Atmadharma magazine - Ank 316
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 41
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૭
સળંગ અંક ૩૧૬
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 41
single page version

background image
૩૧૬
અડોલ...ધીર...ગંભીર જ્ઞાન
જ્ઞાનચેતનાના ગંભીર મહિમાપૂર્વક ચર્ચામાં ગુરુદેવે કહ્યું
કે જેને સંસારનો અંત આવવાની તૈયારી હોય એવા મુમુક્ષુ
જીવને માટે આ અધ્યાત્મવિષય છે.
જેને ચૈતન્યની રુચિ થઈ, તેનો રંગ લાગ્યો ને તેને
સાધવા નીકળ્‌યો તેને, જગતની ગમે તેવી હલચલ પોતાના
માર્ગથી ડગાવી શકતી નથી, ભગવાન આત્માનો ચેતકસ્વભાવ
કોઈથી હલાવ્યો હલે નહીં. કોઈથી ઘેરાય નહીં; એવા સ્વભાવને
સાધવા નીકળ્‌યો તે કોઈથી હલાવ્યો હલે નહિ. કોઈથી ઘેરાય
નહિ. ચૈતન્યના ઝગઝગતા અબાધિત ‘તેજ–પ્રકાશ’ એને
ખીલ્યાં.
તેની ચૈતન્યમાં ગંભીરતા છે...ધીરતા છે; તેમાં રાગ
તરફનો ઉત્સાહ નથી; પરભાવના ઉછાળા તેનામાંથી શમી ગયા
છે, એની ચાલ ધારાવાહી છે, આનંદ સાથે એકરૂપ પરિણતિ
કરતી તે ચેતના ધીરગંભીરપણે નિજસ્વભાવ તરફ ચાલી જાય
છે; બીજે ક્્યાંય તે અટકતી નથી.
અહા, આવી ચેતના...તે મોક્ષને સાધનારી છે. તે છૂટી
જ છે કોઈથી બંધાયેલી નથી. કેવળજ્ઞાન સાથે તે કેલિ કરે છે.
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૬ મહા (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૭: અંક ૪

PDF/HTML Page 3 of 41
single page version

background image
અરિહંત મારા દેવ છે
અરિહંત મારા દેવ છે,
સાચા એ વીતરાગ છે,
જગતને એ જાણે છે,
મુક્તિમાર્ગ દેખાડે છે...અરિહંત૦
જ્યાં સમ્યક્ દર્શન–જ્ઞાન છે,
ચારિત્ર વીતરાગ છે,
એવો મુક્તિ–મારગ છે,
મારા પ્રભુ દેખાડે છે...અરિહંત૦
અરિહંત તો શુદ્ધ–આત્મા છે,
હું પણ એના જેવો છું,
અરિહંત જેવો આત્મા જાણી,
મારે અરિહંત થાવું છે...અરિહંત૦

PDF/HTML Page 4 of 41
single page version

background image
: મહા : ૨૪૯૬ : ૧ :
વાર્ષિક વીર સં. ૨૪૯૬
લવાજમ માગશર
ચાર રૂપિયા 1970 Feb.
* વર્ષ ૨૭: અંક ૪ *
________________________________________________________________
ગુરુદેવના પગલે પગલે...
* આનંદરૂપી મોતીને ચરનારો ચૈતન્યહંસ *
* સોનગઢથી પોષ વદ અમાસની વહેલી સવારમાં મંગલપ્રસ્થાન પ્રસંગે
મંગલરૂપે ગુરુદેવે કહ્યું કે આ આત્મા ચૈતન્યહંસલો છે; જેમ માનસરોવરમાં રહેનારા હંસ
તો સાચા મોતીના ચારા ચરનારા છે; તે કાંકરાને તો ન ચરે ને જારનાં દાણા પણ ન
ચરે; તેમ સુખના સરોવરમાં રહેનારો આ ચૈતન્યહંસલો તો આનંદરૂપી મોતીના ચારા
ચરનાર છે; તે અશુભ–કાંકરાને તો ન ચરે, ને જાર જેવા શુભને પણ ન ચરે. શુભને પણ
ન ચરે તો અશુભની તો વાત જ શી? એ તો આનંદના મોતીના ચારા ચરનારો છે.
આવો આનંદ તે આ ચૈતન્યહંસલાનો સ્વભાવ છે. તે મહામંગળ છે.
–આવા મંગલપૂર્વક, બે ઠેકાણે પંચકલ્યાણક–પ્રતિષ્ઠા અને બે ઠેકાણે વેદીપ્રતિષ્ઠા
નિમિત્તે સોનગઢથી મંગલપ્રસ્થાન કર્યું અને રસ્તામાં પણ એનું જ રટણ કરતા, તથા ૪૭
શક્તિદ્વારા આત્મવૈભવને યાદ કરતા કરતા રાજકોટ પહોંચ્યા.
* રાજકોટ: રાજકોટમાં દશાશ્રીમાળી વણિક ભોજનશાળામાં સ્વાગત–ગીત બાદ
બે હજાર જેટલા જિજ્ઞાસુ શ્રોતાઓએ ગુરુદેવનું મંગલપ્રવચન સાંભળ્‌યું. પ્રવચનમાં
ગુરુદેવે કહ્યું: આ દેહથી જુદો આત્મા આનંદસ્વરૂપ છે. જેમ લીંડીપીપર પોતે
તીખાશસ્વભાવથી ભરેલી છે, તેમાંથી ૬૪ પહોરી પૂરી તીખાશ પ્રગટે છે, તે ક્યાંય
બહારથી નથી આવતી; તેમ જ્ઞાન અને સુખસ્વભાવથી ભરપૂર આત્મા છે, તેનામાં પૂરો
આનંદસ્વભાવ ભર્યો છે, તેમાં એકાગ્ર થતાં પોતામાંથી જ આનંદ પ્રગટ થાય છે.
પરમાત્માને જે પૂર્ણ આનંદ પ્રગટ્યો તે ક્યાંથી આવ્યો? શું દેહમાંથી તે આનંદ
આવ્યો?–ના; અશુભ કે શુભ રાગમાંથી તે આનંદ આવ્યો?–ના; આત્મામાં પૂર્ણ
આનંદસ્વભાવ ભર્યો છે તેમાંથી જ તે પ્રગટ્યો છે.

PDF/HTML Page 5 of 41
single page version

background image
: ૨ : : મહા : ૨૪૯૬
સવારમાં (સોનગઢમાં) કહ્યું હતું કે માનસરોવરના હંસલા તો મોતી ચરે, તે
કાંઈ કાંકરા કે જુવારના દાણા ન ખાય; તેમ શુદ્ધઉપયોગસ્વભાવી આત્મા, ચૈતન્ય
હંસલો, તે આનંદના ચારા ચરનારો છે, તે રાગના ચારા ચરનારો નથી.
આત્માના સ્વભાવની પ્રતીત કરીને સાધક કહે છે કે હે પ્રભો! આપે અમારા
આત્માને પણ આપના જેવો શુદ્ધસ્વભાવી દેખ્યો છે; આનંદકંદ આત્મા છે તે
શુદ્ધોપયોગરૂપ છે. નિર્વિકલ્પ થઈને શુદ્ધ ઉપયોગના સરોવરમાં અતીન્દ્રિય આનંદના
મોતીડા ચરે એવો આ ચૈતન્યહંસલો છે; પણ પોતે પોતાને ભૂલીને આનંદને બદલે
દુઃખને અનુભવે છે.
ભગવાનને પૂર્ણ આનંદ અને વીતરાગદશા પ્રગટી તે ક્યાંથી આવી? આત્મામાં
તેવો સ્વભાવ છે, તે જ પ્રગટ્યો છે. તે સ્વભાવમાં એકાગ્ર થઈને સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર પ્રગટ કર્યો તે જ ધર્મ છે, તે જ ઉત્કૃષ્ટ મંગળ છે.
આત્મા આનંદના વૈભવવાળો છે, તે દેહ પાસે ને સંયોગ પાસે પોતાના આનંદની
ભીખ માગે એ તેને શોભતું નથી. અનંત જ્ઞાન–દર્શન–સુખ ને બળ એવા ચતુષ્ટયથી
પરિપૂર્ણ ભગવાન આત્મા, તેને દ્રષ્ટિમાં લેતાં આનંદનો અનુભવ થાય તે મંગળ છે.
આ દશાશ્રીમાળી ભોજનશાળામાં સં. ૧૯૮૯ માં (–૩૭ વર્ષ પહેલાં) પ્રવચન
વાંચતા ત્યારે ત્રણત્રણ હજાર માણસોની સભામાં લાઉડસ્પીકર વગર પ્રવચનો કરતા;
તેમજ ૧૯૯૮ ની સાલના યાદગાર પ્રસંગોનું સ્મરણ થતું હતું.
રાજકોટમાં બપોરે સમયસારના પહેલા કલશ ઉપર પ્રવચન કરતાં ગુરુદેવે કહ્યું–
આ સમયસાર એક ‘અધ્યાત્મશાસ્ત્ર’ છે. સમયસાર એટલે શુદ્ધ આત્મા તેને બતાવનારું
આ શાસ્ત્ર છે. તેના મંગળ શ્લોકમાં કહે છે કે આ અનંતગુણના ધામ શુદ્ધઆત્મતત્ત્વને
નમસ્કાર હો. અંદર બેહદ જ્ઞાન–આનંદસ્વભાવ છે–જેમાં શરીર નથી, જેમાં જડકર્મો નથી
ને જેમાં રાગ–દ્વેષ નથી,–આવો સારભૂત આત્મા તે સમયસાર છે. તે કેવી રીતે જણાય?
કે સ્વાનુભૂતિવડે પોતે પોતાને જાણે છે.
આવો આત્મા ચૈતન્યભાવમય છે. ચૈતન્ય તેનો ‘ભાવ’ છે. જેમ સોનાનો ભાવ
(એટલે સોનાની પીળાશ વગેરે ગુણો) તેનાથી જુદો નથી, તેમ દ્રવ્યનો ભાવ તેનાથી
જુદો હોતો નથી. આત્માનો ચિત્સ્વભાવ આત્માથી જુદો નથી. આત્માના

