Atmadharma magazine - Ank 317
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 57
single page version

background image
૩૧૭
શ્રોતાને આત્માનો ઉલ્લાસ
આત્મામાં સિદ્ધપણું સ્થાપીને આચાર્યદેવ
શુદ્ધાત્માનું સ્વરૂપ સંભળાવે છે. સાંભળતાવેંત પહેલે
ઘડાકે વિકલ્પથી પાર થઈને શુદ્ધાત્મા તરફના
ઉત્સાહથી હા પાડે એટલી તાકાત તો શ્રોતામાં છે જ;
ને એવા શ્રોતા આત્માના ઉલ્લાસથી તરત જ
આત્માનો અનુભવ પ્રગટ કરે. એવા શ્રોતાને અમે
આ સમયસાર સંભળાવીએ છીએ. જેમ રણે ચડેલા
રજપૂતનું શૂરાતન છૂપું ન રહે તેમ ચૈતન્યને સાધવા
માટે જે મુમુક્ષુ જાગ્યો તેનો આત્માનો ઉત્સાહ છાનો
ન રહે...આત્માના ઉલ્લાસથી તે આનંદને સાધે જ.
(વિશેષ માટે અંદરના પહેલા પાનાં પર ‘આત્માના આનંદની ભેટ’ વાંચો.)
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૬ ફાગણ (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૭: અંક પ

PDF/HTML Page 2 of 57
single page version

background image
* જિનમંદિર અને જૈન–પાઠશાળા *
આપણા સમાજમાં ધાર્મિક સંસ્કારો માટે જેટલી જરૂર જિનમંદિરની છે,–
પાઠશાળાઓની પણ એટલી જ જરૂર છે, અને ધીમે ધીમે સમાજમાં તે માટે જાગૃતિ
આવતી જાય છે; તે સંબંધી મલાડ (મુંબઈ) ની પાઠશાળાના સમાચાર ધન્યવાદ માટે
અહીં રજુ કરીએ છીએ–
મંત્રીશ્રી લખે છે–‘અતિ હર્ષપૂર્વક જણાવવાનું કે પૂ. ગુરુદેવશ્રીના મહાન
પ્રભાવના ઉદયે ઉપનગરના મુમુક્ષુઓને શિખરબંધ જિનમંદિરનો યોગ સાંપડ્યો તેવો જ
યોગ ઉપનગરના બાળકોને આજે (તા. ૧પ–૨–૭૦) પાઠશાળાનો સાંપડી રહ્યો છે.
પાઠશાળાની આવશ્યકતા ઘણી જ હતી; ઉગતી ઉંમરના બાળકોના જીવનમાં ધાર્મિક
સંસ્કાર મૂળથી દ્રઢ થાય તે અતિ જરૂરનું છે. આથી ઉપનગરમાં જૈન પાઠશાળા શરૂ થાય
છે, આ પ્રસંગે સંસ્થા ગુરુદેવના આશીર્વાદ માંગે છે. આ પ્રસંગે પાઠશાળાના નીભાવ
માટે બે હજારનું ફંડ થયું. તેમાં ધીરજલાલ ભાઈલાલ ડેલીવાલા તરફથી રૂા. ૧૦૦૧)
તથા કાંતિલાલ વનેચંદ (રાજકોટવાળા) તરફથી રૂા. પ૦૧) મુખ્ય હતા.’
[પાઠશાળાના બાળકો ખૂબ ઉન્નતિ સાધે, અને તેનું અનુકરણ કરીને ભારતના
(અને તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના) પ્રત્યેક ગામમાં પાઠશાળા ચાલુ થાય તે જરૂરી
છે.–સં.]
મંગલ પ્રવાસ કરતા કરતા પૂ. ગુરુદેવ તા. ૧૦ મીએ જલગાંવ પહોંચ્યા છે. ત્યાં
તા. ૧પ સુધીનો કાર્યક્રમ છે. ત્યારપછીનો કાર્યક્રમ ગતાંકમાં જણાવ્યા મુજબ નીચે
પ્રમાણે છે–
મલકાપુર તા. ૧૬ થી ૧૯ માર્ચ મોરબી તા. ૧૬–૧૭
(ફા. સુદ ૯ થી ૧૨) વાંકાનેર તા. ૧૮–૧૯
ખંડવા તા. ૨૦ થી ૨૩ લાઠી તા. ૨૦–૨૧
રતલામ તા. ૨૪–૨પ સાવરકુંડલા તા. ૨૨ થી ૨પ
દાહોદ તા. ૨૬–૨૭ કાનાતળાવ તા. ૨૬ થી ૨૯
અમદાવાદ તા. ૨૮–૨૯ લાઠી તા. ૩૦
વઢવાણ તા. ૩૦–૩૧ ભાવનગર તા. ૧ થી ૮ મે ૨૧
રાજકોટ તા. ૧ થી ૧પ એપ્રિલ સોનગઢ પ્રવેશ તા. ૯–પ–૭૦

PDF/HTML Page 3 of 57
single page version

background image
શિરપુરમાં બિરાજમાન પાર્શ્વનાથપ્રભુની વીતરાગીપ્રતિમા
અંતરીક્ષ પ્રભુ આપ જ સાચા દેખી રહ્યા નિજ આતમરામ;
રાગતણું પણ નહીં આલંબન, સ્વયંજ્યોતિ છો આનંધામ.
રત્નત્રય આભૂષણ સાચું જડ–આભૂષણનું નહીં કામ,
ત્રણલોકના મુગટ સ્વયં છો...શું છે સ્વર્ણ–મુગટનું કામ?
વસ્ત્રાભરણ વિન શાંતમુદ્રા દ્રષ્ટિ નાશાપૈ ધરેં.

PDF/HTML Page 4 of 57
single page version

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ૨૪૯૬
લવાજમ ફાગણ
ચાર રૂપિયા 1970 March
* વર્ષ ૨૭: અંક પ *
________________________________________________________________
અંતરીક્ષ પાર્શ્વનાથ (શિરપુર) ક્ષેત્રમાં પંચકલ્યાણક પ્રસંગે
નિરાલંબી આત્મભગવાનું વર્ણન
શિરપુર–મહારાષ્ટ્ર (અંતરીક્ષ–પાર્શ્વનાથ) પંચકલ્યાણક–પ્રતિષ્ઠામહોત્સવ
પ્રસંગે પૂ. શ્રી કાનજી સ્વામીના પ્રવચનોમાંથી. (સમયસાર ગા. ૭૨–૭૪ તથા
સંવર–અધિકારના પ્રારંભની ગાથાઓ ઉપર પ્રવચનો થયા તેનો સાર.)
(માહ વદ ૯ થી ફાગણ સુદ બીજ.)
આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે; દેહથી કર્મથી ને રાગથી ભિન્ન એવો જે શુદ્ધઆત્મા તે
સમયસાર છે. દરેક આત્માનો આવો સ્વભાવ છે. પોતાના તે સ્વભાવને ભૂલીને જીવ
અજ્ઞાનભાવથી સંસારમાં રખડે છે ને દુઃખી થાય છે.
જીવને તે દુઃખ અને સંસાર કેમ મટે? એમ પૂછનાર જિજ્ઞાસુ જીવને આચાર્યદેવ
સમજાવે છે કે જ્ઞાનમાત્રથી જ બંધન અટકે છે. આત્માનો જ્ઞાનસ્વભાવ, અને રાગાદિ
પરભાવો–એ બંનેના અત્યંત ભેદજ્ઞાનરૂપ જે જ્ઞાન છે તે જ્ઞાન રાગાદિ વગરનું છે. એટલે
તે જ્ઞાનવડે જ સંસારનો નિરોધ થાય છે. એ વાત સમયસારની ૭૨ મી ગાથામાં
સમજાવે છે–
અશુચીપણું વિપરીતતા એ આસ્રવોનાં જાણીને,
વળી જાણીને દુઃખકારણો એથી નિવર્તન જીવ કરે. (૭૨)
જેમ મલિન એવી સેવાળથી સ્વચ્છ પાણી જુદું છે, તેમ મલિન એવા આસ્રવો તે
તો દુઃખરૂપ છે અને ચૈતન્યસ્વભાવથી વિપરીત છે; તેનાથી જુદું ચૈતન્યસ્વરૂપ

