાશમાં રાગ નહીં
અજ્ઞાની રાગને અને જડની ક્રિયાને પોતાના જ્ઞાનસ્વરૂપમાં પ્રવેશ કરાવવા માંગે
છે, એટલે તેને તે પોતાનું કાર્ય માને છે, તથા તેનાથી પોતાને જ્ઞાનનો લાભ થવાનું માને
છે. પણ દ્રવ્યથી ને પર્યાયથી સહજ જ્ઞાનસ્વરૂપ આત્મા, તેમાં રાગનો કે જડનો

PDF/HTML Page 20 of 41
single page version

background image
: માગશર : ૨૪૯૬ : ૧૭ :
પ્રવેશ જ નથી, પછી તે કાર્ય પોતાનું કેમ હોય? પોતાનું કાર્ય તો જ્ઞાનરૂપ છે.
સૂર્યનું કાર્ય અંધારું ન હોય, સૂર્યનું કાર્ય તો પ્રકાશ હોય; તેમ ચૈતન્યસૂર્ય આત્મા,
તે જડને કે રાગરૂપી અંધકારને કરતો નથી, તે તો ચમકતા ચૈતન્યપ્રકાશરૂપ કાર્યને
જ કરે છે.
(પ) ગુપ્ત ચૈતન્યઘરમાં રાગનો કે જડનો પ્રવેશ નથી
શરીરમાં રોગ થાય–વેદના થાય, પણ મારા ચૈતન્યમાં એનું અસ્તિત્વ ક્્યાં
છે? મારામાં તેનો પ્રવેશ નથી પછી મને તેનો ભય કેવો? એક સિંહ કે વાઘ
બહાર જ હોય, ને મજબુત ઘરમાં તે પ્રવેશી શકતો જ ન હોય પછી તેનો ભય
શેનો? તેમ ધર્મી જીવ નિર્ભયપણે પોતાના ચૈતન્યઘરમાં બેઠા છે; તે મજબુત
ચૈતન્યઘર કોઈથી હણી શકાતું નથી, ને તેમાં કોઈ બીજાનો (રાગનો કે જડનો)
પ્રવેશ થઈ શકતો નથી; પછી ધર્મીને કોનો ભય? તે તો નિર્ભયપણે નિઃશંકપણે
જ્ઞાનરૂપે જ પોતાને જાણે છે–અનુભવે છે. જ્ઞાનપણે હું સદાય સત્ છું. મારા
જ્ઞાનના વેદનમાં જ આનંદ છે, પ્રભુતા છે, મહિમા છે; તે સ્વયં રક્ષિત છે, બીજા
કોઈ રક્ષકની એને જરૂર નથી.
* * * * *
(કા. સુદ ૧૨ ભાઈશ્રી હિંમતલાલ હરગોવિંદદાસના મકાનના વાસ્તુ પ્રસંગે)
(૬) આત્માનું જીવન ચૈતન્યથી છે, શરીરથી આત્મા જીવતો નથી
ભગવાન આત્મા અતીન્દ્રિય મહાન પદાર્થ છે; તે ચૈતન્યપ્રાણથી શાશ્વત જીવનારો
છે. જેણે પોતાનું આવું અસ્તિત્વ સ્વીકાર્યું તેને જડ ઈન્દ્રિય વગેરે પ્રાણો સાથે એકતાબુદ્ધિ
રહેતી નથી કેમકે તે જડ પ્રાણ કાંઈ આત્માના જીવનનું કારણ નથી. શરીરાદિ જડ પ્રાણ
તો આત્માથી જુદા છે ને જુદા પડી જાય છે. આત્મા જો તેનાથી જીવતો હોય તો
આત્માથી તે જુદાં કેમ પડે? તેના હોવાપણે કાંઈ આત્માનું હોવાપણું નથી. આત્માનું
હોવાપણું પોતાના ચૈતન્યપ્રાણથી જ છે. આવા ચૈતન્યજીવનને જેણે જાણ્યું તે
સમ્યગ્દ્રષ્ટિને મરણનો ભય કેમ હોય? મરણ જ મારું નથી પછી મરણનો ભય કેવો?
આમ ધર્મી જીવ મરણના ભયથી રહિત, નિઃશંક અને નિર્ભય વર્તે છે. જગતને મરણ
તણી બીક છે–પણ જ્ઞાનીને તો આનંદની લહેર જો. કેમકે પહેલેથી જ પોતાને દેહથી જુદો
જ જાણ્યો છે.