PDF/HTML Page 6 of 41
single page version

background image
: મહા : ૨૪૯૬ : ૩ :
જ્ઞાન ને આનંદ આત્માથી જુદા નથી. જ્યાં આત્મા છે ત્યાં જ આનંદ છે, જ્યાં આત્મા છે
ત્યાં જ જ્ઞાન છે, જ્યાં જ્ઞાન ને આનંદ છે ત્યાં જ આત્મા છે. આ રીતે આત્મા પોતાના
ભાવોથી જુદો નથી. આવા આત્માની અંદર અનંત આનંદના નિધાન પડ્યા છે. તેની
સ્વાનુભૂતિ થતાં આનંદ આવે, તે દ્વારા આત્મા પ્રકાશે છે કે ‘હું આવો છું’ .
(ત્રણચાર હજાર માણસો જિજ્ઞાસાભર આત્મતત્ત્વની સ્વાનુભૂતિની આ વાત
સાંભળી રહ્યા હતા; ત્યારે ૩૭ વર્ષ પહેલાંના એ દ્રશ્યો તાજા થતા હતા કે જ્યારે ૪૩
વર્ષની વયના ગુરુદેવ આ ભોજનશાળાને લાઉડસ્પીકર વગર પણ આત્મપ્રવચનથી
ગજાવતા હતા, ને આખી ભોજનશાળા શ્રોતાજનોથી ઉભરાઈ જતી.)
ગુરુદેવ કહે છે કે હે ભાઈ! તારી દશાને સ્વ તરફ વાળીને અંતરમાં જો. બહારના
શરીરનું ખોખું તે તું નથી. અંદર ચૈતન્યસ્વરૂપ આત્મા આનંદનો કંદ છે, તે કાંઈ
શરીરરૂપ થયો નથી. સ્વાનુભૂતિ વડે જ આવો આત્મા જણાય છે.–આ વાત પરમેશ્વરના
પ્રતિનિધિ એવા સંતોએ જાતે અનુભવીને શાસ્ત્રમાં ફરમાવી છે. રાગથી પાર એવી
અંતરની સ્વાનુભૂતિ વડે તારો આત્મા તને પ્રત્યક્ષ થશે.–આવો અનુભવ થાય ત્યારે
આત્મામાં આનંદના દરિયા ડોલી ઊઠે...ત્યારે સમ્યગ્દર્શન થાય ને ધર્મ થયો કહેવાય. તે
જીવ ભગવાનના માર્ગમાં ભળ્‌યો.
આ તરફ આવો
ચૈતન્યતત્ત્વને અનુભવવામાં જે જાગૃત નથી
ને રાગના જ અનુભવમાં લીન થઈને સૂતા છે–ઊંઘે
છે, એવા અંધ પ્રાણીઓને જગાડીને આચાર્યદેવ કહે
છે કે અરે જીવો! તમે જાગો...ને તમારા ચૈતન્યમય
તત્ત્વને રાગથી અત્યંત ભિન્ન દેખો. રાગમાં તમારું
નિજપદ નથી, તમારું નિજપદ ચૈતન્યમાં જ છે, તેને
તમે દેખો...દેખો. રાગ તરફ અનાદિથી દોડી રહ્યા
છો, ત્યાંથી પાછા વળો...પાછા વળો...પાછા વળો,
ને આ અંતરના ચૈતન્યપદ તરફ આવો...આ તરફ
આવો. તમારા આ શુદ્ધ ચૈતન્યપદને દેખીને
આનંદિત થાઓ.

PDF/HTML Page 7 of 41
single page version

background image
: ૪ : : મહા : ૨૪૯૬
કદી ન સાંભળેલી વાત
જામનગર શહેરમાં પૂ. શ્રી કાનજી સ્વામીનાં પ્રવચનોમાંથી
(વીર. સં. ૨૪૯૬ માહ સુદી ૧ થી ૭ સુધી)
* * * * *
આત્મા દેહથી ભિન્ન ચૈતન્યતત્ત્વ છે, તે સર્વજ્ઞ સ્વભાવથી પરિપૂર્ણ છે. તેને
ઓળખી તેમાં એકાગ્ર થતાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર અને કેવળજ્ઞાન પ્રગટ થાય છે;
તેને ભગવાન પરમાત્મા કહેવાય છે.
જેમ લીંડીપીપરમાં તીખાશ છે તેમ દરેક આત્મામાં સર્વજ્ઞ થવાની તાકાત ભરી
છે. આવો સ્વભાવ પોતામાં હોવા છતાં અજ્ઞાની જીવે તેનો અનુભવ, તેનો પરિચય કે
તેનું યથાર્થ શ્રવણ પૂર્વ કદી કર્યું નથી. અને એવો સ્વભાવ દેખાડનારા જ્ઞાનીઓનો સંગ
પણ તેણે કદી કર્યો નથી. તેથી સુલભ હોવા છતાં પોતાના સ્વભાવની વાત તેને દુર્લભ
થઈ પડી છે.
તે દુર્લભ એવું એકત્વ–વિભક્ત સ્વરૂપ આચાર્ય ભગવાને આ સમયસારમાં
બતાવ્યું છે. અરે જીવ! આત્માના શુદ્ધ નિજાનંદ સ્વરૂપનો ભોગવટો છોડીને,
શુભાશુભભાવરૂપ ઈચ્છાની ને ભોગવટાની તથા બંધનની જ વાત સાંભળી છે ને તેનો
જ પ્રેમ કર્યો છે. પણ આત્માના સ્વભાવમાં જે અનંતગુણનો નિજવૈભવ છે તેની પ્રીતિ
કદી કરી નથી.
શરીર ને આત્માનો જે સંયોગ છે તેમાં શરીર તો અજીવપણે જ રહ્યું છે, ને
આત્મા પોતાના ચેતનભાવપણે જ રહ્યો છે. શરીર અજીવ મટીને જીવનું નથી થયું, ને
જીવ પોતે ચેતન મટીને કદી જડ થયો નથી.
શરીરનો સંયોગ તો છૂટી જાય છે ને આત્મા કાયમ રહે છે; જો શરીર આત્માનું
હોય તો આત્માથી જુદું પડે જ નહીં. જ્ઞાન તે આત્માનું સ્વરૂપ છે, તે કદી આત્માથી જુદું
પડતું નથી.
જ્ઞાનસ્વરૂપ આત્મા શરીરથી જુદો છે, ને શુભ–અશુભ (પુણ્ય–પાપ) ભાવોથી