PDF/HTML Page 5 of 57
single page version

background image
: ૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
સ્વયં આનંદરૂપ છે–એમ જાણનાર જીવ જ્ઞાનમાં તન્મય થાય છે ને અજ્ઞાનરૂપ સંસારથી
છૂટો પડે છે.
જીવે અનંતકાળમાં બહારનું બીજું ઘણું જાણપણું કર્યું પણ પોતે પોતાના આત્માને
ન જાણ્યો; જ્ઞાનસ્વરૂપી પોતાને જ પોતે ન જાણ્યો. શુદ્ધ આત્માની વાત જ્યારે સાંભળવા
મળી ત્યારે અંતરના પ્રેમથી તેનું શ્રવણ પણ ન કર્યું; આત્માના જ્ઞાનવગરનું બધું
જાણપણું કે શાસ્ત્ર ભણતર તે પણ થોથાં છે, અજ્ઞાન છે. તે અજ્ઞાન ટાળવાની રીત શું?
કે ચૈતન્યભાવને સમસ્ત પરભાવોથી જુદો જાણવો તે જ અજ્ઞાન ટાળવાનો ઉપાય છે.
બાકી બીજા કોઈ ઉપાયથી કે રાગથી અજ્ઞાન મટે નહીં.
ઉમરાળાનો એક ભાવસાર, જેનું નામ સુંદરજી, પિતા રૂપચંદ, અને કામ
જુઓ તો નાકનો ગુંગો કાઢીને મોઢામાં ચાવ્યા કરે! તેમ આ આત્મા સારભૂત
ભાવોથી ભરેલો, સુંદર ચૈતન્યસ્વરૂપ વસ્તુ છે, પણ પોતે પોતાને ભૂલીને એને એવી
કુટેવ પડી છે કે રાગ–દ્વેષ મલિનભાવોને જ નિજરૂપ માનીને અનુભવે છે ને તેમાં
સુખ માને છે. ભાઈ તું તો ઉત્તમ ચૈતન્યભાવવાળો, આનંદથી ભરેલું સુંદર રૂપ, તેનું
વેદન કર; આ પરભાવરૂપ મલિનતાનું વેદન તને શોભતું નથી. તારું વેદન તો
આનંદરૂપ હોય.
ભગવાન! એકવાર સાંભળ તો ખરો! આ તને તારા આનંદની પ્રાપ્તિ કેમ થાય
તેની વાત સંતો તને સંભળાવે છે. તારી ચીજ તારામાં છે, તારા ચૈતન્યભાવમાં તારો
આત્મા છે, તેને બહારમાં કે પુણ્યપાપમાં શોધ્યે તે નહીં મળે. જ્ઞાન અને રાગ બંનેનું
ભિન્નભિન્ન સ્વરૂપ છે, તેને ઓળખતાં આત્મા રાગથી પાછો વળી જાય છે એટલે કે
જ્ઞાનમાં એકતારૂપ ને રાગથી ભિન્નતારૂપ પરિણમન થાય છે. આ રીતે ભેદજ્ઞાન વડે જ
આત્મા આસ્રવોથી છૂટીને મુક્તિને પામે છે.
આત્માના જ્ઞાન વગર ચારે ગતિના અનંત અવતાર જીવે કર્યા છે. સ્વર્ગનાય
અનંત અવતાર કરી ચુક્યો. શુભભાવ કરીને અનંતવાર સ્વર્ગમાં જવા છતાં લેશમાત્ર
સુખ જીવ ન પામ્યો, એટલે કે દુઃખ જ પામ્યો. શુભરાગ તે પણ દુઃખ છે, આસ્રવ છે,
અપવિત્ર છે, તેનાથી ભિન્ન આત્માનો સહજ ચૈતન્યસ્વભાવ જ સુખરૂપ છે. અનાકુળ છે,
પવિત્ર છે. આવા આત્માને ઓળખે તો જ સંસારદુઃખથી છૂટીને મોક્ષસુખનો માર્ગ હાથ
આવે.
(વિશેષ માટે જુઓ પાનું: ૪૦)

PDF/HTML Page 6 of 57
single page version

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૩ :
આચાર્યભગવાન અનુગ્રહપૂર્વક આપે છે –
આત્માના આનંદની ભેટ
અહો, આનંદમય નિજપદને સાધવાની રીત આચાર્યદેવે
આ સમયસારમાં બતાવીને જગત ઉપર મહાન ઉપકાર કર્યો
છે. તેઓ કહે છે કે–અમારા ગુરુઓએ પ્રસન્ન થઈને અમને
શુદ્ધઆત્મા દેખાડ્યો, તે અમે અનુભવમાં લઈને શુદ્ધાત્મા
પ્રગટ કર્યો; તે જ શુદ્ધઆત્મા હવે હું તમને દુખાડું છું. ને તમે
પણ તમારા સ્વાનુભવથી તે પ્રગટ કરજો.
* * * * *
આત્માનું પરથી વિભક્ત, અને સ્વભાવથી એકત્વ એવું શુદ્ધ સ્વરૂપ બતાવતાં
આચાર્ય કુંદકુંદસ્વામી કહે છે કે મારા આત્માના સ્વાનુભવપૂર્વક અત્યંત આનંદરૂપ જે
નિજવૈભવ મને પ્રગટ્યો છે તે નિજવૈભવથી હું શુદ્ધઆત્મા દેખાડું છું.
તે આત્મવૈભવ પ્રગટવામાં નિમિત્ત કોણ? કે જેઓ રાગદ્વેષનો નાશ કરી, સર્વજ્ઞ
થયા છે એવા અરિહંતદેવની વાણી નિજવૈભવને દેખાડનારી છે, તેની ઉપાસનાથી
નિજવૈભવ પ્રગટે છે. ઉપાસના એટલે કે તેમાં જેવો સ્વભાવ કહ્યો તેવો સ્વભાવ પોતે
લક્ષમાં લઈને પ્રગટ કર્યો,–તેનું નામ જિનવાણીની ઉપાસના છે.
પૂર્ણ આત્મવૈભવને પામેલા એવા સર્વજ્ઞ પરમાત્મા, અને તેમના પ્રતિનિધિ એવા
અનુભવી જ્ઞાની સંતો, તેમની જ વાણી આત્માના અનુભવમાં નિમિત્તરૂપ હોય.
અજ્ઞાનીઓનાં કહેલાં કુશાસ્ત્રો તે આત્માના અનુભવમાં નિમિત્ત ન થાય. એટલે સત્ય
વાણી કઈ? ને વિપરીત વાણી કઈ? તેનો નિર્ણય કરવો જોઈએ. વીતરાગની વાણી
રાગથી લાભ થવાનું કહે નહીં. રાગ ટાળીને જેઓ વીતરાગ થયા, તેઓ રાગ કરવાનો
ઉપદેશ કેમ આપે? રાગના પોષણનો ઉપદેશ આપે તે વાણી વીતરાગની નહીં
સર્વજ્ઞ સ્વભાવના વૈભવથી પરિપૂર્ણ આત્મા છે; તે સ્વભાવને સિદ્ધ કરનારી
યુક્તિ તે જ સાચી યુક્તિ છે. રાગથી ધર્મ મનાવે, જડ–ચેતનને એક મનાવે તે તો ફોતરા
જેવી કુયુક્તિ છે; તેવી મિથ્યા કુયુક્તિઓનું ખંડન કરવામાં જે સમર્થ છે એવી નિસ્તુષ
નિર્દોષ નિર્બાધ યુક્તિ વડે આત્માનો વૈભવ પ્રગટ્યો છે.