PDF/HTML Page 8 of 41
single page version

background image
: મહા : ૨૪૯૬ : પ :
પણ તે જ્ઞાનસ્વરૂપ જુદું છે. જ્ઞાન તો પવિત્ર સ્વરૂપ છે, ને શુભ–અશુભ વૃત્તિઓ તો
મલિન છે. તે મલિન વૃત્તિઓને જ અજ્ઞાની જીવોએ અનુભવી છે. ઈન્દ્રિયવિષયો તરફની
અશુભવૃત્તિઓ તો અત્યંત દુઃખરૂપ છે–જેમ શીતળ જળમાંથી બહાર આવીને તડકામાં
તડફડતું માછલું દુઃખી થાય, તેમ જ્ઞાનસરોવરમાંથી બહાર આવીને અશુભ વૃત્તિમાં રહેવું
તે તો મહાદુઃખ છે, અને બહારની શુભવૃત્તિઓ પણ દુઃખરૂપ છે. બંને વૃત્તિઓથી પાર
જ્ઞાનાનંદસ્વરૂપ જેવા અરિહંત પરમાત્મા છે તેઓ જ આ આત્મા છે–એવો અનુભવ
કરવો, ઓળખાણ કરવી તે ધર્મ છે, તે મોક્ષમાર્ગ છે.
જડના સ્પર્શ–રસ–ગંધ–વર્ણ તેમાં આત્માનું કિંચિત્ સુખ નથી, છતાં તેમાં સુખ
માને છે તે અજ્ઞાની છે. ચૈતન્યના સુખને ચૂકીને બહારમાં સુખ માન્યું કે બહારના જડ
વિષયોને પોતાના માન્યાં–તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે. જડથી ભિન્ન પોતાનો અતીન્દ્રિય
આત્મા, તેને ભૂલીને અજ્ઞાનીએ શું કર્યું? –
* આત્માના આનંદનો અનુભવ ન કર્યો;
* જડનો અનુભવ ન કર્યો;
* શુભ–અશુભ વૃત્તિઓનો જ અનુભવ કર્યો.
ચિદાનન્દસ્વભાવના એકત્વથી વિરુદ્ધ એવી તે શુભાશુભ બંધભાવોની
વિકથા જીવે પ્રેમથી સાંભળી છે ને તેવા જ ભાવો રગડીરગડીને અનુભવ્યા છે; તેમાં
તો આત્માનું અહિત છે. ચૈતન્યનો જે કર્મબંધ વગરનો વીતરાગી જ્ઞાનાનંદસ્વભાવ,
તેની રુચિ એકવાર પણ પ્રગટ કરે તો અપૂર્વ ભાવ પ્રગટે ને અલ્પકાળમાં જરૂર
મોક્ષ પામે.
ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પોતે આનંદસ્વરૂપ છે, પરથી ભિન્ન પોતાના
એકત્વસ્વરૂપમાં તે શોભે છે; પણ તેને ભૂલીને, અજ્ઞાનથી વિકારભાવરૂપ દ્વૈત ઊભું
કરીને તે–રૂપેજ પોતાને અનુભવે છે, ને પુણ્ય–પાપરૂપી કષાયચક્રમાં પીસાય છે. મોહને
લીધે સંસારચક્રમાં પરિભ્રમણથી તે દુઃખી છે. એવા દુઃખી જીવો ઉપર કરુણા કરીને
આચાર્યદેવ તેને તેનું શુદ્ધ એકત્વસ્વરૂપ બતાવે છે.
આત્મામાં શુભ–અશુભભાવનો રંગ અનાદિથી ચડાવ્યો છે, પણ તે બંનેથી ભિન્ન
એવા ચૈતન્યનો રંગ લગાડીને, આત્મામાં નવો રંગ ચડાવવાની આ વાત છે. અશુભ ને
શુભ એવા કષાયચક્રના સેવનમાં જ જીવ રોકાયો છે, પણ અનંત ગુણની સિદ્ધિ પોતાના
ચૈતન્યધામમાં જ ભરી છે તેને જીવ અનુભવતો નથી.

PDF/HTML Page 9 of 41
single page version

background image
: ૬ : : મહા : ૨૪૯૬
પાંચ ઈંદ્રિયના વિષયો ચૈતન્યથી પાર છે. ઈંદ્રિયભોગોનું સેવન તે તો પાપ છે,
અને બહારના શુભભાવના નિમિત્તરૂપ વિષયો તે પણ ઈંદ્રિયવિષયો જ છે; ભલે પુણ્યનું
કારણ,–પણ તે કાંઈ ચૈતન્યની જાત નથી, ચૈતન્યનું સ્વરૂપ તે નથી. ચૈતન્યસ્વરૂપ તો
પાપ કે પુણ્ય બંને પ્રકારના વિષયોથી પાર છે. આવા તત્ત્વને જીવે કદી અનુભવમાં નથી
લીધું, તેથી તે અપૂર્વ છે. ભાઈ! કદી નહીં સેવેલા એવા આ ચૈતન્યના એકત્વસ્વરૂપનું તું
સેવન કર. એના સેવન વડે તારું ભ્રમણ મટીને તું ભગવાન થઈશ.
જેમ ચમકદાર મોતીનાં પાણીને ઝવેરી જ પારખી શકે છે, ગામડાનો પટેલિયો
તેને પારખી નથી શકતો; તેમ અનંત ગુણોથી ચમકદાર એવું ચૈતન્યરત્ન, અતીન્દ્રિય
આનંદના તરંગથી ઉલ્લસી રહ્યું છે, એ ચૈતન્યરત્નનાં તેજ જ્ઞાની જ પારખી શકે છે; જેને
બહારની ચીજનો પ્રેમ છે ને રાગનો પ્રેમ છે તે મંદબુદ્ધિ જીવ રાગથી પાર ચૈતન્યરત્નનાં
તેજને ઓળખી શકતો નથી.
અહા, રાગ અને આત્માની ભિન્નતા છે, તેનું ભાન થતાં સુખનો ખજાનો ખૂલી
ગયો. રાગના પ્રેમ આડે ચૈતન્યના ખજાનાને તાળાં દેવાઈ ગયા છે, પણ રાગથી જુદો
પડીને અંદરમાં નજર કરે ત્યાં તો આનંદનો છલોછલ દરિયો ઊછળી રહ્યો છે, ને અનંતા
ચૈતન્ય–નિધાન નજર સામે દેખાય છે. પોતાના આવા નિધાનની વાત જ્ઞાનીએ
સંભળાવી ત્યારે પણ જીવે તેની દરકાર ન કરી એટલે પોતાના સ્વભાવની વાત પ્રેમથી
તેણે લક્ષમાં ન લીધી એટલે તેનું શ્રવણ પણ ન કર્યું. માટે કદી નહીં સાંભળેલી એવી
પોતાના સ્વભાવની વાતનું અપૂર્વ રુચિથી શ્રવણ કરવું.
પોતે આત્માને જાણ્યો નહીં અને આત્માને જાણનારા ‘જ્ઞાની’ નો સંગ પણ ન
કર્યો. જ્ઞાનીનો સંગ ખરેખર ક્યારે કર્યો કહેવાય? કે ‘જ્ઞાની’ એટલે શું તે પહેલાં
ઓળખે. કાંઈ શરીર તે જ્ઞાની નથી, રાગ તે જ્ઞાની નથી, જ્ઞાની તો અંદરમાં રાગથી પાર
જ્ઞાનના અનુભવરૂપે પરિણમેલો આત્મા છે. એવા આત્માને લક્ષગત કરીને જ્ઞાનીનો
સંગ કરે ત્યારે તેણે જ્ઞાનીની ઉપાસના કરી કહેવાય; તેમાં આત્માના સ્વભાવનો અપૂર્વ
ઉત્સાહ છે. રાગનો ઉત્સાહ છોડીને આત્માનો ઉત્સાહ પ્રગટ કરે ત્યારે સાચું શ્રવણ અને
જ્ઞાનીનો સંગ કર્યો કહેવાય.
કષાયચક્ર એટલે પુણ્ય અને પાપના ભાવો, તેની સાથે એકમેકપણે જ અજ્ઞાની
પોતાને અનુભવે છે, પણ કષાયોથી ભિન્ન, પુણ્ય–પાપ બંનેથી ભિન્ન, પોતાનું એકત્વ–

PDF/HTML Page 10 of 41
single page version

background image
: મહા : ૨૪૯૬ : ૭ :
સ્વરૂપ છે તેને અજ્ઞાની અનુભવતો નથી. આ એકત્વસ્વરૂપ સમજવું તે જ પરમ હિતરૂપ
છે. પુણ્ય અને તેનાં ફળ એ કાંઈ અપૂર્વ વસ્તુ નથી, એ તો અનંતવાર જીવ અનુભવી
ચૂક્યો છે. પણ તેનાથી પાર ચૈતન્યના નિર્વિકલ્પ આનંદના અનુભવરૂપ એકત્વની પ્રાપ્તિ
તે અપૂર્વ છે, પૂર્વ કદી તે અનુભવમાં આવ્યું નથી, તેથી તે અપૂર્વ છે; તે એકત્વપણામાં
જ જીવની શોભા છે. એવા એકત્વના અનુભવથી જ મોક્ષ થાય છે. માટે આચાર્યદેવ કહે
છે કે મારા આત્માના નિજવૈભવથી હું આ સમયસારમાં એકત્વ–વિભક્ત શુદ્ધ આત્માનું
સ્વરૂપ બતાવું છું, તેને હે શ્રોતાજનો! તમે તમારા પોતાના સ્વાનુભવથી પ્રમાણ કરજો.
* જ્ઞાન અને રાગ ભિન્ન હોવાથી
ભિન્નતાનો અનુભવ સુગમ છે *
જીવનું સ્વરૂપ ચિદ્રૂપ છે, રાગથી ભિન્ન છે.
રાગથી ભિન્ન છે તેથી તેવો અનુભવ કરવો તે સુગમ છે.
પોતાનું સ્વરૂપ આવું ભિન્ન હોવા છતાં, આશ્ચર્ય છે કે
જીવ તેને રાગ સાથે એકમેકપણે અનુભવી રહ્યો છે.
શુદ્ધતાનો અનુભવ તો પોતાના સ્વભાવની ચીજ છે
તેથી તે સહજ છે–સુગમ છે. પણ ભ્રમથી અશુદ્ધ
પરિણમનપણે જ જીવ પોતાને અનુભવે છે. તે અનુભવ
સહજ નથી, સ્વભાવનો નથી પણ દ્રષ્ટિદોષથી તેવું
અશુદ્ધ સ્વરૂપ જ દેખે છે ને એ જ વખતે શુદ્ધસ્વરૂપ
વિદ્યમાન હોવા છતાં તેને દેખતો નથી. શુદ્ધજ્ઞાનસ્વરૂપને
અને રાગને તો ઘણું અંતર છે, બંને વચ્ચે ઘણો તફાવત
છે, કાંઈ તેમને એકતા નથી. છતાં ભ્રમથી જ અજ્ઞાની
તેને એકપણે અનુભવે છે, છતાં એકમેક થયા નથી તેથી
બંનેની ભિન્નતાનો અનુભવ કરવો તે સુગમ છે.
–પ્રવચનમાંથી

PDF/HTML Page 11 of 41
single page version

background image
: ૮ : : મહા : ૨૪૯૬
સ્વભાવના આશ્રયે નિર્મળપર્યાય
પ્રગટે તેનું નામ જિનમત
ચિદાનંદસ્વભાવનો જેને રંગ લાગે તેને ધર્મનો રંગ
લાગ્યો કહેવાય; એનો મહિમા મેરુથી પણ મોટો છે.
(સોનગઢ: પોષ સુદ ૧૧, સમયસાર ગાથા ૧૨)
પરભાવોથી ભિન્ન, જ્ઞાયક ચિદાનંદસ્વભાવને જાણીને તેના અનુભવમાં
એકાગ્રતા તે શુદ્ધનય છે; અને તેના આશ્રયે જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ
પ્રગટ્યો તે તીર્થ છે. તે શુદ્ધ સદ્ભુતવ્યવહાર છે. પર્યાયમાં આવી સાધકદશાના અનેક
પ્રકારો છે તે જાણવાયોગ્ય છે. શુદ્ધસ્વભાવમાં એકાગ્ર થઈને નિર્મળ પર્યાય પ્રગટ કરવા
જેવી છે.–તેમાં નિશ્ચય–વ્યવહાર બંને આવી જાય છે.
જ્યાં ચેતન ત્યાં અનંતગુણ કેવળી બોલે એમ;
પ્રગટ અનુભવ આત્મનો નિર્મળ કરો સપ્રેમ...
ચૈતન્યનો પ્રેમ કરવો એટલે તેમાં એકાગ્રતા કરવી; અખંડ ચિદાનંદસ્વભાવમાં
અનંતી નિર્મળ પર્યાયો પ્રગટવાની તાકાત છે; આવી વસ્તુને લક્ષમાં લેવી તે નિશ્ચય છે;
તેના આશ્રયે નિર્મળ પર્યાય પ્રગટી તે વ્યવહાર છે; તે નિશ્ચયમોક્ષમાર્ગરૂપ પર્યાય છે.
રાગાદિ વિકલ્પો તે તો અશુદ્ધ વ્યવહાર છે.
આખી વસ્તુની અપેક્ષાએ નિર્મળ પર્યાય તે એક અંશ છે, ને અંશ છે તેથી
વ્યવહાર છે. તેમાં સાધકદશા તે તીર્થ છે અને મોક્ષદશા પ્રગટે તે તીર્થફળ છે; આવા
તીર્થ અને તીર્થફળ તે બંને વ્યવહાર છે, અંશ છે, પર્યાય છે. દ્રવ્યપણે આત્મા
ભગવાન છે તે નિશ્ચય, અને તેના આશ્રયે પર્યાયમાં ભગવાનપણું પ્રગટે તે વ્યવહાર.
આવો ભગવાન આત્મા, રાગ અને રોગ વગરનો ચિદાનંદ પ્રભુ, તેને ઓળખીને
અનુભવમાં લેવા જેવો છે.
જિનમત એટલે વીતરાગમાર્ગ. આત્માની નિર્મળદશારૂપ મોક્ષમાર્ગ જે રીતે પ્રગટે
તેનું નામ જિનમત છે. હે જીવો! જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હો એટલે કે
આત્મામાં વીતરાગપર્યાય પ્રગટ કરવા ચાહતા હો તો નિશ્ચય અને વ્યવહાર બંને નયોને
જાણો; તે બે નયોને ન છોડો. નિશ્ચય તો વસ્તુસ્વરૂપ બતાવે છે, અને

PDF/HTML Page 12 of 41
single page version

background image
: મહા : ૨૪૯૬ : ૯ :
વ્યવહાર તે તીર્થ અને તીર્થસ્વરૂપ પર્યાયોને બતાવે છે. નિશ્ચય વગર અખંડ વસ્તુ સિદ્ધ
નહીં થાય, ને વ્યવહાર વગર મોક્ષમાર્ગ સિદ્ધ નહીં થાય. માટે બંને નયોને જાણીને
મોક્ષમાર્ગને સાધવો. શુદ્ધ દ્રવ્ય તો નિશ્ચય છે, ને તેના આશ્રયે મોક્ષમાર્ગ સાધવો તે
વ્યવહાર છે. પોતાની નિર્મળપર્યાયો તે જ વ્યવહાર છે.
અહો, ચૈતન્યમાં પરમ નિધાન ભર્યાં છે, સાદિ અનંત સિદ્ધપદ પ્રગટ્યા કરે છતાં
જેનો વૈભવ ખૂટે નહીં એવો જગતમાં શ્રેષ્ઠ આત્મા છે, તેનો મહિમા મેરુથી પણ મોટો
છે. આવા ચિદાનંદ સ્વભાવનો રંગ લાગે તેને ધર્મનો રંગ લાગ્યો કહેવાય, તેને હવે મોક્ષ
લેવામાં વચ્ચે ભંગ પડે નહીં. અહો, આવો મહિમાવંત દિવ્ય શક્તિમાન પ્રભુ આત્મા, તે
નિજમહિમાને ભૂલીને પરવસ્તુનો મહિમા કરીને મુંઝાઈ રહ્યો છે–દુઃખી થઈ રહ્યો છે.
સંતો કરુણાથી કહે છે કે અરે, આ દિવ્ય શક્તિવાળો દેવ પોતાને ભૂલીને દુઃખી થઈ રહ્યો
છે, તેમાંથી છૂટકારો કેમ થાય? ને આત્માના નિર્દોષ વીતરાગી આનંદનો અનુભવ કેમ
થાય? તેની આ વાત છે. આત્માના પરમ સ્વરૂપને નિશ્ચય અને વ્યવહાર બંને નયોથી
ઓળખો; શુદ્ધદ્રવ્ય ત્રિકાળ છે તેને જાણો, અને તેના આશ્રયે નિર્મળ પર્યાયો પ્રગટી તેને
પણ જાણો; આવા વસ્તુસ્વરૂપને જાણતાં શુદ્ધસ્વભાવના આશ્રયે નિર્મળપર્યાયરૂપ
મોક્ષમાર્ગ પ્રગટે છે.–આનું નામ જિનમત છે.
* * * * * *
શુદ્ધતાના મેરૂપર્વત જેવો જે આ ચૈતન્યસ્વભાવ, તેમાં
વચ્ચે ક્યાંય વિકાર ભર્યો નથી. અસંખ્ય પ્રદેશી આત્મા અચલ
મેરુ છે, ગમે તેવી પ્રતિકૂળતામાં પણ નિજસ્વરૂપથી તે ડગે
નહિ, તેના ગુણની એક કાંકરી ચલે નહીં, કે એક પ્રદેશ પણ
હણાય નહીં. જેમ મેરુ પર્વત એવો સ્થિર છે કે ગમે તેવા
પવનથી પણ તે હલે નહીં, તેમ ચૈતન્યમેરુ આત્મા
નિજસ્વભાવમાં એવો અડોલ છે કે પ્રતિકૂળતાના પવનથી તે
ઘેરાય નહીં, તેના કોઈ ગુણ કે ગુણની પરિણતિ હણાય નહીં.
આવા સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાન કરનાર ધર્માત્મા પ્રતિકૂળ
સંયોગના ઘેરા વચ્ચે પણ સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાનથી ડગતા
નથી. તે નિઃશંકપણે જાણે છે કે હું તો જ્ઞાન છું.