PDF/HTML Page 7 of 57
single page version

background image
: ૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
સર્વજ્ઞની પરંપરાથી અમારા ગુરુ સુધીના સમસ્ત ગુરુઓએ પ્રસાદરૂપે અમને
શુદ્ધાત્મ તત્ત્વનો ઉપદેશ આપ્યો; અમારા ઉપર અનુગ્રહ કરીને, કૃપા કરીને, પ્રસન્નતા
કરીને અમને શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો; એટલે પાત્ર તરીકે અમને શુદ્ધાત્માની પ્રીતિ
હતી ને અમારા ગુરુઓએ અમને તે જ સમજાવ્યું, આ રીતે ઉપાદાન–નિમિત્તની અપૂર્વ
સંધિ છે.
ધર્મનો ઉપદેશ દેનારા આચાર્યો કેવા હોય? કે જેઓ પોતે શુદ્ધાત્માને
અનુભવનારા હોય અને તે શુદ્ધાત્માનો જ ઉપદેશ આપે. શુભરાગ કરતાં કરતાં મોક્ષ
થઈ જશે–એવું મનાવે તે સાચા ઉપદેશક નથી, વીતરાગી પવિત્રતા અને આનંદ કેમ
પ્રગટે? કે શુદ્ધાત્માની સન્મુખ થવાથી જ પ્રગટે.–આમ શુદ્ધાત્માનો ઉપદેશ આપે તે જ
સાચો ઉપદેશ છે.
અમારા ગુરુ કેવા હતા? ભલે છદ્મસ્થ હતા, સર્વજ્ઞ ન હતા, પરંતુ તેઓ
વિજ્ઞાનઘન આત્મામાં અંતર્નિમગ્ન હતા. અમારા કોઈ મહાભાગ્યે અમને આવા ગુરુ
મળ્‌યા, અમે તેમને ઓળખ્યા, અને અમારા ઉપર અનુગ્રહ કરીને શુદ્ધાત્માનો ઉપદેશ
તેમણે અમને આપ્યો; તે ઝીલીને અમારા આત્માના સ્વસંવેદનરૂપ મહાન આનંદ
પ્રગટ્યો.–આવો અમારો નિજવૈભવ છે.
અમારા ગુરુ કેવા હતા? કે આત્માના વિજ્ઞાન ઘનસ્વરૂપમાં મગ્ન હતા.–એમ
ગુરુની ઓળખાણ કરી છે.
ગુરુએ શેનો ઉપદેશ આપ્યો? કે શુદ્ધઆત્માનો ઉપદેશ આપ્યો.
તે ઝીલીને. અમે શું કર્યું? કે નિરંતર ઝરતો જે સુંદર આનંદ, તે આનંદના પ્રચુર
સ્વસંવેદન વડે અમે અમારો નિજવૈભવ પ્રગટ કર્યો છે.
આત્મામાં આવો નિજવૈભવ પ્રગટ કરીને અમે તે નિજવૈભવથી શુદ્ધાત્માનું
સ્વરૂપ આ સમયસારમાં દેખાડશું, તે તમે સ્વાનુભવથી પ્રમાણ કરજો.
જુઓ, કેવી અપૂર્વ સંધિ છે!
અમારા ગુરુઓએ અમને શુદ્ધાત્મા દેખાડયો, તે અમે અનુભવમાં લઈને
નિજવૈભવ પ્રગટ કર્યો, તે જ શુદ્ધાત્મા હવે હું તમને દેખાડું છું, ને તમે
પણ તમારા સ્વાનુભવથી તે પ્રગટ કરજો.

PDF/HTML Page 8 of 57
single page version

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : પ :
‘સમયસાર’ ની શરૂઆત પણ એવી અપૂર્વ કરી કે અનંતા સિદ્ધભગવંતોને
આત્મામાં સ્થાપીને મંગળ કર્યું. જેવા સિદ્ધ ભગવાન છે તેવો જ હું છું–એમ
સિદ્ધભગવાનને આત્મામાં સ્થાપીને તેમને વંદન કર્યા. હું સિદ્ધ ને તું પણ સિદ્ધ–એમ
શ્રોતાને પણ ભેગો લઈને સમયસાર સંભળાવે છે, તું પણ આત્મામાં સિદ્ધપણું સ્થાપીને,
હા પાડીને હોંશથી સાંભળજે.
પરઘરમાં અનંતકાળ વીત્યો પણ સ્વઘરમાં આવતાં ઉત્સાહ હોય છે; સંસારમાં
રખડવામાં ભલે અનંતકાળ વીત્યો પણ સાધક થઈને મોક્ષને સાધતા કોઈને
અનંતકાળ ન લાગે; અસંખ્ય સમયથી વધારે સાધકપણામાં લાગે નહીં. જેમ સવારે
બળદ જ્યારે ઘરેથી નીકળીને ખેતરમાં મજુરી કરવા જતા હોય ત્યારે તેની ચાલમાં
વેગ ન હોય; ધીમે ધીમે જાય; પણ સાંજે જ્યારે આખા દિવસની મજુરીથી છૂટીને ઘરે
આવતા હોય ત્યારે ઉત્સાહભેર દોડતા આવે છે; હવે નિરાંતે ઘરમાં રહેશું ને
ગમાણમાં ચારો ચરશું–એમ તેને ઉત્સાહ છે. તેમ અજ્ઞાનથી સંસારમાં અનંતકાળ
સુધી રખડી રખડીને થાકેલો જીવ, જ્યારે અંતરમાં સ્વઘરે આવે છે ત્યારે ઉત્સાહથી
તેની પરિણતિ સ્વરૂપ તરફ દોડે છે, ને અસંખ્ય સમયના કાળમાં સંસારનો છેદ કરીને
પરમ આનંદરૂપ સિદ્ધપદને સાધી લ્યે છે.
અહો, આવા આનંદમય નિજપદને સાધવાની રીત આચાર્યદેવે આ
સમયસારમાં બતાવીને જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે; જગતને આત્માના
આનંદની ભેટ આપી છે. જેવો પૂર્ણાનંદનો સ્વાદ સર્વજ્ઞ પરમાત્માએ લીધો તેવો જ
આનંદનો સ્વાદ આત્મામાં પ્રગટે, ભલે પૂરો નહીં પણ અંશે, છતાં આનંદની જાત તો તે
જ,–એવો આનંદ આત્મામાં પ્રગટે ત્યારે ધર્મ થયો કહેવાય. આત્માના વૈભવરૂપ ધર્મ,
તેમાં આનંદની છાપ છે. ધર્મ થાય ને આત્માનો આનંદ ન પ્રગટે એમ બને નહીં. ચૈતન્ય
સરોવરમાં ડુબકી મારતાં અતીન્દ્રિય આનંદ પ્રગટે છે. ચૈતન્યસરોવરનો હંસલો
આનંદરૂપી સાચા મોતીનો ચારો ચરે છે. હે જીવ! અમે આનંદના અનુભવપૂર્વક જે
શુદ્ધાત્મા બતાવીએ છીએ તે શુદ્ધાત્માને તું પ્રમાણ કરજે, વિકલ્પથી નહીં પણ
અંતરના સ્વાનુભવથી પ્રમાણ કરજે, આમ કહીને આચાર્યભગવાને અનુગ્રહપૂર્વક
જગતને આત્માના આનંદની ભેટ આપી છે.
(જામનગર–પ્રવચન, સમયસાર ગા. પ મહા સુદ પાંચમ)
* * * * *