PDF/HTML Page 13 of 41
single page version

background image
: ૧૦ : : મહા : ૨૪૯૬
આત્માને ઢંઢોળીને
સમ્યગ્દશન પ્રગટ કર
શુદ્ધ આત્માના આધારે અંદરથી આત્માના આનંદનો
અવાજ આવે એટલે કે અનુભવ થાય તે સમ્યગ્દર્શન છે. પ્રભુ!
તું તારા ઘરમાં અંદર જઈને, આત્માને ઢંઢોળીને આવું
સમ્યગ્દર્શન પ્રગટ કર.
ભાઈશ્રી છોટાલાલ ડામરદાસ (ધ્રાંગધ્રાવાળા)
ના મકાનના વાસ્તુપ્રસંગે શ્રાવિકા–બ્રહ્મચર્યાશ્રમના
સ્વાધ્યાયભવનમાં પૂ. ગુરુદેવનું પ્રવચન
(પોષ વદ તેરસ: સોનગઢ: સમયસાર ગા. ૨૭૬–૨૭૭)
મોક્ષના કારણરૂપ જે નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે પોતાના શુદ્ધઆત્માના
આશ્રયે જ છે. તે શાસ્ત્ર વગેરે પરના આશ્રયે નથી. શાસ્ત્ર તરફનું વલણ તે પરાશ્રય છે,
અને એવા પરાશ્રયવાળા જ્ઞાનથી આત્માનું સ્વરૂપ સમજાતું નથી. માટે તે પરાશ્રય
છોડવા જેવો છે, ને શુદ્ધઆત્માનો આશ્રય કરવા જેવો છે.
જેમ સૂર્ય તે પ્રકાશનો પૂંજ છે, પ્રકાશ માટે તેને પરનો આશ્રય નથી, તેમ આત્મા
પોતે ચૈતન્યપ્રકાશનો પૂંજ છે, તેને જ્ઞાનપ્રકાશમાં પરનો આશ્રય નથી. પોતાના
જ્ઞાનસ્વભાવને ભૂલીને પરના આશ્રયની બુદ્ધિથી જીવ ચાર ગતિના દુઃખમાં રખડે છે.
પોતાના સ્વભાવના આશ્રયરૂપ ધર્મ તેણે એક સેકંડ પણ સેવ્યો નથી.
કલ્યાણ માટે શું કરવું? કે આત્માની સન્મુખ થઈને આત્માનું સાચું જ્ઞાન કરવું.
પરના સંગથી રહિત એવા અસંગ ચૈતન્યસ્વભાવને અડીને–સ્પર્શીને–અનુભવીને જે
જ્ઞાન થાય તે જ હિતકર–સુખકર જ્ઞાન છે. આત્મા કાંઈ સંયોગ જેટલો ક્ષણિક નથી, તે
તો સદાય ટકનારો નિત્ય છે. પૂર્વભવનું શરીર છોડીને આ શરીરમાં આવ્યો, તે શરીરથી
ભિન્ન ચેતનસ્વરૂપે નિત્ય છે. આવા સ્વભાવનું જ્ઞાન કરીને તેની અંદર વસવું તે
નિજઘરનું સાચું વાસ્તુ છે. ભાઈ, તારા નિજઘરમાં એવી કઈ ખોટ છે કે તારે બહારથી
લાવવું પડે? તારા જ્ઞાન–આનંદ વગેરે તારામાં જ પરિપૂર્ણ છે, તેમાં પર્યાયને એકાગ્ર
કરતાં તે પ્રગટે છે. નવતત્ત્વના વિકલ્પના આશ્રયે સમ્યગ્દર્શન થતું નથી, પરજીવની દયા
વગેરે શુભભાવોના આશ્રયે સમ્યક્ચારિત્ર થતું નથી; એ

PDF/HTML Page 14 of 41
single page version

background image
: મહા : ૨૪૯૬ : ૧૧ :
તો બધા પરાશ્રયભાવ છે, તે બંધનું કારણ છે. મોક્ષનું કારણ તો શુદ્ધઆત્માના સ્વાશ્રયે
છે. આવા નિજઘરમાં જીવ આવતો નથી ને પરઘરમાં જ રખડી રહ્યો છે. તેને
સ્વાશ્રયરૂપ મોક્ષમાર્ગ વીતરાગી સંતોએ સમજાવ્યો છે.
આત્માની પોતાની આ વાત છે એટલે સમજાય તેવી છે. જેનામાં પરવસ્તુ નથી,
રાગ નથી, એવા નિત્યાનંદરૂપ શુદ્ધઆત્માની સન્મુખ થઈને જે જ્ઞાન થાય તે જ
સમ્યગ્જ્ઞાન છે. તેનો આધાર આત્મા જ છે, આત્માના આધારે તન્મય થયેલું જ્ઞાન તે જ
સમ્યગ્જ્ઞાન છે. તેમ જ સમ્યગ્દર્શન પણ શુદ્ધઆત્માના જ આશ્રયે છે, માટે શુદ્ધ આત્મા તે
જ સમ્યગ્દર્શન છે.–આધારઆધેયને એક કરીને સમ્યગ્દર્શનને શુદ્ધઆત્મા કહ્યો.
શુદ્ધઆત્મા તે સમ્યગ્દર્શનનો આશ્રય હોવાથી તે જ સમ્યગ્દર્શન છે. જુઓ, સમ્યગ્દર્શનમાં
વિકલ્પનો આશ્રય નથી, પરનો–દેવગુરુનો આશ્રય નથી, પર્યાયના ભેદનો આશ્રય નથી.
અભેદ એવા શુદ્ધઆત્માનો આશ્રય લઈને તેમાં એકતાથી સમ્યગ્દર્શનાદિ થાય છે. આ
રીતે શુદ્ધઆત્માના આધારે અંદરથી આત્માના આનંદનો અવાજ આવે એટલે કે
અનુભવ થાય છે–તે સમ્યગ્દર્શન છે. પ્રભુ! તું તારા ઘરમાં અંદર જઈને આત્માને
ઢંઢોળીને આવું સમ્યગ્દર્શન પ્રગટ કર.
ધર્માત્માને સમ્યગ્દર્શનમાં શુદ્ધઆત્મા જ સમીપ છે, વિકલ્પ તે સમીપ નથી,
તે તો દૂર છે–જુદો છે. એ જ રીતે તેને સમ્યગ્જ્ઞાનમાં ને સમ્યક્ચારિત્રમાં પણ
શુદ્ધઆત્મા જ સમીપ છે, પંચમહાવ્રતના કે શાસ્ત્રભણતરના વિકલ્પો સમીપ નથી,
દૂર છે–જુદા છે. તે વિકલ્પો વડે આત્માની મોટાઈ નથી. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર
તેના વડે જ આત્માની મોટાઈ છે, ને તે જ મોક્ષનું સાધન છે. પરના આશ્રયવડે
આત્માની મોટાઈ કેમ હોય? પરના આશ્રયે થયેલા વ્યવહાર શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર તે
કાંઈ મોક્ષનું કારણ નથી, માટે તેનો તો મોક્ષમાર્ગમાં નિષેધ છે; અને શુદ્ધઆત્માના
આશ્રયે થયેલા નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર મોક્ષનું કારણ છે; જ્યાં
શુદ્ધઆત્માનો આશ્રય હોય ત્યાં નિયમથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર હોય છે, માટે તે
જ ઉપાદેય છે,–એ પરમ જૈનસિદ્ધાંત છે.