PDF/HTML Page 9 of 57
single page version

background image
: ૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
આચાર્યદેવ શુદ્ધઆત્મા દેખાડે છે
શિષ્યને એક જ ધૂન છે કે
મારા શુદ્ધઆત્માને મારે જાણવો
આત્માનું શુદ્ધસ્વરૂપ કેવું છે કે જેને જાણવાથી આત્માનું કલ્યાણ થાય? જેનું
સ્વરૂપ ન જાણવાથી હું સંસારમાં દુઃખી થયો, અને જેને જાણવાથી પરમ આનંદ
પ્રગટે એવા શુદ્ધાત્માનું સ્વરૂપ કેવું છે?–આ પ્રમાણે શુદ્ધઆત્માનું સ્વરૂપ જાણવાની
ધગશથી જે શિષ્ય પૂછે છે તેને આચાર્યદેવ શુદ્ધઆત્માનું સ્વરૂપ દેખાડે છે. સ્વર્ગ કેમ
મળે, પુણ્ય કેમ બંધાય કે પૈસા કેમ મળે–એવી કોઈ વાત શિષ્ય નથી પૂછતો, તેના
અંતરમાં તેનો પ્રેમ નથી, તેના અંતરમાં એક જ ધૂન છે કે મારા શુદ્ધઆત્માને મારે
જાણવો છે. તેથી તેની જ વાત પૂછે છે. એવા શિષ્યને શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવવા
આ સમયસારની રચના છે.
વીતરાગ પરમાત્માની વાણી જેમને સાક્ષાત્ સાંભળવા મળી હતી, અંતરમાં
આત્માના આનંદની જ્યોતિ જેમને પ્રગટી હતી, અને ચૈતન્યના વીતરાગસ્વરૂપમાં
ઝૂલતા હતા એવા સંત–મહંતની આ વાણી છે. તેઓ આ સમયસારમાં એકત્વવિભક્ત
શુદ્ધઆત્માનું સ્વરૂપ પોતાના આત્માના નિજવૈભવથી સમજાવે છે, એટલે કે અંતરના
સ્વાનુભવપૂર્વક આ વાણી છે. તેના દ્વારા દર્શાવેલા શુદ્ધાત્માનો તમે જાતે સ્વાનુભવ
કરીને શુદ્ધાત્માને પ્રમાણ કરજો.
આ છઠ્ઠી ગાથામાં આત્માના અપૂર્વ અલૌકિક ભાવો ભર્યા છે. ચૈતન્યરત્ન શું
ચીજ છે તે બતાવ્યું છે. પણ રત્નની ઝલક તો ઝવેરી પારખી શકે, ખેડુતને એની
ખબર ન પડે. ચૈતન્યપ્રકાશથી ઝળકતો આત્મા સર્વજ્ઞતા અને આનંદના સમુદ્રથી
ભરેલો છે. એની અંદરની રિદ્ધિ, એનો નિજવૈભવ કોઈ અચિંત્ય છે. આવા
સ્વભાવવાળો જ્ઞાયક આત્મા સ્વયંસિદ્ધ અનાદિઅનંત સત્રૂપ છે, વર્તમાન પણ
એવો જ પ્રકાશમાન છે. જ્ઞાયકસ્વભાવી આત્મા અનાદિઅનંત એવો ને એવો
એકરૂપ, તે શુભ ને અશુભ એવા કષાયચક્રરૂપે થઈ ગયો નથી. સ્વસંવેદનથી આવો
આત્મા અનુભવમાં આવે છે. અનાદિ–અનંત આત્માનું જ્ઞાન તો એક ક્ષણમાં થઈ
જાય છે. પર્યાય અંતર્મુખ થતાં એક સમયમાં અનાદિઅનંત આત્મા સ્વાનુભવથી
જણાય છે. આત્માનો અનુભવ

PDF/HTML Page 10 of 57
single page version

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૭ :
કેમ થાય તે જ વાત છે; એના સિવાય બધું થોથેથોથાં છે. આવા જ્ઞાયકસ્વરૂપ આત્માને
દ્રષ્ટિમાં લઈને તેનો અનુભવ કરતાં સમ્યગ્દર્શન થાય છે. આવા આત્માને સ્વાનુભવથી
હે શિષ્ય! તું જાણ. તેને જાણતાં જન્મ–મરણ છૂટી જશે ને પરમ આનંદ થશે, કેમકે તે
જ્ઞાયકતત્ત્વ જન્મ–મરણ વગરનું છે. અને આનંદથી ભરેલું છે, તેથી તેના અનુભવવડે
જન્મ–મરણ છૂટી જાય છે ને આનંદ પ્રગટે છે.
શુભ–અશુભભાવો તે આત્માની અશુદ્ધદશા છે, પર્યાયમાં તે અશુદ્ધતા છે; પણ
એક જ્ઞાયકભાવરૂપ આત્માને લક્ષમાં લઈને તેના શુદ્ધસ્વભાવને જોતાં તે શુભ કે
અશુભરૂપ થયો નથી, જ્ઞાયકભાવરૂપ જ છે. આવું જ્ઞાયકસ્વરૂપ પોતાનું જ છે, ને
પોતાને તે સમજી શકાય તેવું છે, તેથી સંતોએ તે સમજાવ્યું છે. પણ તે સમજવા માટે
અંદરથી બીજા ભાવોનો પ્રેમ છૂટી જવો જોઈએ. પૂર્વના અસત્યના આગ્રહ છોડીને પાત્ર
થઈને સત્સમાગમે પ્રયત્ન કરે તો જરૂર સમજાય તેવું છે. અને સમજતાં આનંદ થાય
એવી આ ચૈતન્યવસ્તુ છે.
અનાદિથી પોતાના સાચા સ્વરૂપને ભૂલીને, પુણ્ય–પાપ સાથે એકપણે જ
આત્માને અનુભવ્યો છે, પણ જો અંતરમાં એકરૂપ જ્ઞાયકભાવની સમીપ જઈને, તેમાં
એકાગ્ર થઈને અનુભવ કરે તો ભગવાન આત્મા પુણ્ય–પાપથી જુદો અનુભવાય છે, તેને
જ શુદ્ધઆત્મા કહેવાય છે. આ રીતે પુણ્ય પાપથી ભિન્નપણે શુદ્ધ આત્માને ઉપાસવો,
અનુભવવો, તે મોક્ષનું કારણ છે. આ જ દુઃખથી છૂટવાનો ઉપાય છે.
ભગવાન આત્મા તો આનંદનો ઉત્પન્ન કરનારો છે, તે કાંઈ પુણ્ય–પાપરૂપ
કષાયચક્રને ઉત્પન્ન કરનારો નથી. અવસ્થા અપેક્ષાએ જુઓ તો પુણ્ય–પાપને ઉત્પન્ન
કરનારા શુભાશુભભાવો તે–રૂપે આત્મા પરિણમ્યો છે, પણ દ્રવ્યના સ્વભાવથી
જુઓ તો ભગવાન આત્મા તો એક જ્ઞાયકભાવ જ છે, તે શુભ કે અશુભરૂપ કદી
થયો જ નથી.–આવો આત્મા લક્ષમાં લેવો તે સમ્યગ્દર્શન છે; કોઈ ભેદ–ભંગ વિકલ્પ
તેમાં નથી.
શુભ–અશુભ ભાવોમાં ચૈતન્યનો પ્રકાશ નથી, ચૈતન્યમાંથી તેની ઉત્પતિ થઈ
નથી, અને તે શુભાશુભભાવોમાંથી ચૈતન્યની ઉત્પત્તિ થતી નથી. શુભાશુભભાવો તે
પુણ્ય–પાપરૂપ સંસારને ઉત્પન્ન કરનારા છે, તેનાથી કાંઈ આત્માનો ચૈતન્યપ્રકાશ
ખીલતો નથી. માટે ચેતનભાવથી તે શુભ–અશુભરાગ જુદો જ છે. રાગથી ભિન્ન
ચેતનવસ્તુ

PDF/HTML Page 11 of 57
single page version

background image
: ૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
છે તે ચેતનપણું છોડીને રાગરૂપ થઈ જતી નથી.–આવી વસ્તુને દ્રવ્યસ્વભાવથી શુદ્ધ
દેખવી તે સમ્યગ્દર્શન છે, તેમાં આનંદનું વેદન છે.
આત્મા સ્પષ્ટ–પ્રકાશમાન જ્યોતિ છે, એટલે પોતે પોતાના જ્ઞાનદ્વારા પ્રત્યક્ષ
વેદાય એવો છે. આવું પ્રત્યક્ષ સ્વસંવેદન કરે ત્યારે જ સમ્યગ્દર્શન થાય છે.
(જામનગર–પ્રવચન : માહ સુદ ૬ ગા. ૬)
* રે જીવ! તારે મોક્ષમાર્ગી થવું છે ને!
તો સંસારમાર્ગી જીવો કરતાં મોક્ષમાર્ગી જીવોનાં
લક્ષણ તદ્ન જુદાં હોય છે. માટે પ્રતિકૂળતા
વગેરે પ્રસંગ આવતાં તું સંસારી જીવોની જેમ ન
વર્તીશ, પણ મોક્ષમાર્ગી–ધર્માત્માઓની પ્રવૃત્તિ
લક્ષમાં લઈને તે રીતે વર્તજે; મોક્ષમાર્ગમાં દ્રઢ
રહેજે...મોક્ષમાર્ગી ધર્માત્માઓના જીવનને તારા
આદર્શરૂપે રાખજે.
* ભાઈ, જીવનમાં પ્રતિકૂળતાના નાના–
મોટા પ્રસંગો તો આવશે, કોઈ માન–અપમાનના
પ્રસંગો આવશે, પણ એવા પ્રસંગે તારા જ્ઞાન–
વૈરાગ્યના બળે તારા મોક્ષમાર્ગને તું સાચવી
રાખજે. પ્રતિકૂળતાના પ્રસંગે મોક્ષમાર્ગથી ડગી
ન જઈશ. પણ, હું તો મોક્ષમાર્ગી છું, મારે તો
મોક્ષને સાધવો છે–એમ દ્રઢતા વડે સહનશીલ
બનજે. એવા પ્રસંગે જો તું પણ સાધારણ સંસારી
જીવોની જેમ જ વર્ત તો તેનામાં ને તારામાં ફેર
શું પડ્યો? સંસારના જીવો કરતાં મોક્ષને
સાધનારા જીવોના પરિણામની ધારા તદ્ન જુદા
પ્રકારની હોય છે.

PDF/HTML Page 12 of 57
single page version

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૯ :
રાગ તારું સ્વરૂપ નથી
ગુરુદેવ જામનગર પધાર્યા ત્યારે ચેલા ગામે પણ પધાર્યા
હતા. ચેલા તે જીવરાજજી મહારાજનું વતન છે. ત્યાંની
ગ્રામ્યજનતા સમક્ષ ગુરુદેવે કરેલું સહેલું પ્રવચન અહીં આપ્યું છે.
(મહાસુદ છઠ્ઠ: સમયસાર કળશ ૧૮૩) પ્રવચન પછી ગામના ૯૦
વર્ષના આગેવાન શ્રી લખમશી દાદાએ પોતાનો પ્રમોદ વ્યક્ત
કરતાં કહ્યું કે આપના પ્રતાપે અમારું ચેલા તો આજે મુંબઈ શહેર
જેવું બની ગયું છે; આત્માની આવી વાત ૯૦ વર્ષમાં આજે પહેલ
વેલી સાંભળી.
णमो अरिहंताणं એટલે આત્મામાં જે અજ્ઞાન અને રાગ–દ્વેષરૂપી શત્રુ હતા તેને
હણીને જેઓ સર્વજ્ઞ વીતરાગ થયા તે અરિહંત ભગવાન છે. અત્યારે વિદેહમાં એવા
અરિહંત પરમાત્મા સીમંધર ભગવાન વગેરે બિરાજે છે. આ દેહથી ભિન્ન આત્મા છે,
તેમાં આનંદ છે, તેનું ભાન કરીને સર્વજ્ઞ થયા તેઓ અરિહંતપરમાત્મા છે.
જીવને પોતાની ખબર નથી; પોતાને ભૂલીને ચારગતિના અનંત ભવ જીવે કર્યા
છે. સ્વર્ગમાં ને નરકમાં, ઢોરમાં ને મનુષ્યમાં, એમ ચારગતિના અવતાર જીવે અનંતવાર
કર્યા છે. શ્રીમદ્રાજચંદ્ર આત્મજ્ઞાની હતા, જેમને સાતવર્ષની નાનીવયે પોતાના
પૂર્વભવનું જ્ઞાન થયું હતું, તેઓ ૧૬ વર્ષની વયે લખે છે કે–
બહુ પુણ્ય કેરા પુંજથી શુભદેહ માનવનો મળ્‌યો,
તોયે અરે! ભવચક્રનો આંટો નહીં એક્કે ટળ્‌યો.
આવો મોંઘો મનુષ્ય અવતાર મળ્‌યો, તેમાં આત્માનું ભાન કરીને ભવચક્ર
કેમ મટે? તે કરવા જેવું છે. શ્રેણીકરાજા મહાવીર ભગવાનના વખતમાં થયા, તેને
પહેલાં આત્માનું ભાન ન હતું, ને વીતરાગી દિગંબરમુનિની વિરાધના કરીને,
સર્પનો ઉપદ્રવ કર્યો તેથી નરકનું આયુષ બાંધ્યું હતું. પણ પછી મુનિ પાસેથી ધર્મ
સાંભળી આત્માની ઓળખાણ કરી; ને પછી ક્ષાયિકસમકિત સહિત તીર્થંકર નામકર્મ
બાંધ્યું. આવતી ચોવીશીમાં તે પહેલા તીર્થંકર થશે. જેવા મહાવીર ભગવાન હતા
તેવા એ

PDF/HTML Page 13 of 57
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
તીર્થંકર થશે. એ કોનો પ્રતાપ? કે અંદર સમ્યગ્દર્શન હતું, આત્માનું ભાન હતું, તેથી
એકભવે તેઓ તીર્થંકર થશે.
જેમ કસ્તુરીની સુગંધ મૃગલાની ડૂંટીમાં જ છે પણ બહારમાં ઢૂંઢે છે, તેમ ચૈતન્યનું
સુખ આત્મામાં જ છે પણ અજ્ઞાની બહાર શોધે છે. આત્મા દેહ રાગથી પાર
જ્ઞાનાનંદસ્વરૂપ છે. એવા આત્માને ઓળખવો જોઈએ. તે માટે આચાર્યદેવ કળશ ૧૩૮
માં કહે છે કે–
અરે જીવો! અનાદિ સંસારથી રાગમાં અંધ બનીને તમે સૂતા, રાગને જ નિજપદ
માનીને તમે સૂતા છો. પણ તમારું નિજપદ તો જ્ઞાનમય છે, તે જ્ઞાનમય શુદ્ધ પદને તમે
ઓળખો.
પ્રશ્ન:– આપ તો ઘણો આત્મા સમજાવો છો, પણ કરમ હેરાન કરે તેનું શું?
ઉત્તર:– આત્મા બેઠો છે કે નહીં? આત્મા જાગીને પુરુષાર્થ કરે તેને કર્મ કાંઈ
રોકતા નથી. એક દશ વર્ષનો છોકરો આઠ વર્ષના નાના છોકરા સાથે ઝગડો કરવા
ગયો; નાના છોકરાએ તેને માર્યો, ત્યાં રોતો રોતો મા પાસે જઈને ફરિયાદ કરવા
લાગ્યો કે મા! આણે મને માર્યો! મા કહે–અરે ઢગા! તું આવડો મોટો, ને નાનો
છોકરો તને મારે! તેમ મોટા પુરુષાર્થનો ભંડાર ભગવાન આત્મા, તે એમ કહે કે
જડ કર્મે મને માર્યો! –તો જિનવાણીમાતા કહે છે કે અરે મોટા ઢગા! તું પોતે
અનંતા જ્ઞાનનો ભંડાર, અનંતા વીર્યબળનો સ્વામી, તું તારા સ્વરૂપને ભૂલીને અંધ
થયો છે, ને કર્મનો વાંક મફતનો કાઢે છે. માટે જાગ! તારો આત્મા શુદ્ધ જ્ઞાનમય છે–
એમ તું ઓળખ.
પ્રભો! રાગ તારા આત્માનું સાચું સ્વરૂપ નથી, પણ તેં આત્માને
રાગવાળો જ માન્યો છે. આત્માનું સાચું સ્વરૂપ તો જ્ઞાન–આનંદમય છે, તે જ
તારું સાચું પદ છે; તેને તું ઓળખ. જેમ કાચો ચણો વાવતાં ઊગે છે ને સ્વાદ
તૂરો હોય છે, પણ તેને સેકતાં મીઠાસ આપે છે, તે મીઠાસ ક્યાંથી આવી?
ચણામાં ભરી હતી તે જ પ્રગટી છે; અને પછી તે સેકેલો ચણો ઊગતો નથી. તેમ
અજ્ઞાનથી આત્મા દુઃખનો તૂરો સ્વાદ વેદે છે ને જન્મ–મરણ કરે છે; પણ સાચી
શ્રદ્ધા અને સાચા જ્ઞાન વડે તેને સેકતાં આનંદનો સ્વાદ આવે છે ને પછી તેને
જન્મ–મરણ રહેતા નથી. માટે રાગ વિનાના શુદ્ધ જ્ઞાનસ્વરૂપ પોતાના આત્માને
ઓળખવો–એમ ઉપદેશ છે.