PDF/HTML Page 15 of 41
single page version

background image
: ૧૨ : : મહા : ૨૪૯૬
ચૈતન્યસ્વરૂપ નિજપદ
હે જીવ! આ શુદ્ધચૈતન્યસ્વરૂપ જ તારું સાચું પદ છે,
એ સિવાય બીજું બધુંય અપદ છે...અપદ છે.
પંદર વરસ પહેલાંની વાત છે. એ વખતે પં. જવાહરલાલ નહેરુએ ભારતની
કોંગે્રસના પ્રમુખપદે, પોતાને સ્થાને સૌરાષ્ટ્રના શ્રી ઢેબરભાઈને નીમવાનું નક્કી કર્યું, તે
સમાચારથી ઘણા લોકો જ્યારે આનંદની હો–હા કરતા હતા, ત્યારે પૂ. ગુરુદેવશ્રી કાનજી
સ્વામીએ નીચેના ઉદ્ગાર કાઢ્યા હતા–
લોકોને આ બહારના પદનો મહિમા છે, પણ અંદરના ચૈતન્યપદની ખબર નથી.
ચૈતન્યના ભાન વિના, બહારમાં મોટા મોટા પ્રમુખપદ કે રાજ્યપદ મળે તેમાં આત્માને
શું? તે તો બધું અપદ છે,–એ કાંઈ જીવને શરણભૂત નથી. જેને અંતરના પોતાના
ચૈતન્યપદનું ભાન નથી, તેનું શરણ લીધું નથી તેને મરણ ટાણે કાંઈ આ બહારનાં પદ
શરણભૂત નહીં થાય. બહારમાં મોટું પદ મળ્‌યું તેમાં આત્માનું શું હિત?–તે કાંઈ
પરભવમાં સાથે નહીં આવે. ચક્રવર્તીપદના સ્વામી પણ આત્માના નિજપદને ભૂલીને
સાતમી નરકે સીધાવ્યા છે, ને બહારનું કોઈ પદ ન હોય એવા જીવો પણ નિજપદને
સાધીને મોક્ષ પામ્યા છે. બહારનું પદ કાંઈ આત્માનું પદ નથી.
મારો આત્મા જ જ્ઞાનાનંદ પરમાત્મા છે,–હું જ પરમાત્મા છું, પરમાત્મપદની
ગાદીએ બેસવા માટે હું લાયક છું. એમ જેણે આત્માના ચૈતન્યપદને ઓળખ્યું તે મોટો
બાદશાહ છે; પોતાના શુદ્ધ ચૈતન્યપદના સિંહાસને જે બેઠો તે બાદશાહનો પણ બાદશાહ
છે. પોતાના ચૈતન્યપદ પાસે ત્રણેલોકના પદને તે તૃણસમાન જાણે છે. ત્રણકાળ–
ત્રણલોકમાં સૌથી શ્રેષ્ઠ–પ્રધાનપદ આ શુદ્ધ ચૈતન્યધાતુ જ છે,–જેના જ્ઞાનની આણ
ત્રાસવગર ત્રણકાળ ત્રણલોકમાં વર્તે છે.–આવા ચૈતન્યપદને ઓળખવું,–તે જ સાચું પદ
છે. બાકી આ બહારનાં પદ તે તો થોથાં છે, અપદ છે. માટે હે જીવ! તું સ્વપદને જાણ.
ઉપરોક્ત ચર્ચાના પ્રસંગે ગુરુદેવે ધર્માત્માનું ઉદાહરણ આપીને કહ્યું કે જુઓને,
આત્માનું કેવું અલૌકિક કામ કરે છે! એ તો ભગવાનના દીવાન છે; બાદશાહનાં પણ
બાદશાહ છે. (–નિત્યનોંધમાંથી)
(ગુરુદેવે આ ઉદ્ગારો દ્વારા બતાવેલી વસ્તુસ્થિતિ કેવી સ્પષ્ટ છે–તે શું આજના
રાજકીય વાતાવરણમાં બતાવવું પડે તેમ છે? શ્રી ઢેબરભાઈ ગુરુદેવ પ્રત્યે પ્રેમ ધરાવે છે
ને તાજેતરમાં આ માસમાં જ તેઓ સોનગઢ દર્શન કરવા આવ્યા.)

PDF/HTML Page 16 of 41
single page version

background image
: મહા : ૨૪૯૬ : ૧૩ :
જ્ઞાનસ્વરૂપને અનુભવનારા
જીવો મોક્ષને સાધે છે
નિશ્ચયનો આશ્રય કરનારા, એટલે કે પરથી ભિન્ન
જ્ઞાનસ્વરૂપ પોતાના આત્માનો અનુભવ કરનારા ધર્માત્મા
જીવો જ મોક્ષને પામે છે; અને જેઓ એવા આત્માને નથી
અનુભવતા, ને વ્યવહારનો જ આશ્રય કરે છે તેવા કોઈ
જીવો કદી મોક્ષને પામતાં નથી.–જૈનશાસનનો આ પરમ
સિદ્ધાંત આચાર્ય ભગવાને સમયસારમાં પરિસ્પષ્ટપણે
સમજાવ્યો છે; ને એ રીતે મોક્ષને સાધવાનો એક જ અફર
માર્ગ જગતના જીવોને સમજાવીને ઉપકાર કર્યો છે.
णिच्छयणयासिदा मुणिणो पावंति णिव्वाणं’ એટલે કે
નિશ્ચયનયના આશ્રયે જ જ્ઞાનીઓ નિર્વાણને પામે છે માટે તે
આશ્રય કરવા જેવો છે, અને વ્યવહારનય પરાશ્રિત હોવાથી
તેના આશ્રયે કોઈ જીવો મુક્તિ પામતા નથી માટે તે છોડવા
જેવો જ છે–એવું વસ્તુસ્વરૂપ સમયસાર ગા. ૨૭૨ થી
૨૭૭માં ખુલ્લું કર્યું છે; તેના ઉપરનું પૂ. શ્રી કાનજી સ્વામીનું
આ પ્રવચન છે.
નિશ્ચય એટલે સ્વાશ્રય...તે મોક્ષનું કારણ
આત્માનો સહજ સ્વભાવ એકરૂપ શુદ્ધ છે, તેમાં બંધન કે પરભાવ નથી. આવો
સહજ સ્વભાવ તે નિશ્ચય છે, અને તે સ્વભાવનો આશ્રય કરવાથી જ મુક્તિ થાય છે.
આવા શુદ્ધસ્વભાવનો આશ્રય કરતાં પરનો આશ્રય છૂટી જાય છે એટલે પરમાં
એકતાબુદ્ધિનો અધ્યવસાન છૂટી જાય છે તેમજ પરના આશ્રયરૂપ વ્યવહાર પણ છૂટી
જાય છે. આ રીતે નિશ્ચયના આશ્રયે વ્યવહારનો ત્યાગ તે મોક્ષનું કારણ છે. આ
નિશ્ચયનો આશ્રય એટલે કે સ્વભાવનો આશ્રય તેમાં શુદ્ધ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર
આવી જાય છે.
વ્યવહાર એટલે પરાશ્રય...તે બંધનું કારણ
આવા નિશ્ચયસ્વભાવના આશ્રય વગર એકલા પરાશ્રયરૂપ જે વ્યવહાર શ્રદ્ધા–