PDF/HTML Page 14 of 57
single page version

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૧૧ :
આત્માની શક્તિ અપાર છે
જસદણના દરબારગઢમાં જાણે ધર્મનો દરબાર ભરાયો હોય
એવા વાતાવરણ વચ્ચે પૂ. ગુરુદેવ અત્યંત સુગમ શૈલીથી
આત્માના ધર્મનું સ્વરૂપ સમજાવતા હતા; જસદણની જનતા
ઉપરાંત દરબારશ્રી તથા રાનીસાહેબ પણ પ્રવચન સાંભળતાં હતા.
(માહ સુદ ૮–૯ સમયસાર કલશ ૯૭)
આ આત્મા અનાદિથી પોતાના જ્ઞાનસ્વરૂપને ભૂલીને અજ્ઞાનને લીધે સંસારમાં
રખડે છે. આત્મા સ્વયં જ્ઞાનરૂપ છે. પણ શરીર હું અને રાગ હું એવી અજ્ઞાનબુદ્ધિ કરીને
તે દુઃખી થાય છે, ને એક ગતિમાંથી બીજી ગતિમાં ભવ કરે છે. પૂર્વભવમાં આત્મા ક્યાં
હતો તેનું ભાન પણ થઈ શકે છે. આત્માનું જ્ઞાન જુદું ને પૂર્વભવનું જ્ઞાન થાય તે જુદું;
એક બાળાને અઢી વર્ષે પૂર્વભવનું જ્ઞાન થયું છે; તે સોનગઢમાં રહે છે. આત્માના
જ્ઞાનસહિત ચાર–ચાર ભવનું જ્ઞાન હોય એવા આત્મા પણ અત્યારે અહીં છે.......
આત્માની જ્ઞાનશક્તિ અલૌકિક છે. ‘તું બન જા બને તો પરમાત્મા.....તેરી આત્માકી
શક્તિ અપાર હૈ.’
શ્રીમદ્ રાજચંદ્રને (મોરબી પાસે વવાણીયામાં) સાત વર્ષની વયે પૂર્વભવનું જ્ઞાન
થયું હતું; તેમની અગાધ યાદશક્તિથી ચક્તિ થઈને ગાંધીજી ખ્રિસ્તધર્મ અંગીકાર કરતા
અટકી ગયા હતા. તે શ્રીમદ્ રાજચંદ્ર ૧૬ વર્ષની ઉંમરે ‘અમૂલ્ય તત્ત્વવિચાર’ માં લખે છે
કે–
હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું?
એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા,
તો સર્વ આત્મિક જ્ઞાનમાં સિદ્ધાંત તત્ત્વો અનુભવ્યાં.
આવી પાંચ કડીનો એક પાઠ છે. અંદરમાં તેમને આત્માનું ભાન હતું. અરે જીવો!
આવો મોંઘો મનુષ્યઅવતાર ઘણા પુણ્યથી મળ્‌યો છે, તેમાં જો આત્માની ઓળખાણ
કરીને ભવચક્રનો અંત ન આવે તો આ મનુષ્યઅવતાર મળ્‌યો શા કામનો? બહારના
વિષયોમાંથી–લક્ષ્મીથી–કુટુંબપરિવારની સુખ લેવા જતાં આત્માનું સાચું સુખ ચુકાઈ જાય
છે. અરે, આ વાત જરાક લક્ષમાં તો લ્યો. પ્રભો! તારો આનંદ

PDF/HTML Page 15 of 57
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
તારામાં છે, તારું જ્ઞાનજીવન તારામાં છે, તેને ભૂલીને ક્ષણેક્ષણે અજ્ઞાનથી ભાવમરણમાં
તું મરી રહ્યો છે. તે ભાવમરણથી બચવા માટે અને આત્માનું આનંદમય જીવન પ્રાપ્ત
કરવા માટે જ્ઞાનીનો આ ઉપદેશ છે.
આત્માની નિજની કિંમત આવ્યા વગર પરની કિંમત જાય નહીં; અને પરની
કિંમત ગયા વગર આત્માની કિંમત આવે નહીં. પૈસાના જડ ઢગલા ભેગા કર્યે
તેમાંથી કાંઈ સુખ નીકળતું નથી. અમેરિકાના લોકો સુખી હશે એમ ભ્રમણાથી લોકો
માને છે. પણ અમેરિકાના અબજોપતિ લોકો પણ કહે છે કે આટલી સંપત્તિ હોવા
છતાં અમે દુઃખી છીએ, અમને શાંતિ નથી, શાંતિ માટે અમારે કોઈ અધ્યાત્મસંપત્તિ
શોધવી પડશે. બહારમાં ધનના ઢગલા હોય, રાજપાટ હોય તેથી આત્માને શું?
આત્મામાં એ કોઈ ચીજ આવતી નથી ને તેમાંથી આત્માનું સુખ આવતું નથી. એની
મમતાથી તો માત્ર સંસાર વધે છે, આત્માનું સુખ તો પોતામાં છે, જેમ ચણાની
મીઠાશ ચણામાંથી જ પ્રગટે છે,–તાવડામાંથી નથી આવતી; તેમ આત્માના આનંદનો
મીઠો સ્વાદ આત્મામાંથી જ પ્રગટે છે, શરીરમાંથી કે સંયોગમાંથી આવતો નથી.
પ્રભુ! તું પોતે જ્ઞાનરૂપ છો; તારા આવા આત્માને તું લક્ષમાં તો લે. સંતો તને
ભગવાન કહીને બોલાવે છે. તું પામર નથી, રાગ જેટલો તું નથી, રાગ તો મેલ છે
ને તું તો નિર્મળ ચૈતન્યસ્વભાવથી ભરેલો ભગવાન છો. અહા! આત્માને
‘ભગવાન’ કહીને બોલાવે–એ કેવી મીઠી વાત! જેના અંતરમાં પોતાનું
ભગવાનપણું બેઠું તે અલ્પકાળમાં ભગવાન થયે છૂટકો.
આત્મા જ્યારે પોતાની શુદ્ધતાનું આરાધન કરે છે ત્યારે પાપ અને પુણ્ય બંને
ભાવો છૂટી જાય છે, કેમકે પુણ્ય–પાપ તે આત્માનું અસલી સ્વરૂપ નથી. આત્મા તો
ચૈતન્યમૂર્તિ ભગવાન છે. પણ તું તને ભૂલ્યો છો.–કોઈએ તને ભુલાવ્યો નથી; ભૂલ તેં
કરી છે, ને સાચું ભાન કરીને તે ભૂલનો ભાંગનાર પણ તું જ છો. ભૂલમાં ભલે
અનંતકાળ ગુમાવ્યો પણ પોતાનું સ્વરૂપ નાશ થઈ ગયું નથી; ભગવાન જેવું તારું
સ્વરૂપ એમ ને એમ પડ્યું છે. ‘તું ભગવાન છો’ એમ નિજસ્વરૂપને લક્ષમાં લે તો
સંસારનો નાશ થઈને મોક્ષની પ્રાપ્તિ થતાં અનંતકાળ નહીં લાગે; આત્માનું ભાન કરતાં
અલ્પકાળમાં જ મોક્ષ થશે.
(પ્રવચન પછી દરબારહોલમાં શ્રી આદિનાથ ભગવાનને બિરાજમાન કરીને
ભક્તિ થઈ હતી; અને ‘દરબાર પ્રભુકા મનોહર હૈ’ ઈત્યાદિ ભક્તિગીતો પૂ. બેનશ્રી–
બેને ગવડાવ્યા હતા. જસદણમાં મહાવીર ભગવાનનું નાનકડું જિનમંદિર રંગબેરંગી
ચિત્રો અને સિદ્ધાંતસૂત્રોથી શોભે છે.)

PDF/HTML Page 16 of 57
single page version

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૧૩ :
આત્માનું શ્રેય સાધવાનો ઉપાય
માહ સુદ ૧૦–૧૧–૧૨ ના રોજ પૂ. ગુરુદેવ જેતપુર
શહેરમાં પધાર્યા; જેતપુરના જિનાલયમાં શ્રેયાંસનાથ
ભગવાન બિરાજમાન છે. અગિયારમા શ્રેયનાથ
તીર્થંકરની પ્રતિષ્ઠાને અગિયારસે દસમું વર્ષ બેઠું, અને
અગિયારમી ગાથા દ્વારા પૂ. ગુરુદેવે આત્માનું શ્રેય
સાધવાની અપૂર્વ રીત બતાવી...તેનો સાર અહીં આપ્યો
છે. ગુરુદેવ કહે છે કે અંધારાને જાણનારો પોતે આંધળો
નથી; અંધકારનું જ્ઞાન પણ ચૈતન્યપ્રકાશની સત્તામાં જ
થાય છે, એવા ચૈતન્યપ્રકાશરૂપે પોતે પોતાને દેખવો તે
સમ્યગ્દર્શન છે, ને તે જ આત્માનું શ્રેય છે.
આત્માને સમ્યગ્દર્શન કેમ થાય એટલે કે આનંદ કેમ થાય? તે બતાવવા માટેના
આ અમૃતમંત્રો છે. સમયસારની એકેક ગાથા ભગવાન આત્માના અમૃતસ્વરૂપને દેખાડે
છે. તેમાં આ ૧૧ મી ગાથા જૈનસિદ્ધાંતનો પ્રાણ છે. તેમાં કહે છે કે આત્માનું
ભૂતાર્થસ્વરૂપ એટલે કે સાચું સ્વરૂપ, તેને લક્ષમાં લઈને અનુભવ કરતાં સમ્યગ્દર્શન
થાય છે. એ સિવાય પુણ્યના વિચારમાં અટકે કે ભેદના વિચારમાં અટકે તેને સાચો
આત્મા અનુભવમાં આવતો નથી એટલે કે સમ્યગ્દર્શન થતું નથી.
શરીર તો જડ છે ને જડપણે જ સદાય રહ્યું છે, તે આત્માનું થઈને કદી રહ્યું નથી;
અત્યારે પણ આત્માથી જુદું જ છે.
હવે આત્માની દશામાં દેખાતા જે રાગ–દ્વેષાદિ ભાવો છે તે પણ આત્માના
જ્ઞાનસ્વરૂપની જાતના નથી, તે કદી જ્ઞાનરૂપ થયા નથી. તે રાગાદિભાવો
અને જ્ઞાન બંને જુદી ચીજ છે. એટલે રાગવાળો આત્મા અનુભવતાં પણ
તેનું શુદ્ધસ્વરૂપ અનુભવમાં નથી આવતું; તેનાથી પાર જ્ઞાનસ્વરૂપને
અનુભવમાં લેતાં સમ્યગ્દર્શન થાય છે.
પરસન્મુખ ઢળેલી જ્ઞાનપર્યાય જેટલો જ આત્મા માને તો તેને પણ અખંડ
આત્માની ખબર નથી. અંતરમાં અખંડ આત્માનો આશ્રય કરીને
અભેદપણે તેનો અનુભવ કરતાં સમ્યગ્દર્શન થાય છે.

PDF/HTML Page 17 of 57
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
સમ્યગ્દર્શનવડે ચૈતન્યચમત્કાર આત્મા જેણે પ્રાપ્ત કર્યો તે ન્યાલ થઈ જાય
છે; તે જ શ્રેષ્ઠ છે ને તે જ ધર્મી છે. બાકી જેને ચૈતન્યનું ભાન નથી, તેની પાસે
પુણ્યને લીધે લાખો કરોડો રૂપિયાના ઢગલા હોય તોપણ, જ્ઞાની કહે છે કે તે દીન છે,
પર પાસેથી સુખ લેવા માંગે છે તે અજ્ઞાનથી પાગલ છે. પૈસાના ઢગલાથી કાંઈ
સુખી થવાતું નથી, એ તો જડ છે, તેમાં સુખ કેવું? તવંગરપણું એ કાંઈ ગુણ નથી
ને દરિદ્રતા તે કાંઈ દોષ નથી. આત્માના અનંતગુણનો ખજાનો જેણે પ્રાપ્ત કર્યો તે
સાચો તવંગર છે; ને પોતાના અનંતગુણના નિધાનને ભૂલીને જે બીજા પાસેથી
સુખ માંગે છે તે દીન ભિખારી છે.
અહા, પોતાના ચૈતન્યસ્વરૂપની વાત પ્રસન્નચિત્તથી જે જીવ સાંભળે છે, એટલે કે
રાગની રુચિથી આઘો ખસીને ચૈતન્યસ્વરૂપની રુચિ કરે છે તે જીવ અલ્પકાળમાં જરૂર
મુક્તિ પામે છે. જીવે પરનો પ્રેમ કર્યો છે, રાગનો પ્રેમ કર્યો છે પણ રાગથી પાર
ચૈતન્યસ્વરૂપ પોતે કોણ છે તે લક્ષમાં લઈને તેનો પ્રેમ પૂર્વે કદી કર્યો નથી. ચૈતન્યસ્વરૂપ
અખંડ અનંતગુણનિધાન છે–તેનો પ્રેમ કરી, તેનું લક્ષ કરી, શ્રદ્ધા ને અનુભવ કરવો તે
સમ્યગ્દર્શન છે, તે મોક્ષનો ઉપાય છે.
જીવ કોને કહેવો? પરમાર્થ જીવનું સ્વરૂપ કેવું છે? જીવે અનાદિથી પોતાનું
જે શુદ્ધસ્વરૂપ છે તે કદી અનુભવ્યું નથી, ઓળખ્યું નથી; અને ઉપર ટપકે
સંયોગવાળો કે અશુદ્ધતાવાળો જ પોતાને અનુભવ્યો છે, એટલું જ પોતાનું અસ્તિત્વ
માન્યું છે.–તેઓ તો કાદવવાળું મેલું પાણી પીનારાની જેવા છે. પણ જેમ ઔષધિવડે
પાણીને સ્વચ્છ કરીને વિવેકી પુરુષો સ્વચ્છ પાણી પીએ છે તેમ વિવેકી ધર્મીજીવ
નિર્મળ ભેદજ્ઞાનવડે પોતાના આત્માને સંયોગથી અને મલિન ભાવોથી જુદો
શુદ્ધસ્વરૂપે અનુભવે છે. આવો અનુભવ તે ધર્મ છે. એક સેકંડ પણ આવો ધર્મ કરે
તેને જન્મ–મરણનું નિકંદન નીકળી જાય. આવાઅનુભવ વગર બીજા કોઈ ઉપાયે
જન્મ–મરણથી છૂટકારો થાય નહીં.
અરે, રાગની આડશમાં આખા ચૈતન્યભગવાનને અજ્ઞાની દેખતો નથી, રાગની
પાછળ તે જ વખતે રાગ વગરનો આખો ચૈતન્યસમુદ્ર આનંદથી ભરેલો વિદ્યમાન છે. તે
આનંદધામ આત્માને ન દેખતાં, રાગના કર્તાપણે જ પોતાનું અસ્તિત્વ દેખે છે, રાગથી
જુદું પોતાનું અસ્તિત્વ દેખતો નથી તે જીવ ભેદજ્ઞાન

PDF/HTML Page 18 of 57
single page version

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૧૫ :
વગરનો છે એટલે વિવેક વગરનો છે, તે તો રાગને જ અનુભવે છે, ભૂતાર્થરૂપ એવા
શુદ્ધઆત્માને તે અનુભવતો નથી.
ભગવાન સર્વજ્ઞ પરમાત્મા કહે છે કે જેવી અમારા આત્માની સત્તા છે, એવી જ
દરેક આત્માની શુદ્ધ સત્તા છે. દરેક આત્મા જ્ઞાન–આનંદમય પોતપોતાની સત્તાથી
પરિપૂર્ણ છે; પોતાના સ્વરૂપથી એકેક આત્માનું ભિન્નભિન્ન અસ્તિત્વ છે, તે કોઈ બીજાને
લીધે નથી. આચાર્યદેવ કહે છે કે અહો! અંદર રાગથી જુદો, અનંત ગુણે પૂરો આત્મા છે
તેને તમે દેખો. અંદર અંધારું નથી; અંધારાંનો પણ તે જાણનાર છે. અંધારાને જાણનાર
પોતે આંધળો નથી; અંદર ચૈતન્યપ્રકાશ છે તેની સત્તામાં અંધકારનું જ્ઞાન થાય છે
‘આવા ચૈતન્યપ્રકાશરૂપે પોતે પોતાને દેખવો તે સમ્યગ્દર્શન છે, ને તે જ આત્માનું શ્રેય
છે. ‘હું અંધારું છું–એમ નહિ પણ ‘આ અંધારું છે ને હું તેને જાણું છું’ એમ અંધારાથી
ભિન્ન રહીને આત્મા તેને જાણે છે, પણ પોતે તેમાં ભળી જતો નથી. એ જ રીતે રાગ–
દ્વેષ–ક્રોધાદિ જેટલા શુભ–અશુભ ભાવો છે તે બધા ભાવો ચૈતન્યપ્રકાશથી જુદા છે.
આવા ચૈતન્યસ્વરૂપ આત્માના અનુભવથી જ સમ્યગ્દર્શન થાય છે, તેના અનુભવથી જ
સમ્યગ્જ્ઞાન થાય છે, ને તેના અનુભવથી જ વીતરાગી સમ્યક્ચારિત્ર થાય છે.–આવો
મોક્ષમાર્ગ છે, ને આ ધર્મ છે.
શરીર–પૈસા વગેરે પરવસ્તુ છે, તેનો આત્મામાં અભાવ છે; તે વસ્તુના
અભાવરૂપ આત્માનું અસ્તિત્વ છે તે પોતાની ચૈતન્યસત્તાથી જ ટકેલું છે. એ જ રીતે
રાગાદિ પરભાવો, તેના અભાવરૂપ શુદ્ધ ચૈતન્યનું અસ્તિત્વ પોતાથી જ છે. રાગ વગર
કાંઈ આત્મા મરી જતો નથી, શુદ્ધ ચૈતન્યસત્તાથી જ તેનું જીવન સદાય ટકેલું છે. આવા
આત્મામાં અંતર્મુખ થઈને રાગથી ભિન્નપણે તેનો અનુભવ કરવો તે સમ્યગ્દર્શન છે. તે
જ આત્માનું શ્રેય છે. શ્રેયાંસનાથ ભગવાને આત્માના શ્રેયનો આવો માર્ગ ઉપદેશ્યો છે.
બાળકપણમાં ધર્મસેવન
શાંતિનાથ ભગવાન પૂર્વે પંચમભવે જ્યારે
વજ્રાયુદ્ધચક્રવર્તી હતા, ત્યારે કનકશાંતિ નામનો તેમનો પૌત્ર
વૈરાગ્ય થતાં વિચારે છે કે–
ચતુર પુરુષોએ બાળકપણથી જ ધર્મનું સેવન કરવું
જોઈએ. કેમકે યમરાજ ક્યારે તેડવા આવશે–તે કહી શકાતું નથી.
(શાંતિનાથ પુરાણ)