PDF/HTML Page 17 of 41
single page version

background image
: ૧૪ : : મહા : ૨૪૯૬
–જ્ઞાન–ચારિત્ર તે કાંઈ મોક્ષનું કારણ નથી. વ્યવહારનો આશ્રય તો બંધનું કારણ છે.
નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કે જે મોક્ષનું કારણ છે તેનો આશ્રય શુદ્ધ આત્મા
છે. નિશ્ચયનયથી આત્માનું શુદ્ધસ્વરૂપ જાણીને તેના આશ્રયે શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર
કરવા તે નિયમથી મોક્ષનું કારણ છે. એમ કરવાથી મોક્ષ થાય છે, ને એના વગર
મોક્ષ થતો નથી.
સ્વદ્રવ્યના આશ્રયે મોક્ષ થાય છે ને પરદ્રવ્યના આશ્રયે સંસાર થાય છે,–એ
સિદ્ધાંત છે. શુદ્ધઆત્માનો અનુભવ જેઓ કરતા નથી, શુદ્ધઆત્માના અનુભવથી થતું જે
નિર્વિકલ્પ સુખ તેની જેને ખબર નથી, જેઓ પરદ્રવ્યના આશ્રયે એકલા શુભાશુભ
વિકલ્પોને જ અનુભવે છે, અને એવા પરાશ્રિત વ્યવહારને મોક્ષનું સાધન માને છે,
તેઓ મિથ્યાત્વને સેવે છે. ભાઈ, પરાશ્રયમાં તો દુઃખ છે, આકુળતા છે, કષાય છે.
ચૈતન્યસ્વરૂપ આત્મા કષાય વગરનો છે, તેને કષાયભાવથી લાભ મનાવે છે તેઓ
વીતરાગભાવને પોષનારા નથી પણ કષાયને પોષનારા છે, એટલે વીતરાગશાસનના તે
વેરી છે. પરથી ભિન્ન શુદ્ધ જ્ઞાનમય આત્માને જેઓ અનુભવે છે તેઓ જ વીતરાગ
શાસનને સમજીને મોક્ષને સાધે છે.
* નિશ્ચયનય કેવો છે?–કે આત્માના શુદ્ધસ્વભાવના આશ્રયરૂપ છે, અને મોક્ષનું
કારણ છે.
* વ્યવહારનય કેવો છે? પરના આશ્રયરૂપ છે અને બંધનું કારણ છે.
–માટે મુમુક્ષુ જીવે પરદ્રવ્યો ને પરભાવોથી ભિન્ન એવા પોતાના એક જ્ઞાનભાવને
જાણીને તેનો આશ્રય કરવો; અને પરાશ્રયે થતા સમસ્ત પરભાવોને પોતાથી ભિન્ન
જાણવા. આ રીતે નિશ્ચયનો આશ્રય કરવો ને વ્યવહારનો આશ્રય છોડવો તે મોક્ષનું
કારણ છે.
શુદ્ધાત્માના શ્રદ્ધા–જ્ઞાન વગર સમ્યક્ચારિત્ર હોતું નથી
નિશ્ચય ચારિત્ર વીતરાગભાવરૂપ છે; તે મોક્ષનું કારણ છે.
શુદ્ધાત્માના આશ્રયે એકાગ્રતા તે નિશ્ચય ચારિત્ર છે. અને આવા નિશ્ચયચારિત્રનું
કારણ સમ્યગ્દર્શન–જ્ઞાન છે.
તે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પણ શુદ્ધાત્માના જ શ્રદ્ધા–જ્ઞાનરૂપ છે.
શુદ્ધઆત્માના શ્રદ્ધા–જ્ઞાન વગર કદી નિશ્ચય ચારિત્ર હોતું નથી. પંચમહાવ્રત–તપ વગેરેનો

PDF/HTML Page 18 of 41
single page version

background image
: મહા : ૨૪૯૬ : ૧પ :
શુભરાગ તે કાંઈ નિશ્ચયચારિત્રનું કારણ નથી; કેમકે અજ્ઞાનીને તેવો શુભરાગ હોવા
છતાં, શુદ્ધાત્માના શ્રદ્ધા–જ્ઞાન ન હોવાથી, સાચું ચારિત્ર હોતું નથી.
શુદ્ધાત્માના શ્રદ્ધા–જ્ઞાન વગરનો જીવ ભલે પંચમહાવ્રતરૂપ વ્યવહારચારિત્ર
બરાબર પાળતો હોય, સમિતિ–ગુપ્તિમાં સાવધાન હોય, શીલ અને તપથી સહિત હોય,
તોપણ તે જીવ ચારિત્ર વગરનો જ છે; મોક્ષના કારણરૂપ સમ્યક્ચારિત્રની તેને ખબર
નથી, અને શુભરાગને તે મોક્ષનું કારણ સમજે છે. વ્યવહારચારિત્ર હોવા છતાં તેને
મુક્તિ થતી નથી–એ દ્રષ્ટાંત આપીને આચાર્યદેવ એમ સિદ્ધાંત સમજાવે છે કે પરાશ્રિત
એવું વ્યવહારચારિત્ર તે મોક્ષનું કારણ નથી; શુદ્ધાત્મામાં એકાગ્રતારૂપ જે નિશ્ચયચારિત્ર
છે તે જ મોક્ષનું કારણ છે.–માટે મોક્ષાર્થી જીવે નિશ્ચયનો આશ્રય કરવો ને વ્યવહારનો
આશ્રય છોડવો. પરના આશ્રયે થતા રાગનો કોઈ અંશ મોક્ષનું સાધન નથી; સ્વભાવના
આશ્રયે થતો વીતરાગભાવ જ મોક્ષનું સાધન છે. માટે મોક્ષાર્થી જીવે સ્વભાવનો આશ્રય
કરવો ને પરનો આશ્રય છોડવો.–એ સિદ્ધાંત છે.
જ્ઞાનસ્વરૂપ આત્માના જ્ઞાન વગરનું બધુંય અજ્ઞાન
જિનદેવે કહેલા શાસ્ત્રોથી વિપરીત જે માને તેને તો મિથ્યાત્વની તીવ્રતા છે.
અને જિનદેવે કહેલા સાચા શાસ્ત્રોમાં જેવો શુદ્ધઆત્મા કહ્યો છે તેવા શુદ્ધઆત્માને
શ્રદ્ધા–જ્ઞાન–અનુભવમાં લીધા વગર જે એકલા શાસ્ત્રોને ભણી જાય છે તો તેનું
જ્ઞાન પણ પરાશ્રયમાં અટકેલું છે, તેને શુદ્ધઆત્માનું જ્ઞાન ન હોવાથી સમ્યગ્જ્ઞાન
નથી, તેનું બધુંય જાણપણું અજ્ઞાન છે, તે કાંઈ મોક્ષનું કારણ નથી. ભલે ૧૧ અંગ
ભણ્યો પણ જો શુદ્ધઆત્માનો આશ્રય ન કર્યો તો તે જીવ શાસ્ત્ર ભણવાના ગુણને
પામ્યો નથી, એટલે કે શાસ્ત્રોએ જેવો જ્ઞાનસ્વરૂપ આત્મા કહ્યો છે તેવો તેણે જાણ્યો
નથી. પરભાવોથી ભિન્ન જ્ઞાન–આનંદમય શુદ્ધ આત્મવસ્તુનું જ્ઞાન તે
શાસ્ત્રભણતરનો સાર છે, એના વગરનું શાસ્ત્ર ભણતર તે નિઃસાર છે. એવા
શાસ્ત્રભણતર વડે કાંઈ સમ્યગ્જ્ઞાન થતું નથી. સમ્યગ્જ્ઞાન શુદ્ધઆત્માના આશ્રયે છે,
કાંઈ શાસ્ત્રના આશ્રયે જ્ઞાન નથી. શાસ્ત્રના આશ્રયે તો પરાશ્રયભાવરૂપ વિકલ્પ
થાય છે, તે કાંઈ મોક્ષનું કારણ નથી.
શુદ્ધ આત્માને ચેતનારી ધર્માત્માની જ્ઞાનચેતના
અહા, ‘જ્ઞાનચેતના’–જેને વિકલ્પનું અવલંબન નથી, તે કાંઈ શાસ્ત્રભણતર વડે