PDF/HTML Page 19 of 57
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
જ્ઞાનની કિંમત

જ્ઞાનીઓએ કહ્યું છે કે આત્માના જ્ઞાનથી જ ધર્મ થાય છે, શરીરની ક્રિયાથી ધર્મ
થતો નથી.
લોકોમાં પણ ખરેખર જ્ઞાનની કિંમત છે, દેહની ક્રિયાની કિંમત નથી. તેનો એક
દાખલો–
એક કોઈ મોટા કારખાનાનું મશીન એકાએક ખોટકાઈ ગયું, દરરોજ કરોડોનું
ઉત્પાદન કરતું આખું કારખાનું થંભી ગયું. તરત મોટા એન્જીનીયરને ખબર આપ્યાં.
ઈજનેર સાહેબ આવ્યા, સાથે દસ કિલોના ઘણ સહિત મજુરને પણ લાવ્યા.
ઈજનેરે મશીનનું અવલોકન કરીને બુદ્ધિથી (એટલે કે તે પ્રકારના જ્ઞાનથી)
નક્કી કર્યું કે મશીનના અમુક ભાગમાં સાંધો ઢીલો પડી ગયો છે. તેને બરાબ૨ ટીપીને
મજબુત કરવાની જરૂર છે; એટલે તેણે સાથેના મજુરને તે વાત કરી અને ઘણથી ટીપીને
સાંધો મજબુત કરવાનું કહ્યું.
મજુરભાઈએ અધમણીયા ઘણ વડે ટીપીટીપીને અડધી કલાકે સાંધો મજબુત
કરી આપ્યો...ને મશીન ચાલુ થઈ ગયું. મજુરો તો અડધી કલાક ઘણ પછાડી પછાડીને
રેબઝેબ થઈ ગયો...ઈજનેરે શાંતિથી ઊભા ઊભા જોયું–એટલે કે જ્ઞાન કર્યું.
મશીન ચાલું થતાં સૌને આનંદ થયો, અને કારખાનાના માલીકોએ ઈજનેર
સાહેબને રૂા. પાંચહજાર આપ્યા, જ્યારે મજુરને આપ્યો માત્ર એક રૂપિયો.
ભાઈઓ, વિચાર કરો કે ઈજનેર અને મજુર એ બેમાંથી શારીરિક મહેનત
વધારે કોણે કરી? મજુરે.–અને છતાં ફળ કોને વધારે મળ્‌યું? ઈજનેરને.–એનું
કારણ?
કારણ કે તે વિષયનું જે જ્ઞાન ઈજનેરને હતું, તે જ્ઞાન મજુરને ન હતું. લોકોએ તે
જ્ઞાનની કિંમત કરી...એટલે ઈજનેરને જ્યારે પાંચહજાર રૂા. મળ્‌યા–ત્યારે મજુરને માત્ર
એક રૂપિયો મળ્‌યો. અને આમ છતાં કોઈને અન્યાય થયો હોય–એમ લાગતું નથી; કેમકે
લોકોમાંય અવ્યક્તપણે પણ જ્ઞાનની જ કિંમત છે. એ જ રીતે ધર્મમાં આત્મજ્ઞાનની
કિંમત જાણવી.

PDF/HTML Page 20 of 57
single page version

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૧૭ :
પાલેજપુરીમાં ચૈતન્યરસના વેપારી
* ‘અનંતનાથ’ ભગવાન...
એટલે અનંત ગુણરત્નોથી
ભરેલો ચૈતન્યરત્નાકર
માહવદ બીજના રોજ પાલેજ શહેરમાં પધારતાં સ્વાગત બાદ જિનમંદિરમાં
અનંત જિનેન્દ્રદેવનાં દર્શન–વંદન કરીને, પછી મંગલપ્રવચનમાં અનંત ગુણના
રત્નાકરનો મહિમા બતાવતાં ગુરુદેવે કહ્યું કે–સ્વયંભૂરમણસમુદ્ર (કે જે અસંખ્ય યોજન
મોટો છે) તેમાં રત્નો ભર્યા છે, તેની રેતી રત્નોની રજની બનેલી છે; સમુદ્રમાં રત્નો
ભર્યા હોવાથી તેને રત્નાકર કહેવાય છે; તેમ આ આત્મા અનંત ગુણરત્નોથી ભરેલો
ચૈતન્યરત્નાકર છે; જ્ઞાન–શ્રદ્ધા–આનંદ વગેરે અનંત રત્નો તેમાં ભરેલા છે. અહીં
(પાલેજ જિનમંદિરમાં) અનંતનાથભગવાન બિરાજે છે, તેમ દરેક આત્મામાં અનંત
ગુણથી ભરેલો અનંતનાથ પરમાત્મા બિરાજે છે. પણ પરની કિંમત આડે પોતે પોતાની
કિંમત ભૂલી ગયો છે. પોતે પોતાની કિંમત કરે તો તેનો આનંદ પ્રાપ્ત થાય છે, ને
અંદરમાં ડુબકી મારતાં સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાનરૂપ નિર્મળ રત્નો હાથ આવે છે.
પર તરફનું વલણ છોડીને અંતરના ચૈતન્યસમુદ્રમાં અવગાહન કરતાં આનંદરસના
કણીયા હાથ આવે છે, તે મંગળ છે.
* ચૈતન્યરસના વેપારી
“ચૈતન્યરસના અપૂર્વ વેપારી.....જ્ઞાનદાન આપે અપાર....ભવ્ય સહુ આવો
જોવાને....” એક વખતના પાલેજપુરીના એ વેપારી આજે એનાથી જુદી જાતનો
ચૈતન્યરસનો વેપાર કરી રહ્યા છે, ચૈતન્યરસનું સ્વરૂપ સમજાવી જગતના જીવોને અપૂર્વ
જ્ઞાનદાન આપે છે...અને ભારતભરના જિજ્ઞાસુ–ગરાગો તે લેવા ઉમટી રહ્યા છે.–આવા
ભાવસૂચક ભક્તિ પૂ. બેનશ્રી–બેને પાલેજમાં કરાવી હતી.
* સુખથી ભરેલો ચૈતન્યદરિયો....તેને અંતરમાં શોધો *
બપોરે પ્રવચનમાં સ. કળશ ૩૨ ઉપર પ્રવચન કરતાં ગુરુદેવે કહ્યું–અહો, આ
આત્મા ચૈતન્યનો મહા દરિયો અનંત ગુણથી ભરીઓ; જ્ઞાની તેનો અનુભવ કરીને