PDF/HTML Page 19 of 41
single page version

background image
: ૧૬ : : મહા : ૨૪૯૬
નથી થતી. ધર્મીની જ્ઞાનચેતના કોઈ પરના આશ્રયે પરિણમતી નથી, શુદ્ધસ્વદ્રવ્યના
આશ્રયે જ્ઞાનચેતના પરિણમી છે. તે ચેતના વિકલ્પરૂપ નથી, રાગરૂપ નથી, શાસ્ત્રનાં
અવલંબનરૂપ નથી, તે તો શુદ્ધ–જ્ઞાનરૂપ પરિણમેલી છે. શુદ્ધઆત્માને ચેતનારી આવી
ચેતના રાગવડે–વિકલ્પવડે ઓળખાય નહીં, ચૈતન્યસૂર્ય આત્મા, અનંતકિરણોથી
ઝગઝગતો જ્ઞાનસૂર્ય, તેમાંથી ધર્મીની જ્ઞાનચેતના પ્રકાશમાન થઈ છે, બીજા કોઈનું
અવલંબન તેને નથી.
જેઓ રાગને મોક્ષનું કારણ માને છે તેઓ મોક્ષને શ્રદ્ધતા નથી
શુદ્ધજ્ઞાનસ્વરૂપ આત્મા જેણે જાણ્યો નથી તે જ પરાશ્રિત શુભરાગને મોક્ષનું
કારણ માને છે. અહીં તો કહે છે કે રાગને મોક્ષનું કારણ માનનારા જીવોને ખરેખર
મોક્ષની જ શ્રદ્ધા નથી. મોક્ષની ખરી શ્રદ્ધા ક્યારે થાય? કે જ્ઞાનસ્વરૂપ આત્માને જાણે
ત્યારે મોક્ષની શ્રદ્ધા થાય. આત્મા સ્વયં જ્ઞાનમય છે, ને તેની મોક્ષદશા પણ
શુદ્ધજ્ઞાનમય છે, તે કાંઈ રાગમય નથી. મોક્ષ તે જ્ઞાનસ્વરૂપ આત્માના જ આશ્રયે
થયેલી દશા છે, તે કાંઈ પરાશ્રયે થતી નથી. જેઓ પરાશ્રયભાવને જ અનુભવે છે ને
તેનાથી ભિન્ન જ્ઞાનમય આત્માને અનુભવતા નથી તેઓ મોક્ષને કે મોક્ષના કારણને
જાણતા નથી, એટલે તેને મોક્ષની જ શ્રદ્ધા નથી. તેઓ તો બંધના કારણને જ
(વ્યવહારના આશ્રયને જ) મોક્ષનું કારણ માનીને સેવી રહ્યા છે. ભલે તેઓ ઘણાં
શાસ્ત્રો ભણે, પણ શાસ્ત્રનો આશ્રય છોડીને જ્ઞાનસ્વભાવનો આશ્રય કરતા નથી તેથી
તેઓ અજ્ઞાની જ રહે છે. શાસ્ત્રભણતરનું ફળ તો એ હતું કે ભિન્ન વસ્તુસ્વરૂપ
જ્ઞાનમય આત્માને જ્ઞાનથી ચેતવો, અનુભવવો. એવા જ્ઞાન વગરનું ૧૧ અંગનું
ભણતર પણ ગુણ વગરનું છે. શાસ્ત્ર ભણવાનો ગુણ તો ત્યારે કહેવાય કે રાગથી પાર
અંદરની ચેતના વસ્તુને જ્યારે સંચેતે. કેમકે શાસ્ત્રો એવા શુદ્ધઆત્માને બતાવે છે.
એકત્વ–વિભક્ત એવો શુદ્ધઆત્મા દર્શાવવા માટે આચાર્યદેવે આ સમયસાર રચ્યું છે.
અહો! સમયસારમાં નિજવૈભવથી આચાર્યદેવે શુદ્ધ આત્મા દેખાડયો છે. આ
સમયસાર તો ભરતક્ષેત્રનો ભૂપ છે.
જ્ઞાનચેતના ક્્યારે ઊઘડે?
અરે, રાગ અને જ્ઞાનની ભિન્નતા જેને ન ભાસી એનાં તે શાસ્ત્રભણતર શા
કામનાં? રાગથી ભિન્નતા વગરનું જ્ઞાન–એને જ્ઞાન કોણ કહે? એ તો અજ્ઞાન છે.
શાસ્ત્રોની વાણી તરફના વલણથી કાંઈ જ્ઞાનચેતના ઊઘડતી નથી, જ્ઞાનભંડારથી
ભરેલો

PDF/HTML Page 20 of 41
single page version

background image
: મહા : ૨૪૯૬ : ૧૭ :
આત્મા તેના જ આશ્રયે જ્ઞાનચેતના ઊઘડે છે. માટે મોક્ષાર્થીએ જ્ઞાનસ્વરૂપ આત્માને
જાણીને તેનો જ આશ્રય કરવો, ને પરના આશ્રયની બુદ્ધિ છોડવી. શાસ્ત્રો પણ એમ
જ ફરમાવે છે કે અંર્તમુખ થઈને તું તારા જ્ઞાનસ્વરૂપનો આશ્રય કર. એવો આશ્રય
જે કરે તેનું જ શાસ્ત્રભણતર સાચું કહેવાય, ‘શાસ્ત્ર ભણવાનો ગુણ’ તેને થયો
કહેવાય.
શાસ્ત્ર ભણી ભણીને શું કરવું?–
કે પરભાવોથી ભિન્ન શુદ્ધ જ્ઞાનમય આત્મવસ્તુ છે,–તેને જાણીને તેનો અનુભવ
કરવો. શ્રીમદ્ રાજચંદ્રજી પણ કહે છે કે–
જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ;
લક્ષ થવાને તેહનો કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.
જિનપદ કહો કે આત્માનું નિજપદ કહો, તેમાં પરમાર્થે કાંઈ જ ફેર નથી; આવા
શુદ્ધ નિજપદનું લક્ષ કરાવવા માટે જ શાસ્ત્રો કહ્યાં છે ને તે જ સુખદાતાર છે. ભલે ઝાઝા
શાસ્ત્રો ન પઢ્યો હોય. લખતાં–વાંચતા ભલે ન આવડતું હોય, છતાં દેડકું ને સિંહ
વગેરેના જીવો પણ અંતરના વેદનમાં જ્ઞાન અને રાગને જુદા પાડીને, પોતાને
શુદ્ધજ્ઞાનમય અનુભવે છે, તો તે જીવોએ બધા શાસ્ત્રનું ફળ મેળવી લીધું છે,
શાસ્ત્રભણતરનો ગુણ તેમને પ્રગટ્યો છે. કેમકે જ્ઞાન તો શુદ્ધઆત્માના આશ્રયે તન્મય
છે, તે કાંઈ શાસ્ત્રભણતરના વિકલ્પના આશ્રયે નથી. અહો, નિરાલંબી જ્ઞાનમાર્ગ! તેમાં
પરનો આશ્રય કેવો?
નિત્ય જ્ઞાનચેતનામાત્ર આત્મવસ્તુ, તેને અનુભવે તે જ્ઞાની
આત્માની જ્ઞાનચેતના અંદરમાં સમાય છે, એનું કાર્ય બહારમાં નથી આવતું.
આનંદમય આત્માનો સ્વાનુભવ તે જ્ઞાનચેતનાનું ફળ છે. પણ જ્ઞાનચેતના ઊઘડે એટલે
બહારનું જાણપણું કે શાસ્ત્રનું ભણતર પણ ઊઘડી જાય–એવું કાંઈ તેનું માપ નથી;
બહારના જાણપણા ઉપરથી જ્ઞાનચેતનાનું માપ થતું નથી.
જ્ઞાનચેતનાના ગંભીર મહિમાપૂર્વક ગુરુદેવ કહે છે કે જ્ઞાનચેતના તો અંતરમાં
પોતાના આત્માને ચેતનારી છે. જ્ઞાનચેતનાના ફળમાં શાસ્ત્રના શબ્દોના અર્થ ઊકેલતા
આવડે એવું કાંઈ જ્ઞાનચેતનાનું ફળ નથી, પણ આત્માના અનુભવનો ઉકેલ પામી જાય–
એવી જ્ઞાનચેતના છે. અજ્ઞાની રાગના અનુભવથી ૧૧ અંગ ૯ પૂર્વ જેટલું શાસ્ત્રભણતર
ભણવા છતાં જ્ઞાનના અનુભવરૂપ જ્ઞાનચેતના